બચપન કે દિન
ખુબસુરત થા ઇસકદર, કી મહેસુસ નાં હુઆ...,
કી કૈસે, કહા ઔર કબ મેરા બચપન ચલા ગયા.
‘ઍટિટ્યૂડ કી કમી તો કભી રહી હી નહિ અપને પાસ’ હાં, આવું જ હોય છે ને બાળપણ. આ જ હોય છે બચપન નો મેનીફેસ્ટો. બાળપણ, શૈશવ, ચાઇલ્ડહૂડ આ બધા જ શબ્દો સાંભળવા પણ ગમે અને યાદ કરવા પણ ગમે. કેટલા નિખાલસ હોય છે બાળકો, કેટલા નિર્દોષ એટલે જ કોઈએ કહ્યું છે, બાળક ની આંખમાં અસંખ્ય ક્રિસ્ટલ હોય છે. જેમ જેમ તેની ઉંમર વધતી જાય છે તેમ તે ક્રિસ્ટલ ઘટી જાય છે. પણ તેવું ન થવું જોઈએ... બાળક ની જેમ રહેશું તો મો પર નૂર હંમેશા રહેશે. બાળપણ નાં દિવસો આજે પણ યાદ કરીએ તો એક વાર આનંદ ની લહેર ઉઠે મગજ માં. દરેક માણસ ને પોતાનાં બાળપણ ની યાદો મો પર એકવાર સાચુકલી મુસ્કાન લાવી જ દેતી હોય છે. બચપણ માં મમ્મી-પપ્પા નો વ્હાલ, સાથે સાથે રખાતું ધ્યાન. દાદા-દાદી નો પ્રેમ. યાદ છે ને... એવો વ્હાલ હતો કે, આપણું સાચું નામ બાજુ પર મુકી ને કઈ બીજા જ વ્હાલા નામ થી બોલાવતાં આપણ ને આપણા મમ્મી-પપ્પા. ત્યારે આપણા દાદા-દાદી આપણ ને જોઈએ એનું બાળપણ યાદ કરી લેતા હશે. બધા ને પોતાનું બાળપણ ગમતું જ હોય છે. અને બધા જવાતું હોય તો ત્યાં જવા જ ઈચ્છે છે. તે સમય જોડે કેટલી બધી મધ જેવી મીઠી યાદો જોડાયેલી છે. બચપન નો એ કિલ્લોલ, એને યાદ કરવો એટલે ધોમ ધખધખતા ઉનાળા માં જાણે ઝરમર વરસાદ નો ઠંડો અનુભવ.
આપણે થોડા ઘણા બાળક બનવાની જરૂર ખરી ? આ વિશે વિચારી જુઓ. બાળકો, ખુલી ને હસી શકે, ખુલી ને વાતો કરી શકે, ઉત્સાહી અને બાકી તો કેટલાય મોજીલા. અને, આપણે ક્યારેક જ જિંદાદિલી થી જીવી શકીએ છીએ. અમુક માણસો ને તો જોઈએ તો તેવું લાગે કે તે હવે જાણે તેની રૂટીન અને બંધાયેલી લાઈફ થી કંટાળી ગયા છે. તો પણ કોઈ ચેન્જ નહિ... જ્યારે બાળક કંટાળીને થાકી નથી જતું. તમે બાળક ને ઓબ્ઝર્વ કરજો તે વધારે પડતું પોતાનાં દિલ ની જ સાંભળવાનું પસંદ કરશે. પણ, આજે એ બધી વાતો નથી કરવી. આજે તો તમને ખરેખર તમારા બાળપણ માં લઇ જવા છે. આજે ત્યાં જ લઇ જવા છે, જે સમય ખુશીઓનો ક્વોલીટી ટાઈમ હતો. આપણે ત્યારે જિંદગી ની હર-એક પળ ને ઉજવી લેતા હતા. જાણે દરેક દિવસ ઉત્સવ જ હતો.
