Rahasymay Sadhu - 2 in Gujarati Adventure Stories by Bhavisha R. Gokani books and stories PDF | રહસ્યમય સાધુ - 2

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

રહસ્યમય સાધુ - 2

રહસ્યમય સાધુ

વિષય : નવલકથા

પ્રકરણ : ૨

નામ – ગોકાણી ભાવીષા રૂપેશકુમાર

{આપણે પ્રથમ ભાગમાં વાંચ્યુ કે ગાંધીનગરથી દૂર જુનાગઢના એક નાનકડા ગામમાં વિદ્યા અને તેનો પુત્ર હિત આવીને વસે છે. સૌ પહેલા તો હિતને ગામડાનુ વાતાવરણ ગમતુ નથી પણ ધીમે ધીમે બીજા બાળકો સાથે મિત્રતા કેળવાતા તેને ગામડામાં આનંદ આવવા લાગે છે. એક વખત હિત અને બીજા બાળકો નજીકના ગાઢ જંગલમાં જઇ ચડે છે ત્યાં તેમને એક ઝુંપડી દેખાય છે, નજીક જઇને જુએ છે તો બધા આશ્ચર્યચકિત થઇ ઉઠે છે. ચાલો હવે માણીએ આગળ.....}

બધા બાળકો થોડે દૂર હતા ત્યાં તેમણે જોયુ કે ઝુંપડીની બહાર અગ્નિ પ્રગટતો હતો અને તેની સામે મોટી દાઢીવાળા સાધુ જેવુ કોઇક બેઠુ હતુ. બધાને આશ્ચર્ય થયુ સાથેસાથે ડર પણ લાગવા લાગ્યો હતો તેથી કોઇએ નજીક જવાની હિમ્મત કરી નહી. સાંજ ઢળવા લાગી હતી. “ચાલો હવે ઘરે જઇએ, સાંજ ઢળવા લાગી છે. મોડુ થશે તો કોઇને આપણા પર શક જાશે.” હિતે કહ્યુ અને બધા મિત્રો ગામની દિશામાં પાછા વળવા લાગ્યા. સાઇકલ પાસે પહોંચીને સાઇકલ દોડાવતા બધા મિત્રો ઘર બાજુ જવા લાગ્યા. પાછા વળતી વખતે કોઇ એકબીજા સાથે બોલતુ ન હતુ. બધાના મનમાં બસ એક જ વિચાર હતો કે જંગલમાં પેલા સાધુ જેવુ કોણ હતુ? અને તે ત્યાં તેઓ શું કરી રહ્યા હતા. મનમાં બાળસહજ વિચારોની સાથે બધા ગામમાં પહોંચી ગયા. બધાને આજે ખુબ થાક લાગ્યો હતો. હિત તો ઘરે પહોચ્યો ત્યાં સાઇકલ ચલાવવાને કારણે તેના તો પગ દુખવા લાગ્યા હતા. વાર્તાની ચોપડીને લઇ વાંચતો તે પથારીએ આડો પડ્યો પણ હજુ તો અડધી વાર્તા પણ વાંચી ન હતી ત્યાં તેને ઊંઘ આવી ગઇ. વિદ્યાએ તેને જમવા માટે ઉઠાડ્યો પણ થાકના કારણે તે ઉઠ્યો જ નહી. વાર્તાની ચોપડીને તેના હાથમાંથી લઇ એકબાજુ મુકી હિતને વ્યવસ્થિત સુવાડી દીધો. રવિવારે હિત વહેલો ઉઠી ગયો. ભુખને કારણે તેની ઊંઘ વહેલી ઉડી ગઇ. વ્યવસ્થિત પેટ ભરીને નાસ્તો કરી તે શેરીમાં નીકળ્યો ત્યાં બધા મિત્રો તેને મળી ગયા.

