Saraswati Chandra - 1 Chapter - 21 in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 21

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 21

સરસ્વતીચંદ્ર

ભાગ : ૧ : બુદ્ધિધનનો કારભાર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૨૧

ચાલ્યો

કુમુદસુંદરી ખિસ્સામાં કાગળ મૂક્યો હતો તે વાંચવાની જોગવાઇ

શોધવા સારુ સરસ્વતીચંદ્રે આટલી ઉતાવળ કરી. બુદ્ધિધનના ઘરમાં - ગામમાં એ કાગળ ઉઘાડવો - એ અક્ષર કોઇ જુએ - તે પણ ભયંકર હતું; કુમુદસુંદરીને અનિષ્ટકર હતું.

રાજેશ્વરમાં જતાં મૂર્ખદત્ત મળ્યો. સરસ્વતીચંદ્ર તેની સાથે જમ્યો અને જમતાં જમતાં કાંઇક વાત થઇ.

‘નવીનચંદ્ર ? તમે અહીંથી હવે શીદ જશો ?’

‘મારો ભદ્રેશ્વર ભણી જવાનો વિચાર છે.’

‘ગાડીબાડી કરીએ કની ?’

‘આણીપાસ થઇને ગાડુંબાડું જતું હશે તેમાં બેસી જઇશું.’

‘ભાઇસાહેબે તમને ગાડી ન આપી ?’

‘મેં માગી જ નથી. મારે એકલાજવું છે.’

‘ત્યારે તેમ રસ્તામાં કોઇને કહેશો નહીં કે હું એમને ઘેરથી આવું છું.’

‘કેમ ?’

શઠરાય તરફના બહારવટિયા આજ ચારે પાસ ભમે છે - અને ભાઇસાહેબનું માણસ હોય તો તેને બહુ કનડે છે. કુમુદસુંદરી પણ ભદ્રેશ્વર જવાનાં છે અને મને આ બાબત ખબર પડી એટલે અલકબહેનને કહી આવ્યો કે ગમે તો હમણાં જવાનું બંધ રખાવો ને ગમે તો સાથે બહુ સારો બંદોબસ્ત કરજો.

‘હશે, મારે શું બીવાનું હતું ? હું જરા વાડામાં બેસું છું. તમે કોઇ

ગાડું આમ જતું હોયો તો ઊભું રાખી મને બોલાવજો.’ મૂર્ખદત્ત બારણા ભણી ગયો. સરસ્વતીચંદ્ર વાડામાં ગયો અને મૂર્ખદત્તના ખાટલા પર બેસી શોક સાથે ખિસ્સામાંનો પત્ર વાંચવા લાગ્યો. વાંચતાં વાંચતાં પત્રના અક્ષરથી અને હવે અનંત બનેલા વિરહના ભાવથી જેણે આજ સુધી હ્ય્દય ટેકવ્યું હતું તેની આંખમાંથી એકાંત અશ્રુધારા વહેવા લાગી.

‘કુમુદસુંદરી ! હું તારે વાસ્તે શું કરું ? તારી ઇચ્છા મારા મુંબઇ

જવામાં સમાપ્ત થાય છે ! ખરે ! તું સતી છે. અણગમતા પુરુષને વશ ન થવામાં ગમીક સ્ત્રીઓ ભયને ગણતી નથી - તેમનું સતીપણું વધારે કે આટલી ઊંડી અને ન ભૂંસાય એવી પ્રીતિ છતાં મળેલા પ્રસંગે આટલી દૃઢતા રાખે તેનું સતીત્વ વધારે ? સીતાને રાવણ ઉપર પ્રીતિ ન હતી અને તેનાથી એ વિમુખ થાય એમાં નવાઇ શી ? કુમુદસુંદરી ! તેં એ નવાઇ કરી

- તેં મને બોધ આપ્યો. હું નહોતો જાણતો કે મારામાં આટલી નિર્બળતા હશે. તેં આ બીજી વાર મારું રક્ષણ કર્યું. મેં મારો ત્યાગ ન કર્યો હોત તો તારાથી હું કેટલો ભાગ્યશાળી થાત ! હવે તારો ત્યાગ કરવામાં જ મારું ભાગ્ય રહ્યું. તારો ઉપદેશ મારે માનવો ?

