Voiceless Vedshakha - 9 in Gujarati Moral Stories by Poojan Khakhar books and stories PDF | વોઈસલેસ વેદશાખા - ૯

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

Categories
Share

વોઈસલેસ વેદશાખા - ૯

વોઈસલેસ વેદશાખા ૯

પૂજન ખખ્ખર

૯. લવ ઈઝ ઈન ધી ઍર

"વેદાંતે બે હાથે પેલા વિશાખા પર ઈશારો કર્યો પછી હાથેથી હ્રદય બનાવ્યુ અને પછી સેવખમણીને ઊંચી કરી. ટૂંકમાં એમ કહેવા માગતો હતો કે આપણે સેવખમણી ખાવા ભેગા થયા હતા પ્રેમ કરવા નહિં!"

"મારે તને પ્રેમ નથી કરવો!!"

"તો શું કરવું છે?"

"કંઈ નહિં!"

"તો કેમ દરરોજ આવે છે?"

"બસ..મને ગમે છે."

"કોણ?"

"તુ…"

"સાચે? યુ સેઈડ યસ?"

"આઈ મીન..

"હા, એ તો હું સમજી ગયો વોટ યુ મીન.." વેદાંતે વાત કાંપીને નોટપેડમાં લખ્યુ.

વિશાખા કંઈ પણ બોલે એ પહેલાં એના ફોન પર રીંગ વાગી. વિશાખાને હોસ્ટેલએ જવુ પડે એવું હતુ. વેદાંત દ્વારા કપાયેલી વાતને એ પાછી ઉખેડવા માગતી હતી. ફોન આવી જતા એને રૂમે જવા સિવાય બીજો કોઈ ઉપાય ના સૂજ્યો. વેદાંતને મારી હાજરી ગમે છે પણ હું ગમું છુ કે નહિં? શું મૈં બોલવામાં ઉતાવળ કરી નાખી? કદાચ, મારે એને આ ના કહેવું જોઈતુ હતુ. સૉરી કહી દઉ? તેના હાવભાવ ઉપરથી લાગતુ નહિં તેને ખોટું લાગ્યુ હશે! જે થયુ એ…વાં પ્રિયુડી મારી રાહ જોવે હું ત્યાં પહેલા જાવ.

"ચલ…મળીએ એફ.બી. કે વોટ્સએપ પર..બબ્બાય.."

વેદાંતે બે હાથ હલાવીને આવજો કર્યુ.

'બસ, મને ગમે છે.' 'કોણ?' 'તુ' આ સંવાદ વારંવાર યાદ આવવા લાગ્યો. અરિસા પર પોતાના ચહેરો અને તેને પડેલા ગાલના ખાડા જોઈ તે શરમાઈ ગયો. વિશાખા સાથેનો પોતાનો સંબંધ તેને કલ્પનામાં પણ નહોતો. તેને આગળ વધવુ હતુ પરંતુ વિશાખાને સરપ્રાઈઝ રીતે તેને હા પાડવી હતી. બીજે દિવસે રહેલા વિશાખાના બર્થડે પર તેને હા પાડવી હતી. 'કદાચ..મેં આ એક દિવસનું મોડું કર્યુ એ સાચુ જ કર્યુ હશે.' આની સાથે વિશાખાને કઈ રીતે કાલે સરપ્રાઈઝ આપવી એવા વિચારો સાથે વેદાંત ખોવાઈ ગયો.

(બીજે દિવસે સવારે)

ડોરબેલ વાગી. વેદાંત સમજી ગયો કે વિશાખા જ આવી હશે. હાંફડી ફાંફડી થતી વિશાખા પોતાનો હાથ બેગના પટ્ટા પર હલાવતી દરવાજાની બહારે ઊભી હતી. વેદાંતે હર્ષને દરવાજો ખોલવા જણાવ્યુ. હર્ષ દરવાજો ખોલીને પાછળ બાલકનીમાં ભાગી ગયો. વિશાખા ઘરની પરિસ્થિતિ જોઈને એકેય ડગલું આગળ વધી ના શકી. વિશાખાની જ્યાં નજર પડે ત્યાં બ્લ્યુ કલરના અને વ્હાઈટ કલરના ફુગ્ગાઓ હતા. દરવાજાની ચાર કદમ દૂર જ ડાઈનીંગ ટેબલ હતુ. કેકનું બોક્સ અને મીણબતી ત્યાં તૈયાર હતા. વિશાખાને વિશ્વાસ જ નહોતો આવતો કે વેદાંતને કેમ ખબર પડી કે આજે એનો બર્થડે છે. ઘરના બેઠકના રૂમનું થયેલું ડેકોરેશન ચોંકાવી દે એવું હતુ..

