Aadhyamik Bhajano in Gujarati Spiritual Stories by Yogbhixuji books and stories PDF | Aadhyamik Bhajano

Featured Books
Categories
Share

Aadhyamik Bhajano

આધ્યાત્મિક ભજનો

(ક્રાંતિકારી તળપદી)

- શ્રી યોગભિક્ષુ

અનુક્રમણિકા

ક્રમ નંબર ભજનનું નામ પાના નંબર

૧ ચિનગારી ૧

૨ એક કરની ભલી ૧

૩ તુને કૈસા ચમત્કાર કિયા ૨

૪ ઔરોં કા નામ રટા ન રટા ૨

૫ ગુરુરામ ક્યા કરે ? ૩

૬ જટા રખાઓ ૩

૭ સજો કેસરિયા ૪

૮ હરિ-વિયોગી ૪

૯ ભાવોદ્વેક ૫

૧૦ કાયર નરથી નેડલો ૫

૧૧ ગુરુ- નિંદા ન સુણવી ૬

૧૨ તે તે ગુરુપૂજન ગણાય ૭

૧૩ ગુરુજી, ટાળો અમ અજ્ઞાન ૮

૧૪ પ્રભુજી, ટાળો અમ અભિમાન ૮

૧૫ આ બધું કોણ તને સમજાવે ? ૯

૧૬ મનડું, હું-હું માં શરીર બગાડે ૯

૧૭ કુદરત, તારી કળા ન કળાય ૧૦

૧૮ હવે, વીતી ગઈ છે રાત ૧૦

૧૯ તો પછી બીજે શા માટે જાય ? ૧૧

૨૦ સમજનો મારગ છે શૂરાનો ૧૨

૨૧ ગુરુ સ્થાપ્યો જબરજસ્તી ૧૨

૨૨ ઓમ્‌-ધ્વનિમાં ક્યોં નિકલી ? ૧૨,૧૩

(૧) ચિનગારી

૧. ઓ જ્વાલા કી ચિનગારી, તૂ અપને કો ભી તો પહચાન !

તુઝ મેં હી તો ભરા હુઆ હૈ, ક્રોડોં લપટોં કા તૂફાન !

૨. ઉન લપટોં કી આન-બાન સે, કૌન રહા નિર્લિપ્ત ?

ઉન હી કી તો ભૂમંડલ મેં, દીપ્તિ રહી હૈ દીપ્ત !

૩. જ્વાલા કા અસ્તિત્વ તભી - જબ, ચિનગારીરૂપ હો સ્વીકાર;

નહીં તો વહ સ્વીકૃત કરતી હૈ, સબ કે આગે હાર.

૪. અતઃ ચિનગારી કુછ ભી નહીં, ફિર ભી તો સબ કુછ !

જ્વાલા ચાહે સમજે ઉસકો, ભલે તુચ્છાતિતુચ્છ.

૫. ચિનગારી કે રહને સે હી, જ્વાલા હો સકતી “જ્વાલા”;

વરના ઉસકો જ્વાલા કા રૂપ, દે સકતા થા કૌન બલા ?

૬. સનાતનતા કા દાવા હૈ કિ - ચિનગારિયાં મિટ-મિટ કર;

જ્વાલા ઔર પ્રજ્વાલા કો, કરતી હૈ અજર, અમર.

૭. પર ક્યાં ભૂમંડલ મેં ઐસા, હૈ કોઈ “ભિક્ષુ” માઈ કા ?

હિસાબ માંગે ઉસસે જાકર, વરસોં કી પાઈ પાઈ કા ?

૮. પર કોઈ ઔસા ક્યોં કરે ? જબ, ચિનગારી ખામોશ રહે;

ઈસ દુનિયા મેં કોઈ કિસી કે, લિએ ક્યોં કુછ ભી સહે ?

(૨) એક કરની ભલી

૧. “કહી” કહી તો, કહા લોગોં ને, “યહ તો તુમને “કહી” કહી”;

કહીં “અ૫ની” તો, કહા લોગોં ને, “યહ તો ઉસને “અપની” કહી”.

૨. “કહી” ન કહી, ન “અપની” કહી, તો કહે લોગ “કુછ જાને નહીં”

“મેરી-તેરી-ઉસકી કહી” સે, જબ કિસીને ઉપર કી કહી.

૩. તબ ભી મિલકર, કહા લોગોં ને, “યહ તો અષ્ટાવક્રી કહી.”;

અતઃ કહી “યોગભિક્ષુ”ને, “જિતની ભી કહી સબ વ્યર્થ ગઈ.”

૪. “વ્યર્થ ગઈ” ઐસા કહકર ભી, બિના કહે “કહી” ન રહી !

યેન-કેન પ્રકારેણ, કહને કી આદત ન ગઈ !

૫. અનંત કહી કા મૂલ્ય કી ક્યા ? યદિ વહ “કહી” હી રહી;

અનંત ઐસી કહી સે તો, કલ્યાણ કી એક કરની ભલી !

(૩) તૂને કૈસા ચમત્કાર કિયા

ખ્યાલ સે વિશ્વ કા ખેલ રચા, પ્રભુ તૂને કૈસા ચમત્કાર કિયા ! (ટેક)

૧. કાગજ, કલમ ઔર રંગ બિના, તૂને કી રચના સભી મૂરત કી;

એક સુરત હૈ સભી મૂરત મેં, ફિર ભી તૂને અનેક દિખાઈ દિયા.

