Amuk Sambandho Hoy chhe - 2 in Gujarati Short Stories by Dharmishtha parekh books and stories PDF | અમુક સંબંધો હોય છે -2

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

અમુક સંબંધો હોય છે -2

દેવાંગનો માસુમ સ્વર સાંભળી જાનવી પોતાનો નિર્ણય બદલવા મજબુર બની જાય છે. તે દેવાંગને સુખમાં નહિ પરંતુ દુઃખમાં હમેશા સાથ આપવાનું વચન આપે છે.

દિવાળીની રાત્રે જાનવી આંગણામાં દોરેલ રંગોળીમાં પોતાના સપનામાં રંગો ભરી રહી હતી અને સુંદર જીવનની કલ્પના કરી રહી હતી. ત્યાં જ અચાનક તેમની આંખ સામે દેવાંગનું ભવિષ્ય તરી આવે છે.તેને દેવાંગની ખુબ ચિંતા સતાવે છે માટે તે દેવાંગને ફોન કરી વાત કરવાની કોશિસ કરે છે પણ દેવાંગ આતશબાજીમાં મશગુલ હતો તે જાનવી સાથે વાત તો કરે છે પણ જાનવીની વાતને ગંભીરતાથી નથી લેતો. જાનવી આખી રાત દેવાંગના ભવિષ્યના વિચારોમાં વિતાવે છે. સવાર પડતા તે દેવાંગને અસંખ્ય મેસેજ કરે છે. મેસેજમાં તે હમેશાને માટે આનંદી સાથેના સંબંધ પર પૂર્ણવિરામ મુકવાની સલાહ આપે છે. અસંખ્ય મેસેજ વાચ્યા બાદ દેવાંગ જાનવીને મેસેજમાં જ વળતો જવાબ આપે છે _ “તું મને સલાહ આપનાર કોણ? મેં તને પહેલા પણ કહ્યું હતું કે કોઈ મારી અને આનંદી વચ્ચે આવે તે મને બિલકુલ પસંદ નથી. આજ પછી મને કદી ફોન કે મેસેજ પણ ન કરતી”. અત્યાર સુધી જે વ્યક્તિનો એક નાનો અમથો મેસેજ જાનવીના ચહેરા પર સ્મિત ફરકાવતો આજે એ જ વ્યક્તિનો એક નાનો મેસેજ તેને સ્વાર્થી બનવાની સલાહ આપતો હતો. મેસેજ વાચતા જાનવીને ખુબ મોટો આઘાત લાગે છે તે પોતાનો ચહેરો ઓશીકામાં છુપાવીને ખુબ રડે છે. આસપાસ એવું કોઈ ન હતું કે જે તેને શાંત પાડી શકે. થોડીવાર બાદ તે પોતે જ પોતાની જાતને સંભાળે છે અને દેવાંગને મેસેજમાં જ પૂછે છે_

જાનવી : તો શું અત્યાર સુધી તે મારી લાગણી સાથે રમત રમી હતી?

દેવાંગ : મેં તને મારા જીવનમાં રાધાનું નહી પણ મીરાનું સ્થાન આપ્યું હતું. અને તું એ ન ભૂલ કે ફક્ત મીરાએ કૃષ્ણને પ્રેમ કર્યો હતો. કૃષ્ણએ કદી મીરાને પ્રેમ કર્યો ન હતો. કૃષ્ણનો પ્રેમ તો માત્ર રાધા જ હતી

જાનવી : કૃષ્ણએ પ્રેમ ભલે માત્ર રાધાને જ કર્યો હતો પરંતુ તેને મીરાંના પ્રેમની કદર તો કરી હતી. જયારે તું તો હમેશા મારી લાગણી અને સંવેદના સાથે રમત જ રમતો રહ્યો .

દેવાંગ : મેડમ... તમે ક્યાં યુગમાં જીવો છો? એ સતયુગ હતો અને આ કળિયુગ છે.

જાનવી : મિસ્ટર... યુગ નથી બદલાતો, યુગ પ્રત્યેની આપણી માનસિકતા બદલાય છે. તે મને તારા જીવનમાં મીરાનું સ્થાન આપ્યું હતું ને? તો હવે હું પણ તને કળિયુગની મીરાં બનીને દેખાડીશ.

