THE LAST NIGHT - 17 in Gujarati Moral Stories by Poojan N Jani Preet (RJ) books and stories PDF | ધ લાસ્ટ નાઈટ - 17

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

ધ લાસ્ટ નાઈટ - 17

લેખકની વાત

પૂજન નિલેશભાઈ જાની મૂળ ભુજનાં હાલ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જન્મભૂમિ અખબાર જુથ દ્વ્રારા પોતાનાં લેખનની શરૂઆત કરનાર પૂજન છેલ્લા 2 વર્ષથી અલગ અલગ જગ્યાએ લખે છે. દિવ્યભાસ્કરનાં કચ્છ વિભાગમાં 'નવી દ્રષ્ટિ' દ્વારા પોતાની વાત મૂકતા રહે છે. ખૂબ વાંચન અને થોડું લખાણનાં સિધ્ધાંતને વળગી રહી આગળ વધતા રહે છે.

લાસ્ટ નાઈટ વિશે

વાત આટલી આગળ સુધી પહોચશેં એ ખબર ન હતી. આ બધું થઈ જતું હોય છે આપણે તો નિમિત્ત માત્ર હોઈયે છીયે. જેમ જેમ વાંચકોનો પ્રેમ મળતો ગયો તેમ તેમ લખવામાં પણ સાહસ આવી ગયું. આ વાર્તા મારા માટે નસીબવંતિ પુરવાર થઈ છે. ઘણા નવા મિત્રો આ વાર્તા એ અપાવ્યા છે જેને ખૂબ વફાદારી પૂર્વક સાથ નિભાવ્યો છે જે આગળ પણ મળતો રહે તેવી આશા સહ...........

'અમદાવાદ મહાનગરપાલિકા આપનું સ્વાગત કરે છે 'નું સાઈન બોડઁ વટાવ્યા બાદ કારે એરપોટઁ તરફ જવા નીકળી. કારમાં નીરવ શાંતિ હતી. મૌન રહેવાનું કોઈ કારણ પણ ન હતું છતાં કોઈએ એક શબ્દ ગાંધીનગર થી અમદાવાદની મુસાફરી દરમિયાન બોલ્યું ન નહીં. ધીમે ધીમે વાગતાં ગીતોનું મધુર સંગીત તેમને માનસિક શાંતિ આપતું હતું.

' સરદાર પટેલ ઈંટરનેશનલ એરપોટઁ ' આવી ગયું. ત્યાંનાં ડોમેસ્ટીક સેક્સનમાં તેઓ દાખલ થયાં. સૌ એ પોત પોતાનો ડ્રાઈવિંગ લાયન્સ બતાવી વેઈટીંગ રૂમમાં બેઠાં. સામાન્ય જરૂરી લાગતો સામાન લઈ તેઓ ચેકિંગનાં કાઉંટર પતાવી અને ફ્લાઈટમાં બેસવા રવાનાં થયાં. પોતપોતાની સીટો પર તેઓ બેઠાં. પ્લેનની ઠંડી હવામાં જાનીની આંખ મીચાવા લાગી ત્યાં એરહોસ્ટેસનો મીઠો રણકો તેમને સાંભળ્યો અને તેની સુંદરતા પીવા લાગ્યાં. તેને પોતાનું નામ કહી સુચના આપવા લાગી. જાની તેમને એકીટસે જોતાં હતાં, સુચનાઓ પૂરી થઈ ગઈ હતી છતાં જાનીની આંખો એકીટસે ખૂલી હતી." સર પ્લીસ ટાઈટ યોર સીટ બેલ્ટ " બીજી એટલી સુંદર અને બંગાળી મીઠાઈ જેવી સફેદ એર હોસ્ટેસે જાનીની બાજુંમાં આવીને કહ્યું.

તેઓ બંને હસી પડ્યાં અને જાનીએ હંમેશની જેમ સીટ બેલ્ટ બાંધી અને બારીની બહાર વિમાનની ગતિ જોવા લાગ્યાં અને એકાએક સ્પીડ પકડી વિમાન વાદળોની વચ્ચે નીકળી પડ્યું. જાનીએ આંખ બંધ કરી.