- ખ્યાલ સે.

૨. એક તત્ત્વ સે દેહ બની સબકી, ફિર ભી માનવ, દાનવ, દેવ જુદા;

સભી જીવોં કે હૃદયમંદિર મેં, તૂને હરદમ હમેશા વાસ કિયા.

- ખ્યાલ સે.

૩. વિશ્વ કો ઔર ચરાચર કો, તૂ ધાર રહા આધાર બિના;

બીના ભૂમિ મનોહારી કી રચના, બિના કારણ કે કાર્ય રહસ્ય રહા.

- ખ્યાલ સે.

૪. લોગોં કે સંગમેં નિત્ય રહે, ઔર હૈ સબસે અસંગ સદા;

“યોક્ષભિક્ષુ” આનંદ મેં ઝૂમ રહા, ગુરુદેવ અદૃષ્ટ કો દૃષ્ટ કિયા.

- ખ્યાલ સે.

(૪) ઔરોં કા નામ રટા ન રટા

(ગઝલ કવ્વાલી)

નામ રટા પ્રભુકા જિસને, ઉસને ઔરોકા નામ રટા ન રટા. (ટેક)

૧. વિશ્વ સમસ્ત કે જીવ સભી કો, અપને પ્રાણોં કે સમાન જાના સદા;

સબકે પરિપોષણ કા નેમ રખા, ઉસને બ્રાહ્મણ કો દાન દિયા ન દિયા.

૨. સત્સંગ કથા અપને ઘર મેં, જો મિલકર દિન ઔર રાત કરે;

ગુરુ-સંતો કા ગુણાનુવાદ કિયા, ઉસને તીરથ-જલ પિયા ન પિયા.

૩. તન-મન-ધન સે કાર્ય કરે, પરમારથ કે સર્વદા હી સદા;

વિશ્વ મેં ફૈલ ગઈ કીર્તિ, વહ કાલ અધિક જિયા ન જિયા.

૪. ગુરુ-સંત કે ચરણ મેં બેઠ સદા, જિસને મસ્તી મેં મસ્તાના હોકર;

“ભિક્ષુ” કે ભજન કા ગાન કિયા, ઉસને ભવસાગર કો પર કિયા.

(૫) ગુરુરામ ક્યા કરે ?

૧. હમ હૈ નહીં સાવધાન, તો ગુરુરામ ક્યા કરે ?

નિજ રૂપ કા નહીં જ્ઞાન, તો પુરાણ ક્યા કરે ?

૨. પ્રકાશ પરબ્રહ્મ કા, સબ ઘટ વિલસ રહા;

“તૂ - મૈં” મિટા નહીં, તો ધ્યાન ક્યા કરે ?

૩. રચના જગત કી દેખ કે, જ્ઞાની બડે થકે;

પાર પાના હૈ કઠિન, નાદાન ગર્વ કરે.

૪. મિલી કૃપા, કૃપાલુ કી, મનુષ્ય તન મિલા;

ફિર ભી ન કરે ભજન, તો ભગવાન ક્યોં કહે ?

૫. સબ વિશ્વ કે હર જીવ મેં, જિસે નહીં દયા;

“ભિક્ષુ ફિર પુણ્ય-દાન, નિયમ ક્યા ફલે ?

(૬) જટા રખાઓ

૧. જટા રખાઓ, ભસ્મ રમાઓ, ચાહે કંદમૂલ-ફલ ખાઓ;

માલા, કંઠી, કફની પહનો, ફિર ભી મુક્તિ નહીં પાઓ.

૨. સૂર્ય, ચંદ્ર ઔર કોટિ સિતારે, મિલકર કરે સભી ઉજિયારો;

ગુરુ બિન હોગા, ઘોર અંધેરા; દરશન પ્રભુ કે નહીં પાઓ.

૩. સુના મૈંને સકલ જગત મેં ; રૂપ ઈશ્વર કા પરિપૂરન;

દેખૂં ન જબ તક, મૈં ઈશ્વર કો; કૈસે છૂટે મેરે ભરમ ?

૪. સાધુ-સંતો કી, સંગત કરકે; તર જાઉં ભવસાગર કો;

દુનિયા લૂટે, મૌજ વિષય મેં, ભાસે વિષ, વિષય મુઝકો.

૫. પ્રભુધ્યાન કી, લગી લગન હૈ; લાલચ ભોગોં સે છૂટ ગયા;

ગુરુજીને પાપ કી, મટકી ઝટકી; “યોગભિક્ષુ”ને ચૂર કિયા.

જટા રખાઓ, ભસ્મ રમાઓ, ચાહે કંદમૂલ-ફલ ખાઓ;

માલા, કંઠી, કફની પહનો, ફિર ભી મુક્તિ નહિ પાઓ.

(૭) સજો કેસરિયા

૧. હરિ ! કરી ખરી તમે ! કુંડલી જગાડી કુંડલિયાથી;

તન-મન-પ્રાણથી, ઊર્ધ્વ પહોંચાડે, તે તો શક્તિપાત નક્કી.

