Saraswati Chandra - 1 Chapter - 16 in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 16

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 16

સરસ્વતીચંદ્ર

ભાગ : ૧ : બુદ્ધિધનનો કારભાર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૧૬

બુદ્ધિધન અને સૌભાગ્યદેવી

કુમુદસુંદરી નીચે આવી તે પહેલાં સર્વ પુરુષવર્ગ જમી મેડીએ ચડ્યો અને પ્રધાન ખંડમાં ઊભરાયો. બુદ્ધિધન હરતોફરતો તેણી પાસ સર્વ દૃષ્ટિઓ જતી અને તે જેની સાથે વાત કરે કે બોલે અથવા જેના સામું જુએ તે પોતાને ભાગ્યશાળી માનવા લાગ્યા. વિદુરપ્રસાદ પાનનાં બીડાં વહેંચવા લાગ્યો. પ્રમાદધન હસતો હસતો હેરાફેરા કરવા લાગ્યો, પોતાના મિત્રોનો સર્વથી અધિક સત્કાર કરવા લાગ્યો, આરામ-આસન પર પડી કંઇ કંઇ હુકમો કરવા લાગ્યો અને કંઇ કંઇ ગપાટા મારવા માંડ્યો. નવીનચંદ્ર કંઇક જવાના વિચારમાં એ કંઇક આ નવો સંસાર જોવામાં પડ્યો હતો અને એક ખૂણામાં ગાદી ઉપર પડ્યો પડ્યો સર્વ ચિત્રની છબી મનમાં પાડતો હતો.

અંતે બે વાગ્યા અને સર્વ મંડળ વેરાવા માંડ્યુ. થાક્યોપાક્યો અને ભારે જમણ જમેલો બુદ્ધિધન ઘડીક પોતાના ખંડમાં વિરામ પામવા ગયો અને પ્રમાદધન પોતાના ખંડમાં ગયો. નવીનચંદ્ર ગાદી ઉપર નિદ્રાવશ થઇ ગયો.

દરબાર ભરવાનો સમય તે જ દિવસે પાંચનો બદલી બીજે દિવસે પ્રાતઃકાળનો કર્યો હતો. અને સાંજે તથા રાત્રે માત્ર ખાનગી મંડળ એકાંતમાં સંમન્ત્ર કરવા ભરાવાનું હતું. પ્રમાદધન અને તર્કપ્રસાદે સિદ્ધસાધકનો સંબંધ

દેખાડી - ચારેય વાગ્યે લીલાપુર જવું અને થયેલા વર્તમાનના સમાચાર પહેલાં પાછા આવવું એમ ઠરાવ હતો.

રામભાઉએ તર્કપ્રસાદ સાથે બુદ્ધિધન ઉપર કેટલીક અયોગ્ય માગણીવાળો સંદેશો મોકલ્યો હતો અને તે પ્રમાણે અનુવર્તન નહીં થાય તો સાહેબને ઊંધુચત્તું ભરાવવાની ધમકી આપી હતી. દરબારનો સમય બદલવાનું કારણ આ નવી ચિંતા હતી.

બુદ્ધિધન પોતાના ખંડમાં ગયો તો સૌભાગ્યદેવી ઊભેલી. સર્વ ચિંતા તે ઘડીક ભૂલી ગયો. દેવીનો તેણે હાથ ઝાલ્યો અને આજનો દિવસ કેમ

ગાળ્યો એ ખબર પૂછી. દેવીએ નીચું જોયું - ઉત્તર દીધો નહીં. અમાત્ય

બોલ્યો : ‘આજનો દિવસ ઉત્સવનો છે અને કાલ પણ ઇશ્વર કરશે તો આજના જેવો જ જશે. દેવી, હું માંદો માંદો બક્યો હતો તે સાંભરે છે ?

કાલ પોશાક મળ્યા પછી પ્રથમ મારે દયાશંકરકાકાને પગે લાગવું છે. માતુશ્રીને ઠેકાણે કે પિતાને ઠેકાણે હવે એ જ છે.’ દેવી ખુશી થઇ.

‘લીલાપુરમાં આપણે રહેતાં હતાં અને નિર્ધન હતાં ત્યારે આપણે બારીએ બેઠાં હતાં અને અડમ સાહેબ મેનામાં બેસી જતાં હતાં તે જોઇ તે શું કહ્યું હતું તે સાંભરે છે ? મેં એક મેનો તારે સારું છાનોમાનો તૈયાર કરાવી મૂક્યો છે. કાલથી તારે રોજ એમાં બેસી પ્રાતઃકાળે રાજેશ્વરનાં દર્શન કરી આવવાં. આજનો દિવસ એ એમના જીર્ણોદ્ધારનો પ્રતાપ.’

