પ્રકરણ
ભક્તચિંતામણી
ત્નત્ન ઊંક્રટ્ટ જીક્રબ્ૠક્રઌક્રથ્ક્રસ્ર્દ્ય્ક્રક્રશ્વ બ્રુક્રસ્ર્ભશ્વભથ્ક્રૠક્રૅ ત્નત્ન
૧
ભક્તચિંતામણિઃ
।। નિષ્કુળાનન્દમુનિવિરચિતઃ ।।
઼ક્રઊબ્હૃક્રર્ભિંક્રૠક્રબ્દ્ય્ક્રસ્ર્ધ્ ઼ક્રઠ્ઠસ્ર્ક્રઅઙ્ગક્રધ્બ્દ્રક્રભબ્જીક્રરસ્ર્શ્વ ત્ન
સ્ર્જીસ્ર્ ઼ક્રબ્ઊભથ્ઠશ્વળ્ થ્ૠક્રભશ્વ દ્યધ્જીક્રૠક્રદ્ય્ભ્ૐટ્ટ ત્નત્ન૧ત્નત્ન
સામેરી- મંગળમૂર્તિ મહાપ્રભુ, શ્રી સહજાનંદ સુખરૂપ ।
ભક્તિ ધર્મ સુત શ્રીહરિ, સમરું સદાય અનુપ ।।૧।।
પરમ દયાળુ છો તમે, શ્રીકૃષ્ણ સર્વાધીશ ।
૨૩
પ્રથમ તમને પ્રણમું, નામું વારમવાર હું શીષ ।।૨।। અતિ સુંદર ગોલોક મધ્યે, અક્ષર એવું જેનું નામ છે ।
કોટિ સૂર્ય ચન્દ્ર અગ્નિ સમ, પ્રકાશક દિવ્ય ધામ છે ।।૩।। અતિ શ્વેત સચ્ચિદાનન્દ, બ્રહ્મપુર અમૃત અપાર ।
પરમપદ આનન્દ બ્રહ્મ, ચિદાકાશ કહે નિર્ધાર ।।૪।। એવા અક્ષરધામમાં તમે, રહો છો કૃષ્ણ કૃપાળ ।
પુરુષોત્તમ વાસુદેવ નારાયણ, પરમાત્મા પરમ દયાળ ।।૫।।
પરબ્રહ્મ બ્રહ્મ પરમેશ્વર, વિષ્ણુ ઇશ્વર વેદ કહે વળી ।
એહ આદિ અનંત નામે, સુંદર મૂર્તિ શ્યામળી ।।૬।। ક્ષર અક્ષર પર સર્વજ્ઞ છો, સર્વકર્તા નિયંતા અંતર્યામી ।
સર્વકારણના કારણ નિર્ગુણ, સ્વયંપ્રકાશ સહુના સ્વામી ।।૭।। સ્વતંત્ર બ્રહ્મરૂપ સદા, મુક્ત અનંતકોટિ ઉપાસે મળી ।
અનંત કોટિ બ્રહ્માંડની કરો, ઉત્પત્તિ સ્થિતિ ને લય વળી ।।૮।।
પ્રકૃતિ પુરુષ કાળ પ્રધાન, મહત્તત્ત્વાદિક શક્તિ ઘણી ।
તેના પ્રેરક અનંતકોટિ, બ્રહ્માંડના તમે ધણી ।।૯।।
૨
ભક્તચિંતામણી પ્રકરણ ૧
એવા શ્રીકૃષ્ણ કિશોર મૂર્તિ, કોટિ કંદર્પ દર્પ હરો ।
આપ ઇચ્છાએ અવતરી, યુગોયુગ જનનાં કારજ કરો ।।૧૦।।
પ્રથમ મૂર્તિ ધર્મથી, પ્રગટ્યા પૂરણ કામ ।
નરનારાયણ નાથજી, તમે રહ્યા બદ્રિકા ધામ ।।૧૧।। ત્યાર પછી વસુદેવ દેવકીથી, પ્રગટ્યા મથુરામાંય ।
અનંત અસુર સંહારવા, કરવા નિજ સેવકની સહાય ।।૧૨।। ત્યાર પછી વળી જગમાં, અધર્મ વાધ્યો અપાર ।
ભક્તિ ધર્મને પીડવા, અસુરે લીધા અવતાર ।।૧૩।।
સત્ય વાત ઉત્થાપવા, આપવા ઉપદેશ અવળા ।
એવા પાપી પ્રગટ થયા, ઘરોઘર ગુરુ સઘળા ।।૧૪।। ભક્તિ ધર્મ ભય પામિયાં, રહ્યું નહિ રહેવા કોઇ ઠામ ।
ત્યારે તમે પ્રગટિયા, કોસલ દેશમાં ઘનશ્યામ ।।૧૫।।
નરનાટક ધરી નાથજી, વિચરો વસુધામાંય ।
અજ્ઞાની જે અભાગિયા, તે એ મર્મ ન સમજે કાંય ।।૧૬।।
સમર્થ છો તમે શ્રીહરિ, સર્વોપરી સર્વાધાર ।
૨૪
મનુષ્ય તન મહાજ્ઞાનઘન, જન મન જીતનહાર ।।૧૭।।
મહાધીર ગંભીર ગરવા, દયાસિંધુ દોષ રહિત ।
કરુણાનિધિ કૃપાળુ કોમળ, શુભ શાન્તિગુણે સહિત ।।૧૮।। ઉદાર પરઉપકારી અતિ, વળી સર્વના સુખધામ ।
દીનબંધુ દયાળુ દલના, પરમાર્થી પૂરણકામ ।।૧૯।। જે જન તમને આશર્યા, હર્યા તેના ત્રિવિધ તાપ ।
કાળ કર્મ માયાથી મુકાવી, આપીયું સુખ અમાપ ।।૨૦।।
પીડે નહિ પંચ વિષય તેને, જે શરણ તમારું આવી ગ્રહે ।
કામ ક્રોધ લોભ મોહાદિ, અધર્મ ઉરમાં નવ રહે ।।૨૧।। શૂન્યવાદી ને શુષ્કજ્ઞાની, નાસ્તિક કુંડ વામી વળી ।
એહના મતરૂપ અંધારું, તે તમારે તેજે ગયું ટળી ।।૨૨।। ઇશ અજ અમરાદિ આપે, યોગી મન જીતે નહિ ।
પ્રકરણ
ભક્તચિંતામણી
તેહ તમારા પ્રતાપથી, નિજજન મન જીત્યા કહિ ।।૨૩।। એવા સમર્થ શ્યામ તમે, બહુનામી બળ પ્રબળ છો ।
નરનાટયક જન મનરંજન, અજ્ઞાનીને અકળ છો ।।૨૪।।
નરતન માટે નાથજી, સ્વામી રામાનંદ સેવિયા ।
મહામંત્ર ત્યાં પામી પોતે, સદ્ગુરુના શિષ્ય થયા ।।૨૫।।
સહજાનંદ આનંદ કંદ, જગવંદ જેહનું નામ છે ।
સમરતાં અઘઓઘ નાશે, સંતને સુખધામ છે ।।૨૬।। એવા નામને પામી આપે, અકળ આ અવનિ ફરો ।
દઇ દર્શન જનને, અનેક જીવનાં અઘ હરો ।।૨૭।।
એવા સમર્થ સ્વપ્રભુ, શ્રીહરિ શુદ્ધ બુદ્ધિ દીજીયે ।
નિજદાસ જાણી દીનબંધુ, કૃપાળુ કૃપા કીજીયે ।।૨૮।। તવ ચરિત્ર ગાવા ચિત્તમાં, ઉમંગ રહે છે અતિ ।
શબ્દ સર્વે થાય સવળા, આપજ્યો એવી મતિ ।।૨૯।। વળી સાચા સંતને હું, લળી લળી લાગું પાય ।
કરો કૃપા ગ્રંથ કરતાં, વિઘન કોઇ ન થાય ।।૩૦।। હરિજન મન મગન થઇ, એવી આપજ્યો આશિષ ।
શ્રીહરિના ગુણ ગાતાં સુણતાં, હર્ષ વાધે હંમેશ ।।૩૧।।
સર્વે મળી સહાય કરજ્યો, મન ધારજ્યો મેર્ય અતિ ।
પ્રકરણ સર્વે એમ સુઝે, જેમ અર્કમાં અણુ ગતિ ।।૩૨।।
સંસ્કૃત પ્રાકૃત શબ્દે, ગ્રંથ કવિએ બહુ કર્યા ।
મનરંજન બુદ્ધિ મંજન, એવી રીતે અતિ ઓચર્યા ।।૩૩।।
ગદ્ય પદ્ય ને છંદ છપય, સાંભળતાં બુદ્ધિ ગળે ।
એવું જાણી આદર કરતાં, મન પોંચે નહિ પાછું વળે ।।૩૪।। તેને તે હિંમત દીજીયે, લીજીયે હાથ હવે ગ્રહી ।
આદર કરું આ ગ્રંથનો, પ્રતાપ તમારો લઇ ।।૩૫।। તમારા પ્રતાપ થકી, પાંગળો પર્વત ચડે ।
તમારા પ્રતાપ થકી, અંધને આંખ્યો જડે ।।૩૬।।
૪
ભક્તચિંતામણી પ્રકરણ ૨
તમારા પ્રતાપ થકી, મુકો મુખે વેદ ભણે ।
તમારા પ્રતાપ થકી, રંક તે રાજા બણે ।।૩૭।।
એવો પ્રતાપ ઉર ધરી, આદરું છું આ ગ્રંથને ।
વિઘ્ન કોઇ વ્યાપે નહિ, સમરતાં સમર્થને ।।૩૮।। હરિકથા હવે આદરું, સદ્મતિ શ્રોતા જે સાંભળે ।
શ્રવણે સુણતાં સુખ ઉપજે, તાપ તનના તે ટળે ।।૩૯।। ભવ દુઃખહારી સુખકારી, સારી કથા આ અનુપ છે ।
પ્રગટ ઉપાસી જનને, સાંભળતાં સુખરૂપ છે ।।૪૦।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે મંગળાચરણ કર્યું એ નામે પ્રથમનું
પ્રકરણમ્ ।। ૧ ।।
પૂર્વછાયો- સર્વે સંત સુજાણને, હું પ્રથમ લાગી પાય ।
આદરું આ ગ્રંથને, જેમાં વિઘન કોઇ ન થાય ।।૧।।
સંતકૃપાએ સુખ ઉપજે, સંતકૃપાથી સરે કામ ।
સંતકૃપાથી પામિયે, પૂરણ પુરુષોત્તમ ધામ ।।૨।।
સંતકૃપાએ સદ્મતિ જાગે, સંતકૃપાથી સદ્ગુણ ।
સંતકૃપા વિના સાધુતા, કહોને પામ્યા કુણ ।।૩।।
સંત સેવ્યા તેણે સર્વ સેવ્યા, સેવ્યા શ્રીહરિ ભગવાન ।
ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેણે સંત કર્યા રાજી મન ।।૪।। જપ તપ તીર્થ વ્રત વળી, તેણે કર્યા યોગ યગન ।
સર્વે કારજ સારિયું, જેણે સંત કર્યા પ્રસન્ન ।।૫।। એવા સંત શિરોમણિ, ઘણી ઘણી શું કહું વાત ।
તેવું નથી ત્રિલોકમાં, સંત સમ તુલ્ય સાક્ષાત ।।૬।। કામદુઘા કલ્પતરુ, પારસ ચિંતામણિ ચાર ।
સંત સમાન એ એકે નહિ, મેં મનમાં કર્યો વિચાર ।।૭।। અલ્પ સુખ એમાં રહ્યું, મળી ટળી જાય છે એહ ।
સંત સેવ્યે સુખ ઉપજે, રહે અખંડ અટળ એહ ।।૮।।
પ્રકરણ
ભક્તચિંતામણી
ચોપાઇ- એવા સંત સદા શુભમતિ, જક્તદોષ નહિ જેમાં રતિ ।
સૌને આપે હિત ઉપદેશ, એવા સંતને નામું હું શીષ ।।૯।।
સદ્ગુણના સિંધુ ગંભીર, સ્થિરમતિ અતિશય ધીર ।
માન અભિમાન નહિ લેશ, એવા સંતને નામું હું શીષ ।।૧૦।। અહંકાર નહિ અભેદ ચિત્ત, કામ ક્રોધ લોભ મોહ જીત ।
ઇંદ્રિય જીતી ભજે જગદીશ, એવા સંતને નામું હું શીષ ।।૧૧।। નિર્ભય બ્રહ્મવિત્ત પુનિત, ક્ષમાવાન ને સરલ ચિત્ત ।
સમર્થ સત્યવાદી સરેશ, એવા સંતને નામું હું શીષ ।।૧૨।। તેજે તપે યશે સંત પુરા, જ્ઞાનવાન શુદ્ધ બોધે શૂરા ।
શુભ શીલ સુખના દાનેશ, એવા સંતને નામું હું શીષ ।।૧૩।। કરે પવિત્ર અન્ન જોઇ આહાર, સારી ગિરા સમભાવ અપાર ।
નહિ અનર્થ ઇર્ષ્યા કલેશ, એવા સંતને નામું હું શીષ ।।૧૪।। ભક્તિ વિનય દ્રઢ વિચાર, આપે બીજાને માન અપાર ।
અતિ પવિત્ર રહે અહોનિશ, એવા સંતને નામું હું શીષ ।।૧૫।। શમદમાદિ સાધને સંપન, બોલે મળિને મન રંજન ।
શ્રુતવાનમાં સૌથી સરેશ, એવા સંતને નામું હું શીષ ।।૧૬।। આનંદિત આત્મા છે આપ, નિર્લેપ નિર્દોષ નિષ્પાપ ।
અશઠ અસંગી ક્ષમાધીશ, એવા સંતને નામું હું શીષ ।।૧૭।।
સંશયહર્તા ને કલ્યાણકર્તા, વળી વેદ પુરાણના વેત્તા ।
કોમળવાણી વાચાળ વિશેષ, એવા સંતને નામું હું શીષ ।।૧૮।।
સારી સુંદર કથા કહે છે, અલુબ્ધાદિ આત્મા રહે છે ।
વળી પરદુઃખ હરે હંમેશ, એવા સંતને નામું હું શીષ ।।૧૯।। કામ દ્રવ્ય ને માન છે જેહ, તેહ સારુ નથી ધાર્યો દેહ ।
જ્ઞાન વૈરાગ્ય ઉરે અશેષ, એવા સંતને નામું હું શીષ ।।૨૦।।
સદા સ્મરણ ભજન કરે, વળી ધ્યાન મહારાજનું ધરે ।
એવે ગુણે મોટા જે મુનીશ, એવા સંતને નામું હું શીષ ।।૨૧।।
સાવધાન લજ્જાવાન ખરા, લોક આચરણ ન જુવે જરા ।
૬
ભક્તચિંતામણી પ્રકરણ ૨
મોટી બુદ્ધિ શુદ્ધિ છે વિશેષ, એવા સંતને નામું હું શીષ ।।૨૨।। કરે કારજ કળીમળ ધોય, લાભ અલાભે સ્થિરમતિ હોય ।
ડાહ્યા જાણે કાળ વળી દેશ, એવા સંતને નામું હું શીષ ।।૨૩।।
સુણી પારકા દોષને દાટે, તે જીવના રૂડા થવા માટે ।
ઉરે અધર્મનો નહિ પ્રવેશ, એવા સંતને નામું હું શીષ ।।૨૪।। અચપળતા અચિરકારી, ધ્રાય નૈ ધ્યાને મૂરતિ ભાળી ।
સદાગ્રહમાં રહે અહોનિશ, એવા સંતને નામું હું શીષ ।।૨૫।। કૃપાળુ ને પરઉપકારી, જ્ઞાનદાનથી ન જાય હારી ।
કેની નિંદા દ્રોહ નહિ લેશ, એવા સંતને નામું હું શીષ ।।૨૬।।
સગા સૌના શિતળતા અપાર, નિર્વિકારી ને લઘુઆહાર ।
શરણાગતના દાતા હંમેશ, એવા સંતને નામું હું શીષ ।।૨૭।। દગો નહિ સંગ્રહ રહિતા, વિવેક વિચાર ધર્મવંતા ।
સદા પવિત્ર ને શુભ વેષ, એવા સંતને નામું હું શીષ ।।૨૮।। રાખ્યું બ્રહ્મચર્ય અષ્ટઅંગ, અતિ તજ્યો ત્રિયાનો પ્રસંગ ।
પંચ વિષયશું રાખ્યો છે દ્વેષ, એવા સંતને નામું હું શીષ ।।૨૯।। એવા સદ્ગુણના છે ભંડાર, સર્વે જનના સુખદાતાર ।
અજ્ઞાનતમના છે દિનેશ, એવા સંતને નામું હું શીષ ।।૩૦।। એવા સદ્ગુણે સંપન્ન સંત, કરો કૃપા મું પર અત્યંત ।
ગાઉં મહારાજના ગુણ વળી, કરજ્યો સહાય તમે સહુ મળી ।।૩૧।। વળી વંદુ હરિજન સહુને, આપજ્યો એવી આશિષ મુને ।
હેત વાધે હરિયશ કહેતાં, એવી સૌ રહેજ્યો આશિષ દેતાં ।।૩૨।। અલ્પ બુદ્ધિએ આદર્યો ગ્રંથ, નથી પુરો કરવા સમર્થ ।
માટે સ્તુતિ કરું છું તમારી, કરજ્યો સહુ મળી સહાય મારી ।।૩૩।। કરી વિનંતિ વારમવાર, હવે કરું કથાનો ઉચ્ચાર ।
હરિયશ કહેવા હરખ્યું છે હૈયું, કહ્યા વિના જાતું નથી રૈયું ।।૩૪।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે કવિએ સ્તુતિ કરી એ નામે બીજાું
પ્રકરણમ્ ।।૨।।
પ્રકરણ
ભક્તચિંતામણી
સામેરી- સારી કથા સુંદર અતિ, હું કહું કરી વિસ્તાર । જે જન મન દઇ સાંભળે, તે ઉતરે ભવપાર ।।૧।।
અમૃતવત જે આ કથા, શ્રુતિ દઇ જે સાંભળશે ।
અંગોઅંગ આનંદ વાધી, તાપ સંતાપ તે ટળશે ।।૨।।
પ્રકટ પુરુષોત્તમનાં, ચરિત્ર પવિત્ર કહું અતિ ।
શ્રવણ દઇ જે સાંભળે, થાય તેની નિર્મળ મતિ ।।૩।।
પવિત્ર યશ જેની કીરતિ, પવિત્ર ગુણ કહેવાય છે ।
જે જન કહે ને સાંભળે, તે પણ પવિત્ર થાય છે ।।૪।।
પવિત્ર મહિમા પવિત્ર મોટ્યપ, પવિત્ર તેજ પ્રતાપ છે ।
ચિત્તે નિશદિન ચિંતવે, તે પણ જન નિષ્પાપ છે ।।૫।। એવી કથા ઉત્તમ અતિ, સદ્મતિ ને સુખરૂપ છે ।
જેમ જેમ જન સાંભળે, તેમ તેમ વાત અનુપ છે ।।૬।। એવી કથા આદરતાં, અતિ ઉમંગ છે મારે અંગે ।
અંગમાં આનંદ ઉલટ્યો, જાણું ક્યારે કહું ઉછરંગે ।।૭।। જેમ ઉપવાસી જનને, આવે અમૃતનું નોતરું ।
તે પિવા પળ ખમે નહિ, જાણે કૈ વારે પાન કરું ।।૮।। એમ થઇ છે અંતરે, હરિ યશ કેવા હામ હૈયે ।
જાણું ચરિત્ર નાથનાં, અતિ ઉત્તમ ક્યારે કૈયે ।।૯।।
સુતાર્થી જેમ સુત પામે, ધનાર્થી પામે ધન વળી ।
વિદ્યાર્થી જેમ વિદ્યા પામે, તેમ એ વાત મને મળી ।।૧૦।। અતિ હર્ષ છે અંતરે, વળી આનંદ આવ્યો છે અંગમાં ।
સુંદર ચરિત્ર શ્રીહરિતણાં, કહું હવે ઉમંગમાં ।।૧૧।। ધન્ય ધન્ય ધર્મ સુતની, પવિત્ર કથા કીરતિ ।
દુઃખ હરણી સુખ કરણી, થાય સુણતાં સદ્મતિ ।।૧૨।। કથા અનુપમ છે અતિ, શુભમતિ જન સાંભળશે ।
અભાગી નર અવગુણ લઇ, વણ બાળ્યે બળી મરશે ।।૧૩।। જવાસો જેમ જળ મળ્યે, જાય સમૂળો સુકાઇને ।
૮
ભક્તચિંતામણી પ્રકરણ ૩
તેમ અભાગી આ કથાથી, દુષ્ટ જાશે દુઃખાઇને ।।૧૪।। ખરને જેમ સાકર શત્રુ, પયપાક કુક્કુર કેમ ઝરે ।
ગિંગાને જેમ ગોળ ન ગમે, ઘી મિસરિથી કીટ મરે ।।૧૫।। ખાતાં ખારેક જેમ હય દુઃખી, સુખ નોય કોટિ ઉપાય ।
સુખદ વસ્તુ એ છે સઇ, પણ દુર્ભાગીને દુઃખદાય ।।૧૬।। તેમ અભાગી જીવને, યશ હરિના ઝેર છે ।
ખોટી વાતમાં મન ખુંચે, સાચી વાતશું વૈર છે ।।૧૭।। સ્તન ઉપર ઇતડી, પય ન પિવે પિવે અસ્રકને ।
તેમ અભાગી જીવ જેહ, તે મોક્ષ ન ઇચ્છે ઇચ્છે નર્કને ।।૧૮।। અભાગી જીવને જાણજ્યો, સારી લાગે તોપની સુખડી ।
પણ પલિતા લગી પ્રાણ છે, પંડ પળમાં જાશે પડી ।।૧૯।।
સંત સત્શાસ્ત્ર મળી વળી, સમઝાવે છે ઘણું ઘણું ।
પણ અભાગીને પ્રતીતિ નાવે, અવળું કરે છે આપણું ।।૨૦।।
પરાણે પિયુષ ન પિવે, વિષ પિવે વારતાં વળી ।
જેમ પતંગ પાવકમાંહી, ઝાલતાં મરે જળી ।।૨૧।। એવા અભાગી જીવને, અરથે તે આ કથા નથી ।
હરિજનના હિત અર્થે, હરિચરિત્ર કહેશું કથી ।।૨૨।। જન્મ કર્મ દિવ્ય જેનાં, તેની કથા હવે આદરું ।
જેવી દિઠી મેં સાંભળી, તેવી રીતે વર્ણન કરું ।।૨૩।।
પૂરણ પુરુષોત્તમની, કીર્તિ ઉત્તમ કહું કથી ।
બીજી કથા તો બહુ છે, પણ આ જેવી એકે નથી ।।૨૪।।
પ્રકટ ઉપાસી જનને, ધન છે દોયલા દનનું ।
સુતાં બેઠાં સંભારતાં, મટી જાય મળ મનનું ।।૨૫।। હળવે પુણ્યે હોય નહિ, વળી હરિકથાનો યોગ ।
મોટે ભાગ્યે એ મળે, ટળે ભારે મહાભવ રોગ ।।૨૬।। અસંખ્ય જન ઉદ્ધરે, હરિકથા સુણતાં કાન ।
અવશ્ય કરવું એજ છે, નરનારીને નિદાન ।।૨૭।।
પ્રકરણ
ભક્તચિંતામણી
ધન્ય ધન્ય શુભમતિ અતિ, જેને હરિકથામાં હેત ।
હરિચરિત્ર ચિંતવતાં, ટળે તાપ સંતાપ સમેત ।।૨૮।। ભવરોગ અમોઘ જાણી, પ્રાણી કરે કોઇ વિચાર ।
એહ વિના ઔષધી એકે, નથી નિશ્ચય નિર્ધાર ।।૨૯।।
સુખનિધિ શ્રીહરિકથા, જન જાણજ્યો જરૂર ।
સત્ય મુનિ કહે સત્ય દેવતા, સુંણી ધારજ્યો સહુ ઉર ।।૩૦।।
સહુ જન મળી સાંભળો, કથા કહું મહારાજની ।
કુસંગીને કામ ન આવે, છે સત્સંગીના કાજની ।।૩૧।। જેમ પ્રભુજી પ્રકટ્યા, જે દેશમાંહી દયાળ ।
જે ગામમાં અવતર્યા, નિજજનના પ્રતિપાળ ।।૩૨।।
જેહ કુળમાં ઉપજ્યા, જે કારણ છે અવતાર ।
જે જે કારજ કરીયાં, તે કહું કરી વિસ્તાર ।।૩૩।। અધર્મને ઉત્થાપવા, મહાબળવંત શ્રીહરિ ગણ્યા ।
જે રીતે કળિમળ કાપ્યું, કહું જે રીતે દુષ્ટ હણ્યા ।।૩૪।। જેહિ પેર્યે નિજજનને, આપ્યાં આનંદ અતિ ઘણાં ।
જીયાં જીયાં લીલા કરી, કહું તે સ્થળ સોહામણાં ।।૩૫।। જેહિ પેર્યે આપે રહ્યા, જેમ રાખ્યા સંતને વળી ।
જેહિ પેર્યે હરિજન વરત્યા, નરનારી હરિને મળી ।।૩૬।। જેટલા જન ઉદ્ધારિયા, શ્રીહરિ ધરી નરદેહને ।
જે જે સુખ આપ્યાં જનને, કહું અંતર ગત્યમાં એહને ।।૩૭।। જેવી રીતે પૂર્યા પરચા, ત્યાગી ગૃહી નિજજનને ।
જેવી રીતે જન વચન માની, ભજ્યા શ્રીભગવનને ।।૩૮।। જે જે સામર્થી વાવરી, વળી જે જે શક્કો બેસારિયો ।
જેહ રીતે કળીયુગ કાઢી, અધર્મસર્ગ નિવારિયો ।।૩૯।।
સર્વ ચરિત્ર શ્યામનાં, રસરૂપ અનુપમ છે અતિ ।
સુભાગી જન સાંભળશે, જેની હશે અતિ શુભમતિ ।।૪૦।। જે જે નયણે નિરખિયું, વળી જે જે સુણિયું કાન ।
૧૦ ભક્તચિંતામણી પ્રકરણ ૪
તે તે ચરિત્ર હવે કહું, સહુ સુણો થઇ સાવધાન ।।૪૧।। અતિ મોટપ્ય મહારાજની, કહેતાં કોટિ વિચાર થાય છે ।
સાંગોપાંગ સૂચવતાં, મન કહેવા કાયર થાય છે ।।૪૨।। આકાશના ઉડુગણ ગણવા, પામવો ઉત્તરનો પાર ।
સરું લેવું શૂન્યનું, એ વાતનો થાય વિચાર ।।૪૩।। જેમ છે તેમ યશ હરિના, કહેવા સામર્થી મારી નથી ।
જેમ ઉર મારે ઉપજશે, તેમ ચરિત્ર કહીશ કથી ।।૪૪।। અનુક્રમ આવે ન આવે, નથી તેનો નિરધાર ।
એવી ખોટ્ય માં ખોળજ્યો, સૌ સાંભળજ્યો કરી પ્યાર ।।૪૫।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ગ્રંથમાહાત્મ્ય નામે ત્રીજાું પ્રકરણમ્ ।।૩।। સામેરી- શુભમતિ હવે સાંભળો, એક ઉત્તર દિશે અદ્રિ કહીએ । અતિસુંદર શિખરી જેનું, નામ હિમાચળ લહીએ ।।૧।।
સુંદર ગેહેરી ગુફાઉં જેમાં, સદન સરિખી શોભે ઘણી ।
તેમાં દીપક સમ શોભે, શ્રેણી ઘણી મણિતણી ।।૨।। રજત સમ રળિયામણો, વળી ક્યાંક શ્યામવર્ણ સહી ।
સુમેરુ સરખી શિખર્યું જેની, વિચિત્ર પેર્યે વિલસી રહી ।।૩।।
સહુ દિશે ચાલે અતિ, નદીરૂપ નિઝરણાં ।
લેરી તરંગે આવૃત જેનાં, સુંદર જળ શોભે ઘણાં ।।૪।। તિયાં વૃક્ષવિવિધ જાત્યનાં, સુણો નામ સહુ તેહતણાં ।
અંબ કદંબ અનાર આસુ, તાલ તમાલ ત્યાં ઘણાં ।।૫।।
પારિજાતક પિપર પિપ્પળા, પિલુ પનસ ને પુનાગરી ।
પાડળ મિંડળ બેડાં મૌડાં, બિલાં બિજોરાં બોરસરી ।।૬।।
ગર્માલ ગુંદી ગુવાક ગુલછા, ગુલબાસ સાલર સર્ગવા ।
સર્શ શિશમ સાગ સરલા, સીતાફળી સોપારી હવા ।।૭।। શાલમલી ને શેમલ શમડા, અમરવડ ઉદંબરા ।
કોઠ કોઠવડી કર્ણાવર્ણ, ખેર ખાખર ખજાૂર ખરા ।।૮।।
પ્રકરણ
ભક્તચિંતામણી
અરિઠાં ને અંજીર આંબલી, રૂડી રાણ્ય ને રોહિડા ।
કર્મદી ને કર્મકેતકી, કેસર કણિયર કેવડા ।।૯।। કર્ણી અર્ણી ચંપક ચંદન, સુખડ દાડ્યમ સોયામણી ।
લિંબ લિંબોઇ હરડા ધવડા, જેઠી મજેઠી જોરબણી ।।૧૦।। જામફળી બદામ જાંબુ, આમલિયો ઓપે સહી ।
તરલા અરલા તિંતિડી, નાળીયેરી ને કેળી કહી ।।૧૧।। વગરાગ મંદરા વિકળા, આલ્ય આસોંદરા રોહિણી ।
વૃંદા આદિ વનવૃક્ષની, જાત્ય નવ જાય ગણી ।।૧૨।। બોરડી સવન શિશમડી, રક્તપતિ ને રતાંજળી ।
વેણુ આદિ અનેક વિટપે, હિમગિરિ શોભે વળી ।।૧૩।। દ્રાક્ષ ખારેક ખજાૂર ઇક્ષુ, જાયફળ લવિંગ લતા ।
એલચીને નાગરવેલી, પુષ્પ સોરંગે શોભતા ।।૧૪।। ડોલરિયા ગુલાબ ગેરા, વાસ સુવાસે સેવતી ।
જાઇ જાુઇ જ્યાં જાૂથિકા, માધવી મલ્લિકા માલતી ।।૧૫।। કુંદ કેસર કેશુ કુંભી, ગુલદાવદિ ને ગઢુલિયાં ।
ચંપા ચમેલી આદિ અનેક, ફૂલ બહુ ફૂલી રયાં ।।૧૬।। કંદ મૂળ રસાળ કોમળ, જેને જે જોયે તેહ જમે ।
અતિ રસાળ ફળ વિશાળ, સુંદર મળે સર્વે સમે ।।૧૭।। શરભ સિંહ શંશા શેમર, કપિ કુરંગ ને કુરભિ ।
ચિત માતંગ વરાહ મહિષા, શોભે રોઝ ને સુરભિ ।।૧૮।। કરી કેસરી વાઘ વાનર, સિંહ સુરભિ ભેળાં રમે ।
સહજ વૈર જેને સદા, તે કોઇ કેને નવ દમે ।।૧૯।। શુક સારસ હંસ મેના, કોકિલા કિલોલ કરે ।
મોર ચકોર ચાતક ચકવા, નીલકંઠ હરિ ઓચરે ।।૨૦।।
ચાતક વૈતક ઢોલર ઢેલ્યું, લેલાં હોલાં ને લાવરાં ।
કલંગ કુંઝિ કાક કાબર, બટ ભ્રમર તમ સુઘરાં ।।૨૧।।
સુંદર વાણીએ સર્વે બોલે, વૃક્ષ પર વિહંગ ચડી ।
ભક્તચિંતામણી પ્રકરણ ૪
અતિ અતોલ થાય કિલોલ, જાણું વન કરે છે વાતડી ।।૨૨।।
મંદ સુગંધ શીતળ વાયુ, વહે સુંદર એ વનમાં ।
સ્પર્શ તેનો પામતાં, શીતળ થાય તનમાં ।।૨૩।।
પંખી હિલોલા કરે કિલોલા, ગેહેરે શબ્દે ગેકી રિયાં । જાણું નૃત્યક નૃત્ય ભેદે, તાને ગાન ગાય તિયાં ।।૨૪।।
પરસ્પર પવન યોગે, ચાલે વિટપની ડાળિયો ।
તેમાં રવ રૂડા કરે, કોયલો રૂપાળિયો ।।૨૫।।
પંખી શબ્દે સાદ કરે, દ્રુમલતાકર કહે ઋષિ ।
કંદમૂળ ફળ ફૂલ સુંદર, આવો જમી થાઓ ખુશી ।।૨૬।। વળી એવા એ અદ્રિમાં, નદી નિગમની ધ્વનિ ઘણી ।
ગજ ઇંડજ ગાંધર્વ ગાને, શોભા નવ્ય જાય ભણી ।।૨૭।। રૂડા રત્ન હીરા મણિ, ઘણી ખાણ્યો એ ગિરિમાંય છે ।
શિવ બ્રહ્માદિક દેવે સેવ્યો, વળી સર્વે શિખરીનો રાય છે ।।૨૮।। વળી બ્રહ્મલોકથી ઉતરી, સપ્ત ધારા એ ગંગા સ્રવી ।
તેનાં નામ સુણો સહુ, કહું વિવેકે વળી વર્ણવી ।।૨૯।। વસ્વૌકસારા નલિની, પાવની વળી સરસ્વતી ।
જંબુ સીતા ગંગા સિંધુ, એ સપ્ત ધારા ઉત્તમ અતિ ।।૩૦।।
પુણ્ય પવિત્ર સરિતા સુંદર, ગંગા ગેહેરી જ્યાં વહે ।
જે જન નાય તે શુદ્ધ થાય, પાપ તાપ તે નવ રહે ।।૩૧।। એવા ગિરિમાં નરનારાયણ, બેઠા બેઉ બદ્રિતળે ।
સુખકંદ પૂરણચંદ, ઝાઝે તેજે ઝળમળે ।।૩૨।।
મુનિવૃંદ આનંદકંદ, આગળ્યે બેઠા બહુ ।
નારાયણના મુખથી, સુંદર કથા સુણે સહુ ।।૩૩।। એવા સમામાં આવિયા, ઋષિ બીજા બહુ મળી ।
તીરથરત એ આશ્રમે, આવિયા મુનિ મળી ।।૩૪।।
નરનારાયણ નિરખવા, જેને હૈયે ઘણી હામ છે ।
સંક્ષેપે કહું સાંભળો, જેહ એ મુનિનાં નામ છે ।।૩૫।।
પ્રકરણ
ભક્તચિંતામણી
મોટા મોટા મુનિ મળી, આવ્યા આશ્રમ એહમાં ।
તેનાં નામ સાંભળજ્યો, સહુ જન સનેહમાં ।।૩૬।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે હિમાદ્રિ વર્ણન નામે ચોથું પ્રકરણમ્ ।।૪।।
ચોપાઇ- મોટા મરીચી પર ઉપકારી, દીનજનતણા દુઃખહારી । આવ્યા શુક જનમના યોગી, ગર્ગ ગૌતમ બ્રહ્મરસ ભોગી ।।૧।। આવ્યા બગદાલવજી બૂઢ, ગૌરમુખ ને જ્ઞાનના ગૂઢ ।
આવ્યા અષ્ટાવક્ર ને આસ્તિક, શાકટાયન શૃંગી શૌનક ।।૨।। આવ્યા ઔર્વ આરુણિ આસુરી, ભરદ્વાજઋષિ ને ભાગુરી ।
આવ્યા ઋષિ અંગિરા અગસ્ત્ય, સત્યધર્મી શુક્ર ને સંવર્ત ।।૩।। આવ્યા વત્સ વોઢુ વિભાંડક, જરત્કારુ જૈમિનિ જાપક ।
આવ્યા સૌભરી શાકલ્ય શક્રિ, વળી આર્ષ્ટિષેણ કહું અત્રિ ।।૪।। આવ્યા મુનિ મૈત્રેય માંડવ્ય, જાજળી જયંત જૈગીષવ્ય ।
આવ્યા બૃહસ્પતિ વેદશિરા, વિશ્વામિત્ર વસિષ્ઠ સુધિરા ।।૫।। આવ્યા કવષ ક્રતુ કક્ષીવાન, યાજ્ઞવલ્ક્ય જાબાળ સુજાન ।
ઉતથ્ય ઉપમન્યુ ને ઔર્વ, દયાળુ જે દેવલ ને રૌર્વ ।।૬।। આવ્યા વામદેવને વાલ્મિક, વિપુલ બ્રહ્મચર્ય વશિક ।
પિપ્પલાદ પુલહ પુલસ્ત્ય, કચ કૃપાળુ કશ્યપ સમસ્ત ।।૭।। આવ્યા કર્દમ ને કાત્યાયન, પંચશિખ ને વૈશંપાયન ।
આવ્યા પરઉપકારી પ્રચેતા, શંકુવર્ણ ને શંખ લિખિતા ।।૮।। આવ્યા કણાદ કરભાજન, કર્કશ કણ્વ બભ્રુ ચ્યવન ।
પારાશર લોમશ ને હંસિ, પૈલ પાણિનિ ને ભૃગુઋષિ ।।૯।। આવ્યા ગાલવ ને જે માતંગ, શાંડિલ્ય શ્વેતકેતુ શરભંગ ।
આવ્યા મેધાતિથિ માનખંડી, બ્રૃહદગ્નિ બ્રૃહદશ્ચ વૈતંડી ।।૧૦।। આવ્યા સુમંતુ ને શરદ્વાન, ઇંદ્રપ્રમદ ને ઇદ્મવાન ।
અથર્વા એકત દ્વિત ત્રિત, માંડુકેય પાઠર હારીત ।।૧૧।। ભાંડાયનિ ભાર્ગવ ભાલુકિ, શિશંપાયન પર્વત મંકિ ।
ભક્તચિંતામણી પ્રકરણ ૫
કઠ તાંડય કૌંડિન્ય કવશ, ક્ષારપાણિ પર્ણદ સુજશ ।।૧૨।। હરિશ્મશ્રુ મુનિ અંશુમાન, શાર્કર ને શારદવાન ।
વૈતહવ્ય વળી વાત્સ્યાયન, સાવેતસ ને સૈન્ધવાયન ।।૧૩।।
સાવર્ણિ સાવર્ણ્ય ને સંવર્તુ, ભૂરિષેણ શમિક સંક્રતુ ।
જમદગ્નિ જાતુકર્ણ્ય જાણો, પ્રણાદ દેવરાત પ્રમાણો ।।૧૪।। અકૃતવ્રણ વળી જે યાસક, વીતહવ્ય ધ્રુવ ને ઋચિક ।
ગૌરશિરા કૃષ્ણાત્રેય કહીએ, સ્થૂલશિરા મૌંજાયન લહીએ ।।૧૫।।
નાચિકેત તૈતરિ ઉત્તંક, દાલભ્ય કાલવૃક્ષીય નિઃશંક ।
અગ્નિવેશ્ય મુદગલ હતા, મુનિ ઋષ્યશૃંગ જગછતા ।।૧૬।। શ્વેતકેતુ ને વળી શમિક, ઇંદ્ર પ્રમિતિ કહીએ કુશિક ।
સૌમ્ય નારદ ને સારસ્વત, વત્સ ને વેદશિરા સુમત ।।૧૭।। અવલંબાયન અરિજીત, આવ્યા ઔર્મિ ઋષિ આશાદિત ।
ધારણિક ધૌમ્ય ને ધ્યાનેશ, બુધ બૌધાયન ને મૌનેશ ।।૧૮।।
ગાંધર્વક ગોભિલ ગોપિત, ગવિષ્ઠિર ગૌશિરા પુનિત ।
પૂર્વાતિથ્ય ને ધ્રુવ વાછિલ, વૈતાનસ દેવ ને વૈહલ ।।૧૯।। વ્યાઘ્રપદ વળી વિષ્ણુદત્ત, દધ્નાય સૈયજંઘ સમસ્ત ।
દેવોદાસ દેવરાત નામ, દેવાતપ લોહિત અકામ ।।૨૦।। વૈનતેય ને નૈપુણ મળી, હારિકર્ણિ ચાંદ્રાયણ વળી ।
હરિતકેય વળી હંસાળ, મુનિ ઉદૃાલકજી દયાળ ।।૨૧।। એ આદિ ઋષિ સર્વે સંગે, દીઠો આશ્રમ એહ ઉમંગે ।
પ્રથમ વિશાલા સૌએ વિલોકી, દીઠી અતિ રચના અલોકી ।।૨૨।। અક્ષરધામરૂપ એહ વન, તેને જાણું કર્યું આછાદન ।
ઘાટી છાયાએ શોભે છે ઘણી, દૈયે ઉપમા એને કે તણી ।।૨૩।।
નરનારાયણ ઋષિરાય, તેને કરી રહી છે એ છાંય ।
તેને તળે જોતાં મુનિજન, થયું નરઋષિનું દર્શન ।।૨૪।। બેઠા આસન ઉપર સુખે, રટે નારાયણ નામ મુખે ।
વળી તેને પાસે ઋષિરાય, બેઠા નવ યોગેશ્વર ત્યાંય ।।૨૫।।
પ્રકરણ
ભક્તચિંતામણી ૧૫
તેનાં નામ સુણજ્યો સુબુદ્ધ, કવિ અંતરિક્ષ હરિ પ્રબુદ્ધ ।
પિપ્પલાયન કરભાજન, આવિર્હોત્ર દ્રુમિલ પાવન ।।૨૬।।
ચમસ એ નવ યોગી જેહ, જગહિતકારી મુનિ તેહ ।
વળી કલાપ ગ્રામ નિવાસી, દીઠા તનુ આદિ સુખરાશી ।।૨૭।। એવા અનેક મુનિ ત્યાં મળી, વિંટી બેઠા તે નરને વળી ।
નર સુંદરવર તન શ્યામ, મૃગાજીન કંઠે કંજદામ ।।૨૮।। એવા નર નયણે નિરખી, મુનિ સહુ બહુ રહ્યા હરખી ।
ત્યારે નરે દીઠા ઋષિરાય, આસનથી ઊઠી લાગ્યા પાય ।।૨૯।।
પછી ઋષિ પડ્યા નરચરણે, વાધી વાલ્યપ ન જાય વરણે ।
પછી આપ્યાં કોમળ આસન, તેહ પર બેઠા મુનિજન ।।૩૦।। કિધી પરસ્પર પૂજા વળી, પછી નરઋષિ બેઠા મળી ।
નર કહે ઋષિ ધન્ય ધન્ય, તમે વ્હાલા છો નાથને મન ।।૩૧।। તમ જેવા જે સતપુરુષ, તેનું દુર્લભ મળવું દર્શ ।
મળે ત્રિલોકનું સુખ સોંઘું, પણ મળવું તમારું તે મોંઘું ।।૩૨।। તમે મળ્યે ટળે કર્મ કોટી, એથી બીજી વાત કઇ મોટી ।
માટે શું કહીએ મહિમા ઘણો, નથી કહ્યો જાતો તમ તણો ।।૩૩।। ભલે આવ્યા તમે મુનિસાથ, હમણાં દેશે દર્શન નાથ ।
ત્યારે નર પ્રત્યે બોલ્યા મુનીશ, ધન્ય તમે છો બ્રહ્માંડાધીશ ।।૩૪।।
નાથને વહાલા છો તપેશ્વર, પ્રભુ સેવામાં છો તતપર ।
તમે વળી નારાયણ માંઇ, કહીએ અમે ફેર નથી કાંઇ ।।૩૫।। છો તો એક ને દિસો છો દોય, તેનો ભેદ જાણે જન કોય ।
માટે આ ભૂનાં ભાગ્ય અમિત, થઇ પ્રભુ ચરણે અંકિત ।।૩૬।। વળી પશુ પંખી વેલી વન, તેનાં પણ ભાગ્ય ધન્ય ધન્ય ।
જે જે વસે છે આશ્રમ આણે, તેનાં ભાગ્ય ન જાયે વખાણે ।।૩૭।। વળી અમે પણ ભાગ્યશાળી, જોશું નાથને નયણે નિહાળી ।
કહે એમ તે ઋષિ ને નર, કરે પ્રશંસા તે પરસ્પર ।।૩૮।। એવે સમે નારાયણ જેહ, આવ્યા પર્ણકુટી બાર તેહ ।
૧૬ ભક્તચિંતામણી પ્રકરણ ૫
ઉગ્ર તપવાળા અતિકાંતિ, શોભે મુખે નથી કહી જાતી ।।૩૯।। કોટિ અર્ક ઇંદુ ને અગનિ, તેથી તેજ શોભા બહુ બની ।
કરિકરસમ કર અજાન, શોભે સારું તન શ્યામવાન ।।૪૦।।
નવા કંજસમ નેણ દોય, પૂર્ણ ચંદ્ર સમ મુખ સોય ।
દીપે હસવે દંતપંગતિ, ઉરુ ચરણ કોમળ અતિ ।।૪૧।। ઝીણા પીળા ઉગે શીષકેશ, માથે મુકુટ તેનો છે હમેશ । ઓપે ઉર અનુપ વિશાલ, કહીએ કેમ તે તરુ તમાલ ।।૪૨।। શોભે કંઠ તે કંબુસમાન, ઓપે ઉદર પિપ્પલ પાન ।
પડે ત્રણ વળ તિયાં સાર, નાભિ ઉંડી વર્તુલ આકાર ।।૪૩।।
પુષ્ટતન કંચન જનોઇ, ડાબે કરે કમંડલું સોઇ ।
દક્ષિણ પાણિમાંહિ દંડ રાજે, શ્વેતાંબરે અંગછબી છાજે ।।૪૪।। એવા સુખસિંધુ શોભાખાણી, જોયું હેતે નિજજન જાણી ।
હતા ઉદ્ધવ પોતાને સાથ, પ્રેમે કરી પધારિયા નાથ ।।૪૫।। એવા શ્યામ સુંદર સુખદેણ, નિરખી નાથને ઠરિયાં નેણ ।
પછી રાજી થયા મુનિરાય, પ્રેમે લાગ્યા પ્રભુજીને પાય ।।૪૬।। હુવા પરવશ પામી આનંદ, થઇ કંઠે વાણી ગદગદ ।
ચાલે ચક્ષુએ નીર ચોધારે, કરે પ્રણિપાત વારે વારે ।।૪૭।।
પછી પ્રભુએ પ્રેમે બોલાવી, આપે બેઠા આસન પર આવી ।
પછી સહુને પાસે બેસાર્યા, હેતે હેરિને તાપ નિવાર્યા ।।૪૮।। નિરખી મુનિ કરે હેત અતિ, જાણું મિટે શું પીશે મૂરતિ । વળી ચાટશે જીભાએ કરી, જાણું ભેટશે ભુજાએ ભરી ।।૪૯।। એમ મુનિનું હેત અપાર, દીઠું તે આશ્રમને રહેનાર ।
પછી પૂજા કરવાને કાજ, મુનિ લાવ્યા છે બહુ સમાજ ।।૫૦।।
ષટ્દશ પૂજા પરકાર, તેણે પૂજિયા પ્રાણ આધાર ।
પછી ધુપ દીપ ને આરતિ, કરી ધૂન્ય કરી વળી સ્તુતિ ।।૫૧।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ઋષિનાં નામ કહ્યાં એ નામે પાંચમું
પ્રકરણ
ભક્તચિંતામણી ૧૭
પ્રકરણમ્ ।।૫।।
ચોપાઇ- જયજય ગાય મુનિ ગાથ, જય જય નરવીર નાથ ।
જયજય બદ્રિપતિ રાય, તવ ગુણ કહ્યા કેમ જાય ।।૧।। જય દીનબંધુ ઋષિદેવ, જય અકળ નાથ અભેવ ।
જય કૃપાના સિંધુ કૃપાળુ, જય દયાના નિધિ દયાળુ ।।૨।। જય પ્રભુ તમે જગદીશ, જય અખિલ બ્રહ્માંડાધીશ ।
જય આનંદકંદ અવતારી, જય સંતજન સુખકારી ।।૩।। જય ધર્મસુત મહાધીર, જય જ્ઞાન વિજ્ઞાન ગંભીર ।
જય અતિ અજીત અભેદ, જય કહે નેતિ નેતિ વેદ ।।૪।। જય સુખનિધિ સિદ્ધ શ્યામ, જય સદા અક્રોધ અકામ ।
જય પુણ્ય પવિત્ર પ્રતાપ, જય નિર્દોષ ને નિષ્પાપ ।।૫।। જય ધર્મતણા પ્રતિપાળ, જય ભારતપતિ ભૂપાળ ।
જય પાપ ઉત્થાપન આપ, જય સંત હરણ સંતાપ ।।૬।। જય ખળબળ ખંડનહાર, જય ભૂમિ ઉતારણ ભાર ।
જય દુષ્ટતન દંડધાર, જય નિજજન કાજ સુધાર ।।૭।। જય અકળ બળ અવિનાશી, જય પીંડ બ્રહ્માંડ પ્રકાશી ।
જય કાળતણા મહાકાળ, જય ભૂપતિ પતિ ભૂપાળ ।।૮।। જય મહાદુષ્ટ મોડણ માન, જય ભક્તવત્સલ ભગવાન ।
જય અક્ષરધામી અકામી, જય સર્વતણા તમે સ્વામી ।।૯।। જય અવતારના અવતારી, મત્સ્ય કચ્છ વારાહ મુરારી ।
જય નૃહરિ વામન નાથ, જય પરશુરામ રઘુનાથ ।।૧૦।। જય હલધર કૃષ્ણ કૃપાળુ, જય બુદ્ધ કલકી દયાળુ ।
જય અલેખધર અવતાર, જય અકળ સર્વ આધાર ।।૧૧।।
એવા અનેક ધરી શરીર, બેસો બદ્રીતળે બેઉ વીર ।
રહો તાપસ વેષે હમેશ, જટા મુકુટ સુંદર શીશ ।।૧૨।। દંડ કમંડલું મૃગછાલા, ઊર્ધ્વપુંડ્ર ને અક્ષની માલા ।
ઉપવીત પુનિતને ધારી, સદા ભાઇ બેઉ બ્રહ્મચારી ।।૧૩।।
ભક્તચિંતામણી પ્રકરણ ૬
સુખસાગર શાન્તિ સ્વરૂપ, દયાળુ દીનબંધુ અનુપ ।
જય નિજજન સુખદાતા, જય નરનારાયણ ભ્રાતા ।।૧૪।। જય અછેદ્ય અભેદ્ય અતિ, જય બળ અકળ મુરતિ ।
જય તેજ અત્યંત મહંત, જય અજર અમર અનંત ।।૧૫।। જય ગુણસાગર ગોવિંદ, જય સુંદર શ્યામ સ્વચ્છંદ ।
જય દાસના પાશ વિનાશ, જય અમાયિક અવિનાશ ।।૧૬।। જય નિજજન જીવન પ્રાણ, જય મહા સુખરૂપ મેરાણ ।
મળી મુનિ કરે એ ઉચ્ચાર, વર્તી રહ્યો ત્યાં જયજયકાર ।।૧૭।। એમ સ્તુતિ કરી મુનિવૃંદ, નિરખી નાથને પામ્યા આનંદ । કરી સ્તવન દંડપ્રણામ, પુરી કરી તે હૈયાની હામ ।।૧૮।।
પછી હાથ જોડી બેઠા પાસ, થઇ અંતરદૃષ્ટિ ઉજાસ ।
શ્રીનારાયણ કૃપાએ કરી, વૃત્તિ અંતરમાંહિ ઉતરી ।।૧૯।। દિઠું અક્ષરધામ અલોકી, પામ્યા સુખ તેહને વિલોકી ।
દિઠો તેજતણો ત્યાં અંબાર, તેહ મધ્યે સિંહાસન સાર ।।૨૦।। તિયાં બેઠા દીઠા બહુનામી, જેહ અક્ષરધામના ધામી ।
અતિ સુંદર મૂરતિ સારી, શોભાધામ શ્યામ સુખકારી ।।૨૧।। તેને નિરખીને પામ્યા આનંદ, ફૂલ્યાં જેમ કુમોદની ચંદ ।
પછી બારે જોયું આવી જ્યારે, દીઠી તેની તે મુરતિ ત્યારે ।।૨૨।। જેવા અક્ષરધામમાં દીઠા, તેવા દીઠા સનમુખ બેઠા ।
તે તો નારાયણનું છે કૃત્ય, એમાં નહિ કાંઇ અચરત્ય ।।૨૩।।
પછી પાયે લાગ્યા જોડી હાથ, ત્યારે મધુરી વાણ્યે બોલ્યા નાથ । હે મુનિયો ! ભલે આવ્યા તમે, તમને જોઇ રાજી થયા અમે ।।૨૪।। તમારાં દરશનને કાજ, અમે ઇચ્છતાતા મુનિરાજ ।
મળવું તમારું દુર્લભ મને, થાય નહિ તે થોડે રે પુણ્યે ।।૨૫।।
ગોલોકાદિ ધામ કહીએ જેહ, યોગસિદ્ધિયો કાવે છે તેહ । તેથી વહાલા મુનિ તમે બહુ, સત્ય માનજ્યો વાત એ સહુ ।।૨૬।। વળી શિવ બ્રહ્માદિક જેવા, આપે બલિદાન કરે સેવા ।
પ્રકરણ
ભક્તચિંતામણી
એહ તેહ મુજને છે પ્યારા, પણ તમે છો આતમા મારા ।।૨૭।। તમે અહોનિશ ચિંતવો મને, જ્ઞાનબોધે તારો છો જીવોને । જપ તપ ને યોગ યગન, વ્રતાદિક બીજાં જેહ પુણ્ય ।।૨૮।। તેહ સર્વે મળી જેહ કાવે, જેના સોળમા અંશમાં નાવે ।
માટે એનું નામ અભયદાન, બીજા નાવે તે એને સમાન ।।૨૯।।
માટે પરમાર્થી જાણ્યા અમે, મારા શુદ્ધ ભક્ત વળી તમે ।
માટે તમ જેવા કોઇ નથી, ઘણું કહીએ શું મુનિ મુખથી ।।૩૦।। કહે કવિ સાંભળો સુજાણ, એમ બોલ્યા નારાયણ વાણ ।
અતિભાવે હેતે ભર્યાં વેણ, બોલ્યા કૃપાએ કમળનેણ ।।૩૧।।
પછી મુનિ બોલ્યા કરી સ્તુતિ, ધન્ય ધન્ય પ્રભુ પ્રાણપતિ ।
ધન્ય નરવીર અવતાર, બહુ જીવનો કર્યો ઉદ્ધાર ।।૩૨।। ધન્ય પ્રકટ પૂરણચંદ, નિજજનને દેવા આનંદ ।
ધન્ય દીનબંધુ ભગવાન, મહાદુષ્ટનું મોડણ માન ।।૩૩।। ધન્ય નરનારાયણ એક, તેનો જાણે વિરલા વિવેક ।
ધન્ય અકળ કળા તમારી, બેઉ બાંધવની બલિહારી ।।૩૪।। ધન્ય સર્વ જન સુખકારી, દીનજનતણા દુઃખહારી ।
સર્વે જીવની કરવા સાર, તમે રહ્યા આ ધામ મોઝાર ।।૩૫।। હવે નાથ કહીએ છીએ તમને, કહેવું ઘટે તે કહેજ્યો અમને । એમ કહી જોડ્યા હાથ જ્યારે, મુનિ પ્રત્યે પ્રભુ બોલ્યા ત્યારે ।।૩૬।।
મુનિ તમે ત્રિલોકને માંય, આવો જાવો તે આપ ઇચ્છાય । હમણાં કોણ લોકમાંથી આવ્યા, તેની શી શી ખબર તમે લાવ્યા ।।૩૭।। ત્યારે મુનિ બોલ્યા જોડી હાથ, આવ્યા ભરતખંડ જોઇ નાથ । ત્યારે નારાયણ કહે ઋષિ, સર્વે મારી પ્રજા છે ખુશી ।।૩૮।।
ચારે વર્ણ ને ચારે આશ્રમ, સહુ વર્તે છે પોતાને ધર્મ ।
ભક્તિ ધર્મ જ્ઞાન ને વૈરાગ્ય, એહ ઉપર કેવો અનુરાગ ।।૩૯।। જેમ હોય તેમ કહો મુનિ, ભરતખંડના મનુષ્ય સહુની ।
એવાં સુણી પ્રભુજીનાં વેણ, સર્વે ઋષિએ ઢાળિયાં નેણ ।।૪૦।।
ભક્તચિંતામણી પ્રકરણ ૭
આવ્યાં નયણે નીર ભરાઇ, અતિશોક વ્યાપ્યો ઉરમાંઇ ।
થઇ ગદગદ કંઠે ગિરા, પછી બોલિયા છે રહી ધીરા ।।૪૧।।
સુણો નારાયણ નરભ્રાત, એની અમે ન કહેવાય વાત ।
ચારે વર્ણ ને ચારે આશ્રમ, તેણે ત્યાગી દીધા નિજ ધર્મ ।।૪૨।। અસત્ય ગુરુએ અવળું બતાવી, દીધો અધર્મ ધર્મ ઠરાવી ।
રાજા ઉન્મત્ત થઇ અપાર, કર્યો સત્ય ધર્મનો સંહાર ।।૪૩।। આપે પાપ કરે અણલેખે, તેમ પ્રજા કરે દેખાદેખે ।
નરનારી નિયમમાં નથી, કહીએ તેની ભુંડાઇ શું કથી ।।૪૪।। એને જોઇ અમે મુનિરાજ, સહુ દુઃખીયા છીએ મહારાજ ।
એમ કહી આપે કર્યું રૂદન, કહું સાંભળજ્યો સહુ જન ।।૪૫।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ઋષિસ્તુતિ નામે છઠ્ઠું પ્રકરણમ્ ।।૬।।
પૂર્વછાયો- એવું શ્રવણે સાંભળી, નરવીરે કર્યો વિચાર । એહ પાપને ટાળવા, મારે નિશ્ચે લેવો અવતાર ।।૧।। ઋષિ તમે રાજી રહો, અધર્મ કરીશ ઉત્થાપ ।
સુખી કરીશ સૌ સંતને, તમે પરહરો પરિતાપ ।।૨।। એમ કહી નરવીર ઋષિ, બેઠા એહ આશ્રમ ।
તેહ સમે નિજ સ્થાનથી, આવિયાં મૂર્તિ ને ધર્મ ।।૩।। તેણે દેખી ઉભા થયા, સર્વે ઋષિ નારાયણ નર ।
દંડવત પ્રણામ કરી, કરે સ્તુતિ જોડી સહુ કર ।।૪।।
ચોપાઇ- જોઇ ધર્મ ને મૂરતિ દોય, તેણે આનંદિયા સહુ કોય । શુદ્ધ સત્ત્વમય તનુ શાંતિ, શરદ પુન્યમ શશિસમ કાંતિ ।।૫।। કંઠે કંજ તુલસીની માળ, પીળી જટાનો મુગટ વિશાળ ।
નવ નીરજસમ દોય નેણ, અતિ શાંતિવાન સુખદેણ ।।૬।।
પહેર્યાં શ્વેતાંબર તન શોભે, જોઇ જનતણાં મન લોભે ।
શોભે સુંદર રેખા બે હાથે, પહેરી સિત ઉપવીત નાથે ।।૭।। એવા ધર્મ પરમ પાવન, તેનું મુનિ કરે છે સ્તવન ।
પ્રકરણ
ભક્તચિંતામણી
ધન્ય ધર્મ મહિમા તમારો, સર્વે લોકમાં સુજશ સારો ।।૮।। હરિ હર બ્રહ્મા મન ભાવો, તમે સર્વેના ભૂષણ કહાવો ।
સુર સરવે ને વળી ઇંદ્ર, મનુ કશ્યપ ને રવિ ચંદ્ર ।।૯।। કોઇ ત્યાગી ન શકે તમને, સર્વે મુનિને વહાલા છો મને । શેષ શારદા ને ગણપતિ, તમે સહુને વહાલા છો અતિ ।।૧૦।। વાયુ વહ્નિ ને વળી વારિ, તે મર્યાદા ન લોપે તમારી ।
સપ્ત ઋષિ સતી પતિવ્રતા, સનકાદિક તમને સેવતા ।।૧૧।। યોગી યતિ તપી તપ સાધે, તે તો સર્વે તમને આરાધે ।
ગૃહી વાનપ્રસ્થ ને સંન્યાસી, બ્રહ્મચારી તમારા ઉપાસી ।।૧૨।। દ્વિજ ક્ષત્રિય ને વૈશ્ય ભજે, શુદ્ર તે પણ તમને ન તજે ।
પશુ પંખી પન્નગ નરનારી, સર્વે રહ્યા છે તમને ધારી ।।૧૩।। તમને તે વંદે વેદ ચાર, ષટ્ શાસ્ત્ર પુરાણ અઢાર ।
કોઇ ન કરે તમારો ઉત્થાપ, મહામોટો તમારો પ્રતાપ ।।૧૪।। તમને તજી કરે જે જે કાજ, તે તો ભષ્ટ થવાનો સમાજ ।
તમને તજી ભજે જે દેવ, તે તો તેની છે નિષ્ફળ સેવ ।।૧૫।। તમને તજી ભજે ભગવાન, તોય તેટલું જાણવું જ્યાન ।
એવી મોટી છે તમારી લાજ, સર્વ લોકમાં તમારું રાજ ।।૧૬।।
પ્રભુ પ્રસન્ન કરવાને સારું, સહુ કરે સેવન તમારું ।
વળી આલોક પરલોકમાંય, સુખ થવા સેવે છે સદાય ।।૧૭।। જે જે સુખી થયા થાશે કોય, તેતો ધર્મ વિના નિશ્ચે નોય ।
માટે શું કહીએ મુખે મહિમા, તમ તુલ્ય નહિ ત્રિલોકમાં ।।૧૮।। એમ કરી તે પ્રશંસા બહુ, પછી આસને બેઠા છે સહુ ।
સર્વે નારાયણ સામું જોઇ, સહુએ ચિત્તની વૃત્તિ પરોઇ ।।૧૯।। ધર્મ મૂર્તિ ને નરમુનિ, પ્રભુ સામી છે દૃષ્ટિ સહુની ।
પછી નારાયણ પદ્મનેણ, બોલ્યા અમૃત સરિખાં વેણ ।।૨૦।। ભલે આવ્યા તમે મારા તાત, ભલે આવિયાં મૂરતિ માત ।
થયું આજ પવિત્ર આશ્રમ, તમે પધાર્યા મૂરતિ ધર્મ ।।૨૧।।
ભક્તચિંતામણી પ્રકરણ ૭
પણ આ ઋષિ આવ્યા છે મળી, તેની વારતા લિયો સાંભળી । સ્વર્ગ મૃત્યુલોક ને પાતાળ, તેમાં વિચરે છે એ દયાળ ।।૨૨।। હમણાં ભર્તખંડમાંથી આવ્યા, સર્વે પ્રજાની ખબર લાવ્યા ।
કહે છે અતિ વાધ્યો અધર્મ, ભ્રષ્ટ થયા છે વર્ણ આશ્રમ ।।૨૩।। રાજા પ્રજા તજી સત્ય રીતી, આપ સ્વાર્થે કરે છે અનીતિ ।
ત્યાગી ગૃહી તજી નિજધર્મ, વિષય સારું કરે છે વિકર્મ ।।૨૪।।
નરનારી અપાર છે કામી, કરે ગોત્રમાં ગમન હરામી ।
નથી ધર્મમાં મતિ કોયની, એવી ખબર લાવ્યા આ મુનિ ।।૨૫।।
પ્રભુ વાત કરે છે એવી રીતે, સહુ સાંભળે છે એક ચિત્તે ।
શ્રવણ નયન નથી બીજે ક્યાંઇ, સહુ રહ્યાં છે પ્રભુમાં પ્રોવાઇ ।।૨૬।। એવે સમે કૈલાસેથી ક્રોધી, આવ્યા દુર્વાસા દુરબુદ્ધિ ।
તેની નથી કોઇને ખબર, ઉભા થઇ રહ્યા ઘડિભર ।।૨૭।।
પછી દુર્વાસા દુઃખાણા ઘણું, ન થયું સન્માન પોતાતણું । વળતિ હૈયામાં વાત વિચારી, આ તો સર્વે દિસે છે અહંકારી ।।૨૮।। જોને કેવી આવી છે કુમતિ, એમ કહીને કોપ્યા છે અતિ । રૂદ્રાંશ દીર્ઘ જેનો ક્રોધ, ચડ્યે ન માને બીજાનો બોધ ।।૨૯।। તને તામસી મને રિસાળ, રહે રોષ જેને સદાકાળ ।
ક્ષમા નહિ ને ક્ષોભ અપાર, નહિ શાંતિ ને સહન લગાર ।।૩૦।। એવા દુર્વાસા મહાઘોર, બોલ્યા કોપનાં વચન કઠોર ।
કહે સાંભળજ્યો સર્વેજન, જેહ બોલ્યા દુર્વાસા વચન ।।૩૧।। કરી રિસમાં લોચન લાલ, ચડાવ્યાં વળી ભ્રકુટિ ભાલ ।
ધ્રુજે તન ફરફરે હોઠ, વાધ્યો વિકરાળ કાળકોઠ ।।૩૨।।
પછી સહુ પ્રત્યે બોલ્યા એમ, તમને ધર્મવાળા કહીએ કેમ ।
તમે માનમાં મસ્ત છો ઘણા, નથી તમને ભાર કોઇ તણા ।।૩૩।।
મને માનો છો સહુથી સરસ, બીજાને તો માનો છો નરસ । એવું અભિમાન તમને ઘણું, જોજ્યો ફળ હવે તેહ તણું ।।૩૪।। હું દુર્વાસા આવ્યો દૂરથી, ન થયું સન્માન વિચારો ઉરથી ।
પ્રકરણ
ભક્તચિંતામણી
એવું જોઇ ક્ષમા ઉર લાવું, એવો શાંતિવાળો હું ન કહાવું ।।૩૫।।
મારૂં નામ સુણી શાંતિ નાસે, ક્ષમા આવે નહિ મુજ પાસે । એવો દુર્વાસા ઋષિ હું છું, તે હવે દંડ તમને દઉં છું ।।૩૬।।
પુણ્ય પવિત્ર એવો આ દેશ, સેવે દેવાદિ મોટા મુનીશ । તેથી પડો હવે તતકાળ, થાવો મનુષ્યને ઘેર બાળ ।।૩૭।। તમે મનુષ્ય દેહને ધરો, આજ પછી આવું નવ્ય કરો ।
ત્યાં અધર્મ ને કળિના જેહ, ભર્યા અસુર વસે છે તેહ ।।૩૮।। તેથી દુઃખ પામો ઘણું ઘણું, એ ફળ મારા અપમાન તણું ।
પામો અસુરથી અપમાન આપ, પછી ન બોલ્યા આપી એ શાપ ।।૩૯।। એવો મોટો બકોર સાંભળી, બિન્યા નારાયણ ધર્મ વળી ।
મુનિ ઉદ્ધવ સૌ ભય પામ્યા, દેખી દુર્વાસાને શિર નામ્યા ।।૪૦।। ઉઠી આસનથી તેહ વાર, કરે બહુ પેર્યે નમસ્કાર ।
આદર સહિત વિનતિ જેહ, કરે શાંતિ પમાડવા એહ ।।૪૧।। તેમ તેમ ક્રોધ બહુ કર્યો, રોષ રતિ પણ ન ઉતર્યો ।
ત્યારે ધર્મ બોલ્યા નામી શીષ, મોટા મહામુનિ મ કરો રીષ ।।૪૨।। ઋષિ જેનો હોય અપરાધ, દેવો દંડ તેનો નહિ બાધ ।
પણ વણ અપરાધે શાપ, ન દેવો મુનિ વિચારો આપ ।।૪૩।। અમે સુણતાં હતાં સહુ વાત, કહેતા હતા નારાયણ સાક્ષાત ।
સર્વે રહ્યા હતા સામું જોઇ, ચિત્તવૃત્તિ પ્રભુજીમાં પ્રોઇ ।।૪૪।। એવા સમામાં આવિયા તમે, તેણે ન થયું સન્માન અમે ।
માટે ક્ષમા અપરાધ કરો, મોટા મનમાં રોષ મ ધરો ।।૪૫।। હોય ઋષિ બ્રાહ્મણનું અંતર, નવનિત સમ નિરંતર ।
માટે દયાળુ દયા કરીજે, અમને શાપ ટાળી સુખ દીજે ।।૪૬।। એમ ધર્મ બોલ્યા શુભમતિ, કરી એવી પ્રાર્થના અતિ ।
ત્યારે બોલ્યા દુર્વાસા વાણ, મારો ક્રોધ ક્ષણિક મ જાણ ।।૪૭।। આપી શાપ ને પાછો નિવારૂં, એવું જાણો માં અંતર મારું ।
પણ તમે તો છો ભક્તિવાન, વળી નમ્રતાવાળા નિદાન ।।૪૮।।
ભક્તચિંતામણી પ્રકરણ ૮
એવા દેખી દયા આવે અમને, માટે કહું સુણો ધર્મ તમને ।
પૂર્વ દેશે લેશો અવતાર, દ્વિજકુળમાંહિ નિરધાર ।।૪૯।। ભક્તિ ધર્મ થાશો દો દંપતિ, થાશે પુત્ર આ જે બદ્રિપતિ । ત્યારે શાપનો તાપ ટળશે, અંતરે સુખશાંતિ વળશે ।।૫૦।।
પછી પામશો દિવ્ય ગતિને, એમ કહ્યું તે ધર્મ ભક્તિને ।
કહ્યું ઋષિ ઉદ્ધવને તે વાર, તમે લેશો દ્વિજમાં અવતાર ।।૫૧।। જ્યાં જ્યાં હશો ત્યાં ત્યાંથી તણાઇ, આવશો પ્રભુ પાસળે ધાઇ ।
પછી નરવીરના સખા થાશો, મારા શાપથી તરત મુકાશો ।।૫૨।। થાશે દિવ્ય ગતિ પાછી દેવ, પામશો સુખ કહું તતખેવ ।
એમ કહી દુર્વાસા મુનીશ, કર્યો કૈલાસ પ્રત્યે પ્રવેશ ।।૫૩।।
ચાલ્યા એવું કામ કરી આપ, પણ નાપ્યો તે મુનિએ શાપ । ધાર્યો સૌએ એ શાપને શીષ, માટે મોટાએ ન કરી રીષ ।।૫૪।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે દુર્વાસા શાપનામે સાતમું
પ્રકરણમ્ ।।૭।।
પૂર્વછાયો- પછી સંભારી એ શાપને, સર્વે કરવા લાગ્યા શોક ।
પુણ્ય ભૂમિ આ પરહરી, જાવું જોશે જાણું મૃત્યુલોક ।।૧।।
પાપ પેખી પૃથ્વીતણાં, કેમ રહેશે સુખ શરીર ।
અવળે સવળું એટલું, સંગે ચાલશે નરવીર ।।૨।। કાંઇક તેનો હર્ષ છે, કાંઇક શોક છે મન ।
દુરવાસાને દર્શને, થયું હર્ષ શોક ચિંતવન ।।૩।। વળતા નારાયણ બોલિયા, તમે શોક મ કરો લગાર ।
ઇચ્છા અમારે એવી હતી, અવનિએ લેવા અવતાર ।।૪।।
ચોપાઇ- મારી ઇચ્છા વિના એવી વાત, ન થાય માનજો મારા તાત । આવ્યા ઋષિને કરી જે રાવ, ત્યારનો મેં માંડ્યો છે ઉપાવ ।।૫।। આવ્યા દુર્વાસા મારી ઇચ્છાએ, આવી ન પામ્યા સન્માન કાંયે । દીધો શાપ મેં ન વાર્યા તેને, બોલ્યા જેમ મેં બોલાવ્યા એને ।।૬।।
પ્રકરણ
ભક્તચિંતામણી ૨૫
જાણું નિમિત્ત વિના નિરધાર, કેમ લઇએ સહુ અવતાર ।
માટે ચિંતા કરશોમાં કાંએ, શાપ થયો છે મારી ઇચ્છાએ ।।૭।। કાંજે પૃથ્વીએ વ્યાપ્યું છે પાપ, તેણે સાધુ પામે છે સંતાપ ।
માટે પુત્ર તમારો થાઇશ, હરિનામે નિશ્ચે કહેવાઇશ ।।૮।।
મારા સાધુની રક્ષાને સારું, થાશે ભૂમિએ વિચરણ મારૂં । ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ, પ્રવર્તાવીશ ભૂમિએ અતિ ।।૯।।
માટે ચિંતા મ કરશો લગાર, લિયો દ્વિજ કુળે અવતાર ।
આપ ઇચ્છા ધારી ઉર વિષે, લિયો જન્મ જુદા જુદા દેશે ।।૧૦।।
સુણી નારાયણની એ વાણ, સહુ પાયે લાગ્યા જોડી પાણ ।
પછી આપ આપણે આશ્રમ, ગયા મુનિ ને ભક્તિ ધરમ ।।૧૧।।
પછી ભક્તિ ધરમ ઋષિ જેહ, ઉદ્ધવાદિક સરવે તેહ ।
કાળે કરી આ ભૂમિ મોઝાર, સહુ લેવા ઇચ્છ્યા અવતાર ।।૧૨।। દેશ દેશ લેવાને જનમ, ઇચ્છ્યા જાણી વેળા એ વિષમ ।
ધર્યાં દ્વિજજાતિ માંહિ તન, કહું સાંભળજ્યો સહુ જન ।।૧૩।। થઇ વાત એ બદ્રિકાશ્રમ, લેશે જન્મ ઋષિ ભક્તિ ધર્મ ।
એવું જાણી જે હતા અદેવ, તે પણ ત્યાર થયા તતખેવ ।।૧૪।। કહે અસુર અભાગી એમ, કાઢશે એ અધર્મને કેમ ।
એવું શું આપણું પડી ભાંગશે, જે એ સર્વે અધર્મ ત્યાગશે ।।૧૫।।
નથી ગયું નખોદ આપણું, જે ચાલશે એનું બળ ઘણું ।
માટે જ્યાં જ્યાં એ લે અવતાર, ત્યાં ત્યાં તત્પર રહો તૈયાર ।।૧૬।। એનાં સંબંધીમાં કરો પ્રવેશ, જ્યાં જ્યાં જન્મે એહ મુનીશ । રાખી ખટકો થાઓ હુશિયાર, પ્રવર્તાવો અધર્મ અપાર ।।૧૭।। જિયાં તિયાં થકી એને ઝાલો, મતિ અતિશે અવળી આલો । કહું છું મને તો સુઝે છે એમ, કહો તમને સુઝે છે કેમ ।।૧૮।। એવું સાંભળી બોલ્યા અસુર, જેમ કહો તેમ કરીએ જરૂર ।
મર બણવાની હોય તે બણે, પણ એને તો જોશું આપણે ।।૧૯।। કરશું જુદા જુદા પરવેશ, દેશું દુઃખ બહુ અહોનિશ ।
૨૬ ભક્તચિંતામણી પ્રકરણ ૮
એમ પરિયાણિયા એ અસુર, બોલ્યાં નરનારી કરી જોર ।।૨૦।। એક કહે થાઉં એની માત, નિત્ય શિખવું પાપની વાત ।
એક કહે થાઉં એની માસી, નાખું મોહ ને માયાની ફાંશી ।।૨૧।। એક કહે થાઉં એની બેન, રોઇ કળકળી કરાવું ફેન ।
એક કહે થાઉં હું દિકરી, મારી ચિંતામાં ન ભજે હરિ ।।૨૨।। એમ બોલી અસુરની નારી, કરીએ બહુવિધ વિઘ્ન ભારી ।
ત્યારે બોલ્યા અસુર વળતા, અમે બહુ જાણુ છું ખળતા ।।૨૩।। કહે એક થાઉં એનો બાપ, મારી કુટી ને કરાવું પાપ ।
કહે એક થાઉં એનો ભાઇ, નાખું અતિશે અધર્મમાંઇ ।।૨૪।। કહે એક થાઉં એનો કાકો, બતાવું પાપ મારગ પાકો ।
કહે એક થાઉં એનો મામો, કરાવું અતિ અધર્મ સામો ।।૨૫।। કહે એક થાઉં એનો બાળ, કરું ભક્તિ ને ધર્મનો કાળ ।
કહે એક હેતુ એનો થઇ, નિયમ એક રહેવા દિયું નહિ ।।૨૬।। કહે એક થાઉં એનો સખો, કરે ભજન ત્યાં રચાવું ડખો । કહે એક થાઉં એનો સગો, કરૂં એના કલ્યાણમાં દગો ।।૨૭।। કહે એક થાઉં એનો ગુરુ, જગે અઘ એટલાં હું કરૂં ।
કહે અવિદ્યા થાઉં હું નાર, મ જાળથી કાઢે પગ બાર ।।૨૮।।
નાનાં બાળક બહુ ઉપજાવી, દીયું હેત હું એમાં બંધાવી । છોરા છોરી ઝીણું ઝીણું બોલી, ખાશે એના કળેજાંને ફોલી ।।૨૯।। એમ સહુ મળી આપણે કરશું, જેણે થાય એ જીવનું નરશું । એમ ખરા ખબરદાર થાઓ, આવ્યો અવસર મ ભૂલો દાવો ।।૩૦।। એના કુટુંબમાં પ્રવેશ કરીએ, ગુરુ સંબંધીનું રૂપ ધરીએ । એના ઉરથી અધર્મ ન ટળે, એમ કરવું આપણે સઘળે ।।૩૧।। એમ પરસ્પર પરિયાણ્યું, જોર અતિશે પોતાનું જાણ્યું ।
કર્યો અસુરે મનસુબો એવો, ઘટે પાપી અદેવને જેવો ।।૩૨।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે અસુર ઉદ્ભવ નામે આઠમું પ્રકરણમ્
પ્રકરણ
ભક્તચિંતામણી
।।૮।।
સામેરી- શુભમતિ તમે સહુ મળી, સુંણો અદેવનો ઉપાય । વૈર જેને નથી વિસર્યું, છે શત્રુતા શ્રીહરિ માંય ।।૧।। દેવાસુર સંગ્રામ માંહિ, હરિ સહાયથી મુવા અદેવ ।
તેણે કરી હરિ અરિ જાણી, તતપર થયા તતખેવ ।।૨।। વળી દ્વાપર કળિની સંધે, આપે હણ્યા હરિએ અસંત ।
જે પશુ પક્ષી અજગર નરમાં, રહ્યાતા સંતાઇ અનંત ।।૩।। જેને શ્રીકૃષ્ણે હાથે હણ્યા, તે તો પામિયા પદ નિર્વાણ ।
પણ જિયાં તિયાં યુધ્ધે મુવા, તે સર્વે થયા અસુરાણ ।।૪।। અતિ વિષય વાસના વાળા, વૈર કૃષ્ણ સાથે વાળવા ।
અસદ્ગતિ પામી અવતર્યા, દૈત્ય હજારે હજાર હવા ।।૫।। અસુર વૈરી આગલ્યા, આવ્યા અઘભર્યા અદેવ અતિ ।
ધર્મ હરિનો જનમ જાણી, પીડા કરવા છે મતિ ।।૬।। દેવ દાનવ દૈત્ય દુષ્ટ, યક્ષ રાક્ષસ જે કહેવાય ।
વૈર વાળવા વેષ બદલી, રહ્યા ત્રણ સ્થળને માંય ।।૭।। વામી શૈવી ને વૈષ્ણવી, દનુજે દીક્ષા લીધી કઇ ।
ધર્મનો અતિ દ્વેષ કરવા, સાધુ સરિખા થયા સઇ ।।૮।। કેટલેક ધર્યા તન દ્વિજમાં, કેટલાક રાજામાં રહ્યા ।
કેટલાક વસિયા વૈશ્યમાં, કેટલાક શુદ્રમાં થયા ।।૯।। ત્યાગી વૈરાગી તપસ્વી, કુંડ ઢુંઢ ને કબિરિયા ।
પીર ફકિર પંડિતમાં, દનુજ દેહ ધરી રહ્યા ।।૧૦।। અધિપતિ એમાં થઇ, શિષ્યશાખા બહોળા કર્યા ।
નિઃશંક થઇ નર નારકી, અધર્મને અતિ આચર્યા ।।૧૧।।
પુંશ્ચલી સ્વૈરિણી કામિની, બળી બગાસે નારી નિસરી ।
એવા અસુર નર જેહ, તે બેઠા એ ત્રણ્યેને વરી ।।૧૨।। જેવા અદેવ નર અભાગી, તેવી પત્નિયો તેને મળી ।
ધર્મનો અતિ દ્વેષ કરવા, વડો આગ્રહ માંડ્યો વળી ।।૧૩।।
૨૮ ભક્તચિંતામણી પ્રકરણ ૯
કહે દેવ પિતૃના શ્રાદ્ધમાં, મદ્ય માંસ જેવું કાંઇ નથી ।
જો ઇચ્છો અચિર ફળ પામવા, તો પૂજજ્યો સહુ એહથી ।।૧૪।। જિજ્ઞાસુ જીવ જગતમાં, દૈવીસર્ગના જે હતા ।
તેને એવો ઉપદેશ આપી, પાપીએ કર્યા પાપ કરતા ।।૧૫।। ધર્મની ઓઠ્ય લઇ અધર્મી, ધિરવી ધન નારી હરે ।
શાસ્ત્રના અર્થ ફેરવી, પ્રેરે જેમ પોતે કરે ।।૧૬।। કહે વેદમાં એહ ભેદ છે, પશુ મારી કરવો જગનને ।
વામ વારુણી સંગ વિના, નહિ પામો આત્મદર્શનને ।।૧૭।।
પોતાના ઇષ્ટદેવ મંદિરમાં, દિયે પરત્રિયા ઋતુ દાન જો ।
એહ તુલ્ય કોઇ પુણ્ય નહિ, એહ મોટો ઉપકાર માનજ્યો ।।૧૮।। એવી રીતે અસુર નર, ધર્મનું ખંડન કરે ।
વૈર છે જેને કૃષ્ણશું, એવે આદરે અહોનિશ ફરે ।।૧૯।। વળી વર્ણાશ્રમમાં રહી, અસુર કરે છે અસુરપણું ।
શત્રુભાવ શ્રીકૃષ્ણ સાથે, વૈર વાવરે છે અતિ ઘણું ।।૨૦।। દ્વિજકુળે જેણે તન ધર્યાં, તે મકાર મહાત્મ્ય કહે કથી ।
મદ્ય માંસ મૈથુન જેવું, કલ્યાણ અર્થે કોઇ નથી ।।૨૧।। કહે વેદમાં એહ ભેદ છે, વળી ભ્રષ્ટ ભક્તિ છે બધી ।
અણસમજુ એમ જાણે જે, આ વણસી ગયા વટલી ।।૨૨।। ઉત્તમ મધ્યમ માને અજ્ઞાની, પણ આત્માતો એક છે ।
તેમાં વર્ણાશ્રમ વિધિ, એજ મોટો અવિવેક છે ।।૨૩।। એવો અસુર ઉપદેશ આપી, કાપી પાપીએ જડ ધર્મની ।
આપી મતિ અવળી અતિ, વાટ બતાવી કુકર્મની ।।૨૪।। વળી અસુર અવતર્યા, ક્ષત્રિ કુળ માંહિ ખરા ।
દ્વેષી જેહ છે ધર્મના, તેણે પાપી કર્યા નારી નરા ।।૨૫।।
નરપતિ કુમતિ અતિ, પર પત્નિને પરાણે હરે ।
પ્રજા પીડે પાપી અતિ, ગતિ પારકા ઘરમાં કરે ।।૨૬।। વિના વાંકે વાંક દઇને, પ્રજાને પીડે ઘણું ।
પ્રકરણ
ભક્તચિંતામણી
પ્રપંચ કરે ધન હરે, એમ કરે વિત્ત આપણું ।।૨૭।।
સબળ નિર્બળ ન્યાયમાં, અધર્મને આગળ કરે ।
લાંચ લઇ દોષ દઇ, ન્યાયનો અન્યાય કરે ।।૨૮।। વેદ શાસ્ત્ર સંતની વળી, કુળ મર્યાદા નહિ રતિ ।
સત્યવાદી સંત દેખી, અંતરમાં દાઝે અતિ ।।૨૯।।
પાપ કરતા ધન હરતા, રમતા પરનારી સંગે ।
કપટી લંપટી કુડાબોલા, ગુહ્ય વારતા એવા સંગે ।।૩૦।।
પ્રભુપણું પોતામાં પરઠી, કૃષ્ણસમ કીર્તિ ગમે ।
રમણીને કહે રાધિકા, રસિયા થઇ પોતે રમે ।।૩૧।। એમ અદેવ અરિપણું, પ્રગટ પાળે પ્રસિદ્ધ શું ।
ધર્મ ભક્તિ કૃષ્ણ સાથે, વૈર જેને બહુ વિધશું ।।૩૨।। વળી વૈશ્ય જાતિમાં, અસુરજન જે અવતર્યા ।
વિશ્વાસઘાતી લખે પાતિ, કુડ કપટ દગે ભર્યા ।।૩૩।। છળ કળ ને છેતરવું, દેશભાષાની જાણે કળા ।
ધર્મમાં નહિ ઢુકડા, અધર્મ કરવા ઉતાવળા ।।૩૪।। શુદ્રમાં સંતાઇ રહ્યા, દૈત્ય દાનવ દૃગે ભર્યા ।
કૃષ્ણશું કલેશ કરવા, કઇક એમાં અવતર્યા ।।૩૫।। અતિ પાપી માંસ સુરાપી, મારે પશુ વન ગામનાં ।
ખર સૂકર કુકર કપિ, કરિ ચકાસમ કામના ।।૩૬।।
જેવા એ વર્ણ તેવા જ આશ્રમ, પાપિના પાપી ગુરૂ ।
અધર્મને મહા ધર્મ માન્યો, વાત તેની હું શું કરૂં ।।૩૭।। બ્રહ્મચારી ભંગી નવલ રંગી, સંગી ધન નારીતણા ।
પંચ કેશે ફરે વિદેશે, પિવે પ્યાલા મદ્યના ઘણા ।।૩૮।।
ગૃહી અતિ નિર્દય થઇ, અભ્યાગતનું અપમાન કરે ।
અન્ન ન આપે સામું સંતાપે, પેટ કુટુંબનું પોતે ભરે ।।૩૯।। વાનપ્રસ્થ વિશ્વમાંહિ, ધર્મ કોઇ ધારતું નથી ।
અતિ કામી લુણહરામી, પાપી પરદારા પથી ।।૪૦।।
૩૦ ભક્તચિંતામણી પ્રકરણ ૯
થઇ સંન્યાસી ફરે ઉદાસી, પ્યાસી પૈસા નાર્યના ।
કરી કાષાયાંબર સુંદર અંગે, હૈયે ભર્યા હિંગાર્યના ।।૪૧।।
મતિ મેલી અતિ ફેલી, શેલી ભુંશિ સિદ્ધ થયા ।
ધર્મહિણા બુદ્ધિક્ષિણા, દિલમાં ન મળે દયા ।।૪૨।। કુપંથ કળિ કાળમાં, બગડેલ મત બોળા થયા ।
કુંડ ઢુંઢ ને જાુલાહ જેવા, કુમતિ મતિ ગ્રહિ રહ્યા ।।૪૩।। વેદ વિપ્ર સંત શાસ્ત્ર, માને નહિ મૂઢમતિ ।
અવતાર સર્વે કહે ઓરા, પોતાનું આઘું અતિ ।।૪૪।।
પ્રભુનો પ્રતાપ મુકી, કર્મના ગુણ ગાય છે ।
અનેક જીવ કરી આગળ્યે, વળી જમપુરી જાય છે ।।૪૫।।
સુંદર નારી જોઇ સારી, વાતમાં લઇ વશ કરે ।
વિધવા શું વિહાર કરતા, મુર્ખ મનમાં નવ ડરે ।।૪૬।। અતિપાપી પલલ સુરાપી, ગર્ભ ગાળે વળી નારના ।
એવા જગતમાં સાધુ કહાવે, તે શબ્દ ઘા તરવારના ।।૪૭।। અંતર ખોટા બાહેર મોટા, અધર્મ રહ્યા આચરી ।
એવે સાધુ નામને, ખોટ્ય મોટી દિધી ખરી ।।૪૮।।
નામ વૈરાગી વૈરાગ્ય નહિ, વાટે ઘાટે વશ્યા જઇ ।
ગુરુ થઇ દંભ ફુંક દઇ, એમ જીવ ઠગ્યા કઇ ।।૪૯।। ડાહ્યા પ્રપંચ દંભમાં, માયા શિષ્યની લેવા સઇ ।
આશા તૃષ્ણા અતિઘણી, કામ ક્રોધ ઘટમાં કઇ ।।૫૦।। ખબરદાર ખાન પાનમાં, દામ વામના ભુખ્યા ભમે ।
એવા અસુર ગુરુ થઇ, ધર્મને અહોનિશ દમે ।।૫૧।। ભામિનિયોને ભાવતી, વળી ભક્ત ભક્તિ આદરે ।
ખેલ ઉત્સવ ઓસર મેળા, ભેળા થઇ ભુંડાઇ કરે ।।૫૨।। ભક્તિ નામે ભષ્ટવાડો, આચરણ એ અસુર તણાં ।
નરનારી વિકાર વિના, ગોતતાં ન મળે ઘણાં ।।૫૩।। અઘવંતા નર અતિ ઘણા, માત પિતા ગુરુના ઘાતકી ।
પ્રકરણ
૯ ભક્તચિંતામણ ૩૧
કુકર્મી કામી હરામી, કહીએ મહા પંચ પાતકી ।।૫૪।। બેન બેટી માસી માતા, અનુજવધુ સુતપ્રિયા ।
ગોત્ર નારી નવ ગણે, અદેવ જગમાં એવા થયા ।।૫૫।। ભ્રાત તાત કાકો મામો, કામે જુવે સુત કામિની ।
એવી કુલટા કરી અસુરે, ભવમાં બહુ ભામિની ।।૫૬।। વિધવા નારી અપાર કામી, નર વિના નવ રહી શકે ।
વર્ષે વર્ષે ગર્ભ ગાળે, બિયે નહિ પાપ થકે ।।૫૭।। એમ અસુર ઉપદેશથી, નરનારી નિયમમાં ન રહ્યાં ।
અન્યો અન્ય એબે ભર્યાં, સર્વે જન સરખાં થયાં ।।૫૮।। ભલું કુળ બ્રાહ્મણ તણું, જેમાં સદ્ગ્રંથ અતિ નિર્મળા ।
તેમાં અસુર અવતરી, કર્યા ગ્રંથ અર્થ અવળા ।।૫૯।। રૂડું કુળ રાજાતણું, જેમાં ભક્ત બહુ હરિના થયા ।
તેમાં દૈત્ય પ્રકટિને, અધર્મ સર્વે રાખી રહ્યા ।।૬૦।।
પુષ્ટિ કરવા પાપની, નવા ગ્રંથ નિપજાવીયા ।
સંસ્કૃત પ્રાકૃત શબ્દે, જીવ બહુ ભરમાવિયા ।।૬૧।। એવે પાપે કરી પૃથ્વી, વારમવાર કંપે વળી ।
સત્ય ધર્મ તીર્થ દેવતા, પામ્યા પીડા સહુ મળી ।।૬૨।।
પડે દુકાળ બહુ દામિની, ચાલે વાયુવેગે વૃક્ષ પડે ।
એવા ઉપદ્રવ અતિશે, પ્રાણધારી સહુને નડે ।।૬૩।। અતિપીડા અધર્મથી, ચરાચર સહુ પામિયા ।
ત્યારે ભક્તિ ધર્મ ઋષિ, પ્રકટ્યાં કરી દયા ।।૬૪।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે અસુર ઉદ્ભવ નામે
નવમું પ્રકરણમ્ ।।૯।।
ચોપાઇ- સુંદર શોભે છે સરવાર દેશરે, જ્યાં ધર્મે કર્યો પ્રવેશરે । ધન્ય ધન્ય ધરા એ પાવન રે, ધન્ય દેવહા નદી તટે વન રે ।।૧।। અંબ કદંબ અશોક કેરીરે, જાંબુ લીંબુ વળી જામફળીરે ।
૩૨ ભક્તચિંતામણી પ્રકરણ ૧૦
કરમુક કુટટિમ કણેરી રે, બહુ બદરી ને નાળીયેરીરે ।।૨।। તિયાં સારસ હંસ શુક મોરરે, કરે કોયલ કોકિલા ઝિંગોરરે । ઘણે વૃક્ષે વિટાણાં જ્યાં ગામરે, જાણું બીજું આ ધર્મનું ધામરે ।।૩।। તિયાં શોભે શહેર રૈકહટરે, તેમાં વર્તે આનંદ અમટરે । ખાન પાને પટે સુખી લોકરે, ભય વિગ્રહ ને નહિ શોકરે ।।૪।। તિયાં વસે છે વર્ણ ચારરે, તેણે શોભે છે શહેર અપારરે । દ્વિજ ક્ષત્રિય વૈશ્ય વળી શુદ્રરે, તર્યા ધર્મથી શોકસમુદ્ર રે ।।૫।। વસે વિપ્ર તિયાં સરવરિયારે, અતિ ભાવ ભક્તિના ભરિયા રે । દયાવાળા દિલના ઉદારરે, પાપ રહિત પુણ્ય ભંડારરે ।।૬।। ઉચ્ચે કુળે આચાર છે અતિરે, સદા સ્વધર્મ માંહિ છે મતિરે ।
ગોત્ર સાવર્ણિ ને સામવેદ રે, શાખા કૌથમી સાંભળો ભેદરે ।।૭।। ત્રણ પ્રવર તેનાં સુજસ રે, ભાર્ગવ વૈતહવ્ય સાવેતસરે ।
પાંડે ઇટાર ગામના કહીએરે, પૂજ્ય શિરનેત્ર રાજાના લહીએ રે ।।૮।। અતિ કૃપાળુ કનહિરામરે, તેના સુત બાલશર્મા નામરે ।
વેદ શાસ્ત્રને પઢ્યા પુરાણરે, શુદ્ધ આત્માવાળા તે સુજાણરે ।।૯।।
સત્યવાદી અતિ ઇંદ્રિયજીત રે, ધીર ગંભીર ધર્મમાં પ્રીત રે ।
શીલ સંતોષ દલ ઉદારરે, શુભ શાંતિ ગુણના ભંડાર રે ।।૧૦।। એવા બાળશર્મા મહામતિરે, જેને ઘેર છે ભાગ્યવતી સતીરે ।
ગુણવાન પતિવ્રતા ધારી રે, પુણ્ય પવિત્ર નિર્મળ નારીરે ।।૧૧।। એવાં નરનારી ગુણ ભંડારરે, તિયાં ધર્યો ધર્મે અવતારરે ।
સંવત્ સત્તર વર્ષ છનું રે, પ્રમોદ નામ સંવત્સરનું રે ।।૧૨।। દક્ષિણાયનમાં રવિ રમેરે, વર્તે શરદઋતુ તે સમેરે ।
માસ કાર્તિકશુદિ સારરે, એકાદશી સુંદર બુધવારરે ।।૧૩।।
નક્ષત્ર ઉત્તરા વ્રજ યોગ રે, વિષ્ટિ કરણ હરણ રોગરે ।
કુંભ લગ્નમાંહિ ભાગ્યવતી રે, જન્મ્યા ધર્મદેવ મહા મતિ રે ।।૧૪।। ધર્મ જન્મ જાણી ત્રણ લોક રે, થયા વિબુધ સાધુ અશોક રે । આવ્યા સુર તેત્રીશ ક્રોડિ રે, તેતો કરે સ્તવન કર જોડી રે ।।૧૫।।
ભક્તચિંતામણી
આવ્યા બ્રહ્મા ને તિયાં બ્રહ્માણીરે, આવ્યા શિવને ગિરિજારાણીરે ।
ગાય શારદા શેષ ત્યાં ગાનરે, તાંડવ નૃત્યે ત્રોડે શિવ તાન રે ।।૧૬।।
ગાય ગાંધર્વ ને અપસરા રે, સિદ્ધ ચારણ ને મુનિવરા રે ।
આવ્યાં વૈકુંઠ થકી વિમાન રે, નયણે નિરખવા ધર્મ નિદાનરે ।।૧૭।। કરે સુર તે વૃષ્ટિ સુમને રે, બહુ વાજીંત્ર વાજે ગગને રે । વાજે ઢોલ ને દુંદુભિ ગડે રે, તેની ખબર મુક્તને પડે રે ।।૧૮।। થાય નભે ઉત્સવ અપારરે, થયો જાણી ધર્મ અવતાર રે ।
જેમ ગેકિ રહ્યો છે ગગન રે, તેમ ભૂમિએ ભક્ત મગન રે ।।૧૯।।
નરનારી પામ્યાં છે આનંદરે, ધર્મ પ્રકટ્યા પૂરણચંદ રે ।
ઘેરઘેરથી માનિની મળી રે, ગાયે વધાઇ મંગળ વળીરે ।।૨૦।। કરે ઉત્સવ નર ને નારરે, બાંધ્યાં તરિયાં તોરણ બારરે । ભરી ગજ મોતિડાંના થાળ રે, ચાલી નારી વધાવા દયાળરે ।।૨૧।। વધાવે છે વનિતાનાં વૃંદરે, મુખ જોઇને પામ્યાં આનંદ રે ।
પછી ભામિની ગઇ ભવન રે, તેડ્યા વિપ્ર વિદ્યાએ સંપન્ન રે ।।૨૨।। જોયાં વાર ઘડી ને લગન રે, જોઇ વિપ્ર મનમાં થયા મગન રે । કહે એવી પળે બાળ આવ્યો રે, જાણું ત્રિભુવનને સુખ લાવ્યો રે ।।૨૩।। આવી પળે પ્રકટ જે થાય રે, તે તો ધર્મ મૂર્તિ કહેવાય રે ।
માટે આ વાત તમે છપાડો રે, એનું નામ દેવશર્મા પાડો રે ।।૨૪।। તન શોભિત સુંદર અતિરે, માટે દેવશર્મા મહામતિ રે ।
પછી હરખ્યા બાળશર્મા મન રે, આપ્યાં દાન થઇને પ્રસન્ન રે ।।૨૫।। બ્રાહ્મણ ભિક્ષુક ને ભરિ ભાંગ્યાં રે, દીધાં દાન બહુ મુખ માગ્યાંરે । થઇ રાજી અતિ વિપ્ર જન રે, ગયા પોતપોતાને ભવન રે ।।૨૬।।
પછી મા બાપે વિચાર્યું મન રે, આની કરવી ઝાઝી જતન રે । અતિ હેત રાખી ઉરમાંઇ રે, અર્ધ ઘડી મેલે નહિ ક્યાંઇરે ।।૨૭।। હૈયે હેત સમેત હુલાવે રે, પ્રેમે પારણિયામાં ઝુલાવે રે । કરે કામ ધામનું જો કાંઇ રે, પણ વૃત્તિ રહે બાળક માંઇ રે ।।૨૮।। રુડે હર્ષે સુતને રમાડે રે, પય સાકર પાન જમાડે રે ।
૩૪ ભક્તચિંતામણી પ્રકરણ ૧૦
એમ કરતાં મોટા જ્યારે હવારે, ત્યારે માંડ્યું છે મુખે બોલવારે ।।૨૯।। કાંઇ બોલે છે કાલું જો કાલું રે, તેતો લાગે માતાજીને વ્હાલું રે । બાળચંદ્ર પેર્યે અહોનિશ રે, વાધે દેવશર્મા તે હમેશ રે ।।૩૦।। ધર્યો ધર્મે જે દિનો જનમ રે, મટી સાધુને વેળા વિષમ રે । તર્ત પાપીને પીડા ઉપની રે, આવ્યું અચાનક એવું બની રે ।।૩૧।।
પુર ગ્રામ ઘોષ પૃથ્વી પર રે, તિયાં ઉપજ્યો આનંદ ભર રે । થયા યજ્ઞ અગ્નિ નિર્ધુમ રે, સુખમાં વાયુ નિર્મળ વ્યોમ રે ।।૩૨।। થયાં સતપુરુષનાં ચિત્ત રે, અતિ નિર્મળ પરમ પુનિત રે ।
નદી કૂપ વાવ્યનાં જે જળ રે, થયાં તાલ સરવે અમળ રે ।।૩૩।। સિદ્ધ ઋષિ સહુ સુખ પામ્યા રે, અંતરેથી અધર્મને વામ્યા રે । થઇ રાજી ને આપે આશિષ રે, ધર્મ જીવજ્યો કોટિ વર્ષ રે ।।૩૪।। એમ સુખ પામ્યા સત્ય ધર્મી રે, પામ્યા પીડા જે હતા કુકર્મી રે ।
પાપી પાખંડીનું પડી ભાંગ્યું રે, મન સહુનું ધર્મમાં લાગ્યું રે ।।૩૫।। ધર્મ પોતે અતિ મહાધીર રે, સુખદુઃખે રહે મન સ્થિર રે । ભૂખ દુઃખ વળી શીત ઉષ્ન રે, હોય તનમાં ન માને મન રે ।।૩૬।। એવું જોઇ બાળશર્મા બાપરે, જાણ્યા મોટા યોગી છે આ આપરે । વર્ષ આઠ જનમથી થિયાં રે, આપી તાતે ઉપવીત તિયાં રે ।।૩૭।। આપી જનકે જનોઇ જ્યારે રે, કર્યો મોટો ઉત્સવ તે વારે રે ।
પછી ધર્મે બટુનો જે વેષ રે, ધારી વધારીયા પંચ કેશ રે ।।૩૮।। ભણ્યા વેદ શાસ્ત્ર ને પુરાણ રે, થયા પંડિત પોત્યે સુજાણ રે । હુવા બાર વર્ષના આપે રે, ત્યારે પ્રીત્યે શું પુછીયું બાપે રે ।।૩૯।।
પુત્ર પરણો એક મેરારુ રે, માનો વચન એટલું મારૂં રે । જેવા પુત્ર તમે ગુણવાન રે, જોઇયે સુંદરી તમ સમાન રે ।।૪૦।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ધર્મજન્મ નામે દશમું
પ્રકરણમ્ ।।૧૦।।
પૂર્વછાયો- સુંદર દેશ સરવારમાં, નદી મનોરમા નામ છે ।
ભક્તચિંતામણી
મખોડા તીર્થ ત્યાં થકી, ઉત્તરે છપૈયા ગામ છે ।।૧।।
સુંદર સર ત્યાં સોહામણું, અતિ અમળ જળ તે તણું ।
પદ્મ પોયણાંની પંક્તિએ, શોભે છે સુંદર ઘણું ।।૨।। ત્યાંથી દક્ષિણ દિશમાં, બગિહા ચુડવા બે વન છે ।
ફળ ફુલ સુંદર જેમાં, સુંદર ઝાડે સઘન છે ।।૩।। અનુપ એવી અવનિમાં, છે ગામ નામે છપૈયા ।
દ્વિજ ક્ષત્રિ વૈશ્ય શુદ્ર, ચારે વર્ણ જ્યાં વસિયા ।।૪।।
ચોપાઇ- તિયાં કૃષ્ણશર્મા દ્વિજ એક રે, જાણે સાર અસાર વિવેક રે । શીલ સંતોષ ગુણે સંપન્ન રે, શુદ્ધ હૃદયે પરમ પાવન રે ।।૫।। તેને ઘેર ભાગ્યમાની નાર રે, અતિ પવિત્ર અંતર ઉદાર રે । જેવી નિર્મળ એ યુવતિ રે, તેવા કૃષ્ણશર્મા છે સુમતિ રે ।।૬।। વળી વાસુદેવની જે ભક્તિ રે, કરે ભાવ ભરીને દંપતિ રે । એવાં નિર્મળ એ નરનાર રે, તિયાં ભક્તિએ ધર્યો અવતાર રે ।।૭।।
સંવત્ સત્તર વર્ષ અઠાણું રે, કાર્તિકી પુનમ પ્રમાણું રે ।
નક્ષત્ર કૃતિકા બુધવાર રે, થયો ચંદ્ર ઉદે અવતાર રે ।।૮।।
લીધો જન્મ જ્યારે જસવતિ રે, થયાં માત તાત રાજી અતિ રે ।
પછી કૃષ્ણશર્મા જે વિપરરે, તેડ્યા જોતિષી બ્રાહ્મણ ઘેર રે ।।૯।। જોયા જોષિએ જોશ રૂપાળા રે, કહ્યું નામ કહેજ્યો એનું બાળા રે । બીજાં નામતણો નિરધાર રે, કરશે ગુણે કરી નરનાર રે ।।૧૦।। છે એ દેવ મનુષ્ય મ જાણો રે, ભાગ્ય મોટાં તમારાં પ્રમાણો રે । એવું સુણી કૃષ્ણશર્મા કાન રે, કર્યા વિપ્ર રાજી દઇ દાન રે ।।૧૧।।
પછી મોટાં થયાં એ મૂર્તિ રે, લાગે માબાપને વાલાં અતિ રે । કરે ખેલ બાળક સમાન રે, તેણે ઢાંક્યું છે પોતાનું જ્ઞાન રે ।।૧૨।। વાધે બાળચંદ્ર પેઠ્યે નિત્યે રે, કરે શ્રીકૃષ્ણની ભક્તિ પ્રિત્યે રે ।
માટે લોક કહે ભક્તિ નામ રે, એમ બોલાવે પુરુષ ને વામ રે ।।૧૩।। રૂપ ગુણે લક્ષણે છે એવાં રે, કપિલમાતા દેવહૂતિ જેવાં રે । શિલ સ્વભાવે શોભે છે ઘણું રે, બીજા ગુણ હું કેટલા ગણું રે ।।૧૪।।
૩૬ ભક્તચિંતામણી પ્રકરણ ૧૧
લજ્જાવાન ને નમ્રતા અતિ રે, દયા ક્ષમાવાળાં એ મૂરતિ રે । શુદ્ધ અંતર સદા અમળ રે, નિષ્પાપ ને આપે નિર્મળ રે ।।૧૫।। એવાં ભક્તિ ધર્મની પત્ની રે, ધરી તન બાળા નામે બની રે । જેદિ થકી જન્મ્યાં એ સતી રે, ભાવિ સૌને કૃષ્ણની ભક્તિ રે ।।૧૬।। વધી શ્રદ્ધા સહુને એ સમે રે, ભક્તિ કરવા ભક્તિ જનમે રે ।
રહ્યો ઘરઘર આનંદ છાઇ રે, દંભી પાખંડી ગયા સંતાઇ રે ।।૧૭।। એવો ભક્તિતણો જે પ્રતાપ રે, જોઇ બોલ્યા કૃષ્ણશર્મા બાપ રે । આની કરીયે હવે સગાઇ રે, સુંદર મોટી સરવાર માંઇ રે ।।૧૮।। તિયાં બાલશર્મા ગુણવાન રે, ઉચ્ચે કુળે એ ઘર નિદાન રે । તેના સુત દેવશર્મા કહીએ રે, આ કન્યા એને આપણે દૈયે રે ।।૧૯।। ત્યારે રાજી થયાં છે ભવાની રે, સારું વાત તમારી મેં માની રે ।
પછી લગ્ન લખી તેહ વાર રે, કર્યો વિપ્ર જાવાને તૈયાર રે ।।૨૦।।
ચાલ્યો બ્રાહ્મણ ત્યાં થકી ઝટ રે, આવ્યો પુર જ્યાં રૈકહટ રે । કહે બાલશર્માને વિપર રે, લાવ્યો લગ્ન હું તમારે ઘર રે ।।૨૧।।
સુત તમારો ધર્મ છે નામે રે, તેને પરણાવો છપૈયા ગામે રે । એવું સાંભળી સહુને ભાવ્યું રે, હેતે કરીને લગ્ન વધાવ્યું રે ।।૨૨।।
પછી શણગારી સુંદર જાન રે, થયા સજ્જ સહુ ગુણવાન રે ।
કર્યા વરે સુંદર શણગાર રે, તેણે ઓપે છે ધર્મ અપાર રે ।।૨૩।।
પહેર્યો કાછ કસુંબલ વાઘો રે, શિરે શોભે છે સોનેરી પાઘો રે । હૈયે હાર ને મિંઢલ હાથે રે, સુંદર ખોશ્યાં છોગલિયાં માથે રે ।।૨૪।। કાને કુંડળ વેલ્ય ને કળી રે, કંઠે શોભે છે હેમહાંસડી રે । હૈયે હુલર હીરા સાંકળી રે, ઓપે ઉત્તરી સુંદર વળી રે ।।૨૫।।
પહેરી મોહન માળા રૂપાળી રે, ઉરપર ઉત્તરી શોભાળી રે । બીજી પહેરી છે ફુલની માળા રે, તેણે શોભે છે અતિ રૂપાળા રે ।।૨૬।। બાજુ કાજુ પોંચિ કર કડાં રે, સુંદર શોભે વર નાનકડા રે ।
પહેરી વેઢ વિંટી જડી નંગે રે, મુદ્રિકામાં મણિ કણિ ઝગે રે ।।૨૭।। અંસે શોભે છે સોનેરી અસિ રે, મુખે પટ દઇ રહ્યા હસી રે ।
ભક્તચિંતામણી
પાયે પહેરી છે મોજડી લાલ રે, ચાલે મલપતા જેમ મરાલ રે ।।૨૮।।
ચડ્યા ઘોડલે વર સુજાણ રે, વાજે ઢોલ ને ગડે નિશાણ રે । જોડ્યાં રથ વહેલ ને ગાડલાં રે, ચાલે એક થકી એક ભલાં રે ।।૨૯।।
ચડી ગર્દિ ઢંકાણો ગગન રે, જોઇ અમર થયા મગન રે ।
પહોંચ્યા સુંદર વર છપૈયે રે, આવ્યું ગામ સરવે સામૈયે રે ।।૩૦।। જન જોઇને વરનું રૂપરે, કહે આ છે સુરનર ભૂપરે ।
આપી ઉતારા જુગત્યે જમાડ્યારે, પછી વર તે તોરણે આવ્યારે ।।૩૧।। જોઇ સુંદર વરનું રૂપ રે, મોહ્યાં નરનારી સુર ભૂપરે ।
ભાળ્યું ભાલ તિલકનું બિંદુ રે, જાણું ઉગ્યો છે આ બીજો ઇંદુ રે ।।૩૨।।
પછી પોંખી પાટે પધરાવ્યા રે, ઘણું સાસુજીને મન ભાવ્યા રે ।
પછી દિધાં છે કન્યાનાં દાન રે, બાઇ વર તારો ગુણવાન રે ।।૩૩।। બેઠા માયરે વર કન્યા જોડી રે, બાંધી ગાંઠ્ય છુટે નહી છોડી રે ।
પ્રીતે પરણ્યા ધર્મ ઉદાર રે, તિયાં વર્ત્યો છે જયજયકાર રે ।।૩૪।। કરી પહેરામણી બહુપેર રે, પછી જાનને વળાવી ઘેર રે ।
દિધી જાનૈયે બહુજ દાત્ય રે, તેની કહીએ આવે કેમ વાત રે ।।૩૫।। ઉડે અબીર ગુલાલ તેલ રે, થઇ રહી છે રંગડાની રેલ રે । એમ રમ્યા જમ્યા રૂડી રીતે રે, પછી કૃષ્ણશર્મા બોલ્યા પ્રીતે રે ।।૩૬।। બાલશર્મા માગું તમ પાસ રે, સત્યવાદી છો પુરજ્યો આશ રે । કુળ તમારામાં નિર્ધાર રે, માગે જે તે ન કરો નકાર રે ।।૩૭।।
માટે માગું છું જોડી હું પાણ રે, દેજ્યો દયા કરીને સુજાણ રે ।
સુત તમારો મારો જમાઇરે, આપો મુજને રાખું હું આંઇ રે ।।૩૮।। એવું સુણી બાળશર્મા કાન રે, પામ્યા ધર્મ સંકટ નિદાન રે । એહ વાત મુજથી કેમ થાશે રે, સુત ધર્મ તે કેમ દેવાશે રે ।।૩૯।। તેમ નકારો પણ નહિ થાય રે, પાડું ના તો પત્ય મારી જાય રે ।
પછી કુળનો ધર્મ સંભાળી રે, સુત આપ્યા તણિ તે હા વાળી રે ।।૪૦।। જેમ કાઢી આપે કોઇ પ્રાણ રે, એમ આપ્યા સુતને સુજાણ રે । રહ્યું નહિ ધીરજ્ય ધારતાં રે, કહેતાં કહી ન જાય વારતા રે ।।૪૧।।
૩૮ ભક્તચિંતામણી પ્રકરણ ૧૨
પછી અતિશે ધીરજ્ય ધાર્યું રે, દેવા શિક્ષા મનમાં વિચાર્યું રે ।
સુણો દુલહિ કુંવરી કલ્યાણી રે, કહું તમારા હિતની વાણી રે ।।૪૨।। તમે પાળજ્યો કહું પતિવ્રત રે, જેણે કરી પામો સુખ તરત રે ।
પતિવ્રતાના ધર્મ સમાન રે, નથી નારીનો યશ નિદાન રે ।।૪૩।।
પતિવ્રતપણાને જે પામે રે, તેનાં સર્વે સંકટ વામે રે ।
માત તાત ભ્રાત કાકા મામા રે, ધન્ય પતિ જેને એવી ભામા રે ।।૪૪।। તેની ત્રણ પેઢી લગી તારે રે, જે કોઇ નારી પતિવ્રત ધારે રે । તન રોમ લેખે કોટી વર્ષ રે, રમે સ્વર્ગે એ નારી ને પુરુષ રે ।।૪૫।।
સુર શશિ થાવાને પાવન રે, બિતો પવન સ્પરશે તન રે ।
તપ તીર્થ વ્રત જે કહાવે રે, તેનું તેજ પતિવ્રતા પાવે રે ।।૪૬।।
પાપી પૃથ્વીની સ્પરશે જો રજ રે, થાય પવિત્ર નહિ આશ્ચર્યજ રે । એવી પતિવ્રતા પુણ્યવાન રે, તેનાં નામ સાંભળો નિદાન રે ।।૪૭।। અરુંધતી અનસૂયા જેહ રે, સાવિત્રી શાંડિલી સત્યા તેહ રે । અહલ્યા દ્રૌપદી શતરૂપા રે, મેના સુનીતિ સંજ્ઞા અનુપા રે ।।૪૮।। સ્વાહા લોપામુદ્રા એહ સતી રે, જેણે પ્રેમેશું સેવિયા પતિ રે । એવી તું પણ થાઇશ કલ્યાણીરે, સત્ય માનજ્યો કહું છું વાણીરે ।।૪૯।। થાશે પતિમાંહિ પ્રેમ અતિ રે, માટે તુંને કહેશે પ્રેમવતી રે ।
પછી પોતાના સુત પાવન રે, તેને કહે છે હિત વચન રે ।।૫૦।।
પુત્ર બ્રહ્મકર્મ જે કહેવાય રે, રહેજ્યો કુશળ તમે તેહ માંય રે । વળી આ સુંદરી જે સૌભાગ્ય રે, તેનો કરશો માં તમે ત્યાગ રે ।।૫૧।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ભક્તિધર્મ વિવાહ એ
નામે અગ્યારમું પ્રકરણમ્ ।।૧૧।।
પૂર્વછાયો- પછી ભક્તિએ પુછિયું, સુણો સસરા વૃદ્ધ તાત ।
પતિવ્રતાના ધર્મની, કહો વિધ્યેવિધ્યે મને વાત ।।૧।। એવું સુણીને બાળશર્મા, કહે સાંભળજ્યો સુંદરી ।
ભાખ્યા છે ધર્મશાસ્ત્રમાં, મહામુનિયે દયા કરી ।।૨।।
ભક્તચિંતામણી
સતીગીતામાં સતીએ, ધર્મ પતિવ્રતાના પ્રિછવ્યા ।
રહેજ્યો એવી રીતશું, જેવા શિવાએ વર્ણવ્યા ।।૩।। દુઃખ પડે દોય દંપતી, તમે સમીરસુત સંભારજ્યો ।
કુળદેવ એ આપણા, કરશે સંકટમાં સારજ્યો ।।૪।।
ચોપાઇ- રહેજ્યો સર્વે એકાદશી વ્રત રે, કરજ્યો ઉત્સવ જેવી સામર્થ રે । વળી સતપુરુષનો સંગ રે, કરજ્યો ઉરે આણી ઉછરંગ રે ।।૫।। દારી ચોરી મદ્ય માંસ જેહ રે, ભૂલ્યે પણ કરશો માં તેહ રે । ભ્રષ્ટવાડો છે ભૂમિએ ઘણો રે, રખે પાશ લાગે તેહ તણો રે ।।૬।। કહે સુત પ્રત્યે બાળશર્મા રે, તમે જાજ્યો અયોધ્યા નગ્રમાં રે । એવી સાંભળી શિખની વાણ રે, લાગ્યાં પાય દંપતી સુજાણ રે ।।૭।। જ્યારે નરનારીએ નામ્યાં શીષરે, ત્યારે આપી છે પાંડે આશિષરે । કહે સુખી રહેજ્યો નરનાર રે, થશે યશ તમારો અપાર રે ।।૮।। એમ કહી ચાલ્યા બાળશર્મારે, પહોંચ્યા પાંડે પોતાના નગ્રમાંરે । તિયાં વીત્યા થોડા ઘણા દન રે, પછી તરત તજ્યું ત્યાં તન રે ।।૯।।
પછી સાંભળજ્યો શુભ મતિ રે, કહું રહ્યાં જેમ એ દંપતી રે । જેજે તાતે કહ્યાં છે વચન રે, તેતે રીતમાં રહ્યાં મગન રે ।।૧૦।। રહે વ્રત અખંડ એકાદશી રે, કરે કૃષ્ણ કીર્તન હુલશી રે । ધર્મ ન ત્યાગે આપતકાળ રે, કહે લોક આ ધર્મ દયાળ રે ।।૧૧।।
પછી આવી ત્યાં દ્વાદશ નારી રે, સેવે શ્રદ્ધાદિ પ્રેમ વધારી રે । દેખે ધર્મ ને ભક્તિ દોય રે, બીજા દેખે નહિ જન કોય રે ।।૧૨।। કરે સંધ્યા તર્પણ કર્મ નિત્ય રે, સત્ય શાસ્ત્ર માંહિ ઘણી પ્રીત્ય રે । એવા ધર્મદેવ ધુરંધર રે, કરે ભક્તિ પ્રભુની સુંદર રે ।।૧૩।। એમ કરતાં દંપતિ આપ રે, જન્મ્યા સુત શ્રીરામપ્રતાપ રે ।
ગુણે સંકર્ષણ સમાન રે, દાતાર શૂર ભક્ત નિદાન રે ।।૧૪।। હવે બીજા મુનિ જે નિષ્પાપ રે, પોતા ભેળો સહ્યો જેણે શાપ રે । તેહ ઋષિએ ધર્યાં છે તન રે, જોઇ દ્વિજનાં કુળ પાવન રે ।।૧૫।। જિયાં જિયાં રહ્યાતા એ મુનિ રે, કરતા ભક્તિ પ્રેમેશું પ્રભુની રે ।
૪૦ ભક્તચિંતામણી પ્રકરણ ૧૨
દિનદિન પ્રત્યે અતિ ઘણી રે, કરતા કથા શ્રીકૃષ્ણજી તણી રે ।।૧૬।। ત્યારે અભક્ત નર જે અભાગીરે, તેને વાત એ વસમી લાગીરે ।
પછી જિયાં તિયાંથી અદેવ રે, વૈર આદરિયું તતખેવ રે ।।૧૭।। ધર્મવાન ભક્તિવાન જન રે, તેને આદર્યું કરવા વિઘન રે ।
વળી ભક્તિ ધર્મ ઋષિ જેહ રે, તેને સમજે સાચા શત્રુ તેહ રે ।।૧૮।। જેમ જેમ પીડા પામે ધર્મ રે, એવાં કરે તે કુકર્મી કર્મ રે । જેમ જેમ પીડા પામે ભક્તિ રે, એવાં કષ્ટ ઉપજાવે કુમતિ રે ।।૧૯।। જેમ જેમ દુઃખી થાય મુનિ રે, એવી મતિ છે સહુ અસુરની રે ।
પરઠે ગુણમાં અવગુણ અતિ રે, મહા પાપમય જેની મતિ રે ।।૨૦।।
પુર ગ્રામ દેશમાં જે દૈત્ય રે, પીડે છે ભક્તિ ધર્મને નિત્ય રે । તેને દુઃખે ભક્તિ ધર્મદેવ રે, આવ્યાં અયોધ્યામાં તતખેવ રે ।।૨૧।। તોય કુકર્મી કેડ ન મુકે રે, દેતાં દુઃખ ઘડીએ ન ચુકે રે ।
પછી એ દુઃખ ટાળવા કાજ રે, ગયા કાશીમાંહિ ધર્મરાજ રે ।।૨૨।। જાણી શિવની પુરી સુંદર રે, તિયાં કરાવિયો મહારૂદ્ર રે । કષ્ટ મટાડવા કર્યો ઉપાય રે, પણ કષ્ટ મટ્યું નહિ કાંય રે ।।૨૩।। તિયાં પણ દનુજ સમૂહ રે, વેષ મનુષ્ય ને કરે દ્રોહ રે ।
પામ્યાં પીડા ત્રણે ત્યાં અતિ રે, પછી ગુપ્ત પણે કરી ગતિ રે ।।૨૪।। કષ્ટ મટવા કરે છે ઉપાય રે, પણ કષ્ટ મટે નહિ કાંય રે ।
પછી ત્યાંથી આવિયા પ્રયાગે રે, અતિકૃશ છે તનમાં ત્યાગે રે ।।૨૫।। કર્યું સંધ્યાતર્પણ ગંગા નાઇ રે, કર્યો તીર્થ ઉપવાસ ત્યાંઇ રે । રહ્યાં ઘણું એ સ્થળ મોઝાર રે, તિયાં મળ્યા શ્રીવૈષ્વાચાર રે ।।૨૬।।
