Saraswati Chandra - 1 Chapter - 12 in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 12

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 12

સરસ્વતીચંદ્ર

ભાગ : ૧ : બુદ્ધિધનનો કારભાર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૧૨

રાજા, રાજદરબાર અને રાજકારભાર

‘આ એકપાસ ઊતરે શશી અસ્તમાર્ગે,

આ ઊગતા રવિતણા જ કુસુંબી પાદ !

સંસાર આ અહીં દશા-યુગ-અંતરાળે

બે તેજના ઉદય-અસ્તથી બાંધી રાખ્યો.’ (શાકુંતલ) રાણા ભૂપસિંહને રાજમહેલ એક મોટા બગીચાની વચ્ચોવચ હતો અન બગીચાની આસપાસ એક કોટ જેવી ચારે પાસ ફરતી ભીંત હતી.

ભીંતમાં બુરજોનું અનુકરણ હતું અને બધે ઠેકાણે કાંગરા હતા. ભીંતની ઊંચાઇ દસેક હાથ હતી. ભીંત પર ચડાવેલો ચૂનો કેટલેક ઠેકાણે કાળો થઇ

ગરતો હતો, કેટલેક ઠેકાણે પોપડા વળ્યા હતા અને કેટલેક ઠેકાણે પાલખો બાંધી કડીયાએ કામ કરતા હતા. બગીચામાંનાં ઊંચાં ઝાડોનાં લીલાં પાંદડાંનું વન ભીંતોને ખભે ચડી ડોકિયાં કરતું હતું, અને વચ્ચે વચ્ચે સુકાઇ ગયેલાં ઝાડોનાં લાકડાં તથા પાંદડાં વિનાના ડાળીઓ ખખડતી હતી અને સાથેનાં

લીલાં ઝાડનાં પાંદડાંની સાથે અથડાઇ તેમને પણ ખેરવી દઇ પોતાના જેવાં કરવા મથતી હતી. કેટલાક ઊંચા આંબાને મથાળે રાતા મોર બેઠેલા જણાતા હતા અને ઊગતા સૂર્યના પ્રકાશમાં નહાતાં નાચતા હતા. લીલા વજ્રમાંથી ફૂલની ધોળી કળી નીકળે તેમ આ ઝાડોની વચ્ચોવચ મહેલના સંભાળ

વધારે લેવામાં આવતી હતી. મૂળ બે માળનો મહેલ હતો તેમાં ભુપસિંહના વારામાં બીજા બે માળ વધારવામાં આવ્યા હતા અને ઝાડો ઉપરથી તે જ દેખાતા હતા. પડવાની બીક ઓછી કરવાના હેતુથી ઓછો રાખ્યો હતો.

ચોથે માળે તો એક જ શયનગૃહનો મોટો ખંડ હતો અને તેને બુદ્ધિધનની કલ્પના પ્રમાણે મુંબઇનો ઘાટ આપ્યો હતો. એ શયનગૃહને ચાર પાસ કાચન તકતીઓ ભીંતને ઠેકાણે હતી. દોઢ બે હાથેલીથી મોટી તકતી ક્વચિત જ હતી અને સીસમના ઘરમાં બેસારી હતી. કેટલીક તકતીઓ ચોખંડી, કેટલીક લંબગોળ અને કેટલીક છ પાસાંવાળી એમ જુદા જુદા આકાર હતા.

અંદરથી રાતા કસુંબાના પડદા ભરી દીધા હતા અને કેટલીક બારી આગળ

એ પડદાઓ ઉઘાડા રાખ્યા હતા. તે કસુંબાનાં દ્ધાર કોઇ ઠેકાણે ત્રિકોણાકાર અને કોઇક ઠેકાણે ચતુષ્કોણ હતાં. કેટલેક ઠેકાણે કાચ રંગીન પણ હતા. એ આયના મહેલ ઉપર સૂર્યનાં કિરણો પડતાં તેનું પ્રતિવમન તીવ્ર થતું તેનું

મહેલ બહાર-ભીંત બહાર - નીચે ઊભેલા જોનારની આંખ પણ એકદમ તેનું

પ્રતિફલ સહી શકતી ન હતી. કન્યાવય ગયા છતાં પણ ઘાટડી ચણિયો પહેરનારી કાઠિયાવાડની કદાવર સ્ત્રીના જેવો રાજમહેલનો દેખાવ હતો.

ફરતો મોટી ભીંત કાળા પટાવાળા ધોળા ચણિયાના ઘેર જેવી લાગતી હતી.

રાતી ભાતવાળી, કરચલીવાળી, લીલીછમ ઘાટડી શરીર ઢાંકી નેફા પર વેરાઇ રહે તેમ ભીંતના કાંગરા પર ઝાડો દેખાતાં હતાં, અને તેમના શિખર પર લીલો ગોળાકાર રચતી શાખાઓ લીલી ઘાટડીમાં ઢંકાયેલા સ્તનમંડળનો આભાસ ઉત્પન્ન કરતી હતી. સૌને માથે માથાની પેઠે મહેલના

માળ દેખાતા હતા અને તીવ્ર કટાક્ષ મારતી ચળકતી આંખોની પેઠે કાચગૃહ તેજ મારતું હતું. એ નારીની સેંથીના આગલા છેડા પર બોલ મૂક્યું હોય

તેમ કાચગૃહ ઉપર એગ્રભાગે ઊડતો ઊડતો એક પોપટ આવી બેઠો હતો.

રંગીન કાચ મોં પરનાં છૂંદણાં - ત્રાજવાં - જેવા લાગતા હતા.

આ મહેલની અંદર વસ્તી ગમે તેટલી હો પણ સૂર્યના તાપથી સળગતા જતા પુરુષસંઘ આઘેથી ઊંચું જોઇ ચૈત્રના તેજસ્વી આ મહેરલ

ભણી પાસે પાસે આવતો પુરુષસંઘ આઘેથી ઊંચું જોઇ ચૈત્રના તેજસ્વી

પ્રભાતના તડકામાં કલાંત થતો હતો, સૌનાં મોં રાતાંચોળ બનતાં હતાં, પરસેવો વળતો હતો, અંગરખાં ભીનાં થતાં હતાં, અને મહેલ પાસે આવતાં

- છાંયડ પાસે આવતાં - પગનું જોર વધતું જતું હતું. તડકામાં છોડી ઘણભણી વૃત્તિ કરે અને માને સંભારે તેમ નગર છોડી રાજમહેલ ભણી ધસતું મંડળ દરબારના અને રાણાના વિચાર કરતાં માંડતું હતું અને ખટપટનાં ભૂખ્યાં ચિત્ત ફળ ચાખવા તળેઉપર થતાં હતાં. ઘણી ગાડીઓ વચ્ચેથી આગળ નીકળી રાજવાહન ધસે એમ દરબારનો દિવસ હોવાથી આવતા નિરપેક્ષી કૌતુકવાન સામાન્ય લોકવર્ગના સંઘમાંથી જુદો પડતો અમલદારોનો નાનો પણ સજડાસજડી થતો સંઘ આગળ નીકળી આવત હતો અને બીજા

લોક તેને માર્ગ આપતા હતા.

આવતા સરઘસને સમાસ આપે એવો મોટો ભીંતનો દરવાજો હતો.

દરવાજાને બે મોટાં કમાડ જાડાં અને લોખંડના ચાપડાથી નીચેથી તે ઠેઠ

ઉપર સુધી ચોડી દીધેલાં હતાં. દરવાજાના માથા ઉપર એક મેડી હતી ત્યાં ટકોરખાનાવાળા બેસતા અને રાતદિવસના પ્રહર, દરબારના અવનવા બનાવો, તથા મહિમાવાળા દિવસો, જુદા જુદા રાગની ગર્જના મચાવી મૂકી, નગર સુધી જણાવતા. આખી ભીંતની જોડે અંદરથી ફરતો સાંકડો ઓટલો હતો તથા બુરજોમાંથી તોપો ગોઠવાય એવી જગા અને કાણાં હતાં. જુદે જુદે ઠેકાણે આ ઓટલા પર ચડવાના અંદરથી દાદર હતા અને દરવાજા પરની

મેડીમાંથી ઓટલા પર જવાનાં બારણાં હતાં, મેડીની નીચે કમાડની પાછળ

મોટા બે ઓટલા હતા તે ઉપર રાતદિવસ સિપાઇઓ સૂતા, બેસતા, ગપાટા

મારતા, કટાતી તલવારો ઘસી તાજી રાખતા, બંદૂકો ગોઠવી મૂકતા અને

ચોકી કરતા. આજ તેઓ હારબંધ ઓટલા નીચે દરવાજામાં ખડા થઇ ગયા હતા અને અમલદારો અંદર જાય તેમ તેમ સલામો કરતા હતા. એકબે સવારો અંદરબહાર આવજાવ કરતા હતા અને કંઇ કંઇ સૂચનાઓ કરતા હતા.

દરવાજામાં પેઠા એટલે ચારે પાસ ઝાડી જેવી ઝાડની ઘટા અને વચ્ચેવચ્ચે ખરેલાં પાંદડાંની ભરેલી પગે ચાલવાની સાંકળી નેળો પડતી હતી.

નેળોની આસપાસ કોસનાં વહેતાં નિર્મળ પાણી ભરેલી નીકો હતી. તેમાં

ચકલીઓ અને કબૂતરો ઠેકાણે ઠકાણે ચાંચો બોળતાં હતાં, નહાતાં હતાં અને પાંખો ફફડાવતાં હતાં. કોસનો અભિન્ન અવિચ્છિન્ન ચીકારાશબ્દ ઝાડોમાંતી આવતો કાને પડતો; નેળોમાં ઊભેલા તથા ફરતા કામ કરતા માળીઓ અને

મજૂરોનાં અર્ધાં ઉઘાડાં, તરી આવતી રગોથી ભરપૂર, અને બળવાન કાળાં

ચળકતાં શરીર આસપાસના બાગથી અસંવાદી ન હતાં. આ સ્થળે ઇશ્વરચનાઉપર માનવીની કારીગરીએ ડહાપણ ડાહ્યલાપણું ઘણું ઓછું કર્યું છે અને જૂના વખતના સંસ્કારોને સ્મરણમાં રાખવાનો પ્રયત્ન અત્રે ઘસાયો નથી : આવા વિચારો મુંબઇમાં ઊછરેલાં મુંબઇનાં કૃત્રિમ લખેલા ચિતાર નાટકરૂપે તેની આંખ આગળ ખડા થતા જણાયા. તેના મન ઉપર ગંભીરતાનું

પ્રતિબિંબ પડ્યું.

ચોપાસ જામફળ, દાડમ, સીતાફળ, રામફળ એવાં એવાં ફળનાં નાનાંમોટાં ઝાડ હતાં. કંઇ કંઇ ઠેકાણે જુદા જુદા રંગનાં ફળ લચી રહ્યાં હતાં.જુદા જુદા રંગનાં અને જુદી જુદી વાસનાવાળાં ફૂલ ઘણે ઠેકાણે આંખ

અને નાકને ઇશ્વરપ્રસાદીથી તૃપ્ત કરતાં. કોઇ કોઇ ઠેકાણે પોપટ, મોર, કોયલ, ચકલી અને કબૂતર ઊડતાં, ફળ ખાતાં અને વેરતાં અને પાંખના ફફડાટથી તવા તીવ્ર શબ્દથી સાંભળનારનો કાન ભરી મૂકતાં. માત્ર આંખને જ ઠારનારી શોભાથી ભરેલા મુંબઇના બાંગની નવીનચંદ્રને દયા આવી.

તેનું ગંભીર થયેલું અંતઃકરણ દ્રવવા લાગ્યું. ઊંચાં એકાંત ઝાડ, ઊંચો એકલો

મહેલ, સર્વને ઢાંકતુપં તપતું ત્રાંબા-પિત્તળ જેવું આકાશ, અને સર્વની વચ્ચે ક્ષુદ્ર જતું જેવો ડૂબતો પોતે એ જોઇ નવીનચંદ્રનું મન દીનવૃત્તિ અનુભવવા

લાગ્યું. દુષ્યન્તે તપોવનમાં અનુભવેલા વિકાર સમજાયા. સમળીની ઊંડી

લાંબી ચીસ સાંભળી કાઉપરે તપોવનમાં અનુભવેલા વિકાર સમજાયા. સમળીની ઊંડી લાંબી ચીસ સાંભળી કાઉપરે કરેલું વર્ણન સ્મરણમાં આવ્યું. પોતાની સાથનાં ધીમે ધીમે શાંત દેખાતાં ચાલતાં મનુષ્યો પણ આ જડસૃષ્ટિમાં ભળતાં જણાયાં. પોતે એકલો પડ્યો લાગ્યો અને ઘર તથા મુંબઇમાં રહેલાં માતાપિતા નવીનચંદ્રના મન આગળ આવતાં, કોઇ સાંભળે નહીં એમ મનમાં મોટે સાદે ગાવા લાગ્યો :

‘ઘર તજી ભમું હું દૂર સ્વજનહીન, ઉર ભરાઇ આવે;

નહીં ચરણ ઊપડે હુંથી શોકને માર્યે !

ધીમી ધીમી સેલ્ટ વહી જતી, ભટકતી વળી પો નદી છન્દે.

ભમી ભમી મૂક્યા નિઃશ્વાસ ત્યાં જ મન મન્દે !’

જઉં ત્યાં, હું આવું વળી અહીં, જઉં ક્યાં ક્યાંક, કંઇ કંઇ જોવા;

મારી ઠરે ન કંઇ પણ આંખ, માંડતી રોવા.

ડસડસી નિરંતર રહ્યું, ભાઇ, મુજ ઉર ભમતું તારામાં, બધું જોઇ જોઇ, રહી રોઇ, જાય વહાલમાં !

તે રહે તું માં દિનરાત્ર, રહે તુજ સાથ સદા સંપાઇ, દૂર થતું જાય તે તેમ પ્રીતિની દોરી જાય લંબાતી !

મારા મિત્ર !

મારી રમતગમતના મિત્ર ! પુરાણ શી પ્રીત ! સદા સુખી રહેજે!

તુજ ઘરની ચોકી ચોકી પ્રતિપાળ કરો સ્થળીદેવ હોય જ જે તે .’

‘આહા ! કુમુદસુંદરી ! દૂર કરી પાસે આવી. શું તારી સંભાળ

લેવાનો વખત મારે આવશે ? ઘર ! મિત્રતા ! સ્નેહ ! શું તમે ભુલાવો એવી વસ્તુઓ નથી ? સુંદરતા ! પવિત્ર મનની સુંદરતા ! સરસ્વતીભરી સુંદરતા ! શું તાર મોહ અનિવાર્ય છે ? ના, ના.’

અચિંતી ટકોરખાનાએ ગર્જના કરી. કાન ચમક્યા. ઊંચું જોયું. મહેલ

પર ધજા ચડી અભિમાનભરી ફરકતી જણાઇ. જનસમૂહ સચેતન થતો

લાગ્યો. પોતાની દુનિયા મૂકી આંખકાનની દુનિયામાં મન સરી ગયું. દરબારીઓ વચ્ચે બુદ્ધિધન જોડે પોતે ચાલે છે, એ ભાન પરદેશી પ્રવાસીને થયું. સુવર્ણપુરના રાજઉદ્યાનના એક ભાગમાં જણના પણ મનમાં આવી જાતના વિચારો સૃષ્ટિની ઉત્પત્તિ પછી આજ પહેલવહેલા જ થયા હશે, થયા તે કોઇ જાણ્યાયે નહીં,એ જાણવાની યોગ્યતા કોઇનામાં હતીયે નહીં, એ વિચાર ઉત્પન્ન થતાં જ તરત ત્યાંનાં ત્યાં જ શાંત થયા : આ પરિણામ સુવર્ણપુરના સંસારને ઉચિત જ થયું.

દરવાજાથી આગળ બે પાસનાં ઝાડો વચ્ચ થઇને એક રસ્ત હતો તે પર ચાલાતં ગોળાકાર ઝાડનું ઝુંડ આવ્યું. તેમના વચાળામાંથી જતાં વિશાળ રાજમહેલ આવ્યો અને આકાશનું દર્શન બંધ થયું. રાજમહેલ

પૂર્વાભિમુખ હતો અને બીજી બાજુઓ બારણાં વિનાની ન હતી. પૂર્વાભિમુખ

દ્ધાર આગળ વિજયસેન અને તેના ઉઘાડી તરવારોવાળા હારબંધ સવારોની એક પાસ એક વૃદ્ધ પણ બળવાન હાથી ઝૂલતો હતો. તેનું ભવ્ય મસ્તક ધીરે ધીરે આમતેમ ફરતું હતું અને સર્વ આવનાર પર એની ગંભીર દૃષ્ટિ જિજ્ઞાસાથી - કૌતુકથી - પડતી હતી અન વચગાળે ઘંટારવ થતો હતો.

આ મહાન પ્રાણીને જોવાના પરિચયવાળા ઘોડા ચમકતા ન હતા, પણ ઘંટારવ થતાં કાન ઊંચા કરતા અને તોફાન તથા ખોંખારા મૂકી દઇ પ્રતાપી હાથી આગળ શાંત થઇ ઊભા હતા. રાજમહેલ સામ ઊભેલા આ, બુદ્ધિવાળી

ચેષ્ટાથી અને મનભર પ્રચંડ આકારથી સર્વને ગંભીર કરી નાંખના, પ્રાણીને જોઇ સર્વમંડળ તેન માન આપી સંકોચાઇ મહેલમાં જતાં હતાં. ભૂપસિંહ તે પર બેસી થોડીવાર પર જ આવ્યો હતો. ‘માતંગરાજ’ હાથી પર ઘણા રાણાઓએ સવારી કરી હતી અને કારભારીઓને તે ઓળખતો હતો. શઠરાય

ને બુદ્ધિધનને જોઇ તેણે વિભૂતિવાળી શુંડ ઊંચી કરી અને મસ્તક કંપાવ્યું.

શઠરાય તે જોઇ ચાલ્યો ગયો. બુદ્ધિધન તેની પાસે ગયો, શુંડ પર હાથ ફેરવ્યો અનેમાહવાત સાથે મીઠાશથી વાત કરી હાથીની ખબર પૂછી પાછો વળ્યો અને માંતગરાજ તેની પાછળ જોઇ રહ્યો. નવીનચંદ્ર આ સર્વ જોઇ

વિસ્મય પામ્યો અને તર્કવિતર્ક કરતો કરતો સૌની સાથે મહેલમાં પેઠો.