“પેલા સાધુ જેવુ કોણ હતુ? તે ત્યાં શું કરતા હશે? તમે કોઇ દિવસ તેને જંગલમાં આ પહેલા જોયા છે?” હિતે આવતાવેંત જ પ્રશ્નોનો મારો ચલાવી દીધો. “છોડને હિત, આપણે શું પંચાત? તે સાધુ તેનુ જાણે. હવે આપણે આ રીતે કોઇ દિવસ જંગલમાં કાંઇ જોવા જવુ નથી.” પ્રશાંતે વાતને કાપતા કહ્યુ. “હિત સાચુ કહે છે પ્રશાંત, તે સાધુ ગાઢ જંગલમાં શું કરતા હશે?” અવનીએ પુછ્યુ. “અરે સાધુને છોડ. આવા સાધુ બાવા તો જંગલમાં જ રહેતા હોય, એમા નવુ શું છે?ચાલો આપણે બધા રમીએ. નાહક પંચાત કરીને ટાઇમ કેમ બગાડો છો બધા?” “ના પ્રશાંત, તુ ભલે કહે પણ મને કાંઇક રહસ્યમય લાગ્યુ. તે જોયુ હતુ તે સાધુની ઝુંપડીની આજુબાજુ અગ્નિ પ્રગટતો હતો પણ આજુબાજુ પ્રકાશ કેટલો છવાયેલો હતો? મને તો તે સાધુ અને તેની ઝુંપડી બહુ રહસ્યમય લાગ્યા. મારે તો ત્યાં જઇને હજુ વધારે જાણવુ છે.” હિત બધુ એકીશ્વાસે બોલી ગયો. “હિત, યાર હવે ત્યાં જાણવા ગયા અને સિંહ-વાઘનો ભેટો થઇ ગયો તો નકામા હેરાન થઇ જશું.” દિપકે મહત્વની વાત કરતા કહ્યુ. “હિમ્મત રાખો બધા. મને નિશાનેબાજી આવડે છે. આપણે બધા આવતા અઠવાડિયે ફરીથી જંગલમાં જશું. શું કહો છો બધા?” હિતે પોતાનો હાથ લંબાવતા પુછ્યુ.

“ઠીક છે, તો પાક્કુ આપણે આવતા અઠવાડિયે ફરીથી જંગલમાં જશું.” બધાએ હિતના હાથમાં હાથ મીલાવતા કહ્યુ. થોડીવાર રમતો રમીને બધા પોતપોતાના ઘરે જતા રહ્યા. હિતને મનમાંથી પેલા સાધુનો વિચાર દૂર થતો જ ન હતો. આખુ અઠવાડિયુ તેને ચેન ન પડ્યુ. તે આતુરતાથી શનિવારની રાહ જોવા લાગ્યો. વિદ્યાને પણ હિતનો સ્વભાવ વિચિત્ર લાગી રહ્યો હતો પણ બાળકોના મુડના અંદાજ ક્યારેય બાંધી શકાય નહી એવા વિચારે તેણે પણ એ બાબતે બહુ વધુ ન વિચાર્યુ.