નામ રામાનંદ મહામતિ રે, સ્વયં સદ્ગુરુ રૂપ મૂરતિ રે ।
મહા તપેશ્વર ત્યાગ તને રે, ધીર ગંભીર મોટા છે મને રે ।।૨૭।। આપે મુમુક્ષુને ઉપદેશ રે, રાખે છે બ્રહ્મચારીનો વેષ રે । ઊર્ધ્વપુંડ્ર કર્યું ત્યાં કેસરે રે, કુંકુમ ઇંદુ મધ્યે મન હરે રે ।।૨૮।। કંઠે માળા તુલસીની દોય રે, જોઇ જનતણાં મન મોય રે । એવે વેષે રામાનંદ મુનિ રે, ફરે સાર લેવા જિજ્ઞાસુની રે ।।૨૯।।
ભક્તચિંતામણી
બહુ શિષ્યે સહિત ફરે છે રે, સહુને જ્ઞાનોપદેશ કરેછે રે । શબ્દબ્રહ્મ પરબ્રહ્મ પ્રિછે રે, યથાર્થપણે જેમ ઇચ્છે રે ।।૩૦।। એવા સ્વામી જેહ રામાનંદ રે, તેને મળીને પામ્યા આનંદ રે । બહુ હેતે કરી ધર્મદેવરે, કરે મોટા જાણી નિત્ય સેવરે ।।૩૧।। એક દિવસ ચાંપતા ચરણ રે, આવી નિદ્રા ને ઢળિયા ધરણ રે ।
સુખે સુતા ત્યાં થયું સ્વપન રે, પામ્યા તેજમંડળનું દર્શન રે ।।૩૨।। તેમાં શ્રીકૃષ્ણ મૂર્તિ શ્યામ રે, નિરખ્યા પ્રભુજી પૂરણકામ રે ।
પામ્યા અંતરે દર્શન એહ રે, જાણીકૃપા શ્રી સ્વામીની તેહ રે ।।૩૩।। જાણ્યા સદ્ગુરુ એક આ સ્વામીરે, પામ્યા શરણ બેઉ શીષ નામીરે ।
પછી સ્તુતિ દંપતીએ કિધી રે, એથી ભાગવતી દીક્ષા લીધી રે ।।૩૪।। આપી સ્વામીએ માળા તે દોય રે, બાંધી ધર્મે તુલસીની સોય રે ।
પછી શ્રીકૃષ્ણના મંત્ર જેહ રે, અષ્ટાક્ષરના કહાવે છે તેહ રે ।।૩૫।। તેનો હેતે ઉપદેશ કીધો રે, પોતા શરણે ધર્મને લીધો રે । કહ્યો શરણમંત્ર તે સમાન રે, વિશેષ મહામંત્ર નિદાન રે ।।૩૬।। એહ બેઉ મંત્ર સુખકારી રે, સુણી ધર્મ લીધા મને ધારી રે ।
પછી નર નારીનાં જે નિયમ રે, પુછ્યાં પાળવાનાં કરી પ્રેમ રે ।।૩૭।। કહું સુણો સહુજન હવે રે, જેજે કહ્યું છે એના ગુરુવે રે ।
સર્વે સંપ્રદાયની જે રીત રે, કહી અતિપરમ પુનિત રે ।।૩૮।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ભક્તિધર્મને રામાનંદ
સ્વામી મળ્યા એ નામે બારમું પ્રકરણમ્ ।।૧૨।।
પૂર્વછાયો- સ્વામી કહે છે ધર્મને, તમે સાંભળો વાત સિદ્ધાંત । શુદ્ધમતિ અતિ ઓળખી, હવે કહું ધર્મ એકાંત ।।૧।। ત્યાગી ગૃહી નરનારીની, કહું રીત તે રૂડી પેર ।
તમે રહેજ્યો રખાવજ્યો, જ્યારે જાઓ તમારે ઘેર ।।૨।। ઉત્તમ રીતને અનુસરી, તમે વર્તજ્યો નરનાર ।
અશુદ્ધ રીત હોય જગમાં, તોય કરશો માં કોઇ વાર ।।૩।। ભક્તચિંતામણી
શુદ્ધ રીત હવે સાંભળો, સંક્ષેપે કહું સુજાણ ।
જેણે કરી ત્યાગી ગૃહી, પામે પદ નિર્વાણ ।।૪।।
ચોપાઇ- કહું શ્રાદ્ધ યજ્ઞે પશુઘાત રે, કરવી નહિ સાંભળો વાત રે । એકાદશ ત્રણ પ્રકાર રે, સુરા પીવી નહિ કોઇ વાર રે ।।૫।। શુદ્ધ ઔષધિમાં મદ્ય મળે રે, તે ન ખાવું પીવું કોઇ પળે રે । યજ્ઞશેષ માંસ લેશ જેહ રે, ભુલ્યે ભક્ષ ન કરવું તેહ રે ।।૬।।
સુણો ધર્મદેવ વાત મારી રે, પુણ્ય સારુંએ ન કરવી ચોરી રે ।
પરત્રિયાનો સંગ ન કીજે રે, કે’દિ ત્રિયાનું દાન ન દીજે રે ।।૭।। ત્રિયામાત્ર જાર નર જોઇ રે, આપત્કાળે ન રહે સંગ સોઇ રે । વળી ત્યાગી નર હોય જેહ રે, તેને સ્પર્શે નહિ નારી દેહ રે ।।૮।। તેમ ત્યાગી નર નિરધાર રે, તજે નારીને અષ્ટ પ્રકાર રે ।
એ છે જાણો અનાદિની રીત રે, વળી કહું સુણો દઇ ચિત્ત રે ।।૯।। કેદિ આત્મઘાત નવ કીજે રે, વિમુખની કથા ન સુણિજે રે । હરિપ્રસાદી માહાત્મ્યે અન્ન રે, ન ખપે તેનું ન ખાવું જન રે ।।૧૦।। મિથ્યા અપવાદ કોઇ શીર રે, દેવો નહિ કહું ધર્મ ધીર રે । કોઇ વિષયી વ્યસની જન રે, તેનો ન કરો સંગ કોઇ દન રે ।।૧૧।। વળી તપસ્વી ક્રોધી ભક્ત કામી રે, હોય એવા જે નર હરામી રે । તજી સ્વધર્મ બીજો ધર્મ પાળે રે, કાવે ત્યાગી ને લોભ ન ટાળે રે ।।૧૨।।
ગુરુ શિષ્યને શાસ્ત્ર પ્રમાણ રે, ન વર્તે વર્તાવે અજાણ રે ।
જ્ઞાની ખંડે પ્રભુનો આકાર રે, એહ ષટ્ ખળને ધિક્કાર રે ।।૧૩।। એહ ષટ્ ખળ નર જેહ રે, તજવા મુમુક્ષુ જને તેહ રે ।
દેવ તીર્થ વેદને ગાય રે, બ્રાહ્મણ સાધુ ધર્મી કહેવાય રે ।।૧૪।। તેની નિંદા ન કરવી મુખે રે, ધર્મ મેલવો નહિ દર્દ દુઃખે રે । વળી જેહ શાસ્ત્રમાં શ્રી કૃષ્ણ રે, કહ્યા નિરાકાર અજ્ઞ જન રે ।।૧૫।। તે ન સાંભળવું સુણો ધર્મ રે, એહ સમજી લેવો મને મર્મ રે । આયુધ વિષ ન દેવી જાળ રે, જેથી જન દુઃખ પામે તે કાળ રે ।।૧૬।। વળી આ મતે મોટા બ્રહ્મન રે, તે ન રાખે શસ્ત્ર કોઇ દન રે ।
ભક્તચિંતામણી
ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું રે, મધ્યે કુંકુમનું બિંદુ ધરવું રે ।।૧૭।। રાધાકૃષ્ણ પ્રસાદી જે હોય રે, કરે સધવા બિંદુ ભાલે સોય રે ।
ન કરે વિધવા બિંદુ પુનિત રે, એવી આપણા મતની રીત રે ।।૧૮।। જેની જે રીત તે ચિત્ત ધરવી રે, ભાવે શ્રીકૃષ્ણની ભક્તિ કરવી રે । કરવો રાસ પંચાધ્યાય પાઠ રે, કૃષ્ણ કૃષ્ણ કહેવું જામ આઠ રે ।।૧૯।।
ગળે માળા ધરાવજો દોય રે, તુલસી ને ચંદનની સોય રે । એવી વાત ગુરુજીએ કરી રે, ભક્તિ ધર્મે તે હૃદયે ધરી રે ।।૨૦।।
પછી અનન્ય ભક્તિની રીત રે, કહી ઉદ્ધવે કરીને પ્રીત રે ।
કહે બ્રાહ્મણ તમે છો શ્રેષ્ઠ રે, જેને કૃષ્ણ છે ઇષ્ટ અભીષ્ટ રે ।।૨૧।।
મારા શિષ્યમાં મોટા છો તમેરે, રૂડા ગુણવાળા જાણ્યા અમે રે । હવે ઘેર જાઓ નરનારી રે, રાધાકૃષ્ણને હૃદયે સંભારી રે ।।૨૨।। આવે મુમુક્ષુ જીવ કોઇ પાસ રે, આપી ઉપદેશ ટાળજ્યો ત્રાસ રે । એને મહામંત્રનો જે જાપ રે, તમે કહેજ્યો નિરંતર આપ રે ।।૨૩।। વળી શ્રીકૃષ્ણના જે બે મંત્ર રે, જોઇ મુમુક્ષુ કહેજ્યો નિરંતર રે । બ્રાહ્મણ ક્ષત્રિય ને વૈશ્ય જેહ રે, સતશુદ્ર ને સ્ત્રિયો તેહ રે ।।૨૪।। કહેજ્યો મંત્ર પ્રથમનો તેને રે, ભવસાગર તરવા એને રે । કરતાં એહ મંત્ર નિત્ય જાપ રે, થાય અધિકારી નર આપ રે ।।૨૫।। ત્યારે બીજો મંત્ર તેને કહેજ્યો રે, એવી રીતે ઉપદેશ દેજ્યો રે ।
પડે તમારે જો કાંઇ દુઃખ રે, તો થાશે મહામંત્રથી સુખ રે ।।૨૬।। કરશો જાપ તો શ્રીકૃષ્ણદેવ રે, દેશે ઇષ્ટ સિદ્ધિ તતખેવ રે । રામાનુજના ગ્રંથ છે જેહ રે, તમે સર્વે ભણજ્યો તેહ રે ।।૨૭।।
ગીતાભાષ્ય આદિ ગ્રંથ તેમાં રે, શ્રીકૃષ્ણનું માહાત્મ્ય છે જેમાં રે । કરજ્યો કથા તેની અહોનિશ રે, એવો આપ્યો ગુરુએ ઉપદેશ રે ।।૨૮।।
પછી ભક્તિ ધર્મ આવ્યાં ઘેર રે, કરે કૃષ્ણ ભક્તિ રૂડી પેર રે । સ્થુળ સૂક્ષ્મ ને કારણ દેહ રે, તેથી પર આત્મા છે જેહ રે ।।૨૯।। વળી વ્યાપે એ ત્રણ ઠેકાણે રે, તેને શ્રીકૃષ્ણનો દાસ જાણે રે ।
સર્વોપરી છે શ્રીકૃષ્ણ એક રે, જીવ ઇશ્વર માયા પ્રેરક રે ।।૩૦।।
ભક્તચિંતામણી
એમ નિશ્ચય કર્યો ધર્મે જ્યારેરે, જગત મિથ્યા મનાણું છે ત્યારે રે ।
ગુરુ આજ્ઞાએ કરી ગ્રંથ જેહ રે, રામાનુજના વાંચે નિત્ય તેહ રે ।।૩૧।। એવા શુદ્ધ હૃદયવાળા જાણી રે, દૈવી જીવ બોલે એમ વાણી રે । આતો ધર્મ દેવ છે સાક્ષાત રે, તેહ વિના નોય આવી વાત રે ।।૩૨।।
પછી અસુર ગુરુને ત્યાગી રે, થયા ધર્મપદ અનુરાગી રે ।
જેને દૈત્યગુરુમાં છે હેત રે, થયા દૈત્ય તે કુળે સમેત રે ।।૩૩।।
માન્યાં ધર્મનાં જેણે વચન રે, શોભ્યા દેવસમાન તે જન રે ।
પછી અન્ન વસ્ત્ર અલંકાર રે, પૂજ્યા ધર્મને શિષ્યે તે વાર રે ।।૩૪।। તેણે કરી થઇ છે સંપત્તિ રે, ગયાં દુઃખ દારિદ્ર્ય વિપત્તિ રે । એમ કરતાં વિત્યા દિન સોઇ રે, આપી સુતને સમે જનોઇ રે ।।૩૫।। કર્યો ઉત્સવ જમાડ્યા દ્વિજ રે, તે દેખીને દૈત્યે કરી ખિજ રે ।
પછી અસુર નર ભેળા થઇ રે, ગયા ઘરની સંપત્તિ લઇ રે ।।૩૬।। અન્ન ધન મહિષી ને ગાય રે, તેમાં રહેવા દીધું નહિ કાંય રે । એહ આદિ જે આપિયાં દુઃખ રે, તેતો કહ્યાં જાય નહિ મુખ રે ।।૩૭।। થયાં નિર્ધન નહિ ખાવા અન્ન રે, ન મળે નવું પેરવા વસન રે ।
પડે એકાંતરે ઉપવાસ રે, તેને દેખી દુષ્ટ કરે હાસ રે ।।૩૮।। કહે જુવો આ ધર્મને ભક્તિ રે, સુખ માણે છે કેવું દંપતિ રે । એતો સત્યવાદી છે નિદાન રે, ચાલો થાયે એના મેમાન રે ।।૩૯।। આવે એમ દેખાડવા ભૂંડું રે, જેને અંતરે વૈર છે ઉંડું રે । તેને ઉછિ ઉધારું કરીને રે, ભોજન કરાવે ભાવ ભરીને રે ।।૪૦।।
ન મળે અન્ન પોતાને ખાવા રે, પણ ન દિયે પત્યને જાવા રે । એમ બહુ દિન દુઃખ સહ્યું રે, ત્યારે એક દિન ભક્તિએ કહ્યું રે ।।૪૧।। કહે પ્રેમવતી સુણો સ્વામી રે, પામ્યાં દુઃખ રહી નહિ ખામી રે । તમે જાણો છો સર્વે ઉપાય રે, મટાડો તો વાર નથી કાંય રે ।।૪૨।। અન્ન વસ્ત્રનું દુઃખ આપણે રે, નથી મટતા મેમાન આંગણે રે । આપણે તો ફળ ફુલ જમું રે, ભાજી ખાઇને દિન નિગમું રે ।।૪૩।।
પણ મેમાન તે કેમ જમે રે, કહું છું એમ પણ જેમ ગમે રે ।
ભક્તચિંતામણી
એવું સુણી બોલ્યા ધર્મવાણી રે, કહું સાંભળો તમે કલ્યાણી રે ।।૪૪।।
સુખ દુઃખ જે લખ્યું શરીર રે, ટાળ્યું ન ટળે રાખવી ધીર રે । જોને કરાવ્યા મહારૂદ્ર જેહ રે, થાવા સુખ કરાવિયા તેહ રે ।।૪૫।। તેણે દુઃખ મટ્યું નહિ અણું રે, સામું કષ્ટ થયું કોટિઘણું રે ।
માટે સુખ દુઃખ લખ્યું જે ભાલ રે, મટે ઘટે નહિ એક વાલ રે ।।૪૬।। દેવ ઋષિ રાજાથી ન મટે રે, જેને જેવું લખાણું છે ઘટે રે । જોને ઇંદ્ર અંગે થયો ભંગ રે, પામી શચી દુઃખ એ પ્રસંગ રે ।।૪૭।। વસિષ્ઠ ને અરુંધતી જેહ રે, શત્રુ થકી દુઃખ પામ્યાં તેહ રે । રાજા નળ વળી દમયંતી રે, તેહપણ પામ્યાં દુઃખ અતિ રે ।।૪૮।। એવે મોટે મોટે દુઃખ સહ્યું રે, પણ કોઇ આગળ્ય ન કહ્યું રે । એવું સાંભળીને પ્રેમવતી રે, માંડ્યું રુદન કરવા અતિ રે ।।૪૯।। હુંતો તમને શા વડે સેવું રે, નથી ઘરમાં પદારથ એવું રે ।
મારી હોંશ રહી મન માંઇ રે, તમને સેવી શકી નહિ કાંઇ રે ।।૫૦।।
ન મળે ઘરમાં જમવા અન્ન રે, શિયો કરૂં મનોરથ મન રે । ત્યારે બોલિયા ધર્મ દયાળ રે, ભક્તિ દુઃખ ન રહે સદા કાળ રે ।।૫૧।।
માટે ધીરજ્યે ધર્મમાં રહેવું રે, મુખે કાયર વેણ ન કહેવું રે । ભક્તિ મુકવી નહિ શિર સાટેરે, કહું સત્યવાદી છો તે માટે રે ।।૫૨।।
સુખ દુઃખમાં રહેવું અડગ રે, પરઠ્યો પાછો ન મેલવો પગ રે । એમ ટેક રાખો મનમાંય રે, કરવી ચિંતા ઘટે નહિ કાંય રે ।।૫૩।। જેવું ગમશે ગોલોક ધણીને રે, તેવું આવશે સહજે બણીને રે । કરીશ એનો હવે હું ઉપાય રે, રહેજ્યો રાજી તમે મનમાંય રે ।।૫૪।। કરીશું તેમ થાશે જેમ સુખ રે, હવે નહિ રહે ઘણા દિન દુઃખ રે । એમ આપ્યો ધર્મે ઉપદેશ રે, કહું સમજવો એ રહસ્ય રે ।।૫૫।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે રામાનંદ સ્વામીને
મળીને ભક્તિધર્મ ઘેર આવ્યાં એ નામે તેરમું પ્રકરણમ્ ।।૧૩।।
પૂર્વછાયો- પછી ધર્મે ધીરજ ધરી, વળી મને કર્યો વિચાર ।
ભક્તચિંતામણી
તાતે કહ્યું હતું ચાલતાં, તે સાંભરીયું તેહવાર ।।૧।। કહ્યું કુળદેવ આપણા, સમીરસુત કહેવાય ।
સંકટમાં સંભાળજ્યો, કરશે એ કષ્ટમાં સહાય ।।૨।।
માટે કષ્ટ મોટું નથી, આથી બીજું કોઇ અન્ય ।
દૈત્ય દુઃખ દિયે ઘણું, નથી અંગે અશન વસન ।।૩।।
માટે સમીરસુતને, સંભારૂં કરવા સહાય ।
અંજનીસુત વિના એકે, નથી ટાળવા ઉપાય ।।૪।।
ચોપાઇ- પછી અયોધ્યામાં જઇ આપરે, જપ્યા હનુમાનજીના જાપરે ।
મારુતસુત મંદિરમાં જઇ રે, કરી સ્તુતિ એક પગે રઇરે ।।૫।। એમ કરતાં ધર્મ સ્તવન રે, થયા પવન સુત પ્રસન્ન રે ।
આવી સ્વપ્નમાંહિ કહ્યું એમ રે, મને સંભાર્યો નહિ તમે કેમ રે ।।૬।। હવે દુઃખ તમારું દંપતિ રે, નહિ રહેવા દઉં એક રતિ રે । કહું વાત માનો મારી મન રે, વેગે જાઓ તમે વૃન્દાવન રે ।।૭।। તમ સંગે શાપે મુનિજન રે, જેણે ધર્યાં છે જુજવાં તન રે । તે તમને ત્યાં સહુ મળશે રે, દુઃખ તમારું તર્ત ટળશે રે ।।૮।। એમ ધર્મને કહી હનુમાન રે, પછી થયા પોતે અંતર્ધાન રે ।
પછી જાગીને થયા પ્રસન્ન રે, સત્ય માન્યું એ ધર્મે સ્વપન રે ।।૯।।
પછી પુત્ર ને મેલી મોસાળ રે, ચાલ્યાં ભક્તિધર્મ તતકાળ રે । આવ્યાં નૈમિષારણ્યે ઉમંગે રે, નથી ચાલતાં કોઇને સંગે રે ।।૧૦।।
પછી ત્યાંથી વૃન્દાવન આવી રે, નિર્ખિ કૃષ્ણ મૂર્તિ મન ભાવી રે । ફુલદોલે ઝુલતા શ્રીકૃષ્ણ રે, એવી મૂર્તિનાં કર્યાં દર્શન રે ।।૧૧।।
પછી ગોવર્ધન જેહ ગિરિ રે, તેને પ્રેમે પ્રદક્ષિણા કરી રે । દઇ પ્રદક્ષિણા બેઠાં દોય રે, તિયાં મળ્યા મુનિજન સોય રે ।।૧૨।।
મરીચ્યાદિ મોટા મોટા મુનિરે, મળ્યા નહિ ઓળખાણ આગુંની રે। બીજા જન વૃંદાવન રહેનાર રે, તેહ પણ ન જાણે લગાર રે ।।૧૩।।
પછી હરિ ઇચ્છા બળવાન રે, પડી એક બીજાની પિછાન રે ।
ઋષિ કહે આ ધર્મ ભક્તિ રે, ધર્મ કહે આ મુનિ સુમતિ રે ।।૧૪।।
ભક્તચિંતામણી
પછી મળી બેઠાં છે એકાંત રે, કહ્યું એક બીજાનું વૃતાંત રે । કહે ઋષિ રહી નથી મણા રે, દીધાં અસુરે દુઃખ તે ઘણાં રે ।।૧૫।। ભક્તિ ધર્મ કહે ન જાય કહ્યું રે, જે જે અમારે ઉપર થયું રે ।
પછી એક બીજાનું જે દુઃખ રે, સુંણી થયું અતિશે અસુખ રે ।।૧૬।। કહે દુર્વાસા દઇને શાપ રે, પછી બોલ્યા દયા કરી આપ રે । કષ્ટ પડશે તમને અતોલ રે, મિથ્યા નહિ થાય મારો બોલ રે ।।૧૭।।
પણ કૃષ્ણ ધરી અવતાર રે, હરશે દુઃખ તમારું તે વાર રે ।
એહ વાતનો વાયદો થીયો રે, હવે કરીએ ઉપાય શીયો રે ।।૧૮।। કહે ધર્મ એ ખોટું ન થાય રે, રાખો ધીરજ સહુ મનમાંય રે । કરો શ્રીકૃષ્ણનું આરાધન રે, જેણે રાજી થાય ભગવન રે ।।૧૯।। હું પણ જપું છું કૃષ્ણનો જાપ રે, જેણે કરી ટળે દુઃખ તાપ રે । તમે પણ તેના અંગના જેહ રે, કરો પાઠ સહુ મળી તેહ રે ।।૨૦।।
પછી સહુ ઋષિએ વિચારી રે, વાત ધર્મની ઉરમાં ધારી રે । કોઇ ભાગવત પાઠ કરે રે, કોઇ ગીતાનો પાઠ ઓચરે રે ।।૨૧।। કોઇ વાસુદેવ માહાત્મ્ય જેહ રે, કોઇ વિષ્ણુ સહસ્રનામ તેહ રે । કરે વિષ્ણુ ગાયત્રીનો જાપ રે, કોઇ નારાયણ વર્મ આપ રે ।।૨૨।। કોઇ જપે શ્રીકૃષ્ણનું નામ રે, એમ જાપ કરે આઠુંજામ રે । રાસપંચાધ્યાય વળી જેહ રે, ભક્તિ પાઠ કરે નિત્ય તેહ રે ।।૨૩।। એમ ભક્તિ ધર્મ ઋષિરાય રે, કરે દિવસમાં એ ઉપાય રે ।
રાત્રિ માંહિ તાલ ને મૃદંગ રે, ગાય ગીતગોવિંદ ઉમંગ રે ।।૨૪।। ભક્તિધર્મ ઋષિ બડભાગ્ય રે, એમ આદર્યો છે વિષ્ણુયાગ રે ।
પછી વૈશાખસુદી એકાદશી રે, કર્યું જાગરણ સહુએ હુલશી રે ।।૨૫।।
ગઇ રાત્ય થયું બ્રહ્મમુહૂર્ત રે, દીઠું બ્રહ્મતેજ તિયાં તર્ત રે । તેમાં દીઠા નંદ ને યશોદા રે, જોઇ ગોપી ગોપ પામ્યાં મુદા રે ।।૨૬।। વળી દીઠી અષ્ટ પટરાણી રે, રાધિકા રમા ને રુકિમણી રે ।
સત્યા સત્યભામા જાંબુવતી રે, લક્ષમણા ને વળી નાગ્નજીતી રે ।।૨૭।। વળી ધેનુએ શોભે એ ધામ રે, જેનું કહીએ તે ગોલોક નામ રે ।
ભક્તચિંતામણી
તેમાં મૂર્તિ સુંદર શ્યામ રે, દીઠા શ્રીકૃષ્ણ પૂરણકામ રે ।।૨૮।।
સુવર્ણ વસ્ત્રે શોભે છે વળી રે, મુખે રૂડી વજાડે વાંસળી રે ।
સુંદર શોભે નટવર વેષે રે, રત્ન જડિત મુકુટ છે શીષે રે ।।૨૯।।
મકરાકાર કુંડળ કાને શોભે રે, ઝીણા વક્ર કેશે મન લોભે રે । ભાલે શોભા રહી છે ભલકી રે, તેપર તોરા રહ્યા લલકી રે ।।૩૦।।
મુખ પૂરણશશિ સમાન રે, નયણાં કમળદળ નિદાન રે ।
મોટાં મોતીની માળા તે લેકે રે, બીજાં સુગંધી પુષ્પની બેકે રે ।।૩૧।। એવી અંગો અંગ શોભા અતિ રે, રસરૂપ રસિક મૂરતિ રે ।
સામુદ્રિકે શોભા કહી જેવી રે, દીઠી મૂર્તિ મનોહર તેવી રે ।।૩૨।। શોભા સાગર સુંદર શ્યામ રે, સારી પ્યારી છબી સુખધામ રે । કોટી કામદેવ દેખી લાજે રે, એવી છબી છબિલાની છાજે રે ।।૩૩।। એવું રૂપ જોઇ ઋષિરાય રે, પડ્યાં ભક્તિધર્મ સહુ પાય રે । હાથ જોડી ઉભાં એક પગે રે, કોઇ મટકું ન ભરે દ્રગે રે ।।૩૪।। જેમ કાષ્ટનાં હોય પુતળાં રે, એમ ઉભા આગળ સઘળાં રે । દોય ઘડી રહ્યાં એમ જન રે, પછી સર્વે થયા સચેતન રે ।।૩૫।। કરી સ્તુતિ પછી જોડી હાથ રે, કહે જય જય મારા નાથ રે । જય જય તેજ પુંજરાશી રે, જય અકળરૂપ અવિનાશી રે ।।૩૬।। ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કાળ રે, કરવા સમર્થ તમે દયાળ રે । ક્ષર અક્ષરપર અકળ રે, રહો તેજપુંજને મંડળ રે ।।૩૭।। ધર્મ રક્ષા કરવા મુરાર રે, ધાર્યા મત્સ્યાદિક અવતાર રે ।
જનહિતે એ જુજવાં તન રે, ધરી કરો જનની જતન રે ।।૩૮।। જય ગોલોકપતિ ગોવિંદ રે, જય નિજજન સુખકંદ રે ।
જય રાધાપતિ રસરૂપ રે, જય સુંદર શ્યામસ્વરૂપ રે ।।૩૯।। જય મનોહર મહારાજ રે, જય વ્રજજન સુખસાજ રે ।
જય નિજજન મનરંજન રે, જય મહાદુઃખ ભયભંજન રે ।।૪૦।। જય દુષ્ટદમન દયાળ રે, જય કુકર્મી જીવના કાળ રે ।
જય ભક્ત ભવદુઃખહારી રે, તમે સંતના છો સુખકારી રે ।।૪૧।।
ભક્તચિંતામણી
જય અનાથના નાથ આપ રે, સ્વામી હરો અમારા સંતાપ રે । જય દીનના બંધુ દયાળ રે, જય ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ રે ।।૪૨।। તમે ગરીબના છો નિવાજ રે, દુઃખસાગરમાં સુખઝાજ રે ।
અમે બુડ્યા દુઃખોદધિમાંય રે, તમ વિના ઝાલે કોણ બાંય રે ।।૪૩।। તમે સમર્થ છો મારા નાથ રે, માટે કહીએ છીએ જોડી હાથ રે । જે જે આવ્યા છે શરણ તમારી રે, તેની રક્ષા કરી છે મુરારી રે ।।૪૪।।
માટે અમે છીએ તમારે શરણ રે, કરો સુખ મહાદુઃખહરણ રે । એમ સ્તુતિ કરી ધર્મ મુનિ રે, પછી પાય લાગ્યાં સૌ પ્રભુની રે ।।૪૫।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ધર્મમુનિસ્તુતિનામે
ચૌદમું પ્રકરણમ્ ।।૧૪।।
પૂર્વછાયો- એવી રીતે સર્વે મળી, કરી સ્તુતિ ધર્મ ઋષિરાય ।
સુણી શ્રીહરિ શ્રવણે, બોલ્યા રાજી થઇ મનમાંય ।।૧।। કૃષ્ણ કહે ધર્મઋષિને, થયો પ્રસન્ન તમ પર આજ ।
મનવાંછિત જે માગશો, તે સારિશ સર્વે કાજ ।।૨।। ત્યારે ધર્મ કહે ધન્ય ધન્ય તમે, સદા પ્રસન્ન છો મને શ્યામ ।
મારે છે જે માગવું, તે કહું છું હું કરભામ ।।૩।। આ ઋષિ હું ધર્મભક્તિ, તેને તમારા જાણી નાથ ।
દૈત્યે દુઃખ દીધાં ઘણાં, તેણે દુઃખી છીએ સહુ સાથ ।।૪।।
ચોપાઇ- ત્યારે શ્રીકૃષ્ણ કહે સુણો ધર્મ રે, એ તો સર્વે જાણું છું હું મર્મ રે । અસુરને દ્રોહ મુજ સાથે રે, તે માટે વૈર તમારે માથે રે ।।૫।।
સાધુ દેવને પીડે છે પાપી રે, મદ્ય માંસ બલિદાન આપી રે ।
મારા જાણીને દિયે છે દુઃખ રે, મહાઅસુર છે જે વિમુખ રે ।।૬।। તેને મારીશ હું થોડે દન રે, તજી ભય રહો નિર્ભય મન રે ।
મુજ વિના કોઇથી ન મરે રે, જો કોટિ ઉપાય કોઇ કરે રે ।।૭।। ધર્મ તમે ભક્તિ ને આ ઋષિ રે, સહુ રહો આનંદમાં ખુશી રે । હરિનામે હું થઇશ બાળ રે, દુઃખ સહુનું ટાળીશ તતકાળ રે ।।૮।।
ભક્તચિંતામણી
દુર્વાસાનો સહુને છે શાપ રે, તેમાં હું પણ આવ્યો છું આપ રે ।
માટે ધર્મ ઘેર ધરી તન રે, સુખી કરીશ સર્વે જન રે ।।૯।। થઇ ગયો છે ધર્મનો નાશ રે, તેને પાછો કરીશ પ્રકાશ રે । એકાંતિક ધર્મ રૂડી રીતે રે, સ્થાપન કરીશ હું તેહ પ્રીતે રે ।।૧૦।।
માટે નિઃશંક રહો નરનારી રે, સત્ય વાત માની તમે મારી રે । તમે પાઠ કર્યા જે જે સ્તોત્ર રે, વળી જપિયા છે જે જે મંત્ર રે ।।૧૧।। તેનો પાઠ જાપ જે જે કરશે રે, આવ્યા કષ્ટમાંથી તે ઉગરશે રે । દેહ છતાં નહિ થાય દુઃખ રે, અંત સમે તે પામશે સુખ રે ।।૧૨।। શ્વેતદ્વિપાદિ ધામ છે જેહ રે, તિયાં આનંદ કરશે તેહ રે । એમ કૃપાનિધિ જે શ્રીકૃષ્ણ રે, થયા ભક્તિધર્મ પર પ્રસન્ન રે ।।૧૩।। આપી એવો વર ભગવાન રે, પછી થયા છે અંતરધાન રે ।
ત્યારે ધર્મભક્તિ ઋષિરાય રે, અતિ હર્ષ પામ્યાં મનમાંય રે ।।૧૪।। થયું વિષ્ણુયાગ વ્રત પુરૂં રે, મળ્યા કૃષ્ણ ન રહ્યું અધુરૂં રે । કરી પારણાં બેઠા એકાંત રે, કહે ગુપ્ત રાખવી આ વાત રે ।।૧૫।। જ્યારે શ્રીકૃષ્ણ પ્રગટ થાશે રે, ત્યારે જેમ હશે તેમ જણાશે રે । એમ કરી મનમાં વિચાર રે, મળ્યા પરસ્પર કરી પ્યાર રે ।।૧૬।।
પછી પોતપોતાને આશ્રમ રે, ગયા ઋષિને ભક્તિ ધર્મ રે ।
ધર્મ પૂર્ણ મનોરથ પામ્યા રે, થયું સુખ દુઃખ સર્વે વામ્યા રે ।।૧૭।।
પછી ઘર પર ચાલ્યાં દોય રે, આવ્યાં નૈમિષારણ્યમાં સોય રે ।
સઘન વન ત્યાં વેલીની ઘાટ રે, તેણે કરી ઢંકાણી છે વાટ રે ।।।૧૮।। ભુલ્યાં માર્ગ આથમ્યો દન રે, દૈત્યભયથી બિનાં છે મન રે । એવા સમામાં વનમોઝાર રે, મળી કુટુંબે સોતી એક નાર રે ।।૧૯।। અતિ રાજી રમે વનમાંય રે, કેની બીક નથી મનમાંય રે ।
બહુ પુષ્ટ કુટુંબ છે એનું રે, નથી ગણતાં બળ બીજા કેનું રે ।।૨૦।। તેને ધર્મ કહે સુણ્ય નારી રે, કોણ છો તું કહે વાત તારી રે । કુટુંબ તારું છે સર્વે કુશળ રે, આવું કોણથી પામ્યાં છો બળ રે ।।૨૧।। ત્યારે બોલી વનિતા તે વાર રે, તારે પુછ્યાનો એવો શો પ્યાર રે ।
ભક્તચિંતામણી
ચાલ્યાં જાઓને પાધરી વાટ રે, પુછી તમે શું કરશો ખાટ રે ।।૨૨।।
મારો તાત કુસંગ કહેવાય રે, અઘવતી નામે મારી માય રે ।
મારું નામ છે અવિદ્યા અતિ રે, પ્રભુ વિમુખ છે મારો પતિ રે ।।૨૩।।
મારી પુત્રી મિથ્યા પરમાણો રે, આપી અધર્મને તમે જાણો રે । તેની પ્રજા છે અપરમપાર રે, શું જાણ્ય તું વાતનો વિચાર રે ।।૨૪।। કામ ક્રોધ લોભ વળી મોહ રે, દંભાદિક દીકરા સમૂહ રે । આશા તૃષ્ણા ઇર્ષ્યા અદયા રે, કુટિલ કુમતિ કુબુધિયા રે ।।૨૫।। દુરુક્તિ તે એની છે દિકરી રે, એવે કુટુંબે રહ્યું ઘર ભરી રે ।
નિંદા દ્રોહ નવરાં ન રહે રે, હર્ષ શોક વાત નિત્ય કહે રે ।।૨૬।। શત્રુ મિત્ર શોધી જગમાંય રે, રાગ દ્વેષ રાખે નિત્ય ત્યાંય રે । ખળ છળ ક્ષમા નહિ લેશ રે, અનર્થ હિંસા કરે ઉપદેશ રે ।।૨૭।। ભય વિગ્રહ વિપત્તિ ઘણી રે, એવી પ્રજા જાય નહિ ગણી રે ।
ઠઠા હાંસી મશ્કરી અતિ રે, કહીએ અવળાઇ કુમતિ રે ।।૨૮।। અહંકાર અભિમાન આદિ રે, મમતામાં મરે સહુ વાદિ રે ।
એવું અપાર મારું કુટુંબ રે, તેની તમને ન પડે ગમ રે ।।૨૯।। જાણે સર્વે લોકમાંઇ મને રે, સાંભળ વિપ્ર વાત કહું તને રે । જગમાં કોઇ ન શકે જીતિ રે, એવી જાણું છું હું રાજનીતિ રે ।।૩૦।।
ચાર સંપ્રદાય બાવન દ્વારા રે, વર્ણાશ્રમી સેવક છે મારા રે । આજ ચરાચરમાં હું વસું રે, ખેસવી હું કોઇની ન ખસું રે ।।૩૧।। ભેખ પંડિત પિયર મારૂં રે, તિયાં રહેતાં લાગે મને પ્યારું રે । યોગી યતિ સંન્યાસી તપસી રે, તિયાં રહી છું અખંડ વસી રે ।।૩૨।। અધો ઉર્ધ્વ મધ્યે જીવ બહુ રે, છોટા મોટા મેં પકડ્યા સહુ રે । જાવા ન દઉં મોક્ષ મારગે રે, તું કેવરાવીશ ક્યાં લગે રે ।।૩૩।। એવું સાંભળી બોલીયા ધર્મ રે, સુણ્ય પાપણી નારી બેશર્મ રે । તેં તો તારી મોટ્યપને ગણી રે, ન જાણી મોટ્યપ કૃષ્ણ તણી રે ।।૩૪।। રાધાપતિના તેજ પ્રતાપે રે, થાશે તારૂં કુટુંબ નાશ આપે રે । તારી પ્રજા તે પાછી પડશે રે, કામ ક્રોધ કોઇ ન નડશે રે ।।૩૫।।
ભક્તચિંતામણી
અધર્મનું ઉખાડશે મૂળ રે, કરશે કૃષ્ણ નાશ તારું કુળ રે ।
પાપ પેખી નહિ શકે મહારાજ રે, પ્રભુ પ્રગટશે તારે કાજ રે ।।૩૬।। એમ કહીને ચાલ્યાં ધર્મ ભક્તિરે, ત્યાંથી કરી છે આઘેરી ગતિ રે । રાત્ય મળી છે અંધારી ઘોર રે, કરે કરિ કેસરી બકોર રે ।।૩૭।। વાઘ વારાહ વાનર બહુ રે, લડે માંહોમાંહે એમ સહુ રે ।
મહિષા નાર નોળ વળી નાગ રે, એવાં હિંસકનો નહિ તાગ રે ।।૩૮।।
લાગ્યા દવ બળે બહુ વન રે, પાડે કાળી રાડ્યું પશુ જન રે । ઉડે ઉપર ગીધ ને ગરજ્યું રે, જેથી દુઃખ થાય અણસરજ્યું રે ।।૩૯।। બોલે ઘુવડ ફિયાવડાં ઘણાં રે, શબ્દ ભયંકર તેહ તણાં રે । એવા વનમાં ભૂલ્યાં છે વાટ રે, ન મળ્યું ગામ ઠામ કોઇ ઘાટ રે ।।૪૦।।
લાગ્યા કાંટા ને કાંકરા ઘણા રે, પડ્યું દુઃખ રહી નહિ મણા રે ।
લાગી ભુખ ને ન મળ્યું પાણી રે, સુકો કંઠ ને ન બોલાય વાણી રે ।।૪૧।। એવા સમામાં મળ્યો તપસી રે, જેને જોઇ જાય ચિત્ત ખસી રે । ભુરી જટા કપાળમાં ટાલ રે, ચડી ભ્રકુટિ લોચન લાલ રે ।।૪૨।। અતિ કાળો કુરૂપ વિકરાળ રે, રૂદ્ર જેવો હૃદાનો દયાળ રે । ભૂંડા બ્રહ્મચારી જેવો વેશ રે, દયા મેર નહિ જેને લેશ રે ।।૪૩।। અઘોરી સિદ્ધ સરીખો લાગે રે, આવી ઉભો અચાનક આગે રે । તેને ધર્મે જોડ્યા જુગ પાણ રે, ત્યારે બોલિયો તપસી વાણ રે ।।૪૪।। તમે કોણ છો પુરુષ ને વામ રે, કિયાં રહો છો શું તારું નામ રે । ત્યારે બોલિયા ધર્મ આદરમાં રે, જાતિ દ્વિજ નામ દેવશર્મા રે ।।૪૫।।
પૂર્વ દેશમાંહિ અમે રહીએ રે, અતિ દીન દાલદરી છીએ રે ।
પીડ્યાં અમને દૈત્ય અપાર રે, નાશી આવ્યાં શ્રીવ્રજ મોઝાર રે ।।૪૬।। તિયાં વિષ્ણુયાગ વ્રત કીધું રે, ત્યારે શ્રીકૃષ્ણે દર્શન દીધું રે ।
પછી અમે અમારાં જે કષ્ટ રે, કહ્યાં તે સુણ્યાં શ્રીકૃષ્ણે સ્પષ્ટ રે ।।૪૭।। કહે કૃષ્ણ હું કરીશ સાર રે, લેઇ તમારે ઘેર અવતાર રે । કરીશ હું અસુરસંહાર રે, તમે જાણો નિશ્ચય નિર્ધાર રે ।।૪૮।। એમ વર દઇ શ્રીકૃષ્ણ ગિયા રે, પછી અમે દો આંહિ આવિયાં રે ।
ભક્તચિંતામણી
તિયાં તમે મળ્યા મહારાજ રે, તેણે રાજી થયાં અમે આજ રે ।।૪૯।। એવું સાંભળીને કોપ્યો અતિ રે, સર્વે કૃષ્ણની જાણું હું ગતિ રે । એણે પાંડવ પક્ષ વધાર્યો રે, મને વહાલો દુર્યોધન માર્યો રે ।।૫૦।।
માટે હું પણ છઉં અશ્વત્થામા રે, દઉં છું શાપ સુણો નર વામા રે । જેહ પુત્ર થાય તમારો રે, કહું શસ્ત્ર તે કેદિમાં ધારો રે ।।૫૧।। શસ્ત્ર વિના શત્રુ ન મરશે રે, મારા શાપે શસ્ત્ર ન ધરશે રે ।
એમ કરતાં શસ્ત્ર લેશે હાથ રે, તો જીતશે નહિ વૈરી સાથ રે ।।૫૨।। એમ કહી થયો અંતર્ધાન રે, થયાં ભક્તિધર્મ ચિંતાવાન રે । કરતાં ચિંતા મોટી મનમાંઇ રે, રહ્યાં રાત્ય ભક્તિ ધર્મ ત્યાંઇ રે ।।૫૩।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ધર્મને અશ્વત્થામાએ શાપ દીધો એ નામે
પંદરમું પ્રકરણમ્ ।।૧૫।।
પૂર્વછાયો- એવું શ્રવણે સાંભળીને, અતિ ધર્મ થયા ઉદાસ । ઘણા દહાડાનો દાખડો, તે વૈરિએ કર્યો વિનાશ ।।૧।। વિઘ્ન પડ્યું તે વિલોકિને, સમર્યા જે દેવ દુંદાળ ।
વિઘ્નવિનાયક નામની, પછી ફેરવવા માંડી માળ ।।૨।। એમ કરતાં વહી ગયા, જામનિના ત્રણ જામ ।
સમીરસુત વિપ્ર વેષે, આવિયા એહ ઠામ ।।૩।।
ધર્મને ઓળખાણ આપી, કહ્યું હું તે છું હનુમાન ।
કૃષ્ણ જ્યારે પ્રગટશે, ત્યારે શીદ રહો શોકવાન ।।૪।।
ચોપાઇ- જ્યારે કૃષ્ણ લેશે અવતાર રે, ત્યારે ભૂનો ઉતારશે ભાર રે । અષ્ટસિદ્ધિ નવ નિધિ જેહ રે, તમારે ઘેર વસશે તેહ રે ।।૫।। દુઃખ દારિદ્ર્ય નહિ રહે રતિ રે, અતિ પામશો સુખ સંપતિ રે । કૃષ્ણ થાશે બહુ બુદ્ધિવંત રે, કરશે બુદ્ધિએ દૈત્યનો અંત રે ।।૬।। એને નહિ પડે શસ્ત્રનું કામ રે, કળે ટાળશે દૈત્યનું ઠામ રે । એમ ધીરજ દઇ હનુમાન રે, પછી થયા છે અંતર્ધાન રે ।।૭।।
પછી ત્યાંથી ચાલ્યાં છે દંપતિ રે, ઘર પોતાના પર કરી ગતિ રે ।
ભક્તચિંતામણી
વાટે જતાં તે પુછે છે ભક્તિ રે, કેમ અમર હનુમાન જતિ રે ।।૮।। સ્વામી છે એ રામના સેવક રે, કેમ ચરણજીવી કહો વિવેક રે ।
પછી બોલ્યા છે એમ ધર્મ રે, ભક્તિ સાંભળો કહું એનો મર્મ રે ।।૯।। રઘુવીર પ્રસાદ કૃપાય રે, ચરણજીવી રહ્યા છે સદાય રે ।
પણ જોને સમરતાં ગણેશ રે, આવ્યા હનુમાન લઇ વિપ્ર વેશ રે ।।૧૦।।
માટે આપણું કારજ થાશે રે, આજ થકી દુઃખ સર્વે જાશે રે ।
પછી રાજી થઇ આવ્યાં ઘેર રે, આવી મળ્યાં સગાં રૂડી પેર રે ।।૧૧।। શત્રુ હતા તે જ મિત્ર થયા રે, દુઃખ દારિદ્ર્ય સરવે ગયાં રે । તેતો કૃષ્ણ તણો પ્રતાપ રે, જાણ્યો ધર્મ ને ભક્તિએ આપ રે ।।૧૨।।
પછી જીવના કલ્યાણ કાજ રે, ઇચ્છ્યા જન્મ લેવા મહારાજ રે ।
ધર્મ હૃદામાં શ્રીહરિ આવી રે, શોભા કાંતિ અતિ ઉપજાવી રે ।।૧૩।।
પામ્યા શ્રીહરિ તણો પ્રસાદ રે, લોક બોલાવે છે કરી સાદ રે । કહી હરિપ્રસાદ એ નામ રે, એમ બોલાવે પુરુષ ને વામ રે ।।૧૪।। એવા પવિત્ર હરિપ્રસાદ રે, રમે બાળાશું કરી આહ્લાદ રે ।
પછી એવા સમામાંહિ સતિ રે, રહ્યો ગર્ભ ને શોભિયાં ભક્તિ રે ।।૧૫।। જેમ સૂર્ય ને ઉગવે કરી રે, પૂર્વ દિશા રહી શોભા ધરી રે । એમ શોભી રહ્યાં પ્રેમવતી રે, કૃષ્ણ પ્રવેશે કરીને અતિ રે ।।૧૬।। દિન દિન પ્રત્યે અતિ પ્રસન્ન રે, જાણ્યા ગર્ભમાં આવિયા કૃષ્ણ રે । તેણે કરી આનંદ અપાર રે, પામ્યાં નિત્ય નવો નરનાર રે ।।૧૭।। એવા સમામાં અસુર જન રે, ચાલ્યા દેવીનું કરવા પૂજન રે ।
ચારે વર્ણમાં હતા જે દૈત્ય રે, ચાલ્યાં સહુ બાળ ત્રિયા સહિત રે ।।૧૮।। આવ્યાં વિંધ્યાવાસિનીદેવી દ્વારરે, પાડા ઘેટાં અજા લઇ અપારરે । બીજાં બોકડાં કુકડાં કઇ રે, આવ્યા મદિરાના ઘડા લઇ રે ।।૧૯।।
મારી દેવી આગે ઝેર કીધો રે, ખાધું માંસ ને મદિરા પીધો રે । તેણે થયાં કામાતુર અંગ રે, કર્યા ત્રણ્ય ત્રિયાના ત્યાં સંગ રે ।।૨૦।। કરી અસુરે પૂજા જો એવી રે, તેને દેખીને કોપી છે દેવી રે । કહે આવાં કામ કરનારો રે, કહું છું જાશે તે વંશ તમારો રે ।।૨૧।।
ભક્તચિંતામણી
વળી તમારી પક્ષે જે થાશે રે, હશે રાજા તોય રાજ્ય જાશે રે । વળી આવું પૂજન જે કરશે રે, જાશે વંશ પોતે પણ મરશે રે ।।૨૨।। આજ થકી થોડે દિને જાણો રે, થાશે નાશ તમારો પ્રમાણો રે । તમારો કરવાને સંહાર રે, હમણાં થાશે હરિ અવતાર રે ।।૨૩।। તમ જેવા જે અસુર હશે રે, તેને પ્રભુ શોધીને મારશે રે । એમ દેવી તે સ્વપ્નમાં કહી રે, પછી તરત અંતર્ધાન થઇ રે ।।૨૪।। એમ સાંભળી સર્વે અસુર રે, સહુ થયા છે ચિંતા આતુર રે ।
પછી દૈત્યે વિચાર્યું મન રે, એની કરવી કાંઇ જતન રે ।।૨૫।। કરો જન્મતાં હરિનો નાશ રે, તો થાય સર્વે સુખ સમાસ રે । દેવી રૂઠી તેને રાજી કરશું રે, એકવાર કરો એનું નરસું રે ।।૨૬।। જ્યારે શ્રીહરિનો જન્મ થાય રે, ત્યારે કરવો એ નિશ્ચે ઉપાય રે । હમણાં સૌ સૌને ઘેર જાઓ રે, પણ ભુલશો માં એહ દાવો રે ।।૨૭।। એમ કહી ગયા નિજ ઘેર રે, હરિ સાથે બાંધી બહુ વેર રે । હવે ધર્મ ભક્તિએ શું કર્યું રે, વ્રત ગણપતિનું આદર્યું રે ।।૨૮।। રક્ષા ગર્ભની કરવા માટ રે, કરે ગણપતિ મંત્રનો પાઠ રે ।
ગર્ભવડે શોભે છે બહુ ભક્તિ રે, જેમ અદિતિ ને દેવહૂતિ રે ।।૨૯।। તેને જોઇને સર્વેજન રે, પામે આશ્ચર્ય પોતાને મન રે ।
એમ કરતાં થયા માસ નવ રે, થયા દશમે હરિ ઉદ્ભવ રે ।।૩૦।।
સંવત્ અઢારસો જે અનુપ રે, વર્ષ સાડત્રિસો સુખરૂપ રે ।
સંવત્સર વર્તે વિરોધિ રે, અર્ક ઉત્તરે વસંત પ્રસિદ્ધિ રે ।।૩૧।।
ચૈત્ર સુદી નવમી દિન જાણો રે, વાર તે સોમવાર પ્રમાણો રે ।
પુષ્ય નક્ષત્ર શુક્રમાં યોગ રે, કૌલવ કરણ હરણ ભવરોગ રે ।।૩૨।। જાતાં જામિની ઘટિકા દશ રે, પ્રભુ પ્રકટ્યા પુરણ જશ રે ।
હતાં માતા ત્યારે નિદ્રાવાન રે, પછી જાગી થયાં સાવધાન રે ।।૩૩।। દીઠા પુત્રને મનુષ્ય સરિખા રે, તેને હેતે કરીને નિરખ્યા રે । ત્યાં તો જણાણો તેજઅંબાર રે, દીઠા ઘનશ્યામ તે મોઝાર રે ।।૩૪।। તેહ મૂર્તિ શોભે છે ઘણી રેે, શી કહીએ શોભા તેહ તણી રે ।
ભક્તચિંતામણી
હેમવસ્ત્ર વાંસળી છે હાથે રે, નંગ જડિત મુગટ છે માથે રે ।।૩૫।।
મુખ પૂરણ શશિસમાન રે, નયણાં કમળદળને વાન રે ।
કનક ભૂષણ જડિયાં નંગ રે, એવી મૂર્તિ દીઠી માયે દ્રગ રે ।।૩૬।। કહે તમે છો કૃષ્ણ કૃપાળ રે, વ્રજે મળ્યા હતા તે તમે બાળ રે । એવું જાણી પછી પ્રેમવતી રે, કરી સ્તુતિ બાળકની અતિ રે ।।૩૭।। કહે ધન્ય કૃષ્ણ રાધાપતિ રે, ધન્ય આનંદ રૂપ મૂરતિ રે ।
તમે શ્રીકૃષ્ણ બ્રહ્મ પૂરણ રે, સર્વે કારણના છો કારણ રે ।।૩૮।। અનંત કોટી બ્રહ્માંડ જે કૈયે રે, આદ્યે અંત્યે મધ્યે તેને લૈયેરે ।
સત્યજ્ઞાનાદિ શક્તિએ કરી રે, ભુવન કોેટિ પ્રત્યે વ્યાપ્યા હરિ રે ।।૩૯।। વળી અળગા રહો અક્ષરધામ રે, જેમ મહાભૂત પૂરણકામ રે ।
તમે પુરૂષોત્તમ પરબ્રહ્મ રે, તમને નેતિ નેતિ કહે નિગમ રે ।।૪૦।। તમે ભૂમિ ઉતારવા ભાર રે, લીધો યદુકુળે અવતાર રે ।
તમે વસુદેવ દેવકી ઘેર રે, પ્રગટ્યા મથુરાં કરી મેર રે ।।૪૧।। કંસ ભયથકી વસુદેવ રે, મેલ્યા ગોકુલમાં તતખેવ રે ।
આપ ઇચ્છાએ નિજજન સાથ રે, આવ્યા વ્રજમાંહિ વ્રજનાથ રે ।।૪૨।। ધન્ય નંદ યશોદા ભાગ્યવાન રે, જેને ઘેર રમ્યા તમે કાન રે ।
પ્રથમ આણ્યો તમે માસી અંત રે, માર્યો અસુર તમે તૃણાવંત રે ।।૪૩।। શકટ ભાંગી પગે તમે પાડ્યું રે, વિશ્વ માતાને મુખમાં દેખાડ્યું રે ।
ગોળી ભાંગીને ઢોળ્યાં ગોરસ રે, કર્યાં માતાને ક્રોધ વિવશ રે ।।૪૪।। યમલાર્જુન મૂળ ઉખાડી રે, માર્યો બક ગ્રહિ ચાંચ ફાડી રે । કર્યો તમે વત્સાસુર કાળ રે, મારી અઘાસુર રાખ્યાં બાળ રે ।।૪૫।। તમે થયા વત્સ બાલરૂપ રે, ભાળી ભૂલી ગયો બ્રહ્મા ભૂપ રે । કાલી નાથી કીધો દવ પાન રે, દીધું ઇષ્ટ કન્યાવ્રત દાન રે ।।૪૬।। ઋષિપત્નિયોની પૂજા લીધી રે, તેને શ્રુતિસમાન તે કીધી રે । કર્યું હેત નિજજન કાજ રે, ધર્યો કર ઉપર ગિરિરાજ રે ।।૪૭।।
સપ્ત વર્ષ માંહી ભગવાન રે, તમે મોડ્યું મઘવાનું માન રે । વરુણભવનથી છોડાવ્યા નંદ રે, આપ્યો વ્રજજનને આનંદ રે ।।૪૮।।
ભક્તચિંતામણી
વ્રજજનને દેખાડ્યું ધામ રે, કર્યાં સહુને પૂરણ કામ રે ।
તમે રમિયા યુવતિ સંગ રે, કર્યો કિંકર તમે અનંગ રે ।।૪૯।। અજગરથી છોડાવ્યા નંદ રે, તમે માર્યો શંખચુડ મંદ રે । વૃષભને વ્યોમાસુર દ્વેષી રે, માર્યો તમે બળે ખળ કેશી રે ।।૫૦।। એવાં અપાર ચરિત્ર કીધાં રે, વ્રજવાસીને બહુ સુખ દીધાં રે । અક્રૂરને આનંદ પમાડ્યું રે, નિજજનને ધામ દેખાડ્યું રે ।।૫૧।। તમે પર્યટ પાપીને માર્યો રે, સઇ સુદામા માળીને તાર્યો રે । ટાળી કુબજ્યા તન ટેડાઇ રે, માગ્યું તેણે જે હતું મનમાંઇ રે ।।૫૨।। ભાંગ્યું ધનુષ તમે કર ધરી રે, રંગદ્વારે માર્યો મત્ત હરિ રે ।
મલ્લ હણ્યા અખાડામાં હાથ રે, કેશે ગ્રહિ કંસ માર્યો નાથ રે ।।૫૩।। વસુદેવ દેવકી દુઃખ હર્યું રે, ઉગ્રસેન શિર છત્ર ધર્યું રે । તમે કીધો ગુરુ ઘેર વાસ રે, તમે પુરી છે દ્વિજની આશ રે ।।૫૪।। તમે ગયા કુબજ્યા ભવન રે, સત્ય કીધું પોતાનું વચન રે । તમે ગયા અક્રૂરને ધામ રે, તેને મોકલ્યો ગજપુર ગામ રે ।।૫૫।।
પછી મથુરામાંથી દ્વારા મતિ રે, આવ્યા પ્રેમે કરી પ્રાણ પતિ રે ।
માર્યો કાળયવન કળ કરી રે, મુચુકુન્દને જગાડ્યો હરિ રે ।।૫૬।। તમે માર્યો પ્રભુ જરાસંધ રે, વિશ સહસ્ર છોડ્યા નૃપબંધ રે ।
નૃપ જીતીને સારંગપાણિ રે, તમે પરણ્યા અષ્ટ પટરાણી રે ।।૫૭।।
મારી ભોમાસુરને મોરારી રે, લાવિયા સોળ સહસ્ર નારી રે । છેદ્યા બાણાસુર ભુજદંડ રે, રાખ્યો પાર્થ યજ્ઞ અખંડ રે ।।૫૮।। તમે માર્યો શાલવ શિશુપાળ રે, કર્યો દંતવક્રનો તમે કાળ રે । દેખી દુર્બળ દ્વિજ સુદામ રે, કર્યું કંચનમય તેનું ધામ રે ।।૫૯।। સ્વજન કુરુક્ષેત્રે ભેળાં કીધાં રે, જયેષ્ઠભ્રાત માતે માગી લીધાં રે ।
પાર્થ જનક ને શ્રુતદેવ રે, તેને સુખ આપ્યું તતખેવ રે ।।૬૦।। એમ અનંતનાં કર્યાં કાજ રે, નિજજન જાણી મહારાજ રે ।
જે જે આવિયા તમારે શરણ રે, તેને સુરતરુ તમ ચરણ રે ।।૬૧।। તમે દીનના બંધુ દયાળ રે, કૃપા કરીને આવ્યા કૃૃપાળ રે ।
ભક્તચિંતામણી
કરી સ્તુતિ એમ માંએ જ્યારેરે, સુણી બોલ્યા સુંદર શ્યામ ત્યારેરે ।।૬૨।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે પ્રેમવતી સ્તુતિ નામે સોળમું પ્રકરણમ્
।।૧૬।।
પૂર્વછાયો- સુતને શ્રીકૃષ્ણ જાણી, એમ સ્તુતિ કરી જે માત । તે શિશુરૂપે કૃષ્ણ સુણી, બોલીયા સાક્ષાત ।।૧।।
માતા ચિંતા માં કરો, થાશે તમારું ધાર્યું જેહ ।
વ્રજની વાત સંભારવા, મેં રૂપ દેખાડ્યું તેહ ।।૨।। એમ કહી અર્ભકનાં, કર્યાં ચરિત્ર દીનદયાળ ।
અલૌકિકરૂપ ગોપ્ય કરીને, બાળ બન્યા તતકાળ ।।૩।। ધર્મને ધીરજ આવી, દેખી એવા દિવ્ય બાળ ।
જાણ્યું સંકટ સર્વે ગયાં, થયો અસુરનો કાળ ।।૪।।
ચોપાઇ- એવું જાણીને આનંદ પામ્યાં રે, દેખી બાળકને દુઃખ વામ્યાં રે । થયો સર્વે સુખનો સમાજ રે, જાણ્યું ગયું અધર્મનું રાજ રે ।।૫।। કરે મહોત્સવ ઘેર ઘેર રે, અતિ થઇ રહી લીલા લેર રે ।
તેમ અમર લોકે અમર રે, કરે મોટા ઉત્સવ મુદભર રે ।।૬।। બોલે જય જય બ્રહ્મા બ્રહ્માણી રે, શક્ર શચી શિવ શિવારાણી રે । બોલે જય જય શબ્દે અમર રે, કરે પુષ્પ વૃષ્ટિ પુરંદર રે ।।૭।।
ગાય ગાંધર્વ નાચે અપસરા રે, સિદ્ધ ચારણ ને મુનિવરા રે । દેવે વજાડ્યાં દુંદુભિ બહુ રે, નભે આનંદ પામ્યા સહુ રે ।।૮।।
મંદ શીતળ સુગંધી વાયુ રે, વાય સર્વે જન સુખદાય રે ।
થયા ઉડુ તે નભે અમર રે, બોલે વ્યોમમાં જૈ જૈ સકળ રે ।।૯।।
મોટા ઋષિ દિયે છે આશિષ રે, પ્રભુ જીવજ્યો ક્રોડ વરષ રે । એમ હરખ્યા દેવ ઋષિરાય રે, જાણી પ્રભુ પ્રગટ મનમાંય રે ।।૧૦।। બહુ વાજિંત્ર વાજે છે વ્યોમે રે, તેમ થાય છે ઉત્સવ ભોમે રે । જેમ ગેકી રહ્યો છે ગગન રે, તેમ ભૂમિએ જન મગન રે ।।૧૧।। હુવા નિર્ધુમ હુતાશન રે, થયાં સાધુનાં નિર્મળ મન રે ।
ભક્તચિંતામણી
શાંતિ દયાદિ દ્વાદશ નારી રે, આવી દર્શને દિવ્ય દેહ ધારી રે ।।૧૨।।
પછી નગર નારી આવી સહુ રે, લાવી માંગળિક સાજ બહુ રે ।
સુવર્ણ થાળ ભર્યા શગ્ય મોતી રે, આવી વધાવવા પુણ્યવતી રે ।।૧૩।। કાજુ કુંકુમ કેસર ઉતારી રે, શ્રીફળ અક્ષત સારી સોપારી રે ।
પાનબીડાં લવિંગ એલચી રે, દધિ હલદી શરીરમાં ચર્ચી રે ।।૧૪।। અતિહર્ષ ભરી મનમાંઇ રે, આવી ગાતી મંગળ વધાઇ રે ।
વધાવીને લીએ છે વારણાં રે, નિરખી મન હર્ખ્યાં નારીતણાં રે ।।૧૫।। નિરખી તૃપ્ત ન થાય લોચન રે, વ્હાલું લાગે વાલાનું વદન રે ।
પછી ભાંમણાં લઇ ભામિની રે, બોલે આશિર્વચન કામિની રે ।।૧૬।। બાળક તમે જીવો બહુ કાળ રે, કરો માબાપની પ્રતિપાળ રે । દિયે આશિષ નિરખે મુખ રે, લીએ અંતરે અલૌકિક સુખ રે ।।૧૭।। હાસ વિલાસે મુખ છે સારું રે, નેણ કર ચરણ અતિ ચારું રે । વેષ મૂર્તિ તે મંગળકારી રે, કરો મંગળ અમારૂં મુરારી રે ।।૧૮।। એમ કહી નારી ગઇ ઘેર રે, રાખી બાળ હૃદે રૂડી પેર રે ।
બાળશર્માના સુત એ દિન રે, પામ્યા અતિશે આનંદ મન રે ।।૧૯।। વાજે વધાઇ નોબત્યું ઝડે રે, મોટાં દુંદુભિ નગારાં ગડે રે । ભેર ભુંગળાં ને શરણાઇ રે, ગાય ગાયક મંગળ વધાઇ રે ।।૨૦।।
સુણી સ્તુતિ ગાન તેહતણું રે, થયા ધર્મ મગન મને ઘણું રે ।
પછી તે સમાને વિષે ધર્મ રે, કર્યું વેદોક્ત જાતક કર્મ રે ।।૨૧।।
પછી આપ્યાં છે વિપ્રને દાન રે, કરી અતિ ઘણું સનમાન રે । અન્ન ધન અવની અંબર રે, ગજબાજ ને ગૌ સુંદર રે ।।૨૨।।
મગાવી છે મહિષી દુજણી રે, આપી વિપ્રને તે વળી ઘણી રે । ઘૃત પાત્ર વસ્ત્ર આપ્યાં ગેહ રે, આપ્યું જે જે માગ્યું તેને તેહ રે ।।૨૩।। દીધાં ધર્મે દાન બહુ પેર રે, કરી રાજી વાળ્યા દ્વિજ ઘેર રે । થયાં રાજી સહુ નરનાર રે, બાંધ્યાં તરિયાં તોરણ બાર રે ।।૨૪।।
માતા પિતા ભુલી દિવ્ય ભાવરે, જાણ્યા પુત્રને સહજ સ્વભાવ રે ।
મનુષ્ય જાણી માત તાત તેહ રે, લાડ લડાવે સુતને સ્નેહ રે ।।૨૫।।
ભક્તચિંતામણી
વળી ધર્મદેવ પ્રેમવતિ રે, ભુલ્યાં પૂર્વના જન્મની સ્મૃતિ રે । કાંઇ જાણે ન જાણે પોતાને રે, એમ વર્તે તાત માતાને રે ।।૨૬।। થઇ સર્વે સુખની સંપત્તિ રે, પ્રભુ પ્રકટે ગઇ વિપત્તિ રે ।
સત્યવાદી જન પામ્યા સુખ રે, થયું દૈત્ય અસુરને દુઃખ રે ।।૨૭।। કૌલ નાસ્તિક કુંડ કબીર રે, તે તો પામિયા દુઃખ અચિર રે । બીજા અસુર અવનિએ હતા રે, જે કોઇ અહોનિશ દ્વેષ કરતા રે ।।૨૮।। તેનું નરસું થાવા નિરધાર રે, થાય અવળાં શુકન અપાર રે । ફરકે ડાબાં અંગ ડાબાં નેણ રે, લાધે ભુંડાં સ્વપ્ન દુઃખદેણ રે ।।૨૯।। જાણે ધડ ઉપર શીષ નથી રે, ઉંટે બેસારી કાઢ્યા આહિંથી રે ।
લઇ જાય છે દક્ષિણ દેશ રે, એવાં સોણાં લાધે છે હમેશ રે ।।૩૦।। ઘર સામાં આવી રુવે શ્વાન રે, રાત્યે રુવે સુરભિ નિદાન રે । ઘર પર કળેળે કાગડા રે, બોલે બપોરે બહુ ફિયાવડા રે ।।૩૧।। ઘુડ હોલાં ઘુઘવે અપાર રે, થાય શબ્દ ભૂંડા ભયંકર રે ।
ગીધ ગર્જ્યું સમળા સમિત રે, ઉડે ઘરપર શકરા નિત્ય રે ।।૩૨।। વળી અશુભ આકાશ માંય રે, નિત્ય દૈત્યને ચિત્ત જણાય રે । જાણું રવિ શશિ હતા વ્યોમે રે, પડ્યા ઉડુ સહિત તે ભોમે રે ।।૩૩।। એવાં અવળાં શુકન જાણી રે, બોલ્યો અસુરનો ગુરુ વાણી રે ।
સુણો દૈત્ય કહે કાલિદત્ત રે, કહ્યું દેવીએ તે થયું સત્ય રે ।।૩૪।। અસુરનો કરવા સંહાર રે, નિશ્ચે થયો હરિ અવતાર રે ।
માટે આપણે ઉપાય કરીએ રે, આવ્યા મૃત્યુમાંથી તો ઉગરીએ રે ।।૩૫।। હમણાં હરિ હશે બાળ નાનો રે, મારો એને કરી કળ છાનો રે ।
મેલો કૃત્યાઓ કરી અપાર રે, કરે તર્ત હરિનો સંહાર રે ।।૩૬।।
પછી કર્યો છે મંત્રનો જાપ રે, ઉપજાવી છે કૃત્યાઓ આપ રે । અતિ કાળિયો ને છુટે કેશ રે, કર્યો સિંદુરનો લેપ શીષ રે ।।૩૭।। છેદેલ છે નાસિકા ને કાન રે, અતિ વિરૂપ વરવે વાન રે ।
લાંબા હોઠ ને ફાડ્યાં છે મુખ રે, કાઢી જીભ દાંત દેવા દુઃખ રે ।।૩૮।।
લાંબા પેટ ને લોચન લાલ રે, ખરડ્યા રુધિર માંહી બે ગાલ રે ।
ભક્તચિંતામણી
માણસની ખોપરિયો છે કર રે, નાગિયો નથી પહેર્યાં વસ્તર રે ।।૩૯।। ઉગામેલ આયુધ છે હાથ રે, એવો કીધો કૃત્યાઓનો સાથ રે । તેને આજ્ઞા આપી અસુરે રે, કહ્યું શત્રુ છે છપૈયે પુરે રે ।।૪૦।। તેનો કરજ્યો તમે જઇ નાશ રે, કરી કામ આવો અમ પાસ રે ।
પછી કૃત્યાઓ ત્યાંથી ઉડિયો રે, ભૂખી ભમરાળિયો ભુંડિયો રે ।।૪૧।। આવિયું હરિપ્રસાદ ઘેર રે, જેને બાળક સાથે છે વેર રે । હરિ હતા માતાજી ને પાસ રે, લીધા જોરે કરવાને નાશ રે ।।૪૨।। કહે મારો મારો ખાઓ ખાઓરે, શત્રુ મળ્યો માં ભૂલશો દાવો રે । ફાડ્યાં મુખ ઉગામ્યાં આયુધ રે, હરિ ઉપર કરી બહુ ક્રોધ રે ।।૪૩।। ઝાલી ગળે લઇ ગઇયો બાર રે, રુવે જનની કરી પોકાર રે । ભૂલી નિજ શરીર સંભાળ રે, ભોંયે ઢળી પડ્યાં તતકાળ રે ।।૪૪।।
માગે બાળક કરે પોકાર રે, જોઇ પરવશ પ્રાણ આધાર રે ।
સુણી બાળાનો કાયર સાદ રે, તિયાં આવિયા હરિપ્રસાદ રે ।।૪૫।। હતા એકાદશીને જાગરણે રે, ત્યાંથી આવિયા ઘેર આપણે રે । આવી જોયું ત્યાં ન દીઠા બાળ રે, પામ્યા ધર્મ મૂરછા તે કાળ રે ।।૪૬।।
સુણી ભક્તિ ધર્મનો વિલાપ રે, આવ્યા હનુમાન ત્યાં આપ રે । કહે કેમ રુઓ છો દંપતિ રે, કહો ટાળું તમારી વિપત્તિ રે ।।૪૭।। કહે ભક્તિ વીર સુત મારો રે, તેને લઇ ગઇયો કૃત્યાઓ બારો રે । એને મારી નાખશે એ તર્ત રે, મુકાવો જો તમે હો સમર્થ રે ।।૪૮।। એવું સુણી બોલ્યા હનુમંત રે, બાળા ચિંતા માં કરશો ચિત્ત રે । હમણાં લાવીશ પુત્ર તમારો રે, તમે શ્રીકૃષ્ણ દેવ સંભારો રે ।।૪૯।। તમે કર્યું પ્રીતે વ્રત મારું રે, રહેવા નહિ દઉં કષ્ટ તમારું રે ।
પછી હનુમાન તેહ કાળ રે, ચાલ્યા મુકાવવાને એહ બાળ રે ।।૫૦।। ત્યાંતો કૃત્યાઓના કરમાંય રે, લાગ્યા બાળક સમર્થ ત્યાંય રે । જોયું વાંકી દૃષ્ટિ કરી બાળે રે, બળી કૃત્યાઓ તે તતકાળે રે ।।૫૧।।
પછી નાખ્યા અવનિ ઉપર રે, મારો મારો કહે બહુ પેર રે । ત્યાં તો આવ્યા હનુમાન તર્ત રે, જોયું દુષ્ટ કૃત્યાઓનું કૃત્ય રે ।।૫૨।।
ભક્તચિંતામણી
અંજનિસુત કહે ઉભી રેજ્યો રે, કૃત્ય તમારાંનું ફળ લેજ્યો રે । આજ ન રહો જીવતી કોઇ રે, નિશ્ચે જાણજ્યો મનમાં સોઇ રે ।।૫૩।। એમ કહીને ઝટિએ ઝાલી રે, મારી કુટિ પૃથ્વીમાં ઘાલી રે । ત્યારે કૃત્યાઓ કહે કર જોડી રે, મેલો વીર કર્યા ગુના ક્રોડી રે ।।૫૪।। આજ પછી ન લહું એનું નામ રે, પાછી આવું નહિ આણે ઠામ રે । આજ મેલો કહું પાય લાગી રે, નાવું નજરે જાઉં દૂર ભાગી રે ।।૫૫।। એમ કહીને કૃત્યાઓ નાઠી રે, જાણી અસુરની દશા માઠી રે । જઇ કહ્યું કાલીદત્ત પાસ રે, ન થાય એ બાળકનો નાશ રે ।।૫૬।। એ તો છે કોઇ અતિ સમર્થ રે, એથી થાશે અસુરનું મૃત્ય રે ।
પછી મહાવીર બાળને લઇ રે, ભક્તિ ધર્મને પાસળે જઇ રે ।।૫૭।। આપ્યા ભક્તિના હાથમાં બાળ રે, થયાં રાજી દંપતિ તે કાળ રે । કહે ભક્તિ સુણો હનુમાન રે, નો’તિ સુતની આશા નિદાન રે ।।૫૮।। ત્યારે હનુમાન કહે ભક્તિ રે, સુત તમારો સમર્થ અતિ રે ।
નથી પ્રાકૃત નર નિદાન રે, એ છે પોતે સ્વયં ભગવાન રે ।।૫૯।। અક્ષર ગોલોક ધામના ધામી રે, એ છે કૃષ્ણ દેવ બહુનામી રે । ધર્મરક્ષા જીવનાં કલ્યાણ રે, આવ્યા કરવા શ્યામ સુજાણ રે ।।૬૦।। તમે ધર્મ ભક્તિ છો દંપતિ રે, કરશે પુષ્ટ તમને એ અતિ રે ।
જ્ઞાન વૈરાગ્ય આદિ જે કહીએ રે, વંશ તમારો પવિત્ર લહીએ રે ।।૬૧।। તેને વધારશે એહ બાળ રે, કરશે અસુર જનનો કાળ રે ।
મારો મહિમા અતિ વધારશે રે, શરણાગતનાં કાજ સુધારશે રે ।।૬૨।।
માટે આ બાળ છે અલૌકિક રે, કરો હેત પરહરો બીક રે । એમ કહ્યું હનુમાને જ્યારે રે, જોયું બાળકે એ સામું ત્યારે રે ।।૬૩।।
પછી હરિતણી ઇચ્છા જોઇ રે, થયા હનુમાન અદૃશ્ય સોઇ રે । તે જોઇ પ્રેમવતી પાવન રે, અતિ આશ્ચર્ય પામિયાં મન રે ।।૬૪।। વળી જાણ્યું બાળક આવાર રે, આવ્યો નિશ્ચય નવે અવતાર રે । કહી વાત એ લોક સહુને રે, જીવ્યો બાળક કોઇક પુણ્યે રે ।।૬૫।।
પછી નરનારીએ નિયમ ધાર્યું રે, હનુમાનશું હેત વધાર્યું રે ।
ભક્તચિંતામણી
જેથી ટળ્યું કૃત્યાઓનું વિઘ્ન રે, સહુ કહેવા લાગ્યાં ધન્ય ધન્ય રે ।।૬૬।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે કૃત્યાઓ વિઘ્ન નામે
સત્તરમું પ્રકરણમ્ ।।૧૭।।
પૂર્વછાયો- ત્યાર પછીની વારતા, સહુ સાંભળો થઇ સાવધાન । હરિ ઇચ્છાએ ત્યાં આવિયા, માર્કંડેય ગુણવાન ।।૧।। ત્રિકાળદર્શી ને તત્ત્વવેત્તા, બ્રહ્મચારીનો છે વેષ ।
ધર્મને ઘેર આવિયા, સંગે લઇને બહુ શિષ્ય ।।૨।। ધર્મે બહુ આદર દઇ, પૂજા કરી બહુ પેર ।
બ્રહ્મચારી ભલે આવિયા, કર્યું પવિત્ર મારું ઘર ।।૩।। ક્યાંથી આવીયા તમે કોણ છો, અને શું છે તમારું નામ । શું ભણ્યા છો શાસ્ત્ર સ્વામી, પુછું છું કરભામ ।।૪।।
ચોપાઇ- ત્યારે ઋષિ કહે સુણો વચન રે, આવું છું કર્તાં તીર્થ અટનરે ।
માર્કંડેય મારૂં નામ જાણ રે, ભણ્યા છીએ વેદ ને પુરાણ રે ।।૫।। જાણું રૂડી રીતે જ્યોતિષને રે, તે ભણાવું છું હું આ શિષ્યને રે । ત્યારે ધર્મ રાજી બહુ થયા રે, ભલે આવ્યા પ્રભુ કરી દયા રે ।।૬।।
મારા બાળકનું નામ દીજે રે, બહુ કાળ અમ ઘેર રહીજે રે । તમે જ્યોતિષ જાણો છો ઘણું રે, કેવું ભાગ્ય આ બાળક તણું રે ।।૭।। જુવો જન્મ દિવસ રૂડી પેર રે, મુહૂર્ત લગ્ન ને જન્માક્ષર રે । ઘડી પળ વેળા એની વર્તિ રે, પાડો નામ એનું મહામતિ રે ।।૮।।
પછી ટીપણામાં જોઇ એહ રે, કરી જન્મકુંડળી તેહ રે ।
જોયું જ્યોતિષ વિદ્યાને વિષે રે, જાણ્યું આતો મોટા છે અતિશે રે ।।૯।।
પછી ધીરે રહી બોલ્યા વાણ્ય રે, તમે સાંભળો ધર્મ સુજાણ રે । અતિ બુદ્ધિવાન એહ થાશે રે, માટે મોટા સહુથી કહેવાશે રે ।।૧૦।। વળી કર્કના ચંદ્રમાં આવે રે, તેનું નામ હરિ એવું કાવે રે । એક તમે બીજા જે આશરશે રે, તેની આપદા સર્વે હરશે રે ।।૧૧।।
માટે હરિ એવું એનું નામ રે, સૌને સમરતાં સુખધામ રે ।
ભક્તચિંતામણી
વળી ચૈત્રમાં જન્મ થાય રે, તેને શ્રીકૃષ્ણ પણ કહેવાય રે ।।૧૨।।
સારું સુંદર તન છે શ્યામ રે, માટે એનું કહીએ કૃષ્ણ નામ રે ।
મૂર્તિ જોઇને જનનાં મન રે, તાણી લેશે તે માટે એ કૃષ્ણ રે ।।૧૩।। વળી બેઉ નામ મળી એક રે, કહેશે જન જે કરે વિવેક રે । ત્યારે ત્રીજું નામ હરિકૃષ્ણ રે, સમરતાં જન મન પ્રસન્ન રે ।।૧૪।। તપ ત્યાગ યોગ ધર્મ જ્ઞાન રે, એવા એ પંચગુણ નિદાન રે । તેણે શિવજી જેવા એ થાશે રે, માટે નિલકંઠ કહેવાશે રે ।।૧૫।। એમ ગુણ કર્મે કરી નામ રે, કહેશે બહુ પુરુષ ને વામ રે । વળી મને જણાય છે જેહ રે, સુણો ધર્મ હું કહું છું તેહ રે ।।૧૬।। થાશે પૃથુસમ શ્રોતાવાન રે, ભક્તિ ક્ષમા અંબરીષ સમાન રે । જનકના જેવું નિજ જ્ઞાન રે, ત્યાગ વૈરાગ્ય શુક સમાન રે ।।૧૭।। હરિદાસ હનુમાન જેવા રે, એક ઇષ્ટનિષ્ઠ ઉમા એવા રે ।
સદાગ્રહ કૃષ્ણ વિષે જેહ રે, થાશે પ્રહ્લાદ સરિખા તેહ રે ।।૧૮।।
માયા ને માયાનું કારજ રે, એથી અજાણ્યું નહિ રહે રજ રે । આત્મદર્શીમાં જાણવા એવા રે, કર્દમસુત કપિલજી જેવા રે ।।૧૯।। દોષ તજીને ગુણને ગ્રેવા રે, તેમાં તો દત્તાત્રેય સમ કેવા રે । અધર્મસર્ગ થકી તે મન રે, બીશે જેમ યુધિષ્ઠિર રાજન રે ।।૨૦।। દયાળુ ને વળી દાતાપણું રે, થાશે રંતિદેવ થકી ઘણું રે । જીવને દેવા પ્રભુનું જ્ઞાન રે, તેમાં નારદ સમ નિદાન રે ।।૨૧।।
પ્રભુમાંહિ દોષ ન પરઠે રે, તેતો જાણે જાનકીની પેઠે રે । સ્વતંત્રપણું લક્ષ્મીના જેવું રે, જે શ્રીકૃષ્ણના સ્વરૂપમાં રહેવું રે ।।૨૨।। હરિ હરિજન દ્રોહી માથે રે, વર્તે લક્ષ્મણસમ તે સાથે રે । થાશે સૌ જીવને સુખકારી રે, જેમ પુત્ર ને પાળે મેતારી રે ।।૨૩।। હરિ આજ્ઞામાં રહેવાને આપ રે, થાશે ભરતજી જેવા નિષ્પાપ રે ।
પ્રભુ પદરજ માહાત્મ્ય લેવા રે, થાશે ભક્ત અક્રૂરજી જેવા રે ।।૨૪।।
પ્રભુને વાલા જન જે કૈયે રે, તેમાં દ્રૌપદી સમાન લૈયે રે । અંતઃશત્રુ જીતવા સમર્થ રે, જાણું પ્રકટ્યા બીજા પાર્થ રે ।।૨૫।।
ભક્તચિંતામણી
પ્રશ્ન ઉત્તર કરવા અતિ રે, જાણું આવ્યા આપે બૃહસ્પતિ રે ।
ધીરજવાનમાં ધીરજવાન રે, થાશે બળી રાજાને સમાન રે ।।૨૬।। અસુરને મોહ ઉપજાવા રે, થાશે વામનજી સમ આવા રે ।
કરશે ધર્મની રક્ષા તે ઘણી રે, જુવો એંધાણી તમે તેહતણી રે ।।૨૭।। હાથે છે પદ્માંકુશનાં ચિહ્ન રે, મુખ દેખી લાજે કોટિ મીન રે । ઊર્ધ્વરેખા અષ્ટકોણ ધ્વજ રે, સ્વસ્તિક અંકુશ વળી અંબુજ રે ।।૨૮।। જવ જાંબુ વજ્ર દેખ્યાં દ્રગ રે, તેણે શોભે છે દક્ષિણ પગ રે ।
મત્સ્ય ત્રિકોણ કળશ ને વ્યોમ રે, ધેનુપદ ધનુષ ને સોમ રે ।।૨૯।।
સાતે ચિહ્ન શોભે વામચરણ રે, માટે આતો છે અશરણશરણ રે । દેશે બહુ જીવને અભયદાન રે, કરશે મોટા મોટા સનમાન રે ।।૩૦।। બહુ જીવને આજ્ઞામાંય રે, વર્તાવશે સતયુગ ન્યાય રે ।
નાના પ્રકારનાં જેહ દુઃખ રે, ટાળી તમારાં કરશે સુખ રે ।।૩૧।। જેમ વિષ્ણુ વિબુધ સહાય રે, કરે છે મહા કષ્ટને માંય રે । તેમ કરશે તમારી સાર રે, એવા એમાં ગુણ છે અપાર રે ।।૩૨।। બીજા બહુ મોટા ગુણ એમાં રે, શુભગુણની થાશે એ સીમા રે । એવાં માર્કંડેયનાં વેણ રે, સુણ્યાં ધર્મે અતિ સુખદેણ રે ।।૩૩।।
પછી વસ્ત્ર ઘરેણાં ને ધન રે, આપ્યાં વિવિધ ભાત્યનાં અન્ન રે । થયા માર્કંડેય પ્રસન્ન રે, રહ્યા તિયાં પછી દોય દિન રે ।।૩૪।।
પછી દઇ આશિષ મુનિરાયરે, ગયા શિષ્ય સહિત પ્રયાગમાંયરે ।
પછી ભક્તિ ધર્મ રાજી થઇ રે, સુતને હુલાવે નામ લઇ રે ।।૩૫।। એમ કરતાં ચાર માસ વિત્યા રે, બેઠો પાંચમો માસ પુનિતા રે । ત્યારે રૂડે દિવસે દંપતિ રે, મહી બેસાર્યા સુખમૂરતિ રે ।।૩૬।। વારાહે સહિત વસુંધરા રે, પૂજી પ્રીતે તેડાવી વિપરા રે । કર્યો મોટો ઉત્સવ તે દિન રે, જમાડિયા બહુ વિપ્રજન રે ।।૩૭।।
માંગલિક વાજાં વજડાવી રે, કરી વધાઇ તે મનભાવી રે ।
પછી સપ્ત માસે દિન સારે રે, આવી પૂર્ણાતિથિ ગુરુવારે રે ।।૩૮।। તે દિ પુત્રના વિંધાવ્યા કર્ણ રે, ભૂષણ પેરાવ્યાં સારાં સુવર્ણ રે ।
ભક્તચિંતામણી
પછી આસો વદી બીજ દન રે, કરાવ્યાં અન્નબોટણાં અન્ન રે ।।૩૯।। કર્યો ઉત્સવ જમાડ્યા જન રે, કરાવ્યાં બ્રાહ્મણને ભોજન રે ।
પછી શાસ્ત્ર મહોર સમસેર રે, ત્રણ મુક્યાં આગળ તે વેર રે ।।૪૦।।
પછી મહોર ખડગ મેલી નાથ રે, મુક્યો પુસ્તક ઉપર હાથ રે । હતી રુચી પોતાને જે માંઇ રે, તેહ વિના ગમ્યું નહિ કાંઇ રે ।।૪૧।।
પછી માતાએ ખોળામાં તેડી રે, લીધી બકી હૃદામાંહિ ભીડી રે ।
પછી ધવરાવ્યા કરી પ્રીત્યે રે, કરે હેત નવું નિત્ય નિત્યે રે ।।૪૨।।
પછી પ્રતિદિન તે દયાળ રે, વધે નિત્ય ચંદ્ર જેમ બાળ રે ।
કરે બાળ ચરિત્ર અપાર રે, જોઇ મોહી રહે નરનાર રે ।।૪૩।।
માત તાતને લાગે છે પ્યારા રે, નથી મુકતાં નિમિષ ન્યારા રે । એમ જાય આનંદમાં દન રે, સુત નિરખી હરખે મન રે ।।૪૪।। કરે નરનારી જે દર્શન રે, તેના હેતમાં હરાય મન રે ।
વૃદ્ધ કોવિદ ને વિદ્યાવાન રે, દેખી નાથ ભુલે નિજ જ્ઞાન રે ।।૪૫।। કરે ભાવતાં ચરિત્ર નાથ રે, તેણે પોંચે નહિ હાથોહાથ રે ।
માત તાત ને ભગિની ભાઇ રે, કાકો મામો જેને જે સગાઇ રે ।।૪૬।। રાખે હેત હરિસાથે સહુ રે, બીજાને પણ વ્હાલા છે બહુ રે ।
નરનારીને પ્યારા છે નાથ રે, નથી આવતા માતાને હાથ રે ।।૪૭।।
પછી કાંઇક માંડ્યું બોલવા રે, બોલે તોતળા મુખથી લવા રે । જેમ જેમ બોલે કાલું કાલું રે, તેતો લાગે માતાજીને વાલું રે ।।૪૮।।
પછી સુંદરી સર્વે સિયાણી રે, શીખવે સારી વાલાને વાણી રે । વળી રૂડી રીતેશું રમાડે રે, પય શર્કરા પાક જમાડે રે ।।૪૯।।
પેંડા પતાસાં ને પકવાન રે, ભાવે જન જમાડે ભગવાન રે ।
હળવે હળવે હિંડવા કાજ રે, શીખવે નારી શીખે મહારાજ રે ।।૫૦।।
પડે લડથડે પગલાં ભરે રે, અહિં આગ્ય ઝાલતાં ન ડરે રે । એમ બાળચરિત્ર મહારાજ રે, કરે હેત નિજજન કાજ રે ।।૫૧।।
રિંખે રડે પડે પેટવડે રે, અતિ દાખડે ઉંમરો ચડે રે ।
ખાય ગોટીલાં ગડથલાં ઘણાં રે, કરે ચરિત્ર બાળક તણાં રે ।।૫૨।।
ભક્તચિંતામણી
ચાલે ગોઠણભર ઘરમાંઇ રે, દેઇ ટેક આપે ઉભા થાય રે । એવા અસમર્થ દેખે સહુ રે, પણ ધીર ગંભીર છે બહુ રે ।।૫૩।। ભૂખ દુઃખ ને ભયે ન ભડકે રે, દેવ અદેવથી ન થડકે રે । ભૂત પ્રેત ને દનુજ દૈત્ય રે, રાક્ષસ રાક્ષસી યક્ષ સહિત રે ।।૫૪।। તેનો ભય નથી મનમાંય રે, એવા અચળ પર્વત પ્રાય રે ।
બીજા શુભ ગુણ બહુ સારા રે, તેણે લાગે છે સહુને પ્યારા રે ।।૫૫।। રુવે નહિ રાજી સદા રમે રે, તેમ તેમ સહુને તે ગમે રે ।
મીઠું મીઠું બોલે મુખે ઘણું રે, લાગે સૌ જનને સોયામણું રે ।।૫૬।।
પય સાકર પિયે ન પિયે રે, અણ ઇચ્છાએ ભોજન લિયે રે ।
અશન વસન ભૂષણ સેજ રે, પોતા કારણે ન ઇચ્છે એજ રે ।।૫૭।। શીત ઉષ્ણ મશક ને દંશ રે, કચવાય નહિ કોઇ મશ રે ।
એવા સુશીલ જોઇને સહુ રે, માને આશ્ચર્ય મનમાં બહુ રે ।।૫૮।। કહે આતો મોટા કોઇ અતિ રે, એમ કહે દેખીને દંપતિ રે । એમ કરતાં વર્ષ એક થયું રે, તેનું ચરિત્ર સહુને કહ્યું રે ।।૫૯।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે હરિબાળલીલા એ નામે અઢારમું પ્રકરણમ્ ।।૧૮।।
પૂર્વછાયો- વળી સહુ સાંભળજ્યો, કહું ત્યાર પછીની વાત ।
મોટા સુત જે ધર્મના, શ્રીરામપ્રતાપ વિખ્યાત ।।૧।। તેનો તે વિવાહ આદર્યો, પ્રીતે કરીને રૂડી પેર ।
સુવાસિની નામે સુંદરી, પરણાવ્યાં બળદેવ ઘેર ।।૨।। રૂડાગુણ રૂપે અતિ, એક પતિવ્રતા સતીપણું ।
પ્રીતે કરીને પિયુ પોતાનો, સેવે સુવાસિની હેતે ઘણું ।।૩।।
પછી બીજું વર્ષ બેસતાં, આનંદે ઉત્સવ આદર્યો ।
કુંવરના કુશળ કાજે, દેવ ઋષિનો આદર કર્યો ।।૪।।
ચોપાઇ- હેતે પૂજ્યા હનુમાન બળી રે, વ્યાસ ને કૃપાચારજ વળી રે
।
ભક્તચિંતામણી
અશ્વત્થામા વિભીષણ જેહ રે, માર્કંડેય પરશુરામ તેહ રે ।।૫।। એ સર્વેને વિવિધ પ્રકારે રે, પૂજ્યા લઇ ષોડશ ઉપચારે રે । જમાડ્યા વિપ્ર ને હરિજન રે, આપી દક્ષિણા થઇ પ્રસન્ન રે ।।૬।। બાળ કાજે કરે બહુ વિધિ રે, રાખે હેત અતિશે સંબંધી રે । એમ કરતાં વિત્યાં વર્ષ દોય રે, ત્રીજું વર્ષ વરતિયું સોય રે ।।૭।। આવી જેઠ વદની પંચમી રે, માતતાત જ્યોતિષિને ગમી રે । તે’દિ કર્યો છે કુળ આચાર રે, બાળ વાળ ઉતાર્યા તે વાર રે ।।૮।। કર્યો મોટો ઉત્સવ તે દન રે, તેડાવ્યા વિપ્ર ને હરિજન રે । તેનાં કામ કાજમાંહિ માત રે, ભુલી ગયાં છે સુતની વાત રે ।।૯।।
પોતે રહ્યાં જન જમાડવા રે, પુત્ર પરને આપ્યો રમાડવા રે । તેને તેડી ગયાં બીજાં બાળ રે, જોવા સુંદર વાડી રસાળ રે ।।૧૦।। તિયાં ફળ દીઠાં મીઠાં ઘણાં રે, જામફળી સિતાફળી તણાં રે ।
નાળીકેરી અનુપ અનાર રે, કર્યા અંબફળના ત્યાં આહાર રે ।।૧૧।। જાંબુ લીંબુ ને રાણો રૂપાળી રે, ગુંદી કર્મદી પાકી રસાળી રે । દ્રાક્ષ ખારેક ખલેલાં ખરાં રે, રહ્યાં લેવા તે સૌ છોકરાં રે ।।૧૨।। હરિને બેસાડી તરુ તળે રે, ફર્યાં બાળક વૃક્ષ સઘળે રે ।
એમ કરતાં આથમ્યો દન રે, આવ્યો એ સમે અસુર જન રે ।।૧૩।। કાળીદત્ત નામે છે કપટી રે, થયો અર્ભક અસુર મટી રે ।
બન્યો કુબુદ્ધિ બાળક જેવો રે, કોઇ થકી ન કળાય એવો રે ।।૧૪।। આવી ભેળું માંડ્યું છે રમવા રે, મનમાં છે હરિને દમવા રે । કાઢી કૃત્યાઓ તેનો છે ક્રોધ રે, વેર વાળવાનો છે વિરોધ રે ।।૧૫।। થયો ગરીબ ઘટમાં ઘાત રે, ભર્યો કપટે દગે કુજાત રે ।
રમ્યો બાળ સંગ બહુ વાર રે, પછી વિસ્તારી માયા અપાર રે ।।૧૬।। કરી રાતી આંખ્યો તતકાળ રે, વાધ્યો અંગે થયો વિકરાળ રે । ફાડ્યું મુખ ફાટ્યો જાણે આભરે, કાઢી જીભ લાંબી વિશ વાંભરે ।।૧૭।। કરડે દાંત ક્રોધમાં અતિ રે, આવ્યો કૃષ્ણ મારવા કુમતિ રે । થયો ભૂંડો ભયંકર બહુ રે, તેને દેખી બિન્યા બાળ સહુ રે ।।૧૮।।
ભક્તચિંતામણી
કર્યા લાંબા કર તતકાળ રે, ઝાલી કરવા બાળકનો કાળ રે । ત્યાંતો વાંકી દષ્ટિ કરી નાથે રે, જોયું દૈત્ય કાળીદત્ત માથે રે ।।૧૯।। તેણે દાઝ્યું કુબુદ્ધિનું દેહ રે, પછી કોપિયો અસુર તેહ રે । કરી આસુરી માયા ઉત્પન્ન રે, ચડી ઘટા ને ચાલ્યો પવન રે ।।૨૦।। આવી આંધી ને રજની મળી રે, કરે ઝબકારા બહુ વિજળી રે । થાય ગાજમાં ઘોર કડાકા રે, દિયે દામિની તેમાં ઝડાકા રે ।।૨૧।। વર્ષે મેઘ રહે નહિ મણારે, ચાલ્યાં પૂર પૃથ્વીપર ઘણાં રે । ઝરે મેઘ મચી બહુ ઝડી રે, વાયુ વેગે વૃક્ષ ગયાં પડી રે ।।૨૨।। ત્રુટિ પાંખો પંખી પડ્યાં ભોમ રે, મૃગ જાતિ થયાં છે બફોમ રે । થયો અતિશે મોટો ઉત્પાત રે, પડી વચમાં વેરણ રાત રે ।।૨૩।। બહુ ઉપદ્રવે બિન્યાં બાળ રે, નાસી ગયાં બીજે તતકાળ રે । બેસાર્યાતા આંબાતળે હરિ રે, તેની ન રહી ખબર ખરી રે ।।૨૪।।
ચડી ટાઢ્ય તેણે તન ધ્રુજે રે, મળી રાત્યમાં કાંઇ ન સુજે રે । એવી માયા વિસ્તારી અસુર રે, મારવા હરિજીને જરૂર રે ।।૨૫।। ફેરે દષ્ટિ ને જુવે સઘળે રે, દીઠા હરિ બેઠા આંબા તળે રે । ત્યારે ઉડી આકાશમાં ચડ્યો રે, આવી અંબ વૃક્ષ પર પડ્યો રે ।।૨૬।। જેમ હિમાચળની શિખર રે, ત્રુટી પડે પર્ણકુટિ પર રે ।
એમ પડ્યો અસુર અભાગી રે, તેની ઝપટે પડ્યું ઝાડ ભાંગી રે ।।૨૭।। તેને તળે બેસી રહ્યા બાળ રે, થયો નહિ વાંકો એક વાળ રે । જેમ રહ્યા ગોવર્ધન હેઠ્ય રે, રહ્યા તરુતળે તેની પેઠ્ય રે ।।૨૮।। વાયુ વરસાદ ને વિજળી રે, તેના પરાભવની પીડા ટળી રે । રહ્યા અચળ પર્વતપ્રાય રે, અસુરનું ન ઉપજ્યું કાંય રે ।।૨૯।।
પછી અસુર ક્રોધ કરીને રે, ગયો ઝાલવા હાથે હરિને રે । ત્યારે વાંકી દષ્ટિએ જોયું નાથેરે, પામ્યો મોહ પડ્યો ભૂમિ માથેરે ।।૩૦।।
પામ્યો મુર્છા ને વ્યાકુળ થયો રે, શુદ્ધ શરીરની ભૂલી ગયો રે । થઇ વિકળ ને ભમ્યો વન રે, ત્યાં પ્રચંડ વાતો તો પવન રે ।।૩૧।। તેને વેગે પડતાંતાં ઝાડ રે, મુવો ચંપાઇ પશુને પાડ રે ।
ભક્તચિંતામણી
જેમ આખુ અહિકરંડ કાપે રે, જાગે વ્યાળ મરે મૂષો આપે રે ।।૩૨।। જેમ કાપે કોઇ બેઠાની ડાળ રે, પડે કૂપે મરે તતકાળ રે । જેમ કરોળિયો કરે વિલાસ રે, પામે પોતાની જાળમાં નાશ રે ।।૩૩।। એમ પોતાની માયામાં મુવો રે, આપ પાપે પાપી નાશ હુવો રે ।
મુવો દૈત્ય માયા મટી ગઇ રે, વાયુવેગ વિજળી ન રઇ રે ।।૩૪।। ત્યારે શાંતિ પામ્યાં સહુ બાળ રે, પછી કરી કૃષ્ણની સંભાળ રે । જ્યારે ન દીઠા પોતાને પાસ રે, ત્યારે બહુ થયાં છે ઉદાસ રે ।।૩૫।।
પછી કરે છે સાદ પોકારી રે, જ્યાં હો ત્યાંથી બોલો સુખકારી રે । કરે સાદ ઘણું ઘણું ગોતે રે, જડ્યા નહિ ઝાડ બહુ જોતે રે ।।૩૬।। ત્યારે ભૂલ્યાં શરીર સંભાળરે, કહે હે કૃષ્ણ હે હરિ બાળ રે । એમ સાદ કરી શોધ્યા અતિ રે, પણ લાધ્યા નહિ પ્રાણપતિ રે ।।૩૭।। ત્યારે વ્યાકુળ થયાં છે બાળ રે, રુવે કર ઘસે કરે કતાળ રે । કહે ક્યાંથી લાવ્યાં એને આંહીરે, હવે શું કહેશું જઇ ગામમાંહી રે ।।૩૮।। એનાં માબાપને તે શું કહેશું રે, બીજાને ઉત્તર શિયો દેશું રે ।
ન રહ્યું મુખ દેખાડવા જેવું રે, કર્યું કામ તો આપણે એવું રે ।।૩૯।। એમ બોલે પરસ્પર વાણ રે, ત્યાંતો થયું છે ગામમાં જાણ રે । ફરક્યાં પુરુષનાં અંગ ડાબાં રે, એવાં અપશુકન થાવા લાગ્યાં રે ।।૪૦।। ફરક્યાં નારીનાં જમણાં અંગ રે, તેણે સહુ થયાં મન ભંગ રે । ત્યાંતો ભક્તિ કહે સુત મારો રે, એને કોણ તેડી ગયું બારો રે ।।૪૧।। ખોળી કાઢો ખબર એની વેલી રે, પુત્ર વિના માતા થઇ ઘેલી રે । થયા ધર્મ તે વ્યાકુળ વળી રે, પામી મૂરછા પડિયા ઢળી રે ।।૪૨।।
પછી આવ્યાં જન મળી સહુ રે, કરે બાળનો ખરખરો બહુ રે । કહે છોકરાં ગયાં હતાં વાડી રે, તેડી ગયાં તિયાં એ અનાડી રે ।।૪૩।।
પછી ચાલ્યાં ગોતવા નરનાર રે, કરી દિવી ફાનસો અપાર રે । કરે જેષ્ટિકા અસિ કમાન્યું રે, આવ્યાં જીયાં એ વૃક્ષ આંબાનું રે ।।૪૪।।
માત તાત લીએ લડથડિયું રે, પુત્ર વિયોગનું દુઃખ પડ્યું રે । એવે સમે હરિ પાસે વળી રે, આવી ધર્મ નારી બારે મળી રે ।।૪૫।।
ભક્તચિંતામણી
સુત જાણી લીધા સૌએ ખોળે રે, બાળ ધવરાવ્યા ભાવ બોળે રે । હરિ માતાની પુરવા હામ રે, થયા દ્વાદશ સ્વરૂપે શ્યામ રે ।।૪૬।। એવે સમે ગામના રહેનાર રે, આવ્યાં ખોળતાં સહુ નરનાર રે । કહે છોકરાં આ વૃક્ષ તળે રે, અમે મુક્યા હતા મળી સઘળે રે ।।૪૭।। તેતો વૃક્ષ પડિયું છે ભાંગી રે, જોઇ તેને સૌને બીક લાગી રે । કહે આવું રુખ પડ્યું જીયાં રે, નોય બાળક કુશળ તિયાં રે ।।૪૮।। એમ અંતરે થઇ ઉદાસ રે, આવ્યાં જોવા એ વૃક્ષને પાસ રે । ત્યારે શ્રદ્ધાદિ નારી દ્વાદશી રે, મુકી બાળક ને ગયું ખશી રે ।।૪૯।।
મળ્યા ગોતતાં મામીને નાથ રે, તેણે આપ્યા છે ભક્તિને હાથ રે ।
પામી પુત્ર રાજી થયાં બાળા રે, આપી ભાભીને મોતિની માળા રે ।।૫૦।।
પછી સુત હેતે ધવરાવ્યા રે, જાણ્યું નવે અવતાર આવ્યા રે । વળતાં જોયાં વાડી વૃક્ષ જ્યારે રે, મુવો પુરુષ પડ્યો દીઠો ત્યારે રે ।।૫૧।।
પછી પુછ્યું બાળકને તેનું રે, કહ્યું બાળકે વૃત્તાંત એનું રે । એતો આવ્યો’તો કરવા ઘાત રે, કોણ જાણે થઇ કેમ વાત રે ।।૫૨।। ત્યારે પામિયાં વિસ્મય સહુ રે, આતો વિઘન વીતિયું બહુ રે ।
પછી ઉગ્યો ચંદ્ર આવ્યાં ઘેર રે, ભક્તિ ધર્મ બોલ્યાં એ પેર રે ।।૫૩।। કહ્યું શ્રીકૃષ્ણ છે આ જરૂર રે, તે વિના ન મરે એ અસુર રે । જ્યારે કાળીદત્ત દૈત્ય મુવો રે, ત્યારે જાણ્યું સૌનો નાશ હુવો રે ।।૫૪।। છે આ સમર્થ આપશે સુખ રે, ભિડ્યા હૃદામાં વિસાર્યું દુઃખ રે । ત્યારે હતું જે હરિનું જ્ઞાન રે, ટળ્યું તે લાગ્યા સુત સમાન રે ।।૫૫।।
પછી વિરમ્યું જાણી એ વિઘન રે, કર્યા પાઠ પૂજા દાન પુણ્ય રે । કર્યું સંસ્કાર બાળકતણું રે, તેણે કરીને શોભ્યા છે ઘણું રે ।।૫૬।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ઘનશ્યામમહારાજે કાળીદત્તનો નાશ
કર્યો એ નામે ઓગણીસમું પ્રકરણમ્ ।।૧૯।।
પૂર્વછાયો- વળી કહું એક વારતા, સૌ સાંભળજ્યો સાક્ષાત । એહ ગામમાં અસુરનો, અતિ થાવા લાગ્યો ઉતપાત ।।૧।।
ભક્તચિંતામણી
માત પિતાએ મનમાં, વળતો તે કર્યો વિચાર ।
ઇયાં રહેતાં આપણને, થયાં વિઘન વારમવાર ।।૨।। આપણે છે મિરાંથ્ય એટલી, જાણો જીવનદોરી જીવન ।
તેને વિઘન જો વ્યાપશે, તો થાશું બેઉં નિરધન ।।૩।।
માટે આંહિંથી ઉચળિને, જાયે અયોધ્યાપુર ।
પવિત્ર ધામ શ્રીરામનું, ત્યાં નહિ આવે અસુર ।।૪।।
ચોપાઇ- પછી ગાડે ઘરની સમૃદ્ધિ રે, લેવા જેવી તે સરવે લીધિ રે ।
પછી સંબંધી પાસે શિખ માગી રે, ચાલ્યા સુતે સહિત સુભાગી રે ।।૫।। બેઠાં શકટે ધર્મ ભગતિ રે, દોય સુતને તેડી દંપતિ રે । જનક પાસે બેઠા છે જોખન રે, માના ખોળામાં બેઠા મોહન રે ।।૬।।
ચલાવ્યાં ગાડલાં ધીરે ધીરે રે, આવ્યા સંધ્યા સમે સર્યૂ તીરે રે ।
લાવ્યો વાણ ખેવટ તે વાર રે, બેશી ઉતરિયા ગંગાપાર રે ।।૭।।
લીધો સર્વે સમાજ સંભાળી રે, જોઇ સર્યૂની શોભા રૂપાળી રે । તિયાં જળ સુંદર અમળ રે, કાંઠે ફુલિયાં છે કમળ રે ।।૮।। રાતાં પોયણાં તિયાં રૂપાળાં રે, નાળી ફુલ છે સુગંધીવાળાં રે । તિયાં સારસ હંસ છે રૂડા રે, કુંજિ બદકુ જળકુકડા રે ।।૯।। કરે પરસ્પર પંખી નાદ રે, જાણું નાવાને કરે છે સાદ રે । એમ શોભે છે સરયૂ ઘણી રે, કાંઠે કુસુમવાડી બહુ બણી રે ।।૧૦।।
ગુલાબ ગુલહજારી ઘણાં રે, બહુ વન ત્યાં તુલસીતણાં રે ।
ગુલદાવદી ને ગટુલિયાં રે, કેસર કર્ણિકા કુંભિ ફુલિયાં રે ।।૧૧।। જાઇ જુઇ જુથિકા શેવતી રે, માધવી મલ્લિકા ને માલતી રે । કુંદ કેશુ કરેણ કેતકી રે, રહ્યા નિર્માલિ નિર્વારિ બેકી રે ।।૧૨।।
ચંપા ચમેલી ચંદન ચારુ રે, ગુલશોમન ગુલ હજારુ રે ।
પિયાવાસ પાડલ જાસુલ રે, બોરસરી વસંતનાં ફુલ રે ।।૧૩।।
મરવા સુગંધી આંબાના મોર રે, બેકે કેવડા ઠોરમઠોર રે । ફુલ કોટિમ ફળ રસાળ રે, બહુ વિવિધ ભાતે વિશાળ રે ।।૧૪।। એવી શોભા સરયૂતીર તણી રે, વળી કહીએ શું મુખથી ઘણી રે ।
ભક્તચિંતામણી
બહુ વેદીયા બેઠા વિપર રે, કરે સ્નાન ને સંધ્યા સુંદર રે ।।૧૫।। દેવમંદિર બહુુ તીર્થ તીરે રે, શોભે સર્જૂ નિર્મળ નીરે રે । વાડી વન સરજૂ તે વાર રે, પ્રભુ પધાર્યે શોભ્યાં અપાર રે ।।૧૬।। જીયાં આવ્યા પોતે ઘનશ્યામ રે, તેણે કરી થયાં શોભાધામ રે । એવી શોભા જોઇ છે સમસ્ત રે, ત્યાં તો અર્ક પામિયો છે અસ્ત રે ।।૧૭।। ત્યારે દીવા કર્યા છે બહુ તીરે રે, તેનાં પડ્યાં પ્રતિબિંબ નીરે રે । કાંઠાપર હવેલી છે ઘણી રે, કરી હાર્યો ત્યાં દીપક તણી રે ।।૧૮।। તટ હવેલીના દીવા મળી રે, તેણે પુરી રહી ઝળમળી રે ।
એવું શહેર સોયામણું ઘણું રે, રચેલ છે મનુરાજ તણું રે ।।૧૯।। વળી ઇક્ષ્વાકુ કુળના જેહ રે, તેને રહેવાનું સ્થાનક એહ રે । એવું શહેર સુંદર વિશાળા રે, તિયાં આવિયાં ધર્મ ને બાળા રે ।।૨૦।। વળી વાસુદેવ ભગવાન રે, જન્મી રામ થયા જેહ સ્થાન રે । એવી પુરી પવિત્ર ઘણી રે, વાડી વને વિંટી સોયામણી રે ।।૨૧।। શોભે શેરી બજારો ચૌવટા રે, રૂડા રાજમારગ વાળ્યા મોટા રે ।
સાત માળની હવેલી સાર રે, શોભે કૈલાસ ગિરિ આકાર રે ।।૨૨।। બની પંગતિ તેની અપાર રે, શોભે બરોબર તેનાં બાર રે । વળી હાટ વિવેકે વિભાગે રે, બરોબર સુંદર સારાં લાગે રે ।।૨૩।। ક્યાંક વેચાય દુધ ને દઇ રે, ક્યાંઇ ઘૃત મિસરી ને મઇ રે । ક્યાંક ફળ ફુલ વળી પાન રે, ક્યાંક વસ્ત્ર શસ્ત્રના સામાન રે ।।૨૪।। ક્યાંક વાસણ ભૂષણવાળા રે, ક્યાંક ઝવેરી ને મોતિયાળા રે । ક્યાંક ગજબાજ શણગારી રે, ફરે નિત્ય તેની અસવારી રે ।।૨૫।। ક્યાંક અનેક અન્ન રસાલું રે, ક્યાંક શાક સુંદર બકાલું રે । ક્યાંક હાટ હારે હલવાઇ રે, વેંચે વિવિધ ભાત્યે મિઠાઇ રે ।।૨૬।। ક્યાંક ગાંધી મોદી મણિયાર રે, ક્યાંક નાણાવટી તણી હાર રે । ક્યાંક માળીને તંબોળી તેજ રે, ક્યાંક સાલવી ને રંગરેજ રે ।।૨૭।। ક્યાંક ગાન તાન ને ગવૈયા રે, એમ સૌ કોઇ વિભાગે રૈયા રે । ક્યાંક વિપ્ર કરે વેદાભ્યાસ રે, ક્યાંક બાળ ભણે પંડા પાસ રે ।।૨૮।।
ભક્તચિંતામણી
ક્યાંક ક્ષત્રિતણી સભા સાર રે, ક્યાંક વૈશ્ય કરે છે વેપાર રે । ક્યાંક શુદ્ર કરે સેવા સારી રે, સહુ વર્ણધર્મ રહ્યા ધારી રે ।।૨૯।। ક્યાંક લડેછે મલ્લ અખાડી રે, ખેલે કુસ્તિ પેચ ને લાકડી રે । ક્યાંક પડી છે રુની મલિયો રે, એમ શોભે છે શેરી ને ગલિયો રે ।।૩૦।। વળી વસે બહુ વીતરાગી રે, રામ ઉપાસી ત્રિયાના ત્યાગી રે । બહુ મંદિર ને ધર્મશાળું રે, તેણે લાગે છે શહેર રૂપાળું રે ।।૩૧।।
પુષ્પ ચંદને છાંટ્યા છે ચોક રે, દેવ સરિખાં વસે છે લોક રે । રામ સીતા લછમન જતિ રે, બહુ મંદિરે તેની મૂરતિ રે ।।૩૨।। તિયાં નિત્યે ઉઠી નરનાર રે, આવે દર્શને કરી પ્યાર રે । થાય આરતીના ઝણકાર રે, કરે ઉત્સવ જન અપાર રે ।।૩૩।। ઝાંઝ મૃદંગ ઝાલરી શંખ રે, ભેરી તુરી ને વીણા અસંખ્ય રે । થાય નાદ તેનો પુરમાંઇ રે, ઘોષે શહેર રહ્યું સર્વ છાઇ રે ।।૩૪।।
ચાલ્યાં જાય એમ સાંભળી નાદ રે, પ્રેમવતી ને હરિપ્રસાદ રે । વળી બની શોભા દિવાતણી રે, જાણું હાર માંડી મણિ ઘણી રે ।।૩૫।। તેને પ્રકાશે શેરી બજારો રે, ફરે ઉજાસે લોક હજારો રે । એવી શોભા જોતાં નરનાર રે, આવ્યાં શહેર ઉલંઘી આ પાર રે ।।૩૬।। રામઘાટ નિરખી નજરે રે, આવ્યાં બર્હટા શાખા નગરે રે ।
તિયાં અગ્નિહોત્ર થાય બહુ રે, હોમે હવિષ્યાન્ન ઘૃત સહુ રે ।।૩૭।। તે સુગંધી લઇ નિજધામ રે, આવી રહ્યાં કરી વિશરામ રે ।
પછી નિત્ય પ્રત્યે સર્જૂ નાઇ રે, કરે સંધ્યા ને વંદન ત્યાંઇ રે ।।૩૮।। વળી કરે છે કૃષ્ણની સેવ રે, દેખી કરે તેમ હરિ દેવ રે । હરિ બુદ્ધિએ છે બહુ ધીર રે, સાધુ સ્વભાવે શોભે શરીર રે ।।૩૯।। ખાન પાન ખુબી ખેલ જેહ રે, નથી ગમતું અંતરે એહ રે । તાત સંગાથે સરયૂ નાઇ રે, પાછા આવે જ્યારે ઘરમાંઇ રે ।।૪૦।। ત્યારે કરે શ્રીકૃષ્ણની મૂર્તિ રે, પૂજે તેને ભાવે કરી અતિ રે । રમ્યામાં પણ અરુચિ ઘણું રે, વળી સદા ગમે શુચિપણું રે ।।૪૧।। એમાં કોઇ જો કરે વિઘન રે, તેશું કેદિ મળે નહિ મન રે ।
ભક્તચિંતામણી
કથા કીર્તનમાં બહુ પ્રિત રે, સુણે રામનાં ચરિત્ર નિત્ય રે ।।૪૨।। જેમાં હોય સાધુતા અપાર રે, એવા જનશું પોતાને પ્યાર રે ।
ગમે નહિ અસાધુતા રંચ રે, એમ કરતાં વર્ષ થયાં પંચ રે ।।૪૩।। ત્યારે કુમારાવસ્થા ઉતરી રે, પામ્યા પૌગંડાવસ્થાને હરિ રે । ત્યારે સરજૂ ગંગામાં નાવા રે, માંડ્યું આપે એકલું ત્યાં જાવા રે ।।૪૪।।
સીતા રામ લછમન હનુ રે, કરે સ્મરણ નિત્ય એહનું રે ।
વળી તાતના મુખથી પર્મ રે, સુણ્યા સતપુરુષના ધર્મ રે ।।૪૫।। વર્ણાશ્રમ વળી ત્રિયા તણા રે, કહ્યા છ વર્ષે ધર્મે જે ઘણા રે । તેતો સર્વે રાખ્યા છે સંભારી રે, નથી મેલ્યા મનથી વિસારી રે ।।૪૬।। બાળપણામાં બુદ્ધિ છે ઘણી રે, કાંઇક મુખ પાઠે લીધું ભણી રે । વળી સુણે છે શ્રીભાગવત રે, તેતો પોતાને વ્હાલું અત્યંત રે ।।૪૭।। ઘણો હરિજનમાં છે સ્નેહ રે, બીજા સાથે બહુ નિઃસ્પ્રેહ રે । ત્યાગ વૈરાગ્ય તનમાં બહુ રે, દેખી આશ્ચર્ય પામે છે સહુ રે ।।૪૮।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે અયોધ્યાપુરી વર્ણન ને ધર્મભક્તિ ત્યાં વસ્યાં એ નામે વીશમું પ્રકરણમ્ ।।૨૦।।
પૂર્વછાયો- શુભમતિ સહુ સાંભળો, કહું કથા તે અનુપ । ત્યાર પછીની જે વાર્તા, છે સહુને તે સુખરૂપ ।।૧।। એજ વર્ષ વૈશાખ માસે, શુક્લ દ્વિતીયા દિન ।
પતિવ્રતા પ્રેમવતીએ, જનમ્યા તે પુત્ર પાવન ।।૨।।
ગુણે કરી પ્રદ્યુમ્ન સરખા, સ્વભાવે સંત સમાન ।
પ્રીતિ પ્રગટ ભગવાનમાં, નામ ઇચ્છારામ ગુણવાન ।।૩।। એજ અનુજ મહારાજના, જાણજ્યો જગ વિખ્યાત ।