મહેલમાં પહેલે માળે દરબાર ભરાવાનો હતો. પિત્તળના કઠેરાવાળા પહોળા દાદર પર ઊંચી ભરતવાળી શેતરંજી જડી દીધી હતી. હેઠે જોડાનો ઢગલો કરી સૌ મંડળ ઉપર ચડ્યું અને દરબારના દીવાનખાનામાં ગયું. દોઢ

બે હજાર માણસ માય એવડું દીવાનખાનું હતું. ઊંચી ઊનનો ગાલીચો આખા દીવાનખાનામાં પાથરેલો હતો અને સામી પાસ રાણાનું સોનારૂપાએ જડેલું ખુરશીના આકારનું સિંહાસન હતું. તેને હાથાને ઠેકાણે સિંહ હતા. તેના ઉપર સોનેરી ભરતવાળા રેશમનાં ગાદીતકિયો હતાં. સિંહાસન નીચેથી તે

લગભગ અર્ધા દીવાનખાનામાં ઊંચા સોનેરી ભરતવાળો ગાલીયો પાથરી દીધો હતો. વિવિધરંગી મોટી બારીઓમાંથી સૂર્યના પ્રકાશનો પ્રવાહ આવતો.

તે તેમનાં પિત્તળની જાણીવાળાં ચકચકિત કમાડમાંથી પ્રતિફલિત થઇ આખા દીવાનખાનામાં તેજનો અંબાર ભરતો. બારીઓની સામી પાસ ભીંતે એવા જ રંગ અને આકારની કૃત્રિમ બારીઓ રાખી હતી અથવા એવો જ આભાસ આપનાર મોટાં તાકાં - કબાટ - હતાં. ખોટીખરી બારીઓના ગાળાઓમાં સામસામી મોટા નિર્મળ કાચવાળા તકતાઓ ટેબલ જેવી બેસણી પર મૂક્યા હતા અને તેમની આગળ રમકડાં, ચિનાઇ વાસણો અને એવા એવા પદાર્થો

મૂકેલા હતા. ભીંત પર પણ આસામાની રંગ હતો અને નાટકના પડદા પેઠે તે ચીતરી કાઢી હતી. છત પર રાતો ચળકતો રંગ, બિલોરી ઝુંમરો, હાંડીઓ,કાચના ગોળા અને એવા એવા શણગાર હતા. છતની રંગીન કિનારીની આસપાસના ભીંત પર કિનખાબની ઝૂલ પર કરચલી પાડેલી હતી. નીચે ઊંચે એ આસપાસ જોતાં દીવાનખાનું એકવિશાળ પલંગ જેવું

લાગતું હતું. એ પલંગ પર પડતાં માનવીનું મન અંજાઇ જઇ મોહનિદ્રા પામતું, રાજવૈભવનું સ્વપ્ન જોઇ ઘડીવાર પોતાની ખરી સ્થિતિ ભૂલી જતું અને અધિકારેષણા સાથે વધારે વધારે ગાઢ બાથ ભીડતું.

કારભારીઓ અને અમલદારો આ દીવાનખાનામાં એકઠા થતાં અહીંયાં ત્યાં ફરવા લાગ્યા, કોઇ બારીએ ઊભા રહ્યા, કોઇ આયનામાં જોવા લાગ્યા, કોઇ દરબારની તૈયારીના કામમાં ગૂંથાતાં આમતેમ ઉતાવળથી હેરાફેરા કરવા લાગ્યા, કોઇ ઊભા, કોઇ બેઠા, કઇ વાટ જુએ છે, કોઇ વિચાર કરે છે. કોઇ જોઇ રહે છે, કોન કાન માંડે છે, કોઇ શૂન્ય મનવાળા બની આરામ ભોગવે છે, કો નવાજૂની પૂછે છે, કોઇ ગપાટા મારે છે, કોઇ ખરા સમાચાર કહે છે, કોઇ કોઇના કાનમાં આજનું ભવિષ્ય વર્તે છે, કોઇ

બનનાર બનાવ પર પોતાના ભાગ્યનો આધાર વિચારે છે, કોઇ પારકાની વૃત્તિ જાણી લેવા પ્રયત્ન કરે છે, કોઇ શત્રુતા સંતાડી જીભ ઉપર મિત્રતાના ઊભરા આણે છે, કોઇક તે સમજે છે, કોઇક તેથી ભોળવાય છે, કોઇક સામા સાથે સામા જેવા બને છે, કોઇક સ્પષ્ટવક્તા થઇ હાસ્ય પામે છે, કોઇક વેરની આંટી વાળે છે, અને અનેક સાંભળનાર, જોનાર, અને વિચારનારના કાનમાં, કીકીમાં, મનમાં અને બોલમાં સર્વનાં પ્રતિબિંબ ઓછાવત્તાં, નાનાંમોટાં, ઝાખાં અથવા સ્પષ્ટ, જુદે જુદે રૂપરંગે અને જુદી જુદી સ્થિરતાથી પડે છે. તે સર્વનો અભ્યાસ બુદ્ધિધનની આંગળીએ વળગી ફરનાર અને તેથી સર્વની દૃષ્ટિ ખેંચનાર નવા નવીનચંદ્રના અંતઃકરણમાં સ્ફુરવા લાગ્યો - ચમકારા કરવા લાગ્યો. વિલાયતી માલનું મહાપ્રદર્શન જોતો હોય, બોલતાંચાલતાં પૂતળાં જોત હોય, અજાણી ભાષા બોલાર લોકોના બજારમાં ફરતો હોય, સંસારજાળના સમૂહ વચ્ચે સંન્યાસ લઇ ઊભો હોય

- તેમ આ સર્વ મંડળ વચ્ચે ઊભેલો તથાપિ પોતાને એકલો ધારતો નવીનચંદ્ર

આ સર્વ ઇન્દ્રજાળ ઉપર ધીર દૃષ્ટિ નાંખતો, કૌતુક ધરતો અને અવલોકન કર્મ કરતો, કંઇ કંઇ વિષયનાં મનમાં પૃથક્કરણ કરવા લાગ્યો - અને ઘડી એ ક્રિયામાંથી વિરામ લેતાં સૂર્યકિરણના પૃથક્કરણનું સાધનભૂત થતા વિચિત્ર રમણિય રંગોથી ભરાતા માથા ઉપરના બિલોર સાથે પોતાને સરખાવવા

લાગ્યો અને મનમાં હસ્યો.

આ અંતઃક્રિયા થતી હતી એટલામાં ઊનના ગાલીચા ઉપર પ્રજાવર્ગના

લોક આવી ભરાઇ ગયા અન ગરબડાટ મચાવતા ધક્કામુક્કી કરતા બેસવા

લાગ્યા. કેટલાક તો ગામડિયા વર્ગ પેઠે ચારે પાસ જોવા લાગ્યાસ, કેટલાક ભારેખમ થિ આગા ઊભા રહ્યા, કેટલાક રાજદરબારમાં હક ધરાવતા હોય

તેમ સૌથી આગળ આવી ઊભા, કેટલાક અમલદારોને સલામ કરવા લાગ્યા, કેટલાક પોતાની વગના અમલદારો ભણી આંગળી કરી પોતાના સ્નેહીઓને આનંદભેેર બતાવવા લાગ્યા, અમલદારો પોતાની સલામ ઝીલે એટલે પોતાનું

મહત્ત્વ વધ્યું માની કેટલાક મનમાં ફુલાવા લાગ્યા, અને રાજસત્તાને નમસ્કાર કરવા જોઇએ - જેને પૂજનીય ગણવી જોઇએ એવી - રાજા અને કારભારીઓની કામધેનુંં - પ્રજા ક્ષુદ્ર અધિકાર આગળ પોતાનુંં ગૌરવ ભૂલી જઇ દીનતા ધરતી ઉત્સાહ માનવા લાગી. તેમના ઉત્સાહ ઉપર નવીનચંદ્રની આંખ

ઠરી. આંખ જરી ફરી તો એક બારી આગળ ઘણા ગાઢ મિત્રો હોય એમ

શઠરાય અને બુદ્ધિધનને એકબીજા સાથે હસતા અને દેખાઇ આવતા રસભેર રાજ્યકાર્યતો વાતો કરતા જોઇ એ અદ્‌ભુત આશ્ચર્ય પામ્યો.

એવામાં અચિંતી દૂરના ખંડમાંથી ધીરગંભીર ગર્જના થઇ ! ‘નિઘા રખો મહેરબાન !’ મેઘનાદથી મોરનું ટોળું ચમકે તેમ સર્વ એકદમ ચમક્યા અને ઝટોઝટ પોતાનાં ઠેકાણાં ખોળવા લાગ્યા. સિંહાસનની જમણી પાસ શઠરાય બેઠો. જોડે કરવતરાય, દુષ્ટરાય, અને પછી બીજા કારભારીઓ અને અધિકારીઓ ક્રમ પ્રમાણે ગોઠવાઇ ગયા અને વચ્ચે કોઇ કોઇએ ક્રમવિરુદ્ધ

પણ જગા લઇ લીધી અને બીજા ચેંપેં કરતા રહ્યા. સિંહાસનની ડાબી બાજુએ બુદ્ધિધન બેઠો અને જોડે પ્રમાદધન બેઠો. નવીનચંદ્ર તેની પાછળ

બેઠો. સમરસેન કેડે તરવાર બાંધી સિંહાસન પાછળ ડાબી પાસ એક ખૂણામાં

મૂછે હાથ ફેરવતો ઊભો. બુદ્ધિધન સાથે આવેલાં બીજાં માણસો - શાળાના

માસ્તર વગેરે - જેની સાથે ફાવ્યું તેની સાથે ગોઠવાઇ ગયાં. અમાત્ય અને તેના પુત્રના પછી કાંઇક માર્ગ મૂકી, રાણાના ભાયાતો દાઢીમૂછનું આડંબર જુદી જુદી રીતે દારી સુનેરી વળ અને પેચવાલાં પાઘડાં ઘાલી કેડે કટારો અને જમૈયા ભરી બેઠા અને નવા નવા આવતા જાય તેમ તેમ ખસતા જાય

અને માગ આપતા જાય. એેવામાં અંધકાર જેવા પાછળ આવતા તબલચી વગેરે મંડળને અગ્રભાગે ઝૂલતી ઝૂલતી, પશ્ચિમ મુખે ઊભેલા વાદળાના લિસોટા જેવા ઓઠને મોંમાં સારી પેઠે ભરેલા પાનના બીડાના રસથી રાતાચોળ

કરતી, ઉજાસવાળી સંધ્યા (સંધ્યાકાળ) જેવી કલાવતી ઠમકા કરતી કરતી આવી અને દીવાનખાનાની દુનિયાના મધ્યભાગમાં સપરિવાર બેઠી. નિદ્રા સમીપ આવતી હોય તેમ સર્વની આંખો ઘૂર્ણાયમાન થવા માંડી. સૂવાનો સમય આવ્યો હોય અને વિષયવાસના ચારે પાસ પ્રબળ બનતી ઊડતી હોય

તેમ સર્વનાં ચિત્ત નિર્લજ્જ થવા લાગ્યાં. સર્વની વચ્ચ ખાલી રહેલી જગા પથારી જેવી હોય અને તેમાં બેઠેલી કલાવતી સજ્જિત નાયિકા જ હોય

તેમ તેના ઉપર સર્વ પુરુષવર્ગની આંખ જવા લાગી - ગઇ.

આવે વખતે માત્ર બેત્રણ જણની આંખો જુદું કામ કરતી હતી.

સર્વની આંખોનો વ્યવહાર જોવામાં નવીનચંદ્રની આંખ ગૂંથાઇ. બુદ્ધિધનની પાછળ ભરાઇ સિંહાસનને ઓથે રહી જયમલ કાંઇક વાતો કરવા લાગ્યો અને મોં પાછું ફેરવી બુદ્ધિધને કાન માંડ્યા. શઠરાયની પાછળ બેઠેલા નરભેરામની આંખ આ દેખાવ એકટશે જોઇ રહી.

‘દુષ્ટરાય કલાવતીના ખંડમાં કાંઇક તપાસ કરવા પેઠો હતો.’ શ્વાસ ન માતા જયમલશંકરે અમાત્યના કાનમાં કહ્યું.

‘શું કરવા ?’ આતુરતા સંતાડી અમાત્યે પૂછ્યું.

‘તે તો કોણ જાણે, પણ અંદર કાંઇક અડપલું કરતો હતો.’

‘ક્યાં મહેલ વચ્ચોવચ ? અજાણ્યો બની અમાત્ય આખો બનેલો દેખાઇ બોલ્યો.’

‘હા હા. હું ને નરભેરામભાઇ તે વખત રાણાજી પાસે ઊભા હતા ને નરભેરાભાઇ આજનું અંગ્રેજી વર્તમાનપત્ર રાણાજી ને વાંચી સંભળાવતા હતા. એટલામાં આ નવાં અંગ્રેજી ‘ફાશન’નાં પટપટિયાં હવણાં કરાવ્યાં છે તેમાં એમની નજર પડી એટલે વાંચવું છોડી જરીક બાડી આંખે જોવા

લાગ્યા.’

‘એટલે ?’

‘રાણાજીએ પૂછ્યું કે ‘કેમ બંધ પડ્યા ? શું જાઓ છો ?’ નરભેરામ

ભાઇએ ‘કંઇ નહીં’ કહી વાત ઉડાવવા માંડી પણ રાણાજીએ આગ્રહ કર્યો અને પટપટિયામાંથી જોયું અને મિજાજ ગયો.’

બુદ્ધિધનના અંતઃકરણમાં અમૃત રેડાયું પણ બહારથી જણાવ્યું નહીં.

‘રાણાજી કાંઇ બોલ્યા ?’

‘તરવાર પર હાથ મૂકી ઓઠ પીસી બારણું ઉઘાડવા દોડ્યા અને આંખો રાતીચોળ કરી દીધી.’

‘હેં !’

‘પછી તો નરભેરામભાઇએ પાસે જઇ રાણાજીનો હાથ ઝાલ્યો અને મને કાઢી મૂકી કાનમાં કાંઇક કહેતા હતા ને હું બહાર આવ્યો.’

વિચારમાં પડી બુદ્ધિધને જયમલને ‘ઠીક, બેસો’ કહ્યું. થોડી વારે પાછો બોલાવ્યો અને કાનમાં કહ્યું :

‘જયમલ ! ઉપલે માળે જઇ બારીએ ઊભા રહો અને લીલાપુરને રસ્તેથી ઘોડાગાડી આવતી દેખો એટલે પાછા આવી મને કહેજો. કોઇને ખબર પાડવાની જરૂર નથી.’

‘બહુ સારું’ કહી જુવાન સૌની પાછળ થઇ છજામાં ચાલ્યો ગયો.

નરભેરામને કાંઇ સમજણ ન પડી. માત્ર જતાની પૂછ પર નજર નાંખી તે અદૃશ્ય થતાં અમાત્ય સામી ફેરવી કલાવતીને અન તેની આસપાસ પાંખો પેઠે બીજી બે ગણિકાઓ આવી બેઠી હતી તેને બધાની પેઠે જોવા લાગ્યો અને સૌમાં સુંદર કોણ છે તે વિષે શઠરાય અને કરવતરાય સાથે ચર્ચામાં પડ્યો.

એટલમાં સિંહાસન પાછળનું દ્ધાર ઊઘડ્યું અને ‘નિઘા અને મહારાણા

ૃ મહારાજાધિરાજ - નિખા રખો’ની ગર્જનાએ સૌના કાન પર છાપો માર્યો અને કલાવતીને જોવી મૂકી દઇ રાણા ભણી જોતું જોતું સર્વમંડળ એકદમ

વાના ઝપાટા પેઠે ઊભું થયું - આખું દીવાનખાનું જ ઊભું થયું, ઉફર ને આસપાસના કાચમાં અને અંતઃકરણમાં સર્વ ઊભા જ થયા અને એકદમ બે હજાર માણસ નીચા પડી સલામો કરવા મંડી ગયા. સલામોનો વરસાદ

વરસવા લાગ્યો. અગણિત કપાળક્ષેત્રો પર તીડની પેઠે હાથ ઊભરાવા

લાગ્યા - ઊંચાનીચા થવા લાગ્યા.

જરિયાનનાં વસ્ત્રો ને હીરામોતીનાં આભૂષણ પહેરેલાં, હીરે જડેલી સોનાની મૂઠવાળી તરવાર કેડે રાખેલી, કસબી લપેટાવાળા માથાના મંડીલ

પર હીરાનો મુકુટ ધરેલો એવો રાણો, દેખાતા પ્રસન્ન મુખથી, દબદબા સાથે, છાતી કાઢી આવ્યો અને સઠરાય ભણી જોઇ હસી સિંહાસન પર બિરાજ્યો. સર્વમંડળ પણ બેસી ગયું. સિંહાસન પાછળનો ભાગ છડીદારોથી ઊભરાવા લાગ્યો. બે પાસ સોનેરી ચામરો ઢોળાવા લાગ્યાં. એક પાસ વિજયસેન રાણાના શરીર રક્ષકને સ્થળે ઉઘાડી તરવારે ઊભો. દરબાર સમયે આમ રહેવાનો સુવર્ણપુરના રાજમહાલયનો વહીવટ હતો. બીજી પાસ રણજિત સોનેરી છડી લઇ ઊભો. આગળ એક પાસ ઊભો રહી એક મોટો પંખો એક જણ ઉરાડવા લાગ્યો. ગુલાબ વગેરે ફૂલના મોટા મોટા ગોટા, અત્તરદાનીઓ, ગુલાબદાનીઓ, સોનારૂપાના વરખવાળાં પાનનાં બીડાં, ઇત્યાદિથી ભરેલા મોટા રૂપેરી થાળો વચ્ચોવચ મૂકવામાં આવ્યા. રાણાના શરીર પરના અત્તર આદિ સુગંધી પદાર્થો મઘમઘાટ થવા લાગ્યા. સર્વનાં નેત્ર અને નાક તૃપ્તિ ભોગવવા લાગ્યાં. કાનને તૃપ્ત કરવા પ્રથમ સાંરગીએ અને પછી કલાવતીના મધુર ઝીણા કંઠે આરંભ કર્યો.

‘આઆ..................................’

અને મૃદંગ, સારંગી અને સતાર ત્રણેનો યોગ્ય ક્રમે ઉપયોગ થયો.

વસંત ઊતર્યા. જેવો હતો તોપણ રાણાને શોખ હતો તેથી બીજું બધું ગાયું તેમાં દ્ધિભાષિક હોરીઓ પણ ગાઇ અને

‘મેં તો નહીં નહુંગી તેરા નગરમેં;

ધોળે દહાડે કિસનજી લુટે છે અમને !’

એ હોરી ગવાતાં સર્વ સભાનાં અંતઃકરણ આનંદમાં લીન થયાં.