૨. પ્રણવની ઝોળી, મુક્તિ મૂકીને, ઊભો યોગભિક્ષુ હજી;

પ્રણવ-ઝબોળી, મુક્તિ પીરસીને, હાક દીએ છે અતિ પ્યારથી.

૩. યુવા, વૃદ્ધો ઊભા શું ઉંબરે, ભાઈઓ, બહેનો ફાળ ભરો;

સમય ન કોઈની રાહ જુએ છે, પ્રણવ તણો હુંકાર કરો.

૪. ત્યાગી-રાગી, ધનિક-ગરીબ સૌ, ભ્રમણોનો ભંગાર તજો;

હવે તો હદ થઈ, ઓ બ્રહ્મચારી ! પ્રણવ તણો ટંકાર કરો.

૫. પ્રણવ-જ્ઞાન વિણ, નથી દેખાતાં, શું તમને ભેંકાર ઘરો ?

ચમત્કારના લપસણિયે, સંસાર બન્યો વિષૈલો ધરો !

૬. હસો, કૂદો ને નાચો ભલે, અને ભલે થૈકાર કરો;

(પણ) બોંતેર કોટિ રૂંવે રૂંવેથી, જય-જય-જય ઓમ્‌કાર કરો.

૭. કેસરી છો, સજો કેસરિયા, “ઓમ્‌ ગુરુ ઓમ્‌” રણકાર કરો;

ગુરુ-નાવમાં પ્રણવ, હલે સે, “યોગભિક્ષુ” કહે સૌ પાર જજો.

(૮) હરિ-વિયોગી

૧. નથી મળવું રે, નથી મળવું રે, મારે વિયોગ યુગોનો મેળવાય;

એવું મિલન શું કરવું રે, જે ક્ષણિક પલમાં વીતી જાય ?

૨. ઓ સત્યલોકના પ્રભુ ! સાંભળ્યું “તું મળવો નહિ સ્હેલ;”

એ અમ પર આશિષ ઊતરી, ઊતરી અમ પર મહેર.

૩. હૃદય મારું ભલે બળતું રે, એ દીર્ઘ સમય ભોગવાય;

આશ-નિરાશની વ્યથામાં ભલે, વર્ષો ઘણાં વીતી જાય.

૪. મિલન-સુખ તો પળ એકનું છે, વિયોગ-સુખ ચિરંજીવ;

સો, હજાર, લાખ છોડીને, કહો કોણ લે દસ-વીસ ?

૫. મારે ભમવું રે, ભલે ભમવું રે, દુઃખી ઊર્મિઓ પોસાય;

અમે જીવને તમે શિવ છો તોય, જો જો મુખડાં કોનાં મુરઝાય.

૬. આજ ભલે હું “ભિક્ષુ” રહ્યો, વિયોગે ઝૂરતો નાચીઝ;

જીવેજીવમાં પ્રગટાવું પ્રભુ, તો કહેજો “મેળવી આશિષ.”

(૯) ભાવોદ્વેક

૧. આશિષ પામું, તમને જ ધ્યાઉં,

વિકાર વિરામું, દયાળુ જુગતંબે;

૨. શરણમાં લેજો, વરદ હસ્ત રહેજો,

કટુ સત્ય કહેજો, ન પપલાવજો અંબે.

૩. નિર્મલ મતિ દેજો, ભાવ ન દૂજો,

ચાહું ત્યાં હોજો, સર્વવ્યાપિની અંબે;

૪. શક્તિ તું શિવ છે, જીવમાંય શિવ છે,

શબમાંય શિવને, પ્રબોધે શિવાંબે.

૫. દયા તારી તું પર, આરાધું ન અવર,

દેખું વક્ર ભમ્મર, તો કંપું શિવાંબે;

૬. તું છે પ્રણવમાં, છે તારામાં પ્રણવ,

અજ્ઞાનીને લડવા, જુદાનાં જાદુ છે.

૭. શક્તિ નામે નારી, ને શિવ નામે નર છે,

પણ બંનેથી અવર, એ તત્ત્વ તો પર છે,

૮. પરતત્ત્વને પામવા, ભજવા શ્રી ગુરુનાથ,

વલખાં માર્યે નવ મળે, ન વેચાય દુકાન-હાટ.

“યોગભિક્ષા લાવિયો, “ભિક્ષુ” બની ગુરુદ્વાર;

મુમુક્ષુ જરૂર પામશે, સૌનો મુજમાં ભાગ.

(૧૦) કાયર નરથી નેડલો

૧. કાયર નરથી નેડલો ના, કરીએ કોઈ કાળે રે;

શૂરવીરનો એ સાજ સજે, પણ ઘેટાથી ગભરાયે રે.

૨. કાયર નર તો સદાય બાંધે, બેધારી તલવાર રે,

એક ધારથી મિત્રને વાઢે, પોતે બીજીથી વઢાય રે.

૩. શિયાળ-બગની મહેમાનગતિ, છે જગમાં જાહેર રે;

ઘેંશ-છાછ પણ ખાવા ન આપે, કરાવે લીલાલહેર રે !

૪. હરિશચંદ્રનો પાઠ જ ભજવે, ખોટપ અંગેઅંગમાં રે;

પારકે પૈસે જશ મળે તો, ખરો આવી જાય રંગમાં રે.

