Suraj in Gujarati Short Stories by Haresh Bhatt books and stories PDF | સૂરજ

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

સૂરજ

સૂરજ

- હરેશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


સૂરજ

ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે એક બહું જ સુંદર ઘટના યાદ આવે છે. આ વાતને તમે તમારી રીતે મુલવજો.

એક રાજ્યના અંતરિયાળ ગામમાં એક મહિલા જાહેરસભાને સંબોધી રહ્યાહતા. એના અવાજમાં ઉંડી વેદના છલકતી હતી, આક્રોશ હતો અને દરેક વાતમાં સત્યપ્રગટતું હતું. એનો સતત સુંદર પ્રતિસાદ મળતો હતો. એ સભામાં લગભગ મહિલાઓહતી અને તાળીઓના ગડગડાટ વરસાવતી હતી ત્યારે સંબોધન કરી રહલા બહેને કહ્યુંકે, માત્ર તાળીઓ પાડવાથી વાત પતી નથી જતી, અહીંથી ગયા પછી મેં જે કહ્યું છે એભૂલી નહીં જતા, વાતને અમલમાં મૂકજો. આ મહિલાનું નામહતું સૂરજબા. એમનુંનિશાન જ હતું ઉગતો સૂરજ. આ સભાના કિનારે બે યુવાનો ઊભા હતા એ લોકો પ્રેમથીઆ વાત સાંભળતા હતા. એમના એક યુવાને કહ્યું કે, આ સૂરજબાની વાણીમાં કેટલીવેદના છલકે છે...? મને કોણ જાણે કેમ આપણા નાનપણની વાત યાદ આવે છે. ખબરછે આપણા ગામમાં એક સ્ત્રી હતી, શું નામ હતું...? લગભગ તો અમથી નામ હતું. આસાંભળી બીજા યુવાને કહ્યું હા, હા, એના પરનો અત્યાચાર જોઈ આપણે ય રોતા હતાઅને આપણી માં બચાવવા જતી તો એનેય માર પડતો હતો. મને અત્યારે એ યાદ આવેછે. એ સમયમાં જો આ સૂરજબા જેવી કોઈ વ્યક્તિ હોત તો એ અમથીમાસી અત્યાચારથીમુક્ત થઈ જાત.