ગણિકાના ગાન સાથે અને હાવભાવ સાથે શ્રોતાગણનાં ચિત્ત ચમકતાં હતા અને દ્રવતાં હતાં. સાંરગીનો સંવાદ કરતો ગાનનો સ્વર આખા સભાલયમાં

- આખી સભાના અંતઃકરણમાં - લય પામતો હતો અને સતારના તારના રણકારથી સર્વનાં ચિત્ત ભેદાયાં. સર્વ સમાધિસ્થ થયા. છેલ્લું ચરણ આવ્યુંઃ

‘જુલમ કરે તેને કોઇ ન પૂછે,

ન્યાય નહીં એ નગરમેં ! - ધોળ દહાડે૦૧

એ સ્વર કલાવતીના મુખમાંથી બહાર ભાગ્યે નીકળ્યા હશે એટલામાં જયમલ પાછો આવ્યો, બુદ્ધિધનના કાનમાં વાત કરી અને બે મિનિટમાં ઘોડાગાડીના પડઘા સંભળાયા. સર્વની સમાધિ ભાગી ન ભાગી થઇ એટલામાં રસલ સાહેબનો શિરસ્તેદાર રામચંદ્રરાવ સિપાઇ સાથે અંદર દાખલ થયો, ગાન જરીક અટક્યું, રામભાઇને સારુ રસ્તો થયો, બુદ્ધિધન સામે લેવા ગયો, શઠરાયે ઊઠી હાથ મેળવ્યા, રાણાએ બેઠાં બેઠાં સલામ સ્વીકારી અને રાણા અને અમાત્યની વચ્ચે રામભાઇ બેઠા.

ઉશ્કેરાયેલા જેવો રાણો મૂછો મરડતો મનમાં મનન કરતો હતો : અકવીય અનુકરણ કરતો હતો :

‘તું તો મન રહે મેરા નગરમેં !

ધોળે દહાડે, ઓ રંડી, ઠગે છે તું અમને.’

તે મનનમાં રામભાઇ આવ્યાથી વિક્ષેપ પડ્યો. રાણાએ સાહેબની

પ્રકૃતિના સમાચાર પૂછ્યા, શઠરાયે આગમન પ્રયોજન પૂછ્યું. રામભાઉએ કહ્યું : ‘દરબાર પૂરો થયા પછી કહીશ, એટલી ઉતાવળ જેવું નથી.’

આ વાતો થાય છે તેનો લાભ લઇ કલાવતી ઊઠી. બેઠી બેઠી ગાયન કરતી હતી તે વેશ બદલવા ગઇ. એટલામાં એક સિપાઇ આવ્યો અને રણજિતના કાનમાં કાંઇ વાત કહી રણજિત દુષ્ટરાયને ખૂણે બોલાવી કહેવા લાગ્યો :

‘ભાઇસાહેબ, માફ કરજો. હું તો નિમકહલાલ છું કે હરામ છું તે

મારો ઇશ્વર જાણે છે. પણ આપનો મેરુલો કેવો છે ? તે જાણો છો ?’

‘તારા કરતાં બહુ સારો છે.’

‘તો ભાઇસાહેબ ! આવો લાગ નહીં મળે. આપને અહીં રોકાયા જાણી ઘરમાં-’

‘સાળા, લુચ્ચા ! જીભ કાપી નાંખીશ.’ ભરદરબાર ન હોત તો દુષ્ટરાય હાથ ઉગામત.

‘ભાઇસાહેબ, અધઘડીનું કામ છે. ઘેર છાનામાના પધારે અને આંખ

વડે ખાતરી કરો. હું જૂઠું બોલતો હોઉં તો તમારી તરવાર અને મારું

માથું.’ કહી એક આંખ જોનાર તાકીને જોઇ રહ્યો. દુષ્ટરાય પાછો પોતાને ઠેકાણે ગયો પણ જીવ સ્થિર ન રહ્યો. ધૂંંઆપૂંઆ થયો. સંશયમાં રહેવું એ

માણસને મહાવસમું લાગે છે. બહાનું કાઢી ઘેર જઇ તપાસ કરી જોવી એ તો નક્કી થયું પણ આજ દરબારમાં હતું એનાથી કાંઇ પણ કામ વધારે જરૂરનું નહીં ગણાય. ઘરમાં કોઇ અચિંત્યું માંદું થયું છે તે જઇ બંદોબસ્ત કરી તરત પાછો આવું છું. એવું કહી પિતાની રજા લઇ ઊઠ્યો અને ગભરાયેલો ગભરાયેલો ઘેર ગયો. ગભરાટમાં કોઇ સિપાઇને સાથે લેવાનું ભૂલી ગયો. સિપાઓનાં મન દરબારના જોયામણામાં હતાં; તેણે એમને જતો દીઠો નહીં એટલે એની સાથે જવાનું કોઇએ કહ્યું નહીં. એકલો એકલો ગયો.

કલાવતી અંદર ગઇ એટલા વખતમાં બીજી નાયકાઓ ગાતી હતી.

કોઇ કોઇ સ્થળે તેમનું ગાન કલાવતી કરતાં ચડતું હતું પણ હજૂરીઓએ દરબારની માનીતીનું જ ગાન વખાણ્યું. ટપ્પા, ઠુમરી અને એવા ગાનથી થોડો વખત પ્રજાવર્ગને રમણીય થઇ પડ્યો, અને દરબારીઓએ જાણી જોઇ

તે પર ધ્યાન ન આપ્યું અને ગરબડાટ મચાવી મૂક્યો. મનમાં ખીજવાતી પણ નિરુપાય ગાનારીઓ તે સર્વ મનમાં સહન કરી પોતાનો પ્રયત્ન વધારતી હતી કે કંઇ કરતાં પણ કોઇ વખતે પણ પોતાની અસર એની મેળે રાણા પર થાય.

બુદ્ધિધને હળવે રહી રામભાઉ પાસેથી સાહેબનો કાગળ માગી

લીધો અને વાંચ્યો. શઠરાયે માગ્યો. બુદ્ધિધને રામભાઉને આપ્યો અને કહ્યું કે લાંબે હાથે પહોંચાડો. રાણાએ વચમાંથી માગ્યો, લીધો, વાંચ્યો અને શઠરાયને આપ્યો. જોડે બેઠેલા કરવતરાયે વાંકા વળી વાંચ્યો. કરવતરાયના જુલમનો ભોગ થઇ પડેલાં વાણિયો છૂટો છે કે કેદમાં છે, તેના ઘરની શી અવસ્થા છે વગેરે બાબતો જાતે પ્રત્યક્ષ કરવા રામભાઉને મોકલ્યા છે તેને એ કાર્યમાં સૌ વાતની અનુકૂળતા કરી આપવી એવો રાણા પર કાગળ

હતો. વાંચી સૌની ગુપચુપ વાતો થવા માંડી. વળી વળી એકબીજાના જ કાન સૌએ કરડવા માંડ્યા. શઠરાયે કાગળ રામભાઉને પાછો આપ્યો; દુષ્ટરાયને શોધ્યે પણ એ પાછો આવ્યો ન હતો; નરભેરામ પાછળ બેઠો બેઠો ખાનગી થઇ વાતો કરતો હતો. શઠરાયના પેટમાં તેલ રેડાયું તે એ કળી ગયો.

અમાત્ય ને નરભેરામની નેત્રપલ્લવી થઇ. શઠરાયે ચારે પાસ ઊંચુંનીચું જોવા માંડ્યું. મનનું ધાર્યું કામ કરવતરાયને સોંપાય પણ એ જ તહોમતનું પાત્ર એટલે તેમ થાય એમ ન હતું. આખરે નરભો જ જડ્યો. તેને કાનમાં કહ્યું : ‘દરબાર થઇ રહે એટલે રાજબાની વાત ઉપાડવી છે તેમાં આ વિઘ્ન આવ્યું તે દૂર કરવાનું છે. તમે ઊઠો જઇને જેલર પર ચિઠ્ઠી લખો કે એકદમ

વાણિયાને છોડી અને ઘેર રવાના કરે અને પૈસાબૈસા આપી સામદાય કરી

ચટણા પાસે જોઇતા જવાબ આપે એવો બંદોબસ્ત કરાવી પાછા આવો એટલે દરબાર પૂરો થઇ રહેશે ને ચટણો ખાતરી કરી લેશે.’

‘ચિઠ્ઠી કોની સાથ મોકલું ? જયમલ કરશે એ કામ ?’

‘હા-મોકલો એને. એ આપણું જ માણસ છે. તમે પણ તમારે જવાને ઠેકાણે જજો.’ નરભેરામ ચાલ્યો. રામભાઇ ખટપટ ચેતી ગયો. બુદ્ધિધને

લીલાપુરમાં નોકરી કરી ત્યાં સુધી એ રામભાઉ એના હાથ નીચે હતો અને એેનો તથા સદાશિવપંતનો સંબંધ સારો જાણી પોતે પણ એના પર પ્રીતિ રાખતો. બુદ્ધિધન લીલાપુરથી નીકળ્યો ત્યારે શિરસ્તેદારની જગા સારુ બેત્રણ ઉમેદવાર હતા પણ જય રામભાઉને જ મળે એેમ હતું એટલે બુદ્ધિધને એની ભલામણ કરી. શઠરાય બીજા ઉમેદવાર તરફ હતો. અને રામભાઉ હલકી અવસ્થામાં હતો તે વખતે શઠરાયે એની ઓફિસના માણસોનો સત્કાર કરતાંં પંક્તિભેદ કરેલો અને તેમાંથી એને હાડોહાડ ચડી ગયેલી. આથી શઠરાયના પૈસા આપતો તે છતાં કોઇ ઉપકાર ન રાખતાં. રામભાઉ એમ

ગણતો કે એ તો બુદ્ધિધન કારભારી થશે તો એ પણ આપશે ને ક્યાં મારી ગરજે આપે છે જે ? બુદ્ધિધન રામભાઉને સારી પેઠે ઓળખતો હતો અને પોતે ગરજ બતાવ્યા વિના એને કેમ ગરજાળ કરવો તે સમજતો હતો.

રસલ સાહેબ સાથે પોતે ગરજ બતાવ્યા વિના એને કેમ ગરજાળ કરવો તે સમજતો હતો. રસલ સાહેબ સાથે પોતે કરેલા ઓળખાણથી શિરસ્તેદારના

મન ઉપર સત્તા ભોગવતો અને નિઃસ્વાર્થ દેખાઇ તેને સાહેબ પાસે લાભ

કરાવી આપવા તત્પર રહેતો તેથી બે જણની ઠીક ગાંઠ પડી હતી. દક્ષિણી બ્રાહ્મણ ઘણો ચકોર હતો અને નરભેરામ ઊઠ્યો ત્યાંથી જ એને ચટપટી થઇ.

‘કારભારી સાહેબ, દરબાર ચાલે છે એટલામાં હું જરા કાંઇ ખાનગી કામ છે તે જઇ આવું છું. પછી સાહેબની ફરમાશ બજાવી તરત પાછા ફરવું છું.’

‘બહુ સારું.’

રામભાઉએ બુદ્ધિધને કાનમાં પૂછ્યું : ‘જેલની તપાસ કોણ કરે છે

?’

‘તર્કપ્રસાદ.’ બુદ્ધિધને કાનમાં કહ્યું.

રામબાઉ ઊઠ્યો. ઊઠતાં ઊઠતાં બોલ્યો : ‘જેલની તપાસ કોણ કરે છે ?’

‘તર્કપ્રસાદને જરા મારી સાથે લઉં છું.’

કોઇથી ના ન કહેવાઇ.ન્યાયાધીશ એની સાથે જવા ઊઠ્યો.

શઠરાય અને કરવતરાય બેને ગભરાટ થયો, એમ લાગ્યું કે વાણિયાને સમૂળગો સંતાડવો હતો અને ક્યાં છે તેનો પત્તો જ ન લાગવા દીધો હોત તો ઠીક થાત. પણ હવે વખત ગયો અને એ ઉત્તમ વિચાર પશ્ચિમ બુદ્ધિનો

લાગવાથી પસ્તાવાનું સાધન થઇ પડ્યો. ‘હવે તો થાય તે થવા દો. પડશે એવા દેવાશે. ક્યાં ચટણાને પૈસો વહાલો નથી ?’ એ વિચાર કરી, હિંમત ધારી શઠરાયે નિશ્ચિત દેખાવ ધારણ કર્યો.

આ સર્વ કાળ નવીનચંદ્રે શાળાના માસ્તર સાથે વાતોમાં ગાળ્યો.

કારભારીની સાથે બેઠેલા સર્વ અમલદારોનું માસ્તરે આઘેથી ઓળખાણ કરાવ્યું.

સુવર્ણપુર સંસ્થાનને વીસ મહાલ હતા. દરેક મહાલમાં ‘મહાલ કરી’,

‘ન્યાયાધીશ’, ‘ફોજદાર’ આદી અમલદારો ત્યાં રહેતા હતા. સુવર્ણપુર પણ એક મહાલનું મુખ્ય સ્થાન હતું અને એવા કે ‘નગરન્યાયાધીશ’,

‘વેરાઉઘરાતદાર’, ‘શહેરફોજદાર’ વગેરે પણ રહેતા. અમલદારોનાં નામ

પેશવાઇ, મોઘલાઇ, અંગ્રેજી રાજ્ય વગેરે ઉપરથી ખીચડંપાક કરી રાખવામાં આવ્યાં હતાં. અને નામ ઉપરથી અધિકારીનું કામ સમજાય એમન હતું, જેમ કે ‘ફોજદાર’ કહેવાતા ‘દુષ્ટરાય’ના હાથમાં આખા સંસ્થાના ‘પોલીસ કમિશનર’નો અધિકાર હતો. માસ્તરે નવા નવીનચંદ્ર પાસે આંખ વડે સૌને બતાવી મોં વડે વર્ણવવા માંડ્યા :

‘આ કારભારી સાથે કરવતરાય છે - તે એમના ભાઇ. એમને બે હજારનું વરસ છે. પંદર વર્ષથી નોકરી કરે છે. એમના બાપે પૈસો મૂક્યો ન હતો. આજ એમની પાસે દસ લાખનો જીવ છે.’

‘એ સી રીતે ?’

‘સાહેબ ! એ બધું કહેવાનો અત્ર શિરસ્તો નથી. વળી જુઓ. આ એમની સાથે બેઠા છે તે દુષ્ટરાયના સસરા. દીકરીથી એમનું ઘર ઊજળું થયું છે. કન્યાદાનના બદલામાં નોકરી લેવી એ અત્રે યોગ્ય ગણાય છે. સૌના કરતાં એમની લાગવગ વધારે છે. પાસે પૈસા પણ ઠીક છે. જમાઇની

ચાકરી ઠીક ઉઠાવી છે. બુદ્ધિની જરૂર ઇશ્વરે રાખી નથી. એમને હાલ

વસૂલખાતાના ઉપરીની જગા છે.’

‘આ કોણ ?’

‘એ સાહેબ જે જાડા જેવા બેઠા છે તેમનો કરબ બહુ છે. એમનું નામ સાંભળી લોક ત્રાસે છે. એઓ સાહેબ કારભારીના સાળા છે. એઓ સાહેબ સર્વજ્ઞ ગણાય છે. પોલીસ ખાતામાં પ્રથમ હતા. ત્યાં પરસ્ત્રી અને પરધન બે બાબત જુલમ કરવા માંડ્યો એટલે બસ્કિન્‌ સાહેબની તાકીદ

આવ્યાથી એમને આ ખાતામાં નાયલાય ગણી એમને ન્યાયાસન પર બેસાડવામાં આવ્યા. ત્યા, સાહેબ, એઓ બન્ને પક્ષકારોનું સારું ઇચ્છતા અને જે પક્ષકાર એમનું વધારે સારું ઇચ્છે તેના ઉપકારનો બદલો વાળવો ચૂકતા નહિ.

અમાત્ય આવ્યા પછી એમને મહાલ સોંપવામાં આવ્યો છે એટલે, સાહેબ, રાજા અને પ્રજા બેના તરફથી લાભ પામે છે.’

‘ત્યારે એમને કોઇ પૂછતું નથી’

‘અરરર ! એ શું બોલ્યા ! તમારા પર ફરિયાદ કરીએ તો તમારા

મોટાભાઇ સાંભળે ? તાકાત કોની હોય કે ફરિયાદ કરે ?’

‘પણ મહાલના કામમાં તો ગરબડગોટા અને નાલાયકી તરત જણાઇ

આવે.’

‘ના જી, ના. એ તો આપને અનુભવ નથી. કારભારી સાહેબના રસોઇયાને નાયબ કારભારીની જગા આપવામાં આવે તો તે જ દિવસથી એની હોશિયારી પંકાય જ - એની કદર જણાય જ. એ તો કોઇ હરામખોર પરભાર્યો પેસી ગયો હોય તો તેની ખાડો તરત બહાર પડે. તેનામાં હોશિયારી હોય જ નહીં. વારુ સાહેબ, આમને ઓળખ્યા ?’

‘હા, એ નરભેરામ. એમને વિશે કાંઇક જાણું છું. ઇતિહાસ કહો.’

‘જુઓ, સાહેબ, અમાત્યની નિન્દા એ એમનું અને કારભારીનું સગપણ, અને નીચમાં નીચી ખુશામત એ એમની હોશિયારી.’

‘એટલું કરનાર તો ઘણાયે હશે.’

‘હા. પણ બસ્કિન્‌ સાહેબે એમને મોકલ્યા એટલે દાખલ થઇ ગયા અને રાણાનો એમના પર કાંઇક વિશ્વાસ એટલે કારભારી તરફથી માન મળે છે.’

‘ઠીક.’

ઘણા અમલદારોનું આ પ્રમાણે વખાણ થયું. તર્કપ્રસાદ બધું સાંભળ્યા કરતો હતો. તેને અચિંત્યું રામભાઉ સાથે જવાનું ઠર્યું. એટલે મૌન તજી દઇ

ઊઠતાં ઊઠતાં બે વાતો કરનારને ખભે હાથ દઇ બોલ્યો.

