Tasvir - ruhani takat - 8 in Gujarati Adventure Stories by Yagnesh Choksi books and stories PDF | તસ્વીર- રૂહાની તાકત - 8

Featured Books
Categories
Share

તસ્વીર- રૂહાની તાકત - 8

અમાસની એ રાત ત્રિકમ ની પૂજા ની આખરી રાત હતી.મેં ત્રિકમ ને પહેલા ક્યારેય આવો ખુશ નહતો જોયો. એને મને સવાર માં વાત કરી હતી કે આજે વિધિ નો છેલ્લો દિવસ છે. અને આજે એ અમર થઇ જશે અને અપાર શક્તિનો ધણી થઇ જશે.કેમ જાણે કેમ મને એનું એ હાસ્ય કાર્કસ લાગતું હતું.આજે મને ત્રિકમ જરા પણ પસંદ નહતો.ત્રિકમએ મને જયારે માનસિંહ ને મારવાની વાત કરી ત્યારે મેં એનો વિરોધ કર્યો.અમારી વચ્ચે થોડી બહેસ પણ થઇ પણ છેવટે એને મને માનવી લીધી.

હું માનસિંહ ને મનોમન પ્રેમ કરવા લાગી હતી માનસિંહ વગર જીવવું હવે મારા માટે શક્ય નહતું.માનસિંહ ને હું ક્યારેય મરેલો જોઈ શકું એમ નહતું.એટલે મેં માનસિંહ ને બચવા ના દરેક પ્રયત્નો કરેલા અને મેં ત્રિકમ સાથે રહીને થોડી ઘણી વિદ્યા પણ શીખી હતી જેથી સમય આવે હું એનો ઉપયોગ કરી શકું.

એ દિવસે અમાસ ની રાત્રે જયારે ત્રિકમ ની વિધિ ની છેલ્લી પળો હતી ત્યારે તમે આવીને વિધિ માં વિઘ્ન ઉભું કર્યું. અને તમે ત્રિકમ ને પણ મારી નાખ્યો હવે ત્રિકમ એક ખૂંખાર અને કાબુ ના આવે એવો પ્રેત બની ગયો છે.એને કાબુમાં કોઈ ના લઇ શકે. મને ત્રિકમએ પહેલાજ આ વાત કરી હતી કે જો કોઈ પણ કારણથી એની પૂજા અધૂરી રહી જશે તો એ મારી જશે અને પ્રેત થઈને વિધિ પૂરું કરવાની કોશિશ કરશે.અને એ અમાસ ની રાત્રે જે યોગ બનતા હતા એવા યોગ ચાલીસ વરસ પછી ફરી બનશે અને એ એનો બદલો અને વિધિ જરૂર પુરી કરશે.

કુંવરબા એ મંજુ ને પૂછ્યું તો અત્યારે એ કેમ ગામ વાળા ને હેરાન કરે છે.મનુ એ કીધું કે એતો હું કહી ના શકું પણ તમે કોઈ સિદ્ધ પુરુષ જોડે વિધિ કરાવશો તો કદાચ આવું નહિ થાય અને તમે મને ત્યાં લઈને જાવ તો હું કઈ મદદ તમારી કરી શકું જેથી ગામ માં આવું નહિ બને અને ત્રિકમ નું ભૂત કોઈને હેરાન નહિ કરે.કુંવરબા પાસે હવે મંજુ ની વાત માનવ સિવાય બીજો કોઈ રસ્તો નહતો.મંજુ ને લઈને એ મહેલ તરફ ગયા અને મંજુ એ કહેલી સામગ્રી મંગાવી અને જે રૂમ માં વિધિ થઇ હતી ત્યાં એને મંત્રો સાથે વિધિ કરી અને માનસિંહ અને ત્રિકમ અઘોરી સાથે સંકળાયેલી દરેક વસ્તુ ને રૂમ માં પુરી દીધી નીચેના રૂમ માં રહેલા માનસિંહ ના મોટા ફોટા ને ત્યાં લગાવી દીધો અને ફોટા પાર પણ કોઈ વિધિ કરી અને ફોટાની ચારે તરફ ખીલ્લીઓ લગાવી દીધી.અને દરવાજા ને બંધ કરી નાડાછડી થી બાંધી દીધો અને મંજુ એ કુંવરબા ને ચેતવ્યા કે આ રૂમ માં કોઈને જવા દેવા નહિ. અને આ નાડાછડી ક્યારેય ખોલવી નહિ.

