Quotes by Bharat Parmar_bk in Bitesapp read free

Bharat Parmar_bk

Bharat Parmar_bk

@bharatkumarparmar13gmail.com1976
(18)

આચરણ પ્રેમાળ રાખો તો સારું,
કટુ શબ્દો પર રોક રાખો તો સારું,
હ્યદય કાચ જેવું છે ધ્યાન રાખજો,
પત્થર દૂર રાખો તો સારું...
- Bharat Parmar_bk

Read More

પડછાયો પણ ક્યારેક સાથીદાર હોય છે,
જ્યારે પગલાં માં એકાંત હોય છે...

-Bharat Parmar_bk

કોણ જાણે અહીં સાચું નિર્દોષ કોણ છે,
એ કે જે ખુલ્લી બજારે ફરી રહ્યું,

કે એ જે બંધ કોટડીમાં સજા કાપી રહ્યું !!
-Bharat Parmar_bk

Read More

સાચો સંબંધ તો
લાગણી અને સાથ માંગે છે,
ફક્ત પૈસો ક્યાં
સંબંઘ નિભાવી રાખે છે...

-Bharat Parmar_bk

તું તો આવે મળે ને જતી રહે ,
બસ રોજ એકલતા સાથે રહે...

-Bharat Parmar_bk

વરસાદ ધરતીને ભીંજવે ને પછી ઠંડી નું આવવું ,
જાણે મળ્યા પછી પ્રેમના આભાસ જેવું છે ...

-Bharat Parmar_bk

તારું સ્મિત જોઈને તકલીફ ભૂલી જવાય છે,

બસ તું આમ જ હસતી રહે...

-Bharat Parmar_bk

પ્રેમ નામના રોગની,
ક્યાંય દવા મળતી નથી...
તારુ હોવુ મારી સાથે,
હવે એજ એક ઉપાય છે...

-Bharat Parmar_bk

કોઈપણ તબક્કે જો જીવન સમજવું મુશ્કેલ લાગે,
તો શાંત રહો અને ફક્ત જીવન જીવો.
જીવન પોતે તમને સમજવાનો પ્રયત્ન કરશે.

-Bharat Parmar_bk

Read More

સવાર ક્યારે થઈ જાણે ખબર ના રહી,
તારી યાદો તાજી થઈ ને રાત એમ જ વીતી ગઈ!

-Bharat Parmar_bk