Quotes by Mir in Bitesapp read free

Mir

Mir Matrubharti Verified

@apexadesai.532823
(120)

પોતાને સૌથી બુદ્ધિશાળી માનતો માનવ
માનવતાનો જ રસ્તો ભૂલી ગયો.
આ મારું ને આ તારું કરતો માનવ,
પોતાનાને સાચવવાનું ભૂલી ગયો.
કુંભમેળો ને ચારધામ યાત્રા જતો માનવ
ઘરમાં માતા પિતાની સેવા જ ભૂલી ગયો.
મોબાઈલમાં અવનવી ગેમ રમતો માનવ
ભગિની ભેરું સંગ રમવાનું ભૂલી ગયો.
વધુમાં વધુ પૈસા કમાવાની ઘેલછામાં માનવ
સંતાનોને સંસ્કાર આપવાનું ભૂલી ગયો.
કોઈ મરતું હોય તો વિડિયો બનાવે,
પણ મરતાને બચાવવાનું ભૂલી ગયો.
કોઈ પણ કષ્ટ ન વેઠવાની સુખ સુવિધા માટે
પર્યાવરણને બચાવવાનું ભૂલી ગયો.
પક્ષ વિપક્ષની લડાઈમાં નેતા નામનો માનવ
દેશ નું હિત કરવાના રસ્તા જ ભૂલી ગયો.
અમૂલ્ય આ દેહ અને બુદ્ધિ મળ્યા છે ઓ માનવ !
પણ તું તો સારા કર્મો કરવાનું યે ભૂલી ગયો.
ભલાઈના દેખાડા કરી પોસ્ટ કરતો તું માનવ
પોતાને ભીતરથી શુદ્ધ કરવાનું ભૂલી ગયો.

Read More

એક નાની જીત જરૂરી છે જીવનમાં
પડી ને ફરી ઊભા થવા જીવનમાં.
પણ હારવું એટલે જીવન ખલાસ,
એ માનવું ભૂલ ભરેલું છે જીવનમાં.
પડી પડીને કરોળિયો જાળું તો બનાવે જ છે,
માનવજાત તું તો સક્ષમ છે મહેનત કરવામાં.
ન ઓછી આંક પોતાને અન્યની સરખામણીમાં
દરેકનું પોતાનું કૌશલ્ય છે એે સાબિત કર જીવનમાં.
થાકીને બેસી જવું એ હાર છે માનવ જીવન માટે,
બાકી કોશિશ કરે તો દરેક ક્ષણ જીત લાગે જીવનમાં.
- Mir

Read More

તું એકવાર
આવશે છેલ્લા શ્વાસે
મારા છે આશ

પૂરી કરજે
ઓ વિધાતા અરજ
આ એક આશ

બીજું ન કંઈ
હું માંગુ કદી પણ
છે તને જાણ
- Mir

Read More

ફરી આવી ગયો મધર્સ ડે
સોશિયલ મિડિયામાં છવાઈ ગયું હેપ્પી મધર્સ ડે.
પણ અંતર ને પૂછો ક્યો છે માતા માટે મધર્સ ડે ?
નવ મહિના ઉદરમાં રાખ્યા, એને
તમે જીવન સંધ્યા એ સાથે રાખો તો એ છે મધર્સ ડે
વાચા વગર તમારી ભાષા જાણી,
એનું મૌન તમે સમજો તો એ છે મધર્સ ડે
આંગળી પકડીને તમને ચાલતા શીખવ્યું,
અંત સુધી એનો હાથ ઝાલી રાખો તો એ છે મધર્સ ડે
તમારા માટે પતિ- દુનિયા સાથે પણ લડી,
એને તમારા જીવનસાથી માટે ન છોડો તો એ છે મધર્સ ડે
એક તમારા ચહેરાની ખુશી માટે કંઈ પણ કરી જતી
એ સદા હસતી રહેશે તો હશે જીવનનો દરેક ડે મધર્સ ડે.
દિકરો સંસારમાં મશગુલ, દિકરી સાસરામાં મજબૂર,
કોઈક ખૂણે રડતી મા, ને અપાય શુભેચ્છા હેપ્પી મધર્સ ડે.
- Mir