‘આ મારું વર્ણન ટૂંકામાં સાંભળો. ફોજદારી કાયદાની જેને સમજણ ન પડતી હોય તેને મારી પાસે આણજો. આ બધા જે ભારેખમ, ઠાવકા,

લાલચોળ પાઘડીઓ પહેરી બેઠા છે અને ઇંન્દ્રસભાના દેવો જેવા દેખાવમાં છે તે બધાનાં કૃત્યનો ઇતિહાસ જાણ્યો હોય તો દ્રવ્યના દંડની શિક્ષાથી તે દેહાંત દંડની શિક્ષા યોગ્ય જે જે અપરાધો છે તેમનાં ઉદાહરણો આ સાહેબોનાં કૃત્યોમાંથી મળે એવાં છે ! લાંચખાઉ, ચોર, વ્યભિચારી, વિશ્વાસઘાતી, ખૂની અને એવા એવા યોગ્યતાવાળા આ ગૃહસ્થો સારાં કપડાંમાં ઢંકાઇ

અધિકારે ચડ્યા છે અને નિર્દોષ અને પવિત્ર પ્રજાનું રક્ષણ-ભક્ષણ કરનારા એ લોક જગતની આંખમાં ધૂળ નાખે છે, દુષ્ટ મુત્સદ્દીપણાથી સાહેબોને ઠગી અધીકાર જાળવી રાખે છે, અને દ્રવ્યની સત્તાથી સર્વ ઇચ્છાઓમાં ફાવી જાય છે. થોડું બોલ્ય ઘણું કરી માનજો.’ એમ કહી મરોડમાં હસતો હસતો તર્કપ્રસાદ રામભાઉ સાથે ચાલ્યો ગયો એટલે નવીનચંદ્રનું ધ્યાન ગાનારી ભણી ગયું. ‘પાસે બેસનાર માણસ છે’ એવું સમજનાર અચિંત્યો એમ જાણે કે ‘આ તો માણસ નથી, ભૂત છે’ એટલે તેનું અંતઃકરણ જેવું બની જાય તેવું જ નવીનચંદ્રનું અંતઃકરણ આ સર્વ વર્ણન સાંભળી થયું.

નાયકાઓ હજી સુધી ઘડીક શાંત વૃત્તિથી, ઘડીક તાળીઓ પાડી, ઘડીક હાવભાવ કરી, ઘડીક મોં પહોળું ગુફા જેવું કરી, ઘડીક મોં બગાડી, આંખોને ઢાળી, ઘડીક કીકઓ ચંચળ કરી, ઘડીક ડોળા વિકસાવી, ઘડીક ઊંચા ચઢાવી, ઘડીક પાંપણોની કલ્લી કરી, ઊંચી કરી, અને ઘડીક ભમ્મર ચડાવી ઊંચેનીચે રાગે ગાઇ રહી હતી અને સભામંડળ ચિત્ર પેઠે તલ્લીન થઇ ગયું હતું. આ સર્વ નવીનચંદ્ર જોઇ રહ્યો, માસ્તર અને ન્યાયાધીશે ભરેલા વિચારોના ઊભરા ઉપરાઉપરી આવતાં તેથી આમતેમ નજર ફેરવી અહુણાં આના ને અહુણાં આના મોઢા સામુું જોતો ગયો, અને આખરે બુદ્ધિધન ભણી જોઇ દયા આણવા લાગ્યો. ‘અરેબિયન નાઇટ્‌સ’ની વાતો પ્રત્યક્ષ કરતો હોય, રમતિયાળ

અલાદીન જેવો - તેની પેઠે પોતે રાક્ષસોના મહેલમાં આવી ઊભો હોય -

તેમ કલ્પના કરવા લાગ્યો.

એટલામાં આઘેની બારીમાં નજર પડતાં નાયકાઓ ગાતી બંધ પડી અને ઠસ્સાદાર કલાવતી આવી અને નૃત્ય આરંભ્યું. તેણે હવે પોતાની કલ્પના પ્રમાણે વૃન્દાવનની ગોપીનો વેશ લીધો હતો. મોટા ઊડતા પહેર્યો હતો. તેના ઉપર ઓઢણાથી કોઇ કોઇ ઠેકાણે ઢંકાયેલો નેફો ભાગ્યાતૂટ્યા

મેઘચાપ જેવો શોભતો હતો. સમુદ્ર જેવા કરચલીવાળા ઘાઘરાની - કિનાર પર જતાં ફીણવાળાં મોજાં જેવી ચળકતી - કોર તળેનાં ઘૂંટણ નીચે કમાન બની ઢળકતાં જંજીરાં માછલીઓ પેઠે ચળકતાં હતાં; અને પગની નાજુક આંગળીઓ પર પહેરેલી વીંટીઓ, માછલીઓ વગેરે ઝીણા અલંકાર અને નૃત્યસમયે ઊછળતા સુંદર નાના નખઃ એ સર્વથી સમુદ્રના જોરથી કિનારે ઊછળી પડતા શંખલા અને છીપોનું ભાન થતું હતું. એ સર્વ અલંકાર અને વસ્ત્રોની વચ્ચે દીસી આવતાં ગોરાં ઘૂંટણ, પગની નસો અને નખ અને નાચતી વખત ઊંચીનીચી થતી એડીઓ અને પાનીઓ : તે પર ઘણાકની નજર પડતી હતી અને માત્ર તેમના વિરામ સમયે જ ભભકધમકવાળા વસ્ત્રાલંકાર પર તેમની દૃષ્ટિ જતી બેઠેલા સભાજનની દૃષ્ટિ આટલે જ અટકતી ન હતી. જગતને શિરે કાળાં વાદળાં પર પડી ક્ષિતિજરૂપી કેડે પ્રસરતી

ચંદ્રિકા (ચંદની)ની પેઠે કાળા વાર પર ઓઢેલી ઓઢણી શરીર ઓછુંવત્તું ઢાંકી કેડ પર પથરાઇ હતી. કોટે અને હાથે સોના અને હીરામોતીના અંલકારથી, તારા ભરેલા આકાશ પેઠે, નાયકા હળવે હળવે ચમકારા કરવા

લાગી. તેના ગૌર વદનથી સર્વનાં બુદ્ધિલોચનને ઝાંઝવા વળ્યાં. તેની આંજેલી આંખો પલકારા મારી રહી. ચંચળ બની, ચારે પાસ ફરતી; સર્વની આંખો સાથે સંગમ કરવા લાગી. તેના હાથ, તેનાં આંગળાં, તેના પગ, તેનો ઘાઘરો, તેની ઓઢણી અને ઓઢણીનો પાલવ : સર્વનું સાથે લાગું નૃત્ય

થવા લાગ્યું. સ્થિર આકાશમાં વીજળી આમથી તેમ ખસતી ચમકારા કરે, શાંત સરોવરમાં નાની માછલી આમતેમ દોડે, તેમ સ્તબ્ધ રાજશાલામાં નાજુક નાયકા ત્વરાથી પગની આંગળીઓ પર ચાલતી આગળપાછળના ખસતી નૃત્ય કરવા લાગી. સર્વ બેઠેલામાં એ જ એક ચાલતી હતી. સર્વનાં

મન વીધી નાંખી - તેમાં એ જ અનિવરિત ગતિથી પેસતી હતી - પરોવાતી હતી. વગર બોલ્યે હાથના જ ચાળાથી સમજાય, હાવભાવમાં ઢંકાયેલા હોવાથી વધારે કૌતુક ખેંચે નાચનારીના અંતઃકરણમાં રજ પણ ન હોવા છતાં તેમાં પ્રબળપળે દેખાય, તેના બિમ્બાધર પર અશબ્દ હોવા છતાં તેમાં

પ્રબળપળે દેખાય, તેના ન રહે, પારદર્શક આંખમાં અને કીકીમાં છુપાયા ન રહે, અને લાલટમેઘને ઢંકાયેલા સૂર્ય પેઠે તપાવી સળગાવે, એવા મદનવિકાર

- મનોવિકાર - ચિત્રતુલ્ય સભામાં એકલી કલાવતી વગર બોલ્યે વગર ગાયે બતાવી રહી. તેના પગ નૂપુર સાથે થનથન થઇ રહ્યા. તેના આસપાસના વેરાતા ચળકતા ઘાઘરાની અડફટમાં સર્વનાં મન આવી જવા - ભરાઇ જવા

- લાગ્યાં. કોઇ કોઇ વખત જરીક દેખાઇ આવી કુતૂહલ ખેંચી કલ્પના

પ્રકટતું તેનું કૃશોદર સર્વના દૃષ્ટિપાતથી સગર્ભ થવા લાગતું - પ્રફુલ્લા થતું

- હોય તેમ સ્ફુરવા માંડ્યું. તેની ઉરધરામાં ધરતીકંપ થતો હોય તેવા કમ્પાયમાન અને નૃત્યથી આગળ પાછળ ધસતા સ્તનમંડળ પર ચડી સર્વની આંખો થાક્યા જવી થઇ ગઇ - સર્વનાં અંતઃકરણ શ્વાસથી ભરાઇ ગયાં

લાગ્યાં - સળગતાં જણાયાં. ફણાધરના ફણાકમળ પેઠે મુખકમળ ડોલવા

લાગ્યું અને તેના ચારે પાસ પ્રસરતા વિષમય ઉચ્છ્‌વાસથી સર્વને લહેર આવવા લાગી. સ્ત્રી જેવા પુરુષ જેવી સ્ત્રી આંગળીનાં ટેરવાં વડે રમાડવા

લાગી. તેનું સર્વજતી હથેલીમાં, અને હાથની નાજુક આંગળીઓમાં, મૂર્તિમાન થઇ ગયું. એટલામાં મોં પહોળું થતું હોય એમ આભાસ થવા લાગ્યો, કોમળ ગોરા ઊજળા ગાલ પ્રફુલ્લ થવા લાગ્યા અને સૌએ જાણ્યું કે અહીં

સુધી ગાન આવી પહોંચ્યું છે. એટલામાં તણાઇ જતી આંખ વિકસવા માંડી,

મં પણ વિકસ્યું, અને શબ્દનું બાકી રહી જતું હોય તેમ ગાનરૂપે તે નીકળવા

લાગ્યા અને નૃત્ય પણ સર્વાંગે ખીલવા લાગ્યું. હાવભાવમાં જણાઇ આવતા વિકાર ગાનમાં ચડી આવ્યા.

‘અબ જાન દે અબ જાન દે, સામ પરી ઘનશ્યામ વે !

દૈયા મેં દૂપ્પેરકી આઇ, બીત ગઇ જુગ જામ વે : અબ૦

સાસ લરેગી, મોકું પિયું પૂછેગો, લોક કરે બદનામ વે : અબ૦’

સર્વ મંડળનાં મન નૃત્ય કરવા લાગ્યાં, ગાનવશ થઇ ગયાં, તાલ

દેવા લાગ્યાં. ભૂપસિંહ પણ સર્વના જેવો જ દેખાવ ધારણ કરી રહ્યો હતો.

પરંતુ તે હવે અધીરા જેવો થઇ જાવા લાગ્યો અને મનમાં બબડ્યો : ‘રાંડ, જાને જા, કાલ જતી હોય તે આજ જા.’ એટલામાં ગાનની છેલ્લી કડી આવીી :

‘દયાપ્રીતમ કહે સુન મેરી પ્યારી ! અબ ઇહ કરો બિસરામ વે, અબ જાન દે, અબ જાન દે, સાંમ પરી ઘણશ્યામ વે !’

કોણ જાણે શું ભૂત ભરાયું તે રાણાથી શાંત ગંભીર રહેવાયું નહીં

અને એકદમ ઊઠ્યો. સર્વ સભા આ અતર્કિત બનાવથી આશ્ચર્ય અને ચિંતામાં પડી. રાણો જે દ્ધારથી આવ્યો હતો તેમાં જ પાછો પેઠો, ‘નિઘા રખો

મહેરબાન’ની બૂમ ઉપરાઉપરી પડવા માંડી અને ઊઠી જતા, વેરાતા, ટોળે

મરતા, પૂછાપૂછ કરતા, ગરબડાટ મચાવતા મચાવતા સભાજનના શોરબકોરમાં

ચોબદારોનો પોકાર ડૂબી ગયો. રાણાની પાછળ દ્ધારમાં બુદ્ધિધન, શઠરાય

અને બીજા મુખ્ય અમલદારોનો ધસારો થયો અને ભીડાભીડમાં માનઅપમાન કે પદવીનું ભાન કોઇને રહ્યું નહીં. રંગમાં ભંગ પામેલી નૃત્ય કરતી બંધ

પડી સર્વની વચ્ચે કલાવતી ઊભી રહી અને બીજી નાયકાઓ ઊઠી; તે કોઇને ન દેખતા જેવા - ન ગણતા - લોક ધક્કા મારી અથવા તેમના પર નજર પડતાં સંકોચાઇ આમતેમ ચાલવા માંડ્યા. ભીડમાં બુદ્ધિધનની આંખ

આગળથી જુદો પડેલો પણ તેની આંગળીઓ વળગેલો નવીનચંદ્ર પણ અમાત્યની પાછળ ગયો. અને સંસારમાં આવા બનાવ કેટલા બનતા હશે તે વિચારમાં

- ભર ભીડ વચ્ચે ઊભો ઊભો - પડતાં, આગળ નજર રાખવી ચૂકી જતાં, પોતાની અને અમાત્યની વચ્ચે આવી જનારના ધક્કા ખાતો, અમાત્યના હાથના ઘસડાતો અને ધક્કો ખાઇ વિચારસ્વપ્નમાંથી જાગતો, સર્વ પ્રવાહનો એક ભાગ બની, એ પણ આખરે જાગ્યો.

રાણાને બેસવાના ખંડમાં તેના સિંહાસન પાછળના દ્ધારમાં થઇ

દાદરે ઊતરી આ સર્વ મંડળ ભરાયું. એ ખંડ સો દોઢસો માણસો માય

તેટલો હતો. તેમાં ચારે પાસ ઊંચી શેતરંજી પાથરી દીધી હતી. વચ્ચે એક નાનું ઝુંમર અને બાકીની હાંડીઓ લટકાવી હતી; પુરાણાનાં જયપુરી ચિત્રોના, અંગ્રેજી ચિત્રોના, ચિનાઇ ચિત્રોના, અને ત્રણત્રણ વાલસેટોનાં જોડાં ચોડ્યાં હતાં. એક પાસ પોતાની મેળે કેટલાક રાગ ગાતું અંગ્રેજી વાજું એક સુંદર અર્ધગોળ ટેબર પર મૂક્યું હતું. બીજી પાસ ભૂપસિંહની પોતાની સર્વાંગી

મોટી છબી હાથની કાઢેલી અને રંગેલી હતી. તેની સામેની ભીંતે અઠીંગી આ એક મોટો લંબગોળ તકિયો અને ચોખંદી ગાદી પાથર્યાં હતાં. અને તે ઉપર કિનખાબી કપડું ચાદરને ઠેકાણે પાથર્યું હતું. ભૂપસિંહ એ ગાદીતકિયે ઓઠ કરડતો લાંબા પગ નાંખી પડ્યો. રૂપાસુનેરી - ગંગાજમનાની ભાતવાળો

- હુક્કો આવ્યો તે પીવા મંડ્યો. અને બીજા સર્વ આસપાસ શેતરંજી પર ગોઠવાઇ બેસી ગયા.

‘મહારાણા ! અધિરાજ ! શું કાંઇ આપની પ્રકૃતિ સ્વસ્થ નથી ?’

હાથ જોડી શઠરાયે પૂછ્યું અને ઉત્તર જાણવા તેની આતુરતા સર્વસામાન્ય

જણાઇ.

‘કામદાર ! હા એવું કાંઇ છે.’ હુક્કાની નળી તથા વરાળ મોંમાંથી કાઢતાં કાઢતાં ઉશ્કેરાયેલા જેવો રાણો બોલ્યો. વળી નળીમાંથી એક ઘૂંટડો ભરી બોલ્યો : ‘માર અત્યારે જરી એકાંત જોઇએ છે.’ સર્વ મંડળ એકદમ

ઊઠ્યું અને ભીડાભીડ કરતું બારણા બહાર ચાલ્યું.

‘કામદાર ! તમે જરી અંદર રહેજો.’ શઠરાયે જતાં જતાં પાછું ફરી જોયું અને અટક્યો. અમાત્ય સર્વ ત્રાંસી આંખે જોતો જોતો રાણા પર એક તીવ્ર દૃષ્ટિપાત નાંખી - આંખે આંંખ મળી એટલે - બહાર ચાલ્યો. થોડીવારમાં આખા ખંડમાં રાણો અને શઠરાય બે જ રહ્યા અને શઠરાય ગાદી સામો જઇને બેઠો.

‘કામદાર, આ કાગળોની વાત હું હવે ઉપાડું છે.’

‘જી. બહુ સારું. પણ આપની પ્રકૃતિને અચિંત્યું શું થયું ?’

‘તમને ખબર નથી કે માણસની ધીરજને પણ કાંઇક હદ હોય છે

! મારા મગજમાં ગૂંચવાડો કેટલા વખત સુધી રાખું ?’

કામદાર ખુશી થયો. ‘ખરી વાત છે. કાંઇ નિકાલ થવો જોઇએ.

અરેરે મહારાણાની સાથે આ વર્તણૂક આટલા વિશ્વાસુને ન ઘટે.’

‘પણ સર્વ સાધન તૈયાર છે ? આ કામ પ્રસિદ્ધ કરવાની જરૂર નથી. પોતાની જ ફજેતી કરવાનું કારણ નથી. તમે જાઓ અને અમાત્યને એકલાને મોકલો.’

‘સર્વ સાધન હાજર છે. એક નરભેરામ ગયા છે તે અહુણાં આવશે.’

કહી શઠરાય ઊઠ્યો. રાણો તેના ભણી જોઇ રહ્યો. ચિંતાતુર અને રાણાના દુઃખમાં ભાગ લેતી મુખાકૃતિ કરી દઇ અંતસંતુષ્ટ શઠરાય બારણામાં અદૃશ્ય

થયો અને થોડીવારમાં બુદ્ધિધન એકલો અંદર આવ્યો. રાણાની પાસે જતાં સંશય આવ્યો - કાંઇક ભય લાગ્યો. એ સર્વ અનુભવ બુદ્ધિધનને આંખા જ જન્મારામાં આજ પ્રથમ જ થયો તે ગુપ્ત રાખ્યો. કૃત્રિમ ગંભીરતા ધારી શઠરાયની સાથે થયેલી વાત પોતાની પાસે કેવી રીતે આવે છે તે જોવા ઉપરથી ભય અભય યોગ્ય જણાશે ધાર્યું.

રોકી રાખેલા પાણીની અડચણ દૂર થતાં તેનો પ્રવાહ છૂટે તેમ

બુદ્ધિધનને બારણું બંધ કરી અંંદર આવતો જોઇ રાણાનો ધૂંધવાટ બહાર નીકળતો જણાયો, અને શઠરાય સાથે થયેલી વાત ગમે તો તેના વેગ નીચે દબાઇ ગઇ અથવા તો રાણાએ જાણી જોઇને ન કાઢી કે પછી શું થયું તે અમાત્યને ન સૂઝ્‌યું.

‘બુદ્ધિધન, હવે તો આમ તમારી ધીરજને કૂવામાં ધકેલી પાડવી પડશે. આ દરબાર પૂરો થતાં સુધીયે મારી ધીરજ રહી નહીં એટલે મારું

મન મારા હાથમાં નથી.’