પણ, પછી આપણે મોટા થઇ ગયા... હાં, મોટા થઇ ગયા ને બચપન પાછળ મુકી આવ્યા ! આપણી ઉંમર અને વર્ષો નું ચક્ર ક્યારે ફરતું રહ્યું એ ખબર ન રહી. આપણે આપણી વસ્તુઓ જોડે વ્યસ્ત થવા લાગ્યા. આપણે ભાગાભાગી શરૂ કરી દીધી. પણ જ્યારે આ ભાગાભાગી પછી ક્યારેક કોઈ બાળક ને જોતા આપણું બાળપણ યાદ કરીએ છીએ ત્યારે તે યાદો એક સ્માઈલ છોડી જાય છે.
You may forget your childhood, but your childhood does not forget you.
ચાલો, આજે તમને એની જ સફર કરાવવી છે. એ યાદો ને લીધે જ કદાચ તમે તમારા બાળપણ ને મીસ કરતા હશો. લગભગ એ બધી જ રંગીન યાદો ને અહી મુકવી છે. હાં, તમે ખરેખર એક વાર હસી લેશો. શક્ય એ બધી જ કોશિશ કરી છે કે તમને તમારા બચપણ નાં દિવસો ની એ ગુલાબી જિંદગી માં ફરી એક વાર લઇ જઈ શકું.
તો ચાલો, આજે એ યાદો ને ફરી યાદ કરીએ જે આપણે બાળક હતા ત્યારે કરતા હતા....
મિત્રો સાથે ક્રિકેટ :-
યાદ છે ને... ઉનાળા નાં વેકેશન માં આખો દિવસ ક્રિકેટ. ભરબપોરે મમ્મી નાં પડતી છતાં અડધી કલાક મોડા જતા પણ જતા તો ખરા જ. જીવ ત્યાં જ અટકી જતો, જો રમવાનું શરૂ થઇ ગયું હોય અને આપણે ઘરે હોઈએ તો. છેલ્લે મમ્મી ને સમજાવી ને જતા તો ખરા જ. મિત્રો રેડી જ હોય, ચાર વાગે એટલે. બસ એક જ રમત રમવાની ક્રિકેટ. બાકી, તો બહુ ઓછો વાર રમવાનું થતું. પણ પ્રાયોરીટી તો ક્રિકેટ ને જ આપવાની. એમાં કોઈક વાર દડો ખોવાઈ જાય અને કોઈની બેટિંગ બાકી હોય એટલે પછી પૂરું, કરવું શું...! યાદ છે ને.. સિક્સ અને ફોર માટે શું નક્કી કરવું તેમાં પણ ક્યારેક મીઠા ઝઘડાઓ થઇ જતા. પણ, રમવામાં મજા તો ક્રિકેટ જેવી એકે માં ન આવતી...
Brick Game :-
હાં, ત્યારે પ્લે સ્ટેશન નો કદાચ જન્મ ન હતો થયો. યાદ છે ને એક ટી.વી. નાં રીમોટ જેવી હેન્ડી ગેમ આવતી એમાં આ બ્રિક ગેમ રમતા. પેલી, ચોરસ ચોકઠાઓ હોય તેને સરખી રીતે ગોઠવવા નાં.. એ વાળી. આ ગેમ માં વધી વધી ને આઠ જ સ્વીચ આવતી. દરેક અવાજ એક જ સરખો આવે. આ જ ત્યાર નું પ્લે સ્ટેશન હતું. આમાં પણ આના સિવાય Racing ની ગેમ પણ મસ્ત આવતી. વેકેશન માં ક્યારેક આ જ ગેમ બપોર નો ટાઈમપાસ કરાવતી. પણ, બીજી કોઈ ગેમ આને પહોચી શકે તેમ હતી જ નહિ એટલે બધા ને આ જ ફેવરીટ હતી.
શેમ્પુ નાં ફુગ્ગા :-
I hope કે આમાં થી તો કોઈ બાકી ન રહી ગયું હોય.. આ ભલે થોડું પેલું લાગે, મમ્મી-પપ્પા ઘણી વાર ખીજાયા હશે. આ હરકત પાછળ તો. પણ મજા એ આમાં જ આવતી ને. ખરેખર ક્યારેક શેમ્પુ વાળું પાણી જીભ ને અડી જ જતું. પણ, ફેવરીટ હ..! બધા એવું જ કરતા ને..? જેટલો સંભવ હોય એટલો ફુગ્ગા ને મોટો બનાવવાનો. પછી તરતો મુકી દેવાનો હવામાં. પછી તેને જોવાની ખુબ જ મજા આવતી. તેમાં ધીરે ધીરે કેટલાય રંગો દેખાવાના શરૂ થઇ જતા. પૃથ્વી જેવો જ સીન થઇ જતો. અને ત્યાં સુધી એની પાછળ પડવાનું કે જ્યાં સુધી તે ન દેખાય કે, તેનો અંત ક્યાં અને કેવી રીતે આવે છે.
