Akbandh Rahashy - 14 in Gujarati Fiction Stories by Ganesh Sindhav (Badal) books and stories PDF | અકબંધ રહસ્ય - 14

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

અકબંધ રહસ્ય - 14

એકબંધ રહસ્ય

ભાગ - 14

Ganesh Sindhav (Badal)

નવા વરસથી શાળાના બાળકોની સંખ્યા વધી. એ સાથે શિક્ષકોની ભરતી થઈ. ગામની બે દીકરીઓ રમીલા અને ગીતા પી.ટી.સી. થઈને બેઠી હતી. એ બંનેની શિક્ષિકા તરીકે નિમણુક થઈ. એમને ગામની જ સંસ્થામાં કામ કરવાની તક મળવાથી એ બંને ખુશ હતી. રામજીભાઈ પગી ગામના જ હતા. એ પહેરેગીર તરીકે જોડાયા. એમને સહારે સંસ્થા સોંપીને સુરેશ, રઝિયા અને આયશા અમદાવાદ પહોંચ્યા.

સુરેશે રઝિયાને કહ્યું, “આ રજાઓમાં આપણે થોડા દિવસ રામપુરા જઈને રહીએ. મારી માને દીકરા-વહુ સાથે રહેવાની હોંશ હોવી સ્વાભાવિક છે.”

રઝિયા કહે, “દશ દિવસ હું રામપુરા રહીશ. વધારે દિવસ માસીને એકલા રાખવા મારું મન માનતું નથી.” રઝિયાની વાત સાથે સુરેશ સહમત થયો.

એને કહ્યું, “રામપુરા ગામડું છે. ત્યાંની કેટલીક રીતભાત મુજબ તારે અહેવું પડશે. ત્યાં તને રાજલ તરીકે લોકો ઓળખશે. મારી માને કામમાં મદદ કરવી પડશે.” રઝિયાએ હા કહી.

બે દિવસ અમદાવાદ રહીને એ બંને રામપુરા પહોંચ્યા. એમને જોઇને રેવા હરખઘેલી બની. એના અજ્ઞાત મનમાં થતું હતું કે સુરેશ અને એની વહુ જલદીથી જતા તો નહીં રહે ને ? એવા કોઈક ખ્યાલે એણે ખડકીના દરવાજે સાંકળ વાસી.

ત્રીજા દિવસે વિઠ્ઠલભાઈના આંગણે એક જીપ આવીને ઊભી રહી. જીપમાંથી ઇન્સ્પેક્ટર અને પોલીસ ઊતર્યા. તેઓ પરસાળમાં બેઠા. રાજલ અને રેવા રસોડામાં હતા. સુરેશ સ્નાન માટે બાથરૂમમાં હતો.

વિઠ્ઠલભાઈને ઈન્સ્પેક્ટરે કહ્યું, “જયાબહેન સુરેશભાઈ પટેલની ફરિયાદથી અમે સુરેશની ધરપકડ કરવા આવ્યા છીએ.” એટલામાં સુરેશ આવ્યો ને એને ઈન્સ્પેક્ટરે પૂછ્યું, “તમારું નામ સુરેશ વિઠ્ઠલભાઈ પટેલ છે ?”

એણે કહ્યું, “હા, હું પોતે જ સુરેશ પટેલ છું.”

ઇન્સ્પેક્ટર કહે, “તમારી વિરુદ્ધ જયાબહેન પટેલની ફરિયાદ છે. તમે ૪૯૮ની કલમનો ભંગ કરીને બે પત્ની રાખી છે. તે સબબ તમારી ધરપકડ કરવા અમે આવ્યા છીએ. ચાલો જીપમાં બેસી જાવ. તમારા બચાવ માટે જે ખુલાસા કરવા હોય તે કોર્ટ સમક્ષ કરજો.” એ સાથે ઈન્સ્પેક્ટરે ધરપકડનો પત્ર સુરેશને સોંપ્યો.

