Kayo Love - Part - 21 in Gujarati Love Stories by Pravina Mahyavanshi books and stories PDF | કયો લવ - ૨૧

Featured Books
Categories
Share

કયો લવ - ૨૧

કયો લવ ?

ભાગ (૨૧)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાની છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

પ્યારમાં પડનારા પ્રેમી પંખીડાઓની લવ ઘટનામાં પ્યાર, ધોખા અને સેક્સ જેવી વાતો તો બનતી જ રહે છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૨૧

ભાગ (૨૧)

“ ખોલને દરવાજો...પ્રિયા પ્લીઝ...પ્રિયા ફોર ગોડ સેક...દરવાજો ખોલ...” સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી, કરગરતી, મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી, તે કોઈની સાથે પણ વાતો કરવા માગતી ન હતી.

રાતના સમયે, બધી જ લાઈટ્સ ઓફ કરી, અંધકારમય બેડરૂમનાં એક ખૂણે, પોતાનું માથું ટેકીને, લાંબા છુટ્ટા વાળો લઈ, બંને હાથે માથું દબાવતી પ્રિયા, ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી, કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને, એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા, એનો ક્રમ અશ્રુનાં ટપ ટપ કરતા ટપકા જ જાણતા.

પ્રિયાને, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આઈ એમ પ્રેગનેન્ટ, કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી ”

( જો તમે, ‘કયો લવ? ભાગ : ૧ થી ૨૦ ’વાંચી શક્યા ન હોય તો વાંચી શકો છો. અહીં ટુંકમાં પણ, કહી દેવા માગું છું, ભાગ:(૧) થી ભાગ:(૨૦) સુધીમાં આપણે વાચ્યું કે, મુખ્યપાત્ર પ્રિયા, બિન્દાસ બ્યુટીફૂલ કોલેજ ગર્લ હોય છે, જેની બેસ્ટ ફ્રેન્ડ સોની, બંને એક જ બિલ્ડીંગમાં રહેતા હોય છે.

SYBCOM નાં ક્લાસમાં ભણાવનાર હેન્ડસમ સર “નીલ વોરા” પ્રત્યે પોતે કેવી રીતે આકર્ષાઈ હતી અને કેવા સંજોગોમાં ૧૦ મિનીટની, છ મહિના પહેલા મુલાકાત થઈ હતી.....અને ફરી છ મહિના બાદ નીલ વોરા પ્રિયાની જિંદગીમાં કેવી રીતે આવે છે....

પ્રિયા પોતાને ઓળખાવી શકે, અને નીલને પોતાની તરફ આકર્ષવા માટે જાત જાતનાં અખતરા કરે છે...એક દિવસ નીલ સર પ્રિયાને ઓળખી જાય છે, એવામાં કુલદીપ નામના છોકરાનું, પ્રિયાના ગ્રૂપમાં એન્ટ્રી થાય છે...ક્રિસમસ વેકેશન દરમિયાન પ્રિયા ફરી, નીલને એક મોલમાં શોપિંગ કરતો જોય છે, અને ત્યાં બંનેની ફરી મુલાકાત થાય છે.

ક્રિસમસ વેકેશન પત્યા બાદ, પ્રિયા, કુલદીપનો ઇરાદો શું હતો, પોતાનાં ગ્રૂપમાં શામિલ થવાનો એ જાણી જાય છે, અને પોતાનો પિત્તો ગુમાવતા એક જોરદારની થપ્પડ ખેંચી દે છે, આ જોઈ વિનીત ગુસ્સામાં આવી પ્રિયાના બાવડે પોતાનાં આંગળીના લાલ નિશાન પાડી નાંખે છે.

રવિવારના દિવસે પ્રિયા પોતાનાં ફેમિલી સાથે એક લગ્ન પ્રસંગમાં જાય છે, જેમાં રુદ્ર નામના છોકરા સાથે મુલાકાત થાય છે, પણ તે પણ તોછડી મુલાકાત, જેઓ બંને નથી જાણતા કે, એકમેકના પરિવારજન, બંનેને ભાવી જીવનસાથીમાં જોવા માંગે છે.

રૂદ્ર અને પ્રિયા બંને મળે તો છે…સૌમ્ય અને રિંકલ બંને મળી હોટેલની ડાબી બાજું સ્થિત, એક ગાર્ડનવાળી જગ્યે બંનેને છોડીને આવે છે, જ્યાં બંને બેસીને પીગળેલી આઈસ્ક્રીમનો સ્વાદ માંડે છે, પરંતુ પ્રિયા, એના પહેલા રુદ્રના એકપણ સવાલનો જવાબ આપતી નથી.

રુદ્ર, પ્રિયાનો મોબાઈલ નંબર માંગે છે. પ્રિયા રોજની જેમ કોલેજ જાય છે ત્યાં જ વિનીત માંફી માંગવા માટે મોકાની તલાશ કરતો રહેતો હોય છે, પ્રિયા વિનીતની વાત સાંભળવામાં રસ દાખવતી નથી, ત્યાંજ વિનીત પ્રિયાનો હાથ પકડી, કુલદીપ વિશેની સફાઈ આપે છે, ત્યાં જ રુદ્રનો કોલ આવે છે.

