Pinkinu lunchbox in Gujarati Children Stories by Lata Hirani books and stories PDF | પિંકીનું લંચબોક્સ

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

પિંકીનું લંચબોક્સ

પિંકીનું લંચબોક્સ

લતા હિરાણી

- પીંકી

- શું છે મા ?- તૈયાર થવું નથી ? મોડું થશે.- મને બહુ ઊંઘ આવે છે. હજી અડધા કલાકની વાર છે મમ્મી, સુવા દે ને

- મારે ભાગવું પડશે. ઓફિસનું મોડું થાય છે. તારી વેન આવે એટલે નીકળી જજે, બાય..- મમ્મી, મારું લંચબોક્સ ?- અરે બાબા, રેડી છે..

એક મોટું બગાસું ખાઇ પીંકી તરત સુઇ ગઇ.

પીંકીને સપનું આવ્યું. સપનામાં એ એક ગાઢ જંગલમાં પહોંચી ગઇ હતી. નાજુક નમણાં હરણાં કુણું કુણું ઘાસ ચરતા હતા અને રેશમી રુંવાટીવાળા સસલાં દોડાદોડી કરતાં હતાં. ચારે બાજુ લીલાંછમ વૃક્ષો, રંગબેરંગી ફૂલો અને ખળખળ વહેતા ઝરણાં...

- અરે વાહ !! પીંકી તો ખુશખુશાલ થઇ નાચવા માંડી.

એ દોડતી દોડતી સોમુ સસલા પાસે ગઇ. એને ખોળામાં લઇને ગેલ કરવા માંડી. આ જોઇને હમ્ફી હરણ એની બાજુમાં આવી ગયું,

- ચાલ આપણે દોસ્તી કરીએ.પીંકીએ બધા સાથે હાથ મિલાવ્યા. ઝાડ પરથી પિન્ટુ પોપટ પણ ઉડીને આવ્યો,- હું યે તમારો ભાઇબંધ...

બધા ભેગા મળીને ખૂબ રમ્યાં. ખૂબ ધમાલ મસ્તી કરી. પીંકી થાકી ગઇ હતી

- મને બહુ ભૂખ લાગી છે. કહેતાં એ ઝાડ નીચે લાંબા પગ કરીને બેઠી.

હમ્ફી હરણ હજી કુદાકુદ કરતું હતું પણ સોમુ સસલું ટપાક કરતું પીંકીના ખોળામાં બેસી ગયું. એના લાંબા લાંબા કાન પીંકીને અડાડી વહાલ કરવા માંડ્યું. પીંકીને એ સુંવાળા સુંવાળા સ્પર્શની મજા પડી ગઇ. એ એની પીઠ પંપાળવા લાગી. પિન્ટુ પોપટ ઘડીકમાં પીંકીના હાથ પાર તો ઘડીકમાં એના માથા પર બેસે.- ચાલો ચાલો, હું ઝાડ પરથી જામફળ લઇને આવું છું.- અને તારા મરચાં ? પીંકીએ પૂછ્યું.- પિન્ટુને મરચાં ખાવા દો. મારે આ રહ્યું મજાનું ઘાસ. સોમુ સસલું બોલ્યું.- એ બધું રહેવા દો. એ તો તમે રોજ ખાઓ છો. ચાલો આજે તમને કંઇક સરસ ખવડાવું. કહેતાં બુલબુલે પોતાનું દફતર ખોલ્યું. એમાંથી લંચબોક્સ કાઢ્યું. એમાં હતા ફોઇલમાં વીંટાળેલા બર્ગર અને સાથે પેપ્સીની બોટલ.

- તમે કદી બર્ગર ખાધા છે ? ચાખો એકવાર. દાઢમાં સ્વાદ રહી જશે.- બર્ગર ? એ વળી શું ? હમ્ફી હરણ મોટી મોટી આંખો ઝીણી કરીને બોલ્યું.સોમુ સસલાએ એનું નાનકડું નાક બર્ગરને અડાડી સુંઘી લીધું અને મોઢું ફેરવી લીધું.પિન્ટુ પોપટે પેપ્સીની બોટલ ચાંચ મારીને પાડી દીધી.

- તમે બધાં આમ કેમ કરો છો ? આવું ખાવાનું તમે જિદગીમાં કદી ચાખ્યું નહીં હોય. તમેય શું યાદ કરશો તમારી આ પીંકીને....

કોઇએ એ ખોરાક ખાવાની તૈયારી બતાવી નહીં. પીંકીને જરા માઠું લાગ્યું. એ કંઇ બોલ્યા વગર બર્ગર હાથમાં લઇને ખાવા માંડી અને ખોલી પેપ્સીની બોટલ. પિંટુ પોપટથી ન રહેવાયું,

- આ તું શું ખાય છે પીંકી ?

