મી ટાઇમ – બીઝનેસમેન માટે અગત્યનો સમય
વ્યાપારી વર્ગ પોતાના કામ પ્રત્યે નિષ્ઠ હોય છે અને સર્મપિત હોય છે. એ સ્ટ્રેસમાં રહે છે સ્ટ્રેસમાં જીવે છે અને સ્ટ્રેસમાં સુવે છે. ચા સાથે મગજ તો શાંત થાય છે પણ મન તો હજુ વિચારોનાં વંટોળમાં રહે છે. બિઝનેસમેન એ પળે પળે નિર્ણય લેવાના હોય છે અને ક્ષણે ક્ષણે લોકો સાથે મુલાકાત લેવાની હોય છે. ત્યારે મગજની ક્ષમતા ક્ષીણ થતી જાતી હોય છે.
આજ હું વાત કરી રહી છું મી ટાઇમ વિશે મતલબ સ્વ સાથે વિતાવવાનો સમય. કલાકોના કામ પછી થોડો સમય પોતાની જાત સાથે પસાર કરવાથી મન સાથે મગજ પણ શાંત થાય છે જે તમારા બિઝનેસમાં નિર્ણય લેવામા સહાય બની શકે છે. મન અને મગજ સાથે હોડમાં થોડો સમય પોતાના માટે ફાળવવાથી આત્માને ટાઢક થાશે.
આજ તમારી જાતનેં થોડી ખુશી આપો અને મનને તૃપ્તિ આપો.
મી ટાઇમ માટે થોડો ટાઇમ મેનેજમેન્ટ કરવાની જરુર પડશે. મી ટાઇમ ફાળવવા માટે સમય કે સ્થળ બાધ્ય. તમે ઓફીસ એ છો કે પછી ઘરે રસ્તામાં છો કે પછી કોઇ પણ જગ્યા એ મી ટાઇમ તમને આવનાર બાધા અને આવનાર દીવસો માટે તમને તૈયાર કરશે.
હરરોજ અડધો કલાક સ્વ માટે પસાર કરવા માટે ધણા કારણો છે પૈસા તમને ખુશી બધી ખુશી નહી આપી શકે. તમારી ફેમિલી તમારા સંતાન સાથે સમય વિતાવાથી મન શાંત થાય છે. તમારો મુરજાયેલો ચહેરો તમારા સ્ટાફમાં તમારા માટે નેગેટીવ ઇમેજ ઉભી કરશે. તમારી ખ્યાલ તમે રાખશો ત્યારે તમે સારા માં-બાપ, એક સરળ બોસ અને સફળ માણસ બની શકશો. સભાનતા જેવો એક પણ મિત્ર નથી જે તમારા સાથે આત્માથી જોડાયેલો છે. વિચારી જોવો અને અજમાવી જોવો અને નિભાવી જોવો સ્વ સાથેનો સમય. મી ટાઈમ માટે તમે ૧૦ મિનટ ડાયરી લખી શકો અથવા પોતાની ફેમિલી સાથે પિકનિક અથવા કોઇ મનપસંદ લેખકને વાંચવુ. ધ્યાનયોગ અને યોગથી તમારુ મન પ્રફ્ફુલિત રહેશે. તમારા મનપસંદ કાફેમાં જાવો, એક નિંદ્રા પણ કાફી છે તમારા સ્ટ્રેસ લેવલને નિયંત્રણ કરવા માટે. ગાર્ડનિંગ, કુકીંગ, મ્યુઝિક, જીમ કોઇ પણ એવી વસ્તુ જે તમને ખુશ કરી શકે છે. તો હવે અડધો કલાક મોબાઇલ સાથે દોસ્તી બંધ કરી જાત સાથે દોસ્તી કરો.
તો હવે તમારા પાસે કારણ પણ છે અને મી ટાઇમ માટે ઉપાય પણ. તો બીઝનેસમેન હવે તમારા હાથમાં છે અઠવાડીયામાં ૬૦ કલાક ટેંશનમાં વિતાવી અથવા હરરોજ અડધી કલાક પોતા માટે ફાળવી ૬૦ કલાકનું કામ ૫૦ કલાકમાં કરવુ મરજી તમારી છે બીઝનેસ તમારો છે સ્ટ્રેસ પણ તમારો છે અને “મી ટાઇમ” પણ.