કુંવરબા એ મંજુ નો આભાર માંગ્યો અને સાથે સાથે માફી પણ માંગી એમને મંજુ ને પોતાની સાથે હવેલી માં રહેવા માટે કીધું પણ મંજુ ના માની અને ત્યાં થી ચાલી ગઈ.મંજુ ક્યાં જઈ રહી છે એ કોઈને કઈ કીધું નહિ.કુંવરબા એ એ દિવસે સાંજે એક મહાન સંત સાથે વાત કરી અને હવેલી માં અમને આવા માટે આમન્ત્રણ આપ્યું.સંત ને એ ઘર માં થોડું અજીબ લાગ્યું અમને કુંવરબા ને કીધું કે આ ઘર માં માનસિંહ ની આત્મા છે અને એજ આ કામ કરતી હશે.આપડે વિધિ કરીયે એટલે એ કોઈને હેરાન નહિ કરી શકે.કુંવરબા ને થોડું અજીબ લાગ્યું કે માનસિંહ ની આત્મજ કેમ સાધુ ને દેખાઈ પેલો હરામી,નરાધમ ત્રિકમ નું પ્રેત ક્યાં ગયું હશે? કદાચ મંજુ ની વિધિ પછી ભાગી ગયું હશે? કે મંજુ એ એને ઉપરવાળા રૂમ માં પુરી દીધું હશે?

સંત એ મહેલ માં હવન કરી અને મહેલ ને પાવન કરી દીધો કુંવરબા એ આખા ગામ ને આમંત્રણ આપેલું અને ગામ ના દરેક જણ આ પૂજા માં આવેલો.વિધિ ને ઘણા દિવસો વીતી ગયા હતા પણ હવે ગામ માં એવી કોઈ ઘટના નહતી બની બધા ખુબ ખુશ હતા અને સૌથી વધારે ખુશ કુંવરબા હતા.ગામ માં ફરી થી ખુશાલી આવી ગઈ હતી ગામ વાળા એક ડેમ નિશ્ચિન્ત થઇ ગયા હતા.

ઘણા વારસો વીતી ગયા અજીતસિંહ મનોવિજ્ઞાન માં માસ્ટર ની ડિગ્રી લઈને ગામ માં આવ્યા.કુંવરબા ખુબ ખુશ હતા અને અજીતસિંહ સાથે એમને ઘણી વાતો કરી.આમતો અજીતસિંહ વેકેશન માં ઘરે આવતા પણ આખા વરસ માં કુંવરબા જ શહેર જતા અને અજીતસિંહ ને મળતા.કુંવરબા એ અજીતસિંહ ને નદી કિનારે આવેલી હવેલી વિશે બધી વાત કરી.અજીતસિંહ માં નાનપણ થીજ એમના પિતાજી પ્રતેય સારી ભાવનાઓ નહતી.ઘરમાં અને બહાર લોકો દ્વારા જે વાતો એમના પિતાજી ની થતી હતી. એ વાતો એમના મગજ માં નાનપણ થી જ ઘર કરી ગઈ હતી.

