જગન્નાથપૂરી
ઓરીસ્સાના પુરી શહેરમાં શ્રી જગન્નાથ મંદિર સ્થિત છે આ મંદિર ભગવાન જગન્નાથ (શ્રીકૃષ્ણ) ને સમર્પિત છે. જગન્નાથનો અર્થ છે જગતના સ્વામી તેમની નગરી જ જગન્નાથપુરી કહેવાય છે. આ મંદિર હિન્દુઓના ચાર ધામો પૈકી એક છે. જગન્નાથ મંદિરની વાર્ષિક રથયાત્રા તો આખા વિશ્વમાં પ્રખ્યાત છે જેમાં મંદિરના ત્રણેય મુખ્ય દેવતા ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ત્રણેય અલગ – અલગ ભવ્ય રથોમાં વિરાજીત થઈ પોતાની માસીને ત્યાં જાય છે ત્યાં ભગવાન 8 દિવસ રોકાય છે તમને આ મંદિરથી જોડાયેલી કેટલીક રસપ્રદ અને રહસ્યમય વાતો જણાવી રહ્યા છીએ જેના પાછળનું કારણ વિજ્ઞાની પણ શોધી શક્યા નથી. આ મંદિર એ વાતનું પ્રમાણ છે કે આપણા પૂર્વજો કેટલા મોટા ઈજનેર અને સ્થાપત્ય નિષ્ણાત હતાં.
સામાન્ય રીતે દરિયા કિનારા પર દિવસ દરમિયાન પવન દરિયાથી જમીન તરફ આવે છે અને સાંજે જમીનથી દરિયા તરફ જાય છે પણ પુરીમાં આનું વિપરિત થાય છે અહીં દિવસ દરમિયાન પવન જમીનથી દરિયા તરફ જાય છે.
સામાન્ય રીતે મંદિરોના શિખર પર પક્ષીઓ બેસતાં હોય છે પણ મંદિરના ગુંબજની આજુ બાજુ કોઈ પક્ષી ઉડતું નથી મંદિરની ઉપરથી વિમાન પણ પસાર નથી થતાં.
રોજ 500 રસોઈયા 300 સહયોગીઓ સાથે મળીને ભગવાન જગન્નાથનો પ્રસાદ બનાવે છે. કહેવાય છે કે પ્રસાદ 8 – 10 હજાર લોકો માટે જ બનાવવામાં આવ્યો હોય તો પણ આનાથી લાખો લોકો પેટ ભરીને જમી શકે છે. અહીં આશરે 20 લાખ શ્રદ્ધાળુઓ રોજ ભોજન કરી શકે છે. અહીં ક્યારે પણ પ્રસાદ ફેંકવો નથી પડતો. પ્રસાદ બનાવવા માટે 7 વાસણો એક ઉપર એક મૂકવામાં આવે છે પ્રસાદ લાકડીઓ ઉપર જ બનાવવામાં આવે છે. રસપ્રદ વાત છે કે સૌથી ઉપરના વાસણમાં મુકેલી વસ્તુ પહેલાં ચઢે છે પછી ક્રમશઃ નીચેના વાસણોમાં મુકેલી વસ્તુઓ ચઢે છે.
શ્રી જગન્નાથ મંદિરની ધ્વજા હંમેશા હવાની વિપરિત દિશામાં લહેરાય છે આનું કારણ હમણા સુધી શોધી નથી શકાયું. આ ધ્વજાને રોજ સાંજે બદલવામાં આવે છે જે વ્યક્તિ ધ્વજા બદલે છે તે ઉંધો થઈને ઉપર ચઢે છે. આ ધ્વજા ખૂબ જ ભવ્ય અને સુંદર છે તેના પર ભગવાન શિવનો ચંદ્ર બનેલો છે.
આ દુનિયાનું સૌથી ભવ્ય અને ઊંચુ મંદિર છે. આ મંદિરનો વિસ્તાર આશરે 4 લાખ વર્ગફુટ છે, આની ઊંચાઈ આશરે 214 ફુટ છે. મંદિર પાસે ઉભા થઈ તેનું મુખ્ય ગુંબજ જોવું અસંભવ છે. આખા દિવસમાં ક્યારેય મુખ્ય ગુંબજનો પડછાયો દેખાતો નથી આ મંદિર જોઈને અંદાજો લગાવી શકાય કે આપણા પૂર્વજો કેટલા મોટા ઈજનેર રહ્યા હશે.
મંદિરના શિખર પર સુદર્શન ચક્ર લાગેલું છે શહેરના કોઈ પણ વિસ્તારથી તમે આ ચક્ર જોઈ શકો છો કોઈ પણ સ્થળથી આ ચક્ર જોવા પર તે આપણી સામે હોય એવું જ લાગે છે. અહીં દર 12 વર્ષે નવી પ્રતિમાઓ બનાવવામાં આવે છે આ પ્રતિમાઓનો આકાર અને રૂપ એ જ હોય છે કહેવાય છે કે તે મૂર્તિઓની પૂજા કરવામાં નથી આવતી માત્ર દર્શન માટે મૂકવામાં આવે છે.
કહેવાય છે કે દરિયાએ 3 વાર જગન્નાથ મંદિરને ક્ષતિ પહોંચાડી હતી ત્યારે ભગવાન જગન્નાથે હનુમાનજીને અહીં દરિયાને નિયંત્રિત કરવા નિયુક્ત કર્યા હતાં. હનુમાનજી વારંવાર ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના દર્શન કરવા નગરમાં જતા રહેતા હતાં અને તેમની પાછળ દરિયો પણ નગરમાં પ્રવેશ કરી જતો હતો. આ કારણથી ભગવાન જગન્નાથે, હનુમાનજીને અહીં સોનાની બેડીઓથી બાંધી દિધા હતાં. જગન્નાથપુરીના દરીયા કિનારે બેડી હનુમાનજીનું પ્રાચીન અને પ્રખ્યાત મંદિર છે, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.