‘ક્ષમા કરજે - તારો ઉપદેશ નહીં મનાય. મેં તારી આ દશા કરી દીધી તેનું પ્રાયશ્ચિત્ત મારે કરવું જોઇએ. હું અથડાઇશ, ભમીશ અને તને સ્મરીશ - મારે મોટા નથી થવું. સંસાર, વૈભવ, મોટાઇ, એ સૌ કોને માટે

? પિતાને વાસ્તે હું સંસારમાં રહ્યો હતો - તારી ‘માયા’ મને ઉપભોગનાં ઇન્દ્રજાલ દેખાડત. પિતાની વૃત્તિએ મને સંસારમાંથી મુક્ત થવા સ્વતંત્રતા આપી - તારો ત્યાગ કરી હું સન્યાસી થયો ! હવે એ સ્વપ્ન જોવા તે શા

માટે

‘પ્રિય ચંદ્રકાંત ! તું વળી ભદ્રેશ્વર ક્યાં ગયો ? શું ત્યાં પણ મારે કુમુદસુંદરીને પાછું મળવાનું રહ્યું ? સુવર્ણપુરને કાલ રાત્રિના સંસારે આમ

એકદમ છોડાવ્યું એટલે અહીંયાં તો તને મળાય તેમ નથી.

‘ન અહીંયા મળવું - ન ભદ્રેશ્વરમાં મળવું, ત્યારે ક્યાં મળું ? શું તને મળ્યા વિનાનહીં ચાલે ? એટલો સંસાર પણ મારે શું બાકી રહ્યો ?’

‘ત્યારે હું કોઇ ત્રીજે રસ્તે જ જાઉં ! ચંદ્રકાંત ઉપર કાગળ લખી

મોકલીશ.’

‘એ રસ્તો શું ક્રૂર નથી ? દુષ્ટ જીવ ! આટલી ક્રૂરતા કરી હજી

સંતોષ ન વળ્યો ?’

‘પિતાની આજ કેવી સ્થિતિ હશે ? ચંદ્રકાંત પાસેથી તે ખબર

મળશે. તેમને મારી પાછળ દુઃખ થયું હશે ? મને થયું તો એમને કેમ ન થાય ?’

‘ઇશ્વર એવા સમાચાર આપો કે એ મને ભૂલી ગયા હોય - પણ

ચંદ્રકાંત - ગંગાભાભીને પણ મારે સારુ લાગતું હશે. અરેરે ! મેં કેટલાં

માણસોને દુઃખી કર્યો ?’

આમ વિચારો કરે છે એટલામાં પ્રમાદધનનો ખાનગી સિપાઇ રામસેન વાડામાં આવ્યો.

‘નવીનચંદ્રભાઇ, જતાં પહેલાં એક વાર આપને પાછા સુવર્ણપુર આવી જવું પડશે.’

‘કેમ ?’ - ચમકીને સરસ્વતીચંદ્ર બોલ્યો.

‘અત્યારે ભાઇસાહેબ દરબારમાં ગયા છે - પણ બીજી નવાજૂની કરીને ગયા છે પદ્માની કૃષ્ણકલિકાની વાત -’

રામસેને વીગતવાર સમાચાર કહ્યા. પ્રમાદધન બાબતની બેયે વાતો બુદ્ધિધન પાસે ગઇ હતી. પુત્રની કચાલ સાંભળી પિતાને અત્યંત ખેદ થયો અને આવા કુળમાં આવો અંગારો ક્યાંતી ઊઠ્યો એ વિચાર થયો. કૃષ્મકલિકાનો વર પ્રમાદ ઉપર ચિડાઇ રહ્યો હતો તે ખબર પડતાં તેને બોલાવ્યો અને તેને સારી પેઠે દિલાસો આપી બુદ્ધિધને પ્રમાદધનને શિક્ષા કરવાનું કહ્યું હતુ.ં શિક્ષા હજી કરી ન હતી પણ વાત પ્રમાદધનને કાને ગઇ અને તેથી તે ઘણો ખિન્ન બની ગયો. નરભેરામ પાસે પિતાજીની ક્ષમા મંગાવવા વિચાર કર્યો પણ મોટી વયના માણસ પાસે મન ઊઘડ્યું નહીં. આથી ‘નવીનચંદ્ર’ સાંભર્યો અને તે જ કામને અર્થે તેને બોલાવવા રામસેન આવ્યો હતો.

‘ભાઇ રામસેન, આ વખત આવ્યો છે તેનું કારણ તું પોતે છે.