મેનેજમેન્ટ
મેનેજમેન્ટ શબ્દ સાંભળતા એક કહેવત યાદ આવે છે- જે ફાવ્યો તે ડાહ્યો અને ડાહ્યો ના ફાવ્યો તે ડફોડ.
મેનેજમેન્ટ સાંભળવા માટે કેટલો ભારેભરખમ શબ્દ છે અને જ્યારે કશુંક મેનેજ કરવાનુ આવે ત્યારે? હાલ બેહાલ થઇ જાતુ હોય છે. મેનેજ શબ્દ ઇટાલીયન પ્રણાલીથી આવેલો છે ત્યારે આ શબ્દ વસ્તુ સાચવવા માટે કરવામાં આવતો હતો. મેનેજમેન્ટ માટે પીટર ડ્રકર, હેનરી ફ્રોડ જેવા કેટલા નિષ્ણાંતો એ સાહિત્ય રચ્યા છે.
મેનેજમેન્ટ એટલે એટલે ચોક્કસ હેતુને પાર પાડવા અન્યોને સંગઠીત કરી વસ્તુ અને સામગ્રીને સહજતાથી ઉપયોગમાં લઇ સરલતાથી કામ કરવુ અને કરાવવુ મેનેજમેન્ટ ૫(M)થી પુર્ણ થાય છે
Man એટલે માણસ જે આપણા સંગઠનમાં રહી સોપેલુ કામ કરે છે. એવુ કહેવાય છે તમે માણસને સાચવ્શો ત્યારે એ તમારા કામનું ધ્યાન રાખશે. .સચોટ મેનેજર એ જ સાંભળી શકે અને સંભાળી અને સમજાવી શકે. હવે મોટા સંગઠનમાં ડીપાર્ટમેન્ટ જ હોય છે જેને હ્યુમન રીસોર્સ ડીપાર્ટમેન્ટ કહેવામાં આવે છે.
Money એટલે નાણાકીય વ્યવસ્થા નણાની અવરજવર. એવુ કહેવાય છે નાણા વ્યવસાય માટે એટલુ જ મહત્વનુ છે જેટલુ શરીર માટે રક્ત. કંપનીના અણધાર્યા સંજોગોમાં નાણા જ વ્યવસાયને બચાવે છે.
Method એટલે કાર્ય કરવાની રીત કોઇ પણ કામને અંજામ આપવા માટે એક થી વધારે રસ્તા હોય છે એક રીતમાં સમય વધારે લાગતઓ હોય છે તો બીજી રીતમાં મહેનત વધુ લાગતી હોય છે. મેનેજર એ જ કહેવાય જે સાચી રીતથી સમયસર કાર્ય કરી શકે.
Material એટલે માલ, સામાન જે કામ કરવા માટે અનિવાર્ય હોય છે. માલ ક્યારે મંગાવવો, કેટલો મંગાવવો, ક્યાંથી મંગાવવો અને કેવી રીતે મંગાવવો. એક જગ્યા પરથી ઉધારમાં માલ મડતો હોય તો બીજી જગ્યા પર માલ સારો હોય છે. ઘણી વખત માલને સાચવવાનો ખર્ચ વધી જાતો હોય છે તો ક્યારેક માલની અછત પડતી હોય છે.
Market એટલે ગ્રાહક જ્યાથી આપણી પ્રોડક્ટસ ખરીદે છે. જ્યાંથી આપણા નાણા ઉભા થાય છે. આપણી પ્રોડક્ટ કઇ જગ્યા એ વેંચાશે ક્યારે વેંચાશે આપણા હરીફ કેવી રીતે વેંચે છે? ગ્રાહકને પ્રોડક્ટમાં શું બદલાવ જોઇએ છે?
મેનેજમેન્ટ એક પ્રક્રીયા છે જેની જરુરત આપણે સતત રહે છે. એવુ નથી મેનેજમેન્ટ મોટા વહીવટી સંસ્થામાં હોય છે એક ઘરમાં, દુકાનમાં અને આપણી જિંદગીને પણ મેનેજ કરવાની જરુરત હોય છે, રીલેશન્સ મેનેજ કરવાની હોય છે, ટાઇમ મેનેજ કરવાનુ હોય છે અને જાતને પણ મેનેજ કરવાની હોય છે.