પ્લેન (કાગળ નું જ તો વળી..!) :-
આ તો બધાએ બનાવ્યું જ હશે. કોઈએ સ્કૂલ માં તો અખતરા નથી કર્યા ને..? બાકી એવા પણ હોય સ્કૂલ માં પણ મુકે નહિ... આ પ્લેન બનાવવા માં કરામત હોય કે શું પણ થતું એવું કે અમુક પ્લેન બનાવ્યું હોય તે ખુબ જ સારી રીતે અને ધીરે ધીરે લેન્ડ થતું તેને જોવાની ખુબ જ મજા આવતી. બાકી, અત્યારે એ ફાલતું લાગે તેવું બાળકો કરતા હોય છે. આ પ્લેન ને નીચેથી હવામાં ઘા કરવા કરતાં ઉપર થી ઘા કરવાની ખુબ જ મજા આવતી એટલે પ્લેન નીચે આવે પછી નીચેથી લઇ જઈને ફરી ઉપર જઈને ઘા કરતા...પણ, છતાંય પ્લેન ને હવામાં ઉડતું જોતા ને ત્યારે મજા આવતી.. આજે પણ એકાદ બનાવી જોજો યાદ છે કેવી રીતે બનાવાય ?
લેઝર લાઈટ :-
અરે...હાં આ તો કોઈ વાર કોઈક સ્કૂલ એ લઈને પણ આવી જતું..! હિંમત દેખાડવા.. યાદ છે ને લેઝર લાઈટ. અરે.. પેલી નાની પેન ની સાઈઝ ની બેટરી. જેની નાની એવી સ્વીચ દબાવતાં તેમાંથી એક પીળા કલર નાં ટપકા જેવી લાઈટ થતી. જે પીળું ટપકું રાતનાં પ્રકાશ માં દુર-સુદુર સુધી દેખાતું. આ લાઈટ જોડે ઘણું બધું બીજું સ્ટફ પણ આવતું. જેનાથી અલગ અલગ પ્રકાર ની લાઈટ થતી. આનાં પ્રત્યે ત્યારે એક ગજબ નું આકર્ષણ હતું...
ક્રીસ-ક્રોસ (મીંડું-ચોકડી જ ને...!) :-
સ્કૂલ માં મિત્રો જોડે રમ્યા જ હશો ને..! શરત તો ન હતી લગાવી ને..! અને હાં ફ્રી પીરીયડ માં જ રમ્યા હતા ને..! ચાલુ પીરીયડ માં રમ્યા હશો તો ટીચર હોશિયાર જ હોય છે... પણ, આ ગેમ તો આજેય રમવાની મજા આવે એવી છે. ઘણી વાર આ રમવા માં એવું થતું કે કોણ જીત્યું અને કોણ હાર્યું તેનું પરિણામ જ ન આવતું. પણ આ એક જ એવી રમત છે જે ફ્રી પીરીયડ માં દરેક બેંચ પર સૌથી વધુ રમાતી. આજે પણ રમી જોજો એકાદ વાર.... અને પોતાનાં બાળપણ નાં દિવસો યાદ કરજો..
બુક ને કવર ચડાવવાનું :-
વેકેશન નાં દિવસો પુરા થાય..જલસા નો ક્વોલીટી ટાઈમ પુરો થવામાં હોય... છેલ્લા દિવસો ચાલી રહ્યા હોય.. સ્કૂલ માંથી લીસ્ટ આવી ગયું હોય ટેક્સ્ટબુક અને બીજા ચોપડાઓ લેવાનું.. મમ્મી-પપ્પા સાથે જઈને ચોપડા ઓ લઇ આવીએ. પછી મમ્મી બધા જ ચોપડા ભગવાન પાસે મુકે.. આ બધા દ્રશ્યો આજે પણ આંખ સામે જબ્કે છે.. ભગવાન પાસે થી આશીર્વાદ માંગી ને પછી જ ખરું કામ શરૂ થાય કવર ચડાવવા નું.. સિલેક્ટ કરવામાં તો મજા આવતી.. પણ કવર ચડાવવા માં ખબર પડી જતી.. ક્યારેક નીકળી જાય.. ક્યારેક ઉડી જાય... પછી માંડ ભેગું થતું કેમ ? અંતે.. સારું એવું ચડાવી જ દેતા..