પ્રિયા શોર્ટ જીન્સ પહેરીને પહેલી મુલાકાત માટે રુદ્રને મળવા માટે જાય છે, તે દરમિયાન, પ્રિયા, રુદ્રને પ્રશ્ન પૂછે છે કે,“મારા પ્રમાણે, હું બધાની જ વાત નથી કરી રહી, અમુક લોકોની વાત, જે લગ્ન પહેલા તો બલુનની જેમ રહેતા હોય છે, અને લગ્ન બાદ હસબન્ડ, રબરબેન્ડની જેમ થઈ જતા હોય છે, લગ્ન પહેલા હોટ અને સેક્સી કહી વખાણોનાં ફૂલો ઉગાવી દેતા હોય છે, અને લગ્ન બાદ આ બધી જ બાબતો માટેની, કરમાયેલી મર્યાદાઓ બતાવતા હોય છે.”

રૂદ્રે અને પ્રિયાની મુલાકાતમાં, સારી એવી વાર્તાલાપ થાય છે, એ દરમિયાન રુદ્ર પ્રિયાને “આય લાઈક યુ” કહી દે છે...કોલેજમાં પ્રિયા, વિનીત સાથે વાત નથી કરતી...શનિવારે જ વિનીતનો બર્થડે હોય છે અને તે જ દિવસે પ્રિયાએ રુદ્રને, કોલેજ રોડને ત્યાં, લાસ્ટ લેકચર પત્યાં બાદ, મળવા માટે બોલાવ્યો હતો.

પ્રિયા, વિનીતને બર્થડે વિશ નથી કરતી, તેથી વિનીતને ઘણું ખોટું લાગે છે...પ્રિયા, રુદ્રને મળવા માટે કોલેજ રોડને ત્યાં જઈ ઉભી રહે છે, ત્યાં તો વિનીત સ્પીડમાં પોતાનું બાઈક લઈ, પ્રિયાના ફરતે, બાઈકનાં ગોળ ચક્કર લગાવે છે, ત્યાં જ રુદ્રની કાર ઉભી રહે છે....રુદ્ર અને વિનીતની વચ્ચે ઝપાઝપી થાય છે, પ્રિયા આ જોઈ રુદ્ર સાથે મુલાકાત કરવા વગર પોતાનાં ઘરે ચાલી જાય છે, રુદ્ર ખૂબ નારાજ થઈ જાય છે, તે ઘરે આવી પ્રિયા અને પોતાની વચ્ચે પ્રઘાડ ચુંબન કરતું સપનું નિહાળે છે.

રુદ્રને પ્રિયા વગર જરા પણ ન ગમતું હતું, તેથી તે રવિવારે પ્રિયાના ઘરે જવા માટે નિર્ધાર કરે છે...બીજી તરફ સોની અને પ્રિયા લગ્ન સમારોહનો કાર્યક્રમ પતાવી, ઓટોમાં પોતાની બિલ્ડીંગને ત્યાં પહોંચે છે ત્યાં તો કુલદીપ પહેલાથી જ ઊભેલો હતો, આ જોઈ પ્રિયા અને સોની કુલદીપને ધમકાવે છે. બીજી તરફ રુદ્ર પણ પ્રિયાનાં ઘરે મળવાં માટે આવેલો હોય છે, પરંતુ તે પ્રિયાની રાહ જોઈ, હવે નીકળવાની તૈયારી કરે છે.

રુદ્ર અને પ્રિયાની અણધારી મુલાકાત દાદરા પર થાય છે, જ્યાં બંનેનો ટકરાવ થાય છે, એવામાં જ પ્રિયા પોતાનું બેલેન્સ ગુમાવતાં, રીતસરનો રુદ્રની છાતીનો ટેકો લેવાઈ જાય છે...પ્રિયા પોતાને સ્વસ્થ કરતાં ત્યાંથી શરમાઈને દોડી જાય છે...રુદ્રને સ્ટેશન છોડવા આવતી પ્રિયાને, કુલદીપ તેની આસપાસ હોય એવો આભાસ થતો હોય છે.

પ્રિયા ફિક્કી પડી જાય છે, પરંતુ તરત જ પોતાને સ્વસ્થ કરી લે છે....રુદ્ર અને પ્રિયા એક હોટેલમાં જઈ બેસે છે, ત્યાં લગ્ન કરવાં માટેની ઈચ્છા શું છે એ અગત્યની વાત પ્રિયા, રુદ્રને જણાવે છે, ત્યાં જ પ્રિયાને વાંકડિયા વાળ વાળો કુલદીપનો ફ્રેન્ડ હોટેલમાં દેખાઈ આવે છે, પ્રિયા, એ છોકરાની પાછળ ભાગતી હોટેલની બહાર આવી જતાં કુલદીપ અને તેનો ફ્રેન્ડ બાઈક પર સવાર થઈ રફતારમાં જતાં રહે છે…

અચાનક કુલદીપ કોલેજમાં મળી જાય છે, પ્રિયા સામે તે ઘણી વાર, પોતે ઘણો પ્યાર કરે છે એવું રટતો જ રહે છે, પ્રિયા પોતાનો પિત્તો ગુમાવતાં જોરદારનો ચાટો લગાવી દે છે. વિનીત પણ કુલદીપને સમજાવે છે...વાતને ઠંડી પાડવા રોનક ટ્રીપ માટેનું સૂચન કરે છે...રુદ્ર સાથે મળીને પ્રિયા કુલદીપ વિશેની હકીકત જણાવે છે...મોબ ડાન્સનો દિવસ આવી જ જાય છે.

