Hostelno Hobado ane Disekshanma dandi in Gujarati Fiction Stories by Dr. Siddhi Dave MBBS books and stories PDF | હોસ્ટેલનો હોબાળો અને ડીસેક્શનમાં દાંડી

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

હોસ્ટેલનો હોબાળો અને ડીસેક્શનમાં દાંડી

અત્યાર સુધી જાહોજલાલીવાળી ટ્રેનમાં મુસાફરી કરેલા અમે હવે અજાહોજલાલીવાળી ટ્રેનમાં નીકળી પડ્યા. ટ્રેનમાં તો સ્લીપરકોચમાં ઉભા રહેવાની પણ જગ્યા નહોતી, એમાં અમે અમારા સરસામાન સાથે ચડી ગયા. ટ્રેનમાં છેક શૌચાલય પાસે જગ્યા મળી. હજુ ટ્રેન ઉપડી નથી, ત્યાં તો માણસો અવરજવર કરવા માંડ્યા. ઉભું રહેવું વધુ મુશ્કેલ બની ગયું. એમાય ટ્રેનમાં સીટો વચ્ચેની જગ્યામાં જાત્રાળું એન્ગ્રી ઓલ્ડ વુમન નીચે પોતાની ધૂણી ધખાવીને બેઠાતા અને અવાજ પ્રદૂષણમાં પોતાનો ફાળો નોંધાવતા હતા, એકદમ સંસદીય માહોલ હતો. ડોશીઓ એકદમ એકબીજાની વહુ પર પ્રહાર કરતા થાકતી નહોતી, અમુક ડોશીઓ જેમને વહુ ન હોય, એમને વગદાર ડોશીનો પક્ષ લઇ લીધેલો. એકદમ ભાજપ અને કોંગ્રેસ જેવો માહોલ થઇ ગયેલો. ફક્ત ખુરશી કે બીજી કોઈ વસ્તુ આજુબાજુમાં ન હતી, બાકી સંસદની જેમ સામસામેના પક્ષ પર મારો થઇ જાત. બાકી આજુબાજુ માણસો તો હતા. ભલી થાય ડોશીઓની કે બાજુમાં કોઈ નાનું બાળક નહોતું. નહીતર બચારું નાનું બાળક તો જમ્પિંગજોકરમાં જેમ બાળકો ઉલાળા મારે એમ ડોશીઓ મેળાનો આનંદ લેવડાવેત. જેમ અનુભવથી સંસદભવનના પેરગોનના ચંપલથી લગાડેલા ચક્કરોથી જેઓના તળિયા પણ ઘસાઈ ગયા હોય અને વાળ જુવાની પૂરી થવાની અને ઘડપણમાં પ્રવેશવાની બાબતનો ખ્યાલ આપતા હોય, છતાં પણ ખોળીયામાં પડેલા જોમ-જુસ્સાને પણ જે ભૂલતા ન હોય, ખુરશીને ફેકી શકવાની અને ગોળાફેકની જેમ દુર સુધી નાખવાની પ્રેક્ટિસ ધરાવતા હોય, જેમને ખરેખર રીઓ ઓલિમ્પિકમાં ગોળાફેકમાં રહેવું જોઈએ, પરંતુ ઉમર વધુ હોવાને લીધે ફોર્મ મંજુર ન થયું હોય એવા સાંસદોની જેમ નવા-સવા ચુટાયેલા સાઈન અપ કરતા ધારાસભ્યો માટે એ પહેલેથી લોગીન થયેલા અનુભવી સાંસદોની વાતો સાંભળતા હોય અને શીખતા હોય એમ અમે પેલા ડોશીઓની વાતો સાંભળ્યા કરતા. અમે આમ તો એટલા બધા આજ્ઞાંકિત વિદ્યાર્થી નથી, પરંતુ આ સંસદીય નાટક પરથી એટલું તો સમજ્યાં કે મોટા થઈને આવું કરવું ....નહિહીહીહી.