મેસેજમાં થયેલ તમામ વાતો જાનવી અને દેવાંગના સંબંધનો અંત લાવે છે. જાનવી હવે ફક્ત પોતાના વિશે વિચારતી થઇ જાય છે. એક દિવસ જાનવીને પોતાનો અંતર આત્મા જ કહે છે _, બસ બહુ થયું... માન્યું કે આપણે કોઈને ઈટ નો જવાબ પથ્થરથી નથી આપવો પણ ઇટ નો જવાબ ઈટથી તો આપવો જ પડશે. નહિ તો આ સમાજ ડગલે ને પગલે આપણા પ્રેમ, લાગણી, સંવેદના, સહનશીલતા અને સારાઈ સાથે રમત રમતો રહેશે. એક સ્ત્રી લક્ષ્મી અને સરસ્વતી બનીને હમેશા પોતાની ફરજો નિભાવતી રહે છે પણ જરૂર પડતા એ જ સ્ત્રી દુર્ગા તથા કાલી બનતા પણ અચકાતી નથી. સ્ત્રી અવિરત વહેતા નિર્મળ પાણીના પ્રવાહની જેમ સર્વને પ્રેમની હૂફ આપતી રહે છે. પરંતુ જયારે કોઈ એ નિર્મળ પાણીના પ્રવાહમાં વિશ્વાસઘાત રૂપી પથ્થર ફેકે છે ત્યારે એ શાંત પાણીના પ્રવાહમાં સુનામી આવી જાય છે.

જાનવી અને દેવાંગના સંબંધનો અંત આવ્યા બાદ દેવાંગ બધું જ ભૂલીને ખુશી ખુશી દિવાળીની રજાઓ માણવા શહેરથી દુર ચાલ્યો જાય છે. તેમની પત્ની જાનવીના મેસેજ ન વાચી શકે એ માટે તે જાનવીનો નંબર બ્લોક કરી દે છે અને આવેલ મેસેજને ડીલેટ કરી નાખે છે.

જાનવીનું દિમાગ તેને સ્વાર્થી બનવાની સલાહ આપતું હતું અને દેવાંગે કરેલ વર્તન બદલ તેને સજા આપવાનું કહેતું હતું જયારે દિલ એકવાર દેવાંગને મળવાનું કહી રહ્યું હતું. તે દિલની વાત માની દેવાંગને મેસેજ કરવા જાય છે પણ ત્યાં જ તેને ખ્યાલ આવે છે કે દેવાંગે તેમનો નંબર જ બ્લોક કરી દીધો છે. તે મનમાં જ બોલી ઉઠે છે _ “તે મારો નંબર ભલે બ્લોક કર્યો પણ જયારે તારી સચ્ચાઈ બધાની સામે આવશે ત્યારે તારું જીવન જ બ્લોક થઇ જશે. ત્રણ વર્ષ સુધી તે મને જે પરિસ્થિતિ માંથી પસાર કરાવી છે એ જ પરિસ્થિતિમાં તારે આખું જીવન જીવવું પડશે. તે મને ખોટી હમદર્દી દેખાડીને મને તારા માટે તડપાવી છે પણ એક દિવસ એવો આવશે કે તું મારા માટે તડપીશ”.

જાનવી માટે દિવાળીની રજાઓ સજામાં પલટાય જાય છે. હવે તેને પોતાની માસુમિયત અને સારાઈથી જ નફરત થવા લાગી હતી. આખરે તે પોતાના દિમાગની વાત માની રજાઓ પુરીં થતા જ દેવાંગની પત્ની કાવ્યાને મળીને દેવાંગની તમામ હકીકત જણાવે છે. તે કાવ્યાને સ્પષ્ટ શબ્દમાં કહે છે _ “મેં તારા પતિને પ્રેમ કર્યો એ વાત સો ટકા સાચી છે પણ મેં માત્ર તેને રાધા અને મીરાં તરીકેનો જ પ્રેમ કર્યો હતો. મેં કદી એમના જીવનમાં રૂક્ષ્મણીનું સ્થાન મેળવવાની કોશિસ કરી ન હતી. તે વધુમાં કાવ્યાને દેવાંગ અને આનંદીના સંબંધની વાસ્તવિકતા જણાવે છે. કાવ્યા ખુબ જ પ્રેક્ટીકલ હતી માટે દુખી થવાને બદલે તાત્કાલિક આનંદીને ફોન કરે છે અને કાતો દેવાંગ સાથે લગ્ન કરી લેવાનું કહે છે અને કાતો હમેશ માટે દેવાંગને ભૂલી જવાનું કહે છે. પ્રથમ તો આનંદી દેવાંગને ઓળખતી ન હોવાનો ઢોંગ કરે છે. માટે રોસે ભરાયેલ જાનવી આનંદીને દેવાંગની હકીકત તેમના પરિવારને જણાવી દેવાની ધમકી આપે છે અને તેને સાચું બોલવા મજબુર કરી દે છે. જાનવીનો ગુસ્સો જોઈ આનંદી પણ ગુસ્સામાં પોતાની મનની વાત બહાર લાવે છે. – “ હા હું દેવાંગને ખુબ સારી રીતે ઓળખું છુ. મારો દેવાંગ સાથે નહિ પણ દેવાંગનો મારી સાથે સંબંધ છે. મને દેવાંગના ભવિષ્ય સાથે કોઈ જ લેવા દેવા નથી. અને જો દેવાંગને પોતાના ભવિષ્યની ચિંતા ન હોય તો તું શા માટે એમના ભવિષ્ય વિશે આટલું વિચારે છે? અને દેવાંગ સાથે તારો એવો તે શું સંબંધ છે કે તું તારો વર્તમાન ગુમાવીને આવા ચક્રવ્યુહમાં ફસાય છે? ભૂલ દેવાંગે કરી છે તો સજા પણ એમને જ ભોગવવા દે” આટલું કહ્યા બાદ આનંદી પોતાનો ફોન સ્વીચ ઓફ કરી નાખે છે.

