Saraswatichandra in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 3

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 3

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૩

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૩ : હૃદયની વાસનાનાં ગાન

અથવા

ચેતન વિનાની વૃત્તિ-ઉક્તિ અને શ્રોતા વિનાની પ્રયુક્તિ

‘More close and close his foot-steps wind;

The Magic Music in his heart

Beats quick and quicker, till he find

The quiet chamber, far apart.’

- Teennyson’s Day-Dream

‘સજ્જન ! બાતાં સ્નેહકી, ઈસ મુખ કહી ન જાય !

મૂગેકું સુપનો ભયો ! સમજ સમજ પસ્તાય !

- લૌકિક

‘ઇત્યં ત્વયૈવ કથિતપ્રણયપ્રસાદઃ

સંકલ્પનિર્વૃતિષુ સંસ્તુત એષ દાસઃ

- માલતીમાધવમ્‌

વસંતગુફામાંથી નીકળતો કુમુદનો સ્વર પુલની વચ્ચે સૌમનસ્યગુફામાં જવા લાગ્યો; કુમુદની હૃદયગુફામાંથી નીકળી સરસ્વતીચંદ્રની હૃદયગુફામાં જવા લાગ્યો અને પ્રતિધ્વનિના ચમત્કારને વીજલી પેઠે ચમકાવવા લાગ્યો. કુમુદનો સ્વર સરસ્વતીચંદ્ર ન ઓળખે એવું હોય નહીં - જે સ્વર કુમુદ દૂર હતી તે કાળે એના કાનમાં ભણકારા ભરતો હતો અને વાંસળી પેઠે મધુર ગાન કરતો હતો તે સ્વર જાતે કુમુદના સ્વમુખમાંથી જ પ્રત્યક્ષ થાય ત્યારેએ ભણકારાના રસિકના હૃદયમાં શો ધમધમાટ થાય તેની તો માત્ર કલ્પના જ થાય એમ છે - તેનું શુદ્ધ સ્વરૂપ સમજાય એમ નથી તો તેનું વર્ણન તો શી રીતે સંપૂર્ણ થાય ? એ હૃદયનું હૃદય, એ હૃદય ધરનારીનો કોમળ કંઠ, અને ચંદ્રોદયની વેળાએ આ ગુફાઓ જેવું એકાંત ! ગાન એ સર્વના સંયોગરૂપ જ હતું.

‘જોગીરાજ ! ઊભા રહો જરી,

મને વાટ બતાવોની ખરી;

પડી વનમાં આ રાત અંધારી,

ભમું એકલો ઘરને વિસારી.’

સરસ્વતીચંદ્ર નરજાતિ વાચક ‘એકલો’ શબ્દ સાંભળી ચમક્યો. ‘શું આ કોઈ પુરુષ ગાય છે ?’ ગાન વધ્યું :

‘નથી પગલાં ઊપડતાં મારાં,

થાકે આવે છે આંખે અંધારાં,

પંથ પૂરો થતો નથી આજ,

વાધું હું ત્યાં વધે વનવાટ !’

‘સ્અ ર્ઙ્મઙ્ઘિ ! આ તો તરંગશંકરનું કાવ્ય - કુમુદને જ આપેલું તે ! કુમુદ વિના બીજું કોણ ગાય ? પણ હું આ સ્થાને છું તે શું એને ખબર નહીં હોય ?’ સરસ્વતીચંદ્રના વિચાર ગાનની કડીઓએ અટકાવ્યા.

‘દીવા જેવું પણે દેખાય,

જવા ત્યાં મુજ મન લલચાય.

ત્યાં તો રહેતા હશે કોક સંત,

મારા દુઃખનો આણશે અંત.

જોગીરાજ ! એ વાટ બતાવો;

દયા એટલી મુજ પર લાવો.’

સરસ્વતીચંદ્ર - ‘નક્કી ! આ સંબોધન મને તો નથી જ કર્યું - ચાલો, હવે એ સંબોધનને ઉત્તર મળશે.’

સ્વર વાધ્યો :

‘જોગી બોલ્યા : ‘બેટા ! રખે જાતો,

એણી પાસ રખે લલચાતો;

એ તો ભૂતનો ભડકો જાણ,

બોલાવે ને કરે પછી હાણ.

ભૂખ્યાં તરસ્યાંને આદર આપે,

લૂખું સૂકું મળે તે જમાડે,

એવી આ છે ગુફા મુજ રંક;

બેટા, તેમાં તું આવ નિઃશંક.

ફળ ને વણખેડેલું ધાન,

શય્યા કાજ કુળાં ઘાસપાન,

રૂડાં ઝરણનું નિર્મળ પાણી,

સુખ શાન્તિ, ને આનંદવાણી;

એવું અક્ષયપાત્ર છે અહીં,

હરિ પ્રત્યક્ષ થાય છે સહી.

બેટા, એવા આશ્રમમાં તું આવ્યો,

ગયો સમજ ચિંતાતણો વારો.’

‘હું ઇચ્છું છું કે હું તને એવો જ બોધ આપી શકું !’ સરસ્વતીચંદ્ર બોલ્યો. ગાન તો ચાલ્યું જ.

‘દુઃખ સંસારનાં નથી સાચાં;

મન માનવનાં એક કાચાં;

મળે કોળિયો ઉદર ભરાય,

તસુ પૃથ્વી સારે સૂવા કામ;

પળ વાર છે કરવો સમાસ,

તોય મન ન ઠરે કરી હાશ.

પ્રભુએ તો સરજેલું છે સુખ !

મન મનનું ખોળી લે છે દુઃખ !

નિશાકુસુમ સરે શાંત શાંત,

તેમ જોગી બોલ્યા શબ્દ દાન્ત.

આગળ પાછળ ચાલ્યા બેય,

ઝાંપો ઉઘાડી પેઠા છેય,

રાત વાધી વંઠેલાં ખેલે,

અન્ય સૌ પડ્યાં નિદ્રામાં મેળે;

તેવે સમે જાગે જોગીરાજ,

ધીમ તાપે કરે સ્વયંપાક.

તપે અંગારા એકાંત શાંત,

રંગ આપતો મંદ પ્રકાશ,

ધીમે ધીમે બળે છે કાષ્ઠ,

ધીમો ધીમો બોલે એનો તાપ;

બોલે તોરી ભરાઈ ભીંતમાંહ્ય,

દોડે અહીં તહીં ખેલે માર્જાર;

દ્વાર વાગે વાંસળી સમો વાય,

પહોર રાતના ચાલ્યા જાય.’

પવનનો સ્વર પુલની બે પાસની બારીઓમાં ગાજતો ગાતો જતો હતો અને બે પાસનાં હૃદય ચીરતો હતો - રાત પણ વધતી હતી.

‘જોગી આ સૌ શાંતિ ઝીલે છે,

શાંત વાતો કરતા ખીલે છે.

ધીમું ધીમું બોલે ને હસાવે,

થાકેલાનો થાક નસાડે.

કથા ગોષ્ઠી કંઈ કંઈ કાઢે,

બોધ આપે ને શાંતિ પમાડે,

અન્ન મધુરું જમે ને જમાડે,

એ પર અતિથિને રુચિ કરાવે.’

‘કુમુદ ! કુમુદ ! પંચમહાયજ્ઞનો ઉપદેશ સાંભળ્યા પછી અતિથેયધર્મના આટલા આવા મધુર વિધિ તું મને બતાવતી નથી તો કોને બતાવે છે ? કુમુદ, દુઃખી પ્રવાસી કુમુદ, સાધુજનોનું આતિથ્ય તને શાંતિ પમાડી શક્યું નથી જ. નક્કી, આ નવો ધર્મ મારે શિર ઉદય પામે છે - પણ -’ સરસ્વતીચંદ્ર એટલું

મનમાં બોલ્યો. પણ કાન તો ઉઘાડા જ હતા. તેમાં કુમુદના સ્વર જતાં અટક્યા નહીં.

‘પંથી ખાધું ન ખાધું કરે છે,

પંથી સુણ્યું ન સુણ્યું કરે છે,

ઊંડા વિચારમાં પડી જાય,

ગાલે ઊતરે છે આંસુની ધાર.’

સરસ્વતીચંદ્ર - ‘શું તારી આ દશા છે ?’ ઉત્તરમાં ગાન જ વાધ્યું :

‘એની દેખી દશા એવી જોગી,

દયા આણી થયા દુઃખભોગી.

અન્ન પડતું મૂકી પાસે આવ્યા,

ફરી ફરી વળી પૂછવા લાગ્યા :

‘બોલ બેટા, તને શું થાય ?

તારે હૈયે શાનો પડ્યો ઘા ય ?

ઘરનો વૈભવ ત્યજી અહીં આવ્યો ?

ઓછું આવ્યું કે કોઈએ કાઢ્યો ?

દગો દીધો કો મિત્રે શું ભાઈ ?

મળી કઠણ હૃદયની શું નારી ?

બેટા ! વાત વિચાર તું સાચી,

માયા સંસારની બધી કાચી,

કહાવે લક્ષ્મી તો ચંચળ નારી,

નાસી જાય; દઈ હાથતાળી,

સુખ એનું કરે ચમકાર,

જોતા જોતામાં થાય અંધાર;

સુખ એનું તો મૃગજળ જેવું,

થતાં સમીપ પડે ખોટું એવું .

મિત્રતામાં યે મળે ન કાંઈ,

એ તો સ્વાર્થની છે જ સગાઈ;

એને નામે ભુરકાય તે ભોળા.

એને વિશ્વાસે રહે તે તો રોળા;

લક્ષ્મી તે કીર્તિ જ્યાં જ્યાં જાય,

છાયા જેવા મિત્રો પૂંઠે થાય;

જે એ છાયાને ઝાલવા જાય,

ઘસે હાથ ને ખતા તે ખાય

સ્ત્રીની પ્રીતિ તો એથીયે ખોટી;

મોહજાળ નાંખે, જોતી જોતી;

જાળ નાંખે, જોતામાં ફસાવે,

ફાવે ત્યાં જ એ ધુતકારી નાંખે;

કહાવે અબળા ને નરને નચાવે,

ગોરી ગુમાનભરી પછી રાચે;

નરના દુખની મશ્કરી કરતી,

નારી પ્રીતિ ખરી નવ ધરતી.

પ્રીતિની હૂંફ પંખી ધરે કો,

સુરલોકમાં હો કે નહીં હો.