જે માપી શકાય છે એને મેનેજ પણ કરી શકાય છે પણ મેનેજ કરી માપી નથી શકાતુ. આવતા લેખમાં મેનેજમેન્ટનાં પરિબળો વિશે પણ ચર્ચા કરીશું.
સ્ત્રી હોય કે પુરુષ
માણસ તે માણસ છે ભલે તે સ્ત્રી હોય કે પુરુષ. ના કોઇ સામોબળી છે કે ના કોઇ અબળા. દુનિયા સમજદારીથી અને સહજતાથી ચાલે વિવાદ અને કંકાશ થી નહી. એવુ કહે છે સ્ત્રી બહાર કમાવા જાય તો છુટછાટ માંગે છે અને મળે છે તો કેમ પુરુષ નથી માંગતા અને નથી મળતુ?? સ્ત્રી અને પુરુષના માન સમ્માન અને નીતી નિયમનાં ધોરણ અલગ હતા અને ઇશ્વર જાણે ક્યાં સુધી અલગ હશે?
માલા ફેરત ઝુક ગયા ફીરા ના મન કા ફેર
કરકા મનકા ડારીદે મનકા મન કા ફેર
કબીર જી સત્ય કહે છે દિવસે દવસે માણસ તો મોટો થાતો જાય છે પણ વિચારો નાના થતા જાય છે.
હું તમને માત્ર એટલુ જ પુછીશ સ્ત્રી અને પુરુષને સરખામણી કરીને શું કામ આંકો છો? એને માણસ તરીકે જોવો ત્યારે મનમા રહેલા વિચારોના પોપડા ખરશે અને એક નવા સંસારનો નિર્માણ થાશે જેમા સ્ત્રી અને પુરુષને સમાન અધિકાર મળશે. સ્ત્રી સ્વતંત્ર છે તો છુટમાં રહેલી કહેવાય અને હાઉસ વાઇફ હોય તો ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાય. હાઉસ વાઇફ પાસે વિચારવા માટે રસોડુ હોય, સંતાન હોય, પતિ અને સાસુ સસરા થી માંડીને સગા વહાલા હોય પણ પોતાના માટે વિચારવાનો સમય ના હોય અને ક્યારેક પરવાનગી પણ ના હોય. પરવાનગી લેવી અને મળવી એમા તફાવત છે. “તને ના ખબર પડે”. “તે હજુ દુનિયા નથી જોઇ” પણ એ ભુલી ગયા આ ચાર દીવારોમા કેદ કરવા વારા પણ તમે જ છો. મુક્તિની આકાંક્ષાના પર કાપવા વારા પણ તમે જ છો.
ઘર સંભાડવુ એ વિકલ્પ હોવો જોઇએ પણ સ્ત્રીને જન્મથી ઓડર મળી જાય છે બસ ઘર અને સંતાન સંભાડો. “વુમન્સ ડે”નુ આયોજન કરીને જ સંસારમા નર-નારી વચ્ચે તફાવતનો પુર આવી ગયો છે. નર અને નારી બન્નેની શારિરીક અને માનસિક રીતે એકબીજાથી ભિન્ન છે પણ એનાથી એ પુરવાર નથી થાતુ કે નર વધારે બળવાન છે. અને કોઇ પુરુષ સ્ત્રીને અબળા માને છે તો એનો દંભ છે. વહેમમાં જીવે છે. મેં એક લેખમાં વાચ્યુ હતુ સ્ત્રી નાણા કમાય તો નાણા વાપરે અરે અલ્યા શેઠ એવા ક્યા વિજ્ઞાનમાં સાબિત થયુ છે. શુ નર નથી વાપરતા પૈસા? મોજશોખ માટે ખર્ચ કર્યો તો એમા શુ નવિન છે. સ્ત્રી કમાવા જાય તો ઘર કોન સાચવશે? કેમ ઘર સાચવવાનો ઠેકો સ્ત્રીના ખભ્ભા પર જ છે? આવા વિચારો ધરાવનાર મહામાનવોની જગતમાં કમી નથી. એવુ નથી ખાલી નાના ગામમાં આવ વિચારો જોવા મળે છે પણ શહેરોનો પણ એ જ હાલ છે.