‘કારણ ? રાણાજી, આટલું બધું શું છે ?’ અમાત્ય આવ્યો અને સામો ચિંતાતુર મુખથી બેઠો. ચિંતાનું કારણ મનમાં જુદું હતું અને દેખાડવાનું જુદું હતું.

‘આ તમારો દુષ્ટરાય કલાવતીની સાથે મહેલ વચ્ચે ગેલ કરતો હતો - મારી આંખમાં ધૂળ નાંખીને !’

‘હેં ! ક્યારે ?- રાણાજી યાદ હશે કે મેં આપને પ્રથમથી કહ્યું કે એ ગણિકા કોઇની નહીં.’

‘હા, ભાઇ, હા, તમારાં કહ્યાં તે હું કેટલાં સંભારું ? આજ સુધીમાં તમારી કહેલી અનેક વાતો ખરી પડી હશે, પણ અમારા લોકના ચિત્ત જ ઠેકાણે નહીંને ! દોષ દૈવનો. પણ હું તો આજ એને પૂરાં કરત

- આ નરભેરામે અટકાવ્યો. - એ ખરેખર તમારો જ માણસ છે કે નહીં

એ બેનું કાટલું કરવું - મારી આંખમાં ખૂન ભરાયું છે - મારાથી તો દરબારમાં રહેવાયું નહીં - હવે તમારે તરત કાંઇ કરવું જોઇએ - હું તો દરબારમાંથી એટલા વાસ્તે જ ઊઠ્યો - હવે ઢીલ કરશો તો મારે તમારે નહીં બને !’ હુક્કો ઘડીકમાં પીતો, ઘડીક મૂકી દેતો, લાંબા પગ કરતો તો અને વાળતો, ગાદી પર ઘડીક પડતો અને ઘડીકમાં ટટાર બેસતો, અસ્વસ્થ રાણો બુદ્ધિધનને આશાનું નિમિત્ત થઇ પડ્યો પણ - હજી ‘પણ’ હતું -

હજી શઠરાયને શું કહ્યું તે વાત અમાત્ય પાસે કાઢી નહીં એ શંકાકંટક રહ્યો.

‘રાણાજી, જે ઉપાય મારી પાસે માગો છો તે આપના હાથમાં છે.

હું અપનો ઇચ્છાધીન સેવક છું.’

‘હા, હા, પણ શું કરવું ધાર્યું ? એ સાળો દુષ્ટરાય ક્યાં નાસી ગયો ?’

શઠરાય બહાર એ જ ચિંતામાં છે અને દુષ્ટરાયને તેડવા માણસો ઉપરાઉપરી મોકલે છે.’

‘વારુ - પણ તમે શું ધાર્યું ?’

રાણાની પાસે પૂરો ભરમ ફોડવો એ હજી નિર્ભય ન લાગ્યું.

‘મહારાણા, રામભાઉ આવ્યા છે - એક કાગળ તો આપે વાંચ્યો છે. બીજા

લખોટા હજી ફોડવાના છે. શઠરાયનું ઔષધ એમાંથી નીકળશે એની હું આશા રાખું છું.’

‘કેવી રીતે ?’

‘મારે ને સાહેબને થયેલી વાત આપને ખબર છે. હવે આજ કાગળમાં એ વિષે શું લખ્યું હશે તે તો વાંચ્યા વિના શી રીતે જણાય ?

પણ આપની ઇચ્છા જયવંત થશે જ.’

‘પણ આ કલાવતીનું હાંલ્લું તો આજ ફોડવું જ અને બેને ગધેડે બેસાડવાં ! હા.’

‘હું આપને સાન કરીશ એટલે એ વાત ઉપાડજો.’

‘પણ આજ જ.’

‘હા, જી, હા !’

એટલામાં એક અંતદ્ધૉર ઉઘાડી હાંફતો મ્હાવો આવ્યો. રાણો ગુસ્સે થયો.

‘મ્હાવા, ! હરામખોર, ખબર નથી કે આ એકાંત ચાલે છે ?’

‘હા જી, મને ખબર છે અને એટલા વાસ્તે જ આવ્યો છું. રાણાજીની વાત બે લોકમાં થાય તેના કરતાં એકાંતમાં જ એનો છેડો આવે તો સારું એ આપના સેવક જન ઇચ્છે.’

બુદ્ધિધને ભયથી ડોકું પાછું ફેરવી જોયુંં. મ્હાવાના હાથમાં કાગળનો બીડો દીઠો. મ્હાવાએ તે રાણાના પગ પર નાંખ્યો અને હાથ જોડી ઊભો રહ્યો. રાણાએ કાગળ વાંચવા માંડ્યા અને કપાળ ર ભ્રૂકુટિ ચડાવવા માંડી.

બુદ્ધિધને પૂછ્યું :

‘મ્હાવા, શું છે ?’

‘ભાઇસાહેબ, રાણાજી પાસે કાગળો છતાં ઉત્તર આપવા મને ગરીબને શો અધિકાર ? આપ જ રાણાજીના વિશ્વાસુ ક્યાં નથી ?’

‘બહુ સારું.’ બુદ્ધિધને રાણા ભણી જોયું, રાજબા બાબતના કાગલ

ઓળખ્યા. ઉત્તરમાં મ્હાવાએ તિરસ્કારભરી દૃષ્ટિ નાંખી. તેની આંખને, અમાત્યના અધિકારને સન્નિપાત થયો સ્પષ્ટ લાગ્યો. રાણાએ કાગળો અમાત્ય

ઉપર ફેંક્યા.

‘કેવું તરકટ ! મ્હાવા ! તને ફાંસીએ લટકાવવો જોઇએ. મારા વિશ્વાસુ અમાત્ય ઉપર આવો આરોપ આણતાં તને શરમ ન આવી ? -

બીક ન લાગી ? શું તેં એમ જાણ્યું કે રાણો, એટલો ભોળો છે કે આથી ઠગાશે ? - પ્રિય બુદ્ધિધન, આ દુષ્ટ કાગળો જોઇ તમે રજ ગભરાશો નહીં

!’

મ્હાવો હસીને બોલ્યો : ‘દીનાનાથ ! રંકનું બોલ્યું રંક. મારી તાકાત શી કે આ કાગળો ખોટા હોય ને હું આપની પાસે લાવું ? અમાત્ય

આપના વિશ્વાસુ છે તેમ મારા પર એમનો ઉપકાર છે. પરંતુ આપનો ઉપકાર અત્યંત છે. આપના પ્રત્યે મારો ધર્મ વિશેષ એવી મારી સમજણ ન હોત તો અમાત્યના ઉપકારનો બદલો હું આમ ન વાળત. આ કામ કરતાં

મારે મારા મનનુંં કેટલું સમાધાન કરવું પડ્યું તે ઇશ્વર જ જાણે છે.

બુદ્ધિધન મ્હાવા ભણી જોઇ રહ્યો : ‘મ્હાવાભાઇ ! તમે કેટલા રાજનિષ્ઠ છો તે હવે કહી બતાવવાની જરૂર નથી. તમે મારો ઉપકાર જાણ્યો છે એ મોટી વાત છે. ઉપકાર તો ઊંઘી ગયો. પણ હવે મને કંઇક ઇન્સાફ કરો અને આ કાગળો મારા જ લખેલા છે અને તારી પાસે ક્યાંથી આવ્યા તે બધું સાબિત કરી બતાવશો ?’

અમાત્યની આંખની કાંઇક શરમ પડી હોય અને તે ન ખમાઇ હોય

એમ જરીક નીચું જોઇ, શરમ છોડી દેવાની શક્તિ આવતાં ઊંચું જોઇ, મ્હાવો બેધડક બોલ્યો : ‘હા જી, અમાત્યને જ્યારે આવું કામ કરતાં શરમ

ન આવી ત્યારે ખવાસને સાબિત કરતાં શી હરકત છે ?’

શઠરાય દોડતો દોડતો અંદર આવ્યો.

‘પકડાવો આ લુચ્ચા મ્હાવાને ! કેદ કરો એને - સોંપો અને દુષ્ટરાયને - ક્યાં છે દુષ્ટરાય ?’

‘જી, આવે છે.’ શઠરાય અમાત્યની પાસે બેઠો, અને કાનમાં પૂછવા

લાગ્યો કે શું છે.

‘કામદાર ! જુઓ તો ખરા - આ કાગળો. આ ત્રણ ટકાનો ખવાસડો આપણા અમાત્ય સામે કેવી બાથ ભીડે છે તે ! શો ગજબ ! દુષ્ટરાય ન હોય તો કોઇ સિપાઇને બોલાવો. અરે - કોણ છે સિપાઇ બારણે ?’ રાણો પોતે સિપાઇને બૂમ પાડી બોલાવે એ અનુભવ સૌ પ્રથમ જ થયો અને બહાર ઊભેલા સર્વ અમલદાર મંડળમાં ક્ષોભ પ્રસાર્યો.

‘જી, હું છું’ - કહી વિજયસેન અંદર આવ્યો.

વિજયસેનને હુકમ થયો અને તે મ્હાવાને પકડી બહાર લઇ ગયો.

રાણો નિઃશ્વસ્ત થઇ તકિયા પર પડ્યો.

બુદ્ધિધન બોલ્યો : ‘રાણાજી, આ યોગ્ય નથી થયું, મ્હાવાની પાસે સાબિતી હોય તે લેવી જોઇએ. આપની આંખમાં હું નિર્દોષ છું તેવાં જ જગતની આંખે પણ મારે ઠરવું જોઇએ.’

‘હવે સાબિતી ને બાબિતી; જવા દોને બધું. જે થયું તે ઠીક જ થયુંં છે. નીચ માણસોને ઊંચાં ચડાવવાં એ મોટાંને છેડ્યા કરતાં વધારે છે.

એની પાસે સાબિતી માગી એટલે એ ફૂલી જાય ને કંઇ કંઇ કુભાંડ કરે’

શઠરાયે કહ્યું :

‘રાણાજી - મારી પ્રાર્થના સાંભળવી જોઇએ.’

રાણો જરીક બેઠો થઇ ધીમે રહી બોલ્યો : ‘શઠરાય ! અમાત્ય ખરું કહે છે. મ્હાવાને ધમકાવ્યો તે મેં જાણી જોઇને ધમકાવ્યો છે. નીચને ઊંચો

ચડાવવો નહીં. પણ આ વાત મારી પાસે ઘણે ઠેકાણેથી આવી છે. હું એ વાત બિલકુલ માનતો નથી. પણ, બુદ્ધિધન, મનમાં ન લાવશો - હુંયે

માણસ છું. આજ નહિ તો ભવિષ્યમાં મારા મનમાં વહેમ ઉત્પન્ન થાય.

અને તેમ થાય તો તે ખોટું, માટે તમારી ઇચ્છા પ્રમાણે થવું જોઇએ.’

‘હાજી.’ અમાત્ય ધારીધારીને રાણા સામું જોવા લાગ્યો.

‘કામદાર, તમે આ બાબત તપાસ કરવાનો બંદોબસ્ત કરો. એટલમાં હું અંતઃપુરમાં જઇ આવું છું. રાણીને પણ આ બાબતમાં કાંઇક ખબર છે ને મારે તેની તપાસ કરવી જોઇએ.’

શઠરાયની ખટપટનં ઊંડાણ જોઇ અમાત્ય આભો ન બન્યો. પણ રાણી પર રાણાનો વિશ્વાસ ઘણો હતો તેની એને ખબર હતી તેથી ેતની બીક સમીપ લાગી. રાણો ઊઠ્યો અને વેગથી અંતર્દ્ધાર ભણી ચાલ્યો. દ્ધાર ઊઘડતાં જ૯ બંદૂકના જેવો - કાંઇ તૂટી પડ્યું હોય તેવો - કડાકો થયો.

રાણો ખચક્યો અને આશ્ચર્ય તથા બયની ઊંચુંનીચું જોવા લાગ્યો. ‘હાં, હા

- ખમા, ખા’ કરી શઠરાય અને અમાત્ય દોડી આવ્યા. રાણાના પગ તળેથી જમીન તૂટી પડી, એક મોટું ગાબડું પડ્યું, અને નીચે ધસતી માટીમાં રાણાનો પગ સર્યો. બુદ્ધિધન બાથ ભીડી રાણાને પકડી રાખ્યો અને બે જણ પાછા ખસી નક્કર જમીન પર આવી ઊભા. બેચાર પળમાં ચારપાંચ ફૂટનો એક ખાડો થયો અને માટીનો ઢગ બે પાસથી કોણાકારે પડી તેમાં સ્થિર થયો. મહેલની જમીનના સુંદર આરસ છૂટા થઇ માટીમાં અર્ધા દબાયા અને વહેંતિયાં માણસની દુનિયામાં ધરતીકંપથી અર્ધ ડૂબેલાં ઘર જેવા લાગ્યા

માંડ્યા. અંતર્દ્ધારનો લાકડાનો ઊમર પુલ પેઠે ખાડા પર રહ્યો. ખાડાની સામી બાજુએ અંદરથી માણસો ભરાયાં. રાણા ભણીની બાજુએ પણ બહારથી

માણસો આવી ભરાયાં. ગભરામણ, શંકા, તર્ક, સૂચનાઓ, બૂમાબૂમ, અને એવાં એવાં મોટાંનાનાં પંખીઓનાં ટોળેટોળાં સર્વનાં મુખતરુ પરથી ઊડી ખાડા પર ભમવા લાગ્યાં.

‘દગો, દગો, કપટ, કપટ,’ કરી બુદ્ધિધને રાણાને ઝાલી રાખી બૂમ પાડી. સમરસેન, વિજયસેન, પ્રમાદધન, જયમલ, નવીનચંદ્ર અને તેમની સાથે આવેલું મંડળ અમાત્યની આસપાસ વીંટાઇ વળ્યું. બુદ્ધિધનની આંખના ઇશારાની વાટ જોતો નવીનચંદ્ર સામો ઊભો રહ્યો. સમરસેન અને વિજયસેન તરવાર પર હાથ મૂકી અમાત્ય અને રાણાની આસપાસ આવી ઊભા.

ચોબદારો અને સિપાઇઓ ખડખડાટ, ભડભડાટ કરતા દોડાદોડ કરવા લાગ્યા.

બિલકુલ અજાણ્યો શઠરાય - આંખ વતે દુષ્ટરાયને ખોળતો - દિગ્મૂઢ બની ગયો અને ‘શું છે - શું છે -’ કરતો રાણાની આસનાવાસના કરવા લાગ્યો.

કરવતરાય અને બીજા અમલદારો તેની પાછળ તરવરવા લાગ્યા.

‘અરે જુઓ છો શું ? કોઇ મહા નીચ રાજદ્રોહીનો આ પ્રપંચ છે

! મારા મહારાણા, ઇશ્વર તમ પર પ્રસન્ન રહો ! વિજયસેન, વેજયસેન, જુએ છે શું ? બાંધો કેડ અને એકદમ તપાસ કરો, શું છે આ ? - પ્રિય

રાણાજી, આપને કાંઇ ઇજા તો નથી થઇ ? અરે કરો આઘો આ માટીનો ઢગ અને જુઓ એની પાછળ અને નીચે : સાવધાન રહેજો, હથિયાર સજ્જ રાખજો - અરે કાંઇ દારૂબારૂનું તો તોફાન નથી - જુઓ પણે માટી ગરે છે

!’ બુદ્ધિધન ગાંડા જેવી બની, આંખો ફાી કરી દઇ, ઘાંટો ફાટી કરી દઇ,

ચારે પાસ નજર ફેરવતો એક હાથે રાણાને ઝાલી બીજે હાથે વિજયસેનને ધક્કેલતો ચિત્રગર્જના કરવા લાગ્યો.

‘શું, શું બુદ્ધિધન, આટલા બાવરા કેમ બની ગયા છો ? જખ મારે છે. છોડો મને - જુઓ એ ખાડામાં અજવાળા જેવું શું જણાય છે ?’ - કહી ભૂપસિંહ ખાડામાં ઊતરવા લાગ્યો.

‘ના, મારા રાણા, સુર્વણપુરના સદ્‌ભાગ્યને એ જોખમમાં પડવાની જરી પણ જરૂર નથી. આપ છેટે ઊભા રહો. અમે તપાસ કરનાર ઘણા છીએ. ચાલો, કામદરા’ - કરી બુદ્ધિધણ ખાડમાં ઊતર્યો ને પાછળ સૌ ઊતરવા લાગ્યા. શઠરાય ચિંતામાં પડી વિચાર કરવા ઊભો.

ભૂપસિંહને બુદ્ધિધનની રાજભક્તિ સાકાર થતી પ્રિયદર્શન લાગી.

શઠરાયના ભણી શંકા સાથે જોવા લાગ્યો. વિજયસેન સમરસેન અને કેટલાય

અમલદારો મજૂર પેઠે કામ કરવા મંડી ગયા. માટી દૂર ખસેડી દીધી. તેની તળેની છત ભાગી ગયાથી કટકા થઇ આડાં પડેલાં પાટિયાંની એક બાજુએ થઇ સૌ અંદર ગયા. તે જમીન નીચે ગલી જેવું દેખાયું તેમાં નીચાં વળી જુએ છે તો તેને મોખરે હાથમાં સળગાવેલું ફાનસ ધરી જમાલ અને પાછળ

તરવાલ લઇ રણજિત ઊભેલા દેખાયા ! ‘પકડો, પકડો, કાઢો, કાઢો !’

એમ ભોંયરામાં બૂમ પડી અને ઉપર ઊભેલાઓએ જોસભેર ઉપાડી લીધી.

ચોબદાર અને સિપાઇઓએ તેમને પકડી ઘસડી ઉપર આણ્યા અને તેમના

મોં ઉપર અને તેમના મોં ઉપર અજવાળું પડતાં સૌ આશ્ચર્યમાં પડ્યા.