ચાલો હવે આદિભૌતિક વાતોથી પર આવીને થોડો આધ્યાત્મિક કીટકેટ બ્રેક લઇ લઈએ. EARN=કમાવવું એ શબ્દ ખરેખર તો LEARN=શીખવું માંથી આવ્યો છે. અને SILENT=શાંતિ એ SILનું ઉલટું LIS અને ENT માંથી શબ્દો ફેરવીને TENથી LISTEN=સાંભળવું. આમ એક વસ્તુ કરવી હશે તો બીજીની જરૂર છે. કમાવવા માટે શીખવું જરૂરી છે અને સાંભળવા માટે શાંત રહેવું જરૂરી છે. જો તમે આ વસ્તુ નહિ જાણતા હો તો તમને મારા પ્રત્યે માન ચોક્કસ થશે, અને માં ઉપજતું હશે કે આટલી નાની ઉમરમાં આટલું પરમતત્વ જ્ઞાન,,,,,,,, પરંતુ આ જમાનામાં રીમેક બહુ થાય છે, જેમ જુનું “ધીરે ધીરે સે મેરી જિંદગી..”વાળું ગીત આજની હનીસીહ ગાય એટલે માણસો આ જ્ઞાન પર મોહી પડે છે; પરંતુ એના ઊંડાણમાં જતા નથી. આ ખરેખર જુના ગીતનું રીમેક છે. આ શબ્દો મારા નહિ સંદીપ મહેશ્વરીના છે. જો કોઈ તેને ન જાણતા હોય તો ફેસબુક પરથી અને યુટ્યુબ પર એમના વિડીઓ જોવા માટે વિનંતી છે. હવે આ વાત આવી ક્યાંથી એ વાત આવી ડોશીઓ પાસેથી લીધેલી શીખમાંથી. હવે દરેક માંથી કૈકને કૈક તો શીખવા મલે જ.પરંતુ બધી શીખ એ; એ વસ્તુ નું આંખ બંધ કરી અનુકરણ કરવું એ જરૂરી નથી. અમુક શીખ એવી પણ હોય કે આ વસ્તુ કરાય નહિ.

“LEARN FROM EVERYONE,BUT FOLLOW NO ONE”

-SANDEEP MAHESHWARI

આવી ઉપયોગી કંટાળાજનક વાતુંવાળો કીટકેટ બ્રેક પૂરો કરીએ. હવે આટલી વાતોમાં તો ડૉશીઓનું.......માફ કરશોજી એન્ગ્રી ઓલ્ડ વીમેનનું સ્ટેશન પણ આવી ગયું. હવે કેતકી પણ બેસી ગઈ અને હું તો DRON દ્રષ્ટીથી આ બધું જોતી’તી. {DRON પ્લેન નો પ્રકાર છે જેનાથી વિહગવ્લોકન કરી શકાય...ટુકમાં,.,.,.ઉપરથી જોવું....હા...હા,,}

ચ્વીન્ગમ સિદ્ધિ: આમતો મારા શબ્દો બહુ વિજ્ઞાનીઓ જેવા છે નહિ,,,,,,,#વેફરબિસ્કીટ સિદ્ધિ: બેસીજા ફૂલાયેલી સિદ્ધિ,બહુ આત્મશ્લાઘા ન કર.લખવાનું લખ.# મૂંઝાતા નહિ, આ કોઈ અષ્ટ સિદ્ધિના પ્રકાર નથી. ભૂલથી, આ મારું નામ છે.એમાં આ મારા મન ની લડત છે.....હા.....હા,,,,,,,,જેમ ફિલ્મોમાં ક્યારેક હીરોના બેય ખંભે પરી જેવું કૈક આવે છે. જેમાં એક સારી પરી હીરોને સારું શીખડાવે છે અને બુરી પરી હીરોને મજા આવે એવું શીખડાવે છે, એમ નોટંકી કરીને મેં પત્રો ઉપજાવ્યા. હવે આમાં ચ્વીન્ગમ અને વેફરબિસ્કીટ કઈ છે એ તમે ઓળખી ગયા લાગો છો. આમ તો વાચકો બુદ્ધિશાળી મળ્યા હોય એવું લાગી રહ્યું છે. હવે મેં DRON નિરીક્ષણ કરી લીધું, આજ વિભાગમાં બાજુમાં આધેડ વયના માસીઓ બેઠાતા. આમ તો ગામડાના લાગ્યા. એમાં એક માસી સાથે એમના ભરથાર માસા પણ સાથે હતા, બાકી સ્ત્રીઓ એકલા હતા. એમાં માસા પાસે હતો મોબાઈલ..... હવે બધા દ્વારિકાથી પાછા ફરતા હતા, સત્સંગ કરીને કૃષ્ણ ભગવનને બેસુરા સામુહિક અવાજે બોલાવીને થાકી ગયેલા.