દોડ પશ્ચિમ સંસ્કૃતિને અપનાવાની નથી પણ દોડ આપણા સમાજને સુધારવાની છે સમાજ તો દુરની વાત છે આપણુ ઘર અને આપણા લોકો સુધરી જાય તો પણ ઘણુ છે.
નારી સત્યની એક ખોજ
જ્યારે સમાજનીં ૫૦ ટકા વસ્તી રસોડામાં વ્યસ્ત છે ત્યારે દેશનોં વિકાસ પણ ૫૦ ટકા પાછળ ધકેલાય છે. લગ્ન પછી ઘર, વર અને સાસરિયાને સંભાળવાના છે ને ! તો એ તાલીમ વહેલી શરુ થઇ જાય તે જ સારું. આમ વિચારનાર વર્ગ આપણા દેશમાં જ વસે છે. થોડા સમય પહેલા મેં વાંચેલુ ૬૦ ટકાથી વધુ સ્ત્રીના લગ્ન ૧૮ વર્ષની વયે જ થાતા હોય છે. આજ કમાવા જાતી સ્ત્રીને આ બધુ સત્ય નહી લાગે પણ દીકરીને સપનાનો ભાર સમજનાર મા-બાપ હજી સ્ત્રીની હત્યા માં ના ઉદરમાં કરે છે.
સ્ત્રી કહો કે નારી હજારો વર્ષોથી ત્યાગની મુરત બની જાતનેં ત્યાગ કરતી. સ્ત્રી ક્યારેક માં તો ક્યારેક બહેન ક્યારેક પત્નિ તો ક્યારેક વહ બસ એક નારી બનતા રહી જાય છે. સમાજનાં કોડ પુરા કરતા કરતા પોતાના અરમાનોનેં જીવતા દફનાવી દેતી હોય છે. તેમા કોઈ શક નથી કે નવી સદી અને બદલતા સમાજમાં સ્ત્રીઓની એક સશક્ત તસ્વીર ઉભરી રહી છે પરંતુ ક્યાંક ક્યાક હજુ પણ પિતૃસત્તાત્મક માનસિકતા મહિલાઓની મજબૂત સ્થિતિ પર ગ્રહણ પણ લગાવે છે. રાષ્ટ્રની સારી છાપ અને સમાજનો વિકાસ સ્ત્રીઓની વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીથી શક્ય બની શકે છે. શરત એ કે આધુનિક સમાજમાં આપણે બધા આ મંત્રની સાથે સ્ત્રીઓનુ સ્વાગત કરીએ, 'યત્ર નાર્યસ્તુ પૂજયંતે રમતે તત્ર દેવતા'. સ્ત્રી અને પુરુષ સંગાથે સમાજનું નિર્માણ કરે છે જો એક પણ પહલુ નબળુ પડે છે તો સમાજમાં સંપતા નથી રહેતી.
પુરુષ જ્યારે મોડી રાત્રે ઘરે આવે તો એ ખુબ મહેનત કરે છે જ્યારે સ્ત્રી મોડી રાત્રે ઘરે આવે તો પડોશીઓનાં મગજમાં અનંત કુવિ્ચારોની વર્ષા થવા લાગે છે. જે સ્ત્રી લગ્ન કરવા નથી ઇચ્છતી એનામાં ના રહેલી ખોટની ચર્ચા થતી હોય છે. જીન્સ પહેરેલી છોકરીનું “અફેર” હોય એવી ગણના કરવામાં આવે છે. છોકરીનેં બોયફ્રેન્ડ હોવો એ જગતનું મોટુ પાપ ગણવામાં આવે છે. સ્ત્રીનેં શું ના કરવુ જોઇએ એના માટે લેખો લખાયા છે પણ પુરુષને શુ કર્વુ જોઇએ એના માટે એકાદ લેખ હશે. શું કરવુ કે શું ના કરવુ એ નિર્ણય લેવાનો હક માત્ર ખુદ એ સ્ત્રીનેં છે. ઘરની ઇજ્જ્ત સમાજમાં બચાવાનો ઠેકો માત્ર સ્ત્રી પર જ હોય છે. મને એ જ સમજાતુ નથી આવુ શાને થાય છે કુવિચારોના પત્થર તરી જતા સદવિચારોનાં પુષ્પો ડુબી જાય છે.