ત્યાર પછી હવે શ્રીહરિની, સાંભળજ્યો સહુ વાત ।।૪।।
ચોપાઇ- પછી પ્રભુ બુદ્ધિએ વિશાળ રે, તેને બેસારીયા છે નિશાળ રે । વૈશાખશુદી બારસ દિનેરે, કઢાવ્યા અક્ષર હરિજીને રે ।।૫।।
લાગી લક્ષ્મીનારાયણ પાય રે, પૂજી શારદા ગણપતિ રાય રે ।
ભક્તચિંતામણી
કરી હોમ જમાડ્યા વિપર રે, શિખવાને સુવિધા સુંદર રે ।।૬।। એમ કર્તાં થોડે ઘણે દિન રે, શિખ્યા વિદ્યા પરમ પાવન રે । જોઇ ધર્મે સુત બુદ્ધિ બોત રે, ભણાવ્યા બે વેદ અંગે સોત રે ।।૭।। શિખ્યા શાસ્ત્ર તે અર્થે સહિત રે, થયા વિદ્યાવાન બ્રહ્મવિત રે । હતા વાચાળ ને વિદ્યા જોઇ રે, કરે ચર્ચા પહોંચે નહિ કોઇ રે ।।૮।।
પુછે જિયાં તિયાં પોતે પ્રશ્ન રે, તેનો ન કરે ઉત્તર કોઇ જન રે । જાય સર્જૂમાં નાવા એકલા રે, ઉઠી બ્રાહ્મમુહૂર્તમાં વેલા રે ।।૯।। આવે નાહિને ઘરમાં જ્યારે રે, કરે રામજીની પૂજા ત્યારે રે । ધૂપ દીપ પુષ્પ ફળ પત્ર રે, તેણે પૂજીને ભણે છે સ્તોત્ર રે ।।૧૦।।
પછી નૈવેદ્યનું જે જે અન્ન રે, તેને જમે થઇને પ્રસન્ન રે । કરે કંઠે તુલસીની માળું રે, ઉર્ધ્વપુંડ્ર તિલક રૂપાળું રે ।।૧૧।। રામકોટ આદિ રૂડી રીતે રે, કરે પ્રદક્ષિણા તેને પ્રીતે રે । જન્મ સ્થાન ને લછમનઘાટ રે, રામઘાટે જાયે વર્ણિરાટ રે ।।૧૨।। બ્રહ્મકુંડ વળી સ્વર્ગદ્વારી રે, જાય જાનકીઘાટે વિચારી રે ।
વિદ્યાકુંડ સૂર્યકુંડ જેહ રે, ભદ્રસા આદિ તીરથ તેહ રે ।।૧૩।। કનક સિંહાસનનાં દર્શન રે, નિત્યે જાવું રત્ન સિંહાસન રે । હનુમાનગઢિયે હમેશ રે, જાવું સુગ્રીવટિલે અહોનિશ રે ।।૧૪।। જગન્નાથ કાવડિયાની જાગે રે, જાવું ત્યાગી પાસે વહાલું લાગે રે । અહલ્યા બાઇના મંદિરમાંઇ રે, જાવું નિત્ય દર્શને ત્યાંઇ રે ।।૧૫।। દિલાયસિંઘગંજ રાયગંજ રે, જુવે જેસંગપુર સુખપુંજ રે ।
જિયાં જિયાં હરિ હરિજન રે, તિયાં તિયાં ફરે ભગવન રે ।।૧૬।।
સર્વે તીરથ ઉઠી સવારે રે, ફરે કરે દરશન પ્યારે રે ।
રામજીની મૂર્તિયો આગે રે, કરે સ્તુતિ ઉભા એક પગે રે ।।૧૭।। કહે ધન્ય ધન્ય રઘુપતિ રે, તમારો મહિમા મોટો અતિ રે । કહી ન જાય મુખથી ગાથ રે, ધન્ય ધન્ય હે જાનકીનાથ રે ।।૧૮।। જુવો તવ પદરજ પ્રતાપ રે, થઇ શિલા તે અહલ્યા આપ રે ।
દેખી વિસ્મય પામ્યો પથિ પાથ રે, ધન્ય ધન્ય હે જાનકીનાથ રે ।।૧૯।।
ભક્તચિંતામણી
કર્યો ગુહરાજા ભવપાર રે, કર્યો અઘવંત જયંત ઉદ્ધાર રે ।
કરી ભીલડી તમે સનાથ રે, ધન્ય ધન્ય હે જાનકીનાથ રે ।।૨૦।। વળી જટાયુને અંતકાળ રે, દીધાં દર્શન તમે દયાળ રે ।
કરી ક્રિયા તેની નિજ હાથ રે, ધન્ય ધન્ય હે જાનકીનાથ રે ।।૨૧।। તાર્યો સુગ્રીવ મિત્રાઇ કરી રે, એને સારું માર્યો વાલી હરિ રે ।
મારી કરી દયા એને માથ રે, ધન્ય ધન્ય હે જાનકીનાથ રે ।।૨૨।। તેને પાસે હતા હનુમંત રે, અતિસમર્થ બહુ બળવંત રે ।
કરી એકાંતિક રાખ્યા સાથ રે, ધન્ય ધન્ય હે જાનકીનાથ રે ।।૨૩।। વિભીષણ નિજજન જાણી રે, તેને ઓધાર્યો સારંગપાણિ રે । કર્યો રાય મારી રાવણ હાથ રે, ધન્ય ધન્ય હે જાનકીનાથ રે ।।૨૪।। એવાં અનેક કારજ કરી રે, આવ્યા અયોધ્યામાં તમે ફરી રે । જય જય ગાય જન ગાથ રે, ધન્ય ધન્ય હે જાનકીનાથ રે ।।૨૫।। કરે સ્તુતિ એ મૂરતિ આગે રે, વાર પોર બપોર ત્યાં લાગે રે । ખાન પાન માંહિ નહિ વૃત્તિ રે, ત્યાગ વૈરાગ્ય વ્હાલો છે અતિ રે ।।૨૬।। એમ ફરી કરી દરશન રે, જ્યારે આવે ભુવન જીવન રે ।
ત્યારે ભણે છે વેદ છ અંગ રે, શીલ સંતોષ સાધુતા અંગ રે ।।૨૭।। એવું જોઇને પોતાનો તાત રે, સંભારે છે પુરવની વાત રે । કહ્યું હતું માર્કંડેયે જેહ રે, સર્વે ગુણ આમાં છે તેહ રે ।।૨૮।। એવા હરિને જે આશરે છે રે, તેના સર્વે સંશય હરે છે રે । આપી જ્ઞાન ભક્તિ ને વૈરાગ્યરે, બીજી વાસના કરાવે છે ત્યાગરે ।।૨૯।। બાળપણામાંહિ જન બહુ રે, જાણે આત્મદર્શી છે સહુ રે ।
કહે ઘરમાં આ કાંઇ રહે છે રે, એમ પરસ્પર જન કહે છે રે ।।૩૦।।
પોતાને પણ એવો છે ઘાટ રે, જોઇ રહ્યા જનોઇની વાટ રે । એવા થકા રહ્યા મંદિરમાં રે, જેમ કમળ રહે નિરમાં રે ।।૩૧।। નિજ તાત સત્ય ગુણવાળા રે, તેવાં પતિવ્રતા માતા બાળા રે । એવાં સત્યવાદી જન જોઇ રે, થાય શહેરવાસી શિષ્ય સોઇ રે ।।૩૨।। તેને આપે ઉપદેશ આપ રે, કરાવે કૃષ્ણ નામનો જાપ રે ।
ભક્તચિંતામણી
જ્ઞાન ભક્તિ ને વૈરાગ્ય યુક્ત રે, આપી ઉપદેશ કરે મુક્ત રે ।।૩૩।। દારી ચોરી મદ્ય માંસ ત્યાગ રે, કરાવે અહિંસા વિષ્ણુયાગ રે ।
ચારે વર્ણ જે આશરે આવે રે, તેને એ રીતે નિયમ ધરાવે રે ।।૩૪।। એવું જોઇને યુવતિ જન રે, ઇચ્છે ગુરુ કરવાને મન રે ।
પછી વિચારીને ધર્મ તેને રે, નથી કરતા શિષ્ય પોતે એને રે ।।૩૫।। કહે આજ કાઢું રીત એહ રે, ચાલે આગે પરંપરા તેહ રે । તેનો આજ તો નથી વિચાર રે, પણ પછી બગાડ અપાર રે ।।૩૬।।
માટે કહ્યું સર્વે યુવતિને રે, તમે સૌ કરો ગુરુ ભક્તિને રે । ઉધ્ધવસંપ્રદાયની એ રીત રે, તેને પાળવી બહુ કરી પ્રીત રે ।।૩૭।।
પછી ત્રિયા સૌ ભક્તિને મળી રે, ધર્મ નારીના લીધા સાંભળી રે ।
સધવા વિધવા ધર્મ જેહ રે, સુણી સર્વે ત્રિયા પાળે તેહ રે ।।૩૮।। તેણે નારી થઇ શુદ્ધ અતિ રે, જે કોઇ હતી કુલટા કુમતિ રે । એમ ધર્મ ને ભક્તિ વિચારી રે, દિયે ઉપદેશ નારી ને નારી રે ।।૩૯।। વળી જન્મ દિવસ પ્રભુ તણા રે, તેના કરે છે ઉત્સવ ઘણા રે । જન્માષ્ટમી રામનવમી જેહ રે, કરે વ્રત ઉત્સવ સર્વે તેહ રે ।।૪૦।। ભાદ્રસુદી ચતુર્થી આવે રે, પૂજે ગણપતિ બહુ ભાવે રે ।
આસોવદી આવે ચૌદશી રે, પૂજે હનુમાનને હુલસી રે ।।૪૧।। નિયમ ધારી સુણે કથા નિત્ય રે, બહુ હરિચરિત્રમાં પ્રીત રે । વળી જે આવે ભણવા પાસ રે, તેને કરાવે વેદ અભ્યાસ રે ।।૪૨।। હેતે હરિ વાત સંભળાવે રે, રૂડા ધર્મને પાળે પળાવે રે । આપે જીતી બેઠા શત્રુ છય રે, તેમ કર્યા આશ્રિત અભય રે ।।૪૩।। એવા સત્યવાદી ભક્તિ ધર્મ રે, જેને ઘેર છે પોતે પરબ્રહ્મ રે । તિયાં સદ્ગુણ આવી ને રહે રે, તેનું આશ્ચર્ય કોઇ ન કહે રે ।।૪૪।। ઇતિ શ્રી મદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે હરિકૃષ્ણ બાળલીલા નામે
એકવીશમું પ્રકરણમ્ ।।૨૧।।
પૂર્વછાયો- સહુ જન મળી સાંભળો, પછી ધર્મે કર્યો વિચાર ।
ભક્તચિંતામણી
જન્મ થકી મહારાજને, વર્ષ વીત્યું અષ્ટમું આ વાર ।।૧।। જનોઇ દેવા જનકને, અતિ આનંદ ઉર ન માય ।
દેશ દેશના જ્યોતિષિ, તેડાવ્યા દ્વિજરાય ।।૨।।
પુષ્પ ફળે પૂજા કરી, પછી કહ્યું પ્રીતે શું વચન ।
ઉપવીત દેવા આ સુતને, તમે શોધી કાઢો શુભ દિન ।।૩।। જોઇ જોષ જોષી બોલીયા, વર્ષ આઠમું છે આ અનુપ ।
માઘશુદી દશમી દિને, શુભ મુહૂર્ત છે સુખરૂપ ।।૪।।
ચોપાઇ- પછી રાજી થઇ માત તાત, નિશ્ચય કરીને માની એ વાત ।
મંગાવ્યા સાજ સમાજ ઘણા, કોઇ વાતની ન રાખી મણા ।।૫।।
પછી કંકોતરી ગામો ગામ, મેલી લખી સરવેનાં નામ ।
રૂડી રીતે શણગાર્યાં ઘર, ચિત્ર વિચિત્ર કર્યાં સુંદર ।।૬।। રોપ્યા રંભાના સ્થંભ તે દ્વાર, બાંધ્યાં તરિયાં તોરણ બાર । છાંટ્યાં અગર ચંદને એવાં, તેણે શોભે છે વૈકુંઠ જેવાં ।।૭।। રોપ્યા મંડપ પુર્યા છે ચોક, જોઇ થકિત થાય શહેર લોક । દિવી ફાનસો કાચની હાંડી, વાસી દીપ હારોહાર માંડી ।।૮।।
નીલા પીળા ભર્યા રંગ રાતા, શોભે સારા કહ્યે નથી જાતા । અતિ ઉત્સાહે આદર્યો જંગ, દેવા ઉપવીત ઉરે ઉમંગ ।।૯।।
પછી જે જે તેડાવ્યાંતાં જન, તેતો આવ્યાં નવમી ને દિન । રથ વેલ્ય ને ગાડલાં લઇ, આવ્યાં અશ્વ પર ચડી કઇ ।।૧૦।। બાળ યુવા વૃદ્ધ નરનારી, આવ્યાં સર્વે તે પ્રેમ વધારી ।
એક જમવું ને યજ્ઞોપવીત, હરિ નિર્ખવા ચાય છે ચિત્ત ।।૧૧।। જેને જેવી ઘટે પેરામણી, લાવ્યાં મોંસાળિયાં મળી ઘણી । બીજા બહુ આવ્યા હરિજન, કરવા ધર્મ હરિનાં દર્શન ।।૧૨।। તેને આપ્યાં ઉતરવા ઘર, સારી પેઠે કરી સરાભર ।
પછી ભાવે જમાડ્યાં ભોજન, લેહ્ય ચોષ્ય ભક્ષ્ય ભોજ્ય અન્ન ।।૧૩।। શાક પાક ને સુંદર વડાં, જમ્યા વૃદ્ધ યુવા નાનકડાં ।
પછી આવ્યો દશમીનો દન, તેડ્યા વિપ્ર વિદ્યાએ સંપન્ન ।।૧૪।।
ભક્તચિંતામણી
કુળ ગોર સારા સામવેદી, અતિ આચારે આત્મનિવેદી ।
પછી પુરના પુરાણી જેહ, વેદ શાસ્ત્રના ભણેલ તેહ ।।૧૫।।
મળી શુભ વેળા પળ જોઇ, આપવા પ્રભુજીને જનોઇ ।
વાજે માંગલિક વાજાં અપાર, ગાય મંગળ મળી બહુનાર ।।૧૬।।
પ્રથમ ત્રણ ગાય તિયાં આપી, પૂજ્યા ગોત્ર વિનાયક સ્થાપી । કર્યાં સ્થંડિલે સ્થાપન અગ્નિ, આહુતિયો આપી તેમાં ઘીની ।।૧૭।।
પછી સામવેદનું જે કર્મ, પાસે રહી કરાવે છે ધર્મ ।
પહેલા પુત્ર નવારી જમાડ્યા, મુંડન કરાવી ફરી નવાડ્યા ।।૧૮।। ધર્મે કરાવી સંસ્કાર વિધી, આપી કૌપીન તે પહેરી લીધી ।
પછી ધમવ્દેવે બહુ ભાવે, આપી જનોઇ ધરી ખભે ડાબે ।।૧૯।। ત્યારે ગુરુએ કહ્યું વિચારી, ફરો ભૂમિએ થઇ બ્રહ્મચારી ।
પછી ધર્મે શિખામણ દીધી, કરજ્યો વૈશ્વદેવ રૂડી વિધિ ।।૨૦।। કરવી ત્રિકાળ સંધ્યા પાવન, જમવું પંચ ગ્રાસ કાઢી અન્ન ।
ન સુવું દિવસે નિર્ધાર, ગુરુ સેવામાં રાખવો પ્યાર ।।૨૧।। ત્યારે સત્ય સત્ય કહે બાળ, સુણી રાજી થયાં મા મોશાળ ।
પછી ધર્મે ગાયત્રીનો મંત્ર, આપ્યો કરવા જાપ નિરંત્ર ।।૨૨।। વજડાવ્યાં વાજાં તિયાં વળી, ગાય ગીત ત્યાં માનિની મળી । કરે વિપ્ર તિયાં વેદધ્વનિ, પોતિ હૈયાની હામ સહુની ।।૨૩।। કરી પરસ્પર પે’રામણી, દીધી ધર્મે તે દક્ષિણા ઘણી ।
કર્યા રાજી દ્વિજ ને ગાયક, આપી અન્ન ધન વસ્ત્ર અનેક ।।૨૪।। બોલે યાચક જય જય બહુ, ધન્ય ધન્ય કહે જન સહુ ।
પછી ગુરુએ પલાશ દંડ, આપ્યો હાથમાં ગ્રેવા અખંડ ।।૨૫।। બાંધ્યો મુંજતણો આડબંધ, દીધું રુરુચર્મ વળી સ્કંધ ।
આપ્યું અંગે તે વસ્ત્ર નવીન, તેણે કરીને ઢાંકી કૌપીન ।।૨૬।।
પછી પહેલાં કહ્યાતા જે ધર્મ, તેનો ફરી સમજાવે છે મર્મ । કહે અનઘ ગુરુનાં વેણ, હૃદે ધારજ્યો કમળનેણ ।।૨૭।।
ક્રોધ કરશો માં કોઇ વાર, મુખે મિથ્યા માં કરશો ઉચ્ચાર ।
ભક્તચિંતામણી
અષ્ટ પ્રકારે તજજ્યો નારી, ગ્રામ્ય કથા સુણ્યે નહિ સારી ।।૨૮।।
નૃત્ય વાજીંત્ર તનન તાન, સુણવું નહિ વિષયિ ગાન ।
સુગંધી તેલ મર્દન ત્યાગી, ઘસી પગ ન ધોવા સુભાગી ।।૨૯।।
ગુરુ આગળ્ય ઉંચે આસન, ન બેસવું ભૂલ્યે કોઇ દિન ।
દંત ન ઘસો ન ગુંથો વાળ, ભોંયે ન લખો વર્ણ કોઇ કાળ ।।૩૦।।
સમા વિના ન ઉતારો કેશ, મદ્ય માંસ ને તજવું હમેશ ।
વૃષભે ન કરવું વાહન, દર્પણમાં ન જોવું વદન ।।૩૧।।
નિંદા દ્રોહ તે કેનો ન કરીએ, પગે પહેરવાં પનીયાં પ્રહરીએ ।
મન કર્મ ને વળી વચને, હિંસા કરવી નહિ કોઇ દિને ।।૩૨।।
મુક્તિ અર્થે પણ આત્મઘાત, ન કરવો સાંભળો એ વાત ।
કે’દિ કરવો નહિ કુસંગ, જેણે થાય સ્વધર્મનો ભંગ ।।૩૩।। ધર્મસમ નહિ સુખદાય, માટે રહેવું તે સ્વધર્મમાંય ।
ભૂમિપર ને કાંસાને ઠામે, ન જમવું કેદી મનભામે ।।૩૪।। કાથો ચુનો પાનબીડી કહીએ, ધૂતવિદ્યા થકી દૂર રહીએ ।
ગાંજો ભાંગ્ય ને મફર જેહ, આફુ આદિ તજવાનું તેહ ।।૩૫।। દેવ તીર્થ ને બ્રાહ્મણ ગાય, સાધુ સતી સચ્છાસ્ત્ર કહેવાય ।
તેની નિંદા કેદિયે ન કરવી, કરે કોઇ તો કાને ન ધરવી ।।૩૬।। વળી બ્રહ્મચારીની જે રીત, સુણો હરિ પરમ પુનિત ।
કૌપીન ને મુંજ કટિસૂત્ર, દંડ કમંડળું યજ્ઞોપવિત ।।૩૭।।
મૃગાજીન ને ભિક્ષાનું ઠામ, તે ન ત્યાગવાં લીધાં જે નામ । સ્નાન સંધ્યા જપ હોમ જેહ, ભણવું ને ભણાવવું તેહ ।।૩૮।। દેવ પિતૃતર્પણાદિ કર્મ, કરવું એ બ્રહ્મચારીનો ધર્મ ।
પ્રેમે કરવું કૃષ્ણનું પૂજન, નવધા ભક્તિ સહિત નિશદન ।।૩૯।। એમ કહ્યું જ્યારે ધર્મદેવ, કૃષ્ણ કહે સત્ય સત્યમેવ ।
પછી પ્રક્રમા અગ્નિ ને કરી, વળતા ગયા માતા પાસે હરિ ।।૪૦।।
માગી ભિક્ષા જઇ માતા પાસે, આપી માતાએ અતિ હુલાસે ।
આપી બીજી સુવાસણ્યે મળી, લીધી તે પણ ભિક્ષાને વળી ।।૪૧।।
૮૨ ભક્તચિંતામણ પ્રકરણ ૨૨
જાચી ભિક્ષા મેલી ગુરુ આગે, આગન્યાએ જમ્યા અનુરાગે ।
પછી કાશીએ જાવાને કાજ, આપ્યો ગુરુએ સરવે સમાજ ।।૪૨।। દંડ કમંડળું મૃગછાળા, તુલસીમાળ વિશાળ મેખળા ।
પછી માતાએ આપ્યાં ટિમણ, પેંડા પતાસાં જોડ્યે જમણ ।।૪૩।।
પીળી આંગિ પાઘ શિર પર, ખભે ખાખરદંડ સુંદર ।
ચાલ્યા ભાતું બાંધી બ્રહ્મચારી, ભણવા કાશીએ કરી તૈયારી ।।૪૪।। નિસર્યા ઘરથી ગામ બહાર, નથી વળવું એ નિરધાર ।
ચાલ્યા ઠાવકો ઠરાવ કરી, માયા સંબંધીની પરહરી ।।૪૫।। કેડ્યે ધોડિ ધોડિ મામો હાર્યો, ન પહોંચાણું પછી તે પોકાર્યો । કહે વળો વળો વર્ણિરાજ, માતાપિતાને પાળવા કાજ ।।૪૬।।
પછી હરિ વિચારી એ મર્મ, થાશે દુઃખી બાળા વળી ધર્મ ।
માટે હમણાં તો પાછો વળું, પછી સમો જોઇને નિકળું ।।૪૭।। વળતા વળી આવ્યા નિજધામ, બેઠા બ્રાહ્મણમાં ઘનશ્યામ ।
પ્રભુ બેઠા જ્યાં દ્વિજ સમાજ, અતિ શોભે છે વરણિરાજ ।।૪૮।। થયો સૂત્રવિધિ સમાપ્ત, રાજી થયાં સંબંધી સમસ્ત ।
પામ્યા અતિ આનંદ એ મન, આપ્યાં દાન થઇ પરસન ।।૪૯।। કનક ઘરેણાં વસ્ત્ર સોયામણાં, આપ્યાં વાહનનાં દાન ઘણાં । આવ્યા હતા ત્યાં સેવક જન, તેણે પૂજિયા ધર્મ પાવન ।।૫૦।।
પછી રાજી થઇ ભક્તિ ઇશ, ઘટે તેમ પૂજ્યા નિજ શિષ્ય ।
વળતાં સહુને કરાવ્યાં ભોજન, સુંદર રસોઇ સારાં વ્યંજન ।।૫૧।।
પછી રાજી થયાં નિજધામ, ગયાં પુરુષ ને વળી વામ ।
વળતા તાતે ભણાવ્યા તેહ, અર્થ સહિત સામવેદ જેહ ।।૫૨।। શિખ્યા શાસ્ત્ર અર્થ સહિત, થયા વિદ્યાવાન બ્રહ્મવિત ।
હતા વિચક્ષણ વિદ્યા જોઇ, કરે ચર્ચા ન પહોંચે કોઇ ।।૫૩।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે હરિ ઉપવીત ઉત્સવ નામે
બાવીશમું પ્રકરણમ્ ।।૨૨।।
ભક્તચિંતામણી
પૂર્વછાયો- ઉપવીત ઉત્સવ પૂરો થયો, સુંદર સારો નિદાન । ત્યાર પછીની જે વારતા, સહુ સાંભળો થઇ સાવધાન ।।૧।। ધર્યા ધર્મ હરિએ બહુ, જે જે કહ્યા ગુરુદેવ ।
માતાપિતાની મહાત્મ્યે, કરે છે બહુપેર સેવ ।।૨।।
પણ અખંડ રહે છે અંતરે, ઘર ત્યાગ કરવા ઘાટ ।
ક્યારે મેલીશ આ ઘરને, હું ક્યારે લઇશ વનવાટ ।।૩।। જે અર્થે આ અવતાર છે, તે કરીશ હું કૈયે કાજ ।
ધર્મ સ્થાપું અધર્મ ઉત્થાપી, એમ વિચારે મહારાજ ।।૪।।
ચોપાઇ- અઘમઘના ચાલણહાર રે, એવા અસુર જગે અપાર રે । તેને મોહ પમાડીને મારૂં રે, ધરાપર ધર્મને હું ધારૂં રે ।।૫।। શુદ્ધ ધર્મે રાખું નરનાર રે, એહ અર્થે છે આ અવતાર રે ।
પણ હમણાં ત્યાગું જો ગેહ રે, મરે માબાપ મારે સનેહરે ।।૬।।
માટે બ્રાહ્મણનો છે જે શાપ રે, તેથી મુકાય દંપતિ આપ રે । તેદિ નિશ્ચે હું ત્યાગીશ ઘર રે, ગુઢ વિચાર એવો અંતર રે ।।૭।।
પછી વિદ્યા ગુરુ તાત કરી રે, વેદ ત્રીજો ભણી લીધો હરિ રે ।
મોટી બુદ્ધિવાળા છે દયાળ રે, જેહ શિખે તે અચિર કાળ રે ।।૮।। જોઇ વિસ્મય પામે સૌ જન રે, પામે આશ્ચર્ય કહે ધન્ય ધન્ય રે ।
પછી ધર્મ તે ભણ્યાતા જેહ રે, સર્વે હરિને ભણાવ્યું તેહરે ।।૯।। વેદ શાસ્ત્ર ને કાવ્ય પુરાણ રે, મહાભાષ્યાદિ ભણ્યા સુજાણ રે ।
પછી ધર્મ થઇ રળિયાત રે, કહી રામપ્રતાપને વાત રે ।।૧૦।।
સુણો જ્યેષ્ઠપુત્ર બડભાગી રે, આતો થાશે અતિશય ત્યાગી રે । જુવો આજથી એનાં એંધાણ રે, નથી કોઇ વાતની જો તાણ રે ।।૧૧।। ખાન પાનમાંહિ નથી મન રે, નથી ઇચ્છતા વસન ભૂષણ રે ।
માન મોટપ્ય ને મારું તારું રે, નથી લાગતું એ એને સારું રે ।।૧૨।। હર્ષ શોક વળી હાણ્ય વૃદ્ધિ રે, નથી ગમતી ઘરસમૃદ્ધિ રે । અતિ વૈરાગ્યવાન છે એહ રે, નથી સંભાળતા નિજ ગેહ રે ।।૧૩।। અતિ ત્યાગ ગમે છે તનમાં રે, એમ મને જણાય છે મનમાં રે ।
ભક્તચિંતામણી
માટે આથી નહિ થાય વેવાર રે, તમે ઉપાડો ઘરનો ભાર રે ।।૧૪।। તમ પાસે એ નહિ માગે કાંઇ રે, નથી મન એનું ઘરમાંઇ રે । ખાવા પીવાનું પણ નહિ માગે રે, અતિ ઉદાસી છે વૈરાગે રે ।।૧૫।। એમ જ્યેષ્ઠ પુત્ર જે જોખન રે, કહ્યાં તાતે તે માન્યું વચન રે ।
પછી સ્વસ્થ ચિત્તે થઇ તાત રે, અંતરમાંહિ વિચારી વાત રે ।।૧૬।। હવે વૃદ્ધ થયો છે આ દેહ રે, માટે સહુશું તજું સનેહ રે । હવે સાંખ્યયોગને આશરૂં રે, શ્રીકૃષ્ણ સ્વામીનું ધ્યાન ધરૂં રે ।।૧૭।।
પણ પોતાને હરિ છે પ્રેહ રે, દેવા શિખામણ્ય છે સનેહ રે ।
સુણો સુત હરિ વાત મારી રે, સુખદાયક છે અતિ સારી રે ।।૧૮।। કહું છું તમારા હિતને સારૂં રે, માટે માનજ્યો વચન મારૂં રે । કહું છું સ્વધર્મ ભક્તિ વૈરાગ્ય રે, તેનો કરશો માં કે’દી ત્યાગ રે ।।૧૯।। જાજ્યો રામાનંદ સ્વામી પાસ રે, જો થાઓ ઘરમાંથી ઉદાસ રે । રામાનંદ સ્વામીનો મહિમાય રે, નથી જાતો મેં કહ્યો જીભાય રે ।।૨૦।। તેતો વસે છે સોરઠ દેશ રે, દિએ છે જીવોને ઉપદેશ રે । જાજ્યો ધીરે ધીરે પુછી વાટ રે, ઉતરી ઝાડી નદીના ઘાટ રે ।।૨૧।। એવી સાંભળી તાતની વાણી રે, સર્વે અંતરે લખી એંધાણી રે ।
પોતે વિદ્યાએ છે ગુણવાન રે, થયા ગુણે તે તાત સમાન રે ।।૨૨।। વળી સુણે છે તાત મુખેથી રે, સર્વે શાસ્ત્ર સુંદર સુખેથી રે ।
સુણિ સુણિ ને ગ્રહે છે સાર રે, નીર ક્ષીર નોખું નિરધાર રે ।।૨૩।। જેજે કાઢ્યું એમાંથી અનુપ રે, સર્વે જીવને તે સુખરૂપ રે ।
શ્રીમદ્ ભાગવત જે પુરાણ રે, તેનો સાર શોધીને સુજાણ રે ।।૨૪।। કાઢ્યા સ્કંધ દોય દુઃખ હારી રે, પંચમસ્કંધ સદા સુખકારી રે । બીજો દશમસ્કંધ કહેવાય રે, શ્રીકૃષ્ણ ચરિત્ર છે જેમાંય રે ।।૨૫।। એનું નામ છે ભાગવત સાર રે, લખી નોખું રાખ્યું નિરધાર રે । વળી ભારત સાર શોધીને રે, લખી લીધું વિચારે બુદ્ધિને રે ।।૨૬।। ભગવદ્ગીતા ભવભય હરણીરે, લખી લીધી એ વિચારી વર્ણીરે । વિષ્ણુસહસ્ર નામ સુખરૂપ રે, લખી વિદુરની નીતિ અનુપ રે ।।૨૭।।
ભક્તચિંતામણી
એટલું શ્રીભારત મોઝાર રે, શોધી કાઢી લીધું છે એ સાર રે । વળી ધર્મશાસ્ત્રનો જે સાર રે, પોતે લખ્યો છે કરીને પ્યાર રે ।।૨૮।। યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે સારી રે, લખી પોતે તે પણ વિચારી રે । એહ ધર્મશાસ્ત્રનો છે સાર રે, સુખદાયક સહુને અપાર રે ।।૨૯।। સ્કંદપુરાણનો સાર જેહ રે, લખ્યો સુંદર શોધીને તેહ રે । વાસુદેવમાહાત્મ્ય મહારાજે રે, લખ્યું સૌ જનના હિતકાજે રે ।।૩૦।। એહ સાર છે સ્કંદ પુરાણ રે, શોધી લખી લીધું એ સુજાણ રે । એ જે ચારે ગ્રંથમાં છે સત્વ રે, શોધી કાઢી લીધું છે એ તત્વ રે ।।૩૧।।
પછી તેનો ગુટકો લખાવી રે, શોધી સુંદર સારો બનાવી રે ।
લાવ્યા તેતો પોતે તાત પાસ રે, તાતે જોઇને કર્યો તપાસ રે ।।૩૨।।
નોયે આ બુદ્ધિ મનુષ્ય તણી રે, એમ કરી છે પ્રશંસા ઘણી રે । ધન્ય ધન્ય પુત્ર મહામતિ રે, તમે સર્વથી મોટા છો અતિ રે ।।૩૩।। એમ કહીને વિચાર્યું જ્યારે રે, વાત પૂર્વની સાંભરી ત્યારે રે । કહ્યું માર્કંડેય તે મળ્યું રે, સર્વે પ્રકારે આજ મેં કળ્યું રે ।।૩૪।। વળી વૃંદાવનની જે વાત રે, સાંભરી છે પોતાને સાક્ષાત રે । આવી મળીયાં સર્વે એંધાણ રે, જાણ્યા પુત્રને શ્યામ સુજાણ રે ।।૩૫।। ત્યારે આશ્ચર્ય વાત એ નથી રે, એમ વિચાર્યું છે મનથી રે ।
પછી અતિ કરી સતકાર રે, વખાણ્યા ચારે શાસ્ત્રના સાર રે ।।૩૬।। એમ તાતે કહ્યું તે સાંભળી રે, લખી રાખ્યા પોતા પાસે વળી રે । ધર્મશાસ્ત્ર ને સ્કંદપુરાણ રે, તેનું સાર કર્યું પરમાણ રે ।।૩૭।। ભારત સાર ભાગવત સાર રે, વાંચે સુણે નિત્યે નિરધાર રે । જેણે કરી શ્રીકૃષ્ણમાં પ્રીત રે, થાય દઢ મતિ નિત્ય નિત્ય રે ।।૩૮।। વળી શાસ્ત્ર યુક્ત ભક્તિ જેહ રે, કરવી કૃષ્ણની તાત કહે તેહ રે ।
સુણો મંત્ર હુંથી મહામતિ રે, અષ્ટાક્ષરનો તે શુભ અતિ રે ।।૩૯।। વળી ત્રણ પ્રકારનો જેહ રે, કહ્યો પિતાએ કરી સનેહ રે । કહ્યું એ મંત્ર વહાલો છે મને રે, અતિ હેત કરી કહ્યો તને રે ।।૪૦।। કરો જપ તેનો પૂજા નિત્ય રે, પાળજ્યો સ્વધર્મ રૂડી રીત્ય રે ।
ભક્તચિંતામણી
એવી તાતે શિખામણ દીધી રે, માંડ્યું વર્તવા હરિએ વિધિ રે ।।૪૧।। થયાં જન્મથી વર્ષ અગિયાર રે, તિયાં આવિયા અસુર અપાર રે । અતિ કાળા ને બહુ કરૂર રે, ભર્યા ક્રોધમાંહિ ભરપુર રે ।।૪૨।।
મોટી ડાઢ્યો ને માથે વાળ રે, ભુરા લંબુરા વડા વિક્રાળ રે । રાતી આંખ્યો ને આયુધ હાથ રે, આવ્યા જિયાં બેઠા હતા નાથ રે ।।૪૩।। વેષ વૈષ્ણવી પણ અસુર રે, મનમાં છે માર્યાનું જરૂર રે । આવી ઉગામ્યાં આયુધ શઠે રે, ત્યાં તો નજર કરી નીલકંઠે રે ।।૪૪।।
પામ્યા મોહ પરસ્પર એહ રે, મુવા લડી માંહોમાંહી તેહ રે ।
મુવા અસુર ઉતર્યો ભાર રે, ત્યારે નાથે તે કર્યો વિચાર રે ।।૪૫।। દેશ પ્રદેશ હશે વિમુખ રે, દેતા હશે મુનિયોને દુઃખ રે ।
માટે સર્વેનો ઉતારું ભાર રે, એહ અર્થે છે આ અવતાર રે ।।૪૬।।
માટે કૈયે તજું હું આ ઘર રે, કૈયે જોઉં શોધી સર્વે ધર રે । કૈયે પમાડું પાપીને મોહ રે, મરે માંહોમાંહિ તે સમોહ રે ।।૪૭।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે હરિચરિત્ર નામે ત્રેવીશમું પ્રકરણમ્
।।૨૩।।
પૂર્વછાયો- એટલી વાત એમ થઇ, તમે સાંભળો સહુ સુજાણ । કથા કહું ત્યાર કેડ્યની, શુદ્ધ બુદ્ધિ ને સુખખાણ ।।૧।। બહુ હેતે હરિકૃષ્ણનાં, જે ચરિત્ર ધરશે ચિત્ત ।
હશે મહા પંચ પાતકી, તોય થાશે તર્ત પુનિત ।।૨।। એવો યશ એ અનુપ છે, સુભાગી સાંભળશે કાન ।
ત્યાર પછીની જે વારતા, સહુ સાંભળો થઇ સાવધાન ।।૩।।
પ્રેમવતી બાળા ભગતિ કહીએ, ત્રણે જેહનાં નામ ।
તેના તનમાં તપ્ત આવી, વળતાં પામ્યાં વિરામ ।।૪।।
ચોપાઇ- કાર્તિક શુદી અષ્ટમીને દને રે, તેદિ માંદાં થયાં માતા તને રે । જેનું વ્રત તપે કરી દેહ રે, અતિ શિથિલ થયું છે તેહ રે ।।૫।। ફુલ મૃદુલસમ છે કાય રે, અતિશે કોમળ ન સહેવાય રે ।
ભક્તચિંતામણી
તેને જોઇ જ્યેષ્ઠ સુત જેહ રે, કરે ઔષધ ઉપાય તેહ રે ।।૬।। કરી ઔષધ વિધિ અનેક રે, તેની ટાંકી લાગી નહિ એક રે । ત્યારે પ્રભુએ કર્યો વિચાર રે, નહિ રહે તન નિરધાર રે ।।૭।। આપું જ્ઞાન માને આણિ પળે રે, જેણે કરી તર્ત દુઃખ ટળે રે । ત્યારે હરિ કહે સાંભળો માત રે, એકચિત્ત દઇ મારી વાત રે ।।૮।।
સતશાસ્ત્રમાં મળતાં વેણ રે, આવા સમામાંહિ સુખદેણ રે ।
જન્મમરણ રૂપ માયા મારી રે, તેતો સર્વેને છે દુઃખકારી રે ।।૯।।
પંચરાત્ર સાંખ્યયોગ વાળા રે, એમ કહે છે માનો માતા બાળા રે ।
માટે જ્ઞાન વૈરાગ્ય ધર્મ યુક્તરે, ભક્તિ કૃષ્ણની કરીએ તો મુક્તરે ।।૧૦।।
સર્વે દુઃખ મટવા ઉપાય રે, નથી એહ વિના બીજો માય રે । એવી સાંભળી સુતની વાત રે, વળતાં મનમાં વિચાર્યાં માત રે ।।૧૧।। જે જે કહ્યું હતું માર્કંડેય રે, મળી વાત સર્વે આ તેહ રે । કહ્યું ગુણે છે હરિ અમૂલ્ય રે, થયું એમાં નથી કાંઇ ભૂલ્ય રે ।।૧૨।। વળી કહ્યું તું વૃંદાવન માંય રે, તેહ સર્વે સાંભર્યું મનમાંય રે ।
પછી પુત્રને શ્રીકૃષ્ણ જાણી રે, થઇ દીન ને બોલિયાં વાણી રે ।।૧૩।। વળી હું આવી શરણ તમારી રે, આપો શિખામણ મને સારી રે । તમે કહ્યું જે જ્ઞાન વૈરાગ્ય રે, ધર્મ સહિત ભક્તિ સુભાગ્ય રે ।।૧૪।। તેનો વિધિએ વિભાગ કરી રે, કહો અતિ હેતે તમે હરિ રે । વળી સાચા સાધુનું સ્વરૂપ રે, કહેજ્યો કૃપા કરી સુખરૂપ રે ।।૧૫।। એમ પ્રેમે પૂછ્યું પ્રેમવતિ રે, ત્યારે બોલિયા હરિમહામતિ રે ।
નવમી નિશિ જાતાં જુગ જામ રે, બોલ્યા માતા પ્રત્યે ઘનશ્યામ રે ।।૧૬।। દેવા માતાને જ્ઞાનનું દાન રે, કહી હરિગીતા ભગવાન રે ।
પંચ વાતે કર્યો તે પ્રબોધ રે, જેને સાંભળતાં વાધે મોદ રે ।।૧૭।। તેહના છે પંચ અધ્યાય રે, કહ્યું પ્રથમના અધ્યાયમાંય રે । સ્વધર્મ સહિત ભક્તિ જેહ રે, થાય સાધુના સંગથી તેહ રે ।।૧૮।। તેહ સાધુ તણાં જે લક્ષણ રે, કહિ દેખાડ્યાં તે તતક્ષણ રે । બીજે અધ્યાયે વર્ણાશ્રમ ધર્મ રે, કહી દેખાડ્યો તેહનો મર્મ રે ।।૧૯।।
ભક્તચિંતામણી
ત્રીજે અધ્યાયે જીવાત્મજ્ઞાન રે, કહ્યું માતા પ્રત્યે ભગવાન રે । વળી પરમાત્મા જે શ્રીકૃષ્ણ રે, કહ્યું તેનું જ્ઞાન થઇ પ્રશ્ન રે ।।૨૦।।
ચોથે અધ્યાયે કહ્યું સુખરૂપ રે, વૈરાગ્યનું સ્વરૂપ અનુપ રે । તેહ વૈરાગ્ય જે થકી થાય રે, કહ્યા તેહના સર્વે ઉપાય રે ।।૨૧।।
પંચમા અધ્યાયે નવ પ્રકારે રે, કહી ભક્તિ વિભાગ વિચારી રે । એમ પંચાધ્યાયે ઉપદેશ રે, આપ્યો માતાને હરિએ અશેષ રે ।।૨૨।। એવી રીતે હરિગીતા કઇ રે, સુણી માતાએ તે શ્રુતિ દઇ રે ।
પછી પુત્ર પ્રત્યે બોલ્યાં માત રે, સુણો હરિ પ્રભુ મારી વાત રે ।।૨૩।। તમે કૃષ્ણને વિષે ભગતિ રે, કહ્યું કરવી હેતે શું અતિ રે । તેહ શ્રીકૃષ્ણ છો સુત તમેરે, નિશ્ચે કરીને જાણ્યા છે અમે રે ।।૨૪।। કૃષ્ણ કહીએ જે ગોલોક ધામે રે, તે તમે થયા છો હરિનામે રે ।
પ્રભુ તમારે વચને વળી રે, મારા સર્વે સંશય ગયા ટળી રે ।।૨૫।।
મારી વૃત્તિ તમમાં ઠેરાણી રે, કાલ માયાના ભયથી મુકાણી રે । હવે જાઉં છું તમારે ધામ રે, એમ કહીને પામ્યાં વિશ્રામ રે ।।૨૬।।
પછી ધર્યું પ્રભુજીનું ધ્યાન રે, તેણે કરી ભૂલ્યાં તનભાન રે । એમ કરતાં અર્ક ઉદે થયા રે, ત્યારે પ્રભુજી નાવાને ગયા રે ।।૨૭।।
પછી નિત્ય કરમ ને કાજરે, આવ્યા અગ્નિશાળામાં મહારાજ રે । ત્યારે માતાજીને તેહ વાર રે, દેખાણા પ્રભુ હૃદય મોઝાર રે ।।૨૮।।
પ્રસન્ન વદન વર્ણિને વેશ રે, બાંધ્યો છે સારો અંબોડો શિશ રે ।
ચંદ્રકાંતિ સમ મુખ શોભે રે, નયણાં નવીન કમળ ઉભે રે ।।૨૯।। ઘનશ્યામ સુંદર છે તન રે, પહેર્યું કોપીન પર આચ્છાદન રે । ખભે શ્વેત વસ્ત્ર લીધું ધારી રે, કંઠે માળા બે સુંદર સારી રે ।।૩૦।।
પંચ ઉર્ધ્વપુંડ્ર છે પુનિત રે, પહેરી શ્વેત સારી ઉપવીત રે । એવી મૂર્તિમાં ચિત્ત ચોટ્યું રે, પામ્યાં અંતરમાં સુખ મોટું રે ।।૩૧।।
પછી દીઠો પોતાનો આત્મા રે, તેજ તેજ તેજની છે સીમા રે ।
મન પ્રાણ ગુણ ઇંદ્રિય દેહ રે, તેહ પર પ્રકાશક જેહ રે ।।૩૨।। એવો નિજ આત્મા પ્રકાશ રે, તેનો થયો બ્રહ્મશું વિલાસ રે ।
ભક્તચિંતામણી
તેહ બ્રહ્મ તેજમાંહિ માત રે, દીઠા હરિ તે કૃષ્ણ સાક્ષાત રે ।।૩૩।।
મનોહર સુંદર ઘનશ્યામ રે, છબી જોઇ લાજે કોટી કામ રે । કોટિકોટિ ઇન્દુનો ઉજાસ રે, અંગઅંગ પ્રત્યે છે પ્રકાશ રે ।।૩૪।। હેમસમ શોભા વસનની રે, કટિમેખળા છે રતનની રે ।
મોરમુગટ જડ્યો મણિયે રે, મકરાકૃતિ કુંડળ ગણિએ રે ।।૩૫।। કંઠે કૌસ્તુભ મણિનો હાર રે, મોતિ માળા શોભે છે અપાર રે । વેઢ વિંટી કડાં કર ઉભે રે, બાજુ કાજુ ને સાંકળાં શોભે રે ।।૩૬।।
પગે શોભે સુંદર નૂપુર રે, સારી કોમળાવસ્થા કિશોર રે ।
ચર્ચિ ચંદન પહેર્યા છે હાર રે, તોરા ગજરા શોભે અપાર રે ।।૩૭।।
પહેરી વૈજયંતી સુંદર માળા રે, તેણે લાગે છે અતિ રૂપાળા રે । શોભે વાંસળી સારી સુંદર રે, એવા દીઠા માએ નટવર રે ।।૩૮।। નિરખી હર્ષ પામ્યાં મહેતારી રે, પછી દીઠા તેને બ્રહ્મચારી રે । કૃષ્ણ હરિ હરિ તે જ કૃષ્ણ રે, એવું થયું માતાજીને દ્રષ્ણ રે ।।૩૯।।
પછી કર જોડી દીન થઇ રે, બોલ્યાં કૃષ્ણ પ્રત્યે માતા રઇ રે । કરી સ્તુતિ કહે છે એમ માય રે, ધન્ય ધન્ય કૃષ્ણ હરિરાય રે ।।૪૦।।
સાધુ દેવતા ને સત્ય ધર્મ રે, તેને પાળો છો પૂરણ બ્રહ્મ રે । વળી રક્ષક બ્રાહ્મણ ગાય રે, ધન્ય ધન્ય કૃષ્ણ હરિરાય રે ।।૪૧।। કરવા નિજજનની પ્રતિપાળ રે, આવ્યા ગોલોક થકી દયાળ રે । થઇ પુત્ર કરી મારી સહાય રે, ધન્ય ધન્ય કૃષ્ણ હરિરાય રે ।।૪૨।। વળી અજ્ઞાનરૂપી જે તમ રે, તેને ટાળવા સૂરજ સમ રે ।
ધર્મ એકાંતિક ધાર્યો સદાય રે, ધન્ય ધન્ય કૃષ્ણ હરિરાય રે ।।૪૩।। વળી એક હાથે વર આપો રે, એક હાથે અભય કરી સ્થાપો રે ।
પાપવનદહન નામદાય રે, ધન્ય ધન્ય કૃષ્ણ હરિરાય રે ।।૪૪।।
પાખંડધર્મને ખંડવા કાજ રે, તમે પ્રકટ પંડિત રાજ રે ।
શરણાગતના સુખ સીમાય રે, ધન્ય ધન્ય કૃષ્ણ હરિરાય રે ।।૪૫।।
જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ભંડાર રે, અહિંસાદિક ધર્મ અપાર રે ।
એવા બહુ ગુણ તમ માંય રે, ધન્ય ધન્ય કૃષ્ણ હરિરાય રે ।।૪૬।।
ભક્તચિંતામણી
તમે અકળરૂપ અવતારી રે, હમણાં વર્ણિવેષ રહ્યા ધારી રે ।
એમ કરે છે સ્તુતિ માય રે, ધન્ય ધન્ય કૃષ્ણ હરિરાય રે ।।૪૭।। એમ ભાવે કરીને ભગતિ રે, કરે મૂરતિ આગળ્ય વિનતિ રે । કરે વંદન વારણે જાય રે, ધન્ય ધન્ય કૃષ્ણ હરિરાય રે ।।૪૮। એમ કહીને તજ્યું છે તન રે, રાખી શ્રીકૃષ્ણ મૂર્તિમાં મન રે । એમ દેહને તજી ભગતિ રે, પામ્યાં દિવ્ય દેહ પ્રેમવતી રે ।।૪૯।।
મેલી એહ દેહ ઉછરંગે રે, રહ્યાં શ્રધ્ધાદિ દ્વાદશ સંગે રે । દુર્વાસાનો શાપ તે ટળ્યો રે, મોરે હતો તેવો દેહ મળ્યો રે ।।૫૦।।
સંવત અઢાર અડતાળિશે રે, કાર્તિક શુદિ દશમી દિવસે રે ।
શનિવાર સુંદર સવારે રે, મેલ્યું માતાજીએ તન ત્યારે રે ।।૫૧।।
પછી દેહને લઇ સંબંધી રે, અગ્નિ દાહ દીધો રૂડી વિધિ રે ।
પછી રામપ્રતાપ સુજાણ રે, કરી ક્રિયા તે શાસ્ત્ર પ્રમાણ રે ।।૫૨।।
પછી હરિએ માન્યાં માતા તેહ રે, મોટા ભાઇની વધુ છે જેહ રે । કર્યું ભાભીજીએ હેત ઘણું રે, રાખે બહુ બહુ હરિતણું રે ।।૫૩।। નિત્યે જમાડીને પોતે જમે રે, જેજે કહે તે સર્વે ખમે રે । અર્ધ ઘડી જો અળગા જાય રે, વણદિઠે તે વ્યાકુળ થાય રે ।।૫૪।। વળી ભાઇને હેત છે ભારી રે, ન ખાય પીયે એને વિસારી રે । જાય રમવા તો ટળવળે રે, જોયા વિના તો જંપ ન વળે રે ।।૫૫।। હરિ પોતે બહુ નિસ્પૃહ રે, ખાનપાનમાં નહિ સનેહ રે ।
શીલ સંતોષ સાધુતા અતિ રે, જાણ્યું તપ ત્યાગની મૂરતિ રે ।।૫૬।। વળી તાતે આપી ભલામણ્યું રે, આની રાખજ્યો ખબર ઘણું રે । આને નથી દેહની સંભાળ રે, તેની કરજ્યો તમે રખવાળ રે ।।૫૭।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ભક્તિ દેહત્યાગ નામે ચોવીશમું
પ્રકરણમ્ ।।૨૪।।
પૂર્વછાયો- સહુ મળી વળી સાંભળો, કહું ત્યાર પછીની રીત । ધર્મદેવની વારતા, તમે સાંભળજ્યો દઇ ચિત ।।૧।।
ભક્તચિંતામણી
સાંખ્યયોગને આશરી, રહ્યા પોતે સ્વધર્મને માંય ।
નિશદિન શ્રીકૃષ્ણનું, સ્મરણ કરે છે સદાય ।।૨।।
પ્રવૃત્તિ મનથી પરહરી, કરી વિષયવાસના ત્યાજ ।
સ્વાદ રહિત થોડું જમે, બ્રહ્મચર્ય રાખવા કાજ ।।૩।। તપે કરી તન કૃષ છે, ધ્યાન યોગનું છે બળ ।
સુત તેની સેવા કરે, નિરજર જાણું નિરમળ ।।૪।।
ચોપાઇ- પોતાના સુત ભગવાન જેહ, હરિ સાથે છે બહુ સનેહ । તેહ વિના તપ જોગવતિ, મનને શુદ્ધ કર્યું છે અતિ ।।૫।। એવા સમામાં દેહ લક્ષણ, થાવા લાગ્યાં તને તતક્ષણ ।
ફરકી આંખ્ય ભુજ ડાબું અંગ, થયાં શુકન જાણ્યાં કુઢંગ ।।૬।। વળી સ્વપ્નાં લાધાં છે જેહ, અતિ અવળાં જણાણાં તેહ ।
જાણું રવિ શશિ વળી ઉડુ, પડ્યાં ભૂમિએ તે પણ ભુડું ।।૭।। કર્યો શાસ્ત્ર દૃષ્ટિએ વિચાર, આવ્યું મૃત્યું જાણ્યું નિરધાર । જાણ્યું થોડા દહાડામાંહિ દેહ, પડશે એમાં નહિ સંદેહ ।।૮।।
પછી શ્રીકૃષ્ણનાં બાળચરિત્ર, દશમમાં કહ્યાં છે પવિત્ર ।
તેનો નિત્ય નિત્ય પાઠ કરે, કૃષ્ણમૂર્તિ ઉરમાં ધરે ।।૯।। બીજા થકી છે બહુ ઉદાસ, એમ કરતાં વીત્યો એક માસ ।
પ્રેમવતીનો માસિસો જેહ, કર્યો શાસ્ત્રના વિધિએ તેહ ।।૧૦।।
શ્રાદ્ધ સારી જમાડ્યા વિપર, કર્યો માસિસો સારો સુંદર ।
પછી માસે માસે નિરધાર, જમ્યા દ્વિજ હજારો હજાર ।।૧૧।। એમ કરતાં સાત માસ થયા, જમી બ્રાહ્મણ તે ઘેર ગયા ।
પછી પોતે પોતાના સંબંધી, જમ્યા ભેળા બેસી ભલી વિધિ ।।૧૨।।
પછી ધર્મદેવને તે દને, આવ્યો તાવ પીડા થઇ તને ।
ત્યારે એમ વિચાર્યું છે મન, આવ્યું મૃત્યું હવે થોડે દન ।।૧૩।।
પછી સર્વે પદારથ માંય, પ્રીતિ રહેવા દીધી નહિ ક્યાંય ।
શ્રીકૃષ્ણ ધ્યાને જોડ્યું છે મન, આવ્યો એકાદશીનો ત્યાં દન ।।૧૪।। તેદિ શ્રીકૃષ્ણની પૂજા કીધી, તેડી બ્રાહ્મણને ભલી વિધિ ।
ભક્તચિંતામણી
એમ કર્તાં આથમિયો દન, પડી રાત્ય આવિયાં સ્વજન ।।૧૫।।
સર્વે સંબંધી રહ્યાં છે સુઇ, હરિ વિના બેઠું નથી કોઇ । એકાદશીના જાગરણ કાજ, એક જાગે પોતે મહારાજ ।।૧૬।। નિજતાતનાં ચાંપે છે ચરણ, એમ કરે છે આપે જાગરણ ।
તાત પામ્યા પીડા તાવ તેણે, નથી આવતી નિદરા નેણે ।।૧૭।।
પછી હરિની ઇચ્છાએ કરી, વૃત્તિ અંતરમાંહિ ઉતરી ।
સમાધિમાં જોયું બ્રહ્મતેજ, દીઠો તેજ સમૂહ સહજ ।।૧૮।। જોયું વૃંદાવન તે મોઝાર, દીઠા કૃષ્ણ ત્યાં કરતા વિહાર ।
સુંદર મોરલી હાથે છે એવા, દીઠા પૂર્વે દીઠા હતા જેવા ।।૧૯।। નિર્ખિ શ્રીકૃષ્ણ વાધ્યો આનંદ, થયા મગન દેખી સુખકંદ ।
હુવા રોમાંચિત ગાત્ર તેણે, આવ્યાં હર્ષ તણાં આસું નેણે ।।૨૦।।
પછી ધર્મે સંભ્રમે કરીને, કર્યાં દંડવત બહુ હરિને ।
કરી નમસ્કાર જોડી પાણ, ઉભા આગળે ધર્મ સુજાણ ।।૨૧।। કરતાં દર્શન ત્યાં તતકાળ, દીઠા કૃષ્ણ પોતાના તે બાળ । કૃષ્ણ હરિ હરિ તેજ કૃષ્ણ, એવું જાણીને કરે છે દ્રષ્ણ ।।૨૨।। કૃષ્ણસમ દેહનો આકાર, ફેર નહિ વેષ બ્રહ્મચાર ।
પછી ધર્મને સર્વે સાંભર્યું, કૃષ્ણ હરિનામે દેહ ધર્યું ।।૨૩।।
મારે ઘેર પ્રગટ્યા એ કૃષ્ણ, થઇ પોતે ભગવાન પ્રશ્ન ।
એમ જાણી પ્રેમવશ થયા, પછી હરિને મળવા ગયા ।।૨૪।। ત્યાંતો અંતર્ધાન થયું રૂપ, દીઠું સમાધીમાં જે અનુપ । જાગ્યા સમાધિથી ધર્મદેવ, ત્યાંતો પાસે કરતાં દીઠા સેવ ।।૨૫।। તેને મળ્યા કરી અતિ પ્રીત, તેણે થયા પોતે રોમાંચિત । આવ્યાં હર્ષનાં આંખ્યમાં આંસું, જાણ્યું આવી મંડાણું ચોમાસું ।।૨૬।।
પછી નમસ્કાર કરી ઘણું, કર્યું પ્રારથના પ્રભુતણું ।
કહે નરનાટયક તમે ધરી, ઢાંકી રાખ્યું છે ઐશ્વર્ય હરિ ।।૨૭।। તમે સર્વે જગતના સ્વામી, કૃષ્ણદેવ તમે બહુનામી ।
મારા ઇષ્ટદેવ કૃષ્ણ જેહ, પૂરણ પુરુષોત્તમ તમે તેહ ।।૨૮।।
ભક્તચિંતામણી
કરવા સત્ય પોતાનું વચન, મારા પુત્ર થયા ભગવન ।
તમે સ્વતંત્ર છો ભગવાન, પૂર્વે આપ્યું તું મુજને જ્ઞાન ।।૨૯।।
સાક્ષાતકાર જનમ સમે, મને જણાણાતા પ્રભુ તમે ।
તેહ જ્ઞાન કાળ વેગે કરી, મને વિસરી ગયું તું હરિ ।।૩૦।। હવે આજથકી જ્ઞાન એહ, વિસરીમાં જાજ્યો માગું તેહ ।
કહું તમને સુણો દયાળ, આવ્યો છે સમીપે દેહ કાળ ।।૩૧।।
પાંચ છો દિને તન છુટશે, કાચો કુંભ તે નિશ્ચે ફુટશે । તેનો ભય નથી મન મારે, દૃઢ આશ્રયે કરી તમારે ।।૩૨।।
પણ એક ખેદ મનમાંય, વિરહ તમારો નહિ સહેવાય ।
માટે ફરી જન્મ થાઓ મારો, પણ વિયોગ માં થાઓ તમારો ।।૩૩।। એવો વર માગું તમ પાસ, આપો દયા કરી અવિનાશ ।
એવાં સુણી ધર્મનાં વચન, બોલ્યા આપે પોતે ભગવન ।।૩૪।। કહ્યું તાત સુણો મારી વાત, મારૂં સ્વરૂપ જાણ્યું સાક્ષાત । થયું યથારથ જ્ઞાન મારૂં, એતો થયું છે અતિશે સારૂં ।।૩૫।। કાંઇ જાણવા પામવા માંઇ, કેડે રહ્યું નથી બાકી કાંઇ ।
તમે પૂરણકામ છો તાત, માનો કૃતારથ કહું વાત ।।૩૬।।
માટે ભૌતિક દેહને ત્યાગી, દિવ્ય દેહ પામો બડભાગી ।
સર્વે સંબંધી ભેળા તમે તાત, રહેશો મારી પાસે સાક્ષાત ।।૩૭।। એમાં સંશય નથી લગાર, તજો ચિંતા તમે આણીવાર ।
થાઓ નિઃસંગ સર્વથી ધર્મ, કહું આ સમે સમજો મર્મ ।।૩૮।।
મુજ પરાયણ થાઓ તાત, શુદ્ધ મને કરી કહું વાત ।
નિજ આતમામાં મારું ધ્યાન, કરો અતિ પ્રીતે ગુણવાન ।।૩૯।। કહું સાંભળજ્યો સહુ જન, કહ્યાં તાતને એવાં વચન ।
સુણી રાજી થયા ધર્મદેવ, કર્યો નમસ્કાર તતખેવ ।।૪૦।।
પછી ધર્મ બોલ્યા તેહ વાર, તમે કર્યો મુંપર ઉપકાર ।
તેના પ્રતિ ઉપકાર માંઇ, હાથ જોડ્યા વિના નથી કાંઇ ।।૪૧।।
માટે ચરણકમળ તમારે, કરું વંદન વારમવારે ।
ભક્તચિંતામણી
એવું સુણી પોતે ભગવાન, કર્યું તાતનું બહુ સનમાન ।।૪૨।।
પછી ધર્મે તેડ્યા સુત દોય, રામપ્રતાપ મોટેરા સોય ।
નાના સુત ઇચ્છારામ જેહ, પોતા પાસળે તેડાવ્યા તેહ ।।૪૩।।
મૃત્યું સમય જાણીને ધર્મ, સમજાવે છે સુતને મર્મ ।
હરિજ્ઞાનરૂપ ચિંતામણિ, દેવા ઇચ્છ્યા છે સુતને ઘણી ।।૪૪।। જેમ મૃત્યું ટાણે કોઇ જન, સોંપે પોતાના પુત્રને ધન । તેમ હરિજીના જ્ઞાનરૂપ, ઇચ્છ્યા સુતને દેવા અનૂપ ।।૪૫।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ધર્મસમાધિ નામે પચીસમું પ્રકરણમ્
।।૨૫।।
પૂર્વછાયો- સર્વે મળી હવે સાંભળો, અતિ વાત કહું અનૂપ । હરિ ઉપાસી જનને, છે સાંભળતાં સુખરૂપ ।।૧।।
ચર્ણે ચર્ણે ચરિત્ર ચવ્યાં, કૃષ્ણદેવનાં બહુ બહુ ।
અમૃતવત કથા એહ, સદમતિ સુણશે સહુ ।।૨।।
વચન છે ધર્મ દેવનાં, પુત્ર પ્રત્યે પરમાણ ।
શ્રવણ દઇ જે સાંભળે, તે પામે પદ નિરવાણ ।।૩।।
પછી ધર્મે સુત તેડાવિયા, દેવા શિખામણ સુખ કાજ ।
અંત સમે નિધિ આપવા, ઇચ્છ્યા આપે મહારાજ ।।૪।।
ચોપાઇ- પછી તેડાવિયા સુત દોય, આવી બેઠા વંદન કરી સોય । જ્યારે પુત્ર લાગ્યા આવી પાય, તેહ પ્રત્યે બોલ્યા ધર્મરાય ।।૫।। હે પુત્ર તમે મારું વચન, હિતકારી છે માનજ્યો મન ।
કહું રહસ્ય તણી વાત એહ, ધરો હૃદયમાં કરી સ્નેહ ।।૬।।
મારા વચનમાંહિ પ્રતીત, હોય તો તમે ધારજ્યો ચિત ।
ત્યારે કર જોડી કહે બેઉ ભ્રાત, અમે માનશું કહો તમે તાત ।।૭।। જે જે કહેશો આ સમે વચન, તે તે સત્ય માનવાં છે મન ।
ત્યારે ધર્મ કહે સુત શ્રેષ્ઠ, રાધાકૃષ્ણ જે આપણા ઇષ્ટ ।।૮।। જેને ઉપાસું છું આઠું જામ, તે જ કૃષ્ણ આ શ્રીહરિ નામ ।
ભક્તચિંતામણી
મારા સુત ને તમારા ભાઇ, તે છે કૃષ્ણ માનો મનમાંઇ ।।૯।। હરિરૂપ આ કૃષ્ણ સાક્ષાત, તેની ભક્તિ કરજ્યો બે ભ્રાત ।
રહેજ્યો એના વચનમાં નિત્ય, કરજ્યો સેવા કરી બહુ પ્રીત્ય ।।૧૦।। વળી કૃષ્ણની પ્રતિમા જેહ, આપણે પૂજીએ છીએ તેહ ।
તે આ શ્રીહરિની નિશ્ચે બુઝજ્યો, એમ જાણી વિધિએ પૂજજ્યો ।।૧૧।। વળી પ્રથમ તમને મેં પુત્ર, કહ્યા શ્રીકૃષ્ણના જે બે મંત્ર ।
અષ્ટાક્ષર મંત્ર પામ્યા આપ, તે પણ આના જાણી કરો જાપ ।।૧૨।। અહિંસાદિક પાળજ્યો નિયમ, રહેજ્યો સ્વધર્મમાં કરી પ્રેમ ।
મારી એટલી આગન્યા ધારી, ભજજ્યો હરિ આ સુખકારી ।।૧૩।। એમ વર્તશો તમે સુજાણ, થાશે તમારાં કોટિ કલ્યાણ ।
એમ વર્તજ્યો બેઉ ભ્રાત, સત્ય માની લેજ્યો મારી વાત ।।૧૪।। વળી કૃષ્ણ જે આ અક્રુદ્ધ, શસ્ત્ર લઇ નહિ કરે યુદ્ધ ।
નિજબુદ્ધિએ કરી દયાળ, કરશે અસુર જનનો કાળ ।।૧૫।। કળી અધર્મથી વધ્યા ઘણા, વેશ લઇ રહ્યા મનુષ્ય તણા ।
તે પૃથ્વીએ લોપાવી સ્વધર્મ, પાપી કરાવે છે જે કુકર્મ ।।૧૬।। તે અધર્મ ટળાવશે સહુ, કૃષ્ણભક્તિ કરાવશે બહુ ।
કરશે અલૌકિક બહુ કાજ, પછી વિચારીને વર્ણિરાજ ।।૧૭।। નિજ આચારજ પદ જેહ, સ્થાપશે તમારે કુળે તેહ ।
એમ કરી મોટાં મોટાં કામ, પછી પધારશે નિજ ધામ ।।૧૮।। ત્યારે હરિઆશ્રિત જે જન, તેને ધીરજ નહિ રહે મન ।
બહુ બહુ કરશે તે શોક, કહેશે પ્રભુજી ગયા ગોલોક ।।૧૯।। થાશે નિરાધાર ને નિરાશ, ત્યારે ઉરમાં વિચારી દાસ ।
પછી શ્રીહરિની જે પ્રતિમા, કરશે પૂજા ભાવ લાવી તેમાં ।।૨૦।। વળી મર્યાદા બાંધશે તેહ, તેમાં જન રહેશે નિમે જેહ ।
એની મૂર્તિના જે પૂજનારા, એવા ભક્ત જગતથી ન્યારા ।।૨૧।। તેહ ધર્મ અર્થ મોક્ષ કામ, પામે જાણો પુરુષ ને વામ ।
એમાં નથી સંદેહ લગાર, નિશ્ચે માનો કરી નિરધાર ।।૨૨।।
ભક્તચિંતામણી
એવી તાતની સાંભળી વાત, ભાઇ બેઉ થયા રળિયાત ।
પછી લાગ્યા છે હરિને પાય, અમે તમારા છું વર્ણિરાય ।।૨૩।।
સર્વે કાળે કરો રક્ષા મારી, ત્યારે ભાઇ પ્રત્યે કહે મુરારી । તમે આદરે ભજો શ્રીકૃષ્ણ, તેણે કરી હું થાઇશ પ્રષ્ણ ।।૨૪।। આપણે તાતે કરી આગન્યા, તમારે ન કરવું તે વિના ।
એવી સુણી બેઉ ભાઇએ વાણી, ભજ્યા શ્રીહરિને કૃષ્ણ જાણી ।।૨૫।।
પણ પ્રત્યક્ષ હરિનું ધ્યાન, રહ્યું હરિ ઇચ્છામાં નિદાન ।
કે’દિ થાય ને કે’દિ ન થાય, એવી રીતે વરતે સદાય ।।૨૬।। એમ ધર્મે તેડી સુત બેને, કર્યો ઉપદેશ તેહ તેને ।
એકાદશી નિશિ રહેતાં જામ, જપે મંત્ર જેમાં શ્રીકૃષ્ણ નામ ।।૨૭।। ત્યાં તો સૂર્ય તણું ઉદય થયું, ભાઇ સાંભળતાં નાથે કહ્યું । હે તાત જે અભીષ્ટ તમારે, હોય તે કહો કરવું મારે ।।૨૮।। ત્યારે ધર્મ કહે સુણો હરિ, પૂર્ણકામ છઉં નિશ્ચે કરી ।
પણ શ્રીકૃષ્ણ ભક્તિની તૃપ્તિ, તેતો મારે મને નથી થાતી ।।૨૯।।
માટે દેહ પડ્યા સુધી ભક્તિ, કરવાને ઇચ્છું છું હું અતિ । થયું અશક્ત દેહ આ મારું, નથી થાતું તે પૂજન બારું ।।૩૦।।
માટે સાત દિવસમાં સુત, અર્થ સહિત સુણાવો ભાગવત ।
એવી સાંભળી તાતની વાણી, તેને મહારાજે બહુ વખાણી ।।૩૧।।
પછી મંડપ કર્યો સબુદ્ધ, તેડ્યો બ્રાહ્મણ વૈષ્ણવી શુદ્ધ ।
શ્રીમદ્ભાગવતનો ભણેલો, તેને તેડાવિયો ઘેર વહેલો ।।૩૨।। યથા વિધિએ પૂજ્યા શ્રીકૃષ્ણ, કથા પ્રારંભી દ્વાદશી દિન ।
તે’દિ થકી ધર્મે તે વિચારી, હરિમૂર્તિમાં વૃત્તિ ધારી ।।૩૩।। જેને સમીપ આવે જ મરવું, તેને ઘટીત છે એમ કરવું ।
કથા સાંભળી પામ્યા આનંદ, તેણે જ્વર પીડા પડી મંદ ।।૩૪।।
સુણે દિવસમાં કથા કાને, રહે રાત્રિમાં સમાધિ ધ્યાને । એમ થયા છો દિન તે વાર, થયું સાતમે દિને સવાર ।।૩૫।। તિથિ ચોથ્ય ને શુકરવારે, સુણિ કથા સંપૂરણ તારે ।
ભક્તચિંતામણી
કરી કથા તણી સમાપતિ, આપ્યાં બ્રાહ્મણને દાન અતિ ।।૩૬।। વસ્ત્ર ભૂષણ દક્ષિણા દીધિ, કરી પૂજા પછી રૂડી વિધિ ।
પછી બ્રાહ્મણ વળાવ્યો ઘેર, વળતા વિપ્ર જમ્યા રૂડી પેર ।।૩૭।। ત્યાંતો દિવસ ચડીયો પહોર, ધર્મ તને જ્વરે કર્યું જોર । ત્યારે ધર્મે સ્વજન તેડાવ્યાં, જોખનાદિક જમીને આવ્યા ।।૩૮।। બેઠા સમીપે આવી સ્વજન, ત્યાંતો દીઠું છે શિથિલ તન । વિચારીને સુતે વાત લીધી, તેડી વિપ્ર ક્રિયા સર્વે કીધી ।।૩૯।। ધર્મશાસ્ત્રે વિધિ કહ્યો જેહ, ઘટે તેમ કરાવિયો તેહ ।
વળી બ્રાહ્મણ તેડી હજારું, આપ્યું કાચું અન્ન ઘૃત સારું ।।૪૦।। આપી ધેનુ તણાં દાન વળી, પછી બેઠા ધર્મ પાસે મળી ।
ચાલ્યો એકદંડો શ્વાસ જાણી, નવરાવ્યા તીરથને પાણી ।।૪૧।।
ગઉછાણે લીંપી ભૂમિ સાર, તે ઉપર બેસાર્યા તે વાર ।
પછી પાસળે હતાં જે જન, કરવા લાગ્યાં શ્રીકૃષ્ણ ભજન ।।૪૨।। ધર્મ પોતે તો હરિને જોઇ, થયાં સ્થિર તેમાં દ્રગ દોઇ । અનન્ય ભાવ એવા ધર્મદેવ, તેણે તજ્યું તન તતખેવ ।।૪૩।। એમ શ્રીકૃષ્ણને પરતાપે, છુટ્યા ઋષિના શાપથી આપે ।
પછી ભક્તિ આદિ દઇ જેહ, સર્વે સંબંધી કહેવાય તેહ ।।૪૪।।
પુત્રરૂપ હરિની સેવાયે, રહ્યા હરિ સમીપે સદાયે ।
પછી નાથ બંધવને કાવી, ક્રિયા તાતની સર્વે કરાવી ।।૪૫।। ધર્મશાસ્ત્રમાં જે વિધિ કહ્યો, દાહાદિક તેમ પૂરો થયો ।
સર્વે સંબંધી ઘરનાં જન, શોકાતુર કરે છે રુદન ।।૪૬।। કર્યાં શ્રાદ્ધ તે તેરમા સુધી, જમાડ્યા બ્રાહ્મણ ભલી વિધિ ।
પછી શ્રવણી થઇ જાણી જન, લાવ્યા વસ્ત્ર ઘરેણાં ને ધન ।।૪૭।। આપી રામપ્રતાપને તેહ, ગયાં સૌ સૌને ઘેર એહ ।
રામપ્રતાપ ને ઇચ્છારામ, જપે મંત્ર રટે કૃષ્ણનામ ।।૪૮।। નિજભાઇમાં શ્રીકૃષ્ણભાવ, રાખે સદાય કરી ઉછાવ ।
હરિ પોતે અતિનિસપ્રેહ, જેને કોયશું નથી સનેહ ।।૪૯।।
ભક્તચિંતામણી
પોતે રહ્યાતા ઘેર જે વાતે, થઇ પુરી તજ્યું તન તાતે । વળતો કર્યો છે બીજો વિચાર, કરવા અનેક જીવ ઉદ્ધાર ।।૫૦।। કરી શ્રીહરિ એટલું કામ, ચાલ્યા ઘેર થકી ઘનશ્યામ ।
સંવત્ અઢાર ઓગણપચાસ, વર્તે વર્ષમાં આષાઢ માસ ।।૫૧।। શુદી દશમી શુકરવાર, તેદિ પ્રભુજી થયા તૈયાર ।
પ્રાતઃકાળે ચાલ્યા નાવા મિષે, ત્યાંથી શુદ્ધ ઉત્તરની દિશે ।।૫૨।। ઘરપરથી ઉતર્યું મન, વહાલું લાગે છે વસવું વન ।
એક કોપીન ને આચ્છાદન, તે વિના બીજું નથી વસન ।।૫૩।।
મૃગછાળા ને તુલસી માળ, ઉર્ધ્વપુંડ્ર ચિહ્ન છે વિશાળ ।
જટામુકુટ મંડિત માથે, લીધો પલાશનો દંડ હાથે ।।૫૪।।
ચારે શાસ્ત્રતણું જેહ સાર, તેનું પુસ્તક ખભા મોઝાર ।
મુંજી મેખળા કમંડળું કર, પાસે ભિક્ષાનું પાત્ર સુંદર ।।૫૫।। બાળમુકુંદ ને શાળગ્રામ, બાંધ્યો કંઠે બટવો તે શ્યામ । એવા થકા સરજૂને તીર, આવ્યા ઉતરવા નદી નીર ।।૫૬।। વળી જુવે છે વાણની વાટ, તર્ત નદી ઉતરવા માટ ।
બિયે મનુષ્ય આવતાં ભાળી, જાણે રખે જાય પાછા વાળી ।।૫૭।। એવે સમે આવ્યો છે અસુર, જાણ્યું મળીયો વૈરી જરૂર ।
તેણે ગડથલાવી ગળે ઝાલી, નાખી પુરમાં નિસર્યો ચાલી ।।૫૮।। જળ અગાધ અથાહ વહે, જે પડે તે જીવતો ન રહે ।
મોટા મઘર મત્સ્ય છે જેમાં, જળઘોડા કાત્રણિયો તેમાં ।।૫૯।। જળસાપ ને ક્રચલા કઇ, મઘરિયો રહી દોટું દઇ ।
જેમાં ઝુડ્યું જળોયું ચિતળ્યું, મેલે નહિ નાનું મોટું મળ્યું ।।૬૦।। એવા જળજંતુ દુઃખકારી, વહે નીર ભયંકર ભારી ।
ઉઠે લેર્યો ભમરિયો વળે, માંહિ લોઢ મોટા તે ઉછળે ।।૬૧।।
ચાલે પ્રચંડ વેગમાં પૂર, તેમાં નાખીને ચાલ્યો અસુર ।
દીઠા દૂરલગિ તો તણાણા, પછી દુષ્ટને નૈવ દેખાણા ।।૬૨।। ત્યારે પાપીએ એમ પ્રમાણ્યું, મુવો વૈરી નિશ્ચે મન જાણ્યું ।
ભક્તચિંતામણી
પછી દૈત્ય ગયો નિજધામ, કહે કરી આવ્યો મોટું કામ ।।૬૩।। વૈરી માર્યો કહી એવી વાત, ત્યારે અસુર થયા રળિયાત । હવે હરિ પડ્યા છે જે પૂરે, તેતો નિસર્યા જઇ દૂરે ।।૬૪।। ત્રણ પહોર રહ્યા જળમાંઇ, બાર ગાઉ નિસર્યા તણાઇ ।
પૂજા પુસ્તક પાસળે રહ્યું, બીજું સરવે તણાઇ ગયું ।।૬૫।। એમ નિસરિયા જ્યારે નાથ, ચાલ્યા એકલા નહિ બીજું સાથ ।
લીધી કાળા પર્વતની વાટ, સૌને વિસારીને વરણિરાટ ।।૬૬।।
પડી સાંજ ને આથમ્યો દિન, આવ્યું ઘોર વિકટ ત્યાં વન । રહ્યા રાત્ય તે વન મોઝાર, નથી મનમાં બીક લગાર ।।૬૭।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ધર્મદેહ ત્યાગને શ્રીહરિ ઘેરથી નિસર્યા એ નામે છવિસમું પ્રકરણમ્ ।।૨૬।।
પૂર્વછાયો- ત્યાર પછીની વારતા, સુણજ્યો સહુ રૂડી પેર । બરોબરનાં બાળકાં, આવ્યાં હરિને મળવા ઘેર ।।૧।। આવીને કહ્યું ભાઇને, ક્યાં ગયા હરિ મહારાજ ।
શોધું છું અમે સવારનાં, પણ મળ્યા નહિ એહ આજ ।।૨।। જેજે સ્થળે જાતાં અમે, તે તો શોધ્યાં સર્વે ઠામ ।
ક્યાંય ન મળ્યા નીલકંઠજી, ઘણું ગોત્યા અમે ઘનશ્યામ ।।૩।। ત્યારે ભાઇ ભોજાઇ સાંભળી, વળી પેટમાં પડી ફાળ ।
આથમ્યા લગી ન આવિયા, ક્યાં હશે હરિ દયાળ ।।૪।।
-ઃ રાગ વેરાડી :-
એ પછી પડી રાત્ય, ભ્રાત જોઇને રે । હૈયું ન રહ્યું હાથ, દીધું રોઇને રે ।૫। એ ભોજાઇ તન ભાન, ભુલ્યાં સાંભળી રે । પ્રેમે થઇ પરવશ, પડ્યાં ભોંયે ઢળી રે ।૬। એ પછી ઉઠી એમ, બોલ્યા વાણીયે રે । સ્વામી શોધી શહેર, એને ઘેર આણિયે રે ।૭। એ સસરે ભલામણ્ય, આપીતી એહની રે । સાંજ સુધી ખબર, ન લિધી તેહની રે ।૮। એ એવું જાણી દોય, દર્દે ડોલિયાં રે । ખાન પાન ખબર, સર્વે ભૂલિયાં રે ।૯। એ અનુજ ઇચ્છારામ, રુવે ઘરમાં રે । પડીયા બેઉ ભાઇ, શોકસાગરમાં રે ।૧૦।
ભક્તચિંતામણી
એ મારા ભાગ્યની વાત, કહીએ કેહને રે । બાળપણામાં માયે, મુક્યો દેહને રે ।૧૧। એ જાણું નીલકંઠ, લાડ લડાવશે રે । તે પણ ગયા ક્યાંય, કૈયેં આવશે રે ।૧૨। એ પછી જોવા કાજ, સર્વે ચાલિયાં રે । નયણેે વહે નીર, ન રહે ઝાલિયાં રે ।૧૩। એ જોયું સર્વે શહેર, બજારું શેરિયું રે । જોયાં ગલી ઘર, ફરીફરી હેરિયું રે ।૧૪। એ જોયાં ચૌટા ચોક, મંદિર માળિયાં રે । જોયાં મેડી મોલ, જરૂખા જાળીયાં રે ।૧૫। એમ અટારી અીવાસ, અગાશી ફળિયાં રે । ગોતતાં ગઇ રાત્ય, નાથ ન મળિયા રે ।૧૬
એ જોઇ સર્વે સીમ, વન વાડિયું રે । સર સરિતા તીર, પોકારું પાડિયું રે ।૧૭। એ વીર મારા લઇ પ્રાણ, કોને ક્યાં ગયા રે । દિધાં અમને દુઃખ,કેમ નાવી દયા રે ।૧૮। એ દશરથને દુઃખ, દીધું રઘુનાથજીરે । એમ કીધું તમે આજ, નીલકંઠ નાથજી રે ।૧૯। એ અમારા જાશે પ્રાણ, પછી આવશો રે । નિંદા કરશે લોક, નમેરા કહાવશો રે ।૨૦। એ એમ કલ્પે ભાઇ, વીર સાંભરે રે । નહિ એવા નીલકંઠ, વિસાર્યા વિસરે રે ।૨૧। એ દિયરને વિયોગે, દુઃખે જાય પડી રે । નોતિ કરવી નાથ, અમ પર આવડી રે ।૨૨। એ કેમ ધરૂં ધીર, મારા મનમાં રે । મૂર્તિ ચડી ચિત્ત, તપિયાં તનમાં રે ।૨૩। એ ભોજાઇ મનમાંઇ, ચિહ્ન ચિંતવિ રે । હૈયે ન રહી ધીર, દુઃખી બહુ હવી રે ।૨૪। એ અવલ ઉર્ધ્વરેખ, દોય પગમાં રે । પડતી હશે છાપ, તેની મારગમાં રે ।૨૫। એ પગ અંગુઠે રેખ, ઓપે આંગળી રે । માનું મણી લાલ, નખ આવલી રે ।૨૬। એ અંકિત લંકિત પાય, પેની પાતળિ રે । જ્યારે જોઇશ નાથ, ત્યારે લઇશ કળિ રે ।૨૭
એ જંઘા જાનું ઉરુ, ઉભય જોઇને રે, નાભિ નિરખી નેણ, નહિ પુછું કોઇને રે ।૨૮। એ પડે પેટે વળ, ત્રણ તેહને રે । ઉર તરુતમાલ, ભુલું કેમ એહને રે ।૨૯। એ ચિબુક મુખમાંય, દંત આવળી રે । ઓપે છે અપાર, જાણું અનારકળી રે ।૩૦। એ નાસા પાસે તિલ, અવલ ગાલ છે રે । એ બે એધાંણે નાથ, માથે વાળ છે રે ।૩૧। એ કોમળ સુંદર નેણ, છપાડ્યાં નહિ છપે રે । જેની ભ્રકુટિ જોઇ કાળ, મનમાંહિ કંપે । એ અવલ છે એક તિલ, ડાબા કાનમાં રે । સુંદર શોભે ભાલ, છે ભીનાવાનમાં રે ।૩૩। એ એવો મારો વીર, માં સંતાડજ્યો રે । મારો જીવનપ્રાણ, મને દેખાડજ્યો રે ।૩૪। એ નાવે બીજો કોઇ એની જોડ્યમાં રે । અણપૂછ્યે ઓળખાય, લાખો ક્રોડ્યમાં રે ।૩૫। એ યોગી યતિ કોઇ રખે ભોળવો રે । જાણી નાનો બાળ, એને નહિ ઓળવો રે ।૩૬। એ નરનારીમાંય, જેને જેને મળે રે । કહેજ્યો જાવો ઘેર, ઘરનાં કળકળે રે ।૩૭।
ભક્તચિંતામણી
એ ન મળ્યા નીલકંઠ, થયાં બહુ દુઃખી રે । પછી આવ્યાં ઘેર, વિલખી વિલખી રે।૩૮
એ કટિ ઉપર કર, લીયે લડથડિયાં રે । નયણે ચાલ્યાં નીર, દુઃખડાં પડિયાં રે ।૩૯। એ પછી પોત્યાં ઘેર, ગુણ ખટકે ખરા રે । રાંધ્યાં રહ્યાં અન્ન, નાવી નિંદરા રે ।૪૦। એ જંખે સર્વે જન, સંભારી શ્યામને રે । ગયા ઘનશ્યામ, ઘેલું કરી ગામને રે ।૪૧। એ ભાભી ભવનમાંય, જોઇ જણશું રે । હૈયે ન રહી ધીર, જોઇ ચિતડું ખશું રે ।૪૨। એ પડી રહી પાઘ, ન પહેરી ઝુલડી રે । ગયા નાગે પાય, ન પહેરી મોજડી રે ।૪૩। એ કાંટા ને કાંકર, વીર ખુંચશે રે । લાગશે જ્યારે ભૂખ, ત્યારે કોણ પુછશે રે ।૪૪। એ એમ કલ્પે ભાઇ, ભોજાઇ મનમાં રે । જાણું છું જીવન, ગયા છો વનમાં રે ।૪૫। એ વરુ વાનર વાઘ, વસે વનમાં રે । તેથી બિશો તાત, તમે મનમાં રે ।૪૬। એ વળી રીંછ ભીંછ, રોઝ ચિતરા રે । મહિષા ને માતંગ, વરાહ વન ખરા રે ।૪૭। એ ભૂત પ્રેત દૈત્ય, રાક્ષસ રાક્ષસી રે । વનમાં ભાવુ ભીલ, વસે હબશી રે ।૪૮। એ વિકટ હશે વન, સઘન ઝાડથી રે । પડતી હશે ઝર, મોટા પહાડથી રે ।૪૯। એ દેખી એવું વન, જન જાય ચળી રે । તમે બીશો બાપ, ઘેર આવો વળી રે ।૫૦। એ ભાઇ ને ભોજાઇ, એમ કળ કળે રે । વાલો પોત્યા વન, કોણ સાંભળે રે ।૫૧। એ કુટુંબ ને પરિવાર, હાર્યાં રોઇને રે । કેનો ન વ્યાપ્યો મોહ, મને નિરમોહિને રે ।૫૨
જાણું સગાં સેણ, નોતાં સ્વપ્ને રે । મેલી વિસારી વાત, વૈરાગ્ય ઉપને રે ।૫૩। એ લીધી વિકટ વાટ, વાલે વનની રે । નિષ્કુળાનંદને નાથ, ન સુણી સ્વજનની રે ।૫૪
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિવિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીજી મહારાજ ઘેરથી નિસર્યા ને
કેડયે વિલાપ કર્યો એ નામે સત્તાવિસમું પ્રકરણમ્ ।।૨૭।।
પૂર્વછાયો- વળી સુણો સહુ શુભમતિ, કહું ત્યાર પછીની વાત । બહુનામી મહારાજની, જે રહ્યા છે વનમાં રાત્ય ।।૧।। વેરણ રજની વહી ગઇ, થયું સુંદર સારું સવાર ।
ઉત્તર દિશને ઉપરે, થયા ચાલવા પોતે તૈયાર ।।૨।। હિમાલય જોવા હામ છે, ઝાઝું હેત છે જોવા ઝાડ ।
ઘણાક દહાડા ચાલતાં, આવ્યો પ્રથમ કાળો પહાડ ।।૩।।
પ્રૌઢ પહાડ ઝાડ અતિ, જ્યાં પશુનો નહિ પાર ।
ભક્તચિંતામણી
મનુષ્યજાતિ મળે નહિ, પોત્યા પોતે વન મોઝાર ।।૪।।
ચોપાઇ- જોઇ કાળા ગિરિની તળાટી, વન સઘન ને ઘણી ઘાટી । જિયાં ન પડે સૂર્ય પ્રકાશ, તિયાં કીધો પોતે જઇ વાસ ।।૫।। જિયાં પહાડ પ્રૌઢ પ્રચંડ, વૃક્ષ કરે છે વાતો બ્રહ્માંડ ।
તેનાં પુષ્પ પત્ર મૂળ કંદ, જેહ જમે તે પામે આનંદ ।।૬।। અતિ રસાળ કોમળ ફળ, વહે નદીએ નિર્મળ જળ ।
તિયાં પશુ ને પક્ષી અપાર, ફરે હમેશાં વન મોઝાર ।।૭।।
સિંહ વ્યાઘ્ર વરાહ મહિષુ, પાડે ગજ ગેંડા બહુ ચિશું ।
રિંછ ભીંછ સામસામાં હુકે, માંહિ કેશરી સિંહ તાડુકે ।।૮।।
સુરાગાયો ને રોઝડાં ઘણાં, ફરે ટોળાં સેમર શ્યાળતણાં । વરુ વાનર ને રૂરૂ રમે, કસ્તુરિયાં મૃગ કઇ ભમે ।।૯।।
મનુષ્ય માત્ર મળે નહિ જેમાં, ફરે પોતે એકાએક તેમાં । કઠણ ભૂમિ ને કાંકરા અતિ, કરે કોમળ ચરણે ત્યાં ગતિ ।।૧૦।। કાંટા ફ્રંગટામાં નિત્ય ફરે, ભૂત પ્રેત દૈત્યથી ન ડરે ।
આત્મદૃષ્ટિ ને ધીરજ અતિ, મોટી દૃશા કુશાગ્ર છે મતિ ।।૧૧।। દર્પરહિત બહુ દયાળ, ફરે વને ધર્મપ્રતિપાળ ।
ફળ ફુલ જે મળે તે જમે, નહિ તો જળપાને દિન નિગમે ।।૧૨।। કંદ મૂળ મળે કોઇ દિન, ધરી હરિને કરે ભોજન ।
નથી સોંણે સાંભળતું ઘર, વહાલું લાગે છે વન સુંદર ।।૧૩।। ભરતજીનું આખ્યાન છે મુખે, તેણે અસંગી રહે છે સુખે ।
એવા થકા જોતા જોતા વન, ચાલ્યા પુલહાશ્રમે જીવન ।।૧૪।। તપ કરવા છે ઇશક તને, ત્યાગ વૈરાગ્ય વહાલો છે મને ।
ચાલતાં ચાલતાં ભૂલ્યા વાટ, મેલી મારગ ચાલ્યા ઉવાટ ।।૧૫।। દિશ બાંધિને ચાલ્યા દયાળ, મૂકી નિજ શરીર સંભાળ ।
ત્રણ દિવસ વહી ગયા ત્યાંઇ, જળ ફળ મળ્યું નહિ કાંઇ ।।૧૬।।
ચોથે દિવસે ચેત ન રહ્યું, પૃથિવીએ પિંડ પડી ગયું । રહી મૂરછા ઘડી બે વાર, પછી ઉઠિયા પ્રાણ આધાર ।।૧૭।।
ભક્તચિંતામણી
જોયું પછી ચારેકોરે જ્યારે, દિઠી નદી દૂર થકી ત્યારે ।
પછી ધીરે ધીરે ગયા ત્યાંય, જઇ પોતે નાયા નીરમાંય ।।૧૮।।
પૂજા કરીને પીધું છે નીર, પ્યાસ ગઇ થઇ પછી ધીર ।
વળતો ત્યાં એક દીઠો વડ, પોતે બેઠા જઇ તેને થડ ।।૧૯।। ત્યાંતો અસ્ત પામિયો છે દિન, ત્યારે કર્યું ત્યાં સંધ્યા વંદન । કર્યો નારાયણવર્મ જાપ, પછી સમર્યા હનુમાન આપ ।।૨૦।। તારે બટુવેષે બળવંત, આવી બેઠા વડે હનુમંત ।
તેહ નિશિ જન્માષ્ટમીતણી, રાત્ય આગલી અંધારી ઘણી ।।૨૧।। દિસે વન ભૂંડું ભયંકાર, પાસે વાઘ કરે છે હુંકાર ।
પાડે કપિ ચિશું તિયાં કાળી, નાચે વૈતાળ ને ત્યાં વૈતાળી ।।૨૨।। થઇ રહ્યો વને હોહોકાર, બોલે ટિડડાં તમરાં તાર ।
ગાજે મેઘ ને નદી ઘુઘવે, માથે વિજળી વેરણ્ય ખવે ।।૨૩।। ભૂત પ્રેત દનુજ ને દૈત્ય, યક્ષ રાક્ષસ રાક્ષસી સહિત ।
ફરે પાપી એવા આસપાસે, તે દેખાય દામિની ઉજાસે ।।૨૪।। તેથી હરિ બીતા નથી મને, અચળ છે કૃષ્ણને ભજને ।
ત્યાંતો આવિયો એક ભૈરવ, ભૂત પિશાચ સાથે છે સર્વ ।।૨૫।। ડાકણી શાકણી પિશાચણી, ભેળી ભૈરવી લાવ્યો છે ઘણી ।
રક્તલોચન હાથે ત્રિશુળ, ભૂંડું રૂપ છે પાપનું મૂળ ।।૨૬।। અતિ ઉંચો કાળો જાણું કાળ, ફાટે મોઢે મોટો વિકરાળ । તિખી ડાઢે ચાવી પશુ પંખી, આવ્યો મનુષ્યનું માંસ ભરખી ।।૨૭।। ભેળી દિવી હજારો હજાર, આવ્યો વડ નિકટ નિરધાર ।
આવી ખર સમ શબ્દ કર્યો, આખા અંગમાં રુધિરે ભર્યો ।।૨૮।। ભેળી ભૂતની સેના છે બહુ, પશુ પંખી મારી લાવ્યાં સહુ । એહ વડમાં છે એનો વાસ, તિયાં જે આવે તે પામે નાશ ।।૨૯।।
પોતે ગયો’તો કરવા આહાર, આવી કર્યો શબ્દ ભયંકાર । તેણે ભાગી ગયાં વનજંત, સુણી સામા થયા હનુમંત ।।૩૦।। કર્યો કપિતણો કિલકાર, સુણી ભાગિયાં ભૂત અપાર ।
ભક્તચિંતામણી
દશે દિશે શબ્દ રહ્યો છાઇ, જાગ્યા હરિ બીના નહિ કાંઇ ।।૩૧।। ત્યારે ભૈરવ કોપિયો બહુ, કહે આવો ભૂત પ્રેતો સહુ । આને ખાઇ જાઓ તતકાળ, કરો બટુ ને બાળનો કાળ ।।૩૨।। પિયો લોહી રાક્ષસી આ બેનું, ખાઓ રાક્ષસો માંસ જ એનું ।
મારી ત્રિશુળ ને કરો નાશ, એમ કહીને આવ્યો પ્રભુ પાસ ।।૩૩।। ભૂત પ્રેતને આગન્યા આપી, મારી વાનરને ખાઓ કાપી ।
ત્યારે ગર્જના કરી મહાવીરે, થયા પર્વતસમ શરીરે ।।૩૪।।
પુચ્છે બાંધીને પાસળે લીધા, બહુ પગતણા પ્રહાર કીધા ।
તેણે પાપી પામ્યા દુઃખ અતિ, મૃત્યુભયથી ભાગ્યા કુમતિ ।।૩૫।।
પછી ભૈરવ ભૂતપતિ જાણી, મેલી માથામાં મુષ્ટિકા તાણી ।
તેણે ધડમાં ગરદન ગર્યું, મુખ નાસામાં લોહી નિસર્યું ।।૩૬।।
પડ્યો પૃથ્વીએ ચિતોપાટ, જેમ પડે પહાડ કડેડાટ ।
પછી ભૈરવે વિચાર્યું એહ, ફરી મારશે નહિ રહે દેહ ।।૩૭।। હવે જેમ તેમ કરી ભાગું, એવું પાપીને વસમું લાગું ।
એમ કપિ ભૈરવની લડાઇ, બેઠે જોયું બોલ્યા નહિ કાંઇ ।।૩૮।। આપ ઐશ્વર્ય સંતાડી શ્યામ, કરાવ્યું પરબારું એ કામ ।
એમ કરતાં રાત્ય વહી ગઇ, જામની પહોર પાછલી રઇ ।।૩૯।।
પછી અરુણોદય વેળા થઇ, નાયા પ્રભુજી નદીમાં જઇ ।
કરી સંધ્યા ને આસને બેઠા, લાવ્યા હનુમાન ફળ મીઠાં ।।૪૦।। જમ્યા ચોથે દિવસે જીવન, કહ્યું હનુમાન ધન્ય ધન્ય ।
તમે બહુ કરી રખવાળ, નહીં તો આજ આવ્યો તો કાળ ।।૪૧।। હવે જ્યારે સંભારું તમને, ત્યારે સહાય કરજ્યો અમને ।
ત્યારે હસી બોલ્યા હનુમાન, ધન્ય સમર્થ શ્રીભગવાન ।।૪૨।। તમે કાળતણા મહાકાળ, તેની હું શું કરું રખવાળ ।
પણ સંભારજ્યો સ્વામી તમે, થાશે સહાય તે કરશું અમે ।।૪૩।। એમ કહી ગયા હનુમાન, ચાલ્યા ઉત્તરમાં ભગવાન ।
પછી જિયાંજિયાં રાત્ય રહે, થઇ નિઃશંક નિર્ભય રહે ।।૪૪।।
ભક્તચિંતામણી
ફળ ફુલ અન્ન પાન જેહ, અણઇચ્છ્યે મળે જમે તેહ ।
એમ કરતાં કેટલાક દિન, કર્યો કાળો પહાડ ઉલંઘન ।।૪૫।। આવ્યો આગળ શ્વેતશિખરિ, તેને જોતાં જોતાં ચાલ્યા હરિ । તે તો અડ્યો છે આકાશે જઇ, રૂપા જેવો જન જિયાં નહિ ।।૪૬।।
સપ્ત ધાતુની ખાણો છે જેમાં, મોટી મોટી ગુફાઓ છે તેમાં । દેવ તપસ્વિને રહેવા જેવો, દીઠો પર્વત સુંદર એવો ।।૪૭।। જોઇ એ અચળની તળાટી, ઘણાં ઝાડ ઝાડી જિયાં ઘાટી ।
રવિ શશિ પ્રકાશ ન પડે, વાટ ઘાટ જિયાં નવ જડે ।।૪૮।।
પૂર્વ પશ્ચિમ દિશ ન દિસે, વન સઘન વેલી અતિશે ।
એવા વિકટ વન મોઝાર, તેમાં ભૂલા પડ્યા બ્રહ્મચાર ।।૪૯।। જેને દિશ વિના નથી વાટ, ચાલ્યા ઉત્તરમાં વર્ણિરાટ ।
ત્યાંતો ગંગા આવી સુખધામ, પીધું જળ ત્યાં કર્યો વિશ્રામ ।।૫૦।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીહરિ વનવિચરણ નામે અઠ્ઠાવિશમું
પ્રકરણમ્ ।।૨૮।।
પૂર્વછાયો- ત્યાર પછીની જે વાર્તા, તમે સાંભળો સહુ સુજાણ । ત્યાગ વૈરાગ્ય જે નાથનો, તેનાં શિયાં કરું હું વખાણ ।।૧।। ભૂલ્યે પણ નિજ દેહને, માને નહિ કોઇ દિન ।
ઇશ્વર ઇચ્છાએ તન રહ્યું, પણ પોતે ન કર્યું જતન ।।૨।।
પછી પ્રભુજી બેઠા હતા, ગેહેરી ગંગાને તીર ।
ત્યાંથી ઉઠી ઉતરિયા, જે હતું અથાહ નીર ।।૩।। ઉત્તર દિશમાં ચાલવા, અતિ અંતરમાં છે આનંદ ।
ઝર નગને નિઝરણે, ચાલ્યા ઘનશ્યામ સુખકંદ ।।૪।।
ચોપાઇ- ચાલ્યા ઉત્તર દિશે દયાળ, નિધડક થઇ તતકાળ ।
મોટા મોટા પર્વત બે પાસે, જાણું અદ્રિ અડ્યા છે આકાશે ।।૫।।
સામસામી ઝુકી છે શિખર્યો, બહુ બિયામણી ઘણી ઝર્યો ।
ચાલે નિઝરણે નીર ઘણાં, થાય ઘોષ અખંડ તે તણા ।।૬।।
ભક્તચિંતામણી
જેમ પરસ્પર ઝુક્યા પહાડ, તેમ ઝકુંબી રહ્યાં છે ઝાડ ।
નમી રહ્યું કરાડ્યું કરાળ, તેમાં ચાલ્યા જાય છે દયાળ ।।૭।।
સામી નદીયે ચાલ્યા છે શ્યામ, જે કોઇ સર્વેના આત્મારામ । ત્યાં તો આડો આવ્યો છે અચળ, આવે તેની ગુફામાંથી જળ ।।૮।। વહે વેગમાં ધારા પ્રચંડ, થાય ઘોષ તેહનો અખંડ ।
ત્રણ્યે કોરે જાવા નહિ જાગ્ય, વળે કેમ જેને છે વૈરાગ્ય ।।૯।।
પછી બેઠા તિયાં ઘનશ્યામ, દિન અસ્ત પામ્યો એહ ઠામ ।
વળતું જોયું પૂર્વે વિલોકી, દીઠો પુરુષ ત્યાં એક અલોકી ।।૧૦।। તેણે વણપૂછે કહી વાત, કિયાં જાવું છે હે જગતાત ।
પછી હરિ બોલિયા છે ત્યાંઇ, મારે જાવું છે ઉત્તરમાંઇ ।।૧૧।।
પણ તમે કોણ છો દયાળ, આવ્યા આણે સમે તતકાળ ।
ત્યારે તે કહે સુણો ભગવાન, હિમાચળ હું મૂરતિમાન ।।૧૨।। એમ કહીને બતાવી વાટ, ગરો ગુફામાં વરણીરાટ ।
એમાં ચાલતાં આવશે મગ, એમ કહીને ન દેખાણો નગ ।।૧૩।।
પછી ચાલ્યા એમાં અવિનાશ, જેને નથી દેહનો અધ્યાસ ।
પેઠા ઘોર અંધારી ગુફામાં, આવતી જળધારાને સામા ।।૧૪।।
ચાલતાં ચાલતાં વિત્યો પહોર, બીજાનું કેમ હૈયું રહે ઠોર ।
માંહિ મોટા મોટા મણિધર, ક્રુમ ક્રચલા કરી રહ્યા ઘર ।।૧૫।।
મીન મઘર્યોે દાદુર જેમાં, નિઃશંક મને ચાલ્યા જાય તેમાં ।
પછી પામિયા એહનો પાર, નિસર્યા ઘોર ગુફાને બાર ।।૧૬।। ત્યાં તો આવ્યો છે એક ધ્રોહ, ઉંડો અથાહ જંતુસમોહ । વિત્યા ત્રણ દિવસ જો ત્યાંઇ, ફળ ફુલ મળ્યું નહિ કાંઇ ।।૧૭।। ભૂખ્યા પડી રહ્યા તિયાં રાત્ય, શું કહું એ ધીરજની વાત ।
સુતા નિઃશંક થઇ ગઇ રેણ, જાગ્યા પ્રભાતે કમળનેણ ।।૧૮।।
નાહી સંધ્યા કરી તેહવાર, મળ્યાં ફળ ફુલ કર્યો આહાર ।
પછી ચાલ્યા ત્યાંથી થોડું ઘણું, મળ્યું એંધાણ મારગતણું ।।૧૯।। ત્યારે ચાલ્યા એ મારગ લઇ, તિયાં દિન વીતી ગયા કઇ ।
ભક્તચિંતામણી
પછી પુલહ બ્રહ્માના સુતન, આવ્યું આશ્રમ તેનું પાવન ।।૨૦।। અતિ ચમત્કારી છે એહ, થાય સુખી સેવે જન જેહ।
તપ ફળ મળે તિયાં તરત, જીયાં તપ કર્યું આગે ભરત ।।૨૧।।
મુમુક્ષુને છે સેવવા જેવું, જ્યાં શ્રીકૃષ્ણને છે નિત્ય રહેવું ।
ચક્ર નદી જીયાં ચારે કોર, નાયા છે તેમાં ધર્મકિશોર ।।૨૨।। કરી ક્રિયા ત્યાં પાઠ પૂજન, કર્યું મુક્તનાથનું દર્શન ।
પછી ભરતે કર્યું તપ જીયાં, પોતે પણ બેઠા જઇ તિયાં ।।૨૩।। તેની પેઠ્યે આદર્યું છે તપ, તેના જેવો કરે નિત્ય જપ ।
જાણ્યું પામ્યા ભરત મૃગદેહ , માટે પોતે રહેછે નિસ્પ્રેહ ।।૨૪।। એમ સંગ તજ્યો જ્યારે બાર, પછી અંતરે કર્યો વિચાર ।
પુરંજનની કથા સંભારી, મુક્યો બુદ્ધિનો સંગ વિસારી ।।૨૫।। શુદ્ધ સ્વરૂપ આત્મા કહેવાય, પોતાતણું માન્યું છે તેમાંય ।
પછી ઉર્ધ્વ બાહુ કરી આપ, કરે ગાયત્રીનો નિત્ય જાપ ।।૨૬।। ધર્યું સૂર્યનારાયણનું ધ્યાન, ગંડકીમાં કરી નિત્ય સ્નાન ।
મુક્તનાથ સેવા મન ગમે, ફળ ફુલ જે મળે તે જમે ।।૨૭।। તેને જોઇ તપી ત્યાં રહેનાર, વિસ્મય પામે મન મોઝાર ।
કહે આતો પ્રહ્લાદ છે આપે, કાંતો ધ્રુને મુક્યા ફરી બાપે ।।૨૮।। કાંતો સ્વામી કાર્તિક કહીએ, કાંતો સનતકુમાર લહીએ ।
કાંતો સનકાદિક સુજાણ, કાંતો દત્તાત્રેય પરમાણ ।।૨૯।। ઋભુ કાંતો નારાયણ ઋષિ, તેહ વિના નહી આ તપસી ।
જોને કઠણ કરે તપ તને, તોય પડતા નથી મોળા મને ।।૩૦।। જુવો સુખ શોભા મુનિ ઇન્દ્ર, જાણું પૂરણમાસીનો ચંદ્ર ।
આવા બ્રહ્મસૃષ્ટિમાં ન ભાળ્યા, તેતો આજ નજરે નિહાળ્યા ।।૩૧।।
મોટું તપ મનુષ્યે ન થાય, તે આદર્યું છે અતિ ઉછાય ।
એને આગળ તપ આપણું, થયું ખેલવણું બાળતણું ।।૩૨।। દિસે બાળ પણ મોટા બહુ, જોઇ વિસ્મય પામ્યા છીએ સહુ ।
એમ માંહોમાંહિ કહે મુનિ, જોઇ તપશા તેહ પ્રભુની ।।૩૩।।
ભક્તચિંતામણી
એવું તપ જોઇ બીજા જન, પ્રભુ દુઃખે દુઃખાણા છે મન ।
ભક્તિ ધર્મ દિવ્ય દેહ ધરી, રહે છે પાસે દોય હેતે કરી ।।૩૪।। અતિ કૃશ ઉભા એક પગે, નથી દેખી શકતા તે દ્રગે ।
જાણ્યું લડથડી પડશે નાથ, ખમાંખમાં કહિ દિયે હાથ ।।૩૫।। અતિ હેત છે હરિને માથે, તેણે દંપતી રહે છે સાથે ।
દેહ દુર્બળ દેખ્યું ન જાય, રતિ રુધિર નહિ તન માંય ।।૩૬।। અંગોઅંગની જે સર્વે નાડી, તેતો થઇ રહી છે ઉઘાડી ।
દિસે અસ્થિ આમિષ ન દિસે, ત્વચા ચોટી રહિ છે તે વિષે ।।૩૭।। દેહ જોતાં દેહ નવ રહે, એમ જન જોઇ સહુ કહે ।
એવે શરીરે આદર્યું તપ, કરે છે મુખે ગાયત્રીજપ ।।૩૮।। તેમાં ધરે છે સૂર્યનું ધ્યાન, ભાવે કરી પોતે ભગવાન ।
કરે છે એવું તપ હમેશ, દેવા તપસ્વીને ઉપદેશ ।।૩૯।। એમ તપ કર્યું માસ ચાર, સહિ મેઘ તણી ઘણી ધાર ।
કરી તેમાં ઉપાસના ઘણી, તેતો સૂર્યનારાયણ તણી ।।૪૦।। એમ કરતાં એકાદશી જેહ, આવી પ્રબોધિની નામે તેહ ।
ત્યારે અતિ આનંદ વધારી, કર્યું જાગરણ જામિની સારી ।।૪૧।। ત્યારે સૂર્યનારાયણે ત્યાંય, દીધું દર્શન એ નિશિમાંય ।
અતિ સુંદર તન સ્વરૂપ, અંગો અંગે શોભે છે અનુપ ।।૪૨।। દોય કર કમળ છે હાથે, નંગજડીત મુગટ માથે ।
કનક કડાં છે કરમાં કાજુ, દોય ભુજાએ બાંધ્યા છે બાજુ ।।૪૩।। કાને કુંડળ શોભે છે સાર, તેજ તેજ તેજના અંબાર ।
હાસ્ય સહિત શોભે વદન, તેમાં કરુણાએ ભર્યાં લોચન ।।૪૪।। એવાં સૂર્યે દીધાં દરશન, અતિ આપે થઇને પ્રસન્ન ।
તેને દેખી ઉઠ્યા હરિ તરત, કર્યા ભક્તિએ શું દંડવત ।।૪૫।। થયા ગદ્ ગદ્ કંઠે વર્ણી, પ્રેમે ભૂલ્યા શુદ્ધ તનતણી ।
આંખ્યે આંસુ રોમાંચિત તન, જોડી હાથ કરે છે સ્તવન ।।૪૬।। તમે તેજ પુંજ મારતંડ, નિજતેજે પ્રકાશો બ્રહ્માંડ ।
ભક્તચિંતામણી
ધરી કશ્યપ ઘેર અવતાર, એવા તમે તેને નમસ્કાર ।।૪૭।। તમારે ઉગવે કરી દયાળુ, થાય સર્વે જગત સુખાળુ ।
તેમાં પાપી પીડાય અપાર, એવા તમે તેને નમસ્કાર ।।૪૮।। તમારે ઉગવે કરી કહું, કરે કાળની ગણના સહુ ।
નિકર નોય કાંઇ નિરધાર, એવા તમે તેને નમસ્કાર ।।૪૯।। તમારે ઉગવે કરી આપ, સર્વે પ્રાણીના બાંધ્યા છે માપ ।
દેવ દાનવ ને નરનાર, એવા તમે તેને નમસ્કાર ।।૫૦।। તમે પ્રભુ પ્રગટ છો દેવ, સહુ જન જાણે છે એ ભેવ ।
નથી છાનો પ્રતાપ લગાર, એવા તમે તેને નમસ્કાર ।।૫૧।। એવી સ્તુતિ કરી જોડી કર, ત્યારે ભાવે બોલ્યા ભાસ્કર ।
માગો હરિ મુપાસેથી આજ, ત્યારે હરિ કહે માગું મહારાજ ।।૫૨।। કામ ક્રોધ દંભ લોભ મોહ, ઇંદ્રિ ગુણ આદિ જે સમોહ ।
તેથી રક્ષા કરજ્યો અમારી, જેણે રહીએ નૈષ્ઠિક બ્રહ્મચારી ।।૫૩।। વળી જ્યારે જ્યારે હું સંભારૂં, ત્યારે દર્શન થાય તમારૂં । એજ વર માગું છું તમથી, માયિક સુખ માગતો નથી ।।૫૪।। ત્યારે સૂર્ય કહે સુખદાઇ, તમવડે મારી છે મોટાઇ ।
આવો તેજ પ્રતાપ છે મારો, તેતો સર્વે જાણો છે તમારો ।।૫૫।।
નથી સમર્થ તમથી અમે, પણ થાશે જે માગ્યું છે તમે ।
એમ હરિને આપી વરદાન, પોતે થયા પછી અંતર્ધાન ।।૫૬।।
પછી તપ સમાપતિ કરી, એહ ક્ષેત્ર વખાણે છે હરિ ।
રહ્યા તિયાં દ્વાદશીનો દન, પછી કર્યું છે ચાલવા મન ।।૫૭।। એમ ચરિત્ર કરે બહુનામી, જે કોઇ સર્વે ધામના ધામી ।
જેની આગન્યામાં અજ ઇશ, વિષ્ણુ વિબુધ શારદા શેષ ।।૫૮।। જેની આગન્યામાં માયા કાળ, સર્વે લોક વળી લોકપાળ ।
જેની આગન્યામાં વાયુ વ્યોમ, વળી કહીએ તેજ તોય ભોમ ।।૫૯।। એહ સર્વેના નિયંતા સ્વામી, કરે એમ ચરિત્ર બહુનામી ।
નરતન ધર્યું છે તે માટ, એમ વરતે છે વર્ણિરાટ ।।૬૦।।
ભક્તચિંતામણી
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે હરિતપશ્ચર્યા વર્ણન નામે
ઓગણત્રિશમું પ્રકરણમ્ ।।૨૯।।
પૂર્વછાયો- ત્યાર પછી કૃષ્ણ દેવની, કહું કથા અતિ રસાળ ।
ચંચળ થયા ચાલવા, ઉત્તર દિશામાં દયાળ ।।૧।।
નામી મસ્તક મુક્તનાથને, પછી નામ્યું મુક્તને શિશ ।
પ્રભાતે ઉઠી પધારિયા, એહ આશ્રમથી જગદીશ ।।૨।।
નગ નદીયો તળાવ તિયાં, તરી ઉતર્યા તે પાર ।
મહા અરણ્ય જ્યાં મનુષ્ય નહિ, ચોંપે ચાલ્યા તેહ મોઝાર ।।૩।। હિમાચળ ભણી ચાલીયા, જોયાં તેની તળાટીનાં વન ।
ઝાડ પહાડ જોઇ પૃથિવી, જોયાં વિવિધે વૃક્ષ સઘન ।।૪।।
ચોપાઇ- ઝાડ પહાડ ઉંચા છે અપાર રે, જાણ્યું અડ્યા આકાશ મોઝાર રે ।
સામસામી શાખા સંકલાણી રે, એક બીજામાં ઘણી ઘુંચાણી રે ।।૫।। વળી વિધ્યે વિધ્યે વેલી જેહ રે, એક બીજામાં ઉરઝી તેહ રે । વન વેલી ઘુંચાણી છે ઘાટી રે, જેને જોઇ છાતિ જાય ફાટી રે ।।૬।। એવું ઘાટું વન છે વિષમ રે, જેમાં ન પડે રાત્યદિની ગમ રે ।
ન દિસે ઉગી આથમે દન રે, એવું ઝાડે છે વન સઘન રે ।।૭।। તિયાં ફળ ફુલ ફુલ્યાં કઇ રે, કંદ મૂળતણો પાર નઇ રે । વળી સર સરિતા અપાર રે, અતિ અમળ જળ તે મોઝાર રે ।।૮।। વળી ગેહેરી ગુફા ત્યાં ઘણી રે, જાણું બહુ રહ્યાં મંદિર બણી રે । વળી પશુ ને પક્ષી ત્યાં ઘણાં રે, ફરે ટોળાં બોળાં તેહતણાં રે ।।૯।।
સિંહ શાર્દૂલ કાવે કેસરી રે, કપિ કુરંગ ને કઇ કરી રે ।
ગેંડા રોઝ ને મહિષા ઘણા રે, વ્યાઘ્ર વારાહ બહુ બિહામણા રે ।।૧૦।।
સુરાગાયો ને સેમર શ્યાળ રે, શશા નોળ બોળા તિયાં વ્યાળ રે । જ્યારે બોલે પરસ્પર એહ રે, થાય શબ્દ ભયંકર તેહ રે ।।૧૧।।
મનુષ્ય જાતિએ ત્યાં ન જવાય રે, જો જાય તો પાછું ન અવાય રે । એવા વનમાં એકાએક ફરે રે, અતિ ધીર કોઇથી ન ડરે રે ।।૧૨।।
ભક્તચિંતામણી
ભૂત પ્રેત દનુજ ને દૈત્ય રે, એવા મળે વનમાંહિ નિત્ય રે । યક્ષ રાક્ષસ રાક્ષસી જેહ રે, ભૈરવ ભૈરવી વૈતાલી તેહ રે ।।૧૩।। એવા અહોનિશ વનમાં રમે રે, તિયાં હરિ એકાએક ભમે રે । જાતાં જાતાં પડે રાત્ય જીયાં રે, સુવે નિર્ભય થઇને તિયાં રે ।।૧૪।। એમ જોતાં તે વન સમગ્ર રે, આવ્યું એક ત્યાં બુટોલ નગ્ર રે । તેનો રાજા મહાદત્ત નામ રે, સર્વે પર્વતિ રાજાનો શ્યામ રે ।।૧૫।। તેણે દીઠા ત્યાગી ઘનશ્યામ રે, અતિ હેતે રાખ્યા નિજધામ રે । કરે અતિ પ્રીત્યે નિત્ય સેવ રે, જાણે આ છે મોટા કોઇ દેવ રે ।।૧૬।।
નૃપભગિની નામ મયાજી રે, દેખી હરિ થયા બહુ રાજી રે ।
કહે આતો મોટા કોઇ અતિ રે, નોય મનુષ્યની આવી ગતી રે ।।૧૭।। જોઇ હરિનાં મોટાં આચરણ રે, સેવે કલ્યાણ સારુ તે ચરણ રે ।
પછી નાથે દયા કરી તેને રે, આપ્યું નિજ જ્ઞાન એહ બેને રે ।।૧૮।। જન્મ મરણતણું જાળ કાપ્યું રે, સુખ અંતરે અખંડ આપ્યું રે । રહ્યા તિયાં થોડા ઘણા દિન રે, પછી ત્યાંથી ચાલ્યા છે જીવન રે ।।૧૯।। તપ કરવા ઇશક છે અતિ રે, બીજી વાત તે નથી ગમતિ રે ।
શહેર પુર નગ્ર ઘોષ ગામ રે, નથી ગમતું રહેવાને એ ઠામ રે ।।૨૦।।
મેડી મહોલ હવેલી આવાસ રે, તેમાં રહેતાં રહે છે ઉદાસ રે ।
માટે વેગે ચાલ્યા ત્યાંથી વને રે, તૈયે રાજી થયા બહુ મને રે ।।૨૧।।
મુક્તનાથથી આવ્યા એ અરણ્ય રે, તેને વીતી ગયા કાળ ત્રણ્ય રે ।
ચાલ્યા ગહન વનને માંઇ રે, ખાવા ફળ ફુલ નિત્ય ત્યાંઇ રે ।।૨૨।। તે પણ મળે કે ન મળે ટાણે રે, તોય મન અધીર ન આણે રે । એવા થકા વિચરે છે વને રે, અતિ ત્યાગ વૈરાગ્ય છે તને રે ।।૨૩।। જાતાં ઉત્તર દિશને માંઇ રે, આવ્યો વડ રૂડો એક ત્યાંઇ રે । ત્યાંથી નદી તળાવ નિકટ રે, અતિ ઉંચો વિસ્તારે છે વટ રે ।।૨૪।। તેને આસપાસે ગજ ફરે રે, બીજા શબ્દ ભયંકર કરે રે ।
ત્યાંથી ઉગમણું એક તાલ રે, વહે ઉત્તરમાં જળમાલ રે ।।૨૫।।
નડ થુંબડે વિટ્યો છે વડ રે, બેઠા દીઠા યોગી તેને થડ રે ।
ભક્તચિંતામણી
મૃગાજિન પર બેઠા આપ રે, માથે જટા મોટી છે નિષ્પાપ રે ।।૨૬।। આચ્છાદને ઢાંકેલ કૌપીન રે, નથી તે પણ વસ્ત્ર નવીન રે । તેહ વિના નથી બીજું પાસ રે, માયિક સુખથી છે ઉદાસ રે ।।૨૭।। શાળગ્રામની સેવા કીધી છે રે, ગીતા પાઠ કરવા લીધી છે રે । એવા ગોપાળયોગી ઉદાર રે, તેને નાથે કર્યો નમસ્કાર રે ।।૨૮।। ત્યારે ઉભા થઇ યોગીરાય રે, મળ્યા હેત આણિ ઉરમાંય રે । જેમ વહાલાં વેગળેથી આવે રે, તેને મળે જેમ અતિ ભાવે રે ।।૨૯।। એમ પામ્યા છે અતિ આનંદ રે, પછી મળી બેઠા મુનિ ઇંદ રે । કહ્યું એક બીજાનું વૃતાંત રે, ત્યારે વાધિયું હેત અત્યંત રે ।।૩૦।। કહે આપણે રહેશું બે મળી રે, બોલ્યા પ્રભુજી એવું સાંભળી રે । કહ્યું તમે ગુરુ ને હું શિષ્ય રે, આપો રૂડો મને ઉપદેશ રે ।।૩૧।। રહ્યા ગોપાળયોગીને પાસ રે, કર્યો યોગશાસ્ત્રનો અભ્યાસ રે । કાવે જે કોઇ અષ્ટાંગ યોગ રે, શિખ્યા જેથી મટે ભવરોગ રે ।।૩૨।।
