Agamcheti - 5 in Gujarati Short Stories by Nruti Shah books and stories PDF | અગમચેતી-5

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

અગમચેતી-5

અગમચેતી

ભાગ-5

આ વાર્તા એક બાહોશ અને ખુબસુરત લેડી ફોરેસ્ટ ઓફિસરની છે.તે ટ્રાન્સફર થઈને રતનપુર નામના એક નાના ટાઉનમાં આવે છે.તેની એટલે કે મોસમની મુલાકાત એક પોલીસ ઇન્સ્પેક્ટર—રાજન સાથે થાય છે અને તે પછી એવા બનાવો બનવાનું ચાલુ થાય છે કે બંને થોડા બેચેન બને છે અને ગભરાઈ જાય છે.તેઓના હાથ અને પગ કોઈ અજાણ્યા કારણોસર હાલે છે અને બેચેની અનુભવાય છે.મોસમ અને રાજનની પહેલી મુલાકાત થયા પછી આ બધું ચાલુ થયું હોય છે,તેઓ ડોક્ટર પાસે જાય છે,ડોક્ટર મહેરા તે બંનેને ચેક કરીને સાંત્વના આપીને વળાવે છે.પણ તેમને બહુ જ આશ્ચર્ય થાય છે જ્યારે તે બંને એટલે કે મોસમ અને રાજનના નાડીના ધબકારા અને હાર્ટબીટ્સ એક જ સરખા હોય છે.તેઓ કૈક ચેક કરે છે.થોડા ટેન્શનમાં આવે છે અને થોડા ખુશ થાય છે.આ બાજુ રાજન મોસમની ડ્યુટીના પહેલા જ દિવસે તેને એક સુંદર બુકે આપે છે અને તેને ડીનર પર પોતાના ઘરે લઇ જાય છે.ત્યાં થોડી અચરજભરી હરકતો થાય છે જેમ કે રાજન જેવા પોતાના હાથ ઉંચો કરે કે તેવો જ મોસમનો પણ હાથ આગળ આવે છે અને તે છોભીલી પડે છે.રાજને મોસમની પસંદ પ્રમાણે બધું જ તેનું ભાવતું મેનુ તૈયાર કરાવ્યું હોય છે.મોસમ થોડા સંકોચ સાથે ડીનરમાં પરાણે જોઈન થાય છે....ડીનર પછી આડી અવળી વાતો કર્યા પછી મોસમ જાય છે અને તે ખુબ જ ખુશ હોય છે.આ બાજુ રાજન અલગ કારણોસર ખુશ હોય છે કે તેને તેના અને મોસમના હાથ અને પગ હલવાનું સાચું કારણ જાણવા મળી ગયું હોય છે.તેમણે ડોક્ટર મહેરાને ફોન કરીને સાચી હકીકતની ખાતરી કરી લીધા પછી મોસમને કહેવું કે નહિ એ વિષે વિચાર્યું અને એમ જ સુઈ ગયા.આ બાજુ મોસમ પણ રાજન સાથેના જોડાયેલા નવા સંબંધથી રોમાંચિત થઇ ગઈ હતી અને ખુશીથી જીવી રહી હતી.બે દિવસ આમ જ પસાર થઇ ગયા,ત્રીજા દિવસે સવારે રાજન મોસમને મળવા આવ્યા અને સાચી હકીકત જણાવી કે હવે જિંદગીભર માટે તેઓ આ રીતે જ જીવશે.તેઓ બંને બહુ જ ખુશ હતા અને રાજને મોસમને કહ્યું કે તે ત્રણ દિવસ માટે રતનપુરની બહાર ટ્રેનીંગ માટે જાય છે તો મોસમ સાચવીને જીવે.એ દિવસે સાંજે જ મોસમને કોઈ અજાણ્યા માણસો અપહરણ કરીને લઇ જાય છે રતનપુરની બહાર કોઈ અજાણ્યા મકાનમાં...હવે વાંચો આગળ.