જે ધારુ છુ એ કરી શકુ છુ
જે સમજુ છુ એ સમજાવી શકુ છુ
જેટલો પ્રેમ કરુ છુ એટલી નફરત કરી શકુ છુ
સપના વસાવ્યા છે મારી નસોમાં
વહાવી શકુ છુ નીર એના કાજે
હાથમાં સમાઇ જાઉ છુ
પણ વંટોળ પણ નથી ડગમગાવી શકતુ
જીવુ છુ જિંદગી સમાજ સાથે
સમાજના સહારે નહી
સ્ત્રી છુ હું
હક માટે જગને નમાવી શકુ છુ. સમાજ બદલાય છે અને સ્ત્રી હવે “પ્રોવાઇડર” પતિ નહી પણ “કંટ્રીબ્યુટર “ જીવનસાથી ઇચ્છે છે. સ્ત્રી પુરુષનાં સથવારે નહી પણ સંગાથે જીવવા માંગે છે. સ્ત્રી અને પુરુષ કમાય છે અને સાથે ઘર પણ સંભાડે છે. સમાજમાં સમજુતીનીં કેળવણી એક સમજદાર માનવ જ કરી શકે છે. આ જ વાત માર્કેટીંગ વિભાગ ખુબ સારી રીતે આપનાવી રહ્યુ છે બ્રુ કોફીની જાહેરાતમાં પતિ પોતાની પત્નિ માટે કોફી બનાવે છે. બીજી જાહેરાતમાં પુરુષ પત્નિને રસોડુ સાફ કરી આપે છે. એક જાહેરાતમાં પત્નિ જ્યારે ઓફીસથી આવે છે ત્યારે પતિ જમવાનુ તૈયાર રાખી પત્નિનેં સરપ્રાઇસ આપે છે. એક પુરુષ પોતાના દીકરાનેં સુવડાવતો હતો અને જમાડતો હતો આવી જાહેરાત દશક પહેલા જોવા ના મળતી. “કી એન્ડ કા” જેવી ફીલ્મ પણ બદલતા સમાજનુ સુંદર નજરાનુ છે.
સારી સારી પોસ્ટ પણ સ્ત્રીનુ પ્રભુત્વ વધતુ જાય છે. ગૃહ ઉદ્યોગ થી માંડી મોટા બિઝનેસ સંભાળે છે એટલે જ મોમપ્રીનીયોર્સ જેવા કન્સેપ્ટ સમાજમાં આવ્યા છે. મોમપ્રીનીયોર્સ એટલે માતા જે પોતાનો બિઝનેસ સંભાળતી હોય છે. એક શિક્ષિત વર્ગ જ સમાજને સુધારી શકે છે.વધતી જતી મોંધવારીમાં એકની કમાઇ પર મધ્યમ વર્ગનું ઘર નથી ચાલી શકતુ. સ્ત્રી અને પુરુષ બન્નેનેં જીવન જીવવા માટે સ્ટ્રગલ કરતા હોય છે. સ્ત્રી જ્યારે કમાય છે ત્યારે એની જરુરીયાત નથી હોતી એનો શોખ હોય છે. જ્યારે આપસી સમજુતીથી જીવન વ્યાપન થાય છે ત્યારે જ સ્વર્ગનું નિર્માણ થાય છે.
સ્ત્રી જ્યારે કમાતી હોય છે ત્યારે ઓફીસ અને ધર બન્ને સાથે સંભાળવાનું હોય છે. ઓફીસ પર ક્લાઇંટસ અને સ્ટાફ સાથે પ્લાસ્ટીક સ્માઇલ સાથે વાત કરવાની હોય અને ઘરે જાય ત્યારે સાસુની સેવા અને સસરાની ચા અને સાથે સંતાનોનું હોમવર્ક રાહ તાકતુ હોય. અને રસોઇ તો સ્ત્રીના હાથમાં આવે. હા, લોકોના વિચારો બદલતા થયાછે પણ એ લોકોની સંખ્યા ના બરાબર છે.
