Safaltano Shortcut in Gujarati Short Stories by Darshita Babubhai Shah books and stories PDF | સફળતાનો શોર્ટકટ

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

સફળતાનો શોર્ટકટ

અનુક્રમમણિકા

૧સ્વપ્ના જુઓ.

૨. વિચારો.

૩સમય ફાળવો.

૪કર્મ કરો.

૫પ્રમાણિક.

૬મહેનત.

૭સફળતા.

દરેક સફળ વ્યક્તિની પાછળ તેણે સ્વપ્નું જ હોય છે. તે પછી કોઈ કોઈ ઉદ્યોગપતિ , ચિત્રકાર , શિલ્પી , ગાયક , નૃત્યકાર , કવિ , એન્જીનીયર હોય ગમે તે જ્યારે નજર સામે કોઈ સ્વપ્નું કોઈ મોડેલ , મૂર્તિ , આકાર , મકાન , ઇમારત હોય તો તેનું સૌપ્રથમ નિર્માણ વ્યક્તિના સ્વપ્નમાં કે મનમાં થાય છે. ઘણાં એવું બોલતા સાંભળ્યા છે કે ફલાણા જેવું મકાન બાંધીશ. સુંદર મંદિર બનાવીશ, કવિતા લખીશ તો આ સમગ્ર વસ્તુ માનવીના મનમાં થઈ ચૂકી હોય છે. એટલે કે માનવી એ મંદિર , ઘર , કવિતા કે મૂર્તિને ખરેખર મનમાં નિર્માણ કરી ચૂકી હોય છે. બસ તેનું વાસ્તવિક જગતમાં સાકાર થવાનું બાકી હોય છે. આજે સ્વપ્નું છે તે સાકાર કરવું હોય તો અથાગ પરિશ્રમ, મહેનત, લગની જોઈએ. સ્વપ્ન જોવા સાથે તેને વાસ્તવિકતામાં મૂકવા માટે તેના નિર્માણ માટે હિંમત અને ધગશ જોઈએ. સ્વપ્નની દુનિયા ઘણી અજીબ હોય છે. કોઈપણ સ્વપ્નને આલતુ-ફાલતુ માનીને તેની અવગણના કરવી તે મૂર્ખતા છે. સ્વપ્નની દુનિયાને સમજવી અઘરી અને જટિલ છે. પરંતુ જો તેને સમજતા આવડે તો જીંદગીના રંગ અને રૂપ બદલી નાખે છે. સ્વપ્ન જોવું એ કળા છે. સ્વપ્નને જોયા બાદ તેને મનમાં સંઘરી તેની પાછળનો સંકેત સમજવો ખૂબ જ જરૂરી છે. માનવી પોતાના જીવનકાળ દરમ્યાન ઘણા બધા સ્વપ્નો જોતો હોય છે પરંતુ તેને ગંભીરતાથી લેવો જોઈએ. કારણ કે જે મહાન શોધો થઈ છે 7 સફળ માનવીઓ થઈ ગયા. તેમણે તેમના સ્વપ્નોને ગંભીરતાથી લીધા ત્યારે તેઓ મહાન કે સફળ બન્યાં. માનવીના જીવનમાં ભગવાનને જો સૌથી સુંદર ભેટ આપી હોય તો તે છે સ્વપ્ન.

માનવીને સ્વપ્ન ના આવતા હોત તો તે ગાંડો થઈ જાત કે તેનું મગજ અસ્થિર થઈ જાત. કોઈપણ નાનામાં નાનો માણસ પણ એવા સ્વપ્નામાં રાચે છે કે એક દિવસ તેની મંજિલ પામીને રહેશે અને આ જ વસ્તુ તેને જીવન જીવવાનું બળ પુરૂં પાડે છે. ભલેને તે આભાસી જગત હોય કે ખયાલી પુલાવ હોય પણ તેને માટે તો તેને જીવવા માટેનું મોટું કારણ બની જાય છે.

ચાની લારી પર કામ કરનાર નાનો છોકરો એક ઉદ્યોગપતિ બને છે. રસ્તા પર સફાઈ કરનાર કામદાર દેશનો વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ બને છે તો આજ ઉદાહરણો બતાવે છે કે તમારૂં લક્ષ્ય શું છે , સ્વપ્ન શું છે કારણ કે આપણે જે બી વાવીએ છઈએ તે જ ઉગે છે. જેવા સ્વપના જોશો તેવા માનવી બનશો.

સ્વપ્ના જોવા ખોટા નથી. સ્વપ્નમાં રાચવું ખોટી વાત છે. સ્વપ્ન જોવા સાથે સાથે તેની સાથે જીવતા આવડવું ખુબ જ જરૂરી છે. સ્વપ્નની દુનિયામાંથી બહાર આવી હકીકત સાથે તાલ મેળવી સ્વપ્ન સાકાર કરવું જોઈએ.

સ્વપન એ વિજ્ઞાન છે. સ્વપ્ન જોવાની કળા આવડવી જોઈએ.