- ડહાપણ કર્યા વગર તું ય ખાને

- ના હોં, મારે તો મારા ફળ ભલાં !!

સોમુ સસલું પીંકીના ખોળામાંથી ખસીને ઘાસ ખાવા લાગ્યું. બર્ગર તરફ એણે નજર પણ ન નાખી. હમ્ફી હરણ ઝરણાંનુ પાણી પીવા ચાલ્યું ગયું. પીંકીની આંખમાં આંસુ આવી ગયા. એવામાં ત્યાંથી બોબી હાથી નિકળ્યો. પીંકીની ભીની આંખ જોઇને સુંઢ હલાવતો એની પાસે ઊભો રહી ગયો.- અરે, સોમુ, હમ્ફી, પિંટુ, અહીં આવો.... બોબીહાથીનો હુકમ બધાં માને.- કેમ બધાં પીંકીને નારાજ કરો છો ? બધાં ચુપ રહ્યાં.

- પીંકી વાત એમ છે ને કે અમે છાપું નથી વાંચતા. અમને બર્ગરની ક્યાંથી ખબર હોય ? પિંટુ પોપટ બોલ્યો.- અમે કદી ટીવી પણ નથી જોયું. અમને વહાલા અમારા જંગલ ને ઝરણાં !! હમ્ફી હરણે કુદકો માર્યો.બોબીહાથી કહે, “જો પીંકી, નારાજ ન થા. તમને માણસોને જ આવી કચરાપટ્ટી ખાવાની ટેવ હોય. અમે તો કુદરતે આપેલું જ ખાઇએ. કોલ્ડ્રીંક્સનું ઝેર પીવું એનાં કરતાં આ ખળખળ વહેતાં ઝરણાંના પાણીનો સ્વાદ ચાખી જો.”

પિંકી રડી પડી, - સોરી ફ્રેંડ્ઝ, હુંયે પહેલાં મમ્મીના હાથનું બનાવેલું જ ખાતી હતી. પછી મારી એક નવી ફ્રેંડ થઇ એનું નામ સુનમુન. બસ એના વાદે હું આવું બધું ખાતાં શીખી ગઇ.. મારા ક્લાસમાં એક ઝીલમિલ ભણે છે એના લંચબોક્સમાં એની મમ્મી શાક રોટલી કે મેથીના થેપલાં, ઢોકળાં એવું ઘરે બનાવેલું જ ભરે છે પણ મારી મમ્મીને મોટે ભાગે ટાઇમ જ નથી હોતો. સાંજે આવે ત્યારે કંઇક કંઇક લેતી આવે એટલે મને આવી ટેવ પડી ગઇ છે. કોલ્ડ્રીંક્સ બહુ નુકસાન કરે છે એવું અમારા ટીચર પણ કહેતા હતા.

- હવે તારી મમ્મીને કોણ સમજાવે ?

- હવે હું જ ના પાડીશ અને કહીશ કે અનિતાની જેમ મનેય તું ઘરનો બનાવેલો નાસ્તો જ આપ.

કહેતાં એણે પેપ્સીનો કર્યો ઘા. તડાક તુટવાનો અવાજ આવ્યો.

પીંકી જાગી ગઇ. બહાર વેનનું હોર્ન વાગતું હતું

એણે દફતર ખોલીને જોયું તો લંચબોક્સમાં કુરકુરે અને ડેરી મિલ્ક ભરેલાં હતાં

- ચાલ બેટા, જલ્દી ઉઠ.

દાદાજી આવ્યા અને એમણે પીંકીનું દફતર ખોલ્યું. “આ તારી મમ્મી શું પડીકાં ભરે છે ? છોકરાંઓ આવું ખાશે ને એમનું શરીર કેવું બંધાશે ?” કહેતાં એમણે પીંકીનું લંચબોક્સ ખાલી કરી નાખ્યું અને એમાં દાદીમાએ બનાવેલી ગરમ ગરમ સુખડી ભરી દીધી.

- અને હા કાલે નાનકી માટે લાડુ બનાવજે હોં, ચિંતા ન કરીશ, મને ખબર છે કે તું હવે થાકી જાય છે. આપણે બેય સાથે મળીને પીંકીનો નાસ્તો બનાવીશું. પણ આ નાનકીને હવે બહારના પડીકા બંધ..

તોફાની પીંકીએ દાદીમાનો પાલવ ખેંચ્યો.

- અરે અરે,... ચાલ મારો છેડો છોડ, બહાર હોર્ન પર હોર્ન વાગવા માંડ્યા... અને પીંકી લાંબા કૂદકા મારતી દોડી..