હવે આ બેસુરો સામુહિક અવાજની રેસીપી હું જણાવું છું. સૌપ્રથમ તો જેને ભજન આવડે છે એ માસી, પોતાના સાગરીતોને ભેગા કરશે અને જે ન આવે એને કૃષ્ણભગવાનને નામે લાવશે. ગમે એમ કરીને પોતાનું ભજન સાંભળવા માટે સારી માત્રામાં શ્રોતાગણ ઉભો કરશે. શ્રોતાગણમાં મોટાભાગે બધાને અર્ધાપરધા ભજનો આવડતા હોય, એમાં બુદ્ધિશાળી શ્રોતા ભજનાવલીની બૂક લઈને આવશે. હવે વક્તામાસી ગાવાનું ચાલુ કરશે અને બધાને પહેલેથી જ સમજાવેલું કે જીલ્જો. હવે ખોખરો ખાઈને માસી પોતાનો ગમે તેવો સારો અવાજ હોવા છતાં અનુનાસિક અવાજ કાઢશે જાણે કે પાંચસોમી કથા કરી રહેલા મોરારિબાપુના ગુરુ હોય, એવો અવાજ કાઢશે કે આજકાલની લાઉડ સ્પીકર પેદાશ કરતી કંપની પોતાનું કામ બંધ કરીને એ ઈયરપ્લગની પેદાશ શરુ કરી નાખે.{ઈયરપ્લગ એ કાન બંધ કરવાનું સાધન છે} હવે પહેલી લીટી તો “આરંભે શુરા” થઇને ગાશે અને સર્વ શ્રોતાગણ સાથે ભજનના અર્થ મુજબના લહેકા કરી કરીને ગાશે. એમાં બીજી લીટી ગાતા ગાતા તો છેલ્લે હાંફી જશે. શ્રોતાગણને જીલવા માટે ઈશારાથી કેશે,,,,એમાં વારાફરતી બધા ગાતા હશે,,, અલગ અલગ કંપવિસ્તાર અને આવૃત્તિના અવાજો સંભળાય, એ પણ વારાફરતી.એટલે રેડીયોમાં જેમ બે સ્ટેશન વચ્ચે જેમ બંને સ્ટેશનોના મિશ્ર અવાજથી જેમ ઘોંઘાટ સિવાય કાંઈ સંભળાતું નથી તેવો ઘોંઘાટ આવે અને અવાજ પ્રદુષણમાં ઉમેરો થાય. કદાચ આ કારણે જ પ્રદુષણ નો ચોથા પ્રકાર તરીકે અવાજને ઉમેર્યો હશે. અને ક્યારેક મુખ્ય વક્તા માસી ભૂલી જાય ત્યારે તો ભજનાવલીની ચોપડીવાળાને તો એમની બુક લાવ્યા એ ચારધામના તીર્થ જેવું સાર્થક લાગે. અને અચાનક મિશ્ર અવાજમાંથી એક અવાજ ઉચો આવે અને એ ગીત પૂરું કરે. અને આ ગીત પૂરું કરવાની ખુશી એમને ઇન્ડિયનઆઈડલ જીત્યા હોય એવી લાગે. આવી રાજકારણની પળોજણમાં મુખ્ય હેતુ કૃષ્ણભક્તિ વિસરી જાય.....હા,,,,હા,,,,