આનંદીની વાત સાંભળતા કાવ્યા અંદરથી સાવ ભાંગી પડે છે. બે ઘડી માટે તે પોતાના લગ્નજીવનનો અંત આણવાનો વિચાર કરી બેસે છે. પણ તે દેવાંગને છોડી પણ શકે તેમ ન હતી અને માફ પણ કરી શકે તેમ ન હતી. દેવાંગની એક નાની એવી ભૂલને લીધે તે બંનેનું લગ્નજીવન મુસીબતમાં મુકાય ગયું હતું. બંનેના લગ્ન જીવનમાં હવે પ્રેમનો કોઈ જ રણકાર ન હતો. બંને એકબીજાની પાસે હોવા છતાં સાથે ન હતા.

દેવાંગ પોતાના લગ્ન જીવનમાં ઉઠેલ તુફાનનું કારણ એક માત્ર જાનવીને જ સમજતો હતો. તે એકવાર જાનવીને મળવા માંગતો હતો પણ હવે જાનવી તેને મળવા તૈયાર ન હતી. એક સમય એવો હતો કે જયારે જાનવી દેવાંગને મળવા ઉત્સુક રહેતી હતી. પણ આજે સંજોગોવશ દેવાંગ જાનવીને મળવા ઉત્સુક હતો. એક દિવસ તે જાનવીની ઓફીસ નીચે તેમના આવવાની રાહ જોઈ રહ્યો હતો. જાનવી ઓફિસનું કામ પતાવ્યા બાદ સીડી ઉતરી પાર્કિંગ તરફ જાય છે. જાનવીને જોતા જ દેવાંગ તેમની પાસે જાય છે. દેવાંગ કઈ બોલે એ પહેલા જ જાનવી પોતાની સ્કુટી લઇ ત્યાંથી નીકળવાની કોશિસ કરે છે પરંતુ દેવાંગ વચ્ચે આવતા તે બ્રેક મારી ત્યાં જ થોભી જાય છે. દેવાંગ પોતાનો તમામ ગુસ્સો જાનવી પર ઉતારતા કહે છે- “હું છેલ્લા કેટલા દિવસથી તને મળવાની કોશિસ કરી રહ્યો છું. હું તને ફોન કરું છો તો પણ તુ કાપી નાખે છે. હું એ જ દેવાંગ છું જેને તે દુઃખમાં સાથ આપવાનું વચન આપ્યું હતું મેં તો તને મારા જીવનમાં મીરાનું સ્થાન આપ્યું હતું તો શા માટે તે તારા કૃષ્ણની જીંદગી બરબાદ કરી નાખી?” દેવાંગને આગળ બોલતા જાનવી અટકાવે છે અને ફક્ત એક જ વાક્ય કહે છે- “પણ હવે હું એ મીરાં નથી. તે જ મને કળિયુગની મીરાં બનવા માટે મજબુર કરી દીધી હતી.”

દેવાંગ : ભલે તું હવે સતયુગ વાળી મીરાં ન રહી હોય, પણ એક સ્ત્રી તો છે જ ને...! સાંભળ્યું છે કે એક સ્ત્રી જ બીજી સ્ત્રીનું દુઃખ સમજી શકે. તારી લાગણી સાથે રમત તો મેં રમી હતી. તો મારી ભૂલની સજા તે આનંદી અને કાવ્યાને શા માટે આપી? તારા લીધે આજે અમારા ત્રણેની જીંદગી બરબાદ થઇ ચુકી છે. હું તને કદી માફ નહિ કરું... તું જીવનમાં કદી સુખી નહિ થાય.