૫. એના લોભને થોભ નહિ ને, લોભ ઉતારે એને જંગમાં રે;

અભય માણસથી ડરી-ડરી ચાલે, સભયને રાખે સંગમાં રે.

૬. “મોટો ભા” થવા મહેમાન નોંતરે, દેખી મહેમાન સંતાય રે;

“ભૂખ્યો કાઢ્યો મહેમાનને”, એમ કહી હરખાય રે.

૭. ગુરુ-સંતો ચેતાવે સૌને, ચેતી જજો વ્હાલા ભાઈ રે;

નમે “યોગભિક્ષુ” આમ્‌ગુરુ-ચરણે, કપાળે ચોડશો ના સ્યાહી રે.

(૧૧) ગુરુ-નિંદા ન સુણવી

૧. બ્રાહ્મણ, સંત, ગુરુદેવની, નિંદા ન સુણવી નિદાન;

ચૂકે, પ્રમાદવશ સાંભળે, તો નિશ્ચે લટકે સ્મશાન.

૨. સ્મશાને લટકી રહે, રૂંવે-રૂંવે ઊઠે આગ;

પ્રણવ-શરણ વિણ એહનો, વડો ન બીજો રાહ.

૩. મુકાબલે ન ફાવીએ, તો છોડી દઈ તે સ્થાન;

કાયરતા બેસવા કહે, તો બંધ કરવા બેઉ કાન.

૪. કાન ખુલ્લે કીડા પડે, ઊતરે કાળજા માંય;

ત્રણ જન્મ આંતર સડે, ભલે દિવ્ય ઔષધિ ખાય.

૫. પ્રથમ જન્મ પિતા-શરીરે, લાચાર નિરાધાર;

બીજે માતા-ઉદરવસી, સહે ધખધખતી આગ.

૬. આગ સહે અંગેઅંગમાં, છટપટે છૂટવા જીવ;

પ્રભુ-પ્રભુ! રટતો રહે, એનો આધાર એક જ શિવ.

૭. ત્રીજા જન્મે શરીર ધરી, રૂડાં પામે અંગ-ઉપાંગો;

છ વિકાર ઘેરી વળે, “ધૂણી-ધૂણીને રૂપો”.

૮. રૂપોથી છેતરાતો રહે, છીપે ન મૃગજળ પ્યાસ;

તોય ગર્વે ગાજતો રહે, કોણ પહોંચાડે પ્રભુ પાસ ?

૯. નાસ્તિક પૂરો, ચડસુ શૂરો; લોભી, લાલચુ, ચકચૂર;

સત્ય-ધર્મ નવ જાણે અદેખો, સમાન ધૂળ-ખજૂર.

૧૦. ખજૂરરૂપ પ્રભુ પામવા, મથે ન ઢોંગી અકર્મી;

ભૂંડ જેમ ભટકે, અટકે વિષય ખીલામાં અધર્મી.

૧૧. વિષયે છોડ્યો, ઈન્દ્રિયે શોષ્યો, થયો ખોખરી હાંડી;

સંપત્તિ-સુખનાં સગાં-સ્નેહી, રોતો મૂકી ગયાં છાંડી.

૧૨. ભાગી ગયા સૌ ભાંગીને, શઠ દેખે યમરાજ;

પગ પટકે, બાલ પીંખે, કહે મુજ રાખો લાજ.

૧૩. લાજ રાખશે એ સમે, જરૂર સદ્‌ગુરુનાથ;

“યોગભિક્ષુ” પર કૃપા કરી, માથે મૂકશે હાથ.

૧૪. હાથમાં હાથ સોંપીને, બની જજે નિશ્ચિંત;

સત્ય-ધર્મ વિણ સ્વાર્થી જગમાં, નહિ બીજો હિત-મિત.

(૧૨) તે તે ગુરુપૂજન ગણાય

જે-જે સાચી સમજ પમાય, તે તે ગુરુપૂજન ગણાય.

જે-જે દુર્ગુણ છૂટી જાય, તે તે પ્રભુભજન ગણાય. (ધ્રુવ)

૧. દેખા-દેખી જો, ભેળા થઈને, કથા સાંભળવા જાય;

કથાની વાત તો, કડવી લાગે, કૂથલી મીઠી જણાય. જે...જે.

૨. “ગુરુમહિમા”નો ગ્રંથ ખરીદે, શોભા કબાટની થાય;

ગ્રંથો રાખે, મોભા માટે, ભલે કંસારી ખાય. જે...જે.

૩. ઉપદેશ સાંભળે, વર્ષો સુધી, સુધરે નહિ જરાય;

સાથીના સંગે, સત્સંગ બહાને, સિનેમા જોવા જાય. જે...જે.

૪. બેસી સભામાં, કથા સુણે સૌ, પોતે આઘો-પાછો થાય;

ગુરુ-સત્સંગમાં, સૌ હોય રંગમાં, ત્યારે જ ઝોકાં ખાય. જે...જે.

૫. મોડો સૂએ ને, મોડો ઊઠે ને જાજરૂમાં તમાકુ ખાય;

“ઓમ્‌પરિવાર”નાં સંઘમાં જનારા, સૌ કોઈ ખોટી થાય. જે...જે.

૬. આવે છેલ્લો, બેસે પહેલો, સૌથી પહેલો જાય;

સંતો કહે તે, કદી ન સાંભળે, પોતાનું ગાણું જ ગાય. જે...જે.