પ્રીતિને નામે સળગાવી આગ,

નારી નરને કરે છે ખાખ;

મોહમાયા ને જોગણી કહાવે,

નારી નરને ન જંપે સૂવા દે.

બેટા ! શાને વેઠવી એની શૂળો ?

એની પ્રીતિમાં મૂકની પૂળો.’

આ છેલ્લી કડી મોટે ઊછળતે સ્વરે ગવાઈ :

‘જોગી બોલતો ઉશ્કેરાય,

પંથી સાંભળતો શરમાય;

નીચું જુએ ને ડસડસી રુવે,

ગાલે નારંગીનો રંગ ચૂવે.

વ્હાણે નાજુક વાદળી ચાલે,

રંગ ઊછળા પળેપળ ફાલે,

સુંદરતાના લલિત ચમકાર,

અંગે ઊઠતા તેવા જણાય;

જોગી જુએ છે, આભો બને છે,

પંથી નવો નવો વેશ ધરે છે.’

સરસ્વતીચંદ્ર પુલ ઉપર આકર્ષાયો ને તેની આંખો અંદરના રૂપ ઉપર આકર્ષાઈ.

‘આંખો ચંચળ થઈ ચળકે છે,

ઓઠ કુંપળો પેઠે ઊઘડે છે;

પંથી સુંદરીરૂપ થઈ જાય,

જોગી ભડકે, ઊંચો નીચો થાય.’

સરસ્વતીચંદ્ર પુલની પેલી પાસની બારી બહાર સાખમાં લપાઈ પુલમાં ઊભો ને કાન અને આંખો માંડ્યાં. ‘કુમુદસુંદરી ! જાતે પોતાનો જ દોષ કાઢનારી અને પ્રિયજનની દયા જ જાણનારી આ મહાશયાના ચિત્ત જેવું ચિત્ત તમારું છે તેમ તેના જેવું જ આ તમારું રૂપ હું અત્યારે પ્રત્યક્ષ કરું છું. પણ સ્ત્રીની પ્રીતિનો આવો તિરસ્કાર મેં કદી કર્યો નથી, અને જો એ તિરસ્કારબુદ્ધિથી મેં તમારો ત્યાગ કર્યો તમે સમજતાં હો તો તેના આરોપમાંથી મુક્ત થવાનો મારો ધર્મ મને તમારી પાસે મોકલશે.’ કુમુદ છત સામું જોઈ, છાતીએ હાથ મૂકી, આંસુ લોહતી લોહતી ને વચ્ચે વચ્ચે ઉશ્કેરાતી ગાયા જ જતી હતી.

‘હાથ જોડી રોતી બોલી બાળા :

ક્ષમા કરજો મને, જોગીરાજા !

જગપાવન ને નિર્વિકાર

શાન્ત દાન્ત વસો યોગીરાજ,

એવા દિવ્ય આશ્રમની માંહ્ય

પગ મૂક્યા પાપણીએ આજ.

તમ દર્શનનો અધિકાર,

નથી જેને, એવી હું છું નાર. ’

સરસ્વતીચંદ્ર મનમાં ગાજી ઊઠ્યો અને અધિકાર આપવા લાગ્યો : ‘ના-ના-કુમુદ! તું પવિત્ર છે તે હું જાણું છું - જગત ભલે બડાશો મારતું કે તને સૌભાગ્યદેવીથી ઊતરતી ગણતું. પણ તારે જે વિકટ સૂક્ષ્મ પ્રસંગો આવી ગયા તેમાં પણ જય પામનારી સતી તો તું જ છે. અગ્નિમાં ચાલી છે તે તું ! પાપી તો હું જ છું કે જેણે તને અવદશામાં આણી અને તેમાંથી છોડાવવા હજી સુધી જેની છાતી ચાલતી નથી ને આ સ્થાને આમ બાયલા પેઠે ઊભો રહ્યો છું !’ મન આમ ગર્જ્યું ત્યાં કાન તો સાંભળ્યા જ કરતા હતા.

‘ક્ષમા કરજો મને, યોગીરાજ !

કહી દઉં મારાં વીતકની વાત.

સુણી અબલા તણા અપરાધ.

કૃપા કરજો, અહો કૃપાનાથ !’

સરસ્વતીચંદ્ર સ્વસ્થ પણ આતુર થઈ સાંભળવા સજ્જ થઈ ઊભો.

‘તમ દર્શનથી દુઃખ નાસે,

બોધ દ્યો ત્યાં ત્રિવિધ તાપ ભાગે. ’

‘આ ભાગ તો તરંગશંકરનો રચેલો નથી. કુમુદ ! તારા હૃદયની વાત હવે તેં ગાવા માંડી અને પવનના ઝપાટા આગળના દીવા પેઠે મારું હૃદય હવે કંપવા લાગે છે ! કંપાવ, કુમુદ, એને કંપાવ ! હવે મારા પ્રાયશ્ચિત્તવિધિનો આરંભ થયો !’ આરંભ પામેલું ગાન વાધ્યું.

‘બોધની હું ન જો અધિકારી,

પ્રભુ, ક્ષમજો, પામર જીવ જાણી !’

આ શબ્દોએ સરસ્વતીચંદ્રનાં નેત્રમાં આંસુ આણ્યાં.

‘બોધ લેતાં ભૂલી કે ઠગાઈ,

બોધ લેતાં લેતાં હું ફસાઈ.’

આત્મદોષનો શોધક ઉદાર ચિંતાથી સાંભળવા લાગ્યો.

‘બોધ લેતી દેતી હું ન જાગી,

બોધ દેનારથી ભૂરકાઈ.

મને એવો મળ્યો એક જોગી,

પ્રીતિ ખોટી જાણી ખરી બોધી. ’

આત્મદોષનું ભાન પામનારે નિઃશ્વાસ મૂક્યો.

‘પ્રીતિ જાગી હૈયે મુજ સાચી

પ્રીતિ નરનીયે જોઈ લીધ ઝાઝી.

ખરી પ્રીતિ ધરી, ખોટી દીઠી,

નરે ગેરુ ધર્યો ને કહી પીઠી !’

ચારે આંખોમાં આંસુની છાલકો વાગવા લાગી. સરસ્વતીચંદ્રે દુઃખમાં ને દુઃખમાં જાત ઉપર રોષ આણી પોતાનો અર્ધો ઓઠ કરડ્યો.

‘સ્ત્રીની પ્રીતિ હશે કંઈક ખોટી

નર કંઈક મૂકે એને રોતી.’

પુલની બે પાસ નિઃશ્વાસ ચાલતા હતા.

‘નારી અબળા છે, ને છે ભોળી,

ઠગે એને જ્ઞાની જોગી ભોગી,

રાંક થઈ પડી રહે ભોળી બાળા,

નર આવી કરે ત્યાં ચાળા;

ભોળી અબળાને પ્રેમે ફસાવે,

ફાવે ત્યાં પાછી ધુતકારી નાખે.’

‘્‌રૈજ ૈજ જરટ્ઠિ િીર્િં’ સરસ્વતીચંદ્રે છાતી ઉપર હાથ મૂકયો.

‘જ્ઞાની જ્ઞાનહીનાને નચાવે,

પ્રીતિભાંગ પાઈને એને રાચે !!

‘પાઈ ખરી ! પાઈ તે પાઈ ! પણ રાચતો નથી.’ ગાનને ઉત્તર મળ્યો.

‘સ્ત્રીના દુઃખની મશ્કરી કરતો,

પ્રીતિ સ્વપ્ન દેખાડીને ઠગતો.

પ્રીતિ પુરુષમાં હો કે નહીં હો,

સ્ત્રીને કોમળ હૈયે ખરી, હોં !

નહોતી જાણતી પ્રીતિનું નામ,

નહોતી સ્વપ્ને યે જાણતી કામ,

તેને કાને ફૂંક્યો નરે મંત્ર,

સાથે મૂક્યું મનોભવતંત્ર;

એણે રેલાવ્યો અબળામાં પ્રેમ,

રેલે સરિતા ચોમાસે જેમ.

રસ જાણ્યો તે નીવડી આગ,

દેહ બાળતાં, બચ્યો નહીં વાળ. ’

‘મારી બુદ્ધિમાં જૂનાં સ્વપ્ન ફરી તરવરે છે અને સ્વપ્ન ઊભરાય છે. સ્થૂળ પ્રીતિ! તું પણ પ્રસંગ આવ્યે બળ કરતા ચૂકતી નથી.’ કુમુદના મુખ ઉપર નવીન શોક અને નવી સુંદરતા ચમકવા લાગ્યાં ને તે જોનારના હૃદયમાં નવી જાતનો કંપ થયો. કંપાવનારે ગાન કંઈ અટક્યું ન હતું.

‘પ્રેમી અબળાને પ્રેમે ભુલાવી,

ધીકધીકતા અગ્નિમાં ચલાવી.

શીતળ થાવાને વનમાં આવી,

નિરાશા છે લલાટે લખાવી !’

‘ખરી વાત છે ! દુષ્ટ જીવ, કુમુદની આશા અને નિરાશાની લગામો તારા જ હાથમાં રહી છે અને તારે તો વૈરાગ્યમાં ઘોરવું છે !’ નવા સ્વપ્નોએ સાંભળનારને મર્મવચન કહ્યું. આગળ ચાલતી કવિતા હજી વધારે મર્મભેદક નીવડતી હતી.

ઘર છોડ્યું ને વનમાં આવી,

ટૂંકું ભાગ્ય ત્યાં યે સાથ લાવી.

તમ જેવાનો સત્સંગ થાય,

તોયે મટતો ન મનનો ઉચાટ.’

‘સત્સંગ’ શબ્દે હજી નવા વિચાર જગાડ્યા.

‘જગપાવન ને નિર્વિકાર !

શાન્ત દાન્ત તમે, યોગીરાજ !’

‘હું ઇચ્છું છું - કુમુદ ! હું ઇચ્છું છું કે, તું જેવો મને કલ્પે છે તેવો હું હોઉ ને ન હોઉં તો થાઉ. પણ આ ઇચ્છા તે તારી નિરાશાની છે કે આશાની ? તારી હૃદયગુહા ઘણી ઊંડી ને સૂક્ષ્મ છે ત્યાં તારા મર્મસ્થાનમાં પહોંચવું એ હવે મારો ધર્મ.’