ભાઇને ખરાબ ટેવ તો પાડી છે. ભાઇ નહીં સુધરે તો એનું તો જે થવાનું હશે તે થશે પણ તારો રોટલો ગયો સમજ્જે. જા, જઇને તું જ ભાઇને સુધાર. આવા વિષયમાં હું વચ્ચે નહીં આવું. ભાઇસાહેબ જે કરશે તે વિચાર કરીને જ કરશે. હું આવીશ તો બીજું તો કહેતાં કહીશ પણ પ્રથમ

તો એ જ કહીશ કે તને કાઢે. માટે જા, મને બોલાવ્યામાં સાર નથી.

પ્રમાદભાઇને કહેજે કે સુધરે અને પિતાના જેવા થાય. અત્યારે એ જે શિક્ષા કરશે તે હજાર વિચાર કરીને કરશે. જા, હું આવવાનો નથી.’

નીચું જોઇ બોલ્યાચાલ્યા વિના રામસેન ચાલ્યો ગયો.

મૂર્ખદત્ત પાછળ છાનોમાનો ઊભો હતો તે આગળ આવી બોલ્યો

ઃ ‘આમાંથી કાંઇ નવુજૂનું નક્કી થશે. આવી વાતની ભાઇસાહેબને બહુ

ચીડ છે અને ઉતાવળું કામ કરશે તો ભાઇ ઝેર ખાય એટલા શરમાળ છે અને મોટાં માણસોને કોણ કહે કે આમ કરો ? - વારુ, નવીનચંદ્રભાઇ છે.

ગાડું એક બારણે ઊભું રાખ્યું છે. પણ ભદ્રેશ્વર જ જશે એ નક્કી નથી.’

સરસ્વતીચંદ્રનો પિત્તો ઊકળ્યો હતો. કાંઇક રોષભર્યે સ્વરે તે બોલ્યો

ઃ ‘ભદ્રેશ્વર ઊંઘી ગયા - મારે તો ગમે ત્યાં પણ જવું એટલી જ વાત છે

- ગમે ત્યાં જઇશ મારી મેળે - જ્યાં ગાડું ત્યાં હું. મારે તો માત્ર અહીંથી જવું છે.’

બે જણ મંદિરમાં આવ્યા. સરસ્વતીચંદ્ર દ્ધાર બહાર આવી ઊભો.

પાછળ ગાંસડી લઇ મૂર્ખદત્ત આવ્યો. સરસ્વતીચંદ્ર વિચારમાં પડી ઊભો ઊભો મોં વડે સિસોટી વગાડવા લાગ્યો અને સામે ઊભેલા ગાડા સામું જોઇ

રહ્યો.

મોટા બે બળદ જોડેલા એવું, લાંબા પાટિયાંના તળિયાવાળું અને પાંજરાંથી બાંધી દીધેલું ગાડું હતું. પાછળનો ભાગ છેક જમીનને અડકતો હોય એવો દેખાયો અને મોખરે ધારી પર ગાડીવાન બેઠો હતો તે ઠેઠ ઊંચો ઊડી પડવા જતો દેખાયો ગાડામાં એક ડોશી, એક ચાળીસેક વર્ષનો દુઃખી દેખાતો પુરુષ, અને એક વીસેક વર્ષની સ્ત્રી એટલા બેઠાં હતાં.

તેમાંનું કોઇપણ દેખાવડું કે ગોરું ન હતું અને વણિગ્વર્ગનાં છે એમ

લાગ્યું. ડોશી બ્રાહ્મણી હતી. તે સર્વને લઇ ગાડું રત્નનગરી ભણી જવાનું છે તેમ તપાસ કરતાં મૂર્કદત્તને માલૂમ પડ્યું. ગાડાવાળાએ સરસ્વતીચંદ્રનું ભાડું કર્યું. મૂર્ખદત્ત બોલ્યો :

‘ચંદરભાઇ, તમારે તો ભદ્રેશ્વર જવું છે અને આ ગાડું તો રતનનગરી ભણી જાય છે.’

‘ભદ્રેશ્વરનો રસ્તો ક્યાંથી જુદો પડે છે ?’

‘અહીંથી દસેક ગાઉ ઉપર મનોહરિયા નામનું ગામડું છે ત્યાંથી એક રસ્તો ભદ્રેશ્વર જાય છે અને બીજો રત્નનગરી જાય છે.’