મોબ ડાન્સ પત્યા બાદ પ્રિયાને બે અણજાણ રોબર્ટ અને સના, નામનાં છોકરા છોકરી સાથે મુલાકાત થાય છે. પ્રિયા આ ઘટનાની બધી જ વિગત સોનીને કહે છે, સોની તેને ચેતવા માટે ઘણું બધું કહી રાખે છે. રવિવારે અણધારી રીતે એક મોલમાં નીલ સર સાથે પ્રિયાની મુલાકાત થાય છે, જ્યાં પ્રિયા સાથે રુદ્ર પણ હતો.

નીલ સર સામે, રુદ્રને પોતાને ઈગ્નોર થવા જેવું લાગતા, તે મોલની બહાર નીકળી જાય છે. રુદ્ર, પ્રિયા સાથે નારાજ રહે છે...પ્રિયા બધી જ વાત કરીને રુદ્રને મનાવી લે છે, ત્યાં જ રોબર્ટનો ફોન આવે છે.

રોબર્ટનાં કહ્યા પ્રમાણે પ્રિયા સોની અને રોનક એક જુના બંગલે પહોંચે છે. ત્યાં સના, ત્રણેને બંગલાની અંદર લઈ જાય છે....રોબર્ટ અને રોનકની ઉશ્કેરાટમાં બોલચાલ થાય છે.

રોબર્ટ અને સના, પ્રિયા અને સોનીને બંગલાના પહેલા માળ પર લઈ જાય છે, જ્યાં સોની અને પ્રિયાનો આશ્ચર્યનો પાર ન હતો, તેઓ બંને એક છોકરીને એક સાંકળમાં બાંધેલી જુએ છે, જે બેહદ ખૂબસૂરત હતી...પ્રિયાના પૂછવા છતાં પણ રોબર્ટ કારણ નથી બતાવતો કે આ છોકરીને અહીં આવી રીતે કેમ બાંધવામાં આવી છે..!!

પ્રિયાને, રોઝ નામની છોકરીને અહીં બાંધીને કેમ રાખવામાં આવી છે તેનું કારણ ખબર પડે છે...પ્રિયાને હજુ પણ રોબર્ટની વાતમાં કોઈ રહસ્ય છુપાયેલું હોય તેવું જણાતું હતું...રોબર્ટને મળીને આવ્યા બાદ, ચા ની લારીને ત્યાં પ્રિયાને રુદ્ર અને તેનો બેસ્ટ ફ્રેન્ડ આદિત્ય મળે છે.

સોનીનો બર્થ ડે પ્રિયાના ઘરમાં રાખ્યો હોવાથી બધા ફ્રેન્ડો પ્રિયાના ઘરમાં ભેગા થાય છે ત્યાં જ આદિત્ય અને રુદ્રને પણ ઈનવાઈટ કર્યા હોય છે. આદિત્યને સોની ગમી જાય છે, તે સોની સાથે ફ્રેન્ડશીપ કરવા માટે જાત જાતના નખરા કરે છે......ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ:૨૦ જરૂર વાંચજો..)

હવે આગળ...........

રોનક આ વાત સાંભળતો નથી, અને સોનીને ફરી એટલા જોરથી પોતાની બાહોમાં ખેંચી લે છે કે તેના હોઠ પર હળવું ચુંબન કરી દે છે, અને તેની આંખમાં જોઈને હળવું સ્મિત રેલાવી ફરી ગાઢ ચુંબન કરવા માટે હોઠ સામે કરે છે.

ત્યાં જ સોનીએ રોકતા એટલું જ કહ્યું, “ રોનક નહિ, હમણાં નહિ..પ્લીઝ...”

ત્યાં જ આદિત્ય પણ કેક વાળા હાથ ધોવા માટે સામે ચાલતો આવતો હતો, તેની નજર નિહાળે છે કે રોનકે સોનીને પોતાની બાહુપાસમાં જકડી રાખી હતી.

આદિત્યને આ જોઈને થોડો અચંબો લાગ્યો. પણ સાથે જ આદિત્યના દિલને થોડું ગમ્યું પણ નહિ. પણ આદિત્ય ખુશ રહેનારો માણસ હતો.

સોની અને રોનકને અણસાર થઈ ગયો કે તેમની પાછળ કોઈ આવીને ઊભું છે. સોની આદિત્યને જોતા જ રોનકથી અળગી પડી જાય છે. અને થોડીક નાની સ્માઈલ આપે છે.

પોતાને એકદમ સ્વસ્થ કરીને આદિત્યે કહ્યું, “ હેય સોરી તમને ડીસ્ટર્બ કર્યા, હું હાથ ધોવા પછી આવું છું, તમે ચાલુ રાખો..” આદિત્ય આટલું કહી થોડું હસ્યો.

“અરે ના, એવું કંઈ નથી, પ્લીઝ તમે હાથ ધોતા જાવ..” સોની વોશ બેસીનને ત્યાંથી ખસી જતા કહ્યું.

