Quotes by B Gov Of Guj in Bitesapp read free

B     Gov Of Guj

B Gov Of Guj

@bharatgelot6129


તમે વૈરાગ્ય કર્યો કે ત્યાગ...?
એ સમજવા માટે પેહલા એ નક્કી કરવું પડે કે ..!!
તમે છોડી દીધું કે
તમારે છોડવું પડ્યું..??

Read More

રાધા હશે ને એટલે પીંછું પડ્યું હશે ,
નક્કી હવા ને લાગણીનું જળ ચડ્યું ...
આખાય વન લહેરાય પૂરા જોમથી જ તો ,
જો વાંસને સતસુરનું જીવતર અડ્યું હશે...
વૃંદાવને આજે પણ ભીનાશ જોવું છું,
કેવા વિરહની યાદમાં આંસુ પણ પડ્યું હશે ...
ઈશ્વર પછી આવે ને સાક્ષાત દોડતો ,
એ ભોગ ધર્યા બાદમાં બાળક પણ રડ્યું હશે ...
આ પાળીયા કઈ એમ તો પૂજાય નહીં ,
એકાદ જણ કંઈક સેકડો સામે લડ્યું હશે ...
ને વીજળીમાં કેટલા યત્નો કરી લીધા,
ગંગા સતી ને સાચકુ મોતી જડ્યું હશે ...
ખાડો ભરો ઈચ્છા તનો ત્યાં માગતું રહે ,
કોને ખબર આ આયખું કેવું ધડ્યું હશે..

Read More

જે પસંદ હતું એનો અંત થઈ ગયો,
અને પછી હું સંત થઈ ગયો..!!

"એક વખત નિર્ણય કરી લીધા પછી અફસોસ કરવો એના જેવી મૂર્ખામી બીજી કોઇ નથી. ઝુકાવ્યું છે તો લડી લેવાનું. સાચો પડે કે ખોટો, સફળ જાવ કે નિષ્ફળ, એ મારો નિર્ણય હતો.એવું સ્વીકારો.."

- B________Gehlot

Read More

"ज्ञान की प्रथम गुरु माता है। कर्म का प्रथम गुरु पिता है। प्रेम का प्रथम गुरु स्त्री है और कर्त्तव्य का प्रथम गुरु सन्तान है।"

Read More

"જિંદગી સારી રીતે જીવવા માટે બે વસ્તુ શીખવાની ખાસ જરૂર હોય છે. એક તો સારી રીતે બોલતા અને બીજું સરખું સાંભળતા! આપણે સીધા મોઢે વાત કરતા નથી અને સરવા કાને વાત સાંભળતા નથી!"
- B________Gehlot

Read More

"નવો દિવસ નવા અનુભવ સાથે ઉગે છે, કોઈક લોકો મળીને બદલાઈ જાય છે, જ્યારે કોઈકને મળીને જિંદગી બદલાઈ જાય છે.સબંધ અને તાપમાન ક્યારેય સરખા નથી રહેતા; મતલબ મુજબ પારો ચડતો ઉતરતો રહે છે!"

Read More

✍️
"આપની ચિંતા કરતો એક મિત્ર, આપની વ્યથા જાણતો એક પાડોશી,
અને આપની ઈજ્જત કરતો એક સબંધી, આ બધા દુનિયાની કોઈપણ સંપતિ કરતા વધુ મૂલ્યવાન છે."

Read More

भगवान श्री कृष्ण के जन्म दिन की हार्दिक शुभकामनाए, उनकी कृपा आप और आपके परिवार पर सदैव बनी रहे यही हमारी कामना है !

-B________Gehlot

Read More

નજર જુદી,
આંખો જુદી જુદી,
તાકવું જુદું ,
ને તાગવું ? એ પણ જુદું!!

-B________Gehlot