એ અમથી, નથી લાગતું...? એના નામ પરથી જ કે એ જરૂર વગર જન્મીગઈ હશે અને એના માં-બાપે અમથી જન્મી ગઈ એમ વિચારી એનું નામજ અમથીરાખી દીધું હશે, વાત એમજ હતી, અમથીના બાપને ત્રણ દીકરી પછી દીકરો જોતો હતોઅને આવી ગઈ આ અમથી, એ પણ છેલ્લી દીકરી પંદર વર્ષની થઈ ત્યારે, બે મોટીનાતો લગ્ન પણ થઈ ગયેલા અને ત્રીજીનું ગોઠવાઈ ગયું હતું ત્યારે જ. ગામડા ગામમાં વર્ષોપહેલા તો લગ્ન કેટલી નાની ઉંમરમાં થઈ જતા...? એટલે અમથીની માં તો હજીબાળકને જન્મ આપવા સક્ષમ હતી, અમથી અળખામણી હતી, નાની હતી ત્યારે ભૂખલાગી હોય ને રોવે તો ય માં-બાપ ધ્યાન ન આપે અને એ બે વર્ષની થઈ ત્યારે એનીમાંએ દીકરાને જન્મ આપ્યો. ઘરમાં આનંદ છવાઈ ગયો, મિઠાઈઓ વહેંચાઈ, ઉત્સવથયો અને અમથી પર અત્યાચાર વધી ગયા. લગભગ રોજ માં-બાપનો માર ખાય અનેબાપ તો નરાધમની જેમ તૂટી પડે, એક તરફ ખાવાના સાંસા, દીકરાનું તો પેટ ભરવું જ પડે અને અમથી જો બોલે કે ભૂખ લાગી છે તો બે તમાચા પડે. આજુબાજુવાળા અમથીનુંઆક્રંદ જોઈ એને દોડીને તેડી લે અને કહે પણ ખરા કે ફૂલ જેવી દીકરીને આમ જંગલીનીજેમ મરાય...? એ નાનો જીવ શું બોલે...? અરે એકવાર તો એના બાપે એવી મારી કેવાત ન પૂછો. ધોલ ધપાટ કરી અને ઉંચકીને ઘાંસના પૂળામાં ઘા કર્યો ત્યારે બાજુવાળાજીવીબા દોડ્યા અને અમથીને છાતીએ વળગાડી લઈ લીધી. અમથી તો હિબકા ભરે,આખા મહોલ્લાની મહિલાઓ ભેગી થઈ, માંડ માંડ અમથીને છાની રાખી અને પછીએને ખવડાવ્યું અને એ રોતા રોતા જીવીબાના ખોળામાં જ સૂઈ ગઈ. એમણે ઉંચકીને,પ્રેમથી ખાટલામાં સૂવડાવી, જેવી એને ખાટલામાં મૂકી કે તરત જ ઝબકી ગઈ અનેબોલી, ના, બાપા હું નહીં માંગું ખાવાનું, મને મારો નહીં, હું ફરાક પણ નહીં માંગું (એવખતે ફ્રોકને ફરાક કહેતા), ત્યારે જીવીબા કહે, ના બેટા ના, હું છું હો તને કોઈ નથીમારતું, સૂઈ જા. ત્યારે અમથી સૂતી અને મહોલ્લાની બહેનો નીકળી અને જતાં જતાંકહેતી ગઈ કે જીવીબા આ છોકરીને અહીં જ રાખજો, ઓલા નરાધમ પાસે મોકલતા જનહીં. જીવીબા કહે, ઈ આવે તો ખરો એને જ આ કડીયાળી ડાંગથી ખોખરો કરી નાંખીશ.અમથી સાંજે ઉઠી ત્યારે જીવીબા કહે બેટા અમથી તું અહીં જ રહે હું તને મારી દીકરીનુંફરાક પહેરાવીશ, તને ખવડાવીશ તો અમથી કહે ના બા, બાપા મારશે, તો બા કહે,ચિંતા ના કર, એ જો મારશે તો એને ઊભોને ઊભો વાઢી નાંખીશ, બે-ત્રણ દિવસ થયાનેજીવીબાને ઘેર પોલીસ આવી અને કહ્યું જીવીબા, સગુજીએ ફરિયાદ લખાવી છે કે તમેએની દીકરીને ગોંધી રાખી છે, આ સાંભળી જીવીબા થોડું હસ્યા પછી પોલીસને કહ્યું,જમાદાર, પહેલા એને પૂછો એ નરાધમે શું કર્યું છે. આ રહી એની દીકરી એને પૂછો, એ સગુજી માણસ નહીં જાનવર છે જાનવર. આ છોકરીના વાંસે નેતરના સોળ હજી ભુસાયાનથી અને પ્રેમથી દીકરીને પૂછો શું થયું અને એ શું કામ અહીં છે. પોલીસે પ્રેમથીદીકરીને પૂછ્યું અને એણે ત્રૃટક ત્રૃટક બોલતા આખી વાત કહી. આ વાત સાંભળી કઠણકાળજાના પોલીસની આંખ પણ ભીંજાઈ ગઈ, એ જોઈ જીવીબા બોલ્યા કે એની પાસેલખાવી લ્યો કે એ આ દીકરી પર હાથ નહીં ઉપાડે એ ખાવાનું માંગે, કપડાં માંગે કેરમવા જાય તો મારશે નહીં. એ લખી આપતો હોય તો આપું, નહીં તો જવાબદારી મારીછે. એને આ અમથી નહીં મળે, પોલીસ પણ જીવીબા અને અમથીના પક્ષમાં ગયા અનેવળતો ઘા થયો સગુજી પર. દીકરી પર અત્યાચાર બદલ અંદર થઈ ગયો. પછી જ્યારેએણે લેખિત આપ્યું ત્યારે છોડ્યો અને જીવીબાનું નામ લખી જણાવી દીધું કે જો તમે આનેકાંઈ કર્યું તો આ જીવીબા ફરિયાદ કરશે. સાક્ષી પણ એ જ રહેશે અને તમને લાંબી સજાથશે.