"આંટી..." વિશાખાએ અવાજ કર્યો.

"પ્લીઝ મેઈન્ટેઈન સાયલન્સ..વેલકમ ટુ વોઈસલેસ હાઉસ. નો વન ઈઝ ધેર એક્સેપ્ટ વેદાંત એન્ડ મી.."

વિશાખા એકદમ જ ગભરાઈ. ક્યાંથી અને વોઈસલેસ વેદાંત અવાજ ક્યાંથી કરવા લાગ્યો. આ કોણ બોલે છે? આ સ્પીકર વળી કેમ દેખાતુ નથી. તે ચારેય તરફ હોલ અને ડાબી બાજુ રહેલા કિચનમાં જોવા લાગી. તેને બધે જ કાં તો ફુગ્ગા અથવા ડેકોરેશન દેખાયુ.

"ફર્સ્ટ ઑફ ઓલ..હેપી બર્થડે વિશાખા!"

વિશાખાના ચહેરા પરની સ્માઈલ વેદાંત જોઈ રહ્યો હતો. આ વેદાંત હજુ કાલ સુધી તેની સ્કૂલની દુનિયા વધુ પસંદ કરતો હતો પણ આજે એને અહિં કંઈક વિશેષ મજા આવતી હતી. પોતાનાપણાંનો ભાવ એને વિશાખામાં દેખાતો હતો. સામે વિશાખા માટે તો આ બધુ અકલ્પનીય જ હતુ.

"જસ્ટ ફોલો માય ઈન્સ્ટ્રકશન..એન્ડ હું પૂછુ એટલાનો જ જવાબ આપજો."

વિશાખાએ હકારમાં માથુ ધૂણાવ્યુ.

"તમે આજે ૧૯ વર્ષના થયા. તો આજે તમને ૧૯ અલગ-અલગ નાનીમોટી ગિફ્ટો મળશે."

આ સાંભળી વિશાખા એક્દમ જ અસમંજસમાં મૂકાય ગઈ હતી. તેને શું બોલવું? કઈ રીતે વર્તન કરવુ? કંઈ જ સમજાતુ નહોતુ. ગઈકાલે જ્યારે પોતે થોડી આગળ વધવા માગતી હતી ત્યારે વેદાંતે વાત કાપી હતી ને આજે એને જ આ બધુ..

"તમે ડાબી તરફ ૩ ડગલા માંડો. ત્યાં રહેલા સોફાના કવરની નીચે એક ગિફટ છે."

વિશાખાએ બરોબર જેમ સ્પીકરમાં સંભળાયુ એમ જ કર્યુ. ત્યાં તેને કિચેન મળ્યુ કે જેમાં ચોખાના દાણામાં વિશાખા લખ્યુ હતુ. એના પર એક લેબલ ભી હતુ જેમાં લખ્યુ હતુ કે વિશાખા લાઈક્સ.. __ ? આ વાંચીને વિશાખાની ખુશીનો પાર ના રહ્યો. બોલ્યા વગર બધુ જ કહી દેવાની આ આવડત જ કંઈક અંશે વિશાખાને ગમવા લાગી હતી. આ બધાની વચ્ચે ફરી સ્પીકર બોલી ઊઠ્યુ.

"બરાબર આ સોફાની નીચે કંઈક પડેલું છે એ લઈ લો."

"સફેદ મોતીની માળા કે જે પ્લેટીનમ પાર્ટીમાં જે નિયતિએ પહેરી હતી એ જ માળા હુબહુ હતી. તેના પર લેબલ હતુ 'ઈફ નિયતિ લુક્સ બ્યુટીફુલ ઈન ધીસ ધેન વ્હાય નોટ યુ?' પોતે વોટ્સએપમાં કરેલો આ માળા લેવાનો ઉલ્લેખ વિશાખાને યાદ આવ્યો. આ સાથે આવનારી બીજી સત્તર સરપ્રાઈઝ કેવી હશે એનો વિચાર પણ મગજમાં ધૂમવા લાગ્યા.