ચાલો આપણા મન સાથે એક કસરત કરઈએ. ધારો કે આપણે કોઈ કવિતા લખવી હોય, ચિત્ર દોરવું હોય, ઈમારતનું ડ્રોઈંગ કરવું હોય તો તેને આખા દિવસ દરમ્યાન વિચાર્યા કરવું તથા રાત્રે સૂતા પહેલા કાગળ અને પેન્સિલ લઈને સુવું અને મન ને કમાન્ડ આપવાના કે મારે જે તૈયાર કરવું છે તે સૌથી ઉત્તમ બનાવી શકું તેનો રસ્તો બતાવ. આમ વારંવાર મન ને કમાન્ડ આપવાથી આપણું અજાગૃત મન તેની પ્રકિયા ચાલુ કરી દે છે અને આપણે જ્યારે ઉંઘમાંથી સફાળા જાગી જઈએ તો રસ્તો મળી ગયો હોય છે અને આપણને જોઈતી કવિતા, ચિત્ર, ડ્રોઈંગ આપણે કાગળ પર તરત ઉતારી દઈ શકીએ છે. આના માટે સતત પ્રયત્ન જોઈએ. સૌ પ્રથમ મનને તૈયાર કરવું પડે છે. અને તેને કમાન્ડ આપતા રહેવું પડે છે. આમ સ્વપ્ના આપણા ઘણી મદદ કરી શકે છે. જરૂર છે મનને જાગૃત અવસ્થામાં કસરત કરી તે કામગીરી માટે સજ્જ કરવું પડે છે. ઘણી ઘટનાઓની જાણકારી આપણને અગાઉથી જ મળી જાય છે. પરંતુ આપણે તે તરફ બહુ લક્ષ્ય આપતા નથી.

સ્વપ્નાને જોઈ આપણે બરાબર માવજત કરીને મહેનત કરીને પૂરા કરીએ તો આપણે ધારેલું પરિણામ આવે છે.

સ્વપ્ન જોવું એ પુરતુ નથી એ પુરૂ કરવા માટે વિચાર કરવો જરૂરી છે. વિચાર કરવા માટે સમય કાઢવો જરૂરી છે. જ્યારે મન પુરેપૂરૂં ખાલી હોય સ્વપ્ન પુરૂ કરવા માટેની રૂપરેખા વિચારવા માટે સ્વપ્નને વારંવાર મમળાવવાનું તથા તે વારંવાર યાદ કરવાનું તો તેને પુરૂ કરવાના માટેના વિચારોની પ્રક્રિયા આપણા અચેતન મનમાં ચાલુ થઈ જાય છે અને તેજ આપણને સલાહ આપે છે કે આયોજન કેવી રીતે કરવું ? શરૂઆત કેવી રીતે કરવી ? વિચારોની પ્રક્રિયા તો ઘણી લાંબી છે. જેટલુ વિચારો એટલું વધારે કામ સરળ અને સરસ બને. વિચારશીલ બનવું જોઈએ. વિચારોની દુનિયા જ અલગ હોય છે. તેમાં પૂરેપૂરા ડુબવું પડે છે. વિચારોનું પ્રથમ પગથીયુ સ્વપ્ન છે. સ્વપ્ન આપણને વિચારતા કરી દે છે. આપણે વિચારતા રહેવું જોઈએ. અને જો બંને તો સારા વિચાર કરવા હોય તો એકાંતવાસમાં જવું અને સારા પુસ્તકો વાંચવા. આપોઆપ વિચારોની લાઈન દોરી ચાલુ થઈ જશે. અને જેમ કોયડો ઉકેલાતો હોય તેમ એક પછી એક સ્વપ્ન પૂરા કરવા માટેના વિચારો આવવા માંડે છે. સર્જનાત્મક માણસો હંમેશા પોતાની સાથે કાગળ અને કલમ રાખવા જોઈએ કે જેથી કરીને તે વિચારોને કાગળ પર ટપકાવી શકે. કારણ કે બધુ એકસાથે યાદ નથી રહેતુ હોતુ માટે વિચારોને ક્રમવાર લખતા રહેવું જોઈએ.

સ્વપ્નને અનુરૂપ સારા પુસ્તકો વાંચવાથી ચોક્કસ માર્ગદર્શન મળી રહે છે. અને કોઈપણ કાર્ય સરળતાથી અને પરિસ્થિતિ રીતે પાર પાડવા માટે માર્ગદર્શનની જરૂર તો પડે છે. સારા અને સાચા માર્ગદર્શનો સારા પુસ્તકોમાંથી મળી રહે છે.

દુનિયામાં સફળ માણસોના જીવન વિશે વાંચશો તો દરેક સફળ માણસો એ પુસ્તકોને પોતાના મિત્ર બનાવવા હશે. પુસ્તક જીવવાનો માર્ગ સુચવે છે અને પુસ્તક એ મનનો ખોરાક છે. સારા પુસ્તકોના વાંચનથી સર્જનાત્મક વિચારસરણી જીવનમાં પ્રવેશે છે. વિચારોમાં નવિનતા લાવવી જરૂરી છે અને દરેક વિચારોને માન આપીને સ્વીકારવા જોઈએ અને દરેક વિચાર પર ફેરવિચારસરણી જરૂરી છે. કારણ કે આપણે સાચા રસ્તે ચાલી સ્વપ્નું પુરૂ કરવાનું છે. સફળ થવા માટે વિચારોમાં ફળદ્વુપતા જોઈએ. હકારાત્મક અભિગમ જોઈએ વિચારો આવકારવા અને સ્વીકારવા માટે મન તૈયાર અને ખુશ હોવું જરૂરી છે. વિચારોને સ્વીકારવાએ હકારાત્મક અભિગમ છે.

ગાંધીજીને આઝાદ ભારતનો વિચાર આવ્યો અને એ વિચારોને વળગી રહ્યા તો દેશને અહિંસા દ્વારા આઝાદી અપાવી શક્યા. જેમ એક તણખલુ આગ લગાડી દે છે તેમ એક સારો વિચાર કેટલી મોટી ઉથલપાથલ સર્જી શકે છે. ગુરૂત્વાકર્ષણનો નિયમ નવી નવી શોધો એ વિચારોની તો ઊપજ છે. જે વિચારો આવે તેની નોંધ તરત જ કરી દેવી જોઈએ. વિચારો વણથંભ્યા ચાલુ જ રહે છે. ઉંઘમાં પણ માણસનું મગજ ચાલુ હોય છે. આ માટે એક સરસ કસરત પણ છે જો કોઈ કામ સારૂ અને વ્યવસ્થિત રીતે પાર પાડ્યુ હોય તો વિચાર્યા કરવું અને રાત્રે સુતા પહેલા પોતાના મનને સૂચન આપવું કે મારી મંજિલ સુધી પંહોચવા માટે સાચો અને સારો રસ્તો બતાવ. સતત આ કસરતથી મન પોતાનું કામ ચાલુ કરી છે અને તે આપણને માર્ગ દર્શન આપે છે. પરંતુ તે સંકેતો સ્વીકારવા અને સમજવા માટે આપણે તૈયાર રહેવું પડે છે.