‘તેને શરણ વૃથા હું આવી,

શોકમૂઢ વિકારિણી નારી !

સુધાસલિલથી કૂપ ભર્યો છે,

તૃષા ભાગવા ઈશે કર્યો છે,

તેને થાળે બેઠી ગુણહીન

હું ન અવતરી સલિલનું મીન.

પાણી જોઉ છું ને રોઉં છું,

કૂવાકાંઠે તૃષાથી મરું છું.

કહું છું કે મરું છું ને જીવું છું !

મારવા મથી મથીને યે જીવું છું !

હાડે હાડે બધેથી સુણું છું,

પૂઠે પૂઠે તો યે હું ભમું છું :

આશા છે નહીં, તો યે ધરું છું,

જીવ છે નહીં તો યે જીવું છું ! ’

‘-્‌ૈજ ંરી જીદૃીિીજં જિંેખ્તખ્તઙ્મીર્ ક ંરી રીટ્ઠિં !’ સરસ્વતીચંદ્ર બોલ્યો, અને કુમુદે પાછળની ભીંતમાં માથું પાછળથી કૂટ્યું, પણ અંબોડાએ એ પ્રહારમાંથી એને બચાવી. સરસ્વતીચંદ્રે એ જોયું - એનું હૃદય ચિરાયું - અંદર જવા તત્પર થયો; પણ કુમુદ સજ્જ થઈને ફરી ગાવા લાગી એટલે અટક્યો. કુમુદનું મોં હવે તીવ્રતર થતા શોકથી ઘેલું થતું હતું તે જોનારની આંખો દયાથી જોવા લાગી.

‘છું અભાગણી પાપણી એવી,

નથી અધર્મ કોઈ મુજ જેવી.

ક્યાં હુએ ? ક્યાં તમે યોગીરાજ,

જેમાં પુણ્યસુધા ઊભરાય ?

ત્યાગી બુદ્ધ સુણ્યા ભગવાન,

ત્યાગી પ્રત્યક્ષ છો ભગવાન !

ઇષ્ટ જનને મુખે સ્તુતિ સાંભળી રોમાંચ થયો.

‘સેવે દૃષ્ટિથી શશીને કુમુદ !

જુએ દૂરથી ને બને ફુલ્લ !’

‘કુમુદ ! મારી કુમુદ ! તારું અભિજ્ઞાન હવે સંપૂર્ણ થયું ! મધુરી અને મધુર કુમુદ તે એક જ. હવે એને પળવાર વધારે આમ વીલી રાખવી ને તરફડિયાં મારતી જોવી એ મારાથી નહીં બને ! પ્રમાદધનના ઘરમાં એમ જોવું તે જ ધર્મ હતો - હવે તેમ જોઈ રહેવું એ જ અધર્મ છે.’ - ‘છેક વસંતગુફાની બારી સુધી પગલું ભર્યું. કુમુદ ગાવાની લેહમાં હોત નહીં તો અવશ્ય તેને જોઈ શકત. તે ઊભી થઈ અને સામી રવેશ ઉપરથી દેખાતા ચંદ્રને જોઈ રહી - એ ચંદ્રને જ કહેવા લાગી ‘કોમળ હથેળીઓ જોડી નમસ્કાર કરી ઊભી રહી ને ચંદ્રને જ કહેવા લાગી.

‘સેવે દૃષ્ટિથી શશીને કુમુદ,

જુએ દૂરથી ને બને ફુલ્લ !’

છોડી મલિન મદનના ઉપાધિ,

દૃષ્ટિ સેવા પ્રભુની કરું આવી,

તો હું ભાગ્ય ખોયેલું પામું,

બોધ શાન્તિ સુધાપાન જાચું.

રહ્યો મનમાં મને ક્ષોભ ઝાઝો,

શાંત પડતો ઊછળતો પાછો.

મુક્ત કરવા તેમાંથી સમર્થ

એક પુરુષ તમે, નહીં અન્ય !’

સરસ્વતીચંદ્રનું હૃદય હાથમાં ન રહ્યું - તેણે બારીના ઊમરા ઉપર પગ મૂક્યો - પણ કુમુદની દૃષ્ટિ તો આકાશના ચંદ્ર સામી જ હતી. તે ભાનમાં ગાતી હતી કે બેભાન લવતી હતી તે સમજાયું નહીં. ભાનમાં હોય તો સરસ્વતીચંદ્રને દીઠા વિના રહે ?

‘તપ ભગ્ન તમારું કરવા,

યોગીરાજ, આવી નથી હું આ.

તપક્ષેત્રની વાડ વધારું,

પશુમાત્રને દૂર જ કાઢું.

ક્ષેત્રમધ્યે રહી કૃષિ કરજો,

વિઘ્નહીન જ તપ આદરજો.’

કુમુદ સરસ્વતીચંદ્રના સામી ફરી, તેની આંખ આની આંખ સામે ઊભી રહી પણ જોતી હોય એમ દેખાયું નહીં. એના સામી ઊભી રહીને જ એ ગાવા લાગી અને એ પથ્થર જેવો દિગ્મૂઢ થઈને ઊભો ને માત્ર આંખનાં આંસુથી જ જીવતો લાગતો હતો.

‘ભદ્રામુદ્રા સમો ઉપદેશ,

બહારથી જોઈ ત્યજીશ હું કલેશ !’

છેક બેભાન જેવાની પાસે કોઈ યંત્રની સત્તાથી ચાલતી ને બોલતી કાચની પૂતળી પેઠે કુમુદ છેક સરસ્વતીચંદ્રની પાસે આવી ને ઊભી, ને નમસ્કાર કરી નરમ સ્વરે કહેવા લાગી.

‘કૃપારસથી ભર્યા યોગીરાજ !

જાચું આટલો હું અધિકાર.’

‘કુમુદસુંદરી !’ સરસ્વતીચંદ્ર બોલ્યો અને કુમુદનો હાથ ઝાલ્યો - પણ તે હાથ વળ્યો નહીં - એની નસો અસ્થિ જેવી કઠણ લાગી. માત્ર ઉઘાડી પણ શૂન્ય આંખથી ને બોલતા મુખથી તેનું ચેતન જણાતું હતું.

‘પૂર્વ આશ્રમને સંભારી,

મળ્યાં ગુપ્ત વચનને માની,

થઈ અશરણ અબળા બાળા

માગે આટલી પ્રીતિની જ્વાળા !’

જે હાથ વાળ્યો વળતો ન હતો તે જાતે ઊંચકાયો ને લાંબો થઈ સરસ્વતીચંદ્રના ખભા ઉપર જાતે ટેકાયો, અને પાછો તે સ્થિતિમાં પણ બે શરીરની વચ્ચે પથ્થરનો પુલ હોય એમ કઠણ થઈ ગયો. કુમુદની આંખોમાં દીનતા અને આર્જવ હતાં ને સરસ્વતીચંદ્રની આંખો સામી તે વળી હતી. છતાં પણ તે કોઈ પથ્થરની મૂર્તિની જ આંખો જેવી લાગી. એ સ્થિતિમાં આ નાજુક શરીર જાતે ઊભું ને ગાવા લાગ્યું.

‘ભવસાગરમાં નથી પડવું !

મન મલિન મળે નથી ભરવું !

રસ ઊંડો દીધો રસનાથે,

રસ મળના નિચોવ્યા ત્યાગે !’

એનો હાથ સરસ્વતીચંદ્રના ખભા ઉપર બળથી ચંપાતો હતો.

‘કાયા ફેંકી દીધી કાયનાથે,

પ્રાણ ના જ હર્યા યમરાજે !’

‘કુમુદસુંદરી !’ - ઉત્તરમાં ગાન જ ચાલ્યું.

‘ફેંકી કાયા ને ફેંક્યા મેં પ્રાણ

માગ્યો જળમાં ને નરકમાં માગ !

કાયા ફેંકી દીધી જળનાથે !

પ્રાણ લીધા ન નરકને નાથે !

પ્રાણધારિણી કાયા એ આજે

પડી છે પ્રાણનાથને પાયે !

ખભા ઉપરથી હાથ ઊપડ્યો ને બીજા હાથ સાથે જોડાયો. કુમુદના બે હાથ પોતાના શરીર આગળ જ્યાં સુધી લટકી નમી અંજલિપુટ થઈ બિડાયા. સરસ્વતીચંદ્રના ચરણ ભણી જ એ હાથ નમ્યો ને એ હાથ ધરનારીની દૃષ્ટિ, એનું મસ્તક, સર્વ સરસ્વતીચંદ્રના ચરણ ભણી જ ‘પ્રાણનાથને પાયે’ શબ્દ બોલતાં બોલતાં નમ્યાં અને વળ્યા, ને એને જ એ કહેવા લાગી :

‘કાયા પ્રાણનો યોગ ન માગે,

પ્રાણ પ્રાણપણાથી ન રાચે.

પ્રાણનાથને શરણ પડ્યાં એ;

પ્રાણનાથ તારે કે ડુબાડે !

પ્રાણનાથ, ડુબાડો કે તારો !

રસ નષ્ટ કરો કે વધારો !

ક્ષમા આપો કે ક્રોધથી શાપો !

હાથ ઝાલો કે લાતથી મારો !

વિધાતાએ તો લેખ લખ્યા છે

પ્રાણનાથ શું પ્રાણ જડ્યા છે.’

‘કુમુદસુંદરી ! - કુમુદ ! - આ દશા’ - આ ઉદ્‌ગાર નીકળતાં ગાન અટક્યું ને છેવટે ગદ્ય નીકળ્યું ને કુમુદ ખડખડ હસી પડી.

‘હેં ! આટલે દિવસે - પાછી - હું કુમુદ થઈ ! - કુમુદસુંદરી નહીં ?’ ‘પ્રિય કુમુદ’ થઈ - હા ! તો હવે સાંભળો. હૃદયની વાત હૃદય બોલશે, હું નહીં બોલું.’

‘અરેરે ! હજી એ બેભાન છે ને બેભાન સ્થિતિમાં જ ઊભી છે, બોલે છે ને ગાય છે.’ સરસ્વતીચંદ્ર કંઈક ઝીણેથી બોલ્યો તે સાંભળ્યું હોય એમ બેભાન કુમુદ બોલી :

‘હા ! મારો ચંદ્ર બોલ્યો ! ચંદ્ર ! સાંભળો. - ઘણે દિવસે બોલ્યા તે સાંભળો.’ બેભાન મુખ પણ દીન થયું ને ગાવા લાગ્યું.