આ કાર્યવાહી પતી પછી સગુજી ઘેર આવ્યા એ કશું જ અમથીને કહે તો કે કરતો નહીં. પણ અમથી તો લગભગ જીવીબાના ઘેર જ હોય. જીવીબાએ એનો સ્કૂલમાંદાખલો પણ કરાવી દીધો. અમથી ભણવા માંડી પણ સાત ચોપડી જ ભણી શકી. પછીઘરકામમાં લાગી ગઈ અને બરાબર સોળ વરસની થઈ અને એના બાપે એક જણનીપાસેથી સારા એવા પૈસા લઈ પરણાવી દીધી. જીવીબા તો રાજી થયા કે દીકરીના લગનથયા પણ એમને એ ખબર જરાય ન પડી કે અમથીનો સોદો જ કરી નાંખ્યો છે અને એવામાણસને વેંચી મારી છે કે જે એક નંબરનો એ ગામનો ઐયાસ છે. આ બધું જ પછી ખબરપડી, પણ ત્યારે કાંઈ જ થાય એમ નહોતું. પણ એક વાત જીવીબાને મનમાં થાતી હતીકે ઓલો પૈસે ટકે પહોંચેલો છે એટલે છોકરી સુખી તો થાશે જ.

અમથી પરણીને સાસરે થઈ, ગામડે તો જીવીબાની છાયામાં શાંતિ હતી પણઅહીં કોણ...? અને આમેય અમથી ગભરૂં, એનો વર રોજ રાજાપાટમાં રાત્રે અમથીનેધીબેડી નાંખે અને પછી શરીર સુખ માણે. અમથી કુમળી કળી જેવી. તરફડી મરે,એમાય, એના નસીબ ખરાબ કે પહેલા ખોળે દીકરી જન્મી, એટલે ખલાસ, આ નરાધામદીકરીને તો કાંઈ ન કરે, પણ અમથીને મારે, અને ગાળો બોલે એમાં એક વાર એ બોલ્યોકે સાલ્લી, તારા બાપને કેટલા રૂપિયા આપીને તને લાઈવો છું ખબર છે...? અને તુંદીકરી આપે છે...? હવે આને કોણ સમજાવે કે દીકરી જન્મે કે દીકરો એમાં વાંક સ્ત્રીનોનથી હોતો પુરુષનો જ હોય છે. આ વાત હવે સિધ્ધ થઈ છે, પણ એ વખતે તો ક્યાં એવુંહતું. અમથીને તો થોડા વર્ષો એમ કહો કે એક દસકો જીવીબાના પ્રતાપે નિરાંત હતી,પણ હવે તો રોજ માર ખાય, અને છેલ્લે હદ તો ત્યારે થઈ કે, બીજી દીકરી જન્મી પછી તો એના વરે મારી તો ખરી જ પણ વાળ પકડી ઘસડીને ગામમાં રસ્તે ચાલતો ગયો,એનો વર હતો નરાધમ, ગામનો ઉતાર ગામનું એક માણસ અવાજ ન કર, બસ, પહોળીઆંખે જોઈ આંસુ સારે અને આંખ બંધ કરી પ્રાર્થના કરે, કોઈ બચાવો આને, એ નરાધમઅમથીને ઘસડતો ઘસડતો લઈ ગયો, અને નાંખી એક છકડામાં અને કહી દીધું, નાંખીઆવો આને જંગલમાં, અમથી અધમૂઈ થઈ ગઈ હતી, રોતી હતી, હિબકા ભરતીહતી, પણ કોણ બચાવે...? એય વિચારતી હતી, મારા બાપે તો મને વેંચી મારી છેબાપ પાસે ય ન જવાય, જીવીબા હોય કે ના હોય કોને ખબર, આટલું વિચારતા બેભાનથઈ ગઈ, એ ક્યાં ગઈ, કોને ખબર...