જાનવી : તને એવું કેમ લાગે છે કે મને પસ્તાવો થઇ રહ્યો છે? અને પસ્તાવો જ નથી તો પછી માફી માગવાનો કે માફ કરવાનો સવાલ જ ક્યાં આવ્યો?

દેવાંગ : તારી દ્રષ્ટીએ ભલે તું સાચી હોય. પણ......

જાનવી : વાહ....દેવાંગ, એ બંનેના પ્રેમના બદલામાં તે એમને પ્રેમ આપ્યો અને મારા સ્નેહના બદલામાં આટલો મોટો વિશ્વાસઘાત..! શા માટે?

દેવાંગ : માન્યું કે જે કઈ પણ બન્યું તેમાં ૫૦% વાંક મારો છે. પણ ૫૦% વાંક તો તારો પણ ગણી શકાય. તું મને ફક્ત મારા ત્રણ સવાલના જવાબ આપ. તું મારી જગ્યાએ હોત તો શું કરત?, આનંદીની જગ્યાએ હોત તો શું કરત? અને કાવ્યની જગ્યાએ હોત તો શું કરત?

જાનવી : સારું થયું કે તે સામેથી જ મને આ સવાલ પૂછ્યા. મારી પાસે તારા દરેક સવાલના જવાબો છે. પણ શું તારામાં એ સાંભળવાની હિંમત છે ખરી? તો સાંભળ..

હું તારી જગ્યાએ હોત અને સાચા દિલથી આનંદીને જ ચાહતો હોત તો મેં કાવ્યા સાથે લગ્ન જ ના કર્યા હોત અને જો સંજોગોવશ કરવા જરૂરી હોય તો લગ્ન બાદ કોઈ અન્ય સ્ત્રી તરફ કદી આકર્ષાયો જ ન હોત. મારી પાસે પહેલેથી જ આનંદી અને કાવ્યાનો સાચો અને નિસ્વાર્થ પ્રેમ હોય તો મારે ત્રીજી વ્યક્તિના સ્નેહની જરૂર જ શી પડે?

હવે તારા બીજા સવાલનો જવાબ સાંભળ- જો હું આનંદીની જગ્યાએ હોત તો જીવનભર તારા સિવાય કોઈ બીજા સાથે લગ્ન કરવાનો વિચાર પણ ન કરી શકી હોત. તારી આસપાસમાં જ ક્યાંક વસવાટ કરીને હમેશા તને દુરથી ખુશ જોઇને હું પણ ખુશીનો અનુભવ કરતી રહેત. ઉપરાંત વૃદ્ધાવસ્થામાં તારી મિત્ર બની તારો સાથ આપી જીવનના છેલ્લા શ્વાસે તને મારી નજર સમક્ષ રાખીને પછી જ આ આયખું છોડ્યું હોત.

રહી વાત કાવ્યાની તો એ પણ સાંભળી લે,-. મારી દ્રષ્ટિએ ફક્ત ગળામાં મંગળશુત્ર પહેરવાથી અને સેથીમાં સિંદુર પૂરવાથી કોઈની પત્ની નથી થઇ જવાતું પણ એના માટે આપનું સર્વસ્વ આપણા પતિને સોપવું પડે છે. આપણી પસંદ ભૂલીને પતિની પસંદ ખુશી ખુશી સ્વીકારવી પડે છે. હું કાવ્યાની જગ્યાએ હોત તો તારી પસંદને જ મારી પસંદ બનાવી હોત. જો પુરુષને પોતાની પત્ની પાસેથી જ સાચો પ્રેમ અને માનસિક શાંતિ મળી રહે તો પુરુષ કદી કોઈ બીજી સ્ત્રી પ્રત્યે કઈ રીતે આકર્ષાય શકે? અને એક ખાસ વાત, હું કાવ્યાની જગ્યાએ હોત તો નવરાત્રિના દિવસોમાં તને એકલો છોડીને મારી ખુશી ખાતર ગરબા રમવા ન જતી હોત.

દેવાંગના તમામ સવાલોના જવાબ આપ્યા બાદ જાનવી સેલ્ફ મારી સ્કુટી ચાલુ કરી ત્યાંથી નીકળી જાય છે. જતી વેળાએ તે દેવાંગને માત્ર એક જ વાક્ય કહે છે- “ તમે ત્રણે એકબીજાને ‘Love’ તો કરી શકો પણ ‘પ્રેમ’ નહિ.. કારણ કે ‘Love’ શબ્દોથી વ્યક્ત થાય છે જયારે ‘પ્રેમ’ અહેસાસથી વ્યક્ત થાય છે. તમારા ત્રણેના સંબંધમાં પ્રેમનો કોઈ જ અહેસાસ નથી.

