Quotes by Sandhya Chaudhari in Bitesapp read free

Sandhya Chaudhari

Sandhya Chaudhari

@chaudharisandhya662gmail.
(35)

તેના મુરઝાઈ ગયેલા ચહેરાની,ક્યાં કોઈ ફરિયાદ હતી...
પાણી ઉપર તો તરતો હતો કાગળ...
પણ સુકા રહી ગયાની વાત હતી.!!

જીવન નુ અધુરા પણુ પણ એક આશ છે...
નથી જાણતી કે કીનારો ક્યા છે,,
પણ સાહિલ ની મને તલાસ છે...

  ' વિલાય ગયું એક રંગીન સપનું....
             દિવસના અંધકારમાં....
     જેને ઘણું જતન કરીને રાખ્યું હતું....
             હદયનાં બંધ પાપણમાં.... '

Read More

હથેળીની રેખામાં તરસનો ઉલ્લેખ છે,,
ને મધદરિયે વસવાનું રોજ..
આંખથી ક્ષિતિજ સુધી પાણી જ પાણી ને તો ય
એક ઘૂંટડાની ખોજ..
તારી આંખોમાં એક ઘૂઘવતો દરિયો..
ને મારી આંખોમાં એક રણ..
આમ જૂઓ તો વાત બેઉ સરખી,
તરસ્યા રહ્યા બેઉં જણ..!

Read More

જીવનમાં એક પળ કદી એવી ય આવશે,
પાછાં જવાય નહિ અને આગળ વધાય નહિ...
અહીં છે જ આંખોની ભાષા એવી દોસ્તો,,
જલદીથી એની વાતો સૌને સમજાય નહીં,,
દર્દ એટલું જ રહ્યું છે આ મનને,
તમારા વિના જીવાય કે મરાય નહીં.!!

Read More

     સ્પર્શ કરીને પાણી જ્યારે 
તે પથ્થર પરથી વહી જતું હશે,,
    ત્યારે એ પથ્થરને પણ કંઈક 
લાગણીના સ્પર્શ જેવું તો થતું જ હશે.!!

Read More

નિશાના અંધકારમાં ખોવાયેલા 
સ્વપ્નને શોધું છું,,
ક્યાંક અટવાયેલા મારા 
એ સ્મરણોને શોધું છું,,
પ્રેમના પૂરમાં તો હું તણાઈ ગઈ ,પણ,,
આજે તો એજ પ્રેમનો 
સાચો મતલબ શોધું છું,,
ચાહ્યા’તા મે તો મારી 
હદથી પણ વધારે,પણ,,
ખોટ ક્યાં રહી હતી આજે
 તો એ જ શોધું છું,,
શ્વાસો શ્વાસમાં વસ્યા’તા 
આપણે તો એકબીજાના,,
આજે તો આપણા એ જ 
ખોવાયેલા શ્વાસ ને શોધું છું,,
સંબંધ તૂટ્યા કે આપણે જ તૂટી ગયા ?
નથી સમજાતું,પણ,,
આજે તો હું હરપળ  
એ જ હકીકત શોધું છું.!!

Read More

આ શહેરના બધા લોકોનું કાંઈક ને કાંઈક ખોવાયું છે,,,,
દરેક વિખૂટી પડેલ વ્યક્તિ માટે એકવાર પાછું વળીને જોવાયું છે....

Read More

પંખી છે, પાંખો છે, ઉડવા ગગન છે, પણ પેલા લાગણીના પીંછા નથી,,
મરી જાય મન તો પછી પગલું ના ઉપડે, મનને તણખલુ લાગે પહાડ..!

Read More

હું સવાર ને રોજ પુછુ છું...
સવાર તું રોજ પડે તો
તને વાગતું તો નથી ને.....??
સવાર કહે છે અરે પાગલ વાગે તો છે જ........પણ
"ઝાકળ"બની ને રડું છે એ કોઈ ને સમજાતું નથી.!!

શુભ સવાર

Read More