**********

આ તરફ સુરતથી પણ સાતેય જણ નીકળવા તેઓ રવાનાં થયાં, અલબત્ત ટ્રેનમાં. સેકંડ ક્લાસ સ્લીપરમાં તેઓએ પોતાની સવારી ચાલુ કરી. બીજે દિવસે વહેલી સવારે તેઓ પહોંચશે એ તેમની ગણતરી હતી અને ત્યાં કોઈ હોટેલમાં તેમની વ્યવસ્થા રાખવામાં આવી હતી જ્યાંથી તેમને ડુપ્લીકેટ ઓળખપત્ર આપવામાં આવશે અને જેનાંથી તેમને હોટેલમાં રહેવાનું હતું. પોતપોતાની સીટ શોધી તેઓ તેનાં પર ગોઠવાઈ ગયાં. બધા શાંત હતાં, કોઈ જાતની હડબડાટી વગર તેઓ ગીતા અને કુરાન વાંચવા લાગ્યાં. આટલી નાની ઉંમરે તેમનાં હાથમાં ધર્મ ગ્રંથો જોઈ આજુ બાજુનાં સૌ કોઈ પણ અચંબામાં હતાં.તેમનાં પર તીરછી નજર નાખી તેઓ ચાલતાં થઈ જતાં હતાં તો કોઈ તેમને અહોભાવથી જોવા લાગ્યાં.

સવારનાં સાત વાગ્યાની આસપાસ તેઓ ભુજ રેલ્વે સ્ટેશન પહોચીં આવ્યાં. તેઓ પોતાનો લગેજ લઈ ટ્રેનમાંથી હજી ઉતર્યા ત્યાં તો એક લાંબી દાઢી વાળો, આંખમાં આજેલા કાજળ વાળો છ ફૂટ ઉંચો માણસ અહેમદની બાજુમાં આવ્યો અને બોલ્યો " ઈધર આયીયે જનાબ" તેને પાછળની તરફ ઈશારો કર્યો અને ત્યાં ત્રણ એનાથી થોડા ઓછા બિહામણા દાઢી વાળા વ્યક્તિ આવ્યાં. તેઓએ તેમનો સામાન ઉચકી અને તેને બે કારમાં ગોઠવી દીધી

" જી હા શુક્રિયા " અહેમદ આટલું જ બોલી શક્યો અને ત્યાર પછી તેઓ બધા પેલા માણસની પાછળ જવા લાગ્યાં.

સફેદ હોંડા સિટીમાં તેઓ બેઠા અને અંદરથી અવાજ આવ્યો " જન્નત સબકો નહીં મિલતી મેરે શેરો, આપ અલગ હી તકદીર લેકર પૈદા હુયે હૈ. ખુદા કે ચાર હાથ હૈ આપ કે સર પર મેરે બચ્ચો" આગળની સીટ પરથી આવતો ભારે, ધરખમ અને ઉત્સાહ પ્રેરક અવાજે તેમને બે મિનિટ માટે ચણાનાં ઝ1ડ પર ચડાવવા પુરતો હતો અને ફરી તેઓ વાસ્તવિક પરિસ્થિતિમાં આવી ગયાં અને તેમને ફરી અવાજ સંભળાયો જે ડ્રાઈવર માટે હતો " ચલિયે જનાબ. કાર ચાલુ થઈ અને ભુજ શહેર તરફ જવા લાગી. રેલ્વે સ્ટેશનનો પછાત વિસ્તાર છોડ્યાં બાદ તેઓ શહેરની સવારની ચહલપહલનાં સાક્ષી બન્યાં. સવારનો ટ્રાફિક મુખ્યત્વે સ્કુલ તરફનો હતો, આની વચ્ચે તેઓ હોટેલ પર પહોચ્યાં અને આગળથી તેમને એક ચિઠી અપાઈ " હમે કોઈ જલ્દી નહી હૈ ઈસકો ખોલને કી મેરે બચ્ચો, આરામ સે દેખનાં હમે ખુશી હોગી" વાત પૂરી થયાની સાથે જ તેઓનો દરવાજો ખોલી દેવાયો. ત્રણે જણા નીચે ઉતર્યા અને બીજા ચાર જણ પણ પાછળની કારમાંથી ઉતરી તેમની સાથે જોડાયા. તેમને અંદર તરફ લઈ જવાયા અને છેવટે તેઓએ રાહતનો શ્વાસ લીધો. બધા એકબીજાથી વાત કરવા જાણે અધીરા બન્યા હોય તેમ એક સાથે બોલી ઉઠ્યાં " શું છે ચિઠીમાં?" અને ધીમું હસી પડ્યાં " જનાબે થોડી વાર પછી ખોલવાનું કહ્યું છે મને બકા" અહેમદ નકારમાં બોલ્યો