જોતજોતામાં શનિવાર આવી ગયો. સવારની શાળા પુર્ણ કરી ફટાફટ જમીને હિત તો સાઇકલ લઇને બે વાગ્યામાં જ નીકળી ગયો અને કોષાના ઘરે જઇ પડ્યો. કોષા અને પ્રશાંતે તો હજુ જમ્યુ પણ ન હતુ. તે બન્નેના મમ્મીએ હિતને ખીજાયા એટલે વળી હિત બહાર રાહ જોતો ઉભો રહ્યો. સવા ત્રણ વાગ્યે બધા એકઠા થયા. હવે બીજે ક્યાંય સમય ન બગાડતા બધા ઝડપથી જંગલ તરફ નીકળી ગયા. જંગલમાં પહોંચ્યા ત્યાં બધા અને ખાસ કરીને હિત ખુબ ભુખ્યો થઇ ઉઠ્યો એટલે બધા ફળો ખાવામાં મશગુલ બની ગયા. ફળો ખાઇને બધા તો રમવામાં મશગુલ બની ગયા પણ એકલા હિતને બીજે ક્યાંય ચેન પડતુ ન હતુ. તે બધાને મનાવતો પરાણે આગળ ઢસડી ગયો. સાધુની ઝુંપડી દેખાતી તો ન હતી પણ એ સાધુને શોધવાની આશાએ તેઓ આગળ ને આગળ વધવા લાગ્યા. થોડી જ વારમાં બધાને ઝુંપડી દેખાઇ અને તે વખતની જેમ જ ઝુંપડી આસપાસ અગ્નિ દેખાતા બધા તે દિશામાં આગળ વધવા લાગ્યા. આ વખતે બધાને એક કુતુહલ નજરે ચડ્યુ કે ઝુંપડીમાંથી એક તેજોમય પ્રકાશ બહાર ફેલાઇ રહ્યો હતો. પ્રકાસ દૂર દૂર સુધી ફેલાઇ રહ્યો હતો અને સાધુ અગ્નિ સામે બેસીને બુલંદ સ્વરે મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. બધા બાળકો એકચિત બની તે મંત્રોચ્ચાર સાંભળવામાં મગ્ન બની ગયા અચાનક જ પાછળથી સિંહની ગર્જના સંભળાતા બધા બાળકો ભયથી થથરી ઉઠ્યા. કોષા અને દિપક તો ભયના માર્યા પાછા ભાગવા લાગ્યા ત્યાં હિતે તે બન્નેનો હાથ પકડી લીધો. “હિત, ગાંડપણ રહેવા દે અને ચાલ આપણે પાછા ફરીએ. આપણે આ બધી પંચાતમાં પડવાની કાંઇ જરૂર નથી.” પ્રશાંતે અધિરાઇથી કહ્યુ. “પ્રશાંત આપણે વિદ્યાર્થી છીએ એટલે કે વિદ્યા મેળવવી એ આપણું મુખ્ય ધ્યેય હોવુ જોઇએ. આ સાધુનુ રહસ્ય અને તે ઝુંપડીમાંથી આવતો તેજોમય પ્રકાશનું રહસ્ય તો આપણે જાણવુ જ જોઇએ, કદાચ આપણે તેમાંથી નવુ જ્ઞાન પ્રાપ્ત મળી રહે. જીવનમાં હિમ્મત અને સાહસનો ગુણ તો આપણામાં હોવો જ જોઇએ અન્યથા જીવન જીવવાનો શું મતલબ??? બધા હિત સામે એકીટશે જોઇ રહ્યા પછી હિતની વાત સાથે સહમત થતા તે ઝુંપડીની દિશામાં આગળ વધવાનુ શરૂ કર્યુ. ઝુંપડીથી હવે તેઓ બાર પંદર ડગલા દૂર હતા ત્યાં તેઓએ અનુભવ્યુ કે ઝુંપડીમાંથી આંખને આંઝી દેતો પ્રકાશ ચોતરફ ફેલાઇ રહ્યો હતો અને મધ્યમાં સાધુના મંત્રોચ્ચાર ગુંઝી રહ્યા હતા. નજીક જઇને આંખો ચોળતા તેઓએ જોયુ કે સાધુથી થોડે દૂર ફરતે કાળા રંગથી મંડલાકારે રેખા ખેંચેલી હતી. આજુબાજુ પડેલી વસ્તુઓ અને બધુ રહસ્યમય લાગી રહ્યુ હતુ. ધીમે ધીમે બધા નજીક જવા લાગ્યા. અચાનક જ કોષાના પગ પેલા કાળા રંગથી ખેંચેલી સિમાની અંદર ગયા કે જાદુ થયો. નાજુકડી કોષા છોકરીમાંથી બિલાડી બની ગઇ. આ જોઇ બધા એકદમ અચાનક જ થંભી ગયા અને ડરવા લાગ્યા. બધા બસ એક જ વિચારમાં હતા કે કોષા અચાનક બિલાડી કેમ બની ગઇ? બધા ધૃજવા લાગ્યા. દિપક અને અવની તો રડી જ પડ્યા. હિત એ બન્નેને શાંત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો પણ એ બન્ને તો મા-બાપની ડાંટ ફટકારના વિચારે જ જોરજોરથી રડવા લાગ્યા હતા. અચાનક જ હિતે જોયુ તો સાધુ ધ્યાનમાંથી સચેત થઇ ગયા હતા. તેઓની આંખો ખુલ્લી હતી અને તે સાધુ આ બાળકોની સામે જોઇ રહ્યા હતા. તેમની આંખોમાં ગજબનો જાદુ હતો અને એક અલગ જ પ્રકારનો ખેંચાવ હતો. અચાનક જ સાધુની નજર પેલી બિલાડી તરફ ગઇ કે જે પેલી સીમારેખાની અંદર બેઠી ધૃજતી હતી.

વધુ આવતા અંકે......

કોણ છે આ રહસ્યમય સાધુ? અને તેની પાસે એવી તે શું શક્તિ છે કે જેના કારણે કોષા બિલાડી બની ગઇ? હવે શું થશે આ બાળકોનું અને કોષાનું??? કોષા પુનઃ પોતાના મુળ શરિરમાં આવી શકશે કે બાળકોને કાંઇ નવી મુશ્કેલી સામે આવીને ઉભી રહેશે??? જાણવા માટે જરૂરથી વાંચજો આગળનો ભાગ....