મોટી બુદ્ધિવાળા ઘનશ્યામ રે, શિખ્યા યોગ અંગ કહું નામ રે । યમ નિયમ આસન જેહ રે, પ્રાણાયામ પ્રત્યાહાર તેહ રે ।।૩૩।। ધારણા વળી ધ્યાન જે કહીએ રે, અષ્ટમું અંગ સમાધિ લઇએ રે । તેમાં જુજવા ભેદ છે બહુ રે, શિખ્યા થોડે દિને હરિ સહુ રે ।।૩૪।। એકવાર સાંભળે છે જેહ રે, શિખી કરી દેખાડે છે તેહ રે । વળી શિખ્યા છે પ્રથમ પેલે રે, તે પણ કરી દેખાડે છે છેલે રે ।।૩૫।। બસ્તિ બે પ્રકારની લહીએ રે, નેતિ કુંજરક્રિયા તે કહીએ રે ।
નોળિ શંખપ્રક્ષાલન નામ રે, મોર્યે શિખ્યા છે એ ઘનશ્યામ રે ।।૩૬।। તેતો સર્વે દેખાડે છે કરી રે, ગુરુ ગોપાળયોગીને હરિ રે । જોઇ ગુરુ કરે છે વિચાર રે, નોય મનુષ્ય આ નિરધાર રે ।।૩૭।। આતો કૃષ્ણ છે ગોલોકપતિ રે, આવ્યા છે પોતે ધરી મૂરતિ રે । આવો હું જે અતિ નિસ્પૃહ રે, તેને ન થાય બીજે સનેહ રે ।।૩૮।।
માટે જાણું છું જરૂર કૃષ્ણ રે, એવે ભાવે કરે નિત્ય દ્રષ્ણ રે । એમ પરસ્પર ગુરુપણું રે, રાખે એક બીજામાંઇ ઘણું રે ।।૩૯।।
ભક્તચિંતામણી
કંદ મૂળ ફળ ફુલ વળી રે, જમે આનંદે એકઠા મળી રે ।
એમ વિત્યુું એ સ્થાનકે વર્ષ રે, કરી ઉગ્ર તપ થયા કૃષ રે ।।૪૦।। શીત ઉષ્ણ ને મેઘની ધાર રે, સહ્યું સર્વે શરીર મોઝાર રે । એમ તપ કરે વનમાંય રે, અતિ ધીરજ્ય પર્વતપ્રાય રે ।।૪૧।। એવા યોગી મોટા જે દયાળ રે, જોઇ પાસે વસ્યા પશુપાળ રે । રહ્યા ગાયો તણા ઘોષ કરી રે, ત્યાં તો કેડ્યે પડિયા કેસરી રે ।।૪૨।। નિત્ય કરે તે ગાયોની ઘાત રે, તેની કહી યોગી આગે વાત રે । કહે ગોવાળ અમે અનાથ રે, અમારે છે એ ગાયો મિરાંથ રે ।।૪૩।। તેને વાઘ કરશે જો નાશ રે, ત્યારે અમારે સઇ ગુંજાશ રે । એવી સાંભળી દીનતા વાણી રે, બોલ્યા યોગી તેને દુઃખી જાણી રે ।।૪૪। કહે માં બિયો તમે ગોવાળ રે, કરશે હરિ સહુની રખવાળ રે । એમ કહી લીધો શંખ હાથે રે, વજાડિયો છે તે યોગીનાથે રે ।।૪૫।। જેટલામાં સંભળાણો શબ્દ રે, ભાગ્યાં હિંસક મુકી એ હદ રે । વળી ત્યાં વસતાતા જે વાઘ રે, તેણે પણ કર્યું વન ત્યાગ રે ।।૪૬।। રહ્યા સુખે ગાયો ને ગોવાળ રે, પ્રભુ ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ રે । રહ્યા કાંઇક પોતે પછી ત્યાંય રે, વાંચે ગીતાનો બીજો અધ્યાય રે ।।૪૭।।
પછી આત્માનું શુદ્ધ સ્વરૂપ રે, નિશ્ચે કરીયું જેવું છે રૂપ રે ।
પ્રત્યાહાર કરી મહામતિ રે, ઇંદ્રિ પ્રાણ અંતઃકરણવૃત્તિ રે ।।૪૮।। તેને આતમામાં વાળી લીધી રે, પછી ધીરજે ધારણા કીધી રે । એમ કેટલાક કાળ ગયા રે, આતમાને વિષે સ્થિર રહ્યા રે ।।૪૯।। ધ્યાનયોગ તેની જે સમાધિ રે, તેની પકવદશા અતિ સાધિ રે । કહ્યું એમ યોગીને જીવને રે, એવી ક્રિયાઓ કરે છે વને રે ।।૫૦।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીહરિ ગોપાળયોગીને મળ્યા એ
નામે ત્રિશમું પ્રકરણમ્ ।।૩૦।।
પૂર્વછાયો- વળી કહું એક વારતા, સુણો સહુ થઇ સાવધાન । કૃપાનિધિ કૃષ્ણદેવનાં, કહું ચરિત્ર અમૃત સમાન ।।૧।।
ભક્તચિંતામણી
નાથ પ્રતાપે નિજ આતમા, દેખે અખંડરૂપે અનુપ ।
તેની બ્રહ્મ સાથે કરી એકતા, પછી થયા બ્રહ્મસ્વરૂપ ।।૨।। એવા યોગને શિખિયા, ગોપાળયોગી જેહ ।
સ્નેહે કરી શ્રીહરિએ, તેને શિખવિયું છે તેહ ।।૩।। તેણે કરી તર્ત થયા, યોગી તે બ્રહ્મસ્વરૂપ ।
અતિ પ્રકાશક આતમા, તેહ જાણ્યું પોતાનું રૂપ ।।૪।।
ચોપાઇ- પછી યોગીને જણાણું એમ, આને મનુષ્ય કહેવાય કેમ । થયું જ્ઞાન યથારથ જ્યારે, બોલ્યા ગોપાળયોગી તે વારે ।।૫।।
નરનારાયણ ઋષિરાય, થઇ બ્રહ્મચારી આવ્યા આંય ।
બહુ જીવનાં કરવા કાજ, આપે પ્રગટ થયા મહારાજ ।।૬।। એમ નિશ્ચે કર્યો નિરધાર, નારાયણ તે આ બ્રહ્મચાર ।
એવા જાણી પછી ધર્યું ધ્યાન, ચોટી વૃત્તિ મૂર્તિમાં એકતાન ।।૭।। તેણે વિસરિયો નિજ દેહ, થયો મૂર્તિમાં અતિ સનેહ ।
જાણ્યું આપ મળ્યું સુખ મોટું, બીજું સરવે લાગ્યું છે ખોટું ।।૮।। એવા મોટા યોગી જે ગોપાળ, તેતો ભુલ્યા દેહ થોડે કાળ । અતિ વિસ્મૃતિ થઇ જ્યારે, મુક્યો માયિક દેહને ત્યારે ।।૯।।
પછી શ્રીકૃષ્ણ દેવ પ્રતાપે, ગયા ગોલોકમાં યોગી આપે ।
પછી બ્રહ્મચારી નીલકંઠે, કરી ક્રિયા તેની રૂડી પેઠે ।।૧૦।।
પછી મુકી પોતે એહ સ્થાન, ચાલ્યા પૂરવમાં ભગવાન ।
રહી અખંડ બ્રહ્મસ્વરૂપ, ચાલ્યા આપે આપ બ્રહ્મરૂપ ।।૧૧।।
નાસાગ્ર દૃષ્ટિ કરીને સ્થિર, ચાલ્યા જેમ કમાનનો તીર ।
કૃષ્ણમાંહિ છે દૃષ્ટિ અખંડ, નથી દેખતા પિંડ બ્રહ્માંડ ।।૧૨।। દિશ વિના નથી બીજો રાહ, ગયા ત્યાં થકી આદિવારાહ ।
તિયાં ત્રણ દિવસ પોતે રહ્યા, ત્યાંના વાસીને દર્શન થયાં ।।૧૩।। નિરખી આનંદ પામિયાં અતિ, જાણું આવ્યા શું આ બૃહસ્પતિ । એમ જનને આનંદ આલી, પછી ત્યાં થકી નિસર્યા ચાલી ।।૧૪।।
ગયા બંગદેશમાં દયાળ, આવ્યું સીરપુર શહેર વિશાળ ।
ભક્તચિંતામણી
સિદ્ધવલ્લભ તેનો છે રાયે, ગયા પોતે ત્યાં અણઇચ્છાયે ।।૧૫।। તે નરેશે પ્રાર્થના કરી, રાખ્યા ચોમાસું ત્યાં ભાવ ભરી । દીઠા અતિ ત્યાગી એકાએક, રાખ્યો પાસળે એક સેવક ।।૧૬।। તેનું નામ છે ગોપાળદાસ, કરે ટેલ્ય રહે નિત્ય પાસ ।
તિયાં બીજા ભેખધારી બહુ, રાખ્યા ચોમાસું કરવા સહુ ।।૧૭।। તે તમોગુણી મંત્રઅધ્યાસી, સર્વે ક્ષુદ્રદેવના ઉપાસી ।
તેના જુજવા જુજવા વેશ, કોઇ મુંડેલ કેનેક કેશ ।।૧૮।। કોઇ નાગા કોઇને કૌપીન, કોઇ ન રાખે વસ્ત્ર નવીન ।
તેમાં સોએક તપસ્વી સઇ, તેતો બેસે તડકામાં જઇ ।।૧૯।। કોઇ વર્ણી ને કોઇ સન્યાસી, કોઇ હંસ ને કોઇ ઉદાસી । કોઇ કહે મુખે કાળી કાળી, કોઇ કહેતું બેચરાવાળી ।।૨૦।। કોઇ ભૈરવ ભૈરવ રહ્યા ભણી, કોઇ ભજે ભવાની જોગણી ।
કોઇ મુનિ ને કોઇક બોલે, કોઇ અહોનિશ આંખ્ય ન ખોલે ।।૨૧।। કૈક ખાખી કૈક હુડધંગા, એમ મળ્યા બહુ અડબંગા ।
થયા સિદ્ધ ભુંશી બહુ સેલી, ભંગી જંગી ભેળા થયા ફેલી ।।૨૨।। તેને રાજા જાણી મોટાસિદ્ધ, આપે રસોઇયો રૂડી વિદ્ધ ।
આસન સારુ આપી ગાદલાં, કરે સનમાન રાજા ભલાં ।।૨૩।। ત્યારે યોગી બોલે બળે બહુ, કરે વાત સિદ્ધાઇની સહુ ।
એમ કરતાં આવ્યો વરષાત, વાયો વાયુ થયો ઉતપાત ।।૨૪।। ખવે વિજળી વારમવાર, વરષે મેઘ તે મુશળધાર ।
ગરજે ઘોર ને કડાકા કરે, ઉપરે જળ અખંડ ઝરે ।।૨૫।। એવી અખંડ મંડાણી એલી, ચાલ્યાં પૃથવીએ પુર રેલી ।
તેમાં પોઢી રહ્યા પોતે નાથ, તન પર ચડી રેતી હાથ ।।૨૬।।
પછી સેવક આવી સવારે, કાઢ્યા કાદવ માંહિથી બારે ।
વર્ષે મેઘ મચી બહુ ઝડી, આંખ્ય ઉઘડે નહિ એક ઘડી ।।૨૭।। એમ ચારે માસ વુઠો ઘન, પહોંચે સિદ્ધાઇ કેટલા દન ।
અતિ વર્ષાતે અસોયા થયા, પછી રાત્યે રાત્યે ભાગી ગયા ।।૨૮।।
ભક્તચિંતામણી
ધીરે ધીરે સિદ્ધ ગયા નાશી, કરવા લાગ્યા લોક તેની હાંસી । કહે મોટા સિદ્ધ ગયા ચાલી, આ જો પડ્યાં છે આસન ખાલી ।।૨૯।। એક બેઠા રહ્યા બ્રહ્મચારી, તેને જોઇ નમ્યાં નરનારી ।
કહે સિદ્ધ તો આ એક ખરા, બીજા દંભી ભાગી ગયા પરા ।।૩૦।। રાજા નમ્યો જાણી હરિ મોટા, બીજા સર્વેને જાણ્યા છે ખોટા । વાધ્યું પ્રભુજીનું બહુ માન, બીજાનું ન કરે સનમાન ।।૩૧।। તેણે કરી બળ્યા બીજા બહુ, આવ્યા મળી મારવાને સહુ ।
નાખી અડદ મંતરી મુઠું, પડ્યું જે જે કર્યું તે તે જુઠું ।।૩૨।।
પછી સેવક હતો જે પાસ, કરતો સેવા જે ગોપાળદાસ ।
તેને માથે નાખી એણે મુઠ્ય, પડ્યો ભૂમિએ ન ફેરે પુંઠ્ય ।।૩૩।। આવ્યું મોઢે ફીણ તેને જોઇ, નહિ જીવે કહે સહુ કોઇ ।
પછી રાજાએ સિદ્ધ બોલાવી, કહ્યું આને લેવો જ ઉઠાવી ।।૩૪।। ત્યારે સિદ્ધને છે મરડ ભારી, કહ્યું જીવાડશે બ્રહ્મચારી ।
ત્યારે રાયે આવી જોડ્યા હાથ, કહ્યું આને જીવાડીયે નાથ ।।૩૫।।
પછી હરિ તેને પાસે જઇ, ઉઠાડ્યો શ્રીકૃષ્ણ મંત્ર કઇ ।
ઉઠ્યો તર્ત લાગી નહિ વાર, પામ્યાં વિસ્મય સહુ નરનાર ।।૩૬।। કહે આતો છે પોતે શ્રીકૃષ્ણ, મોટાં ભાગ્ય થયાં એનાં દ્રષ્ણ । વળી એમ કહે નરનારી, કૃષ્ણ નહિ તો કૃષ્ણ ભક્ત ભારી ।।૩૭।।
પછી મુઠ્ય નાખીતિ જે સિદ્ધે, પડી તેને માથે ભલી વિધ્યે ।
પડ્યો પડાક પૃથિવી માંઇ, મુખમાં ગઇ ધુડ્ય ભરાઇ ।।૩૮।। આવ્યું મોઢે ફીણ ફાટ્યું ડાચું, થયું જીવ્યાની કોરનું કાચું ।
પછી તેણે તેના સિદ્ધ લાવી, કર્યા ઉપાય બહુ બોલાવી ।।૩૯।। તેણે ફેર પડ્યો નહિ રતિ, ત્યારે કરી હરિને વિનતિ ।
પછી નાથ તેને પાસ આવી, કહી મંત્ર ને લીધો જીવાવી ।।૪૦।। ત્યારે સિદ્ધ રાજા સહુ મળી, કરી સ્તુતિ હરિજીની વળી ।
જાણ્યા રાજાએ મોટા છે સરે, થયો પરિવાર સહિત આશરે ।।૪૧।। જેજે હતો એ સિદ્ધનો વર્તા, મુઠ્ય નાખી બાળી પેટ ભર્તા ।
ભક્તચિંતામણી
તેતો નીલકંઠે ભાંગ્યો ભય, થયા મનુષ્ય સહુ નિરભય ।।૪૨।।
લાવી વસ્ત્ર ધન આગે ધરે, હરિ ત્યાગી છે તેને શું કરે ।
એટલાકમાં વિપ્ર તૈલંગ, આવ્યો નારી સુત લઇ સંગ ।।૪૩।। ભણ્યો વેદ શાસ્ત્ર ને પુરાણ, પ્રસિદ્ધ વિપ્ર પૃથ્વી પ્રમાણ ।
આવ્યો સિદ્ધવલ્લભરાય પાસ, મને દાન લેવાની છે આશ ।।૪૪।।
પછી તે રાજા છે ધર્મવાન, આપ્યું ભણ્યો જાણી ભારે દાન ।
આપ્યો હસ્તિ ને કાળ પુરુષ, લેતાં વિપ્ર થયો કાળો મષ ।।૪૫।।
ગૌર મટીને થયો છે શ્યામ, ત્યારે નિંદા કરવા લાગ્યું ગામ ।
પછી હરિ પાસે વિપ્ર આવી, અતિ દિનતાએ વાણી કાવી ।।૪૬।। હે મહારાજ ! હું તો હતો દુઃખી, દાન લઇ થવા ગયો સુખી । ત્યાં તો સામું દુઃખ થયું ઘણું, હવે શું માહાત્મ્ય જીવ્યાતણું ।।૪૭।।
માટે ત્યાગીશ હું હવે તન, થાય તો તમે કરો જતન ।
પછી દુઃખી વિપ્ર હરિ જાણી, દયાળે દયા એ પર આણી ।।૪૮।। કહ્યો શ્રીકૃષ્ણનો મંત્ર કાને, મટી શ્યામ થયો ગૌર વાને ।
પછી બ્રાહ્મણ લાગ્યો પાય, કહ્યું રહ્યો હું મન્યખા માંય ।।૪૯।।
પછી ગાતો પ્રભુજીના ગુણ, ગયો દેશ પોતાને બ્રાહ્મણ ।
એવા પ્રભુજી બહુ પ્રતાપી, કર્યાં સુખી બહુ દુઃખ કાપી ।।૫૦।। ત્યાગ વૈરાગ્ય ઉરમાં અતિ, સહુપર વર્તે મહામતિ ।
એમ કરતાં ગયું ચોમાસું, આવ્યો કાર્તિક ઉતર્યો આસુ ।।૫૧।।
પછી હરિ ને બીજા જે સિદ્ધ, તેને પૂજ્યા નૃપે બહુ વિદ્ધ ।
પછી ચાલ્યા છે ત્યાં થકી સહુ, હરિસંગે બીજા સિધ્ધ બહુ ।।૫૨।। આવ્યા કામાક્ષિદેવીની ઝાડીએ, ઉતર્યા સિદ્ધ સહુ વાડીએ ।
પછી રસોઇ કરવા કાજ, કર્યો ભેળો સરવે સમાજ ।।૫૩।। તેને સમીપે છે એક ગામ, વશે દ્વિજ ત્યાં પિબેક નામ ।
સિદ્ધમંડળ આવ્યું સાંભળી, ઉઠ્યો તર્ત તિયાં થકી બળી ।।૫૪।। કહે સિદ્ધાઇ એની ચુંથી નાખું, કરી ગુલામ ને ઘેર રાખું । જોજ્યો માતાજીએ કરી મેર, આવ્યાં વણગોત્યાં પશુ ઘેર ।।૫૫।।
ભક્તચિંતામણી
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીહરિ ચરિત્ર નામે એકત્રીશમું
પ્રકરણમ્ ।।૩૧।।
પૂર્વછાયો- શુભમતિ સહુ સાંભળો, હરિકથા કહું અનૂપ । દુષ્ટને દુઃખદાયી છે, છે સંતને સુખરૂપ ।।૧।।
અસુર જે અવનિ રહ્યા, બદલાવીને બીજો વેશ ।
તેને તે અર્થે શ્રીહરિ, ફરે છે દેશ પ્રદેશ ।।૨।। જે કારણ અવતાર છે, તે કરવા થયા છે તૈયાર ।
હરિ ઇચ્છાએ આવિયા, પ્રભુ એહ વાડી મોઝાર ।।૩।। પિબૈક ત્યાં પરિયાંણિયો, કરવા તે સિદ્ધોની ઘાત ।
નિદાન તેમાંથી જે નિપજ્યું, તેની સાંભળજ્યો સહુ વાત ।।૪।।
ચોપાઇ- હતો બ્રાહ્મણ મોરે એ શુદ્ધ, મળી વામિએ કર્યો અશુદ્ધ । કૌલાર્ણવે ભણેલે ભુદેવે, મળી ભષ્ટ કર્યો તતખેવે ।।૫।। થયો કાલી ઉપાસક ભારી, નિત્ય પ્રત્યે પિવે કુળવારી ।
વળી સિદ્ધને જીતવા કાજ, તેદિ સજ્યો સરવે સમાજ ।।૬।।
મદ્ય માંસ ખાઇ થયો મસ્ત, તિખું ત્રિશુળ લીધું છે હસ્ત । કર્યો સિંદૂરલેપ લલાટે, ચાલ્યો સિદ્ધને જીતવા માટે ।।૭।। રજે ભિંજેલ કુંકુમ લઇ, ચાલ્યો કપાળે ચાંદલો દઇ ।
વળી કુળવારી ખુબ પીધું, વધ્યું તે શરીરે છાંટી દીધું ।।૮।।
ચાલ્યો મત્સ્ય ચાવી મદમાતો, શિશે બાંધ્યો છે પટકો રાતો ।
માથે ઘણા ઘુંચાળા મુવાળા, તે દિસે છે ભૂંડા ભમરાળા ।।૯।। સિદ્ધ પ્રસિદ્ધ પોતે કહેવાય, તેને જાણે સહુ દેશમાંય ।
કોઇ સામું આવીને ન ભાખે, ભાખે જો કોઇ તો મારી નાખે ।।૧૦।। એવો ભૂંડાઇએ ભર્યો અપાર, મદ્ય ચાર વારનો પિનાર ।
કંઠે બાંધ્યાં છે અસ્થિ માંજાર, થયો સિદ્ધ જીતવા તૈયાર ।।૧૧।। રનારી જે રહે ગામવાસે, સંગે લઇ આવ્યો સિદ્ધને પાસે ।
વળતો આવીને બોલિયો એમ, પાખંડિયો સિદ્ધ કાવો કેમ ।।૧૨।।
ભક્તચિંતામણી
સિદ્ધ તો એક હું છઉં આજ, તમ જેવા તો છે મારું ખાજ ।
મોટામોટાને મેં જીતી લીધા, તમ જેવા શિષ્ય કઇ કીધા ।।૧૩।। જેજે આવીને મને નમિયા, તેતે સરવે જીવતા રિયા ।
જેણે જેણે બાંધી મુજ સાથે, તેને માર્યા મુકી વીર માથે ।।૧૪।।
માટે તમે મનમાં વિચારી, થાઓ શિષ્ય માળાઓ ઉતારી । ઉતારો ઉપવીત અચિર, નહિ તો હમણાં હોકારું છું વીર ।।૧૫।। ભૂત પ્રેત લાવી સંગે ઘણાં, ખાઇ જાશે માંસ તમતણાં ।
એમ બોલ્યો એ બળમાં બહુ, બિના હરિ વિના સિદ્ધ સહુ ।।૧૬।। કહે જેમ એ કહે તેમ કરીએ, તો આવ્યા મોતમાંથી ઉગરીએ ।
નહિ તો મારશે વીરને મેલી, માટે મેલીએ માળા સંકેલી ।।૧૭।।
મેલો જનોઇ પણ ઉતારી, એમ સહુ સિદ્ધે વાત વિચારી ।
ત્યારે હરિએ સિદ્ધ પ્રત્યે કહ્યું, રાખો ધીરજે હાકલી હૈયું ।।૧૮।। કરે શિષ્ય મોરે મર મને, પછી થાવું તમારે સહુને ।
તોયે સિદ્ધે ધીરજ ન ધારી, કહ્યું નાખશે તમને મારી ।।૧૯।।
મહા દુષ્ટ એ પાપી છે બહુ, એને અમે જાણું છઉં સહુ ।
એવી સિદ્ધ હરિની જે વાણી, સુણી બોલ્યો અતિ ક્રોધ આણી ।।૨૦।। ત્યારે પિબૈક કહે બ્રહ્મચારી, તને દેખાડું સામર્થી મારી । જો તું આ નીલા વડના હાલ, હમણાં કરૂંછું સુકવી સાલ ।।૨૧।। એમ કહી નાખી મુઠ જ્યારે, વડ સુકી ગયો તેહ વારે ।
કહે માન્ય વર્ણી વાત મારી, નહીં તો આ ગતિ જાણજે તારી ।।૨૨।। ત્યારે હરિ કહે ન બિયું અમે, કરવું હોય તે કરો સુખે તમે । એમ કહીને વીરઆસને, બેઠા હરિ તે અચળ મને ।।૨૩।। બીજાની તો ધીરજ ન રઇ, બેઠા કૃષ્ણ કેડે કંપે જઇ ।
પછી પિબૈકે અડદ મંતરી, નાખ્યા હરિ ઉપર રીશ કરી ।।૨૪।। તેણે હરિને ન થયું કાંઇ, ત્યારે દ્વિજ કોપ્યો મનમાંઇ । કહે રહેજે ખબરદાર થઇ, આજ માર્યા વિના મુકું નઇ ।।૨૫।। એમ કહિ નાખી મુઠ એણે, ફેર પડ્યો નહિ કોઇ તેણે ।
ભક્તચિંતામણી
ત્યારે પિબૈકે પણ એ લીધું, તને માર્યાનું નિશ્ચય મેં કીધું ।।૨૬।। કરવું હોય તે કર સ્મરણ, આજ આવ્યું તારું ચાલી મરણ ।
નાખું છું કાળભૈરવની મુઠું, તારા જીવવાનું જાણે જુઠું ।।૨૭।। ત્યારે હરિ કહે બેઠો છું હું જ, કરવું હોય તે કરને તું જ । ત્યારે મુક્યા છે ભૈરવ વીર, તોય હરિ બેઠા રહ્યા સ્થિર ।।૨૮।। આવ્યા ભૈરવ ને વીર દોઇ, તેતો સામું શકયા નહિ જોઇ ।
પાછા પિબૈક ઉપર પડ્યા, ઉલટા નાખતલને નડ્યા ।।૨૯।।
પડ્યો કાળી ઉપાસક ઢળી, ચાલ્યું મુખેથી લોહી નિકળી । આવી મૂરછા ન રહી શુદ્ધ, પડ્યો અવનીએ ઉંદ્ધમુધ્ધ ।।૩૦।।
પછી મોડેથી મૂરછા વળી, ઉઠી બોલ્યો છે બળમાં વળી । કહ્યું ઉભો રહેજે બ્રહ્મચારી, મેલું બટુભૈરવ નાખે મારી ।।૩૧।। ત્યારે હરિ કહે મોકલો સુખે, મુક્યા બટુવીરને વિમુખે । તેતો બિને પાછા વળી ગયા, પાછા પિબૈકને વળગિયા ।।૩૨।।
નાખ્યો ભૂમિયે પાડી પડાક, ધ્રુજી ધરણીએ પડ્યો ધડાક ।
વળી તડિ તડફડિ ઉઠ્યો, બોલ્યો પ્રભુજી ઉપર રૂઠ્યો ।।૩૩।। કહે મુકું છું વીર મહાકાળી, તને નહિ મારે બીજાં એટાળી । એમ કહીને તેને મુકીયાં, તેતો હરિ પાસે ન આવિયાં ।।૩૪।।
પાછા ફરીને લાગિયાં એને, ઢાળી પાડિયો ભૂમિએ તેને । થયો અસોયો ન રહી શુદ્ધ, તોય વામી ન મુકે વિરુદ્ધ ।।૩૫।।
પડી પહોર ઉઠી ઉભો થયો, વળી પ્રભુજીને કહેવા રહ્યો । કહે છે ઉભો રહેજે બ્રહ્મચારી, હવે કરૂં છું વલે હું તારી ।।૩૬।। બહુ વીર સહિત હનુમંત, મુકું તેને કરે તારો અંત ।
એમ કહીને મુક્યા તે વાર, આવી તેણે કર્યો નમસ્કાર ।।૩૭।। કરી પ્રણિપત પાછા ગીયા, બહુ પિબૈક પર કોપિયા ।
આવી વળગ્યા તે વિપ્રને સહુ, પડ્યો વિપ્ર ભૂંડે હાલ બહુ ।।૩૮।। ફાટ્યું મોઢું ને આવિયું ફીણ, પડી અંગની નાડિયો ક્ષીણ ।
માથું ગરી ગયું મહી માંઇ, મુખમાં ગઇ ધુડ્ય ભરાઇ ।।૩૯।।
ભક્તચિંતામણી
પડ્યો ભેચક થઇ રીત્ય ભૂંડી, આંખ્યો ઉતરી ગઇ છે ઉંડી ।
નાક મુખમાંથી લોહી વહ્યું, પછી ઉઠવા જેવું ન રહ્યું ।।૪૦।। ત્યારે તેના સંબંધી સહુ મળી, લાગ્યાં પાય પ્રભુજીને લળી । કહે દયા કરો એને હરિ, હવે નહિ કરે એ આવું ફરી ।।૪૧।।
માગતો હતો તે ફળ મળ્યું, મહા અહંકારીનું માન ગળ્યું ।
પછી પ્રભુએ તેને ઉઠાડ્યો, ઉઠી વિપ્ર પ્રભુ પગે પડ્યો ।।૪૨।। કર્યા દંડવત બહુ વાર, કહે આવ્યો નવે અવતાર ।
પછી સિદ્ધ હતો તેને જોઇ, આપી બ્રાહ્મણે તેને રસોઇ ।।૪૩।। એમ કરી ગયો ઘેર જ્યારે, મન રહ્યું નહિ એવું ત્યારે ।
પૂજ્યો કાળભૈરવને જઇ, મદ્ય માંસ બલિદાન દઇ ।।૪૪।।
મુક્યો હરિ માથે તતકાળ, આવ્યો ભયંકર વિકરાળ ।
ભૂંડું મુખ તે ભર્યું રુધિરે, લાંબો ને નથી વસ્ત્ર શરીરે ।।૪૫।। આંખ્યું રાતી અતિ કાળો શાહી, લીધું ત્રિશુળ તે કરમાંહિ । એવે રૂપે પ્રભુ પાસે આવ્યો, પણ આવિને કાંઇ ન ફાવ્યો ।।૪૬।। છેટે બેસી રહ્યો આખી રાત્ય, હરિ હસ્યા જોઇ પરભાત્ય ।
પછી નાવા ચાલ્યા જ્યારે હરિ, ત્યારે એના સામી દૃષ્ટિ કરી ।।૪૭।। ત્યારે થરથર ધ્રુજીને ભાગ્યો, જઇ પિબૈકને કેડે લાગ્યો । કહે આજ નિશ્ચે એને મારું, ત્યારે પ્રભુજીએ કર્યું વારું ।।૪૮।। કહે એનું ખાધું સિધ્ધે અન્ન, તેની તારે કરવી જતન ।
પછી બ્રાહ્મણ પાસે ભૈરવ, જઇ કહી છે વાત સરવ ।।૪૯।। આજ મૃત્યું કરવું તું તારું, પણ વર્ણિએ કર્યું છે વારું । એમ કહીને ભૈરવ ગીયો, દ્વિજ પ્રભુને પાસે આવિયો ।।૫૦।। જાણી ઇશ્વર નામિયું શિશ, કહે કરજ્યો ગુના બકશિશ ।
એમ કહીને વારમવાર, કરે બહુ પોતાને ધિક્કાર ।।૫૧।। કહે ભણીગણી ભજ્યાં ભૂત, કર્યાં બહુ ભૂંડાં કરતુત ।
કર્યાં કુકર્મ તજી આચાર, એવો પાપી હું તેને ધિક્કાર ।।૫૨।। એમ કહી ગ્રહ્યું હરિચરણ, પ્રભુ આવ્યો હું તમારે શરણ ।
ભક્તચિંતામણી
એમ કહીને થયો છે શિષ્ય, જાણી મહારાજને જગદીશ ।।૫૩।। ધાર્યો પ્રથમના જેવો ધર્મ, મુક્યાં બીજાં જે કરવાં કુકર્મ । કૌલાર્ણવાદિ ગ્રંથ સંભાળી, શાસ્ત્રબાહ્ય જાણી દીધા બાળી ।।૫૪।। ભાગવત ગીતા પછી ભણ્યો, સાચો ભક્ત શ્રીકૃષ્ણનો બણ્યો ।
એવું ચરિત્ર કરી દયાળ, પછી ત્યાંથી ચાલ્યા તતકાળ ।।૫૫।। હતા સિદ્ધ તેને શીખ દીધી, પોતે વાટ નવલખાની લીધી ।
મનુષ્યાકૃતિ સામર્થી અપાર, ધન્ય જનમોદન ભંડાર ।।૫૬।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીહરિ ચરિત્ર નામે બત્રિશમું
પ્રકરણમ્ ।।૩૨।।
પૂર્વછાયો- બહુ નામી કૃષ્ણદેવનાં, સુણો સર્વે ચરિત્ર રસાળ । ભક્ત અભક્ત કારણે, ફરે હદ્ય બેહદ્યે દયાળ ।।૧।।
સંતને સુખ આપવા, દેવા દુષ્ટજનને દંડ ।
તેજ કારણ પ્રભુએ, પૃથિવીએ ધર્યું છે પંડ ।।૨।। જીયાં જીયાં જાવું ઘટે, તિયાં તિયાં જાય જરૂર ।
સુખ દુઃખ ભૂખ પ્યાસનું, નથી ગણતા નિકટ દૂર ।।૩।।
પછી એકા એક ચાલિયા, મહાવિકટ અદ્રિમાંય ।
નવ લાખ યોગીને નિરખવા, ચાલ્યા પ્રભુજી બહુ ઉછાય ।।૪।।
ચોપાઇ- ચાલ્યા પર્વત પેખવા હરિ, આવ્યો અતિવસમો અદરિ । જાવા વાટ જડે નહિ જીયાં, જાવું જરૂર પોતાને તિયાં ।।૫।। જાતાં એ દિશે મનુષ્યે વાર્યું, પણ કર્યું છે પોતાનું ધાર્યું ।
ચડ્યા પર્વત ઉપર પોતે, ચાલ્યા શૈલતણી શોભા જોતે ।।૬।। આવી નવલાખ ધુણી રૂપાળી, તે તો સહેજે બળે વણબાળી ।
તિયાં કુંડ દિઠા છે અપાર, ભર્યાં જળ અમળ તે મોઝાર ।।૭।। ક્યાંક ટાઢાં જળ ક્યાંક ઉનાં, એમ બહુ કુંડ દીઠા નીરુના ।
પછી ત્યાંના રહેનારા જે સિદ્ધ, મળ્યા તે પણ આવી પ્રસિદ્ધ ।।૮।। જેની કોઇને ભેટ ન હોય, મર મોટા મુક્તયોગી હોય ।
ભક્તચિંતામણી
તેને સહુને મળ્યા એકવાર, કર્યા પરસ્પર નમસ્કાર ।।૯।।
પછી પ્રેમે બેઠા સહુ પાસ, પુછ્યો યોગીને યોગ અભ્યાસ । કહ્યું તેણે તેનું વરતંત, સુણી હરિ હરખ્યા અત્યંત ।।૧૦।। કહ્યું સિદ્ધને છો ધન્ય ધન્ય, એમ કહી રહ્યા ત્રણ્ય દન ।
આપી આનંદ ત્યાંથી ઉતર્યા, ચાલ્યા હરિ બહુ મોદ ભર્યા ।।૧૧।।
નવ લાખ યોગીને નિરખી, ચાલ્યા હસ્તિ મારગે હરખી ।
ત્યાંથી શુદ્ધ ઉત્તરમાં વળી, રહ્યો રામકોટ જળમળી ।।૧૨।। તિયાં જાવાનું કીધું છે મન, પણ ત્યાંતો ન ગયા જીવન ।
જોતા વન પર્વત વિશાળ, ગયા બાલવા કુંડે દયાળ ।।૧૩।। જોયો કુંડ એ જુગતે કરી, ત્રણ્ય રીત્યને રહ્યો તે ધરી । વાયુ અગ્નિ જળ ત્રણ્ય મળી, તેના સમોહ રહ્યા નિકળી ।।૧૪।। તિયાં રહ્યા પોતે ત્રણ્ય દન, પછી ત્યાંથી ચાલ્યા ભગવન । કર્યો અગ્નિ ખુણે પરવેશ, ચાલ્યા જોતા જોતા સર્વે દેશ ।।૧૫।।
ગયા ગંગા સિંધુને સંગમે, નાયા તેમાં પોતે જઇ સમે ।
રહ્યા ત્રણ્ય દિવસ તિયાં હરિ, ચાલ્યા સમુદ્ર ખાડી ઉતરી ।।૧૬।। આવ્યા કપિલજીને આશ્રમે, જેહ જાયગા સહુને ગમે ।
ચ્યારે કોરે શોભે સમુદર, મધ્યે આશ્રમ અતિ સુંદર ।।૧૭।।
સાંખ્યશાસ્ત્રના આચાર્ય જેહ, તેના ગુરુ કપિલજી તેહ ।
કરે છે તપ પોતે સમર્થ, સર્વે જીવના કલ્યાણ અર્થ ।।૧૮।।
જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ને ધર્મ, યોગસહિત પાંચ જે પર્મ ।
તેના સ્થાપનના કરનાર, એવા કપિલનાં કર્યાં દેદાર ।।૧૯।। રહ્યા ભક્તિ સુત તિયાં માસ, પછી ત્યાંથી ચાલ્યા અવિનાશ । આવ્યા પુરુષોત્તમ પુરીમાંઇ, નિર્ખ્યા જગન્નાથજીને ત્યાંઇ ।।૨૦।।
પછી રહ્યા પોતે એહ ઠામ, કાંયેક ધાર્યું છે કરવું કામ ।
નાય સમુદ્રમાં જઇ નિત્યે, નિરખી જગન્નાથજીને પ્રીત્યે ।।૨૧।। કર્યું આસન શહેરથી બારું, ઇંદ્રદ્યુમ્ન સર જોઇ સારું ।
તિયાં દીઠા છે અસુર ઘણા, વેષ લઇ સિદ્ધ સાધુ તણા ।।૨૨।।
ભક્તચિંતામણી
કામ ક્રોધ ને મત્સર અતિ, માંહોમાંહિ છે વૈરની મતિ ।
ધર્મદ્વેષી કપટી ને કામી, વેષ શૈવા વૈષ્ણવી ને વામી ।।૨૩।।
મંત્ર જંત્ર જાણે છે અપાર, તેણે વશ કર્યાં નરનાર ।
મુકાવી વર્ણાશ્રમનો ધર્મ, કર્યાં ભ્રષ્ટ બગાડી બેશર્મ ।।૨૪।।
મોટા મોટા સાધુ સેવા ફળ, કહી દેખાડે નારી આગળ ।
એમ કહીને ધર્મથી પાડે, સાધુનિંદાનું પાપ દેખાડે ।।૨૫।। એવા અધર્મે ભર્યા અપાર, દીઠા હરિએ હજારો હજાર ।
ધર્યાં હાથે તિખાં હથિયાર, લીધા ધોકા છરા ને કટાર ।।૨૬।। ખડગ ખાંડાં લાકડી લુવાગ્યું, કર કમાન્યું સલકે સાંગ્યું । બહુ બંધુકું ને કોક બાણ, ચક્ર ચિપિયા લીધા છે પાણ ।।૨૭।।
પર્શુ ત્રિશુળ બરછિયો લઇ, જંજાળ્યો આદ્યે શસ્ત્ર છે કઇ ।
અતિશૂરા ઇચ્છે નિત્ય યુદ્ધ, કેટલાક ન રાખે આયુધ ।।૨૮।। કેટલાક ત્યાગી તપ કરતા, કેટલાક સૌમ્ય વેશ ધરતા ।
કૌલાર્ણવ ગ્રંથ વાંચે નિત્યે, પૂજે શક્તિ ભૈરવને પ્રીત્યે ।।૨૯।। એવા દીઠા છે નાથે અપાર, મહા પાપરૂપ ભૂમિ ભાર ।
તિયાં રહ્યા પોતે અવિનાશ, કરવા એવા અસુરનો નાશ ।।૩૦।।
પણ પોતાથી ન થાય રતિ, કાંજે રાખે છે અહિંસાવૃત્તિ । બેસી રહ્યા વિચારી એ વિધ, ત્યારે લોકે જાણ્યા છે આ સિદ્ધ ।।૩૧।। એમ જાણીને પુછે છે જેહ, કહે હરિ થાય તેમ તેહ ।
ત્યારે લોકને આવી પ્રતીત્ય, લાવે અન્ન વસ્ત્ર દ્રવ્ય નિત્ય ।।૩૨।। તેહ માંયલું કાંય ન લીયે, ભૂત ભવિષ્યનું કહી દિયે ।
એમ કરતાં તે એક દન, આવ્યા પાસળે અસુર જન ।।૩૩।। કહે કર અમારું તું કાજ, લાવ્ય જળ ઇંધણાં સમાજ ।
દઇ ડારો ને બહુ ડરાવ્યા, ન કરવાનાં કામ કરાવ્યાં ।।૩૪।। કરે કામ જડભરત જેમ, ત્યારે બીજા કે મ કરો એમ ।
તૈયે તેશું બોલ્યા ક્રોધ કરી, એનો પક્ષ મેલો પરહરી ।।૩૫।। એમ વદતાં પડ્યો વિરોધ, માંહોમાંહિ ઉપન્યો કરોધ ।
ભક્તચિંતામણી
પછી તેમાં પડ્યાં તડ બેહુ, નિંદા પરસ્પર કરે તેહુ ।।૩૬।। એમ કરતાં બંધાણું વેર, ઇચ્છ્યા મારવા નહિ જેને મેર ।
પ્રથમ તો બોલી ઠોલી થઇ, પછી ઉઠ્યા લઠા મોટા લઇ ।।૩૭।।
લીધી લડવા પહેલી લાકડી, તેતો પરસ્પર બહુ પડી ।
પછી લીધાં ખાંડાં કરમાંય, આવ્યા સામસામા મળી ધાય ।।૩૮।।
નાખે બર્છિયો બહુ સામસામી, ચાલે લુવાગ્યું ન રહે ખામી ।
સલકે સાંગ્ય ને સણેણે તીર, લડે માંહોમાંહે શૂરવીર ।।૩૯।। કરે પર્શુના બહુ પ્રહાર, નાખે ધોકા છરા ને કટાર ।
તીખાં ત્રિશૂળ ચાલે ત્યાં ઘણાં, કરે ઘા ચક્ર ચિપિયા તણા ।।૪૦।। બંધુકો જંજાળ્યો કોકબાણ, નાખે માંહોમાંહે અસુરાણ । એમ જોરે મંડાણું છે યુદ્ધ, પામ્યા ત્રાસ આકાશે વિબુધ ।।૪૧।। વાજે ઢોલ નગારાં જુજાર્યો, ચાલે સામસામી તરવાર્યો ।
તુરી રણશિંગાં બોલે શંખ, પડે પાપીનાં માથાં અસંખ્ય ।।૪૨।।
મચ્યો યુદ્ધ રહી નહિ મણા, પડ્યાં પૃથિવીએ ધડ ઘણાં ।
તેને દેખી હરખ્યાં માંસારી, કહે ખાશું આજ ખુબ કરી ।।૪૩।। ભૂત પ્રેત ને આવ્યા ભૈરવ, પિશાચ યક્ષ રાક્ષસ સર્વ ।
ડાકણી સાકણી ને જોગણી, આવી ભૂખી ભૈરવીયો ઘણી ।।૪૪।। કંક કાગ ને વળી કુતરા, થઇ ગૃધ્ર શિયાળ ને સરા ।
પડ્યાં માથાં પૃથ્વી પર રડે, જાણ્યું દૈત્ય રમી ગયા દડે ।।૪૫।। કૈકના હાથ પગ કપાણા, કૈક નાશી ભાગીને છપાણા ।
એમ યુદ્ધ થયું બહુ પેર, દશસહસ્ર ગયા યમ ઘેર ।।૪૬।। એટલા તો ઇયાંતળ રહ્યા, બીજા નાશી ભાગી પણ ગયા ।
તેતો દેશ પ્રદેશે પ્રવરી, બીજા દૈત્યો આગે વાત કરી ।।૪૭।। કહ્યું એક હતો નાનો બાળ, તેને જાણતા અમે દયાળ ।
તેને અર્થે વધિયો વિરોધ, મુવા માંહોમાંહિ કરી ક્રોધ ।।૪૮।। ત્યારે અસુર બોલિયા એમ, એને ઓળખીયે અમે કેમ ।
ત્યારે કહ્યું આપીએ એંધાણ, તેણે પડે તમને પેછાણ ।।૪૯।।
ભક્તચિંતામણી
અતિ ત્યાગી તપસ્વી છે તને, નથી લોભાતો નારી ને ધને । રહે છે સમાધિમાં દિન રાત, વળી જાણે છે મનની વાત ।।૫૦।। એથી પડ્યો પરસ્પર ભેદ, થયો તેણે આપણો ઉચ્છેદ ।
માટે મળે તો મેલવો નહિ, એવી વાત અસુરને કહિ ।।૫૧।। એવું સુંણીને બોલ્યા અસુર, હવે ગોતશું એને જરૂર ।
જો મળશે તો મારશું છળે, એમ બંધાણું વેર સઘળે ।।૫૨।। એમ દૈત્યે કર્યું પરિયાણ, તેને જાણે છે હરિ સુજાણ ।
કહે છે જેમ થશે તેમ ઠીક, નથી આત્માને કેની બીક ।।૫૩।। એમ કહી જોયું તતખેવ, દીઠા દૈવી સંપત્તિના જીવ ।
તેને પોતે ઉપદેશ આપી, કર્યા સુખી ભવદુઃખ કાપી ।।૫૪।। આ જે હરિચરિત્ર અનૂપ, કૃષ્ણભક્તને છે સુખરૂપ ।
તેને કહેશે સાંભળશે જેહ, મહાકષ્ટથી મુકાશે તેહ ।।૫૫।। આલોકમાં પણ સુખી રહેશે, પરલોકે પરમ સુખ લેશે ।
પાપહરણી કથા છે પવિત્ર, જેમાં પ્રગટ પ્રભુનાં ચરિત્ર ।।૫૬।। ભક્ત હશે તે સુણશે ભાવે, અભક્તને અર્થ નહી આવે ।
કહેશે હેતે સાંભળશે કાન, તે પર રાજી થાશે ભગવાન ।।૫૭।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીહરિ ચરિત્ર નામે
તેત્રિશમું પ્રકરણમ્ ।।૩૩।।
પૂર્વછાયો- ત્યાર પછી જે જે કર્યું, તે સાંભળો વાત સરેશ । એટલું કામ કરી હરિ, પછી ચાલિયા દક્ષિણ દેશ ।।૧।। એકાએક અરણ્યમાંહિ, રહેવા રાજી છે મન ।
શહેર ન ઇચ્છે સ્વપ્ને, વહાલું લાગે છે વસવું વન ।।૨।। ભક્તિધર્માદિ ભેળાં રહે, દિવ્ય દેહ ધરીને સોઇ ।
તેહ વિના જીવ જક્તના, નથી ગમતા બીજા કોઇ ।।૩।। ત્યાગ વૈરાગ્ય તનમાં, તેણે મગન રહે છે મન ।
નાવે બીજા નજરે, જે નોય હરિના જન ।।૪।।
ભક્તચિંતામણી
ચોપાઇ- એવા શ્રીહરિ બહુ નિસ્પ્રેહ, અણઇચ્છાએ ચાલિયા તેહ । આવ્યા આદિકૂરમ તીરથ, સુખદાઇ હરિ સમરથ ।।૫।। તેને સમીપે માનસા શહેર, આવ્યા તિયાં કરી હરિ મેર ।
તેનો રાજા છે અતિ પવિત્ર, જેણે બાંધ્યાં છે અન્નનાં ક્ષેત્ર ।।૬।। અન્નારથી આવે જેહ જન, તેને ભાવે કરાવે ભોજન ।
તેણે દીઠા એહ બ્રહ્મચારી, જોઇ મનમાં રહ્યો વિચારી ।।૭।। કહે આતો મોટા કોઇ અતિ, પછી રાખ્યા છે કરી વિનતિ । રાખ્યા એકાંતે વરણિરાટ, અતિ ત્યાગી તપસ્વી તે માટ ।।૮।। એક એકાંતે ઓટો સુંદર, રહ્યા તિયાં પ્રભુ તે ઉપર ।
પછી રાજા રાજાના સેવક, કરે ચાકરી કરી વિવેક ।।૯।। નિત્ય પ્રત્યે કરે એમ સેવ, જાણે મહાત્મા છે મોટા દેવ ।
કરે સન્માન જોઇ ત્યાગી, બીજા ભેખનું પડીયું ભાંગી ।।૧૦।। ત્યારે અસુર ત્યાંના રહેનાર, કહે આતો છે આપણો માર । જેણે દૈત્ય સમૂહ મરાણો, તેનું મૂળ કારણ આ જાણો ।।૧૧।।
પછી ત્યાંના રહેનાર અસુર, કહે મારીએ એને જરૂર ।
એમ પાપી સહુ પરિયાણ્યા, મારવા પછી પથરા આણ્યા ।।૧૨।। જાણ્યા એકાએક બેઠા ઓટે, આવ્યા માર્યા સારું દડિ દોટે । નિશિમાંહિ આવ્યા નિશાચર, માંડ્યા ફેંકવા બહુ પથર ।।૧૩।।
મળી દૈત્ય હજારો હજાર, નાખ્યા અશ્મ અતિશે અપાર ।
સમિ સાંજ થકી સારી રાત્ય, કર્યો પાણાતણો વરષાત ।।૧૪।।
સાધુ સ્વભાવવાળા સુબુદ્ધ, નિરવૈર અતિ અવિરુદ્ધ ।
બહુ ક્ષમાવાળા હરિ ધીર, તેને ન લાગ્યું કાંઇ શરીર ।।૧૫।। ઓટા આસપાસે પાણા પડ્યા, ગજ ઓટાથી ઉંચેરા ચડ્યા ।
દીઠા હરિ તેમાંથી કુશળ, લીધાં દૈત્યો આયુધ તે પળ ।।૧૬।। જાણ્યુ જાણશે રાજા જો વાત, તો થાશે આમાંથી ઉતપાત ।
ત્યાંતો રાજાને ખબર પડી, આવ્યો પ્રભુ પાસળે તે ઘડી ।।૧૭।। આવ્યા લોક બીજાં સહુ મળી, દેખી પાણા વિસ્મય પામ્યાં વળી ।
ભક્તચિંતામણી
જોઇ રાજા વિચારે છે મને, ઉગાર્યા વર્ણિને ભગવને ।।૧૮।। કરી પ્રહ્લાદની જેમ સાય, નથી તેમાં આમાં ફેર કાંય ।
એમ કહીને નમિયો રાજ, અમે છીએ તમારા મહારાજ ।।૧૯।।
પછી નાથે શિષ્ય તેને કીધો, બીજા બહુને ઉપદેશ દીધો ।
પછી એમ વિચાર્યો ભૂપાળ, પાપી કરત આ વર્ણીનો કાળ ।।૨૦।। આતો આપણા છે ઇષ્ટદેવ, તેની દેખી શક્યા નહિ સેવ ।
એણે જરૂર માર્યાતા આજ, ખોઇતિ એણે આપણી લાજ ।।૨૧।।
માટે ખરા એ ખુની અસુર, એને જોવા આપણે જરૂર ।
પછી એને કેડ્યે ફોજ ચડી, ઘેરી લીધા અસુર તે ઘડી ।।૨૨।। કહ્યું લ્યો ઉભારો ઉડું ઉડું, એમ કહીને કાપિયું મુંડું ।
મુવા અધરમી ત્યાં અપાર, બહુ ઉતર્યો ભૂમિનો ભાર ।।૨૩।। એમ પોતાનાં પાપ પ્રતાપે, થયા નાશ તે અસુર આપે ।
હરિ પોતે અપાપ અદોષ, નથી રાખતા કોઇશું રોષ ।।૨૪।। એવા કૃષ્ણ દેવ જે દયાળ, પછી ચાલ્યા ત્યાંથી તતકાળ ।
આવ્યા વેંકટાદ્રિયે જીવન, કર્યાં ઠાકોરજીનાં દર્શન ।।૨૫।।
પછી ચાલ્યા ત્યાંથી નિરમોહી, શિવકાંચી વિષ્ણુકાંચી જોઇ । ત્યાંથી શ્રીરંગે આવ્યા છે શ્યામ, મોટા મોટાનાં કરવા કામ ।।૨૬।। કાવેરી ગંગામાં પોતે નાહિ, ઉતરિયા ફુલવાડી માંહિ ।
વાડી સુંદર શોભે છે સાર, જેમાં ફળ ફુલ છે અપાર ।।૨૭।। રહ્યા પોતે તિયાં દોય માસ, કરવા બહુ જીવને સમાસ ।
તિયાં વૈષ્ણવને વાત કરી, એનાં ફેલ તજાવિયાં હરિ ।।૨૮।। બીજા નાટક ચેટક વાળા, બહુ કરતા હતા કર્મ કાળાં ।
તેને જીતી પોતે તતકાળ, ડંકો બેસાડ્યો પોતે દયાળ ।।૨૯।।
ચાલ્યા ત્યાંથી થઇ તતપર, આવ્યા સેતુબંધ રામેશ્વર ।
નાયા સમુદ્રમાં ત્યાં જીવન, કર્યાં રામેશ્વરનાં દર્શન ।।૩૦।। ક્ષેત્ર પવિત્ર છે અતિ એહ, તપસ્વિને સેવ્યા જેવું તેહ ।
રહ્યા પોતે તિયાં દોય માસ, પછી ત્યાંથી ચાલ્યા અવિનાશ ।।૩૧।।
ભક્તચિંતામણી
આવ્યા સુંદરરાજમાં શ્યામ, કર્યો તિયાં કાંઇક વિશ્રામ ।
પછી ચાલ્યા ભૂતપુરી ભણી, ન પુછી રીત્ય એ વાટ તણી ।।૩૨।।
ચાલ્યા દીશ બાંધીને દયાળ, નથી જેને શરીર સંભાળ ।
આવ્યું આગળ વિકટ વન, અતિ ઘોર ઘણું છે સઘન ।।૩૩।।
ચાલતાં ચાલતાં પડે રાત્ય, તિયાં પોઢી ચાલે પરભાત્ય ।
એમ વહિ ગયા પંચ દન, મળ્યું નહિ તિયાં જળ અન્ન ।।૩૪।।
પડી સાંજ મળ્યું નહિ પાણી, સૂકો કંઠ ન બોલાય વાણી । થયા આપે અતિશે અચેત, એમ કષ્ટ સહે જન હેત ।।૩૫।।
પછી ધીરે ધીરે ચાલ્યા ધીર, ત્યાંતો આવ્યું છે અરણ્યમાં નીર । તેમાં નાયા પોતે ઘનશ્યામ, પછી નવરાવ્યા શાલગ્રામ ।।૩૬।। તિયાં પ્રબોલિયાફળી ચાર, શેકી કર્યું નૈવેદ્ય તે વાર ।
તેને જમ્યા પોતે ઘનશ્યામ, પહોર એક રહ્યા એહ ઠામ ।।૩૭।।
પછી ચાલિયા ત્યાંથી દયાળ, થયો બીજે દિ મધ્યાહ્ન કાળ । ત્યાં અરણ્યે આવ્યો એક કુપ, ભર્યો અમળ જળે અનુપ ।।૩૮।। તિયાં નાયા પોતે જળ કાઢી, પછી બેઠા છાંયા જોઇ ટાઢી । ભરી ગળી જળની કઠારી, શેર દશની સુંદર સારી ।।૩૯।।
પછી શાળગ્રામ લઇ ત્યાંઇ, તે પધરાવ્યા કટોરીમાંઇ ।
ઉપરથી કીધી જળધાર, થઇ ઠાલી કઠારી તે વાર ।।૪૦।। ત્યારે પોતે જોયું વિચારી, કિયાં વહી ગયું આટલું વારી । રખે કટોરી ફુટેલ હોય, જોયું ત્યારે સાજી દીઠી સોય ।।૪૧।।
પછી જાણ્યું એમ ઘનશ્યામે, પીધું જરૂર એ શાળગ્રામે ।
રખે હોય હજીએ પિપાસા, એમ કહીને મન વિમાશા ।।૪૨।।
પછી કાઢી કાઢીને કઠારી, પાયું બહુ શાળગ્રામને વારી । જેમ જેમ જળ માંડ્યું પાવા, તેમ માંડ્યું ઠામ ઠાલું થાવા ।।૪૩।। એક બેનો ન રહ્યો વિચાર, પીધું જળ કઠારી અપાર ।
સિંચી સિંચી થાક્યા ઘનશ્યામ, ત્યારે તૃપ્ત થયા શાળગ્રામ ।।૪૪।।
પછી પૂજ્યા છે ચંદને કરી, વળતા એમ વિચારીયા હરિ ।
ભક્તચિંતામણી
પ્યાસ ભાંગી પણ હશે ભૂખ, થયું એ વાતનું અતિ દુઃખ ।।૪૫।।
પોતાને તો મળ્યું નથી અન્ન, તેને વીતી ગયા ષટ્ દન । તેનું તો પોતાને નથી કાંય, અતિ ધીરજ પર્વત પ્રાય ।।૪૬।। તેહ સમે ત્યાં આવ્યા કાપડી, પુરુષ નારી તે પોઠીયે ચડી । કાષાંબર તે સુંદર ધર્યાં, બેઉ અતિ ભાવ માંહિ ભર્યાં ।।૪૭।। આવીયાં એહ વન મોઝાર, દેખી હરિ કર્યો નમસ્કાર ।
આપ્યું આસન આદરે જ્યારે, વળતાં બોલ્યાં છે દંપતી ત્યારે ।।૪૮।। તમે ક્યાંથી આવ્યા એકાએક, નથી સંગે તે કેમ સેવક । તમે ભૂખ્યા હશો મારા વીર, એમ કહી ભર્યાં નેણે નીર ।।૪૯।।
પછી ત્રિયાને કહે મહામતિ, આપો સાથુ આ ભૂખ્યા છે અતિ । ત્યારે આપ્યો સાથુ લુણ સહિતે, ધર્યું વિષ્ણુને નૈવેદ્ય પ્રીતે ।।૫૦।। ત્યારે હરિ કહે પુછું છું અમે, આવા કોણ દયાળુ છો તમે । ત્યારે યોગી કહે જમી લીયો, ધીરા રહી પછી જળ પીયો ।।૫૧।। ત્યાર પછી હું કરીશ વાત, જેમ છે તેમ કહીશ વિખ્યાત ।
પછી જમી જળપાન કર્યું, ત્યારે યોગી બોલ્યા મોદભર્યું ।।૫૨।।
સુણો વર્ણી તપસ્વી અક્રોધ, જાણ્યા અમે શ્રીકૃષ્ણ છો શુદ્ધ ।
માટે નહિ બોલું જાૂઠું મહામતિ, મને જાણો ઇશ આ છે સતી ।।૫૩।। તમને ભૂખ્યા જાણીને દયાળ, અમે આવ્યાં આંહી તતકાળ ।
શ્રીરંગાદિ જેહ બીજાં ક્ષેત્ર, તિયાં ફરું છું જાણી પવિત્ર ।।૫૪।। તમ જેવાનાં દર્શન સારુ, નાથ રહેવું જાણો આંહી મારુ ।
એવી સુણી મહેશની વાત, થયા હરિ બહુ રળિયાત ।।૫૫।।
સદાશિવ કૈલાસ રહેનાર, તે મળ્યા મને સાક્ષાત્કાર ।
લાગ્યા પાય પડી ઓળખાણ્ય, ત્યારે નાથે જોડ્યા જુગ પાણ્ય ।।૫૬।। કહે નાથ કરો શિવ સાય, જે થકી દૃઢ વૈરાગ્ય થાય ।
કહે શિવજી સાંભળો વીર, થાશે દૃઢ વૈરાગ્ય સુધીર ।।૫૭।। કરી પ્રશંસા તે પરસ્પર, મળ્યા બેઉ પછી મોદભર ।
વળતા ઇશ અંતર્ધાન થિયા, પ્રભુ ભૂતપુરીયે આવિયા ।।૫૮।।
ભક્તચિંતામણી
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીહરિ ચરિત્ર નામે ચોત્રિશમું પ્રકરણમ્
।।૩૪।।
પૂર્વછાયો- શુભમતિ સહુ સાંભળો, એમ કરતાં કરતાં કાજ । ત્યાંથકી હરિ આવિયા, ભૂતપુરીમાં મહારાજ ।।૧।। રામાનુજની ત્યાં મૂરતિ, કર્યાં પોતે ત્યાં દર્શન ।
કાંયેક દિન ત્યાં રહી, પુછ્યું ત્યાગી પ્રત્યે પ્રશન ।।૨।। ઉત્તર તેનો દક્ષણાદિયે, ન થયો જ્યારે જરૂર ।
ત્યારે તે ઉઠ્યા મારવા, થઇ ક્રોધમાં ચકચુર ।।૩।। કહે આવ્યો તું કાલ્યનો, તે લેછે અમારી લાજ ।
એવું પ્રશ્ન અટપટું, તારે પુછવાનું શું કાજ ।।૪।।
ચોપાઇ- હરિ નિરમાની અતિનેક, બોલ્યા નહિ તે કરી વિવેક । ક્ષમાવંત અત્યંત છે શાંતિ, ક્રોધ આવ્યો નથી જેની પાંતિ ।।૫।। અતિધીર ગંભીર છે ઘણા, શું કહીએ સદ્ગુણ તે તણા ।
પછી સારું કહીને સધાવ્યા, ત્યાંથી કુમારી કન્યાયે આવ્યા ।।૬।। વળતાં પદ્મનાભમાં પધાર્યા, ત્યાંના વાસીને મોદ વધાર્યા ।
પછી આવ્યા જનાર્દને નાથ, ચાલે એકલા ન જુવે સાથ ।।૭।। ત્યાંથી આવ્યા છે આદિકેશવે, તેની વાત સુણો કહું હવે । તેને સમીપે સુંદરપુર, ત્યાં દીઠા દો સહસ્ર અસુર ।।૮।। તે તો હરિના છે વેરવાઇ, દેખી ઉઠ્યા છે મારવા ધાઇ ।
કહે આપણો માર એકલો, આવ્યો હાથ હવે રખે મેલો ।।૯।। એમ કહીને આવ્યા મારવા, ત્યારે લોકે માંડ્યું છે વારવા । તેની વાત કાને નવ ધરી, ત્યારે રાજાને ખબર પડી ।।૧૦।। કહે રાજા અન્યાય માં કરો, કાંઇક પ્રભુના ડરથી ડરો ।
ત્યારે રાજા પ્રત્યે કહે અસુર, એને મારશું અમે જરૂર ।।૧૧।। તેની કરીશ જો રખવાળ, તો જાણજે આવ્યો તારો કાળ ।
ત્યારે રાજાને ચડી છે રીશ, કાપ્યાં સામટાં સહુનાં શીશ ।।૧૨।।
ભક્તચિંતામણી
મુવા દૈત્ય ત્યાં દોય હજાર, રાજાદ્વારે ઉતાર્યો એ ભાર ।
પછી આદિ કેશવનાં દર્શન, કરી ચાલ્યા ત્યાંથી ભગવન ।।૧૩।। આવ્યા મળિયાચળને માંઇ, દિન પાંચ રહ્યા પોતે ત્યાંઇ ।
કરી સાક્ષીગોપાળનાં દર્શન, પછી જોયું છે વિવિધ્યે વન ।।૧૪।। વ્યાળે વીટાણાં દીઠાં ચંદન, તિયાં રહ્યા છે કાંયેક દન । ત્યાંથી આવ્યા કિસ્કંધા નગર, નાયા ત્યાં પ્રભુજી પંપાસર ।।૧૫।। ત્યાંથી ચાલ્યા છે સુંદર શ્યામ, કરવા અનેક જીવનાં કામ ।
પછી ચંદ્રભાગા નદી નાઇ, ત્યાંથી આવ્યા પંઢરપુરમાંઇ ।।૧૬।। કર્યાં વિઠુબાનાં દરશન, રહ્યા બે માસ ત્યાં ભગવન ।
પછી વિઠુબાને પોતે મળી, ચાલ્યા વંદના કરીને વળી ।।૧૭।। તિયાં રાત્યમાં રાક્ષસ આપ, સુતો તો કરીને મોટો તાપ । તેને જગાડીને પુછી વાટ, પછી ચાલ્યા તે વરણિરાટ ।।૧૮।।
પછી આવ્યા દંડકારણ્ય હરિ, તેને પોતે પ્રદક્ષિણા કરી ।
ત્યાંથી આવ્યા પોતે ગોદાવરી, કર્તા તીર્થને પવિત્ર હરિ ।।૧૯।। જોઇ તીર્થને તીર્થના વાસી, એમ જોતા આવે અવિનાશી ।
ત્યાંથી આવ્યા નાસિકમાં આપ, નિરખી જન થયા છે નિષ્પાપ ।।૨૦।। કરી ત્ર્યંબકેશ્વરનાં દેદાર, ત્યાંથી આવ્યા તાપી નદી પાર ।
પછી યાત્રા નર્મદાની કરી, ત્યાંથી આવ્યા મહી પ્રત્યે હરિ ।।૨૧।। વળતાં ઉતર્યા સાભર શ્યામ, બહુ જીવનાં કરવા કામ ।
જોઇ ભીમનાથ ભગવાન, ચાલ્યા નાથ ત્યાંથી નિદાન ।।૨૨।। ત્યાંથી ગોપનાથજીમાં ગયા, પંચતીર્થિમાં કાંઇક રહ્યા । રહ્યા દોઢ માસ ગુપ્તપ્રયાગે, અતિ કૃશ તનમાં છે ત્યાગે ।।૨૩।।
પછી ચાલ્યા ત્યાંથી અવિનાશ, રહ્યા લોઢવામાં ત્રણ માસ । ત્યાંથી આવ્યા માંગરોળ શહેર, બહુ જીવો પર કરી મહેર ।।૨૪।। આવ્યા કઠણ કષ્ટને સહિ, કહેતાં કષ્ટ તે કહેવાય નહિ ।
વન પર્વત વસમી વાટ, ઘણા કઠણ ઓઘટ ઘાટ ।।૨૫।। વાંકા દેશ વચમાં રહેનાર, મળ્યા દૈત્ય હજારો હજાર ।
ભક્તચિંતામણી
ભૂત પ્રેત ભવાની ભૈરવ, યક્ષ રાક્ષસ રાક્ષસી સર્વ ।।૨૬।। ડાકણી સાકણી વૈતાલી, મળી જોગણીયો કહિ કાળી ।
ઠામોઠામ મૃત્યુનાં ઠેકાણાં, રહ્યાં ઘણાં ને થોડાં લખાણાં ।।૨૭।। જ્યાં જ્યાં ફર્યા કર્યાં પોત્યે તપ, મેલી જીવ્યાની કોરનો ખપ । જેજે કર્યા હરિએ ઉપાય, તેતો દેહ ધારીએ ન થાય ।।૨૮।। તીર્થમાંથી અધર્મને ટાળી, આવ્યા પાષંડીના માન ગાળી ।
પાપી જીવને પાછેરા પાડી, સાધુને સારી રીત્ય દેખાડી ।।૨૯।।
મુમુક્ષુને આનંદ આપતા, અઘ ઉથાપી ધર્મ સ્થાપતા ।
ત્યાગ વૈરાગ્ય ને તપશ્ચર્ય, નિયમે સહિત રાખી બ્રહ્મચર્ય ।।૩૦।। એમ ફર્યા તીરથમાં આપ, ત્યાંના વાસી જોઇ પરતાપ ।
પડ્યા ઝાંખા હરિજીને જોઇ, કહે છે આતો અતિ મોટા કોઇ ।।૩૧।।
પોતાને તો છે સહજ સ્વભાવ, ધનત્રિયાતણો તે અભાવ ।
શાંતિ તિતિક્ષા ને અતિ ત્યાગ, નિસ્પ્રેહ અહિંસા અનુરાગ ।।૩૨।। કૌપીન વિના નહિ પટ લેશ, મૃગાજિન ને જટા છે શિશ ।
શીત ઉષ્ણમાં ઉઘાડે તન, ગામમાંહિ ન કરે આસન ।।૩૩।। ત્રણે કાળે નાય જઇ નિત્યે, કરે શ્રીકૃષ્ણની પૂજા પ્રીત્યે ।
પંચાધ્યાય પાઠનું છે નિયમ, કરે ત્રણે કાળે પ્રાણાયામ ।।૩૪।। કરે આસન ચોરાશી આપે, તાઢ્યમાં પણ અગ્નિ ન તાપે ।
કૃષ્ણમૂર્તિમાં ઠેરાવી વૃત્તિ, તેણે મટકું આંખ્ય નથી ભરતી ।।૩૫।। રક્ત પળ નથી તને રતિ, કેવળ રહ્યાં છે ત્વચા ને અસ્થિ । આખા શરીરમાંહિ ઉઘાડી, સર્વે નિસરી રહી છે નાડી ।।૩૬।। કાંટા કાંકરામાં અણવાણા, ચાલે આપે રાખે નહિ મણા ।
નિત્યે ચાલવું વણપુછ્યે વાટે, વન પર્વત ઓઘટ ઘાટે ।।૩૭।।
ચાલે નિર્ભય થઇ નિઃશંક, નથી કોઇની પોતાને શંક ।
વાઘ વ્યાળ વરુ નિત્ય મળે, તેતો તેની મેળ્યે દૂર પળે ।।૩૮।। ફળ ફુલ જે વન મોઝાર, મળે તો તે જમે એકવાર ।
નહિ તો રહે વાયુ વારિ પીને, નથી જમતા કેને યાચીને ।।૩૯।।
ભક્તચિંતામણી
અજાચ્યું અન્ન મળે તો જમે, નહિ તો ન ખાધે દિન નિગમે । એકાદશી જન્મદિન જેહ, કરે તપ્તકૃચ્છ્ર વ્રત તેહ ।।૪૦।।
પંચ વિષયશું નથી સંબંધ, નથી ગમતો નારીનો ગંધ ।
ધર્મવાળા જોઇ હરિ એવા, બીજાપણ ઇચ્છ્યા એમ રહેવા ।।૪૧।।
સારું જાણી સંગે રહ્યા કઇ, દેહમાની શક્યા નહિ રઇ ।
અતિ કઠણ તપ કરતા, આવ્યા દેશ પ્રદેશ ફરતા ।।૪૨।। વર્ષ સાત વેઠ્યો વનવાસ, તે ઉપર થયો એક માસ ।
સંવત્ અઢાર છપન કહિએ, શ્રાવણવદિ ષષ્ઠમી લહીએ ।।૪૩।। તેદિ લોજ પધાર્યા મહારાજ, કરવા અનેક જીવનાં કાજ ।
સુંદર વાવ્ય એક ગામબાર, તિયાં બેઠા પોતે ઘડિ ચાર ।।૪૪।। તે ગામમાં ઉદ્ધવ અવતાર, સ્વામી રામાનંદજી ઉદાર ।
તેના સંતનો વસે સમોહ, જેને કામ ક્રોધ નહિ મોહ ।।૪૫।। તેમાં મોટેરા છે મુક્તાનંદ, તેની આજ્ઞામાં રહે મુનિવૃંદ । આપે સદાવ્રત જમે સંત, તિયાં આવ્યા પોતે ભગવંત ।।૪૬।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીહરિવનવિચરણ નામે પાંત્રિશમું
પ્રકરણમ્ ।।૩૫।।
સામેરી- રૂડું સ્વામી રામાનંદનું, આખ્યાન કહું અનૂપ । જે આપે ઉદ્ધવજી અવતર્યા, તે થયા રામાનંદરૂપ ।।૧।। જેહ પુરી જેહ કુળમાં, જેહ ગોત્ર જેહ માત તાત ।
જીયાં ઉદ્ધવજી અવતરી, કાવ્યા રામાનંદ સાક્ષાત ।।૨।। જેમ મુક્યું નિજ ગેહને, જેમ શીખ આપી માત તાત ।
જેમ આવ્યા આ દેશમાં, કહું તેની સર્વે વાત ।।૩।।
સહુ મળી હવે સાંભળો, સારી કથા છે આ અનૂપ ।
કહું ચરિત્ર કોડામણું, રામાનંદજીનું રસરૂપ ।।૪।। દુર્વાસાના શાપથી, ઉદ્ધવે ધર્યો અવતાર ।
પૂર્વ દિશે અયોધ્યાપુરી, ત્યાં બ્રાહ્મણ સુંદર સાર ।।૫।।
ભક્તચિંતામણી
ભક્ત શ્રીભગવાનના, વળી સદા સત્યવાદીપણું ।
વિદ્યાવાન અમાન આપે, ઇંદ્રિયજીત અતિશે ઘણું ।।૬।।
પાપરહિતા પુણ્યવંતા, સ્વધર્મમાં સાવધાન ।
ઉચ્ચકુળે આચાર અતિ, ઘણું ઘણું ગુણવાન ।।૭।। કશ્યપ ગોત્ર ને ઋગ્વેદ, આશ્વલાયન શાખા જેહની ।
અજયનામે વિપ્ર પવિત્ર, સુમતિ પત્ની તેહની ।।૮।। તેને તે ઘેર પ્રકટ્યા, ઉદ્ધવ આપે ઉદાર ।
સંવત્ સત્તર પંચાણવે, શ્રાવણવદી આઠ્યમ સવાર ।।૯।। તેહ સમે ઉદ્ધવજીએ, આપે ધર્યો અવતાર ।
જન્મ સમે જયજય શબ્દે, વદે છે નર ને નાર ।।૧૦।। આનંદ વાધ્યો અતિ ઘણો, ઘેર ઘેર મંગળ ગાય ।
વિધ્યે વિધ્યે કરે વધામણી, વળી હૈયે હર્ષ ન માય ।।૧૧।। વળતા તે વિપ્ર તેડાવિયા, તેહ આવિયા નિજધામ ।
જન્મ અક્ષર જોઇને, કહે નામ એનું શ્રીરામ ।।૧૨।। શુભ વાર ચોઘડિયું, શુભ ઘડી પળ લગન ।
એવા સમામાં આવિયો, પુત્ર તમારો પાવન ।।૧૩।। અતિ પ્રતાપી એહ છે, ઉદ્વવ જેવા એ અનૂપ ।
જ્ઞાન ગુણ ને લક્ષણે, થાશે તેહ જેવા તદરૂપ ।।૧૪।। એવું સુણી આનંદ પામ્યાં, માત પિતા અતિ મન ।
મહામતિ જે ઉદ્ધવજી, તે જાણ્યા પોતાના તન ।।૧૫।।
પછી આપ્યાં દાન અતિ ઘણાં, ભાંગી બ્રાહ્મણની ભૂખ ।
અન્ન ધન અંબર અવનિ, ગજ વાજ ગૌ ગેહ સુખ ।।૧૬।। વિપ્ર મન પ્રસન્ન થયા, ગયા પોતપોતાને ગેહ ।
માતપિતા સુતમુખ જોઇ, હૈયે ન માય સનેહ ।।૧૭।।
મનોહર સુંદર મૂરતિ, અતિરૂડા દિસે રામ ।
જેનું મુખ જોતાં મયંક લાજે, છબી જોઇ કોટી કામ ।।૧૮।। એના ચરણની શોભા કહું, અતિ ઓપે નખ ને આંગળી ।
ભક્તચિંતામણી
જાણું જળમાં કમળ કેરી, ફુલી રહી રાતી કળી ।।૧૯।। અંકિત લંકિત લાલ અંઘ્રી, પેની બની અતિ પાતળી ।
ગુલફ જંઘા જાનું જોતાં, ઉરુ ઉભય શોભે વળી ।।૨૦।। ઉંડી નાભિ ઉદર સુંદર, પડે વળ ત્રણ્ય તિયાં ।
સ્તન દોય રુદે જોઇ, જનમન લોભી રીયાં ।।૨૧।। અજબ કંઠ અજાનબાહુ, અતિ સુંદર કરઆંગળી ।
અરુણ નખ ઓપે ઘણા, જાણું બણી મણિની આવળી ।।૨૨।। ચિબુક મુખ અધરવર, વળી રસના રસ રૂડે ભરી ।
મંદમંદ હાસ્ય કરતાં, શોભે છે સુંદર હરિ ।।૨૩।।
નાસિકા સગ્ય દીપકેરી, વળી લઘુ કપોળ કાન છે ।
ગૌરમૂર્તિ અતિ સુંદર, શોભિત તન એવે વાન છે ।।૨૪।। આંખ્યમાં અમૃત ભર્યું, વળી ભ્રકુટિ ભારી ભાવની ।
ભાલ સુંદર સોયામણું, મનોહર મૂર્તિ મન ભાવની ।।૨૫।। ઉર વિશાળ ભાલ ઝળકે, શિશે કેશ તે શ્યામ છે ।
ઝીણા વક્ર ઝગે ઘણા, વળી પ્રૌઢ પંડે શ્રીરામ છે ।।૨૬।। એવા સુતને નિરખી, માત તાત મગન મને ।
હેતે લાડ લડાવતાં, મોટા થયા થોડે દને ।।૨૭।। બાળચંદ્રની પેઠ્યે પોતે, નિત્યે વધતા જાય છે ।
તેને દેખી તાત માતનાં, નયણાં તે ટાઢાં થાય છે ।।૨૮।। શોભે સુંદર મૂરતિ, નામ શ્રીરામ ને રૂપ ।
આઠ વર્ષે અજય જનકે, આપી જનોઇ અનૂપ ।।૨૯।।
પછી વર્ણિ વ્રતને, દૃઢ મને કરી ધારીયું ।
ગૃહસ્થાશ્રમ નથી કરવો, એવું મને વળી વિચારિયું ।।૩૦।। ધર્માત્મા એવા જે ઉદ્ધવ, વળી નૈષ્ઠિકવ્રત વાલું અતિ ।
શ્રીકૃષ્ણ ભક્તિરૂપ કંજને, પ્રકાશ કરવા ઉડુપતિ ।।૩૧।। નિવૃત્તિવાળા સંતનો, સમાગમ ગમે ઘણું ।
તાત મુખથી કરે સદા, શ્રવણ નિત્ય ભાગવતતણું ।।૩૨।।
ભક્તચિંતામણી
તેણે કરી શ્રીકૃષ્ણ કેરી, ભક્તિ અતિ ભાવે મને ।
પછી શ્રીકૃષ્ણની પ્રતિમા, નિમેશું પૂજે નિશદને ।।૩૩।। વળી પ્રત્યક્ષ શ્રીકૃષ્ણનાં, ઉર ઇચ્છે છે દર્શનને ।
ગૃહાદિક નથી ગમતું, રહે છે સદા ઉદાસી મને ।।૩૪।।
પછી ઉદ્ધવે મનમાંહિ, એમ કર્યો નિરધારને ।
વેદ ભણ્યાનો મિષ લઇ, તજું હવે ઘરદ્વારને ।।૩૫।। ત્યારે તે પુછ્યું તાતને, માતને જોડી પાણ્ય ।
આપો અમને આગન્યા, હું ભણું વેદ પુરાણ ।।૩૬।। કરવા દ્વારિકાની જાતરા, દેખવા દેશ પ્રદેશ ।
એવી ઇચ્છા ઉરમાંહિ, મારે વર્તે છે અહોનિશ ।।૩૭।। ત્યારે માતાને આવી મૂરછા, વળી ઢળી તે કદળી જેમ ।
શ્રીરામ તમે સધાવતાં, મારા પ્રાણ રહેશે કેમ ।।૩૮।।
પુત્ર તમે નાનકડા, નવ દેખિયું સુખ દુઃખ ।
કોણ તમને જમાડશે, જ્યારે લાગશે વળી ભૂખ ।।૩૯।। વાટમાંહિ વાઘ વરુ, બિવરાવે બહુ બાળને ।
પુત્ર મારા મંદિર બેઠા, ભજો શ્રીગોપાળને ।।૪૦।।
શ્રીરામ કહે મા સાંભળો, મારે જાવું છે જરુર ।
રાખ્યો તમારો નહિ રહું, મારું અંતર છે આતુર ।।૪૧।।
સારું પુત્ર તમે સધાવજ્યો, વહેલા આવજ્યો મારા વીર ।
શિખ દેતાં શ્રીરામને, નયણે તે ચાલ્યાં નીર ।।૪૨।। રહો પુત્ર રસોઇ કરું, એકવાર જમો જીવન ।
આ મુખ મોંઘુ મળવું, મારા તીરથવાસી તન ।।૪૩।।
સુત તમે સધાવતાં, કેમ જાશે મારા દન ।
આંધળાની આંખ્ય છો, મુજ નિર્ધનનું ધન ।।૪૪।।
મુજ રાંકનું રતન છો, જાતાં તે જીવડો નહિ રહે ।
અણતોળ્યું દુઃખ આવતાં, દેહધારી કેટલુંક સહે ।।૪૫।। અપરાધ ઓલ્યા ભવના, પુત્ર આજ આવી નડ્યા ।
ભક્તચિંતામણી
એમ કહી અચેત થઇ, લડથડી પૃથ્વી પડ્યાં ।।૪૬।। ત્યારે શ્રીરામ કહે મા સાંભળો, દિલગીર મ થાઓ મનમાં । કરો રસોઇ જમશું, થાઓ સચેત તનમાં ।।૪૭।। ત્યારે માતાને ઉતરી મૂરછા, જાગીને જોયા ફરી ।
પછી રૂડી રીતશું, રાજી થઇ રસોઇ કરી ।।૪૮।।
જમીને જીવન ચાલિયા, કળ પડી નહિ કોઇને ।
માત તાત તણો મોહ, વ્યાપ્યો નહિ નિરમોહિને ।।૪૯।। જેમ પૂર્વ દિશે પ્રકટી, ઇંદુ આવે વરુણી દિશ ।
તેમ તે શ્રીરામ આપે, કર્યો પશ્ચિમે પરવેશ ।।૫૦।। તરત ત્યાંથી ચાલિયા, અને જોયાં તીરથ ધામ ।
સિંધુતીરે સોયામણું, એક આવ્યું તળાજું ગામ ।।૫૧।।
સાધુસ્વભાવે શાસ્ત્રવેત્તા, નામ તે કાશીરામ ।
સત્વગુણી સંત જાણી, તિયાં કર્યો વિશ્રામ ।।૫૨।। શાસ્ત્ર એનાં સર્વે શોધી, લીધું સમઝી સાર ।
નથી અજાણ્યું એહથી, કર્યો ઉપલો ઉપચાર ।।૫૩।।
ગોપનાથના ગોપાલયોગી, તેના શિષ્ય તે આત્માનંદ ।
તે મળ્યા રૈવતાચળે, જે મહામોટા યોગીઇન્દ ।।૫૪।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ઉદ્ધવનું જન્મવૃતાંત કહ્યું ને ઘરનો
ત્યાગ કર્યો એ નામે છત્રીશમું પ્રકરણમ્ ।।૩૬।।
પૂર્વછાયો- સહુ મળી વળી સાંભળો, કહું ત્યાર પછીની વાત ।
મોટા યોગીને માન્યા જેવા, મુનિ આત્માનંદ વિખ્યાત ।।૧।। આઠ પહોર નવ ઉતરે, જેને સમાધિ સુખરૂપ ।
બ્રહ્મ સંગાથે એકતા, કર્યો નિજ આત્મા અનૂપ ।।૨।। બહુ કાળ તન રાખવું, વળી તરત તજવું દેહ ।
નિજગુરુ પરતાપથી, આપે થયા સ્વતંત્ર જેહ ।।૩।।
પોતાની કૃપાયે કરી, યોગસિદ્ધિને પામ્યા શિષ્ય ।
ભક્તચિંતામણી
તેને સમૂહે વિંટ્યા સ્વામી, આત્માનંદ મુનીશ ।।૪।।
ચોપાઇ- તેને પાસે આવી નિરધાર રે, કર્યો ઉદ્ધવે નમસ્કાર રે । અતિ પ્રતાપી પ્રસિદ્ધ જેહ રે, આત્માનંદ મુનિ છે તેહ રે ।।૫।। તેને નમી ઉદ્ધવ નિરધાર રે, રહ્યા માસ અદ્રિ મોઝાર રે ।
જોઇ આત્માનંદની રીત રે, વર્ણિયે વિચારિયું ચિત્ત રે ।।૬।। આને સમાધિમાંહિ શ્રીકૃષ્ણ રે, દેતા હશે તે નિશ્ચે દર્શન રે । એમ કરી ઉદ્ધવ વિચાર રે, કર્યો કર જોડી નમસ્કાર રે ।।૭।। કરી પ્રાર્થના બોલ્યા આપ રે, સુણો સ્વામી હરણ સંતાપ રે । જેહ સાક્ષાત્કાર શ્રીકૃષ્ણ રે, તેનાં ઇચ્છું છું કરવા દર્શન રે ।।૮।। તેની સિદ્ધિ સારુ જે સાધન રે, કહો કૃપા કરી મુનિજન રે । ત્યારે બોલ્યા શ્રી આત્માનંદ રે, યોગ સાધતાં થાશે આનંદ રે ।।૯।। હશે ગમતું તમારૂં જેહ રે, થાશે સર્વે સિદ્ધ જાણો તેહ રે । એવું સુણી ઉદ્ધવ વચન રે, અતિહર્ષ પામિયા મન રે ।।૧૦।। વળી જાણીને મોટા યોગીશ રે, યોગ સાધ્યા સારુ થયા શિષ્ય રે । કરી વિનંતિ લાગ્યા છે પાય રે, ત્યારે એમ બોલ્યા ગુરુરાય રે ।।૧૧।।
સુણો વાત તમે વર્ણિઇન્દ રે, નામ તમારું શ્રીરામાનંદ રે ।
પછી યોગ જે અંગે સહિત રે, તે શિખવ્યો કરી બહુ પ્રીત રે ।।૧૨।।
સુણી વર્ણી ઉદ્ધવ દયાળ રે, થયા સિદ્ધ પોતે થોડે કાળ રે । નિજગુરુસમ બ્રહ્મમાંય રે, પામ્યા એકપણું આત્મામાંય રે ।।૧૩।।
પછી રામાનંદ સ્વામી જેહ રે, દિઠું અખંડ બ્રહ્મતેજ તેહ રે । દિશોદિશમાંહિ એકરસ રે, દેખે સમાધીમાં અહોનિશ રે ।।૧૪।।
પણ તે તેજમાં શ્રીકૃષ્ણ રે, તેનું પામ્યા નહિ દરશન રે ।
ત્યારે ન પામ્યા સંતોષપણું રે, થયા ઉદ્ધવ વ્યાકુળ ઘણું રે ।।૧૫।।
પછી ગુરુ આગે જોડી હાથ રે, કહે કરી કૃપા તમે નાથ રે ।
પામ્યો સમાધિનું સિદ્ધપણું રે, દેખું કૈવલ્ય બ્રહ્મતેજ ઘણું રે ।।૧૬।। તેતો નિરાકાર નિરાધાર રે, મારે અભીષ્ટ કૃષ્ણ સાકાર રે । તેને નથી દેખતો હું નાથ રે, તેણે માનુછું મને અનાથ રે ।।૧૭।।
૧૪૦ ભક્તચિંતામણ પ્રકરણ ૩૭
રાધિકાના પતિ જે શ્રીકૃષ્ણ રે, તેતો અદિઠે ઉદ્વેગ મન રે । કહે ગુરુ સુણો બ્રહ્મચાર રે, કૃષ્ણ તેજોમય નિરાકાર રે ।।૧૮।। જેજે આકાર તે માયિક રે, નિરાકાર અખંડ છે એક રે ।
એવી સાંભળી ગુરુની વાણ રે, પામ્યા મૂરછા વર્ણી સુજાણ રે।।૧૯।।
પડ્યા ભૂમિએ થઇ નિરાશ રે, ઘડી બે પછી આવિયો શ્વાસ રે ।
પછી રુદન કર્યું અપાર રે, સુણી શ્રીકૃષ્ણને નિરાકાર રે ।।૨૦।। કહ્યો શ્રીકૃષ્ણનો આકાર ખોટો રે, આવ્યો તેણે અવગુણ મોટો રે ।
પછી ગુરુને ત્યાગી તે વાર રે, ત્યાંથી ચાલ્યા કરી નિરધાર રે ।।૨૧।।
ગુરુએ વાર્યા પણ ન રહ્યા રે, રામાનુજની ગાદીએ ગયા રે । નિરખ્યા શ્રીરંગજીને હુલાશે રે, રહ્યા વિષ્ણુકાંચીમાંહિ વાસે રે ।।૨૨।। કરે સ્મરણ શ્રીકૃષ્ણતણું રે, વહાલું લાગ્યું ત્યાં વસવું ઘણું રે ।
નાય નિર્મળ જળમાં નિત્યે રે, કરે નિત્યવિધિ પોતે પ્રીત્યે રે ।।૨૩।। નિરખે શ્રીરંગને ભાવ ભરી રે, કરે પ્રક્રમા મંદિર ફરી રે ।
પોર પાછલો રહે જ્યારે દન રે, સુણે ગીતાભાષ્ય દઇ મન રે ।।૨૪।। વાંચે શ્રીવૈષ્ણવ નિત્યે વળી રે, થાય મગન ગ્રંથ સાંભળી રે ।
પ્રપન્નામૃત ગ્રંથને પ્રીત્યે રે, સુણે એક ચિત્ત દઇ નિત્યે રે ।।૨૫।। જેમાં રામાનુજનાં ચરિત્ર રે, અતિ પરમ પાવન પવિત્ર રે ।
સુણ્યું સર્વે તે શ્રવણ દઇ રે, અથઇતિ પર્યંત તે લઇ રે ।।૨૬।। તેમાં આવી એવી વાત ઘણી રે, મોટપ્ય શ્રી રામાનુજતણિ રે ।
પછી મનમાં કર્યો વિચાર રે, રામાનુજ તો મોટા અપાર રે ।।૨૭।। વળી છોટા મોટા ગ્રંથ એના રે, સુણ્યા ઉદ્ધવે આદરે તેના રે । એમ સદ્ગ્રંથ સાંભળતાં રે, માસ બેઉ ત્યાં વર્ણીને વિત્યા રે ।।૨૮।। કર્યું મનન સુણી એ ગ્રંથ રે, જાણ્યા રામાનુજ તે સમર્થ રે । નિશ્ચે ભક્ત મોટા એ નિદાન રે, એકાંતિક ઇંદિરા સમાન રે ।।૨૯।। દિવ્ય દેહે રહેતા હશે આંઇ રે, મને જણાય છે મન માંઇ રે । એના અનન્ય ભક્ત હશે જેહ રે, તેને દેખતા હશે તેહ રે ।।૩૦।। વળી શ્રીકૃષ્ણ જે ભગવાન રે, હશે એને વશ એ નિદાન રે ।
પ્રકરણ ૩૭કકકક ભક્તચિંતામણી
૧૪૧
એમ નિશ્ચય કરી વર્ણીરાય રે, કર્યો એના દર્શનનો ઉત્સાય રે ।।૩૧।। એનાં જન્મ ને કર્મ સાંભળી રે, કર્યું ઉદ્ધવે ધ્યાન એનું વળી રે । એમ કરતાં સ્વામી ચિંતવન રે, આવ્યો ચૈત્રપંચમીનો દન રે ।।૩૨।। તે જ દિને સુંદર સવારે રે, થયું સ્વપ્ન અલૌકિક ત્યારે રે । તેમાં દીઠા રામાનુજાચાર રે, શોભે સૂરજસમ ઉદાર રે ।।૩૩।। દીઠા સુણ્યાતા શ્રવણે જેવા રે, મળ્યા એંધાણે એવા ને એવા રે ।
પડી પિછાન લાગ્યા છે પાય રે, આવ્યાં હર્ષનાં આંસુ આંખ્યમાંય રે ।।૩૪।। કૃષ્ણ દ્રષ્ણની ઇચ્છા છે એને રે, એવું જાણી પછી મળ્યા તેને રે । વળતા બેઉ બેઠા એક ઠામ રે, બોલ્યા વર્ણી કરી પ્રણામ રે ।।૩૫।। બહુ દિને પામ્યો દરશન રે, થયો આજ હું તે ધન્ય ધન્ય રે ।
સુણ્યા જે દિના તમારા ગ્રંથ રે, જાણ્યા તમને મેં સમરથ રે ।।૩૬।। વળી શ્રીકૃષ્ણ ભક્ત અનન્ય રે, તમે છો મેં જાણ્યું એમ મન રે । હશે વશ શ્રીકૃષ્ણ તમારે રે, એમાં નથી સંશય કાંઇ મારે રે ।।૩૭।।
માટે કૃષ્ણ દ્રષ્ણ તર્ત થાય રે, એવું બતાવો સાધન કાંય રે । કર્યું સ્તવન વળી વિશેષ રે, સ્વપ્નમાંહી સ્વામી નામી શિશ રે ।।૩૮।। થયા રાજી રામાનુજાચાર રે, સુણી વર્ણિ વેણ વાધ્યો પ્યાર રે । જાણ્યું વર્ણી આ પોતાનો સ્થાપું રે, એને શ્રીવૈષ્ણવી દિક્ષા આપું રે ।।૩૯।। એમ શ્રીરામાનુજ વિચારી રે, કહ્યા મંત્ર તે બે સુખકારી રે । કહ્યું કરજ્યો તમે આનો જાપ રે, મળશે કૃષ્ણ પ્રસન્ન થઇ આપ રે ।।૪૦।। જપો મંત્ર તમે બડભાગ્ય રે, વળી ધર્મ જ્ઞાન ને વૈરાગ્ય રે । તે સહિત શ્રીકૃષ્ણની ભક્તિ રે, કરો નિર્વિઘ્ન મહામતિ રે ।।૪૧।। નિત્ય નૈમિત્તિક કૃષ્ણ સેવ રે, તેનો સર્વે સમઝાવ્યો ભેવ રે । કહી વ્રત ઉત્સવની રીત રે, સુણિ વર્ણિએ દઇ ચિત્ત રે ।।૪૨।। કર્યા પંચ સંસ્કારે યુક્ત વર્ણિ રે, કહ્યા મંત્ર તે બે મહામણિ રે । કરજ્યો શિષ્ય કહેજ્યો મંત્ર તેને રે, ભવપાર ઉતરવા એને રે ।।૪૩।। રહી શકો તો રહેજ્યો આંહિ રે, નહિ તો વિચરજ્યો ભૂમિમાંહિ રે । એમ ઉદ્ધવને વરદાન રે, આપી થયા છે અંતરધાન રે ।।૪૪।।
૧૪૨ ભક્તચિંતામણ પ્રકરણ ૩૮
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે રામાનંદ સ્વામીને રામાનુજ આચાર્ય
મળ્યા એ નામે સાડત્રિશમું પ્રકરણમ્ ।।૩૭।।
પૂર્વછાયો- શુભમતિ સહુ સાંભળો, એમ મળ્યા રામાનુજાચાર । જાગ્યા સ્વામી સ્વપ્ન થકી, ત્યારે કરવા લાગ્યા વિચાર ।।૧।। આતે શું સાક્ષાત મળ્યા, કે આ શું થયું સ્વપ્ન ।
એમ વિચારતાં અંતરે, દીઠું પંચ સંસ્કારે તન ।।૨।। ઉર્ધ્વપુંડ્ર દ્વાદશ દીઠાં, દીઠી કંઠમાં સુંદર દામ ।
મંત્ર કહ્યા તે હૈયે રહ્યા, ત્યારે માન્યા પૂરણકામ ।।૩।। અંકિત અંગ જોઉ ઉમંગ, અતિશે આવ્યો મન ।
પ્રકટ ચિહ્ન દેખી પંડનાં, માન્યું મળશે નિશ્ચે ભગવન ।।૪।।
ચોપાઇ- પછી રામાનંદ રાજી થઇ રે, કર્યો મંત્ર જાપ મૌન રઇ રે । બેઠા આસન અડગ વાળી રે, જોયું અંતરમાંહિ નિહાળી રે ।।૫।। ભુલ્યા શરીરનું ભાન સ્વામી રે, વૃત્તિ અતિશે આનંદ પામી રે । દિઠું અંતરમાં તેજ અતિ રે, તે તેજમાંહિ દીઠી મૂરતી રે ।।૬।। તેતો લક્ષ્મીનારાયણ કૃષ્ણ રે, તેનાં થયાં છે પોતાને દ્રષ્ણ રે । અતિ સુંદર શોભાના ધામ રે, નિરખ્યા પ્રભુજી પૂરણકામ રે ।।૭।। તેને પાયે લાગ્યા લળી લળી રે, પામ્યા અતિશે આનંદ વળી રે । થયા મગન મનમાં ઘણા રે, મળ્યા કૃષ્ણ રહી નહિ મણા રે ।।૮।। જેવું હતું મને ચિંતવન રે, થયું તેવાનું તેવું દરશન રે । આપી એમ દર્શન દાન રે, પછી થયા છે અંતરધાન રે ।।૯।। જાગ્યા સમાધિથી સ્વામી જ્યારે રે, અતિ આનંદ પામિયા ત્યારે રે । કહે ધન્ય ધન્ય છે આ ધામ રે, જેમાં પુરી થઇ મારી હામ રે ।।૧૦।।
પછી વચન ગુરુનાં સંભારી રે, રહી ધર્મમાં ભક્તિ વધારી રે । રાખી શીલ શાંતિ દયા દલે રે, ક્રોધ કરે નહિ કોઇ પળે રે ।।૧૧।।
લોભ મોહ માન નહિ લેશ રે, કરે મુમુક્ષુને ઉપદેશ રે । કહે મંત્ર દોય તેને કાન રે, વળી કરાવે કૃષ્ણનું ધ્યાન રે ।।૧૨।।
પ્રકરણ ૩૮કકકક ભક્તચિંતામણી
૧૪૩
થાય તેને દ્રષ્ણ કૃષ્ણતણું રે, તેણે મગન થયા મને ઘણું રે । થયા શિષ્ય આવી બહુ જન રે, સહુ માની સ્વામીનું વચન રે ।।૧૩।। જુની જાયગાના જે રહેનાર રે, તેતો માને નહિ નરનાર રે । ત્યારે શ્રીવૈષ્ણવને રીસ ચડી રે, આવ્યા સ્વામી પાસળ તે ઘડી રે ।।૧૪।। કહ્યું આજ કાલનો તું આવ્યો રે, આંહિ આવીને તું ઘણો ફાવ્યો રે ।
સર્વે લોકોને લીધા તેં વાળી રે, એવા રાંકશું અમને ભાળી રે ।।૧૫।।
માટે જીવ્યાનો ખપ હોય તારે રે, ભાગી જાજ્યે સમઝી સવારે રે । એમ કહી ઉત્તરાદિ ગિયા રે, ત્યારે સ્વામી મને વિચારિયા રે ।।૧૬।। થાય ઉપાધિ આપણે માટ્ય રે, ત્યારે ઇયાં રહ્યામાં શું ખાટ્ય રે । કૃષ્ણપ્રિય જેહ વૃંદાવન રે, જાઇ તિયાં કરીએ આનંદ રે ।।૧૭
પછી ત્યાં થકી ચાલ્યા ઉમંગે રે, ચાલ્યા બીજા શિષ્ય બહુ સંગે રે । આવ્યા વૃંદાવન તેહ વાર રે, નિરખ્યા ગોવિંદજી કરી પ્યાર રે ।।૧૮।। જોઇ મૂરતિ એ સુખખાણ રે, જાણ્યું કૃષ્ણ પ્રત્યક્ષ પ્રમાણ રે ।
પામ્યા આશ્ચર્ય વરણિ મન રે, વાધ્યો આનંદ થયા મગન રે ।।૧૯।।
પછી તે સ્થળે વાળી આસન રે, બેઠા સરલ રાખી સ્વામી તન રે ।
ગુરુએ કહ્યા મહાનિધિ મંત્ર રે, જપે મનમાંઇ તે નિરંત્ર રે ।।૨૦।। એકાગ્ર કરી મન આપ રે, કર્યો શ્રીકૃષ્ણ મંત્રનો જાપ રે । ત્યાંતો તર્ત સ્ફુર્યું તેજ અતિ રે, તેમાં દીઠા રમારાધા પતિ રે ।।૨૧।।
મનોહર મૂરતિ જે કૃષ્ણ રે, તેનાં થયાં છે પોતાને દ્રષ્ણ રે ।
મુખ મોરલી ને ભુજા દોય રે, શ્યામ સુંદર નટવર સોય રે ।।૨૨।। શોભે ભૂષણ મુગટ શિશે રે, ગળે વૈજ્યંતી માળા દિસે રે । એવા શ્રીકૃષ્ણ સ્વામીએ નિરખ્યા રે, નિરખી હૈયામાંહિ હરખ્યા રે ।।૨૩
દીઠી મૂરતિ તેજ દિનેશ રે, પછી બોલ્યા સ્વામી નામી શીશ રે । કહે ધન્ય આ રૂપ રસાળ રે, ધન્ય ધન્ય દીનના દયાળ રે ।।૨૪।। કરે સ્તવન મને થઇ દીન રે, ઉભા આગળે થઇ આધીન રે ।
કહે લીધી અમારી સંભાળ રે, ધન્ય ધન્ય દીનના દયાળ રે ।।૨૫।। તમે સંતની કરો છો સાય રે, વળી બહુનામી ગ્રહો છો બાંય રે ।
૧૪૪ ભક્તચિંતામણ પ્રકરણ ૩૮
તેને મુકો નહિ કોઇ કાળ રે, ધન્ય ધન્ય દીનના દયાળ રે ।।૨૬।। તમે સંત હિતે ધરી તન રે, કરી નિજજનની જતન રે ।
એવા કરુણાનિધિ કૃપાળ રે, ધન્ય ધન્ય દીનના દયાળ રે ।।૨૭।। તમે દાસતણાં દુઃખ કાપી રે, કરો પ્રસન્ન દર્શન આપી રે । નિજજનના છો પ્રતિપાળ રે, ધન્ય ધન્ય દીનના દયાળ રે ।।૨૮।। તમે વ્રજજન હેત કાજ રે, આવ્યા વ્રજમાંહિ વ્રજરાજ રે ।
કર્યાં સુખિયાં ગોપી ગોવાળ રે, ધન્ય ધન્ય દીનના દયાળ રે ।।૨૯।। એમ કર્યું સ્વામીએ સ્તવન રે, સુણી પ્રભુજી થયા પ્રસન્ન રે ।
માગો રામાનંદ મુજ પાસ રે, જેહ માગો તે પુરું હું આશ રે ।।૩૦।। ત્યારે સ્વામી કહે દ્રષ્ણ તમારું રે, થાય મને હું જ્યારે સંભારું રે । વળી પૂજાની સામગ્રી લીજે રે, એવી કૃપા અમ પર કીજે રે ।।૩૧।। વળી જેમ રાખો તેમ રહું રે, હું તો તમારે આશરે છઉં રે । કહે કૃષ્ણ ઉદ્ધવ છો તમે રે, ઇયાં શાપે આવ્યા તમે અમે રે ।।૩૨।।
માટે કાઢો સંપ્રદાય નવી રે, આજ થકી કહું છું ઉદ્ધવી રે । એમ કહી અંતર્ધાન થયા રે, સ્વામી જાગી બહુ હરખિયા રે ।।૩૩।।
પુરુષોત્તમ કૃષ્ણને પામી રે, થયા પૂરણકામ તે સ્વામી રે ।
પછી જ્યારે જ્યારે કરે ધ્યાન રે, ત્યારે દેખે કૃષ્ણ ભગવાન રે ।।૩૪।। વળી પૂજતા પ્રેમે પ્રતિમા રે, દેખે શ્રીકૃષ્ણને નિત્ય તેમાં રે ।
પૂજા હાર આપે જે જે પ્રીત્યે રે, લીયે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ નિત્યે રે ।।૩૫।। તેણે પરમસુખ શાંતિ પામી રે, થયા મગન મનમાં સ્વામી રે । રહ્યા માસ એક વૃંદાવન રે, થયા શિષ્ય ત્યાં મુમુક્ષુ જન રે ।।૩૬।।
પછી ગુરુની આજ્ઞા સંભારી રે, કૃષ્ણ ભક્તિ ભૂમિએ વધારી રે । ત્યાંથી બહુ શિષ્ય લઇ સંગે રે, ગયા પ્રયાગમાં ઉછરંગે રે ।।૩૭।। તિયાં પણ કીધા શિષ્ય બહુ રે, જીત્યા આપે મતવાદી સહુ રે । રહ્યા કેટલાક માસ તિયાં રે, ભક્તિ ધર્મ દોય શિષ્ય થયાં રે ।।૩૮।। એતો કથા મેં કહી છે આગે રે, તેતો સુણી સૌવે અનુરાગે રે ।
પછી જક્તગુરુ સ્વામી જેહ રે, ફર્યા તીરથ સર્વે તેહ રે ।।૩૯।।
પ્રકરણ ૩૯કકકક ભક્તચિંતામણી
૧૪૫
ત્યાંથી આવ્યા એ રૈવતાચળ રે, કૃષ્ણે ક્રીડા કરી છે જે સ્થળ રે । વર્ષ એક રહ્યા એણે ઠામ રે, કર્યાં મુમુક્ષુ જીવનાં કામ રે ।।૪૦।। ત્યાગી ગૃહી વળી નરનાર રે, તે સ્વામીએ ઓધાર્યા અપાર રે । થયા શિષ્ય તે સર્વે આવી રે, તેને કૃષ્ણની ભક્તિ કરાવી રે ।।૪૧।।
સંપ્રદાયના મારગમાંઇ રે, રહ્યો તો જે અધર્મ છપાઇ રે ।
કાપી જડ તે અધર્મતણી રે, કૃષ્ણ ભક્તિ વિસ્તારી છે ઘણી રે ।।૪૨।। એવા રામાનંદ સ્વામી જેહ રે, છે તો રામાનુજજીના તેહ રે ।
પણ રામાનુજના આશ્રિત રે, જાણી અવર ન કરી પ્રીત રે ।।૪૩।। કહે રામાનુજના આ નહિ રે, એમ મનમાં માનિયું સહિ રે । એવું સ્વામીનું ચરિત્ર જેહ રે, કહ્યું પવિત્ર સહુને તેહ રે ।।૪૪।। તે સ્વામીના સાધુ જે પંચાસ રે, નિવૃત્તિવાળા જગથી ઉદાસ રે । રામાનંદજીની આગન્યાયે રે, રહ્યા હતા ગામ લોજમાંયે રે ।।૪૫।। તેમાં સુખાનંદ એક સંત રે, આવ્યા નાવા વાવ્યે ગુણવંત રે । નિરખ્યા નીલકંઠ ને ત્યાંઇ રે, થયા મગન અતિ મનમાંઇ રે ।।૪૬।। તે દેખતાં દ્રગ ઠર્યાં દોય રે, કહે આવા મેં ન દીઠા કોય રે ।
પછી નમ્યા તે નમ્રતા આણી રે, અતિ દીનતાએ બોલ્યા વાણી રે ।।૪૭।। ધન્ય વર્ણી કિયાંથી આવિયા રે, હવે જાવાનું ધાર્યું છે કિયાં રે ।
મોટાં ભાગ્ય થયાં દર્શન રે, તમને નિરખી હું થયો પાવન રે ।।૪૮।। તમ જેવાનાં દર્શન ક્યાંથી રે, થોડે પુણ્યે કરી થાતાં નથી રે । કોઇ પૂરવ જન્મને પુણ્યે રે, થયાં દર્શન તમારાં મને રે ।।૪૯।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે રામાનંદમુનિનું આખ્યાન કહ્યું એ નામે આડત્રિશમું પ્રકરણમ્ ।।૩૮।।
પૂર્વછાયો- અતિ ઉત્તમ આખ્યાનની, કહી વણપુછી મેં વાત ।
હવે શ્રીહરિની કથા, કહું સુણો સહુ સાક્ષાત ।।૧।।
મહા મનોહર મૂરતિ, શોભે વરણિને વેશ ।
શિખાસૂત્ર સોયામણું, શિશે તે સુંદર કેશ ।।૨।।
૧૪૬ ભક્તચિંતામણ પ્રકરણ ૩૯
નાસાગ્રે વૃત્તિ રહે, અને દૃષ્ટિ તે અનિમેશ ।
એવા થકા ત્યાં આવિયા, બહુનામી કૃષ્ણ દિનેશ ।।૩।। આવી નાહિ એ વાવ્યમાં, પછી બેઠા કાંઠે નાથ ।
એવે સમે સુખાનંદ આવ્યા, નિરખી થયા સનાથ ।।૪।।
ચોપાઇ- નિરખી નાથને પામ્યા આશ્ચર્ય, અંગે ત્યાગ અતિ તપશ્ચર્ય । શીલ સંતોષ ને ક્ષમા અતિ, જાણું ધરી વૈરાગ્યે મૂરતિ ।।૫।। આવા સાધુ મેં ન દીઠા ક્યાંઇ, જાગે ભાગ્ય રહે એ જો આંઇ ।
પછી પ્રીત્યે શું પુછવા લાગ્યા, કોણ ગુરુ ક્યાં તમારી જાગ્યા ।।૬।। કહે હરિ સુણો સાધુ વાત, નહિ ગુરુ સ્વજન માત તાત ।
જેથી છુટીએ સર્વે સંતાપ, તે જ ગુરુ સ્વજન માઇ બાપ ।।૭।। ત્યારે બોલ્યા સુખાનંદ સંત, મહારાજ એજ છે સિદ્ધાંત ।
પણ પુછવાની એક રીત્ય, માટે પુછું છું હું કરી પ્રીત્ય ।।૮।। ત્યારે કહે નિલકંઠ કથી, આવ્યા ઉત્તર કોશળ દેશથી ।
સર્વ તીર્થ ફરતા જોતા ધામ, અમે આવ્યા છઉં આણે ગામ ।।૯।। અમે કહ્યું અમારૂં વૃતાંત, તમે કોણના શિષ્ય છો સંત ।
પછી બોલ્યા સુખાનંદ તૈયે, અમે રામાનંદજીના છૈયે ।।૧૦।। અમમાંહિ મોટા મુક્તાનંદ, તેની આજ્ઞામાં રહું વર્ણિઇંદ । આવ્યો આ વાવ્યે નાવા હું આજ, ત્યાં તો તમે મળ્યા મહારાજ ।।૧૧।।
મોટું ભાગ્ય માન્યું આજ મારું, મને દર્શન થયું તમારું । એમ કહીને લાગ્યા છે પાય, આવો અમારી જાયગા માંય ।।૧૨।। ઇયાં વસે છે સંત સુજાણ, વર્તે છે પંચવ્રત પ્રમાણ ।
પ્રભુ તિયાં લગી પધારીજે, દયા કરીને દરશન દીજે ।।૧૩।।
મુક્તાનંદજી જે ઇયાં રહે છે, તે તમ જેવાને મળવા ઇચ્છે છે ।
ગુરુ આજ્ઞાએ અમે રહું છું, તમ જેવાની સેવા કરું છું ।।૧૪।।
મુક્તાનંદજી સંત છે એવા, સહુને દર્શન કરવા જેવા ।
માટે તમે પધારોને ત્યાંઇ, નહિ તો નિશ્ચે એ આવશે આંઇ ।।૧૫।। ત્યારે વર્ણી બોલ્યા એમ વાણ, તમે સાંભળો સંત સુજાણ ।
પ્રકરણ ૩૯કકકક ભક્તચિંતામણી
૧૪૭
શહેર પુર નગર ને ગામ, અમે જાતા નથી કેને ધામ ।।૧૬।। ફર્યા વિષમ વન સઘળે, રહેતા નિત્ય નવા તરુ તળે ।
પણ એવાનાં દર્શન સારું, ચાલો માનીશ વચન તમારું ।।૧૭।।
પછી સંત સાથે વર્ણિરાય, આવ્યા આપે ધર્મશાળામાંય ।
ઉઠી સંતે કર્યો નમસ્કાર, નમ્યા હરિ સહુને તે વાર ।।૧૮।।
પછી બેઠા ઘટે તેમ સહુ, શોભી સભા તે સમામાં બહુ ।
સર્વે વર્ણિ સામું જોઇ રીયા, દેખી હરિ આશ્ચર્ય પામિયા ।।૧૯।। તપ તેજ તને શાંતપણું, દેખી મન નેણ લોભ્યાં ઘણું ।
કહે આવા ન દીઠા સાંભળ્યા, આજ મોરે પણ નથી મળ્યા ।।૨૦।। બાળપણામાં આવા છે શુદ્ધ, માટે મનુષ્ય નહિ છે વિબુદ્ધ ।
કાંતો ચંદ્ર કાંતો છે આ અર્ક, કાંતો અગ્નિ કે સ્વામી કાર્તિક ।।૨૧।। કાંતો નિરન્નમુક્ત આ નિદાન, કાંતો તપ છે મૂરતિમાન । કાંતો બદ્રિપતિ છે આપ, જુવો એના આવ્યાનો પ્રતાપ ।।૨૨।। આપણાં નેણ ન લોભે ક્યાંઇ, તેતો રીયાં છે એમાં લોભાઇ ।
માટે આપણાં મોટાં છે ભાગ્ય, મળ્યા મૂર્તિમાન આ વૈરાગ્ય ।।૨૩।। આની સેવા કરો કર ભામી, તો રીઝશે રામાનંદ સ્વામી ।
પછી સંત સેવામાંહિ રીયા, મુક્તાનંદે ભોજન કરાવિયાં ।।૨૪।।
પછી જીતેંદ્રિય સાધુને જાણી, રાજી થઇ હરિ બોલ્યા વાણી ।
કહે અમે રહેશું તમ પાસ, કરશું ટેલ્ય કરે જેમ દાસ ।।૨૫।।
પછી સંતમાં રહ્યા મહારાજ, પુછ્યું પ્રશ્ન પરીક્ષાને કાજ ।
કહે નીલકંઠ સુણો સંત, તમે જાણો છો સર્વે સિદ્ધાંત ।।૨૬।।
માટે કરૂં છું પ્રશ્ન મહારાજ, ઉત્તર સુણવા ઇચ્છું છું આજ । જીવ ઇશ્વર માયા બ્રહ્મ જેહ, પરબ્રહ્મ રૂપ કહો તેહ ।।૨૭।। કહેજ્યો જુજવા વિગત્ય પાડી, જેમ છે તેમ દેજ્યો દેખાડી । એવા સૂક્ષ્મ પ્રશ્નને સાંભળી, બોલ્યા મુક્તાનંદજી ત્યાં વળી ।।૨૮।। કહે સુણ્યું ગુરુ મુખે અમે, કહું તે વરણિ સુણો તમે ।
સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહ, તેમાં વ્યાપ્યો નખ શિખા તેહ ।।૨૯।।
૧૪૮ ભક્તચિંતામણ પ્રકરણ ૩૯
ઇંદ્રિ અંતઃકરણ એ આધારે, કરે ક્રિયા નાના પ્રકારે ।
વળી જાણો અજન્મા છે એહ, નિત્ય નિરંશ અખંડ તેહ ।।૩૦।। છે પ્રકાશક ને ન છેદાય, ન બળે ન સડે સુકાય ।
એવું જાણજ્યો જીવનું રૂપ, હવે કહું ઇશ્વરનું સ્વરૂપ ।।૩૧।। વિરાટ સૂત્રાત્મા દેહ જાણો, અવ્યાકૃતમાં વ્યાપ્યા પ્રમાણો । ઉત્પત્તિ સ્થિતિ પ્રલય જેહ, કરે સર્વે જગતનો તેહ ।।૩૨।। એહ કહ્યું ઇશ્વરનું રૂપ, હવે કહું માયાનું સ્વરૂપ ।
જક્ત માંહિ કહીએ જીવ જેહ, તેના ઉદ્ભવનું ક્ષેત્ર તેહ ।।૩૩।। અનાદિ તમમય તે કહીએ, જડચિદાત્મક એ લહીએ ।
કાર્ય કારણ રૂપ એ જાણો, ભગવાનની શક્તિ પ્રમાણો ।।૩૪।। ત્રણ ગુણાત્મક એ કહીએ, અજન્મા અજ્ઞાનરૂપ લહીએ ।
એવું માયાનું રૂપ સરે છે, હરિ આશ્રિત એને તરે છે ।।૩૫।। હવે સુણો બ્રહ્મ નિરુપણ, સત્ય જ્ઞાન અનંત પૂરણ ।
અખંડ ને અક્ષર એનું નામ, પુરુષોત્તમને રહેવાનું ધામ ।।૩૬।।
મૂર્તિમાન અમૃત કહેવાય, શુદ્ધ નિત્ય વિકાર વિનાય ।
માયા ઇશ્વર જીવ તત્ત્વ જેહ, તેનું પ્રકાશક જાણો તેહ ।।૩૭।। વળી સર્વાધાર એહ બ્રહ્મ, જાણો વર્ણિરાટ એહ મર્મ ।
હવે પરબ્રહ્મને કહીએ છીએ, જેનો કહેતાં તે પાર ન લઇએ ।।૩૮।।
નારાયણ વાસુદેવ કહેવાય, સ્વતંત્ર પ્રકાશક લેવાય ।
આનંદમય દિવ્યમૂરત, વિષ્ણુ કૃષ્ણને કહીએ અચ્યુત ।।૩૯।। વળી કહીએ અવ્યય ભગવાન, અક્ષર માયા કાળ જે નિદાન ।
તેમાં શક્તિએ અન્વય થયા, વળી મૂર્તિમાન જુદા રહ્યા ।।૪૦।। કાળ માયાના નિયંતા જેહ, સર્વ કારણના કારણ તેહ ।
એહ પરમાત્મા પરબ્રહ્મ, મુમુક્ષુ જીવોને લેવો મર્મ ।।૪૧।। એ છે સર્વને ઉપાસ્યા જેવા, સુણો વર્ણિ પરબ્રહ્મ એવા ।
કર્યો ઉત્તર મેં સુણ્યા પ્રમાણે, યથારથ તો સદ્ગુરુ જાણે ।।૪૨।। તેતો દેખે હસ્તામલક વળી, દેખાડે છે મુમુક્ષુને મળી ।
પ્રકરણ ૩૯કકકક ભક્તચિંતામણી
૧૪૯
એમ કર્યા ઉત્તર મુક્તાનંદ, સુણી વર્ણિ પામ્યા છે આનંદ ।।૪૩।।
સાધુ સ્વભાવ ને સરલ ચિત્ત, જાણી હરિ બોલ્યા કરી પ્રીત ।
હે મુનિ કર્યો ઉત્તર તમે, થયો યથારથ જાણ્યો અમે ।।૪૪।। એ પ્રશ્ન મેં પૂછ્યો છે બહુને, કહેતાં કઠણ થયા છે સહુને । તેની તમને લાગી નહિ વાર, માટે તમે મોટા નિરધાર ।।૪૫।। કરી મુનિ તમારાં દર્શન, મારા મનમાં થયો મગન ।
ત્યારે મુક્તાનંદ કહે મહારાજ, મેં દિઠા છે બહુ તપીરાજ ।।૪૬।।
પણ તમ જેવા એક તમે, શું કહીએ મુખથી ઘણું અમે ।
પ્રશ્ન કરી સમજવો ઉત્તર, એવા પણ નોય ઝાઝા નર ।।૪૭।। એમ કહેતાં સાંભળતાં ગાથ, વાધ્યું હેત રહ્યા સંત સાથ । નિત્ય પ્રશ્નના ઉત્તર થાય, સુણી સાધુને હર્ષ ન માય ।।૪૮।।
સંસ્કૃત ને પ્રાકૃત પ્રશ્ન જે, કરે ઉત્તર ન થાય બીજે ।
પછી ડાહ્યા શિયાણા જે હતા, મનુષ્ય બુદ્ધિ તેમાં ન કરતા ।।૪૯।। છે અકળ આપ ભગવન, એમ જાણી સર્વે સંતજન ।
થાય કૃષ્ણ કથા તિયાં નિત્ય, સુણે નાથ પોતે દઇ ચિત્ત ।।૫૦।। રાખ્યા નિમ તેમાં નવ ચુકે, કરે તપ તે પણ ન મુકે ।
દેખી દષ્ટિ શ્રીહરિની સંત, માને આતો મોટા છે અત્યંત ।।૫૧।। ત્યારે સાધુ કહે ભગવાન, સ્થિર દૃષ્ટિ કરો કેનું ધ્યાન ।
ત્યારે બોલીયા વરણિરાજ, સુણો મુક્તાનંદજી મહારાજ ।।૫૨।। રાધાઆદિ જે સર્વેના સ્વામી, તે ઇષ્ટ મારા અંતરજામી ।
બ્રહ્મા વિષ્ણુ શિવના જે દેવ, તેની કરું છું હું નિત્ય સેવ ।।૫૩।। વારાહ આદિ જે અવતાર, તે સરવેના જે ધરનાર ।
એવા કૃષ્ણ પરબ્રહ્મ જાણો, મારે તેનું ધ્યાન પરમાણો ।।૫૪।। વળી કરું હું સેવા પૂજન, નિત્ય સ્મરણ ને કીરતન ।
તે વિના નથી જીવોને ગતિ, મારે પણ નથી બીજે મતિ ।।૫૫।। એમ બોલીયા છે બહુનામી, છેતો પોતેજ શ્રીકૃષ્ણ સ્વામી ।
પણ બોલવાની એહ રીત, તેમ બોલે છે કરુણાનિકેત ।।૫૬।।
૧૫૦ ભક્તચિંતામણ પ્રકરણ ૪૦
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિશિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે પ્રશ્નોત્તર નામે ઓગણચાલીસમું પ્રકરણમ્
