Quotes by kanvi in Bitesapp read free

kanvi

kanvi

@bhuvabansi4gmail.com507235
(1)

તેણે સપનાને માત્ર જોયા નહીં, જીવી નાખ્યા,
દુઃખના દરિયામાં પણ આશાના દીવા સજી નાખ્યા.

તેણી માટે ક્યારેય સહેલો માર્ગ નહોતો,
પણ હિંમતના પગલાં કદી અટક્યા નહોતો.

તોફાન સામે છાતી તાણીને ઊભી રહી,
દરેક પડકારને હાસ્યથી જીતી રહી.

સફળતા માટે તે નામ નથી માંગતી,
તેના કર્મોથી દુનિયા એનું સ્થાન ગાશે.

તેણી બતાવે છે –
"સ્ત્રી માત્ર સપના નથી, તે સપનાનું સત્ય છે."
-kanvi💫

Read More

"जिंदगी का मज़ा तब आता है,
जब दोस्त पास होते हैं।
वरना दिल भी रोता है,
जब हँसी के लम्हे खास होते हैं"
-kanvi 💫

Read More

✨તું હતો પણ શબ્દોમાં નહોતો…

તું હતો...
હા, તું અહિયાં જ ક્યાંક હતો...
હ્રદયના ખૂણાંમાં, મૂંગી લાગણીઓમાં,
સાંજના સૂર્યછાયાંમાં… પણ શબ્દોમાં નહોતો.

તું હતો નયનની ભીના ખૂણે,
જ્યાં સપનાં હકીકત થવાની રાહ જોતાં હતાં,
તું હતો ગંધમાં યાદોની,
પણ બોલવામાં નહિ… ઉચ્ચારવામાં નહિ…

તું એક એવી હાજરી હતો
જે હાજર રહીને પણ અદૃશ્ય હતી,
જાણે કે તું મારા દરેક શ્વાસમાં રહ્યો…
પણ કોઈએ પૂછ્યું તો કહું શું? “તું ક્યાં છે?”

તું હતો…
પણ શબ્દોમાં નહોતો…
અને કદાચ એ જ સાચો પ્રેમ હતો…
જ્યાં તું રહે, પણ જણાવવાનો પ્રયાસ ન થાય…
કારણ તું “હતું” તો ખરું…
પણ “શબ્દોથી પરે” હતું.
-kanvi💫

Read More

✨શબ્દો જે દિલને સ્પર્શે…

હું શબ્દોમાં તને શોધી લઉં,
ને તરંગોમાં તારી યાદ ઉભરે,
એક સૂંઘતાં પળમાં તું આવી જાય,
અને ખાલી દિશાઓ બોલી પડે.

ઘાવ તો હતા સમયના,
પણ તું આવતાં એમ લાગ્યું કે ભરી ગયાં,
જિંદગીની એક નિભાવેલી લીટી જેવી,
તારી સ્મૃતિઓ મનમાં સરકી ગયાં.

સાંજ પડે એટલે તારી વાટ જોવી,
ને ચાંદમાં તારો અક્સ શોધવો,
હવે આ ખામોશી પણ તું બની ગઈ છે,
મારું દિલ તારી વાતોને ધોળવો.

ભલે નહીં રહી તું સામે,
પણ દિલનું દરવાજું ખુલ્લું જ છે,
એ નાનું પ્રેમ જે અધૂરો રહી ગયો,
એ હવે આખું જીવન બનેલું છે...
-kanvi 💫

Read More