‘નથી સતીપણું હુંથી સધાયું,

પતિવ્રતપણું તો નથી જાયું.

મને સૂઝે ન શુદ્ધિ અશુદ્ધિ;

મારી ચાલે નહીં કંઈ બુદ્ધિ.

તેને બુદ્ધિ ને શુદ્ધિ દેવા,

અશરણને શરણ નિજ લેવા,

આદિકાળે રસિક ઘેર આવ્યો.

આજે એનો એ નર કર આવ્યો.

ઘડે એવો વિધાતા યોગ.

જો જો તારા, ચંદ્ર, ચકોર !’

‘એનો એ નર આવ્યો ! હવે ક્યાં જાય ?’ કુમુદ લવતી લવતી આકાશના તારા ભણી જોતી જોતી કહેવા લાગી. ‘જો જો તારા ! જો જો ચંદ્ર ! ચંદ્ર ! હાથમાં આવ્યો - સરસ્વતીચંદ્રનું નામ નવીનચંદ્ર થઈ ગયું. પણ ચંદ્ર હાથમાં આવ્યો - ભગવાં વસ્ત્ર ધર્યાં - ભગવું તો ભગવું પણ હવે નહીં જવા દઉં, જોગીરાજ !’ સરસ્વતીચંદ્રનો અંચળો ખેંચવા લાગી. ખેંચતી ખેંચતી ગાવા લાગી :

‘હાથ આવ્યો યોગી ! હાથ મારો

ભ્રષ્ટ છે, છે દેહ ગોઝારો !’

અંચળો મૂકી દીધો. પોતાના હાથ અને શરીર સામું જોતી જોતી રોતી રોતી ગાવા લાગી :

‘શુદ્ધ બુદ્ધ ને પાવન નાથ !

રખે ઝાલો આ ભ્રષ્ટ જ હાથ !’

હાથ દૂર લઈ લીધો ને આઘી ખસી ગઈ ને છેટે ઊભી રહી, પ્રણામ કરતી, રોતી રોતી, ગાતી હતી :

‘પ્રભુ ! જાળવું ! તેજ તમારું,

શૂદ્ર શરીર નિયન્ત્રું હું મારું.

જીવ ઝાલ્યો પ્રથમથી જે મારો,

તેને બોધ આપીને ઉગારો.

જેને લોક મનોભૂ કહે છે,

અંગજ્વરને અનંગ ગણે છે

એ તો કામ, નહીં નિષ્કામ;

પશુ એ તો, ન પાવનપાદ;

એ અસુર, સુરેશ નહીં એ;

એ તો તિમિર, પ્રકાશ નહીં એ;

દેવ હૃદયનો સ્નેહ તે જુદો,

અશરીર પ્રીતિને કામ કેવો ?

પ્રીતિ અશરીર જીવે જીવોમાં,

ઈશ પોતે ધરે પ્રીતિ સૌમાં.

સંપ્રસાદ જે બોધસ્વરૂપ

તે તો સાત્ત્વિક પ્રીતિનું મૂળ.

ત્યાગી જન જે ધરે સત્સંગ

તેનું પ્રીતિ અનંગ જ અંગ.

ઈશ-જીવની પ્રીતિ થતી જે

સુધાસ્યન્દિની ભક્તિ થકી તે.

પ્રીતિ અશરીર એવી હું ધારું;

સૃજી ઈશેતે કેમ નિવારું ?

પ્રીતિભાજન એક જે પામી

રંક કુમુદ, તે છે નભચારી !

સુધાકિરણ ઝરો ! ભગવાન !

શાંત એકાંત દ્યો પ્રીતિદાન !

માગું અશરીર બોધપ્રબોધ !

પૂરોપાડો વિશુદ્ધ જ લોભ !

યોગી ! યોગી પામી જેનો સિદ્ધ

બનો નીરનિધિ ગંભીર,

તેને તીરે આવી હું સરિતા,

છોડી નંગ તોડી ઢગ રેતીના !

પૂર લાંબે છેટેથી આવ્યું,

રહ્યું એ નહીં કોઈનું રાખ્યું !

જુએ વાટ ભરતીની એ એક

રચે વિશ્વંભર સંકે...ત...’

છેલ્લી લીટી લંબાતા ત્રૂટક મંદ પડતાં સ્વર વડે ગવાઈ અને ગવાતાં ગવાતાં બંધ પડી. અંદરથી ખેંચાતી કોઈ સાંકળના ખેંચાણથી આંખો પણ મીંચાઈ, મોં મીંચાયું, ક્રિયા બંધ થઈ અને કેડો ભાંગી ગઈ હોય તેમ વળી ગઈ અને કોમળ દેહલતા વળી જઈ બળથી પોતાની પીઠ ઉપર પડી. નીચે કઠણ અને ખરબચડા પથરાઓનું તળ હતું ને જરીક પાછળ દાદર હતો તે ઉપર પડી જ હોત તો એ શરીરલતાને હાનિ પહોંચત. પણ તે પડવા માંડે છે. એટલામાં તો સરસ્વતીચંદ્ર લાંબી ફલાંગ ભરી પાસે દોડી આવ્યો ને એની પીઠ નીચે હાથ નાખી એ બે હાથ ઉપર એને ઝીલી લીધી. હાથ ઉપર ચત્તી પડી રહેલી મૂર્છાવશ દુખિયારી કુમુદના દીન મુખ ઉપર પોતાનાં નેત્રનાં આંસુ ટપકતાં હતાં તેને વરવાને અશક્ત પુરુષ એ દુઃખના કરમાયેલા ભાર દેહલતાને ઝાલી ગુફાના આ માળની વચ્ચોવચ ઊભો રહ્યો, શું કરવું તે વિચારવા લાગ્યો, અને મૂર્છાવશ મુખ સામું જોઈ દીન મુખે કહેવા લાગ્યો :

‘કુમદસુંદરી ! જાગૃત થાઓ ! હું સરસ્વતીચંદ્ર છું.’

ઉત્તર ન મળતાં અર્ધઘડી ઊભો રહ્યો છતાં મૂર્છા વળવાનું ચિહ્ન ન જણાતાં વચ્ચોવચ પલાંઠી વાળી બેઠો અને પોતાના ખોળામાં કુમુદને સુવાડી.

મૂર્છામાં પણ સુંદર લાગતા અને ચંદ્રપ્રકાશથી સ્પષ્ટ દેખાતા તેના મુખ ઉપર આ પુરુષની દૃષ્ટિ નિરંકુશ વળી રહી. અચેતન પણ કોમળ સ્ત્રીઅંગનો અનિવાર્ય અપ્રતિકાર્ય સ્પર્શ એને રોમાંચિત કરવા લાગ્યો અને પળવાર એની બુદ્ધિને શરીરમાં વીંછીના ચડતા વિષ જેવા ઉન્માદે અસ્વતંત્ર કરી દીધી. સર્પના વિષથી લહેર આવે તેમ આ દૃષ્ટિમોહથી અને સ્પર્શમોહથી આ બુદ્ધિની નસોમાં મોહનિદ્રાની લહેરો જણાવા લાગી. પણ એટલામાં બહારથી અચિંત્યા આવતા પવનને એક ઝપાટે એને જાગૃત કર્યો અને કુમુદની દુખી અવસ્થાની, પોતાના દોષની, અને બુદ્ધિધનના ઘરમાં પડેલા પ્રસંગની, તુલનાના વિચાર એના મનમાં ઊભરાવા લાગ્યા, અને મનુષ્યને માથે અસહ્ય ભાર પડતાં બેસી જાય તેમ એ મન્મથ-ઉન્માદ આ વિચારોના ભારથી શાંત થઈ ગયો. વિકારકાળે કંઈ પણ સ્વતંત્ર વિચાર ઉત્પન્ન થાય તો વિકાર આમ દબાઈ જાય એવો આ નવો અનુભવ અને શોધ થયો ગણી સરસ્વતીચંદ્ર કંઈક નિર્ભય થયો અને ઔષધતુલ્ય થયેલા એવા વિચારનું વધારે વધારે પરિશીલન કરવા લાગ્યો.

‘શ્રીમતીને હિસ્ટીરિયા - વાયુ થયો દાક્તરે કહ્યો હતો તેના જેવી જ આની અવસ્થા છે અને તે પ્રમાણે જ આને ઉપચાટ ઘટે. તેનું આ સ્થાને હું શી રીતે સંપાદન કરું ? ચંદ્રનો પ્રકાશ અને સુકુમાર લાવણ્યમયી શીત પવનની લહેરો તો અહીં જોઈએ એટલી છે. તો એ જાગૃત થાય ત્યાં સુધી આ અવસ્થામાં જ બેસી રહેવું યોગ્ય છે - એ પ્રકાશ અને લહેરો એના શરીર ઉપર આવે એમ બેસું.’ તેમ એ બેઠો.

‘મને કાંઈ અનુભવ નથી પણ ઉદ્ધતલાલને લાંબો અનુભવ છે. તે કહેતા હતા કે વિલાયતમાં લગ્ન પહેલાં હિસ્ટીરિયા થાય છે તે લગ્ન પછી મટી જાય છે, અને આ દેશમાં લગ્ન પછી એ રોગ થાય છે તે સાસુ મરતાં સુધી એ વહુ સ્વતંત્ર થતાં સુધી પહોંચે છે. આના ઉપરથી એમણે એવો અર્થાન્તરન્યાસ શોધ્યો છે કે સ્ત્રીઓની વાસનાઓ વિલાયતમાં લગ્નથી તૃપ્ત થાય છે અને આ દેશમાં પરાધીન વૃત્તિઓ ચારેપાસ ભરી દીધેલાં કૃત્રિમ સંબંધીઓના જુલમજાળમાંથી સ્વતંત્ર થવાથી તૃપ્ત થાય છે. કુમુદસુંદરી ! તમારે ઉભય વાતમાં અતૃપ્તિ ન હતી ? એક વાતમાં વિધાતાએ તમને સ્વતંત્ર કર્યાં - બીજી વાત મારા હાથમાં છે. તમારા હૃદયનું ગાન સાંભળ્યું ! તેમાં જે પવિત્ર સૂક્ષ્મ પ્રીતિની વાસના સ્ફુરે છે તેની તૃપ્તિ તો હવે કંઈ કઠણ નથી. પણ સ્ત્રીની હૃદયગુહાના મર્મ કંઈ આટલા ગાનથી કદી સમજાય એમ છે ? સ્થૂળ વાસનાઓનાં ઉદ્દીપન અને શાંતિનાં પ્રકરણ સાધુઓ સમજે છે એવું કોણ સમજે છે ? એ વાસનાઓ કુમુદના કોમળ હૃદયમાં છે કે નહીં તે જાણવું આવા સાધુજનોને પણ દુર્ઘટ થઈ પડ્યું છે. મારી દૃષ્ટિસેવા કર્યાથી આ સુકુમાર લાવણ્યથી દેહલતામાંનું રસચેતન શું શાંત થશે ? કુમુદ પોતે જ પોતાની વાસનાઓ શું સ્પષ્ટ જાણી શકે છે ?