।।૩૯।।
પૂર્વછાયો- શુભમતિ સહુ સાંભળો, એમ બોલ્યા ભાવે ભગવંત । તે સુણી મુક્તાનંદજીએ, કહ્યું પોતાનું વરતંત ।।૧।। અમે પણ શ્રીકૃષ્ણને, ભાવે ભજું છું ભગવાન ।
ગુરુની કૃપાએ કરી, વળી દેખું છું મૂર્તિમાન ।।૨।। તે ગુરુ રામાનંદજી, ઉદ્ધવનો અવતાર ।
મુમુક્ષુને આશરવા, યોગ્ય નિશ્ચે નિરધાર ।।૩।। તેની કૃપાએ કરી જન, દેખે ગોલોકાદિક ધામ ।
મોરલીધર શ્રીકૃષ્ણ જે, તે દેખે સમાધિએ શ્યામ ।।૪।।
ચોપાઇ- એતો કહી મેં બીજાની વાત, તમે તો દેખોછો સાક્ષાત । તેતો એમને વશ છે એહ, નથી એ વાતમાંહી સંદેહ ।।૫।। વળી રામાનંદજીને શ્રીકૃષ્ણ, તેનાં પૃથક મ જાણજ્યો દ્રષ્ણ ।
એતો જીવોના કલ્યાણ કાજ, પોતે સ્વયં કૃષ્ણ રહ્યા છે આજ ।।૬।।
ગુરુ ઉદ્ધવ વિના નથી અન્ય, તે છે ભાગવતમાં વચન ।
ઇચ્છ્યા આલોક તજવા કાજે, ત્યારે વિચાર્યું કૃષ્ણ મહારાજે ।।૭।।
મારું જ્ઞાન હું કેને આપીશ, જ્ઞાનાચાર્ય તે કેને સ્થાપીશ । જોતાં દીઠા ઉદ્ધવજી એક, આપ્યું છે જ્ઞાન કરી વિવેક ।।૮।। ઉદ્ધવ મારા આત્મા ગણું, નથી મુજથી ન્યુન એ અણું ।
એમ કહિ ઉદ્ધવને જ્ઞાન, આપી થયા છે અંતરધાન ।।૯।। તે ઉદ્ધવ તે જ રામાનંદ, તેના અમે છીએ વર્ણિઇંદ ।
કરીએ છીએ શ્રીકૃષ્ણ ભજન, એવાં સુણ્યાં વર્ણિએ વચન ।।૧૦।।
પછી સાંભળી આવી એ વાત, જે કહી હતી પોતાને તાત ।
જાણ્યા ઉદ્ધવ તે રામાનંદ, ક્યારે મળે ને પામું આનંદ ।।૧૧।।
મળે તો સેવાએ કરૂં પ્રશ્ન, તો મળે પ્રત્યક્ષ મને કૃષ્ણ ।
કહે મુક્તાનંદ પ્રત્યે હરિ, મને જાણજ્યો તમારો કરી ।।૧૨।।
પ્રકરણ ૪૦કકકક ભક્તચિંતામણી
૧૫૧
જેજે હોય હેતનાં વચન, કહેજ્યો મને થઇ ને પ્રસન્ન ।
તેતે તમે કરજ્યો ઉપાય, જેણે સદ્ય સ્વામીને મળાય ।।૧૩।। એમ કહી કહ્યું નિજવ્રતંત, તેને સાંભળી બોલીયા સંત ।
જાણ્યું છે બ્રાહ્મણમાં જનમ, કર્યાં છે અતિ તપ વિષમ ।।૧૪।।
પછી સૌવે કહ્યું ધન્ય ધન્ય, તમને થાશે સ્વામીનાં દર્શન । હમણાં સ્વામી છે ભુજનગર, સુંદર મૂર્તિ જે મનોહર ।।૧૫।। તે આવશે જ્યારે દેશ આણે, થાશે દર્શન સૌને તે ટાણે । હમણાં ન કરો જાવાનો ઘાટ, માનો વચન જુવો તમે વાટ ।।૧૬।। એવાં સુણી સાધુનાં વચન, રહ્યા તિયાં સ્થિર કરી મન ।
કરે સાધુની સેવા અપાર, નિત્ય પ્રત્યે કરી બહુ પ્યાર ।।૧૭।। જોઇ સેવાવૃત્તિ તે અત્યંત, કરે હેત સહુ મળી સંત ।
પોતાને તો ભક્તિ અતિ રજે, આપતકાળે ધર્મ ન તજે ।।૧૮।। શીત ઉષ્ણ વરસાતનાં દુઃખ, સહે શરીરે પ્યાસ ને ભૂખ ।
તેને જોઇને સરવે જન, પામે વિસ્મય પોતાને મન ।।૧૯।। એમ કરતાં ચૈત્રમાસ ગીયો, સંદેશો સ્વામીનો ન આવિયો । ત્યારે થયા અતિશે ઉદાસ, ન થયું દ્રષ્ણ મેલે નિશ્વાસ ।।૨૦।।
સર્વે સંતને કહે શિશ નામી, ક્યારે મળશે રામાનંદ સ્વામી । વિત્યો વાયદો નાવ્યા દયાળ, મારાં ભાગ્ય કઠણ આ કાળ ।।૨૧।। એમ કહી ભરે નયણે નીર, દર્શન વિના દિલે દિલગીર ।
એમ કરતાં વિતે દિનરાત, કરે વૈરાગ્ય ત્યાગની વાત ।।૨૨।।
સર્વે સંત કરેછે વિચાર, કેમ રહેશે આ જાગ્ય મોઝાર ।
આવા વૈરાગ્યવાન ન કોઇ, આવે લાજ એની દશા જોઇ ।।૨૩।। જાય સ્નાન કરવાને જ્યારે, પાછું મંદિર ન અવાય ત્યારે ।
વાટે કાંટા કાંકરા ને ઠેસ, ન દેખાય દૃષ્ટિ અનિમેષ ।।૨૪।।
ન રહે નિજદેહ સંભાળ, તોય બોલે દયાએ દયાળ ।
કહે મન જીવેશ્વર એને, દેખું છું હું માયા બ્રહ્મ તેને ।।૨૫।।
નથી કોઇ મુજથી અકળ, જાણું જેમ હથેળીનું જળ ।
૧૫૨ ભક્તચિંતામણ પ્રકરણ ૪૦
જ્યાં જ્યાં જાય છે મન તમારું, તે પણ નથી અજાણ્યું અમારું ।।૨૬।। એવી વાત કરે હરિ જ્યારે, સર્વે સંત સત્ય કહે ત્યારે ।
રહે પોતાને સહજ સ્વભાવ, અતિ નારી તણો તે અભાવ ।।૨૭।। આવે નારી તણો ગંધ જ્યારે, રહે નહિ પેટે અન્ન ત્યારે । અતિ દ્રવ્ય ત્રિય તન ત્યાગ, વળી અંગે અત્યંત વૈરાગ્ય ।।૨૮।। વળી વળી કરે એમ વાતું, દ્રષ્ણ સ્વામીનું કેમ નથી થાતું । જ્યારે મળશે સ્વામી રામાનંદ, ત્યારે મનમાં માનીશ આનંદ ।।૨૯।। કહે મુક્તાનંદને ભગવાન, તમે કરોને સ્વામીનું ધ્યાન ।
તમારી વૃત્તિમાં મેલી વૃત્તિ, જોઉં સ્વામી શ્રીજીની મૂરતિ ।।૩૦।।
પછી સંતે ધર્યું જ્યારે ધ્યાન, તેને ભેળું જોયું ભગવાન । ત્યારે દીઠા રામાનંદ સ્વામી, થયા રાજી રહિ નહિ ખામી ।।૩૧।। દીઠા કંજ અરૂણવર્ણ પાય, રૂડી ઉર્ધ્વરેખા છે તેમાંય ।
જમણા અંગોઠાને નખે રેખ, તેતો શોભે છે વળી વિશેખ ।।૩૨।। કરભ સરખી શોભા ઉરતણી, વળી નાભી ગંભીર છે ઘણી ।
મૂર્તિ પુષ્ટ છે મહારાજ કેરી, વળી શ્વેત ધોતી દીઠી પહેરી ।।૩૩।।
ગૌરવાન છે મૂરતિ સારી, મોટી ફાંદે શોભે સુખકારી ।
પડે વળ ત્રણ ત્યાં વિશાળ, ઉર ઓપે છે તરુતમાલ ।।૩૪।। તિયાં શોભે સુંદર રોમરાજી, કંઠે કમળમાળા રહી વિરાજી । ભુજ ગજસુંઢસમ શોભે, ઓપે અરુણ પંકજ પોંચા ઉભે ।।૩૫।। જેમ કંજની શોભે કળિયો, તેમ શોભે છે હાથઆંગળીયો । થડે જાડી ઉપર પાતળી, એવી દીઠી મેં દશે આંગળી ।।૩૬।।
નખ આવલી શોભે છે ઘણી, જાણ્યું હાર બણી મણિતણી ।
કંઠ કંબુસમાન છે એવું, મુખ શોભે પૂરણ શશિ જેવું ।।૩૭।। તિયાં દીઠા અધર પ્રવાળ, દંત દાડ્યમકળિ રસાળ ।
સઈ કહું તે શોભા મુખની, શોભે નાસિકા ચંચુ શુકની ।।૩૮।।
નયણાં કમળદળ વિશાળ, ભર્યાં કરુણારસે રસાળ ।
અતિ ભ્રકુટિ ભાલ વિરાજે, ત્યાં ઉર્ધ્વપુંડ્ર તિલક રાજે ।।૩૯।।
પ્રકરણ ૪૦કકકક ભક્તચિંતામણી
૧૫૩
રહ્યા છોટાછોટા શ્રવણ શોભી, દીઠી શિશપર શિખા ઉભી ।
માથે ઓઢી છે ધોળી પછેડી, કરુણારસ રહ્યા છે રેડી ।।૪૦।। કૃપાએ જોઈ રહ્યા છે સામું, પુરે છે નિજજનની હામું ।
હસતાં ખાડા પડે છે બે ગાલે, વળી ચાલે છે સુંદર ચાલે ।।૪૧।।
ચરણે ચાલતાં ચમકે ચાખડી, હાથે છે નીલા રંગની છડી ।
એવી મૂર્તિ દીઠી મનોહર, શોભાસાગર સુખ સુંદર ।।૪૨।। ત્યારે સંત કહે સત્ય વાત, એતો સ્વામી શ્રીજી છે સાક્ષાત । તમે આપો છો જે જે એંધાણ, તેમજ છે પ્રત્યક્ષ પ્રમાણ ।।૪૩।। જેવું છે રામાનંદજીનું રૂપ, તેવું તમેજ કહ્યું સ્વરૂપ ।
તમે દીઠી છે જેવી મૂરતિ, તેમાં ફેર નથી એક રતિ ।।૪૪।। યથારથ મૂરતિ છે જેવી, તમે પણ દિઠી પ્રભુ તેવી ।
ત્યારે બોલ્યા હરિ એમ વળી, તમે સુણો સંત સહુ મળી ।।૪૫।। સ્વામી રામાનંદજીનું પંડ, તેને દેખું છું ધ્યાને અખંડ ।
પણ મળશે પ્રત્યક્ષ પ્રમાણ, ત્યારે ટળશે અંતરે તાણ ।।૪૬।। એમ કહી થાય દિલગીર, વળી ભરે નયણમાં નીર ।
એમ ચરિત્ર કરે અવિનાશી, જોઈ સંત રહે છે વિમાશી ।।૪૭।। કહે આ છે કોઈક સમર્થ, એતો આવ્યા છે આપણે અર્થ । એને કરવું રહ્યું નથી લેશ, આપે છે આપણને ઉપદેશ ।।૪૮।। આપણે કરીએ છીએ ધ્યાન, ત્યારે રહે છે મન તન ભાન ।
વળી જ્યાં ત્યાં મન દિયે દોટું, જઈ ગ્રહે છે પદાર્થ ખોટું ।।૪૯।। તે એ જાણે છે મનની ઘાત, નથી એથી અજાણી કોઈ વાત ।
તમે જાુઓને સહુ વિચારી, આવા કોઈ દીઠા તન ધારી ।।૫૦।। બ્રહ્માસૃષ્ટિમાં ન જડે ગોતે, આતો પૂરણબ્રહ્મ છે પોતે ।
સમઝી સંત રહે પરસન, હરે ફરે કરે દરશન ।।૫૧।। એમ કરતાં વિત્યા નવ માસ, ત્યારે અતિશે થયા ઉદાસ ।
અહો આપણે આ શું જો થયું, કહો કેમ ન ફાટ્યું આ હૈયું ।।૫૨।। જળ કાદવ જાુજવી જાતિ, પ્રિતમ વિયોગે ફાટે છે છાતિ ।
૧૫૪ ભક્તચિંતામણ પ્રકરણ ૪૧
જળ મીનની પ્રીત પ્રમાણ, પિયુ વિયોગે પરહરે પ્રાણ ।।૫૩।। કુંજિસુત વીતે ષટ્ માસ, તજે તન થઈને નિરાશ ।
આતો વીતિ ગયા નવ માસ, એમ કહીને થયા ઉદાસ ।।૫૪।। કહે મુક્તાનંદને મહારાજ, આપો આજ્ઞા જાઉં દર્શન કાજ ।
તમે કર્યોતો વાયદો જેહ, વિચારોને વીતિ ગયો તેહ ।।૫૫।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે પ્રશ્નોત્તર નામે ચાલીસમું પ્રકરણમ્ ।।૪૦।।
પૂર્વછાયો- આણી ઉદાસી અંતરે, એમ બોલ્યા વરણિરાટ ।
તે સુણી મુક્તાનંદજી, અતિ કરે છે ઉચાટ ।।૧।।
આવા ત્યાગી તપસ્વી, નિરમોહી વૈરાગ્યવાન ।
નિસ્પૃહપણું જોઈ જાણે, રખે જાતા રહે નિદાન ।।૨।। કાંઈક ઉપાય કરું, જેણે રહે વરણિઈંદ ।
પછી મીઠી વાણીએ, બોલ્યા તે મુક્તાનંદ ।।૩।। વૈશાખસુદીનો વાયદો, તે નહિ પડે ખોટો નાથ ।
તિયાં લગી તમે રહો, કહું કરગરી જોડી હાથ ।।૪।।
ચોપાઇ- તમને કહીએ છીએ અમે એહ, તેતો જોઈને તમારું દેહ । તપે કરી તન છે દુબળું, નહીં પોંચાય શહેર છે વેગળું ।।૫।। ખારા સમુદ્રની છે ખાડી, તેતો ભુજ જાતાં આવે આડી ।
નથી સિધિ જાવા પગવાટ, અમે કહીએ છીએ તેહ માટ ।।૬।। હમણાં રહો જાળવીને પળ, હું મેલું છું લખીને કાગળ ।
તેનો વળતો ઉત્તર આવે, કરવું સહુને જેમ સ્વામી કાવે ।।૭।। તેની આજ્ઞા વિના નવ જાવું, અમને તો જણાય છે આવું ।
ત્યારે બોલ્યા હરિ તેહ પળ, સારુ લખો સ્વામીને કાગળ ।।૮।।
પછી મુક્તાનંદજી મહારાજ, બેઠા કાગળ લખવા કાજ ।
સ્વસ્તિ શ્રીભુજનગરમાંઈ, સ્વામી રામાનંદ સુખદાઈ ।।૯।। દીનબંધુ પતિતપાવન, ભક્તજનને મનભાવન ।
પુણ્ય પવિત્ર પ્રૌઢ પ્રતાપ, શરણાગતના શમાવો તાપ ।।૧૦।।
પ્રકરણ ૪૧કકકક ભક્તચિંતામણી
૧૫૫
કૃપાનિધિ કરુણાના ધામ, પતિતપાવન પૂરણકામ ।
દયાસિંધુ દિલના દયાળ, નિજજનતણા પ્રતિપાળ ।।૧૧।। અનાથના નાથ અધમોદ્ધાર, તમને કરૂં છું નમસ્કાર ।
કલ્યાણકારી જે અનેક ગુણ, તેણે કરી તમે છો પૂરણ ।।૧૨।। સિદ્ધ સિદ્ધિઓ સર્વે કહેવાય, તેતો સેવે છે તમારા પાય । શુદ્ધ ભક્ત જે લાખો કરોડી, તે તમને નમે કર જોડી ।।૧૩।। આપ ઈચ્છાએ મનુષ્યાકૃતિ, તમે ધરી પ્રભુ અમવતિ ।
એવા તમે જન સુખકારી, પ્રભુ વાંચજ્યો વિનતિ મારી ।।૧૪।। અત્ર લોજથી લખ્યો કાગળ, તમ કૃપાએ સુખી સકળ ।
તમારા સુખના સમાચાર, લખજ્યો મારા પ્રાણઆધાર ।।૧૫।। બીજાું લખવા કારણ જેહ, સ્વામી સાંભળજ્યો તમે તેહ ।
કોશળ દેશથી આવ્યા છે મુનિ, કહું વાત હવે હું તેહુની ।।૧૬।। દેહમાંહિ જેટલી છે નાડી, દેખાય છે તે સર્વે ઉઘાડી ।
ત્યાગ વૈરાગ્ય તને છે અતિ, જાણું આપે તપની મૂરતિ ।।૧૭।।
નીલકંઠ નામે નિદાન છે, શિવ જેવા વૈરાગ્યવાન છે ।
મેઘજેવા સહુના સુખધામ, દેખી દર્પ હરે કોટી કામ ।।૧૮।। વર્ણિવેશ દૃષ્ટિ અનિમેષ, બ્રહ્મસ્થિતિમાં રહે છે હમેશ ।
ઉદારમતિ અચપળતા, પાસળે કાંઇ નથી રાખતા ।।૧૯।। કિશોર અવસ્થાને ઉતરી, આવ્યા અત્ર તીરથમાં ફરી ।
સુંદર મુખ ને માથા ઉપર, કેશ નાના ભુરા છે સુંદર ।।૨૦।। બોલે છે સ્પષ્ટ વાણી મુખ, નારી ગંધથી પામે છે દુઃખ ।
માન મત્સર નથી ધારતા, પ્રભુ વિના નથી સંભારતા ।।૨૧।। જીર્ણ વલ્કલ ને મૃગછાળા, હાથમાંહિ છે તુલસી માળા ।
સરલ ક્રિયામાં સદા રહે છે, મુનિના ધર્મને શિખવે છે ।।૨૨।। રાખે છે ગુરુભાવ અમમાં, વૃત્તિ લાગી રહી છે તમમાં ।
રસરહિત જમે છે અન્ન, તેહ પણ બીજે ત્રિજે દન ।।૨૩।। કયારેક ફળ ફુલ નિદાન, ક્યારે કરે વારિ વાયુ પાન ।
૧૫૬ ભક્તચિંતામણ પ્રકરણ ૪૧
કયારે અજાચ્યું અન્ન આવ્યું લીએ, ક્યારે મળ્યું પણ મુકી દીએ ।।૨૪।। કયારેક મરચાં મીઢીઆવળ્ય, જમે એ જ એકલું કેવળ ।
ખારું ખાટું તીખું તમતમું, રસ નિરસ બરોબર સમું ।।૨૫।। ટંક ટાણાની ટેવજ નથી, અતિ નિસ્પૃહ રહે છે દેહથી ।
જે જે ક્રિયાઓ કરે છે એહ, તનધારીએ ન થાય તેહ ।।૨૬।।
ગ્રીષ્મ પ્રાવૃટ ને શરદઋતુ, હેમંત શીત ને વળી વસંતુ ।
છોયે ઋતુમાં વસવું વને, વહાલું લાગે છે પોતાને મને ।।૨૭।।
મેડી મોલ આવાસમાં રહેવું, તે જાણે છે કારાગૃહ જેવું । ઉનાળે તો તાપે છે અગનિ, ચોમાસે સહે ધારા મેઘની ।।૨૮।। શિયાળે બેસે છે જળમાંઈ, તેણે તન ગયું છે સુકાઈ ।
કિયાં બાળપણાની રમત, કિયાં પામવો સિદ્ધોનો મત ।।૨૯।। બાળપણે સિદ્ધદશા જોઈ, અમે સંશય કરું સહુ કોઈ ।
એના તપના તેજને માંઈ, અમારું તપ ગયું ઢંકાઈ ।।૩૦।। જેમ દિનકર આગળ દિવો, એ પાસે ત્યાગ અમારો એવો ।
એની વાત તો એ પ્રમાણે છે, સર્વ યોગકળાને જાણે છે ।।૩૧।। તોય શિષ્ય થઇને રહ્યા છે, જેની અતિ અપાર ક્રિયા છે ।
કેણે થાતો નથી નિરધાર, જાણું પામ્યા છે શાસ્ત્રનો પાર ।।૩૨।।
પુછે છે પ્રશ્ન અલપ કાંઇ, તેમાં પંડિત રહે છે મુંઝાઇ ।
સભામાંહિ વાદ પ્રતિવાદે, બોલે છે પોતે શાસ્ત્ર મર્યાદે ।।૩૩।। ત્યારે પંડિતના તર્ક સર્વ, થાય બંધ ને ન રહે ગર્વ ।
પુછે પ્રશ્ન કોઇ પોતા પાસ, ત્યારે બહુ રીત્યે કરે સમાસ ।।૩૪।। ત્યારે સંશય કરે એમ મન, આ શું આવ્યા પોતે ભગવન ।
બેસું ધ્યાને જ્યાં જ્યાં મન જાય, તેને દેખે છે સાક્ષિને ન્યાય ।।૩૫।। દુરિજન વચનનાં બાણ, સહેવા પોતે વજ્ર પ્રમાણ ।
એવા ક્ષમાવંત મહામતિ, પરદુઃખે પીડાય છે અતિ ।।૩૬।। કોમળતા કહી નથી જાતિ, ઉપમા પણ નથી દેવાતિ ।
સર્ષપ ફુલ માખણ ને કંજ, જાણું પામ્યા કોમળતા રંજ ।।૩૭।।
પ્રકરણ ૪૧કકકક ભક્તચિંતામણી
૧૫૭
સર્વ સાધુતા જે જે કહેવાય, તેતો રહી છે જાણું એહ માંય । તમ વિના એવા ગુણ બીજે, નથી સાંભળ્યા સાચું કહીજે ।।૩૮।। એનાં ચરિત્ર જોઇને અમે, જાણું દૃઢતા જોવા આવ્યા તમે ।
વળી તમારાં દર્શન કાજ, અતિ આતુર રહે છે મહારાજ ।।૩૯।। તેને રોકીને રાખ્યા છે આંઇ, કહો તો આવે તમ પાસે ત્યાંઇ । યાંની વાત મેં લખી જણાવી, રાજી હો તેમ મુકજ્યો કહાવી ।।૪૦।।
લખ્યું છે મારી બુદ્ધિ પ્રમાણ, સર્વે જાણી લેજ્યો સુજાણ ।
ઓછું અધિકું જે લખાણું હોય, કરજ્યો ક્ષમા અપરાધ સોય ।।૪૧।। દયા કરીને વાંચજ્યો પત્ર, ઘટે તેમ લખાવજ્યો ઉત્ર ।
તેની જોઇ રહ્યા છીએ વાટ, આવ્યે ઉત્તર ટળશે ઉચાટ ।।૪૨।। વારે વારે વિનતિ મહારાજ, કરું છું હું આ વરણિ કાજ ।
હશે તમને ગમતું તે થાશે, બીજા ડાહ્યાનું ડહાપણ જાશે ।।૪૩।। થોડે લખ્યે બહુ માનજ્યો નાથ, રાખજ્યો દયા પ્રભુ મુજમાથ । એવો પત્ર લખ્યો મુક્તાનંદે, વાંચ્યો સાંભળ્યો સહુ મુનિવૃંદે ।।૪૪।। કહે મુનિ ધન્ય છો મહારાજ, અતિ રૂડો પત્ર લખ્યો આજ ।
વાંચી આવશે વહેલા દયાળ, પ્રભુ લેશે આપણી સંભાળ ।।૪૫।।
પછી બોલ્યા એમ મુક્તાનંદ, સુણો નીલકંઠ મુનિઇંદ ।
લખ્યો સ્વામી પ્રત્યે પત્ર અમે, કાંઇક લખોને કહું છું તમે ।।૪૬।।
સુણી મુક્તાનંદનાં વચન, વિચાર્યું છે વરણિએ મન ।
હું શું લખી જણાવું સ્વામીને, કહ્યું ન ઘટે અંતર્યામીને ।।૪૭।। જાણે મનની વારતા તેને, સર્વે લોક હસ્તામળ જેને ।
એથી અજાણ્યું નથી લગાર, જાણે સર્વે અંતરમાંહિ બાર ।।૪૮।। એ આગે કરવી ચતુરાઇ, તે વિચારી લેવું મનમાંઇ ।
અમારે તો નથી એવો ઘાટ, લખું તમે કહો છો તેહમાટ ।।૪૯।। એમ કહીને બેઠા એકાંત્ય, લખવા કાગળ કરી છે ખાંત્ય ।
કાજુ કાગળ લીધો છે કર, માંડી પાટી ગોઠણ ઉપર ।।૫૦।। જમણા કરમાં કલમ લીધી, લખવા પત્રિકાની ઇચ્છા કીધી ।
૧૫૮ ભક્તચિંતામણ પ્રકરણ ૪૨
પ્રથમ કરી મને વિચાર, માંડ્યા લખવા શુભ સમાચાર ।।૫૧।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે મુક્તાનંદ સ્વામીએ પત્ર લખ્યો એનામે એકતાલીશમું પ્રકરણમ્ ।।૪૧।।
પૂર્વછાયો- સ્વસ્તિ શ્રીભુજનગરમાં, રહ્યા રાજઅધિરાજ ।
સર્વે શુભ શોભા ત્યાં રહે, જીયાં આપ બિરાજો મહારાજ ।।૧।।
સર્વે સદ્ગુણ મણિતણી, ધરી રહ્યા તમે માળ ।
ભક્તજનના મંડળમાં, બહુ શોભોછો દયાળ ।।૨।। જે જન આવે આશરે, તેને આપો છો અભયદાન ।
કૃષ્ણભક્તિ પ્રગટ કરી, આ સમે તમે ભગવાન ।।૩।।
સર્વે ગુરુના ગુરુ તમે, આપે ઉદ્ધવ છો તમે આજ ।
એવા સ્વામી રામાનંદજી, જયકારી પ્રવર્તો મહારાજ ।।૪।।
ચોપાઇ- તમે સાક્ષાતકાર ઉદ્ધવ, પ્રકટ્યા જીવ તારવાને ભવ । ધર્મરક્ષા કરવાને કાજ, તમે જન્મ લીધો છે મહારાજ ।।૫।। અવધપુરી અજયવિપર, લીધો જન્મ સુમતિ ઉદર ।
એવા ઉદ્ધવ તમે રામાનંદ, જિજ્ઞાસુ જીવના સુખકંદ ।।૬।। તેને પૃથ્વી સ્પર્શિ નમસ્કાર, કરૂં છું હું હજારો હજાર ।
એમ કરી લખું છું વિનંતિ, તમે સાંભળજ્યો મહામતિ ।।૭।।
નીલકંઠ વર્ણી મારું નામ, તમ શરણ વિના નથી ઠામ ।
એવો હું આવ્યો શરણ તમારી, સ્વામી સહાય કરજ્યો અમારી ।।૮।। કોશળદેશમાં મેલી સંબંધી, કૃષ્ણ મળવા વનવાટ લીધી ।
પછી ફર્યો હું સર્વે તીરથે, કૃષ્ણ પ્રગટ મળે એહ અર્થે ।।૯।। એમ કરતાં આવ્યો લોજ આંઇ, રહ્યો છું તમારા સંત માંઇ । કૃષ્ણ પ્રત્યક્ષ મળવા કાજ, કરૂં આગ્રહ તે કહું મહારાજ ।।૧૦।। તપ કરૂં છું કઠણ તને, નથી મોળો હું પડતો મને ।
ચારે માસ ચોમાસાના જેહ, કરૂં ધારણા પારણા હું તેહ ।।૧૧।। વર્ષો વરસ કાર્તિક માસ, કરૂં છું સામટા ઉપવાસ ।
પ્રકરણ ૪૨કકકક ભક્તચિંતામણી
૧૫૯
વળી એ માસમાં કોઇ સમે, કરૂં કૃચ્છ્રવ્રતને તે અમે ।।૧૨।। ત્યાર પછી માઘ માસમાંય, કરૂં પારક કૃચ્છ્ર કહેવાય ।
ચાંદ્રાયણ એકાદશી લઇ, સર્વે વ્રત કરૂં છું હું સઇ ।।૧૩।। કૃષ્ણ પ્રસન્ન કરવાને કાજ, એનું દુઃખ નથી મને મહારાજ ।
પંચ વિષયથી મન ઉતારી, કરૂં છું તપ કઠણ ભારી ।।૧૪।। તેણે કરીને શરીરમાંઇ, લોહિ માંસ ગયું છે સુકાઇ ।
પ્રાણ રહ્યા તણી એક રીત, નથી રાખી મેં ચિંતવ્યું ચિત ।।૧૫।। કૃષ્ણદ્રશ્ન આશા સુધાવેલ, તેણે જાણો આ પ્રાણ રાખેલ ।
નહિતો અન્ન વિના મારો દેહ, વળી ચાલે એવા પ્રાણ જેહ ।।૧૬।। તેને રહેવા બીજું આલંબન, નથી બહુ મેં વિચાર્યું મન ।
કળિયુગે અન્નસમા પ્રાણ, સર્વે જાણે છે જાણ અજાણ ।।૧૭।।
માટે મારા પ્રાણ નથી એવા, સહુ જાણે છે સતયુગ જેવા ।
વળી અષ્ટાંગ યોગથી ઘણું, ઉપન્યું છે જે ઐશ્વર્યપણું ।।૧૮।। તેણે કરી દેહ ક્રિયા જેહ, વળી તપ ઉપવાસ તેહ ।
નથી પડતા તે કઠણ કાંઇ, તે તો પ્રભુ તમારી કૃપાઇ ।।૧૯।। એવો કૃષ્ણભક્ત મને જાણી, મળજ્યો મારે માથે મહેર આણી ।
મારે માત તાત બંધુ લૈયે, સુહૃદ સ્વામી ગુરુ કૃષ્ણ કૈયે ।।૨૦।। તેહ કૃષ્ણવિષે છે સ્નેહ, બંધાણા છે મન પ્રાણ દેહ ।
તે વિના બીજે પ્રીત બંધાણી, તે તો શ્રીકૃષ્ણના ભક્ત જાણી ।।૨૧।। તે વિના પંચ વિષય દેનાર, વા હોય સંબંધી નરનાર ।
તેને નોય જો કૃષ્ણમાં પ્રીત્ય, તો તજું તેને વૈરિની રીત્ય ।।૨૨।। તેમાં કાઢશો દોષ જો તમે, તિયાં કહીએ છીએ સ્વામી અમે । આગે ત્યાગ્યું એમ મોટે મોટે, તેને આવી નહી કાંઇ ખોટે ।।૨૩।। જુવો વિભીષણે તજ્યો ભ્રાત, તેમ તજી ભરતજીએ માત ।
તજી વિદુરે કુળની વિધિ, ઋષિપત્નીએ તજ્યાં સંબંધી ।।૨૪।।
ગોપીએ તજ્યો પતિનો સંગ, તજ્યો પુત્ર વેન રાજા અંગ । તજ્યો પ્રહ્લાદે પિતાને વળી, તેમ ગુરુ તજ્યો રાજા બળી ।।૨૫।।
૧૬૦ ભક્તચિંતામણ પ્રકરણ ૪૨
તેની અપકીર્તિ નવ થઇ, સામું કીર્તિ શાસ્ત્રમાંહી કઇ ।
માટે એ રીત્ય અનાદિ ખરી, કૃષ્ણ વિમુખ મેલ્યાં પ્રહરી ।।૨૬।।
માટે કૃષ્ણભક્ત મને વહાલા, બીજા સર્વે લાગ્યા છે નમાલા ।
જેને તમારા જનશું નેહ, તેજ પામ્યા છે મનુષ્યદેહ ।।૨૭।। બીજા જીવ છે પશુ સમાન, જેને વિષયસંબંધિ છે જ્ઞાન ।
તેમાં ને પશુમાં ફેર નથી, એમ વિચારું છું હું મનથી ।।૨૮।।
મનુષ્યદેહને ઇચ્છે છે દેવ, જે પામી ન કરી હરિસેવ ।
તે તો પશુ પુછશિંગહીણ, મર હોય ગુણી પરવીણ ।।૨૯।। કૂળ કીર્તિ રૂડા ગુણ રૂપ, હોય ઐશ્વર્યે કરી અનુપ ।
તેતો જક્તમાં શોભે છે ઘણું, જેમ શોભે ફળ ઇંદ્રામણું ।।૩૦।।
સર્વે ગુણ તો શોભે છે ત્યારે, કૃષ્ણભક્તિ કરે જન જ્યારે । કૃષ્ણભક્તિહીણ ગુણ હોય, વણ લુણે વ્યંજન સમ સોય ।।૩૧।। ભક્તિહીણ બ્રહ્મલોક જાય, તોપણ કાળ થકી ન મુકાય ।
ભગવાનનું અંતરમાં સુખ, નથી પામતા હરિવિમુખ ।।૩૨।।
માટે કૃષ્ણની ભક્તિ છે મોટી, જેથી સુખી થયા કોટિ કોટિ । શિવ બ્રહ્મા ઇંદ્ર શુકાદેલી, કરે છે ભક્તિ માનને મેલી ।।૩૩।। જેમ કરે છે બીજા સહુ જીવ, તેમ કરે છે બ્રહ્મા ને શિવ ।
રાધાઆદિ શક્તિઓ અપાર, કરે સેવા દાસી જેમ દ્વાર ।।૩૪।। અલ્પ જીવ કૃષ્ણભક્તિ કરે, તો તે કાળ કર્મ ભયથી તરે ।
બ્રહ્મા હોય જો ભક્તિએ હીણો, તો તે પણ છે કાળ ચવિણો ।।૩૫।। એવું માહાત્મ્ય શ્રીકૃષ્ણતણું, સુણ્યું શાસ્ત્ર સાધુથી મેં ઘણું ।
માટે મેલી આળસ હું અંગે, કરું છું ઉગ્ર તપ ઉમંગે ।।૩૬।। તેતો કૃષ્ણ પ્રસન્ન થવા માટ, મળે પ્રત્યક્ષ એ મને ઘાટ ।
પામશે ચિત્ત નિરાંત્ય ત્યારે, મળશે કૃષ્ણ પ્રકટ જ્યારે ।।૩૭।।
માટે સંત વચને બંધાઇ, રહ્યો છું તમારા સાધુમાંહી ।
વળી જોઉં છું તમારી વાટ, અતિવિરહમાં કરૂં છું ઉચાટ ।।૩૮।। કૃષ્ણકીર્તિ વિના પદગાન, શબ્દ લાગે ત્રિશૂળ સમાન ।
પ્રકરણ ૪૨કકકક ભક્તચિંતામણી
૧૬૧
નારી રૂપાળી લાગે છે એવી, જાણું ભૂખી રાક્ષસણી જેવી ।।૩૯।। વળી સુગંધી પુષ્પની માળ, તેતો લાગે છે કંઠમાં વ્યાળ ।
ચંદન કેસર ને કુંકુમ, તે લેપન લાગે પંકસમ ।।૪૦।। કૃષ્ણ વિષે રહ્યું મારું મન, રહેવું પ્રાસાદે લાગે છે વન । ઝીણાં ઘાટાં અંબર છે જેહ, થયાં સર્પસમ મને તેહ ।।૪૧।।
નાના પ્રકારનાં જે ભોજન, તે લાગે છે ઝેર જેવાં અન્ન ।
વળી જે જે વસ્તુ સુખકારી, તે સર્વે મને થઇ છે ખારી ।।૪૨।। કૃષ્ણ દર્શન વિના છું ઘેલો, સ્વામી મેલજો સંદેશો વહેલો । તમારું દર્શન જ્યારે થાશે, ત્યારે સર્વે દુઃખ મારાં જાશે ।।૪૩।।
માટે કૃપા કરી દર્શન દેજ્યો, વિરહાબ્ધિમાં બુડ્યાં બાંયે ગ્રેજ્યો । જેમ વર્તે છે પોતાને મન, એવાં લખ્યાં વર્ણિએ વચન ।।૪૪।। જેવું છે પોતાનું વરતંત, તેતો લખતાં ન આવે અંત ।
લખ્યું સંક્ષેપે સાર એટલું, ન લખાય જેમ છે તેટલું ।।૪૫।। એ છે મુમુક્ષુને ઉપદેશ, કહ્યો કૃષ્ણ ભક્તનો રહસ્ય ।
પણ કૃષ્ણ બીજા નથી કોઇ, સમજો શ્રીપુરુષોત્તમ સોઇ ।।૪૬।। એમ પત્રી લખી પુરી કીધી, લઇ મુક્તાનંદજીને દીધી ।
પછી મુક્તાનંદે પત્ર લીધો, પોતાના પત્ર ભેળો તે કીધો ।।૪૭।। બિડી બેઉ લખ્યું સરનામ, પછી તેડ્યા ભટ મયારામ ।
કહ્યું આ કાગળ ઉતાવળ્યે, પહોંચાડો શ્રીસ્વામીની પાસળ્યે ।।૪૮।। કહેજ્યો મુખે સર્વે સમાચાર, આવે વહેલા તે કરજ્યો વિચાર ।
પછી મયારામ લાગી પાય, ચાલ્યા ભુજનગરને રાય ।।૪૯।।
સપ્ત દિને પહોંચ્યા ભુજ શહેર, સ્વામી હતા ગંગારામ ઘેર ।
નિરખી વિપ્ર પામ્યો છે આનંદ, કેવા શોભે છે તે સુખકંદ ।।૫૦।।
નેણાં કમળદળસમ દોય, પૂર્ણ શશીસમ મુખ સોય ।
ગૌર શરીર અજાન કર, સુંદર શ્વેત પહેર્યાં છે વસ્તર ।।૫૧।। વાંકી ભ્રકુટી મંદમંદહાસ, પ્રસન્નવદને કરે છે વિલાસ ।
કમળ સરીખાં છે ચરણ દોય, ભક્ત રહ્યા છે તે સામું જોય ।।૫૨।।
૧૬૨ ભક્તચિંતામણ પ્રકરણ ૪૩
આપે છે નિજજનને આનંદ, સુખદાયી સ્વામી રામાનંદ ।
એવા નિરખી મયારામે નાથ, આપ્યા પત્ર બે સ્વામીને હાથ ।।૫૩।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે નીલકંઠવર્ણિએ પત્ર લખ્યો એ નામે
બેતાલીશમું પ્રકરણમ્ ।।૪૨।।
પૂર્વછાયો- રાજી થઇ રામાનંદજીએ, લીધા પત્ર તે બેઉ હાથ । વર્ણી આવ્યાની વાત વાંચી, રાજી થયા આપે નાથ ।।૧।।
પોતા વિષે અતિભાવ છે, તપે કરી કૃશ છે શરીર ।
એવાં વચન વિચારીને, આવ્યાં પોતાને નયણે નીર ।।૨।।
ગદ્ગદ્ કંઠે ગિરા થઇ, ધીરા રહીને વાંચ્યા કાગળ ।
પછી તેહની વારતા, કહી હરિજનને આગળ ।।૩।।
સુંદર આદિ સતસંગી, સુણવા આવ્યા સહુ કોય ।
નીલકંઠજીના ગુણને, કહેતાં સુણતાં તૃપ્ત ન હોય ।।૪।।
ચોપાઇ- ધન્ય ધન્ય એ વરણિરાટ, આવ્યે ટળ્યો સરવે ઉચાટ । કહી વર્ણિની મોટપ્ય બહુ, સુણી સતસંગીએ તે સહુ ।।૫।।
પછી પત્રનો પ્રતિઉત્તર, લખે છે પોતે અતિ સુંદર ।
બ્રહ્મચારીની પ્રશંસા કરી, રૂડો ઉત્તર લખે છે હરિ ।।૬।।
શ્રી લોજપુરમાં રહ્યા સંત, તે મુજને વહાલા છો અત્યંત । તીર્થવાસિની કરો છો ટેલ, તેમાં પળ નથી પામતા વેલ ।।૭।।
માંદા સાધુની કરવી સેવ, વળી તકેશું રાખવી ટેવ ।
તે તો કોઇથી બની ન આવે, તેહ તમે જ કરો છો ભાવે ।।૮।। દુઃખીને તમે દ્યો છો આનંદ, એવા પરમાર્થી મુનિ ઇંદ । વળી અષ્ટભાતે ત્રિયા ત્યાગી, એવા સંત તમે બડભાગી ।।૯।।
માટે તમારા બ્રહ્મચર્યમાંઇ, કહું વિઘ્ન પડશો માં કાંઇ ।
મારી આશિષથી મુનિજન, નહિ આવે બ્રહ્મચર્યે વિઘન ।।૧૦।। તે બ્રહ્મચર્ય છે બ્રહ્મસ્વરૂપ, કહ્યું સનત્સુજાતીયે અનૂપ ।
શ્રી ભુજથી લખિતંગ અમે, કરજ્યો આશિષ ગ્રહણ તમે ।।૧૧।।
પ્રકરણ ૪૩કકકક ભક્તચિંતામણી
૧૬૩
શ્રીકૃષ્ણ અનુગ્રહ પ્રતાપે, છીએ સુખી સંતો અમે આપે ।
પત્ર પોતા છે તમારા બેઉં, ભટ્ટ મયારામ લાવ્યા તેઉં ।।૧૨।। વાંચી જાણ્યો સર્વે અભિપ્રાય, જે જે લખ્યું છે કાગળમાંય । તમ પાસે આવ્યા બ્રહ્મચાર, તે પણ જાણ્યા છે સમાચાર ।।૧૩।। જે જે રીત લખી એની તમે, તેની વાત કહીએ છીએ અમે ।
એની ક્રિયા જે જે તમે કહી, તેતો એકે મનુષ્યની નહિ ।।૧૪।।
માટે સાધારણ પુરુષ એહ, તમે જાણશો માં મુનિ તેહ ।
નિરન્નમુક્ત એ છે નિરધાર, શ્વેતદ્વીપ ધામના રહેનાર ।।૧૫।। કાંતો બદ્રિકાશ્રમના મુક્ત, આવ્યા છે તપને ત્યાગે યુક્ત ।
ઇશ્વર ઇચ્છાએ આવ્યા છે આંઇ, બીજી વાત જાણશોમાં કાંઇ ।।૧૬।। એ જે આવ્યા છે તમારે પાસ, તેનો અમે કર્યો છે તપાસ ।
માટે એને ગમે તેવી રીત્યે, કરજ્યો સેવા સહુ મળી પ્રીત્યે ।।૧૭।। એની પાસેથી યોગની કળા, તમે શિખજ્યો મુનિ સઘળા ।
નેતિ ધોતિ ને નૌલિ કુંજરી, બસ્તિ બે પ્રકારની ખરી ।।૧૮।। તેણે શરીરની શુદ્ધિ થાય, તમે શિખજ્યો સહુ મુનિરાય ।
પછી અનુક્રમે કરી એહ, શિખજ્યો અષ્ટાંગયોગ તેહ ।।૧૯।। યમ નિયમ આસન કહીએ, પ્રાણાયામ પ્રત્યાહાર લહીએ ।
ધારણા ધ્યાન ને જે સમાધિ, એ કહે તેમ લેજ્યો શિખી સાધી ।।૨૦।। અષ્ટાંગયોગ અભ્યાસ વિના, ઉઠે અંતરે ઘાટ નવીના ।
શુદ્ધ બ્રહ્મચર્ય નવ પળે, માટે જરૂર કરવું સઘળે ।।૨૧।। એમ કરશો ત્યારે ઇંદ્રિયજીત, કહેવાશો તમે સંત પુનિત ।
કામરૂપ શત્રુતો જીતાય, જો સ્ત્રીસંગનો ત્યાગ થાય ।।૨૨।। બ્રહ્મચર્ય રાખવા જે ઇચ્છે, ન જુવે નારી ભલી ભૂંડી છે ।
સ્ત્રીની કથા કેદિયે ન સુણે, ન કહે તેના અવગુણ ગુણે ।।૨૩।। સ્ત્રીને રમવાનાં જે જે સ્થળ, ન જાવું ત્યાગીને ત્યાં કોઇ પળ । અતિ નાની હોય જો યોષિત, જાણી જોવી નહિ દઇ ચિત્ત ।।૨૪।। ચિત્રપ્રતિમાની જે સુંદરી, ન અડવું ન જોવું દ્રગ ભરી ।
૧૬૪ ભક્તચિંતામણ પ્રકરણ ૪૩
નારી ચિત્રની પણ ન કરવી, એના મર્મની વાત પ્રહરવી ।।૨૫।। એની વાત કહેવી નહિ કાંઇ, ભેળું ચાલવું નહિ વાટમાંઇ ।
સંકેતે પણ ભાષણ ન કરવું, નારી સ્પર્શેલ પટ પ્રહરવું ।।૨૬।।
નારી વિષેનો સંકલ્પ ત્યાગી, રહેવું પ્રભુપદે અનુરાગી । કૃષ્ણભક્ત ત્યાગી પ્રાણઅંત, ન સ્પર્શે નારી ત્યાં પરજંત ।।૨૭।।
નારી નહાતિ ધોતિ હોય જીયાં, બ્રહ્મચારીને ન જાવું તિયાં । જે ઘરમાં સુતી હોય નારી, તિયાં સુવું નહિ બ્રહ્મચારી ।।૨૮।।
ચાર હાથથી ચાલવું દૂર, એવા નિયમ રાખવા જરૂર ।
એટલાં વ્રત પાળે જે યોગી, થાય અંતરે તે જ અરોગી ।।૨૯।। જગે દુર્લભ યોગી છે એવા, તે બ્રહ્માદિકને વંદ્યા જેવા ।
એ રીત્યે બ્રહ્મચર્ય રખાય, એમ ન રહે તે ભ્રષ્ટ થાય ।।૩૦।।
ક્રોધ માન મદ અમરશ, મત્સર નાનાભાત્યના રસ ।
એ યોગીને વિઘ્ન કરનાર, માટે તજવા તે નિરધાર ।।૩૧।। આહાર નિદ્રા તે યુક્ત કરવું, વ્યસન ફેલ માત્ર પ્રહરવું ।
મદ્ય માંસનો સ્પર્શ પ્રહરીએ, દ્રોહ પ્રાણી માત્રનો ન કરીએ ।।૩૨।। કેદી મન કર્મ ને વચને, આપે મરવું ન મારવું કેને ।
ચોરી કરવા ચિત્તે ન ચાહવું, વર્ણ સંકર યોગીને ન થાવું ।।૩૩।। એવા ધર્મવાન મુનિ પ્રેહ, શ્રીકૃષ્ણને પણ વહાલા તેહ ।
મુક્તાનંદજી ને બીજા સંત, તમે સાંભળજ્યો ગુણવંત ।।૩૪।।
નીલકંઠ માંહિ ગુરુભાવ, રાખજ્યો તમે કરી ઉછાવ ।
શિખજ્યો સર્વે યોગની રીત્ય, ધર્મ વિષે રહેજ્યો કરી પ્રીત્ય ।।૩૫।। તપે કરી કૃશ છે વરણી, કરજ્યો સેવા અન્ન જળે ઘણી ।
એ છે નાના એ નહિ કરો ઘાટ, તમે વયે મોટા છો તે માટ ।।૩૬।। અમે વીતતે વૈશાખ માસે, આવશું સંતો તમારી પાસે ।
ત્યાં સુધી રાખજ્યો કરી સ્નેહ, રખે જાતા રહે એ નિસ્પ્રેહ ।।૩૭।। એવો સમાચાર ઘણો ઘણો, લખ્યો ઉત્તર એમ પત્રતણો ।
પછી નીલકંઠની પત્રીનો, લખે છે સ્વામી ઉત્તર એનો ।।૩૮।।
પ્રકરણ ૪૩કકકક ભક્તચિંતામણી
૧૬૫
શ્વેતદ્વીપવાસી નિરન્નમુક્ત, તેમાં મુખ્ય અતિ તેજે યુક્ત ।
નીલકંઠ જણાવો છો એવા, તપે કરી છો નરવીર જેવા ।।૩૯।। એહ વાતમાં નથી સંદેહ, તે આવ્યા છો ધરી નરદેહ ।
એવા તમે તેનો જે કાગળ, આવ્યો છે તે અમારી પાસળ ।।૪૦।। વાંચી જાણ્યો સર્વે સમાચાર, સુણી ક્રિયા મેં કર્યો વિચાર । તેતો મનુષ્ય થકી ન થાય, જોયું છે વિચારી મનમાંય ।।૪૧।।
જ્ઞાન વૈરાગ્ય ભક્તિ દૃઢાવ, નિયમ ધર્મનિષ્ઠા શાંતિભાવ ।
પૂર્વ જન્મનું છે તે તમારે, તેનું નથી આશ્ચર્ય અમારે ।।૪૨।। તમે દેખો છો ધ્યાનમાં જેવા, નથી ફેર શ્રીકૃષ્ણ છે એવા ।
સાધુમાં રહીને જોજ્યો વાટ, આવશું અમે માં કરો ઉચાટ ।।૪૩।। વૈશાખ માસ ઉતર્યા ટાણે, આવીશ હું ગામ પિપલાણે ।
આવ્યા જાણીને આવજ્યો તમે, તિયાં મળશું તમને અમે ।।૪૪।। તમને દર્શનની છે જે તાણ, તે હું જાણું છું વર્ણી સુજાણ ।
પણ યાં આવ્યાનું નથી ઠીક, વચ્ચે લાગે છે દુષ્ટની બીક ।।૪૫।।
માટે તમારે આવવું નહિ, હોય પ્રીતી તો માનજ્યો સહિ ।
સર્વે સાધુને યોગ શિખવજ્યો, આનંદે સંતજનમાં રહેજ્યો ।।૪૬।। જેમ તમને ઇચ્છા છે મારી, તેમ અમને ઇચ્છા છે તમારી ।
માટે આવીશ હું ઉતાવળ્યે, થાશે સુખ તે તમને મળ્યે ।।૪૭।। તમ જેવા જે ભક્તનો સંગ, તે કરવા મારે છે ઉમંગ ।
રહેજ્યો ધર્મમાંહિ સાવધાન, ધર્મ વહાલો મને ભગવાન ।।૪૮।। ધર્મયુક્ત ભક્ત રહે દૂર, પણ જાણું છું તેને હજુર ।
વળી તમ જેવાનાં ચરણ તોય, સ્પર્શિ મનુષ્ય પાવન હોય ।।૪૯।। તમ જેવાની કરે જે સેવ, તેણે પૂજ્યા છે સર્વે દેવ ।
એવા સાધુમાં પ્રીતિ છે મારી, તેવી નથી મેં દેહમાં ધારી ।।૫૦।। એવા કૃષ્ણ ભક્ત ધર્મવાન, તે મારું હૃદય છે નિદાન ।
માટે ક્ષોભ મ કરશો કાંઇ, આપણે મળશું પિપ્પલમાંઇ ।।૫૧।।
માટે આજ્ઞા વિના નહિ આવો, આવશો તો થાશે પસતાવો ।
૧૬૬ ભક્તચિંતામણ પ્રકરણ ૪૪
જો છે અતિશે હેત તમારું, તોય ઇયાં આવ્યાનું છે વારું ।।૫૨।। કરજ્યો સાધુનો આદરભાવ, રાખજ્યો અંગે સહજ સ્વભાવ ।
તપે કરી છે કૃશ તન, માટે જમજ્યો કાંઇક અન્ન ।।૫૩।। હવે તપ કરશો માં એવું, પડે તન ન મળે એ જેવું ।
જ્ઞાન ભક્તિ તપ નિજધર્મ, તેનું સાધનરૂપ એ પર્મ ।।૫૪।।
માટે અમ સારુ એ દેહને, કરવું પોષણ કહું છું તેહને । એહ દેહવડે મહારાજ !, બહુ કરવા ધાર્યાં છે કાજ ।।૫૫।। એમ સ્વામીએ વિચારી મન, એવાં લખ્યાં કાગળે વચન ।
પછી બીડ્યો છે કાગળ હાથે, મોકલ્યો મયારામજી સાથે ।।૫૬।।
પછી મયારામ ત્યાંથી ચાલ્યો, દિન સાતે આવી પત્ર આલ્યો । આપ્યો પત્ર સાધુને તે બીડ્યો, લઇ મુક્તાનંદે હૃદે ભીડ્યો ।।૫૭।।
પછી વર્ણી અને મુક્તાનંદ, વાંચી પત્રને પામ્યા આનંદ ।
પછી સ્વામીની આજ્ઞામાંઇ, રહ્યા નીલકંઠ પોતે ત્યાંઇ ।।૫૮।। શીખવે છે નિત્ય યોગકળા, તેહ શીખે છે સંત સઘળા ।
તે ગુરુકૃપાએ તતકાળે, શીખી લીધી છે સર્વે મરાળે ।।૫૯।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે રામાનંદ સ્વામીએ પત્રનો ઉત્તર લખ્યો એ નામે ત્રેંતાલીસમું પ્રકરણમ્ ।।૪૩।।
પૂર્વછાયો- પછી યોગ શીખવતાં, કરતાં તે તપ અભ્યાસ ।
અહોનિશ એમ કરતાં, વહી ગયો વૈશાખ માસ ।।૧।। ત્યારે વર્ણિએ વિચારિયું, આજ કાલ આવે અવિનાશ ।
એમ કરતાં વહિ ગયો, અરધો તે જ્યેષ્ઠ માસ ।।૨।। વળતાં વર્ણી વ્યાકુળ થઇ, જુવે વાટ વારમવાર ।
એક તપ ને ચિંતા બીજી, તેણે કૃશ થયા છે અપાર ।।૩।। આતુરતા મન અતિઘણી, થઇ સ્વામીને મળવા માટ ।
સ્વામી પણ પછી ત્યાં થકી, ઇચ્છ્યા દેખવા વર્ણિરાટ ।।૪।।
ચોપાઇ- થયા ઉતાવળા તતકાળ, ભુજનગરમાંથી દયાળ ।
પ્રકરણ ૪૪કકકક ભક્તચિંતામણી
૧૬૭
સુવર્ણ સરીખો આણ્યો છે રથ, બેઠા તે ઉપરે સમરથ ।।૫।।
ચલાવ્યો રથ શહેર બજાર, આવ્યાં દર્શને બહુ નરનાર ।
તેને જોતા જોતા જગદાધાર, આવ્યા શહેરથકી પોતે બાર ।।૬।।
સંગે આવ્યા છે વળાવા જન, નથી વળતા કરે છે રુદન ।
તેને આપે છે મહારાજ ધીર, કહે છે મ ભરો નયણે નીર ।।૭।। આ સમો નથી રોયાનો જન, કરી લીયો કહું છું દર્શન । ત્યારે જન લુઇ નીર નયણે, બોલ્યા છે અતિ દીનતા વયણે ।।૮।। કહે વહેલા આવજ્યો દયાળ, લેજ્યો નાથ અમારી સંભાળ ।
એમ કહીને જોડિયા હાથ, ત્યારે તે પ્રત્યે કહે છે નાથ ।।૯।। જન સર્વે રહેજ્યો સાવચેત, રાખજ્યો હરિજનશું હેત ।
અમે આવશું હમણાં વળી, પણ પ્રાકૃત નહિ શકે કળી ।।૧૦।। એમ કહીને ચાલિયા નાથ, સંત બે ચારને લઇ સાથ ।
સાંજે સાંજે કરતા મુકામ, આવ્યા સ્વામી પિપલાણે ગામ ।।૧૧।। કરી મહારાજે મોટી મેર, આવ્યા મહેતા નૃસિંહને ઘેર ।
પછી વિપર કુરજી નામે, તેને મોકલીયો લોજ ગામે ।।૧૨।। કહ્યું તેડી લાવો સંતજન, મર આવી કરે દરશન ।
ચાલ્યો બ્રાહ્મણ લાગીને પાય, આવ્યો ઉતાવળો લોજમાંય ।।૧૩।। આપી સંતને જઇ વધામણી, સ્વામી પધારિયા તેહતણી ।
કહ્યું સ્વામીએ મોકલ્યું કાવી, કરો દર્શન સંત સહુ આવી ।।૧૪।। એવાં અમૃતવચન સાંભળી, પામ્યા આનંદ સંતમંડળી ।
કહે નીલકંઠ બ્રહ્મચારી, ચાલો હમણાં કરી તૈયારી ।।૧૫।। ત્યારે સંત કહે સુણો નાથ, ઇંદુ ઉગ્યે સહુ ચાલશું સાથ ।
પછી ચાલિયા ઉગતે ચંદ, નીલકંઠજી ને મુક્તાનંદ ।।૧૬।। દેવાનંદ ને પરવતભાઇ, ચાલ્યા જેઠાભક્ત આદિ દઇ ।
દર્શન કરવાની ઇચ્છા છે ઘણી, બાંધી દૃષ્ટિ સહુ સ્વામીભણી ।।૧૭।। વર્ણી તને કૃશ છે વળી, ન ચલાણું પડ્યા ભોમે ઢળી ।
પછી સર્વે બેઠા પાસે આવી, ચાંપે હાથ પગ હેત લાવી ।।૧૮।।
૧૬૮ ભક્તચિંતામણ પ્રકરણ ૪૪
ત્યારે સત્તા આવી છે શરીરે, પછી ઉઠી ચાલ્યા ધીરે ધીરે । ત્યારે સર્વે મળી કહે જન, આમ કેમ થાશે દર્શન ।।૧૯।। કરો યોગધારણા દયાળ, તો પોંચિએ સહુ તતકાળ ।
ત્યારે તેમ કરી ચાલ્યા નાથ, તૈયે કેણે ન પહોંચાણું સાથ ।।૨૦।। જેમ છુટ્યો કમાનથી તીર, તેમ પહોંચ્યા ઓઝતે અચિર ।
વહે પ્રચંડ પુરે તે નદી, પડે જે તે ન નિસરે કદી ।।૨૧।।
પડ્યા એવા પુરમાંહિ પોત્યે, શરસમ ઉતર્યા સહુ જોતે ।
બીજા ઉતર્યા ત્રાપેશું પાર, પછી સહુ આવ્યા ગામ મોઝાર ।।૨૨।। જ્યેષ્ઠ વદી બારશને દન, કર્યું સહુએ સ્વામીનું દર્શન ।
અતિગૌર ને પુષ્ટ છે તન, અંગે પહેર્યાં છે શ્વેત વસન ।।૨૩।।
સુંદર મુખ ને કમળનેણ, મંદહાસે મુખ સુખદેણ ।
ઉર વિશાળ અજાનકર, કંજસમ ચરણ સુંદર ।।૨૪।।
ભક્તે પૂજ્યા છે પુષ્પચંદને, બેઠા દિઠા સભામાંહિ જને ।
પરમ હિતકારી બહુનામી, દિઠા સિંહાસન પર સ્વામી ।।૨૫।। તેને દેખીને પામ્યા આનંદ, ત્યારે ઉઠ્યા સ્વામી રામાનંદ । કર્યાં નીલકંઠે દંડવત, તેને ઉઠાડ્યા સ્વામીએ તરત ।।૨૬।।
પ્રેમે મળીને બેસાર્યા પાસ, કરી બીજાની બહુ આશવાસ ।
જેવા કહ્યા તા સાધુએ મળી, તેવા દીઠા છે વર્ણીએ વળી ।।૨૭।।
પામ્યા પરમાનંદ સુખભારી, આવ્યાં હર્ષનાં નયણે વારી ।
થયા બ્રહ્મચારી રોમાંચિતે, જોઇ રહ્યા સામું બહુપ્રીત્યે ।।૨૮।। તેમ જોઇ રહ્યા સ્વામી હેતે, એક મીટે મટકાં રહિતે ।
પછી પુછે છે એમ મહારાજ, ક્યાંથી આવ્યા તમે વર્ણિરાજ ।।૨૯।। કહ્યું મુક્તાનંદે વરતંત, સુણી રાજી થયા ભગવંત ।
પછી સ્વામીજીએ ઘણાં ઘણાં, કર્યાં વખાણ વરણિતણાં ।।૩૦।।
પછી ગદ્ગદ્ કંઠે ગિરા, બોલ્યા બ્રહ્મચારી રહી ધીરા ।
મારો મનોરથ મહારાજ, થયો સફળ સર્વે આજ ।।૩૧।। તમે સાક્ષાત કૃષ્ણની ભક્તિ, પ્રવર્તાવી આ યુગમાં અતિ ।
પ્રકરણ ૪૪કકકક ભક્તચિંતામણી
૧૬૯
એવા જનહિતકારી તમે, મળ્યે જન્મ સફળ માન્યો અમે ।।૩૨।। ત્યારે સ્વામી કહે સત્ય વાત, તેમજ અમે છું રળિયાત ।
આવ્યા ક્યાંથી ચાલી તમે આજ, હશો ભૂખ્યા તમે મહારાજ ।।૩૩।।
પછી સ્વાદુ ફળ મંગાવિયાં, સુંદર ફરાળ કરાવિયાં ।
પછી વર્ણિરાજ મુનિઇંદ, બેઠા દેખી સહુ પામ્યા આનંદ ।।૩૪।। એમ કરતાં થયો સાયંકાળ, ઉઠ્યા પૂજા કરવા દયાળ ।
પૂજા સામગ્રી લઇ બહુવિધિ, સેવા શ્રીકૃષ્ણદેવની કીધી ।।૩૫।। તેદિ હતી રહેવા એકાદશી, કર્યું જાગરણ સહુ મળી નિશી ।
કરતાં કથા કીરતન ગાન, બોલ્યા વર્ણિપ્રત્યે ભગવાન ।।૩૬।। કોણ દેશ કોણ જન્મ જાગ્ય, કોણ કુળભૂષણ બડભાગ્ય ।
કોણ માત તાત ગોત્ર લહીએ, કોણ પ્રવર શાખા વેદ કહીએ ।।૩૭।। કોણ રીત્યે ઉપન્યો વૈરાગ્ય, કેમ કર્યો સ્વજનનો ત્યાગ । કોણ ઇષ્ટદેવ છે ઉપાસ, કેમ કર્યો તમે વનવાસ ।।૩૮।। કહો તપમાં ભેદની વિધિ, યોગસાધના કૈપેર કિધિ ।
તીર્થયાત્રા તીર્થના રહેનાર, તેને જીત્યા તે કોણ પ્રકાર ।।૩૯।। એટલી વાત પુછી સ્વામી જ્યારે, કહી અનુક્રમે કરી ત્યારે ।
સુણી વિસ્તારે વારતા સહુ, સ્વામી આનંદ પામિયા બહુ ।।૪૦।।
પછી બોલ્યા સ્વામી સુખકારી, તમે સાંભળો હે બ્રહ્મચારી । ધર્મ વિપ્ર જે તાત તમારા, તે તો શિષ્ય થયાતા અમારા ।।૪૧।। ભક્તિધર્મ દોય જે દંપતિ, તે મુંથી પામ્યા દીક્ષા ભાગવતી । તેના સુત તમે બ્રહ્મચાર, તેતો અમારા છો નિરધાર ।।૪૨।। તમારાં માત તાત જે બેહુ, મળ્યાંતાં મને પ્રયાગમાં તેહુ । એતો રહેતાંતાં કોશલ દેશ, કરતાં મુમુક્ષુને ઉપદેશ ।।૪૩।। અહિંસાદિ રખાવતાં નિયમે, કૃષ્ણભક્તિ કરાવતાં પ્રેમે ।
તમે તેથી અધિક અત્યંત, ગુણ લક્ષણે છો બુદ્ધિવંત ।।૪૪।। તમને દેખતાં એવા જે મૃત્ય, તેને જણાઓ છોજ અમૃત ।
એવી સુંદર સારી જે વાત, કહેતાં સુણતાં ગઇ અર્ધરાત ।।૪૫।।
૧૭૦ ભક્તચિંતામણ પ્રકરણ ૪૫
ત્યારે દીઠું છે આશ્ચર્ય એક, જાણ્યું ઉગિયા અર્ક અનેક ।
શ્રીસ્વામીના રોમરોમપ્રતિ, દીઠા તેજના સમૂહ અતિ ।।૪૬।। તેહ તેજ દશે દિશમાંઇ, રહ્યું ઘરબાર પ્રત્યે છાઇ ।
પછી હતું રાત્યે તમ કાળું, તે ટળીને થયું અજવાળું ।।૪૭।। રહ્યું એવા એવું પહોરવાર, જોઇ વિસ્મય પામ્યાં નરનાર ।
પછી સર્વે તેજ સંકેલાઇ, મળ્યું સ્વામીની મૂરતિમાંઇ ।।૪૮।। જેમ ચોમાસામાં અભ્ર થાય, શરદ ઋતુમાં શૂન્યે સમાય ।
ત્યારે વર્ણી બોલ્યા શિશ નામી, ગુણે કૃષ્ણ સમાન છે સ્વામી ।।૪૯।। એમાં કૃષ્ણ નિરંતર રહે છે, આ સ્વામીને વશ શ્રીકૃષ્ણ છે । એમાં અસત્ય નથી જો કાંઇ, એવું નિશ્ચય કર્યું મનમાંઇ ।।૫૦।।
પછી ગુરુએ માન્યા થકા ત્યાંઇ, રહ્યા સ્વામીને સંગે સદાઇ । બેઉ મૂરતિને જોઇ જન, પામ્યા આનંદ અતિશે મન ।।૫૧।। સ્વામી પણ વર્ણિગુણ જોઇ, કૃષ્ણ સમાન માને છે સોઇ ।
જાણ્યું ધર્મની રક્ષાને કાજ, પ્રગટ્યા છે શ્રીકૃષ્ણ મહારાજ ।।૫૨।। એમ પરસ્પર અતિપ્રીત્યે, કરે વાત અલૌકિક નિત્યે ।
સુણી જન પામે છે આનંદ, કહે ધન્ય ધન્ય સુખકંદ ।।૫૩।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે રામાનંદ સ્વામીને નીલકંઠવર્ણી મળ્યા
એ નામે ચુંમાલીસમું પ્રકરણમ્ ।।૪૪।।
પૂર્વછાયો- પછી લોકમાં એમ જાણિયું, સ્વામી પાસે આવ્યા છે સંત
।
નાની વયમાં ન થાય એવાં, કર્યાં છે તપ અનંત ।।૧।। તે સુણી દેશોદેશથી, આવે છે નર ને નાર ।
યોગી ત્યાગી દર્શને, આવે લોક હજારો હજાર ।।૨।। તે મનુષ્યને સ્વામી પોતે, ઓળખાવે છે બ્રહ્મચાર ।
કૃશ તને તપસી અતિ, જોઇ વિસ્મય પામે નરનાર ।।૩।।
પછી પુછે છે સ્વામીને, ક્યાંથી આવ્યા આ વર્ણીરાજ ।
પ્રકરણ ૪૫કકકક ભક્તચિંતામણી
૧૭૧
નાની વયમાં મોટા અતિ, તપ કરે છે મહારાજ ।।૪।।
ચોપાઇ- જોને પહેરી છે યજ્ઞોપવિત, જટા શિશે શાંતિ અતિચિત્ત ।
નાડિયો જે શરીર મોઝાર, સર્વે નિસરિ રહી છે બાર ।।૫।। ઉર્ધ્વપુંડ્ર ને તુલસીની માળા, ઉદાર છે પાસે મૃગછાલા ।
ધ્યાને કરી સ્થંભ્યાં છે લોચન, અતિ વિસારિ મુક્યું છે તન ।।૬।। બહુ નિસ્પૃહી ને નિરમાન, એવા આ કોણ છે ભગવાન ।
ત્યારે સ્વામી કહે સુણો તેહ, આવ્યા કોશળ દેશથી તેહ ।।૭।। એનાં માતા પિતા હતાં જેહ, અતિ ધર્મવાળાં બેઉ તેહ ।
કરતાં ભગવાનની ભક્તિ, તે સુણતાં પોતે હેતે અતિ ।।૮।। ભક્તિ જ્ઞાન વૈરાગ્ય માહાત્મ્ય, જેમ સાંભળ્યું છે રહે છે તેમ । એણે સર્વે સંબંધીને ત્યાગી, ગયાતા વનમાં બડભાગી ।।૯।। તિયાં ઘોર તપ અતિ કરી, કર્યા ભક્તિએ પ્રસન્ન શ્રીહરિ ।
ત્યાંથી આવ્યા છે હરિઇચ્છાયે, કર્યાં તપ તે ધ્રુવે ન થાયે ।।૧૦।। એવાં સ્વામીનાં વચન સાંભળી, અતિવિસ્મય પામ્યાં જન વળી ।
પછી નિરખી હરખી જન, ગયાં પોતપોતાને ભવન ।।૧૧।।
પછી જાણી ડાહ્યા ને ચતુર, રાખ્યા સ્વામીએ પોતા હજુર ।
કૃષ્ણ પૂજામાં પ્રવિણ જાણી, રાખ્યા આપવા સામગ્રી આણી ।।૧૨।।
પછી પોતે પોતાની જે સેવ, કરે વહેલા ઉઠી તતખેવ ।
પછી સ્વામીને પૂજવા સમે, કરે પરિચર્યા જેમ ગમે ।।૧૩।। તુલસી ચંદન પુષ્પ ને ધૂપ, લાવે નૈવેદ્ય આણી અનૂપ ।
જેમ મનતણી જાણે કોયે, લાવી આપે પોતે જેજે જોયે ।।૧૪।।
પછી રાજી થયા તેહ માથે, થયા વશ પોતે વર્ણિ સાથે ।
એમ રહી કરી પૂજા ઘણી, રામાનંદજીએ કૃષ્ણ તણી ।।૧૫।। આપી પૂજા સામગરી જેહ, લીધી સાક્ષાત સરવે તેહ ।
તે ઉદ્ધવ વિના બીજા કોઇ, નથી દેખતાં તે જન સોઇ ।।૧૬।।
પછી સ્વામી ઇચ્છ્યા મનમાંય, મારી પેઠે વર્ણિને દેખાય ।
ત્યારે શ્રીકૃષ્ણને સ્વામી કહે છે, વર્ણી દર્શન તમારાં ઇચ્છે છે ।।૧૭।।
૧૭૨ ભક્તચિંતામણ પ્રકરણ ૪૫
પછી હસી બોલ્યા ભગવાન, દેશું વર્ણીને દર્શનદાન ।
એમ કહી દીધું દરશન, નિરખી વર્ણી થયા પરસન ।।૧૮।।
પછી ગુરુની સેવામાં રહ્યા, એવા હરિ સ્વામીને ભાવિયા ।
આપે અન્નપ્રસાદિ તે જમે, કરે તે તે જે સ્વામીને ગમે ।।૧૯।।
પછી જ્યારે જ્યારે પૂજે સ્વામી, ત્યારે નિત્ય દેખે બહુનામી ।
પછી વર્ણિએ જાણ્યું એ રીત્યે, પૂજું હું દિયે દર્શન પ્રીત્યે ।।૨૦।। લિયે છે પૂજા જે સ્વામી દીયે, તેમ મારી પણ પ્રભુ લીયે ।
એમ લેશે પ્રભુ પૂજા જ્યારે, હું કૃતારથ માનિશ ત્યારે ।।૨૧।। તે શ્રીસ્વામીની સેવાએ કરી, કરશે મનોરથ પુરો હરિ ।
પછી સ્વામીની સેવા શ્રધ્ધાયે, કરતાં વીત્યું છે ચોમાસું ત્યાંયે ।।૨૨।।
સંવત્ અઢાર વર્ષે સતાવન, કાર્તિકશુદિ દન પાવન ।
એકાદશી પ્રબોધની નામ, અતિસુંદર સુખનું ધામ ।।૨૩।। તેદિ મહાદીક્ષા દેવાને કાજ, ઇચ્છ્યા રામાનંદજી મહારાજ ।
પછી મહાદીક્ષા લેવાને માટે, કર્યો ઉપવાસ વર્ણિરાટે ।।૨૪।।
પછી શ્રીકૃષ્ણમંત્રનો જાપ, કર્યો મહાદીક્ષા લેવાને આપ ।
તિયાં તેડ્યો બ્રાહ્મણ અમલ, પોતાના સંપ્રદાયમાં કુશલ ।।૨૫।। તે પાસે વેદશાસ્ત્રની વિધિ, કરાવી તે તે સરવે કીધી ।
પછી શ્રીકૃષ્ણનો મંત્ર જેહ, અષ્ટાક્ષર કહેવાય છે તેહ ।।૨૬।। કહ્યો જમણા કાનમાં તે વાર, અર્થે સહિત કરી ઉચાર ।
પ્રબોધની એકાદશી દન, આપ્યું મહાદીક્ષારૂપી ધન ।।૨૭।। બહુવિધે વાજાં વજડાવી, કર્યો ઉત્સવ સંત તેડાવી ।
આવ્યા બ્રહ્મચારી વળી સંત, વધ્યો આનંદ સહુને અત્યંત ।।૨૮।। કહ્યો એજે શ્રીકૃષ્ણનો મંત્ર, તેનો અર્થ કહ્યો ધાર્યો અંત્ર । અંતઃકરણની વૃત્તિયો જેહ, કરવા નિરોધ મંત્ર છે એહ ।।૨૯।। થાય હૃદયમાંહિ પ્રકાશ, પામે કૃષ્ણદર્શન ફળ દાસ ।
એહ મંત્ર ફળ સુખકારી, કહે સ્વામી સુણો બ્રહ્મચારી ।।૩૦।। દેહસ્મૃતિ જ્યાં લગણ હોય, ધર્મ તજવો નહિ કહું સોય ।
પ્રકરણ ૪૫કકકક ભક્તચિંતામણી
૧૭૩
તે ધર્મ કહ્યા તાતે તમારે, તમે પાળો છો તે અનુસારે ।।૩૧।। વળી પાળજ્યો વિશેષ તમે, એ શિખામણ દઉં છું અમે ।
કૃષ્ણપૂજા મને બારે કરજ્યો, પંચાધ્યાય પાઠ ઓચરજ્યો ।।૩૨।। આપ શક્તિ પ્રમાણે પરમ, પાઠ કરવો વાસુદેવ માહાત્મ્ય ।
ફળ દળ પ્રસાદીનું લેવું, જળ પણ પ્રસાદીનું પિવું ।।૩૩।। કૃષ્ણનિવેદનું અન્ન જેહ, જમવું અધિક કરી સ્નેહ ।
પહોર રાત્ય જાતાં નિત્ય સુવું, પહોર પાછલી રાત્યે ઉઠવું ।।૩૪।।
પૃથ્વીપર કરવું આસન, કરવું કૃષ્ણનામ કીરતન ।
કૃષ્ણભક્તિ વિના કોઇ કાળ, વૃથા ન જાવા દેવો દયાળ ।।૩૫।। જે ગ્રંથ કૃષ્ણમાહાત્મ્યે સહિત, તે સુણજ્યો કહેજ્યો કરી હેત । એમ ધર્મ ઉપદેશ આપ્યા, શિષ્યમાં મુખ્ય મોટેરા સ્થાપ્યા ।।૩૬।।
પછી અર્થે સહિત પાડ્યું નામ, લેતાં જન પામે સુખધામ ।
સહજે સંતને સુખ ભંડાર, એહ અરથને અનુસાર ।।૩૭।।
સહજાનંદ જગવંદ જેહ, કહ્યું નામ તમારું છે તેહ ।
તપ સ્વભાવે આકારે કરી, નારાયણ સમ તમે હરિ ।।૩૮।।
માટે નારાયણમુનિ નામ, કહેશે સર્વે પુરુષ ને વામ ।
એમ નામ સ્વામી રામાનંદે, કહ્યાં તે સાંભળ્યાં સુખકંદે ।।૩૯।।
પછી વર્ણિ સ્વામીની તે વારે, કરી પૂજા ષોડશ ઉપચારે ।
કરી પ્રદક્ષિણા દંડવત, પછી પૂજ્યા છે સંત સમસ્ત ।।૪૦।।
પૂજ્યા વર્ણિ વિપ્ર ભલિવિધિ, વેદશાસ્ત્રવિધિ પુરી કીધિ ।
પછી હાથ જોડી ઉભા આગે, કરે સ્તુતિ અતિ અનુરાગે ।।૪૧।। ત્યારે સ્વામી કહે મુજ પાસ, માગો વર જેવી હોય આશ ।
ત્યારે વર્ણિ કહે માગવું એ છે, જેમ તમારી પૂજા કૃષ્ણ લે છે ।।૪૨।। વળી પ્રગટ દીએ છે દર્શન, તેમ મારે થાય ભગવન ।
એહ માગું છું હું મહારાજ, બીજી ઇચ્છા નથી મારે આજ ।।૪૩।। ત્યારે સ્વામી કહે સત્યવચન, લેશે પૂજા ને દેશે દર્શન ।
એમ કહેતાં સાંભળતાં વાત, ગયો દિન ને પડિ છે રાત ।।૪૪।।
૧૭૪ ભક્તચિંતામણ પ્રકરણ ૪૬
કર્યું જાગરણ સહુ મળી જન, ગાયાં શ્રીકૃષ્ણનાં કીરતન ।
એમ કરતાં થયું સવાર, કરાવી રૂડી રસોયું ત્યાર ।।૪૫।। જમ્યા બ્રાહ્મણ ને બ્રહ્મચારી, સાધુ સત્સંગી નરનારી ।
સહુ જમાડ્યા સ્વામી રામાનંદે, કર્યો મોટો ઉત્સવ આનંદે ।।૪૬।। આપ્યાં વસ્ત્ર ને દક્ષિણા બહુ, રાજી થઇ ગયા દ્વિજ સહુ ।
પછી સ્વામીની પેઠ્યે પૂજન, લિયે નિત્યે તે પ્રીત્યે શ્રીકૃષ્ણ ।।૪૭।। તેણે રાજી થયા હરિ ઘણું, માન્યું પોતે કૃતારથપણું । વળી આપે એમજ દર્શન, તેણે પોતે રહેછે પ્રસન્ન ।।૪૮।। દ્વિભુજ રૂપ રાધિકાસંગે, સુંદર વેણું વજાડે ઉમંગે ।
મનોહર મૂર્તિ નટવર, દેખે છેલછબિલો સુંદર ।।૪૯।। ક્યારેક રમા સંગે રંગરાજ, ક્યારેક રુકિમણી સંગે મહારાજ । ક્યારેક સખા સંગે અરજુન, ક્યારેક એકાએક થાય દર્શન ।।૫૦।। ક્યારેક દ્વિભુજ ચતુર્ભુજ દેખે, દેખે અતિમોદ મન લેખે ।
એમ આપે ધર્યું નરનાટ્ય, કરે ચરિત્ર પોતે તે માટ ।।૫૧।। વેશ તપસ્વીનો છે તે કાજ, કરે મનુષ્યચરિત્ર મહારાજ ।
એમ કૃષ્ણની બુધ્ધિએ કરી, સેવે છે ગુરુને પોતે હરિ ।।૫૨।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે રામાનંદ સ્વામીએ નીલકંઠવર્ણિને
મહાદીક્ષા આપી એ નામે પિસતાલીસમું પ્રકરણમ્ ।।૪૫।।
પૂર્વછાયો- સુંદર કથા સાંભળો, થયા સ્વામિના વર્ણી શિષ્ય । ડાહ્યા સર્વે સદ્ગુણ જેમાં, અસાધારણ અહોનિશ ।।૧।। એવા હરિ બુદ્ધિવંતશું, સ્વામીએ રાખ્યો સખાભાવ ।
કાંઇક કામ કારણે, પુછે પોતે કરી ઉછાવ ।।૨।। જિયાં જિયાં પોતે વિચર્યા, તિયાં તિયાં વર્ણિ સાથ ।
રૈવતાચળ આસપાસળે, કર્યા બહુ જીવ સનાથ ।।૩।। કૃષ્ણની ભક્તિ અતિશે, પ્રવર્તાવી જનમાંય ।
જિજ્ઞાસુ જીવ જોઇને, પોતે ફર્યા ગ્રેવા બાંય ।।૪।।
પ્રકરણ ૪૬કકકક ભક્તચિંતામણી
૧૭૫
ચોપાઇ- ક્યાંક પક્ષ ક્યાંક રહ્યા માસ રે, એમ ફર્યા દેશ અવિનાશ રે । એમ રહેતા દેતા દર્શન શ્યામ રે, આવ્યા પોતે જેતપુર ગામ રે ।।૫।। ત્યાં ઉન્નડ નામે રાજન રે, તેણે રાખ્યા છે કરી સ્તવન રે । કહ્યું આ જે સરવે છે મારું રે, તેતો જાણજ્યો સ્વામી તમારું રે ।।૬।।
પછી રહ્યા તિયાં રામાનંદ રે, સર્વે જનને દેવા આનંદ રે । રહે સેવામાં હરિ તત્પર રે, કરે સેવા સ્વામીની સુંદર રે ।।૭।।
ગુણે કરી અધિક છો સહુથી રે, ગુણ સ્વાભાવિક છે આવ્યા નથી રે ।
સર્વે કાળ વળી સર્વે સ્થળ રે, સ્વસ્વરૂપ વિષે રહે અચળ રે ।।૮।।
સત્ય શૌચ દયા ક્ષમા ત્યાગ રે, સંતોષ આર્જવ ને વૈરાગ્ય રે । શમ દમ સામ્ય ઉપરતિ રે, તપ તેજ તિતિક્ષાના પતિ રે ।।૯।। શાસ્ત્રજ્ઞાન ઐશ્વર્યતા અતિ રે, બળ શૂરપણું ને સમૃતિ રે ।
સ્વતંત્ર કુશળ કાંતિ ધૈર્ય રે, ચિત્ત કોમળ વાક્યચાતુર્ય રે ।।૧૦।।
નમ્રતા શીલ સહ ઓજ બળ રે, ભગ સ્થિર ગંભીર અકળ રે ।
આસ્તિક અદંભી અમાન રે, કીર્તિ મૌન ગર્વ નહિ દાન રે ।।૧૧।। મિતાહાર ડાહ્યા મિત્રપણું રે, સર્વે ઉપકારિ દયા ઘણું રે । કામ ક્ષોભ ન પામતે ચિત્ત રે, અદ્રોહ ષડ્ ઉરમી જીત રે ।।૧૨।। આપે પરને માન તે ઘણું રે, અપરિગ્રહ બ્રહ્મણ્યપણું રે ।
શરણાગતવત્સલ અનીહ રે, એહ આદિ સદ્ગુણ જેહ રે ।।૧૩।। તેહ દેખીને સર્વે જન રે, પામે વિસ્મય પોતાને મન રે ।
એવા ગુણવાળા જોઇ સહુ રે, માને મોટા હરિજીને બહુ રે ।।૧૪।। એવા ગુણવાળા બ્રહ્મચારી રે, કરે સેવા સ્વામીશ્રીની સારી રે । એમ અહોનિશ સેવા કરતાં રે, વીત્યાં વર્ષ દોય સંગ રહેતાં રે ।।૧૫।। ધાર્યા ધર્મ નિયમ તે ન મુકે રે, કરે તપ યોગમાં ન ચુકે રે । જોઇ સ્વામી એવા વર્ણિરાય રે, સ્થાપી ધર્મધુર એહ માંય રે ।।૧૬।। આપે ઇચ્છ્યા અંતર્ધાન થાવા રે, માંડ્યું વર્ણિને વચન મનાવા રે । જે વહેવાર ન જાણે લગાર રે, તેને ઇચ્છ્યા સોંપવા વહેવાર રે ।।૧૭।। કહે સ્વામી સાંભળો સુજાણ રે, કહું વચન તે કરવું પ્રમાણ રે ।
૧૭૬ ભક્તચિંતામણ પ્રકરણ ૪૬
જે મારા આશ્રિત નરનાર રે, તેને રાખવા ધર્મ મોઝાર રે ।।૧૮।। તમે વાસુદેવ માહાત્મ્ય રે, તેનો પાઠ કર્યાનું છે નિમ રે । તેમાં વર્ણાશ્રમના જે ધર્મ રે, કહ્યા સ્ત્રીના ધર્મ અતિ પરમ રે ।।૧૯।। તેમાં રખાવજ્યો સહુને તમે રે, એમ આજ્ઞા કરૂં છું અમે રે । કરજ્યો કૃષ્ણની પૂજા તે એવી રે, કરી વિઠ્ઠલેશે વળી જેવી રે ।।૨૦।। તે તો શ્રીકૃષ્ણ તમારે વિષે રે, વિરાજી રહ્યા છે અહોનિશ રે । તેનાં વ્રત ઉપવાસ જેમ રે, કરવા વૈષ્ણવ કરે છે તેમ રે ।।૨૧।। તમે શાસ્ત્રમાં જાણો છો ઘણું રે, માટે માનો વચન મુજતણું રે ।
મારા સ્થાનક ઉપર રહેવા રે, નથી બીજા કોઇ તમ જેવા રે ।।૨૨।। જે દિના મેં નિરખ્યા છે તમને રે, કર્યો છે મેં મનોરથ મને રે । તે પુરો કરો વરણિરાટ રે, કરવા યોગ્ય છો કહું છું તે માટ રે ।।૨૩।। તમારા વૈરાગ્યની જે વાત રે, અતિતીવ્ર હું જાણું છું તાત રે ।
પણ એ કાજ તમથી થાય રે, બીજાને તે કેમ કહેવાય રે ।।૨૪।। તમ જેવા તો તમે છો એક રે, એમ જોયું છે કરી વિવેક રે । તમને નિર્લેપ અતિ જાણી રે, નિરબંધ જોઇ કહું વાણી રે ।।૨૫।। વસન ભૂષણ વાહન જેહ રે, ગ્રહણ કરજ્યો આપે જન તેહ રે । નિજજનની પૂરજ્યો હામ રે, કરજ્યો રક્ષા તેની આઠું જામરે ।।૨૬।। કળિદોષ લાગવા માં દેજ્યો રે, શરણાગતને ઉગારી લેજ્યો રે । તમે સમર્થ છો તપોધન રે, દ્રવ્ય નારી નહિ કરે બંધન રે ।।૨૭।।
ગુણે કરી છો કૃષ્ણ સમાન રે, એમ જાણે છે સહુ નિદાન રે । અતિધીર જણાણા અમને રે, માટે મોટા કર્યા છે તમને રે ।।૨૮।। એવી સાંભળી સ્વામીની વાણી રે, બોલ્યા પ્રભુજી ઉદાસી આણી રે । સ્વામી તમારી આગન્યા જેમ રે, કરવું ઘટે સરવેને તેમ રે ।।૨૯।।
પણ બ્રહ્મચર્યવ્રત જેહ રે, તેને પાળતો એવો હું તેહ રે । તેને માનવું આવું વચન રે, નથી સમર્થ હું ભગવન રે ।।૩૦।।
લોક શાસ્ત્રમાં વાત છે એવી રે, બ્રહ્મચર્યને નિંદવા જેવી રે । જેની ગંધ મુંથી ન સહેવાય રે, તેને પાસે મેં કેમ રહેવાય રે ।।૩૧।।
પ્રકરણ ૪૬કકકક ભક્તચિંતામણી
૧૭૭
વળી નારીને સંગે સદાય રે, મોટા મુમુક્ષુને બંધ થાય રે ।
મુક્તપણ પડ્યા એને મળી રે, તેની વાત મેં શ્રવણે સાંભળી રે ।।૩૨।।
સૌભરીને વળી એકલશૃંગ રે, એને સંગે જાગ્યો છે અનંગ રે । કામ જાગે ત્યાં ક્રોધ જ હોય રે, ક્રોધ ત્યાં મોહ જાણવો સોય રે ।।૩૩।।
મોહ થકી થાય સ્મૃતિ નાશ રે, સ્મૃતિનાશે બુધ્ધિ વિનાશ રે ।
પછી મોક્ષને માર્ગથી પડે રે, એને સંગે અઘમગે ચડે રે ।।૩૪।।
માટે બીવું છું એના સંગથી રે, કેમ વચન મનાશે મુંથી રે । એના વિશ્વાસમાંહિ જે રહ્યા રે, હતા મોટા તે પણ છોટા થયા રે ।।૩૫।। જુવો શિવ ને બ્રહ્માની વાત રે, લખી છે શાસ્ત્રમાંહિ વિખ્યાત રે । એનો જેણે વિશ્વાસ કીધો રે, તેને અંતરઘાટે ગળી લીધો રે ।।૩૬।। કામ ક્રોધ મદ લોભ મોહ રે, ભય શોકાદિ શત્રુ સમૂહ રે । એહ પ્રકટે અંતરમાંય રે, તેણે કરી કર્મ બંધ થાય રે ।।૩૭।।
માટે બુધ્ધિવાન જે કહેવાય રે, તેણે એને સંગે ન રહેવાય રે ।
માટે પ્રતીતિ ન કરવી મનની રે, એ સમઝણ્ય કૃષ્ણના જનની રે ।।૩૮।। જો દયાએ કરે મન સંગ રે, થાય ભરત પેઠ્યે વ્રત ભંગ રે ।
માટે અગ્નિમાંહિ બળી જાવું રે, સારું વિષ હળાહળ ખાવું રે ।।૩૯।।
પણ નારી તણો પરસંગ રે, અતિ ભૂંડો લાગે મને અંગ રે । તેમ દ્રવ્ય તે ગમતું નથી રે, તેની વાત કહું હવે કથી રે ।।૪૦।।
મોટા ધર્મવાળો હોય જેહ રે, થાય ભ્રષ્ટ દ્રવ્ય સારુ તેહ રે । જુવો નિમિ વસિષ્ઠની વાત રે, પૂર્વની પુરાણમાં વિખ્યાત રે ।।૪૧।। દિધા લોભે સામસામા શાપ રે, તેણે દુઃખ પામ્યા દોય આપ રે । વસિષ્ઠ તે વેશ્યાસુત થયા રે, નિમિ જનક જીવથી ગયા રે ।।૪૨।। એમ દ્રવ્યમાં રહ્યો સંતાપ રે, દ્રવ્ય સારુ થાય બહુ પાપ રે ।
માટે સમઝુએ કરવો વિવેક રે, સ્ત્રી દ્રવ્ય સમ બંધ નહિ એક રે ।।૪૩।। વળી દેશકાળ ક્રિયા દેવ રે, શાસ્ત્ર દીક્ષા મંત્ર સંગ ભેવ રે । એહ સવળે હોય સવળું રે, અને અવળે હોય અવળું રે ।।૪૪।। જેવું સેવે તેવી થાય મત્ય રે, કરે કર્મ પછી સત્યાસત્ય રે ।
૧૭૮ ભક્તચિંતામણ પ્રકરણ ૪૭
કર્મ પ્રમાણે ફળને લહે રે, માટે વિવેકી વેગળા રહે રે ।।૪૫।। પિવે ડાહ્યો ભોળો ભાંગ્ય મદ્ય રે, થાય બેઉ ઘેલા જાણો સદ્ય રે । તેમ દામ વામ ફેલે કરી રે, સત્વગુણી જ્ઞાની ભુલે હરિ રે ।।૪૬।।
માટે સ્વાભાવિક ગુણ જેહ રે, દ્રવ્ય સ્ત્રિયામાં રહ્યા છે તેહ રે । એમ સ્વાભાવિક ગુણ હોય રે, તે ત્યાગવા સમર્થ નહિ કોય રે ।।૪૭।।
માટે એ પ્રસંગમાંહિ ક્યારે રે, સ્વાભાવિક રુચિ નહિ મારે રે ।
પણ તમે આજ્ઞા એવી કીધી રે, કહો કરું હવે કોણ વિધિ રે ।।૪૮।।
પામે ચિત્ત ખેદ અતિ મારું રે, કહો થાય મારું જેમ સારું રે ।
સર્વે ધર્મ પળાવવા સ્વામી રે, તમે સમર્થ છો બહુ નામી રે ।।૪૯।।
માટે એમાં મારું શું છે કામ રે, એથી બીજું કહો સુખધામ રે । એમ નારાયણ મુનિ જેહ રે, કહ્યું પોતાનું હારદ તેહ રે ।।૫૦।। ત્યાગીયોને દેવા ઉપદેશ રે, એમ બોલિયા વર્ણિદિનેશ રે । એતો પોતે છે પુરુષોત્તમ રે, જેને નેતિનેતિ કહે નિગમ રે ।।૫૧।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીનારાયણ મુનિએ પોતાની રુચિ કહી
એ નામે છેતાલીસમું પ્રકરણમ્ ।।૪૬।।
પૂર્વછાયો- એવું સુણી સ્વામી બોલિયા, સુણો હરિ શુદ્ધબુદ્ધિવાન । હાર્દ તમારા હૈયાતણું, તે સર્વે જાણ્યું મેં સુજાણ ।।૧।।
પણ હું કરૂં તે વિચારી કરૂં, વણ વિચારે ન કરૂં લેશ ।
બંધ થાતાં દેખું જેહને, તેને નાપું એવો ઉપદેશ ।।૨।। હું પણ હમણાં રહ્યો છઉં, આ પવિત્ર પૃથ્વી મોઝાર ।
ધર્મ પળાવવા સમર્થ છું, સર્વે વાત માનો નિરધાર ।।૩।। હવે પણ મારે જાવું થાશે, ભૂમિ તજી બ્રહ્મમહોલ ।
શિખામણ્ય સદ્શિષ્ય જાણી, આપું છું મતિ અડોલ ।।૪।।
ચોપાઇ- મારો મનોરથ સર્વે સારો રે, કહું વચન તે હૃદે ધારો રે । તમ વિના ધર્મધુર જેહ રે, બીજાથકી ન ઉપડે તેહ રે ।।૫।।
માટે માનો વચન વર્ણિરાય રે, તમને બંધન નહિ થાય રે ।
પ્રકરણ ૪૭કકકક ભક્તચિંતામણી
૧૭૯
તમે કરશો જો નારીશું વાત રે, નહિ બંધાઓ કહું છું તાત રે ।।૬।। હોય યુવતિ યુથ અપાર રે, તમે રહેજ્યો તે નારી મોઝાર રે ।
સદા રહેશો તેમાં નિર્લેપ રે, બીજાને તો બોલ્યે ચડે કેફ રે ।।૭।। તમે કંચન કાંતાએ કરી રે, નિશ્ચે નહિ બંધાઓ શ્રીહરિ રે । તમને સાક્ષાત સવિતા મળી રે, આપ્યો છે વર તમને વળી રે ।।૮।।
સૂર્યનારાયણ થઇ રાજી રે, રહ્યા હૃદય તમારે વિરાજી રે ।
તમે નારાયણ સુખકારી રે, નિરલેપ ને નિરવિકારી રે ।।૯।। એવા સમર્થ છો સત્ય વાત રે, માટે કહું છું તમને તાત રે । બીજા સર્વે સંત છે આ સારા રે, પણ એને તો રાખવા ન્યારા રે ।।૧૦।। બીજા બ્રહ્મચારી સંત સોઇ રે, નારીવાત સાંભળશે કોઇ રે । થાશે ભ્રષ્ટ જાશે નરક માંઇ રે, તેમાં ફેર મ જાણશો કાંઇ રે ।।૧૧।।
માટે રક્ષા તે કરજ્યો એની રે, હોય આશ્રિત તમારા તેની રે । દ્રવ્ય નારીથી ઉગારી લેજ્યો રે, એવી શિખામણ નિત્ય દેજ્યો રે ।।૧૨।। કહું સાંભળજ્યો સહુ જન રે, એમ મનાવ્યું ગુરુએ વચન રે । ઇચ્છા નથી ઉર માંહિ જેની રે, વાત મનાવી સ્વામીએ તેની રે ।।૧૩।। જ્યારે આગન્યા માની એ શુદ્ધ રે, ત્યારે સ્વામી બોલ્યા વિશુદ્ધ રે ।
સર્વે સંતને કહ્યું બોલાવી રે, સાંભળો શિષ્ય સર્વે આવી રે ।।૧૪।। આ શ્રીનારાયણમુનિ જે છે રે, આજથી મારે ઠેકાણે રહેછે રે ।
માનજ્યો સહુ આનાં વચન રે, જેહ આશ્રિત હો મારા જન રે ।।૧૫।। ત્યારે સર્વે જને જોડ્યા હાથ રે, સારું માન્યું અમે મારા નાથ રે । ત્યારે હરિ પોતે ઉભા થયા રે, ગુરુ આગે હાથ જોડી રહ્યા રે ।।૧૬।। ત્યારે સ્વામી કહે હું છું પ્રસન્ન રે, માગો મુજ પાસેથી વચન રે । એવી બ્રહ્માંડે વસ્તુ ન કાંય રે, જે માગો ને અમે ન અપાય રે ।।૧૭।। અતિહેત ભર્યાં સુખ વદન રે, એવાં સુણ્યાં સ્વામીનાં વચન રે ।
પછી બોલ્યા છે વર્ણિરાટ રે, સ્વામી પ્રસન્ન જાણ્યા તે માટ રે ।।૧૮।। સ્વામી વર દેવા યોગ્ય જો હોઉં રે, તો કરજોડી તમને કહું રે ।
માગું પ્રથમ એ ગુરુરાય રે, કૃષ્ણચરણકંજે પ્રીતિ થાય રે ।।૧૯।।
૧૮૦ ભક્તચિંતામણ પ્રકરણ ૪૭
વળી હરિજનને હોય દુઃખ રે, થાય મને એ ભોગવે સુખ રે । કૃષ્ણભક્ત જો પૂર્વને કર્મે રે, અન્ન વસ્ત્ર પામે પરિશ્રમે રે ।।૨૦।। એનું કષ્ટ આવે મુજમાંય રે, એહ સુખમાં રહે સદાય રે । રૂડી હરિકથા હરિજન રે, તેનો સંગ દેજ્યો નિશદન રે ।।૨૧।। વળી હરિના ગુણને વિષે રે, મારી વાણી તે રહેજ્યો હમેશ રે । કૃષ્ણકથામાં રહેજ્યો આ કાન રે, હરિસેવામાં હાથ નિદાન રે ।।૨૨।। હરિસ્મૃતિમાં મારું મન રે, માગું છું હું રહેજ્યો નિશદન રે । કૃષ્ણદર્શનમાંઇ મારાં નેણ રે, માગું છું હું રહેજ્યો દિન રેણ રે ।।૨૩।। દેહ અંતઃકરણ ક્રિયાય રે, નિત્ય હરિની ભગતિ થાય રે ।
એહ માગ્યું તે દેજ્યો ઉમંગે રે, કેદિ રાખશો માં દુષ્ટ સંગે રે ।।૨૪।। એટલા વર મુજને દેજ્યો રે, મારી પ્રાર્થના સુણિ લેજ્યો રે । એવું સુણી બોલ્યા ગુરુ વાણી રે, શુદ્ધ આશયવાળા શિષ્ય જાણી રે ।।૨૫
કહું મનોરથ જે તમારો રે, નિશ્ચય પુરો થાશે ઉર ધારો રે । એવો વર વરણિને આપી રે, રાખ્યા પોતાને ઠેકાણે સ્થાપી રે ।।૨૬।।
પછી શિષ્ય લઇ નિજસાથ રે, આવ્યા ગામ ફણેણિયે નાથ રે । તેદિ હતો એકાદશી દન રે, કર્યો ઉત્સવ સહુ મળી જન રે ।।૨૭।। દ્વાદશીયે સંત વિપ્રજન રે, તેને કરાવિયાં છે ભોજન રે ।
આપ્યાં વિપ્રને સુંદર દાન રે, કર્યાં ભદ્રાનદીમાંહી સ્નાન રે ।।૨૮।। બેઠા એકાંત્યે પદ્મઆસને રે, કૃષ્ણમૂરતિ ચિંતવી મને રે । કરી સમાધિ કૃષ્ણમાં રઇ રે, ત્યારે દેહની વિસ્મૃતિ થઇ રે ।।૨૯।।
પછી શ્રીકૃષ્ણ ઇચ્છાએ કરી રે, ઉધ્ધવજીએ દેહ પ્રહરી રે ।
ગયા વિશાળા પ્રત્યે તે વળી રે, પૂર્વે હતી તેવી દેહ મળી રે ।।૩૦।।
પામ્યા સિદ્ધદેહ તેહ વાર રે, કૃષ્ણ ભક્તિ કરવા નિરધાર રે ।
સંવત્ અઢાર વર્ષ અઠાવન રે, માગશરશુદી તેરશ દન રે ।।૩૧।। વાર દેવગુરુ દન જાણો રે, મુક્યું તન તેદિ પરમાણો રે । જન કરતાં હતાં કીર્તન રે, તેને જણાણું તજીયું તન રે ।।૩૨।। જોઇ નાડી ચાલતાં ન જાણી રે, ત્યારે જનને આવ્યાં આંખ્યે પાણી રે ।
પ્રકરણ ૪૭કકકક ભક્તચિંતામણી
૧૮૧
મળી જન કરે સહુ શોક રે, કહે તજ્યું ઉદ્ધવે આ લોક રે ।।૩૩।। જાણ્યું સહુએ હરિધામ ગયા રે, એવું સુણિને વ્યાકુળ થયા રે । રુવે જન નેણે ભરી નીર રે, કોઇ ધરી શકે નહિ ધીર રે ।।૩૪।। હાવભાવ હસવું સંભારી રે, મિઠી બોલની મનમાં ધારી રે ।
મનોહર મૂરતિ વિચારી રે, બહુ રૂવે છે નર ને નારી રે ।।૩૫।। વળી વરણિ આદિ જે સંત રે, સર્વે શોકાતુર છે અત્યંત રે ।
પછી નાહિને આવ્યા જે જન રે, લાવ્યા અબીર ગુલાલ ચંદન રે ।।૩૬।।
પૂજા ને વંદના બહુ વિધિ રે, શાસ્ત્ર પ્રમાણે સર્વે કિધિ રે ।
પછી કરી સુંદર વિમાન રે, તેમાં તન બેસાર્યું નિદાન રે ।।૩૭।।
લઇ ચાલ્યા ભદ્રાનદી કાંઠે રે, વિપ્ર વિષ્ણુસૂક્ત કરી પાઠે રે । ઝાંઝ મૃદંગે ગાય છે જન રે, ગાયામાંહિ થાય છે રુદન રે ।।૩૮।।
પછી ભદ્રાવતી તીરે ગિયા રે, શોધી સુંદર ભૂમિકા તિયાં રે । તિયાં ઉતારી વિમાન જન રે, લાવ્યાં તુલસી પિપળો ચંદન રે ।।૩૯।। એહ કાષ્ટતણું ચિતા રચ્યું રે, નવરાવી તને ઘી ચરચ્યું રે । ચિતામાં પધરાવ્યું તે વાર રે, કર્યો કૃષ્ણે અગ્નિસંસ્કાર રે ।।૪૦।। બહુ ઘૃત હોમી બાળી દેહ રે, નાખી વાની જળમાંહિ તેહ રે ।
સર્વે શાસ્ત્રવિધિ કરી સ્નાન રે, આવ્યા સર્વ સંત નિજસ્થાન રે ।।૪૧।।
પછી તેદિ ઉપવાસ કરી રે, બીજે દિવસે લખી પતરી રે ।
સુણી સર્વે સાધુ હરિજન રે, અતિ વ્યાકુળ થયા છે મન રે ।।૪૨।। કર્યાં સ્નાન તજ્યાં ઘરકામ રે, મળી આવ્યાં છે ફણેણિ ગામ રે ।
નયણે વરસેછે આંસુની ધાર રે, સ્વામીમાંહિ છે સ્નેહ અપાર રે ।।૪૩।। ઘડિ ઘડિનાં સુખ સંભારે રે, તેણે આંખમાં આંસુડાં ઝરે રે ।
લુઇ લુઇને નાખે છે નીર રે, અતિ શોકે છે મન અધીર રે ।।૪૪।। બ્રહ્મભાવને પામ્યા ઉદ્ધવ રે, કરવો શોક તેનો અસંભવ રે । તોય સમતો નથી તનતાપ રે, કરે વિયોગમાંહિ વિલાપ રે ।।૪૫।। તેને જોઇ નારાયણમુનિ રે, કરે છે મનુવાર સહુની રે ।
આપી ધિરજ્ય ઉતાર્યા જન રે, એમ કરતાં થયો બીજો દન રે ।।૪૬।।
૧૮૨ ભક્તચિંતામણ પ્રકરણ ૪૮
તે દિવસથી તેરમા સુધી રે, વાંચી ગીતા તે વિપ્ર સુબુદ્ધિ રે । શાસ્ત્રવિધિએ કહ્યું જે અન્ન રે, તેનું કર્યું છે સહુએ ભોજન રે ।।૪૭।।
પાળવાનું પાળ્યું શ્રાદ્ધ કીધું રે, દાન દેવાનું તે દાન દીધું રે । કર્યું બારમું જેમ ઘટિત રે, જમાડ્યા વાડવ કરી પ્રીત્ય રે ।।૪૮।। તેરમે ત્રીશ વરણિ સાથ રે, જમાડી આપ્યાં વસ્ત્ર તે હાથ રે ।
પછી આવ્યા હતા હરિજન રે, તેને પણ કરાવ્યાં ભોજન રે ।।૪૯।। વળી એહ ગામના રહેનાર રે, તેહ પણ જમ્યા નરનાર રે ।
પછી સર્વે મળી હરિજન રે, કર્યું કૃષ્ણદેવનું પૂજન રે ।।૫૦।।
સુંદર વસ્ત્ર ઘરેણાં પેરાવી રે, પૂજ્યા મહારાજને પ્રેમ લાવી રે ।
ગીતાના વાંચનારાને વળી રે, આપ્યાં વસ્ત્ર દ્રવ્ય સહુએ મળી રે ।।૫૧।। યથા યોગ્ય ક્રિયા સર્વે કિધિ રે, જેમ કહી છે શાસ્ત્રમાં વિધિ રે । તેના ખરચતણું જે ધન રે, ભરી આપ્યું મળી સહુ જન રે ।।૫૨।। નિજ પોચ પ્રમાણે સહુ ગૃહસ્થે રે, ખરચ ઉપાડી લીધું સમસ્તે રે । થયો ઉત્સવ પૂરણ જ્યારે રે, દિન ચૌદમો થયો છે ત્યારે રે ।।૫૩।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્યનિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે રામાનંદ સ્વામીએ નારાયણમુનિને
ધર્મધુર સોંપીને દેહત્યાગ કર્યો એ નામે સુડતાલીસમું પ્રકરણમ્ ।।૪૭।।
પૂર્વછાયો- સુંદર સારી કથા કહું, ત્યાર પછીની જાણજ્યો જેહ । અતિ ચરિત્ર પવિત્ર છે, સહુ સુણજ્યો કરી સનેહ ।।૧।।
સતસંગી સ્વામીતણા, નિરમળ અતિ નરનાર ।
હરિ બેઠા સભા કરી, ત્યાગી સંત ગૃહી બ્રહ્મચાર ।।૨।।
મુખ આગે મુકુંદ આદિ, બેઠા બહુ બ્રહ્મચાર ।
ત્યારપછી મુક્તાનંદ આદિ, બેઠા સંત અપાર ।।૩।। ત્યાર પછી મયારામ આદિ, બેઠા દ્વિજ સુજાણ ।
ત્યાર પછી મુળજી આદિ, બેઠા ક્ષત્રિ પ્રમાણ ।।૪।।
ચોપાઇ- બેઠા વૈશ્ય પર્વતાદિ જેહરે, શૂદ્ર કાળાનાઇ આદિ તેહ રે । બેઠા પુરુષ પુરુષમાં મળી રે, તે કેડ્યે બેઠી બાયું મંડળી રે ।।૫।।
પ્રકરણ ૪૮કકકક ભક્તચિંતામણી
૧૮૩
દ્વિજ લાડકી આદિ જે બાઇ રે, બેઠી જેમ ન અડે કોઇ ભાઇ રે । બીજા આશ્રિત જન છે જેહ રે, બહુ મળી બેઠા સહુ તેહ રે ।।૬।।
સર્વે હાથ જોડી પાય નમે રે, અમારા ગુરુમૂર્તિ છો તમે રે । વળી સહજે આપો છો આનંદ રે, માટે સત્ય નામ સહજાનંદ રે ।।૭।।
સદ્ગુણે શોભાનું છો ધામ રે, વળી તમે છો સ્વામીને ઠામ રે ।
માટે અમને જાણી તમારાં રે, કહેજ્યો શિખનાં વચન સારાં રે ।।૮।।
પ્રભુ તમારી આજ્ઞાને વિષે રે, રહેશું શ્રદ્ધા સહિત હમેશ રે ।
માટે કહેવાનું ઘટે તેમ કહેજ્યો રે, સારી સુખની શિખામણ્ય દેજ્યો રે
।
।
૯
એમ સહુ મળી કહે જન રે, તેનાં સાંભળ્યાં નાથે વચન રે ।
પછી બોલ્યા નારાયણમુનિ રે, શિખામણ હિતકારી સહુની રે ।।૧૦।। કહ્યું ધર્મશાસ્ત્રને વચને રે, ધર્મમાંહિ રાખવા જનને રે ।
કહે નર દેવને પિતર રે, શેષ શશિ સુર ને ઇતર રે ।।૧૧।। જે જે પામ્યા સુખ ને મોટાઇ રે, તેતો રહેતા થકા ધર્મમાંઇ રે । કહ્યું છે શ્રુતિ સ્મૃતિમાં એમ રે, સત્ય ધર્મને મુકાય કેમ રે ।।૧૨।। તેતો મોટા પુરુષને મળે રે, ત્યારે સહુસહુના ધર્મ પળે રે । તે વાસુદેવમાહાત્મ્ય માંઇ રે, કહ્યા છે સહુના ધર્મ ત્યાંઇ રે ।।૧૩।। એમ ઉદ્ધવસ્વામીએ કહ્યું છે રે, તે સર્વે મારે હૈયે રહ્યું છે રે ।
માટે ધર્મને સહુ અનુસરો રે, ભાવે કૃષ્ણની ભગતિ કરો રે ।।૧૪।।
પાળો એટલી આગન્યા મારી રે, જેણે સુખી થાઓ નરનારી રે । એહ શિખામણનાં વચન રે, સર્વે હૃદયમાં ધારજ્યો જન રે ।।૧૫।। વળી પ્રાકૃત જીવની રીતે રે, શોક સ્વામીનો મ કરો ચિત્તે રે । એવું અખંડરૂપ અવિનાશ રે, તેતો કેદિયે ન થાય નાશ રે ।।૧૬।। થાય પ્રકટ ભૂમિયે મહારાજ રે, તેતો જીવોના કલ્યાણ કાજ રે । એનું ઉદ્ભવને અંતર્ધાન રે, તેતો સ્વતંત્રપણે નિદાન રે ।।૧૭।।
પણ કાળ કરમને વશ રે, નોય જીવો પેર્યે પરવશ રે ।
એમ સમઝે છે દૈવી જન રે, આસુરી મોહ પામે છે મન રે ।।૧૮।।
૧૮૪ ભક્તચિંતામણ પ્રકરણ ૪૮
માટે શોકને સર્વે તજો રે, પ્રત્યક્ષ પરમેશ્વરને ભજો રે ।
માની મનમાં ઉપદેશ રે, હવે જાઓ સહુ દેશ પ્રદેશ રે ।।૧૯।। હું પણ જાઉંછું પુર ધોરાજી રે, તમે રહેજ્યો સહુ જન રાજી રે । કહું સાંભળજ્યો સહુ જન રે, એમ બોલ્યા પ્રભુજી વચન રે ।।૨૦।।
સુણી શોક તજ્યો સહુજન રે, જાણ્યા પ્રભુજીને ગુરુ મન રે ।
પછી ગયાં ઘેરે નરનારી રે, હૃદે હરિની મૂરતિ ધારી રે ।।૨૧।। હરિ નિજગુરુને વિરહે રે, ચિત્તે ક્ષોભ ને દુઃખી છે દેહે રે ।
પણ અંતર દર્શન કરી રે, ધારી રહ્યા છે ધીરજ હરિ રે ।।૨૨।।
પોતે હર્યો તે સર્વનો શોક રે, માટે હરિનામ કહે લોક રે ।
પછી બહુ સંત લઇ સાથ રે, ત્યાંથી ચાલ્યા નીલકંઠ નાથ રે ।।૨૩।। ધર્મ પ્રવર્તાવામાં છે ચિત્ત રે, આવ્યા ધોરાજી સંત સહિત રે । તિયાં અતિ હેતે કરી જન રે, કર્યું પ્રભુજીનું તે પૂજન રે ।।૨૪।। દઇ દર્શન આવ્યા ભાડેર રે, નિજજન પર કરી મેર રે ।
ત્યાંથી માણાવદ્ર ગયા નાથ રે, નીરખી જન થયા છે સનાથ રે ।।૨૫।। ત્યાંથી પિપલાણામાં પધાર્યા રે, જનને મન મોદ વધાર્યા રે । ત્યાંથી આવ્યા ગામ અગત્રાઇ રે, જીયાં ભક્ત છે પર્વતભાઇ રે ।।૨૬।। ત્યાંથી આવ્યા ગામ કાલવાણી રે, નિજદાસ પર દયા આણી રે । કિયાં એક દિન કિયાં દોય રે, કિયાં ત્રણ દિન રહ્યા સોય રે ।।૨૭।।
સહુને જ્ઞાન આપી સમજાવ્યા રે, પોતપોતાને ધર્મે રખાવ્યા રે ।
પોતે ગુરુની આગન્યા માની રે, બેઠા વાહન પર સુખદાની રે ।।૨૮।। ભારેભારે વસ્ત્ર ને ભૂષણ રે, પહેર્યાં જનહિતે તે જીવન રે । સ્ત્રિયોને ધર્મમાં રખાવા રે, બોલ્યા તેશું તેને સુખ થાવા રે ।।૨૯।। કર્યું મોટી ઉપાધિનું ગ્રહણ રે, પણ રતિ નથી અંતઃકરણ રે । કોઇ સમે ને કોઇ ઠેકાણે રે, નથી આસક્ત સૌ જન જાણે રે ।।૩૦।।
સર્વે ધર્મને સ્થાપવા કાજ રે, ગયા માંગરોળે મહારાજ રે । શહેર બાર છે સુંદર વટ રે, શોભે સિંધુતીરે ત્યાં નિકટ રે ।।૩૧।। કર્યું એકાંતે વડે આસન રે, તિયાં આવ્યા છે જિજ્ઞાસુ જન રે ।
પ્રકરણ ૪૮કકકક ભક્તચિંતામણી
૧૮૫
કરી દર્શન પામ્યા આનંદ રે, વાધ્યો હર્ષ જોઇ જગવંદ રે ।।૩૨।। તિયાં સંત વસે છે સમોહ રે, જેને કામ ક્રોધ નહિ મોહ રે । વ્યાપકાનંદ સ્વરૂપાનંદ રે, એહાદિ નિરખી પામ્યા આનંદ રે ।।૩૩।।
ગોવર્ધન દામોદર જેહ રે, રામચંદ્ર સુરચંદ તેહ રે ।
રતનજી આદ્યે એ વણિક રે, ક્ષત્રિ મંછારામ ભક્ત એક રે ।।૩૪।। ધનજી માધો આણંદભાઇ રે, ત્રિકમ ને રાજુ ભાણબાઇ રે ।
એહાદિ લઇ શૂદ્ર અપાર રે, સહુ આવી બેઠાં નરનાર રે ।।૩૫।। કરે સેવા પુછે સમાચાર રે, ભલે પધાર્યા પ્રાણઆધાર રે ।
તેહ પ્રત્યે હરિ ધિરા રહી રે, જેમ છે તેમ વારતા કહી રે ।।૩૬।। કહ્યું સ્વામી રામાનંદ જેહ રે, ગયા સ્વધામમાં તજી દેહ રે ।
સુણી સર્વે શોકાતુર થયા રે, સ્વામી આપણને છળી ગયા રે ।।૩૭।। ત્યારે હરિ કહે સંત સુજાણ રે, પ્રભુ રહ્યા છે પ્રકટ પ્રમાણ રે । બહુ સમર્થ છે બાળ નાના રે, સહુ જાણશે નહિ રહે છાના રે ।।૩૮।। એમ કહીને ધીરજ આપી રે, શોક સ્વામીની કોરનો કાપી રે ।
પછી વાવ્ય તિયાં એક હતી રે, જેનું સ્વાદુ જળ મીઠું અતિ રે ।।૩૯।। તેતો કાળે કરી બુરાણિ રે, નાવે કામે તે કોઇને પાણી રે । તેતો ગળાવી આપે મહારાજે રે, સહુને જળ પિવાને કાજે રે ।।૪૦।। કાઢ્યો ગાળ ને જળ નિસર્યું રે, પછી કર્યું એ વાવ્યનું ભર્યું રે । કર્યો મોટો ઉત્સવ તે દિન રે, તેડ્યા બ્રાહ્મણ કરવા ભોજન રે ।।૪૧।। થોડો ઘણો લીધો સરાજામ રે, આદર્યું તેપર મોટું કામ રે । દ્વિજ શહેરના સર્વે નોતર્યા રે, તેણે મનમાન્યા મોદક કર્યા રે ।।૪૨।। તીર્થવાસીને કાજે તૈયાર રે, કર્યો શિરો પુરી ને કંસાર રે ।
સતસંગીને કહ્યું વચન રે, જમો આજ ઉત્સવનું અન્ન રે ।।૪૩।। કહે કવિશ્વાસી કેમ થાશે રે, સિધું ખુટશે ને લાજ જાશે રે ।
પણ ન ખુટ્યું સીધું ને લોટ રે, નાવી દાળ મશાલાની ખોટ્ય રે ।।૪૪।। જમ્યા દ્વિજ હજારો હજાર રે, બીજા સત્સંગી જમ્યા અપાર રે ।
રૂડી રીત્યે શું કર્યો સમૈયો રે, તેતો મુખે કેમ જાય કૈયો રે ।।૪૫।।
૧૮૬ ભક્તચિંતામણ પ્રકરણ ૪૮
દેવતાની તૃપ્તિને કાજે રે, કરાવ્યો હવન મહારાજે રે ।
કરતાં પૂજન દેવતાતણું રે, દીઠું જને ત્યાં આશ્ચર્ય ઘણું રે ।।૪૬।।
સતસંગી સાધુ સહુ કોઇ રે, સહુ રહ્યાતા હરિને જોઇ રે । ત્યાં તો થયું અલૌકિક દર્શન રે, જોઇ મગન થયાં સહુ જન રે ।।૪૭।। દીઠાં ચાર આયુધ ચારે હાથે રે, સારો મુગટ ધર્યો છે માથે રે ।
પહેર્યાં પીતાંબર હેમરૂપ રે, ઘનશ્યામ મૂર્તિ અનૂપ રે ।।૪૮।।
શ્રીવત્સ ચિહ્ન શોભે છે ઘણું રે, એવું દર્શન થયું હરિતણું રે । તેને ડાબે પડખે દયાળ રે, દિઠી શ્વેત મૂરતિ વિશાળ રે ।।૪૯।।
ચાર મુખ ને અષ્ટ છે દ્રગ રે, ચાર હાથ ને ચાર છે પગ રે । જોડિ રહ્યા જુગ કર આગે રે, ગ્રહિ એકે પૂજા અનુરાગે રે ।।૫૦।। એક હાથમાં છે ધર્મશાસ્ત્ર રે, શ્વેતાંબરે શોભે છે સુંદર રે । અંગોઅંગ શોભે અલંકાર રે, રત્નજડિત મુકુટ સાર રે ।।૫૧।। અતિશાંત એવા ધર્મ ભાળી રે, જોયું જમણીકોરે નિહાળી રે । દિઠાં દ્વિભુજવાળાં ભગતિ રે, વસ્ત્ર ઘરેણે શોભે છે અતિ રે ।।૫૨।।
ગૌરતન કનક કર થાળી રે, પૂજાવિધિ લીધી છે તે ભાળી રે । એવા વિષ્ણુ ભક્તિ ધર્મ જોઇ રે, પામ્યાં વિસ્મય જન સહુ કોઇ રે ।।૫૩।। કહે મનુષ્યાકારે આ મુરાર રે, એવું દિઠું છે મુહૂર્ત વાર રે ।
પછી પૂજાવિધિ પુરો થિયો રે, સર્વે જન મન મોદ આવિયો રે ।।૫૪।।
પછી વેદવિત્ જે બ્રહ્મન્ રે, બીજાં મળ્યાં હતાં બહુ જન રે । કરી નિશ્ચય તે થયા આશ્રિત રે, રહ્યાં વચનમાં કરી પ્રીત્ય રે ।।૫૫।।