સમય મહત્વનું પરીબળ છે. સમય દરેક વ્યક્તિવે સરખો મળેલો છે. ભગવાને દિવસના ચોવીસ કલાક દરેક વ્યક્તિને સરખા આપ્યા છે. કોઈને પણ એક મીનીટ વધારે કે ઓછી નથી આપી. વ્યક્તિના પોતાના પર આધાર છે કે સમયનો સદઉપયોગ કરે. સમયનું મેનેજમેન્ટ ખુબ જ જરૂરી છે. વ્યક્તિની પોતાના દૈનિક કામો કરવામાં અમુક કલાકો તો ચપટી વગાડતા નીકળી જાય છે.

સામાન્ય રીતે ઉંઘના આઠ કલાકો તો બાકી વધેલા સમયમાં વ્યક્તિએ પોતાના સ્વપ્નો પૂરા કરવામાં વાપરવાનો છે.સમયનો સદઉપયોગ કરી વ્યક્તિએ મહત્તમ સંતોષ પ્રપ્ત કરી સ્વપ્નો પુરા કરવા માટેનું મેનેજમેન્ટ કરવાનું છે

ધીરૂભાઈ અંબાણી - આઈનસ્ટાઈન - મધર ટેરેસા – અમિતાભ બચ્ચ્ન – વિરાટ કોહલી આ દરેક સફળ વ્યક્તિઓએ પોતાના સમયની પ્રત્યેક પળનો સદઉપયોગ કરી સ્વપ્નો પુરા કર્યા. સ્વપ્ના જોવા પુરતા નથી પરંતુ તેને સમયસર પૂરા કરવા જરૂરી છે. દરેક વસ્તુના નિર્માણ પાછળ ચોક્કસ સમયગાળો જરૂરી છે પરંતુ તેનાથી વધારે સમય લાગે તો

તેના નિર્માણનો ખર્ચ વધી જાય છે અને મહેનતનું પ્રમાણ પણ વધી જાય છે.

આજના આ ટેકનોલોજી યુગમાં વ્યક્તિનો ઘણો ખરો સમય સોશ્યલ એપ્લીકેશનોમાં વધારે જાય છે. પોતે પણ આ માટે સમય ફાળવી નથી શકતો તેની આસપાસ આભાસી જગત ઉભુ કરી દીધું છે. ટીવી , કોમ્પ્યુટર , મ્યુઝીક સિસ્ટમ , લેપટોપ , આઈપેડ , સ્માર્ટ ફોન , પામટોપ , નોટપેડ , આમાંથી દરેક વ્યક્તિ પાસે ચાર પાંચ આઈટમ હોય છે. વળી ફેસબુક , વોટ્સ-અપ , ટ્વીટર , લાઈફ ઈન , હિસ્ટ્રા ગ્રામ , ટેલીગ્રામ વગેરે વગેરે....

પોતાના અભ્યાસ , નોકરી ,ધંધામાંથી વ્યક્તિ નવરી પડે ત્યારે આ બધી એપ્લીકેશનોમાં અટવાઈ જાય છે.

બાકી હોય તેમ વીડીયો ગેમ્સ , ટીવી ગેમ્સ , સ્માર્ટફોનમાં ગેમ્સ , રમ્યા કરે છે. હવે આ બધામાંથી વ્યક્તિ નવરી પડે તો સ્વપ્ના જુએને. સ્વપ્ના જોવા માટે ગુણવતાભર્યો સમય ફાળવવો ખૂબ જ જરૂરી જેમાં તે એકદમ એકાંતમાં હોય અને તેનું મગજ નવા વિચારો આવકારવા માટે ફાજલ હોય. દેશમાં હતાશ લોકોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થતો જાય છે. કારણે લોકોએ પોતાની આસપાસ આભાસી જગત ઉભુ કરી દીધું છે.

આટલુ વધારે હોય તેમાં ટીવી પર ક્રિકેટની મોચો , હોકી , ફૂટબોવ ,કબ્બડી , વોલીબોલ બધી જ રમતો Live બતાવવામાં આવે છે. સમય તો બચે જ નહીં. આમા વ્યક્તિએ પોતાના કામો માટે સમયની ચોરી જ કરવી પડે, અને નવી નવી ફિલ્મો તો આવતી જ રહે છે. આટલા બધા પ્રલોભનો હોય ત્યારે જાણે સમય તો ભાગતો હોય તેમ લાગે છે.

આ સમગ્ર ચિત્ર જોતા એવું લાગે છે કે વ્યક્તિ ખોટી દિશા તરફ જઈ રહ્યો છે. એક ઘરમાં ચાર વ્યક્તિ હોય તો ચારેય પાસે આધુનીક ટીવી, ફોન , મ્યુઝીક સીસ્ટમ , વીડીયો ગેમ્સ , આઈપેડ , વ્યક્તિગત હોય છે. કોઈને કોઈની સામું જોવાનો પણ સમય નથી. આવી પરિસ્થિતિ રસ્તા , ઓફિસ , થીયેટર , બાગ , શોપીંગ મોલ , બસ – રેલવે – એરપોર્ટ , જહાજ , સ્ટીમર , મેટ્રોટ્રેન , કલબોમાં જોવા મળે છે. ભીડમાં માણસ ખોવાઈ ગયો છે.