પેલા બે યુવાનો આ આખી વાત વાગોળતા હતા અને એ વિચારતા એ લોકોનેપણ કંપારી છૂટી ગઈ, અને આંખમાં આંસુ આવી ગયા, પછી એકબીજાને પૂછતા હતાકે એને તો જંગલમાં નાંખી દીધા હશે ને જનાવર ખાઈ ગયા હશે, એનો જનમ, બાળપણઅને યુવાની આમજ ગઈ, સભા પતી ગઈ અને પેલા જાજરમાન વ્યક્તિત્ત્વ ધરાવતાસૂરજબા, નીચે ઉતર્યા, આ બે યુવાનો તો બહું જ પ્રભાવિત થયેલા એમની માં ની પણદશા એવી હતી, બાપાના દાબ નીચે જ જીવતી હતી. એટલે આ બે યુવાનોએ સૂરજબા જ્યાં ઉતર્યા હતા ત્યાં ગયા, બહાર સેવકને કહ્યું, સૂરજબાને મળવું છે, એ લોકોએ તરતસૂરજબાને વાત કરી અંદર બોલાવ્યા. એ લોકોએ સૂરજબાને વંદન કર્યા સૂરજબા કહેઆવો બેટા બેસો, શું હતું...? તો એ યુવાન કહે, તમે બહું મોડા આવ્યા, અમારી માંપણ જુલમ સહે છે અને એનાથી પણ વધારે તો અમારા નાનપણમાં અમારા ગામમાંઅમારા અમથીમાસી પરનો જુલમ તો અત્યારે ય યાદ આવે છે ત્યારે કંપારી છૂટી જાયછે. અમારા ગામનો એ જમીનદાર નરાધમ અમથીમાસીના બાપને અઢળક પૈસા આપીલઈ આવ્યો હતો અને છેલ્લે તો એને ગામના રસ્તે વાળ ખેંચી ઢસડતો છકડામાં નાંખીઆવ્યો અને જંગલમાં ફેંકાવી દીધા. બા, આવી કેટલી સ્ત્રીઓ રીબાતી હશે...? શુંદીકરી હોવું એ ગુનો છે...? અરે, જે માં-બાપ દીકરીને રતન માને છે એ લોકો તોકાળજાના કટકા જેવી દીકરીને વળાવતા ભાંગી પડતા હોય છે અને જેને દીકરી નથીહોતી એ દીકરી મેળવવા તડપતા હોય છે અને ભાઈ-ભાઈબંધોની દીકરીને પ્રેમથી બેટાકહેતા હોય છે, પણ જેને દીકરી જનમવા જ નથી દેવી અથવા જનમી હોય તો આમઅમથી આવી ગઈ હોય એવો વહેવાર થાય છે એવું ક્યાં સુધી...? એનું શું કરવું...?

આ સાંભળી સૂરજબાની આંખમાં આંસુ આવી ગયા અને એ બન્ને યુવાનોનીપાસે જઈ બેઠા પછી બોલ્યા, દીકારાઓ હવે એવું નહીં થાય, પુરુષો બધા એવા નથીહોતા, મારે એ બધાને દીકરી, પત્ની, સ્ત્રીનું મહત્ત્વ સમજાવવું છે અને સ્ત્રીઓને સક્ષમબનાવવી છે. ઘણા અંતરિયાળ વિસ્તારોમાં આ તકલીફ છે જ. માટે સ્ત્રી અને પુરુષોનેહળી મળી સંસાર ચલાવવાનું શીખવવું છે. સ્ત્રી પુરુષ પર અને પુરુષ સ્ત્રી પર અત્યાચારન કરે પણ બન્ને એકબીજાના પૂરક છે, અડધા અંગ છે એટલે સરસ રીતે જીવે અનેદીકરા-દીકરીમાં ફરક ન સમજે, અત્યાચાર સહન ન કરે અને અત્યાચાર ન કરે એશીખવવું છે. બાકી બેટા વાત અમથીની છે તો એ અમથીને છકડાવાળો જંગલમાં જબેભાન અવસ્થામાં ફેંકી આવેલો જેને એક સેવિકા ઘેર લઈ ગયેલી, એય અત્યાચારનીશિકાર બની હતી, એણે અમથીને ભણાવી, સક્ષમ બનાવી, સેવિકા બનાવી અને નામપણ બદલ્યું સૂરજબા અને એ હું બેટા. મને હજી એ દિવસો ભૂલાયા નથી, ના મારૂંબાળપણ કે યુવાની, પણ મારી ઓળખ તમારા પૂરતી જ રાખજો. મને મારૂં કામ કરવાદેજો. મારે સંપ-શાંતિ, કન્યા જાગૃતિ, કેળવણી, સ્ત્રી-પુરુષમાં સંપ અને એકરૂપતા જોવીછે. તમે મને મદદ કરશો...? એ યુવાનોની આંખમાં આંસુ હતા અને ચહેરા પરઅમથીમાસીના અસ્તિત્વનો આનંદ હતો.