મેલી બીજા દેવની ઉપાસ રે, થયા શ્રીકૃષ્ણદેવના દાસ રે ।
એમ નિજ ઐશ્વર્ય અનૂપ રે, દેખાડ્યું એ પ્રકારનું રૂપ રે ।।૫૬।। જોઇ બ્રાહ્મણને બીજાં જન રે, દૃઢ નિશ્ચય કરી લીધું મન રે ।
એહ દેખાડ્યો પ્રૌઢ પ્રતાપ રે, જોઇ જન મગન થયાં આપ રે ।।૫૭।। ઋતુ વસંત સમાને વિષે રે, કર્યું ચરિત્ર એ જગદીશે રે । એહ ચરિત્ર શ્રીહરિતણું રે, કહ્યું થોડું ને રહ્યું છે ઘણું રે ।।૫૮।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
પ્રકરણ ૪૯કકકક ભક્તચિંતામણી
૧૮૭
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રી માંગરોળે મહારાજે ઉત્સવ કર્યો એ
નામે અડતાલીસમું પ્રકરણમ્ ।।૪૮।।
પૂર્વછાયો- શુભમતિ સહુ સાંભળો, અતિપ્રતાપી કૃષ્ણદેવ ।
ત્યાર પછીની વારતા, કહું સાંભળો સહુ તતખેવ ।।૧।। અતિસામર્થિ વાવરે, જનમન મનાવા કાજ ।
લોકમાં અલૌકિકપણું, દેખાડે છે મહારાજ ।।૨।। જે સુખ ન સુણ્યું શ્રવણે, નયણે ન દિઠું નિરધાર ।
તેહ સુખ આ ભૂમિમાં, ભોગવે છે નર ને નાર ।।૩।। તેહ પ્રતાપ શ્રીહરિતણો, જાણે જન સહુ કોય ।
ત્યાર પછીની કથા કહું, સહુ સાંભળજ્યો ચિત્તપ્રોય ।।૪।।
ચોપાઇ- પ્રભુ સમર્થ સુખના ધામ, બેઠા સંતમાંહિ ઘનશ્યામ । કરે ધ્યાન ધારણાની વાત, સુણી જન થાય રળિયાત ।।૫।।
પછી થયા થોડાઘણા દન, બેસે સંત ને કરે ભજન ।
ત્યાં તો ધ્યાનમાં દીઠા દયાળ, સહજાનંદ જનપ્રતિપાળ ।।૬।। જેના એકેક અંગે નિદાન, કોટિ સૂરજ શશિ સમાન ।
નિસરે છે તેજના સમોહ, ઘનશ્યામ મૂરતિ છે સોહ ।।૭।। અંગે પહેર્યાં પીતાંબર નાથે, મોરમુગટ ધર્યો છે માથે । કૌસ્તુભમણિ વૈજયંતિમાળા, દિવ્ય ઘરેણે શોભે રૂપાળા ।।૮।। બેઉ હાથે વજાડે છે વેણ, એવા કૃષ્ણ દિઠા સુખદેણ ।
થયું એવું સાક્ષાત્કાર દ્રષ્ણ, જાણ્યા પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ ।।૯।।
પછી કરી પરસ્પર વાત, થયા સંત રાજી રળિયાત ।
સહેજે સહેજે આપે છે આનંદ, સુખદાયી સ્વામી સહજાનંદ ।।૧૦।।
સહજે સહજે થાય છે સમાધ્ય, જે કોઇ દેવને છે જો દુરાધ્ય ।
પછી ચલાવ્યું એજ પ્રકરણ, થાય સમાધિ હોય સ્મરણ ।।૧૧।। બાળ જોબન ને વૃધ્ધ વળી, થાય ધારણા ને પડે ઢળી ।
દ્વિજ ક્ષત્રિ વૈશ્ય શૂદ્ર ચાર, હોય કોઇ નર વળી નાર ।।૧૨।।
પડે નજરે થાય પ્રાણ લીન, મર હોય કોઇ જો મલિન ।
૧૮૮ ભક્તચિંતામણ પ્રકરણ ૪૯
રામઉપાસી રામને દેખે, કૃષ્ણઉપાસી કૃષ્ણને પેખે ।।૧૩।।
નૃસિંહઉપાસી દેખે નૃસિંગ, દેખે ઇષ્ટ થાય દલે દંગ ।
શિવઉપાસી દેખે શિવને, થાય દર્શન બહુ જીવને ।।૧૪।। દેવીઉપાસક દેખે દેવી, આવે ધ્યાનમાં મૂરતિ એવી ।
આવે જૈન દેખે તીર્થંકર, વળી મ્લેચ્છ દેખે પેગંબર ।।૧૫।।
પીરઉપાસી દેખે પીરને, વીરઉપાસી દેખે વીરને ।
દેખે બ્રહ્મને બ્રહ્મઉપાસી, એકરસ ચિદ્ઘનરાશિ ।।૧૬।। વામનઉપાસી દેખે વામન, લછમનના દેખે લછમન ।
દેખે હનુમાનના હનુમાન, થાય માર્ગીને ધણીનું ધ્યાન ।।૧૭।।
સૂર્યઉપાસી સૂર્ય નિહાળે, ભૈરવઉપાસી ભૈરવ ભાળે ।
એમ આપ આપણા જે દેવ, દેખે ધ્યાનમાંહિ તતખેવ ।।૧૮।। હોય પાપી તે દેખે કૃતાંત, જેવું દેખે તેવું કહે વૃતાંત । કોઇ દેખે છે શેષ ગણેશ, થાય ધારણા એમ હમેશ ।।૧૯।। દેખે સુરપુર ને કૈલાસ, કોઇ સત્યલોક વૈકુંઠવાસ ।
કોઇ ગોલોક બ્રહ્મનગરી, એમ દેખાડે ધ્યાનમાં હરિ ।।૨૦।। કોઇ દેખે દેહનું સ્વરૂપ, મહા મલિન જાણે નરકકૂપ ।
દેખે પોતાનું પારકું મન, જેમ દેખે તેમ કહે જન ।।૨૧।। એમ દેખાડ્યો પ્રતાપ ઘણો, સહુ જાણે આ મહારાજ તણો ।
દેખે નાથને નાડી તણાય, નિરખી સ્વામીને સમાધિ થાય ।।૨૨।।
પછી સહુને વાત સાચી લાગી, થયા સત્સંગી સ્વમત ત્યાગી ।
ચારી સંપ્રદાયના સંત આવ્યા, જાણી કલ્યાણ સ્વામીના કાવ્યા ।।૨૩।। તેને શિખવે છે યોગકળા, શિખે જન મળી તે સઘળા ।
જે જે દેખે સમાધ્યે સાક્ષાત, સુણો સહુ કહે તેની વાત ।।૨૪।। રાધા પાર્ષદાદિ વ્રજપતિ, દેખે ગોલોકમાં કરી ગતિ ।
વૈકુંઠ રમા ને પારષદ, દેખે સમાધિમાં હરિ સદ્ય ।।૨૫।। કોઇ દેખે મહાપુરુષ અભેવ, શ્વેતદ્વીપમુક્ત વાસુદેવ ।
રમા પાર્ષદ ભૂમાપુરુષ, દેખે તેજ મંડળ સુજસ ।।૨૬।।
પ્રકરણ ૪૯કકકક ભક્તચિંતામણી
૧૮૯
કોઇ નરનારાયણ ઋષિ, દેખે વિશાલા ને થાય ખુશી ।
કોઇને યોગેશ્વર ભગવાન, તેનું કરાવે જનને ધ્યાન ।।૨૭।। ક્ષીરસાગરે કમળા સાથ, દેખે શેષપર સુતા નાથ ।
કોઇ દેખે હિરણ્યમય શ્યામ, અર્કબિંબ સહિત સુખધામ ।।૨૮।। યજ્ઞપુરૂષરૂપ જન જોય, માને સહુનું કારણ હરિ સોય ।
કોઇ નાડી પ્રાણને સંકેલી, દેખે પ્રગટ મૂર્તિ રસિલી ।।૨૯।।
પ્રાણ રાખવા ત્યાગવા તર્ત, થવા સ્વતંત્ર જન સમર્થ ।
કોઇ સિધ્ધાસન પદ્માસન, જાણે વીર વજ્રાસન જન ।।૩૦।। સ્વસ્તિ શબાસને રાખી પ્રાણ, થાય તન સમ કાષ્ટ પાષાણ ।
બાળ યુવા વૃધ્ધ ત્રિયા જેહ, ધ્યાનમાંથી ન નીસરે તેહ ।।૩૧।। તેમાંથી કેને પ્રહરે જગાડે, કેને બે પોરે કેને બે દાડે । કેને પક્ષ માસ માસે દોય, જાગે ત્રણ ચાર માસે કોય ।।૩૨।। થોડે કાળે બહુ કાળે ઉઠાડે, શબ્દ સંકલ્પે જોઇ જગાડે । કોઇ ન જાગે નાવે દેહમાં, તેને જોરે લાવે તન તેમાં ।।૩૩।। કોઇ બ્રહ્મપુર વૈકુંઠ જેહ, કરે ગોલોકની વાત તેહ ।
શ્વેતદ્વીપ ત્રિલોક નિહાળી, કહે સુરાસુર સ્થાન ભાળી ।।૩૪।। કહે સ્થાન અજ હરિ હરનું, કહે લોકાલોકથી પરનું ।
ભૂગોળ ખગોળ કે પાતાળ, ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલયકાળ ।।૩૫।। એવા જોઇ પાકી સ્થિતિવાળા, તેને શિખવે છે યોગકળા ।
શિખવે નાડી ખેંચીને મેલે, સર્વે અંગેથી પ્રાણ સંકેલે ।।૩૬।। એક અંગે લાવે જીવ પ્રાણ, એમ શિખવે સહુને સુજાણ ।
પછી અંગ કાપે બાળે કોય, તેની પીડા પંડે લેશ નોય ।।૩૭।। કોઇ રહ્યા અંતર્દૃષ્ટિ કરી, કોઇ દેખે દૃષ્ટિ આગે હરિ ।
કોઇ એકનેત્રે મૂર્તિ લાવે, કોઇ દોય દ્રગમાં ઠેરાવે ।।૩૮।। કોઇ ઉલટાં પલટાવે નેણ, એમ શિખવે છે સુખદેણ ।
તેમાં મૂર્તિ મિટેથી ન જાય, અક્ષિવિદ્યા એ નામ કહેવાય ।।૩૯।। ફેરિ નેત્ર તાણે નાડી પ્રાણ, એહ અક્ષિવિદ્યાનું એંધાણ ।
૧૯૦ ભક્તચિંતામણ પ્રકરણ ૪૯
અનિમેષ રહે દ્રગ દોય, એવું શિખવે શ્રીહરિ સોય ।।૪૦।।
ષટ ચક્રમાંથી ચક્ર એક, શિખાવે પ્રાણ રૂંધવા વિવેક ।
એકચક્રે રહી સુણે બહુરવ, એક ચક્રે રહી ગણે પ્રણવ ।।૪૧।। ઇડા પિંગલા સુષુમ્ણા નાડી, તેને મારગે ચલાવે દાડી ।
રવિ ચંદ્રનું લોક પમાડે, કોઇને સુરપુર દેખાડે ।।૪૨।। કરાવે અન્ય તનમાં પ્રવેશ, જાણે પરના મનની અશેષ ।
વળી પરના પ્રાણ કરે રૂંધ, એવું શિખવે જનને સુબુદ્ધ ।।૪૩।। જાણે પરના અંતરની આપે, તેતો શ્રીહરિને પરતાપે ।
એવો પ્રતાપ ન જાય કૈયે, સહુ વિચારી રહ્યા છે હૈયે ।।૪૪।।
પછી વાત ચાલી ગામોગામ, કહે પ્રકટ્યા પૂરણકામ ।
વળી બાંધ્યાં સદાવ્રત બહુ, સુણો સહુ નામ તેનાં કહું ।।૪૫।।
માણાવદ્ર લોજ માંગરોળે, થાય તીર્થવાસી ત્યાં ટોળે । અગત્રાઇ ભાડેર ધોરાજી, તિયાં જમે સાધુ થાય રાજી ।।૪૬।। જામવાળિ ભુજ ને નગર, ફણેણી સાંકળી જેતપર ।
કોટડું ગઢડું કારિયાણી, આવે તીર્થવાસી તિયાં તાણી ।।૪૭।। જેતલપુર ને શ્રીનગર, એહ આદિ બીજાં બહુ પુર ।
દિયે સદાવ્રત દેદેકાર, સર્વે જન કરે જેજેકાર ।।૪૮।। એમ આનંદ ઉત્સવ થાય, ગુણ શ્રીહરિજીના ગવાય ।
પછી મહારાજ કહે મુનિરાય, અમે જાશું સતસંગમાંય ।।૪૯।। તમે રાજી આનંદમાં રહેજ્યો, રૂડી રીત્યે સદાવ્રત દેજ્યો । એમ કહી સ્વામી સહજાનંદ, ચાલ્યા જનને દેવા આનંદ ।।૫૦।। ત્યાંથી આવ્યા મેઘપુરમાંય, મળ્યા મુક્તાનંદ સ્વામી ત્યાંય । તેતો ગયા હતા કચ્છદેશ, દેવા સહુને સારો ઉપદેશ ।।૫૧।। તેણે સુણીતિ સમાધિ કાને, નોતી મનાણી માયાને ભાને ।
તેના વ્યોમમાં ફોમ ન રઇ, બોલ્યા સત્સંગનો પક્ષ લઇ ।।૫૨।। કહે સહુની સમજણ કાચી, માની જુઠી સમાધિને સાચી ।
આટલા દિન સત્સંગ કરી, ઘડીકમાં મતિ કેમ ફરી ।।૫૩।।
પ્રકરણ ૪૯કકકક ભક્તચિંતામણી
૧૯૧
મહારાજ દિયો પાખંડ મેલી, સત્સંગમાં ન થાવું ફેલી ।
સમાધિ કાંઇ નથી સોયલી, મોટા યોગીને પણ દોયલી ।।૫૪।। તેતો જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય ।
પછી હરિ બોલ્યા ધીરા રહી, મુક્તાનંદજીને વાત કહી ।।૫૫।। કહે સહુ મળી કરે છે જન, સ્વામી રામાનંદનું ભજન ।
તેમાંથી એને જણાતું હશે, તેતો વારશો પણ તેમ કહેશે ।।૫૬।। એમ વાત કરી બહુવાર, પણ મનાણી નહિ લગાર ।
પછી પાસે હતા સંતદાસ, જેને અંતરે છે પરકાશ ।।૫૭।। તેને બેસાર્યા ધારણામાંઇ, નાડી પ્રાણ રહ્યા નહી કાંઇ ।
કહે મુક્તાનંદને શ્રીહરિ, જુવો ધારણા ધીરજ્યે કરી ।।૫૮।। જુવો હાથ ને પગની નાડી, જો જાગે તો ઉઠાડો જગાડી ।
મુક્તાનંદજીએ કર્યો વિચાર, નથી વાત ખોટી નિરધાર ।।૫૯।। આવું નથી દિઠું ને સાંભળ્યું, તેતો કેમ કરી જાય કળ્યું ।
પછી મહારાજે તેને જગાડી, કહ્યું વાત કરો વ્યક્તિ પાડી ।।૬૦।।
સંતદાસના છે સત્ય બોલ, કહે દિઠો મેં બ્રહ્મમહોલ ।
તેમાં મૂરતિ દિઠી મેં દોય, ઉધ્ધવને શ્રીકૃષ્ણની સોય ।।૬૧।। ઉધ્ધવ તે રામાનંદરૂપ, શ્રીકૃષ્ણ તે આ હરિસ્વરૂપ ।
શિવ બ્રહ્માને સનકાદિક, બીજા ઋષિ મુનિ ત્યાં અનેક ।।૬૨।। એહાદિ બહુ મુક્તસમોહે, તેણે વિંટ્યા દિઠા એહ દોહે । એહ દોય છે તેજનો પુંજ, કોટી અગ્નિ અર્ક શશિ સૂર્જ ।।૬૩।। તેજ તેજ તેજ તિયાં અતિ, તેમાં દિઠી એ દોય મૂરતિ ।
સ્વામી રામાનંદ બોલ્યા એમ, મુક્તાનંદે માન્યું નહિ કેમ ।।૬૪।।
સાચી વાત જુઠી કેમ થાશે, અંત્યે સાચું હશે તે મનાશે । વળી બીજા જે સમાધિવાન, તેણે એનું એ કહ્યું નિદાન ।।૬૫।। વળતા મુંઝાણા ન સુઝ્યું કાંઇ, પછી જોયું છે અંતરમાંઇ । હતો પોતાને જેનો વિશ્વાસ, તે દિઠા જેઠો માધવદાસ ।।૬૬।।
માધવદાસે કરી વાત મોટી, માનો મુક્તાનંદ નથી ખોટી ।
૧૯૨ ભક્તચિંતામણ પ્રકરણ ૪૯
મુક્તાનંદ સંશયવંત થયા, ત્યાંથી સહુ કાલવાણીએ ગયા ।।૬૭।। આવ્યા સાંભળીને સહુ જન, નિર્ખિ નાથ ને થયા મગન ।
બીજાં આવ્યાં બાળાં ભોળાં બહુ, તેતો સુખી સમાધિએ સહુ ।।૬૮।। થાય ધારણા ન રહે નાડી, મેલે કોરે ઉપાડી ઉપાડી ।
એવી સામર્થી સહુને દેખાડી, કહ્યું એક ને આવ્ય જગાડી ।।૬૯।। તૈયે સર્વે ઝટોઝટ જાગ્યાં, આવી પ્રભુજીને પાયે લાગ્યાં ।
કહે મહારાજ મળે જો કોટી, કેમ કરશે સમાધિને ખોટી ।।૭૦।।
સુણી મુક્તાનંદે મેલ્યું માન, પ્રભુ તમે પૂરણ ભગવાન ।
પછી નમ્રતાએ પાય નમ્યા, પ્રભુ કરજ્યો અમપર ક્ષમા ।।૭૧।।
પછી પ્રેમેશું પૂજીયા નાથ, કરી સ્તુતિ ને જોડિયા હાથ । ત્યારે પ્રભુજી પ્રસન્ન થયા, કરી મુક્તાનંદજીને દયા ।।૭૨।।
પછી મુક્તાનંદને વચને, થાય સમાધિ બહુ જનને ।
દેખે સ્વર્ગ કૈલાશ વૈકુંઠ, તેમાં જરાય ન મળે જુઠ ।।૭૩।। દેખે ગોલોક શ્વેતદ્વીપને, જોઇ બ્રહ્મપુર હર્ષ મને ।
એહ આદિ બીજાં બહુ ધામ, જાગી જન લિયે તેનાં નામ ।।૭૪।।
પછી એજ પ્રકરણ ચલાવ્યું, સર્વે જનતણે મન ભાવ્યું ।
જેજે સંત બેસારે ભજને, થાય સમાધિ તેને વચને ।।૭૫।।
સંત વિના બીજાં જન જેહ, થાય સમાધિ કરાવે તેહ ।
તે પ્રતાપ છે મહારાજતણો, શું કહીએ વળી વર્ણવી ઘણો ।।૭૬।। ત્યારપછી ગયા ગુજરાત્ય, કહું તેહની સાંભળો વાત ।
જઇ અમદાવાદમાં આપ, તિયાં દેખાડ્યો પ્રૌઢ પ્રતાપ ।।૭૭।। આવે દર્શને કોઇ નરનાર, તેના હૃદયમાં દિશે મોરાર ।
થાય સમાધિ ન રહે નાડી, નાથ ઉઠાડે તેને જગાડી ।।૭૮।।
સર્વે લોક આશ્ચર્ય પામિયાં, નાથ ચરણે શિશ નામિયાં ।
જન મળી કરે જેજેકાર, પ્રભુ પ્રકટ્યા થયો અવતાર ।।૭૯।। એવી વાત શ્રવણે સાંભળી, ઉઠ્યા ભેખ અંતરમાં બળી ।
આવ્યા મારવા મળી અસુર, જેમ ઊલુકને ઉગ્યો સુર ।।૮૦।।
પ્રકરણ ૫૦કકકક ભક્તચિંતામણી
૧૯૩
પછી નાથે નિર્માનને ગ્રહ્યું, આપે સમર્થ પણ સર્વે સહ્યું । એમાં કરવું હતું જે કાજ, કરી ચાલ્યા ત્યાંથી મહારાજ ।।૮૧।।
સંત જોઇને પામિયા સુખ, થયું દુષ્ટ પાપિયાને દુઃખ ।
દિવ્યચરિત્ર કરી મુરારી, આવ્યા સોરઠમાં સુખકારી ।।૮૨।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે મહારાજે સમાધિનું પ્રકરણ ચલાવ્યું એ
નામે ઓગણપચાસમું પ્રકરણમ્ ।।૪૯।।
પૂર્વછાયો- ધ્યાન ધારણા અતિ ઘણી, લીયે સમાધિયે જન સુખ । જોઇ પ્રતાપ મહારાજનો, દિલમાં ન મનાય દુઃખ ।।૧।।
ચોપાઇ- એવો પ્રૌઢ પ્રતાપ જણાવ્યો, દેખી દાસને આનંદ આવ્યો ।
સર્વે જનને ચડી ખુમારી, નિર્ખિ સહજાનંદ સુખકારી ।।૨।। બોલે મસ્તિમાંહિ અતિ મોટું, એક સ્વામી સત્ય બીજું ખોટું । સ્વામી મળ્યે કલ્યાણ છે કોટ્ય, બીજી વાતમાં આવશે ખોટ્ય ।।૩।। જ્યારે સેવશો સ્વામીનાં ચરણ, ત્યારે જાશે જનમ ને મરણ ।
બીજે શીદ રહ્યા છો બંધાઇ, મેલો મત આવો સંતમાંઇ ।।૪।।
મદ્ય માંસ દારૂ ચોરી મેલી, આવો સત્સંગમાં મટો ફેલી ।
ગાંજા ભાંગ્ય મફર કેફ મેલી, મેલો માજમ લસણ ડુંગળી ।।૫।।
પય પાણી ગળી વળી પીજે, સતસંગમાં એ રીત્યે રહીજે ।
એવી વાત કરે સંત સહુ, સુણી થાય સતસંગી બહુ ।।૬।। વળી ગુરૂ જે સત્ય અસત્ય, તેની દેખાડે પાડી વિગત્ય ।
સાધુ અસાધુની ઓળખાણ, તેનાં દેખાડે સર્વે એંધાણ ।।૭।।
સર્વે શાસ્ત્રતણી સાંખ્ય લાવી, દિયે અસાધુને ઓળખાવી ।
કહે અસાધુથી ન સરે અર્થ, એતો લેવાને બેઠા છે ગર્થ ।।૮।।
માટે સતસંગ સહુ કરો, શીદ લખ ચોરાશીમાં ફરો ।
એવી વાત શ્રવણે સાંભળી, સર્વે અસાધુ ઉઠિયા બળી ।।૯।।
પ્રથમ ભેખમાં દ્વેષ જ પેઠો, કળિ મળી એને ઘેર બેઠો । જીયાં તિયાંથી ઉઠ્યા છે બળી, માંડ્યા સંતને મારવા મળી ।।૧૦।।
૧૯૪ ભક્તચિંતામણ પ્રકરણ ૫૦
જોજ્યો જીવનમુક્તાનું જોર, આપણને કીધા ચોખા ચોર ।
આપણા શિષ્ય પ્રમોદી લીધા, દઇ ઉપદેશ પોતાના કીધા ।।૧૧।।
માટે આજથી સહુ એમ ધારો, જેને જ્યાં મળે ત્યાં એને મારો ।
લઇ લુગડાં તુંબડાં ફોડો, વળી સદાવ્રત એનાં તોડો ।।૧૨।। એમ પરિયાણી અસુરસેના, મારે સાધુને વાંક જ વિના ।
ગર્જ ગિધ ને શ્વાન શિયાળ, કાક ચિલ એ વર્ણ ચંડાળ ।।૧૩।। એની જણાય જુજવી જાત્ય, મળે મારણે છે એક નાત્ય ।
એમ દામ વામે ફેલે એક, એવા ભેળા થયા છે અનેક ।।૧૪।। આવ્યા જાયગા ઉપર મળી, માંડ્યા સાધુને મારવા વળી ।
નાખે ગેડી ધોકા ને લાકડી, કરી ઝાઝી પથરાની ઝડી ।।૧૫।। તેતો સાધુએ શરીરે સહ્યું, અતિ નિરમાનિવ્રત ગ્રહ્યું ।
અસંતે અસંતપણું કરી, પછી ગયા એ સર્વે ફરી ।।૧૬।।
પછી સ્વામી કહે સુણો સંત, આતો ભેખે ઉપાડ્યું અતંત । આપણે તો ખમ્યા ઘણું ઘણું, કોણે ન કર્યું ઉપર આપણું ।।૧૭।। હવે સદાવ્રતનું શું કામ, મેલો ઉપાડી મ પુછો નામ ।
જ્યારે પ્રભુને ગમીયું એમ, ત્યારે આપણે કરવું તેમ ।।૧૮।। ત્રોડ્યાં સદાવ્રત તેહ કાળે, પછી બાંધી મંડળી દયાળે ।
સંતો વિચરો દેશવિદેશ, જેમ છે તેમ રાખજ્યો વેશ ।।૧૯।। વર્તજ્યો પંચવ્રત પ્રમાણે, જે કોઇ લખ્યાં છે વેદ પુરાણે । અષ્ટભાત્યે ત્રિયા ધન ત્યાગ, રાખજ્યો ઉરે અતિ વૈરાગ ।।૨૦।।
સુંદર મૂરતિ રાખજ્યો સારી, તેને પૂજજ્યો પ્રેમ વધારી । બહુ વિધનાં વાજાં વજાડી, કરજ્યો આનંદે ઉત્સવ દહાડી ।।૨૧।। કથા કીર્તન વાત કરજ્યો, એમ દેશવિદેશે ફરજ્યો ।
અન્ન વસ્ત્ર જે આપશે તમને, તેતો નહિ જાય હાથ જમને ।।૨૨।। વળી વાત તમારી સાંભળશે, તેનાં જન્મમરણ દુઃખ ટળશે ।
ભાવે કરશે તમારું દર્શન, તેનું થાશે નિરમળ મન ।।૨૩।।
માટે મોટો ઉપકાર એહ, તમારે પણ કરવો તેહ ।
પ્રકરણ ૫૦કકકક ભક્તચિંતામણી
૧૯૫
પછી સંત રાજી સહુ થયા, માગી આગન્યા ફરવા ગયા ।।૨૪।। ફર્યા સોરઠ દેશ હાલાર, પછી આવ્યા પંચાળ મોઝાર ।
ભાળ્યો ભાલ ને ગુર્જરદેશ, કર્યો સિધ્ધપુરે પરવેશ ।।૨૫।। થયો સિધ્ધપુરનો સમૈયો, કર્યો ઉત્સવ ન જાય કહ્યો ।
સર્વે સંત હતા હરિભેળા, મહારાજે કરી મોટી લીલા ।।૨૬।।
સારો સંત મહારાજે સમૈયો, કર્યો સિધ્ધપુરનો તે કહ્યો ।
પછી પોતે સોરઠમાં આવ્યા, મેઘપુરમાં વિપ્ર જમાવ્યા ।।૨૭।। રાખ્યા બ્રાહ્મણને ષટ્ માસ, જમીજમીને થયા ઉદાસ ।
પછી વૃંદાતણો વિવાહ કરી, આવ્યા કાઠિયાવાડ્યમાં ફરી ।।૨૮।।
સુંદર સારું કારિયાણી ગામ, ભક્ત વસે તિયાં માંચો નામ । તેને ઘેર પધાર્યા મહારાજ, કરવા અનેક જીવનાં કાજ ।।૨૯।।
માંચે બહુ કરી મનુવાર, જુક્તે જમાડ્યા પ્રાણઆધાર ।
પછી પાસે બેઠા જોડી પાણ, બોલ્યા મહારાજ પ્રત્યે સુજાણ ।।૩૦।।
નાથ અમારા કુળમાં એક, નામ એભલ જાણે વિવેક ।
તેનો પવિત્ર છે પરિવાર, તેતો તમને ઇચ્છે છે અપાર ।।૩૧।। કાંતો ત્યાં જઇ દર્શન દીજે, નહિતો તેને તેડાવી યાં લીજે । ત્યારે એમ બોલ્યા મહારાજ, એતો સરવે છે ભક્તરાજ ।।૩૨।। ઇયાં જાવાનું થાશે અમારે, નિશ્ચે માનજ્યો મને તમારે ।
રહેશું અમે તિયાં ઘણું ઘણું, કરશું મનમાન્યું એહતણું ।।૩૩।। જ્યારે થાશે અમારું દર્શન, ત્યારે નહિ રહે બીજે મન ।
એમ જણાય છે વાત અમને, નિજભક્ત જાણી કહ્યું તમને ।।૩૪।।
સુણી માંચે એ સરવે વાત, થયા અતિ પોતે રળિયાત ।
એમ કરતાં થોડે ઘણે દને, આવ્યાં સરવે એ મળી દર્શને ।।૩૫।। આવી નિરખ્યા નયણાં ભરી નાથ, જોઇ જીવન થયા સનાથ ।
જેવા જોયા નયણે નિરખી, તેવા લીધા છે અંતરે લખી ।।૩૬।। જોયું મહારાજે હેતેશું જ્યારે, થયાં મને મગન જન ત્યારે ।
પછી સર્વે બોલ્યાં જોડી હાથ, અમે છીએ તમારાં હે નાથ ।।૩૭।।
૧૯૬ ભક્તચિંતામણ પ્રકરણ ૫૦
અમ પર કરી હરિ મેર, આવો દયા કરી અમ ઘેર ।
એવી સાંભળી જનની વાત, થયા પ્રભુ પોતે રળિયાત ।।૩૮।। તેહ વિના આવ્યાં બહુ જન, કરે નાથનાં સહુ દર્શન ।
આવ્યા દેશપ્રદેશના સંઘ, નરનારી જે અતિ અનઘ ।।૩૯।। કરે પૂજા ગાય કીરતન, થાય કથા સુણે સહુ જન ।
દેશદેશનાં દર્શને આવે, આપે આજ્ઞા તળાવ ગળાવે ।।૪૦।। એમ કરે નિત્ય નવી લીળા, દિયે સુખ કરી જન ભેળા ।
પછી સાધુને આપી છે શીખ, હવે ફરવા જાઓતો ઠીક ।।૪૧।।
પછી સંતને શીખજ આપી, રહેજ્યો નિર્ભય કહી પીઠ્ય સ્થાપી ।
સંત સધાવિયા નામી શિશ, પોતે પધાર્યા ગુર્જર દેશ ।।૪૨।।
ગયા સંત મળી ઝાલાવાડ્ય, આવી અસુરે રચાવી રાડ્ય ।
સર્વે સાધુને દુઃખ જ દીધાં, વળી વસ્ત્ર શાસ્ત્ર લુંટી લીધાં ।।૪૩।। ત્રોડી માળા કરી બહુ જેલી, લીધાં તુંબડાં તિલક ઠેલી । જોરે ઠાકોરમૂરતિ લીધી, તેને ભાંગીને ખંડિત કીધી ।।૪૪।। એટલું કરી અસાધુ ગયા, તોય સંત સંતપણે રહ્યા ।
પછી મુક્તાનંદ બોલ્યા મુખે, સંતો શોક તજી રહેજ્યો સુખે ।।૪૫।। થયું ગમતું ગોવિંદતણું, જુવો જ્ઞાને શું ગયું આપણું । એમ કહી ચાલ્યા પ્રભુ પાસ, હતા ગુજરાત્યે અવિનાશ ।।૪૬।। જઇ નિરખ્યા નયણે નાથ, જોઇ જીવન થયા સનાથ ।
સામું જોઇ રાજી થયા રાજ, કહો કેમ થયું મહારાજ ।।૪૭।। ત્યારે સંત બોલ્યા કરભામી, સર્વે જાણો છો અંતરજામી ।
અસુરે બહુ દુઃખ જ દીધું, તેનું ઉપર કેણે ન કીધું ।।૪૮।।
પીડ્યા સંતને વાંક વિનાય, લોભી રાજાએ ન કર્યો ન્યાય ।
પછી સર્વે આવ્યા આંહિ મળી, હવે કહો કેમ કરીયે વળી ।।૪૯।। કહે મહારાજ થયું એ સારું, એમ ગમતું હતું અમારું ।
એની માળા તિલકને મેલો, આપણે અલક્ષ્યપણે ખેલો ।।૫૦।। એમ કહીને આવ્યા વેલાલ, રાખ્યા કાંઇક સંગે મરાલ ।
પ્રકરણ ૫૧કકકક ભક્તચિંતામણી
૧૯૭
પછી બાંધી સંતની મંડળી, પોતે પધારીયા કચ્છ વળી ।।૫૧।। એમ ઉધ્ધારવા બહુજન, ફરે સંત ને શ્રીભગવન ।
સહે ઉપહાસ જગ કેરી, તોયે ન કરે રીશ લેશ ફેરી ।।૫૨।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે હરિચરિત્ર એ નામે પચાસમું પ્રકરણમ્
।।૫૦।।
સામેરી- પછી પ્રભુજી પધારીયા, કચ્છદેશ માંહિ કૃપાળ ।
દેવા દર્શન દાસને, દિનબંધુ દિનદયાળ ।।૧।।
બાળ વૃદ્ધ અંધ અપંગ, અંગે અબળાજન ।
ગામોગામ ને ભવન ભવન, દિધાં તેને દર્શન ।।૨।। આધુઇ સાપર કોટ કંથા, ભચાઉને ભુજમાં ગયા ।
જીયાં સ્વામી રામાનંદજી, રહેતા બહુ કરી દયા ।।૩।।
માનકુવા ને માંડવી, ગજોડ પુનડી ગામજી ।
ડોણ્ય તેરા તાલ કાળે, ફરીયા સુંદર શ્યામજી ।।૪।।
પછી પોતે પ્રસન્ન થઇ, ઉત્સવની ઇચ્છા કરી ।
દાસને દરશન દેવા, ફેરવી કંકોતરી ।।૫।।
દેશ સોરઠ દુર્ગજુનો, તિયાં સહુ આવજ્યો તમે ।
સુંદર ચૈતર માસમાં, શુદી પુન્યમે આવશું અમે ।।૬।।
પછી પોતે પધારીયા, કચ્છદેશથી હાલાર ।
સત્સંગી સહુ સંગે લઇ, ચાલ્યા પ્રાણઆધાર ।।૭।।
પછી પોતે આવી કરી, બહુ લીળા ધોરાજીયે ।
સંત સહુને સુખ દેવા, અતિશે મન રાજીયે ।।૮।।
ત્યાંથી પધાર્યા ગઢજાુને, સંગે સર્વે સાથ છે ।
આસ પાસે દાસ દીસે, વચમાં પોતે નાથ છે ।।૯।। દઇ દદામાં ચાલીયા, પુરબજારે પોતે હરિ ।
અનેક જીવને ઉપરે, દરશનની દયા કરી ।।૧૦।।
આશ્રમ વર્ણ ઓજલની, જે આડે રહ્યાંતાં આવરી ।
૧૯૮ ભક્તચિંતામણ પ્રકરણ ૫૧
તેને ઘેર પધારીયા, હેત જોઇ પોતે હરિ ।।૧૧।। ભોજન બહુ ભવને કર્યાં, ફરીયા સર્વે શહેર ।
દીન દુરબળ દાસ ઉપર, મહારાજે કરી મેર ।।૧૨।। વાજિંત્ર બહુવિધનાં, વજડાવિયાં વાજીપરે ।
સંગે સમૂહ જન લઇ, ચાલ્યા કુંડ દામોદરે ।।૧૩।।
નાહિ દામોદર કુંડમાં, બ્રાહ્મણને ભરિ ભાગીયા ।
દિલ ઉદારે દાન દિધાં, જે જે મુખે માગીયાં ।।૧૪।। જયજય શબ્દે જન બોલે, મનમાં મગન ઘણું ।
પછી પોતે પ્રેમે કરી, કર્યું દર્શન દામોદરતણું ।।૧૫।।
પછી પધાર્યા શહેરમાં, આવ્યા હાટકેશ્વર પોતે હરિ ।
દરશન કરી દેવનાં, તિયાં બિરાજ્યા દયા કરી ।।૧૬।। શિવસેવક પાય લાગી, માગી માયા મુખ દુઃખ કઇ ।
તેનું દારિદ્ર કાપીયું, મહોર શત પાંચ દઇ ।।૧૭।।
પછી પધાર્યા પુરબજારે, જોવા નારી જરુખે ચડી ।
નાથ નિર્ખિ હૈયે હરખી, ધન્યધન્ય માની ઘડી ।।૧૮।।
પછી હાર અપાર ફુલના, પ્રભુને પહેરાવીયા ।
જેવા નયણે નિરખિયા, તેવા અંતરે ઉતારીયા ।।૧૯।। ત્યાંથી ઉતારે આવિયા, પુછી સીધાની સામગરી ।
વિપ્રને જમાડવાને, તેડાવિયા ભાવે કરી ।।૨૦।।
જમવાનું જાણી બ્રાહ્મણ, રાજી થયા મનમાં ।
અસુર જને વિઘન કિધું, બ્રાહ્મણના ભોજનમાં ।।૨૧।।
સીધું જમાડ્યું સંઘને, પછી પોતે પણ પધારીયા ।
એવી લીલા કરી આપે, શહેર બારા આવી રીયા ।।૨૨ ।।
પછી સંતને શીખ આપી, ફરો કરો હરિવારતા ।
જેજે વચન કહ્યાં અમે, તેહ રખે વિસારતા ।।૨૩।।
પ્રગટ પ્રમાણ વાત કરજ્યો, આસ્તિક જનને આગળે ।
અમે પણ આ સંઘ વળાવી, આવશું તમપાસળે ।।૨૪।।
પ્રકરણ
કકકક
૫૧૧
ભક્તચિંતામણી
૧૯૯
પછી સંત સધાવિયા, ફરીયા તે દેશોદેશ ।
અનેક જીવને આગળ્યે, કરે હિતનો ઉપદેશ ।।૨૫।। દામ વામથી દુર વરતે, તજી રસ રસનાતણો ।
તેને દેખી દુષ્ટ દાજ્યા, માંડ્યો દ્વેષ અતિ ઘણો ।।૨૬।। જીયાં તિયાંથી જાુલમી જોરે, ઉઠે અસુર મારવા ।
નર નરેશ નજરે દેખે, કોઇ ન આવે વારવા ।।૨૭।। એક અસુર આવે આપે, સંતાપે સંત સોયને ।
કદ્રજની પેઠે કષ્ટ સહે, કહે નહિ તોય કોયને ।।૨૮।। વળતી તેની વારતા, સાંભળી શ્રી ભગવાન ।
અતિ દુઃખાણા દિલમાં, ભાવ્યું નહિ ભોજન પાન ।।૨૯।।
પછી સંત પાસળે, પધારીયા પોતે હરિ ।
દેઇ દર્શન મળી વળી, સાધુ શું વાત કરી ।।૩૦।।
સુણો સંત શ્રીહરિ કહે, આપણે બહુબહુ સહ્યું ।
જેમજેમ આપણે ક્ષમા કરી, તેમતેમ દુષ્ટે દુઃખ દયું ।।૩૧।। આજ પછી એક મારું, વચન રુદીયે ધારવું ।
દુષ્ટ આવે જો મારવા, તેને થોડું ઘણું ડરાવવું ।।૩૨।। ત્યારે તે સંત બોલિયા, મહારાજ નહિ કહો એમ ।
ભૂંડા ભૂંડાઇ નહિ તજે તો, ભલા ભલાઇ તજે કેમ ।।૩૩।। ત્યારે પ્રભુજી બોલિયા, ધન્ય ધન્ય ધન્ય સંત તમે ।
જડભરત કદ્રજ જેવા, ક્ષમાવાન ઓળખ્યા અમે ।।૩૪।। જયદેવ જેવા મેં જાણિયા, ક્ષમાવંત તમે ખરા ।
તમતુલ્ય ત્રિલોકમાં, માનો નથી મુનિવરા ।।૩૫।। તમારી ક્ષમા વડે, થાશે નાશ અસુર જનનો ।
વણમારે એ મરશે, તમે ત્રાસ તજજ્યો તનનો ।।૩૬।। ક્ષમાસમ ખડગ નહિ, જરણાસમ નહિ જાપ રે ।
ધીરજસમ ઢાલ નહિ, મૌનસમ નહિ શાપ રે ।।૩૭।।
ક્ષમાવાન જનનો, જો અસુર સુર દ્રોહ કરે ।
૨૦૦ ભક્તચિંતામણ પ્રકરણ ૫૨
દેવ દાનવ માનવ મુનિ તે, એહ પાપે આપે મરે ।।૩૮।।
માટે તમે માનજ્યો, આવ્યો અસુરનો અંત આજથી ।
સુખે ભજો શ્રીકૃષ્ણને, એ ખરું કહું ખોટું નથી ।।૩૯।। તમ જેવા નિરમાનિનો, જેણે જેણે દ્રોહ કર્યો ।
જાુવો વિચારી આ જગતમાં, આજ મોર્યે કોણ ઠર્યો ।।૪૦।।
માટે એનો વેષ ઉતારીને, અલક્ષ્યપણે રહો તમે ।
પછી માળા પહેરજ્યો, જ્યારે આગન્યા કરૂં અમે ।।૪૧।। ત્યારે સંત કહે સારૂ સ્વામી, જેમ કહો તમે કરશું ।
માળા તિલક મુકી અમે, અલક્ષ્યપણે ફરશું ।।૪૨।।
પછી કાપી ચોટી કંઠીયો, મુખસામું જોઇ હરિ હસ્યા ।
ઉતારી માળા મુદ્રિકા, ગ્રહી નિરમાની દશા ।।૪૩।। કહું ગામ કાલવાણિએ, હતા પરમહંસ પાંચશે ।
પંચ વ્રતે પુરા શૂરા, વૈરાગ્ય ત્યાગ ઉરને વિષે ।।૪૪।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિશિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે સાધુને શ્રીજીમહારાજે કંઠીતિલકનો
ત્યાગ કરાવીને પરમહંસ કર્યા એ નામે એકાવનમું પ્રકરણમ્ ।।૫૧।। સામેરી- દુરવાસાના શાપથી, ઋષિએ ધર્યા હતા દેહ ।
તેહ મળ્યા છે મહારાજને, કરી અતિશે સનેહ ।।૧।। એવા સંતશિરોમણિ, તેનાં તે કહું હવે નામ ।
તે સાંભળતાં સુખ ઉપજે, વળી પામે પરમ ધામ ।।૨।।
મોટા મુક્ત મહારાજના, ભાઇ રામદાસ અકામ ।
પંચવ્રતની મૂરતિ, જેને વાલા સુંદરશ્યામ ।।૩।।
મુક્તાનંદ છે નામ મુખ્ય, શુકમુનિ આદિ અપાર ।
સુંદર નામ સહુ સાંભળો , કહું નામ તણો નિરધાર ।।૪।। સ્વરૂપાનંદ ને વ્યાપકાનંદ, બ્રહ્માનંદ ને ગોવિંદ ।
નિત્યાનંદ ને ચૈતન્યાનંદ, શાંતાનંદ ને આનંદ ।।૫।। શુકાનંદ નિરંજનાનંદ, અદ્વૈતાનંદ એ નામ છે ।
પ્રકરણ ૫૨કકકક ભક્તચિંતામણી
૨૦૧
અચ્યુતાનંદ અનંતાનંદ, આત્માનંદ અકામ છે ।।૬।। અચિંત્યાનંદ ને અમોઘાનંદ, અખંડાનંદ અજીત છે ।
અદ્ભુતાનંદ અરિહન્ત્રાનંદ, ગોપાળાનંદ બ્રહ્મવિત જે ।।૭।। અરૂપાનંદ અનુભવાનંદ, અક્ષરાનંદ આધારજી ।
અપારાનંદ અષ્ટાવક્રાનંદ, આદિત્યાનંદ ઉદારજી ।।૮।। અચળાનંદ અવધુતાનંદ, અજન્માનંદ અજીતમુનિ ।
અખિલાનંદ અમૃતાનંદ, એમ નંદસંજ્ઞા સહુની ।।૯।। અખિલબ્રહ્માંડેશ્વરાનંદ, આકાશાનંદ ૐકારાનંદજી ।
એક એકમાં અપાર બીજાં, નામનાં છે વૃંદજી ।।૧૦।। વીર્યાનંદ વૈષ્ણવાનંદ, વિશ્વાસચૈતન્યાનંદ છે ।
વૈરાગ્યાનંદ ને વલ્લભાનંદ, વિશ્વરૂપાનંદ સ્વચ્છંદ છે ।।૧૧।। સ્વયંપ્રકાશાનંદ સદાનંદ, પ્રજ્ઞાનંદ પરમાનંદ વળી ।
પરમચૈતન્યાનંદ નામ, પરમહંસ બોળા મળી ।।૧૨।। વેદાંતાનંદ વૈકુઠાનંદ, કૈવલ્યાનંદ કૃૃષ્ણાનંદ કહીએ ।
માહાનુભાવાનંદ મુકુંદાનંદ, જ્ઞાનાનંદ ઘણા લહીએ ।।૧૩।। ભગવદાનંદ ભાગેશ્વરાનંદ, શિવાનંદ બહુ સંગન્યા ।
શ્યામાનંદ ને રાઘવાનંદ, અક્રોધાનંદ ક્રોધ વિના ।।૧૪।। તત્ત્વાનંદ ત્રિવિક્રમાનંદ, ત્રિક્રમાનંદ તદરૂપ છે ।
નિજાનંદ નિજબોધાનંદ, સચ્ચિદાનંદ સ્વરૂપ છે ।।૧૫।। નિયમાનંદ નિર્માનાનંદ, નિર્લોભાનંદ નિષ્કામાનંદજી ।
નિઃસ્વાદાનંદ નિઃસ્પૃહાનંદ, નરનારાયણાનંદ નામજી ।।૧૬।। કલ્યાણાનંદ કૌશિકાનંદ, જિજ્ઞાસાનંદ જાુક્તાનંદ જે ।
જક્તખંડાનંદ જગદીશાનંદ, ચિન્મયાનંદ ચિદાનંદ તે ।।૧૭।। ઇશ્વરાનંદ પરમેશ્વરાનંદ, બળભદ્રાનંદ નામ બહુજી ।
દયાનંદ દયાળાનંદ, ભજનાનંદ એ સહુજી ।।૧૮।।
હર્યાનંદ નરહર્યાનંદ, ધર્માનંદ પરમધર્માનંદ તે ।
પુરુષોત્તમાનંદ પ્રકાશાનંદ, ત્યાગાનંદ જગવંદ જે ।।૧૯।।
૨૦૨ ભક્તચિંતામણ પ્રકરણ ૫૨
સિદ્ધાનંદ સત્યેશ્વરાનંદ, શંકરાનંદ સુજાણ છે ।
સજ્જનાનંદ ને સત્યાનંદ, કૃપાનંદ મળે કલ્યાણ છે ।।૨૦।। કેશવાનંદ કપિલેશ્વરાનંદ, પ્રભુતાનંદ પ્રવિણજી ।
માધવાનંદ મહાપુરુષાનંદ, સત્ક્રિયાનંદ સુખદેણજી ।।૨૧।। ધીરાનંદ દૃષ્ટપ્રકાશાનંદ, ધ્યાનાનંદ ધ્યાન ધરે ।
પ્રભાનંદ ને પુરુષાનંદ, સાંખ્યાનંદ આનંદ કરે ।।૨૨।। ચિદાનંદ ચિદ્રૂપાનંદ, ભાસ્કરાનંદ ભજે હરિ ।
ઋષભાનંદ રામરત્નાનંદ, યોગેશ્વરાનંદ જાણો ફરી ।।૨૩।। નિર્ગુણાનંદ સદ્ગુણાનંદ, ગુણાતીતાનંદ ગંભીરજી ।
નૃસિંહાનંદ નિર્દ્વંદ્વાનંદ, નિરાલંબાનંદ મહાધીરજી ।।૨૪।। વિદેહાનંદ નિઃસંદેહાનંદ, નિર્વિકારાનંદજી ।
વિજ્ઞાનાનંદ વિશ્વાસાનંદ, દેવાનંદ સ્વચ્છંદજી ।।૨૫।। દિવ્યાનંદ વાસુદેવાનંદ, નિરપક્ષાનંદ, નચિંતજી ।
ગણેશાનંદ ગોતીતાનંદ, લક્ષ્મણાનંદ અજીતજી ।।૨૬।। નિવૃત્તાનંદ નીલકંઠાનંદ, અશોકાનંદ ઓપેઘણું ।
આજ્ઞાનંદ અવિનાશાનંદ, ભદ્રાનંદ ભાવાનંદ ભણું ।।૨૭।। ભવાનાનંદ ને ભુધરાનંદ, વળી અછેદ્યાત્માનંદ છે ।
માયાતિતાનંદ મંજાુકેશાનંદ, રામાનુજાનંદ સુખાનંદ છે ।।૨૮।। હંસાનંદ હરિભજનાનંદ, હયગ્રીવાનંદ હરિ રૂપ જે ।
પ્રદ્યુમ્નાનંદ પ્રતોષાનંદ, સૂર્યાનંદ સ્વરૂપ જે ।।૨૯।।
નરોત્તમાનંદ નારાયણાનંદ, નિર્મળાનંદ નિર્મળ છે ।
પરમાત્માનંદ પ્રશાંતાનંદ, મુક્તાત્માનંદ અકળ છે ।।૩૦।।
સવિત્રાનંદ સત્યેશ્વરાનંદ, સુજ્ઞાનંદ સુજાણ છે ।
યજ્ઞનાથાનંદ જ્યોતીશ્વરાનંદ, પ્રબોધાનંદ પ્રમાણ છે ।।૩૧।। રામચંદ્રાનંદ રામેશ્વરાનંદ, રાસમંડળેશ્વરાનંદ કહીએ ।
પ્રભ્વાનંદ પદ્મનાભાનંદ, વળી વિશ્વાત્માનંદ લહીએ ।।૩૨।।
સુદેહાનંદ સર્વજ્ઞાનંદ, સ્વરૂપાનંદ શુન્યાતીતજી ।
પ્રકરણ ૫૨કકકક ભક્તચિંતામણી
૨૦૩
યોગાનંદ જગન્નિવાસાનંદ, અક્ષરરૂપાનંદ અજીતજી ।।૩૩।। તાપસાનંદ ત્રિગુણાતિતાનંદ, જગત્પ્રકાશાનંદ જડભરતજી ।
ગવેન્દ્રાનંદ ગોલોકેશ્વરાનંદ, શ્વેતદ્વીપાનંદ સમર્થજી ।।૩૪।। તુર્યાનંદ તુર્યાતીતાનંદ, પતિતપાવન નામ છે ।
વામનાનંદ વિવેકાનંદ, દૃઢવ્રતાનંદ સુખધામ છે ।।૩૫।।
શ્રીગુરુચરણરતાનંદ, નિર્વિશેષાનંદ કહીએ ।
અનિરુધ્ધાનંદ અભેદાનંદ, મધુસૂદનાનંદ લહીએ ।।૩૬।।
મંગળાનંદ મોહનાનંદ, વળી અવ્યયાત્માનંદ જે ।
સુવ્રતાનંદ સંશિતવ્રતાનંદ, વળી જ્ઞાનવલ્લભાનંદ તે ।।૩૭।। વિચારાનંદ વિશ્વધરાનંદ, જ્ઞાનાનંદ ક્ષેમાનંદ ખરા ।
સુખદાનંદ ઘનશ્યામાનંદ, જિષ્ણવાનંદ યોગેશ્વરા ।।૩૮।। અવદાતાનંદ અતિપ્રકાશાનંદ, મુક્તિદાનંદ વરદાનંદ કહીએ ।
સુવર્ણાનંદ શ્રીનિવાસાનંદ, બાળમુકુંદાનંદ લહીએ ।।૩૯।।
પ્રભાનંદ ભાસ્કરાનંદ, સુશીલાનંદ મનોહરા ।
આકાશનિવાસાનંદ જાણો, પ્રસાદાનંદ નંદ દહરા ।।૪૦।।
પવિત્રાનંદ પરમકૈવલ્યાનંદ, પદ્મધરાનંદ નરાનંદ છે ।
ભૂમાનંદ ભક્તેશ્વરાનંદ, સત્યધર્માનંદ આનંદ છે ।।૪૧।। અનુપમાનંદ અક્ષરનિવાસાનંદ, ગદાધરાનંદ કરુણાનંદ કહીએ । શંખધરાનંદ સર્વપ્રકાશાનંદ, વળી સુખપ્રકાશાનંદ લહીએ ।।૪૨।। ચિદાકાશાનંદ ચતુરાત્માનંદ, ચતુર્ભુજાનંદ ચવું ।
હિરણ્યગર્ભાનંદ હરિપ્રકાશાનંદ, વંશિધરાનંદ વર્ણવું ।।૪૩।।
માયાજિતાનંદ પુનિતાનંદ, ધામાનંદ રામશરણાનંદ છે ।
એકએક નામમાંહિ, માનો મુનિનાં વૃંદ છે ।।૪૪।।
પુંડરીકાક્ષાનંદ પ્રધાનપુરુષેશ્વરાનંદ, પ્રાણદાતાનંદ પ્રતાપાનંદ જે ।
પાવનાનંદ પ્રકાશાત્માનંદ, પ્રથિતાનંદ પ્રમેષ્ટાનંદ તે ।।૪૫।।
પ્રમોદાનંદ પુુણ્યકીર્ત્યાનંદ, પુણ્યાનંદ કૃતાજ્ઞાનંદ કહીએ । કારણાનંદ ક્રોધહાનંદ, કુમોદાનંદ લોકાધ્યક્ષાનંદ લહીએ ।।૪૬।।
૨૦૪ ભક્તચિંતામણ પ્રકરણ ૫૩
વિધાત્રાનંદ વિશ્રામાનંદ, વૃષાકપ્યાનંદ વળી ।
વસ્વાનંદ વિશ્વકર્માનંદ, વિશ્વક્સેનાનંદ વેદાનંદ મળી ।।૪૭।। વેદાંતાનંદ વિજ્યાનંદ, વિશ્રુતાનંદ વિશ્વાનંદ છે ।
વર્ધનાનંદ વિવિક્તાનંદ, વિશિષ્ટાનંદ સ્વચ્છંદ છે ।।૪૮।। નિર્મત્સરાનંદ નિર્વૃતાનંદ, ધર્માધ્યક્ષાનંદ ધ્રુવાનંદ છે । સ્થિરાનંદ સ્થવિષ્ઠાનંદ, અપ્રમેયાનંદ આનંદ છે ।।૪૯।। વૃદ્ધપાનંદ વસુદાનંદ, વ્યવસાયાનંદ વિદ્યાનંદ વંદુ ।
વિષામાનંદ વિશાલાનંદ, વિમુક્તાનંદ જોઇ આનંદુ ।।૫૦।। વિશોકાનંદ વિશ્વમૂર્ત્યાનંદ, હિરણ્યમયાનંદ હવે ।
નૈકરૂપાનંદ, નંદનાનંદ, નંદાનંદ નિષ્કુલાનંદ કવે ।।૫૧।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે પરમહંસનાં નામ કહ્યાં એ નામે બાવનમું
પ્રકરણમ્ ।।૫૨।।
સામેરી-બીજાં બાકી જે હવાં, તે પણ કહું છું નામ ।
જે જન મન દઇ સાંભળે, તેહ પામે પરમ ધામ ।।૧।। અનાદિસિદ્ધાનંદ ઉત્તમાનંદ, અગ્રાહ્યાનંદ અછેદ્યાનંદ જે ।
અલિંગાનંદ અનઘાનંદ, અતીંદ્રિયાનંદ અનિર્દેશાનંદ તે ।।૨।। ઉદારાનંદ અનિલાનંદ, અસંખ્યેયાનંદ અતુલાનંદજી ।
અવ્યક્તરૂપાનંદ અનંતજીદાનંદ, અકામાનંદ અનુકુલાનંદજી ।।૩।। આદિદેવાનંદ અયોનિજાનંદ, અક્ષોભ્યાનંદ ઉદ્ભવાનંદ છે । આદિત્યવર્ણાનંદ ઉદારાત્માનંદ, ઇજ્યાનંદ ઇશાનંદ છે ।।૪।। અજીતાનંદ ઉપેન્દ્રાનંદ, ઇશ્વરેશ્વરાનંદ શ્રુત્યાનંદ એ ।
દુરાધર્માનંદ દુર્લભાનંદ, દુર્મર્ષણાનંદ સુદેવાનંદ તે ।।૫।। દક્ષાનંદ દર્પહાનંદ, દુર્જયાનંદ દિવ્યમૂર્ત્યાનંદ છે ।
ભૂતાવાસાનંદ બ્રહ્મણ્યાનંદ, ભક્તવત્સલાનંદ આનંદ છે ।।૬।। હરિભૂષણાનંદ ભાવનાનંદ, ભૂગર્ભાનંદ ભૂમાનંદભણું ।
ભ્રાજીષ્ણવાનંદ અનિમેષાનંદ, ગુરુગમ્યાનંદ ગણું ।।૭।।
પ્રકરણ ૫૩કકકક ભક્તચિંતામણી
૨૦૫
મહાનંદ મહેશ્વરાનંદ, મહોત્સવાનંદ વંદુ ।
મહેશ્વાસાનંદ મહાશક્ત્યાનંદ, મહાભાગાનંદ કહી આનંદુ ।।૮।।
મહેન્દ્રાનંદ મહામખાનંદ, જ્ઞાનગમ્યાનંદ ગાઇએ ।
મહાકર્માનંદ મહાભૂતાનંદ, શુદ્ધાનંદ કહી સુખિયા થઇએ ।।૯।। ધન્યાનંદ ધરણીધરાનંદ, વળી ધૃતાત્માનંદ જેહ ।
ધર્મયૂપાનંદ ધનંજ્યાનંદ, ત્રિલોકેશાનંદ તેહ ।।૧૦।।
સત્કર્ત્રાનંદ સંવત્સરાનંદ, શમાત્માનંદ સોય ।
સહસ્રશીર્ષાનંદ સામગાનંદ, સર્વવિદાનંદ જોય ।।૧૧।।
સહિષ્ણ્વાનંદ સત્વસ્થાનંદ, સહસ્રાનંદ જેહ ।
સિદ્ધાર્તાનંદ સિદ્ધસંક્લ્પાનંદ, સત્યપ્રક્રમાનંદ તેહ ।।૧૨।। સિદ્ધિદાનંદ શ્રુતિસાગરાનંદ, સત્યકૃતાનંદ સંન્યાસાનંદજી ।
શ્રીગર્ભાનંદ શત્રુહાનંદ, સુદર્શનાનંદ હરિકૃષ્ણાનંદજી ।।૧૩।।
સુમુખાનંદ સુક્ષમાનંદ, સુભગાનંદ નામ સાંભળે ।
શાંતિદાનંદ સત્કીર્ત્યાનંદ, સુલભાનંદે પાપ બળે ।।૧૪।।
સત્યસંધાનંદ સત્યધર્માનંદ, સદ્ગત્યાનંદ સુણો સહુ ।
સુનેત્રાનંદ સદ્ભુતાનંદ, શરણાનંદ સત્યાનંદ કહું ।।૧૫।।
સાક્ષ્યાનંદ સુકૃત્યાનંદ, સુધર્માનંદ જયેષ્ઠાનંદ જે ।
ચતુરાત્માનંદ ચતુર્વેદાનંદ, વળી ચતુર્વ્યૂહાનંદ તે ।।૧૬।। શાશ્વતાનંદ છિન્નસંશયાનંદ, હ્યષીકેશાનંદ કહીએ ।
જીતક્રોધાનંદ યોગેશાનંદ, ત્રિલોકાનંદ બુદ્ધાનંદ લહીએ ।।૧૭।।
લોકનાથાનંદ રાસેશ્વરાનંદ, યજ્ઞાનંદ જયાનંદ જાણીએ ।
નિર્મત્સરાનંદ નિવ્રતાનંદ, પરમહંસ પરમાણીએ ।।૧૮।। જેહ જેહનાં મેં નામ જાણ્યાં, તેહ તેહ કહ્યાં સહી ।
પણ સર્વ નામની સાધ્ય સંતો, માનજ્યો મને નહિ ।।૧૯।। એહ આદિ અનંતમુનિનાં, આવિયાં વળી વૃંદ ।
સંક્ષેપે કહી સુણાવિયાં, એમ કહે નિષ્કુળાનંદ ।।૨૦।।
સુંદર નામ સંન્યાસિનાં, જેને ત્રણે એષણાનો ત્યાગ ।
૨૦૬ ભક્તચિંતામણ પ્રકરણ ૫૩
વિવેકી વિચારવંતા, ઉરમાં અતિવૈરાગ્ય ।।૨૧।।
દેવાનંદ દોય પૂર્ણાનંદ, શ્રીધરાનંદ સન્યાસિજી ।
શંકરાનંદ ને માધવાનંદ, કેશવાનંદ હરિઉપાસિજી ।।૨૨।। શિવાનંદ વાસુદેવાનંદ, નિત્યાનંદ કૃષ્ણાનંદ કહિએ ।
પદ્મનાભાનંદ પુરુષોત્તમાનંદ, જનાર્દનાનંદ લહીએ ।।૨૩।।
જ્ઞાનાનંદ અનંતાનંદ, વૈષ્ણવાનંદ વળી ।
એહ આદિ અનેક સંન્યાસિ, શોભે છે સર્વે મળી ।।૨૪।। બીજાં નામ બટુકતણાં, અતિઉત્તમ જાણો એહ ।
ત્યાગી ધન ત્રિયાતણા, જેને સહજાનંદશું સ્નેહ ।।૨૫।।
મુકુંદાનંદ મુખ્ય મોટા, બ્રહ્મચારી જયરામજી ।
વાસુદેવ વૈકુંઠ વિષ્ણુ, હરિકૃષ્ણ હરિરામજી ।।૨૬।। રાઘવ રણછોડ ઋષીકેશવ, રામકૃષ્ણ પૂરણારામજી ।
નારાયણ ગોવિંદ ગોપાળ, ગિરિધર આનંદ અકામજી ।।૨૭।। જજ્ઞનાથ લખો લૈને, એહ આદિ અપાર રે ।
સર્વ અંગે શુદ્ધ સાચા, ભગવાનના બ્રહ્મચાર રે ।।૨૮।। બીજા દાસ બહુ કર્યા, તેહનાં તે કહું નામ ।
એકએકથી અધિક અંગે, નિરલોભી નિષ્કામ ।।૨૯।। રાઘવદાસ માધવદાસ, ગંગાદાસ ગોવરધન ।
હરિદાસ ગંભીરદાસ, ગણો જ્ઞાનદાસ પાવન ।।૩૦।। વિષ્ણુદાસ ને પ્રભુદાસ, સેવાદાસ શીતળદાસ જે ।
પ્રેમદાસ પુરુષોત્તમદાસ, રામદાસ ને સંતદાસ તે ।।૩૧।।
નારાયણદાસ નિર્લેપદાસ, વળી કલ્યાણદાસ કહીએ ।
કપિલદાસ ને કૃષ્ણદાસ, લક્ષ્મણદાસ લહીએ ।।૩૨।।
દયાળ દાસ દ્વારિકાદાસ, ભગવાનદાસ ભજે હરિ ।
હરિદાસ હનુમાનદાસ, જયરામદાસ જાનકીદાસરિ ।।૩૩।। એહાદિ જન માની વચન, સમઝીને સુખિયા થયા ।
બીજા જન બહુ હરિના, વિશ્વાસે વળગી રહ્યા ।।૩૪।।
પ્રકરણ ૫૪કકકક ભક્તચિંતામણી
૨૦૭
એમ જાુક્તે જુજવો, કર્યો નામનો નિરધાર ।
ભાવે જે જન સાંભળે, તે ઉતરે ભવપાર ।।૩૫।।
આપી નામ કરી આગન્યા, તમે ફરો દેશ વિદેશ ।
કરો કલ્યાણ જીવનાં, આપી રુડો ઉપદેશ ।।૩૬।।
પછી પ્રભુને પાય લાગી, વળી બોલિયા એમ વાત ।
ભલી ઉપાધિ આળશી, આજ અમે થયા રળિયાત ।।૩૭।। ત્યાગ શોભા સંતની, એમ કહે વેદ પુરાણ ।
ત્યાગી થઇ તન સુખ ઇચ્છે, એજ મોટો અજાણ ।।૩૮।। તમ વિના ત્રિલોકમાંહિ, હિત કોણ કરે હરિ ।
આજ અમે સુખિયા થયા, તમે દયાળુ દયા કરી ।।૩૯।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે સાધુ સન્યાસિ બ્રહ્મચારી તથા
દાસનાં નામ કહ્યાં એ નામે ત્રેપનમું પ્રકરણમ્ ।।૫૩।।
ચોપાઇ- થયા પરમહંસ સર્વે સંત, અંગે ત્યાગ વૈરાગ્ય અત્યંત ।
ચૌદ લોકનાં સુખ જે કહાવે, ઉલટા અન્ન જેવાં ન ભાવે ।।૧।। એક કમંડલું કંથા કૌપીન, એને અર્થે ન થાય આધીન । કરે ભિક્ષા માગીને મધ્યાહ્ને, જક્ત વાત ન સાંભળે કાને ।।૨।। અષ્ટ પ્રકારે ત્રિયાના ત્યાગી, એમ વિચરે છે બડભાગી ।
ધન ધાતુ જે સોના સહિત, તેને ભૂલ્યે ન ચિંતવે ચિત્ત ।।૩।। ખાન પાન પટ વળી પેખી, દલ રીઝે નહિ તેને દેખી ।
પૂજા ચંદન પુષ્પની માળ, તેને માને છે મનમાં વ્યાળ ।।૪।। જેજે કાવે છે સંસારી સુખ, તેને જાણે છે દલમાં દુઃખ ।
દેહ ઇંદ્રિય વળી મન પ્રાણ, તેને શત્રુ સમજ્યા સુજાણ ।।૫।।
માન મોટાઇ મનમાં ન ભાવે, સુતાં બેઠાં હરિગુણ ગાવે । એવી રીતે ફરે જગમાંઇ, નિરબંધ ન બંધાય કયાંઇ ।।૬।। કરે જ્ઞાન વારતા અપાર, જેણે થાય જીવનો ઉદ્ધાર ।
કરી વાતને કાંઇ ન માગે, માને સહુ સારી બહુ લાગે ।।૭।।
૨૦૮ ભક્તચિંતામણ પ્રકરણ ૫૪
જન જોડે હાથ જોઇ ત્યાગી, બીજા ભેખનું પડિયું ભાંગી ।
ભેખ દાઝે લાજે મુખ કહેતાં, પડ્યા ખોટા વિના રેણિ રહેતાં ।।૮।। જેજે રાખી છે સાધુએ રીત, બીજે ન મળે વિચારો ચિત્ત ।
સર્વે સારતણું જેહ સાર, સોંપ્યું સંતને પ્રાણ આધાર ।।૯।। જેજે સાધુને સોંપી સંપત્તિ, તે સરાયે શ્વેતદ્વીપપતિ ।
પ્રભુ પોતે છે દીનદયાળ, જાણી નિજજન કરી સંભાળ ।।૧૦।।
સંત શુભગુણે અતિ ઓપે, કામ ક્રોધ ને લોભ ન લોપે ।
સાધુ સર્વે વળી હરિજન, તેનું હરિએ હર્યું વિઘન ।।૧૧।। અતોલ સુખ સંતને આપ્યું, સર્વે શત્રુતણું મૂળ કાપ્યું ।
સાધુ સરવે રહેજ્યો આનંદે, હવે નહિ પડો કોઇ ફંદે ।।૧૨।। તમ જેવા નથી કોઇ આજ, એમ શ્રીમુખે કહે મહારાજ ।
શીદ જોઇએ તમારે પ્રવૃત્તિ, તમે ગ્રહિ રહોને નિવૃત્તિ ।।૧૩।।
સદાવ્રતમાં શીદ બંધાવો, તમે ગુણ ગોવિંદના ગાવો ।
સદાવ્રત મેલશું સંકેલી, ઠાલા ફાંસનું ખાય છે ફેલી ।।૧૪।। એને અર્થે જે ખરચતા અન્ન, તેનો કરશું હવે જગન ।
એવી સાંભળી વાલાની વાણી, સર્વે સંતે સત્ય કરી જાણી ।।૧૫।। કહે સંત સુણો મહારાજ, સર્વે જણાણું અમને આજ ।
હવે જેમ કહો તેમ કરીએ, આપો આજ્ઞા તે શિર ધરીએ ।।૧૬।। ત્યારે નાથ કહે સુણો સંત, મેલી સોરઠ ફરો નચિંત ।
પછી જ્યાં કહ્યું ત્યાં સંત ગયા, પ્રભુ પોતે સોરઠમાં રહ્યા ।।૧૭।।
પછી સતસંગી લઇ સાથ, ફર્યા ગામગામ વળી નાથ ।
પાણ ખાણ્ય લોજ માંગરોળે, મળે હરિજન હેત બોળે ।।૧૮।। ત્યાંથી આવિયા કાણક ગામ, ભક્ત જેઠાસગરને ધામ ।
પછી આવ્યા છે કાલવાણીએ, વસે ભક્ત નાથો ત્યાં જાણીએ ।।૧૯।। ત્યાંથી આવ્યા મઢડે મુરાર, તિયાં કરી છે લીલા અપાર । જેઠો જોઇને પામ્યો આનંદ, જેને મળેલ સ્વામી રામાનંદ ।।૨૦।।
પછી ત્યાંથી આવ્યા અગત્રાયે, રાખ્યા પ્રીત્યે શું પર્વત ભાયે ।
પ્રકરણ ૫૪કકકક ભક્તચિંતામણી
૨૦૯
તિયાં આવ્યો છે કાઠીનો સાથ, તેને સંગે ચાલ્યા પોતે નાથ ।।૨૧।। આખું પિપલાણું મેઘપર, તિયાં આવિયા શ્યામસુંદર ।
રહ્યા દિન દશપાંચ ત્યાંઇ, પાછા આવ્યા પિપલાણામાંઇ ।।૨૨।। રહ્યા તિયાં દિન દોય ચાર, પછી બોલિયા પ્રાણઆધાર ।
જોને કેવો ઉગ્યો છે આ સુર, જાણું રુધિરમાં ભરપુર ।।૨૩।। કહે મુળજીને મહારાજ, કર્ય જે જે કરવું હોય આજ ।
એમ કહીને ચાલિયા નાથ, સખા સર્વે હતા પોતા સાથ ।।૨૪।। આવ્યા મેઘપુરે મહારાજ, કહે નહિ રહીએ આંહિ આજ ।
એવું જાણી જને તાણ્ય કરી, શ્યો અપરાધ અમારો હરિ ।।૨૫।। રહો રાજી થઇ આજ રાત્ય, વહેલા ચાલજ્યો સહુ પ્રભાત્ય ।
એમ અજાણ્યે અતિશે તાણ્યું, પણ થાવાનું છે તે ન જાણ્યું ।।૨૬।।
પછી આવ્યા છે ગામમાં નાથ, ધાયો મારવા અસુરસાથ ।
મુક્યા મૂળજીએ તિયાં પ્રાણ, આવ્યા પ્રભુ પાસે અસુરાણ ।।૨૭।। દગેભર્યા હથિયાર હાથ, તેને જોઇને ચાલિયા નાથ ।
પછી આવિયા મુળજી પાસ, જાણી પ્રભુજી પોતાનો દાસ ।।૨૮।। રાખી રહ્યો તો આંખ્યમાં જીવ, જોવા પરમ હિતકારી પિવ । જ્યારે જોયા નયણે ભરી નાથ, મુક્યું તન ચેતન ચાલ્યું સાથ ।।૨૯।। કરી ક્ષમા બોલ્યા નહિ શ્યામ, પછી આવ્યા છે ભાડેર ગામ । ત્યાંથી પધારીયા છે ધોરાજી, આવ્યા ખાંડાધારે બેસી વાજી ।।૩૦।।
પછી ગોંડલ બંધીએ ગયા, બેઉ રાત્ય નાથ તિયાં રહ્યા ।
મોટા ભક્ત જીયાં મુળુભાઇ, જેને હેત ઘણું હરિમાંઇ ।।૩૧।। તેને ઘેર રહ્યા પોતે રાજ, પછી સરધારે આવ્યા મહારાજ । તિયાં કાઠીને શિખજ કરી, પોતે પધાર્યા હાલારે હરિ ।।૩૨।। એક રાત્ય રાજકોટ રહ્યા, ત્યાંથી પછી ખિરસરે ગયા ।
તિયાં ભક્ત વસે લાખોભાઇ, રહ્યા રાત્ય એક સુખદાઇ ।।૩૩।।
પછી મોડે આવ્યા ભક્ત માટ્યે, ત્યાંથી અલૈયે ને શેખપાટ્યે । હરિ કરી ઘણી મોટી મહેર, આવ્યા ભક્ત લાલજીને ઘેર ।।૩૪।।
૨૧૦ ભક્તચિંતામણ પ્રકરણ ૫૫
ત્યાંથી પધાર્યા ભાદરામાંઇ, માસ એક રહ્યા પોતે ત્યાંઇ ।
પછી બોલિયા પ્રાણજીવન, કરીએ જેતલપુરે જગન ।।૩૫।। જઇ ગોવિંદ સ્વામીને કહેજ્યો, તમે યજ્ઞના કામમાં રહેજ્યો । બીજો કાગળ લખિયો લઇ, વર્ણ થોડે વાત ઘણી કઇ ।।૩૬।।
માંચા સુરા સોમલા અલૈયા, મુળુ નાંજા માતરા મામૈયા ।
અજા જીવા વીરદાસ વળી, લાધા કાળા કમળશિ મળી ।।૩૭।। એહ સર્વે તજી ઘરબાર, થાજ્યો પરમહંસ નિરધાર ।
જેમ મોટા મોટા ઘર મેલી, ભજ્યા હરિ તજી જગજેલી ।।૩૮।।
માટે માનજ્યો આજ્ઞા અમારી, મુકજ્યો સહુ મનમાં વિચારી । એટલી એને આગન્યા કરી, પોતે રહ્યા કાંઇક ત્યાં હરિ ।।૩૯।। એમ કરતાં આવી છે દિવાળી, પ્રેમે પૂજ્યા જને વનમાળી ।
સુંદર ભોજન સારાં કરીને, હેતે જમાડીયા છે હરિને ।।૪૦।। જેણે જોયાછે શ્યામ સુજાણ, થઇ સમાધિ ન રહ્યા પ્રાણ ।
તેને જગાડી જગજીવન, પછી પ્રભુએ કર્યું ભોજન ।।૪૧।। થયાં સુખી જન લીલા ભાળી, આસો વદી અમાસ દિવાળી ।
તેદિ ગયાતા ભાદરે રાજ, મેર કરીને પોતે મહારાજ ।।૪૨।। દીધાં દાસને દર્શન બહુ, નિર્ખિ નાથ સુખી થયાં સહુ ।
ધન્ય દેશ ગામને ભુવન, જીયાં રમિયા પ્રાણ જીવન ।।૪૩।। ધન્ય ધન્ય એ નર ને નાર, જેણે નયણે નિરખ્યા મોરાર ।
નથી વાત જેવડી એ વાત, જાણે છે મોટા સંત સાક્ષાત ।।૪૪।। પૂર્વછાયો- જે જે ચરિત્ર મેં ચવ્યું, છે સર્વે અલૌકિક એહ । તેને લૌકિક જે લેખશે, મહા મૂઢશિરોમણિ તેહ ।।૪૫।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે હરિચરિત્ર એ નામે ચોપનમું
પ્રકરણમ્ ।।૫૪।।
ચોપાઇ- પછી યાંથકી ચાલીયા નાથ, લીધા સેવક પોતે બે સાથ । ત્યાંથી આવ્યા કોઠારિયામાંઇ, રહે ભક્ત ત્યાં આણદિબાઇ ।।૧।।
પ્રકરણ ૫૫કકકક ભક્તચિંતામણી
૨૧૧
તેના અંતરમાં સુખ અતિ, દેખે અખંડ પ્રભુની મૂરતિ ।
તોય અંતરમાં રહી તાણ, મળવા મૂરતિ પ્રકટ પ્રમાણ ।।૨।। તેને સમજાવી સર્વે રીત, પછી યાં થકી ચાલ્યા અજીત ।
લીધો સેવક એકને સંગે, ચાલ્યા અલબેલો ઉછરંગે ।।૩।। ત્યાંથી પધારીયા ગામ ભેલે, આપ્યાં વિપ્રને વસ્ત્ર છબીલે ।
દીધાં દૂધ પેંડા ફાંટ ભરી, પછી ત્યાં થકી ચાલીયા હરિ ।।૪।।
મળે વાટ માંહિ જે જે જન, તેને નાથ દિયે દરશન ।
ત્યાંથી ચાલિયા સુંદરશ્યામ, આવ્યા માળીએ પૂરણકામ ।।૫।। તિયાં દિન રહ્યો ઘડી ચાર, કહે રાજ જાશું રણપાર ।
આવ્યા રણમધ્યે અવિનાશ, ત્યાંતો કહે લાગી ભૂખ પ્યાસ ।।૬।। આવ્યો એક પુરુષ અકળ, તેણે જાચ્યું છે આવીને જળ ।
હતું પાસે પાણી પળી એક, તે પણ આપવું એવી છે ટેક ।।૭।।
પછી નાથ બોલ્યા એમ વાણી, આવો ઓરા પીવું હોય પાણી ।
પોતાની તો પીડાને ન જોઇ, હરિ વિના ન કહે બીજું કોઇ ।।૮।।
પોતાના તો પિડાતાતા પ્રાણ, તોય ન કરી નકારની વાણ ।
તિયાં મીઠાં થયાં સિંધુજળ, સુંદર સ્વાદુ નીર નિરમળ ।।૯।। પિધાં પોતે ને પોતાને દાસ, પછી ત્યાંથી ચાલ્યા અવિનાશ । વાંસે રહ્યો સેવક એ સારું, ચાખ્યું જળ ત્યાં નિસર્યું ખારું ।।૧૦।। એવી લીલા કરતા મોરાર, પછી આવિયા છે રણબાર ।
દિવ્યદેહે રામાનંદ સ્વામી, મળ્યા તેને ચાલ્યા શિશ નામી ।।૧૧।। રહ્યા અરણ્યમાંહિ રાત્ય એવા, ચાલે વાટમાં ઉન્મત જેવા ।
પછી આવ્યું ત્યાં જળનું તાળ, નાયા દાસ ને પોતે દયાળ ।।૧૨।। ત્યાંથી ચાલીયા પૂરણબ્રહ્મ, પડ્યો પોતાને બહુ પરિશ્રમ ।
પછી સેવકને કહે શ્યામ, ચાંપો કળતર પહોંચીએ ગામ ।।૧૩।।
પછી ત્યાંથી ચાલીયા દયાળ, આવ્યું અરણ્યમાં એક તાળ ।
તિયાં બેઠી હતી બેઉ નારી, થઇ સમાધિ જોઇ સુખકારી ।।૧૪।। ત્યાંથી ચાલ્યા પોતે તતકાળ, વાટે જાતાં દિઠા બેઉ બાળ ।
૨૧૨ ભક્તચિંતામણ પ્રકરણ ૫૫
પછી પરસ્પર બોલ્યા બાળ, આ જો ચાલ્યા જાય છે દયાળ ।।૧૫।।
પછી ત્યાં થકી આધુઇ આવ્યા, ઘણું જન તણે મન ભાવ્યા ।
દિન દોય પોતે તિયાં વશ્યા, સંગે દાસ તેને જોઇ હસ્યા ।।૧૬।। હવે પરમહંસદશા ગ્રહો, શીદ દુઃખના દરિયામાં વહો ।
એમ કહી મુનિદશા દીધી, પોતે કચ્છ જાવા ઇચ્છા કીધી ।।૧૭।।
ચાલ્યા આધુઇથી અવિનાશ, કીધાં સુખી દરશને દાસ ।
પછી આવીયા ભુજનગર, જને નિરખ્યા શ્યામ સુંદર ।।૧૮।। ઇયાં રહ્યા પોતે બહુ દિન, તિયાં તેડાવિયા મુનિજન ।
આવ્યા સંત તે સર્વે મળી, નવા પરમહંસની મંડળી ।।૧૯।। ઘણે હેતે મળ્યા સામા જઇ, દીધાં દર્શન પ્રસન્ન થઇ ।
બહુ દિવસ રાખીયા પાસ, પછી એમ બોલ્યા અવિનાશ ।।૨૦।। જેમ મોરે માન્યું તું વચન, તેવું જાણજ્યો બીજું આ જન । જેમ વચને થયા વૈરાગી, સુખસંપત્તિ સરવે ત્યાગી ।।૨૧।। હવે વચને પાછા વળી જાઓ, ઘેર બેઠા હરિગુણ ગાઓ ।
ત્યારે સંત કહે સુણો શ્યામ, એવું કરવું નહિ હવે કામ ।।૨૨।।
પ્રથમ બેસારી હરિ કરીએ, હવે બેસારવા ન ખરીએ ।
સોંપી સુંદર સારો સુવાગ, તેનો કેમ કરાવો છો ત્યાગ ।।૨૩।।
પણ હશે અમમાં કચાઇ, એવું જાણ્યું તમે મનમાંઇ ।
નહિ તો એવું વચન ન દાખો, નિસર્યા કૂપમાં કેમ નાખો ।।૨૪।। બેડી હેડ્ય ને બળે બંધાય, પડે કોટડી ભાગસીમાંય ।
છુટે તે પણ કોઇક દને, ન છુટાય જે બાંધ્યા ભવને ।।૨૫।। તેમાંથી કાઢિયા ગ્રહિ હાથ, હવે શીદને નાખો છો નાથ ।
પછી બોલીયા છે ભગવંત, એમ સમજશો માં તમે સંત ।।૨૬।। આજ કરવાં છે કૈક કાજ, નિશ્ચે માનો તમે મુનિરાજ ।
તમે પુરા છો પરમહંસ, નથી તમમાં જક્તનો અંશ ।।૨૭।। એમ સમઝાવિયા બહુવિધિ, પછી સર્વેને શીખજ દીધી ।
પોતે નાથ રહ્યા ભુજમાંય, નિત્યે આનંદ ઉત્સવ થાય ।।૨૮।।
પ્રકરણ ૫૫કકકક ભક્તચિંતામણી
૨૧૩
જાય જમવા જનને ઘેર, કરી મનમોહનજી મેર ।
એક ભક્તજન જીવરામ, તેની માતાનું હરબાઇ નામ ।।૨૯।। તેને પ્રેમમાંહિ ટેવ પડી, જમાડે બરફી પેંડા સુખડી ।
જો મનમાન્યું ન જમે જીવન, તો તજે સપ્તદિન લગી અન્ન ।।૩૦।। એવું જોઇ હેત જનતણું, રહે ભુજનગરમાં ઘણું ।
એકએકથી અધિક અંગે, બહુ રાચીયાં હરિને રંગે ।।૩૧।। ભાવ ભજનમાં સાવધાન, બીજી વાતને ન દિયે કાન ।
એવા જનને દર્શન દઇ, ચાલ્યા નાથ સાધુ સાથે લઇ ।।૩૨।। ફરે કચ્છદેશમાં કૃપાળ, દિયે દર્શન સહુને દયાળ ।
પછી નાથ માંડવીએ આવ્યા, તિયાં સર્વે સંતને બોલાવ્યા ।।૩૩।। આવ્યા મુનિજન સહુ મળી, નાથે તેડાવ્યા એવું સાંભળી । આવી ઉતર્યા તળાવ તટે, મુખે સ્વામિનારાયણ રટે ।।૩૪।। કરે વાત વાલો ઘણીઘણી, ચડે ખરી ખુમારી તે તણી ।
વળી ત્યાગ વૈરાગ્ય બતાવે, કાચું પોચું પ્રભુને ન ભાવે ।।૩૫।। જેમ જેમ વાત કરે નાથ, તેમ ધારી લીયે સહુ સાથ ।
વળી નિત્ય પ્રત્યે દર્શન થાય, તેની મસ્તિ અતિ મનમાંય ।।૩૬।। દીધાં દર્શન તે બહુ દન, થયા જન સરવે મગન ।
પછી એમ બોલ્યા મહારાજ, તમે સાંભળો સહુ મુનિરાજ ।।૩૭।। હવે જાઓ સંત સર્વે વૃંદ, કરો અમદાવાદમાં આનંદ ।
ઉતરજ્યો સહુ શહેર બાર, કરજ્યો કથા કીર્તન ઉચ્ચાર ।।૩૮।। ભણો સચ્છાસ્ત્ર સંતને પાસે, રહેજ્યો સર્વે મળી ત્યાં ચોમાસે । થાશે જેતલપુરે જગન, ત્યાં જમશે ઘણા વિપ્રજન ।।૩૯।। આવે તેડવા તો તમે જાજ્યો, નહિતો બેઠા હરિગુણ ગાજ્યો । એમ કહીને સંત ચલાવ્યા, પોતે શ્રીહરિ શહેરમાં આવ્યા ।।૪૦।।
સંત પોત્યા છે અમદાવાદ, થાય નિત્ય ત્યાં બ્રહ્મસંવાદ ।
એમ કરતાં વિત્યા કઇ દન, થયો જેતલપુરે જગન ।।૪૧।। કરે ગોવિંદમુનિ મોરે થઇ, નામ નાનાભાઇનું તે લઇ ।
૨૧૪ ભક્તચિંતામણ પ્રકરણ ૫૬
જમે બ્રાહ્મણ ન આવે પાર, થઇ રહ્યો છે જયજયકાર ।।૪૨।। જમ્યા બ્રાહ્મણ ભાવ કરીને, સુંદર મોદક પેટ ભરીને ।
પછી પૂરો કરાવ્યો જગન, નરનારી કરે ધન્ય ધન્ય ।।૪૩।।
પામ્યા આશ્ચર્ય મનમોઝાર, થયો નિરવિઘન નિરધાર ।
એમ પૂરો થયો છે જગન, પોતે પધાર્યા નોતા જીવન ।।૪૪।।
પછી સંતને તિયાં તેડાવ્યા, સંત સહુ જેતલપુર આવ્યા ।
તે પણ જમ્યાતા જગનમાંયે, સ્વામી સહજાનંદની આજ્ઞાયે ।।૪૫।। ઇતિ શ્રીમદેકાંતિકધમપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે પ્રથમ યજ્ઞ કરાવ્યો
એ નામે પંચાવનમું પ્રકરણમ્ ।।૫૫।।
ચોપાઇ- પછી કચ્છ દેશથી કૃપાળુ, આવ્યા પંચાળે દીનદયાળુ ।
સંગે લઇને સાધુ બેચાર, પ્રથમ આવીયા દેશ હાલાર ।।૧।।
ગામોગામમાં દર્શન દીધાં, સર્વે જન કૃતારથ કીધાં ।
પછી આવીયા સરધારમાંઇ, હરિભક્ત કાઠી આવ્યા ત્યાંઇ ।।૨।।
પછી ત્યાંથી ચાલીયા મહારાજ, આવી રહ્યા પિપરડીએ રાજ । બીજે દિવસે બોટાદ આવ્યા, અદે ભગે ભાવેશું જમાવ્યા ।।૩।। રહ્યા દિવસ બે કરી મેર, સોમલા ને માંતરાને ઘેર ।
પછી ત્યાંથી આવ્યા કારીયાણી, વરસે મેઘ પડે બહુ પાણી ।।૪।। વસે ભક્ત ત્યાં માંચો વીરદાસ, રહ્યા તિયાં હરિ ચાર માસ । આવ્યા ગઢડેથી હરિજન, જેનાં ત્યાગે સુકાણાં છે તન ।।૫।। આવ્યા દેશદેશ થકી દાસ, નયણે નિરખવા અવિનાશ ।
આવ્યા વાગડ કચ્છ હાલારી, સોરઠ વાળાકનાં નરનારી ।।૬।। આવ્યા પાંચાળી ને ઘોલવાડી, ભાલ ગુજરાત ઝાલાવાડી ।
આવ્યો સુરતથી સંઘ વળી, ઘણું રહ્યો છે રંગડો ઢળી ।।૭।। આવે સહુ લાગે હરિપાય, નાથ નિરખી ત્રપત ન થાય ।
આવ્યા સંત તે સરવે મળી, હતી અમદાવાદે મંડળી ।।૮।।
પછી પ્રભુતણી પૂજા કરી, જમ્યા બહુ સરકરા હરિ ।
પ્રકરણ ૫૬કકકક ભક્તચિંતામણી
૨૧૫
સુંદર વસ્ત્ર શામળિયો પહેરી, દિયે દર્શન દાસને લહેરી ।।૯।। કરે વાત અલૌકિક આપે, સર્વે જનના સંશય કાપે ।
જાય નાથજી નિત્ય તળાવે, જન પાસળ સર ગળાવે ।।૧૦।।
ગાતાવાતા આવે પછી ઘેર, નિત્ય પ્રત્યે થાય લીલાલેર ।
સુંદર ઘોડે ચડે ગિરધારી, થાય ચમર જુવે નરનારી ।।૧૧।।
પછી યજ્ઞ કરાવ્યો મહારાજે, તેડ્યા બ્રાહ્મણ જમવા કાજે ।
થયા તળાવે ચોકા ચાળીશ, ચડી ઘોડે ફરે જગદીશ ।।૧૨।। જમ્યા બ્રાહ્મણ દક્ષિણા દીધી, પછી સર્વેને શીખજ કીધી ।
સારા સુંદર વરસમાંય, આસોવદિ તેરશ કહેવાય ।।૧૩।। તેદિ યજ્ઞ કર્યો ભગવાને, દીઠી નજરે નથી સુંણી કાને ।
પછી આવ્યો દિવાળીનો દન, જન પર હરિ છે પ્રસન્ન ।।૧૪।। દિયે દર્શન દિવસ રાત, વળી ઘણી ઘણી કરે વાત ।
એમ આનંદ ઉત્સવ કરી, પછી સંતપ્રત્યે બોલ્યા હરિ ।।૧૫।।
સંત સાંભળોને સહુ મળી, તમે બાંધો હવે બે મંડળી ।
એક નવાનગરમાં જાઓ, બીજા સુરત શહેર જગાઓ ।।૧૬।।
પછી સંત ગયા બેઉ શહેર, રાખી મૂર્તિ હૃદે રૂડી પેર ।
લટકાળો છોગાળો છબીલો, રાખ્યો સંતે હૃદામાં રંગીલો ।।૧૭।। તેનું ધરતા અંતરે ધ્યાન, ચાલ્યા સંત થઇ સાવધાન ।
પછી શ્યામળિએ શું શું કીધું, ફરી સહુને દર્શન દીધું ।।૧૮।। ત્યાંથી વાલો ગયા વઢવાણ, દવે તુલસીનું કરવા કલ્યાણ । તુલસી બોલ્યોતો કરૂં જગન, પડ્યો ખોટો ન ખરચાણું ધન ।।૧૯।। ત્યાંથી ચાલીયા સુંદર શ્યામ, વાલો આવ્યા રામગરી ગામ । દીધાં દાસને દર્શન ભાવે, આવ્યા દદુકેથી મછિયાવે ।।૨૦।। વળી વિછિયાવ્ય મોડાસર, ત્યાંથી આવીયા જેતલપર ।
રહ્યા રાત્ય ત્યાં પૂરણકામ, પછી આવિયા ડભાણ ગામ ।।૨૧।। વળી પીજ નડિયાદ ગયા, પછી ઉમરેઠે જઇ રહ્યા ।
તિયાં ભક્ત રહે રૂપરામ, પ્રભુ પધારીયા તેને ધામ ।।૨૨।।
૨૧૬ ભક્તચિંતામણ પ્રકરણ ૫૬
રહ્યા સાત દિન સુધી તિયાં, બહુ પ્રતાપ જણાવ્યો ઇયાં ।
થાય ધ્યાન ધારણા અપાર, જોઇ નિશ્ચય કરે નરનાર ।।૨૩।।
પછી યાં થકી શ્યામ સધાવ્યા, આઘા જઇ પાછા વળી આવ્યા । કરી મુક્યાંતાં જને ભોજન, તેને ઘેર જમ્યા છે જીવન ।।૨૪।। દઇ દર્શન ચાલ્યા દયાળ, આવ્યા ચાંગામાં નાથ કૃપાળ ।
ભક્ત નથુ લખે લીધો લાવ, ત્યાંથી આવ્યા રોણ્યગામે માવ ।।૨૫।। પિરાણાની પિરાઇ વેરાવી, એના મેતને અલફી પહેરાવી ।
પછી મતિયાં મળ્યાં સહુ આવી, રોઇ કાકાની અલફી મુકાવી ।।૨૬।। ત્યાંથી આવ્યા બોચાસણ ગામ, ભક્ત કાશીદાસજીને ધામ ।
ત્યાંથી વેલ્યે બેસી બહુનામી, આવ્યા બુધેજે અંતરજામી ।।૨૭।। હવુંતું હઠીભાઇને સ્વપ્ન, થયું તેવાનું તેવું દર્શન । ત્યાંથી આવ્યા જેતલપુર વળી, આવ્યાં સહુ દર્શને સાંભળી ।।૨૮।। બાળ વૃધ્ધ ને જોબન જેહ, આવ્યાં સહુ મળી દર્શને તેહ ।
જન કહે ભલે આવ્યા જીવન, કાલે છે ઉતરાયન દન ।।૨૯।। તૈયે નાથ કહે તેડો બ્રાહ્મણ, જમે મંગાવીએ ઘૃત મણ ।
પ્રથમ મંડાણ મણથી કર્યું, પછી પુછતાં પાંચસે ઠર્યું ।।૩૦।। જેમ જેમ પૂછ્યું વળી જને, તેમ તેમ વધાર્યું જીવને ।
મોર્યે નોતરું ને પછી સીધું, એમ યજ્ઞનું પરિયાણ કીધું ।।૩૧।। એતો છે અતિ પરચાની વાત, તેતો જાણે છે સંત સાક્ષાત । એમ નાથે કર્યો નિરધાર, માંડ્યો આરંભ ન કરી વાર ।।૩૨।।
લીધાં ઘી ગોળ ઘઉં દળાવ્યા, તળિયા મોદક મોટા વળાવ્યા । કરી લાડવા ભર્યા કોઠાર, બીજો આણ્યો સમાજ અપાર ।।૩૩।।
માંડ્યો જેતલપુરમાં જંગ, આવ્યા બ્રાહ્મણ તેડાવ્યા સંગ ।
રચ્યો મંડપ વેદવિધિએ, કર્યો કુંડ તે હોમવા ઘીએ ।।૩૪।। ભણે બ્રાહ્મણ મંડપમાંઇ, દિયે આહૂતિ ઘૃતની ત્યાંઇ ।
જપે મંત્ર ને હોમે છે અન્ન, થાય વિધિએ યુક્ત જગન ।।૩૫।। જમે બ્રાહ્મણ ન રાખે ખામી, જમો ભાયો જમાડે છે સ્વામી ।
પ્રકરણ ૫૬કકકક ભક્તચિંતામણી
૨૧૭
જમ્યા જેવા છે મોદક મોટા, ખાઓ ખુબ કરી દેહ ખોટા ।।૩૬।। જમતાં જમતાં જાય પ્રાણ, તેનાં આપણા કુળમાં વખાણ ।
જમે બ્રાહ્મણ જોરજોરાઇ, અતિમોદ ભર્યા મનમાંઇ ।।૩૭।। બેસે પંગત્યો ન આવે પાર, જમે વિપ્ર હજારો હજાર ।
જમ્યા જોરે ન ખુટ્યું જમણ, ખાઇ ખાઇને કાયા બ્રાહ્મણ ।।૩૮।। એમ જમ્યા અષ્ટાદશ દન, પછી પૂરો કરાવ્યો જગન ।
દીધાં દાન દક્ષિણા દયાળે, પાળી વેદવિધિ પ્રતિપાળે ।।૩૯।। એમ પૂરો કર્યો અતિરુદ્ર, જમ્યા દ્વિજ ક્ષત્રિ વૈશ્ય શુદ્ર ।
કોઇ જમ્યા વિના નવ રહ્યું, આડિ વિના અન્ન બહુ દયું ।।૪૦।। જમે જન બોલે જેજેકાર, ધન્ય ધન્ય થાય છે ઉચ્ચાર ।
દેશોદેશથી આવ્યાતા જન, નિર્ખિ નાથને થયા મગન ।।૪૧।। તિયાં પૂછ્યું તું પ્રશ્ન મહારાજે, કરતાં ઉત્તર વિપર લાજે । થયાં શ્યામ મુખ સાઇ ઢળી, બોલ્યા નહિ રહ્યા અંતરે બળી ।।૪૨।।
પછી સર્વેને શીખજ દીધી, એવી લીલા શ્રીમહારાજે કીધી ।
પોષ સુદી સપ્તમી છે સારી, હરિજન લેજ્યો હૈયે ધારી ।।૪૩।। તેદિ પૂરો થયો છે જગન, સર્વે રાજી થયા સાધુ જન ।
દુષ્ટ જાણે નહિ થાય જગન, કર્યો નાથે તે નિરવિઘન ।।૪૪।। કરી યજ્ઞને જીવન ચાલ્યા, પશ્ચિમદેશમાં દર્શન આલ્યાં ।
સર્વે જક્તમાં જણાણી વાત, કહે સ્વામી શ્રીહરિ સાક્ષાત ।।૪૫।। એવું સુણી દાઝ્યાં દુરિજન, કહે અજાણે કર્યો જગન ।
નથી ભેખને ખબર ખરી, ત્યારે ગયો એ જગન કરી ।।૪૬।। હવે ભેખ થાશું સર્વે ભેળા, કેમ કરી એ કરશે મેળા ।
જમરાણ આવશે જમાત્યો, તેદી છે એ સ્વામીજીની વાતો ।।૪૭।। ખાશું રૂપૈયા એ સારૂં લાખો, પણ પંથ એનો નહિ રાખો । એમ પરસ્પર પરિયાણ્યું, એના મનનું મહારાજે જાણ્યું ।।૪૮।।
સર્વે સંત પ્રત્યે કહે હરિ, કરીએ જગન આપણે ફરી ।
પછી હરિજનને તેડાવ્યા, મળી જેતલપુરે તે આવ્યા ।।૪૯।।
૨૧૮ ભક્તચિંતામણ પ્રકરણ ૫૭
રહ્યા દન દો ચાર એ ઠામ, પછી ગયા ખોખરાદ્ય ગામ ।
પરમહંસ સન્યાસી છે સંગે, વીતે દિન આનંદ ઉમંગે ।।૫૦।। આવ્યા સતસંગી સહુ મળી, થાશે ઉત્સવ એવું સાંભળી ।
નાથ નિર્ખિ સુખી થયા સહુ, દીયે દર્શન પ્રસન્ન બહુ ।।૫૧।।
ગામમાંય તો સંઘ ન માય, ત્યારે બારે સુવા સંત જાય ।
ગાય કીર્તન થાય કિલોલ, આવે દર્શને જન હિલોલ ।।૫૨।। એમ આનંદ ઉત્સવ થાય, નિત્ય નાવા કાંકરીએ જાય ।
ગાતાવાતા આવે વળી ઘેર, એમ થાય બહુ લીલાલેર ।।૫૩।। કરે વાત પ્રભુ જ્યારે આપ, તેમાં જણાવે બહુ પ્રતાપ ।
કાંઈક ભૂત ભવિષ્યનું ભાખે, દીયે જણાવી કેડ્યે ન રાખે ।।૫૪।। કહે જગન કરશું જરૂર, આવું બીજાું નથી કોઈ પુર ।
ગામમાંય સંકોચ છે સરે, હોમ થાશે ગામને ગોંદરે ।।૫૫।। તેતો જાણશે સરવે જન, કહેશે ભલો કર્યો એ જગન ।
એમ કરે હરિ જ્યારે વાત, સુણી જન થાય રળિયાત ।।૫૬।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે જેતલપુરે યજ્ઞ કર્યો એ નામે
છપ્પનમું પ્રકરણમ્ ।।૫૬।।
સિંધુડો- એવું સાંભળીને આવીયું, વળી દુષ્ટજનનું દળ ।
સાધુને માંડ્યા સંતાપવા, બહુ બહુ દેખાડે છે બળ ।।૧।।
સંત શ્રીનગર માંહિ, નિત્ય જાતાતા ભિક્ષા અર્થ ।
તેને અસુરે આવી આંતર્યા, મારે કરે અતિ અનરથ ।।૨।।
ગેડી ધોકા પડે લાકડી, વળી કંદે ભાંગી કટિયું ।
કર્યા પ્રહાર કડિયાળીએ, તેતો સંતે સરવે સહ્યું ।।૩।। તપસી ઋષિ કૃશ તનમાં, તેને માથે મોટ ચડાવિયા ।
મનગમતો માર દેતા, ઉતારાપર લઇ ગિયા ।।૪।।
તિયાં જઇ તાડન કરી, ફરી બાંધિયા બહુપેર ।
અસુરને હાથ આવી પડ્યા, જેને જરાયે ન મળે મેર ।।૫।।
પ્રકરણ ૫૭કકકક ભક્તચિંતામણી
૨૧૯
કોઇ કહે કાન નાક કાપો, કોઇ કહે કરો ઘાત જીવની ।
કોઇ કહે ભુજ ચરણ ભાંગો, એમ બોલે સેના શિવની ।।૬।। ભાખે ભૂંડી ગાળો મુખથી, તેતો જેજે બોલે તે થોડીયું । જાણું મસ્તક પાંચમું, કાપી બ્રહ્માનું ચોડીયું ।।૭।। કોઇક સંત કલે વકલે, અસુર હાથ આવ્યો નહિ ।
તેણે ખબર ખોખરે વળી, આવીને સર્વે કહી ।।૮।।
સુણી શ્રીહરિ શ્રવણે, અંગે ઉભી થઇ રોમાવળી ।
એવો કોણ અવનિ ઉપરે, જે મારા સંતને મારે વળી ।।૯।। કરી નજર અતિ કરડી, થયાં લોચન લાલ વિશાળ ।
ભ્રકુટિભ્રંગ ચડાવિયો, દેખી કંપવા લાગ્યો કાળ ।।૧૦।। શશિ સૂરજ ઝાંખા પડ્યા, વળી ઉઠિયો અજ અકળાઈ ।
શિવ કહે સંહાર વળશે, આજ નથી રહેવાનું કાંઈ ।।૧૧।। ઇંદ્ર સુરને ભય ઉપજ્યો, વળી દલે ડર્યા દિગપાળ ।
જોઇ કોપ મહારાજનો, તેણે કંપ્યો પન્નગ પયાળ ।।૧૨।। વળતા પ્રભુજી બોલીયા, સુણી સંત માનજ્યો સત્ય ।
આ રાજ્યમાં રહેવું નહિ, તમે જાઓ શહેર સુરત્ય ।।૧૩।। અધર્મી અધિપતિ અતિ, જીયાં ધર્મની વાત ગઇ ।
તિયાં તમ જેવા સંતને, પળ એક પણ રહેવું નઇ ।।૧૪।।
ચાલો સંત તમે ચોપશું, વળી અતિ ઉતાવળા આંહિથી ।
સાધુ સર્વે સધાવજો, અમે રહેશું આંહિ ધોકાપંથી ।।૧૫।।
પછી ચરણે લાગી ચાલીયા, વળી સંત સર્વે મંડળી ।
સંત ચારશે સામટા થઇ, ગઇ સુરત મુક્તમંડળી ।।૧૬।।
પછી રહ્યા પોતા પાસળે, વળી ખરી તે ક્ષત્રિજાત ।
તેને તે આગળ શ્રીહરિ, કરવા તે લાગ્યા વાત ।।૧૭।। કહો ભાઇ કેમ કરશું, આતો અસુરે ઉપાડિ ઝાલિયું ।
સંતને તૈયે શીખ આપી, જ્યારે આપણું નવ ચાલિયું ।।૧૮।। એવું સુણિ ક્ષત્રિ ખણશિયા, પ્રભુ પાછા વાળો સંતને ।
૨૨૦ ભક્તચિંતામણ પ્રકરણ ૫૭
તમારા પ્રતાપ થકી, જુઓ અમારી રમત્યને ।।૧૯।। આજ અવસર આવિયો, જેને માગે મોટા સુર ।
અમારા ઇષ્ટને પીડિયા, તેને જોશું અમે જરૂર ।।૨૦।।
પડ્યે કામે પુઠ્ય ફેરવે, વળી કરગરે કાયર હુઇ ।
ધિકધિક તેના જીવતને, એની જનેતા ભારે મુઇ ।।૨૧।।
ગામ ગરાસ કોટ કારણે, વળી રણે ચડે ચડિચોટ ।
ભૂપભડે શિર પડિ રહે, એમ લડી થાય લોટપોટ ।।૨૨।। એહ રીત્ય ક્ષત્રિતણી, તેની જાણે સહુ કોઇ વાત ।
ખોટાસારુ વેખે ધન મુકે, આતો સાચું છે સાક્ષાત ।।૨૩।। આપો અમને આગન્યા, જે જોઇએ એનું અમે જોર ।
શું થાશે બિચારા શ્વાનથી, છે પ્રભુ અમારી કોર ।।૨૪।।
પછી પ્રભુજી બોલીયા, આજ જાળવો સહુ આપણે ।
કાલ્ય જાશું કાંકરીએ, પછી બણવું હોય તે મર બણે ।।૨૫।। એમ વાત કરતા વહી ગઇ, રહી નહિ રંચ રાત્ય ।
પહોર એક પોઢી જાગીયા, પોત્યે પ્રભુજી પરભાત્ય ।।૨૬।। કહે થાઓ સહુ સાબદા, નાવા કાંકરીએ સર ।
બાળ વૃધ્ધ ને બાઇ માત્ર, તેતો રહેજ્યો સર્વે ઘર ।।૨૭।। આપે અશ્વને ઉપરે, તરત થયા અસવાર ।
સર્વે સખા સજ્જ થઇ, સંગે ચાલીયા અપાર ।।૨૮।। અશ્વે અસવાર ઓળખી, અને ધીરજ નવ શકે ધરી ।
પગ ન માંડે પૃથ્વી, જાણું ઉડશે પાંખુ કરી ।।૨૯।।
પછી નાહિ નાથ પાછા વળ્યા, અને આવીને ઉતર્યા બાર ।
પોતે પધાર્યા પુરમાં, ત્યાં આવ્યા અસુર અપાર ।।૩૦।।
મુછ મરડે કાંડાં કરડે, વળી ભર્યા બરડે ભાથ છે ।
કૈક ભૂરા અતિલંબુરા, પૂરા પાંચ તે હાથ છે ।।૩૨।। ખડગ ખાંડાં હાથ પબેડાં, સમશેર સાંગ્ય કર ગ્રહિ ।
બંદુક બરછી ખરિ ખરચી, અસુર ભૂર આવ્યા લઇ ।।૩૩।।
પ્રકરણ ૫૭કકકક ભક્તચિંતામણી
૨૨૧
ડાઢાં મોટાં પહેરી લંગોટાં, ડોટું દિયે મારવા ।
ચાર દશા આવ્યા ધશા, ઠાઉકો કર ઠારવા ।।૩૪।। વડા વૈરી લીધા ઘેરી, જમતા હતા જીવન વળી ।
મોટી ડાઢી ખડગ કાઢી, મારવાને ત્રુટ્યા મળી ।।૩૫।। વિપ્રે માંડ્યા વળી વારવા, પણ માને નહિ મદેભર્યા ।
કાઢી ખડગ કરમાં, હરિજન પર ઘાવ કર્યા ।।૩૬।।
હરિજન કહે હવે પાપીયો, ઉભા રહેજ્યો એહ પગે ।
અમપર તમે ઘાવ કીધા, અમે ન બોલ્યા ત્યાં લગે ।।૩૭।।
સિંહ સરીખા શોભતા, વળી યુધ્ધમાં જાણે ઘણું ।
ધાયા ધણેણી મારવા, ખમે ખડગ કોણ ક્ષત્રિતણું ।।૩૮।।
ચાર પાડ્યા ચોકમાં, જે હતા અસુરમાં અધિપતિ ।
બીજા ભણેણી ભાગિયા, ભાઇયો આપણી પણ આ ગતિ ।।૩૯।। વણઠલ વેરાગા ફરતાં નાગાં, ભાગ્યા ભૂર ભૂલી દિશા ।
રહેતાં મરડતાં અતિઠરડતાં, ખાસડાં ખાતાં ખૂબ ખશ્યા ।।૪૦।। અતિ અસોયા બહુ બફોયા, કોઇ કોઇને ભેળું નઇ ।
માર્યા માર્યા કહે મુખથી, એમ રિયોપિયો રહ્યું થઇ ।।૪૧।। જાણીને મૂકયા જીવતા, બહુ લાગી મહારાજની બીક ।
નહિતો એકે એકને, કરવા તે હતા ઠીક ।।૪૨।।
પછી આવ્યા પાછા વળી, કર્યા પ્રભુને પ્રણામ ।
ત્યારે નાથ કહે આપણે, હવે રહેવું નહિ આ ઠામ ।।૪૩।। હરિ હરિજન હેતુ સહુના, કલ્પવૃક્ષ સમ કહેવાય ।
તેમાં જે જન જેવું ચિંતવે, તેને તે તેવું થાય ।।૪૪।।
નરતન ધરી નાથજી, વળી સૂર્ય સમ શોભે ઘણું ।
પણ પાપીને ન પડે પાધરું, નડે પાપ પોતાતણું ।।૪૫।। એમ ભાર ઉતાર્યો ભૂમિનો, વૈશાખવદિ ચતુર્દશી ।
તેદિ પાપી મારીયા, જે આવ્યાતા મારવા ધશી ।।૪૬।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
૨૨૨ ભક્તચિંતામણ પ્રકરણ ૫૮
મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે અસુરનો નાશ કર્યો એ નામે
સત્તાવનમું પ્રકરણમ્ ।।૫૭।।
ચોપાઇ- પછી ત્યાંથી ચાલ્યા અવિનાશ, જોઇ અસુર નરનો નાશ ।
ગયા વેલાલ્ય સલકિ ગામ, પછી કચ્છમાં સધાવ્યા શ્યામ ।।૧।। ત્યાંથી કાગળ મોકલ્યો નાથે, એવું શીદ કર્યું અમ સાથે । અમારે નોતું કરવું એમ, તમારે પણ ઘટે એ કેમ ।।૨।। એતો થયું છે અજાણમાંઇ, તેનો ધોખો કરશોમાં કાંઇ । એતો કરાવનારા છે કોક, તેનો શીદને રાખવો શોક ।।૩।। અમે તમે તો એક જ છીએ, ઘણું ઘણું શું મુખથી કહીએ । અમે કરશું જગન ડભાણ, તિયાં આવજો સર્વે સુજાણ ।।૪।। થાશે તે અમે ચાકરી કરશું, તમે કરશો માં તમારું નરશું । ત્યાંતો એકાએક હતા અમે, તેવા સમામાં આવિયા તમે ।।૫।। એવો પત્ર લખ્યો અવિનાશે, આવ્યો અસુરાધિશને પાસે ।
સામ દામ દંડ ભેદે ભર્યો, વાંચી કાગળ વિચાર કર્યો ।।૬।।
ન કરો નુગરાની યાં વાત, જેણે માર્યા સાધુ સાક્ષાત ।
એમ સમજી મનમાં વિચારી, પછી બેસી રહ્યા જખ મારી ।।૭।।
પછી શું શું કર્યું ભગવાને, કહું સાંભળજ્યો સહુ કાને । આદર્યો છે ડભાણે જગન, આવ્યા ચૌદિશેથી હરિજન ।।૮।। શાળ દાળ ને દળાવ્યા ઘઉં, લીધાં ઘી ગોળ મિસરી બહુ ।
છોયે રસના ભર્યા કોઠાર, તેનો કહેતાં તે ન આવે પાર ।।૯।।
પછી પોતે પધાર્યા મહારાજ, પૂરો કરવો જગન એ કાજ ।
રહ્યા દન દોય એહ ઠામ, પછી ગયા ઘોડાસર ગામ ।।૧૦।। ત્યાંથી નાથ ગયા હાથરોળી, ત્યાં તેડાવી સંત મંડળી । આવ્યા ભીલ ને ભીલભૂપતિ, હાથ જોડીને કરી વિનતિ ।।૧૧।। ભલે આવ્યા તમે ભગવાન, દીધાં અમને દર્શન દાન ।
ઉભા આગળ જોડીને પ્રાણ, અમે છીએ તમારા વેચાણ ।।૧૨।। કાંઇક સોંપજ્યો અમને કાજ, એવું સુણીને બોલ્યા મહારાજ ।
પ્રકરણ ૫૮કકકક ભક્તચિંતામણી
૨૨૩
આવા સાધુ હોય નિરમાન, તેની રક્ષા કરવી નિદાન ।।૧૩।। ડભાણમાંહિ થાશે જગન, તેમાં કરવા ઇચ્છે છે વિઘન ।
મહામદે ભર્યા જે અભાગી, તેને કેમ ગમે આવા ત્યાગી ।।૧૪।।
માટે એનું કરો ઉપરાળું, થાય તો કરજ્યો રખવાળું । ત્યારે બોલ્યો ભીલનો ભૂપતિ, એનો ભાર નથી મારે રતિ ।।૧૫।।
મર આવે પૃથ્વીપતિ રાય, માનું તરણા જેવો મનમાંય ।
પણ માગું છું જોડી હું હાથ, મારે ઘેર પધારીયે નાથ ।।૧૬।।
પછી બેસાર્યા પાલખી પર, રાય તેડી ચાલ્યો નિજઘર ।
બહુ હેતે કરી પધરાવ્યા, ભરી થાળ મોતીડે વધાવ્યા ।।૧૭।।
પછી સુરતથી સત્સંગી આવ્યા, પ્રભુ સારુ પોશાગ તે લાવ્યા । શોભે સુરવાળ જામો જરી, શિર બાંધી છે પાઘ સોનેરી ।।૧૮।। બાંધી કમરે કસુંબી શાલ, નિરખી જન થયા છે નિહાલ ।
ચમર છતર અબદાગરી, તે રહ્યા છે હરિપર ધરી ।।૧૯।। ધૂપ દીપ ઉતારી આરતિ, પછી કરજોડી કરી વિનતિ ।
જોઇ રાજી થયો રળિયાત, પ્રભુ સાંભળજ્યો એક વાત ।।૨૦।। અમપર મહેર અતિ કીજે, આવું સહુને દર્શન દીજે ।
પછી બેઠા પાલખીએ હરિ, દિધાં શહેરમાં દર્શન ફરી ।।૨૧।। નિર્ખિ નાથને થયો સનાથ, સહુ કહે ધન્ય ધન્ય નાથ ।
પછી પ્રભુ કહે સુણો રાજન, જાયે ડભાણે કરવા જગન ।।૨૨।।
સર્વે સજ્જ થાઓ તમે શૂર, જાવું જોશે આપણે જરૂર ।
પછી રાજા કહે સુણો નાથ, કહોતો લાખ ભીલ લઉં સાથ ।।૨૩।। ત્યારે બોલીયા એમ મહારાજ, નથી આપણે એવડું કાજ ।
કાંઇ થોડા ઘણા લિયો સંગ, બીજા છે અમસંગે તોરંગ ।।૨૪।।
સજ્જ થઇ ચાલ્યો ભીલરાજ, બેઠા પાલખી પર મહારાજ ।
વાજે ઢોલ દદામા નિશાણ, શોભા બહુ શું કહું વખાણ ।।૨૫।। આવ્યા ડભાણ ઢુંકડા જ્યારે, થયા ઘોડે અસવાર ત્યારે ।
ઘોડો શોભે છે ઘણું રૂપાળો, માંડ્યો સાજ ઉપર શોભાળો ।।૨૬।।
૨૨૪ ભક્તચિંતામણ પ્રકરણ ૫૮
કોટે કોટિયું હૂલર હાર, પગે ઝાંઝરનો ઝમકાર ।
ચાંદી ચોકડે મોંવડે જડી, માથે કરી છે કલંગી ખડી ।।૨૭।। શોભે તાવિથે ઘુઘરી સાર, કેડ્યે કનક ભૂષણની હાર ।
કાઠું જીન કનકનું રાજે, દોય પાઘડે મોર બિરાજે ।।૨૮।। અંગોઅંગ શોભા સઇ ભણું, શોભે ઘોડો ઘરેણાંમાં ઘણું ।
સારાં શીલ સોયામણો લાગે, ચાલે ઘમકે ઘુઘરીયો વાગે ।।૨૯।। ધીરો ચાલે ને લીયે વારકી, ધ્રોડ્યે પહોંચાય નહિ કોઇ થકી । એવે અશ્વે ચડ્યા મહારાજ, દેવા દાસને દર્શન કાજ ।।૩૦।।
લીધી સર્વે સંઘની સંભાળ, કરે ચોકી રૂડિ રખવાળ ।
પછી અશ્વ પરથી ઉતરી, બેઠા પાલખીએ પોત્યે હરિ ।।૩૧।। ધીરે ધીરે દિયે છે દર્શન, ઘણું જનપર છે પ્રસન્ન ।
પછી આવ્યા પાકશાળામાંય, ઘડી એક પોત્યે બેઠા ત્યાંય ।।૩૨।।
પૂછી પાકની ખબર ખરી, કહ્યું મોદક મૂક્યા છે કરી ।
પછી મોટો કરાવ્યો માળ, તિયાં બેઠા છે દીનદયાળ ।।૩૩।। નિર્ખે નરનારી મળી વૃંદ, જેમ ચકોર ચિંતવે ચંદ ।
એમ કરતાં વીતિ ગઇ રેણ, પહોર એક પોઢ્યા કમળનેણ ।।૩૪।।
પછી જાગીયા પ્રાણઆધાર, તર્ત ઘોડે થયા અસવાર ।
ફરી જોઇ છે સીમ સઘળી, પછી આવિયા મંડપે વળી ।।૩૫।। તિયાં બ્રાહ્મણ હતા હજાર, કરતા વેદનો મુખે ઉચ્ચાર ।
ભણે મંત્ર ને આહૂતિ દીએ, વહે પરનાળાં અખંડ ઘીએ ।।૩૬।। હોમે હવિષ્યાન્ન જવ તલ, નિરદોષ જગન અવલ ।
નાલી કેળી લવિંગ સોપારી, હોમે એલા સ્વાદી શાળ સારી ।।૩૭।। બહુવિધની લઇ સામગરી, હોમે છે વેદવિધિએ કરી ।
બેઠા પોત્યે તિયાં ઘડી ચાર, પછી આવ્યા પંગત્ય મોઝાર ।।૩૮।। બેઠી પંગત્ય બ્રાહ્મણતણી, કોઇ થકી તે ન જાય ગણી ।
જમે બ્રાહ્મણ ભાવ ભરીને, જુવે પોતે પંગત્ય ફરીને ।।૩૯।।
પછી જમીને ઉઠ્યા વિપર, ગયા દ્વિજ ઉતારા ઉપર ।
પ્રકરણ ૫૯કકકક ભક્તચિંતામણી
૨૨૫
એમ જમ્યા દન દશ સુધી, પછી આવી એકદિ કુબુધી ।।૪૦।। આવી અસુરે કર્યો પ્રવેશ, ત્યારે દ્વિજે આદર્યો છે દ્વેષ । કહે કાંઇક કરો ઉપાય, શું વિચારી રહ્યા મનમાંય ।।૪૧।। આતો પુરો થયો તે જગન, તેમાં કાંઇ ન પડ્યું વિઘન ।
સીધાં ખરચ્યામાં ન રાખી ખામી, કરીએ વિઘ્ન તો આપણે વામી ।।૪૨।।
પહેલા આપણાં મનુષ્ય જમાડો, બીજાં કળે કરીને ખમાડો ।
પછી કરીએ કતોહલ ભારી, પડશે ભંગાણ થાશે ખુવારી ।।૪૩।।
પછી કોણ કેને ઓળખે છે, ઘણા વિપ્ર આપણી પડખે છે ।
લોટ લાડવા લુંટી જ લેશું, બીજા તળાવમાં નાખી દેશું ।।૪૪।।
ગોળ ઘી કુડલાં લેશું હાથે, જાશું અંધારે ઉપાડી માથે । એકએક લઇ જાશું મોંટલી, જમશું ઘી ગોળ ને રોટલી ।।૪૫।। એમ પરિયાણીયા વળી વામી, તે તો જાણે છે અંતરજામી ।
જોજ્યો જીવ તણી અવળાઇ, કેવું વિચારીયું ખાઇખાઇ ।।૪૬।। એવું જાણીને હસિયા હરિ, પછી જીવને જુગતિ કરી ।
આવ્યા પાકશાળાને મોઝાર, કરી કળ કાઢ્યા વામી બાર ।।૪૭।। આડા ઉભા રાખ્યા આણી પાળા, હાથ કરી લીધી પાકશાળા ।
દઇ ડારો હાથ લીધી અસિ, ડરી દુષ્ટ ઉભા દૂર ખસી ।।૪૮।। કરવું હતું અવળું અપાર, હોંસ રહી તે હૈયા મોઝાર ।
બેઠા હાથ ઘસી પછી હેઠા, બહુ સમર્થ શ્રીહરિ દિઠા ।।૪૯।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે યજ્ઞનો આરંભ કર્યો એ નામે
અઠ્ઠાવનમું પ્રકરણમ્ ।।૫૮।।
સામેરી- વળતા તે વિપ્ર બોલીયા, મહારાજ શું કહો છો તમે । જેમ આપો આગન્યા, તેમ સહુ કરીએ અમે ।।૧।।
મહારાજ કહે એક તમે, એક અમારો તમસાથ ।
તમે લેજ્યો લાડવા, એ લેશે જેષ્ટિકા હાથ ।।૨।। પિરશે પોતાનાં પારકાં, જો કરશો જરાય ।
૨૨૬ ભક્તચિંતામણ પ્રકરણ ૫૯
તો તમને એ તાડશે, તેની રાવ રોષ ન કાંય ।।૩।।
પછી ભર્યાં મોદકનાં ગાડલાં, તેણે જુતા જોધ્ધ જુવાણ ।
પાક ફરે પંગત્યમાં, એમ જમાડે જીવનપ્રાણ ।।૪।।
તોય બ્રાહ્મણ ભુંડાઇ ન તજે, લઇ બેઠા એક એક લાકડી ।
તૈયે મહારાજ કહે કાઠિયો, તમે આવો સહુ ઘોડે ચડી ।।૫।।
લેવરાવી સૌને લાઠિયો, કાઠી આવિયા ઘોડે ચડી ।
વિના ગોળીએ વછોડીયો, ત્યાં બંધુકો બહુ પડી ।।૬।। ભાંગી ભડાકે કોઠીયો, સુંદર દાળની સોળ ।
જાણે દુષ્ટ વિઘન પાડશું, સામું પડ્યા પોતાને રોળ ।।૭।। ખોટે ડારે ડરાવિયા, કહે ઉઠશો જમતાં કોય ।