તેમને મારવા લાગ્યા. અને જમાલ અહીં કયાંથી તે વિચારમાં પડ્યા. જમાલને જોઇ શઠહરાયનું મોં ઊતરી ગયું; આશ્ચર્ય, ઊંડા વિચાર, અને ખેદમાં તે પડી ગયો; નીચી રાખેલી આંખો ત્રાંસી કરી બુદ્ધિધન ભણી ન્યાળવા લાગ્યો, અને ઊભો ઊભો ખશિયાણો પડી જઇ ધરતીમાં કળી જતો હોય તેમ

શિથિલ વિકારને વશ થઇ ગયો. જમાલ શઠરાયનું પોતાનું માણસ છે એ રાણો સારી રીતે જાણતો હતો. ‘હવે જમાલ અહીંયાં નીકળ્યો એ બાબત શો ખુલાસો કરવો ? ગમે તે ખુલાસો કરીશું પણ રાણો શી રીતે માનશે

? આટલી ખોળ કર્યા છતાં પત્તો ન લાગ્યો અને આજ જમાલ આ પ્રકારે શાથી, શી રીતે, શા કારણથી, શું કરવા અને કોની પ્રેરણાથી આવ્યો હશે

? દુષ્ટરાય હજી એમ ન આવ્યો ? આ સર્વ બનાવો અને રામભાઉનું

પ્રકરણોનો સૂત્રધાર અમાત્ય જ હશે - અથવા એ ન હોય તો બીજું કોણ હોય ?’ એવા એવા અનેક તર્કમાં પડતું સુવર્ણપુરના જૂના કારભારીનું ચિત્ત, ક્ષિતિજ બહાર ઊભેલા બીજા કોઇ જ્યોતિનો પ્રકાશ - ભાગ્યનું દ્ધાર ઉઘાડવા તત્પર થયેલા કોઇ ન દેખાતા પરાક્રમીનો હાથ દ્ધારની સાંકળ

આગળ ઊભેલો - જોવા લાગ્યું અને સૂર્યનાં કિરણ જોઇ ચંદ્ર અસ્ત થાય તેમ

અંતરમાં ઝાંખું પડવા લાગ્યું. તેની સમયસૂચકતા જતી રહી, ભાન ખસી ગયું, અમંગળ શંકાઓ અને ભય ચિત્ત પર ચડી બેઠાં, અને આવતી આપત્તિને બળે પોતાના પાસામાંથી ખશી જનાર સર્વ મંડળમાં પોતાની બુદ્ધિ જ અગ્રેસર થઇ હોય એમ લાગ્યું. જગતના જાણવા પહેલું પોતાનું ભવિષ્ય

પોતે જ વર્તી કાઢતા જેવું ચિત્ત નિર્બળ થઇ ગયું. બુદ્ધિ સાથે ધૈર્ય ગયું અને કલ્પનારાત્રિનો કાળો અંધકારનાં પ્રપંચો અને પાયોનું ભયંકર નૃત્ય સ્મશાનમાં ઊભેલા જેવા તેના દીન મનને ધ્રુજાવવા લાગ્યું. વિજયસેન પાસે રાણાએ મ્હાવાને પકડાવ્યો હતો તેમાં પોતે કૃત્રિમતા સમજતો હતો તેને ઠેકાણે ભયંકર સત્ય જણાયું. આપત્તિકાળના મિત્ર જોશી જેવી ખોટી આશા તેને વ્યર્થ વાહવા લાગી અને તે છતાં ભય ઓછો થયો નહીં. તેને કાંઇ સૂઝ્‌યું નહીં અને બુદ્ધિ પણ અવળી ફરી બેઠો. સર્વ સંપત્તિનો નાશ મન પાસે આવી ઊભો રહેતાં એકલા દુષ્ટરાય પર ચિત્ત ચોંટ્યું અને તેની ચિંતામાં પડ્યું. મડદું બની જતીં શરીરના રુધિર પેઠે એની વૃત્તિ એની વૃત્તિ થીજી

ગઇ - આણી પાસ અમાત્યનો ઉત્સાહી પ્રયત્ન પાણીદાર ઘોડા પેઠે વેગ પર દોડતો હતો ત્યારે આ કારભારી ગળિયા બળદ જેવો થઇને એક ખુરશી પર બેઠો અને આસપાસનો બનાવ અને ચંચળ કરવા અશક્ત નીવડ્યો, જે કારભારીની પ્રપંચબુદ્ધિ આખા રજવાડામાં ઘણા અનુભવાળી, શીઘ્ર, તીવ્ર, સર્વકાર્યવાહી, રાણાઓ અને ઠાકોરનો વશ કરનારી અને જયવંત ગણાતી હતી તે કારભારી વીર્યહીન અને ભાન વગરનો - બાળક જેવ - વૃદ્ધ જેવો

- નપુંસક જેવો - થઇ શૂન્યમતિ બન્યો સાધનહીન જેવો ખોળામાં હાથ નાંખી એક ખુરશી પર બેઠો. એનો એ શઠરાય - એનાં એ એનાં સાધન

- સર્વ નિષ્પ્રયોજન થયું લાગ્યું.

‘કાબે અર્જુન લૂંટિયો, એ ધનુષ્ય, એ બાણ !’

નવીનચંદ્ર - જે આ સર્વ તમાસો જોઇ રહ્યો હતો, જેને કારભારીની કળા જોવાનો લાભ મળ્ય હતો - તેને પણ જમાલને ખાડામાંથી નીકળતો જોઇ નવું ભાન આવ્યા જેવું થયું. નિરનિરાળી છૂટી છૂટી ઘણીક વાતો તે જાણતો હતો તે સર્વ જમાલને જોતાં સંધાઇ ગઇ. ખટપટનું પરિણામ કાંઇક કળી ગયો અને બુદ્ધિધને સોંપેલું કાર્ય પોતાને કરવા વખત નહીં આવે એટલે શુભ પરિણામ ચેતી ગયો. શઠરાયની ધારણાઓ તેને અમાત્યે જ કહી હતી. કેવી તે ધારણાઓ હતી અને કેવું તેનું પરિણામ નીકળશે તે વિચારતાં તે મનમાં બોલી ઊઠ્યો :

‘આવ્યો છે કોડે, પણ માથે બોડે,

ધિક્કાર ફટ એના નામને રે !’

અને પોતે આવી જાતનું બોલી ઊઠ્યો તે વિચિત્ર લાગ્યાથી હસ્યો.

પાછલા દિવસે - અમાસે જ વનલીલા કુમુદસુંદરી પાસે રુક્મિણી વિવાહમાંથી આ ગાતી હતી અત્યારે સાંભરી આવ્યું. કુમુદસુંદરી સાંભરી. તેની જોડેની

મેડમ રહી અમાત્યના ઉજાગરાની પણ સાક્ષી સ્મરણશક્તિ પૂરવા લાગી અને વિચાર કરવા લાગ્યો : ‘આહા ! આટલા ઉજાગરાથી આ ફળ મળવા વખત આવ્યો છે - શી વાત - શી બુદ્ધિ -પોતાના કુટુંબની ફજેતી ન થાય

અને અપરાધી શિક્ષા પામે એ રસ્તો - બુદ્ધિધન -આ ઠીક શોધી કાઢ્યો !

વાર, જમાલ, તેં આટલું ન કર્યું હોય તો અનુભવ પ્રત્યક્ષ ન થાય !- અને તેની સાથે એ જ બનાવમાંથી શઠરાયને નુકસાન કરવાનો પ્રસંગ આણ્યો !

ખોટામાંથી સારું પરિણામ આણવું - વિપત્તિને સંપત્તિનું સાધન કરી દેવું વગર ભણેલા બુદ્ધિધન - તમે ક્યાં શીખ્યા ! ગજબ છે !’ આ વિચારનદી વહેતી વહેતી રાજખટપટના અવલોકન કાર્યમાં ભળી ગઇ.

જમાલ ને શુક્રાચાર્ય રણજિત બેના પર મુક્કાબાજી કરવા રાજનિષ્ઠ તેમ જ ખુશામતિયો વર્ગ એક થઇ ગયો. રાણાએ તેમને અટકાવ્યા.

બુદ્ધિધન : ‘સમરસેન, તું બીજા માણસો લઇ આ સુરંગનું મૂળ

શોધી કાઢ. જોજે, સંભાળીને જજે, રાણાજી, આ જમાલ અને રણજિતને વિજયસેનને સોંપો. એમની ખાનગી તપાસ એકાંતમાં થશે, - કેમ કામદાર સાહેબ ?’ બુદ્ધિધને ચારે પાસ જોવા માંડ્યું.

ઊભેલા મંડળની પાછળ બેઠેલા શઠરાયે ઊંડાણમાંથી જવાબ આપ્યો

ઃ ‘હાં !’

‘આવો, આવો, કામદર, પાછળ કેમ બેઠા છો ? આજ કેમ આમ

છે ?’ રાણાએ શઠરાયનો સ્વર આવ્યો તેણી પાસ નજર કરી કહ્યું. સૌ ખસી ગયા અને માણસોની ઠઠની ભીંતો વચ્ચે રાણા પાસેથી તે શઠરાય

બેઠો હતો ત્યાં સુધી એક સાંકડી ગલી બની. રાણાએ શઠરાય ભણી ચાલવા

માંડ્યું. ભોંયરામાંથી જમાલ નીકળ્યો અને શઠરાય આમ મન્દ બન્યો તે જોઇ

સર્વ તર્કારૂઢ થયા. આખરે શઠરાય ઊઠ્યો અને મંદગતિથી વીલે મોંએ રાણા ભણી આવવા માંડ્યું તેને ઊઠતાં કાંઇ એવી વાર લાગી ન હતી, ચાલવામાં કાંઇ અસાધારણ મંદતા હતી નહીં. અને તેના મુખની કલાંતિ હંમેશાં ધ્યાન ખેંચે એવી ન હતી, પણ એની રોજની ચપળતા અને આજનો બનાવ સરખાવી સર્વના મનમાં સ્વયંભૂ સૂચનાઓ ઉત્પન્ન થઇ આવી અને રજપૂત તેના ભણી જે સભ્યતા દર્શાવતો હતો તેમાં સર્વને ભયંકર કૃત્રિમતા લાગવા

માંડી. છાતી કાઢી જમણો હાથ લાંબો કરી રાણાએ કારભારીનો હાથ પકડ્યો અને બોલ્યો :

‘મારા અનુભવી રાજભક્ત કામદાર, આજ તમારી મદદની ખરેખરી અગત્ય છે. તમને ખબર છે કે’ (બુદ્ધિધન ભણી નજર કરી) ‘અમારા જૂના સ્નેહીઓ પર વિશ્વાસ રાખવાનો વખત રહ્યો નથી. ત્યારે તમે પણ આમ

મન્દ રહેશો તો અમારે કોને શોધવા જવું ? જુઓ, આ તરકટનો ભાવાર્થ શોધો, બોલાવો દુષ્ટરાયને. કામદારનો હાથ ઝાલી રાખી તેની આંખ ભણી શરરાબાજના જેવી - ગરુડના જેવી - તીણી દૃષ્ટિથી રજપૂત જોઇ રહ્યો.’

‘આહા ! વિશ્વાસુ કારભારીઓનો ખપ આવે પ્રસંગે જ પડે છે -

તેમની કિમ્મત આવે સમયે જ જણાય છે !’ મૂછ આમળતો રાજા બોલ્યો.

રાણાનો અક્કેકો બોલ કારભારીને અંતરમાંથી ઊભો ને ઊભો બાળી

મૂકવા લાગ્યો. અક્કેકો અક્ષર તેને અક્કેકા, પળેપળે દેવાતા વિષદંશ જેવા,

ચાટકા દેવા લાગ્યો; તેને આભ અને ધરા એક થયાં લાગ્યાં; પોતાના સર્વ

મંડળમાં પોતાનું કોણ તે તેને ન સૂઝ્‌યું. આખરે તેનું પોતાનું માણસ નીકળી આવ્યું.

નરભેરામ પાછો આવ્યો હતો અને કેટલીક વાર થયાં કરવતરાયના કાનમાં લાંબી વાત કહ્યાં કરતો હતો. એ વાત થઇ રહી અને નરભેરામે ન્યાયાધીશનો કાન મુક્ત કર્યો એટલે કરવતરાયની દૃષ્ટિ શઠરાય પર પડી અને ભાઇની વિપદ અવસ્થા દેખી ભાઇ વહારે ધાયો.

કરવતરાયની પ્રપંચશક્તિ શઠરાયના જેવી ન હતી. તે દેખાવમાં

પ્રતાપી ઓછો પણ કદાવર વધારે હતો. શઠરાયને કપાળે કરચલીઓ વળી હતી, તેને ધોળાં આવ્યાં હતાં અને ઊતરતી અવસ્થા શરીર પર બેઠી હતી. કરવતરાય હજી દેખાતો જુવાન અને મજબૂત હતો. તેની મૂછોના થોભિયા ફક્કડ અને કાલી ભમ્મર હોવા છતાં કંઇ કંઇ ધોળાશ આવી હતી અને મોટા ભાઇના કરતાં મન ઓછું તાર્કિક હોવાથી દુઃખ; રહેવાની શક્તિ વધારે ધરતું હતું. તેની આંખમાં શરમનો લેશ પણ ન હતો, હ્ય્દય દયા અને ઉપકારને ઓળખતું ન હતું, બુદ્ધિ સત્ય અને ન્યાયે ચાલવાનું કારણ સમજતી ન હતી. આવું છતાં તેનું મન કુટુંબવત્સલ વધારે હતું અને ભાઇની અવસ્થા જોઇ એનું હૈયું ભરાઇ આવ્યું; બધા સમજ્યા એટલું તો સમજ્યો પણ ભાઇને થવા હતા તેનાથી અર્ધા પમ વિચાર પોતો થયા ન હતા એટલે ‘શું થનાર છે ?’ એ વિચારથી મન મજબૂત રહ્યું અને ભાઇને પડખે આવી ઊભો. અંંતે ભાઇના સામું જોઇ, પછી રાણાના સામું જોઇ

બોલ્યો :

‘પ્રતાપી મહારાણા, આ રાજદ્રોહી તરકટ થોડી વારમાં આપણી પોલીસ શોધી કાઢશે અને અપારધીઓ કઠણ સજા ભોગવશે. આપના પ્રતાપથી આ સર્વ પરિણામ પળવારમાં થયું સમજો. સુવર્ણપુરના મહારાણાના શત્રુ નાશ પામશે જ.’

‘નિઃસંશય એમ થવાનું જ !’ ભાઇને જોઇ કારભારીને બોલવાની શક્તિ આવી.

‘ત્યારે બોલવો દુષ્ટરાયને ! બુદ્ધિધન, લક્ષમાં રાખજો જે કારભારી કહે છે તે. રાણાના શત્રુ નાશ પામશે !’ ડોકું ધુણાવી રાણો કારભારી સામે હસ્યો.

સ્મિત કરી અમાત્ય બોલ્યો : ‘રાણાજી, આપ તો નાશ પામશે કહો છો પણ હું તો એમ જ જાણું છું કે તેઓ નષ્ટ થયા જ.’

‘દુષ્ટરાય ક્યાં ? - બુદ્ધિધન - સરત રાખજો - રાજાઓની આગળ

બોલેલા બોલ કરેલાં કામના કરતાં વધારે ભારે થઇ પડે છે.’

‘નિઃસંશય !’

સર્વ આ વાતોથી વિસ્મયમાં પડતા હતા. કરવતરાય મનમાં જય

પામતો હતો - તે એવું સમજીને કે રાણો હવે રાજબાનું પ્રકારણ કાઢશે.

શઠરાય એથી ઊલટું જ સમજ્યો; તેના પગ થરથરવા લાગ્યા, બુદ્ધિધન સામું કઠણ દૃષ્ટિથી - ઊંડા વૈરભાવથી - જોઇ રહ્યો. રાણા અને અમાત્યનો

ક્રૂર સંવાદ તેણે અટકાવ્યો.

‘મહારાણા, હવે વાતો કરતાં કામની વધારે જરૂર છે. આ બાબતમાં

મૂળ શોધી કાઢવું જોઇએ. અમે બે ભાઇઓ અને સર્વ અમલદારોએ તરત નીકળવું જોઇએ. બુદ્ધિધન આપણી સાથે ચાલો. આ કાર્યની તપાસ કરવી જોઇએ - તેમ તમારી પણ જરૂર પડશે જ-’. કંઇક સારો વિચાર સૂઝી આવવાથી કારભારી ટટાર થઇ બોલ્યો. કોઇ પણ બહાને રાણાના પંજામાંથી તરત છૂટી જઇ - એને જ કલાવતી અને નરભેરામના પંજામાં રહેવા દઇ, સૌ વાત હાથથી ગઇ માલૂમ પડે તો ગમે તો રાણાને જ આ દુનિયામાંથી વિદાય કરવો અથવા તેમ ન બને તો પોતે કુટુંબ અને દ્રવ્ય લઇ સુવર્ણપુરમાંથી પોબારા ગણવા એ કલ્પના તેના મગજમાં તરી આવી. અમાત્યને પણ રાણા પાસે રહેવા દેવો નહીં એવું પણ ધાર્યું. આ છેલ્લો ધુમાડાનો બાચકો ભર્યો તેનો તેને લાભ મળે એ થવા ન દેવા જેટલી અક્કલ રાણામાં હતી જ.

‘ના રે ના, કામદાર, હાલ તમને છૂટા ન મુકાય. આજના બનાવથી હું અસ્વસ્થ થયો છું અને મારા મનનું સમાધાન કરવા તમે અહીં જ રહો.’

કારભારીનો છલ્લો પાસો ધાર્યો ન પડ્યો. તે નિરાશ થયો.

‘દુષ્ટરાયને બોલાવો, કામદાર. આ બાબતમાં તમે કેમ સાંભળતા નથી ?’

શઠરાયે ઉત્તર ઘડી કાઢ્ય તે પહેલાં કરવતરાય બોલી ઊઠ્યો :

‘રાણાજી, આ નરભેરામ અહુણાં જ ઘેરથી આવ્યા. તેમણે સમાચાર આણ્યા છે એ હાલ આવી શકે એવી તેના શરીરની અવસ્થા નથી.’

‘હેં ! શું થયું છું એમને ? અહુણાંં તો દરબારમાં હતા. શું તમારા ઘરમાં પણ ગોફટકો થયો છે કંઇ ?’

‘હા જી, કાંઇ એમ જ છે.’ શઠરાય અને સર્વ ચમક્યા.

‘શું હા ? શું થયું છે ? શું થયું છે, નરભેરામ ?’

‘જી મારી જીભ ઊપડે એમ નથી; ક્ષમા કરો.’

‘શું મારી આજ્ઞા તમે નહીં પાળો ?’

‘જી, કહેનાર આ આવે.’ ઘાયલ થયેલો મેરુલો હાથ ઉપર લોહીવાળો પાટો બાંધી શ્વાસભર્યો દોડતો દોડતો આવ્યો, અને બૂમ પાડતાં પાડતાં રાણાના પગ આગળ પડતું મૂક્યું.

‘જુલમ, જુલમ, મહારાણા ! આપના રાજ્યમાં જુલમ ! મારી વહારે કોઇ ધાઓ રે - બાપજી !’ કહી પોક મૂકી. સિપાઇઓ તેની આસપાસ ભરાઇ તેને ઉઠાડવા લાગ્યા. દુષ્ટરાયની કૃપાના પાત્રની સિપાઇઓ આસનાવાસના કરવા લાગ્યા.