સ્ત્રીઓની વાસનાઓને એમનાં શરીર જાણે છે, એમના શરીરવિલાસ જાણે છે, એટલી એમનાં મન જાણી શકતાંનથી. તો મારે શું કરવું ? અથવા સ્થૂળ વાસનાના વિચાર પોતાના હૃદયમાં ઉદય પામતા જોઈને જ શું આવી ધર્મિષ્ઠ અને ઉત્કૃષ્ટ બુદ્ધિની બાળાને કલેશ અને ક્ષોભ નહીં થતાં હોય ? - સર્વથા જે હો તે હો - આ હો કે એ હો - પણ આ કુસુમકુમાર હૃદયનું દુઃખ અતિસૂક્ષ્મ દશાને પામ્યું છે; ને દુષ્ટ સરસ્વતીચંદ્ર ! તે સર્વનું ક્રૂર કારણ તું જ છે - તું એકલો છે ! નથી પ્રમાદ ને નથી બીજું કોઈ ! હરિ ! હરિ ! હું શું કરું ?’

‘શું કરું ? આ દુખી દેહને ખોળામાં રાખી હું તેને જોયાં કરું છું તો વિચારને સ્થાને વિકાર થાય છે - ને આ સમયે વિકાર થાય તે તો મારી દૃષ્ટતાની પરાકાષ્ઠા ! કુમુદ! તેં તારું ગાન કર્યું - હું હવે મારું ગાન કરી કાળક્ષેપ કરીશ - મારા વિચારથી એ ગાનને ભરીશ. કુમુદે પોતાનું ગાન સાંભળ્યું નથી, જાણ્યું નથી, ને બીજું કોઈ સાંભળે છે એવું તેને ભાન પણ રહ્યું નથી. પોતાના હૃદયને શાંત કરવા સ્વસ્થ દશામાં ચિત્તે જોડેલું ગાન આ દશામાં મારી પાસે જાતે નીકળી પડ્યું. તેથી ઊલટું મારું ગાન હવે મારી અસ્વસ્થ દશામાં જોડવું પડે છે, અને હું તે ગાન જોડીશ, સમજીશ ને પોતાને કાને સાંભળીશ પણ મૂર્છાવશ કુમુદ તે નહીં સાંભળે ! તે નહીં સાંભળે તે જ ઉત્તમ છે. ચંદ્રપ્રકાશ અને પવનની લહેરોની પેઠે મારું ગાન એની મૂર્છાને વાળે તો એ જ મારો પરમ લાભ ! ને એ નહીં સાંભળે કે સમજે તે મારો જાતનો સ્વાર્થ !’ થોડીવાર તે સ્વસ્થ રહ્યો, બોલ્યો નહીં, હાલ્યો નહીં; માત્ર ચંદ્ર અને કુમુદમુખની તુલના કરતો હોય તેમ વારાફરતી તે બેના સામું જોતો હતો. એ મુખ પોતાને - સરસ્વતીચંદ્રને - ઠપકો દેતું લાગ્યું ને તરત વીજળીની ત્વરાથી તે મુખ જોનાર આંખે આંખના સૂત્રધારને

- સરસ્વતીચંદ્રના હૃદયને - ઠપકો પહોંચાડ્યો ત્યાં એ કંઈક ઊંચે અને કંઈક નીચે સ્વરે ગાવા લાગ્યો :

‘દીધાં છોડી પિતા માતા,

ત્યજી વહાલી ગુણી દારા !

ગયો, વહાલી, ગયો આવ્યો !

હૃદયનો ભેદ ના ભાગ્યો.

બુદ્ધિધનના ઘરમાં સંસારની રીતિએ એ ભેદ ભાગવા ન જ દીધો.’ ગાન સાથે ગદ્ય પણ મોટે સ્વરે ઉચ્ચારાયું, ને નિઃશ્વાસ વિના બીજા કોઈએ તેમાં અંતરાય રાખ્યો નહીં.

‘ન જોવાયું, ન બોલાયું,

હૃદય આ ના ઉઘાડાયું !

પીધું તેં, પાયું મેં, વિષ !

હવે કૂટું વૃથા શિર.

જો મતિ પીછે ઊપજી - સો મતિ આગે હોત - તો, સરસ્વતીચંદ્ર ! આ મૂર્ખતા થાત.’ કુમુદના મુખ સામું યાચક જેવું દીન મુખ કરી પશ્ચાત્તપ્ત જન જોઈ રહ્યો.

‘અહો ઉદાર ઓ વહાલી !

અહો સુકુમારી ! ઉર ફાટી

ગયું તારું; રહ્યું મારું

બની દારુણ ગોઝારું !

સંસારે કરાવેલા દુષ્ટ જનના પરામર્શથી આ સુંદર પવિત્ર શરીર જેવું સત્ત્વ દૂષિત થયું - તો દોષ પણ મારો જ !

શરીર તારું હૃદય મારું,

કર્યું આ મેં જ ગોઝારું !

પણ તેં તો તારા પરસ્પરસંઘટ્ટક ધર્મ સાચવ્યા અને તારે પોતાને માટે સુભાગ્યરૂપ અને મારા ભાગ્યને માટે શિક્ષારૂપ આ સ્થિતિને તું પામી - તું દુઃખથી બેભાન થઈ, કામથી અને સર્વ જગતથી નિષ્કામ થઈ, અને મારે તેથી ઊલટું છે. અને તું

મળી ત્યારે મળી આમ !

કર્યો તેં ભસ્મવત્‌ કામ.

કામ ! કામ ! શિવજી જેમ વિષધરની ધારાઓ જેવા સર્પને પોતાના શરીરની આસપાસ વીંટાવાદે છે અને મસ્તક ઉપર અમૃતમયી ગંગા અને સુધાકર ચંદ્રને સ્થાન આપે છે તેમ કુસુમસુંદરીએ આ દુઃખવિષથી ભરેલાશરરીના સ્વામીને શરીર સોંપી દીધું અને અમૃતમય હૃદય મને સોંપ્યું હતું તે મારામાં જ રાખ્યું !

સાધુધર્મ અને સંસારધર્મનો આ સૂક્ષ્મ પણ ક્લેશકર સંયોગ રાખવો એ તને જ આવડ્યું ! તું જ સતી ! તું જ શાણી ! ઉદારતા અને શુદ્ધિ પણ તારી જ છે. પ્રિય કુમુદ! પતિવ્રતાપણું તારામાં જાયું પણ છે ને પરિપાક પામ્યું પણ છે ! - સતીપણું તેં મહાતપથી - અત્યુગ્ર આંતરાગ્નિની જ્વાળાઓની વચ્ચે બેસીને જોયું છે ! જો તું સતી નહીં અને પતિવ્રતા નહીં - તો સંસારમાં કયા મનુષ્યસત્ત્વનો અંતરાત્મા પોતાનામાં તારા જેવી શક્તિ પ્રત્યક્ષ કરે છે ? જે દુષ્ટ સંસાર તને નિન્દે છે તેને છોડી આપણે જે સાધુજનોમાં આવ્યાં છીએ ત્યાં આવા જ પ્રશ્નો પુછાય છે !

અહો ઉદાર ! ઓ વહાલી !

સતી તું શુદ્ધ ! ઓ શાણી !

હૃદય જ્યાં જોડ્યું ત્યાં જોડ્યું,

શરીર જ્યાં હોમ્યું ત્યાં હોમ્યું.

મૂર્છામાં પડી પડી, કુમુદ - આ સાંભળજે તારા હૃદયે જે માર્ગે તને લીધી છે તે જ વિશુદ્ધ છે અને તે જ સાધુજનોની મુદિત માર્ગ છે. તું અધર્મને પગથિયે ચડી જ નથી. મારા હૃદય સાથે તારું હૃદય ત્રસરેણુક સંબંધ પામ્યું તે કોને લીધે ? તારાં માતાપિતાની ઇચ્છાથી અને ઈશ્વરે રચેલા કોઈ સંકેતથી ! આવાં પરમ અદ્વૈત પામેલાં હૃદયને એકબીજાથી છૂટાં પાડવાની શક્તિ કોનામાં છે ? જેમ એક વાર વિશ્વરૂપદર્શનથી પરમાત્માનું અદ્વૈત પામેલો જીવાત્મા પુનદ્રૈત પામતો નથી તેમ એક વાર પ્રીતિયજ્ઞ કરવા ધર્મ્ય પામેલાં હૃદય દ્વૈત પામતાં નથી. એ અદ્વૈતાગ્નિ આપણા આવસથમાં પ્રકટાયો તે પ્રકટાયો ! તે હોલવવાનું એકે શાસ્ત્રમાં લખ્યું નથી. તારા હૃદયમાં તે ન હોલાયો. એ તારો ધર્મ ને એ તારો ઉત્કર્ષ! તેને જગતની વંચના નષ્ટ કરી શકી નહીં ! અને તેની સાથે જ તારા પિતાએ તને પ્રમાદ સોંપ્યો - તે તારો પતિરૂપ આકારક અતિથિ થયો. અર્વાચીન આર્યાઓ એવા અતિથિના આતિથેય માટે યજ્ઞ માંડે છે તે માતાપિતાએ કરેલા વાગ્દાનની પ્રતિજ્ઞા પાળવાને ! હાલનાં એ લગ્ન તે સર્વ પિતૃયજ્ઞ જ ! દશરથની પ્રતિજ્ઞા રામે પાળી તેમ આ આર્યાઓ આવી પ્રતિજ્ઞાઓ પાળવાને જ આતિથેયયજ્ઞ માંડે છે. કુસુમસુંદરી ! એક પાસેથી અદ્વૈતાગ્નિ અને બીજી પાસેથી આવો આતિથેયાગ્નિ પ્રક્ટ કરી તેની વચ્ચે આ અનાથ આશરણ હૃદયને ને શરીરને તપ-સાધના કરવા મૂક્યાં, અને એક પાસ હૃદયનો હોમ અને બીજી પાસ શરીરનો હોમ કરવા માંડ્યો - એ અદૃષ્ટપૂર્વ યજ્ઞ કર્યા તે તે તમે ! કુસુમસુંદરી પોતાની જાતનો તિરસ્કાર કરી આવા યજમાનકૃત્યની નિંદા ન કરશો. સનાતન અદ્વૈત રસધર્મ અને અર્વાચીન અતિથિ-પતિ-યજ્ઞ એ બે સાધવાનું પુણ્ય તે તમારું જ છે ! તે કુસુમસુંદરી ! મૂર્છામાંથી જાગીને જુઓ.