આ આભાસી માયાજાળમાંથી બહાર આવે તો જ તે સ્વ પ્રગતિ માટે સ્વપ્ના જોઈ શકે.

સ્વપ્ના જોવા માટે જાગૃત અને તંદુરસ્ત મન હોવું જરૃરી છે. માણસ અંદરથી ખોખલો થઈ ગયો છે.

દરેક પ્રવૃતિ માટે નિશ્ચિત સમયની ફાળવણી થશે તો જ સ્વપ્નાનું આગમન થશે. ઘણી બધી નકામી પ્રવૃતિઓ પાછળ આપણે આપણો કિંમતી સમય વ્યય કરી દઈએ છે અને પછી હતાશામાં સરી જઈએ છીએ. પરંતુ સમયનો બરોબર કે સદ્ઉપયોગ ના કરો તો કોઈ સ્વપ્ન પૂરૃં ના કરી શકાય.

સમયના ચક્ર સાથે માણસે જો તેની સાથે ના ચાલે તો ફેંકાઈ જાય છે. સમય સાચવતા પણ આવડવો જરૃરી છે. જે સમયને ના સાચવી શકે તેને તેને કોઈ ના સાચવી શકે. સ્વપ્નેને પુરૃ કરવા માટે નિશ્ચિત સમય ફાળવવો પડે છે.

દરેક વ્યક્તિની જીંદગીમાં બે દશકા એવા આવે હોય છે જો તેમાં તે સમય સાચવી અથાગ પરિશ્રમ કરી લે તો ધારેલું સ્વપ્ન પુરૃ કરીશકે છે.

ચોવીસ કલાકના સમયમાં જાગૃત અવસ્થામાં વ્યક્તિએ સમયનું મેનેજમેન્ટ કરી સ્વપ્ના પુરા કરવા માટે અથાગ પ્રયત્ન કરી સ્વપ્નની તથા દેશની પ્રગતિનું વિચારવું જોઈએ.

કર્મ એટલે કામ. કામ એટલે શું ? કામ કરવાની કળા હોય છે. વેઠ નહીં. ગધેડાની જેમ નીચુ ઘાલી બસ વેઢાર્યા કરવું એ કામ ના કહેવાય. આયોજન પૂર્વકનું કામ તે પણ સમયસર કરવાનું કારણ કે દરેક કામ કરવાનો સમય નક્કી હોય છે. કામ કરવા માટેની ધગશ હોવી જોઈએ

સપના પૂરા કરવા માટે કામ કરવું જરૃરી છે. ખાલી સ્વપના જોયા કરવા એ તો નર્યું ગાંડપણ છે. સ્વપ્ના પૂરા કરવા માટે કામ કરવું જોઈએ તે પણ આયોજન પૂર્વક અને સમયસર કારણ કે સમયનું બંધારણ દરેક સ્વપ્ન સાથે જોડાયેલું હોય છે.

ખાસ તો આજની યુવા પેઢીને સમજવા જેવી બાબત છે. સ્વપ્નને સાકાર કરવા માટે બે હાથ કામ કરવા માટે ખાલી જોઈએ. જે આજની યુવા પેઢી માટે શક્ય લાગતી બાબત નથી. કારણ કે લેપટોપ, પામટોપ, આઈપેડ, આઈફોન, સતત હાથમાં હોય છે અને સોશિયલ નેટવર્ક પર આજે યુવા પેઢી વ્યસ્ત છે તો સ્વપ્નને પૂરા કરવા માટે સમય અને કામ કરવા માટે બે હાથ ક્યાંથી લાવશે.

પહેલા તો દરેક કાર્ય માટે સમય ફાળવવો ખુબ જ જરૃરી છે. કાર્ય સરળતાથી થઈ શકે તે માટે નવા વિચારો કરવા તેને અમલમાં મુકવા માટે હકારાત્મક અભિગમ, જોખમ લેવાની તૈયારી ઘણી બધી બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે.

તાજનહેલ બનતા 12 વર્ષ લાગેલા તો આટલો વખત ધીરજ રાખી હિંમતથી શાહજહાઁએ પોતાનું સ્વપ્ન પૂરૂ કરવા માટે જે મહેનત , ધીરજ , ધગશ , સમય , કામ ,કરનાર કારીગરોને રોકવા વગેરે શુ કરવુ જે સુંદર આયોજન કર્યું તેના લીધે આજે તાજનહેલનું સ્થાન દુનિયાની સાત આજાયબીમાં નામ છે. સ્વપ્નને સાકાર આ રીતે કરવું જોઈએ.

કામ કરવા ખાતર નથી કરવાનું પરંતુ એક અદભુત અને બેનમૂન વસ્તુ બનાવવી કે તેને આકાર આપવો એ મહત્વનું છે. દુનિયામાં સારામાં સારી કલાકૃતિ, ચિત્રો, સંગીત, ગીતો, કવિતાઓ, ગઝલો, ઈમારતો, મહેલો વગેરે........ ધીરજ, ધગશ, લગન, હિંમત અને 56 ની છાતી હોય એવા મનુષ્યો દ્વારા જ બની છે.

સફળ મનુષ્યોના જીવનની ઝાંખી જોઈએ તો ખ્યાલ આવે આવે છે કે તેમને પોતાના સ્વપ્નો પૂરા કરવા કેટકેટલું ઝઝૂમ્યાં છે.

સ્વપ્ન તેમને આખી લાઈનદોરી બતાવી દે છે. તમારે તે મૂજબ ખાલી ચોટલી પકડી સમય ફાળવી કામે જ ચડી જવાનું છે તો જ સ્વપ્નને પૂરૂ કરી શકાય છે. અને કામ કર્યા વગર કોઇ નું સ્વપ્ન પૂરૂ થતું નથી કે સફળતા મળતી નથી.