૭. ઉપરા-ઉપરી, પ્રશ્નો પૂછે પણ, ઉત્તર ન સાંભળે જરાય;

પ્રશ્નોના બહાને, સંતોથી બાખડે, હું-હું બતાવવાની લ્હાય. જે...જે.

૮. દાઢી, જટા ને છટા વધારે, વ્યસન વધાર્યે જાય;

સદ્‌ગુણથી તો દૂર દૂર ભાગે, પછી કરે હાય હાય. જે...જે.

૯. વર્ષો સુધી, રાત-દિવસ ભલે, અખંડ જાપ જપાય;

જાપના જેવું જો જિવાય નહિ તો, મોંઘો સમય વેડફાય. જે...જે.

૧૦. “યોગભિક્ષુજી” ગુરુ થઈ બેઠા, ઉપદેશ આપવા ધાય;

ઓમ્‌ગુરુદેવ કહે “ચેલા તારા, પગમાં બળે તે ઠાર્ય.” જે...જે.

(૧૩) ગુરૂજી ટાળો અમ અજ્ઞાન

૧. પેસે અંતરમાં એ રાગના રૂપે, રચે સોનાની જાળ;

જકડીને બાંધે, મુક્ત માનવને, લેજો અમારી ભાળ. ગુરુજી..

૨. અમને એ પીડે, તૃષ્ણાના રૂપે, ક્રોધ રૂપે બહુવાર;

કોઈને મોહ અને, કોઈને મમતા, નચાવે થૈથૈકાર. ગુરુજી..

૩. પુત્ર પનોતા, વિષયો એના, મન એનું છડીદાર;

બહુ સામગ્રી, એની પાસે, આળસથી એને પ્યાર. ગુરુજી..

૪. ઋષિ-મુનિને, તરુણી રૂપે, છેતરે લાગી પાય;

કુદરત કોપે, ધર્મને લોપે, શાંતિ સઘળી જાય. ગુરુજી..

૫. ત્યાગી-રાગીને હીરા-મોતીએ, ખવરાવ્યો બહુ માર;

ધર્મને છાંડી, ગાડી, વાડી ને, લાડીમાં સમજે સાર. ગુરુજી..

૬. ધન-લૂંટારે સાધુને લૂંટ્યા, સંત, મહંત, આચાર્ય;

“યોગભિક્ષુ”ને, ગુરુજીએ લૂંટ્યો, પ્રભુજીનાં ભજનો ગાય. ગુરુજી..

(રાગ : પ્રભુ તારી માયાને તું વાળ્ય : માઢ)

ગુરૂજી, ટાળો અમ અજ્ઞાન; અમને, આપો રૂડું જ્ઞાન. (ધ્રુવ)

(૧૪) પ્રભુજી, ટાળો અમ અભિમાન

પ્રભુજી ટાળો અમ અભિમાન, અમને આપો એક વરદાન (ધ્રુવ)

૧. તપસી લપસી જાય છે જ્યારે, કરે છે આવા વિચાર-

“અમે સમરથ છી, ભોગ ભોગવીએ, છે અમને અધિકાર” ..પ્રભુજી

૨. શુદ્ધને છેતરે, સેવાના બહાને, સેવકનો ધરી વેશ;

પોષી અહંકાર, મોટો બનાવે, પછી ખેંચે છે કેશ. ..પ્રભુજી

૩. પતિ-પત્ની રૂપે, કોઈને છેતરે, કોઈને પીડે છે માન;

સ્નેહીના રૂપે, છેતરે મમતા, ભુલાવે સઘળું ભાન. ..પ્રભુજી

૪. રૂપો એનાં છે, કરોડો પ્રભુજી, કોઈ ન પામે પાર;

ગમતા રૂપે એ, છેતરે અમને, સૌએ ખાધો માર. ..પ્રભુજી

૫. તન-મન-ધનને, વિદ્યા-બુદ્ધિનું, રાખે ભલે અભિમાન;

કાળા-ગોરાનો, ભેદ ન જાણે, ઘડપણ ઉતારે ગુમાન. ..પ્રભુજી

૬. અહંકારને, ઓગાળવા જે, સંત શરણમાં જાય;

નમે “યોગભિક્ષુ”, ઓમ્‌ગુરૂ ચરણે, તેનો અહંકાર જાય. ..પ્રભુજી

(૧૫) આ બધું કોણ તને સમજાવે ?

આ બધું, કોણ તને સમજાવે ? આ બધું, કોણ તને સમજાવે ? (ધ્રુવ)

૧. પરદેશી સાથે, ભાઈબંધી રાખે, પાડોશીને રાખે આઘે;

એટલુ ન સમજે, સંકટ સમયે, પાડોશી જ પહેલો આવે. આ બધું..

૨. ઘડપણ આવે, શ્વેત બાલ થાયે, કેશમાં કલપ ઘાલે;

કાબર ચીતરાં, ઊડે લટુરિયાં, યુવાની એમ ન આવે. આ બધું..

૩. વાસના માણવા, માવો પચાવવા, ઓસડિયાં ખૂબ ખાવે;

ઘરડો થયો તોય, સાનમાં ન સમજે, અસાધ્ય રોગને બોલાવે. આ બધું..