કુંવરબા એ માંજું અને ત્રિકમ ની વાત માનસિંહ ને કરી માનસિંહ ને આ વાત માં જરાય સત્યતા ના લાગી અને એમને કુંવરબા ને કીધું કે પિતાજી એ પોતાની હવસ સંતોષવા આવા તારકતો રચ્યા હશે.કુંવરબા એ અજીતસિંહ ને કીધું બેટા જે પણ હોય અજીતસિંહ તારા પિતાજી હતા.કુંવરબા એ હવન અને ત્યાં મંજુ દ્વારા કરેલી વિધિ ની માહીની આપી અને એ રૂમ ક્યારેય ખોલવો નહિ.એવું અજીતસિંહ પાસે વચન લીધું.અજીતસિંહ માનો વિજ્ઞાન માં માસ્ટર થયા હતા અને આગળ પણ એ પી.એચ.ડી કરવા માંગતા હતા.એમને આવી બધી ભૂત પ્રેત ની વાતો માં વિશ્વાસ નહતો.પણ એમની માતા ને વચન આપ્યું કે એ નહિ ખોલે એ દરવાજો.થોડા વારસો બાદ કુંવરબા નું લાંબી માંદગી બાદ દેહાંત થઇ ગયું.

ગામ ની આજુ બાજુ સો કિલોમીટર માં કોઈ દરો ડૉક્ટર નહતો અને સમયસર સારવાર ના માંડવાના લીધે કુંવરબા નું દેહાંત થયું એટલે અજિતસિંહે એ દિવસે પ્રણ લીધું કે એ ગામ માં સારો ડૉક્ટર લાવશે અને ગામ વાળા ને મદદ કરશે.અજિતસિંહે એક ભવ્ય દવાખાનું બંધાવ્યું પણ ગામ ના લીધે કોઈ ડોક્ટરો ત્યાં આવા માટે તૈયાર ના થયો. છેવટે અજીતસિંહ ને મધુ ની યાદ આવી અને એમને મધુ ને કોલ કરી અને એને મળવા માટેની ઈચ્છા દરસાવી મધુ તરત તૈયાર થઇ ગઈ.

મધુ એટલે અજીતસિંહ નો પ્રેમ,જિંદગી અને સર્વસ્વ. મધુ અને અજીતસિંહ એક રમત ગમે ઉત્સવ માં મળેલા.રમત ગમત ના એ કાર્યકર્મ નું આયોજન અજીતસિંહ ની કોલેજે કર્યું હસતું અને એમાં રાજ્ય ની દરેક કોલેજે ભાગ લીધો હતો.અજીતસિંહ ના ખભા પાર આયોજન અને દરેક આવનાર મહેમાન ને સાચવાની જવાબદારી હતી.આયોજન અને આખા કાર્યક્રમ નું પ્લાનિંગ અજિતસિંહે કરવાનું હતું.મધુ પણ એ કાર્યક્રમ માં ભાગ લેવા માટે આવી હતી.

મધુ એમની કોલેજ વાળા સાથે નહતી આવી એમની કોલેજ વાળા ને બધા ને અજયસિંહે રૂમો આપી અને સેટ કરી દીધા હતા. મધુ આવી અને એને રહેવા માટે જગ્યા ના મળી કારણ કે એ મોડી આવી હતી.બધા એ એને અજિતસિંહે વાત કરવા માટે કીધું મધુ ખુબ ભડકેલી હતી એકતો એ થાકી ગઈ હતી અને રૂમ એ ઘણા સમય થી શોધી રહી હતી પણ એને રૂમ નહતો મળતો એટલે એને ગુસ્સા માં અજિતસિંહે બરાબર ને લીધા પણ અજિતસિંહે એની બધી વાત સાંભળી અને એને શાંત થવા માટે કીધું અને થોડી વાર માં અજિતસિંહે મધુ ને બીજા કોલેજ ની એક છોકરી સાથે એને રૂમ આપી દીધો મધુ રૂમ મળતા રૂમ માં ભરાઈ ગઈ અને એને અજીતસિંહ નો આભાર પણ ના માન્યો.