સ્વપ્નને પૂરૂ કરવા ડેડીકેશન, ડિવોશન અને ડીટરમીનેશનની જરૂર છે. કામ એકધારૂં થવું જોઈએ અને મંઝીલ સુધી પંહોચવા નાનામાં નાનુ કામ જાતે કરો તો સફળતા મળે છે.

જે પણ કામ કરો તે પ્રેમથી કરો. તમારા કામને પ્રેમ કરો. સખત કામ કરો. જીવનમાં બધાને કંઈનું કંઈ આપતા રહો તો અવર્ણનીય સુખ મળશે. કામને પેશન અને એન્થુઈઝમથી કરો તો કામનો ભાર જ નહી લાગે. કામ સરળ બનશે અને સફળતા જલ્દી મળશે. કામ ગુણવત્તાભર્યું કરવું જોઈએ. કરવા ખાતર કામ કરશો તો સ્વપ્ન પૂરૂં નહી થાય. તમારે તમારી જાત સાથે વાયદો કરવો પડશે. જે કામ કરીશ તે ખંતપૂર્વક કરીશ. સફળતા પાછળ ચાર પરીબળો છે. (1) ધ્યેય નક્કી કરવું (2) સકારાત્મક વિચારો. (3). સ્વપ્નોને વારંવાર ફરીથી જુઓ. (૪) તમે જે ધ્યેય નક્કી કર્યુ છે સ્વપ્ન જોયું છે તે સારૂ તે માનો અને હું મારૂં સ્વપ્ન પુરૂં કરી શકીશ. મને સફળતા મળશે તેમ માનો તો જ સફળતા મળશે.

સફળતા માટે પ્રમાણિકતા ખુબ જ જરૂરી છે. પોતાના સ્વ સાથે પ્રમાણિક બનવું પડે છે. સ્વ સાથે પ્રમાણિક વ્યક્તિ દુનિયામાં કોઈને પણ છેતરી નહી શકે. જે કામ હાથમાં લીધુ હોય તે પ્રમાણિક પણે પુરૂં કરવું એજ સફળ માણસની નિશાની છે. મહત્વાકાંક્ષી બનો તમારૂં સ્વપ્ન તમે જ પુરૂં કરી શકો બીજુ કોઈ નહીં. હાથમાં લીધેલુ કામ બને તો જાતે જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કારણ કે જે કાંઈ સર્જનાત્મકતાનું સ્વપ્ન તમે જોયું હોય તેનો તમને જ ખ્યાલ હોય છે. તે કેવું હોવું જોઈએ. આંખ સામે દર્શ્ય તમારા મનમાં છે જેનો ખ્યાલ બીજા કોઈને ના પણ હોય તેથી સ્વ જાત-મહેનતથી કોઈપણ વસ્તુનું સર્જન કરવું ખુબ જરૂરી છે. પ્રમાણિકતા સ્વ સાથે હોવી જરૂરી છે.

પ્રમાણિક રહેનાર વ્યક્તિ જ સુખની નીંદર સુઈ શકે છે. પ્રમાણિકતા પોતાની સાથે તથા બીજા સાથે સાચી હશે તો તેનું જીવન પણ સુખમય જશે. કદાચ આ રસ્તો કઠિન છે. દુઃખ ભર્યો પણ હશે પરંતુ તેનું પરીણામ તો સુખદાયી જ હોય છે. નજર સામે જે સુખ દેખાતુ હોય તે ઘણીવાર આભાસી પણ હોય છે. જેવું કે આજના લોકોની જીંદગી લોકો આભાસી જીવન જીવી રહ્યાં છે. પોતાની આસપાસ કુત્રિમ સુખમય જીંદગી ઉભી કરી છે તે જ સાચી અને સારી જીંદગી છે તે માને છે પરંતુ તે ખોખલુ જગત છે, આભાસી જગત છે. તેમા ક્ષણિક સુખ લાગે છે. પરંતુ માનવી દુનિયાના લોકોની ભીડમાં એકલો થઈ ગયો છે. તે એકાંત અનુભવે છે અને હતાશામાં સરી પડે છે.

અને કોઈ એક કમજોર ક્ષણે તે આત્મહત્યા જેવું પગલું ભરી લે છે. કારણ કે તે પોતાની જાતને ક્યાંક છેતરી રહ્યો છે. તેવો તે અહેસાસ થાય છે અને આ અફસોસ તેને આત્મહત્યાના રસ્તે ધકેલે છે.

ઉતાવળે આંબા ના પાકે કોઈપણ વસ્તુ પાછળ મહેનત કરવી ખુબજ જરૂરી છે. મન લગાવીને કામ કરવાથી ધાર્યું પરીણામ મળી રહે છે. પરણામની અપેક્ષા વગર સાચા મનથી મહેનત કરવી જોઈએ. મહેનતનું પરીણામ સારૂ અને સાચુ મળે છે.

મહેનત સાચી દિશામાં થવી જોઈએ. સ્વપ્ન સાકાર કરવા અવિરત, વણથંભી સાચી લગનથી મહેનત કરવી પડે છે ત્યારે સ્વપ્ન પુરૂં કરી શકાય છે.