૪. પશુ-પક્ષી ને, ખૂબ-ખૂબ પીડે, તેનાં બચ્ચાંને સંતાપે;

તેની હાય લાગ્યે, આપણા બચ્ચાં, આપણને છોડીને ભાગે. આ બધું..

૫. લાલી, લિપસ્ટિકને, પાવડર લગાડે, બહુવિધ શણગાર ધારે;

કહે “યોગભિક્ષુ”, સાચો શણગાર તો, સદ્‌ગુણ જ કહાવે. આ બધું..

(૧૬) મનડું, હું-હું માં શરીર બગાડે

મનડું, હું-હું માં શરીર બગાડે, મનડું, હું-હું માં શરીર બગાડે. (ધ્રુવ)

૧. બરફી, જાંબુને, રબડી દબાવે, કેશરિયા દૂધ ગટકાવે;

એને એ તો ઉપવાસ સમજે, હું-હુંમાં શરીર બગાડે.

૨. એકાદશીના, ઉપવાસો પણ, સ્વર્ગની આશે થાયે;

સાચું સ્વર્ગ તો, રહ્યું છે સંપમાં, આપો ક્ષમા તો પમાયે. મનડું..

૩. નાવા-ધોવાના, નિયમ રાખે ને, મોળું, ફીકું ખાયે;

શ્રાવણ માસમાં, કરે એકટાણાં, એક ટંકે અધમણ ખાયે. મનડું..

૪. મોક્ષ મેળવવા, વૃદ્ધ શરીરે, ગંગામાં ડૂબકી લગાવે;

બરફનું ઠંડું જળ, શરમ ન રાખે પળ, લકવાના રોગમાં ફસાવે. મનડુ...

૫. ફળ, શાક-ભાજી, સુપાચ્ય ભોજન, જે દિવસે ખવાયે;

સત્ય, અહિંસા, સંયમ પાળે, તે જ ઉપવાસ કહાયે. મનડુ...

૬. શ્રવણ-મનન કરે, શાસ્ત્રવાંચન કરે, વાંચી જીવનમાં ઉતારે;

વિચારને સ્થિર કરે, પવિત્ર કાર્ય કરે, તે અગિયારસ ગણાયે. મનડુ...

૭. વિવેકથી સમજો, “ભિક્ષુ” એ જે કહ્યું, વધુ સમજજો જાતે;

જાત વિના કદી, ભાત પડે નહિ, હાથે તે આવશે સાથે. મનડુ...

(૧૭) કુદરત, તારી કળા ન કળાય

કુદરત, તારી કળા ન કળાય, સૌ જીવ છે કુદરતના બાળ. (ધ્રુવ)

૧. વાદળ ગર્જે, વીજ ઝબૂકે, મે વર્ષે મૂશળધાર

નદી-નાળાં ને, ખાલી સરોવર, પલમાં ઊભરાઈ જાય. કુદરત...

૨. કોઈ છે કાળો, કોઈ છે ગોરો, પશુ કોઈ પક્ષી ગણાય;

નાત-જાતના, ભેદ ઘણા પણ, લોહી સૌનું લાલ જણાય. કુદરત...

૩. જે જે ખાઈએ, જે જે પીએ, તેનું રુધિર થાય;

કેવો ચમત્કાર રુધિર સઘળું, શક્તિમાં ફેરવાઈ જાય. કુદરત...

૪. ભૂમિ ભરેલી માટીથી પણ, તેમાંથી ગુલાબ થાય;

પ્રકાશ-પાણી સમાન તોયે, તેમાથી વિષ અમૃત થાય. કુદરત...

૫. પશુથી પશુ, માણસથી માણસ, બીજ મુજબ સર્વે થાય;

પાપથી દુઃખ મળે, પુણ્યથી સુખ મળે, નિષ્કામે મોક્ષ પમાય. કુદરત...

૬. સર્વે શાસ્ત્રો, ધર્મો તણો, સારાંશ એક જણાય;

પરહિત સરખું, પુન્ય નથી કોઈ, પરપીડ પાપ ગણાય. કુદરત...

૭. એક માતાનાં, બાળ સૌ “ભિક્ષુ”, ઈચ્છીએ સુખ સદાય;

ભાંડુને દુઃખ દઈ, માતા જો દૂભવીશ, કોપે તો કુદરત કરાળ. કુદરત...

(૧૮) હવે, વીતી ગઈ છે રાત

હવે, વીતી ગઈ છે રાત, રૂડું, ઊઘડિયું પ્રભાત... (ધ્રુવ)

૧. યોગભિક્ષુ વિચરે, પૃથ્વી ઉપર, ગુરુઆજ્ઞાથી ખાસ;

ગુરુ-શક્તિ જ, છે સર્વસ્વ, સઘળે તેનો વાસ. હવે...

૨. યોગભિક્ષુ વિચરે, જનસમાજમાં, સૌને દે છે હાક;

અમારો સંગાથ, તેને જ ગમશે, જેને વૈરાગમાં રાગ. હવે...

૩. યોગભિક્ષુ વિચરે, તીર્થે - તીર્થે, સંત-મિલનની આશ;

સાચા સંત તો, તે જ છે જે, જીવ માત્રના દાસ. હવે...

૪. યોગભિક્ષુ વિચરે, મણિનગરમાં લઈને સદ્‌વિચાર;

અમને સહકાર, તેઓ જ આપશે, પ્રિય જેને પરોપકાર. હવે...