મહારાજા રણજીત સિંહએ આ મંદિરને ઘણુ બધું સોનું દાન કર્યુ હતું તેમણે અમૃતસરના સુવર્ણ મંદિરમાં આપેલા સોનાથી આ માત્રા ઘણી વધુ હતી.
કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો ભગવાન જગન્નાથના દર્શન કરવા આવ્યા હતાં. માનવામાં આવે છે કે પ્રભુ ઈસુ સિલ્ક રૂટથી કાશ્મીર આવ્યા હતાં ત્યારે બેથલહેમ પાછા જતા પહેલાં તેમણે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતાં. 9 મી શતાબ્દીમાં આદિ શંકરાચાર્ય અહીં આવ્યા હતાં અને ચાર મઠો પૈકી એક ગોવર્ધન મઠની સ્થાપના કરી હતી.
આ મંદિરમાં ગેર ભારતીય ધર્મના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. અગાઉ મંદિરને ક્ષતિ પહોંચડાવાના પ્રયાસ કરવામાં આવ્યા હતાં આ જ કારણથી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
મંદિરના મુખ્ય દ્વારથી અંદર પ્રવેશ કરતાંની સાથે તમને દરિયાની કોઈ અવાજ નહી સંભળાશે પણ જેમ જ તમે મંદિરથી એક પગલું બહાર આવશો તમે તે અવાજને સાંભળી શકશો.
આ મંદિરની બહાર સ્વર્ગ દ્વાર છે જ્યાં મોક્ષ પ્રાપ્તિ માટે મૃતદેહોનું અગ્નિસંસ્કાર કરવામાં આવે છે.
આમ આપણા ૪ધામની યાત્રામાં જગન્નાથપૂરીને મહત્વનું ધામ માનવામાં આવે છે, આમ જો આપણા ભારત માં નજર કરવામાં આવે તો ઘણી રહસ્યમય વાતો અને ઘણી બધી ધાર્મિક વાતો જોવા જાણવા મળે છે, અને જો સાચું કહીએ તો આપણી ભારત ભૂમિ એટલી પવિત્ર છે, કે ભગવાન ખુદ અહિયાં બિરાજમાન છે, અને ભારત માં આવા અનેક મંદિરો અને શ્ર્ધાળુઓ જોવા મળે છે, કે તે શ્ર્ધાડું તેની શ્ર્ધાથી આ ભાવ સાગર તારી જાય છે.
શ્રદ્ધા એ ખુબજ મહત્વની અને ખુબજ મોટી વાત હોય છે, શ્ર્ધામાં વિશ્વાસ છુપાયેલો હોય છે, અને તે વિશ્વાસ ના કારણે આ જગત ની અનંત શકતી તે શ્ર્ધામાં જોડાય જાય છે, અને તે વિશ્વાસ ને સત્યમાં પરિવર્તિત કરે છે, આમ અનેક વાતો અને અનેક શ્રદ્ધાઓ થી આપણું ભારત ભરેલું છે, કે જ્યાં શ્રદ્ધા અને વિશ્વાસ ના કારણે ભગવાન ખુદ આવે છે, અનેક કિસા અને અનેક કથાઓ માં આપણે સાંભળીયે છીએ અને જોયે છીએ કે કેવી રીતે ભગવાન બધાની મદદે આવે છે.
આપણી આસપાસ ભગવાન છેજ પ્રકૃતિમાં આપણે જીવીએ છીએ અને પ્રકૃતિ ને માં કહેવામાં આવે છે, અને હું માનું છું કે પ્રકૃતિ થી અને માં થી મોટું ભગવાન આ જગત માં કોય નથી હોતું આપણે ઘણી વાર સાંભળીયે છીએ કે ભગવાન એક એક માણસ નું ધ્યાન રાખી અને તેને સાંભળી શકે એટલે તેને માં નું સર્જાનું કર્યું અને તે માં ના રૂપ માં એક એક વ્યક્તિ પાસે છે, પરંતુ આજનો આ સમય એ છે કે બધા એ માં ને અને એ ભગવાન ને વૃધાશ્રમ માં મોક્લીદેછે અરે જીવતા ભગવાન જે તમારી પાસે છે તેને વૃધાશાર્મ માં મોકલો છો અને પછી પથર માં ભગવાન ગોતો છો તો સુ ભગવાન આવશે ખરી? આપણી માં જેને જન્મ આપીને મોટા કાર્ય રાત દિવસ જાગીને હેરાન થયાને આપણને આપડા પગ ઉપર ઉભા કાર્ય તે માં ને તાર્છોડવાથી સુ કશું મળી જવાનું હોય છે, સુ આ છે સંસ્કૃતિ ખુબજ સમજવાની જરૂર છે, ભગવાન મળશે તોજ આ જીવન માં જીવ રહેશે અને ભગવાન માતા પિતામાં છે તે ભૂલીને આપણે ભૂલ ના કરાવી જોઈએ તે પણ હકીકત છે, આ જીવન માં ઘણા સંબંધો અને ઘણી વાતો મહત્વની હોય છે, ઘણા કામ મહત્વના હોય છે, પરંતુ માતા પિતા થી મોટું કોય્જ નથી હોતું તે સમજવું ખુબજ જરૂરી હોય છે, બસ દાન પુન જાત્રા કરવાથી ભગવાન નથી મળતા.
Kalindi vyas
9909916864
Kalindivyas735@gmail.com