મોસમને ખબર જ ના પડી કે તેની સાથે આ શું થઇ ગયું.તેને તે લોકો એક અજાણ્યા મકાનમાં બંદી બનાવીને લઇ ગયા અને એક ખુરશી પર બેસાડીને બાંધી દીધી અને તેનો ફોન લઇ લેવામાં આવ્યો.હવે મોસમનું દિમાગ અલગ જ દિશામાં વિચારવામાં કામે લાગી ગયું.તેને કોઈના પર ડાઉટ જ નહોતો જતો.છતાં તે એક પછી એક નામ વિચારવા લાગી.રતનપુરમાં આવ્યે તો હજી એને માંડ પાંચ-છ દિવસ જ થયા હતા.તો એટલામાં તેનું કોણ દુશ્મન બની ગયું?તેને કંઈ જ સૂઝ ના પડી કે હવે તે શું કરે?

આ બાજુ આ માણસોએ તેની પર ટોર્ચર કરવાનું ચાલુ કર્યું.તેઓએ કહ્યું કે અમે તારા અંકલને ફોન કર્યો છે અને તેમને વાત કરી છે તો હવે તેઓ જ નક્કી કરશે કે અહીંથી તમે ક્યારે છૂટશો.મોસમને પોતાના અંકલ પર પૂરો ભરોસો હતો કે તેઓ તેને જરૂર છોડાવશે.તે હવે શાંતિથી બીજી દિશામાં વિચારવા લાગી. તેને અચાનક રાજન યાદ આવ્યા.તેમને કેમ એમ કહ્યું હશે કે સાચવીને રહેજો?કદાચ તેમનો અને આ ઘટના સાથેનો કંઈક તો સબંધ હશે જ..તેમના કોઈ દુશ્મનોએ તો આવું નહિ કર્યું હોય?એ વિચારવા લાગી ત્યાંજ એના પગ થોડા હાલ્યા.એને એકદમ જ મગજમાં સ્ટ્રાઈક થયું.તેને એવું થયું કે તે કોઈક રીતે રાજનને જાણ કરી શકે છે કે તે અત્યારે મુશ્કેલીમાં છે.પણ તે કરે તો યે શું કારણકે તેના હાથ અને પગ તો બંધાયેલા હતા.પણ હાં, તેની આંગળીઓ વડે તે કંઈક કરી શકે છે જો રાજનને થોડી ઘણી ખબર પડે તો..તેને પોતાની આંગળીઓ જે થોડી મુશ્કેલીથી હાલી શકે એમ હતી તેનાથી કંઈક લખવાનું શરુ કર્યું –પોતાનું નામ..જોર જોરથી તેણે મોસમ એમ લખવાનું ચાલુ કર્યું...પછી હું મુશ્કેલીમાં છુ---એમ લખ્યું..પણ કઈ સામેથી પ્રતિભાવ ના આવ્યો.તેણે પોતાના પગના પંજા હલાવવાના ચાલુ કર્યા અને પગના અંગુઠા વડે મોસમ એમ લખ્યું.આ બાજુ રાજન રતનપુરની બહાર તેમને આપેલા એક કોટેજમાં શાંતિથી બેઠા કોઈની સાથે વાતો કરી રહ્યા હતા ત્યાં તેમના પગના અંગુઠા ધીમે ધીમે હાલ્યા.તેમને થોડો અંદાજ આવી ગયો કે મોસમ જ હશે.તેમને તેમાં ધ્યાન આપ્યું તો મોસમ એમ લખાયું.તેમને થોડું હસવું આવ્યું કે મોસમ ગમ્મત ખાતર આમ કરતી હશે.પણ પછી હાથની આંગળીઓ જોર જોરથી હાલી અને હું મુશ્કેલીમાં છે એમ લખવામાં આવ્યુ એટલે તેમને થોડો ડાઉટ ગયો.તેમણે થોડું વધુ ધ્યાન આપ્યું તો હાથની આંગળીઓથી એમ લખવામાં આવ્યું કે હું કિડનેપ થઇ છું.રાજન હવે થોડા સચેત થયા.તેમને પણ કંઈક પૂછવું હતું પણ કઈ રીતે તે તેઓને સમજ ના પડી.તેઓને થયું કે પહેલા ફોન કરું પછી જ ખાતરી થશે, તેઓએ તરત ફોન લગાડ્યો પણ કઈ જ ના થયું, તેમણે નટુકાકાને ફોન કર્યો પણ તેઓએ પણ એમ જ કહ્યું કે બેન હજી સુધી ઘરે નથી આવ્યા.હવે રાજન સમજી ગયા કે ખરેખર મોસમનું કિડનેપ થયું હશે. પણ તેઓ તો રતનપુરથી બે કલાકના અંતરે આવેલ એક નાના ગામમાં ટ્રેનીંગ માટે આવેલા હતા. તેમને થોડું ટેન્શન થયું કે હવે શું કરવું. તેઓએ તરત જ પોતાની જીપ સ્ટાર્ટ કરી અને રતનપુર તરફ નીકળી ગયા. આ બાજુ મોસમને થોડી શાંતિ થઇ કે રાજનને કંઈક તો મેસેજ મળી ગયા. તે શાંતિથી રાહ જોતી હતી.રાજને પોતાનું દિમાગ કામે લગાડી દીધું કે કિડનેપ કોણે કર્યું હશે? તેણે પોતાના દરેક કોન્ટેકસ કામે લગાડ્યા અને રતનપુરની નજીકના દરેક સ્થળોએ ચેક કરવાનો ઓર્ડર આપી દીધો. મોસમે તેને એવું તો કીધું નહોતું કે તે કઈ જગ્યાએ છે એટલે તેને તકલીફ તો પડવાની હતી પણ હવે કંઈક તો કરવું જ પડશે એમ વિચારીને તેણે દરેક શંકાસ્પદ માણસોનું લીસ્ટ પણ વિચારી લીધું.

