Quotes by ek archana arpan tane in Bitesapp read free

ek archana arpan tane

ek archana arpan tane

@archana542002yahoo.com8452


તસવીર માં દેખાનારો બદનસીબ ધર માં દેખાતો નથી પણ હદય થી જાતો નથી.

અગર દીલ પર પથ્થર ના રાખો તો લોકો એટલી બેદર્દીથી તમને કચડી નાંખે કે જાણે એ ભગવાન અને તમે ન માણસ.

જવાબો બધા એનાં હતાં તો સવાલો કેમ? જીત એના કરમ થી તો હારી જવાય એનો અફસોસ શું. જેણે ઝાલ્યો એની હોડી નો હાથ તો એને ડૂબી જવાનો ભય શું કામ?

Read More

સંબંધો ને દેવા ની જેમ ચુકવી દો તો પણ એનું વ્યાજ ચક્રવૃદ્ધિ સાથે વધતું જ રહેશે.

ખામોશી જ્યારે હક્ક માટે લડવાનું છોડાવી દે તો સમજવું કે માણસ પોતાના હદય માં કેટલું દર્દ છુપાવી બેઠો છે.

દરેક નાં મેણાટોણાં મેં સમય ને સાચવવા આપ્યા છે કે સમય એનો જવાબ આપવાનું ભુલી ન જાય.

ખાબોચિયા નાં ઘમંડે સાગર ને લલકાર્યું ને અસ્તિત્વ ગુમાવી દીધું.

મુકામ જીંદગી એ એવો કર્યો કે શકુન શોધવા ગયાં ને ઊંઘ જ ગુમાવી બેઠાં.

ખાલીપણું જરૂરી હતું જીંદગી માં નહીંતર મારી જાત સાથે મારી મુલાકાત થઈ ના હોત.

અઘરું છે હસતાં રહેવું રડવાનું તો જન્મતાં ની સાથે જ આવડી જાય છે.