"બાજુના સોફા પરનો ખૂણો ચેક કરો..કંઈક મળે તો એ તમારી નવી ભેટ."

ગોલ્ડન કલરનું બ્રેસલેટ. અહિં પણ ઉલ્લેખ વિશાખાનો 'વી' હતો હવે વી ફોર વેદાંત કે વિશાખા શું સમજવું એ પોતપોતાના પર હતુ.

"ટી.વી. પાછળ કંઈક ખનખન થાય છે. ટી.વી. નથી બગડ્યુ તમારી ભેટ છે નવી ત્યાં ચેક કરો.."

બ્લેક બુટીયાં. આજના જમાનાનાં છોકરીઓ પહેરે એવા મોટા અને જીન્સની સાથે કુર્તી અને લેગીન્સમાં ચાલે એવા. નવી નવી મળતી ભેટની સાથે વિશાખાની ઉત્સુકતા વધવા લાગી. તે ઉછળતી કુદતી હવે ગિફ્ટ માટે દોડવા લાગી. હવે તેને આ આયોજન કરનાર વેદાંતને મળવુ હતુ. તે જોરથી બોલી ઊઠી.

"જલ્દિ યાર..મને વેદાંતને મળવું છે." વેદાંતનો ચહેરો તો આ સમયે કલ્પી જ શકાય.

"હવે આપ, મેટરેસની નીચે જઈને ઝાંખશો તો તમને કંઈક મળશે જે તમને કંઈક અલગ અને રિચ લુક અપાવશે."

વિશાખાએ આખી મેટરેસ ઊંચી કરી નાખી. તેને રોયલલુક આપતી એ સુંવાળી શોલમાં હાથ ફેરવ્યા. સુગંધિત એ ખુશ્બુ આને ખરીદનારની સમજને બતાવતી હતી.

"ડાઈનિંગ ટેબલની સામે અરીસો અને નાનકડો કપબોર્ડ કે જ્યાં સવારનો સામાન ટીંગાડી શકાય છે ત્યાં આપની માટે કોઈ અમૂલ્ય વસ્તુ ટીંગાઈ રહી છે."

વિશાખાએ ઉત્સાહમાં જ છલાંગ મારી. સ્ટેથોસ્કોપ જોઈને તે ખૂબ જ હરખાઈ. તેને ગળામાં ટીંગાડીને યાદગીરી રૂપે તેને ત્યાં જ એક સેલ્ફી લીધો. ત્યાં વળી અવાજ આવ્યો.

"બરાબર તમારી જમણી બાજુ એક રૂમ છે સામે રહેલા કપબોર્ડમાં બીજો કપબોર્ડ ખોલો. તેની સામે તિજોરી હશે જેની ચાવી તે ડ્રોવરમાં હશે તેની મદદથી તે તિજોરી ખોલો. સામે રહેલી વસ્તુ આપની છે."

વિશાખાને આ ટાસ્ક જરા પહેલી વાળો લાગ્યો. તેને જલ્દિથી નારંગી અને ક્રિમ કબાટને ખોલી તેના ડ્રોવરમાંથી ચાવી લઈને તિજોરી ખોલી. સામેની વસ્તુ જોઈને તે દંગ રહી ગઈ.

"ગીતા. વાઉ..મૈં નહોતુ વિચાર્યુ કે આ હશે!" ચહેરા પર એકપણ ભાવ લાવ્યા વગર સ્તબ્ધ વિશાખા પછીની પહેલીની રાહ જોવા લાગી.

"તમારી બાજુમાં જ ડ્રેસિંગ ટેબલ છે. બે ગિફટ છે ૧. વાયોલીનના સ્ટેન્ડમાં રાખેલી વસ્તુ ને ૨. ડ્રેસિંગ ટેબલની ટોંચ પર રહેલું એ પેકેટ."

વિશાખાએ તરત જ ડ્રેસિંગ ટેબલ ખોલ્યુ. ટોંચ પર પાંચ બટરફ્લાયનું પેકિંગ હતુ તો વાયોલીનના સ્ટેન્ડ પર પેન હતી. આ પેનમાં લેબલ મારેલું હતુ કે 'પહેલું પ્રિસ્ક્રિપ્શન આનાથી લખજે.' ગ્રે કલરની આ પેનમાં પણ સફેદ શાહીથી 'વી' લખેલું હતુ. વી ફોર વેદાંત કે વિશાખા શું સમજવું એ તો પોતપોતાના પર જ હતુ.