આ બાજુ મોસમને બંદી બનાવેલા માણસોએ તેની પર ફરીથી ટોર્ચર ચાલુ કર્યું કે તે પૈસાનો બંદોબસ્ત કરે નહીતર તે લોકો તેને જાનથી મારી નાખશે. મોસમને ખબર ના પડી કે થોડી વાર પહેલા તેના કાકાને પૈસા માટે ફોન કરવાનું કહેતા હતા આ માણસો અને હવે તેને કેમ કહી રહ્યા છે અને તે પણ કઈ નાનીસુની રકમ નહિ પણ પચીસ કરોડ રૂપિયા. તે તો તેના કાકા માટે પણ શક્ય નહોતું કદાચ. આ બાજુ રાજને દરેક ચેક્પોસ્ટ પર નાકાબંધી કરાવીને સઘન ચેકિંગ ચાલુ કર્યું. તેઓ મોસમના નવા મેસેજની રાહ જોતા હતા ત્યાં જ તેમના હાથની આંગળીઓ હાલી અને લખાયું પ્લીઝ જલ્દી કંઈક કરો, આ લોકો મને મારી શકે છે.રાજને વિચાર્યું કે મોસમને મારવાથી કોને ફાયદો થાય? આમ તો કોઈને નહિ તો પછી અહી આવતાની સાથે જ તેનું દુશ્મન કોણ બની બેઠું? તેમને લાગ્યું કે મામલો પૈસાનો નથી બીજું કંઈક હોવું જોઈએ. તેમને એક બાતમીદારે માહિતી આપી કે રતનપુરથી દૂર સાંજે એક અજાણી ગાડી જતા જોઈ હતી. હવે શોધવાની હતી જગ્યા કે જ્યાં તેને બંદી બનાવવામાં આવી હતી. રાજનને કંઈક યાદ આવ્યું, તેણે મોસમના ફોનનું લોકેશન સ્કેન કરાવ્યું અને તેના પરથી થોડો આઈડીયા લગાવ્યો કે મોસમ ક્યા હોવી જોઈએ? આ બાજુ મોસમે નાટક ચાલુ કર્યું કે મને ચક્કર આવે છે અને મને દવા જોઇશે જ નહીતર હું બેભાન થઇ જઈશ અને એક દવા લખાવી અને તે જલ્દીથી લાવવાનું કહ્યું. તેણે પગના અંગુઠા વડે લખ્યું મેડીકલ સ્ટોર. રાજને તરત જ રતનપુરના દરેક મેડીકલ સ્ટોર પર વોચ ગોઠવી દીધી. થોડીવારમાં કિડનેપારમાંનો એક ટાઉનના સૌથી ફેમસ સ્ટોરમાં દવા લેવા આવ્યો. છુપા વેશમાં પોલીસને ડાઉટ ગયો. તરત રાજનને ફોન કરવામાં આવ્યો અને તેની પાછળ વોચ રાખવામાં આવી. રાજન તરત જ તે માણસની પાછળ જીપ લઈને પીછો કરવા લાગ્યા. તે માણસને આંતરીને પકડીને ડરાવીને ધમકાવીને પૂછતા તેને ફક્ત જગ્યા બતાવવાનું કહ્યું. રાજન અને તેમની પૂરી ટીમ ત્યાં પહોંચી ગયા. મોસમની હાલત થોડી નાજુક હતી. રાજનને જોઇને તે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. આ બાજુ હજી પણ માણસો કોઈનું નામ નહોતા આપતા.મોસમને સલામત રીતે ઘરે પહોંચાડવામાં આવી અને માણસો ને પકડીને પોલીસચોકીમાં. અત્યંત ટોર્ચર કર્યા પછી તે માણસોએ જેમનું નામ આપ્યું તે સાંભળીને ખુદ રાજન પણ ચોંકી ગયા. તે હતું મોસમના અંકલ –ગજેન્દ્ર અંકલ. તેમને મોસમના વીમા પોલીસીના પોતે જ ઉતારેલા પચાસ કરોડ રૂપિયાની લાલચ જાગી હતી, તેમના ધંધામાં મોટી ખોટ જવાથી. અને હતાશામાં આવીને પોતાની દીકરી જેવી જ મોસમનું કાસળ કઢાવવા બેઠા હતા. મોહિત આ સમગ્ર ઘટનાથી અજાણ હતો. ફરાર થઇ ગયેલા ગજેન્દ્ર અંકલને શોધતા પોલીસને નાકે દમ આવ્યો. મોસમને આ વાતની જાન થઇ તો તે ઓર ડિપ્રેસ થઇ ગઈ. અંકલને કિડનેપ કરીને રાજન રેવાસદન પહોંચ્યા. મોસમ બેઠી હતી.તેઓએ જઈને તાલી પાડી. મોસમના હાથ પણ સહેજ હાલ્યા. તેઓ એકદમ આંચકો ખાઈને પાછળ ખસ્યા તો મોસમને તરત ઝટકો લાગ્યો. મોસમ ઉભી થઇ અને રાજને હાથ પહોળા કર્યા તો મોસમના હાથ પણ પહોળા થયા અને તે તરત રાજનની બાંહોમાં સમાઈ ગઈ.તે થોડી વાર સુધી રડતી જ રહી. પછી બોલી, ”આમ પોતાના જ લોકો આવો દગો કરશે તો અજ્નબીઓ પર શું ભરોસો રાખીને જીવી શકાય?” રાજને જવાબ આપ્યો કે,” લોહીના સંબંધ કરતા ઈશ્વરે બનાવેલા સંબંધ પર એક વાર ફરીથી ભરોસો કરીને જોઈ જો, ક્યારેય દુખી નહિ થાય તું. અને હા તમારે માટે એક અગત્યનું કામ પણ છે મિસ બહાર..””બોલો”