જરૂર તેને મારશું, તમે ઉઠજ્યો એવું જોય ।।૮।। જુક્તિ કરીને જમાડીયા, નવ પડવા દીધું વિઘન ।
એમ રૂડી રીતશું, મહારાજે કરાવ્યો જગન ।।૯।।
પછી દિવસ વળતે, તેડ્યા પુરાણી પંડિત ।
કરી ચરચા ચોકમાં, ત્યાં થઇ પોતાની જીત ।।૧૦।।
લાખો લોક ભેળા થયા, નિરખવા નયણે નાથ ।
તેમાં નર તસકરા, આવ્યાતા નાખવા હાથ ।।૧૧।। જોયો સર્વે સંઘને, બહુ ખબરદાર દીઠા ખરા ।
પછી અશ્વ ઉપરે, આવી તાકીયા તસકરા ।।૧૨।।
ત્રણ દિવસના ભુખ્યા તરષા, નયણે નિદ્રા નવ કરી ।
આવીને જુવે અશ્વને, ત્યાં ઘોડે ઘોડે દીઠા હરિ ।।૧૩।।
પછી પ્રભુને પાય લાગ્યા, કહે દયા કરજ્યો દયાળ ।
જ્યાંથી ગુહ્ના છુટીયે, ત્યાં કર્યા ગુહ્ના કૃપાળ ।।૧૪।।
પછી સત્સંગી થઇ, વળી ગયા પોતાને ઘેર ।
એમ પોતે અનેક રીત્યે, કરી તે લીલાલેર ।।૧૫।। દાસનાં દુઃખ કાપવા, આપવા દર્શન દાન ।
હરેફરે હરિ સંઘમાં, વળી બેસે મેડે ભગવાન ।।૧૬।।
પ્રકરણ ૫૯કકકક ભક્તચિંતામણી
૨૨૭
મેડા ઉપર મહાપ્રભુ, પળ મેલિને પોઢ્યા ઘડી ।
અજાણે એક જન આવ્યો, મનફર મેડે ચડી ।।૧૭।।
જબકી જીવન જાગિયા, વળી અચાનક ઉઠ્યા હરિ ।
કોણ હતું અમ પાસળે, એમ કહીને રીશ કરી ।।૧૮।।
પહેર્યાં હતાં બહુપેરનાં, વળી ઘરેણાં ઘણાં ઘણાં ।
અંગોઅંગ ઓપતાં, સુંદર તે સુવર્ણતણાં ।।૧૯।। વેઢ વિંટી ને કનક કડાં, પોંચી અંગોઠી ઓપતી ।
બાજુ કાજુ બેરખા વળી, શોભે કાને કુંડળ અતિ ।।૨૦।। કંઠે હાર તે હેમના, હુલર હીરા સાંકળી ।
અંગોઅંગ આભૂષણ પહેરી, પોઢ્યાતા પોતે વળી ।।૨૧।। એવા સમામાં ઉઠાડિયા, વળી જાલ્મ નરે જગદીશ ।
તે સારુ સહુ ઉપરે, મહારાજે કરી રીશ ।।૨૨।।
પછી આભૂષણ ઉતારીયાં, અને ફેંકીયાં ફરતાં વળી ।
અંબર એક અંગે રાખ્યું, બીજાં મેલિયાં સર્વે મળી ।।૨૩।। કેણે ન જવાય પાસળે, વળી બીક લાગે સહુને ।
જોઇ જીવન રૂઠડા, વળી દુઃખ થયું બહુને ।।૨૪।।
પછી ભાઇ રામદાસજી, ધીરેધીરે પાસે ગયા ।
મહારાજ વસ્ત્ર ઓઢિયે, અમ ઉપર કરી દયા ।।૨૫।।
પછી વસ્ત્ર પહેરીયાં, હસી પ્રભુજી બોલ્યા વળી ।
હતી ઉદાસી અતિ ઘણી, પણ હવે તો સર્વે ટળી ।।૨૬।।
પછી વિપ્ર તેડાવિયા, તમે કરો શીઘ્ર રસોઇ ।
લાખો માણસ જમશે, વળી કેમ રહ્યા છો સોઇ ।।૨૭।। બ્રાહ્મણ ભેળાણા ઉંઘમાં, સુતા તે સદને સંતાય ।
તે એકોએકને ઉઠાડિયા, પ્રભુ પોતે ઝાલી બાંય ।।૨૮।।
પછી મનમાન્યા મોદક કરી, જમે વાડવ યૂથનાં યૂથ ।
પાર ન આવે પંગત્યનો, વળી મળ્યા વિપ્ર વરૂથ ।।૨૯।। આપે સીધાં અતિ ઘણાં, માગે સાઠ્ય ત્યાં શત પાંચ ।
૨૨૮ ભક્તચિંતામણ પ્રકરણ ૬૦
કોઇ રીતે સરાજામની, વળી આવે નહિ લેશ આંચ ।।૩૦।। જેજેકાર તે થઇ રહ્યો, આપે અન્ન તે અતિઘણું ।
ભેટ્ય બાંધી બ્રાહ્મણે, જે જમીયે તે આપણું ।।૩૧।।
પછી થઇ પૂર્ણાહુતિ, યજ્ઞ નિર્વિઘન થયો ।
બંકાશિર ડંકા દઇ, પ્રૌઢ પ્રતાપ જણાવિયો ।।૩૨।।
પછી વિદ્યા જોઇ વિપ્રની, દીધાં દાન દક્ષિણા ઘણી ।
રાજી કરી વળી વાડવા, વળાવિયા ભુવન ભણી ।।૩૩।। વળી ખરચતાં ખૂટ્યા નહિ, વધ્યા લાડવા લાખો સહિ ।
ગોળ ઘી ને દાળ રસાળ, વળી પિષ્ટનો પાર નહિ ।।૩૪।।
પછી પુછ્યું નાથને, આ મોદકનું કેમ કરીએ ।
આપો ઘરોઘર ગામમાં, એમ હુકમ કીધો હરિએ ।।૩૫।।
પછી માંડ્યા આપવા, ભરીભરી મોદક ટોપલા ।
આલતાં ખુટ્યા નહિ, પોતા લાડવા અતિભલા ।।૩૬।। વહેંચતાં વધી પડ્યા, તે નાખ્યા જળમાં જંતુને ।
મહારાજે આપી આગન્યા, વળી સાજામાંદા સંતને ।।૩૭।।
પછી સંઘ સર્વેને શીખ આપી, જાઓ સહુ સહુને ઘેર ।
પંચ વરતને પાળજ્યો, પ્રભુ ભજજ્યો રૂડિ પેર ।।૩૮।।
પછી પોતે પધારીયા, કરી તે જયજયકાર ।
કરી લીળા ડભાણમાં, અલબેલે અપરમપાર ।।૩૯।।
પોત્યે યજ્ઞ પૂરો કર્યો, પોષસુદી પુન્યમતિથિ ।
તેદિ યજ્ઞ પૂરો થયો, કર્યો યથાયોગ્ય કાંઇક કથી ।।૪૦।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે ડભાણમાં યજ્ઞની સમાપ્તિ કરી એ
નામે ઓગણસાઠમું પ્રકરણમ્ ।।૫૯।।
ચોપાઇ- એમ યજ્ઞ કરી યદુનાથ, ચાલ્યા શ્યામળો સખાને સાથ । રહ્યા જેતલપુરમાં જઇ, સંઘ સરવે સંગાથે લઇ ।।૧।। ત્યાંથી સંઘને શીખજ કરી, પોતે ચાલ્યા પશ્ચિમ દેશે હરિ ।
પ્રકરણ ૬૦કકકક ભક્તચિંતામણી
૨૨૯
સારો પહેરી સુંદર સુરવાળ, ઝગે જરકશી જામો વિશાળ ।।૨।।
માથે બાંધી છે પાઘ સોનેરી, કમર કશી કેસર રેંટા કેરી । બાજુ કાજુ કુંડળ રૂપાળાં, હાથે હેમકડાં બે વળાળાં ।।૩।। હૈયે હાર અપાર શોભાળા, ઉર ઉતરી મોતીની માળા ।
કોટે કનકની કંઠી શોભે, શિશે શિરપેચ જોઇ મન લોભે ।।૪।।
ચડ્યા ઘણામૂલે હરિ ઘોડે, બીજા સખા અસવાર જોડે ।
ચાલ્યા વાટમાં એવાના એવા, સર્વે જનને દર્શન દેવા ।।૫।। જેજે વાટમાં આવિયાં ગામ, તેણે નિરખ્યા સુંદર શ્યામ ।
દેતા દર્શન દીનદયાળ, આવ્યા પ્રભુજી દેશ પંચાળ ।।૬।।
સુંદર ગામ સારંગપુર નામ, તિયાં પધાર્યા સુંદર શ્યામ ।
રૂડા ભક્ત જીવો ને રાઠોડ, આવ્યા હરિ કરી તિયાં ધ્રોડ ।।૭।। રહી રાત્ય એક તિયાં રાજ, આવ્યા કારિયાણી મહારાજ ।
તિયાં ભક્ત વસે એક માંચો, નહિ તે કોઇ નિયમમાં કાચો ।।૮।। નિરલોભી ને અતિ નિષ્કામી, તેને ઘેર પધારીયા સ્વામી ।
તિયાં રહ્યા હરિ એક દિન, પછી આવ્યા ગઢડે જીવન ।।૯।। ભક્ત સભાગી એભલ જીયાં, રહ્યા કાંઇક કૃપાળુ તિયાં ।
પછી ત્યાંથી સધાવીયા શ્યામ, આવ્યા નાથ કરિયાણે ગામ ।।૧૦।। તિયાં રહ્યા રાત એક હરિ, આવ્યા રાયપર કૃપા કરી ।
સખા સર્વે છે શ્યામ સાથ, આવ્યા કોટડે બંધીયે નાથ ।।૧૧।।
ગયા ગોંડળ ને જેતપર, આવ્યા ધોરાજી શ્યામસુંદર ।
જઇ જમનાવડે જગદીશ, ત્યાંથી પાછો કર્યો પરવેશ ।।૧૨।। આવ્યા દુધિવદર કંડોરડે, ત્યાંથી પધારીયા કાલાવડે ।
ભક્ત જાદવજીને ભુવન, રહ્યા રાત્ય ત્યાં પ્રાણજીવન ।।૧૩।। ત્યાંથી સખાને શીખજ દઇ, પોતે ચાલ્યા સેવક બે લઇ ।
ત્યાંથી મોડે ગયા કરી મહેર, ભક્ત રણમલજીને ઘેર ।।૧૪।।
પછી આવ્યા અલૈયે જીવન, ભક્ત નારાયણને ભવન ।
ત્યાંથી ગયા છે ભાદર ગામ, ભક્ત ડોસો જ્યાં રતનોરામ ।।૧૫।।
૨૩૦ ભક્તચિંતામણ પ્રકરણ ૬૦
રહ્યા રાત્ય કરી હરિ મહેર, વસતા વશરામને ઘેર ।
પછી ત્યાંથી કર્યો પરવેશ, ગયા જોડીયેથી કચ્છદેશ ।।૧૬।। આવી અંજારમાં રાત્ય રહ્યા, ત્યાંથી વાલો ધમડકે ગયા ।
ભક્ત રામસિંઘ રાયધણે, કરી સેવા ભરી ભાવે ઘણે ।।૧૭।। તિયાં રહ્યા દન દોય ચાર, પછી ભુજ પધાર્યા મોરાર ।
દઇ જનને દર્શનદાન, તિયાં રહ્યા પોતે ભગવાન ।।૧૮।। કર્યો હુતાસનીનો સમૈયો, આપ્યો આનંદ ન જાય કહીયો । અતિ ઉડાડે રંગ ગુલાલ, કર્યો અલબેલે અલૌકિક ખ્યાલ ।।૧૯।।
લીધો લાવો નાથ સાથ જને, ફાગણશુદી પુન્યમને દને ।
તેદિ ભુજમાં ઉત્સવ કર્યો, સર્વે જને મને મોદ ભર્યો ।।૨૦।। કરી અલબેલે લીલાલેર, ગંગારામ હીરજીને ઘેર ।
દઇ સુંદરને સુખ શ્યામ, ત્યાંથી ગયા માનકુવે ગામ ।।૨૧।। તિયાં ભક્ત અદોભાઇ નામ, વળી તેજો કેશવ ને શ્યામ ।
તેને દીધાં છે દર્શનદાન, ત્યાંથી તેરે ગયા ભગવાન ।।૨૨।। તિયાં તેડાવિયા સર્વે સંત, દિધાં દર્શન સુખ અત્યંત ।
ત્યાંથી આવીયા કાળેતળાવ, જોઇ ભક્ત ભીમજીનો ભાવ ।।૨૩।। રહ્યા દિન દોચારેક ત્યાંઇ, પછી ફરી આવ્યા તેરામાંઇ ।
ભક્ત નાગજી સંઘજી સુતાર, તિયાં આવ્યા મુનિ ને મોરાર ।।૨૪।। કરી રસોઇ જમાડ્યા સંત, જમ્યા જન ભેળા ભગવંત ।
પછી બોલીયા સુંદરશ્યામ, ભરિ લીયોને જળનાં ઠામ ।।૨૫।। એમ કહીને સંત ચલાવ્યા, વાલો પોતે વળાવવા આવ્યા ।
પછી મળ્યા સહુને મહારાજ, તમે રાજી રહેજ્યો મુનિરાજ ।।૨૬।। એમ કહીને શીખજ દિધી, પોતે વાટ માંડવીની લીધી ।
તિયાં ભક્ત મેઘો વશરામ, ટોપણ દેવશી સુંદર નામ ।।૨૭।। તેને દઇ દરશન નાથ, સર્વે જનને કર્યાં સનાથ ।
ત્યાંથી નાથ બેઠા છે નાવડે, આવ્યા ભાદરે અલૈયે મોડે ।।૨૮।। કરી કંડોરડાની ચોરાશી, આવ્યા ધોરાજીએ અવિનાશી ।
પ્રકરણ ૬૦કકકક ભક્તચિંતામણી
૨૩૧
રહે ભાડેર પાતળભાઇ, રહ્યા એક દિન પ્રભુ ત્યાંઇ ।।૨૯।।
મેઘપુર આવ્યા કરી મહેર, સોની નારાયણ ભક્તને ઘેર ।
ત્યાંથી પ્રભુ આવ્યા પિપલાણે, રાખ્યા હરિને જન કલ્યાણે ।।૩૦।।
પછી આવ્યા આખે અલબેલો, દવે નારાયણ ઘેર છબીલો ।
ત્યાંથી આવ્યા વાલો અગત્રાઇ, જીયાં વસે છે પર્વતભાઇ ।।૩૧।। તિયાં રહ્યા હરિ બહુદિન, તેડાવિયા તિયાં હરિજન ।
કરવા ઉત્સવ અષ્ટમી કેરો, હૈયામાંહિ છે હર્ષ ઘણેરો ।।૩૨।। તિયાં મોટો મંડપ કરાવ્યો, માંહિ મેડો કર્યો મનભાવ્યો । તિયાં બેઠા વાલો વનમાળી, સુંદર મૂરતિ રૂડી રૂપાળી ।।૩૩।। જોઇ જનને સમાધિ થાય, કરે લીળા નાવા નિત્ય જાય ।
પછી દ્વિજ ધનહીન જોઇ, તેના સુતને આપી જનોઇ ।।૩૪।। ફર્યા ફુલેકે ગામમાં નાથ, અંસે અસિ શ્રીફળ લઇ હાથ ।
પછી આવ્યો અષ્ટમીનો દન, બહુ ગુલાલ લાવિયા જન ।।૩૫।। ભરે મુઠી હેતે હરિ હાથે, નાખે નાથ નિજજન માથે ।
થયા રંગે રાતા સહુ જન, પાડે તાળી કરે કીરતન ।।૩૬।। એમ સારો ઉત્સવ કર્યો શ્યામે, અલબેલે અગત્રાઇ ગામે ।
આપ્યો આનંદ જનને જીવને, શ્રાવણવદી અષ્ટમીને દને ।।૩૭।। તેદિ લીળા કરી અગત્રાયે, કરાવી આંબે પર્વતભાયે ।
પછી પધારીયા ગઢજુને, સાથે લીધો છે સંઘ સહુને ।।૩૮।।
સંઘ દેખી દુષ્ટ દાજીયા, પછી રાજા પાસે રાવે ગીયા ।
લેશે સાહેબ શહેર તમારું, એનું માણસ ઉતારો બારું ।।૩૯।। તૈયે રાજા કહે સુણો તમે, એનું દીધું કરું રાજ્ય અમે । એહ લેશે તો સુખેથી લીયો, એને ગામમાં આવવા દિયો ।।૪૦।।
પછી શહેરમાં શ્યામ પધાર્યા, નિજજનને મોદ વધાર્યા ।
પોતે દિવસ એક ત્યાં રહ્યા, પછી નાવા દામોદર ગયા ।।૪૧।।
નાઇ નિસર્યા મોહનલાલ, ચર્ચ્યું ચંદન વિપરે ભાલ ।
તેને દીધી છે દક્ષિણા બોળી, આપી મહોર નાથે અણતોળી ।।૪૨।।
૨૩૨ ભક્તચિંતામણ પ્રકરણ ૬૧
પછી આવિયા શહેરમાં શ્યામ, ત્યાં વાલે કર્યો વિશ્રામ ।
ત્યાંથી ચાલીયા શ્યામ સુંદર, આવ્યા નરસિંહ મેતાને મંદિર ।।૪૩।। તિયાં બેસીયા ઘડી બેચાર, પછી આવિયા છે પુર બહાર ।
સર્વે સંઘ સંગે લઇ શ્યામ, પછી આવ્યા ફણેણી ગામ ।।૪૪।। તિયાં સર્વેને શીખજ દિધી, એવી લીળા અલબેલે કીધી ।
સર્વે જનને સુખીયા કરી, પોતે પધાર્યા પંચાળે હરિ ।।૪૫।। બહુબહુ લીળા કરે લાલ, જોઇ જનને થાય નિહાલ ।
જે કોઇ યોગીના ધ્યાનમાં નાવે, તે અલબેલો લાડ લડાવે ।।૪૬।। કરે લીળા અતિશે અપાર, કહેતાં કોણ પામે તેનો પાર ।
જેમ સભર ભર્યો મેરાણ, પિવે પંખી તે ચાંચ પ્રમાણ ।।૪૭।। તેમ અતિ અગાધ મહારાજ, કોણ કળે તોલે કવિરાજ ।
પણ જે પિયે તે સુખી થાય, નિશ્ચે નિષ્કુળાનંદ એમ ગાય ।।૪૮।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે સાઠ્યમું પ્રકરણમ્ ।।૬૦।।
ચોપાઇ- પછી પધાર્યા દેશ પંચાળ રે, જીયાં વસે છે દાસ દયાળ રે ।
સર્વે સંસારનાં સુખ ત્યાગી રે, એક પ્રભુપદ અનુરાગી રે ।।૧।।
પંચ વિષયથી પ્રીત ઉતારી રે, પંચવ્રત પ્રેમે રહ્યા ધારી રે । દીધાં દેહ તણાં સુખ નાખી રે, રહ્યાં અંતરે પ્રભુને રાખી રે ।।૨।। એવા જન જક્તથી ઉદાસી રે, તિયાં આવ્યા આપે અવિનાશી રે । જોઇ જનના હૈયાનું હેત રે, આવ્યા પ્રભુજી સખા સમેત રે ।।૩।। તેને દીધાં છે દર્શન દાન રે, બહુ ભાવે કરી ભગવાન રે । અંધ અપંગ બૂઢા ને બાળ રે, અસમર્થ અબળા લાજાળ રે ।।૪।। તેને દયા કરી હરિ આપ રે, દીધાં દર્શન ટાળિયા તાપ રે ।
પછી જને પૂછ્યા સમાચાર રે, કહ્યા હરિએ કરી વિસ્તાર રે ।।૫।। જે જે પૂછતા ગયા છે જન રે, તે તે કહેતા ગયા છે જીવન રે ।
પછી પુછી જગનની વાત રે, કહી રાજી થઇ રળીયાત રે ।।૬।। જેને નોતું અવાણું જગને રે, તે પણ મગન થયા સુણી મને રે ।
પ્રકરણ ૬૧કકકક ભક્તચિંતામણી
૨૩૩
કહે ધન્ય ધન્ય મહારાજ રે, એવો જગન થાય કોણે આજ રે ।।૭।। બીજા ખર્ચે બહુ બહુ ધન રે, પણ ન થાય નિરવિઘન રે ।
કૈક જન તણા જીવ જાય રે, એવું સુણ્યું છે જગન માંય રે ।।૮।।
લૂંટે ચોર કે ખરચી ખુંટે રે, થાય ફજેતિ શકોરાં ફૂટે રે । તે તો તમે કર્યો નિર્વિઘન રે, જગજીવન પ્રભુ જગન રે ।।૯।। કહે નાથ એનો શ્યો વિચાર રે, એવા કરીએ જગન અપાર રે । કહે તો કરીએ વર્ષો વરષ રે, એકએકથી બીજો સરસ રે ।।૧૦।। એમ કહી કર્યું પરિયાણ રે, તેડ્યા સંત સમીપે સુજાણ રે ।
મુક્તાનંદ ને મોટેરા ભાઇ રે, બ્રહ્માનંદ નિત્યાનંદ ત્યાંઇ રે ।।૧૧।। કહે નાથ સુણો સંત મળી રે, કરીએ વિષ્ણુયજ્ઞ એક વળી રે । જુઓ ગુર્જરખંડ વિચારી રે, કોણ ઠેકાણે જાયગા સારી રે ।।૧૨।। બોલ્યા સંત સાંભળજ્યો શ્યામ રે, યજ્ઞ જેવું જેતલપુર ગામ રે । તિયાં સુંદર કોટ તળાવ રે, વળી ગામમાં છે ઘણો ભાવ રે ।।૧૩।। ત્યારે બોલ્યા સુંદર શ્યામ રે, એતો અમને ન ગમ્યું ગામ રે । એનો ધણી છે ધર્મનો દ્વેષિ રે, તેતો યજ્ઞ કરવા કેમ દેશે રે ।।૧૪।।
મોર્યે ભેળા થયાતા બ્રાહ્મણ રે, તેને પૂછ્યું હતું અમે પ્રશ્ન રે । દ્વિજ ક્ષત્રિ વૈશ્ય શૂદ્ર વળી રે, કહ્યું કેમ પૂજે માતા મળી રે ।।૧૫।।
ચારે વર્ણની એક છે રીત્ય રે, કહે કાંઇ છે એમાં વિગત્ય રે । તૈયે બોલ્યા શાસ્ત્રી સુજાણ રે, સાંભળો કહું શ્રુતિપ્રમાણ રે ।।૧૬।। દ્વિજ ક્ષત્રિ વૈશ્ય જે કહેવાય રે, તેને મદ્ય માંસે ન પૂજાય રે । બીજા હોય જે જે શુદ્ર વર્ણ રે, તેનાં વેદથી બારાં આચર્ણ રે ।।૧૭।। ત્યારે કહ્યું મેં સાંભળી લહીએ રે, બીજા કરે તેને કેવા કહીએ રે । ત્યારે શાસ્ત્રી કહે એ મલેચ્છ રે, પાપી ઢેઢ ભંગિયાથી નીચ રે ।।૧૮।। ત્યારે મેં કહ્યું સર્વે સાંભળજ્યો રે, એવા હો તે એમાં જઇ ભળજ્યો રે
।
તે દિવસના દાજ્યા છે વામી રે, વાત મેલી છે રાજાને ભામી રે ।।૧૯।।
માટે જરૂર કરશે વિઘન રે, તિયાં પુરો નહિ થાય જગન રે ।
૨૩૪ ભક્તચિંતામણ પ્રકરણ ૬૧
ત્યારે સંત કહે જમશે બ્રાહ્મણો રે, કેમ નાખશે નિજભાણે પાણો રે ।।૨૦।। ત્યારે કહે મહારાજ સારું રે, કરો મનમાને જ્યાં તમારું રે ।
પછી જેતલપુરનું ઠેરાવી રે, કરી સામગ્રી સરવે આવી રે ।।૨૧।।
લીધા ઘી ગોળ ને ઘઉં ઘણા રે, કર્યો ગંજ શાળ દાળતણા રે । કોઇ વાતની ન રાખી ખામી રે, ત્યાંતો પધારીયા પોતે સ્વામી રે ।।૨૨।। આવ્યા સંઘાથે સંઘને લઇ રે, તેડ્યા વણતેડ્યા આવ્યા કઇ રે । આવ્યા તેડાવ્યા સરવે સંત રે, આવ્યા સંઘ નાવે તેનો અંત રે ।।૨૩।। દિયે દર્શન પ્રસન્ન હોઇ રે, લિયે જન સુખ મુખ જોઇ રે ।
પછી બોલિયા જગજીવન રે, દ્રષ્ણ પ્રષ્ણ એ મોટો જગન રે ।।૨૪।। બીજું યજ્ઞ આ થાય ન થાય રે, તેનું નથી અમારે જો કાંય રે । એમ કહી જણાવે જનને રે, દિયે રાત્ય દિવસ દ્રષ્ણને રે ।।૨૫।।
પૂજે જન જીવનને મળી રે, લાવે પૂજા વિધ્યેવિધ્યે વળી રે ।
ચર્ચિ ચંદન હાર પહેરાવે રે, ગુંથી ગજરા તોરા ધરાવે રે ।।૨૬।। કરે પુષ્પના કંકણ કાજુ રે, બાંધે બેરખા સુંદર બાજુ રે । કરે ફુલનો ફેંટો પછેડી રે, વળી જમાડે ઉતારે તેડી રે ।।૨૭।। દિયે દર્શન એવાના એવા રે, જગજીવન છે જોયા જેવા રે ।
એમ કરે છે લીળા અપાર રે, નિર્ખિ સુખ લીયે નરનાર રે ।।૨૮।। એવું દેખીને દાજીયા વામી રે, કહ્યું નરેશને શિશ નામી રે । કહે સાંભળો શ્રવણે રાજન રે, જે સારૂં કરે છે સ્વામી જગન રે ।।૨૯।। જે દિનો એ જગન થાય છે રે, તે દિનો રાજતેજ જાય છે રે । એને જજ્ઞે મુવો તાત તારો રે, હવે આવ્યો છે તમારો વારો રે ।।૩૦।।
માટે જીવવું હોય રાજન રે, તો ન કરવા દિયો જગન રે ।
સુણી આવી નરેશને આંધી રે, કહે જાઓ લાવો એને બાંધી રે ।।૩૧।। એમ કર્યું પરિયાણ ત્યાંઇ રે, જાણ્યું અંતરજામિએ આંઇ રે । જોયું વિચારી કરશે વિઘન રે, અમે રહેશું તો પિડાશે જન રે ।।૩૨।।
પછી પ્રભુજી ચડિયા ઘોડે રે, લઇ સંઘને ગયા ચરોડે રે ।
પછી કેડે આવી કટકાઇ રે, આવ્યા ભગવા કરવા ભૂંડાઇ રે ।।૩૩।।
પ્રકરણ ૬૨કકકક ભક્તચિંતામણી
૨૩૫
તેણે સ્વામી સધાવ્યા સાંભળી રે, ગયા ધુડ ફાકતા તે વળી રે ।
પછી સાંજે આવ્યા પોતે નાથ રે, અસિ કશેલ સખા છે સાથ રે ।।૩૪।।
સંતો તમારી રક્ષાને કાજ રે, સખે ધાર્યાં છે આયુધ આજ રે । હવે અમે તો જાશું ડભાણ રે, તમે રહેજ્યો યાં સંત સુજાણ રે ।।૩૫।।
પછી પધારીયા પોતે શ્યામ રે, સખા લઇને ડભાણ ગામ રે ।
તિયાં જઇને હતું જે સિધું રે, તેતો સરવે મગાવી લીધું રે ।।૩૬।। તેણે જમાડિયા જન બહુ રે, વર્ણ અઢાર તે વળી મઉ રે ।
આપ્યાં જમાડી વળી વસન રે, એમ કીધો છે નાથે જગન રે ।।૩૭।। આવ્યા ભગવા કહે ભુલ્યા અમે રે, અતિ સમર્થ છો સ્વામી તમે રે । અમે અમારું અવળું કીધું રે, અર્થ વિના અપરાધ લીધું રે ।।૩૮।। ત્યારે મહારાજ કહે નથી કાંઇ રે, જાઓ જમો જેતલપુરમાંઇ રે ।
પછી જમાડી જોગિની ઝુંડું રે, કર્યું વામીએ વામીનું ભૂંડું રે ।।૩૯।। કરવા હતા જગન હમેશ રે, ન કરવા દીધા તે નરેશ રે ।
તેતો કહ્યું હતું પોતે પહેલું રે, થયું તેમનું તેમજ છેલું રે ।।૪૦।। એમ જગન થયો એ જાણો રે, મહાશુદી પંચમી પ્રમાણો રે । જોઇ રાજી થયા હરિજન રે, દુઃખ પામિયા પાપીયા મન રે ।।૪૧।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્યનિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે શ્રીહરિ પાંચાળથી જેતલપુર
પધારી યજ્ઞ કર્યો એ નામે એકસઠ્યમું પ્રકરણમ્ ।।૬૧।।
ચોપાઇ- પોતે દયાળુ હતા ડભાણ, સુંદરવર શ્યામ સુજાણ । ત્યાંથી ચાલીયા અંતરજામી, આવ્યા બુધેજમાં બહુનામી ।।૧।। હરિભક્ત તિયાં હઠિભાઇ, રહ્યા રાત્ય તિયાં સુખદાઇ ।
ત્યાંથી આવ્યા પછચ્મે મહારાજ, જીયાં ભક્ત ઓધવ જેરાજ ।।૨।। રહી રાત્ય એક તેને ઘેર, ત્યાંથી વાલો આવ્યા છે ઝીંઝર ।
સંગે ભક્ત હતો મેર જેઠો, અતિવૃધ્ધ અંગે વળી દિઠો ।।૩।। તેને પહેરાવ્યો સુંદર સ્વાંગ, જામો જરી ને સોનેરી પાગ । રહી રાત્ય ને ચાલ્યા દયાળુ, આવ્યા કુંડળમાંહિ કૃપાળુ ।।૪।।
૨૩૬ ભક્તચિંતામણ પ્રકરણ ૬૨
મોટા ભક્ત મામૈયો ને રામ, તેને ઘેર રહ્યા જુગ જામ ।
ત્યાંથી સારંગપુર આવીયા, દિન ત્રણ સુધી તિયાં રહ્યા ।।૫।।
પછી આવ્યા નાગડકે નાથ, સર્વે સખા છે પોતાને સાથ ।
તિયાં ભક્ત સુરો સતસંગી, હરિભક્ત જક્તથી અસંગી ।।૬।। તેને ઘેર ગિરિધર ગયા, દિન ચારસુધી તિયાં રહ્યા ।
અતિહેતે જમાડ્યા જીવન, પ્રભુ જનપર છે પ્રસન ।।૭।। દેવા દર્શન જનમન ભાવ્યાં, સુંદર વસ્ત્ર શ્યામળે મગાવ્યાં ।
વાલે પહેર્યો સોનેરી સુવાગ, જેણે જોયા તેનાં મોટાં ભાગ્ય ।।૮।।
પછી ત્યાંથી શ્યામળો સધાવ્યા, પોતે નાથ પિપરડીયે આવ્યા । તિયાં ભક્ત પવિત્ર જે પીઠો, તેને ઘેર રહ્યા માવ મીઠો ।।૯।। ત્યાંથી ચાલીયા સુંદરશ્યામ, ગયા ભક્ત માંતરાને ગામ ।
ત્યાંથી ભોંયરે ભોજન કીધું, ભક્ત નાજાને દર્શન દીધું ।।૧૦।।
પછી ત્યાંથી આવ્યા ગોખલાણે, જાગ્યાં ભાગ્ય ભક્ત જીવો જાણે । ત્યાંથી ચાલિયા પૂરણકામ, આવ્યા કૃપાળુ કરિયાણે ગામ ।।૧૧।। તિયાં રહ્યા રાજી થઇ બહુ, આવ્યા દાસ દરશને સહુ ।
એમ કરતાં હુતાસની આવી, કરી લીળા લાલે મનભાવી ।।૧૨।। તિયાં ઉડાડ્યો વાલે ગુલાલ, સર્વે સખા કર્યા રંગે લાલ । વળી કરે ધુન્ય તાલી વાજે, લોક લાજવાળા જોઇ લાજે ।।૧૩।। કરી ઉત્સવ ને પછી માવ, આપ્યો અલૈયાને શિરપાવ ।
કહ્યું રાખજ્યો આવો જ વેશ, ફરી આવજ્યો વાળાક દેશ ।।૧૪।।
સખા સંગે લઇ દશ વિશ, કરજ્યો પ્રભુની વાતો હમેશ ।
એને એટલી આગન્યા કરી, પછી ત્યાંથી પધારીયા હરિ ।।૧૫।। વસે કોટડે પ્રેમ પુતળી, તેને ઘેર ગયા વાલો વળી ।
ત્યાંથી પધાર્યા નડાલે ગામ, જીયાં ભક્ત ગંગેવ ને રામ ।।૧૬।। તિયાં જમાડ્યા લખમણે રાજ, પછી બંધીયે ગયા મહારાજ ।
રાત્ય શેઠ જુઠા ઘેર રહ્યા, પછી ગોંડળથી વડે ગયા ।।૧૭।। ત્યાંથી ભાદરે પ્રભુ પધાર્યા, દેઇ દર્શન મોદ વધાર્યા ।
પ્રકરણ ૬૨કકકક ભક્તચિંતામણી
૨૩૭
પછી ત્યાંથી પિપળિયે આવ્યા, ઘણું માનબાઇ મન ભાવ્યા ।।૧૮।। ત્યાંથી રણ ઉતરીયા રાજ, આવ્યા કચ્છદેશ મહારાજ ।
કરી કચ્છમાં કૃપા કૃપાળે, દીધાં દર્શન સહુને દયાળે ।।૧૯।। વાગડ પાવર કચ્છ અબડાસે, કર્યાં હરિનાં દર્શન દાસે ।
કરી ભુજે ભીમએકાદશી, પછી પધારીયા વાંણે બેશી ।।૨૦।। ઉતરી હરિ આવ્યા હાલાર, આપ્યાં દાસને સુખ અપાર ।
જેજે વાટમાં આવે છે ગામ, તિયાં વાલો કરે વિશરામ ।।૨૧।। દિયે દર્શન પ્રસન્ન ઘણું, મન છે સોરઠ જાવાતણું ।
ત્યાંથી આવીયા ગઢ જીરણે, રહ્યા રાત્ય ન જાણિયા કેણે ।।૨૨।।
પછી ત્યાંથી ચાલ્યા અલબેલો, આવ્યા અગત્રાઇ છેલ છબીલો । રહ્યા દિન દશ તિયાં શ્યામ, પછી આવીયા પંચાળે ગામ ।।૨૩।। ભક્ત શિરોમણિ ઝીણોભાઇ, તિયાં રહ્યા શ્યામ સુખદાઇ ।
સર્વે જનને દર્શન દીધાં, કરી કૃપા કૃતારથ કીધાં ।।૨૪।।
પછી ત્યાંથી પધારિયા હરિ, આવ્યા માણાવદ્ર મહેર કરી ।
જીયાં ભક્ત વસે મયારામ, ગોવિંદ ભાણો આંબો વાઘો નામ ।।૨૫।। વળી વસતા આદિ જે જન, તેને નાથે દિધાં દરશન ।
પછી ત્યાંથકી આવીયા શ્યામ, દેતા દરશન ગામોગામ ।।૨૬।। આવ્યા કરિયાણે પોતે કૃપાળુ, દેવા દર્શન સહુને દયાળુ । તિયાં આવીયા છે સંતદાસ, મહામુક્ત અંતરે પ્રકાશ ।।૨૭।।
સદેહે જાય હિમાલાપાર, પોતે ગયા આવ્યા દોયવાર ।
આપ ઇચ્છાએ આવે ને જાય, બીજા કોઇ થકી ન જવાય ।।૨૮।। તેની ખબર પૂછી અવિનાશે, સર્વે કહી છે તે સંતદાસે ।
કહે નાથ સુણો સંતદાસ, રહો સતસંગમાં કરી વાસ ।।૨૯।। એમ કહીને સમશ્યા કિધી, સંતે વાટ હિમાળાની લીધી ।
પછી તેડાવિયા સર્વે સંત, દેવા દાસને સુખ અત્યંત ।।૩૦।।
મેલ્યા રાજા ભગતને રાજે, કહેજ્યો આવે સહુ દર્શન કાજે । આવ્યા સંત તે સરવે મળી, હતી દેશોદેશ જે મંડળી ।।૩૧।।
૨૩૮ ભક્તચિંતામણ પ્રકરણ ૬૨
સર્વે આવીયા પ્રભુજી પાસ, આવી નિરખિયા અવિનાશ ।
સામા આવીને મળીયા શ્યામ, પુરી સંતના હૈયાની હામ ।।૩૨।।
પછી બેઠા સંત ને શ્રીહરિ, તેને પૂછ્યું વાલે પ્રેમે કરી ।
સંત સુખિયા છો તમે સહુ, હમણાં દુબળા દિસો છો બહુ ।।૩૩।। કાંઇક અધિકું જમજ્યો અન્ન, સુખે થાય પ્રભુનું ભજન ।
એમ કહ્યું છે દયા કરીને, પણ ત્યાગ વાલો છે હરિને ।।૩૪।।
પછી જનને જમાડ્યા નાથે, પ્રેમે પિરસ્યું પોતાને હાથે । જે પ્રસાદીને ઇચ્છે છે અજ, તોય મળતી નથી એક રજ ।।૩૫।। જે પ્રસાદી સારુ શિવ આપ, સહ્યો પારવતિજીનો શાપ ।
તે પ્રસાદી પામી સહુ સંતે, દિધી ભાવેકરી ભગવંતે ।।૩૬।। અતિઅઢળ ઢળ્યા અવિનાશી, શ્યામસુંદરવર સુખરાશી ।
વળી નાવા જાય જ્યારે નાથ, ત્યારે સંત લિયે સહુ સાથ ।।૩૭।। તિયાં ફેરવે અશ્વને હરિ, જુવે જન સહુ દ્રગ ભરી ।
જુવે જનને જીવન પ્રાણ, દેખી વેષને કરે વખાણ ।।૩૮।। કહે સહુતણુ તેજ વળી, આવ્યું આ સંતમાં સર્વે મળી ।
એમ કહી રાજી બહુ થીયા, પછી નાથ ઉતારે આવીયા ।।૩૯।। એમ કરતાં લીળા નિત્ય નવી, પછી જન્માષ્ટમી તે આવી ।
કર્યો ઉત્સવ અતિ આનંદે, સુખ લીધું સહુ જનવૃંદે ।।૪૦।।
ગામોગામથી આવ્યા હતા દાસ, તેણે નિરખિયા અવિનાશ ।
તિયાં મેઘ ઝરે ઝરમરીયા, રમે અલબેલો આનંદ ભરિયા ।।૪૧।। જોઇ જન થયા છે મગન, એમ વિત્યો અષ્ટમીનો દન ।
એવી લીળા અલબેલે કરી, પછી ત્યાંથી પધારીયા હરિ ।।૪૨।। આવ્યા સુખપુરે સુખસિંધુ, દિનદયાળ દિનના બંધુ ।
રહ્યા પોતે તિયાં દિન ચાર, આપ્યાં સંતને સુખ અપાર ।।૪૩।। ત્યાંથી આવ્યા સારંગપુરે નાથ, સખા સંત સહુ પોતા સાથ । દિયે દર્શન પ્રસન્ન હોઇ, થાય મગન જન મુખ જોઇ ।।૪૪।। વળી મર્મે બોલે મરમાળો, જાણે જનની છેલ છોગાળો ।
પ્રકરણ ૬૩કકકક ભક્તચિંતામણી
૨૩૯
મર્મે ભરી હરિ કરી હાસ, આપ્યો બાપુભાઇને સંન્યાસ ।।૪૫।। જેને જેમ થાય છે સમાસ, તેને તેમ કરે અવિનાશ ।
માટે જાણવા અંતરજામી, પછી સંત પ્રત્યે બોલ્યા સ્વામી ।।૪૬।।
સંતો જાઓ હવે સહુ મળી, ફરો દેશોદેશમાં મંડળી ।
જેને ભણવું હોય તે ભણજ્યો, સહુ નિયમમાં કુશળ રહેજ્યો ।।૪૭।। જે જે થાય નિયમમાંથી બારું, એતો નથી ગમતું અમારું । ત્યારે સંત કહે સત્ય સ્વામી, એમ કહી ચાલ્યા શિશ નામી ।।૪૮।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે અષ્ટમી
ઉત્સવ એ નામે બાસઠ્યમું પ્રકરણમ્ ।।૬૨।।
સામેરી- પછી પ્રભુજી પધારીયા, પોતે તે ગુર્જર દેશ ।
લીળા કરી ગુજરાતમાં, પંચાળે કર્યો પ્રવેશ ।।૧।।
સત્સંગી સોરઠનાં, હાલારનાં હરિજન ।
તેને ઉપર દયા કરી, દીધાં સહુને દર્શન ।।૨।।
દાસ ઉપર દયાળને, દયા દલમાં અતિઘણી ।
જાણો મારા જનને, દિયું સંપતિ સુખતણી ।।૩।।
જપ તપ તીરથ કરતે, નાવે ધરતે જોગીને ધ્યાન ।
તે આવે જનને ભુવન ચાલી, મહેર કરી મહેરવાન ।।૪।। ફરે કરે પાવન પૃથિવી, જુવે જાણે અજાણે જન ।
જક્ત આશ્ચર્ય જોઇને, કરે ભાવ અભાવે ભજન ।।૫।।
જેને દર્શને દુષ્કૃત નાશે, અને સ્પરસે નાશે પાપ ।
તેહ હરિને સંભારતાં, સહુ શુધ્ધ થયાં છે આપ ।।૬।।
લાગ્યો ભય લુંટક જનને, અને પાપીને પીડા થઇ ।
ડર્યા નર તસ્કરા, અને દુષ્ટ દુઃખ પામ્યા સઇ ।।૭।। કળિમાં સતજુગ કીધો, પ્રભુ પોતે પ્રકટી ।
તે જાણે જન પોતાતણા, ન જાણે કુડીયાં કપટી ।।૮।। ખાન પાન પટ વડે, સર્વે જન સુખી બહુ ।
૨૪૦ ભક્તચિંતામણ પ્રકરણ ૬૩
તે પ્રતાપ મહારાજનો, પ્રકટ જન જાણે સહુ ।।૯।।
પુરુષોત્તમ પૂરણ પ્રકટ્યા, અનેક જીવ ઉધ્ધારવા ।
દયા કરી ફરે દેશમાં, નિજજનનાં કારજ સારવા ।।૧૦।। જેજે દેશમાં દાસ હતા, ભજતા હતા ભગવાન ।
ગોતી તેનાં ગામ પોતે, દીધાં દર્શન દાન ।।૧૧।।
પછી આવી પંચાળમાં, અને લીધા સખા સાથ ।
ઘોડે ચડી ગુજરાતમાં, આવ્યા ડભાણે નાથ ।।૧૨।। દર્શન દીધાં દાસને, દયાળે દયા કરી ।
સંતને સુખ આપવા, પધારીયા પોતે હરિ ।।૧૩।। તે સાંભળી સતસંગી સર્વે, આવિયા તતકાળ ।
વેલ્ય ઘોડા ગાડલે, બેસારી બુઢ્ઢાં બાળ ।।૧૪।।
નયણે નિર્ખિ નાથને, વળી હરખીયા હૈયે ઘણું ।
અંતરમાં સુખ આવિયું, મુખ જોઇ મોહનતણું ।।૧૫।।
પછી હાથ જોડી હરિ આગે, કરે વિનંતિ વારમવાર ।
પ્રભુ ભલે પધારીયા, લીધી અમારી સાર ।।૧૬।।
પછી પ્રભુને પૂજીયા, વળી ચરચ્યાં ચંદન ઘણાં ।
પુષ્પહાર પહેરાવિયાં, કર્યાં છોગલાં ફુલતણાં ।।૧૭।। અંબર સુંદર આભૂષણ, અરપિયાં અલબેલને ।
ધૂપ દીપ કરી આરતી, પાય લાગ્યાં છબીલા છેલને ।।૧૮।। ભોજન વ્યંજન ભલી ભાતે, જમાડીયા જીવનને ।
જમ્યા ભૂધર ભાવશું, કરવા જન પ્રસન્નને ।।૧૯।।
પછી બાંધ્યો હિંડોળો બારણે, સુંદર વડે સોયામણે ।
તિયાં વિરાજ્યા નાથજી, જોઇ જન જાય ભામણે ।।૨૦।। એમ કૈક દન દર્શન દઇ, નવલા તે નેહ વધારીયા ।
પછી સર્વેને શીખ આપી, પોતે પણ પધારીયા ।।૨૧।। આવે જાય સર્વે દેશે, પણ રહે ઘણું પાંચાળ ।
નિજજનને સુખ દેવા, કરે લીળા દયાળ ।।૨૨।।
પ્રકરણ ૬૩કકકક ભક્તચિંતામણી
૨૪૧
બાળ જોબન વૃધ્ધજન, વળી નર નારી કહેવાય ।
જક્ત વાત જાણે નહિ, સહુ ગુણ હરિના ગાય ।।૨૩।।
પછી એક દિન નાથ કહે, સત્સંગી સહુને જણાવજ્યો ।
અમે આવશું વઉઠે, તમે પણ ત્યાં આવજ્યો ।।૨૪।।
સુંદર માસ સોહામણો, કાર્તિક શુદિ પુન્યમ કૈયે ।
આવ્યાતાં જન આગળે, પોતે પણ આવ્યા તૈયે ।।૨૫।।
પધાર્યા પશ્ચિમ દેશથી, બુધેજમાં દિન દો રહ્યા ।
પછી વાલો વઉઠે, અશ્વે ચડીને આવીયા ।।૨૬।।
સંધ્યા સમે શ્રીહરિ, પ્રભુજી પધારીયા ।
દર્શન દઇ દાસને, તેના તે તાપ નિવારીયા ।।૨૭।।
પછી ફરીયા સંઘમાં, દર્શન દેવા શ્રીહરિ ।
લાખો લોકે લાવ લીધો, નિરખિયા લોચન ભરી ।।૨૮।।
પછી આવી ઉતર્યા, વળી સુંદર શોધી જાગ્ય ।
સતસંગીને કુસંગીનો, કરીયો છે વિભાગ ।।૨૯।।
પછી પોતે વિરાજિયા, વેલ્ય ઉપર વાલમ વળી ।
સતસંગીને સંત સર્વે, બેઠી મુનિની મંડળી ।।૩૦।।
સતસંગી સર્વે કહે, દિયો આગન્યા દયાળ ।
અમે તમારે કારણે, કરાવીયે સુંદર થાળ ।।૩૧।। આપીયે અમને આગન્યા, સંત સારુ કરાવીયે રસોઇ ।
ત્યારે મહારાજ કહે સારું, કરાવજ્યો સહુ કોઇ ।।૩૨।।
પછી એહ સમે આરોગીયા, વળી પુરી સુંદર પાક ।
ઉજજ્વળ ભાત દાળ અવલ, સુંદર તળેલાં શાક ।।૩૩।। જમી જીવન પોઢિયા, કર્યો વેલ ઉપર વિશરામ ।
નિરખતાં જનનાથને, વહિ ગયા ચારે જામ ।।૩૪।।
પછી પ્રભાતે પ્રભુ જાગી, નાવા ચાલીયા નાથ ।
નારીજાુથ નોખું કરી, લીધા સખા સર્વે સાથ ।।૩૫।।
પછી નાહી નાથ પધારીયા, ગયા ગામમાં ઘોડે ચડી ।
૨૪૨ ભક્તચિંતામણ પ્રકરણ ૬૪
સેવકને શિરપાવ આપ્યો, શિવને પાય પડી ।।૩૬।।
પછી ઉતારે પધારીયા, દેઇ દદામાં દયાળ ।
આવી બેઠા તરુતળે, નાહિ જમવા પ્રતિપાળ ।।૩૭।।
જમ્યા હરિ જુગત્યે કરી, જેમ ઘટે તેમ બેસી આસને ।
પછી સર્વે થાળ લઇ, દિધી પ્રસાદી દાસને ।।૩૮।। એમ અલૌકિક કરી લીળા, વઉઠામાં વાલે વળી ।
પછી સહુને શીખ આપી, સંત ફરો બાંધી મંડળી ।।૩૯।।
પછી પોતે પધારીયા, કરી કારજ મોટું સહિ ।
જેણે નિરખ્યા નાથને, તે જમહાથ જાવાના નહિ ।।૪૦।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે વઉઠાનો સમૈયો કર્યો એ નામે ત્રેસઠમું પ્રકરણમ્ ।।૬૩।।
ચોપાઇ- પછી પોતે ગયા ગુજરાત, રહ્યા ડભાણમાં દોય રાત । હતી સંતની મંડળી સાથ, વળતાં વરતાલે આવિયા નાથ ।।૧।। તિયાં રહ્યા હરિ સંત સહુ, કરી લીળા આપ્યાં સુખ બહુ ।
રહ્યા પંચ રાત્ય પોતે તિયાં, પછી યાંથી બુધેજે આવિયા ।।૨।। ત્યાંથી ચાલીયા સમર્થ સ્વામી, આવ્યા બોચાસણે બહુનામી । બામણ ગામને એકલબારે, પોતા સરસવણિ મહીપારે ।।૩।। જઇ પાદરે પાછા વળીયા, આવી વરતાલે સંતને મળીયા ।
ત્યાંથી ચાલી ઉમરેઠે ગયા, દેવા દર્શન પ્રસન્ન થયા ।।૪।। વાજાં વાજતે પધાર્યા શ્યામ, આવ્યું સામૈયે સઘળું ગામ ।
દીધાં દાસને દર્શન દાન, રહી રાત્ય ચાલ્યા ભગવાન ।।૫।। ભાવ ગામના લોકને બહુ, આવ્યાં પુરબારાં મળી સહુ ।
તેને દર્શન દઇ દયાળ, કરી કલ્યાણ ચાલ્યા કૃપાળ ।।૬।।
સંગે આપ્યો તો ભોજન થાળ, યથાયોગ્ય જમ્યા તે દયાળ ।
પછી આવ્યા ડડુસર ગામ, કર્યો કઠલાલ્યે વિશરામ ।।૭।। આંતરોળી ઉંટડિયે મહાદેવ, તિયાં પધાર્યા દેવાધિદેવ ।
પ્રકરણ ૬૪કકકક ભક્તચિંતામણી
૨૪૩
તિયાં શિવનાં દર્શન કીધાં, વસ્ત્ર સર્વે સેવકને દીધાં ।।૮।। આપ્યા રૂપૈયા મુઠડી ભરી, પછી ત્યાંથી પધારીયા હરિ ।
આવ્યા લુવાંગ્ય સલકી ગામ, પછી પ્રાંતિયે પધાર્યા શ્યામ ।।૯।। ત્યાંથી ચાલિયા શ્યામ સુંદર, આવ્યા વાલ્યમજી વિજાપર ।
ત્યાંથી ગેરિતે ગયા ગોપાળ, વિશનગ્ર પધાર્યા દયાળ ।।૧૦।। તિયાં જમાડ્યા બ્રાહ્મણ ઘણા, કરી મોદક મિસરિતણા ।
ત્યાંથી ગયા ઉંઝે મહેસાણે, તિયાં જનને જમાડ્યા પરાણે ।।૧૧।।
પછી આવ્યા કર્જિસણ નાથ, સખા સાંખ્યયોગી હતા સાથ ।
પછી મહારાજ મોટેરે આવ્યા, શહેરના સતસંગી બોલાવ્યા ।।૧૨।। ત્યાંથી જેતલપુર પધાર્યા, જનને હૈયે હર્ષ વધાર્યા ।
એમ ફરી હરિ સર્વે ગામ, કર્યાં છે નિજજનનાં કામ ।।૧૩।। દાસ અર્થે ફર્યા સર્વે દેશ, પછી કર્યો પંચાળે પ્રવેશ ।
તિયાં દાસને દર્શન દીધાં, મળી નાથ કૃતારથ કીધાં ।।૧૪।।
પછી આવ્યો છે ફાગણ માસ, થયા હોળી રમવા હુલાસ ।
તિયાં હરિજનને તેડાવ્યા, દશવિશ સંત પણ આવ્યા ।।૧૫।।
પછી સુંદર આણ્યો સમાજ, રંગ કેશર રમવા કાજ ।
તેલ ફુલેલ ગુલાલ ઘણા, મેલ્યો સમાજ ન રાખી મણા ।।૧૬।।
સખા તાકી રહ્યા છે તૈયાર, જમે જીવન એટલી વાર ।
જ્યારે જમી લીધું છે જીવન, તિયાં આવીને ઘેરીયા જન ।।૧૭।।
લાવ્યા રંગ સુરંગ ગુલાલ, ઘેરીલીધા છે ઘરમાં લાલ ।
છાંટે રંગ ઉડે છોળ્યું ઘણી, ચડી ગરદી ગુલાલતણી ।।૧૮।। રંગ સોરંગે રંગ્યા રંગીલો, રસબસ થયા છે છબીલો ।
પછી નાથ કહે સુણો તમે, માગો ફગવા તે આપિયે અમે ।।૧૯।। એમ કરી અલબેલે વાત, સુણી જન થયા રળિયાત ।
વારૂં માગશું અમે મહારાજ, દેજ્યો રાજી થઇ તમે રાજ ।।૨૦।। ત્યારે રાજ કહે રાજી છૈયે, માગો મનમાન્યું અમે દૈયે ।
ત્યારે બોલ્યા જન જોડી હાથ, તમ પાસે એ માગીયે નાથ ।।૨૧।।
૨૪૪ ભક્તચિંતામણ પ્રકરણ ૬૪
મહાબળવંત માયા તમારી, જેણે આવરીયાં નરનારી ।
એવું વરદાન દિજીયે આપે, એહ માયા અમને ન વ્યાપે ।।૨૨।। વળી તમારે વિષે જીવન, નાવે મનુષ્ય બુદ્ધિ કોઇ દન ।
જેજે લીળા કરો તમે લાલ, તેને સમઝુ અલૌકિક ખ્યાલ ।।૨૩।।
સતસંગી જે તમારા કહાવે, તેનો કેદી અભાવ ન આવે ।
દેશ કાળ ને ક્રિયાએ કરી, કેદિ તમને ન ભુલીયે હરિ ।।૨૪।। કામ ક્રોધ ને લોભ કુમતિ, મોહ વ્યાપીને ન ફરે મતિ ।
તમને ભજતાં આડું જે પડે, માગીયે એ અમને ન નડે ।।૨૫।। એટલું માગીયે છૈયે અમે, દેજ્યો દયા કરી હરિ તમે ।
વળી ન માગીએ અમે જેહ, તમે સુણી લેજ્યો હરિ તેહ ।।૨૬।। કેદિ દેશો માં દેહાભિમાન, જેણે કરી વિસરો ભગવાન ।
કેદિ કુસંગનો સંગ મ દેજ્યો, અધર્મ થકી ઉગારી લેજ્યો ।।૨૭।। કેદિ દેશોમાં સંસારી સુખ, દેશો માં પ્રભુ વાસ વિમુખ । દેશો માં પ્રભુ જક્ત મોટાઇ, મદ મત્સર ઇરષા કાંઇ ।।૨૮।। દેશો માં દેહ સુખ સંયોગ, દેશો માં હરિજનનો વિયોગ । દેશો માં હરિજનનો અભાવ, દેશો માં અહંકારી સ્વભાવ ।।૨૯।। દેશો માં સંગ નાસ્તિકનો રાય, મેલી તમને જે કર્મને ગાય । એ આદિ નથી માગતા અમે, દેશો માં દયા કરીને તમે ।।૩૦।।
પછી બોલિયા શ્યામસુંદર, જાઓ આપ્યો તમને એ વર ।
મારી માયામાં નહિ મુંઝાઓ, દેહાદિકમાં નહિ બંધાઓ ।।૩૧।।
મારી ક્રિયામાં નહિ આવે દોષ, મને સમજશો સદા અદોષ । એમ કહ્યું થઇ રળિયાત, સહુએ સત્ય કરી માની વાત ।।૩૨।। દીધા દાસને ફગવા એવા, બીજું કોણ સમર્થ એવું દેવા । એમ રમ્યા રંગભર હોળી, હરિસાથે હરિજન ટોળી ।।૩૩।। થયા રસબસ રંગભીનો, ચાલો નાવા કહે નાથ દીનો ।
પછી પોતે થયા અસવાર, સંગે ચાલીયા સખા અપાર ।।૩૪।।
ગાતા વાતા નાવા નાથ ગયા, કરી લીળા નાતાંનાતાં તિયાં ।
પ્રકરણ ૬૫કકકક ભક્તચિંતામણી
૨૪૫
નાહિ નાથ ચાલ્યા સખા સંગે, અતિ આનંદ ભર્યા છે અંગે ।।૩૫।। આવ્યા સંત બે નાથે બોલાવ્યા, કહો અમ સારુ ભેટ શું લાવ્યા । કહે સંત લાવ્યા ફુલહાર, નાથ કહે આવો લાવો આ વાર ।।૩૬।।
પછી અશ્વથી હેઠા ઉતર્યા, સંતે પુષ્પના શણગાર કર્યા ।
કંઠે આરોપ્યા ફુલના હાર, બાંધ્યા બાજુ તે શોભે અપાર ।।૩૭।। તોરા ગજરા ફુલના ધર્યા, કાને ગુચ્છ તે ફુલના કર્યા ।
બાંયે બેરખા કંકણ સાર, કર્યા ફુલતણા શણગાર ।।૩૮।। ધુપ દીપ ઉતારી આરતી, કરી કરજોડીને વિનતિ ।
કરી પૂજા ને લાગીયા પાય, નિર્ખિ નાથ ત્રપત ન થાય ।।૩૯।।
શ્યામ સલુણો શોભે છે અતિ, મનોહર સુંદર મૂરતિ ।
નયણાં ભરીને નિર્ખે છે જન, જોઇ જીવન થયા મગન ।।૪૦।। જયજય કહે નિજદાસ, લીધું સુખ દીધું અવિનાશ ।
કરી લીળા અલૌકિક શ્યામે, શોભાવંત સારંગપુર ગામે ।।૪૧।। કર્યો સમૈયો સુંદર જાણો, ફાગણશુદી પુન્યમ પ્રમાણો ।
તે દિવસે નાથે લીળા કિધી, પછી સર્વને શીખજ દિધી ।।૪૨।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે મહારાજ
સારંગપુર પધાર્યા એ નામે ચોસઠમું પ્રકરણમ્ ।।૬૪।।
ચોપાઇ- પછી સંત ચાલ્યા સહુ મળી, મહામુક્ત તણી જે મંડળી ।
સર્વે ગુજરદેશમાં ગયા, કૈક પુરમાં પઢવા રહ્યા ।।૧।।
સતસંગી ગયા સર્વે ઘેર, થઇ સુખી સહુ બહુપેર ।
જોઇ લીળા ને ચડી ખુમારી, ઉતરે નહી કેની ઉતારી ।।૨।। કરે ચર્ચા પરસ્પર જ્યારે, થાય કેફ ભરી વાત ત્યારે ।
સહુને ચિતે ચડ્યો રંગચોળ, આવી અંતરે મસ્તિ અતોળ ।।૩।। થયું પ્રકટ જાણે કલ્યાણ, નહિ ઉધારી વાતની વાણ ।
હોય પરચા હજારો હજાર, જાણે જન ન જાણે સંસાર ।।૪।। જે કોઇ સતસંગી નામ કાવે, પંચવ્રતને પાળે પળાવે ।
૨૪૬ ભક્તચિંતામણ પ્રકરણ ૬૫
તે આલોક પરલોકને માંઇ, રહે સુખી તે જન સદાઇ ।।૫।। જેદિ આવે આ દેહનો કાળ, તેદિ આવે તેડવા દયાળ ।
રથ વેલ્ય વિમાન ને વાજી, મુકે દેહ ઘણું થઇ રાજી ।।૬।। કહે આવ્યા છે તેડવા નાથ, હું જાઉંછું મહારાજને સાથ ।
માનજ્યો મારું હિત વચન, સહુ સ્વામીનું કરજ્યો ભજન ।।૭।। એમ કહીને મુકે છે દેહ, સર્વે જાણે સતસંગી તેહ ।
કૈક કુસંગી તેપણ જાણે, થાય દર્શન પ્રકટ પ્રમાણે ।।૮।। જ્યારે મરે કુસંગીમાં કોઇ, નજરે જમકિંકરને જોઇ ।
જાતાં જમહાથ જોઇ કુસંગી, પછી સમજી થાય સતસંગી ।।૯।। એમ વધતો જાય સતસંગ, જોઇ રીત્ય ચિત્તે ચડે રંગ ।
આવે સંત કરે બહુ વાત, તે સાંભળી થાય રળિયાત ।।૧૦।। વળી પૂર્ણ પુરુષોત્તમ જેહ, મળે પ્રકટ પ્રમાણ તેહ ।
તેના સંત પંચવ્રતે પુરા, એ આગળે બીજા તો અધુરા ।।૧૧।। એવા સંત શિરોમણી જેહ, ફરે દેશપ્રદેશમાં તેહ ।
જેનાં આગન્યાકારી છે અંગ, કેદિ ન કરે વચનનો ભંગ ।।૧૨।। તેને આપીયું એમ વચન, જાજ્યો તવરે મળી મુનિજન ।
આવી શક્યા તો આવશું અમે, નહિ તો નહાજ્યો નર્મદામાં તમે ।।૧૩।। એવી સંતને આગન્યા આપી, પછી જાણ્યું વધ્યા ઘણા પાપી ।
તૈયે કાળને આગન્યા કીધી, મુવા પાપી જીવ બહુ વિધિ ।।૧૪।।
પોતે છાના રહ્યા ઘણું શ્યામ, કાળે કીધું છે કાળનું કામ ।
પોતે લીધો તપસ્વીનો વેષ, રહ્યા ગુપ્ત વધારીયા કેશ ।।૧૫।।
પહેરે ખેસ ને ઓઢે ચોફાળ, માથે શોભે છે સુંદર વાળ ।
પહેરી ટોપી ઓપી શોભાતણી, શ્યામ મૂર્તિ તે પુષ્ટ છે ઘણી ।।૧૬।। રહે છાના ન જાણે કોઇ જન, કરે એકાંતિ દાસ દર્શન ।
એમ વીતિ ગયા બહુ દિન, કોઇ જાણી શકે નહિ જન ।।૧૭।।
પછી આવ્યો છે વસંત માસ, સુણિ વસંત સાંભરીયા દાસ ।
પછી બોલીયા દિનદયાળ, લાવો તેડી સંત તતકાળ ।।૧૮।।
પ્રકરણ ૬૫કકકક ભક્તચિંતામણી
૨૪૭
થઇ ખબર આવિયા સંત, વાલો રાજી રમવા વસંત ।
પહેરી વસ્ત્ર જરિનાં જીવન, ઘણું જન ઉપર પ્રસન્ન ।।૧૯।। આવે સંત મળે ભરી બાથ, જુવે અમૃત દૃષ્ટિએ નાથ ।
ઘણા દિનના જન હતા પ્યાસી, થયા તૃપ્ત જોઇ અવિનાશી ।।૨૦।।
પછી નાથ કહે સુણો દાસ, આતો જાય છે ફાગણ માસ ।
ગાવો ફાગ ને ધુમ મચાવો, નિત્ય નાવે અવસર આવો ।।૨૧।। કરો રમવાતણો સમાજ, એમ બોલ્યા રાજી થઇ રાજ ।
પછી સંતે કર્યો સરાજામ, હોળી હરિશું રમવા હામ ।।૨૨।।
પછી કઢાવ્યો રંગ સોરંગ, કેસુ કેસર કસુંબો પતંગ ।
ભર્યાં ચરુ કડાયાં ને કડા, વળી ગોળા માટલાં ને ઘડા ।।૨૩।।
લાવ્યા તેલ ગુલાલ અબીર, સજ્જ થયા સખા શૂરવીર ।
પછી નાથ કહે સુણો જન, આપો અમને સખા થઇ પ્રસન ।।૨૪।।
પછી દશ વિશ સખા લીધા, બેઉ ટોળાં બરોબર કીધાં ।
સાંખ્યયોગી સખા શ્યામ સાથે, લીધી હેમ પીચકારી હાથે ।।૨૫।।
પછી મંગાવિયો રંગ પાસે, ભરી પીચકારી અવિનાશે ।
છાંટી એક એક સહુ માથે, પછી નાખ્યો છે ગુલાલ નાથે ।।૨૬।।
સખા સહુ થયા રંગચોળ, પછી મચ્યો છે ખેલ અતોળ ।
છુટે પીચકારી બહુ છોળે, એકબીજાને ઝાલીને રોળે ।।૨૭।।
નાખે ઉપર અબીર ગુલાલ, તેણે સખા થયા સહુ લાલ ।
વાજે ઢોલ ને દદામાં ગડે, કાંસા ત્રાંસાની ધ્રોશજ પડે ।।૨૮।।
લથબથ યુથ રમે હોળી, સામસામી છે સરખી ટોળી ।
નાથ ઉપર નાખ્યો છે રંગ, તેણે શોભે છે સુંદર અંગ ।।૨૯।।
સર્વે વસ્ત્ર રંગાણાં અંગનાં, શ્વેત લાલ થયાં એક રંગનાં ।
મુખ લાલ ને કમળનેણ, શોભે સુંદર તે સુખદેણ ।।૩૦।। હસવે દિસેછે દંતપંગતિ, ઓપે અનારકળીથી અતિ ।
બાંધ્યું બોકાનું સુંદર ફેંટે, કશી કમર રૂપાળે રેંટે ।।૩૧।। છુટી કસમાં દિસે છે છાતિ, તેની શોભા કહી નથી જાતિ ।
૨૪૮ ભક્તચિંતામણ પ્રકરણ ૬૬
વેઢ વિંટિ ને કડાં છે હાથે, નાથ રમેછે સખાને સાથે ।।૩૨।। હોડાહોડમાં કોઇ ન હારે, વચ્ચમાં પડી કોઇ ન વારે । એમ રમતાં જામ બેઉ ગીયા, મટી બપોર છાયા નમિયા ।।૩૩।।
પછી નાથે હાથે પાડી તાળી, કરે નામની ધુન્ય રસાળી ।
કરી ધુન્ય કહે એમ વાલો, સર્વે નદીએ નાવાને ચાલો ।।૩૪।।
પછી પોતે ચડીયા છે ઘોડે, સખા જુથ સરવે છે જોડે ।
નાવા નીરમાં પેઠા છે નાથ, સહુ નાહ્યા છે શ્યામને સાથ ।।૩૫।।
નાહિ નાથ ને નિસર્યા બારે, કર્યો કુંકુમનો ઇંદુ ત્યારે ।
પછી અશ્વે થયા અસવાર, આવ્યા મહારાજ ગામ મોઝાર ।।૩૬।।
પછી સંત સર્વે તે આવ્યા, થઇ રસોઇ જમવા બોલાવ્યા ।
પછી પીરસ્યું પોતાને હાથે, એમ જમાડીયા જન નાથે ।।૩૭।।
સર્વે રીતે કીધા સુખી સંત, કરી લીળા અલૌકિ અત્યંત ।
દિન દશ સુધી સંત રહ્યા, પછી પોતે વળાવાને ગયા ।।૩૮।। કારિયાણી ને કુંડળ ગામ, તિયાં સુધી આવ્યા પોતે શ્યામ ।
પછી સહુને શીખજ કરી, પોતે પાછા વળિયા છે હરિ ।।૩૯।। એવો કર્યો સમૈયો જીવને, ફાગણસુદી પુનમને દિને ।
તેદિ ગઢડે રમીયા હોળી, સુખી થઇ ગયા સંત ટોળી ।।૪૦।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે ગઢડે
હુતાસનિ ઉત્સવ કર્યો એ નામે પાંસઠમું પ્રકરણમ્ ।।૬૫।। સામેરી- પોતે પધાર્યા ગઢડે, અને સંત ગયા ગુજરાત ।
અપાર લીળા કરે હરિ, તેની કહી ન જાય વાત ।।૧।। શેષ મહેશ ને શારદા, હરિચરિત્ર પાર નવ લહે ।
અજ ન પામે પાર જેનો, નેતિનેતિ નિગમ કહે ।।૨।। અપાર લીળા અપાર સામર્થ્ય, અપાર અતિચરિત્ર છે ।
અપાર તેજ પ્રતાપ અતિ, અપાર યશ પવિત્ર છે ।।૩।। અપાર કરુણા અપાર કૃપા, અપાર દયા દલમાં ।
પ્રકરણ ૬૬કકકક ભક્તચિંતામણી
૨૪૯
અપાર ધીર ગંભીર ઘણા, નવ કળાય કોઇ કાળમાં ।।૪।। અપાર મહિમા અપાર મોટ્યપ, અપાર દાતા ઉદાર છે ।
અપાર કળા અપાર કીરતિ, વળી ગુણ જેના અપાર છે ।।૫।। અપાર લીળા એક જીભાએ, કવિ કહી કેમ શકે ।
મહાનિધિમાં ચિડિયા ચંચે, ઉલેચતાં આપે થાકે ।।૬।। જેનું મનન કરતાં મન થાકે, ચિંતવતાં ચિત્ત સહિ ।
જેનું વર્ણન કરતાં વાણી થાકે, તેને કોણ શકે કહિ ।।૭।। જેમ અંડજ ઉડે આકાશમાં, એકએકથી ઉંચા ચડે ।
પહોંચ રાખે પહોંચવા પણ, અંબરને કોઇ ન અડે ।।૮।। તેમ કવિ કોટિક કથે, એકએકથી બુદ્ધિબળે ।
પણ અપાર અપાર કહિ છુટે, અકળ ને કોણ કળે ।।૯।। તે હરિ નરતન ધરી, કરે લીળા કોટિ ઘણી ।
તે સાંગોપાંગ સર્વે કહેવા, નથી સામર્થી મુજતણી ।।૧૦।। કહું કિંચિત કોટિઅંશે, સુંદર ચરિત્ર શ્યામનાં ।
ચતુર નરને શક્ય ન આવે, છે હરિભક્તના કામનાં ।।૧૧।। તુક ચોકને જડ ઝમકનું, જાણપણું જેને હૃદે ।
કવિપણાના કષાયમાંઇ, હરિગુણમાં દોષ વદે ।।૧૨।।
ચર્ણેચર્ણે ચિંતવન હરિનું, જે કાવ્યમાં નવ થાય ।
તેને વિવેકી એમ વદે, તીર્થ કાકનું કહેવાય ।।૧૩।।
માટે ડહાપણ દૂર કરીને, કહી લીળા લાલની ।
સર્વે જન મળી સાંભળો, કહું વાત વળી વરતાલની ।।૧૪।। વરતાલે વાલમ આવિયા, હરિજનને કર્યું જાણ ।
નરનારી એમ ચાલિયાં, જેમ નદી મળવા મેરાણ ।।૧૫।। બાલ વૃદ્ધ બેશી વાહને, આવ્યાં દર્શન કારણે ।
પ્રભુ પધાર્યા સાંભળી, કોઇ રહ્યું નહિ ઘરબારણે ।।૧૬।।
સંત સર્વે તેડાવિયા, આવિયા મુનિજન મંડળી ।
નાથ નિરખિ હૈયે હરખી, લાગ્યા પાયે લળીલળી ।।૧૭।।
૨૫૦ ભક્તચિંતામણ પ્રકરણ ૬૬
સતસંગી સર્વે મળ્યા, નર નારી નિર્મળ છે ઘણાં ।
પુરુષનો નહિ પાર ગણતાં, મળ્યાં યૂથ યુવતિતણાં ।।૧૮।। તેણે દર્શન કરી હરિનાં, પ્રેમે લાગ્યા પાય ।
ભલે પધાર્યા ભાગ્ય મોટાં, આજ કહ્યાં નવ જાય ।।૧૯।।
સર્વે જનને સુખી કીધાં, દીધાં દરશન દાન ।
અમે તમારે તમે અમારે, એમ બોલીયા ભગવાન ।।૨૦।। એમ વાત કરતાં વહી ગઇ, વળી રજની રંગભરી ।
પ્રભાતે અતિ પ્રસન્ન વદને, હસિને બોલ્યા હરિ ।।૨૧।। આજ દિન છે ઉત્સવનો, સર્વે સુણો સંત સુજાણ ।
રંગ કરાવો રમવા, એમ બોલ્યા સુખમેરાણ ।।૨૨।। જોઇતું હતું જેહ જનને, તે વાલે કહ્યું વચન ।
ઉઠ્યા દાસ ઉતાવળા, કરવા પ્રભુજી પ્રસન્ન ।।૨૩।।
પછી રૂડા રંગ કઢાવિયા, વળી ઘણો મંગાવ્યો ગુલાલ ।
પીચકારી બહુ પેરની, મોરે કરી મેલિતિ મરાલ ।।૨૪।।
ચરુ રંગેડાં રંગે ભર્યાં, વળી ભરીયાં મોટાં માટ ।
મહારાજ બેઠા માળિયે, જન જોઇ રહ્યા વળી વાટ ।।૨૫।। તૈયે મોહને મોરથી, નાખી ગુલાલની મુઠ્ય ।
પછી સખા સજ્જ થયા, વળી થઇ રમવાની છુટ્ય ।।૨૬।।
પછી પાંચ દશ પોતા પાસે, લીધા તે સંત સુજાણ ।
નાખે રંગ બહુ નાથજી, જન ઉપર જીવનપ્રાણ ।।૨૭।।
ચાલે પિચકારી ચૌ દિશે, વળી જાણ્યું મંડાણો મેઘ ।
આંખ્ય ન દીયે ઉઘાડવા, વહે સેડ્ય સમૂહનો વેગ ।।૨૮।। ત્રિકમ ભરીભરી ત્રાંસળાં, નાખે રંગ કેસર તણો ।
જયજય મુખે જન બોલે, ઉડે અબીર ગુલાલ ઘણો ।।૨૯।।
ચડી ગરદી ગુલાલની, વળી થયો અરુણ પ્રકાશ ।
દેવ આવ્યા દેખવા, રમે હરિ હરિના દાસ ।।૩૦।। રમતાં રંગ ખુટી ગયો, પછી પ્રભુજીએ કળ કરી ।
પ્રકરણ ૬૬કકકક ભક્તચિંતામણી
૨૫૧
તાળી પાડી ધુન્ય કરતાં, રંગ મગાવ્યો બહુ ભરી ।।૩૧।।
પછી નાથે હાથશું, રસબસ કરીયા જન ।
ભલી ભજાવી હુતાસની, વળી પોતે થઇ પ્રસન્ન ।।૩૨।।
પછી નાવા ચાલિયા, નાહિને આવ્યા નાથ ।
ગાતાવાતા ગામમાં, પધાર્યા સખાને સાથ ।।૩૩।।
પછી બેસારી પંગતિ, મુનિજનની જમવા કાજ ।
પોતે આવ્યા પિરસવા, ઘણું રાજી થઇને રાજ ।।૩૪।। એહ દિવસ અલબેલડે, અલૌકિક લીળા કરી ।
બીજે દિવસ પુરબારણે, પધારીયા પોતે હરિ ।।૩૫।। એક સુંદર આંબો સોયામણો, ત્યાં બાંધ્યો હિંડોળો હેતશું । અલબેલો ત્યાં આવિયા, સર્વે સખા સમેતશું ।।૩૬।।
હિંડોળે હરિ વિરાજિયા, ત્યાં આવ્યા જન અપાર ।
પાર ન આવે પેખતાં, બહુ મળિયા નરનાર ।।૩૭।।
સંતને આપી આગન્યા, કરો પૂજા તમે પ્રીત્યશું ।
કેસર ચંદન કુસુમમાળા, ધુપ દીપ આરતી રીત્યશું ।।૩૮।।
સંત સુંદર સાજ લઇ, કરી પૂજા પરમાનંદની ।
ચરણ ચરચિ ચંદને, છાપી છાતિ મુનિવંદની ।।૩૯।। આનંદ આપી અતિ ઘણો, પછી ઉભા થયા અવિનાશ ।
હરિજન સહુ હાર લઇ, વળી ઉભા હતા હરિ પાસ ।।૪૦।। કૈક હાર પહેર્યા કંઠમાં, અને કૈક બાંધ્યા બાંય ।
કૈક ચરણે બાંધિયા, એમ ફુલી રહ્યા ફુલમાંય ।।૪૧।।
હિંડોળે હાર વળગાડીયા, કૈક આરોપ્યા આંબાડાળ ।
કૈક બાંધ્યા છડીએ, તેની કરી કાવડ્ય દયાળ ।।૪૨।। એવી અનંત લીળા કરી, હરિ જનને કરવા ધ્યાન ।
આપી સુખ એમ અતિ ઘણું, પછી ચાલિયા ભગવાન ।।૪૩।। એવી લીળા કરી હરિ, ફાગણવદી સાતમ્ય સહિ ।
કરી લીળા વરતાલમાં, તે સંક્ષેપે કાંઇક કહિ ।।૪૪।।
૨૫૨ ભક્તચિંતામણ પ્રકરણ ૬૭
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે વરતાલે ઉત્સવ કર્યો એ નામે છાસઠમું પ્રકરણમ્ ।।૬૬।।
ચોપાઇ- કરી લીળા પધારીયા લાલ, ગયા દેશપ્રદેશ મરાલ ।
પછી સત્સંગી સહુ મળી, જોઇ લીળા ગયા ઘેર વળી ।।૧।। ફરે સંત કરે બહુ વાત, સંભારી લીલા રહે રળિયાત ।
કહે સંત મળી વાત જ્યારે, ત્યારે હરિનાં ચરિત્ર સંભારે ।।૨।। કહે આપણાં ભાગ્ય અપાર, પ્રકટ મળ્યા પ્રાણ આધાર ।
જેને ઇચ્છે મોટા મુનિજન, તેનાં આપણે થાય દર્શન ।।૩।। જેને ઇચ્છે અતિઘણું અજ, પ્રભુ ચરણની પામવા રજ ।
જેને ઇચ્છે અતિ ઘણું ઇશ, તે આપણે મળ્યા જગદીશ ।।૪।। જેને ઇચ્છે છે શેષ સુરેશ, શશિ સૂર્ય શારદા ગણેશ ।
જેને ઇચ્છે છે ક્રોડ તેત્રિશ, જેને ઇચ્છે છે મોટા મુનીશ ।।૫।। જેને ઇચ્છે છે રૂડા ઋષિરાય, તે મળ્યા આપણે અણઇચ્છાય ।
માટે આપણાં પુણ્ય અપાર, ભલે આવ્યો આ સમે અવતાર ।।૬।। અતિ આપણાં ભાગ્ય અતોલ, ત્રિલોકે નહિ આપણી તોલ ।
ધન્ય અહો મોટું એ આશ્ચર્ય, એવું શું આપણું તપશ્ચર્ય ।।૭।। આતો મહેર કરી છે મહારાજ, કરી કૃપા તે આપણે કાજ ।
એમ પરસ્પર કહે છે દાસ, એમ કરતાં વીત્યા પંચ માસ ।।૮।।
પછી પોતે પધારીયા હરિ, દાસને દયા દર્શનની કરી ।
પશ્ચિમ દેશથી પધાર્યા નાથ, સાંખ્યયોગી સખા લઇ સાથ ।।૯।।
ગુજરધર ચડોતર દેશ, ગામ સંજાયે કર્યો પ્રવેશ ।
પધાર્યા બામરોલી ગામ, જઇ ડભાણે કર્યો વિશ્રામ ।।૧૦।। ત્યાંથી ચાલી ઉમરેઠ ગયા, તિયાં રાત્ય પોતે એક રહ્યા । વળતા વળી આવ્યા વરતાલ, તિયાં તેડાવ્યા મુનિ મરાલ ।।૧૧।। દયા કરીને દિધાં દર્શન, પછી મુનિને પુછ્યું પ્રશન ।
કૃપાસાધ્ય ક્રિયાસાધ્ય વળી, કીયો પક્ષ માન્યો તમે મળી ।।૧૨।।
પ્રકરણ ૬૭કકકક ભક્તચિંતામણી
૨૫૩
એ પ્રશ્ન પુછીએ છીએ અમે, જેમ જણાય તેમ કહેજ્યો તમે ।
તૈયે એક કહે કૃપા સાધ્ય હરિ, એક કહે ક્રિયા પણ ખરી ।।૧૩।। એમ પરસ્પર ચર્ચા કરે, એકબીજામાં આશંકા ધરે ।
સુણી સંવાદ જનનો જીવન, કરે પડકારા થાય પ્રસન્ન ।।૧૪।। દિન દોે ચાર રહ્યા ત્યાં રાજ, પછી ડાકોરે ગયા મહારાજ ।
પછી ઉમરેઠે આવ્યા અલબેલ, ત્યાં વુઠો ઘન ઘણી ચાલી રેલ ।।૧૫।। ફરી દિયે દરશન દાન, અતિ સોંઘા થયા ભગવાન ।
મોટા મુનિના ધ્યાનમાં નાવે, તે અણતેડે આંગણે આવે ।।૧૬।। ફરી હરિ આવ્યા વરતાલ, ત્યાંથી ગયા જેતલપુર લાલ ।
તિયાંથી પછી સધાવિયા શ્યામ, આવ્યા કૃપાળુ કર્જિસણ ગામ ।।૧૭।। તિયાં આવીને તેડાવ્યા જન, અતિરાજી છે દેવા દર્શન ।
આવ્યા સતસંગી ને સંત વળી, જીવનમુક્ત મુનિની મંડળી ।।૧૮।। સ્પર્શી ચરણ બેઠા સનમુખ, જોઇ જીવન પામીયા સુખ ।
હેત સમેતે કરે હરિ વાત, સાંભળી સંત થાય રળીયાત ।।૧૯।। કાજુ ગરબી ગવરાવે કીર્તન, દિવસ આખો દિયે દર્શન ।
જમે રમે સંત કરે કિલોલ, આપે અલબેલો સુખ અતોલ ।।૨૦।। આસપાસ ગામે હરિજન, પધરાવે પોતાને ભુવન ।
ભોજન વ્યંજન હેતે કરાવી, જમાડે હરિને ભાવ લાવી ।।૨૧।।
પછી જમાડીયા સર્વે સંત, લિયે લાવ અલૌકિક અત્યંત ।
એમ કરતાં આવી અષ્ટમી, પુછ્યું નાનેભાયે ચરણે નમી ।।૨૨।।
મહારાજ આવ્યો ઉત્સવ દન, કરીએ ઉત્સવ જો હો પ્રસન્ન ।
પછી હરિએ હસી કરી વાત, કરો ઉત્સવ છીએ રળીયાત ।।૨૩।।
પછી હીંડોળો કરાવ્યો હેતે, બેઠા પ્રભુજી જનની પ્રીત્યે ।
મહારાજની પછી પૂજા કરી, લાવ્યા ચંદન ભાજન ભરી ।।૨૪।।
ચર્ચિ ચંદન કુંકુમે પાય, તે છાપ્યા જને હૃદિયામાંય ।
જે સ્પર્શિ થયો કાળી નિઃશંક, તે પદનો થયો ઉરમાં અંક ।।૨૫।। જે પદરજે તરી ઋષિનાર, તે પદ લીધાં છાતિ મોઝાર ।
૨૫૪ ભક્તચિંતામણ પ્રકરણ ૬૭
થયા જન મગન મન ઘણાં, કોઇ રીત્યની ન રહી મણા ।।૨૬।।
પછી સંતને શીખજ દીધી, એવી લીલા શ્રીમહારાજે કીધી ।
થયા જન સરવે મગન, શ્રાવણવદી અષ્ટમીને દન ।।૨૭।। તેદિ લીલા કર્જિસણે કરી, હવે કહું જે કરીયું હરિ ।
પછી કાંઇક છાના તે રહ્યા, નાથ પછી નારદીપુર ગયા ।।૨૮।।
મેઉ ગામ લાંગણોજ આવ્યા, નિજજન મને ઘણું ભાવ્યા ।
પછી ત્યાંથી પ્રભુ પાછા વળ્યા, જેતલપુર જનને મળ્યા ।।૨૯।। શ્વેત વસ્ત્ર અંગે શોભા ઘણી, કંઠે માળા પહેરી ફુલતણી ।
કરે કંકણ ફુલના કાજુ, તોરા ગજરા ફુલના બાજુ ।।૩૦।। રેણિ સમે આવ્યા ભગવાન, દિધાં દાસને દર્શન દાન ।
દેઇ દર્શન ને વાત કરી, સાકાર રૂપ સમજાવા હરિ ।।૩૧।।
પછી જન કહે પધારો મહારાજ, કરો રસોઇ તે જમવા કાજ ।
ચાલ્યા સખા સંગે વનમાળી, કરતા ધુન્ય વજાડતા તાળી ।।૩૨।। જન ઘેર જઇ જમ્યા જીવન, પછી બોલાવ્યા પાસે મુનિજન ।
સંકીર્ણ ઘર જન ન સમાય, થયા સઘન મળી મુનિરાય ।।૩૩।। એમ ઉભા જમાડીયા જન, પિરસ્યું પોતે થઇ પ્રસન્ન ।
જેને જોઇ પડ્યો ભૂલો બ્રહ્મન, એમ જમાડ્યું જનનું અન્ન ।।૩૪।।
પછી ત્યાં થકી ચાલીયા નાથ, સખા સર્વે હતા હરિ સાથ । એકે આવી કરી છત્રછાંય, તે હરિને ન ગમ્યું મનમાંય ।।૩૫।।
ચાલે ચટકતા ચાલ્ય ગજગતિ, સ્વેદબિંદુએ શોભે ભાલ અતિ ।
આવી બેઠા આસોપાલવ છાંયે, નિર્ખિ નાથ હૈયે હર્ખ ન માયે ।।૩૬।।
પછી પૂજા કરવાને જન, પોત્યે હાથે ઉતાર્યાં ચંદન ।
કરી પૂજા ને પહેરાવ્યા હાર, નખશિખ કર્યા ફુલ શણગાર ।।૩૭।। ધૂપ દીપ ઉતારી આરતી, પછી કરી કરજોડી વિનતિ ।
વળતા નાવા ચાલીયા નાથ, સર્વે સખા નાહ્યા શ્યામસાથ ।।૩૮।।
પછી પધાર્યા હરિ પુરમાંય, મોટી વાત કરી એક ત્યાંય ।
કિયાં જન ને કિયાં ભગવન, એવું સમજી સંકોચાય જન ।।૩૯।।
પ્રકરણ ૬૮કકકક ભક્તચિંતામણી
૨૫૫
માટે હરિશું કરવો સંબંધ, તાત ગુરુ સખા ભાઇબંધ ।
એમ કહી પછી ઉભા થયા, કરી મુનિને મળવાની દયા ।।૪૦।।
મળતાં મર્મ કરી હરિ હસ્યા, ભેટતાં જન ભૂલ્યા દેહદશા ।
એવી લીલા અલૌકિક કરી, પછી પંચાળે પધાર્યા હરિ ।।૪૧।।
પાંચાળ દેશમાં ગઢડું ગામ, તિયાં પધાર્યા સુંદરશ્યામ ।
આવી દાસને દીધાં દર્શન, નિર્ખિ નાથ થયાં સુખી જન ।।૪૨।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્ર એ નામે
સડસઠ્યમું પ્રકરણમ્ ।।૬૭।।
સામેરી-પછી પ્રભુ ગઢડે ગયા, તિયાં તેડાવિયા સંત ।
એકાંતનું સુખ આપવા, હૈયે હેત છે અત્યંત ।।૧।।
સમજુ સંત સુજાણ જે, સતસંગમાં જે મુખીયા ।
તે સંતને તેડાવિયા, દઇ દર્શન કરવા સુખીયા ।।૨।। આવ્યા સંત શિરોમણી, જીયાં હતા સુંદર શ્યામ ।
ચરણ સ્પર્શિ નાથનાં, વળી થયા પૂરણકામ ।।૩।।
પછી મુક્તાનંદજીએ, પૂછ્યું પ્રભુને પ્રશન ।
નાથ તમારું ગમતું જે, હોય તે કરીએ સાધન ।।૪।।
પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળો સર્વે જન ।
જ્યારે પ્રભુને પામિયે, ત્યારે સર્વે થયાં સાધન ।।૫।।
પછી જે જે કરવું, તેહની તે કહું વાત ।
ગુરુ સંતને ભજવા, શ્રીહરિ જે સાક્ષાત ।।૬।।
ચૈતન્ય ચૈતન્ય એક નહિ, ઇંદ્રિય મન જીવ ઇશ્વર ।
એકએકથી અધિક એહ, તેથી પર પરમેશ્વર ।।૭।।
સંત અસંત એક નહિ, તે વિવેકબુધ્ધિ ધારવી ।
મેં કરી જે લીલા અલૌકિક, તેને વારમવાર સંભારવી ।।૮।।
મારા જનને અંતકાળે, જરૂર મારે આવવું ।
બિરુદ મારું એ ન બદલે, તે સર્વે જનને જણાવવું ।।૯।।
૨૫૬ ભક્તચિંતામણ પ્રકરણ ૬૮
દાસના દાસ થઇને, વળી જે રહે સત્સંગમાં ।
ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં ।।૧૦।।
મારાં લોક મારી મૂરતિ, તે સત્ય નિર્ગુણ છે સહિ ।
તેને અસત્ય જે જાણશે, તે નાસ્તિક મારા નહિ ।।૧૧।।
મારૂં ધાર્યું અસત્ય સત્ય થાય છે, સમરથ મારું નામ સહિ ।
મારી દૃષ્ટિએ જક્ત ઉપજે સમે, અનેક રૂપે માયા થઇ ।।૧૨।।
પ્ર ગ ટ રૂ પ ે સ ત્ સ ં ગ મ ા ં , ર હ ુ ં છ ુ ં રૂ િ ડ પ ે ર । વળી અવનિએ અવતાર લહું, નૃપ યોગી વિપ્રને ઘેર ।।૧૩।। જન એટલું એ જાણવું, જે કહી તમને વાત ।
નિઃશંક રહો નાથ કહે, સુણી જન થાય રળિયાત ।।૧૪।।
પછી જનને જમાડવા, પાક કરાવિયા બહુપેર ।
સુંદર આસન આલિયાં, સંત બેસાડ્યા તે ઉપર ।।૧૫।। શોભે પોતે સુંદર પટકે, લટકે નાડી નવરંગી ।
પલવટવાળી અતિ રૂપાળી, શોભે સુથણી સોરંગી ।।૧૬।। બીરંજ બોળી ગળી મોળી, ઘૃત સાકરમાંહિ ઘણાં ।
કડી વડી પકોડી પુરી, વ્યંજન વિધવિધ્યતણાં ।।૧૭।। ભાત ધોળા દૂધ બોળાં, રોટલી રસાળિયો ।
જમે જન જીવન જમાડે, વળી ઠેલી ભરે થાળિયો ।।૧૮।। આંબા લિંબુનાં આથણાં, વળી આદાં કેરાં અતિઘણાં ।
આપે નાથ હાથશું, જમે જન ન મુકે મણાં ।।૧૯।। જમીજમીને જન સરવે, પરિપૂરણ પોતે થિયા ।
પછી દૂધ સાકર દોવટે, દેવા આપે આવિયા ।।૨૦।।
લીયે ન લીયે દિયે પરાણે, હરિ પીરશે હાથડે ।
ના ના પાડે ઠામ સંતાડે, તેને તે રેડે માથડે ।।૨૧।। જોરે જમાડી હાર પમાડી, પછી ચળુ કરાવિયાં ।
લવિંગ સોપારી એલચી આપી, મુખવાસ મન ભાવિયા ।।૨૨।। અતિઘણાં સુખ આપવા, જણાય મરજી જીવનની ।
પ્રકરણ ૬૮કકકક ભક્તચિંતામણી
૨૫૭
એવી લીલા અપાર કરી, કહી મેં એક દિનની ।।૨૩।। રમવા રાસ હૈયે હુલાસ, પહેર્યાં અંબર સુંદર અતિભલાં ।
પાઘ પેંચાળી અતિ રૂપાળી, છાજે તિયાં બહુ છોગલાં ।।૨૪।। ફરે ફુદડી રંગઝડી, ગુલાલની કરે ઘણી ।
પછી દિન વળતે કરી, જને પૂજા જીવનતણી ।।૨૫।।
ચંદન ચરચી હાર સુંદર, પ્રભુને પહેરાવિયા ।
ધૂપદીપ ને આરતી, ઉતારવા જન આવિયા ।।૨૬।।
પૂજા કરીને પાય લાગ્યાં, ચરણ છાતીએ છાપિયાં ।
સનમુખ બેશી શ્યામળે, અલબેલે સુખ આપિયાં ।।૨૭।। હસતાં રમતાં રૂડું જમતાં, વીતે દન રૂડી પઠ્ય ।
એમ કાંઇક દિન વીતે, આવી પછી કપિલા છઠ્ય ।।૨૮।।
પછી પ્રભુ પ્રકટ થઇ, દિધાં દર્શન દાસને ।
જન જોઇ મગન થયા, અલબેલા અવિનાશને ।।૨૯।।
દેશદેશથી દાસ આવ્યા, તેને દર્શન આપિયાં ।
જેણે નયણે નિરખ્યા, તેનાં તે કલ્મષ કાપિયાં ।।૩૦।।
સુંદર વસ્ત્ર પહેરી સારાં, કાજુ કસુંબી રંગનાં ।
વેઢ વિંટી કડાં કાજુ, બાજુ જડેલ નંગનાં ।।૩૧।। કમર કસી રહ્યા હસી, વસી જનમન મૂરતિ ।
મોટા મુનિના ધ્યાનમાં નાવે, જેને નેતિનેતિ કહે શ્રુતિ ।।૩૨।। તે હરિ દયા કરી, દિયે દર્શન પ્રસન્ન ઘણું ।
જેહ જને જીવન જોયા, ભાગ્ય તેનાં હું શું ભણું ।।૩૩।।
પછી પ્રભુજી પધારીયા, નાવા તે નદીએ નાથજી ।
નાતાં નાતાં સુંદર ગાતાં, સરવે સખા સાથજી ।।૩૪।।
નાહિ નાથ પધારીયા, જને કરાવ્યાં ભોજન ભાવતાં ।
તર્ત તાજાં તૈયાર તેહ, જમાડ્યા જીવન આવતાં ।।૩૫।।
પછી જન જમાડિયા, પંગતિ કરી પોતે પિરશું ।
અનેક ભાત્યનાં ભોજન ભાજન, જોઇ જન મન હરખ્યું ।।૩૬।।
૨૫૮ ભક્તચિંતામણ પ્રકરણ ૬૯
જોરાજોર જમાડિયા, જેમ જમાડતલ ભગવાન છે ।
જેમજેમ આલે તેમ ન ઝાલે, સખાપણ સાવધાન છે ।।૩૭।।
પછી સાંજે ધૂન્ય કરી, હરિ બેઠા પોતે ઢોલિયે ।
આપી સંતને આગન્યા, હલિસપદ હવે બોલીએ ।।૩૮।।
ગાતાંવાતાં વીતે રજની, સુંદર સુખ આપ્યાં ઘણાં ।
જુગત્યે જન જમાડિયા, કોઇ રીતે નવ રાખી મણા ।।૩૯।।
સુંદર સારો કર્યો સમૈયો, ભાદરવા વદી ષષ્ઠમી ।
તેદિ ગઢડે કરી લીળા, કહી કથા મેં રસ અમી ।।૪૦।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે
કપિલાછઠ્યનો ઉત્સવ કર્યો એ નામે અડસઠ્યમું પ્રકરણમ્ ।।૬૮।।
ચોપાઇ- એવી લીળા અલૌકિક કીધી, પછી સંતને શીખજ દીધી ।
સંત ચાલ્યા ગયા ગુજરાત, કરતા સુંદર લીળાની વાત ।।૧।। ખાતાં પિતાં સુતાં સ્વપ્નામાં, કરે મનન લીળાનું મનમાં । જ્યારે સુતા થકી જન જાગે, ધન્ય ધન્ય નાથ કેવા લાગે ।।૨।। જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાંય, પ્રભુ વિના ન સાંભરે કાંય ।
જેજે લીળા કીધી ભગવાને, સંત ચિંતવે તે નિત્ય ધ્યાને ।।૩।। જ્યારે ધ્યાનમાં બેસે જે જન, જોઇ મૂરતિ થાય મગન ।
ક્યારે દેખે છે જરકશી વાઘે, શાલ દુશાલ કસુંબી પાઘે ।।૪।। ક્યારે દેખે ફુલમાં ફુલતા, ક્યારે દેખે રંગડામાં રાતા । ક્યારે દેખે નાખતા ગુલાલ, કર પીચકારી કરે ખ્યાલ ।।૫।। ક્યારે દેખે અશ્વે અસવાર, ક્યારે લેતા લટકેશું હાર ।
ક્યારે દેખે પંગત્યમાં ફરતા, લઇ મોદક મનવાર્યું કરતા ।।૬।। ક્યારે દેખે ચંદનની ખોરે, ક્યારે દેખે ઝુલતા હિંડોરે । ક્યારે દેખે કપૂરની માળ, ક્યારે દેખે પૂજ્યા છે મરાળ ।।૭।। એમ અનેક રીતે અલબેલો, આવે ધ્યાનમાં છેલ છબીલો ।
તેની માંહોમાંહિ કરે વાત, સુણી સંત રહે રળિયાત ।।૮।।
પ્રકરણ ૬૯કકકક ભક્તચિંતામણી
૨૫૯
એમ કરતાં કાંયેક દિન ગિયા, તિયાં પ્રભુ પોેતે પધારીયા । વરતાલે વાલ્યમજી આવ્યા, ગામોગામથી સંત બોલાવ્યા ।।૯।। આવી લાગ્યા પ્રભુજીને પાય, નાથ નિર્ખિને તૃપ્ત ન થાય ।
કોઇ કરે કરી કર ચાંપે, કોઇ ચરણ ગ્રહી છાતી છાપે ।।૧૦।। કોઇ કરે પાદોદક પાન, જુવે જનનું હેત ભગવાન ।
સુંદર શોભે બોરીનો ચોફાળ, ઓઢી બેઠા તે પાટે દયાળ ।।૧૧।। હેતે જોયું છે સહુને હેરી, દૃષ્ટિ કરી છે અમૃત કેરી ।
પછી બોલિયા પ્રાણજીવન, યાં તો માતા નથી હરિજન ।।૧૨।।
સર્વે ચાલીએ પુરને બાર, કરે દર્શન સહુ નરનાર ।
પછી સુંદર એક આંબલો, સઘન છાયે તે શોભે છે ભલો ।।૧૩।। તિયાં જને જોઇ પાટ ઢાળી, તિયાં બેઠા આવી વનમાળી ।
થયાં દર્શન સહુ સાથને, સર્વે જોઇ રહ્યા છે નાથને ।।૧૪।। જેજે જન દર્શને આવે, કોઇ પુષ્પ પત્ર ફળ લાવે ।
આણિ મુકે મહારાજની આગે, પછી કર જોડી પાય લાગે ।।૧૫।। કહે ભલે આવ્યા ભગવાન, દિધાં અમને દર્શન દાન ।
એમ કરે સ્તવન જન રહ્યા, તિયાં બેઉ જામ વહી ગયા ।।૧૬।।
પછી બોલિયા પ્રાણ આધાર, હજી રસોઇને સઇ વાર ।
ત્યારે જોઇને આવીયો જન, ચાલો મહારાજ થયાં ભોજન ।।૧૭।।
પછી પધાર્યા પ્રાણજીવન, સખા સાથે લઇ મુનિ જન ।
તિયાં કર્યો અન્નકોટ અતિ, જમ્યા જુગતે તે પ્રાણપતિ ।।૧૮।।
પછી સંતની પંગતિ કિધિ, પિરસ્યું પ્રભુએ બહુવિધિ ।
ફર્યા પંગત્યમાં પાંચવાર, જમ્યા જન થયો જેજેકાર ।।૧૯।।
પછી આવ્યા છે આંબલે ફરી, બેઠા પાટ ઉપર પોતે હરિ ।
તિયાં પ્રશ્ન ઉત્તર બહુ કિધા, સંતે મન માન્યાં સુખ લીધાં ।।૨૦।।
પછી સાંજે પુરી દીપમાળ, અતિસુંદર શોભે વિશાળ ।
કરી કમાન્યો કાંગરા રાજે, તિયાં સુંદર દિવા વિરાજે ।।૨૧।। કર્યાં ઝાડ દોય દીપતણાં, થઇ શોભા જુવે જન ઘણાં ।
૨૬૦ ભક્તચિંતામણ પ્રકરણ ૬૯
બેઠા મધ્યે પોતે મહારાજ, દાસને દેવા દર્શન કાજ ।।૨૨।। જોઇ જન થયાં છે મગન, સહુ કહે પ્રભુ ધન્ય ધન્ય ।
આવ્યો આનંદ માય ન મન, પછી ગાવા લાગ્યા કીરતન ।।૨૩।।
ગાય ગરબી ને રમે છે રાસ, ફરતાં ફુદડી દેખીયા દાસ ।
જોઇ જન ઉઠ્યા અલબેલ, આવ્યા ખાંતિલો કરવા ખેલ ।।૨૪।। રમે જન ભમે પોતે ભેળા, એમ કરે છે લાડીલો લીળા ।
નિત્ય કરે નવલો વિહાર, તેનો કહેતાં આવે કેમ પાર ।।૨૫।। આવે સત્સંગી નરનાર, લાવે પૂજા ને પૂજે મોરાર ।
એક દિ જને જમાડ્યા હરિ, બહુ પ્રેમ ભરી પૂજા કરી ।।૨૬।।
સુંદર પહેરાવિયો સુરવાળ, ઝગે જરકશી જામાની ચાળ ।
શિર બાંધીછે સોનેરી પાગ, નથી શોભા તેની કહ્યા લાગ ।।૨૭।।
પછી ઘોડે થયા અસવાર, સંગે સખા હજારો હજાર ।
પછી ગયા બામરોલી ગામ, દેવા દર્શન સુંદર શ્યામ ।।૨૮।। દેઇ દર્શન ને દુઃખ કાપ્યાં, અતિ અલૌકિક સુખ આપ્યાં ।
જન કહે ભલે હરિ આવ્યા, સોના રૂપાને ફુલે વધાવ્યા ।।૨૯।।
પછી મુનિ પૂજ્યા મનભાવ્યા, ભરી થાળ મોતીડે વધાવ્યા ।
તિયાં રાણ્ય સુંદર રૂપાળી, બેઠા હિંડોળે ત્યાં વનમાળી ।।૩૦।।
ગાય સંત ને થાય કિલોલ, એમ આપે છે સુખ અતોલ ।
પછી અશ્વે થયા અસવાર, દીઠી સુંદર ભૂમિ ત્યાં સાર ।।૩૧।। તિયાં ઘોડું ખેલવ્યું ખાંતિલે, અતિ ઉતાવળું અલબેલે । ધ્રોડે અશ્વ ઉડે જાણું પાંખે, એમ દેખાય દાસની આંખે ।।૩૨।।
પછી હળવી હળવી ચાલે, આવ્યા વાલમજી વરતાલે ।
આવી બેઠા આંબલીની છાંયે, સર્વે સંત પણ આવ્યા ત્યાંયે ।।૩૩।। બીજા આવીયા જન અપાર, લાવે પૂજા ને પુષ્પના હાર ।
બીજા સુંદર સુખડાં લાવ્યા, નાથ આગળે થાળ ધરાવ્યા ।।૩૪।। જોયાં સુંદર સારાં સુખડાં, રૂડાં લાગ્યાં અતિ રમકડાં । જોઇ નિર્મળ જન વિવેકી, તેને આપ્યાં છે દૂરથી ફેંકી ।।૩૫।।
પ્રકરણ ૭૦કકકક ભક્તચિંતામણી
૨૬૧
ના ના કરે આપે આડા હાથ, તોય આપતા ન રહે નાથ ।
દેખી દાસ કરે હાસ બહુ, જોઇ લીળા આનંદિયાં સહુ ।।૩૬।। એમ કરે છે લીળા અપાર, સુખસાગર પ્રાણઆધાર ।
વળતે દિને ગયા વલાસણ, દેવા દર્શન અશરણશરણ ।।૩૭।।
સર્વે સંત હતા વળી સાથ, પોતે ઘોડલે ચડ્યાતા નાથ ।
ગાતાવાતા જને નિજ ઘેરે, પધરાવ્યા પ્રભુ રૂડી પેરે ।।૩૮।। બાંધી હિંડોળો બેસાર્યા હરિ, પછી અતિ હેતે પૂજા કરી ।
પછી જમાડ્યા જીવન પ્રાણ, જમાડ્યા સંત સર્વે સુજાણ ।।૩૯।। દેઇ દર્શન ચાલ્યા દયાળ, સંગે શોભે છે મુનિ મરાળ ।
દિન બીજે ગયા બીજે ગામ, વસે ભક્ત વળોટવું નામ ।।૪૦।। તિયાં દાસને દર્શન દીધાં, કાપી કલ્મષ કલ્યાણ કીધાં ।
જમી જન જીવન પધાર્યા, દાસને મન મોદ વધાર્યા ।।૪૧।। એમ કરે છે લીળા અપાર, કોણ જન પામે તેનો પાર ।
માટે સંક્ષેપે કહી સંભળાવી, મારા જાણ્યામાં જેટલી આવી ।।૪૨।। એવી લીળા કરી અવિનાશે, આસોવદીને દિન અમાસે ।
તેદિ કરી લીલા વરતાલે, સુખદાયક સુંદરવર વાલે ।।૪૩।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળા-
નંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે નારાયણચરિત્રે વરતાલમાં
પધાર્યા ને ફુલે વધાવ્યા એ નામે ઓગણસિતેરમું પ્રકરણમ્ ।।૬૯।। સામેરી- પછી નાથ પધારીયા, ગયા તે ગઢડે ગામ ।
દર્શન દઇ દાસને, વળી કર્યાં પૂરણકામ ।।૧।।
જન મળી જીવનને, વળી લળી લાગ્યા પાય ।
નયણે નિરખી નાથને, હૈયે તે હરખ ન માય ।।૨।। દાસ મળી મહારાજને, વળી પુછેછે બહુ વાલ્યમાં ।
કહો કૃપા કરી અમને, શી લીળા કરી વરતાલમાં ।।૩।। કેટલાં મનુષ્ય મળ્યાં હતાં, કરતાં પૂજા કઇ પેર ।
કેમ તમને જમાડતાં, પધરાવી પોતાને ઘેર ।।૪।।
૨૬૨ ભક્તચિંતામણ પ્રકરણ ૭૦
પછી પ્રભુજી બોલિયા, સહુ સાંભળજ્યો હરિજન ।
ભક્તિ જેવી ગુજરાતમાં, તેવી આજ નથી ત્રિભુવન ।।૫।। રાત્ય દિવસ અમ પાસળે, વળી ઉભા રહે એક પગે ।
મૂર્તિ ન મેલે મિટથી, વળી મટકું ન ભરે દ્રગે ।।૬।।
ગાતાં ગુણ ગોવિંદના, વહી જાય સર્વે જામની ।
કાય નહિ કીર્તન કરતાં, ભાવિક બહુ નર ભામિની ।।૭।। અતિ દુર્બળ કળ ન પાડે, ફળ ફુલ ખાઇ રહે ।
જ્યારે અમે જમ્યાનું કહીએ, ત્યારે જમ્યા છીએ એમ કહે ।।૮।। એકએકથી અધિક અંગે, રંગ છે સતસંગનો ।
એવા જનને જોઇને, આનંદ ઉમંગે અંગનો ।।૯।। ત્યારે હરિજન બોલિયા, એને નાથ આંહિ તેડાવીએ ।
એવા મોટા હરિજનની, ઓળખાણ્ય અમને પડાવીએ ।।૧૦।।
મહારાજ કહે કોઇ મિષ વિના, એ કેમ આંહી આવે વળી । હુતાસનીનો ઉત્સવ કરીએ, તો આવે સર્વે મળી ।।૧૧।। ત્યારે હરિજન હરખિયા, સાંભળી વાલ્યમની વાતડી ।
નાથ ઉત્સવ આંહી કરો, તો ધન્યભાગ્ય ધન્ય ઘડી ।।૧૨।।
પછી ઠેરાવી ઠીક કર્યું, વળી સંત સર્વે બોલાવિયા ।
સર્વે દેશના સતસંગી, સંઘ લઇ સહુ આવિયા ।।૧૩।। હતા હુતાશની આગળે, દિવસ દશવિશ વળી ।
સંત ને હરિભક્ત સર્વે, આવિયા ત્યારે મળી ।।૧૪।। દર્શન કરી દયાળનું, સંત સુખ પામ્યા અતિ ।
પ્રસન્ન વદન કરી હરિ, બોલિયા પ્રાણપતિ ।।૧૫।।
અમે તેડાવ્યા તમને, તે પુન્યમ મોરે દન પાંચમે ।
વહેલા આવ્યા દિન વિશ આડે, તેનું વિચાર્યું નહિ તમે ।।૧૬।। ભલું તમે ભલે આવ્યા, હવે રહો સહુ રાજી થઇ ।
યાંતો પુરૂં પાડશે પણ, બીજે આવું કરવું નહિ ।।૧૭।।
પછી કરી રસોઇ ચાલતી, પિરશે પોતે પંગત્યમાં ।
પ્રકરણ ૭૦કકકક ભક્તચિંતામણી
૨૬૩
જમે જન મગન થઇ, આપે હરિ આરત્યમાં ।।૧૮।।
ભોજન કરી ભાત્ય ભાત્યનાં, વળી શાક પાક સોયામણાં ।
દુધ દહીં દિયે દોવટે, આદાં કેરીનાં આથણાં ।।૧૯।। બેસે પુરા પાંચસે, પરમહંસની પંગતિ ।
જેમ જેમ ઝાઝું જમે, તેમ અલબેલો રાજી અતિ ।।૨૦।। એક એકથી અધિક અધિક, રસોઇ રૂડી કરે ।
સુંદર પાક પંગત્યમાં, નિત્ય પ્રત્યે નવલા ફરે ।।૨૧।। એમ જન જમાડતાં, વળી દિવસ વીશ વહિ ગયા ।
અભયકુંવર ઉત્તમે, તિયાં લગી સંત રાખિયા ।।૨૨।।
પછી આવી હુતાસની, રૂડા રંગ રમવા કરાવિયા ।
કેશુ કેશર કસુંબો વળી, પતંગ રંગ બનાવિયા ।।૨૩।। હરિ વિરાજતા હતા હિંડોળે, ત્યાં સખા રંગ આવ્યા લઇ ।
નાખ્યો નાથને ઉપરે, પછી રમ્યાની છુટી થઇ ।।૨૪।। રંગ સોરંગ લાવે સખા, નાખે નાથને બહુપેરે ।
અલબેલો થઇ આકળા, લાલ ચડ્યા લિંબ ઉપરે ।।૨૫।।
પછી જીવને કહ્યું જનને, આ રમવાની રીત્ય નહી ।
કરો તડાં તેવતેવડાં, તો અમે પણ રમીએ સહિ ।।૨૬।।
પછી બાંધી બે મંડળી, વળી શ્યામ સખા સજ્જ થયા ।
ચાલે બહુ પિચકારિયો, લાલ ઢાલ આડી દઇ રહ્યા ।।૨૭।।
પછી ફાંટુ માંડી ફેંકવા, ગુલાલની લાલે ઘણી ।
તેની ગગનમાં ગરદી ચડી, સોરંગ રંગ રાતાતણી ।।૨૮।। કનકકંઠી કોટમાં, વળી રૂડી લાગે રમતાં ।
રસબસ થયા રસિયો, ઘણું સખાને મન ગમતા ।।૨૯।। વાજે વાજાં બહુ વિધ્યનાં, ઢોલ દદામાં ત્રાંસાં તિયાં । સ્વર ઉચ્ચે સરણાઇ બોલે, રૂડાં રવાજ વળી કાંશિયાં ।।૩૦।।
સામસામા રમે રંગે, હારે નહિ હિંમત ઘણી ।
નિર્જર આવ્યા નિરખવા, રમત્ય જન જીવનતણી ।।૩૧।।
૨૬૪ ભક્તચિંતામણ પ્રકરણ ૭૧
પછી પ્રભુજી બોલિયા, જીત્યા સર્વે જન તમે ।
મેલો પીચકારી પાણિથી, ફગવામાં મળશું અમે ।।૩૨।।
પછી જન રાજી થયા, જયજય શબ્દે બોલિયા ।
આજ પ્રભુને મળશું, તેણે તનમાં બહુ ફુલિયા ।।૩૪।।
પછી નાવા કાજે નાથજી, ચાલીયા ઘોડે ચડી ।
સખાસંગે શ્યામળો, રમ્યા રસિયો રંગેઝડી ।।૩૪।। ખુબ ઘોડો ખેલવી, નાહ્યા પછી નાથજી ।
ગાતાવાતા ગામમાંહિ, આવ્યા સખા સાથજી ।।૩૫।। રૂડી રૂપાળી કરી રસોયો, જુગતે જન જમાડિયા ।
સર્યા મનોરથ મનના, ત્યાં લગી રમાડિયા ।।૩૬।।
પછી નાથ બાથ ભરી, ભેટ્યા સર્વે જનને ।
સંત સર્વે મગન થયા, સ્પર્શી જગજીવનને ।।૩૭।।
અનુપમ ઉત્સવ કરી, ફરી શીખ આપી સંતને ।
સાધુ સર્વે ચાલિયા, રાખી હૃદે ભગવંતને ।।૩૮।। અનુપમ ઉત્સવ કર્યો, ફાગણસુદી પુન્યમ દને ।
કરી લીલા ગઢડે, તે કરાવી હરિજને ।।૩૯।।
જયા લલિતા જન મોટાં, સતસંગમાં શિરોમણિ ।
પ્રીત્યે વાલ્યમ વશ કર્યા, એની કહીએ મોટ્યપ શું ઘણી ।।૪૦।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે નારાયણચરિત્રે
હુતાસનીનો ઉત્સવ કર્યો એ નામે સિત્તેરમું પ્રકરણમ્ ।।૭૦।।
ચોપાઇ- પછી સંત ચાલ્યા સહુ મળી, કરતા વાત વાલ્યમની વળી । એક કહે સુણો મુનિ સાથ, કેવા રમતા નટવર નાથ ।।૧।। એક કહે સાંભળો મરાલ, કેવી લીધીતી રમતાં ઢાલ ।
એક કહે સુણો સંત વળી, કેવો નાખતાતા રંગ વળી ।।૨।। એક કહે સુણો મુનિરાજ, કેવા શોભતાતા મહારાજ ।
એક કહે જુવોને સંભારી, કેવી નાખતાતા પીચકારી ।।૩।।
પ્રકરણ ૭૧કકકક ભક્તચિંતામણી
૨૬૫
એક કહે લટકાળો લાલ, કેવો ઉડાડતાતા ગુલાલ ।
એમ કહે માંહોમાંહિ મળી, કેવો રહ્યો તો રંગડો ઢળી ।।૪।। ફરતા પંગત્યમાં પાક લઇ, ના ના કરતાં જાતા જોરે દઇ ।
એક કહે સુણો ઋષિરાય, લાલ આવ્યા હતા લેરમાંય ।।૫।। આજ લીળા કરી જે દયાળે, એવી કરી નોતિ કોઇ કાળે ।
આગે અનેક ધર્યા અવતાર, બહુ જનનો કરવા ઉધ્ધાર ।।૬।। છેતો એના એજ આ શ્રીહરિ, પણ આવી લીળા નોતિ કરી ।
આજ આપ્યાં જે સંતને સુખ, તે તો કહ્યાં જાય કેમ મુખ ।।૭।।
માટે મોટાં ભાગ્ય છે આપણાં, આજ ન રાખી મહારાજે મણા । એમ વાત કરતાં તે વળી, ગઇ દેશ પ્રદેશે મંડળી ।।૮।। કરે વાત ફરે મુનિજન, એમ કરતાં વીત્યા કાંઇક દન ।
પછી આવી છે જનમાષ્ટમી, સંત આવ્યા ચડોતરે ભમી ।।૯।।
સહુ વિટિ રહ્યા વરતાલ, ઇયાં આવશે લાડીલો લાલ ।
એમ વાટ જુવે સહુ સાથ, કહે જોબને તેડ્યા છે નાથ ।।૧૦।। વાટ જોતાં વાલ્યમજી આવ્યા, તિયાં સર્વે સંતને બોલાવ્યા ।
સંત આવી લાગ્યા પ્રભુ પાય, નાથ નિરખિ તૃપ્ત ન થાય ।।૧૧।। દિયે દર્શન પ્રસન્ન કરે, નિજ દાસતણાં દુઃખ હરે ।
બેઠા ઉચ્ચે આસન અવિનાશ, સામું જોઇ રહ્યા સહુ દાસ ।।૧૨।। એવે સમે અત્તર એક લાવ્યો, અલબેલાને ચર્ચવા આવ્યો ।
તેતો લઇ લીધું હરિ હાથે, ચર્ચિ સંતની નાસિકા નાથે ।।૧૩।।
ચર્ચિ નાસિકા ને બોલ્યા નાથ, તમે સાંભળજ્યો સહુ સાથ । બીજા ભેખ થાશે ધૂડ્યધાણી, રહેશે તમારા મુખનું પાણી ।।૧૪।। એમ કહીને બેઠા આસન, સુણી સંત થયા છે મગન ।
પછી સંતે કર્યાં ગુણગાન, તેને સુણી રીઝ્યા ભગવાન ।।૧૫।। આપી માથેથી સોનેરી મોળ, કાજુ કસુંબી રંગે ઝકોળ ।
પછી હરિજને હેત કરી, કાજુ કેવડાની ટોપી ધરી ।।૧૬।। તેતો હરિએ લીધી છે હાથે, મેલી મુક્તાનંદજીને માથે ।
૨૬૬ ભક્તચિંતામણ પ્રકરણ ૭૧
બીજા પાસે હતા જે મરાલ, તેને આપીયું ફુલની માળ ।।૧૭।।
પછી સુરતથી સત્સંગી આવ્યા, પૂજા પ્રભુજીને કાજે લાવ્યા ।
હાર હેમકડાં બાંયે બાજુ, વેઢ વિંટી કુંડળીયાં કાજુ ।।૧૮।। કડી વેલ્ય ને કટિકંદોરો, માળા માદળિયાં પાયતોડો । શાલ દુશાલા ને જામો જરી, રેંટો ફેંટો ને પાઘ સોનેરી ।।૧૯।। ધૂપ દીપ અગર આરતી, ફુલ કેસર કપુરબત્તી ।
એમ લઇ બહુ ઉપચાર, પ્રેમે પૂજ્યા છે પ્રાણઆધાર ।।૨૦।। કરી પૂજા ને જોડ્યા છે હાથ, જન ગાય છે જયજય ગાથ ।
પછી રચ્યો છે હિંડોળો સાર, વાલો ઝુલે છે વનમોઝાર ।।૨૧।। શોભે શ્યામળિયો ભિને વાન, વાલો ત્રોડે છે તાળીનું તાન । કરે કરનાં લટકાં કાજુ, જોઇ જનતણું મન રાજુ ।।૨૨।।
પછી ઉભા થયા અલબેલ, સ્થંભ ગ્રહિને દીધી છે ઠેલ ।
હાલે હિંડોળો ઝુલે છે હરિ, જયજય રહ્યા જન કરી ।।૨૩।। એમ કરે છે લીલા અપાર, નિરખી સુખ લીયે નરનાર ।
પછી અલબેલા આગળે જન, કરી નૃત્ય ને કરે પ્રસન્ન ।।૨૪।।
પછી રાજી થયા બહુ રાજ, મળ્યા સંત મંડળને મહારાજ ।
પછી સંત ચંદન ઘસી લાવ્યા, મળી પ્રભુને પૂજવા આવ્યા ।।૨૫।।
પ્રેમે પૂજીયા પ્રાણઆધાર, કંઠે આરોપ્યા ફુલના હાર ।