એટલામાં ખાડામાં પણ કાંઇ ગરબરાટ થયો, તેના ભણી સૌનું લક્ષ ગયું, અને થોડી વારમાં રઘી, નીરદાસ અને ખોડાને સુરંગના મુળ આગળથી હાંકતો હાંકતો સમરસેન પોતાના મંડળ સાથે આવ્યો.

સૌનાં લક્ષ બહુ પાસ ખેંચાયા. કરવતરાયે પણ ભાગ્યનો ઓટ દીઠો. નરભેરામે કાનમાં કરેલી વાતથી તેનું અંતઃકરણ નબળું પડ્યું હતું પણ પ્રસંગ સાચવવા તમાચો મારી ગાલ રાતો રાખવા પ્રયત્ન કરી જાણેલી વાત ઢાંકી રાણા સાથે દમભેર વાત કરી હતી. મેરુલાને જોઇ ઘરની બાબત ભય લાગ્યો, સમરસેનનો સાથ જોઇ બીજી પાસથી ભયદર્શન થયું.

દુષ્ટરાય એકલો ઘેર દોડ્યો અને પહોંચ્યો તો એટલે સિપાઇઓ તડાકા મારતા હતા. તેમને વટાવી અંદર જાય છે તો બારણું બંધ. મેડીએ

ચડી ચોકમાં જોતાં તેની આંખ ફાટી. ચોકમાં રમનારાંએ મિયાંબીબીનો વેશ કાઢ્યો હતો. મેરુલો મિયાં બનેલો, રૂપાળી અને ખલકનંદા બીબીઓબનેલી અને ભવાઇ ચાલી રહેલી. અગાશીમાં ખડખડાટ સાંભળી ખલકનંદા ચમકી અને સંતાઇ ગઇ. તલવાર લઇ દુષ્ટરાય બીજે દાદરે થઇ ચોકમાં ગયો. અને આંખની શરમ વિના બીજી સર્વ મર્યાદાથી ભ્રષ્ટ થયેલાંની આટલી રહેલી

મર્યાદા પણ મુકાવી. દુષ્ટરાયને મત્સર ચડ્યો અને મેરુલા પર તલવાર ખેંચી.

મેરુલાને હાથે તલવાર વાગી, વાગતાં સુધી શરમ રાખી, પણ વાગી એટલે શરમ તોડી ચાકર ધણીની સાથે દ્ધન્દ્ધયુદ્ધમાં પડ્યો અને દુષ્ટરાયની તલવાર ખેંચી. નિરાશ થયેલા દુષ્ટરાયે બૂમ પાડી, ચોકનાં બારણાં ઉઘાડી દીધાં.

સિપાઇઓ અંદર આવ્યા, પણ તે આવતાં પહેલાં દુષ્ટરાય પર ઘા કરી પાછલે બારણેથી મેરુલો નાઠો. નાસતાંં નાસતાં પોતે તલવાર સાથે પકડાય

નહીં માટે તલવાર રૂપાળીના ભણી ફેેંકી, ‘ઉગારજે કે મારજે’ કરી, મંત્ર

મૂક્યો. તલવાર એક ખૂણામાં પડી. દુષ્ટરાયને ઘા કારમો થયો અને જાતે નબળો હોવાથી જમીન પર પડ્યો. રૂપાળીએ બાજદાવેડા કરવા માંડ્યા અને મોં વાળવા તથા કૂટવા લાગી. દુષ્ટરાયમાં બોલવાની તાકાત ન હતી.

સિપાઇઓએ રૂપાળીને પકડવાનો વિચાર કર્યો પણ ઠીક ન લાગ્યું. આખરે બધાં બારણાં આંતરી બેઠા, અને ‘બાઇ, કારભારી આવશે એટલે તમારા આ કામના સમાચાર કહીશું - તમને જવા નહીં દઇએ’ એમ રૂપાળીને કહ્યું. રૂપાળી તેમને ધમકાવી મેડીએ ગઇ, પુરુષનો વેશ લઇ છાપરે ચડી, દુષ્ટરાયની તલવાર લઇ જોડેના ઘરમાં ઊતરી, તે ઘરવાળાં ચમક્યાં અને પાછળ આવ્યાં, તેમને વટાવી તેમને ઉઘાડે બારણેથી રસ્તામાં નાઠી, એકબે ગલીઓ મેરુલાનો ભાઇ ઘરમાં હતો તેની પાસે વાતો કરવા મંડી; અને બારણાં અટકાવી, તેને સમાચાર કહી, મેરુલાની શોધ કરવા મોકલ્યો.

ભાઇના ઉપર વિતેલું તોફાન પરસાળના એક જાળિયામાંથી છાંનુંમાનું જોઇ ખલકનંદા અજાણી બની ઢોંગ કરી પરસાળની મેડી પરના હીંચકા પર આંખો મીંચી સૂતી.

દુષ્ટરાય શું કરે છે ને શી ગમત થાય છે તે જોવાના રસથી તેમ

જ તે જાણવું અમાત્યના કામને ઉપયગી હોવાથી, દરબારમાંથી બહાર નીકળવાનું

મળતાં શઠરાયે સોંપેલું કામ મૂકી તેના જ ઘર ભણી નરભેરામ ચાલ્યો.

રસ્તામાં મેરુલો દોડતો સંતાતો મળ્યો તેને પકડી ઊભો રાખ્યો અને સમાચાર જાણી લઇ શિખામણ દીધી કે ‘તું દરબારમાં અહુણાં જ જા અને દુષ્ટરાય

સામી તું જ ફરિયાદ કર - તેનો તારો અસ્ત થવા બેઠો છે માટે તું કહીશ તે માનશે. સંતાઇ પેસીશ તો ગુનેગાર ઠરી મરીશ.’ કેવી રીતે દરબારમાં વાત કરવી તે પણ શીખવી. મેરુલો કહે ‘મારે ઘેર જઇ પછી દરબારમાં જઇશ. મરવા પડેલા દુષ્ટરાય વિના મને કોઇને દીઠો નથી, ને દેખનાર

મારી વાત નહીં કરે પણ મારા ભાઇને સાવધાન કરી આવું.’ રસ્તામાં ભાઇ

મળ્યો. બે ભાઇ ઘેર ગાય. રૂપાળીને મળ્યા. તેને મેરુલાએ ભાઇની સાથે બેત્રણ ગાઉ છેટે બીજા રાજ્યના ગામડા ભણી રવાના કરી પોતે દરબારમાં આવ્યો. નરભેરામ ત્યાંથી જેલ ભણી જાય છે તો રામભાઉ અને તર્કપ્રસાદ

પોતાનાથી પહેલાં જઇ પહોંચેલા, કારણ રામભાઉએ ટિપ્પણ કર્યું. નરભેરામ

તે સર્વ જાણી ઉતાવળે પગે દરબારમાં પાછો ફર્યો અને શઠરાય રાણા સાથે વાતોમાં હોવાથી કરવતરાયને સૌ સમાચાર કહ્યા. તેમ જ એવું પણકહ્યું કે

મને રસ્તામાં ઘાયલ થયેલો મેરુલો મળ્યો અને તે દુષ્ટરાયના સામી ફરિયાદ

કરવા આવનાર છે. મેરુલો શાથી ઘાયલ થયો તે કારણ પણ કહી બતાવ્યું.

કુટુંબની લાજ ગઇ જાણી કરવતરાયને કલેશ થયો. દરબારમાં એ વાત કહી નહીં બતાવાય એ નક્કી. તેમાં ઊલટો ચોર કોટવાળને દંડે - મેરુલો ઊલટો ફરિયાદ કરવા આવ્યો જોઇ શું કહેવું તે સૂઝ્‌યું નહીં. દુષ્ટરાય પોતે ઘાયલ

થયાની વાત નરભેરામે કરી નહી.

મેરુલાને ઘાયલ સ્થિતિમાં જોઇ સૌ ચમક્યા અને ફરિયાદનું કારણ પૂછ્યું. શઠરાય કારણ જાણતો ન હતો. તે એને પોતાનો ગણી જમીન પરથી ઉઠાડવા ગયો.

‘કામદારસાહેબ, મારો બચાવ હવે આપ કરી શકો તેમ નથી.

મોટાભાઇના જ સામી મારે ફરિયાદ છે.’

શઠરાય ચમક્યો અને આઘો ખસ્યો.

‘રાણાજી, મેં કામદારનું લૂણ ખાધું છે. તેમના ઘર સામે ફરિયાદી કરવી એ મને ઘટતું નથી. પણ હવે ન ચાલ્ય કરવી પડે છે. ફોજદારસાહેબની કાંઇક રાજદરબારી છાની વાત મેં જાણી તે એમના જાણવામાં આવ્યું અને

મારા પેટમાં છાની રહેશે નહીં. જાણી મારી આ દશા કરી છે. જો હું નાઠો ન હોત તો મને પૂરો કરત. મને હવે ઘરમાં જતાં પણ બીક લાગે છે માટે અહીં આવ્યો છું.’

‘એવી શી છાની વાત હતી ? હોય એ તો. ખટલા છે. પણ,

માબાપ, મને મોટાભાઇએ ધાર્યો એટલા હલકા પેટનો હું નથી.મારે માગવાનું એટલું છું કે ગમે તો મારી ફરિયાદનો નિવેડો આવે ત્યાં સુધી કે ગમે તો હું મારે ગામ જવા નીકળવા પરવારું ત્યાં સુધી આપનાં વિશ્વાસુ માણસોની

ચોકી આપો કે પોલીસના સિપાઇઓ મને સતાવે નહીં. મારે બીજું કાંઇ

નથી જોઇતું. હું ગરીબ માણસ છું.’

‘પણ એ છાની વાત શી ? તું જુઠ્ઠો કે સાચો તે શું જણાય ? કેવો હરામખોર - પૂછ્યું તેનો જવાબ નહીં !’

‘અરે રાણાજી - લો ત્યારે કહું ! પણ - પણ - એકલા આપને કહું...’ કરી શઠરાય ભણી બીકની નજર કરી.

‘તુંં શું જુઠ્ઠું બકે છે તે જાણવાનો એમને પણ હક છે. બોલ અને ખોટું બોલ્યો તો મરવાનો.’

‘તો રાણાજી - આ તો ઊલટી બલા થઇ - માફ કરજો, કામદાર સાહેબ -ન ચાલ્યે કહીં દઉ છું. રાણાજી, આપની વાડીમાં પાછળ તલાવ છે ત્યાંથી સાહેબના ઓરડા સુધી કાંઇક ભોંયરામાં રસ્તો કરવાની વાત કામદારે કરી હશે તે મને ખબર પડી - અરે કામદારસાહેબ, હું ધ્રૂજું છું. - મારા પર ગુસ્સો ન કરશો - અરે જમાલ અહીં ઊભો છે કે - લો રાણાજી - એ જમાલ બધી વાત જાણે છે - એને પૂછજો - માબાપ, હવે મને જવા દો

- મને વધારે ન પૂછશો - સૌૈ જમાલ કહેશે.’

‘હરામખોર ! - લઇ જાઓ એને - વિજયસેન !’

‘મહારાણા, પણ ફરિયાદ કરવા આવીએ ત્યારે સજા થાય એવો આપનો ધારો હોય તો મેં ભૂલ કરી - હવે નહીં ફરિયાદ કરું ! આપ

લોકોને પાળનાર છો. મને ઘેર જવા દો - આપના કેદખાના કરતાં મારું ઘર સારું છે. પોલીસનાં માણસ મને કનડશે તો જે થશે. તે ખરું. પણ મેં એવો ગુનો નથી કર્યો કે મને કેદ કરો.’

હિમ્મતવાન બોલકણા મેરુલાને જોઇ રાણો વિસ્મય પામ્યો. ‘જા જા, ઘેર જા. વિજયસેન, એને ઘેર જવા દે અને એની ફરિયાદની તપાસ કરવાનું તને સોંપું છું.’

મેરુલો સલામ કરી ગયો.

‘જોયું, કામદાર, શાં લુચ્ચાં માણસો હોય છે ? ઘરમાં - રાજ્યમાં

- માણસો રાખવાં તે વિશ્વાસું ને બુનિયાદ હોવાં જોઇએ - નીકર આવું થાય. મારા વિશ્વાસું અમલદારો સામે આવું તહોમત મૂકતાં એની જીભ ન કપાઇ ! ધણીનું ઘર ફોડતાં એનું કાળજું કેમ ચાલ્યું ? આશ્ચર્ય છે કે તમારા જેવાનું લૂણ ખાઇ તેનો ગુણ એનામાં ન આવ્યો.’ કરી રાણો ભમ્મર ચડાવી ગંભીર બની કારભારી સામું જોઇ રહ્યો.

એટલામાં રામભાઇ અને તર્કપ્રસાદ પાછા આવ્યા. શઠરાયે જોયું કે રામભાઉને લાંચ આપવાનો અવસર હવે ગયો હતો. વાણિયો કેદખાનામાં રામભાઉને મળ્યો હતો અને સર્વ હકીકત કહી હતી. વાણિયાની બાબતમાં સાહેબની એકલાની જ આંખમાં ધૂળ નાંખવાની હોત તો લાંચ આપવી એ સહેલી વાત હતી. અને એમ જાણીને જ એની કલ્પના કરવામાં આવી હતી. પણ હવે તો એ બનાવનો લાભ લેવા રાણો જ તત્પર થશે એ શઠરાય સમજ્યો. નિઃશ્વાસ મૂકી તેણે મનમાં વિચાર કર્યો : ‘આભ ફાટ્યું ત્યાં થીંગડાં નકામાં, રામભાઉ ગયો ત્યારે જુદી અવસ્થા દેખાતી હતી - હું કારભારી હતો. હવે એ અવસ્થા બદલાઇ - શઠરાય ! પૈસા ખરચ્ચે છૂટકો થાય એ વખત ગયો.

રામભાઉ વાણિયા બાબત શઠરાયને અને કરવતરાયને માથે તહોમત

મૂકી બોલ્યો :

‘રાણાજી, સાહેબને આપની બાબત ઘણો ઊંચો અભિપ્રાય છે.

પણ આવા કારભારીઓથી આપને હાનિ પહોંચશે. ખરી વાત છે કે એ કારભારી જૂના છે - પણ એ જૂના રોગ છે. આપના રાજ્યના જુલમ વિશે કેટલી બૂમ છે તે સાહેબ સારી પેઠે જાણે છે. પણ સુધારાની આશા રાખી આજ સુધી કાંઇ બોલ્યા નહીં. એ આશા ખોટી નીકળી. જો એમ જ એમના

મનમાં હોત કે સુધારો થઇ શકનાર જ નથી તો સાહેબ જુદા ઉપાય લેત.

પણ એમ નથી. સાહેબના મનમાં ખાતરી છે કે કારભારીઓ આપના સુધી પોકાર આવવા દેતા નથી અને આપ જાણો તો એવા જુલમ થવા દો સાહેબ કોઇ બહારના માણસની ભલામણ કરત. પણ એમને સારી રીતે

માહિતી છે કે આપા રાજ્યમાં પ્રવીણ, પ્રમાણિક અને પ્રજાનું હિત ઇચ્છે એવાં માણસ નથી એમ નથી. આજ કારભારીના બળથી એમનું ચાલતું નથી પણ સાહેબ ધારે છે કે રાજ્યની ખરી સ્થિતિ આપ જાણશો ત્યારે તેમનું બળ ચાલશે અને પ્રજા સુખી થશે. આથી વધારે વાત મોંએ કરવા

મને હુકમ નથી. સાહેબ પાસે અને સરકારમાં આપના રાજ્ય સામી કેટલી અને કેવી રીતની ફરિયાદો થઇ છે તે જણાવવા આ સર્વ અરજીઓના કાગળ સાહેબ મોકલે છે તે હું આપની પાસે યોગ્ય તપાસ સારુ રજૂ કરું છું. આ અંગ્રેજી વર્તમાનપત્રોનું સાહેબે મોકલ્યાં છે તેમાં આપના રાજ્યનાં સારાંનરસાં માણસોનું વર્ણન છે. તેની તુલના સાહેબ આપને સોંપે છે.

સાહેબ જાતે ઘણુંખરું વર્તમાનપત્રો પર વિશ્વાસ રાખતા નથી પણ આ બાબતમાં એ પત્રોનો અને એમનો અભિપ્રાય એક છે એટલે સવિસ્તર હકીકત જણાવવા એ પત્રો જ મોકલ્યા છે તે કોઇ પ્રમાણિક અંગ્રેજી ભણેલા

માણસ પાસે વંચાવી સમજી લેશો. હા, બીજી વાત સાહેબ તરફથી એક કહેવાની છે કે આપ સમજો છો કે જનાનો કેવો છે તે જાણવા અંગ્રેજી વિદ્યા જાણનારા અને તેવા ન મળે તો અંગ્રેજી રાજ્યની નીતિરીતિ જાણનારા

માણસો હળવે હળવે આપે મેળવવા યોગ્ય છે. એ ઉપરાંત જે કહેવાનું છે તે કાગળ સાહેબે પોતે આપેલો છે તે ઉપરથી સમજશો. મારે સાહેબ તરફથી હવે કાંઇ કહેવાનું બાકી નથી પણ મારે જાતે આપને કાંઇક વિનંતી કરવાની છે તે છાની વાત નથી એટલે આ મંડળ વચ્ચે કહું તો અયોગ્ય

નહીં ગણો. હું પણ આપના રાજ્યનું સારું ઇચ્છું છું. અને હું શિખામણ દેવા લાયક તો નથી પણ મારી શિખામણ આપને સાંભળવા લાયક હોય તો કહેવાની રજા માગું છું કે રસલ સાહેબ જેવા સારા સાહેબ રજવાડામાં ક્વચિત જ આવતા હશે અને તેમનો દરેક અક્ષર સોનાના મૂલનો માનજો.

સાહેબને આપના અમાત્ય સારી રીતે ઓળખે છે અને હું કહું છું તે કેટલા

પ્રમાણમાં ખરું છે તે વાત મારા કરતાં વધારે છટાથી, વધારે શક્તિથી, અને વધારે અનુભવથી આપના એ વિશ્વાસુ અમાત્ય કહી શકશે. એ સાહેબે એજંસીમાં નોકરી કરી છે, આપના હાથ નીચે પણ નોકરી કરે છે, સાહેબ એમને સારી રીતે ઓળખે છે. અને એમના ઉપર આપનો વિશ્વાસ છે તે એજંટ સાહેબ યોગ્ય માને છે. એવાં માણસો છે ત્યાં સુધી આપનું અને આપના રાજ્યનું કલ્યાણ છે એમ સાહેબ માને છે અને સાહેબની શિખામણ

પ્રમાણે વર્તવાથી કેટલો લાભ છે તે અમાત્ય સાહેબ કહી શકશે. તે સર્વ સાંભળવું, ન સાંભળવું એ આપની મુખત્યારીની વાત છે. અને એ મુખત્યારીને અંગે સારાંનરસાં પરિણામનું જોખમ આપને જ કહેવાનું છે. અમે તો માત્ર બોલવાના અધિકારી. રાજ્યની લગામ આપના હાથમાં છે અને પરિણામની

લગામ ઇશ્વરના હાથમાં છે. સદ્‌બુદ્ધિવાળાને ઇશ્વરની લગામ કદી ખૂંચતી નથી. મારે હવે કાંઇ કહેવાનું બાકી રહેતું નથી કામદારસાહેબ, મારા ઉપર ખોટું લગાડશો નહીં. હું તો ચિટ્ઠીનો ચાકર છું.’