"છેલ્લા કપબોર્ડના સૌથી નીચેના ખાનામાં રહેલી વસ્તુ આપની છે."

ગણપતિની મૂર્તિ. જેના પર લેબલ હતુ..'આવનારા બધા વિઘ્નો દૂર થાય તથા તારા ક્લિનિકની ડેસ્ક પર રાખજે.'

"કેટલી કેર કરે છે! આઈ એમ લવિંગ ઈટ!!!" વિશાખાથી બોલાય ગયુ.

"રસોડામાં જાવ."

"કંઈ છે યાર..વેદાંત તુ! હવે મળ્યા વગર રહેવાતુ નથી. આવને દોસ્ત સામે!" થાકેલા અવાજે વિશાખા બોલી.

"આપની આતુરતાનો અંત લઈ આવવા ત્રણ ભેટ એકસાથે.."

આ સાંભળીને વિશાખા ઝૂમી ઊઠી.

"રસોડાના ફર્નિચરનું ડ્રોઅર ખોલો..તેની અંદર જે મળે તેને પણ ખોલી એમાં રહેલા પત્રની સૂચના ફોલો કરો. વેદાંત સરળતાથી મળશે. જો આમ નહિં કરો તો વેદાંતનું મળવુ મુશ્કેલ જ નહિં નામૂમકિન છે."

આવું સાંભળતા વિશાખા બેબાકળી થઈને બધા જ ડ્રોઅર ખોલવા લાગી. ત્રીજી હરોળના વચમાં રહેલા ડ્રોઅરમાં એક બુક પડી હતી, વિવિધ વાનગીઓની એક્ઝિક્યુટીવ શેફ સંજીવ કપૂરની રેસિપિ બુક હતી. વિશાખાએ રેપર ખોલ્યુ કે એની વચ્ચે કંઈક પડ્યુ હતુ. જીં હા, મોબાઈલનું કવર એ પણ એક લેબલ સાથે. 'બદલાવાની જરૂર છે.' અહિં પણ 'વી' લખેલો સિમ્બોલ હતો. હવે વી ફોર વિશાખા કે વેદાંત એ તો પોતપોતાના પર જ હતુ. વિશાખા મનોમન હસી રહી હતી. તેને હવે એ પત્ર ગોતવાનો હતો કે એનાથી વેદાંત મળશે. તેણે ફરી ડ્રોઅર ચેક કર્યુ એમાં તો નહોતો. અચાનક તેને બુકની બહાર રહેતુ કવર જોયુ. જેમાં લખ્યુ હતુ..'વેદાંત સામેના બંધ રૂમમાં છે. આ રહેલો પત્ર ઘરે જઈને જ વાંચવો. જો અહિં વાંચશે તો વેદાંત નહિં મળે.' વિશાખા આગળ ચાલવા લાગી. વેદાંતનો હાવભાવ કેવા હશે પોતાને જોઈને એની સાથે અત્યારે પોતે પણ વોઈસલેસ છે એવું એને લાગવા લાગ્યુ.