‘ઠીક છે. ત્યારે તો આજ ગાડામાં જઇશ.’

સરસ્વતીચંદ્ર આજ સુધી કદી આવા ગાડામાં બેઠો ન હતો તે આજ બેઠો. મૂર્ખદત્તને પાંચ રૂપિયા આપ્યા. ગાડામાં નીચે પરાળ પાથરી હતી, તે ઉપર એક ઓછાડ પાથર્યો હતો અને તે ઉપર છેક નીચે સરસ્વતીચંદ્ર

બેઠો. દશ વાગ્યા હતા અને માથે ચૈત્રનો તાપ પડતો હતો. ધ્રુવની પેઠે

લક્ષાધિપતિને ભરવૈભવમાં ઊછરેલો પુત્ર આજ આમ બહાર નીકળ્યો જોઇ

સૂર્યનારાયણ કુમળા ન થયા. દુઃખી માણસો તેના તાપને ગણ્યે પણ નહીં.

ઊડતી રેતીના દડ વચ્ચે ચીલો કાપતું રગશિયું ગાડું પુરુષરત્નને પીઠ પર

લઇ ચાલ્યું. અને ઘુમ્મસ પેઠે ચારે પાસ ઊડતું ધૂળનું વાદળું ગાડાને ઘેરી

લેવા લાગ્યું. મૂર્ખદત્ત ગાડા પાછળ જરીક ચાલી, રજા લઇ, રસ્તામાં સંભાળ

રાખવાનું સરસ્વતીચંદ્રને કહી, ગાડાવાળાને એની ભલામણકરી પાછો ફર્યો અને અદૃશ્ય થયો.

ગાડાનાં પૈડાંનો ચીલામાં ઘસડાતાં થતો કઠોર સ્વર, માથે તપતો તાપ, ચારપાસની ધૂળ, અને નીચે ખૂંચતી પરાળ એ સર્વની વચ્ચે ગર્ભશ્રીમંત, કોમળ અને શારીર દુઃખનો અપરિચિત સરસ્વતીચંદ્ર શોક વિચારમાં પડી પગથી માથા સુધી ધોતિયું ઓઢી સૂઇ ગયો. સ્વરથી ભરાતા, તાપથી ઊકળતા, ધૂળથી ગૂંચવાતા, અને પરાળના ખૂંચાવાથી કાયર થતા મસ્તિકમાં કંઇ કંઇ વિચાર વિચિત્રરૂપે ઉત્પન્ન થયા. પાછળ કપાતો તપાતો માર્ગ

મીંચાયેલી આંખમાં લાંબી નેળ જેવો લાગ્યો અને તેમાં ધૂળના રંગના વચ્ચે વચ્ચે ભડકાવાળા લાંબા આકાર લંબાતા લાગ્યા. એ આકાર ઘડીક આસપાસના ઝાડ જેવા, ઘડીક માથે તપતાં વાદળાં જેવા અને ઘડીક ઓઢેલા ધોતિયાના તંતુજાળ જેવા દેખાવા લાગ્યા. બળદ હાંકતા ગાડીવાનના ડચકારા, બળદ

સાંભળી સમજતો હોય તેમ તેને ગાડીવાન કહેતો તે કઠોર શબ્દ, સળગતા ભડકા જેવા આકાશમાં ઊડતા સમળાઓ અને સમળીઓની લાંબી કઠોર

ચીસો, સૂડીથી કપાતાં લક્કડિયાં સોપારી જેવા અચિંતા કાન પર ભચકાતા કાગડાનાં ‘કાકા’ શબ્દ હોલા અને કાબરોના વનમાં પડઘા પામતા - કાનની ભૂંગળીઓમાં ફૂંફાતા સ્વર ચકલીઓના ઝીણા ચીંચીકાર, કોણ જાણે ક્યાં સંતાઇ રહેલા અંધ ઘુવડના ગેબી અને ભયંકર પોકાર, ઝાડ પર ખસતી ઝાંખરાનાં ઉઝરડા : આવા આવા અગણિત શબ્દો કર્ણસ્વપ્નો રચવા લાગ્યા.