એ દિવસે મધુ ખુબ થાકી ગઈ હતી એટલે એને કોઈની સાથે વાત પણ ના કરી અને ઊંઘી ગઈ બીજા દિવસે સવારે જયારે મધુ ચા અને નાસ્તો કરવા માટે કેન્ટીન માં ગઈ તો ચા પીતા પીતા એની નજર અજિતસિંહ પર ગઈ અજીતસિંહ અને એને પોતના કાલ ના વર્તાવ પર શરમ આવવા લાગી અને અજીતસિંહ પાસે જઈને એને માફી માંગી અજિતસિંહે એક ડેમ નિખાલસ માણસ હતા એને મધુ ને કીધું કઈ વાંધો નહિ અને તમારે કંઈક પણ ચીજ ની જરૂર હોય તો જણાવજો હું અહીંયા તમારી સેવામાંજ છું.

અજીતસિંહ ની ઊંચાઈ છ ફિટ હતી અને કસરત કરીને બનાવેલા બાવડાંઓ અને પતલી કમર અને મોટી મૂછો. દેખાવ માં એકદમ કામદેવ નો અવતાર કોલેજ ની દરેક છોકરીઓ એમની પાછળ પાગલ હતી.પણ અજીતસિંહ કોઈને ઘાસ નહતા આપતા.અજીતસિંહ પોતાની દુનિયા માં રહેતા થોડા અંતર મુખી હતા વધારે મિત્રો નહિ અને પોતાની દુનિયામાં ખોવાયેલા.પરંતુ અજીતસિંહ ખેલ કૂદ માં ખુબ આગળ હતા.કોલેજ ને વેઈટ લિફ્ટિંગ અને બોડી બિલ્ડીંગ માં હંમેશા જીતવતા.

જયારે બીજી બાજુ મધુ ભલે મેડિકલ માં અભ્યાસ કરતી પરંતુ એ ખુબ બોલકી હતી અને એ એક વાર બોલવાનું ચાલુ કરે એટલે એને બંધ કરવી મુશ્કેલ થઇ જતી એ બહિર્મુખ વ્યક્તિત્વ ધરાવતી હતી એને ઘણા મિત્રો હતા.એ મસ્તીખોર હતી.દેખાવ એનો સુંદર હતો આંખો પર એ હંમેશા મોટા નંબર વાળા ચશ્માં પહેરતી. એ લાંબગોળ આકાર ના ચશ્માં એની સુંદરતા માં વધારો કરતા હતા.એ વધારે ગોરી નો નહતી પણ એનું વ્યકતીવત અને ઘાટીલું શરીર કોઈને પણ એની તરફ આક્રષિત કરતુ હતું.એને વધારે મેકઅપ વગેરે નો શોખ નહતો પણ એ એ સાદગી માં પણ ખુબસુરત લગતી હતી.