Read More

એક અધૂરું ગીત, પૂરું કરવા આવી જા.
જુદાઈ ઘણી થઈ ગઈ, મિલન માટે આવી જા.
ઉંમરનું આકર્ષણ ન હતું, સમજવા માટે આવી જા.
દિવસો વર્ષો વીત્યા, એક ઝલક બતાવવા આવી જા.
જીવનસંધ્યાએ આંખે ઝાંખપ આવે એ પહેલા આવી જા.
આ તન ચિતાએ ચડે એ પહેલાં ફૂલ ચઢાવવા આવી જા.
પ્રેમનું ગીત લખીને વર્ષો થયા, પૂરુ કરવા શબ્દો આપી જા.
- Mir

Read More

એક આંસુની કિંમત
મા માટે જાણે દુનિયા લુંટાઈ જાય,
પિતા કોઈની પણ સાથે લડી જાય,
ભાઈ બહેનની પડખે ઉભો રહી જાય,
બેન ભાઈ સાથે રડવા લાગી જાય.
પરંતુ, કડવું સત્ય
વિદાય વખતે દિકરીના આંસુમાં
એનું લગ્ન સુધીનું જીવન વહી જાય.
- Mir

Read More

ગુમ થયેલી વસ્તુ તો મળી જાય,
પણ વસ્તુથી વધારે જે ખોવાયું તે ક્યાં મળે ?
બાળકનું બાળપણ ગુમ છે તે ક્યાં મળે ?
કામ પ્રત્યેની નિષ્ઠા ગુમ છે તે ક્યાં મળે ?
સંબંધોમાં લાગણી ગુમ છે તે ક્યાં મળે ?
લગ્નજીવનમાં વિશ્વાસ ગુમ છે તે ક્યાં મળે ?
ભાઈ બેનનો પ્રેમ મિલકતમાં ગુમ છે તે ક્યાં મળે ?
નેતાઓની રાજનીતિમાં દેશપ્રેમ ગુમ છે તે ક્યાં મળે ?
માણસની માણસાઈ ગુમ છે તે ક્યાં મળે ?
સૌથી મોટું ન સ્વીકારાયેલું સત્ય,
માબાપને સાચવનાર સંતાન ગુમ છે તે ક્યાં મળે ?
- Mir

Read More

રાહ જોવાની
તારી આદત મારી
ન છૂટે કદી

વેરી જુદાઈ
મિલન ને તરસે
આંખો વરસે

અચાનક જો
મુલાકાત હો તારી
હરખે દિલ
- Mir

Read More

સમયચક્ર
ચાલ્યા જ કરવાનું
થોભે ન કદી

એમાં ગૂંચાયા
કેટલાયે સંબંધો
વળ ન ખૂલે

હસતાં હતા
સંગાથે જે સંબંધો
આવી દરારો

નજીવી વાતો
ને ભૂલ્યા સગપણો
ભૂલ્યા સાર૫

જતું ન કર્યું
કોઈએ, અહમ ને
પોસ્યો બધાએ

તૂટ્યા સંબંધો
ના બચ્યો પરિવાર
એકલાં થયા

પોતાના દૂર
સોશિયલ મિડિયા
સાચવે લોકો

છોડ્યા મા બાપ
ઉજવે મધર્સ ડે
ને ફાધર્સ ડે

અટવાયા છે
સમયચક્રમાં સૌ
જીવે ન આજ

Read More

મળશે મોક્ષ
મૃત્યુ પછી જીવને
કહ્યું પ્રભુએ

વ્યાખ્યા મોક્ષની
સમજે કેવી રીતે
માનવજાત

એ અટવાયો
રૂપિયાના મોહમાં
લાગણી છોડી

નથી સમજ
શું સાચું ને શું ખોટું?
ભૂલ્યો કર્મને

કર્મ કરી લે
સૌનું ભલું ઈચ્છી લે
સ્વાર્થ છોડી દે

મારું ને તારું
કરવાનું છોડી દે
સાથે રહી લે

આ જ જનમે
મોક્ષની અનુભૂતિ
તું કરી લેશે

Read More