જેમ તાપના ભડકા, ઓઢેલું ધોતિયું અને મીંચાયેલી પાંપણોને ભેદી એકળાતી કીકીઓમાં દાખલ થતા હતા અને ઓઢેલા વસ્ત્રને ભેદી ઉષ્ણતા ત્વચાને પરસેવાથી નવરાવતી હતી, તેમ જ આ સર્વ સ્વર સૂવા ઇચ્છતા કાનને ઊંઘવા દેતા ન હતા. ઢાળ ઉપર આવતા ગાડાના હેલારાથી શરીર આમથી તેમ ભચકાવા લાગ્યું.

આ સર્વ અવસ્થાની વચ્ચોવચ મસ્તકિ નવરું ન પડ્યું. બોલ્યા વિના કુમુદસુંદરીવાળા કાગળમાંની કવિતા ગાઇ. ‘કુમુદસુંદરીને ભદ્રેશ્વરમાં પાછું મળવાનું થશે. હું ભદ્રેશ્વર ન જ જાઉં તો શું મને મળવા આવેલાને

મારે ન મળવું ? મનોહરિયામાં રહીશ અને એ સુવર્ણપુર જશે ત્યારે વચ્ચે ત્યાં અટકાવી મળીશ. પિતાની ખબર એ આપશે. પિતાને હું સાંભરતો હોઇશ ? એમની શી અવસ્થા હશે ? મુંબઇ પાછા જવું ? ન જવું ? ત્યારે

ચંદ્રકાંતને શું કહેવું ?

‘કારભાર કેમ મળે છે - દેશી કારભારીઓ કારભાર કોને કહે છે તે તો જોયું. પણ એ રાજ્યોમાં રાજ્યતંત્ર કેમ ચાલતાં હશે - લોકની અવસ્થા કેવી હશે ? - આ સર્વ જોવાનું રહ્યું. સુવર્ણપુરને તો તજ્યું જ.

રત્નનગરી જઇને જોઉં ? આ ગાડું ત્યાં જ જાય છે તો !

‘પ્રમાદધનને શી શીક્ષા થાય છે તે જણાય તો ઠીક. પણ હવે મારે એ જાણી શું કરવું છે ?

‘અરેરે ! કુમુદસુંદરી !

‘આ બહારવટિયાની બીક પણ ખરી ! - મૂર્ખદત્તે સૂચના એમને આપી છે એટલે ઠીક છે !’

ગાડું એકબે ગાઉ નીકળી ગયું. ગાડાવાળાએ ગાવા-લલકારવા માંડ્યુંઃ

‘મારાં ઠકરાળાં હો ! તમારા દાડમની કળીશા દાંત !

ઘેરે આવજો હો ! આપણે વાળીશું ગુપ્ત ગાંઠ

મારાં ઠકરાળાં હો ! મારું ઘર ખેતરવા પેલે પાર -

ત્યાં તો આવજો હો ! ઉઘાડું મેલીશ અડધૂં કમાડ.

મારાં ઠકરાળાં હો ! તમારા કાળી નાગણશા વાળ !

ઘેર આવજો હો ! આપણે મહાલીશું માઝમ રાત !’

લલકાર આખે લાંબે માર્ગે વ્યાપ્યો.

લલકારમાં સરસ્વતીચંદ્ર લીન થયો અને કુમુદસુંદરી હ્ય્દયના દ્ધારમાં આવતી લાગી. ગાડામાં સ્ત્રીઓ છે એવી પશ્ચિમબુદ્ધિ થતાં ગાડાવાળાએ ગાવું બંધ કર્યું. માથા આગળ બેઠેલી ડોશીએ ગાવા માંડ્યું :

‘જીવની આશા તે ડુંગર જેવડી, મરવું પગલાંની હેઠ,

મરણસમે તારું કો નહીં, સગું ના’વે કો ઠેઠ - જીવ૦’

સૂતેલા સરસ્વતીચંદ્રની આંખમાં આંસુ આવ્યાં, ‘મરવું - મરવું -

કુમુદ - કુમુદ -’ કરતું કરતું તેનું રોતું હ્ય્દય તાપમાં નિદ્રાવશ થઇ ગયું.