અહો રસધર્મ વરનારી !

અતિથિ-પતિ-યજ્ઞ યજનારી !

ન ભુલાતું તું ના ભૂલી !

વિવાહની વંચના ડૂલી !

તમે અશરણ નથી. જે પ્રીતિયજ્ઞમાં હું તમાીર સાથે સંધાયો છું - તે મારામાં પણ જાગૃત જ રહ્યો છે. પ્રમાદધને તમારો ત્યાગ કર્યો અને તેનું આતિથેય કરવાનું હવે તમારે શિર રહ્યું નથી. હવે તો તમારે માટે એક જ આપણો યજ્ઞ બાકી રહ્યો છે - તેમાં તો કષ્ટસાધના કાંઈ નથી. મેં તમારા શરીરનો ત્યાગ કર્યો હતો - હૃદયનો ત્યાગ પણ સુલભ થશે જાણ્યું તે ખોટું પડ્યું અને ખોટું થયું. અને હવે એ સર્વ ત્યાગને સાટે આપણું પુરાણ અદ્વૈત નવો અવતાર ધરે છે. કુસુમસુંદરી ! મૂર્છામાંથી જાગીને જુઓ.

હવે આ ભેખ મેં ધાર્યો,

નવો રસધર્મ છે જોયો

જૂઠા જગધર્મ દઉં તોડી

કુમુદને કાજ, કર જોડી !

પ્રમાદી વાયુએ તોડ્યું

કુમુદને સ્થાનથી મોડ્યું !

અતિથિશું ધર્મના બન્ધ

અધર્મીએ કીધા બંધ.

અતિથિ જો કરે ત્યાગ,

કયો કોનો જ યજમાન ?

કુમુદિની મૂળથી તૂટી,

કૃતક જગ-ધર્મની છૂટી !

પ્રિય કુમુદ ! તારા અતિથિએ તેને ટાળી ને તારી ! મૂર્છાથી જાગ અને આ આપણો નવો અવતાર થયો તે જો !’ એના મૂર્છાવશ મુખ સામું જોવા લાગ્યો ને એ જાગૃત હોય તેમ એને કહેવા લાગ્યો : ‘પ્રિય કુમુદ ! આપણે હવે ક્યાં છીએ તે તો જો !

હવે ગિરિરાજ પર આવ્યાં,

સુધર્મી સાધુને ભાવ્યાં;

પ્રિયા ! ત્યજ સર્વ ભયને તું !

પરાપ્રીતિ-યજ્ઞ રચને તું !’

આખા સુંદર શરીર ઉપર ચંદ્રનાં કિરણ દૃષ્ટિ પેઠે પડતાં હતાં, એને આશ્વાસન આપતાં હોય તેમ પ્રિયજનના હાથ પેઠે એના શરીરતલ ઉપર ફરતાં હતાં, અને તે છતાં એનો મૂર્છાભાર ઉતારવા અશક્ત નીવડતાં હતાં. એ સર્વ સ્થાપનમાં, એ સર્વ ક્રિયામાં, અને એ સર્વ પરિણામમાં સરસ્વતીચંદ્રની દૃષ્ટિ ફરી

વળી અને ખોળામાં પડેલી મધુરતાની મૂર્તિને કંઈક ઊંચી કરી કહેવા લાગ્યો :

‘પડ્યું શબતુલ્ય ચેતન આ;

ત્યજી મૂર્છા સચેત તું થા !

સુધાકર આ સુધા વર્ષે;

તને નહીં કેમ તે સ્પર્શે ?

અથવા તારા અંતરાત્માને સ્થૂળ ચંદ્રકિરણ ન જ સ્પર્શવા જોઈએ. પણ શું મારો સ્વર પણ એ અંતરાત્માને ન પહોંચી શકે ?’

સૂતેલીની હડપચી ઝાલવા જતો જતો અટક્યો.

‘તને બોલાવવા કે જગાડવાને માટે તારા મુખનો સ્પર્શ કરવા મને અધિકાર નથી? નથી જ. તો હાથ દૂર રાખી પૂછું છું.’

સૂતી, વ્હાલી, તું મુજ ખોળે;

મુખે તું કેમ ના બોલે ?

અથવા આ સ્થાને તને સુવાડી રાખી છે તેના કરતાં શિલ ઉપર સૂવું શું તારી ધર્મબુદ્ધિ વધારે સારું ગણે છે ? હું શું કરું ?

સૂતી, વહાલી, તું મુજ ખોળે,

મુખેથી કેમ ના બોલે ?

શિલાને આથી શું સારી

ગણે શય્યા તું, ગુણી નારી ?

ગણે જો એમ તો, વહાલી,

કહી દે નેત્ર ઉઘાડી;

સુકોમળ ગાત્ર આ તારું

શિલા પર કેમ સુવાડું ?’

ચંદ્રના કિરણથી પ્રકાશિત થયેલું ગૌર શરીર જોઈ રહ્યો. ખોળામાં લેતી વેળા જ તેનું વસ્ત્ર કોઈ કોઈ સ્થાનેથી સર્યું હતું અને પવનથી કપાળ ઉપર લટોમાંથી કોઈ કોઈ વાળ ઊડતા હતા. સરસ્વતીચંદ્રની દૃષ્ટિ આ સર્વ ઉપર પડતાં કંઈક ચમકી; વસ્ત્ર અને કેશ સમાં કરવા લોભાયો; લોભ ઉતપન્ન થતાં એ લોભને અટકાવી પોતાના હાથને અટકાવ્યો અને દયામણે મુખે કહેવા લાગ્યો.

‘સર્યું તુજ વસ્ત્ર જાતે આ,

ઊડે તુજ કેશ વાયે આ,

સમારું કે સમારું ના ?

કહી દે, પ્રાણ ! બેઠી થાય.

હરિ ! હરિ ! ચંદ્રનાં કિરણ અને પવની લહરીને ન ગાંઠતાં તારે કપાળે આ અવસ્થામાં પણ પરસેવો કેમ વળે છે ?

કપાળે સ્વદ આ ઝાઝો;

પવનથી ના જ લો’વાતો;

ક્ષમા કરજે-હું લો’ઉ તે

તું જો, જાગી; હું લો’ઉં તે.’

એનો પરસેવો હાથ વડે લોહ્યો અને તે હાથ પર વળગ્યો તેમાં કાંઈ નવીનતા હોય તેમ એ પરસેવાને એ જોઈ રહ્યો. પોતાના હાથ ઉપરથી તે લોહી નાખતાં જીવ ન ચાલ્યો - પણ અંતે અંચળા ઉપર લોહ્યો. પરસેવો થયો તો મૂર્છા પણ વળે એવું કલ્પી સૂતેલીના નાક આગળ હાથ ધરી તેમાંથી નીકળતા શ્વાસનું પ્રમાણ જોવા લાગ્યો.

‘જડે ના જીવ કાયામાં,

સરે આ શ્વાસ નાસામાં;

રહે ના ધૈર્ય; તે જોઉં

ક્ષમા કરજે, ઉરે રોઉં’

નિઃશ્વાસ મૂકી નાક આગળથી હાથ લઈ લીધો. લેતાં લેતાં મૂર્છાવશ નેત્રની પાંપણોમાંથી આંસુ નીકળથાં ટપકતાં જણાયાં. કંઈક આશા અને કંઈ લાભ ધરી, અને કંઈક અચકાઈ, આ મીંચાયેલી આંખો, પથરાયેલી પાંપણો, ચંદ્રના કિરણથી પ્રકાશિત પરપોટા જેવાં લાગતાં મોતી જેવાં સરી પડતાં આંસુ, અને વરસાદના બિન્દુથી ભીના કમળના પત્ર જેવા ગાલ - આ સર્વ દીપક સામગ્રી ઉપર દૃષ્ટિ ઠરી પણ દીપ્ત થવાને સાટે દીન બની.

‘મીંચાયાં નેત્ર, તો યે આ

સરે આંસુ તણી ધારા !

કરી ભીની પાંપણો તેણે,

પડી સરી પાસ બે તે તે.’

એ આંસુ લોહવા લાગ્યો. પુરુષથી અસ્પૃશ્ય સુંદર કોમળ પોપચાં ને ગાલ ઉપર આ હાથ ફરવા લાગ્યો તેની સાથે આ પુરુષના હૃદયમાં કંઈ તાર પહોંચ્યો હોય તેમ ચમકારો થયો.

‘પ્રિયા ! આ આંસુ લો’તો હું;

વદનરાશિ બિંબ જોતો હું :

અધિકૃત, આંસુ એ લો’વા,

હું, ના મુખકાન્તિ તુંજ જોવા.

પ્રમાદના મંદિરમાં આંસુ લોહવાનો અધિકાર ન હતો તે આજ પ્રાપ્ત થયો. પણ જે મુખ જોવા, જે મુખ ઉપર મોહ પામવા, ત્યાં અધિકાર ન હતો તે તો આજ પણ નથી જ. પણ ક્ષમા કરજે. જોયા વિના ન રહેવાયું તે જોયું જોઉં છું - ને જોયાં કરું છું. અહો! પ્રથમ સમાગમકાળનો ને આજના મુખમાં શો આ ફેર ?

ઊંડી મૂર્છા થકી, ઊંડે

હૃદયદુઃખે, ઊંડું બૂડે

પ્રવાતથી પદ્મ ત્યમ, આ ક્યાં

દુઃખી મુખ ? મુગ્ધ મુખ તે ક્યાં ?