આવો અવાજ જયારે વૈકુંઠમાં વિહરતા કૃષ્ણ ભગવાનને પહોચે ત્યારે એ પણ હેડફોન પહેરી લે. સ્વર્ગમાં કાનમાં હેડફોન ભરાવીને બેઠા બેઠા નવા નવા સોંગ સાંભળતા હશે, એટલે આ લોકોના બેસુરા અવાજથી તો બચી શકે.હવે કૃષ્ણ ભગવાન બોલવે નથી આવવાના જાણી. બધી માસીઓએ ગીત બદલીને શંકર ભગવાનને હેરાન કરવા બેઠા અને ગાયું, “શમ્ભુ શરણે પડી, માંગું ઘડીરે ઘડી...કષ્ટ કાપો,દયા કરી દર્શન શિવ આપો” શંકર ભગવાન પણ વિચારવા પડી ગયા હશે, આ લોકો મારા કષ્ટને કાપે અને ગાવાનું બંધ કરે તો સારું. હવે શંકર ભગવાન બચારા હેડફોન વાપરી ન શકે, કારણ કે હેડફોનનું ઉપરનું બંને કાનને માથાથી ઉપર જોડે, હવે ભગવાન ને તો માથે જટા લાંબી, એમાય જટા પર બે જણાએ જગ્યા રોકેલી. એકતો સાકરટેટી ની પતળી ચીર કરી હોય એવા ચંદ્રમાં અને બીજી બાજુ ગંગામાં. હવે કદાચ ગંગામાંનું પાણી હેડફોનમાં ભરાય જાય અને હેડફોન બંધ થઇ જાય અથવા તો ચન્દ્રમાની બને અર્ધગોળાકાર તીક્ષ્ણ ધારથી આજકાલના હેડફોન તૂટી જાય,,,,, હવે આવું થાય તો પાછો બેસુરો અવાજ ભગવાનને કાને પડે. એટલા માટે ભગવાન હેડસ્ફ્રી જ ભરાવે. પરંતુ પાણીની સમસ્યા એમની એમ.એટલે ભગવાન વિચારમાં પડી ગયા કે આનો ઉપાય શું?

“મને એ જોઈ હસવું હજારો વાર આવે છે.

કે ભગવાન તારા બનાવેલા આજે તને બનાવે છે.”

ખરેખર આ બીજી પંક્તિ અહી લાગુ પડતી નથી, પરંતુ ભગવાનની આ દશા જોઈ હસવું તો આવે જરૂર. હવે સમજાયું કે ભગવાન આટલા બધા અવતાર કેમ ધારણ કરે છે. ભગવાન દર વખતે આવ અનેક બેસુરા અવાજથી બચવા અલગ સ્વરૂપ ધારણ કરતા લાગે છે, કે કઈ રીતે આવા અવાજથી બચવું!!!!!! એટલે ભગવાન વિષ્ણુએ તો મસ્ત્ય રૂપ પણ અજમાવી જોયું, કે કોઈ પાણીમાં આપણને હેરાન ન કરે, પણ ત્યાય માણસ સબમરીનમાં બેસીને પહોચી ગયો... એટલે અત્યારે કૃષ્ણ ભગવાન હજુ વિચારમાં જ છે હવે કલ્કી અવતાર લઉં,,, પણ એમને તો હેડફોન ફાવી ગયા.એટલે કલ્કી અવતારને હજુ વાર છે,,,,પણ શિવ ભોલાનાથ ભોળા છેને! એમને પછી એક યુક્તિ કરવી પડી, એ પણ પાર્વતીજીએ શીખવાડી,,, બાકી ભોળાનાથ તો એટલા ભોળા છે કે દાન્વોનેય વરદાન આપી દીધા. એમને ઓલા માસાના મોબાઇલમાં ક્યાંકથી રહસ્યમય વિડીઓ પહોચાડ્યો. વિડીઓ માટે રાહ જોવી પડશે.

“કોણ ભલાને પૂછે છે? અહી કોણ બૂરાને પૂછે છે?

મતલબથી બધાને નિસબત છે, અહી કોણ ખરાને પૂછે છે?

અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?

સંજોગે ઝુકાવે છે નહીતર અહી કોણ ખુદાને પૂછે છે?”

(ક્રમશ:)