ધડકતા હ્ય્દયને, સૂક્ષ્મ અને ચિત્રસંસ્કારી સ્વપ્ન સૃષ્ટિને, ચેતનને, ચેતનના હ્ય્દયમાં રહેલા ચેતનને, અને એમ કંઇ રત્નોને અંતરમાં વહેતું હ્ય્દયશૂન્ય

જડ ગાડું ધીમે ધીમે ચાલવા લાગ્યું. ઊંઘતો ઊંઘતો સરસ્વતીચંદ્ર નવા અજાણ્યા સંસારમાં ચાલ્યો - ક્યાં જવું છે તેનું ભાન હતું, શું કરીશ તેનો વિચાર ન હતો, અને શું અનુભવાશે તેની કલ્પના ન હતી ! જન્મતો માનવી બીજું શું કરે છે ?

ગાડાની પાછળ કેટલેક છેટે પણ ગાડા ભણી અને તેમાં બેસનારા ઉપર અચૂક દૃષ્ટિ રાખતા રાખતા પરસ્પર વાતો કરતા કરતા ત્રણ ઘોડેસવાર આવતા હતા, અને ઘોડાના પગના ડાબલાનો પોલો સ્વર અર્ધ ઊંઘતા સરસ્વતીચંદ્રના કાન ઉપર ડાબકા દેવા લાગ્યો.

ગાડાની સામી પાસ ઘણે જ છેટે ક્ષિતિજમાં સામી ધૂળ ઊડતી હતી અને ઢોલ અને રણશીંગા જેવા સ્વર તથા હોકાર ઘણે આઘેથી આવતા હતા. રખેને એ સ્વર ધીરપુરવાળા બહારવટિયા તરફના તો ન હોય જાણી આવા પ્રસંગોનો અનુભવી ગાડાવાળો કંપતો હતો ને અંદર બેસનારાંને કહેવું કે ન કહેવું તેનો વિચાર કરવા લાગ્યો. ગાડાની લગોલગ જ એક સન્યાસી ચાલતો હતો તેને જોતાં મૌન ડહાપણ ભરેલું લાગ્યું.

ગાડામાં ડોશી બેઠી હતી તે કંક લૌકિક કવિઓનાં પદ ગાતી હતી.

અને તેમાંથી છૂટકત્રૂટક કટકા સરસ્વતીચંદ્રના હ્ય્દયમાં પેસતા હતા.

‘સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં, ટાળ્યાં તે કોઇનાં નવ ટળે રઘુનાથનાં જડિયાં.’૧

જંગલ વસાવ્યું રે જોગીએ, તજી તનડાની આશ જી !

વાત ન ગમે આ વિશ્વની, આઠે પહોર ઉદાસ જી ! -જંગલ૦

સેજ પલંગ રે પોઢતા, મંદિર ઝરૂખા માંહ્યાં જી.

તેને નહીં તૃણસાથરો, રહેતા તરુતળ છાંય જી. જંગલ૦

શાલદુશાલા ઓઢતા ઝીણા જરકશી જામા જી

તેણે રે રાખી કંથા ગોદડી સહે શિર વાત ઘામ જી. જંગલ૦

હાંજી કહેતાં હજારો ઊઠતા, ચાલતાં લશ્કરલાવ જી !

તે નર ચાલ્યા રે એકલાસ, નહીં પેંજાર પાવ જી ! જંગલ૦’૧

સરસ્વતીચંદ્ર સ્વપ્નાવસ્થ હતો તેને અનેક ડૂસકાં ભરતી આકાશમાં અધ્ધર લટકતી, ગાડા પાછળ દોડતી આવું આવું ગાતી કુમુદસુંદરી દેખાઇ.

વળી ડોશી ગાવા લાગી :

‘કાયા માયા કૂડી રે, રાખી તારી રહેશે નહીં,

જોને તું વીચારી રે, ઘેલા ! કેમ અક્કલ ગઇ ?’

‘વાદળાની છાયા રે, જોતાં જોતાં છેટે ગઇ !’૨

અચિંતી આંખ ઊઘડી અને વાદળની છાયા ભણી કુમુદસુંદરીની છાય અદૃશ્ય થઇ. આંખ ફરી મીંચાઇ. ડોશીનું ગાન તો ચાલતું જ હતું.

‘ભરમાવી દુનિયા ભોળી રે બાવો ચાલ્યો ભભૂતી ચોળી.

ભોજો ભગત કહે ભવસાગરમાં બાવે માર્યાં બોળી રે. ભ૦’

કુમુદસુંદરીની વડિયાઇ, લુચ્ચા જમાઇએ ભોળી દીકરીને ભરમાવી

માટે, ઠપકો દેતી હોય એવું સરસ્વતીચંદ્રને ભાન થયું. દુઃખમય તે ફરી સ્વપ્નવશ થયો. રગશિયું ગાડું હજી ચાલતું જ હતું. પાછળ અને આગળના સ્વર એકઠા થઇ સ્વપ્નાવસ્થ કાનમાં પેસવા લાગ્યા.