૫. યોગભિક્ષુ વિચરે, નગરે-ગામે, સાથે ન બહુવિઘ સાજ;

સત્‌ સાહિત્ય, મફતમાં વહેંચે, ચિન્તન બદલવા કાજ. હવે...

૧૦

૬. યોગભિક્ષુ વિચરે, દ્વારે દ્વારે, છોડાવવા પ્રમાદ;

મહાઠંડીમાં, પ્રાતઃફેરીમાં, ગાય ગાયત્રી મહાન. હવે...

૭. યોગભિક્ષુ વિચરે, તુંડે - તુંડે, વિચાર - શુદ્ધિની આશ;

શુદ્ધિ વિણ કદી, મળે ન શાંતિ, ભ્રમ જામે ચોપાસ. હવે...

૮. ‘યોગભિક્ષુ’ વિચરે, જીવ માત્રમાં, જિજ્ઞા રૂપે સદાય;

જિજ્ઞાસા વિણ, જીવ નિર્જીવ સમ, જિજ્ઞાથી સજીવ કહેવાય. હવે...

(૧૯) તો પછી બીજે શા માટે જાય ?

તો પછી બીજે શા માટે જાય ? તો પછી બીજે શા માટે જાય ? (ધ્રુવ)

૧. ઘરમાં સુખ છે, ઘરમાં શાંતિ, (૨)

ક્રાંતિ જો મનમાં થાય... તો પછી...

૨. ગુરુજીના ચરણે, સંતોના શરણે, (૨)

ભ્રાંતિ જો સઘળી જાય... તો પછી...

૩. વ્યસનો છોડે, કુસંગ તોડે, (૨)

તેમાં જો મુક્તિ મનાય... તો પછી...

૪. ભૂત-પ્રેતની ભ્રમણા ભાગે, (૨)

જ્યોતિષથી નવ લોભાય... તો પછી...

૫. ધર્મે શ્રદ્ધા, કર્મે કુશળતા, (૨)

કર્તા હર્તા પ્રભુ મનાય... તો પછી...

૬. જગ આખાને કુટુંબ સમજે, (૨)

જીવ-રક્ષા માટે જો ધાય... તો પછી...

૭. ખાન-પાન છે જેનાં, પરમ પવિત્ર, (૨)

સંયમથી જીવે સદાય... તો પછી...

૮. “આ સાક્ષાત્કાર, આ જ મોક્ષ છે,” (૨)

એવી પ્રતીતિ જો થાય. તો પછી...

૯. કહે “યોગભિક્ષુ”, સદાચાર પાળી, (૨)

નીતિથી જો જીવાય... તો પછી...

(રાગ : ઘરમાં કોશી, ઘરમાં મથુરા)

૧૧

(૨૦) સમજનો મારગ છે શૂરાનો

૧. સમજનો મારગ, છે શૂરાનો, જાણે ખાંડા ધાર જોને;

પાખંડ બાળી, અજ્ઞાન ટાળી, પહોંચાડે મુકામ જોને... સમજ...

૨. સદ્‌વિદ્યાની, સમશેર પકડી, શૂરવીર ધસ્યો જાય જોને;

હાકોટા નાખે, દૃઢ મન રાખે, તૃષ્ણાને મારે ઠાર જોને... સમજ...

૩. સૌના સુખમાં, સ્વસુખ માને, તે થાયે મહાવીર જોને;

કુટુંબ તારે, સૌને સુધારે, ભૂ પર સ્વર્ગ ઉતારે જોને... સમજ...

૪. “યોગભિક્ષુ” ઝંખે, અતિવીરને; આવે સંગાથ આપે જોને;

હવે તો કાંઠે, પહોંચી ગયો છું, “ભિક્ષુ” ભાર ઉપાડી લ્યોને.. સમજે...

(૨૧) ગુરુ સ્થાપ્યો જબરજસ્તી

૧. તું કહે છે પુસ્તકનું ચોરેલું, હું કહું પોતે અનુભવેલું;

તું કહે છે પુસ્તકમાં લખેલું, હું કહું છું મસ્તકમાં દેખેલું.

વેદ - ઉપનિષદ ભણ્યો નથી, મહાશાળાએ હું ચડ્યો નથી;

જે વદ્યો તે ગુરુકૃપાથી, “યોગભિક્ષુ” બન્યો બહુ મથી.

૨. “ભિક્ષુ” ની જગમાં શું હસ્તી ? કૃપા વિણ જાણે એ પસ્તી;

પ્રભુ તણી અકળ શક્તિ, મને ગુરુ સ્થાપ્યો જબરજસ્તી !

૩. “નમે તે ગમે પ્રભુને” એવી નીતિ બાની હતી;

“અતિથિ આવો અમારા ગૃહે”, એવું કહે અમ પિતાજી.

“ગુરુ-સંતનું સ્વાગત થાયે, ભાઈ-ભાઈ જ્યાં રહે સંપથી;

સુખ-શાંતિ ત્યાં આળોટે છે,” એવું કહે યોગભિક્ષુજી.

(રાગ : હરિનો મારગ છે શૂરાનો)

(૨૨) ઓમ્‌-ધ્વનિમાં ક્યોં નિકલી ?