હજુ તો સામુ ચાલીને રૂમમાં જતી હતી ત્યાં રૂમનો દરવાજો ખૂલ્યો. આ ભેટોની ઉત્સુકતામાં આ ઘરમાં બીજો રૂમ છે એ એના મગજમાંથી જ નીકળી ગયુ હતુ. સામે વેદાંત સફેદ ટીશર્ટ અને બ્લ્યુ જીન્સમાં મેગી જેવા વાળ સાથે બ્લેક ફ્રેમના ચશ્મા, મજબૂત બાંધો અને સેટ કરેલી દાઢી સાથે ખીચામાં હાથ રાખી ઉભો હતો. તેને મનમાં થયુ કે 'વિશાખાને આ ગિફટ્સ ગમી તો હશે ને? એનો ચહેરા પરનો હાવભાવ કેમ શૂન્ય છે! મને ગઈકાલ રાત સુધી એ સમજાતી હતી પરંતુ આ ચહેરો કેમ કંઈક અલગ હોય એમ લાગે છે!' બીજી બાજુ વિશાખાના દેખાવના વિચારો ચહેરાના હાવભાવના વિચારોને સર કરી ગયા. દરરોજની જેમ છૂટ્ટા આગળ રાખેલા વાળ, એ કેટઆઈ સ્ટાઈલના બ્લ્યુ ફ્રેમના કપડાને મેચીંગ ચશ્મા, વ્હાઈટ કલરાની ડિઝાઈનવાળી કુર્તી અને લાઈટ બ્લ્યુ લેગીન્સમાં તેના અદ્ભુત શરીરના વળાંકો વેદાંતને તેની તરફ ખેંચી રહ્યા હતા. તેને ઘણો સંયમ રાખ્યો છતા તેના હાથ વિશાખાને પોતાની બાંહોમાં બોલાવતા હોય એમ ખૂલી ગયા. સેકન્ડોમાં વિશાખા દોડીને તેને ભેટી પડી. વેદાંતના ખભ્ભા પર પહોંચતી વિશાખાને હોઠ ચૂમવા હતા. વેદાંતને ગમશે કે નહિં એ વિચારોમાં એને વેદાંતના ગળે ચુંબન કર્યુ. સામે વેદાંત પણ વિશાખાના વાળ પંપાળવા લાગ્યો. તેને વિશાખા સામુ જોઈ તેને કપાળ પર ચૂમી અને ફરીથી ભેટી પડ્યો.

"થેન્ક્યુ વેદાંત..."

વેદાંત ગોઠણ જમીન પર વાળી નીચે બેસી ગયો. પોતાના આગવા અંદાજમાં તેને વિશાખાને ઈશારો કર્યો. જમણાં હાથને વિશાખા તરફ કરીને બે હાથનું હ્રદય બનાવીને પૂછતો હોય કે 'ડુ યુ લાઈક મી?'

"આઈ લાઈક યુ યાર..."

યુવાનીના પ્રેમનો સમય દુનિયાના સર્વશ્રેષ્ઠ સમયમાંનો એક છે. ઉન્માદની આ ક્ષણો વેદાંત અને વિશાખા બેમાંથી કોઈએ હજુ કલ્પી ના હતી. છતા યુવાની અને શરીરના અવયવો પોતાનું કામ કરી રહ્યા હતા. તેમને એકબીજાને કરેલું ગાઢ આલિંગન આનું શ્રેષ્ઠ ઉદાહરણ હતુ. બંને એકબીજાની આંખમાં જોવા લાગ્યા. અહિં સંવાદની જરૂર ના હતી. સામાન્ય રીતે યુગલોને આંખ સાથે વાતો કરવા માટે એકબીજાને સમજવા પડે છે પણ અહિં તો વોઈસલેસ જ પ્રેમ થયો હતો. બંને કુદરતી જ એકબીજાને સમજવા લાગ્યા હતા.

"એક વાત કહુ?" આંખમાં આંખ રાખી વિશાખાએ વેદાંતને પૂછ્યુ.

વેદાંતે હકારમાં માથુ ધૂણાવ્યુ.

"તે કાલે પેલી વાત કાપી નાખીને ત્યારે હું ડરી ગઈ હતી કે મને તારા પ્રત્યે ભાવના છે પણ તને નથી. મને હમણાં સુધી એમ હતુ કે તુ સામાન્ય છોકરા જેવો જ છે પણ અત્યારે સમજાય છે માય વેદ ઈઝ ડિફરન્ટ.."

વેદાંત હોઠ પર હોઠ મૂકવા ગયો પણ મોઢું ફેરવી જતા વિશાખાના ગાલ પર ચુંબન થયુ.

"હજુ વાર છે." એમ કહીને વિશાખા થોડી દૂર ગઈ અને વેદાંતે ફરી પોતાની તરફ ખેંચી લીધી. બસ, બંને ફરી એકબીજામાં ખોવાયા. એટલામાં, હર્ષે ઉધરસ ખાધી. વિશાખા ગભરાઈ તેને વેદાંતને ધક્કો માર્યો. વેદાંત ધક્કાથી પલંગ પર પડ્યો.

"અરે..સૉરી.. પણ વેદાંત આગળની સરપ્રાઈઝ આપો."

"હજુ શું બાકી છે?"