મહેનત કરવામાં પાછા ના પડવું જોઈએ. કારણ કે મહેનતથી જ માણસનું શરીર અને મન કેળવાય છે. મહેનત વગરની જીંદગી પશુ કરતા બદતર છે કારણ કે પશુને પાણી-ખોરાક મેળવવા ઘણી મહેનત કરવી પડે છે. મહેનત થકી જ માણસ સુખચેનની જીંદગી મેળવી શકે છે. ઘણા ઓછા લોકો હોય છે જેને નસીબથી મહેનત વગર બધુ મળે છે. બાકી મહેનત વગર કશું મેળવવું અશક્ય છે. મહનતથી માણસ ઉજળો છે. પશુ-પંખીઓ પોતાનો ખોરાક મેળવવા દિવસ-રાત એક કરે છે. એક વખત એક ચકલો-ચકલી માળામાં રહેતા હતા. ચોમાસાની ઋુતુ આવતા ચકલી એ ઈંડા મૂક્યા. સમય જતા તેમાંથી બચ્ચા બહાર આવ્યા. તેમને ચાર બચ્ચા હતા પરંતુ તેમાંથી એક બચ્ચુ ઘણું આળસુ હતુ. માતા-પિતાના લાખ પ્રયત્ન છંતા ગમે તે બહાને તે પોતાનો ખોરાક જાતે લાવતુ નહીં. એક દિવસ ચકલા-ચકલીએ નક્કી કર્યું કે આને પાઠ ભણાંવવો પડશે. તેમણે ભર ઉનાળાના એક દિવસે તે બચ્ચા માટે દાણાં લાવ્યા નહીં. બચ્ચુ તો ભુખથી આકુળ-વ્યાકુળ, રોકકળ કરી મુકી માતા-પિતાએ જણાવ્યુ તારે તારૂ પેટ ભરવું હોય તો આજથી તારા દાણા જાતે લાવવા પડશે. અમે કોઈ તારા માટે કશું જ લાવીશુ નહીં. બચ્ચાને ખ્યાલ આવી ગયો પોતાનું પેટ ભરવુ હશે અને હળીમળીને રહેવું હશે તો પોતે મહેનત કરી જાતે દાણા લાવવા પડશે. આ ઉદાહરણ એટલે આપ્યું કે માનવીએ પોતાનું કામ પોતાની જાતે જ કરવું પડે છે. મહેનત, લગન અને હિંમતની જરૂર છે. આયોજનપૂર્વકની સમયસર મહેનત રંગ લાવે છે. ગધ્ધાવૈતરૂં કોઈ પરીણામ આપતું નથી ગમે તે સ્વપ્ન પુરૂ કરવું હોય તો આયોજન સાથે સમયસર વ્યવસ્થિત, ટીમવર્કથી જ આગળ વધી શકાય છે અને જ્યારે સ્વપ્ન સાકાર થાય છે. તે તેના અસલ સ્વરૂપ લે છે ત્યારે તેની ગણતરી દુનિયાની અજાયબીમાં થાય છે. પેરીસનું એલફીલ ટાવર , તાજમહેલ વગરે........

આને માટે અથાગ પરિશ્રમ, લગન, ધગશ, મહેનત, હિંમત, હકારાત્મક અભિગમ વગેરેની ખુબ જ જરૂરી છે. અને આ માટે મગજ ખાલી જોઈએ અને બે હાથ ખાલી જોઈએ તો જ સ્વપ્ન પુરૂ કરી શકાય.

તો મગજ પૂર્વધારણાઓની દૂષિત હોય અને બે હાથ ટેકનોલોજી સેવી હોય તો કામ થઈ જ ના શકે અને શેખચલ્લીની માફક તે ખોટા વિચારોમાં પોતાની જીંદગી પૂરી કરે છે. આજકાલ વોટ્સ-અપ, સાઈબર, ફેસબુક વગેરે વગેરે .......માં લોકો પોતાની પ્રવૃત્તિ અને પ્રગતિઓ POST કરે છે તે જોઈ ખાલી સમય બગાડ્યા કરતા નક્કર કામ કરવા ધ્યાન આપવું જોઈએ. જીંદગી એકવાર મળે છે માટે તેનો ભરપૂર ઉપયોગ કરી આગળ વધવું જોઈએ. કુદરત પણ તે જ શીખવે છે.સખત મહેનત કરતા રહો બધું આપોઆપ મળી જશે. જાત મહેનત કરો.

જીવનમાં સફળ થવાનો શું અર્થ થાય? લોકોને આ પ્રશ્ન પૂછશો તો, તમને અલગ અલગ જવાબ મળશે. જેમ કે, ઘણા લોકો કહેશે કે તેમના મને સફળતા એટલે આર્થિક રીતે, નોકરી-ધંધા પર કે ઉચ્ચ શિક્ષણમાં આગવું સ્થાન હાંસલ કરવું. તો બીજાઓ માટે કુટુંબીજનો, મિત્રો અથવા સાથી કામદારો જોડે કેવા સંબંધો છે એના પર સફળતા આધારિત છે. જ્યારે કે ઈશ્વરભક્તો કદાચ મંડળની અમુક જવાબદારીઓ કે પ્રચારમાં મેળવેલાં સારાં ફળોને સફળતા ગણશે.

ઈશ્વરની નજરમાં સફળ થાઓ.

સફળતા એટલે શું ? જીત એટલે શું ? તમે જોયેલું સ્વપ્ન સાકાર થવું એટલે સફળતા તમારે ધારેલુ પરિણામ એટલે સફળતા, સફળતા મેળવવી અઘરી છે પરંતુ મુશકેલ નથી. સફળતા મેળવવા માટે જુસ્સો, ધગશ, હિંમત, આત્મવિશ્વાસ, હકારાત્મક અભિગમ, મહેનત કરી કંઈ બતાવવાની ઈચ્છા આ બધાનો સરવાળો એટલે સફળતા. સફળતાનો શોર્ટકટ એટલે જે તબક્કાવાર પ્રક્રિયા સમજાવવામાં આવી તે. જો દરેક પગથીયુ બરાબર ભરશો તો ઉપર ચઢાશે પણ દરેક પગથીયુ સમજી વિચારી, સાચવી, પૂરી હિંમતથી ભરવામાં આવે દુનિયાની સાત અજાયબી કરતા મોટું સ્વપ્ન પૂરૂ થઈ શકે.