દેવી આનંદનિસરણી પર પગથિયું ચડી : ‘અલક કહેતી હતી કે કુમુદસુંદરીએ માળી પાસે મહાદેવના બાગની શોભા અહુણાં અહુણાંમાં બહુ વધરાવી છે.’

‘આપણે બીજું ખરચ પણ કરવું છે. કુમુદે સમજે છે ઠીક - એમની અને અલકની ઇચ્છા પ્રમાણે સૌ કરાવવું.’

‘હાસ્તો. ભોગવૈભવ તો બાળકના જ કની !’

આપ દંપની પરસ્પર આનંંદ વધારતાં હતાં અને આનંદની પરિસીમા આવવાની હોય એમ બુદ્ધિધન તેના ભણી સ્નિગ્ધ લોચનભર્યો જોઇ રહ્યો હતો એવામાં દેવીનાં અંગ ઉપરથી જ કળી ગયો કે મારા કુળમાં વૃદ્ધિ

થવાનો સંભવ છે - દેવીની લજ્જા ઉપરથી જ આ વિષે તેની ખાતરી થઇ.

આટલાં મોટાં સપુત્ર થવા યોગ્ય બાળકોની દૃષ્ટિ આગળ આ ગુપ્તિનો

પ્રકાશ અતિશય લજ્જાકર થશે એ વિચારે દેવીના આનંદમાં રમણીય અમૂંઝણ ભેળવી આર્યપત્નીએ રમણીય કારણભરી રમણીય ઇચ્છા દર્શાવી અને પત્નીવ્રત આર્યે સ્વીકારી કે ‘હવેથી ઘરને વન ગણીવાનપ્રસ્થધર્મ જ પાળવો ! ગૃહસ્થાશ્રમ

યુવાન બાળકોને જ સોંપી દેવો !’ આ ઇચ્છાનો સ્વીકાર થતાં સૌભાગ્યદેવી આનંદના શિખર પર ચડી.૧ અર્થ માત્ર પુરુષાર્થ જ છે, પણ કામધર્મ અને

મોક્ષ સ્ત્રી પુરુષ ઉભયને અર્થે છે. સૌભાગ્યદેવીનો કામાર્થ પૂરો થયો -

કન્યાવસ્તામાંથી મુગ્ધાવસ્થામાં આવતાં તેના મનમાં રમ્ય ઉલ્લાસ થયો હતો

- તેમ આજ યુવાવસ્થાના રમણીય બંધનમાંથી છૂટી પશ્ચિમાવસ્થાના પવિત્ર ધર્મબંધનમાં તે હોંશભરી સંક્રાંત થઇ. મોક્ષનો વિચાર નિરાળો કરવો પડે એ કંઇ તેને ન હતું. પતિ એ જ મોક્ષ; આ અવતારમાં, આવતા અવતારમાં;

પ્રત્યક્ષ જગતમાં, પરોક્ષ સ્વર્ગમાં; ‘ક્યાં’ તે વિચારની અગત્ય શી ? -

સર્વત ધર્માર્થકામમોક્ષમાં પતિ પ્રવાસ કરે ત્યાં છાયા પેઠે પત્ની જાય, તેના ફળભોગમાં પોતાનો ભાગ ખરો જ ! પતિએ ધર્મપત્નીની ઇચ્છાથી કામ

તજ્યો - ધર્મ સ્વીકાર્યો. હવે બીજું શું જોઇએ ? જ્યાં પતિ ત્યાં મોક્ષ !

સ્વર્ગમાં પણ પતિ ન હોય તો એ સ્વર્ગ શા કામનું ? આર્યાઓ ગાય છે

‘વ્રજ વહાલું રે ! વૈકુંઠ નથી જાવું !

ત્યાં મુજ નંદકુંવર ક્યાંથી લાવું ? - વ્રજ૦’

ભરતખંડની પવિત્ર આર્યા ! આ તારી અભિજત વૃત્તિ ! એ સૌભાગ્યદેવીમાં દેખાઇ. ભરતખંડના અભણ વર્ગને ઉચ્ચ વિચારો પાસે પહોંચાડનાર - સદાચાર વચ્ચે રાખનાર - ભણેલાની વિદ્યા જાળવનાર -

પેલા ગાંડાઘેલા જેવા દેખાતા, મૂર્ખ સુધરેલાના હાસ્યાસ્પદ, કાળબળે અવગણના પામેલા, દ્રવ્યહીન, દશાહીન, દંભહીન, અંતસ્તેજસ્વી શાસ્ત્રી પૂરાણીઓની હજારો વર્ષથી નિર્મળ નદીઓ પેઠે વહેતી આવતી કથાઓના રસમાં ચંચૂપાત થવાની સૌભાગ્યદેવી ધર્મસંસ્કારી થઇ હતી. પતિ કારભારી થવા લાગ્યો અને તે જ ક્ષણે માગતામાં જ પોતાની ધર્મચ્છા આમ તૃપ્ત થઇ ! હવે તે પતિની કેવળ ધર્મપત્ની જ બની, સંબંધ સંબંધ અશરીર થઇ ગયો. પવિત્ર દેવીને આજ સૌભાગ્યનીસીમા આવી લાગી : ‘આ જ ક્ષણે પતિમુખ જોતી જોતી આનંદમય રહી, ધર્મમય રહી મૃત્યુ પામું તો હું કેવી સૌભાગ્યવતી