એની કોલેજ તરફ થી એક નાટક ભજવાનું હતું અને એમાં એ કામ કરવાની હતી એટલે એ અહીં આવેલી હતી.એ નાટક માં એક ઉંમરલાયક સ્ત્રી નો રોલ કરવાની હતી.અને સમાજ ને એક સારો સંદેશો પહોંચે એવું એની નાટક ની થીમ હતી એટલે એ નાટક ને જોવા માટે પુરા શહેર માં જાહેરાત કરવામાં આવેલી અને એ પુર્ણાહુતી ના દિવસે સૌથી છેલ્લે ભજવાનું હતું.એજ દિવસે સવારે અજીતસિંહ ની કોમ્પિટિશન હતી.મધુ ને જયારે આ કોમેંપીશન ની ખબર પડી એટલે એ પોતાની જાત ને ત્યાં જતા ના રોકી સકી એ પોતાની કોલેજ ની ફ્રેન્ડ જોડે ત્યાં ગઈ અને સ્ટેગ પર અજીતસિંહ પોતાના વારા ની રાહ જોઈને ઉભો હતો.આમતો ત્યાં ઘણા લોકો હતા પણ છોકરી ની સંખ્યા નહિવત હતી.અજીતસિંહ નો વારો આવ્યો અને સામે પડેલા હડીબા જેવા મોટા વજન ને એકદમ આરામ થી પોતાના બે હાથ માં રાખી ને ઉભા હતા.હમણાં થોડી વાર પહેલા ઘણા લોકો ને એ ઉપાડતા ફાંફા પડતા મધુ એ જોયા હતા.મધુ તો એજ પડે અજીતસિંહ ના વખાણ કરતા પોતાની જાત ને રોકી સકી નહિ.અને અજીતસિંહ નું નામ વિનર તરીકે એનાઉન્સ થયું.ચારે બાજુ તાળીઓ નો ગળ ગળાટ અને સીટીઓ થી આંખો હોલ ગાજી ઉઠ્યો.થોડી વાર માં ત્યાં બોડી બિલ્ડીંગ ની સ્પર્ધા ચાલુ થવાની હતી એટલે મધુ એ એની ફ્રેન્ડ ની ત્યાંથી જવા માટે કીધું પણ એને જતા જતા કોઈને વાત કરતા સાંભળ્યું કે આ સ્પર્ધા પણ અજીતસિંહ જ જીતશે એટલે એને એની ફ્રેન્ડ ને ત્યાં એ સ્પર્ધા જોઈને જવા માટે કીધું.

સામે સ્ટેગ પર પડદો પડેલો હતો થોડી વાર માં એ પડદો ઊંચો થયો તો સામે દસેક જેટલા બોડી બિલ્ડર ઉભા હતા અને એમને ખાલી લંગોટ પહેરેલી હતી અને એમના શરીર ચમકી રહ્યા હતા.બધાની વચ્ચે અજીતસિંહ ઉભા હતા અજીતસિંહ નું શરીર ઉડીને આંખે વળગે એવું હતું.એમના બાવાળો અને છાતી અને શરીર સિક્સ પેગ એબ કોઈને પણ મોહિત કરીદે એવા હતા.મધુ તો અજીતસિંહ ને લગોટમાં જોઈને વશીભૂત થઇ ગઈ.એના શરીર ના રોમ એ રોમ માં એક મસ્તી ચડી હતી એનું હૃદય જોર જોર થી ધબકારા મારી રહ્યું હતું.એ આંખનો પલકારો કાર્ય વગર એકીટસે અજીતસિંહ સામે જોઈ રહી હતી એની સાથે આવેલી એની દોસ્ત ની પણ એના પર નજર ગઈ અને એને મધુ ને હાથ ની કોની મારીને મજાક માં કીધું બસ કર નજર લાગી જશે બિચારાને.મધુ શરમાઈ ગઈ અને આવું પેહલા ક્યારેય નહતું થયું એ અજીતસિંહ ને જોઈને એ એક ગજબ નું આકર્ષણ અનુભવતી હતી એને ઈચ્છાજ નહતી થતી કે એ પોતાની નજર અજીતસિંહ થી હટાવે.અજીતસિંહ જીતી ગયા અને આખો હોલ માં અજીતસિંહ ના નામ ની તાળીઓ પડી પણ મધુ હજુ અજીતસિંહ ના વિચારો માં હતી.એને ફ્રેન્ડે એને ત્યાંથી નીકળવા માટે કીધું એ લોકો ત્યાંથી જતા હતા ત્યારે મધુ પાછળ વળી ને એને એ હોલ સામે અનેક વાર જોયું હશે.