આદિત્ય હાથ ધોહીને ત્યાંથી જતો રહ્યો. સોની ત્યાંથી જવા માગતી હતી પરંતુ રોનકે તેનો હાથ પકડીને ત્યાં જ થોભી રાખી.

“રોનક શું કરે છે યાર, બધા બહાર વેઈટ કરતા હશે, તને અહિયાં ઉભું રહેવું હોય તો ઊભો રહે, હું જાઉં છું.” સોની થોડી અકળાઇને કહ્યું.

રોનકે સોનીને એવી જ રીતે ફરી પોતાની નજદીક ખેંચી અને કહેવાં લાગ્યો, “ આજે સ્પેશ્યલ ડે છે, યુ નો બર્થ ડે ગર્લ...તો આજે એવું જ કંઈક સ્પેશ્યલ થઈ જાય?”

સોનીને હજુ પણ ખબર ન પડી કે રોનક શું ચાહે છે, એનો ઈરાદો આજે કયા આસમાને પહોંચી ગયો છે!!

“હા તો સ્પેશ્યલ જેવું જ પ્રિયાએ કર્યું છે ને મારા માટે, હજુ કેવું સ્પેશ્યલ જોય મને? ” સોનીએ પૂછ્યું.

“હા પ્રિયાએ જે કર્યું એ તો ખૂબ જ સરસ જ છે, પણ હું બીજી વાત કરું છું.....” રોનક કહેવા લાગ્યો.

“અરે યાર તું બહાર ચાલ યાર, ક્યારના ઊભા છે અહિયાં આપણે..!!” રોનકના બાહુપાસમાંથી નીકળવા મંથતી સોનીએ કહ્યું.

“વેઈટ, બે મિનટ, મેં એક સરપ્રાઈઝ રાખ્યું છે તારા માટે...તું ફક્ત હા પાડી દે..” રોનકે કહ્યું.

“સરપ્રાઈઝ રોનક તું પોતે આપી રહ્યો છે એમાં મારી શા માટે હા જોઈએ છે તને ??” સોનીએ તર્ક લગાડતા પૂછ્યું.

“મેં ખાસ તારા માટે રાખ્યું છે..” રોનક જાણે સાચી વાત કહેવાં નહિ માગતો હોય તેવી રીતે અચકાઈને કહ્યું.

“રોનક તું ફેરવી ફેરવીને એક જ વાત નહિ કર, જે હોય જલ્દી બોલ તું..” અકળામણ સાથે સોનીએ કહ્યું.

રોનક પ્યારથી સમજાવતા સોનીને કહે છે, “ પાર્ટી ખતમ થાય પછી હું તને સરપ્રાઈઝ આપવા માગું છું, મને તને ક્યાંક લઈ જવું છે, તું રેડી રહેજે.”

સોનીને અત્યારે બહાર હોલમાં આવવું હતું. એટલે એને કોઈ પણ સવાલ પૂછવા વગર ત્વરાથી “હા, ઠીક છે” બોલી ને હોલમાં પહોંચી ગઈ.

હોલમાં ઘોંઘાટ હતો, મ્યુઝિક સિસ્ટમમાંથી જોર શોરથી સોંગ્સ વાગી રહ્યાં હતાં. અત્યારે આ સોંગ જોરશોરથી વાગી રહ્યું હતું, “ ઈશ્ક બુલાવા, જાને કબ આવે...મેં તા કોલ તેરે રહના...”

ત્યાં જ રુદ્રની બાજુમાં સોફા પર બેઠેલા આદિત્ય સોનીને આવતી જોય છે અને રુદ્રના કાનમાં ગુપસુપ કરવા માંડે છે, “ મારી દુલ્હનિયા તો આ પણ ગઈ, સોનીને તો ઓલરેડી બોયફ્રેન્ડ છે યાર..તારો ફ્રેન્ડ એકલો હતો, એકલો જ રહેવાનો રુદ્ર..” આદિત્યે મજાક જ કરી લીધું.

ત્યાં જ રૂદ્રે વળતો જવાબ આપ્યો, “ યાર તને બધે જ જગ્યે ઈશ્ક કરવાની જ મજાક સુજે !! બધે જ દુલ્હનિયા મળી રહેવાની છે ? આપણે બર્થડે માં આવ્યા છે યાર..” રૂદ્રે, આદિત્ય સાથે પહેલા મજાક કરી પછી ‘ બર્થડે માં આવ્યા છે’ એ શબ્દો પર ભાર આપીને યાદ કરાવ્યાં.

ત્યાં જ હજુ તો રુદ્ર પોતાનાં વાક્યો પૂરા ન કર્યા હશે, એટલી જ વારમાં આદિત્ય સોફા પરથી ઉઠી સોનીને ત્યાં સરકી ગયો, અને કહેવાં માંડ્યું :

“સોની એક વાત કરવી છે, તમે મને પસંદ આવી ગયા છો, હું તમારી સાથે લગ્ન કરવા માગું છું.”

સોનીને પળવારમાં તો વિશ્વાસ જ ન આવ્યો કે આદિત્ય આ વાત કહેવાં એણી નજદીક આવ્યો છે, એ થોડી એક મિનટ તો ચૂપ જ રહી પછી કહ્યું.

“તમે પાગલ થયા છો?”