૧. ઓમ્‌ધ્વનિ-ધારા નિકલી, માં ઓમ્‌ધ્વનિ ધારા નિકલી,

ઓમ્‌ધ્વનિ-ધારા નિકલી, ઓમ્‌કાર-ધ્વનિધારા નિકલી.

૧૨

૨. ઓમ્‌ધ્વનિમાં ક્યોં નિકલી ? ઓમ્‌કાર-ધ્વનિ કૈસે નિકલી ?

ધારા-ધ્વનિ માં ક્યોં નિકલી ? ઓમ્‌કાર-ધ્વનિ કૈસે નિકલી ?

૩. ઓમ્‌ધ્વનિ માં યોં નિકલી, ઓમ્‌કાર-ધ્વનિ ઐસે નિકલી (ધ્રુવ)

ઓમ્‌ધ્વનિ માં યોં નિકલી, ઓમ્‌કાર-ધ્વનિ ઐસે નિકલી.

૪. સિદ્ધોં કી જ્યોં સેવ્યા નિકલી, બુદ્ધોંકી જ્યોં દિવ્યા નિકલી,

મુક્તોં કો “વાહ”! કહને નિકલી, ગિરતોં કો “બાંહ” દેને નિકલી;

ઓમ્‌ધ્વનિ માં યોં નિકલી, ઓમ્‌કાર-ધ્વનિ ઐસે નિકલી.

૫. ભીરુ કો થર્રાતી નિકલી, વીરોં કો હર્ષાતી નિકલી,

પૂરબ સે વહ તો થી નિકલી, પશ્ચિમ કો જાને કો નિકલી;

ઓમ્‌ધ્વનિ માં યોં નિકલી, ઓમ્‌કાર-ધ્વનિ ઐસે નિકલી.

૬. “ભિક્ષુ” કે ભાવોં સે નિકલી, તિતિક્ષુ ગાંવોં સે નિકલી,

ભૂખોં કી અન્નપૂર્ણા નિકલી, મુખોં સે રસપૂર્ણા નિકલી;

ઓમ્‌ધ્વનિ માં યોં નિકલી, ઓમ્‌કાર-ધ્વનિ ઐસે નિકલી.

૭. મુક્તિ મેં લે જાને નિકલી, ભુક્તિ કો દેને કો નિકલી,

શુક્તિ જ્યોં મોતી કી નિકલી, યુક્તિ શ્રી પાને કો નિકલી;

ઓમ્‌ધ્વનિ માં યોં નિકલી, ઓમ્‌કાર-ધ્વનિ ઐસે નિકલી.

૮. શુંભોં કો પટકકર નિકલી, મુંડોં કો ઝટકકર નિકલી,

ચંડોં કો ચટ ખાને નિકલી, દંભોંસે ડટ જાને નિકલી;

ઓમ્‌ધ્વનિ માં યોં નિકલી, ઓમ્‌કાર-ધ્વનિ ઐસે નિકલી.

૯. *શિવામ્બુ જટા સે નિકલી, સ્વયંભૂ છટા સે નિકલી,

દ્વિપ જંબુ સે હંસતી નિકલી, શિવશંભુ સહ ભૂતિ નિકલી;

ઓમ્‌ધ્વનિ માં યોં નિકલી, ઓમ્‌કાર-ધ્વનિ ઐસે નિકલી.

૧૦. મુક્તકેશી વટવાલી નિકલી, સુકેશી તટવાલી નિકલી,

અવિચલી પટવાલી નિકલી, મચલી માં મતવાલી નિકલી;

ઓમ્‌ધ્વનિ માં યોં નિકલી, ઓમ્‌કાર-ધ્વનિ ઐસે નિકલી.

૧૧. સ્પર્શમણિ કી પ્યાલી નિકલી, કલ્પવૃક્ષ સે ડાલી નિકલી,

ઋતંભરા સે થાલી નિકલી, દિગંબરા કી પાલી નિકલી;

ઓમ્‌ધ્વનિ માં યોં નિકલી, ઓમ્‌કાર-ધ્વનિ ઐસે નિકલી.

૧૩

૧૨. દૂષણ દાબને વાલી નિકલી, ભૂષણ નાપને વાલી નિકલી,

બંધન કાટને વાલી નિકલી, અજપા જપને વાલી નિકલી;

ઓમ્‌ધ્વનિ માં યોં નિકલી, ઓમ્‌કાર-ધ્વનિ ઐસે નિકલી.

૧૩. નેતિ નેતિ લહરાતી નિકલી, બ્રહ્માંડોંકો છાતી નિકલી,

ભાતિ-ચિતિ-થાતિ નિકલી, ધ્વનિ-મહિમા ગાતી નિકલી;

ઓમ્‌ધ્વનિ માં યોં નિકલી, ઓમ્‌કાર-ધ્વનિ ઐસે નિકલી.

* શિવજટાસે વિશ્વકલ્યાણ કે લિયે જો ગંગાધારા નિકલી

થી ઉસી કો હી યહાં “શિવામ્બુ” કહા હૈ. ઉસ ગંગાજલ સે

હી વિશ્વ કા કલ્યાણ હુઆ અતઃ વહી સચ્ચા

શિવામ્બુ અર્થાત્‌ કલ્યાણકારી જલ હૈ.

૧૪

****