ફેવિકોલ જોડે રમત :-
આ તો જેણે પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યા હોય તેને જ ખબર હોય. કે ફેવિકોલ જોડે પણ શું રમત થઇ શકે..? હાં, ફેવીકોલ જોડે કોઈ કામ કર્યુ હોય એટલે હાથ માં ફેવિકોલ ચોટી જ ગયું હોય. પછી તેને ધીરે ધીરે હાથ માંથી કાઢવાની મજા જ આવતી. પછી તો ક્યારેક ફેવિકોલ નું કામ ન હોય તોય ઘણા ફેવિકોલ હાથ માં લગાવતા. આ ફેવિકોલ સુકાય ગયા પછી તેને હથેળી માંથી ખેંચીએ તો તેવું લાગે કે, જાણે આપણે આપણી ચામડી ખેંચીએ છીએ. એટલે જ તો મજા આવતી..
છુપા-છુપી :-
શું કેવું ? આમાં પણ મજા જ તો આવતી. આના પછી એવી જ એક રમત હતી.. ડબ્બા આઈસ પાઈસ એમાં ૨ કલાક ક્યાં નીકળી જતા ખબર જ ન રહેતી. આમાં અંધારું થઇ ગયા પછી દાવ દેવા વાળો થાકી જતો. એમાં પણ અવાજ ફેરવતા આવડતા હોય તો તો દાવ દેવા વાળો લોથ-પોથ થઇ જતો તોયે પોતાનો દાવ ઉતરતો જ નહિ.. આ એક રમત ઘર માં પણ રમાતી... ઘરના છોકરાઓ હોય તો ઘરમાં જ રમવાનું થાય વધારે બાકી તો મિત્રો જોડે બહાર શેરી-ગલી માં જ રમવાનું હોય ને...
કાર્ટુન્સ :-
આ એક બાળપણ ની મોસ્ટ ફેવરીટ વસ્તુ છે. હાં, કાર્ટુન ડોરેમોન, ટોમ & જેરી જેવાં કાર્ટુન વેકેશન નાં દિવસો માં દિવસો ની સવાર જ સુધારી દેતા. સવારના જ ચાલુ થઇ જાય કાર્ટુન. ટોમ & જેરી માં તો ક્યારે સમય ચાલ્યો જતો ખબર જ ન રહેતી. અને તેમાં એક્સેકલી થતું શું એ તો હજુ સમજાણું જ નથી. ડોગ ટોમ , જેરી રેટ ને જ્યારે મારે છે. ત્યારે તે કોઈ વસ્તુ ની નીચે દબાઈ જાય, છતાં જીવતો થઇ જાય છે તો તે અમર તો છે જ તો પેલા ટોમ ની દોડમદોડ જ ખોટી છે કે નઈ.. ? હીહીહી.. અને હાં, ડોરેમોન આ તો આજેય એટલું જ જોવું ગમે છે જેટલું નાના હતા ત્યારે જોતા... ખરેખર ગજબ નું ઇમેજીનેશન છે એમાં, ડોરેમોન નો એ એનીવેર ડોર, બેમ્બુ કોપ્ટર અને સ્મોલ/બીગ લાઈટ જેવું કશુક આપણી જોડે પણ હોત તો કેવી મજા પડત, આ બધું જ્યારે ડોરેમોન જોતા ત્યારે મગજ માં ચડી જતું. પણ, ખરેખર જો ડોરેમોન જેવું કશુક હોત તો તેના ટાઈમ મશીન માં બેસી ને બાળપણ ની અને સ્કૂલ ની એમ બન્ને ની થઇ ને એક દિવસ ની સફર કરી આવત... હે ને ?