ભાષણ પૂરું થઇ રહ્યું. સર્વ મંડળ ચિત્ર પેઠે સ્તબ્ધ થઇ ગયું હતું તેવું જ પળવાર કહ્યું, અને પોતાના સિપાઇના સાથમાં નેતરની પેટી હતી તેમાંથી ન્યૂસપેપરો અને અરજીઓના કાગળના થોકડા રામભાઉ રાણાની સાથે ઊભેલા બુદ્ધિધનને આપતો ગયો તેમ તેમ સર્વ અમલદારો એકબીજાના

મોં સામું જોવા લાગ્યા, એકબીજાના કાનમાં પ્રશ્નોત્તર કરવા લાગ્યા, અને પોતાના અને પારકાઓના લાભાલાભના વિચાર મનમાં કરવા લાગ્યા. આખરે સાહેબના કાગળવાળું એક જરા મોટું ચતુષ્કોણ પરબીડિયું રામભાઇએ આપ્યું તે ફોડી રાણાએ વાંચ્યું અને કાંઇક વિચારમાં પડી ઉત્તર આપ્યો :

‘રામચંદ્રરાવ, સાહેબ મારા હિતેચ્છું છે તે કહેવું પડે એમ નથી.

આ કાગળમાં જે મમતા એ બતાવે છે તે ઘણી છે. સાહેબની શિખામણ વાજબી છે અને તેનું ખરાપણું સમજાય એવા બનાવો આજ જ મારા રાજ્યમાં બન્યા છે તેથી મારી આંખ ઊઘડી છે. હું દિલગીર છું કે મારા વિશ્વાસનું દાન અપાત્રે થયું નીવડ્યું. તમે ઉતારે જાઓ અને જમો. કલાક બે કલાકમાં હું ઉત્તર મોકલીશ.’ રામભાઉ સલામ કરી ગયો.

શઠરાય નીચું જોઇ રહ્યો હતો. બુદ્ધિધન રાણાનો હુકમ સાંભળવા તેના સામું જોઇ રહ્યો હતો. બીજા સર્વ અમલદારો રાણાના મોંમાંથી શા અક્ષર નીકળે છે તેની વાટ જોતા હતા. કપાળે, આંખો પર અને આખરે

મૂછો પર હાથ ફેરવી રાણો બોલ્યો :

‘બુદ્ધિધન, મારું મગજ આજ ગુંચવાઇ ગયું છે. કામદાર, હું બહું દિલગીર છું. આ કાગળો અને છાપાં જોવાઇ રહે. તેમાં લખેલી બાબતોની તપાસ થાય, મારા મહેલમાં જે ખટપટ જણાઇ છે તેનો સાર હાથ લાગે, ત્યાં સુધી તમારું નસીબ મારા હાથમાં નથી. પણ હવે મારે ભરમ ફોડવો જોઇએ. તમે અને તમારું મંડળ અતિ દુષ્ટ છો - એમાં કાંઇ સંશય નથી.

બુદ્ધિધનનો વિનાશ કરવા મ્હાવાએ જે કાગળો મને આપ્યા છે તે ખોટા છે, તે કોણે લખ્યા છે, અને પ્રપંચનું મૂળ તમે છો એ હું સારી રીતે જાણું છું.

અને તેને વાસ્તે તમને શિક્ષા થવી જોઇએ. હું બહું જ દિલગીર છું - મને તમારા ઉપર ઘણો જ ક્રોધ ચડે છે. અરેરે ! માણસ માણસમાં શું ફેર હોય

છે ! ક્યાં બુદ્ધિધન અને ક્યાં તમે ! શું મેં તમારું ઓછું સારુંં કર્યું છે ?

શું મેં તમને કોઇ વાતમાં ન્યૂનતા રાખી છે ? તમારા ઉપર વિશ્વાસ કેટલો રાખેેલો ? તેનું ફળ આવું ન ઘટે !’ એમ કહી માથું મંદ કંપાવ્યું.

‘બસ, હવે મને દયા નથી. બુદ્ધિધન, દયા રાખવાની, નરમાશ રાખવાની, વેર ભૂલી જવાની, અપકારને સાટે ઉપકાર કરવાની અને એવી એની હજારો શિખામણો તમે દીધેલી તે મારો ક્ષત્રિયનો સ્વભાવ ભૂલી- વશ કરી - આજ સુધી મેં માની. પણ હવે તેમ થનાર નથી. અરેરે ! જે

માણસને બચાવવા તમે આટલો શ્રમ લીધો તે જ માણસ અતિ નીચ રીતે તમારો નાશ કરવા પ્રપંચ રચે એ કેવી વાત ! એ તો સારું છે કે ઇશ્વર

મને સારી બુદ્ધિ આપે છે. નીકર તમારું શું થાત ? અરે એટલાથી જ આ રાક્ષસને સંતોષ નથી વળ્યો, પણ કમઅક્કલે મારા મહેલમાં - મને પોતાને

- બસ. એ વાત હું નથી કહેતો. કોણ એવો આંધળો છે જે તે આ સર્વ જોઇ શકતો નથી ? અમલદારો, જો ડાહ્યા હોય તો દેખો છો તે ઉપરથી શિખામણ લેજો. તમારો રાણો બીજા રાણાઓ જેવો આંધળો નથી. પણ એ પોતાની આંખે દેખે છે, ભલા બિચારા રસલ સાહેબ ! એ જાણે છે કે શઠરાયે રાણાની આંખમાં ધૂળ નાંખી છે, પણ જાણતા નથી કે સૌ જાણતાં છતાં રાણાએ ગમ ખાધી છે. મારી ગરીબડી પ્રજા ઉપર વીતતો જુલમ મને અંધારામાં નથી ગયો. પણ એ તો આ બુદ્ધિધન હોય નહીં અને શઠરાય

આજ સુધી કારભાર કરે નહીં. પણ હવે તો બસ ! પાપનો ઘડો ભરાયો અને મેળે જ ફૂટ્યો. હવે બુદ્ધિધન, હું તમારું કહ્યું નહીં માનું.’

‘વિજયસેન ! વિજયસેન ! કામદાર અને એના ભાઇ આ કરવતને કાચી જેલમાં તારા કબજામાં રાખ. નીચે દુષ્ટરાયને પણ પકડી આણા અને ત્રણે જણને જુદા જુદા રાખ. ખબરદાર જો કોઇ પણ છૂટવા - અથવા કોઇની સાથે વાત કરવા - પામ્યા તો ! તારું પોતાનું માથું જોખમમાં નાંખવું હોય તો તેમ થવા દેજે. એ બેના ઘર પર તાળાં લગાવ અને સખત જાપતો કર.’

બુદ્ધિધન અચિંત્યો રાણાને પગે પડ્યો અને હાથ જોડી બોલી ઊઠ્યોઃ

‘દીનાનાથ ! એક વિનંતિ છે -’

‘અરે ઊઠો, આ નાટક વળી શું કાઢ્યું ? ઊભા ઊભા માગો ને કરો જોઇએ તેટલી વિનંતીઓ, કોણ ના કહે છે ?’ - એમ કહી રાણાએ અમાત્યનો હાથ ઊંચો ખેંચવા માંડ્યો.

‘ના, રાણાજી ના; વિનંતી સાંભળો અને સ્વીકારો પછી ઊઠીશ.

મારા જાતભાઇ - આઘેના પણ મારા સગા - આ ગૃહસ્થોને જેલમાં - ધર્મ સચવાય નહીં એવે ઠેકાણે - મોકલવા ન ઘટે. એમના જેવા આપને થવું નથી ઘટતું !’

‘બહુ સારું. બહુ સારું. એમ કરો. વિજયસેન, જા એમને બીજે કોઇ ઠેકાણે પણ જાપ્તાબંધ રાખજે એમને ખાવાપીવાનો બંદોબસ્ત બરોબર કરજે. કેમ, હવે કાંઇ જોઇએ બીજું ? એમને જલેબીઘેબર ખાવાનો બંદોબસ્ત કરીએ, કહો તો !’

‘ના, રાણાજી, એટલી કૃપા હાલ બસ. પછીની વાત પછી.’

રાણો : ‘વિજયસેન, પેલી રાંડ દુષ્ટ કલાવતીને પકડો અને ઘસડીને એને તો નક્કી લઇ જાઓ. એનાં ભારે કસબી વસ્ત્ર ધૂળમાં ઘસડાય, એનાં ઘરેણાં વેરણછેરણ થઇ રસ્તામાં પડે અને ભિખારાં રંક લોકને જડે - એવું એવું જોવાને મારી મરજી થઇ છે. વિજયસેન, નીચમાં નીચ, કાળામાં કાળો, કદરૂપામાં કદરૂપો અને ગંદામાં ગંંદો કોઇ ગોલો અથવા ઢેડો, એ રાંડને આખે શરીરે, મોં પર, અને વાળમાં ધૂળ ભરે, રાખ ભરે, અનેે કાજળ ચોપડે એ હું જોઇશ. ને આ બીજા જે જે લુચ્ચાઓ છે તેમને ફણ કબજામાં રાખવા. બધાની તપાસ અને બધાનો ઇન્સાફ થશે.

‘જયમલ !’ જયમલ પાસે આવતાં રાણાએ કાનમાં કહ્યું : ‘એક ઘણું વસમું કામ તને સોંપું છું. રાણાનું મોં જોવા હું ઇચ્છતો નથી. તેને આપણા જૂના મહેલમાં લઇ જવી અને ત્યાં જ રાખવી.’

‘બુદ્ધિધન, તમે ચાલો મારી સાથે. આ સર્વ ગૂંચવાડામાંથી છૂટવા સારું બાંધછોડ કરવાને હવે મારે તમે જ રહ્યા.’

‘અમલદારો, આજ મારો જન્મદિવસ છે તે તમને ખબર છે. એ દિવસનો આરંભ આજ ખુશાલીમાં ન ગયો. પણ - હરકત નહીં. આજના કામથી મારી જુલમમાંથી છૂટેલી પ્રજા આ બનાવોથી આનંદ પામશે અને તે

મારે મન ઉત્સવ જ છે. - વળી પાંચ વાગ્યાનો દરબાર રીતસર ભરાશે અને તે વખતે હું તમને પૂર્ણ ઉત્સવનું કારણ આપીશ. એ ઘાટ કેમ ઉતારવો તે હું અને અમાત્ય અત્યારે એકાંતમાં જઇ વિચારીએ છીએ.’

‘શઠરાય, આપણે હવે જુદાં થવું પડે છે. હું દિલગીર છું. પણ

મારો દોષ કાઢી ઇશ્વરના વધારે અપરાધી ન બનશો. સારું પ્રારબ્ધ સંચિત કરવાનો અવકાશ ઇશ્વરના રાજ્યમાં સદૈવ છે.’

રાણા અમાત્યને આંગળીએ લઇ ચાલ્યો અન સૌને અદૃશ્ય થયો.

પોતે અદૃશ્ય થતાં થતાં બુદ્ધિધને પ્રમાદધન અને નવીનચદ્રને ઘેર જવા સાન કરી.

રાણાના તત્ત્વતઃ સત્ય અક્ષરને મનમાં પણ ઉત્તર દેવાની શક્તિ શઠરાયે અનુભવી નહીં. તેના શરીર પર એનાં એ વસ્ત્ર હતાં, તેના અવયવો પણ એના એ હતા, તે પોતે પણ એનો એ હતો. તો પણ સુવર્ણપુરના રાજ્યમહેલમાં મધ્યાલ્નના સૂર્યની પેઠે ઉગ્રરૂપે આવ્યો હતો તે ત્યાંથી નીકળતી વખતે અસ્તકાન્તિ ઘરવા લાગ્યો. સર્વની અવલોકનવૃત્તિ ઉપર નિષ્કંટક રાજ્ય ચલાવતો હતો તે પદભ્રષ્ટ થયો. તોપણ હોલાતી વાટને મોંએ રહેતા

મોગરા પેઠે તેના મુખ ઉપર ગુમાન દેખાતું હતું. એટલે કે સમયે અનુચિત, નિષ્ફલ, નિષ્પ્રકાશ અને નપુંસક હોવાને લીધે એ ગુમાન પર કોઇએ દૃષ્ટિ ન કરી. આ અસ્તમાન કારભારી ઉપર સૌ ઉદાસીન વૃત્તિથી જોવા લાગ્યા.

જે રાજ્યમહેલમાં આવી, રાજાઓ, અમલદારો અને પ્રજા ઉપર તેણે ઘણાંક વર્ષ સુધી અધિકારને અમર માની નિષ્કટંક સત્તા ચલાવી હતી તેની રજા

લઇ - તેમાં ફરી ન આવવા સરજેલો - તે શૂન્ય ગોઝારો થયો હોય તેવી વૃત્તિ અનુભવતો, તેને પોતાને વાસ્તે ભયંકર અરણ્ય જેવો લેખતો, નીચી દૃષ્ટિ ઘડીઘડી પાછી ફેરવતો શઠરાય તેમાંથી નીકળ્યો - નીકળીને એક વાર ઊભો રહી પાછો ફરી નિઃશ્વાસ મૂકી ઊંચું જોઇ મહેલને નીચેની શિખર સુધી ન્યાળી રહ્યો - અને આખરે મોં ઉપરથી અને મનમાં રહ્યું હોય તો ત્યાંતી પણ ગુમાન ઊતરી ગયું, અને એ ગુમાન મહેલના અંગનું હોવાને

લીધે શઠરાયની જગા લેનારની સેવા કરવા તે લેનારને શોધતું શઠરાયને રાજઉદ્યાનના દ્ધાર આગળથી વળાવી પાછું વળ્યું. શઠરાયની આંખમાં આંસુનું એ એક બિંદુ આવ્યું. વિજયસેનને સોંપેલા નવા પરિવારનાં વધારે ત્વરાવાલાં પગલાં જોડે પોતાને દોડવું પડતું હોય એવા શ્રમવિકારના અનુભવમાં આંસુનું એ એક બિંદુ પણ અદૃશ્ય થયું. સિપાઇઓ પોતાના વેગને અનુસરે તેને ઠેકાણે પોતાને સિપાઇઓના વિદ્યાર્થી, કારભાર પરિવર્તની વાતો કરતા કરતા લોકની કદીક નજરે પડતાં, તેમની અંગુલિદર્શનનનું - ક્ષણિક દયાનું

- અને આખરે સંતોષનું પાત્ર થતો થતો, ભાઇ સિવાય બીજા કોઇ

સમોવડિયાના સાથ વિનાનો, લોકસંઘમાં પરિવારની મદદથી માર્ગ મેળવતો, રાજઉદ્યાનના દરવાજામાં ઊભેલાઓની દૃષ્ટિને અગોચર થયો. જનતાના વિચારમાંથી પણ તેને ખસેડનાર મળ્યું. તેની બાબતના - પ્રાતઃકાળના દરબારના - વિચારો સાંજે ભરાવાના દરબારના તર્કવિતર્ક આગળ જરી જરી અદૃશ્ય થવા લાગ્યા.

મહેલમાં પેસતી વખત કલબલાટ મચાવી મૂકનાર મંડળ, રાણો અદૃશ્ય થતાં, અંદરથી મધ્યરાત્રિના જેવી શાંતિ મહેલમાં ઉત્પન્ન કરી, નીકળ્યું.

એક શબ્દ પણ કોઇના મુખમાંથી નીકળતો ન હતો, રામાયણ કે મહાભારત વાંચી ઊઠ્યા હોય અને વિચારલીન થયા હોય તેમ સર્વ ભાસવા લાગ્યા.

આખા મંડળના મુખ ઉપર ગંભીરતાની ગંભીર છાપ પડી. મડદું બાળી, રાખ કરી, રોવું કરવું છોડી દઇ, સ્મશાનમાંથી પાછા ફરનાર મંડળની પેઠે સર્વ નીકળ્યા અને જમીન પર પડતા અનેક પગના ઘસારા સિવાય કાનમાં બીજો સ્વર જતો ન હતો. એમ શઠરાયની પાછળ આવ્યા હતા તે એના વિના એકલા પાછા ગયા.

સૌની પાછળ નવીનચંદ્ર અને પ્રમાદધન બેત્રણ સિપાઇઓ સાથે નીકળ્યા. બંને જણનો ભય જતો રહેવાથી નિર્ભય થયા હતા અને તેથી તેમના મુખ ઉપર પણ શાંતિહતી. તેમની સાથે આવેલું મંડળ પણ જુદું પડી ઘેર ચાલ્યું.

મહેલમાંતી નીકળતા શઠરાય પાછળ નવીનચંદ્રની દૃષ્ટિ પડી હતી અને ચાલતો ચાલતો તે ગણગણતો હતો :

‘સમય ! - એ જ રચે છ બળાબળ :

શરીરીને૧ કહી એવું મધુરતા

શરદમાં ધરતા સ્વર હંસના

ભરી જ દે પિકકંછઠ૨ કઠોરતા !’૩

‘સમય એ જ રચે છ બળાબળ ! સમય એ જ રચે છ બળાબળ

!’

‘બળ-અબળ ! તમને રચનાર ‘સમય’ જ છે - બીજું કોઇ નથી

! માનવી ! તારું અભિમાન નકામું છે. શઠરાય, તારી હિકમત હારી નથી, પણ તારો સમય હાર્યો છે.’

ચાલતાં ચાલતાં બાગનો દરવાજો આવ્યો એટલામાં પાછળથી દોડતો દોડતો સમરસેન આવી પહોંચ્યો.

‘પ્રમાદભાઇ, ભાઇસાહેબ બોલાવે છે આપને. નવીનચંદ્રભાઇ, આપ ઘેર વહેલા પધારો અને ભાઇસાહેબ અને પ્રમાદબાઇ થોડી વારમાં ઘેર આવશે. અરે, રામસેન, જા નવીનચંદ્રભાઇ સાથે.’

આ આમ ચાલ્યા અને આ આમ ચાલ્યા. માથા પર પંખીઓ ભમે તેમ આખા રસ્તામાં નવીનચંદ્રના મગજમાં કંઇ કંઇ વિચાર તરવરવા લાગ્યા.