વેલેન્ટાઈન ડે નજીક આવી રહ્યો હતો. ચોતરફ યુવાધન ગીફ્ટ ખરીદવા પડાપડી કરી રહ્યું હતું. ભીડ જોઈ જાનવીના મનમાં વિચાર આવે છે કે શું આજના આ સ્વાર્થી યુગમાં સાચો પ્રેમ સંભવી શકે ખરો? જાનવીના જીવનમાં હવે એક પણ વ્યક્તિ એવી ન હતી કે જેને તે પોતાના દિલની વાત કહી શકે. માટે તે પોતાના મનનો બોજ હળવો કરવા દિલની તમામ વાતો એક બુકમાં લખવાનું શરુ કરે છે. આ બુક જ જાનવીની શ્રેષ્ઠ મિત્ર સાબિત થતી. તે કાયમ સંધ્યા સમયે બગીચામાં જઈ દિવસ દરમ્યાન બનેલ તમામ નાની મોટી ઘટનાને બુકમાં લખતી. ૧૨ ફેબ્રુઆરીના દિવસે તેમનો બર્થડે હોવાથી તે અમુક અંશે ખુશ હતી તો અમુક અંશે દુખી પણ હતી. કારણ કે સાંજ પડવા આવી હતી આમ છતાં ઘરના કોઈ પણ સભ્યએ તેને બર્થડે વીસ કર્યું ન હતું. દર વર્ષે તે કોઈકના વીસ કરવાની રાહ જોઇને બેસતી. પરંતુ રાત પડતા તે મનથી હારીને સુઈ જતી. આ વર્ષે કોઈક તેને બર્થડે વીસ કરશે તેની રાહ જોઈ રહી હતી.પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘરમાં કોઈને જાનવીનો બર્થડે યાદ ન હતો માટે જાનવી એવું મહેસુસ કરવા લાગે છે કે પોતાના જ ઘરમાં પોતાનું કોઈ જ અસ્તિત્વ નથી. જે રીતે ભંગારની કોઈ જ કિમત નથી હોતી એ જ રીતે જાનવીની પણ કોઈ જ કિમત ન હતી. પરિણામે જાનવી બધાની વચ્ચે હોવા છતાં એકલતા અનુભવતી. તે એકાંતથી બચવા બગીચામાં જઈ પોતાના દિલની વાત બુકમાં લખી મનનો ભાર હળવો કરે છે. થોડીવાર બાદ તેમની નજર આસપાસ ઉપસ્થિત પ્રેમી પંખીડાઓ પર પડે છે. તેમના મનમાં પણ કોઈકનો પ્રેમ પામવાની ઈચ્છા જાગે છે. તે પોતાની બુકમાં સાચા પ્રેમનું વર્ણન કરવા લાગે છે. લખવામાં તે એટલી એકાગ્ર બની જાય છે કે તેને સમયનું ભાન પણ નથી રહેતું. જોતજોતામાં રાત પડતા ઘરેથી તેમની મમ્મીનો ફોન આવે છે. જાનવી લખતા લખતા જ ફોન રીસીવ કરે છે..

“તને કઈ સમયનું ભાન છે કે નહી? જરા ઘડીયારમાં તો જો? તું તો કાલ મોડે સુધી સુતી રહીશ પણ અમારે તો કામ હોય કે નહિ....! ઉપરથી તું છોકરીની જાત. કઈ આડું અવળું થઇ ગયું તો અમે સમાજમાં કોઈને મોઢું દેખાડવા જેવા નહિ રહીએ".

મમ્મીના મોઢે બોલાયેલ કડવા વાક્યો સાંભળતા જ તે ઉતાવળમાં બુક ત્યા જ ભૂલીને જતી રહે છે. રાત્રે ઊંઘવાની કોશિસ તો કરે છે પણ તેમનો ભૂતકાળ આંખ સમક્ષ તરવરવા લાગે છે. ખુબ રડ્યા બાદ તે થાકીને સુઈ જાય છે.

સવાર પડતા જ તેમના મોબાઈલમાં અજાણ્યા નંબર પરથી કોઈકનો ફોન આવે છે. જાનવી ફોન રીસીવ કરે છે-

ક્રમશ: .....