રેવા અને રાજલ રસોડામાંથી બહાર આવ્યા. એ કંઈ સમજે એ પહેલા સુરેશે તૈયાર થઈની જીપમાં બેસવું પડ્યું. રેવા બેબાકળી થઈને કલ્પાંત કરવા લાગી. એણે ચાલતા અંબાજીની યાત્રાએ જવાની બાધા રાખી.

‘હે ! મારી માવડી ! મારા સુરેશને હેમખેમ જલદીથી પાછો લાવજે. એ આવે તે પછીથી હું ચાલતી તારી જાત્રા કરીશ. ને તારે થાનકે નૈવેધને ચૂંદડી ચડાવીશ.’ રાજલ મૂંગી થઈને બેઠી હતી. બીજા દિવસે વિઠ્ઠલભાઈએ કોર્ટ સમક્ષ જામીન આપીને સુરેશને છોડાવ્યો. એને ઊંડે ઊંડે થતું હતું કે જયા કંઈક નવાજૂની કરશે. જે બનીને રહ્યું.

નજમાની આંતરિક મન:સ્થિતિ શાંત નહોતી. એનો ચચરતો અને જલદ દારૂગોળો દિલના પટારાના એક ખૂણે મૂકીને એ કૉલેજનું અધ્યાપન કામ કરતી. એ હંમેશા વિદ્યાર્થીઓના હિત માટે તત્પર રહેતી. પોતાના વર્ગના પ્રત્યેક વિદ્યાર્થીની હિલચાલ પર એની બાજ નજર રહેતી. એથી એના વર્ગના વિદ્યાર્થીઓ સજાગ રહીને અભ્યાસ કરતા. શિક્ષણના નવા પ્રવાહ સાથે સતત ચાલતા રહેવું એ એની જ્ઞાનપિપાસુ વૃત્તિ માટે પોષક હતું. એ સાથે એના એ જ્ઞાનના નશામાં સાથી અધ્યાપકો સાથે નજીવી બાબતે ઉશ્કેરાઈને મિથ્યા પ્રલાપ કર્યા કરતી.

રઝિયા એની દિલદાર મિત્ર હતી. એ બંનેની ગાઢ મિત્રતાની ઈર્ષ્યા અન્ય વિદ્યાર્થીનીઓને થતી. બાલવર્ગથી અનુસ્નાતક સુધી સાથે અભ્યાસ કર્યો. બંને એકબીજા વિના રહી શક્તી નહોતી. એ બધું ભૂલીને ચૂપચાપ સુરેશ સાથે લગ્ન કરી લીધા. એ નજમા માટે મોટો આઘાત હતો.

સુરેશને હીજડો અને બેવફા પ્રેમી કહીને ભાંડતી. એ જયારે સુરેશને મળીને લગ્નની વાત કરતી ત્યારે એ ગોળગોળ વાતો કરીને હા ! હા ! કર્યા કરતો. એણે એકાએક રઝિયા સાથે લગ્ન કર્યા એ નજમા માટે મરણતોલ ફટકો હતો.

નજમાએ સંગ્રહી રાખેલા દારૂગોળનો વિસ્ફોટ થવાની શંકા સુરેશ, રઝિયા અને આયશાને હોવાથી એ બધા સાવચેત હતા જ.

શહેરમાં સુરેશ, રઝિયા અને આયશા આવ્યાની ખબર નજમાને મળી. એણે એના ભાઈને જાણ કરી. સુએશ અને રઝિયા ક્યારે અને ક્યાં જવાના છે એની ખબર એ રાખતો હતો.

શહેરના ભરચક વિસ્તારમાંથી એક રીક્ષા વાસણા સરખેજના રોડ પર દોડી રહી હતી. એમાં સુરેશ, રઝિયા અને આયશા બેઠાં હતાં. પાલડી ચાર રસ્તાથી એક ટ્રક આ રીક્ષાની પાછળ દોડવા લાગી. વાસણા બસસ્ટેન્ડ આવતા પહેલાં એ ટ્રક રીક્ષાને ટક્કર મારીને આગળ દોડવા લાગી. લોકોના ટોળાંઓ એ ટ્રકને રોકી. પેટ્રોલ છાંટીને સળગાવી દીધી. ટ્રકનો