મધુને બસ અજીતસિંહ નોજ વિચાર આવતો હતો એ એને વિચારોમાં ખોવાઈ ગઈ સાંજે જયારે એ નાટક માટે તૈયાર થઇ ત્યારે અજીતસિંહ ને એને મળવાની ઈચ્છા હતી પણ અજિતસિંહ ક્યાંય દેખાતો નહતો એ એકદમ બેબાકળી થઈને અજીતસિંહ ને શોધી રહી હતી.અજયસિંહ એને ક્યાંય દેખાયો નહિ નાટક પૂરું થયું અને પુર્ણાહુતી નો કાર્યક્રમ ચાલુ થયો મધુ ની નજર ચાલુ નાટક માં પણ અજીતસિંહ ને શોધી રહી હતી અને નાટક પત્યા બાદ પણ હજુ એ અજીતસિંહ ને શોધી રહી હતી.એવાં માં એની નજર અજીતસિંહ પર ગઈ એ એકદમ દોડી ને અજીતસિંહ પાસે ગઈ અને અજીતસિંહ ની સામે જોઈને ઉભી રહી ગઈ એને એવું કેમ કર્યું એતો એને પણ ના સમજાયું અને અજીતસિંહ ને થોડું અસહજ લાગ્યું અજીતસિન્હએ મધુને સામે જોઈને પૂછ્યું કોઈ મદદ ની જરૂર છે? તો મધુ એ કીધું હા મધુએ અજીતસિંહ સામે જોઈને કીધું મારે જતા પહેલા શહેર ની સેર પર જાઉં છે.મારી ટ્રેન રાતની છે તો તમે મને શહેર ફેરવશો અજિતસિંહે શરૂઆત માં આનાકાની કરી પણ છેવટે એ માની ગયા અને બંને એ કાર્યક્રમ પતે એટલે ફરવા જવાનું નક્કી કર્યું.

કાર્યક્રમ પૂરો થયા પહેલાજ મધુ એના રૂમ જઈને તૈયાર થવા લાગી એને આજે એની એક ફ્રેન્ડ નો એકદમ સુંદર વેન પીસ પહેર્યું અને એની ફ્રેન્ડ નો મેકઅપ નો સમાન લઈને એ સુંદર તૈયાર થઇ હોઠો પર એને એકદમ સુંદર ગુલાબી લિપસ્ટિક કરી અને એના ગાલ મેકઅપ ના લીધે ગુલાબી લાગી રહ્યા હતા અને એને પહેરેલા ડ્રેસ માં એના સુંદર પગ દેખાઈ રહ્યા હતા જે બહાર આવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.મધુ એ મનમોહિત એવું પરફ્યુમ લાગવું હતું અને એની ખુશ્બૂ પુરા વાતાવરણ માં ફેલાઈ ગયું હતું.એ તૈયર થઈને પોતાની જાત ને અરીસામાં જોઈ રહી હતી એને પોતાની જાત ને આટલી ખુબસુરત પહેલા ક્યારેય જોઈ નહતી.

સાંજે અજીતસિંહ બધું કામ પતાવી અને આપેલા વચન મુજબ મધુ ને લેવા માટે આવ્યા એ પોતાનું બાઈક લઈને આવેલા એમને મધુ ને જોઈ એમને પોતાની આંખો પર વિશ્વાસ નહતો થતો કે આ એજ છોકરી છે જેને એ થોડીવાર પહેલા મળ્યા હતા.મધુ ની સામે એ એકી ટસે જોઈ રહ્યા હતા એ કદાચ મધુ ના રૂપ પ્રતેય અકરસાયા હતા.ભલે ને રાજવી પરિવાર માંથી હોય હતા તો એક માણસ જ ને એમની અંદર નો પુરુસ આજે બહાર આવા માટે થનગની રહ્યો હતો.મધુ એ અજીતસિંહ સામે જોઈને હલકું સ્મિત કરીને પૂછ્યું કેવી લાગુ છું તો અજિતસિંહે જવાબ માં સ્મિત કર્યું અને એમને મધુ ને પાછળ ની સીટ પર બેસવા માટે કીધું.મધુ પાછળ ની સીટ પર ગોઠવાઈ ગઈ અને અજિતસિંહે બાઈક શહેર ના બદલે હાઇવે તરફ હંકારી દીધું.