" એય ચાંપલા ખોલને હાલી આવ્યો જનાબ વાળો મોટો" મૌનિસ હાથમાંથી ચિઠી ખેંચી મારી " ઓય (ગાળ)" અહેમદ આટલું જ બોલી શક્યો

" મેરે બચ્ચો આપકા સ્વાગત હૈ ઈધર, આપ જાનતે હી આપકો અભી એક દુસરી હિ જીંદગી જીને કી હૈ. ઈસ મુલ્ક કો છોડકર પડોસી મુલ્ક મૈં જાના હૈ જેહાદ કે લિયે. આજ સે બલ્કિ અભી સે હે આપકો શહીદી કે લિયે ચૌબીસો ઘંટે આપકો તૈયાર રહેના હૈ. હથેળીમેં જાન લેકર બહુત સારી દહેશત ફૈલાની હૈ, ખોફ ફેલાના હૈ ક્યોકી ઈસ દેશને હમ પર બહુત અત્યાચાર કિયે હૈ ઉસકા બદલા હમેં લેનાં તભી હમ સુકુન કી સાંસ લે પાયેંગે તબ તક તીન સો પૈસઠ દિન હમારી લડાઈ ચલેગી. અબ હમ સભી ખુદા કે ભરોસે હૈ. હમારે અબ્બા હમારી માં ઔર હમારે ભાઈજાન કેવલ વહી હૈ. ઉનકા કામ કરનાં હૈ વહી શકિત દેગાં. સામ કો તૈયાર રહેનાં સભી, નેક કામમે દૈરી કૈસી?"ખુદા હાફિસ

આ ચિઠીથી વાંચીને તેમને નવાઈ ન લાગી પણ આટલું જલ્દી એમને લઈ જવામાં આવશે એ તેમને ખબર પણ ન હતી તો જાની અને અન્યને કેમ ખબર પાડવી એ બાબતે તેઓ ચિંતામાં હતાં. જો કંઈ કહ્યા વગર તેઓ ચાલ્યા જાય તો તેમને ખબર હતી હવે તેમની આગળ જીંદગી નરક બનવાની હતી, કદાચ એનાંથી પણ બત્તર. તેમનાં ફોન લેવાયા ન હતાં છતાં તેમને ગળા સુધી ખાતરી હતી કે ફોન ન લઈને તેઓ તેમનું પાણી માપવા માંગે છે આથી છેલ્લી ઘડીનું સાહસ તેમને અહીં દફન કરી દેવા પુરતું હતું અને હોટેલમાં પણ તેમનાં માણસો કુતરાની જેમ ચાંપીને બેઠા હોય એમાં પણ નવાઈ નહીં.

" ઉપર રૂમ પર જઈશું કે અહી જ રહેવું છે" અહેમદ બોલ્યો" ઉભ હું ગાડી જોતો આવવું" શ્રેયાનો ભાઈએ આટલું બોલી દરવાજા સુધી ગયો" નથી" આટલું કહી તે સામાન ઉપાડી રૂમ નંબર 435 તરફ નીકળી ગયો.

*********

અમદાવાદ થી ભુજનું પ્લેન વહેલી સવારે જ લેંડ થઈ ગયું હતું. તદન સામાન્ય લાગતી કારમાં તેઓ બી.એસ.એફનાં હેડ કવાર્ટર પહોચ્યાં અને ત્યાં તેમને વહેલી સવારનાં અજવાળામાં એક ટુકડીની ચહલ પહલ તેમને જોઈ અને લાગ્યું કે આ જ ટુકડી જોડે તેમને કામ લેવાનું છે. તે જવાનોની આખીય વ્યુહરચના સમજવા માટે તેમને ક્વાટર નંબર 102 માં જવાનું હતું, અડધો કલાક પછી એ પણ!. તેઓ આગળ વધતાં ગયાં તેમ તેમ જોતા ગયા કે કેટલી કડક સિક્યોરીટી દરેક મોરચા પર તૈનાત છે. ગોળીઓથી ભરેલી એ.કે.47 થોડી જ ક્ષણમાં દાંત ખાટા કરવા માટે તડપાપડ થતી હોય તેમ તેમનાં ખભા પર ટાંગેલી હતી. " આર યુ રેડી સર, હરી વી હેવ ટુ ગો @ રૂમ નંબર 102 " ઉંચું કદ, હસત ચહેરો અને ઉતાવળા પગે એક જવાન જાનીનાં રૂમમાં દાખલ થયો. " આઈ એમ રેડી યંગ મેન સેલ વી ગો ?" " યસ સર" અને રાણા તેઓ જવા નીકળ્યાં