હરરોજ કપડા બદલતા માનવ વિચારોને બદલતા ભુલી જાય છે. સમાજનેં બદલવાનીં હુ વાત નથી કરતી આપણા વિચારોનેં બદલાવાનીં વાત કરુ છુ. સમાજને બદલતા વર્ષો વિતશે અને બદલશે કે નહી આપડા વિચારોમાં બદલાવ લાવી આપણી જિંદગી સુધારીયે. શરૂઆત આપણા આંગણાથી જ કરીએ.
આવ રે વરસાદ
માણસોને તો લુચ્ચા થતા જોયા
પણ વરસાદ લુચ્ચો થાઈ છે
વરસાદ પણ ભાવ લેવા માંડ્યો..
રમઝાનમાં વરસાદ આવ્યો ત્યારે અલ્લાહના દિવસો હતા..
રમઝાન પછી વરસાદ ડોકિયું જ કરતો..
અત્યારે ગણેશજીનો ત્યોહાર ચાલે છે..
અત્યારે પણ વરસાદ છે..
કાલે કેટલા સમય પછી વરસાદ મનથી વરસ્યો..
મન પ્રફુલ્લિત થઇ ગયું
વરસાદમાં તરસતી આંખલડી ને સુકુન મળ્યું..
વરસાદની બુંદો ચહેરા પર પડતી હોઈ સહેમી હવા ચાલતી હોઈ
મિત્રો સાચું કહું માણવા જેવો પલ છીએ..
એવું લાગે ખેડૂતે વાવેલા બીજ વરસાદને પુકારતા હોઈ કહેતા હોઈ ..
Give me some sunshinegive me some rain
give me another chance
i want to grow up once again la la la
પ્રેમીયોનો પ્રેમ બમડો થઇ જઈ છે.
તેમનું મન “મોર બની થનગાટ કરે છે..”
વરસાદમાં નાહવાની મજાજ નિરાળી હો ભાઈ સાહેબ..
dil garden garden ho gaya.
મેઘોનું માદક સંગીત સંભાળજો ક્યારેક જુમવા લાગશો કોશિશ કરવા જેવી છે.. ભાજીયાને ભૂલવાની કોશિશ જ ના કરતા અહાહા …!!!!! પાણી આવી ગયું…
મને તો એક ગીત ગાવાનું મન
થઇ ગયું.
યે ધરતી અપની હૈ અપના અંબર હૈ.
તું આજારે….
બચપનમાં અગર કાગળની હોળી નથી બનાવી તો તમે ખોયું હોં
અવરોધ ને અવસર
જીવનમાં બીજું સીખો ના સીખો અવરોધ ને અવસર બનાવતા જરૂર શીખવું જોઈએ .
જયારે તમે હાલશે ફાવશે ચાલશેની ભાવના થી જીવન પસાર કરશો જીવન આનંદમય બની જાશે..
અવસર તમારી આસપાસ જ છે
બસ એને ગોતવાની દેર છે….
ઝીન્દગીમાં અવરોધ ના આવે એ શક્ય જ નથી પ્રશ્ન એ છે શું તમે અવોરોધો ને અવસરમાં રૂપાંતર કરી શકો એમ છો??
.
ખંખેરી નાખવું અને ઉપર ચડતા રહેવું જે કઈ બન્યું તેને સ્વીકારીને,
પરિસ્થિતિઓનો ક્યાસ કાઢી , તેમાંથી યોગ્ય પાઠ શીખી,
ખંખેરી નાખી ઉપર ચઢતા રહેવું..
આપને પહોંચેલી ઇજને સતત યાદ કરી ખોતરતા રહેવુ.
અને આ દુખના પોટલા જ્યાં-ત્યાં જેની-તેની સામે ખોલ્યા કરવું..
મરજી તમારી….
ચાલતા રહો નદી તો વહેતી જ સારી લાગે..