આદિત્ય, એક મિનટથી સ્થિર થઈને રાહ જોઈ રહ્યો હતો કે સોની કંઈક બોલે, અને બોલી પણ નાખ્યું કે “તમે પાગલ થયા છો?”

“હા, આ પળે તમને હું પાગલ જ લાગીશ, બીકોઝ બહુ જલ્દી પ્રપોસ કરી લીધું, બટ રીઅલી તમે મને ગમી ગયા છો, હું કોઈ લોફર, મવાલી કે ગુંડો તો નથી જ કે સડક આશિક પણ નથી કે તમારી પાછળ પડ્યો અને પ્રપોસ કર્યું. મારા મગજ અને દિલમાં જે વાત આવી તે તમને કહ્યું, બાકી ‘યસ-નો’ નો જવાબ તમારે આપવાનો છે.” આદિત્યે બહુ જ શાંતિથી ઉત્તર આપ્યો.

સોનીને આદિત્યની શાંતિથી કહેલી વાત સમજાઈ, એટલે તે જ વાતને માન આપી, સોનીએ પણ કહ્યું, “ તમે મારા બોયફ્રેન્ડ ને તો જોયા જ હશે, રોનક મારો બોયફ્રેન્ડ છે.”

“હા મને ખબર છે રોનક તમારો બોયફ્રેન્ડ છે.” આદિત્યે આટલું કહ્યું.

“તો પછી પ્રપોસ મારવાનો સવાલ જ નથી આવતો.” સોનીએ કહ્યું.

“હા વાત તમારી એકદમ રાઈટ, પણ હું બોયફ્રેન્ડ બનવા માટે પ્રપોસ નથી કરી રહ્યો, હું લગ્ન માટે પ્રસ્તાવ મુક્યો છે.”

સોનીને શું કહેવું એ જ સમજાતું ન હતું, સોની મનોમન વિચારવા લાગી કે, આદિત્ય સાથે આમને-સામને ની મુલાકાત ફક્ત અબઘડી થઈ હશે, એમાં પણ આ છોકરો લગ્ન માટેનો પ્રસ્તાવ રાખે એ તો નવાઈની વાત કે પછી મજાક લાગતું હતું, ક્યાં તો આ છોકરાનું માથું ફર્યું હોય તેમ લાગતું હતું.

બંને ચૂપ જ હતાં, પરંતુ સોની થોડી વારમાં બોલી.

“કમ ઓન, તમે મારા બર્થડે માં આવ્યા છો ને, પ્લીઝ પાર્ટી એન્જોય કરો, એ પણ પ્રિયાએ રાખેલી છે.. સો...એન્જોય કરો આદિત્ય..” એટલું જ કહીને સોની ત્યાંથી જવા લાગી.

“હેય સોની તમે મને આદિ કહી શકો છો...” ખૂબ જ પ્યારથી આદિત્ય, જતી સોનીને પોતાને ટુંકા નામથી પુકારે, એમ કહ્યું.

બધાએ પોતપોતાનો નાસ્તો કોલ્ડ્રીંકસ પતાવી દીધા હતાં, અને સાથે જ એકમેકની મજાક પણ કરી રહ્યાં હતાં.

ત્યાં જ વિનીત કૂદકો મારતો હોય તેમ, સોનીને ત્યાં આવી પહોંચ્યો અને હાથ પકડીને કહેવાં લાગ્યો, “સોણીયા લેટ્સ ડાન્સ...”

અને એવી રીતે ગોળ ગોળ ફેરવતો સોની સાથે ડાન્સ કરવા લાગ્યો, એમાં કાયા,અક્ષય,કોમલ સાથે બીજા બધા ફ્રેન્ડો પણ ડાન્સ કરવા જોડાયા.

વિનીત સોનીને છોડીને હવે એકલો કૂદકો મારતો મારતો જોરથી ડાન્સ કરવા લાગ્યો, જાણે આજે પ્રિયાના ઘરના ફ્લોરની ટાઈલ્સ તોડીને જ રહેશે. ત્યાં જ પ્રિયાએ વિનીતને જોયું કે તે જોશમાં આવી કેટલા ધમાકાથી ઘરમાં ડાન્સ કરી રહ્યો હતો, સોંગનો ઘોંઘાટ ભરપૂર હતો, એટલે પ્રિયાએ એના નજદીક જ જઈને કહેવાં માંડી, “ અરે વિનીત શું કરે છે યાર મેં કોઈ હોટેલમાં પાર્ટી નથી રાખી, ઘરમાં છે યાર, આટલા જોરથી ડાન્સ શું કામ કરે છે, નીચે રહેતી આંટી પણ ઉપર દોડી આવશે યાર..”

વિનીતે સાંભળ્યું જ નહિ, અને પ્રિયાનો હાથ પકડીને પોતાની સાથે ડાન્સ કરાવા લાગી ગયો.

આ બધામાં જ રુદ્ર અને આદિત્ય બધાથી અળગા રહી ડાન્સ જોતા એન્જોય કરી રહ્યાં હતાં. એટલી વારમાં રોનક પણ ફોન કરીને પાછો ઘરમાં દાખલ થઈને બધા સાથે જોડાઈને ડાન્સ કરવા લાગ્યો.