"કેક. ચાલો, હવે સાથે મળીને કેક કાપીએ."

બધાએ ભેગા મળીને ચોકલેટ ટ્રફલ કેક કાપી. બર્થડેના ગીતો પણ વાગ્યા. વેદાંત અને વિશાખા કેકથી મસ્તી કરી રહ્યા હતા. એકબીજાને ખવડાવાની સાથે સાથે આંખમાં આંખ નાખીને મળતી એ નજરો એકબીજાને સમર્પણની ભાવના હતી. હર્ષ પાછળથી ડેંગી ડમ્સમાંથી લાવેલા ડોનટ્સ લઈ આવ્યો કે જે એના પછીની સરપ્રાઈઝ હતી. નાનું બાળક જેમ ચોકલેટ જોઈને હરખાય એ રીતે વિશાખા છલાંગ મારીને વેદાંતને ભેટી પડી. વિશાખાના ચહેરાનું એ સ્મિત જાણે વેદાંતને કંઈક જીવન જીવવાનો સંતોષ આપતું હોય એમ લાગતુ હતુ. વેદાંતને કોઈ ભાઈ બહેન ના હતા. તેના કાકાને એકપણ સંતાન ન હતુ. તેથી કોઈકના માટે કરેલું કામ અને સામેવાળા માણસના ચહેરા પરની ખુશીનો અનુભવ આટલા વર્ષો પછી વેદાંતને પહેલી વાર થતો હતો. ફરીવાર હર્ષે પ્રેમભર્યા વાતાવરણમાં ખલેલ પહોંચાડી.

"એન્ડ લાસ્ટ સેકન્ડ સરપ્રાઈઝ.. બાઈક રાઈડ વિથ વેદાંત." પોતાના બાઈકની ચાવી વેદાંતની સામે રાખી હર્ષ બોલ્યો.

રાજકોટના પોશ એરીયા કાલાવાડ રોડના કસ્તૂરી હાઈટ્સ પરના આ નવા પ્રેમી યુગલ યુનિવર્સિટી રોડ તરફ રાઈડ કરવા નીકળી પડ્યા. બુલેટ ક્લાસિક ત્રણસો પચાસ સીસીના આ બાઈક પર વેદાંતનો સુદ્રઢ બાંધો કંઈક અલગ જ લાગતો હતો. તો વળી, પાછળ બેઠેલી યુવતીની સુંદરતા જોઈને કોઈપણ યુવાન તેના તરફ આકર્ષાય તેમ હતી. મેઈન રોડ પૂરો થતા વિશાખાએ પોતાના હાથ વેદાંતની કમર પાસેથી લઈને તેના ખભ્ભા પર રાખી દિધા. સહેજ આગળ આવીને વેદાંતના ગાલ પર કિસ કરીને તેણે વેદાંતના વાંહા પર આંખ બંધ કરીને માથુ ઢાળી દિધુ. પિક્ચરના સિનની જેમ પોતે હિરોઈન અને વેદાંત હિરો હોઈ એમ અનુભવ કરતી વિશાખા આજે પોતાનો બર્થડે કંઈક અલગ જ અંદાજમાં મનાવી રહી હતી. આશરે કલાકનો આંટો મારીને બંને ઘરે પાછા ફર્યા. ઘરે આવીને વિશાખાએ ફેસબુકમાં સ્ટેટસ માર્યુ...'ગેટીંગ માય બેસ્ટ એવર બર્થડે સરપ્રાઈઝ તેની સાથે ફિલિંગ "લવ ઈઝ ઈન ધી ઍર"' આવું લખ્યુ. અચાનક જ તેને યાદ આવ્યુ.

"વેદાંત, મારી લાસ્ટ સરપ્રાઈઝ?"

ક્રમશઃ..

શું હશે ૧૯મી સરપ્રાઈઝ ગિફ્ટ? પેલા પત્રમાં શું લખ્યુ હશે? કંઈક નવી અને રોચક વિશાખા અને વોઈસલેસ વેદાંત વચ્ચેની પ્રેમભરી વાતો લઈને ફરી મળીશુ..આવનારા ભાગોમાં..

બન્યા રહો અને વાંચતા રહો વોઈસલેસ વેદશાખા..જો જો આપના આવશ્યક રિવ્યુ આપવાનું ભૂલતા નહિં.