પછી નમસ્કાર કરીને ઉપર જોતા બોલ્યા.”ઈશ્વરે આપણને અજાણતા જ એક એવા બંધનમાં બાંધી દીધા છે જીવનભર માટે કે હવે આમાંથી બચવું મુશ્કેલ છે.. તો હું આ બંધનને એક સુંદર નામ આપવા માંગુ છું જો તમારી અનુમતિ હોય તો.”પછી હવામાં એક હાથ ઉંચો કરીને લખ્યું,” વિલ યુ મેરી મી?”

મોસમે તરત બીજો હાથ ઉંચો કર્યો અને નો લખવાની શરૂઆત કરી ત્યાં રાજને પોતાના હાથે જ યસ લખાવી દીધું અને એક તોફાની સ્મિત સાથે મોસમને ઊંચકીને કહ્યું, ”ભાગી શકે તો ભાગ હવે મારાથી..”

આમ કદાચ પાછલા જનમના કોઈ અગમ્ય કારણોસરના બંધનને લીધે કે એક જ પ્રકારના નાડીના ધબકારાને લીધે, તે બંનેના શરીર જે નાજુક તાંતણાથી એકબીજા સાથે કોરીલેટ થઇ ગયા હતા તે હવે કાયમ માટેના બંધનમાં બંધાવા જઈ રહ્યા હતા... GOD BLESS THEM!!!

તો વાચકમિત્રો, સંપૂર્ણ કાલ્પનિક એવી આ વાર્તા કેવી લાગી તેના પ્રતિભાવો આપી શકો છો.

આભાર સહ -

By Nruti Only..

(9824660648)