ત્યાં પ્રિયા અળગી થઈને રુદ્ર અને આદિત્યને પણ ડાન્સમાં શામેલ થવા માટે ખેંચી લઈ ગઈ, પરંતુ પ્રિયાનું કિચનમાં કામ હતું એટલે તે કિચન તરફ ચાલી ગઈ. રુદ્ર અને આદિત્ય પણ ડાન્સ કરવા લાગ્યાં. પરતું હવે રુદ્રથી રહેવાતું ન હતું, તે પણ થોડો ડાન્સ કર્યા બાદ કિચન તરફ જવા લાગ્યો.

પ્રિયાએ જોયું કે રુદ્ર કિચનમાં આવ્યો છે, તેને કહ્યું, “ અરે રુદ્ર, શું થયું, કંઈ જોઈએ છે તમને ?”

રુદ્રને થોડો ખચકાટ અનુભવ્યો કારણ કે પ્રિયાનાં ઘરની નોકરાણી પણ ત્યાં જ ઉભી હતી, પ્રિયાને એ વાતની જાણ થઈ એટલે પ્રિયાએ જ કહ્યું, “ આંટી આપ હોલ મેં ગ્લાસ....”

પ્રિયાએ હજુ વાક્ય પણ પૂરું કર્યું ન હતું, એમાં જ આ આંટીને પણ રુદ્રના દિલની વાત ખબર પડી ગઈ હોય એમ તરત જ હોલ તરફ જવા લાગ્યાં.

“શું થયું રુદ્ર ? પાણી જોઈએ છે તમને ?” પ્રિયાએ નાના બાળકને જેમ પૂછતી હોય એવી રીતે લાડમાં પૂછ્યું.

રુદ્ર કેવી રીતે સમજાવે કે સોનીના બર્થડે નું તો એક બહાનું છે બાકી એ તો પ્રિયાને ખાસ મળવા માટે આવ્યો હતો, એણી ઝલક જોવા માટે આવ્યો હતો. રુદ્ર, પ્રિયાને ઘણો ચાહવા લાગ્યો હતો, પરંતુ ના પ્રિયા હજુ સમજી સકતી હતી, કે ના રુદ્ર પોતાનાં દિલની વાત ખોલીને સમજાવી સકતો હતો.

“હા, પણ પાણી નહિ, મને તમે જોઈએ છે...” રૂદ્રે સીધું જ વિશ્વાસથી કહી દીધું.

પ્રિયા થોડી હસી, અને પછી કહ્યું, “ રુદ્ર આમ કિચનમાં કોઈ નથી એનો ફાયદો નહિ ઉઠાવ..” થોડું મજાક કરીને પ્રિયાએ ફ્રિજનો દરવાજો ખોલી પાણીની બોટેલ કાઢી.

“પ્રિયા તમે બ્યુટીફૂલ લાગો છો.” રૂદ્રે કહ્યું.

પ્રિયાએ આજે જીન્સ પર થ્રી ફોર્થ બાય નું ઝીગઝેક વાળું બ્લેક અને વાઈટ કલરનું ટોપ પહેર્યું હતું. અને વાળ છુટા રાખેલા હતાં.

“ યા આઈ એમ ઓલ્વેઝ..થેંક્સ...બીજું કંઈ..” પ્રિયાએ કાચના ગ્લાસમાં બોટેલમાનું પાણી રેડતા કહ્યું.

“શું તમે મારી સાથે બે મિનટ, સામે ઉભા રહીને વાત પણ ના કરી શકો ? બિઝી જણાતી પ્રિયાને રૂદ્રે કહ્યું.

પ્રિયાએ પોતાનું બધું કામ સાઈડ પર રાખી, રુદ્ર સામે આવીને ઊભી રહીને કહેવાં લાગી, “ બોલો, હવે શું કામ છે?”

“કિસ્સ, હગ અને બીજું બધું જ...આપશો તમે.. ?” જાણે આજે રુદ્રને પોતાનાં પર કાબુ નહિ હોય તેવી રીતે ન બોલવાનું પણ બોલતો હતો.

“રુદ્ર મેં તો કોઈ વાઈન તો નથી પીવડાવ્યું કોઈને, પછી તમને કયો નશો ચડ્યો?” પ્રિયાએ મજાકમાં પૂછ્યું.

“અફકોર્સ તમારો ચડ્યો છે નશો પ્રિયા, જ્યારથી તમે મને મળ્યાં છો ત્યારથી નશો...ફક્ત તમારો..” રુદ્રને કેમ જાણે આજે શું થઈ ગયું હતું પણ તે બધી વાતો હમણાં બકી રહ્યો હતો.

“રુદ્ર ફિલ્મી ડાઈલોગ જેવું નહિ કર, આપણે બહાર જઈએ?” પ્રિયા થોડું ગંભીર થતાં કહ્યું.

રુદ્રને હવે પ્રિયા વગર ચાલતું ન હતું, તે પ્રિયાની “ હા ” ની રાહ જોઈ રહ્યો હતો, કે પ્રિયા લગ્ન માટેનો જવાબ તો આપે..!!

રુદ્ર ચૂપ રહ્યો. અને પ્રિયા પણ ત્યાંથી જવા લાગી, એટલામાં જ રૂદ્રે પ્રિયાનો હાથ પકડી લીધો, પ્રિયાના આંગળીઓમાં પોતાની આંગળીઓ પરોવી દીધી.

