Sudhamurtini Kalam Vade in Gujarati Magazine by Dr. Yogendra Vyas books and stories PDF | Sudhamurtini Kalam Vade

Featured Books
Categories
Share

Sudhamurtini Kalam Vade

સુધા મૂર્તિની કલમ વડે

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

સુધા મૂર્તિની કલમ વડે

“માનવીય સત્તા અને સિદ્‌ધિઓની એક મર્યાદા છે. પૈસો જીવન મા ઘણીખરી વસ્તુઓ નો વિકલ્પ નથી બની શકતો” (પા. ૧૪૦)

પૈસો, પદ, પ્રતિષ્ઠા એ બધાની સાથે જો પાત્રતા (લાયકાત) નથી આવતી તો જીવન અસમતોલ બને છે. (પા.૧૩૯).

માણસ જયારે મૃત્યુ પામે છે ત્યારે એણે ભેગી કરેલી તમામ ભૌતિક સમૃધ્ધિ એની પછીની પેઢી માટે તદ્દન અપ્રસ્તુત બની જાય છે.(પા. ૧૪૦).

“મારૂ ખરૂ ઈનામ તો એ છે કે મે મારા કામને માણ્‌યું, દિલથી ...”(પા. ૧૫૭)

એ બધા લોકોને દુન્યવી રીતે કદાચ કોઈ માનસન્માન નહિ મળ્યા હોય, પણ એ બધાએ તમને હૂફ ને વિશ્વાસ આપ્યા. તમારામા રોપ્યા સામર્થ્ય, આત્મવિશ્વાસ અને જીવનમુલ્યો. શું એમને ક્યારેય યાદ રાખવા પડશે ! (પા. ૧૫૮)

આવતો અને સાચવી રાખવા, સ્મૃતિમા સંઘરી રાખવા અને વારંવાર સ્મરવા ગમે, જીવનને સભર બનાવે એવા યાદગાર વાક્યો જે પુસ્તકમાં છે તેનું નામ છે ‘માનસાઈની થાપણ’ લેખક સુધા મૂર્ત્િા અને ગુજરાતી અનુવાદક : જેલમ હાર્દિક. પા. ૧૫૮ અને કિંમત રૂ. ૧૨૫/- (એકસો પચીસ).

પણ એની ખરી કીંમત તો એમા રજુ થયેલી વાતો માની હ્ય્દયસ્પર્શીતા છે. આ વાતો બનેલા અને વાસ્તવિક જીવન માં અનુભવાયેલા પ્રસંગોની છે. એમના પત્રો ના નામ ભલે બદલાયેલા હોય પણ બીજે નામે એ પત્રો વ્યક્તિઓ રૂપે આ પૃથ્વી પર જીવે છે અથવા જીવતા હતા.

ઘરથી ત્રાસીને ભાગેલી એક ભાગેડુ ચૌદવરસની છોકરી થોડો ટેકો મળતા સોફ્ટવેર એન્જીનીયર થાય અને અમેરિકામા કોઈ ગોરાને પરણીને સ્થિર થાય, તદ્દન અભણ કાશીબાઈ પોતાની ખરાબ પાડોશણ ફતીમાબીબીના દીકરાને પોતાનો જ દીકરો માની ઉછેરે અને સાથે એના ધર્મને પણ ઉછેરે, અડધો કિલોમીટર દુરથી ભરી લાવવુ પડતુ પાણી ગરમ કરી ચામડીના અનેક દર્દીઓ માટે ગરીબ ગંગા સ્નાનસેવા રૂપે યજ્જ્ઞ આરંભે, પોતાના પેટના જાણ્‌યાના દૂધમાંથી ભાગ કરી મહેમાનને એક ગરીબ યજમાન દૂધ આપે- એવાતો અનેક પ્રસંગો આ પુસ્તકમાં છે. આ ‘માણસાઈ’ છે અને આ ‘માણસાઈ ની થાપણ’ આપણને વિરાસતમા મળી છે.

તો સામે અનંત જેવા પ્રામાણિક સંત સમાન નોકરનો દોહિત્ર પણ છે. જે કૃજ્જ્ઞતાની હદ પર કરી શકે છે, સામની સહનશક્તિનો ખ્યાલ ક્યારેય ણ કરી શકનાર વેંકટ છે, જે પોતાને મળેલી સહાય માટે નીચાજોવું સમજનાર ટપાલી અને એનો ખુબ ભણેલો બેકદર સતિષ છે, ક્યારેય એમના જેવો તો થાય જ નહિ એવો સંદેશો વાચકને પાઠવનાર વિષ્ણું પોતાર્દો પણ છે. “એક સુદ્રઢ પરિવાર કેવી રીતે બનાવવો? સૂર્યોદય અને ચાંદની માણવાની કોઈ પધ્ધતિ ખરી ? મને આવુ શીખવી શકે એવા પુસ્તકો, લોકો,અભ્યાસક્રમ હોય? (પા. ૧૧૮) અમેરિકા જી શ્રીમંત અને સફળ થયેલા વિષ્ણુના આ શબ્દો યાદ રાખવા જેવા છે, જેમ ‘અક્કલ ઉધારે ના મળે, અક્કલ હટ ના વેચાય એમ સંવેદન, માનવ લાગણી પણ ઉધાર ના મળે, વેચાતી ના મળે.

અનુભવોની રજૂઆત ઘણી અસરકારક છે. કેટલાક પ્રસંગો વાચતા આંખો ખરેખર વહેવા માંડે એવું પણ બન્યું છે. અનુવાદક નો શ્રમ દેખાઈ આવે છે કારણકે ટૂંકા વાક્યો સરળ શબ્દોમા અનુવાદ થઈ શકયો છે. એ લોકો મને ઓળખ્યા કેમ નઈ? (પા. ૧૦૨)જેવી કોઈક કોઈક વાક્ય રચનાઓ સુધારાઈ જાય તો રંગ રહી જાય.