  • આત્મવિશ્વાસ એ સફળતાનું પ્રથમ પગથીયું છે
  • એકાગ્ર ચિત્તે કામ કરવાથી સફળતા જરૂર મળે છે
  • તમારી સફળતા માટે ઘણા બધા જવાબદાર હશે પણ નિષ્ફળતા માટે તો માત્ર તમે જ જવાબદાર છો
  • સફળતા એ અન્યો દ્વારા નક્કી થાય છે, જ્યારે સંતોષ આપણા દ્વારા જ નક્કી થાય છે
  • સફળતા કદી કાયમી હોતી નથી, તે જ રીતે નિષ્ફળતા પણ કાયમ માટે રહેતી નથી
  • મારો વિશ્વાસ યુવાશક્તિ પર છે. એમાંથી જ મારા કાર્યકર્તાઓ પેદા થશે, જે તેમના પરાક્રમોથી વિશ્વને બદલી નાખશે. ”
  • ભારત સ્વતંત્ર થયું તેનાં પ૦ વર્ષ પહેલાં મદ્રાસના યુવાનો સમક્ષ આપેલ ભાષણમાં સ્વામીજીએ આ વિશ્વાસ વ્યકત કર્યો હતો. સ્વામી વિવેકાનંદ પોતે જ યુવાન હતા. તેમનું સમગ્ર જીવન અને સંદેશ યૌવનનો આદર્શ હતો. તેમણે ભારતીય સંસ્કૃતિમાં યુવાવસ્થાના આદર્શને આપણી સમક્ષ રજૂ કર્યો. ફકત ૩૯ વર્ષ, પ માસ અને રર દિવસના ટૂંકા આયુષ્યમાં એવું પરાક્રમ કર્યું હતું કે, જેથી સમગ્ર વિશ્વ અચંબામાં પડી ગયું. પોતાનું જીવન, પ્રેરણા, વિચાર, સાહિત્ય તેમજ કાર્યોથી સ્વામીજીએ યુવાનોને પ્રેરિત કર્યા.

    સ્વામીજીના જીવને અનેક મહાપુરુષોના જીવનને પ્રભાવિત કર્યું છે. આજે પણ એમનું સાહિત્ય કોઈ અગ્નિમંત્રની જેમ વાંચનારના મનમાં ભાવ પેદા કરે છે. કોઈકે બરાબર કહ્યું છે કે, જો તમે સ્વામીજીનું પુસ્તક સૂતાં સૂતાં વાંચો તો સ્વાભાવિક જ ઊઠીને બેઠા થઈ જશો. જો બેઠા થઈને વાંચશો તો ઊઠીને ઊભા થઈ જશો અને જે ઊભા થઈને વાંચશે તે સ્વાભાવિક રીતે કામમાં પરોવાઈ જશે. પોતાના લક્ષ તરફ ચાલ્યો જશે. આ સ્વામી વિવેકાનંદના સજીવ સંદેશનો પ્રભાવ છે. જે કોઈપણ તેમના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે છે તેનું જીવન જ બદલાઈ જાય છે. વર્તમાન સમયમાં યુવાનો સમક્ષ અનેક પડકારો છે, એમાં સ્વામીજીનો સંદેશ તેમના માટે અત્યંત વ્યવહારિક રીતે માર્ગદર્શન આપે છે.

    લક્ષ નિર્ધારઃ

    સ્વામી વિવેકાનંદના મતે વ્યકિતનો ખરેખર જન્મ લક્ષની સાથે જ થાય છે. તેઓ કહેતા હતા કે, ‘‘જેના જીવનમાં લક્ષ નથી એ તો રમતીગાતી, હસતીબોલતી લાશ જ છે.’’ જયારે વ્યકિત પોતાના જીવનના વિશિષ્ટ લક્ષને ઓળખી શકતો નથી ત્યાં સુધી તો એનું જીવન વ્યર્થ જ છે. યુવાનોએ પોતાના જીવનમાં શું કરવું છે એનો નિર્ણય કરવો જોઈએ. આપણે બાળપણથી જ શું બનવું છે તેનો વિચાર કરતાં કરતાં પોતાની જાતે કારકિર્દીના મર્યાદિત વિકલ્પોમાં ઘેરી લે છે અને જીવનમાં કરવા યોગ્ય બાબતોનો વિચાર જ નથી કરતા, કરવા યોગ્ય વિચાર કરશે તો બનવાનું તો પોતાની મેળે જ બનીને રહેશે.

    આમ, લક્ષ નિર્ધાર જ જીવન કર્મ છે. એના આધારે આજીવિકા મેળવવાનું સ્વાભાવિક રીતે જ નિશ્વિત બની જશે.