રૂદ્રે પ્રિયાનો હાથ પકડતા જ રુદ્રના રોમેરોમમાં ઝણઝણાતી પ્રસરી ગઈ હતી, તેને કોઈ અલગ જ અહેસાસ થઈ રહ્યો હતો. તેનો નરમાશભર્યા હાથની આંગળીઓમાં અજીબ પ્રકારની હુંફ મળતી હોય તેવું લાગી રહ્યું હતું.

“રુદ્ર છોડ તો, બહાર જવું છે મારે..” પ્રિયાએ કહ્યું.

“મારો જવાબ આપી દો...પછી કાયમનાં માટે તમારો હાથ પકડવા માગું છું.” રૂદ્રે સવાલમાં પણ જવાબ ઠોકયો.

“રુદ્ર અત્યારે આ સમય નથી કે આપણે આપણા લગ્નની વાત લાંબી રીતે કરીએ.” પ્રિયાએ કહ્યું.

ત્યાં જ રૂદ્રે પોતાની આંગળીઓ ઢીલી કરી દીધી, અને પ્રિયા ત્યાંથી ચાલી ગઈ.

“હેય પ્રિયા, તમે મારા બનીને જ રહેશો..” રૂદ્રે પ્રિયાને સંભળાય એટલું જોરથી બોલ્યો.

જતી પ્રિયાએ પાછળ ડોકું કરી રુદ્ર સામે ફક્ત સ્માઈલ આપી.

રુદ્રને પોતાનાં પર જ ગુસ્સો ચઢયો કે, “શું કામ મેં અત્યારે પોતાનાં પર કાબૂ નહિ રાખ્યો, અને જે આવે તે બોલી ગયો.”

રુદ્ર પણ પ્રિયાની પાછળ હોલમાં આવી ગયો.

બધા જ ડાન્સ કરવામાં મશગુલ હતાં. ડાન્સ કરીને થાક્યા બાદ થોડો આરામ ફરમાવી બધા હવે છુટા પડવાના મૂડમાં હતાં. બધા જ એક પછી એક સોનીને ફરી બર્થ ડે વિશ કર્યું અને પ્રિયાના ઘરેથી રવાના થયા. રોનક બધાને નીચે છોડવા ગયો.

આદિત્ય અને રુદ્ર સોફા પર બેઠા હતાં. સોનીને એકલી ઉભેલી જોઈને આદિત્ય સોફા પરથી ઉઠી તેની સામે ઊભો રહ્યો અને કહેવાં લાગ્યો, “ સોની, મેં લગ્ન માટેનો પ્રસ્તાવ રાખ્યો છે, બોયફ્રેન્ડ તમારી પાસે ઓલરેડી છે, તમારો બોયફ્રેન્ડ તમારી સાથે લગ્નનાં બંધનમાં જોડાશે એવું કદી વિચારતા પણ નહિ.”

સોની ચૂપ રહી.

આદિત્ય ફરી ક્ષુષ્મ આંખો કરી સોનીના ભાવ જોતા, ચહેરા પર નજર માંડતા ગંભીર અવાજે કહેવાં લાગ્યો, “ હમારી આંખે કભી ધોકા નહી ખા સકતી, આઝમા કર દેખ લો અપને બોયફ્રેન્ડ કો.. સોરી સોરી, શાયદ આપકો આઝમાં રહા હે....બોય....ફ્રેન્ડ.”

“ આદિત્યે જસ્ટ સ્ટોપ ઈટ, તમારા કરતા મારા રોનકને હું જાણું છું, અને તમને જવાબ જોઈએ છે ને લગ્ન માટેનો, તો મારે તમારી સાથે કોઈ લગ્ન નથી કરવા...” ગુસ્સામાં ઉકળતી સોનીએ કહ્યું.

“ ઓકે ફાઈન, પણ આ જવાબ પછી પણ જો તમને એવું લાગે કે તમારા લગ્ન કરવા માટે કોઈ છોકરો જોઈતો હોય તો આ આદિત્યને પહેલા યાદ કરજો.” આદિત્યે મજાકમાં કહ્યું.

ત્યાં જ પ્રિયા તો કિચનમાં જ પરોવાયેલી હતી. બીજી તરફ રુદ્ર હોલમાં સોફા પર બેઠો હતો, પરંતુ તેને સ્પષ્ટપણે બંનેનો વાર્તાલાપ સંભળાતો ન હતો.

ત્યાં જ સોની ચુપચાપ ગુસ્સામાં જ છણકો કરતી હોય તેમ કિચન તરફ વળી ગઈ. ત્યાં જ રોનકનો ફોન પણ આવી રહ્યો હતો. સોનીએ ફોન ઉપાડતા જાણવા મળ્યું કે તે નીચે બિલ્ડીંગનાં ગેઈટ પાસે ઊભો છે.

“પ્રિયા રોનકે હમણાં મારા માટે કોઈ સરપ્રાઈઝ રાખ્યું છે એમ કહેતો હતો, એટલે પાર્ટી પતે પછી આપણે જઈએ એમ કહેતો હતો, તું પણ ચાલને મારી સાથે..” સોનીએ પૂછ્યું.

“ તું યાર હવે જાને, સરપ્રાઈઝ તારા માટે રાખ્યું છે એમાં હું આવીને શું કરું, તું જા પછી આવીને બધી જ વાત કરજે..” પ્રિયાએ આંખ મિચકારતા કહ્યું.