બરોબર મધ્યાલ્ન થયો અને જગતના શિર પર ચડેલો સૂર્ય માનવીનું

મસ્તક તપાવવા-ઉકાળવા લાગ્યો.

ચોપાસ મચી રહેતા ગરબડાટ વચ્ચે થઇને સૂર્યનો પ્રકાશ તજી

પોતે કોઇ ઊંડી ખોમાં ઊતરી પડતો હોય, અંધકાર ભરેલા ગર્જના મચાવી

મૂકતા સમુદ્રનાં મોજાંને ચીરી તેને તળિયે જઇ પહોંચતો હોય - એવું સ્વપ્ન અનુભવતો, સર્વ અંધકાર વચ્ચે માત્ર ‘કુમુદદીપ’ જોવા પામતો; સરસ્વતીચંદ્ર

અંધનિદ્રાના પાતાળમાં ઊંધે માથે પડવા લાગ્યો. પડતાં પડતાં અંગ્રેજી કવિની રજ્જુ જેવી કવિતા તેના હાથમાં આવી તેનો આધાર પકડી લઇ લાંબા અજગર પેઠે મુખ વિકાસી ઊભેલી ઊંડી નિરાશાનિદ્રાના કૂવામાં પોતાનો

પ્રતિધ્વનિ સાંભળતો સાંભળતો ધીમે ધીમે ઊતરી પડ્યો.

‘મચી રહ્યો કોલાહલ આજે દશે દિશ ગાજે

તે મધ્યે થઇ ઊતરી પડતી; પડ, નીચે નીચે જાજે !

નીચે નીચે !

મૃગ પાછલ ધસી પડે રુધિર પીનાર સ્વાન શિકારી; ધૂમ, વીજળી જતાં, થઇ જાય વ્યોમનો વ્યાપી;

ગ્રહી પતંગઇંધન, પૂઠે વિશદ ઝગી રહે જ્યોત દીવાની; પૂઠ લેતી મૃત્યુતણી નિશા - નિરાશા કાળી;

પ્રીતિ પાછળ દુઃખની છાય, ઢાંકતી આંખ, પડે ઉઘાડી;

ચડી ઊભય કાળ-હય પીઠે કરે બળ - સવારી

પી જતી ‘આજ’ ને આજ ‘કાલ’ અભિમાની જોરભરી આવી.

ચુંબક - ઉપ ચીરી કળી જતી લોકકુહાડી.

એમ જ ચીરી આ દંભ નીચે.

એમ જ આ સૌ દંભ નીચે

ઊતરી પડની, શૂર, નીચે નીચે !

આ જગદંભતણા સાગરની નીચે નીચે જાજે,

સમુદ્રતળિયે ઊતરી પડની, પડી નીચે નીચે જાજે, સમુદ્રની ચીરી ઊર્મિ ઊછળતી નીચે નીચે જાજે.

નીચે નીચે !

પડી નિદ્રાવશ, ઓઢીને અંદ ઓછાડ, વીજળી સૂતી;

મુર્મુરકણિકા૧ ભૂતિને૨ ગર્ભ સ્ફુરી રહેતી;

પ્રિયદૃષ્ટિ અપશ્ચિમ, ઉરે વિરહીએ, ગણી રત્નસમ રાખી; એમ જ આ સૌ દંભ નીચે

કામણ કંઇ તુજ કાજ હીસે;

ધન્યભાગ્ય ! આ દંભ નીચે

રસિક ! ઊતરી પડ નીચે નીચે !

નીચે નીચે !૩

આ માનવીના દુઃખ નીચે ભારે મરતા હોય તેમ ધીમા ચાલતા બળદની પાછળ ગાડું ખેંચાતું હતું, અને આગળ ઊડતા - તડકાથી ચળકતા

- ભડકા જેવા - ધૂળકોટમાં પડવા માંડતી આહૂતિ પેઠે અદૃશ્ય લક્ષ્યભણી સરસ્વતીચંદ્રના પ્રારબ્ધ પેઠે - અદૃષ્ટ પેઠે - ચાલ્યું.!!!!!!!!!!!!