એ મુગ્ધ મુખ સાંભરતાં, દુઃખકાળે પણ આજ તેની સુંદરતા ત્યાં પ્રત્યક્ષ થતાં, સરસ્વતીચંદ્ર કંઈ ભાન ભૂલ્યો, અને એ ગાલ અને ઓઠ સુધી પોતાનું મુખ નીચું નમાવી અચિંત્યો ચમક્યો, અટક્યો, અને પોતાનું મુખ ઊંચું લઈ લીધું ને પોતાની જાતન ઠપકો દેવા લાગ્યો.

‘સરસ્વતીચંદ્ર ! આ પવિત્ર જીવે રાખેલા પરમ વિશ્વાસનો ઘાત તારે જ હાથે થાય તો તો વિપરીત જ થાય. તારી અધોગતિ તો પછી, પણ આ પાપ તો નહીં જ વેઠાય.

તપ્યાં ઉર શીત કરવાને,

વિકારોને શમવવાને,

ઊંડા વ્રણ ને રુઝવવાને,

અમૃતરસરશિ દ્રવવાને,

અધરપુટ મન્મથે ભરિયું,

મૃદુપણું ગાલમાં વસિયું;

પ્રીતિજીવતા વિના શબ એ !

અધર્મ ઋતુસમે વિષ એ !

આ અધરપુટ અને ગાલ શબ તો નથી જ. પણ તેની ધર્મઋતુ ગઈ ! એ હવે આવે એમ નથી. કુમુદ ! તું જાગ, ઊઠ, ને આ દુષ્ટ ખોળાનો ત્યાગ કર. આ શરીરના સ્થૂળ મર્મ હવે મારા હૃદય ઉપર ચડાઈ કરે છે.’

કુસુમસુંદરીની છાતીના ભાગ સામું એ જોઈ રહ્યો. ત્યાંથી દૃષ્ટિ બળાત્કારે ખેંચી લઈ ચંદ્ર ભણી ને સામા થાંભલા ભણી હઠ કરી વાળવા લાગ્યો, પણ સર્વ બળાત્કારને હડસેલી દૃષ્ટિ તો પોતાને ઈષ્ટ સ્થાને જ વળવા લાગી. સરસ્વતીચંદ્ર હવે અકળાયો.

‘અતિ રમણીય ઓ વેલી !

ઉરે મુજ વાસના રેલી !

ધડકતું ઉર તુજ ભાળું,

સમાવા ત્યાં જ લોભાઉં !

નથી અધિકાર જોવા જો,

હૃદયફળ ! મા જ લોભાવો.

કંઈ કંઈ લોભ સંસ્કાર

સૂતા જાગો ! હવે જાઓ !’

જરાક ધૈર્ય અને જાગૃતિ ધારી બોલ્યો :

‘અહો લોભાવતી વેલી !

હતી તું મહાવલી સહેલી.

કલાપી હવે હું ઊડું પાસે,

નમાવું ન બેસીને ડાળે !

અહા ! સ્મરણનું શુભ વિસ્મરણ થાય છે ત્યાં જ વિસ્મરણને સ્થાને દુષ્ટ સ્મરણ થવા માંડે છે ! અરે ! આ વિટંબનાથી કેવી રીતે મુક્ત રહું ?’

કુસુમસુંદરીએ વાળેલી સોડ આગળથી વસ્ત્ર છૂટું પડી ફરફરતું હતું તે પાછું એની છોડમાં ઘાલતો ઘાલતો, એ પ્રવૃત્તિસંગે મૂર્છામાં પણ મોહક શરીરનો અજાણ્યે સ્પર્શ થતાં ચમકતો સરસ્વતીચંદ્ર મનને જીવી સ્વસ્થ થવા આવતો હતો ત્યાં કુમુદની સુંદર સુંવાળી ચૂંદડી ઘડીકમાં પગ આગળથી ઊડતી, ઘડીમાં માથેથી ખસતી, ઘડીમાં છાતીના છેડા આગળથી સરતી, અને પોતાને સ્વસ્થ માનનારને ફરીફરી હંફાવતી હતી. એ એ અમૂઝણમાં પણ સ્વસ્થ થવાનો પ્રયત્ન કરતો સાધુ-અભિલાષી એક પાસેથી જ્યાં જ્યાં વસ્ત્ર સરે ત્યાં ત્યાં સમું કરવા લાગ્યો અને બીજી પાસ તે તે સર્વ ક્રિયાથી મદનવિષની લહેરો અનુભવવા લાગ્યો અને તેના અસહ્ય વેગથી ઘૂર્ણાયમાન થતો લાગ્યો.

‘હરિ ! હરિ ! હરિ ! હરિ ! હં ! હં ! હં ! હં ! કુસુમસુંદરી ! હવે તો જાગો! તમારી મૂર્છાથી તમે સુખમાં છો. અને મારા ભાગ્યને માટે તો, ગમે તો આ વિષજ્વાળામાંથી છૂટવાને માટે મને તમારા જેવી મૂર્છા થાવ, કે ગમે તો તમે જાગીને દૂર બેસો ને તમારા પવિત્ર આત્માના તેજથી તમારા શરીરનું મોહક વિષ નિવારો !’

મુખ ઉપર કંટાળો આવી ગયો; છાતાં સર્વ શરીરના નવા વિકાર સરી જતા હતા અને હૃદયને ને બુદ્ધિને પરવશ કરવા મહાભારત અને અસહ્ય પ્રયાસ માંડતા હતા. તે ત્રાસવૃષ્ટિને કાળે છત્રી જેવા ગાને વાધવા પ્રયત્ન કર્યો; પણ તેનો થડકાતો રાગ, રાતી થતી આંખ, અને શરીરમાં વ્યાપતી ઉષ્ણતા અને રોમાંચિતતા, એ સર્વ આ વિષથી વધતી જડતાને સ્પષ્ટ કરતાં હતાં. કુસુમસુંદરીના ગાનમાં કડીઓ ગવાઈ હતી કે

‘દેહ બળતાં બચ્યો નહીં વાળ’

અને ‘પ્રેમી અબળાને પ્રેમે ભુલાવી,

ધીકધીકતા અગ્નિમાં ચલાવી !’

વગેરે કડીઓમાંનો અર્થ હવે સરસ્વતીચંદ્રને અનુભવથી સમજાયો, સમાન દુઃખની દુખિયારી ઉપર દયા આવી, અને બે જણને પોતપોતાનાં દુઃખમાંથી છૂટવાનો એક જ પરસ્પર સામાન્ય માર્ગ સૂઝ્‌યો - ગમે તો બેયે ડૂબવું ને ગમે તો બેયે તરવું ! ‘પ્રાણનાથ! તારો કે ડુબાડો !’ વગેરે દીન યાચનાઓ હવે સમજાઈ. પવન તો હજી વાતો જ હતો અને કુમુદનાં વસ્ત્રની ક્રૂર અવ્યવસ્થા અટકાવવાનો વીર પ્રયત્ન પણ તેવો જ ચાલુ હતો. તે ભેગું મદનપવનને અટકાવનાર ગાન પણ તેમ જ ચાલ્યું :

‘પવન ! મર્યાદા ના તોડ !

વિખેર ન વાળી આ સોડ !

ઝીણી મૃદુ ચૂંદડી આ તું

ઉરાડ ને ! અંગ શરમાતું.

સુઘડ ઘટ પાટવી વાળી

નદીમૂછ છાતી જ્યમ ઝાડી;

પવન ! આ અહીં જ રહેવા દે !

મદન ! તુજ બાણ સહેવા દે !

આટલે સુધી સહું છું - આગળ વિશ્વાસ નથી - પવન ! મદન ! હવે બસ કરો! ર્દ્ગુ રટ્ઠદૃી ર્ઙ્ઘહી ુૈંર ર્એિ ર્હહજીહજીજ ! હરિ ! હરિ !’

નેત્રમાં ઘડીક રતાશ ને ઘડીક આંસુ જણાતાં હતાં અને શીત જ્વરથી પોતે કંપતો હોય એમ શરીરમાં ટાઢ વાવા લાગી. તેવે કાળે વળી મૂર્છાવશ મુખ ઉપર જોઈ રહ્યો ને ફરી જાગ્યો હોય એમ થયું, અને એમ જાગતાં જાગતાં ઝોકાં ખાતો હતો.

‘લતા કરમાઈ આ શોકે,

મધુરતા ન મૂકતી તો યે !

કિરણ શશીનાં પ્રગટ એ કરે !

ન જોવાનું હું જોતો ! અરે !

હું લોભી છું, હું લોભાતો;

હું દુઃખી છું, હું દુઃખાતો,

હું ઝેરી છું, હું વિષ વાતો,

પ્રિયા-ઉરમાં હું વિષ લ્હાતો !

પ્રિયા ! મૂર્છા તું છોડી દે !

શરમની ગાંઠ તોડી દે !

તું કાજે હું કરું શું ? કહે !

હૃદય પર શલ્ય શાને વહે ? ’

મુખ ઉપર કંઈક ઉત્સાહ જણાયો. ને બોલતાં બોલતાં હાથ ઊંચો થયો.

‘હવે આવ્યાં નવે દેશે,

હવે ફરીએ નવે વેશે;

નથી સંસારની ભીતિ;

ત્યજી સંસારની રીતિ.

સગાં સંસારનાં છોડ્યાં,

છૂટ્યાં તેઓથી તરછોડ્યાં

વિશુદ્ધ જ સાધુનો પન્થા !

ધરીએ આપણે કન્થા.

ગિરિવર રમ્ય પાવન આ;

જગતમાં ના જડે એ સમા;

અહીં એકાન્ત ને શાન્ત

વસીએ, વહાલી ! રહી દાન્ત.

કુસુમસુંદરી ! તમને જગગાડવાને જેટલા અગ્નિમાં ચાલવું પડે એટલા અગ્નિમાં ચાલીને પણ તમને જગાડવા પ્રયત્ન કર્યા વિના છૂટકો નથી. અદૃશ્ય સીતાએ મૂર્છિત રામચંદ્રનો જે અધિકારથી કરસ્પર્શ કર્યો પવિત્ર ભવભૂતિએ વર્ણવેલો છે તે જ અધિકારથી તમને જાગૃત કરવા તેવો જ પ્રયત્ન કરું છું તે ક્ષમા કરજો ! તમારી કે મારી આ અવસ્થા હવે મારાથી જોવાતી નથી, વેઠાતી નથી.’