? સ્વર્ગમાંથી પણ પતિને જ દિવ્યચક્ષુથી જોયા કરું !’ આ વિચાર ક્ષણવાર તેના મનમાં સળગી રહ્યો. અને પ્રફૂલ્લ વદનવાળી પતિના પવિત્ર ચરણું સામું - તેના હાથમાં હજી પોતાનો હાથ રાખી - ક્વચિત પોતાનાં જ આંગળાં થાબડી - નમસ્કાર વર્ષાવતી દૃષ્ટિ વડે જોઇ રહી !

પતિચરણ જોતી દૃષ્ટિ અંતરમાં વળી. નદીમાં શાંત રજનિને સમયે અંધકારને ડોલાવતાં સપરિવાર ચંદ્રમાનું પ્રતિબિંબ પડી રહે તેમ પત્નીના હ્ય્દયમાં સુવર્ણપુરનું રાજ્ય ડોલાવતા પતિની મુદ્રા પડી રહી. હવે નવું વરદાન આપ્યા પછી માત્ર મનનો જ સંબંધી પતિ રાજ્યતંત્રરૂપ સમુદ્રનું

મંથન કરતો હોય અને પોતે તો બહાર તટસ્થ ઊભી ઊબી માત્ર જોતી હો એમ લાગ્યું. કાળા તરંગોથી છલકાતી રાજ્યકાલિન્દીમાંના શઠરાય - વાસુકીની ફણા વચ્ચે કૃષ્ણ પેઠે બુદ્ધિધન ઊભો હોય, બળ અજમાવી રહ્યા હોય અને પોતે તો માત્ર તટ પરથી જોનારી ગોપી હોય તેમ જોટવાવાળો જમણા પગનો અંગૂઠો ધરતી પર ઊંચોનીચો કરતી અને જોટવું ખખડાવતી સૌભાગ્યદેવી પતિના હાથની અને પગની આંગળીઓ ગમતી કંઇક સંભળાય એમ ગણગણતી

મનમાં ગાવા લાગી. ઘણાં વર્ષ સુધી સખી પેઠે વસેલી યૌવનક્રીડાઓ વિદાય

થતી હતી તેની પૂંઠ જોઇ સ્નેહબંધનને બળે રોતી હોય અને તે છતાાં નવા

પ્રસંગનો આનંદથી સત્કાર કરતી હોય તેમ મૃગનયનીની વિશાળ આંખોથી હર્ષશોકનાં આંસુ મોતીની સેરો પેઠે ટપકવા લાગ્યાં. આંસુ આવે છે તેનું બાન તો તેને હતું નહીં. માત્ર ઊંડા હ્ય્દયમાં ઊંડી પતિની મુદ્રા હતી તેમાં સમાધિસ્થ થઇ, તે શૂન્ય નયનથી પતિચરણે ન્યાળતી, ભાન વિના ઝીમે સ્વરે પોતે જ સાંભળે - પતિ જ સાંભળે - એમ ગાઇ રહી. પોતે ગાય

છે એ પણ ભાન ન રહ્યું.

‘મેરી ગઇ રે મથનિયાં, મેરી ગઇ રે મથનિયાં, દધિ કેસે વલોવું

? (ધ્રુવ૦)

પાની ડોત ! પવન ડોલત ! ડોલત સબ દુનિયાં !

શેષ ઉપર ભુબન ડોલત ! નાગ કે નથનિયાં ! મેરી૦ ૧

ઝલક ઝલક આવત મહી, આવત ઊભનિયાં,

ડસક ડસક આંસુ આવત; ચોર ગોવર્ધનિયાં ! મેરી૦ ૨

પાનીમેં મુખ દેખ દેખ કરત હેં રુદનિયાં,

ચંદ્રમાકુ ભોર ભયો ! નંદકે નંદનિયાં ! મેરી૦ ૩

...

...

...

...

...

...

કહત હેં કબીરદાસ, સુનો મેરે મુનિયાં,

નંદઘર આનંદ ભયો - ગાવત સબ દુનિયાં ! મેરી૦ ૪

મેરી તો ગઇ રે મથનિયાં - મેરી૦ ૫

સ્ત્રીએ બન્દિજનનું કામ કર્યું તે હ્ય્દય વડે સાંભળતો પતિ આનંદયોગમાં

લીન થયો - વિશુદ્ધ સ્નેહશિખર પામ્યો - પળવાર જીવનમુક્ત જ થયો !