સ્ટોરી-બુક્સ :-
આમ તો સૌથી પહેલી સ્ટોરી બુક કઈ વાંચી હતી તે યાદ નથી.. કારણ કે, બધાને એક સરખું જ હોય, મમ્મી સ્ટોરી કહેતી હોય, મમ્મી ન હોય તો દાદા હોય, એટલે વાર્તાઓ તો બાળપણ માં ઢગલાબંધ સાંભળવા મળી જતી. અને કઈ વાંચી હતી એ વિશે કહું તો, યાદ છે ત્યાં સુધી વિક્રમ વેતાલ જ વાંચી હતી. તેની વાર્તા માં ખુબ જ મજા આવતી. બાકી ગુજરાતી ની પાઠ્યપુસ્તક માંથી વધ્યું ઘટ્યું મળી જતું. તેમાંથી પણ પાઠ વાંચી લેતા. ત્યારે વાર્તાઓ જ આવતી હતી સિલેબસ માં. પણ, મજા આવી જતી હતી. વાર્તાઓ સાંભળવાની. સ્કૂલ માં પણ વીક માં એક પીરીયડ માં સર વાર્તા કરતાં, તે ક્યારેક ખુબ જ રસપ્રદ રહેતી.
ક્રિકેટ ની મજા ટેક્સ્ટબુક માંથી :-
ક્લાસરૂમ માં તો ક્રિકેટ ન રમાય ને...! અરે ન જ રમાય ને..! પણ, ત્યાં બેંચ પર બેઠા બેઠા રમી લીધું... પાઠ્યપુસ્તક માં. આ ક્રીસ-ક્રોસ પછીની બીજા નંબરની ફ્રી પીરીયડ માં રમાતી ગેમ હતી. મજા આવતી.. આ રમવામાં.
મારીઓ - દ્ ગેમ :-
આ વિડીયો ગેમ માં રમાતી પહેલા નંબર ની ગેમ હતી. મારીઓ, આ થોડા સ્ટેપ ચાલ્યા પછી મોટો થતો પછી જ રમવાની મજા આવતી.. અને એમાં પછી નાં સ્ટેપ માં નીચે પાડી જતો ખબર છે ને...? યાદ છે ને..?
કાગળ ની નાની હોડી :-
આહા.. આ તો કોને યાદ ન હોય... “વો બચપન કી અમીરી ન જાને કહા ખો ગઈ, જબ પાની મેં હમારે ભી જહાજ ચલતે થે....” જેવી વરસાદ ની સીઝન આવે એટલે પસ્તી માંથી ચોરસ કટકો કપાઈ જ જતો. અને આપણી જેક સ્પેરો નાં બ્લેક પર્લ જહાજ જેવી નાની તો નાની હોડી તૈયાર થઇ જ જતી. આ હોડી વરસાદ નાં પાણીમાં વહેતી મુકવાની ખુબ જ મજા આવતી.. તેની સફર લાંબી ચાલતી નહી પણ તેની મજા અલગ જ હતી. આપણું જહાજ જ કેમ હોય જાણે એવું જ ફિલ થતું એ જેટલી વાર પાની ની ઉપર ચાલતી હોય ત્યાં સુધી. બધાને પેપર બોટ માં ખુબ જ મજા આવતી..
પણ, દિલ તો બચ્ચા હૈ જી... કાયમ દિલ માં રહેલા બાળક ને બાળક જ રહેવા દેવું. કારણ કે અંદર રહેલું તે બચપણ મરી જાય છે તો પછી જીવવામાં મજા રહેતી નથી. બાકી આ બધી જ વસ્તુઓ સિવાય મમ્મી-પપ્પા નો પ્રેમ, સગા વ્હાલા નો પ્રેમ એને તો અહી લખવો સંભવ જ નથી. એની પણ એક ઝલક કહું તો, જ્યારે નાના હોઈએ ત્યારે આપણે ગમે ત્યાં સુઈ જતા સોફા પર કે નીચે પણ જ્યારે આંખ ખુલતી ત્યારે આપણે બેડ પર જ સુતા હતા.
બચપન એટલે જિંદાદિલી થી જીવાતી જિંદગી....
“અભી અભી કુછ ગુજરા હૈ, લાપરવાહ સા..,
ધુલ મેં દોડતા હુઆ...,
જરા પલટકર દેખા...,
બચપન થા શાયદ...
હાર્દિક રાજા
Email –
Mo - 95861 51261