The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
3
5.1k
23.1k
જેનો અંત ના હોય તે : અનંત અધૂરા સ્વપ્નો , એક કોરું કાગળ , એક સાહિનો ખાડીયો અને કલમ , અને દુનિયાની સૌથી ઊંચી જગ્યા . આટલું મળી જાય તો બસ છે ................ જય બાબારી .....
મારા વિરહની તો વાતજ ના કરતી પ્રિયે , આશિક છું હું , તારી બે ધડકન વચ્ચેના અવકાશમાં મળીશ હું . આ દુનિયા સાથે કોઈ નિસ્બત નથી મને , શાયર છું હું , કલમ આંસુમાં બોળી , દર્દ ને ટપકાવતો મળીશ હું . મારી મૌત પર કોઈ શોક ના કરતા , લેખક છું હું , મારી વાર્તાના બે પન્ના વચ્ચે જીવતો મળીશ હું . હવે તો દફન થઇ જાઉં તો પણ કોઈ છોછ નથી , ગઝલકાર છું હું , આ દુનિયાને એક ગઝલ રૂપે મળીશ હું . રોનક પ્રજાપતિ ( અનંત ).
" બસ એટલોજ ખ્વાબ છે કે "............. મારી હોસ્ટેલ નું ટેરેસ હોય , રાત્રીના કંઈક ચાર વાગ્યા હોય , એક કોરો ડાઘા વિનાનો કાગળ હોય , એક અડધી શાહી ભરેલી પેન હોય , ચંદ્રમાં નો એ ડહોળો એવો પ્રકાશ હોય , અધકચરી યાદોથી ભરેલો એક કોથળો હોય , અને બસ હું એકલો ......... -રોનક પ્રજાપતિ (અનંત)
આ ગીતા અને કુરાનના મર્મ ને જાણી શકો , કે ભગવાન અનેે અલ્લાહના ભેદને મારી શકો . તોય ઘણું .... આ મંદિરના કોઈ ખૂણે મસ્જિદ કરી શકો , કે મસ્જિદ ના કોઈ ખૂણે મંદિર કરી શકો . તોય ઘણું .... આ મંદિર શુ ને મસ્જિદ શુ એ ફરક થી અંજાન , એવું એક પંખી બની બેય સામે શીશ ઝુકાવી શકો . તોય ઘણું .... મારી આ ગઝલનો બહુ સુંદર જવાબ આપ્યો કોઈએ ... ઈશ્વર સુધી જવાનો કોઈ અર્થ નથી " અનંત ", માણસ છો બીજા માણસને સમજી શકો . તોય ઘણું .... રોનક પ્રજાપતિ ( અનંત )
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser