The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
એ રોજ કહેતા હતા કે ચા પીવા આવજે, અચાનક ક્યારેક એમનેમ મળવા આવજે, જતા પહેલા ફોન કરવાની ટેવ છે મારી, એમને ફોન કર્યો તો કહે દૂધ લેતો આવજે. અશોક ઉપાધ્યાય ©
બાપ બાપ, શબ્દ બે અક્ષરનો સાફ એના મનમાં ભર્યું હોય ઘણું અમાપ રડતો હોય તોય હસતો રહી સમય ને આપે થાપ માંગે જે સંતાન હમેશા લાવી આપે ચૂપચાપ ક્યારેક શાંત,ક્યારેક ગુસ્સો ક્યારે લાગણી અપાર બાપ ક્યારેય ન માને સંજોગો સામે હાર ટાઢ તડકો વરસાદમાં એ દોડે સતત સંતાનોને પગભર કરવા પરસેવો પાડે અવિરત સૌ ને ન સમજાય એના મનમાં શું ચાલે છે સંતાનો માટે બાપ હમેશા જીવ બાળે છે. એનું સપનું સંતાનો બસ રાખે મારી લાજ મારી આજ કરતા એમની સુખેથી વિતે કાલ. રહું નહિ જો હું તો...કરે ક્યારેક યાદ બાપ માટે જીવનભર કોઈ ન રહે ફરિયાદ બાપ, શબ્દ બે અક્ષરનો સાફ એના મનમાં ભર્યું હોય ઘણું અમાપ...ભર્યું હોય ઘણું અમાપ... અશોક ઉપાધ્યાય ✍🏻©
https://www.facebook.com/share/p/Ea2ojZBLauKAmNV5/?mibextid=oFDknk
હા હું જાતને જ હેરાન કરું છું, એકલો જ ખુદને પરેશાન કરું છું, માનતું નથી મન મારું કહ્યું, એટલે મનનો ગુલામ થઈ ગયો છું, હા હું જાતને જ હેરાન કરું છું આખો દિવસ બસ તું જ તું, મિનિટ,પળ,ક્ષણ મરું હું જ હું, વિસરાતી જ નથી તું મનમાંથી, સતત તને જ સ્મર્યા કરું છું, હા હું જાતને જ હેરાન કરું છું, નથી ભૂલી શકતો કે નહિ ભૂલી શકું, તારી એક એક વાત યાદ કરું હું, શબ્દો તારા સતત ઘૂંટ્યા કરું છું, તારી છબી બસ જોયા જ કરું છું, હા હું જાતને જ હેરાન કરું છું... અશોક ઉપાઘ્યાય
ચીં... ચીં...ચીં... આજે તારો દિ, બા કહેતી તારી વાર્તા, એક ચકો, એક ચકી, ચોખા, મગ સાથે રાંધી ખાતા બેઉ ખીચડી, તારાં ચીં ચીં થી સવાર પડતી, બપોરનાંય સખણી નહિ તું, જોવા તને, ચોખા નાખી વાટ જોઉ હું, સિમેન્ટનાં આ જંગલમાં હજુ ક્યાંક દેખાય, અમુક ઝાડ બચ્યા છે જ્યાં તારું રાજ વર્તાય, રાખું છું પાણી રોજ, આવી પી...પી...પી... મારી બારીએ આવે ત્યારે કરજે ચીં...ચીં...ચીં... આજે તારો દિ... અશોક ઉપાધ્યાય
હતું એમ કે....કદાચ તને મળીશ તો એક ધબકાર ચૂકી જઈશ, શું બોલું...શું નહિ...એ વિચારમાં જ મૌન રહીશ, તને જ જોયા કરવાની ઈચ્છા રોકી નહિ શકું, સ્થળ, સમય,સંજોગ નું ભાન ભૂલી જઈશ, કદાચ અજાણતા સ્પર્શ થયો તો હું ધન્ય થઈશ, તારી આંખોમાં જોઈ મરતાં જીવી જઈશ, તું મળી બે ઘડી એ જ નસીબ મારા, આભાર ઈશ્વરનો માની તારા ચરણ સ્પર્શ કરીશ. ખુશ રહેજે અને સદાય હસતી રહેજે, તારા બધાં જ દુઃખ દર્દ મને દઈ દેજે, રોગ પીડાથી સદા દૂર રહે એ પ્રાર્થન કરીશ, પ્રેમ કર્યો છે, કરું છું... છેલ્લા શ્વાસ સુધી કરતો રહીશ... કરતો રહીશ... કરતો રહીશ...
।। जय श्री राम ।। “राम रामेति रामेति रमे रामे मनोरमे । सह्स्रनाम तत्तुल्यं राम नाम वरानने ।।” राम...राम...राम...राम... राम नाम की धून सारे संसार में गाजे। शहर नगर हर गली सुमधुर राम भजन बाजे। आज अयोध्या नाच रही हर मन कहे रहा। सब की इच्छा पूरी करे मेरे रामलला। राम...राम...राम...राम... अनंत सालो का विरह अब आज टूटेगा। भक्त और भगवानका शुभ दर्शन होगा। राक्षस, दानव, मानव सब ये कहे रहा। सब की इच्छा पूरी करे मेरे रामलला। राम...राम...राम...राम... आओ मनाए हम मिलकर दिवाली प्रेम से। हर घर दीप रोशन हो प्रभु आगमन से। खुशी के आंसू बहते, हर आंसू कहता। सब की इच्छा पूरी करे मेरे रामलला। राम...राम...राम...राम... सिया राम...राम...राम...राम... बोलो राम...राम...राम..राम...जय श्री राम. अशोक उपाध्याय।
મૌન કેમ લખવું...? એ તારું ફરી અજાણતા મળવું, તને સર્વ પ્રથમ સ્પર્શવું, વાતો કરતા તારી આંખોમાં, એ જ ચમક જોઈ, મનમાં કંઇક સળવળવું... બોલ...મૌન કેમ લખવું...? મળ્યા,બોલ્યા,વાતો કરી, મારા મનમાં તો તારી જ છબી, જોયા જ કરું તને નજીકથી દૂરથી, નિતનવા બહાના શોધી કૉલ કરવું... બોલ મૌન કેમ લખવું...? આજેય તું આસપાસ છે, મારા જીવનમાં ખાસ છે, પ્રેમ અને લાગણીનો પ્રાસ છે, હર ઘડી હર પળ સતત તને જ સમરવું... બોલ મૌન કેમ લખવું...? અશોક ઉપાધ્યાય ૨૦/૦૧/૨૦૨૪
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser