The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ખબર છે સૌથી વધુ અન્યાય બિચારા 80/90 ના બાળકો સાથે થતો હતો,આપડે નાના હતા તો ઘર માં ટીવી નહોતું આપડે પડોશમાં જોવા જતા,આપડે એ પેઢી જેને દિવાળીમાં ઘણી વાર નવા કપડાં નોતા મળતા ભાઈ બહેનોના ટૂંકા થય ગયેલા કપડાં ભાગમાં આવતા તોય રાજી થઈ જતા,ને કોઈ સગા વહલા પૈસા વાળા હોઇ ને ત્યાંથી એમના છોકરાઓના નવા જેવા કપડાં આપી જતા તો તો એ કપડાંની ખુશી જ કઈક અલગ હોઈ,આપડે એ પેઢી છીએ જેને દિવાળીમાં 100 રૂ વાપરવા નોતા મળતા,આપડે એ પેઢી છીએ જેને મેહમાને આપેલા પૈસા માતા પિતાએ હમેશા લઈ જ લીધા છે…
દરેક મેમ્બરને જણાવાનું કે… મેં માતૃભારતીનુ પ્રિમિયમ નથી લીધું એટલે મારી I’d માં કોઈ પણ મેસેજ ઓપન નથી થતાં, તો મહેરબાની કરીને ને તમારો કિંમતી સમય મને મેસેજ કરવામાં બગાડવો નહીં…
સોશ્યલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે તમારા વિચારો વ્યક્ત કરી શકો,જોબવર્ક કરી શકો, અને જો તમારામાં આવડત હોય તો અહીંથી આવક પણ મેળવી શકો છો,પણ આપણા દેશમાં આ એક અસ્લીલતા અને અશિષ્ટાચારનું સાધન બની ગયું છે,જો તમે અહીંયા તમારા વિચાર વાળી પૉસ્ટ અપલોડ કરશો તો બે ચાર જ લાઈક આવશે પણ તમે ડાન્સ ની રીલ અપલોડ કરશો તો ઢગલો લાઈક આવશે પણ આપણે શું કરવું એ આપણે જાતે જ નક્કી કરવાનું છે… #shabdbhavna
Extra Marital Affair આજ ના સમયમાં સ્ત્રીઓ બીજા પુરૂષો સાથે સંબંધ રાખે છે એટલા માટે નહિ કે એમને પૈસા કે બીજી શારીરિક જરૂરત છે,એટલા માટે કે એમને માનસિક જરૂરત છે કે કોઈ એને સમજે,એની દરેક વાત સાંભળે,એ વ્યક્તિ સાથે તે પોતાના જીવનનો બેસ્ટ ટાઇમ વિતાવે છે કારણકે તે પરિવારની બધી જવાબદારી બાજુમાં મૂકી ને થોડું પોતાની માટે જીવી શકે અને એ લાલચમાં એ પુરુષ કે છોકરા સાથે સંબંધ રાખે કે તે વ્યક્તિ એને સમજી શકશે પ્રેમ લાગણી ને હૂંફ આપશે,પણ એ ત્યારે ખોટી સાબિત થાય છે જ્યારે તે પુરુષ સ્ત્રીની લાગણીઓ સમજી શકતો નથી અથવા પુરુષની વિચારસરણી એવી હોઇ કે બસ આનું શરીર જોઈએ ગમે તેવી લાગણી કે પ્રેમ બતાવીને એ સ્ત્રીનો યુઝ કરી આપડો મતલબ કાઢી લેવો છે. કાંઈક આવા પુરુષોને કારણે જ સ્ત્રીઓ પુરુષ જાત પર જલ્દીથી વિશ્વાસ નથી કરતી… #shabdbhavna
इस समझदारी से अच्छा तो बचपन था ना किसी के रुठने का डर, ना दिल टूटने का ग़म…
કાલે હું કામથી બહાર ગઈ હતી,આમ તો હું ગમે ત્યાં જાઉં મારી સાથે કોઈ ને કોઈ હોય,પણ આજે કોઈ નહોતું એટલે હું એકલી જ નિકળી ગઈ,મારે જે હોસ્પિટલમાં જવાનું હતું મેં ત્યાં પહોંચી ગાડી પાર્કિગ કરી અને લિફ્ટ તરફ વળી, ત્યાં જઈને જોયું તો લિફ્ટ સાતમા માળે હતી અને મારે ચોથા માળે જવાનું હતું તેથી હું ત્યાં લિફ્ટની રાહ જોઈ ઉભી હતી,એટલામાં બીજા એક ભાઈ ત્યાં આવી પહોંચ્યા અને લિફ્ટની સામે ઊભા રહી ગયા,એકાદ મિનિટ બાદ લિફ્ટ આવી અને તેમાંથી બધા બહાર નીકળી ગયા,હવે લિફ્ટમાં જનારા હું અને પેલા ભાઈ બે જ હતા, હાલમાં સ્ત્રીઓની છેડતી અને રેપ કેસનાં જે કિસ્સાઓ સામે આવ્યાં તે યાદ આવતા મેં બે ઘડી વિચાર્યું કે સીડીઓ ચઢીને જતી રહું પણ મારી તબિયત સારી ન હોવાથી મેં એ વિચાર માંડી વાળ્યો, હવે જે થાય તે જોયું જશે એવું મન મક્કમ કરીને હિંમત ભેર હું લિફ્ટમાં ગઈ,પછી એ ભાઈ પણ અંદર આવ્યા અને દરવાજો બંધ કર્યો,અંદર જઈને જોયું તો ઓછામાં પૂરું લિફ્ટમાં લાઈટ્સ નહોતી સાવ અંધારું એ જોઈને હું વધુ ડરી ગઈ,મારી હાલત જોઈને તે ભાઈ સમજી ગયા અને તરત જ મોબાઇલની ટોર્ચ ચાલુ કરી દીધી અને મને સહજ અનુભવ કરાવવા મારી સાથે વાત કરવા લાગ્યાં,તેઓ કહે ગભરાશો નહીં લિફ્ટમાં લાઇટ ઉડી ગઈ લાગે છે વોચમેન આવશે એટલે ચેન્જ કરી દેશે,ચોથો માળ આવ્યો એટલે તેમણે લિફ્ટનો દરવાજો ખોલ્યો અને હું બહાર નીકળી ગઈ. આ વાત કરવનો મારો એક જ મતલબ હતો કે દરેક વ્યક્તિ ખરાબ નથી હોતા,માટે જોયા જાળ્યા વગર કોઈ માટે ધારણા બાંધી લેવી તે યોગ્ય નથી, અને બીજી વાત મારે પુરુષ વર્ગને કહેવી છે કે તમારી આસપાસ એવું વાતાવરણ ઊભું કરો કે દરેક સ્ત્રી તમારી સાથે પોતાને ભયભીત નહીં સુરક્ષિત અનુભવે 🙏🏻 #shabdbhavna
ઝાટકીને સુકવ્યા તા માંડ નેણની અટારી એ, યાદોનું એક માવઠું આવ્યું ને ફરી શમણા પલળી ગયા... #shabdbhavna
થાકીને બેઠી હોવ ને તારો ખ્યાલ આવી જાય, પછી તો અમસ્તા જ હોઠ પર સ્માઇલ આવી… #shabdbhavna
હમણાં સ્કોર્પિયોનું એક ટાયર ઉડીને થાળીમાં પડત😏😟 એટલે મેં હવે નક્કી કરી લીધું છે કે જમતા જમતા સાઉથની ફિલ્મો જોવી નહી... 😝 - bhavna
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser