*ફાગણ સુદ આઠમ નો મહિમા*
આખા વર્ષ માં એક મહા મંગલકારી દિવસ જો કોઈ હોય તો એ ફાગણ સુદ આઠમ નો ગણાય.
કેમ?
કેમ કે આજ દિવસે આપણા પ્રથમ તીર્થંકર યુગાધી દેવ શ્રી આદિનાથ દાદા એ દર 1010 વષૅ, પૂર્વ 99 વખત શ્રી શત્રુંજય ગિરિરાજ ની ઘેટી પાગ થી દાદા ના દરબાર સુધી ની યાત્રા કરી હતી.
શું આદિનાથ દાદા પૂર્વ 99 વાર ગિરિરાજ પધાર્યા એટલે ગિરિરાજ મહાન છે?
નહીં.
ગિરિરાજ મહાન ને અત્યંત પવિત્ર છે એટલે આદિનાથ દાદા પૂર્વ 99 વાર સમોસર્યા હતા.
પૂર્વ 99 એટલે 69,85,440 અબ્બજ વાર પ્રભુ આવ્યા હતા.
એક હતા આદિ
અને
ગિરિરાજ છે અનાદિ.
એટલે કે ગિરિરાજ આ પૃથ્વી નો સૌથી પવિત્ર અને ઉત્તમ ભાગ છે, જે અનંત કાળ થી હતો, છે અને રહેશે.
શ્રી અભિનંદન સ્વામી એ કહ્યું હતું કે તીર્થંકરો ની ગેર હાજરી માં પુણ્યાત્માઓ ને મોક્ષે પહોંચાડવાનું કામ શ્રી શત્રુંજય ગિરિરાજ કરશે, જે અત્યારે કરીજ રહ્યો છે.
ચોવિહારી છઠ્ઠ કરી 7 જાત્રા કરનારો ભાગ્યશાળી આત્મા પ્રાયઃ ત્રીજા ભવે મોક્ષ પામે છે.
જેમ તીર્થંકરો ના ગુણો નું વર્ણન કરવા માટે ગણધર ભગવંતો ના શબ્દોય ઓછા પડે છે તેમ
આ ગિરિરાજ નું વર્ણન અંનેં તેના અચિંત્ય ચિંતામણી મહિમા નું પૂર્ણ વર્ણન કરવા માટે તો સ્વયં તીર્થંકરો ના શબ્દો પણ સક્ષમ નથી.
આવો અંનેરો ગિરિરાજ પાષાણ નો તો શેં હોય?
તે નથીજ.
એ આખો સુવર્ણ નોજ છે.
પણ અત્યારે પડતા કાળ ને કારણે ચોરી વિ. ના ભય થી દેવો એ આપણા ચર્મ ચક્ષુ વાળા માટે એને પાષાણ નોજ બતાવ્યો છે.
એક અતિ પુણ્યશાળી ને ગિરિરાજ ના પરમ સાધક આચાર્ય ભગવન્ત શ્રી મણિ વિજય સુરિ હતા,
એકમાત્ર એમનેજ આ ગિરિરાજ સુવર્ણ નો દેખાતો, બીજા કોઈનેય નહીં.
આજેય ઘેટી પાગ ની સામે એમની દેરી મોજુદ છે.
*ભગવાન મહાવીરની ધર્મસભામાં બનેલી ઘટના*
શ્રેણિક મહારાજાના રાજગૃહના પવિત્ર ઉપવનમાં નાનકડી ધર્મસભા ભરાઈ હતી. ભગવાનથી વાતાવરણ વધુ દિવ્ય બનીયું હતું. તેમની આસપાસનાં આસનો ઉપર રાજદરબારના ગુણીજનો બિરજમાન હતા. તરત નજરે ચડતી વ્યક્તિ હતી મહામંત્રી અભયકુમાર. દરબારીઓ અને નગરના પ્રજાજનો તીર્થંકર મહાવીરની ઉપદેશવાણી સાંભળવા એકઠા થયા હતા, ત્યારે જ નગરજનોમાં સામેલ થયેલા
*એક વૃદ્ધ મહારાજા શ્રેણિકની સામે જોઈને બોલ્યો, ‘સમ્રાટ, તમે જીવતા રહો!’*
બધા સ્તબ્ધ, પરંતુ એ ખખડેલ વૃદ્ધે તો હજુ શરૂઆત કરી હતી.
*તેમણે તીર્થંકર મહાવીર સામે હાથ જોડીને કહ્યું, ‘તમે મરી જાવ!*
મહાવીર જેવા પુણ્યાત્માની ઉપસ્થિતિમાં કોઈ અવિવેક કેમ થાય? તમામ લોકો સમસમીને એ વૃદ્ધને જોઈ રહ્યા હતા.
*વૃદ્ધે મહામંત્રી અભયકુમાર તરફ જોઈને કહ્યું, ‘મહામંત્રી, તમે ઇચ્છો તો જીવો, ઇચ્છો તો મરો!’*
હવે હદ થઈ ગઈ હતી. જોકે, જાણે કામ પૂરું થયું હોય તેમ સભામાંથી નીકળતાં
*વૃદ્ધે એક ગરીબ કસાઈ જેવી વ્યક્તિની તરફ જોયું અને બોલ્યો, ‘તમો જીવો પણ નહીં, મરો પણ નહીં!’*
એ વૃદ્ધ સભામાંથી બહાર જઈ રહ્યા હતા, ત્યારે પ્રજાજનો એ વૃદ્ધને ચસકેલ સ્વભાવનો ગણાવા લાગ્યા, તો કોઈએ મહારાજા શ્રેણિક તરફ જોઈને ગુસ્સો વ્યક્ત કર્યો, ‘આ બુઢ્ઢાની ધરપકડ કરીને સજા કરો. રાજા શ્રેણિકે તીર્થંકર મહાવીર તરફ નજર કરી. તેમના ચહેરા પર પરમ શાંતિ હતી, પરમ સત્ય પામી ગયા હોય તેવી શાંતિ.
મહારાજાએ પૂરા આદરથી મહાવીરને ‘વૃદ્ધના શબ્દો’નો ગૂઢાર્થ સમજાવવા કહ્યું. ત્યારે તીર્થંકરે સમજાવ્યું કે, ‘એ વૃદ્ધ નહોતા દેવ હતા અને તેમના શબ્દો બકવાસ નહોતા, પણ તેમાં જીવનનું સત્ય હતું.
*રાજન, તમે આ ઐશ્વર્ય ભોગવ્યા પછી નરકમાં જવાના છો એટલે તેમણે તમને ‘જીવી લો’ કહ્યું.*
*હું હજુ શરીરના બંધનથી મુક્ત થયો નથી એટલે મારો મોક્ષ થયો નથી. એ વાસ્તે તેમણે મને ‘મરો’ કહ્યું.*
*મહામંત્રી અભયકુમાર ઈમાનદારીથી તમારી સૂચનાનો અને સુશાસનનો અમલ કરાવી રહ્યા છે એટલે તેમને અહીં પણ સ્વર્ગ છે, ઉપર પણ તેમને સ્વર્ગ મળવાનું છે. આ કારણે અભયકુમારને તેમણે ‘ઇચ્છો તો જીવો, ઇચ્છો તો મરો!’ કહ્યું.’*
‘પણ પેલી ગરીબ કસાઈ વ્યક્તિને તો તેમણે કહ્યું કે જીવો પણ નહીં અને મરો પણ નહીં, આવું કેમ કહ્યું?’
*‘કારણ કે એ ગરીબ છે અને કસાઈ તેનું કર્મ છે. એ અહીં પણ નર્કને જીવી રહ્યો છે અને મૃત્યુ પછી પણ તેને નર્ક જ મળવાનું છે એટલે તેને જીવવા-મરવાથી કોઈ ફરક પડવાનો નથી!’*
તીર્થંકર મહાવીરે પેલા વૃદ્ધના વેશમાં આવેલા દેવની વાણીને એનાલાઇઝ કરી ત્યારે આખી ધર્મસભા ચકિત થઈ ગઈ. બધા વિચારવા માંડ્યા કે પેલા વૃદ્ધ આપણી સામે જોઈને શું બોલ્યા હોત?
આ અવસર્પિણી કાળમાં પહેલા અને છેલ્લા.....*
પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવ સ્વામી થયા અને છેલ્લા તીર્થંકરશ્રી મહાવીર પ્રભુ.
પહેલા ગણધર શ્રી પુંડરીક સ્વામી અને છેલ્લા ગણધર શ્રી પ્રભાસસ્વામી થયા.
પહેલા કેવળજ્ઞાની શ્રી ઋષભદેવ સ્વામી અને છેલ્લા શ્રી જંબુ સ્વામી થયા
પહેલા મોક્ષગામી શ્રી મરૂદેવીમાતા અને છેલ્લા શ્રી જંબુ સ્વામી થયા
પહેલો આરો સુષમ સુષમ અને છેલ્લો આરો દુષમ દુષમ.
પહેલા ચક્રવર્તી શ્રી ભરતરાજા અને છેલ્લા શ્રી બ્રહ્મદત્ત થયા
પહેલા વાસુદેવ શ્રી ત્રિપૃષ્ટ અને છેલ્લા શ્રી કૃષ્ણ થયા.
પહેલા બલદેવ શ્રી અચળ અને છેલ્લા શ્રી બલભદ્ર થયા.
પહેલા પ્રતિ વાસુદેવ શ્રી અશ્વગ્રીવ અને છેલ્લા શ્રી જરાસંઘ થયા.
પહેલું વ્રત પ્રાણાતિપાત વિરમણ અને છેલ્લું વ્રત અતિથી સંવિભાગ.
પહેલા વિહરમાન શ્રી સીમંધર સ્વામી અને છેલ્લા શ્રી અજિતવીર્ય
પહેલા સાધુ શ્રી ઋષભદેવ અને છેલ્લા શ્રી દુપ્પહસૂરિ થશે.
પહેલા સાધ્વી શ્રી બ્રાહ્મી અને છેલ્લા શ્રી ફલ્ગુશ્રી
પહેલા શ્રાવક ભરતમહારાજા છેલ્લા શ્રાવક નાગીલ શ્રાવક
પહેલી શ્રાવિકા સુંદરી છેલ્લી શ્રાવિકા સત્યશ્રી થશે.
પહેલા રાજર્ષિ શ્રી ઋષભદેવ સ્વામી અને છેલ્લા શ્રી ઉદ્દાયન.
*વૈરાગ્ય વિચાર*
? *મરણ તો અવશ્ય આવવાનું જ છે. કોઇ અમરપટો લખાવીને નથી આવ્યું. આયુષ્ય કેટલું બાકી છે તેની કોઇને ખબર નથી* પણ આપણે બધા એમ માનીને બેઠા છીએ કે હજી ઘણા વર્ષ જીવવાનું બાકી છે. હજી થોડા વધારે પૈસા કમાઇ લઉ, સમાજ મા થોડી વધારે આબરૂ વધારી લઉ, છોકરાઓને ભણાવી, પરણાવી, ને life મા settle કરી લઉ, વિ. કામ પતાવીને પછી નિરાંતે retire થઇને ધર્મ કરીશું.
?અરે તને ખબર નથી બીજી ક્ષણે શું થાવાનું છે અને તું આવા વાયદા નાંખે છે? માથે મોત ભમે છે અને તને એમ વિચાર નથી આવતો કે અતિ દુર્લભ એવો આ મનુષ્ય ભવ પતી જશે પછી હું કયા જઇશ?
?સંસારમાં તો LIC policy, investment planning, retirement planning, વગેરે કરે છે. અરે એક foreign tour કરવાની હોય તો કેટલી તૈયારી કરે છે. તને એમ વિચાર નથી આવતો કે આવતા ભવમાં હું કયા જઇશ અને મારુ શું થશે?
?નરક ગતીના દુખની તને કલ્પના નથી. તિર્યંચ ગતીમા પણ દુખ જ છે. પણ સ્વર્ગ મા સુખ મળશે તે પણ મીથ્યા ભ્રમણા (mirage) જ છે. જેમ બેડી લોઢાની હોય કે સુવર્ણની, તેનાથી બંધન જ થાય છે, તેમ પાપ અને પુણ્ય બન્નેમા બંધન જ છે.
?આ ભવ મા બહુ પુણ્ય કરીને આવતા ભવમાં સ્વર્ગ મળે તો પણ શું? તારું અસ્તિત્વ તો શાશ્વત છે. સ્વર્ગ નું આયુષ્ય પુરુ થશે પછી ચાર ગતીના ભવ ભ્રમણ મા કયા રખડીશ તેનો વિચાર કેમ નથી આવતો?
?તું અનાદિથી આવી મીથ્યા માન્યતાઓ ને લીધે પુણ્ય-પાપ ના ચક્કરમાં ફસાઈને સંસારના દુખો ભોગવી રહ્યો છે. *હજી તને થાક નથી લાગતો?* જરાક તો વિચાર કર. જો આ શરીર જ મારુ નથી તો આ પરિગ્રહ મારો કઇ રીતે હોય? આ અચેત પરિગ્રહ (પૈસા, મિલકત, મકાન, આબરૂ વિ.) તથા સચેત પરિગ્રહ (બૈરી, છોકરા, સગા વહાલા, મિત્રો વિ.) બધા આ શરીર ના નીમીત્તે જ છે, માટે મારા નથી જ. અરે આ પુણ્ય-પાપ રુપી રાગ-દ્વેષ પણ મારા નથી
➡ *'હું કોણ છું ? હું ક્યાંથી આવ્યો ? મારુ ખરું સ્વરૂપ શુ છે ?* એવો વિચાર કરતા જણાશે કે હું તો એક ત્રીકાળિ શુદ્ધ આત્મા છું. આવા અદ્ભુત નીજ આત્માનું ધ્યાન ધરીને મીથ્યાત્વ નો નાશ કરવો એજ આ મનુષ્ય જીવનની સારથકતા છે.