થેંક યુ સો સો મચ...” પ્રિયાના ગાલ પર કિસ કરતી સોનીએ, આટલી સારી રીતે પાર્ટી રાખવા માટે આભાર વ્યક્ત કરતા કહ્યું અને પ્રિયા ને બાય કર્યું. હોલમાં રુદ્ર અને આદિત્યને પણ બાય કહીને નીકળીને નીચે બિલ્ડીંગને ત્યાં પહોંચી ગઈ.

થોડી મિનિટો બાદ પ્રિયા હોલમાં આવી. રુદ્ર અને આદિત્ય બંને સોફા પર બેઠા હતાં. ઘરમાં હમણાં એકદમ શાંતિ છવાયેલી જણાતી હતી. આદિત્યને હમણાં કબાબમાં હડ્ડી પોતે થઈ રહ્યો હોય એમ લાગતા જ તે ઉઠી ગયો, અને કહેવાં લાગ્યો, “ રુદ્ર હું નીચે ઊભો છું, મને એક ઈમ્પોટેન્ટ કોલ પણ કરવો છે, ઓ.કે પ્રિયા બાય, પાર્ટી મસ્ત હતી..”

એટલું કહીને આદિત્ય નીચે બિલ્ડીંગને ત્યાં ઊભો રહી આટાફેરા ખાવા લાગ્યો.

રુદ્ર કશું બોલ્યો નહિ. પ્રિયા સમજી ગઈ કે રુદ્ર પોતાને ઝંખે છે. પ્રિયા સોફા પર રુદ્રની બાજુમાં જઈ બેઠી. રુદ્ર ફરી રોમાંચિત થઈ ઉઠ્યો, પ્રિયાના પરફ્યુમની સુંગંધિત સુવાસો લઈને.

“રુદ્ર આપણે નિરાંતથી વાતો કરીશું ને, આપણી મુલાકાત તો થઈ રહી છે ને!! શું એટલું પણ વધારે નથી લાગતું તમને?” પ્રિયાએ સમજાવતાં કહ્યું.

રુદ્ર પ્રિયાને ચાહવા લાગ્યો હતો, એણી દરેક અદાને ચાહવા લાગ્યો હતો, પ્રિયા સિવાય રુદ્રને હવે બીજું કોઈ જોઈતું પણ ન હતું. પ્રિયા જે પણ બોલે એનો પણ રુદ્ર લહાવો લેવા માગતો હતો. પ્રિયાને હસતાં, મસ્તી કરતા, બોલતા બધી જ રીતે ફક્ત પ્રિયાને જ જોવાનું મન થઈ રહેતું.

“હા પણ મુલાકાતમાં તમે ક્યાં છો પ્રિયા, તમારું દિલ, દિમાગ ફક્ત તમારું છે, એમાં મારા માટેની લાગણી ક્યારે પણ નથી દેખાતી પ્રિયા..” રૂદ્રે દિલની વાત કહી.

“રુદ્ર યાર સમય પર છોડી દો...” પ્રિયાએ એટલું જ કહ્યું.

“તો ચાલો સમય થઈ ગયો છે, હું હવે નીકળું ?” રૂદ્રે જાણે રજા લેવા માટે પૂછી રહ્યો હોય તેમ કહ્યું.

“કેમ હું ના પાડીશ તો તમે નથી જવાના ?” પ્રિયાએ થોડુંક હસતાં કહ્યું.

“તમે કહો તો આજની રાત જ નહિ, પૂરી જિંદગીભર અહિયાં પડ્યો રહું..” રૂદ્રે થોડા અલગ મિજાજથી પરંતુ થોડુંક મજાકમાં કહ્યું, અને સોફા પરથી ઉઠીને દરવાજા પાસે પહોંચ્યો.

“રુદ્ર યાર મજાક નહિ...આપણે ફરી મળીશું.” પ્રિયાએ કહ્યું.

રુદ્ર, પ્રિયાની કાતિલ આંખોમાં એકવાર જોઈને, આદિત્ય રાહ જોતો હશે એમ કહીને ત્યાંથી સડસડાટ નીકળી ગયો....

આદિત્ય અને રુદ્ર ઓટો પકડી, સ્ટેશન પર આવે છે.

ત્યાં જ સ્ટેશનનાં રસ્તે, આદિત્યે કહ્યું, “યાર આપણે હોટેલમાં જઈ પેટપૂજા કરીને જ જઈએ.?”

“અરે યાર હજુ તો સાડા સાત વાગ્યાં છે, એટલા જલ્દી ભૂખ...” રૂદ્રે કહ્યું.

“જો સામેની હોટેલ દેખાય છે, ચાલને કંઈ તો ખાઈએ....” આદિત્યે કહ્યું.

આદિત્ય સામેની હોટેલ જ દેખાડી રહ્યો હતો, એટલામાં જ ત્યાંથી ઝડપતી પગલા ભરતી સોનીને જતી નિહાળે છે.

“ રુદ્ર આ સોની છે ને ? તે આમ ઝડપતી કેમ પગલા ભરે છે ? આદિત્યે ચોકી ઉઠ્યો અને રુદ્રને ચિંતિત થતાં પૂછવા લાગ્યો.

(ક્રમશ: ..)