    આત્મવિશ્વાસઃ

    જીવનમાં જે નક્કી કર્યું છે તે કરવા માટે સૌથી વધુ જરૂર છે પોતાનો આત્મવિશ્વાસ. સ્વામી વિવેકાનંદ ઈશ્વરમાં વિશ્વાસ કરવા કરતાં પોતાનામાં વિશ્વાસ વ્યકત કરવાનું જણાવે છે. “પહેલાં કહેવાતું હતું કે, ઈશ્વરમાં વિશ્વાસ નહિ કરવાવાળો નાસ્તિક છે. હું કહું છું કે, જેને પોતાનામાં વિશ્વાસ નથી એ નાસ્તિક છે.” આપણે આપણી શકિતઓની પરીક્ષા કર્યા વગર જ તેને મર્યાદિત કરી દીધી છે. આપણે એમ માનીને ચાલીએ છીએ કે આપણે આટલંુ જ કરી શકીએ, જયારે આપણી શકિતઓ અમર્યાદ છે. જો યુવાનો દ્રઢ નિર્ધાર કરે તો તેમના માટે શું અશકય છે ? આપણે સામાન્ય વ્યકિતઓની અસામાન્ય સિદ્ધિઓથી આશ્ચર્યશકિત પણ થઈ જઈએ છીએ અને તેમનાં વખાણ પણ કરીએ છીએ, પરંતુ શું આપણે એમનામાંથી પ્રેરણા મેળવીએ છીએ ? શું આપણી ભીતર આ આત્મવિશ્વાસ પેદા થાય છે કે આપણે પણ આવું કંઈક કરી શકીએ ? સ્વામીજી આપણને એ પ્રેરણા પૂરી પાડે છે કે જીવનમાં આપણી આજુબાજુ બનવાવાળી નાનીમોટી, સકારાત્મકનકારાત્મક બધીજ ઘટનાઓ આપણને આપણી અમર્યાદ શકિતને પ્રકટ કરવાની તક પૂરી પાડે છે.

    સમર્પણઃ

    કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે સમર્પણ અનિવાર્ય છે. સ્વામીજી તેને અધ્યવસાયની સંજ્ઞા આપે છે. “અધ્યવસાયી આત્મા કહે છે કે, હું સાગરને પી જઈશ એ છીપની જેમ જે સ્વાતિ નક્ષત્રના એક ટીપાને પ્રાપ્ત કરવા માટે મોજાંની ઉપર આવે છે. એક ટીપું પ્રાપ્ત થયા પછી સમુદ્રની અગાધ ઊંડાઈમાં જઈને ધીરજપૂર્વક બેસી જાય છે, જયાં સુધી તેનું મોતી ન બની જાય. આપણા યુવાનોને આવા અધ્યવસાયની જરૂર છે.” આપણે કોઈપણ કાર્યની શરૂઆત કરવામાં તો ખૂબ મોટી મહાનતાનો પરિચય આપીએ છીએ પરંતુ થોડા જ સમયમાં સ્વાભાવિક રીતે જ તેનાથી વિમુખ થઈ જઈએ છીએ. આજના સ્પર્ધાત્મક યુગમાં આવા આરંભ શૂરાઓનું કામ નથી. સંપૂર્ણ સમર્પિત ભાવથી હાથ પર લીધેલા કાર્યને પૂર્ણ કરવાની ધગશથી જ યુવાનોને સફળતા મળી શકે છે.

    સંગઠનઃ

    વર્તમાન યુગ સંગઠનનો યુગ છે. કોઈપણ ક્ષેત્રમાં પછી તે વ્યાવસાયિક ક્ષેત્ર હોય કે વિજ્ઞાનનું, આજે ટીમ દ્વારા કાર્ય થાય છે. વ્યકિતગત સિદ્ધિઓના સ્થાને સમૂહ દ્વારા આજે કાર્યો પૂરાં થાય છે. પછી તે વહીવટનું ક્ષેત્ર હોય કે સોફટવેરનું, એને જ મહત્ત્વ મળે છે જે ટીમ સ્પિરીટથી કામ કરવામાં સક્ષમ હોય. વિશ્વના તમામ માનવ સંસાધન તજ્જ્ઞો આજે એજ ગુણને મહત્ત્વ આપે છે. સ્વામી વિવેકાનંદ અમેરિકામાં સંગઠન કાર્યના ચમત્કારથી પ્રભાવિત થયા હતા. એમણે નક્કી કર્યું હતું કે, ભારતમાં પણ આ સંગઠન કૌશલ્યને પુનઃર્જીવિત કરવું છે. તેમણે પોતે જ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરીને, સંન્યાસીઓ સુધી સંગઠન કરીને સમૂહમાં કામ કરવાની તાલીમ આપી હતી.

    જો વર્તમાન સમયમાં ભારતના યુવાનો, સ્વામીજીના બતાવેલા આ યુવાયંત્રો, લક્ષ નિર્ધાર, આત્મવિશ્વાસ, સમર્પણ અને સંગઠનને પોતાના જીવનમાં ઉતારે તો, ભારતને વિશ્વમાં અગ્રણી બનવામાં વાર લાગશે નહીં. આમેય ભારત આજે વિશ્વમાં સૌથી યુવાન દેશ છે. ફકત વસતીના રૂપમાં પણ આપણે વિશ્વમાં સૌથી વધુ યુવાન તો છીએ જ, પરંતુ સુશિક્ષિત રોજગાર સક્ષમ યુવાનોની સંખ્યામાં પણ આજે ભારત મોખરે છે. એટલા માટે સ્વામી વિવેકાનંદની ૧પ૦મી જયંતી આપણા માટે અવસર છે કે આપણે આપણા જીવનને સાર્થક બનાવીએ અને દેશને પણ વિશ્વમાં યોગ્ય સ્થાન પર સ્થાપિત કરીએ.

    માનવી પોતાની મગજ શક્તિનો 8 % જ ઉપયોગ કરે છે મોટા મોટા વૈજ્ઞાનીકો પણ 10 % વધારે નથી કરી શકતો તો આપણે તો આપણી સમજ શક્તિ પ્રમાણે જેટલુ થાય તે ચોક્કસતાથી કરવામાં આવે તો સફળતા મળે છે. વાર જરૂર લાગે છે. આંબા પર કેરીને આવતા ઘણીવાર 100 વર્ષ પણ લાગે છે પરંતુ જ્યારે કેરી ઉગે છે ત્યારે બેનમૂન ફળ મળે છે. કોઈપણ સ્વપ્નને સાકાર થતા સમય તો લાગે છે પરંતુ જો સંપૂર્ણ મહેનત સાથે કામ કર્યું હશે તો સફળતા મળવાની જ છે.