લાલ દરવાજા પર લખેલું હતું રૂમ નંબર 102. જવાને ટકોરા માર્યા અને 2 મિનિટ બાદ અંદરથી દરવાજો ખુલ્યો. કોઈ કોન્ફરંસ હોલ જેવો મધ્ય્મ કક્ષાનો તે રૂમ હતો. પાંચેક ટેબલ પર ટેબલકલોથ રાખેલું હતું જેનાં પર જાની સમજી ગયાં 25 થી 30 જવાનની ટુકડી સાથે તેમને રહેવાનું હતું. જાની અને રાણા ખુરશી નીકાળી બેઠાં. થોડી વારમાં જય હિન્દનો અવાજ સંભળાયો અને તે બંને સતર્ક થઈ ગયાં. શિસ્તબધ્ધ સંભળાતો બૂટના પછડાવાનો અવાજ બટાલીયન નજીક આવવાનો સંદેશ આપતો હતો. અંદર આવતાની જ સાથે તેઓએ પોતાની જગ્યા લીધી અને જાની સાથે આવેલા અધિકારીએ ડેસ્ક પર સ્થાન લીધું. પ્રોજેક્ટર ચાલુ થયું અને તેમાં તેમને ગૂગલ મેપ્સ ઓપન કર્યું. થોડી જ સેકંડમાં જ આખીય દુનિયાં સામે આવી ગઈ, પછીની બે ક્ષણમાં તો ભુજ શહેર આવી ગયું." લૂક એટ ધીસ જેંટલમેન, અવર ભુજ ઈસ બિઝી એટ ધીસ મોમેંટ. પીપલ ડસ તો અવેર વીથ એની કાઇન્ડ ઓફ ઈમરજન્સી. " એક પ્રકારની ગંભીર ચિંતા તેમનાં મુખ પર જોવા મળી હતી, જે અકળ હતી. તે રેખાઓ શહેરની ચિંતાની હતી, નિર્દોષ નાગરિકોનાં આ શહેરમાં એક મોટા હસ્તક્ષેપની હતી.

થોડી મિનિટ બાદ તેઓ જાણે ફરી જાગ્યા હોય તેમ ફરી મેપની સામે જોયું. ત્યાં જાની અને રાણા પાસે મેપ આવી ગયો, દરેક પાસે મેપ હતો એ પણ અલગ અલગ માર્ક કરેલા સ્કેચપેન વાળો.

" દેખીયે સબ ઈસ નકશેમેં ઈસ મેં અલગ નિશાનીઓ કો સમજનાં જરૂરી હૈ. હમારે એક ટુકડી પુરે હાઈ-વે પર કલ સુબહ હી પહોચ જાયેગી ઔર હમારે ખબરી હૈ ઉસકે પાસ સે અપડેટ લેકર કેપ્ટન પિયુષ મુજે રિપોર્ટ કરેગાં" કેપ્ટન સામે જોઈ તેઓ બે મિનિટ રોકાયાં." યસ સર આઈ એમ રેડી" એક અતિ ઉત્સાહી અવાજ સાથે કેપ્ટન પિયુષએ જવાબ વાળ્યો.સામેથી એક મંદ સ્મિત આવ્યું અને ફરી તેઓએ બોલવાનું શરૂ કર્યું. અડધો કલાક સુધી તેઓ એ આખોય પ્લાન સમજાવ્યો અને બટાલિયનને ફાઈનલ રિહર્સલ માટે કહ્યું.

સામે છેડેથી બદલાઈ ગયેલો પ્લાન સેનાને હાથ તાળી દઈ દેવા પુરતો નિવડશે કે નાં? ઓંચિતો એક દિવસ અગાઉ પ્લાન ચેંજ થઈ જવા પાછળનું કારણ?

વાંચતા રહો લાસ્ટ નાઈટનાં અંતિમ પ્રકરણો