કુમુદ મૂર્છાથી કંઈક છૂટી થતી હોય અને મૂર્છામાંથી નીકળતી નિદ્રામાં પ્રવેશ કરતી હોય એમ એના શરીરની શિથિલ થતી નસોની પ્રત્યક્ષ થતી કોમળતાથી લાગ્યું - એટલામાં તો ખોળામાં એણે પાસું ફેરવ્યું ને આના ઉરોભાગને એના ઉરઃસ્થલનો કંઈક સ્પર્શ થતાં જેવી મદનની લહેરોની તેવી જ ધર્મભગિની જાગૃતિની સાથે લાગી ચમત્કૃતિ સરસ્વતીચંદ્રમાં પ્રકટ થઈ. ચોમાસાના જળથી ભરેલા આકાશવ્યાપી મેઘમાં જેમ એક પણ જળની શ્યામતા, શીતતા અને જડતા વધવા માંડે તેમ બીજી પાસેથી વીજળીના ચમકારા ને ત્રીજી પાસેથી ગર્જના થઈ પરિણામમાં મેઘ દ્રવવા - વૃષ્ટિ કરવા - માંડે તેમ અત્યારે મદન અને ધર્મવિચારો વચ્ચે ડોલતા સરસ્વતીચંદ્રને થયું.

‘ગમે તે થાવ ! ગમે તે થાવ ! તરવાનાં હોઈએ તો પણ આ મૂર્છાનો છેદ સાધનરૂપ છે ને ડૂબવાનાં હોઈએ તોપણ એ જ સાધન છે. માટે એ છેદ તો અવશ્ય કરવો. આ સ્પર્શને અમૃત ગણું તો મૂર્છાછેદ વિના પૂર્ણ તૃપ્તિ નથી ને વિષ ગણું તોપણ એ જ છેદ વિના વિષનો પ્રતિકાર નથી. કુમુદ ! પ્રિય કુમુદ ! તને ‘પ્રિયા’ કહું કે ન કહું ? જે હો તો હો.હવે તો તું જાગે ને તારો ને સાથે મારો ભેગો ઉદ્ધાર તારે ઈષ્ટ માર્ગે તું કર !’

હૃદય સાથે ચંપાઈ હતી તે અચેતન મૂર્તિને અજાણતાં કે જાણીને એણે પોતાના હાથનો આધાર આપી ત્યાં જ ટકવા દીધી, અને માત્ર પોતાના હૃદયમાંથી એના પરામૃષ્ટ હૃદયમાં પ્રાણ વિનિમય કરી કહેવા ઇચ્છતો હોય તેમ તે જ સ્થિતિમાં ગાવા લાગ્યો - મોં બગાડી ગાવા લાગ્યો :

‘પ્રિયા ! મૂર્છાથી છૂટી થા !

પ્રિયા ! ખોળેથી બેઠી થા !

સરિતા ! પૂરભરી આવી,

અટકી રહી કેમ આ આઘી ?’

હૃદય હૃદય સાથ જાણ્યે કે અજાણ્યે ચંપાઈ ગયું !

‘કરે સત્કાર સાગર આ,

ઉછાળે નીરજાલર આ.

હવે વિશ્વંભરે જે રચ્યો,

પ્રિયા સંકેત તે આ મચ્યો !

એને પછી ખોળામાં ચતી સુવાડી, અને એનું મુખ ઝાલી કહેવા લાગ્યો :

‘પ્રિયા ! મૂર્છાથી છૂટી થા !

પ્રિયા ! ખોળેથી બેઠી થા !

ઉઘાડી આંખ, જો ને જો !

અલખ-સંકેત શો આ મચ્યો ?

માત્ર એક હાથ એના માથા તળે રાખી અને બીજો હાથ ખોળા બહાર પડેલા પગ તળે રાખી, માથાને અને પગને ઊંચાં ટેકવી રાખી, એના સર્વ શરીર ઉપર દૃષ્ટિ ફેરવતો સર્વ શરીરને કહેતો હોય તેમ કહેવા લાગ્યો :

‘નવા દેશે નવા વેશ !

જગતનું કામ નહીં લેશ !

નવા વિશુદ્ધ ધર લોભ !

મને તે લોભમાં યોજ.’

કુમુદના શરીરના મર્મભાગમાં રહેલા અંતરાત્માને કહેતો હોય તેમ હવે નેત્ર મીંચી કહેવા લાગ્યો :

‘પ્રિયા મૂર્છાથી છૂટી થા !

‘પ્રિયા ! ખોળેથી બેઠી થા

દિવસ દુઃખના ગયા નાસી !

ભર્યા તુજ કાજ રસરાશિ.’

સરસ્વતીચંદ્રની અંતદૃષ્ટિ ઊઘડી. કુમુદના અંતરાત્માને કહેતો હોય તેમ મીંચેલી આંખે જ કહેવા લાગ્યો :

‘પ્રિયા ! મૂર્છાથી છૂટી થા

પ્રિયા ! ખોળેથી બેઠી થા !

ઉઘાડી આગળા દેને !

મનઃપૂત તારું ગણી લેને !’

ગાન બંધ રહ્યું પણ ઉભયની બીજી અવસ્થા હતી એવી ને એવી રહી. કુમુદસુંદરી ખોળામાં જ અચેતન રહી. એના માથા નીચે ને પગ નીચે જ સરસ્વતીચંદ્રના હાથ રહ્યા. સરસ્વતીચંદ્રની આંખો મીંચાયેલી જ રહી. એ પોતે બેઠો હતો તેમ જ બેઠેલો રહ્યો. પવન વાતો હતો તેમ વાતો જ રહ્યો અને ચંદ્રનો પ્રકાશ જ્યાં પડતો હતો ત્યાં જ પડી રહ્યો. એક ફેર માત્ર એટલો પડ્યો કે સરસ્વતીચંદ્રનો જીવ કંઈક ઊંડો ઊતરી પડ્યો હોય એમ એનું બાહ્ય ચેતન એના અંતરાત્મામાં લીન થયું, અને એ આમ નિવૃત્ત થયો એટલે સ્વતંત્ર થયેલા પવનની નિરંકુશ લહરીઓથી કુમુદનું વસ્ત્ર ફરફરવા લાગ્યું. બીજો ફેર એ પડ્યો કે ગાન શાંત થતાં કુમુદનું મસ્તિક ગાનની અસરની પરિપૂર્ણતાથી કે ગાનની શાંતિથી શાંત થયું અને એની મૂર્છા તૂટી કે નિદ્રા છૂટી. તેમ થતાં પ્રિયસ્પર્શના મોહથી પોતાને સ્વપ્નમાં માનતી અથવા આનંદસ્વપ્નમાં પડતી કુમુદ કેટલીક વાર સુધી એમની એમ હાલ્યાચાલ્યા વિના ખોળામાં જ પડી રહી. પડી રહી તે પવનથી ઊડેલા વસ્ત્રના ભાને જાગૃત થઈ અને આંખ ઉઘાડી. પૃથ્વી ઉપર આકાશમાં ચંદ્ર લટકે તેમ પોતાના ઉપર ઊંચે લટકતું પ્રિયમુખ બે ચાર પળ સુધી આ ઊઘડેલી આંખે જોયા કર્યું અને અંતરાત્મા જાગ્યો ન હોય તેમ કુમુદ ત્યાં જ પડી રહી. બીજી બેચાર પળ વીતી એટલામાં અંતરાત્મા જાગ્યો અને પોતાનું વસ્ત્ર સમું કરતી કુમુદ ખોળામાંથી ઊઠી સામી દૂર બેઠી અને પ્રિયજનની સમાધિસ્થ જેવી પ્રિયમૂર્તિનું દૃષ્ટિસેવન કરવા લાગી. એ દૃષ્ટિ તૃપ્ત થતાં પહેલાં પોતાના શરીર ભણી ભાન ગયું ને વિચાર થયો.

‘નક્કી ! સરસ્વતીચંદ્રને જ્વર આવ્યો છે - એમનું શરીર અતિ ઉષ્ણ હતું તે મેં અનુભવ્યું - ટાઢ વાતી હોય એમ એમનો રોમાંચ થયો તે મેં સ્પર્શ્યો. પણ આંખો શાથી મીંચી છે ? અરેરે ! લક્ષ્મીનંદનના વૈભવના ભોગીના આવા સ્થાનમાં આથી બીજી શી દશા થાય ? અથવા આ સર્વનું કારણ હું પોતે તો નથી ? પેલી દૃષ્ટ મર્મદારક ભસ્મવાળી રાત્રિએ મને આવો જ જ્વર હતો ! શું આ અનંગજ્વર એમને થયો છે ? જો એ જ આ જ્વર હોય તો આમ એ છેક નિશ્ચેષ્ટ ન બેસી રહે. મદનમહાજ્વરમાં સપડાફેલા વશી ત્યાગી મહાત્મા આવા જ ઉગ્ર સમાધિથી એ વિષમજ્વરને શાંત કરી શકતા હશે ! હું એમને ઉઠાડું ? જો એ આવી સમાધિમા હોય તો એમને ઉઠાડવા એ મહાન અનર્થ. જો તેમ ન હોય, અને આ કેવળ જ્વરનું કે કોઈ વ્યાધિનું પરિણામ હોય તો ઈશ્વરે મને આવે કાળે એમની સેવા કરવાને જ મોકલી, અને એમને જગાડવા એ જ મારું કામ. તો હું શું કરું ?’

સરસ્વતીચંદ્ર મીંચેલી આંખે પલાંઠી વાળી બેસી રહ્યો હતો તેના સામી થોેડે છેટે ઉઘાડી આંખે એને કુમુદ જોઈ રહી. પણ બોલ્યાચાલ્યા વિના, હલ્યાચાલ્યા વિના, વિચારમાત્ર બંધ કરી, વિકારને વેગળા રાખી, એક ઢીંચણ પર હાથની કોણી રાખી અને એ હાથ ઉપર હડપચી ટેકવી, અનિમિષ એકીટરે સામા મુખામાં પોતાના સકલ અંતરાત્માનો યોગ કરી, ઊંડા સ્નેહ અને ઉચ્ચ અભિલાષાની મૂર્તિ જેવી, તપસ્વિની બાળા પળે પળને યુગ ગણતી ગણતી બેસી રહી.