ચર્ચ્યાં ચંદને ચરણ દોય, જને ઉરમાં છાપીયાં સોય ।।૨૬।। અતિ રાજીમાં છે રંગ રસિયો, સર્વે જન તણે મન વસીયો ।
પછી થયું છે પંગત્ય ટાંણું, બેઠા સંત શોભા શી વખાણું ।।૨૭।। જાણે બેઠી છે હંસની હાર, એકએકથી ઓપે અપાર ।
પછી મોદક લઇ મહારાજ, આવ્યા પ્રભુ પિરસવા કાજ ।।૨૮।। જેમ જન જમાડે જીવન, બહુભાત્યનાં લાવી ભોજન ।
એમ આપે છે સુખ અપાર, તેનો કહેતાં આવે કેમ પાર ।।૨૯।। કરાવ્યાતા હરિજને થાળ, તેતો જમ્યા સંત ને દયાળ ।
જમી બેઠા મુનિ બહુ મળી, સારી શોભે છે સંત મંડળી ।।૩૦।।
પ્રકરણ ૭૨કકકક ભક્તચિંતામણી
૨૬૭
પછી નાથ કહે સંત શૂરા, આમાં કોણ કઠણ વ્રતે પુરા ।
જેવા છે આ આતમાનંદ, એવા હો તે બોલો મુનિઇંદ ।।૩૧।।
પછી સંત ઉઠ્યા જોડી હાથ, જેમ કહો તેમ કરીએ નાથ ।
કહોતો મટકું ન ભરીયે મિટે, કહોતો અન્ન ન જમીયે પેટે ।।૩૨।। કહોતો તજીયે છાદનનો સંગ, રહીયે હિમમાં ઉઘાડે અંગ । કહોતો પીવું તજી દૈયે પાણી, રહીએ મૌન ન બોલીયે વાણી ।।૩૩।। કહોતો બેસીએ આસન વાળી, નવ જોયે આ દેહ સંભાળી ।
એમ હિંમત છે મનમાંય, તમે કહો તે કેમ ન થાય ।।૩૪।। એમ બોલ્યા જ્યારે મુનિજન, સુણી પ્રભુજી થયા પ્રસન્ન ।
કહે નાથ સુણો સાધુ શૂર, એતો અમને જણાય જરૂર ।।૩૫।। તમે બોલ્યા તે સર્વે સાચું, બીજામાંય પણ નથી કાચું ।
એકએકથી અધિક છો તમે, એવું જાણ્યું છે જરૂર અમે ।।૩૬।। એક વાત કહું માનો તેહ, આપણે આતમા નહિ દેહ ।
માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખરૂપ દેહ તેહ ન્યારું ।।૩૭।। એમ કહી છે સંતને વાત, સુણી સાધુ થયા રળિયાત ।
કહે નાથ સુણો સહુ જન, પૂરો થયો ઉત્સવનો દિન ।।૩૮।।
સર્વે સધાવજ્યો મુનિ તમે, યાંથી ચાલશું સરવે અમે ।
એમ કહી પ્રભુજી પધાર્યા, સંતે નિર્ખિ અંતરે ઉતાર્યા ।।૩૯।। આપ્યાં સુખ જનને જીવને, શ્રાવણવદી અષ્ટમીને દિને ।
તેદિ કર્યો છે ઉત્સવ વાલે, કરાવ્યો જોબન વરતાલે ।।૪૦।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીનારાયણચરિત્રે જન્માષ્ટમીનો ઉત્સવ
કર્યો એ નામે એકોતેરમું પ્રકરણમ્ ।।૭૧।।
સામેરી- એમ નિત્યે નવી નાથજી, કરે લીળા સુંદર શ્યામ ।
સંત રહ્યા ગુજરાત્યમાં, પોતે આવ્યા ગઢડે ગામ ।।૧।। અતિરાજી અલબેલડો, કરે હસી હસીને વાતડી ।
સંતમંડળને શ્યામળો, ઘણું સરાય છે ઘડી ઘડી ।।૨।।
૨૬૮ ભક્તચિંતામણ પ્રકરણ ૭૨
પરમહંસ જેવા પૃથ્વીમાં, આજ નથી કોઇ અંગે ।
તન મનનાં સુખ ત્યાગી, રાચ્યા છે પ્રભુને રંગે ।।૩।। ત્યાગ વૈરાગ્યે ત્રણ્યે લોકમાં, નાવે જોડ્યે કોઇ જન ।
તેને જોઇ અંતર મારું, થાય છે પ્રરસન ।।૪।।
એમ કહે અલબેલડો, મોટ્યપ મુનિજનની ।
સુણી હરિજન મનમાં, ઇચ્છા કરી દર્શનની ।।૫।।
જને વહેલ્યું જોતરી, ચાલ્યા સર્વે સખા સાથજી ।
સંગે સુંદર શ્યામળો, પોતે પધાર્યા નાથજી ।।૬।। વાટ માંહિ વિવિધ ભાત્યે, લીળા લાલ કરે ઘણી ।
જોઇ જન મન મોદ પામ્યા, સામર્થી શ્રીહરિતણી ।।૭।।
પછી જઇ જેતલપુરમાં, છબીલો છાના રહ્યા ।
દિન દો ચારેક ત્યાં રહી, પછી વાલમજી વળી આવિયા ।।૮।। ત્યાર પછી પધારીયા તે, વળી વરતાલ ગામ ।
દેવા દર્શન દાસને, આવ્યા તે સુંદર શ્યામ ।।૯।।
સંત સર્વે સાંભળી વળી, આવ્યા અલબેલા કને ।
સુંદર શ્યામ સલુણી મૂર્તિ, નિર્ખિ નયણાં ભરી જને ।।૧૦।।
સંતને બહુ સુખ આપ્યાં, કરી હરિ વાત હિતની ।
સુણિ જન મન મગન થયાં, સ્થિર થઇ વૃત્તિ ચિત્તની ।।૧૧।।
પછી બીજે દિન બોલિયા, સંત સાંભળો સહુ વાત ।
અમે આંઇથી સધાવશું, આપો શિખ દઇ રળિયાત ।।૧૨।। રાજી થઇ શિખ આપશો, તો રાખશું ખબર અમે ।
પણ સત્સંગમાં નહિ રહીએ, જો રાખશો તાણી તમે ।।૧૩।।
માટે આપો આગન્યા, કહું કરગરી તમ આગળે ।
પ્રસન્ન થઇ પધારશું, તો રહેશે મેળાપ કાગળે ।।૧૪।।
સુણી સંત શોકે પડિયા, રાજી નહિ રુવે ઘણું ।
પ્રાણગતવત થયા, સુણી વચન જીવનતણું ।।૧૫।।
ટગ મગ જુવે રુવે વળી, બોલી ન શકે વદને ।
પ્રકરણ ૭૨કકકક ભક્તચિંતામણી
૨૬૯
અલબેલાની ઉદાસી જોઇ, રહી નહિ ધીરજ મને ।।૧૬।।
પછી સાધુ રામદાસજીયે, કરજોડી કહ્યું કરગરી ।
જેમ કહો તેમ કરશું, તમે રહો સતસંગમાં હરિ ।।૧૭।।
પછી પ્રભુજી પ્રસન્ન થઇ, કહી વાત સર્વે અંગની ।
મોટા સંત રાખજ્યો તમે, ખબર સતસંગની ।।૧૮।। એમ કહીને પધારીયા, ગયા ગામ ડભાણ ।
સતસંગી ને સંત સર્વે, સંગે ચાલ્યા સુજાણ ।।૧૯।। તિયાં દિન એક રહીને, વળી આવિયા વરતાલ ।
ત્યાંથી આપી આગન્યા, આવો મોટા મોટા મરાલ ।।૨૦।। ત્યાંથી પ્રભુજી પધારીયા, ગયા બોચાસણ ગામ ।
સુંદર વૃક્ષ જોઇને, કર્યો વાડીએ વિશ્રામ ।।૨૧।।
પછી ત્યાંથી ચાલિયા, વળી ગુવાસદ ગામે ગયા ।
આપી અંબર સોખડે, વળી ટંકારિયે રજની રહ્યા ।।૨૨।। ત્યાંથી ચાલ્યા ચોપશું, નાથ નર્મદા ઉતર્યા ।
મનિપુરમાં મહારાજ રહી, સવારે ત્યાંથી સંચર્યા ।।૨૩।।
ચોકીમાં પહોર ચાર રહી, પ્રભાતે ત્યાંથી પધારીયા ।
સુરત શહેરને સમીપ ગામે, ઉધનામાં આવી રહ્યા ।।૨૪।। શહેરમાં સંભળાવીયું, સતસંગી આવ્યા સહુ મળી ।
ભોજન વ્યંજન પૂજાવિધિ, લાવીયા લાખો વળી ।।૨૫।। હાર અપાર પહેરાવીયા, કરે ધૂપ દીપ આરતી કઇ ।
ઉત્તમ વસ્તુ આગળ મુકી, સુખડીની સીમા નહિ ।।૨૬।।
સંધ્યાસુધી સતસંગીએ, લિધો લાવ લોચનભરી ।
પછી આપી આગન્યા, જાઓ ઘેર સહુ કહે હરિ ।।૨૭।। ત્યાંથી નાથ પધારીયા, વળી રહ્યા રજની વનમાં ।
વાઘનું વિઘન ટાળી, ચાલ્યા ત્યાંથી મગનમાં ।।૨૮।। ચિખલિયે પોર ચાર રહી, ધર્મપુર પોતે રહ્યા ।
નયણે નિર્ખિ નાથને, સહુ સંતજન સુખી થયા ।।૨૯।।
૨૭૦ ભક્તચિંતામણ પ્રકરણ ૭૨
ગયાં હતાં બાઇ ગામ બીજે, નામ કુશળ કુંવરજી ।
તર્ત ત્યાંથી આવિયાં, સુણી પ્રભુ પધાર્યા ઘેરજી ।।૩૦।।
નયણે નિરખિ નાથને, સનાથ થઇ એમ જાણીયું ।
અહો મારાં ભાગ્ય મોટાં, એમ કહી આનંદ આણીયું ।।૩૧।।
પછી હાથજોડી કહ્યું નાથને, મહારાજ રાજ કરો તમે ।
તમે અમારા અધિપતિ, સહુ દાસ થઇ રહેશું અમે ।।૩૨।। અજાણે દિન આટલા, અમે રહ્યાંતાં રાજા થઇ ।
હવે તમે તમારું સાચવો, આ સર્વ તમારું મારું નહિ ।।૩૩।।
પછી પ્રભુજી બોલિયા, નથી રાજ્ય કરવા આવીયા ।
અનેક જીવ ઉદ્ધારવા, આ ભૂમિયે ભમિયે રીયા ।।૩૪।। એ રાજ્ય તમારું તમે કરો, પણ અંતરમાં રાખજ્યો હરિ ।
જો રહેશે ઉપાધિ અંતરે, તો ખોટ્ય મોટી જાશે ખરી ।।૩૫।। બાઇ કહે હવે તમને મુકી, બીજી બલા કોણ રાખશે ।
સુધાસમ શ્યામ તમને, મુકી વિષ કોણ ચાખશે ।।૩૬।। એવું સુણી પ્રભુ પ્રસન્ન થયા, પછી તેડ્યો સંઘ સુરતતણો । આવ્યા સર્વે સતસંગી, લાવ્યા પૂજવા સમાજ ઘણો ।।૩૭।।
સુંદર વસ્ત્ર પહેરાવિયાં, ધર્યો વડો મુગટ માથે વળી ।
ધૂપ દીપ કરી આરતી, પછી લાગ્યાં પાયે સહુ લળી ।।૩૮।।
પછી રાજન રાજી થઇ, કરી કરજોડીને વિનતિ ।
આજ કરો અસવારી હરિ, કૃપા કરો અમારીવતિ ।।૩૯।।
પછી આપી આગન્યા, સારું જાઓ અમે આવશું ।
પછી રાજા રાજી થઇ, શણગારી અસવારી ભાવશું ।।૪૦।।
સુંદર ગજ શણગારીયો, તે ઉપરે બેઠા હરિ ।
શહેર સર્વે સનાથ થયું, નાથ નિરખ્યા નયણાં ભરી ।।૪૧।। ત્યાં વાજે વાજાં અતિઘણાં, વળી બળે મશાલો બહોળિયું । એમ અનેક જીવને, આપિયું સુખ અણતોળિયું ।।૪૨।। એમ અનંત કરી લીળા, પછી વાંસદે આવિયા ।
પ્રકરણ ૭૩કકકક ભક્તચિંતામણી
૨૭૧
સામૈયે સુખપાલ લાવી, રાયે મોતીડે વધાવિયા ।।૪૩।।
પછી પ્રભુ પધરાવીયા, ભૂપે ભુવન પોતાતણે ।
ધૂપ દીપ કરી આરતી, પ્રભુ પૂજીયા પ્રેમે ઘણે ।।૪૪।।
પછી ચરણ ચર્ચિ ચંદને, વળી તેનાં પગલાં પડાવીયાં ।
પ્રીત્યે પોતાને પૂજવા, રાયસિંહે શિશ ચડાવીયાં ।।૪૫।।
પછી હતા દાસ પાસ હરિને, તેને કરી પહેરામણી ।
ત્રણ દિવસ ત્યાં રહી, પછી પધાર્યા ધર્મપુરભણી ।।૪૬।। આવી ત્યાં ઉત્સવ કર્યો, વસંતપંચમીનો વળી ।
જોઇ લીળા જન મનમાં, મગન થયાં સહુ મળી ।।૪૭।।
પછી પ્રભુને પૂજીયા, બાઇએ બહુ પ્રેમે કરી ।
સુંદર વસ્ત્ર અરપિ અંગે, આપ્યા રૂપૈયા થાળ ભરી ।।૪૮।।
પછી હરિયે હાથશું, આપ્યા રૂપૈયા દીન દાસને ।
સંત પોતે ત્યાગી તને, કોણ રાખે એહ કાશને ।।૪૯।। અનંત લીળા ત્યાં કરી, તે કહ્યે ન આવે વાતમાં ।
પછી ત્યાંથી ચાલ્યા હરિ, આવિયા ગુજરાતમાં ।।૫૦।।
સમૈયો સારો કર્યો, મહાશુદી પંચમીને દિને ।
ધર્મપુરે કુશળકુંવર, ત્યાં કરી લીળા જીવને ।।૫૧।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીનારાયણચરિત્રે
મહારાજ ધર્મપુર પધાર્યા ને ત્યાં વસંતપંચમીનો ઉત્સવ કર્યો એ નામે બોંતેરમું પ્રકરણમ્ ।।૭૨।।
ચોપાઇ- પછી વરતાલે વાલો આવિયા, દિન દોયક પોતે ત્યાં રીહ્યા ।
પોતે પધાર્યા દેશ પંચાળ, દીનબંધુ જે દીનદયાળ ।।૧।।
સંત સરવે રહ્યા ગુજરાત, કરે હરિજન આગે વાત ।
સહુ કરી લીયો ઘરકાજ, હમણાં કરશે ઉત્સવ મહારાજ ।।૨।। આવી હુતાસની દિન થોડે, પ્રભુ પધારશે ચડી ઘોડે ।
એવું સાંભળી સતસંગી જન, કરે મનોરથ વળી મન ।।૩।।
૨૭૨ ભક્તચિંતામણ પ્રકરણ ૭૩
હવે તેડાવશે પ્રભુ જ્યારે, જાશું સહુ મળી દર્શને ત્યારે ।
કહે એક કરાવું પોશાગ, શાલ દુશાલ સોનેરી પાઘ ।।૪।। જામો જરી સુંદર સુરવાળ, સારો સોનેરી છેડે ચોફાળ । એક કહે વેઢ વિંટી કડાં, કરાવીશ કનકનાં રૂડાં ।।૫।। બાજુ કાજુ કુંડળ રૂપાળાં, રૂડી ઉતરી સાંકળી માળા ।
એક કહે કરાવું કંદોરો, શિરપેચ ને સોનેરી તોરો ।।૬।। એક કહે પૂજીશ હું નાથ, ઘસી ચંદન સુંદર હાથ ।
એક કહે કરીશ આરતી, નમી ચરણ કરીશ વિનતિ ।।૭।। એમ કરે મનોરથ દાસ, ત્યાંતો આવિયો ફાગણ માસ ।
દેશો દેશ કંકોતરી ફેરી, ફુલડોલના ઉત્સવ કેરી ।।૮।। આપી આજ્ઞા જનને મહારાજે, કરજ્યો સમાજ રમવા કાજે ।
અમે આવશું વરતાલ વહેલા, પંચદિન હુતાસની પહેલા ।।૯।।
પછી સંતે કરાવ્યો સમાજ, હેતે હરિશું રમવા કાજ ।
રૂડી રીત્યના કઢાવ્યા રંગ, ભર્યા હોજ યમુના ને ગંગ ।।૧૦।।
સુંદર પીચકારી કરાવી, રમશે હરિ હરિજન આવી ।
બહુપેરે કરાવ્યા સમાજ, ત્યાંતો પોતે પધાર્યા મહારાજ ।।૧૧।। આવી દાસને દર્શન દીધાં, નિર્ખિ નાથ જને સુખ લીધાં ।
આપ્યો દાસને અતિ આનંદ, પોતે પધાર્યા પૂરણચંદ ।।૧૨।। આવ્યા હરિ સખાની હેડીએ, ઉતર્યા જોબનની મેડીએ ।
પછી તેડીયા સંત સમસ્ત, આવ્યા સાંખ્યયોગી ઘણા ગૃહસ્થ ।।૧૩।।
મળ્યા મનુષ્ય અતિ અપાર, પછી પ્રભુ આવ્યા પુર બહાર ।
દિયે દર્શન દીનદયાળુ, અતિકરુણાએ ભર્યા કૃપાળુ ।।૧૪।। તિયાં આવ્યો ઉત્સવનો દન, કર્યું રસિયે રમવાનું મન ।
ભરી ઝોળી ઉડાડે ગુલાલ, તેણે સખા થયા સહુ લાલ ।।૧૫।।
નાખે પીચકારી ભરી રસ, રંગે સખા કીધા રસબસ ।
સખા શોભે છે સુંદર રંગે, રમે અલબેલો ઉછરંગે ।।૧૬।।
પછી સખે કર્યો તો હિંડોળો, સારો શોભિત સુંદર પહોળો ।
પ્રકરણ ૭૩કકકક ભક્તચિંતામણી
૨૭૩
બાર બારણે ઓપે અનૂપ, જોયા જેવું છે જાળિનું રૂપ ।।૧૭।।
પાંચ શિખરે શોભે નિદાન, જાણીયે વૈકુંઠનું વિમાન ।
કાજુ કનકનાં કોટિમાં લેકે, બહુ ફુલને હારે તે બેકે ।।૧૮।। રૂડો રચ્યો મળી મુનિરાજ, એવે હિંડોળે બેઠા મહારાજ ।
પછી ધર્યો મુગટ સુજાણે, શોભે સૂર્યતેજ પરમાણે ।।૧૯।। અતિશોભા દિયે છે અપાર, નંગ પંગતિનો નહિ પાર ।
જડ્યાં મણિ માણ્યક ને મોતિ, કરે છે હીરા ઝવેર જ્યોતિ ।।૨૦।। જોઇ વજ્ર રુચકની જાત્ય, લાલ નીલે પીળે પાડિ ભાત્ય ।
નંગ ઝગમગ કરે જોત્ય, જાણું રવિ શશિ થયા ઉદ્યોત ।।૨૧।। એવાં રૂડાં રતનનો જડ્યો, ઘણેઘણે હેતે કરી ઘડ્યો ।
એવો મુકુટ ધર્યો છે નાથે, પહેર્યાં કનકનાં કડાં બે હાથે ।।૨૨।। કરે વેઢ વિંટી બાંયે બાજુ, મકરાકૃત કુંડળ કાને કાજુ । શિર પેચ ને સોનેરી તોરો, કેડે બાંધ્યો કનક કંદોરો ।।૨૩।। હૈયે પહેર્યા છે હેમના હાર, શોભે ફુલની માળા અપાર ।
કર્યાં તિલક કેશરતણાં, તેણે શોભે છે સુંદર ઘણાં ।।૨૪।।
પછી જને કરી છે આરતિ, થાય જયજય શબ્દ ત્યાં અતિ ।
મળ્યા જન ત્યાં અતિ અપાર, લઇ ઉભા છે ફુલના હાર ।।૨૫।।
પણ પ્રભુને કેમ અપાય, અતિ ભિડ્ય પાસે ન જવાય ।
તેના મનોરથ પુરા કીધા, હાથ છડીવડ્યે હાર લીધા ।।૨૬।।
પછી માથેથી મુગટ ઉતારી, સુંદર સોનેરી પાઘ તે ધારી । તેનાં દીધાં સહુને દર્શન, કર્યાં જનનાં મન પ્રસન્ન ।।૨૭।।
પછી સહુની પૂરવા હામ, ઝુલે હિંડોળે સુંદર શ્યામ ।
હાલે હિંડોળો વાયુને વેગ, થઇ મગન ઝરે તિયાં મેઘ ।।૨૮।। તિયાં આવિને થોભ્યાં વિમાન, ગાય ગાંધર્વ ત્યાં ગુણગાન । તિયાં જયજય બોલે છે જન, એમ લીળા કરે છે જીવન ।।૨૯।। વીતિ એમ આનંદમાં રાત્ય, ઉગ્યો સૂર હવું પરભાત્ય ।
ત્યારે શ્યામળીયો સજ્જ થયા, સખાને સંગ રમવા રહ્યા ।।૩૦।।
૨૭૪ ભક્તચિંતામણ પ્રકરણ ૭૪
ચાલે ચૌદિશે પિચકારી ઘણી, ચડી ગરદી ગુલાલતણી ।
ચડ્યા રમતે રસિયો રાજ, સુખ સંતને આપવા કાજ ।।૩૧।। રમે સામ સામા નવ હારે, વચમાં પડી કોઇ ન વારે ।
એમ ખેલે છે ખાંતિલો હોળી, નાખે ભરી ગુલાલની ઝોળી ।।૩૨।। વાજે વાજાં ત્યાં ઢોલ નગારાં, ત્રાંસા શરણાઇ રવાજ સારાં । બહુ મચીછે રંગની ઝડી, જુવે અમર વિમાને ચડી ।।૩૩।। રમે હરિસંગે હરિજન, કરે નર અમર ધન્ય ધન્ય ।
પછી પ્રભુજી ચડીયા ઘોડે, સખા લીધા છે સરવે જોડે ।।૩૪।। ફરે સંઘમાં દિયે દર્શન, કરે જનનાં મન પ્રસન્ન ।
એમ લીળા કરે છે લાડીલો, રંગમાં રસબસ છે છેલો ।।૩૫।। એમ પ્રભુ રમ્યા સખા સાથ, પછી નાવા ને ચાલિયા નાથ ।
નાહિ નાથ ને આવ્યા ઉતારે, થયો જમણ થાળ તે વારે ।।૩૬।। જમિયા પોતે જીવનપ્રાણ, જમાડ્યા છે જને કરી તાણ ।
પછી સંતની પંક્તિ બેસારી, આવ્યા પિરસવા ગિરિધારી ।।૩૭।। જમે જન જમાડે જીવન, એમ લીળા કરી બહુ દિન ।
આપ્યું સુખ એમ બહુ વિધિ, પછી સંતને શીખજ દીધી ।।૩૮।। એમ ઉત્સવ કર્યો અવિનાશે, કરાવ્યો બાપુ રણછોડદાસે ।
કરી વરતાલ દેશ વિદિતિ, ધન્ય નર એ નારીની પ્રીતિ ।।૩૯।। કર્યો ઉત્સવ જગજીવને, ફાગણસુદિ પુન્યમને દને ।
તેદિ સુંદર ઉત્સવ કરી, પછી પાંચાળે પધાર્યા હરિ ।।૪૦।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીનારાયણચરિત્રે
મહારાજ હિંડોળે ઝુલ્યા ને ઘણું જ ઐશ્વર્ય જણાવ્યું એ નામે તોતેરમું
પ્રકરણમ્ ।।૭૩।।
સામેરી- ઘણું રહે હરિ ગઢડે, ને આવે જાય બીજે દેશ ।
સંત ફરે સર્વે દેશમાં, કરે હિતનો ઉપદેશ ।।૧।।
લીળા સંભારી લાલની, તેની કરે માંહોમાંહિ વાત ।
પ્રકરણ ૭૪કકકક ભક્તચિંતામણી
૨૭૫
ઉતરે નહિ કેફ અંગથી, ઘણું રહે રાજી રળિયાત ।।૨।। અષ્ટમી ને એકાદશી, ફુલડોલ દીવાળીને દન ।
રામનવમી ને વસંતપંચમી, વાટ જોઇ રહે સહુ જન ।।૩।। વાટ જોતાં વરતાલમાં, આવ્યા દયાળુ દયા કરી ।
હેત જોઇ હરિજનનાં, તેને દિયે દર્શન ફરીફરી ।।૪।। ફરે સર્વે દેશમાં, અને જુવે સઘળાં ગામ ।
વરતાલ્ય ડભાણ જેતલપુર, તે કરીયાં નિજધામ ।।૫।। અલબેલો પધારીયા, કાર્તિક સુદી એકાદશી ।
તેદિ જેતલપુરે કરી ઉત્સવ, તેડાવિયા સર્વે ઋષિ ।।૬।। તિયાં જામ ચારનું જાગરણ કરી, ગાયા ગુણ ગોવિંદ તણા ।
રમતાં ગાતાં ગરબીયો, સુખ સંતે તે લીધાં ઘણાં ।।૭।। નિત્ય નવી લીળા કરે, ભેળા મુનિજનને લહિ ।
પવિત્ર કરે પૃથિવી, ચરણની રજે સહિ ।।૮।।
જીયાં જીયાં જીવન ફર્યાં, તિયાં જનનાં કર્યાં કાજ ।
અનેક જીવ ઉધ્ધારવા, ફરે મુનિ ને મહારાજ ।।૯।। એમ કરતાં આવિયો, રૂડો તે ફાગણ માસ ।
રમવા રૂડી હુતાસની, હૈયે હરખિયા હરિદાસ ।।૧૦।।
પછી પ્રભુજી બોલિયા, સંતો શોધો સુંદર ઠામ ।
ઓણ કરીએ હુતાસની, એવું ગોતી કાઢો ગામ ।।૧૧।। વારમવાર વરતાલમાં, ઉત્સવ કર્યા અતિઘણા ।
ખુંદ્યું ખમ્યા તે સતસંગી, ધન્ય જન એમાં નહિ મણા ।।૧૨।।
માટે બીજી જાયગા, જોઇ કાઢો તમે જન ।
સંતે માંડ્યું શોધવા, સુણી વાલ્યમજીનું વચન ।।૧૩।। બામણગામ ને બોચાસણે, સતસંગી સારા સહિ ।
પણ જળ છાયાની જુગતિ, વરતાલ જેવી બીજે નહિ ।।૧૪।। વાલ્યમ કહે વરતાલ જેવું, નથી બીજું કોઇ ગામ ।
સતસંગના મધ્યમાં, સુંદર છે એહ ઠામ ।।૧૫।।
૨૭૬ ભક્તચિંતામણ પ્રકરણ ૭૪
જાઓ તમે ત્યાં મોરથી, સારો કરાવજો સમાજ ।
આ દિને અમે આવશું, એમ બોલિયા મહારાજ ।।૧૬।। વારમવાર વર્ષોવર્ષ, હલાંમણ છે હોજની ।
કરો ચિરાબંધ ચોકસી, થાય સુંદર રમત્ય મોજની ।।૧૭।।
પછી પાકા હોજ કરાવીને, એક ચોતરો ચણાવીઓ ।
અલબેલાને બેસવા, સુંદર સારો બણાવીઓ ।।૧૮।।
પછી શ્રીજી પધારીયા, બેઠા એહ ચોતરે ।
આસપાસ બહુ દાસ દિસે, સુખે સહુ દર્શન કરે ।।૧૯।। અનેક જન જોઇ રહ્યા, નરનારીનાં વળી વૃંદ ।
શોભે સુંદર શ્યામળો, જેમ તારામંડળમાં ચંદ ।।૨૦।। દિયે સુખ બહુ દાસને, વળી દયાળુ દયા કરી ।
જન મન રંજન કરવા, કરે લીળા ફરી ફરી ।।૨૧।।
કર્યો તો ઉત્સવ આગળે, વળી તેવાનો તેવો કર્યો ।
અતિ આનંદે અલબેલડો, વળી રમે હોળી રંગે ભર્યો ।।૨૨।।
લાવ્યા ગુલાલનાં ગાડલાં, તે વહેંચી આપ્યાં સંતને ।
ભર્યા હોજ બેઉ રંગના, રમવા ભક્ત ભગવંતને ।।૨૩।।
પછી અલબેલો ઉભા થઇ, વળી ફેંકી ફાંટું ગુલાલની ।
તે સમાની શોભા મુખથી, કહી ન જાયે લાલની ।।૨૪।।
પછી સખા સજ્જ થયા, ખેલ ખૂબ ખરો મચાવિયો ।
લાગી ઝડી બહુ રંગની, અરુણ વર્ણ અંબર થયો ।।૨૫।।
પરસ્પર પિચકારિયોની, છુટે શેડ્યું સામટી ।
આંખ્ય ન દિયે ઉઘાડવા, જાણું આવ્યો ઘન ઘણો ઉલટી ।।૨૬।।
ગુલાલ લાલ નાખે ઘણો, ઝળકે કરમાં કડાં વળી ।
થાય સલાવા તેહના, જાણું ચમકે ઘનમાં વિજળી ।।૨૭।। રસબસ થયા રસિયો, શોભે સખા રંગમાં લાલ ।
આનંદ દેવા દાસને, એવો કરે અલૌકિક ખ્યાલ ।।૨૮।। રમતાં રમતાં રંગમાં, વળી પહોર દોયે વહી ગયા ।
પ્રકરણ ૭૪કકકક ભક્તચિંતામણી
૨૭૭
હરિ હરિજન હોળી રમતાં, હોડમાં નવ્ય હારીયા ।।૨૯।।
પછી નાથે હાથશું, વળી પાડી તાળી તે ઘડી ।
જીત્યા જીત્યા સહુ આપણે, હવે મેલો પીચકારી પડી ।।૩૦।।
પછી જન મગન થઇને, નાવા ચાલ્યા નીરમાં ।
રંગ સોરંગે શ્યામળો, ઘણું શોભે છે શરીરમાં ।।૩૧।।
નાહિને આવ્યા નાથજી, જન જમાડ્યા ભાવે ભરી ।
પછી મુનિમંડળને, પોતે પિરસ્યું હાથે કરી ।।૩૨।। જેજેકાર કરી જીવન, આવ્યા પુર બહાર ફરી ।
આવી બેઠા આંબલે, હરિજન ને પોતે હરિ ।।૩૩।। ત્યાં ગાય પદ ને થાય વાતો, પ્રશ્ન ઉત્તર અતિ ઘણાં ।
એમ સંતને સાંજ સુધી, દીધાં સુખ દર્શન તણાં ।।૩૪।।
પછી હાથ જોડી હરિજન કહે, તમે હિંડોળે બેસો હરિ ।
મનોરથ જન મનના, તમે પુરો પ્રભુ કૃપા કરી ।।૩૫।।
પછી પ્રભુ પ્રસન્ન થઇને, હિંડોળે બેઠા હરિ ।
જને જીવનને મુગુટ ધરી, કરી પૂજા ભાવે ભરી ।।૩૬।। અંબર સુંદર આભૂષણ, પ્રભુને પહેરાવીયાં ।
કુસુમમાળા કંઠે અર્પિ, સુંદર છોગાં ધરાવીયાં ।।૩૭।।
પછી ઉતારી આરતી, પ્રેમે પાય લાગ્યા નાથને ।
પછી હરિ હિંડોળે ઝુલી, આપ્યાં સુખ સહુ સાથને ।।૩૮।। એમ લીળા અતિ ઘણી, કરી કૃપાનિધિયે ।
જનમન રંજન કર્યાં, વાલ્યમે બહુ વિધિએ ।।૩૯।।
એવી રીત્યે કરી ઉત્સવ, પાંચાળે પ્રભુ ગયા ।
સંત સર્વે મંડળી વળી, ગુર્જરધરમાંહિ રહ્યા ।।૪૦।। એક જીભે અનંત લીળા, કહીએ મુખથી કેટલી ।
શેષ મહેશ ને શારદા કહે, તોય કહેવાય નહિ તેટલી ।।૪૧।। અપરમપાર લીળા કરી, ફાગણશુદી પુન્યમ દને ।
કરી લીળા વરતાલમાં, કરાવી હરિજન જોબને ।।૪૨।।
૨૭૮ ભક્તચિંતામણ પ્રકરણ ૭૫
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે વડતાલે ઉત્સવ કર્યો ને રંગે રમ્યા એ નામે ચુંમોતેરમું પ્રકરણમ્ ।।૭૪।।
ચોપાઇ- પછી શ્યામ સોરઠ પધાર્યા, જનને મન મોદ વધાર્યા ।
ગામે ગામમાં દઇ દર્શન, કરે જનનાં મન પ્રસન્ન ।।૧।। ખંભાળું રાયપર પિંપળ, રહી બંધીયે ગયા ગોંડળ ।
ગામ ગોંડળનો જે રાજન, નામ હઠિભાઇ હરિજન ।।૨।।
સખા સહિત સામા સહુ આવ્યા, અતિહેતે પ્રભુ પધરાવ્યા ।
પછી બોલિયા શ્યામ સુજાણ, તમે સાંભળો નરપતિ વાણ ।।૩।। અમે ત્યાગીને રાજ્ય તમારે, કેમ મળશે તમારે અમારે ।
જેમ તમને રાજ્યની ખુમારી, તેમ ત્યાગીને ત્યાગની ભારી ।।૪।।
માટે મોટા જો જાણો અમને, તો માનજ્યો જે કહીએ તમને । તૈયે જોડ્યા છે રાજાએ હાથ, જેમ કહો તેમ કરશું નાથ ।।૫।।
પછી પધાર્યા તેને ભવન, રહ્યા રાત્ય ને જમ્યા જીવન ।
પછી શીખ માગીને સધાવ્યા, ધ્રોડ કરી ધોરાજીયે આવ્યા ।।૬।। રહી રાત્ય ને સધાવ્યા શ્યામ, ત્યાંથી આવ્યા છે ભાડેર ગામ । ત્યાં નિજજનને સુખ આપ્યાં, દેઇ દર્શન ને દુઃખ કાપ્યાં ।।૭।।
પછી આવ્યા માણાવદ્રમાંઇ, રહ્યા રાત્ય એક પોતે ત્યાંઇ ।
પછી ત્યાંથી પધાર્યા પંચાળે, દિધાં દાસને દર્શન દયાળે ।।૮।। તિયાં રહ્યા રાજી થઇ બહુ, આવ્યાં સાંભળી દર્શને સહુ ।
આખા અજાબ્ય ને અગત્રાઇ, ગઢમઢ પિપ્પલ પોરછાઇ ।।૯।।
મેઘપુર માંગરોળ લોજ, કાલવાણી સમેધુ સુત્રોજ ।
ગણોદ જાળિયું ઉપલેટું, આવે દર્શને ન જુવે છેટું ।।૧૦।। બાલ જોબન ને વૃદ્ધ વળી, આવ્યા પ્રભુ પધાર્યા સાંભળી ।
સહુ આવીને નિરખ્યા નાથ, જોઇ જીવન થયા સનાથ ।।૧૧।। કરી પૂજા ને લાગ્યા છે પાય, અતિ હેત હૈયામાં ન માય ।
કહે કરજોડી એમ જન, ઘણે દહાડે દીધાં દરશન ।।૧૨।।
પ્રકરણ ૭૫કકકક ભક્તચિંતામણી
૨૭૯
એમ કહી ભર્યાં નીર નયણે, પછી પ્રભુ બોલ્યા મીઠે વયણે ।
સાંભળો સતસંગી સોરઠી, તમે સહુ સુખી છો સારીપઠી ।।૧૩।। અમે ફરીએ છીએ દેશ સહુ, પણ તમે વાલાં મને બહુ ।
અમે પ્રથમ પ્રગટ થઇ, કરી આ દેશમાં લીળા કઇ ।।૧૪।। વળી આ દેશમાં સ્વામી મળ્યા, રામાનંદ જે ન જાય કળ્યા ।
તેના સતસંગી તમે કહાવો, માટે મારે મને અતિભાવો ।।૧૫।। એવી સાંભળી વાલાની વાત, સહુ થયા અતિ રળિયાત ।
પછી આવ્યો દુર્બળ એક દાસ, અકિંચન નહિ વસ્ત્ર પાસ ।।૧૬।। તેને આપ્યાં અંબર કરાવી, વળી મુઠડી મોરે ભરાવી ।
કાપ્યું દારિદ્ર એમ જનનું, હતું દુઃખ જે બહુ દનનું ।।૧૭।। બીજાં સહુ સુખી થયાં જન, કરી પ્રભુજીનાં દર્શન ।
દિન દશ વિશ તિયાં રહ્યા, પછી ગામ પિપલાણે ગયા ।।૧૮।। આખું અગત્રાઇ ગામ ફરી, પાછા પંચાળે આવિયા હરિ ।
રહી રાત્ય સવારે સધાવ્યા, ત્યાંથી માણાવદ્રમાંહિ આવ્યા ।।૧૯।। દીધાં દાસને દરશન દાન, રહી રાત્ય ચાલ્યા ભગવાન ।
આવ્યા જાળિયે સુંદર શ્યામ, રહ્યા પહોર એક એહ ઠામ ।।૨૦।।
પછી જને કરાવ્યાં ભોજન, જમી ચાલિયા ત્યાંથી જીવન ।
બીજે રહ્યા નહિ કિયાં નાથ, આવ્યા બંધીયે સખાને સાથ ।।૨૧।। ત્યાંથી ચાલ્યા રંગભીનો રાજ, આવ્યા ગામ ગઢડે મહારાજ । દિધાં દાસને દર્શન દાન, જને નિરખ્યા ભાવે ભગવાન ।।૨૨।।
પછી પૂછ્યું જને લાગી પાય, કેવા સતસંગી સોરઠમાંય ।
કહો કૃપા કરીને અમને, કેવું હેત કરતા તમને ।।૨૩।।
પછી બોલિયા પ્રાણજીવન, તમે સાંભળો સહુ મળી જન ।
સોરઠદેશના સતસંગી જેહ, અતિનિર્મળ કોમળ તેહ ।।૨૪।।
નહિ છળ કપટ લગાર, બહુ વિશ્વાસી છે નરનાર ।
ઘણું નહિ ડહાપણ ચતુરાઇ, નિશ્ચય પ્રભુનો પર્વત પ્રાઇ ।।૨૫।। જે દિના એને સ્વામી મળ્યા છે, તેદિના સર્વે સંશય ટળ્યા છે ।
૨૮૦ ભક્તચિંતામણ પ્રકરણ ૭૫
નિરુત્થાન છે નર ને નારી, એકએકથી સમજણ્યે ભારી ।।૨૬।। એવા જન થોડા મળે જોતે, જેને મળ્યા રામાનંદ પોતે । ત્યારે જન કહે સત્ય મહારાજ, એવા જન નહિ બીજા આજ ।।૨૭।। જેનાં તમે કરો છો વખાણ, એતો એવાજ છે પરમાણ ।
એમ હરિ હરિજન મળી, કરી વાત તે સર્વે સાંભળી ।।૨૮।। એમ નિત્ય નવી વાતો કરે, સુણી જન હૃદે સહુ ધરે ।
એમ કર્તાં વીત્યો એક માસ, પછી પ્રભુજી થયા ઉદાસ ।।૨૯।।
લીધો સેવક એક સંગાત્યે, ઉઠી ચાલ્યા પોતે અરધિ રાત્યે ।
ગઢડાથી ઉતરમાં ગામ, રહે સતસંગી સુખપુર નામ ।।૩૦।। તિયાં પધાર્યા દર્શન દેવા, તેને ઘેર હતો વળી વિવા ।
તિયાં મળ્યાં હતાં નરનાર, દિઠાં ઉન્મત સરખાં અપાર ।।૩૧।।
નહિ કેને વિચાર વિવેક, ચડ્યો કેફ વિવાનો વિશેક ।
કરે માંહોમાંહિ બહુ હાંસી, એવું જોઇને થયા ઉદાસી ।।૩૨।। આવ્યા હતા ઉદાસી ટાળવા, ત્યાંતો સામુના અધિકા હવા ।
પણ કહ્યું નહિ કેને કાંઇ, પ્રભુ સમજી રહ્યા મનમાંઇ ।।૩૩।।
પછી તર્ત ત્યાંથી ઉઠી ચાલ્યા, રહ્યા નહિ નાથ કેના ઝાલ્યા । કહે અમે જાશું દૂર દેશ, પાછા યાં નહિ કરીએ પ્રવેશ ।।૩૪।।
પછી હરિજને જોડ્યા હાથ, એવું કરવું નહિ મારા નાથ । હોય જીવમાં અવગુણ ઘણા, જોયા ન ઘટે નાથ તે તણા ।।૩૫।।
માટે દયાળુ દયા કરીને, આવો ગામમાં પાછા ફરીને ।
પછી પ્રભુ કહે સાંભળો તમે, જાઓ જરૂર આવશું અમે ।।૩૬।।
પણ આ પળે પાછા વળીને, નહિ આવીએ માનો મળીને ।
પછી ત્યાં થકી પોતે સિધાવ્યા, આઘા જઇને ગઢડે આવ્યા ।।૩૭।। આવી લખાવ્યો કાગળ એક, તેમાં એટલો લખ્યો વિવેક ।
આપણા જે સતસંગી હોય, તેતો ભાંડ ભવાઇ ન જોય ।।૩૮।।
સાંખ્યયોગી હોય બાઇ ભાઇ, તેને જાવું નહિ વિવામાંઇ ।
કર્મયોગી જે જાય વિવાય, તેપણ ગીત પ્રભુજીનાં ગાય ।।૩૯।।
પ્રકરણ ૭૬કકકક ભક્તચિંતામણી
૨૮૧
એહ આગન્યા છે જો અમારી, સહુ રહેજ્યો એમ નરનારી ।
એમ નહી રહે જન જેહ, નહિ અમારા સતસંગી તેહ ।।૪૦।। એવી લખાવી કાગળે વાત, પછી પોતે થયા રળિયાત ।
થયા રાજી પોતે ત્યારે રાજ, જ્યારે કીધું છે એટલું કાજ ।।૪૧।। એવા સંત સુખદાયી શ્યામ, દાસ દોષનિવારણ નામ ।
શોભાનિધિ તે સંતને આપી, બીજાં કલંક સરવે કાપી ।।૪૨।। જેણે બેસે જગતમાં દાગ, એવાં કરાવ્યાં કુલક્ષણ ત્યાગ ।
તેણે શોભેછે સતસંગ ઘણો, તે પ્રતાપ મહાપ્રભુ તણો ।।૪૩।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે મહારાજે
ગઢડેથી સર્વે હરિજનના ઉપર કાગળ લખ્યો એ નામે પંચોતેરમું
પ્રકરણમ્ ।।૭૫।।
સામેરી- હવે ગુજરધરમાં સંત ફરતા, કરતા હરિની વારતા ।
પંચવ્રતે પૂરા શૂરા, પ્રભુને સંભારતા ।।૧।।
તેણે મનમાં વિચારિયું, હજી નાથજી કેમ નાવીયા ।
આજ કાલ કરતાં, દર્શન વિના દિન બહુ ગિયા ।।૨।। એમ શોચ કરીને સંત સુતા, તેને સ્વપ્નમાં આવિયા હરિ ।
સખા સંગે શ્યામળો, જાણું પધાર્યા દયા કરી ।।૩।। શ્વેત વસ્ત્ર પહેરી લેરી, જાણું આવિયા અશ્વે ચડી ।
સંત મન મગન થઇ, કહે ધન્ય ધન્ય આજ ઘડી ।।૪।। એક કહે મહારાજને મેં, ગુંજાહાર પહેરાવીયા ।
બાજુ કાજુ કુંડળ કરી, ફુલના તોરા ધરાવીયા ।।૫।। એક કહે જાણું ચંદન ઘસી, ચરચ્યું મારા હાથશું ।
એક કહે જાણું અલબેલાને, ભેટીયો ભરી બાથશું ।।૬।। એક કહે જાણું નાથનાં, ચરણ છાપ્યાં છાતિએ ।
એક કહે એવી દિઠી મૂરતિ, તેતો નવ્ય જાય કહ્યે ।।૭।। એક કહે મેં સખા દીઠા, સંગે સુંદર શ્યામને ।
૨૮૨ ભક્તચિંતામણ પ્રકરણ ૭૬
એમ સંતે સ્વપ્નમાંહી, દીઠા પૂરણકામને ।।૮।।
પ્રભાતે ઉઠી પરસ્પર, વાત કરવા લાગીયા ।
જાણ્યું પધાર્યા વાલ્યમો, સંત સહુનાં દુઃખ ભાંગીયાં ।।૯।।
પછી નાહી જન જીવનની, વાટ જુવેછે સહુ મળી ।
એમ કરતાં પધારીયા, વાલ્યમજી પોતે વળી ।।૧૦।। જેવા દિઠાતા સ્વપ્નમાંઇ, તેવાના તેવા પધારીયા ।
દર્શન દઇ દાસને, નવલા તે નેહ વધારીયા ।।૧૧।। જન સહુ મગન થયા, નિર્ખિ નટવર નાથને ।
પાય લાગી પાસળે, વળી ઉભા જોડી હાથને ।।૧૨।।
પછી પ્રભુજી બોલિયા, જાઓ તેડાવો સર્વે જનને ।
સંતને ખબર કરજ્યો, મર કરે આવી દર્શનને ।।૧૩।।
પછી સાંભળીને સર્વે આવ્યા, સતસંગી ને સંત વળી ।
નાથ નિરખિ હૈયે હરખી, લાગ્યા પાય પ્રભુને લળી ।।૧૪।।
સંત મંડળ સર્વે આવ્યાં, બેઠા જોઇ જીવનને ।
અલબેલે અમૃતદૃષ્ટે, જોયા સર્વે જનને ।।૧૫।।
અનંત સુખ આપ્યાં વાલે, કાપ્યાં દુઃખ દાસતણાં ।
મીઠી વાણ્યે બોલી મોહન, રાજી કર્યા સંત ઘણા ।।૧૬।।
પછી દિવસ વળતે, આવી અવલ એકાદશી ।
સતસંગી નરનારી સહુ, રહ્યા વ્રત મળી ઋષિ ।।૧૭।। જેતલપુરની જાગ્યમાં, મનુષ્ય તો માયાં નહિ ।
પછી પ્રભુજી વિરાજીયા, તડાગતટે વટે જઇ ।।૧૮।।
ત્યાં અનંત જન આવિયા, લાવિયા પૂજા પ્રીતશું ।
અંબર ભૂષણ અંગે અરપિ, ચરણ ચિંતવ્યાં ચિત્તશું ।।૧૯।।
પછી સંત શ્રીખંડ ઘશી, લાવ્યાતા ભાજન ભરી ।
મરજી જોઇ મહારાજની, સર્વે અંગમાં અર્ચા કરી ।।૨૦।।
સુંદર હાર સુમનના, પ્રભુને પહેરાવિયા ।
પોંચી બાજુ કાજુ કુંડળ, ગજરા તોરા ધરાવિયા ।।૨૧।।
પ્રકરણ ૭૬કકકક ભક્તચિંતામણી
૨૮૩
ધૂપ દીપ કરી આરતિ, સહુ લળિ પાયે લાગિયા ।
પછી પ્રભુજી ગામમાં, ઘોડે ચડી જમવા ગિયા ।।૨૨।। જમી જીવન આવિયા, નાયા પછી નીરમાં ।
ચોળી ચંદન ઉતારીયું, જે ચરચ્યું હતું શરીરમાં ।।૨૩।।
પછી પહોર પાછલે, વાલો પધાર્યા વાડિયે ।
એમ સુખ અલબેલડો, દિયે દાસને દાડિદાડિયે ।।૨૪।। અનંત વાતો ત્યાં કરી, સુણી સંત સહુ મગન થિયા ।
પછી સખા સંગે શ્યામળો, મોલે મલપતા આવીયા ।।૨૫।। જને ત્યાં જાગરણ કર્યું, ગાયાં કીર્તન અતિઘણાં ।
પાટે બેસી પાતળે, સુણ્યાં પદ સંતતણાં ।।૨૬।।
પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળો હરિજન સહુ ।
અતિ રહસ્ય એકાંતની, એક વાલ્યપની વાત કહું ।।૨૭।। આ સભામાં આપણ સહુનાં, તેજોમય તન છે ।
છટા છુટે છે તેજની, જાણું પ્રકટિયા કોટિ ઇંદુ છે ।।૨૮।। વળી કહું એક વારતા, સર્વે કીધું આપણું થાય છે ।
સુખ દુઃખ વળી જય પરાજય, યત્કિંચિત જે કહેવાય છે ।।૨૯।। જેજે આપણને નવ ગમે, તે જીવ કેમ શકે કરી ।
જુઓ સર્વે જક્તમાં, કોણ શકે છે ફેલ આચરી ।।૩૦।। વળી રીત્ય આપણી, જે જીવને નથી ગમતી ।
જોઉંછું એવા જીવને, છે કેની કેની એવી મતિ ।।૩૧।। તેને શોધી સાંમટો, એક દંડ દેવા તાન છે ।
કોઇ ન પ્રીછે પરચો, એવું કરવું મારે નિદાન છે ।।૩૨।। જેવું અમારાં અંગમાં, સુખ દુઃખ રાખું છું સહિ ।
તેવું જાણજ્યો જક્તમાં, કહું સત્ય એમાં સંશય નહિ ।।૩૩।। વળી આપણે રાખીયાં, ષટ રસનાં વ્રતમાન ।
તેદિ સર્વે જક્તમાં, કેને ખાવા ન રહ્યું ધાન ।।૩૪।। જેદિ અમે છાના રહ્યા, અને વળી વધાર્યા કેશ ।
૨૮૪ ભક્તચિંતામણ પ્રકરણ ૭૭
તેદિના આ ભૂ વિષે, સહુ નિસ્તેજ થયા નરેશ ।।૩૫।। વળી અમે અંગમાં, આણ્યો હતો મંદવાડ ।
તે દાડે આ જક્તમાં, બહુ જીવનો ગયો બિગાડ ।।૩૬।। એમ જણાય છે એકતા, મારા પિંડ બ્રહ્માંડમાં મળી ।
જે હોય આ અંગમાં, તે બ્રહ્માંડમાં હોય વળી ।।૩૭।। તે માટે તમે સાંભળો, સતસંગી સહુ નરનાર ।
જેજે થાય છે જક્તમાં, તેનો બીજો નથી કરનાર ।।૩૮।।
સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજ્યો સ્થિર મતિ । જાળવીશ મારા જનને, વળી કરીશ જતન અતિ ।।૩૯।।
એમ કરતાં જો પંડ પડશે, તો આગળ સુખ છે અતિ ઘણું ।
પણ વ્રત ટેક જો ટાળશો તો, ભોગવશો સહુ સહુ તણું ।।૪૦।।
નહિં તો તમે નચિંત રહેજ્યો, કરવું તમારે કાંઇ નથી ।
જે મળ્યા છે તમને, તે પાર છે અક્ષરથી ।।૪૧।। એમ વાત કરી હરિ, ત્યાર પછી પોતે પોઢિયા ।
સુણી વાત સતસંગીએ, અતિશે રાજી થિયા ।।૪૨।।
પછી પ્રભાતે ઉઠી પોતે, દયાળે દાતણ કર્યું ।
નાયા પછી નાથજી, જને હાર પહેરાવી છોગું ધર્યું ।।૪૩।।
પછી જને જમાડિયા, પ્રભુને પ્રીત્યે કરી ।
જમી પોતે શ્યામળે, પછી સંત જમાડ્યા ભાવે ભરી ।।૪૪।। એમ દિન દશ સુધી, લટકાળે લીળા કરી ।
પછી પોતે પધારીયા, પશ્ચિમ દેશે શ્રીહરિ ।।૪૫।। એવી અનુપમ કરી લીળા, જેઠ શુદિ એકાદશી દને ।
લીળા કરાવી જેતલપુરે, ગંગાદાસ આસજી જને ।।૪૬।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે મહારાજે
પુરુષોત્તમપણું કહ્યું એ નામે છોતેરમું પ્રકરણમ્ ।।૭૬।।
ચોપાઇ- પછી વીત્યા થોડા ઘણા દન, આવ્યા વરતાલે જગજીવન ।
પ્રકરણ ૭૭કકકક ભક્તચિંતામણી
૨૮૫
આસોવદી અમાસને દન, કર્યું દીપ ઉત્સવનું મન ।।૧।। આવ્યા તેડાવ્યા સર્વે દાસ, જોઇ જીવન મન હુલાસ ।
કરે નિત્ય નવી લીળા લાલ, જોઇ જન થાય છે નિહાલ ।।૨।। જેમ અન્યલોક થાય ભેળા, એમ સમજશ્યોમાં એહ લીળા ।
જેને કહું છું ફરિફરિ અમે, તેની રીત્ય સાંભળજ્યો તમે ।।૩।।
નર ઇચ્છે છે નરેશ થાવા, રાજા ઇચ્છે અમરલોક જાવા ।
અમર ઇચ્છે ઇંદ્ર પદવી, ઇંદ્ર ઇચ્છે થાવા આદ્ય કવિ ।।૪।। વિધિપર તે વિરાટ કહીએ, તે પર પ્રધાન પુરુષ લહીએ ।
તે પર મૂળપ્રકૃતિ પુરુષ, તેથી પર અક્ષર સુજશ ।।૫।। અક્ષર પર પુરુષોત્તમ જેહ, તેણે ધર્યું મનુષ્યનું દેહ ।
તેનું દર્શન ને સ્પર્શ ક્યાંથી, સહુ વિચારોને મનમાંથી ।।૬।। જે છે મન વાણીને અગમ, તે તો આજ થયા છે સુગમ ।
અતિ દુર્લભ દર્શન જેનાં, કહું છું આ ચરિત્ર હું તેનાં ।।૭।। જે કોઇ જાણે અજાણ્યે સાંભળશે, તેના જન્મમરણ તાપ ટળશે ।
જે કોઇ સમજે જથારથ જન, તેનું થાશે તેજોમય તન ।।૮।।
માહાત્મ્ય સહિત સમજશે સ્વરૂપ, તે તન મુક્તાં અક્ષરરૂપ ।
છેતો વાત મોટી એવી ઘણી, નાવે પ્રતીત કહેતાં તે તણી ।।૯।।
પણ જાણ્યે અજાણ્યે જે જન, કરશે મહાપ્રભુનાં દર્શન ।
વળી સુણશે આ લીળા ચરિત્ર, તે નર થાશે નિશ્ચય પવિત્ર ।।૧૦।।
માટે કહું છું ફરી ફરીને, સહુ સાંભળો ચિત્ત ધરીને ।
પછી આવ્યો છે ઉત્સવનો દન, પૂરી દીપમાળા મળી જન ।।૧૧।। તિયાં સુંદર વેદી રૂપાળી, આવી બેઠા તિયાં વનમાળી ।
જયજય બોલે જનવૃંદ, જાણ્યું પ્રગટ્યા પૂરણચંદ્ર ।।૧૨।। દીપે દીપ જોત્ય ત્યાં અપાર, જાણ્યું બણ્યું તેજનું અગાર ।
પ્રકાશમય મંદિરમાંયે, શોભે મૂરતિ અતિ શોભાયે ।।૧૩।। અંબર આભૂષણ અંગે જેહ, સર્વે તેજોમય દીઠાં તેહ ।
એમ લૌકિકમાંઇ અલૌકિ, જોઇ જન મન રહ્યાં છકી ।।૧૪।।
૨૮૬ ભક્તચિંતામણ પ્રકરણ ૭૭
દીધાં દર્શન એવાં દયાળે, દયાસિંધુ જનપ્રતિપાળે ।
સર્વે જન થયા છે સનાથ, જોઇ નટવર સુંદર નાથ ।।૧૫।।
ગાય કીર્તન થાય કિલોલ, મળ્યા હરિજનના હિલોલ ।
નરનારીનો ન આવે પાર, મળ્યા મુનિ હજારો હજાર ।।૧૬।।
સર્વે જોઇ રહ્યા હરિ સામું, પુરી કરી છે હૈયાની હામું । એમ વીતિ ગઇ અર્ધ રાત, વાલમજી કહે સુણો વાત ।।૧૭।। અમે જાશું હવે પુરમાંય, તમે રાત્ય રહેજ્યો સહુ આંય ।
એમ કહી પ્રભુજી પધાર્યા, જનને મન મોદ વધાર્યા ।।૧૮।। આવી નાથજી પોઢ્યા આવાસે, સખા પાંચ સાત હતા પાસે ।
જ્યારે પોઢીને જાગ્યા પ્રભાત, ત્યારે પુછી રસોઇની વાત ।।૧૯।। ત્યારે બોલિયા નારાયણ ગિર, થઇ રસોઇ કાળ અચિર ।
પછી દાતણ કરી દયાળ, નાઇ નાથ જમ્યા પછી થાળ ।।૨૦।। જમ્યા જીવન જનહિત કાજ, પછી તેડાવ્યો સંત સમાજ ।
તેને જમાડ્યા જુગતે કરી, આપ્યાં ભોજન ભાજન ભરી ।।૨૧।। બહુ ભાત્યનાં કર્યાંતાં અન્ન, હતો અન્નકોટનો એ દન ।
ફર્યા પંગત્યમાં પાંચવાર, ઘણીઘણી કરી મનુવાર ।।૨૨।। જમો સંતો કંસાર છે કેવા, માલપુડા છે જમવા જેવા ।
એમ નાથ કરે તાણ્ય ઝાઝી, તેમ નારાયણગિરિ રાજી ।।૨૩।। જન જમ્યા થયો જેજેકાર, પછી આંબલે આવ્યા આધાર ।
સર્વે દાસને દર્શન દિધાં, અતિ આનંદ મગન કિધાં ।।૨૪।। એમ લીળા કરી બહુ દન, પછી પધાર્યા પ્રાણજીવન ।
સંત ગયા સહુ આસપાસ, પોતે કર્યો ગઢડે નિવાસ ।।૨૫।। રહ્યા દિવસ થોડાક ત્યાંઇ, વળી આવિયા વરતાલમાંઇ ।
આવી તેડાવિયા આચારજ, કરવા કાંઇક એનું કારજ ।।૨૬।।
સામા જઇને સનમાન કીધું, રૂડી રીત્યે તેને માન દીધું ।
પાટે બેસારી પૂજા કરાવી, ફુલમાળા તો પોતે પહેરાવી ।।૨૭।। રૂડી રીત્યની રસોઇ દીધી, ચોંપે કરીને ચાકરી કીધી ।
પ્રકરણ ૭૭કકકક ભક્તચિંતામણી
૨૮૭
પછી બોલ્યા વેદાંતાચારજ, પૂછો તમે પ્રશ્ન મને આજ ।।૨૮।।
પછી પ્રભુ બોલ્યા એમ રહી, અમે ત્યાગી ને તમે છો ગૃહી ।
પૂછતાં વળી પ્રશ્ન તમને, ઘણો વિચાર થાય છે અમને ।।૨૯।। ત્યારે બોલ્યા આચારજ એમ, એવું મનમાં ધારો છો કેમ । બ્રહ્મવિદ્યા બત્રીશ પ્રકાર, કહો તો કહી દેખાડું આ વાર ।।૩૦।।
પુછો જે કાંઇ પુછવું હોય, નથી ખોટ્ય એ વાતની કોય । એવું સુણી બોલ્યા અવિનાશ, લિયો પ્રશ્ન પૂછું તમ પાસ ।।૩૧।। જ્યારે ગુરુ કરે કોઇ શિષ્ય, આપે મહા વાક્ય ઉપદેશ ।
તેને પુછું હું જુજવા પાડી, દિયો દ્વાદશ રૂપ દેખાડી ।।૩૨।। એમાં કરીશ આશંકા હું ઘણી, નહી ચાલે ચતુરાઇ તમ તણી ।
પ્રજ્ઞાનમાનંદ બ્રહ્મ જેહ, વળી અયમાત્મા બ્રહ્મ તેહ ।।૩૩।। અહં બ્રહ્માસ્મિ જેહ કહીએ, તત્ત્વમસિ તે કેમ લહીએ ।
તૈયે બોલ્યા આચાર્ય તે વાર, એના પણ છે બે પ્રકાર ।।૩૪।। એમ કહીને વાળ્યા છે ગોટા, કર્યા ઉત્તર તે થયા ખોટા ।
પછી પ્રભુ પાય લાગી ચાલ્યા, આવ્યા દાંત રહ્યા નહિ ઝાલ્યા ।।૩૫।। વળી પૂછ્યું પોતે બીજે દિન, ક્યાંથી થયા વેદ ઉત્તપન । કહેશો અનાદિ છે એહ વેદ, તોયે કહ્યો જોશે તેનો ભેદ ।।૩૬।। કહેશો વેદ નારાયણ થકી, તોય વ્યક્તિ પાડિ જોશે પકી ।
પછી બોલ્યા આચારજ સોય, એના પણ પ્રકાર છે દોય ।।૩૭।। જ્યારે પ્રલય થાય છે બ્રહ્માંડ, ત્યારે વડ એક રહે છે અખંડ । તિયાં રહે છે નારાયણ વેદ, એકતો એમ સમજવો ભેદ ।।૩૮।। ત્યારે મહારાજને આવી હાંસી, પણ હસ્યા નહિ અવિનાશી ।
કહે નાથ સુણોને આચાર્ય, એનું અમને થાય છે આશ્ચર્ય ।।૩૯।। જ્યારે પંચભૂત નાશ થાય, ત્યારે વડે તે કેમ રહેવાય ।
એનો ઉત્તર છે કાંઇ એતે, આવડે તો કહો બીજી રીત્યે ।।૪૦।। વારૂ એતો હવે રહેવા દિયો, બીજું પ્રશ્ન તે સાંભળી લિયો । ભગવાને કહ્યું ગીતામાંય, જીવ અંશ તે મારો કહેવાય ।।૪૧।।
૨૮૮ ભક્તચિંતામણ પ્રકરણ ૭૮
તૈયે બોલ્યા આચારજ એમ, પ્રભુનો અંશ કહેવાય કેમ ।
એને અક્ષરનો અંશ કહીએ, પછી નાથજી બોલ્યા છે તૈએ ।।૪૨।। અક્ષરશબ્દનો અર્થ છે શિયો, પ્રથમ એનો ઉત્તર તો દિયો । કહે ન ક્ષરે અક્ષર તેહ, એનો અર્થ તો થાય છે એહ ।।૪૩।। ત્યારે નાથ કહે જીવ કેમ ખર્યો, જો ખર્યો તો અક્ષર ન ઠર્યો । વળી જીવ છે અછેદ્ય અભેદ્ય, ત્યારે અક્ષરમાં કેમ છેદ ।।૪૪।। એનો એમ ઉત્તર નોય કાંય, નથી સમજાવવા સંપ્રદાય ।
તોય અજાણ્યા થઇને નાથ, લાગ્યા પાય પછી જોડી હાથ ।।૪૫।। આચારજની મુંઝાંણી મત્ય, થયો ગાભરો ગઇ હિમત્ય ।
હતો અહંકાર જે એને મને, તેતો ગળ્યો જાણ્યું સહુજને ।।૪૬।।
નાથ કહે એને કહેશોમાં કોય, આપો રુપૈયા શત એને દોય । એમ દયા કરી એને માથે, એણે ભૂંડું કર્યું એને હાથે ।।૪૭।। આગળ જઇને અવિદ્યા કરી, નાખી રજ સૂર્યસામી ખરી ।
તેતો પડી એના મુખમાંઇ, સૂરજને અડિ નહિ કાંઇ ।।૪૮।। એવું ચરિત્ર કરી દયાળ, પછી પધાર્યા દેશ પંચાળ ।
કરી લીળા એ વરતાલે વસી, માગસર શુદિ એકાદશી ।।૪૯।। તેદિ લીળા કરી વરતાલ, સહુ જનને કર્યા નિયાલ ।
એમ ચરિત્ર કરે નિત્ય નવાં, નિજજનને સુખ આપવા ।।૫૦।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે નારાયણચરિત્રે
વેદાંતાચાર્યને જીત્યો એ નામે સત્યોતેરમું પ્રકરણમ્ ।।૭૭।। સામેરી- પછીપ્રભુજી બોલિયા, અમે કરી લીળા અનેક ।
હવે વર્ષોવર્ષમાં, ઉત્સવ કરશું એક ।।૧।।
હોળી દિવાળી ને અષ્ટમી, રામનવમી ને શિવરાતરી ।
જયા વિજયા અકાદશી, પાપમોચની ને ધાતરી ।।૨।। એહ દિવસ ઉત્સવ કર્યા, ત્યાં તેડાવિયા હરિજન ।
હવે અણતેડે આવજ્યો, પ્રબોધની એકાદશી દન ।।૩।।
પ્રકરણ ૭૮કકકક ભક્તચિંતામણી
૨૮૯
કાર્તિકસુદી એકાદશી, તેહનું પ્રબોધની નામ ।
તેદિ સતસંગી સંત સહુ, આવજ્યો વડતાલ ગામ ।।૪।। એવું સાંભળી શ્રવણે, ચાલ્યા દેશોદેશથી દાસ ।
ઉત્સવ ઉપર આવિયા, બ્રહ્મચારી સંત સંન્યાસ ।।૫।।
પૂર્વદેશ અયોધ્યા પ્રાંતથી, આવ્યા છે જન અનંત ।
કાશી મિથિલા પ્રાંતથી, આવ્યા ગંગાસાગરના સંત ।।૬।। શોણભદ્ર પ્રાંતના, પ્રયાગ પ્રાંતના જન ।
ગયા પુરુષોત્તમપુરીથી, આવ્યા કરવા દરશન ।।૭।।
મથુરા વૃંદાવન પ્રાંતમાં, જે હતા મુમુક્ષુ જીવ ।
અવંતિ નગરીથી આવિયા, નયણે નિરખવા પિવ ।।૮।। ઉત્તરદેશથી આવિયા, કાશ્મીર ને કુરુક્ષેત્રથી ।
હરદ્વાર પુષ્કર પ્રાંતના, આવ્યા અર્બુદાચળ પવિત્રથી ।।૯।।
મારુદેશ સિધ્ધપદ પ્રાંતના, એહ આદિ દેશ અપાર ।
દર્શન કરવા દયાળનાં, સહુ આવિયાં નરનાર ।।૧૦।।
પશ્ચિમ દેશથી આવિયા, સિંધુપ્રાંતના સેવનાર ।
કચ્છ વાગડ વાલાક સોરઠ, આવ્યા પાંચાળના રહેનાર ।।૧૧।।
સૌભીર આભીર હાલારના, જીયાં જીયાં હતા જન ।
તેહ સર્વે આવિયા, કરવા હરિદર્શન ।।૧૨।।
દક્ષિણદેશથી દર્શને, આવ્યા જન ઉમંગથી ।
સેતુબંધ રામેશ્વરના, આવ્યા વેંકટ્રાદ્રિ શ્રીરંગથી ।।૧૩।।
પદ્મનાભ પ્રાંતના, આવ્યા મલિયાદ્રિપ્રાંતિ મળી ।
શિવ વિષ્ણુકાંચી પ્રાંતના, દંડકારણ્ય પ્રાંતના વળી ।।૧૪।।
વિંધ્યાચળ પ્રાંતના, વળી તપતી નર્મદાતટના ।
આવ્યા સહુ સહુ દેશથી, રટતા નારાયણ રટના ।।૧૫।। કેટલેક જોડ્યાં ગાડલાં, કેટલાકને રથ વેલ્ય વળી ।
કેટલાંક બેઠાં ઘોડલે, બીજાં પગપાળાં આવ્યાં મળી ।।૧૬।। બાળ જોબન વૃધ્ધ વનિતા, ઘેરે કોઇ ન રહ્યા ખમી ।
૨૯૦ ભક્તચિંતામણ પ્રકરણ ૭૮
નારાયણને દર્શને, આવ્યાં ચાર વર્ણ ચાર આશ્રમી ।।૧૭।।
મહી સાભર વાત્રજ વચ્ચે, રૂડો ચડોતર દેશ ।
વૃક્ષ જીયાં વિધવિધનાં, વળી ફુલે ફળે હમેશ ।।૧૮।। અંબ કદંબ ઉદંબરા, વળી અવલ આંબલી આંમળી ।
મઉડાં રૂડાં બકુલ બિલાં, શ્રીફળ શોભે સિતાફળી ।।૧૯।।
પિંપર વડ ગળી પિપ્પળા, જાંબુ લિંબુ ને જામફળી ।
રૂડી રાણ્ય ને રોહિડા, કોઠી કોટિમ ને કદળી ।।૨૦।। કેશર કણેર કેવડા, અવલ છાંયા આસુતણી ।
સુંદર વૃક્ષ સોયામણાં, તેની જાતિ નવ જાય ગણી ।।૨૧।। ફુલ વેલી ફુલી તિયાં, એકએકથી અતિઘણી ।
ચંપા ચમેલી ગુલાબ ગેરા, શી કહું શોભા તેતણી ।।૨૨।।
સઘન વન છાયા ઘણી, તેની ઢળી વળી લતા ખરી ।
જનમન રંજન જાણું, વન ભોવને મેલ્યા કરી ।।૨૩।। તિયાં સારસ હંસ શુક મેના, કોકિલા કિલોલ કરે ।
મોર ચકોર ચાતક ચકવા, મીઠી વાણ્યે ઓચરે ।।૨૪।। તિયાં સર સરિતા સોયામણાં, વળી વાવ્ય ને કુવા કઇ ।
અમળ જળ અખુટ ભર્યાં, જીયાં તોયનો ત્રોટો નહિ ।।૨૫।। એવા ઉત્તમ દેશમાં, વળી વચ્ચે વરતાલ ગામ ।
અનેક ઉત્સવ કરી હરિ, કરીયું નિજધામ ।।૨૬।।
તિયાં સર્વે સતસંગી વળી, સંઘ લઇને ઉતર્યા ।
નારાયણને નિરખવા, અતિ હૈયામાં હરષે ભર્યા ।।૨૭।। કૈક સર ને કૂપ તીરે, કૈક ઉતર્યાં ગામ ભવનમાં ।
કૈક ઉતર્યાં વૃક્ષ વાવ્યે, વળી કૈક વાડી વનમાં ।।૨૮।। એમ સર્વે સીમમાં, વળી મનુષ્ય માય નહિ ।
ગાય પદ ગોવિંદનાં, જયજય શબ્દ રહ્યો થઇ ।।૨૯।।
પરસ્પર પૂછે મળી, અલબેલો કૈયે આવશે ।
જ્યારે જોશું જગપતિ, ત્યારે નયણાં સુફળ કાવશે ।।૩૦।।
પ્રકરણ ૭૮કકકક ભક્તચિંતામણી
૨૯૧
સુંદર મૂરતિ શ્યામની, નખશિખાસુધી નિરખશું ।
અંગોઅંગ અવલોકતાં, વળી હૈયામાં ઘણું હરખશું ।।૩૧।। ઉર્ધ્વરેખા અષ્ટકોણ આદિ, જાંબુ જવ જોશું જૈયે ।
કેતુ કમળ કુલિશ જોતાં, અંતર સુખ થાશે તૈયે ।।૩૨।। સ્વસ્તિ અંકુશ સોયામણાં, વળી દક્ષિણ પગમાં દેખશું ।
નવ ચિહ્ન નિરખશું, ત્યારે જન્મ સુફળ લેખશું ।।૩૩।। વામ પગમાં વિલોકશું, મત્સ્ય ત્રિકોણ કળશ વ્યોમને ।
ધનુષ ધેનુપગ પેખી, સુખ થાશે જોયે સોમને ।।૩૪।। એડી રૂડી આંગળી, પગ અંગોઠે રેખા નખે ।
ગુલફ જંઘા જાનુ જોતાં, ચિહ્ન દોય વળી વામ પખે ।।૩૫।। કરભસમ સરખા ઉરુ, નાભિ ઉંડી ગંભીર ઘણી ।
ઉર તરુ તમાલ શોભે, ક્યારે જોશું છબી છબીલાતણી ।।૩૬।। કંઠ કંબુસમાન સુંદર, ભુજ ગજકરસમ વળી ।
હસ્તકમળ અરુણ ઓપે, કલિ વલિ એવી આંગળી ।।૩૭।। અજબ કર આજાન બાહુ, નખ નિરખી જોશું જૈયે ।
કંઠમાં તિલ અવલ જોતાં, સુખ ત્યારે થાશે હૈયે ।।૩૮।। ચિબુક અધર દશન દેખી, લેખશું લાવો લોચને ।
નાસિકાપાસે તિલ નિરખી, પુરશું મનોરથ મને ।।૩૯।। કમળ નયણ સુભગ, વામ કાને એક તિલ વળી ।
ભ્રકુટિ ભાલનું ચિહ્ન ચિંતવતાં, દુઃખ સર્વે જાશે ટળી ।।૪૦।। શિરે સુંદર શિખા સારી, જોશું નિહાળી નયણે ।
એવી મૂર્તિ અવલોકશું, વાલો બોલાવશે મીઠે વયણે ।।૪૧।। એમ પરસ્પર કરે વાતો, અલબેલો જૈયે આવશે ।
દઇ દરશન દાસને, હરિ હેતે સહુને બોલાવશે ।।૪૨।। વાટ જુવે વાલ્યમતણી, વળી જુવે વારુણી દિશે ।
મોહનજીને મળવા, સહુ હરિજન મનમાં હિસે ।।૪૩।। ઉચ્ચો શબ્દ સાંભળે જૈયે, તૈયે જાણે આવ્યા જગપતિ ।
૨૯૨ ભક્તચિંતામણ પ્રકરણ ૭૯
નાથજીને નિરખવા, અંતરમાં આતુર અતિ ।।૪૪।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે સર્વે હરિજન મહારાજને દર્શને આવ્યા એ નામે અઠ્ઠોતેરમું પ્રકરણમ્ ।।૭૮।।
ચોપાઇ- અલબેલોજી અંતરજામી, જે કોઇ સર્વે તણા કાવે સ્વામી । તેણે જાણી છે જનની તાણ, ચાલ્યા ગઢડેથી શ્યામ સુજાણ ।।૧।। આપે અશ્વે થયા અસવાર, સંગે સખા હજારો હજાર ।
તેપણ તોરંગે થયા તૈયાર, શોભે અશ્વ અતિશે અપાર ।।૨।।
મેલા મજીઠા નીલા નવરંગ, રાતા માતા ને તાતા તોરંગ ।
હરડા હાંસલા રોઝા રૂપાળા, આકળા ઉતાવળા બાવળા ।।૩।। વળી ઘોડી ઘણી જાતવંતિ, એકએકથી ઓપે છે અતિ ।
હર્ણી માણકવર્ણી વિજળી, કપિક્યાડિ કેશર વાંગળી ।।૪।।
લખી લક્ષમી લાડકી લાલ, બેરી બોદલી ચાંદરી ઉતાલ ।
મલી માછલી રેડી રૂપાળી, પાંખાળી સોઝવાળી શિંગાળી ।।૫।। તિખિ તાજણ્યું જવાદ્યું જાણો, ફુલમાળ પટુઇ પ્રમાણો ।
છબિલી ને છોગાળી એ આદિ, ઘણી ઘોડી રૂડી રાયજાદિ ।।૬।। કર્યાં કાઠીએ સજ્જ કેકાણ, માંડિયાં શંખલાદિ પલાણ ।
ચડ્યા માણકીએ મહારાજ, તેણે માંડ્યા છે સોનેરી સાજ ।।૭।।
ચાલી ઘોડાતણી ઘણી ઘટ, શ્યામ સંગે છે સખા સુભટ ।
આવે વાટમાંહિ ગામ ઘણાં, કરે દર્શન જન હરિતણાં ।।૮।। કોઇ કહે રહો ઇયાં રાજ, કોઇ કહે જમી ચાલો મહારાજ । કોઇ કહે રહો ઘડીવાર, અમે ચાલવા છીએ તૈયાર ।।૯।। એમ આવી આડાં જન ફરે, તેને અલબેલો ઉત્તર કરે ।
કહે કેડ્યેથી આવજો તમે, છીએ આજ ઉતાવળા અમે ।।૧૦।। એમ કહી ધ્રોડવી ઘોડી, માણ્યકવર્ણી જે માણકી રૂડી ।
જાણ્યું છુટ્યો કમાનથી તિર, ખર્યો તારો અંબરે અચિર ।।૧૧।। જાણ્યું પાંખે ઉડ્યો પન્નગારિ, વેગ તોપ ગોળા થકી ભારી ।
પ્રકરણ ૭૯કકકક ભક્તચિંતામણી
૨૯૩
સખા સહુ રહ્યા સામું જોઇ, સંગે પહોંચી શક્યા નહિ કોઇ ।।૧૨।।
પછી કેડ્યેથી કીધો છે ધ્રોડ, જોરે હાંકે ઘોડાં જોડાજોડ । ફરકે છોગાં માથે મોટી પાગે, કરે અમર પંખા એવું લાગે ।।૧૩।। અતિ પરસેવે પલળ્યાં અંગ, ઘણે શ્વાસે ભરાણા તોરંગ ।
ત્યારે પોત્યા છે પ્રભુજી પાસ, આંબાતળે દિઠા અવિનાશ ।।૧૪।। એક કરે ગ્રહિ કેશવાળી, બીજે કરે ગ્રહિ આંબા ડાળી ।
સામું જોઇને હરિ હસિયા, કહે કેડ્યે કેમ રહી ગીયા ।।૧૫।। ત્યારે બોલ્યા સખા કરજોડી, નાથ અમે થાક્યા ધ્રોડીધ્રોડી ।
પણ કોઇથી પહોંચાણું નહિ, તેહ સારુ કેડ્યે ગયા રહી ।।૧૬।। આવું ધોડશો જો તમે નાથ, તો અમે પહોંચી શકીએ ન સાથ । એમ કહીને જોડીયા પાણ, પછી સંગે ચાલિયા સુજાણ ।।૧૭।।
મેલી ભદ્રા આવી ભોગવતી, ત્યાંથી ઉતર્યા સાબરમતી ।
સંગે હતા સંન્યાસી ને સંત, બ્રહ્મચારી ને ભક્ત અનંત ।।૧૮।। ત્યાંથી ચાલ્યા છે લાડીલો લાલ, આવ્યા વાલ્યમજી વરતાલ । તેનું સતસંગીને થયું જાણ, આવ્યા સામૈયે સર્વે સુજાણ ।।૧૯।। તાલ મૃદંગ ત્રાંસા ને ભેરી, સુંદર સ્વરે શરણાઇ ઘેરી ।
રણશિંગા ને ઢોલ દદામાં, ગાતાં વાતાં આવ્યાં સહુ સામાં ।।૨૦।। બાળ જોબન ને વૃધ્ધ વળી, આવી લાગ્યાં પાય સહુ લળી ।
પછી મુનિને પડીયા પાય, વળતાં મળ્યા પરસ્પર માંય ।।૨૧।। ભાઇ મળ્યા સરવે ભાઇયોને, બાઇયો મળી સર્વે બાઇયોને ।
પછી ગાતા વાતા આવ્યા ગામ, તૈયે બોલિયા સુંદર શ્યામ ।।૨૨।।
ગામમાંતો છે ભિડ્ય ઘણેરી, સંઘ મનુષ્યે સઘન થઇ શેરી ।
ચાલો પુરથી પૂરવ દિશે, એમ જનને કહ્યું જગદીશે ।।૨૩।। તરુ તળાવ તટે સઘન, શોભે વિવિધ ભાત્યનાં વન ।
અતિમોટાં ને ઘાટી છે છાંય, મુનિ ઉતરીયા સર્વે ત્યાંય ।।૨૪।। એક અતિ મોટો ત્યાં આંબલો, ઘણો ઘાટો છાંયો જેનો ભલો । તિયાં ઉતરીયા અવિનાશ, સર્વે બેઠા આવી દાસ પાસ ।।૨૫।।
૨૯૪ ભક્તચિંતામણ પ્રકરણ ૭૯
પછી બોલિયા પ્રાણઆધાર, તમે સાંભળો સહુ નરનાર ।
આજ તો છે દશમીનો દન, તમે કરો ભોજન સહુ જન ।।૨૬।। એમ અલબેલે આગન્યા દિધી, સર્વે દાસે તે સાંભળી લિધી । એક ભક્ત બ્રાહ્મણ ગંગાબાઇ, જેને ભાવ ઘણો પ્રભુમાંઇ ।।૨૭।। રૂડી કરતાં આવડે રસોઇ, કીધાં જમણ મરજી જોઇ ।
પૂર્યો ભોજન વ્યંજને થાળ, લાવ્યા બેઠા હતા જ્યાં દયાળ ।।૨૮।।
પછી જીવન જમવા કાજ, ઉઠ્યા મુખે હસિને મહારાજ ।
કર્યાં ભાવ કરીને ભોજન, પછી દીધું જને આચમન ।।૨૯।। દિધી પ્રસાદી નિજ દાસને, પછી અલબેલો આવ્યા આસને ।
બળે બહોળી મેતાબું મશાલ, બેઠા મુનિના મધ્યમાં લાલ ।।૩૦।। કરતા પ્રશ્ન ઉત્તરની વાત, એમ વહિ ગઇ અર્ધ રાત ।
પછી પુરમાં પધાર્યા નાથ, સખા પોતાના લઇને સાથ ।।૩૧।। તિયાં જઇ પોઢ્યા પ્રાણપતિ, થોડું સોઇ જાગ્યા જનવતિ ।
તર્ત ઘોડે થયા અસવાર, સર્વે સંઘની લીધી છે સાર ।।૩૨।।
પછી આવ્યા આંબલે મહારાજ, દાસને દેવા દર્શન કાજ ।
બાલ જોબન વૃધ્ધ વનિતા, આવ્યાં હરિ પાસે હરખતાં ।।૩૩।।
લાવ્યાં વસ્ત્ર વિવિધ ભાત્યનાં, આભૂષણ જુજવી જાત્યનાં ।
ચંદન પુષ્પ તુલસી ને ધૂપ, દીપ સમીપ નૈવેદ્ય અનુપ ।।૩૪।। એહ આદિ અનેક સામગરી, લાવ્યાં સહુ સહુના થાળ ભરી ।
જીયાં બેઠાતા જગજીવન, તિયાં આવ્યા સહુ હરિજન ।।૩૫।।
મુનિ સહિત મહારાજને નિર્ખ્યા, નિર્ખિ જન મનમાંહિ હર્ખ્યા ।
પછી પૂજા કરી નરનારે, પૂજ્યા પ્રભુ ષોડશ ઉપચારે ।।૩૬।।
પુરુષે પૂજા તે મુનિની કિધી, દંડવત પ્રદક્ષિણા દિધી ।
પછી બેઠા સામા જોડી હાથ, નયણે નિર્ખે છે નટવર નાથ ।।૩૭।।
પછી બોલિયા પ્રાણજીવન, તમે સાંભળજ્યો સહુજન ।
તમને જે મળી છે મૂરતિ, તેને નિગમ કહે નેતિ નેતિ ।।૩૮।। અતિઅપાર અક્ષરાતીત, થઇ તમારે તેસાથે પ્રીત ।
પ્રકરણ ૮૦કકકક ભક્તચિંતામણી
૨૯૫
ભક્ત જક્તમાંહિ છે જો ઘણા, ઉપાસક અવતાર તણા ।।૩૯।। જેજે મૂરતિ જનને ભાવે, તે મૂરતિ નિજધામ પહોંચાવે ।
પણ સર્વે પાર જે પ્રાપતિ, તે છે તમારે કહે પ્રાણપતિ ।।૪૦।। એવાં સુણી વાલાનાં વચન, જન કહે પ્રભુ ધન્ય ધન્ય ।
સહુ અંતરે આનંદ પામ્યા, ગયો શોક સંશય સહુ વામ્યા ।।૪૧।। એમ બહુ દિન સુખ દીધાં, ઘણું જનને મગન કીધાં ।
પછી બોલિયા પ્રાણજીવન, જાઓ સહુ સહુને ભવન ।।૪૨।। રહેજ્યો નિર્ભય સહુ નરનારી, રાખજ્યો વ્રતમાન વિચારી ।
કાર્તિક શુદી એકાદશી દને, કર્યો ઉત્સવ જગજીવને ।।૪૩।। એવી લીળા કરી વરતાલે, વાલો પધાર્યા દેશ પંચાલે ।
સહુજનને થાવા આનંદ, ગાય પ્રેમેશું નિષ્કુળાનંદ ।।૪૪।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે
પ્રબોધનીનો ઉત્સવ કર્યો એ નામે ઓગણાએંશીમું પ્રકરણમ્ ।।૭૯।। સામેરી-પછી સતસંગમાં શિરોમણી, વાસી ગઢડા ગામના ।
અતિ ત્યાગી તપસી તને, વાલા સુંદર શ્યામના ।।૧।। તે પ્રીત્યેશું લાગ્યા પૂછવા, નાથજી તમે સાંભળો ।
લીળા કરી વળી ગુજરદેશે, પવિત્ર કર્યો સઘળો ।।૨।। હવે હરિ દયા કરી, કરો ઉત્સવ આંહિ તમે ।
સતસંગી ને સંતનાં તો, દરશન કરીએ અમે ।।૩।। આપો અમને આગન્યા, કરીએ સામાન રસોઇનો ।
નોતરું દિવસ વિશનું, તેમાં ભાગ ન કરવો કોઇનો ।।૪।। વળતાં વાલમ બોલિયા, ઘણો દાખડો પડશે વળી ।
માનો અમારી આગન્યા, કરો સામાન બેન બેઉ મળી ।।૫।।
પછી માની મહારાજની આગન્યા, ઘણા મિસરી ઘૃત મંગાવિયાં ।
પડસુદિના પાક કરાવ્યા, ભોજન મન ભાવિયાં ।।૬।।
પછી મેલી મુનિને કંકોતરી, સતસંગીને તેડાવિયા ।
૨૯૬ ભક્તચિંતામણ પ્રકરણ ૮૦
સંત શ્રવણે સાંભળી, વળી તરત તિયાં આવિયા ।।૭।। આવી પાય લાગ્યા પ્રભુને, નિરખિયા નયણાં ભરી ।
પછી સર્વે સંતને વળી, હેતેશું મળ્યા હરિ ।।૮।। અતિ હેત સમેતશું, પછી સંતને બોલાવિયા ।
હસિહસિને બોલે હરિ, કહે નાથ ભલે આવિયા ।।૯।।
પછી કરી રસોઇ ચાલતી, મનમાન્યા મોદક મોતીયા ।
જલેદાર જલેબીયો, બીજા પાક નવ જાય કહ્યા ।।૧૦।। બેસે પરમહંસ પંગતિ, વળી પીરસે પોતે હરિ ।
જમે જન જીવન પોત્યે, જમાડે જોરે કરી ।।૧૧।।
માથે હાથ મુકી આપે, મોદક મનગમતા ।
દિયે જલેબી જનને, વળી સુખમાંહિ જમતા ।।૧૨।।
સુંદર શાક સોયામણાં, વૃંતાક ને વડીતણાં ।
રૂડી કડી વળી રાયતાં, પંગત્યમાં પીરસે ઘણાં ।।૧૩।। કળી કાજુ ગાંઠિયા, ફરસાણ્ય ફેરે ફુલવડી ।
ભર્યાં હવેજે ભજીયાં, વળી ફેરવે વડાંવડી ।।૧૪।। ઉજ્જવળ પાપડ અળદના, વળી આદાં કેરીનાં અથાણાં ।
ભોજન વ્યંજન ભાવે ભરી, આપે અલબેલો ઘણાં ।।૧૫।। દુધ દહીં દોવટે, વળી પીરસે પંગત્યમાં ।
વારમવાર મનુવાર કરે, આવી હરિ આરત્યમાં ।।૧૬।। એક એકથી અધિક અધિક, થાય રસોયું નવી નિત્યે ।
તેમતેમ જન જમાડનાર, રાજી થાય રૂડી રીત્યે ।।૧૭।। એમ દિવસ વિશ સુધી, જમાડિયા નિજજનને ।
સંતને અતિ સુખ આપ્યું, દઇ હરિ દર્શનને ।।૧૮।। નિત્યે નિત્યે નવી વારતા, વળી કરે હરિ કૃપા કરી ।
જન સહુ મગન થાય, સુંદર વાણ્યે બોલે હરિ ।।૧૯।।
મેડે રૂડે રસિયો વળી, બેસે નિત્યે પોતે જઇ ।
નરનારી હરિજનને, મગન કરે દર્શન દઇ ।।૨૦।।
પ્રકરણ ૮૦કકકક ભક્તચિંતામણી
૨૯૭
સુંદર વસ્ત્ર પહેરી સારાં, સોનેરી શોભે ઘણાં ।
શાલ દુશાલ પાઘ જામા, રૂડા કસુંબી રંગતણા ।।૨૧।। હાર અપાર ફુલના, વળી લાવે હરિજન હેતશું ।
અલબેલાની કોટમાં, પહેરાવે બહુ પ્રીત્યશું ।।૨૨।। વળી ઉભા થઇ હરિ આરતી, કરે કરતાળી દઇ ।
લટકાં જોઇ લાલનાં, લખી જન રાખે લઇ ।।૨૩।।
એમ સુખ આપતાં, વળી દિવસ વીસ વહિગયા ।
દર્શન કરી દયાળનાં, સંત સહુ સુખિયા થયા ।।૨૪।। એમ કરતાં આવિયો, વળી ઉત્સવ ફુલદોલનો ।
રસિયાને રમવા વળી, આણ્યો રંગ અતોલનો ।।૨૫।।
સખાસંગે શ્યામળો, રમવા રૂડી રીત્યશું ।
જણજણ પ્રત્યે જુજવી, પિચકારી કરાવી પ્રીત્યશું ।।૨૬।।
પછી સુંદર રંગ મંગાવિયો, અલબેલો ઉભા ઓરડે ।
સખા ઉપર શ્યામળો, રેડે રંગ રૂડે ઘડે ।।૨૭।।
પડે બહુ પિચકારીયો વળી, ઉડે ગુલાલ અતિ ઘણો ।
ચડી ગરદી ગગનમાં, ખેલ મચ્યો મુનિ મહારાજતણો ।।૨૮।। રંગે રંગાણા રસિયો, તેણે ઓપે છે અતિ અંગે ।
સખા શુદ્ધ ભૂલી ગયા, રમતાં વળી રસિયા સંગે ।।૨૯।। વાજાં વાજે અતિઘણાં, આવ્યા અમર જોવા આનંદશું ।
જયજય શબ્દે જન બોલે, શ્યામ ખેલે સખા વૃંદશું ।।૩૦।।
સુંદર રંગે અરુણ ઓપે, વદન વાલ્યમતણું ।
જાણું કમળ ઉપર્યે, ભ્રકુટિભૃંગ શોભ્યા ઘણું ।।૩૧।। એમ ઓપે અલબેલડો, રસબસમાં રસિયો ।
છેલછબિલો રંગનો રેલો, જનતણે મન વસિયો ।।૩૨।। રમે રંગે સખા સંગે, અંગે આનંદ અતિઘણો ।
તે સમાની શોભા મુખથી, કેટલિક કવિ ભણે ।।૩૩।।
પછી રખાવી રમત્યને, વાલો નાવા ચાલ્યા નદીયે ।
૨૯૮ ભક્તચિંતામણ પ્રકરણ ૮૧
એવી લીળા જોઇને, કંગાલ ન મનાય કેદિયે ।।૩૪।। જેનું નામ લેતાં નિર્દોષ થાય, અને દર્શને દુષ્કૃત્ય ટળે ।
પાપ પૂરવનાં થાય પ્રલય, જેની કીરતિ સાંભળે ।।૩૫।। તેની લીળા જોઇ જેણે, ભાગ્ય તેનાં હું શું ભણું ।
ત્રિલોકમાં નહિ તુલ્ય તેને, વળી કહીએ શું શું ઘણું ।।૩૬।। એવા જન જીવન વળી, નાહ્યા વળી નીરમાં ।
સખા સંગે શ્યામળો, શોભે ઘણું શરીરમાં ।।૩૭।।
પછી નાહિ પધારીયા, અલબેલો આવ્યા આસને ।
સુંદર રસોઇ કરી સારી, ભરી રાખીતિ વાસણે ।।૩૮।। જીવન જન જુગત્યે જમ્યા, અને રમ્યા રંગે હોળી હરિ ।
ધન્ય ધન્ય ગામ ગઢડું, જ્યાં લાડીલે લીળા કરી ।।૩૯।। એમ લીળા લાલે કરી, ફાગણશુદી પુન્યમ દને ।
તેદિ ઉત્સવ કરાવિયો, જયા લલિતા ઉત્તમ જને ।।૪૦।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે રંગે રમ્યા એ નામે એંસિમું પ્રકરણમ્ ।।૮૦।।
ચોપાઇ- એવી લીળા અલબેલે કીધી, પછી સંતને શિખજ દીધી । કહે નાથ સુણો સહુ જન, તમે રહેજ્યો મનમાં મગન ।।૧।। વળી કરશું ઉત્સવ અમે, મળી આવજો મુનિઓ તમે ।
જાઓ ફરો કરો હરિ વાત, રહેજ્યો રાજી તમે રળિયાત ।।૨।। ઘણા ઘણા ઉત્સવ કરીને, દઇશ સુખ હું ફરિફરિને ।
અતિ તમને લડાવવા લાડ, મારા મનમાં છે ઘણી ચાડ ।।૩।। કરૂં તમને પૂરણકામ, એમ બોલિયા સુંદરશ્યામ ।
સંત સાંભળી વાલાની વાણી, ચાલ્યા આનંદ ઉરમાં આણી ।।૪।। કૈક ગયા છે ગુરજરદેશ, કૈકે કર્યો કચ્છે પ્રવેશ ।
વાગડ સોરઠ વાલાકે વળી, ગઇ મારૂ દેશમાં મંડળી ।।૫।। કૈક પોત્યા છે પૂરવ માંય, કરવા વાત પ્રભુજીની ત્યાંય ।
પ્રકરણ ૮૧કકકક ભક્તચિંતામણી
૨૯૯
એમ સર્વે દેશે સંત ગયા, જેને રાખ્યા તે પાસળે રહ્યા ।।૬।। એમ આનંદમાં સહુ સંત, કરે લીળાની વાતો અત્યંત ।
ચિંતવે નિત્ય ચરિત્ર ચિત્તે, કરે પરસ્પર વાતો પ્રીતે ।।૭।। તેણે આનંદ અંગે ન માય, રાત્ય દિવસ રાજીપે જાય ।
કરે વાત પ્રભુની વિસ્તારી, સુણે પરસ્પર નરનારી ।।૮।।
સાચી વાત શ્રવણે સાંભળી, થાય સત્સંગી કુસંગી ટળી ।
આપે જ્ઞાન દાન એમ સંત, ફરે જગતમાં તારવા જંત ।।૯।। જીયાં જીયાં મુનિજન ફરે, તિયાં પૃથિવી પાવન કરે ।
એવા સંત જન સુખકારી, અતિ પવિત્ર પરઉપકારી ।।૧૦।। જેને એક હરિની છે આશ, સર્વે જક્તથી રહે છે ઉદાસ ।
જેને પૂરણબ્રહ્મશું પ્રીત, અન્ય વસ્તુ ન ચિંતવે ચિત્ત ।।૧૧।। એવા સંત સહુ શિરોમણી, કહીયે મોટપ્ય શું એની ઘણી ।
પરમારથ અર્થે છે ફરવું, વચ્ચે જીવનું કલ્યાણ કરવું ।।૧૨।।
સુખદાયક સહુ જનના, અતિ ઉદાર મોટા મનના ।
એવા સંત અત્યંત ઉદાર, તેણે કર્યો છે એમ વિચાર ।।૧૩।। વરતિ વસંતઋતુ રૂપાળી, આવ્યાં વન નાવ્યા વનમાળી ।
આવ્યા અંબ કદંબ અપાર, કેશુ કેશરનો નહિ પાર ।।૧૪।। આવ્યાં ચંપા ચમેલીએ ફુલ, ફુલ્યાં ગુલાબ ગેહેરા અમુલ । ફુલી સુંદર ફુલે સેવતી, બીજાં વનવેલી ફુલી અતિ ।।૧૫।। આવ્યા તરુ તે ભાર અઢાર, કેમ નાવિયા ધર્મકુમાર ।
એમ કહિને થયા ઉદાસ, અતિદલે દલગીર દાસ ।।૧૬।। કોઇ ગદ્ગદ્ વાણીએ બોલે, કોઇ આતુર અંતરે ડોલે । કોઇને આવ્યાં નયણે નીર, સહુ અંતરે પામ્યા અધીર ।।૧૭।। જળ વિના જેમ અકળાય મીન, સ્વાંત વિના જેમ ચાતક દીન ।
મેઘ વિના જેમ અકળાય મોર, ચંદ્ર વિના અકળાય ચકોર ।।૧૮।। એમ અતિ અકળાણા જન, પછી કરવા બેઠા ભજન ।
ધારી મૂરતિ અંતરમાંય, જપે નારાયણને જીભાય ।।૧૯।।
૩૦૦ ભક્તચિંતામણ પ્રકરણ ૮૧
એમ બેઠા છે ઘડી બે ચાર, થયાં શુકન શુભ તે વાર ।
કેની ભુજા ફરકી જમણી, કેની ફરકી આંખ્ય નમણી ।।૨૦।। કેની ફરકી છે પગની પેની, કહે પરસ્પર વાત તેની ।
કરતા વાત તે શુકનતણી, આવી ત્યાં વાલાની વધામણી ।।૨૧।। કહે અમે ગઢડેથી આવ્યા, સર્વે મુનિને તિયાં તેડાવ્યા । એવું સંત શ્રવણે સાંભળી, ચાલી ગામોગામથી મંડળી ।।૨૨।। આવ્યા સંત પ્રભુજીને પાસ, આપે ઉઠી મળ્યા અવિનાશ ।
અતિ હેતે હસીને બોલાવ્યા, કહે નાથ સંત ભલે આવ્યા ।।૨૩।। આજ ક્યાં થકી આવિયા ચાલી, કરો ભિક્ષા કહે કર ઝાલી ।
સુંદર રસોઇ કરી છે સારી, શાક પાક તાજાં છે તયારી ।।૨૪।।
પછી બેઠી સંતની પંગતિ, આપે પીરસે આનંદે અતિ ।
નિત્ય નવી રસોયું કરાવે, જોરેજોરે જમાડી હરાવે ।।૨૫।। અતિ આનંદમાં અલબેલો, દિયે છાકમછોળ છબિલો ।
ના ના કરતાં ભરી દિયે ભાણું, એ સમાની શોભા શું વખાણું ।।૨૬।। શિશે શોભે છે સોનેરી રેંટો, કેડ્યે કશ્યો છે કસુંબી ફેંટો ।
પહેરી સુથણી સુંદર શોભે, જોઇ નાડી રૂડી મન લોભે ।।૨૭।।
ગળે પહેર્યા ગુલાબના હાર, તોરા લેકે ને બેકે અપાર ।
કોટે શોભે કનકની માળા, કરમાં કનક કડાં રૂપાળાં ।।૨૮।। હાથે મુદ્રિકામાંય છે મણિ, તેની ઝગમગે જોત્ય ઘણી ।
કરે લટકાં ને લાડવા હાથ, જમે જન જમાડે છે નાથ ।।૨૯।। વળી કરે અલૌકિક વાત, સુણી સંત થાય રળિયાત ।
એમ વીતિ ગયા દશ દિન, આવ્યા બોટાદના હરિજન ।।૩૦।। આવી લાગ્યા પ્રભુજીને પાય, અતિ હરષે ભર્યા મનમાંય ।
કહે આવિયે અમારે ગામ, હરિ પુરીએ સહુની હામ ।।૩૧।।
સર્વે જોઇ રહ્યા જન વાટ, વાલા તમારાં દર્શન માટ ।
સર્વે સંત સહિત પધારો, હરિજનને હર્ષ વધારો ।।૩૨।।
સર્વે કરી મુક્યો છે સમાજ, તમારે પ્રતાપે મહારાજ ।
પ્રકરણ ૮૧કકકક ભક્તચિંતામણી
૩૦૧
એવું સુણી રાજી હરિ થયા, સારું આવશું અમે સહુ તિયાં ।।૩૩।।
પછી શ્યામળિયો સજ્જ થઇ, ચાલ્યા સંગે સખા સંત લઇ ।
શોભે શ્રીહરિ ઘોડાની ઘટે, આવી ઉતર્યા તળાવ તટે ।।૩૪।। દેશદેશના આવ્યાતા દાસ, તે પણ ઉતરિયા આસપાસ ।
પછી ઉઠિયા દીનદયાળ, સર્વે સંઘની લેવા સંભાળ ।।૩૫।। ફર્યા ઉતારે ઉતારે નાથ, કહે સુખીયા છો સહુ સાથ ।
કાંઇ જોઇએ તે મંગાવી લેજો, ખરચી નોય તો અમને કહેજ્યો ।।૩૬।। એમ પુછિયું સહુ દાસને, પછી અલબેલો આવ્યા આસને ।
ગાડા ઉપર ઢોલિયો ઢાળી, તિયાં પોઢ્યા પોતે વનમાળી ।।૩૭।।
સતસંગી ને સર્વે સંત, રહ્યા રાત્ય ભેળા ભગવંત ।
અતિ આનંદમાં ગઇ રેણ, પછી જાગિયા કમળનેણ ।।૩૮।। તર્ત મગાવ્યો વાજી તે વાર, તે પર નાથ થયા અસવાર ।
જોઇ સીમ ને વાડી સઘળી, પછી નાહિને આવિયા વળી ।।૩૯।। આવી ગામમાં દર્શન દીધાં, સર્વે જન કૃતારથ કિધાં ।
પછી સુંદર કરી રસોઇ, જમ્યા નાથ જનભાવ જોઇ ।।૪૦।।
પછી જમાડિયા સર્વે સંત, કરી મનવાર આપે અત્યંત ।
પછી પધારીયા પુરબાર, આવ્યાં દર્શને સહુ નરનાર ।।૪૧।। અતિ આનંદમાં વિત્યો દન, કરી આરતી જમ્યા જીવન ।
પછી ગવૈયે ગાવણું લીધું, ગાઇ જીવત સુફળ કીધું ।।૪૨।। બહુવાર દીધાં દરશન, પછી ગામમાં આવ્યા જીવન ।
તિયાં પોઢિયા પ્રાણઆધાર, સુખ આનંદે થયું સવાર ।।૪૩।।
પછી ઘોડે ચડ્યા ગિરિધારી, આવ્યા સંઘમાંહિ સુખકારી ।
પછી સર્વે જન લઇ સાથ, આવ્યા ગામમાંહિ પોતે નાથ ।।૪૪।। શહેર બજારે સંત ન માય, ઉડે ગુલાલ હોળી રમાય ।
વાજે ઢોલ દદામાં શરણાઇ, જય શબ્દે રહ્યો નભ છાઇ ।।૪૫।। એમ રંગે રમ્યા હરિ હોળી, સંગે લઇ મુનિજન ટોળી ।
પછી નાહિને આવિયા નાથ, આવ્યા સર્વે સંતજન સાથ ।।૪૬।।
૩૦૨ ભક્તચિંતામણ પ્રકરણ ૮૨
આવી કર્યાં પ્રભુએ ભોજન, પછી જમાડિયા સર્વે જન ।
ત્યાંથી આવિયા દરબારમાંય, હતો મંડપ ચોતરો ત્યાંય ।।૪૭।। તિયાં બેઠા રાજા અધિરાજ, આવ્યા મલ્લ ત્યાં રમવા કાજ ।
રમી મલ્લ ને મજરો કીધો, આપી રૂપૈયા શિરપાવ દીધો ।।૪૮।।
પછી સંતને તેડાવ્યા નાથે, આપ્યા પ્રસાદી મોદક હાથે ।
પછી સંતને શિખજ દિધી, એવી લીળા બોટાદમાં કીધી ।।૪૯।।
લીધો લાવો અલૌકિક જને, ફાગણશુદી પુન્યમને દને ।
તેદિ ઉત્સવ કર્યો મહારાજે, સંતને સુખ આપવા કાજે ।।૫૦।।
સોમલો ભક્ત વળી હમીર, ભગા હીરા ભગત સુધીર ।
એહ આદિ હરિજન જેહ, તેણે કરાવ્યો ઉત્સવ તેહ ।।૫૧।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્યનિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે મહારાજે બોટાદમાં
ફુલદોલનો ઉત્સવ કર્યો એ નામે એકાશીમું પ્રકરણમ્ ।।૮૧।। સામેરી- પછી પધાર્યા ગઢડે, હરિજનને હેતે કરી ।
રહી દિન થોડાઘણા, અમદાવાદ જાવા ઇચ્છા કરી ।।૧।।
પછી પ્રભુજી પધારીયા, શ્રીનગર સુંદર શ્યામ ।
દેવા દરશન દાસને, પુરવા હૈયાની હામ ।।૨।।
દાસ સહુ દિવસના, દરશન વિના દુઃખી હતા ।
તેને તે સુખ આપવા, આવ્યા સખા સમીપે શોભતા ।।૩।।
પુરપતિ રાજી અતિ, નરપતિ આવી નમિયો ।
દાઝ્યા કુમતિ કુમોદની, જાણી હરિ અર્ક ઉદય થયો ।।૪।। હરિજન મન હુલસ્યાં, જેમ ફુલ્યાં કમળનાં વન ।
નાથ નયણે નિરખી, અતિ મન થયાં છે મગન ।।૫।।
પછી ગાતે વાતે ગામમાં, પ્રભુને પધરાવિયા ।
અવિદ્યા જનને ઉપરે, જીત્યના ડંકા વજાવિયા ।।૬।।
પાંચ દિવસ પુરમાં, આપે રહ્યા અલબેલ ।
પછી પોત્યે પધારીયા, સંગે સખા લઇ રંગરેલ ।।૭।।
પ્રકરણ ૮૨કકકક ભક્તચિંતામણી
૩૦૩
કૈક ચડ્યાં ચોતરે, કૈક ચડ્યાં અગાશી અટારીયે ।
જુવે ઝરૂખા ગોખમાં, કઇક બેઠાં બારીયે ।।૮।।
પડે ધ્રોશ પડઘમતણી, ઘણી ભિડ્ય ચૌટા ચોકમાં ।
બાલ જોબન વૃધ્ધ વનિતા, બોલે જયજય લોકમાં ।।૯।।
નરનારીયે નાથ નિરખી, લાવો લીધો લોચનનો ।
મીટે મનોહર મૂરતિ, જોઇ પુર્યો મનોરથ મનનો ।।૧૦।। દાસને દરશન દેતા, ધીરેધીરે હાલે હરિ ।
સમૂહ જન સનેહશું, નાથ નિર્ખે નયણાં ભરી ।।૧૧।।
પછી પોત્યે પધારીયા, પ્રભુજી પુરબારણે ।
અનેક જન જીવન જોઇ, વળી જાય વાલાને વારણે ।।૧૨।। એમ દઇ દર્શન દાસને, ચાલ્યા દીનદયાળ ।
જનમન રંજન કરવા, હરિ આવિયા વેલાલ્ય ।।૧૩।।
અતિ ઉત્સવ કરી જને, પ્રભુ ઘેરે પધરાવિયા ।
ધૂપ દીપ કરી આરતી, ભાવે ભોજન થાળ ધરાવિયા ।।૧૪।। રસેભરી રસોઇ કરી, પછી પરમહંસ જમાડિયા ।
આમ્રફળ હરિ હાથે આપી, મુનિ મોદ પમાડિયા ।।૧૫।।
પછી ત્યાંથી પધારીયા, આવી કણભે રજની રહ્યા ।
હરિપુર પ્રસાદ લઇ, મેમદાવાદે આવિયા ।।૧૬।।
દિધાં દર્શન દાસને, દયાળે દિન દોય તિયાં ।
સંતને સુખ આપતા, પછી વાલ્યમ વડથલ ગયા ।।૧૭।। જનમન મગન થયાં, નાથ નયણે નિરખી ।
ગાતાં વાતાં ગામમાં, પધરાવિયા હૈયે હરખી ।।૧૮।। તેને ભુવન ભાવ કરી, હરિ હેતે પધારીયા ।
દાસને દર્શન દઇ, નવલા તે નેહ વધારીયા ।।૧૯।। જને સુંદર ભોજન કરાવી, જમાડ્યા જીવનને ।
પછી સર્વે સંતને, કરાવ્યાં ભોજનને ।।૨૦।।
શાક પાક સોયામણાં, આમ્રફળ ઉપર ફરે ।
૩૦૪ ભક્તચિંતામણ પ્રકરણ ૮૨
હરિ મોદક લઇ હાથે, પીરસતાં મનુવાર કરે ।।૨૧।। એમ સુખ અતિઘણું, આપી સુંદરશ્યામ ।
પછી પ્રભુજી પધારીયા, આવિયા ડડુસર ગામ ।।૨૨।। દીધાં દરશન દાસને, જીવન ભવન તેને જઇ ।
નરનારી નાથ નિરખી, કૃતારથ થયાં કઇ ।।૨૩।। એમ આનંદ આપતા, ઉમરેઠમાં હરિ આવિયા ।
બાળ જોબન વૃધ્ધના, મનમાં તે ઘણું ભાવિયા ।।૨૪।।
સમૈયે વળી સહુ મળી, આવિયાં નર ને નાર ।
ભાવ જોઇ ભવન તેને, પધારીયા મોરાર ।।૨૫।।
શહેરમાં સંઘ સામ્યો નહિ, પછી ઉતર્યા પુરબારણે ।
ઉંચે આસને બેઠા વાલો, દેવા દરશન કારણે ।।૨૬।।
પછી હરિજને હાથ જોડી, વાલાને વિનતિ કરી ।
ભોજન કરવા ઘેર અમારે, આવિયે આપે હરિ ।।૨૭।। રસોઇ રસ રોટલીની, કરી છે તમ કારણે ।
જમી તમે જન જમાડો, આજ અમારે બારણે ।।૨૮।।
પછી પ્રભુજી પધારીયા, નિજજન હેતે જમ્યા હરિ ।
સંતને ભોજન કરાવી, ચાલિયા ત્યાંથી ફરી ।।૨૯।। વાટમાં જે ગામ આવે, તેમાં વસે વરણ અઢાર ।
સહુ આવે દર્શને, ભાવે ભર્યાં નરનાર ।।૩૦।।
ત્યાંથી સામરખે શ્યામ આવી, રહ્યા હરિ ત્યાં રાત્ય ।
હેતે કરી હરિજનને, બહુ બહુ કરી ત્યાં વાત ।।૩૧।। એમ આનંદ આપતા, આવ્યા આણંદ ગામ ।
અસ્વારી સંત સહિત હરિ, ભક્તવત્સલ સુખધામ ।।૩૨।।
પુરવાસી હરિજન સરવે, સામાં આવ્યાં નરનાર ।
દર્શન કરી મહારાજનાં, આનંદ પામ્યાં અપાર ।।૩૩।। ઢોલ નગારાં વજાડીને, ઘેર પધરાવ્યા ઘનશ્યામ ।
જમાડ્યાં ભોજન ભાવતાં, પૂરણ કર્યાં નિજકામ ।।૩૪।।
પ્રકરણ ૮૨કકકક ભક્તચિંતામણી
૩૦૫
કેશર ચંદન ભાવ કરી, પૂજિયા પૂરણબ્રહ્મ ।
પુરુષોત્તમ અક્ષરપતિ, કોઇ ન જાણે મર્મ ।।૩૫।। ભાગ્યવંતે હરિ પૂજિયા, અભાગી રહ્યાં નર વામ ।
ત્યાંથી સંત હરિ હાલિયા, નિર્માની મન અભિરામ ।।૩૬।। નિશાવાસ વરતાલ રહી, ગામ ગાને ગોવિંદ આવિયા ।
હેત જોઇ હરિજનનાં, એક રજની ત્યાં રહ્યા ।।૩૭।। બીજે દિન બોચાસણે, આવિયા અવિનાશ ।
ત્યાં નિર્મળ જન નાથનો, તેનું નામ કાશીદાસ ।।૩૮।। તિયાં પ્રભુજી પધારીયા, દયા કરી દીનદયાળ ।
હરિજન મન હરખિ, વળી પૂજીયા તતકાળ ।।૩૯।।
ધૂપ દીપ કરી આરતી, અતિ ભાવે ભૂધર જમાડીયા ।
પલંગ સુંદર પાથરી, પળ એક પ્રભુને પોઢાડીયા ।।૪૦।।
પછી મુનિજનને, જમાડવા પંગત્ય કરી ।
પરમહંસને પીરસવા, ત્યાં આવિયા આપે હરિ ।।૪૧।।
સંત જમાડી શ્યામળે, પછી સર્વેને શિખ કરી ।
પોતે પધાર્યા પાંચાળમાં, એમ આપી સુખ શ્રીહરિ ।।૪૨।।
પવિત્ર કરવા પૃથ્વી, એમ ફરે સુંદરશ્યામ ।
જેજે જને નિરખીયા, તે થયાં પૂરણકામ ।।૪૩।। ધન્ય ધન્ય એ દેશ ગામને, ધન્ય સર સરિતા વન ।
ધન્ય એ વાપી કૂપને, જેનાં જળ પીવે જીવન ।।૪૪।। ધન્ય ભવન એ જનનાં, જ્યાં પ્રભુનાં પગલાં થયાં ।
સત્ય વૈકુંઠ સરખાં, વળી કેમ કરી જાય કહ્યાં ।।૪૫।। જીયાં જીયાં હરિ વિચર્યા, તિયાં પાપી કોઇ પ્રાણ તજે ।
તે જાય નહિ જમપુરમાં, રહે નહિ પાપ રજે ।।૪૬।। એવી એ મોટી વારતા, પ્રાકૃત નર પ્રિછે નઇ ।
સમજે સંત શિરોમણી, જેની અપ્રાકૃત દૃષ્ટિ થઇ ।।૪૭।। નિત્યે ચરિત્ર નાથનાં, જે સાંભળશે શ્રધ્ધા કરી ।
૩૦૬ ભક્તચિંતામણ પ્રકરણ ૮૩
તે નર કાળની જાળમાંઇ, પડે નહિ પાછો ફરી ।।૪૮।।
પતિતને પાવન કરવા, ચરિત્ર છે ભગવાનનાં ।
સાંભળતાં સદ્ય શુધ્ધ થાય, જાય પાપ તે જનનાં ।।૪૯।। વારમવાર વિસ્તાર કરી, ગાશે ગુણ ગોવિંદના ।
તે જન સર્વે દુઃખ વામશે, પામશે દન આનંદના ।।૫૦।। હરિજન મન હુલશી, સુણી ચરિત્ર સુધાસમ સાર ।
અજ્ઞાનીને અભાવ થાય, લાગે સુમલ ખાર ।।૫૧।।
એમ સહુને સુખ આપ્યાં, જ્યેષ્ઠશુદી નવમીને દને ।
એટલી લીળા કરી હરિ, આવ્યા ઉત્તમને ભુવને ।।૫૨।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે શ્રીહરિ
ગઢડે પધાર્યા એ નામે બ્યાશિમું પ્રકરણમ્ ।।૮૨।।
ચોપાઇ- રહ્યા ગઢડે ચાતુરમાસ, પછી એમ બોલ્યા અવિનાશ । કોઇ નર આપે અન્ન ધન, કોઇ વસુધા વારિ વસન ।।૧।। કોઇ આપે ગજ બાજ ગાય, બીજાં બહુ દાન જે કહેવાય ।
સર્વે દાનમાં અધિક જેહ, સહુ મળી વળી શોધો તેહ ।।૨।। વળતા બોલિયા સંત સુજાણ, સાંભળો મારા જીવનપ્રાણ ।
અભયદાન અધિક સહુથી, એની બરોબર બીજું નથી ।।૩।। તેતો દાન તમથી દેવાય, તમને નિરખે તે નિર્ભય થાય ।
એવી સાંભળી સંતની વાત, વાલો કહે ચાલો ગુજરાત ।।૪।।
પછી કાઠીયે સજ્યાં કેકાણ, માંડ્યાં ઘણે મુલે ઘોડે પલાણ । હાંહાં કરતાં ગુજરધર આવ્યા, કર્જીસણ જઇ સંત બોલાવ્યા ।।૫।। દિન દોય રહ્યા એહ ઠામ, પછી વાલો આવ્યા વડુગામ ।
પુર બહાર ઉતરિયા નાથ, સર્વે સંત હતા પોતા સાથ ।।૬।। કીધા પ્રશ્ન ઉત્તર પ્રસંગ, બોલ્યા જેનાં જેવાં હતાં અંગ । ત્યાંથી ચાલિયા સુંદરશ્યામ, આવ્યા ઓળેથી આદ્રેજ ગામ ।।૭।। તિયાં અન્નકોટ ઉત્સવ કરી, આપી સુખ ચાલ્યા ત્યાંથી હરિ ।
પ્રકરણ ૮૩કકકક ભક્તચિંતામણી
૩૦૭
ભક્ત એક રહે કોલવડે, તેહ ગામે ઉતરીયા વડે ।।૮।। તેને ઘેર જમ્યા જઇ નાથ, આપ્યા મુનિને મોદક હાથ ।
કરે લીળા જન મનભાવે, ત્યાંથી અલબેલો આવ્યા ઉનાવે ।।૯।। તિયાં ભક્ત રૂડો રામદાસ, તેને ઘેર ગયા અવિનાશ ।
નરનારી અપાર હરખ્યાં, થયાં રાજી નાથજી નિરખ્યા ।।૧૦।। ધૂપ દીપ ઉતારી આરતી, જુગતે જમાડ્યા પ્રાણપતિ ।
બીજી બહુ રીત્યે કરી રસોઇ, જમ્યા નાથ હાથે સંત સોઇ ।।૧૧।। જમ્યા જન હુવો જેજેકાર, રહિ રાત્ય ત્યાં ચાલ્યા મોરાર । એક ગામ નામે છે નાદરી, તિયાં પધારીયા પોતે હરિ ।।૧૨।। ત્યાં સુંદર કરાવ્યોતો થાળ, જમ્યા સખા સહિત દયાળ ।
ત્યાંથી માણસે આવ્યા મહારાજ, આવ્યા બહુ લોક દર્શન કાજ ।।૧૩।।
સહુ જનતણે મન ભાવ્યા, રાજા સહિત સામૈયે આવ્યા ।
પ્રભુ ઉતરીયા પુરબાર, કરે દર્શન સહુ નરનાર ।।૧૪।।
સુંદર મૂરતિ સહુને ભાવે, પ્રેમે પુષ્પના હાર પહેરાવે ।
દિયે દર્શન દીનદયાળ, તિયાં કરાવ્યા ભોજન થાળ ।।૧૫।। જમ્યા જીવન ને સખા સાથ, પછી ત્યાંથી પધારિયા નાથ ।
આવે મારગમાં ગામ ઘણાં, કરે દર્શન લોક તે તણાં ।।૧૬।।
પછી વાલ્યમો આવ્યા વિહાર, તિયાં રજની રહ્યા મોરાર ।
વાલે વેદનો ભેદ દેખાડ્યો, હિંસા અહિંસા સંશય ઉખાડ્યો ।।૧૭।।
પછી ત્યાંથી પધારિયા શ્યામ, આવ્યા ગિરિધર ગેરીતે ગામ । તિયાં ભક્ત વસે ભાવસાર, અતિ નિર્મળ દલે ઉદાર ।।૧૮।। તેણે પવિત્ર પાક કરાવી, આપ્યા મોદક મુનિને આવી ।
કંઇક જમ્યા ત્યાં જગ આધાર, પછી ઘોડે થયા અસવાર ।।૧૯।। ત્યાંથી આવ્યા બામણવે નાથ, કરી રસોઇ પોતાને હાથ ।
સખા સહિત જમાડીયા સંત, પછી પોતે જમ્યા ભગવંત ।।૨૦।। રહી રાત્ય નાથ ત્યાંથી ચાલ્યા, ચાલ્યા અશ્વ રહે નહિ ઝાલ્યા । વાજમાં વડનગર આવ્યા, ભાવે સુબો તે સામૈયું લાવ્યા ।।૨૧।।
૩૦૮ ભક્તચિંતામણ પ્રકરણ ૮૩
વાજાં વાજતા ગામમાં ગયા, નરનારીને દર્શન થયાં ।
બાળ જોબન ને વૃધ્ધ જેહ, નિર્ખિ થાય કૃતારથ તેહ ।।૨૨।।
ચાલ્યા શહેર મધ્યે સુખકારી, દેવા દર્શન સહુને મોરારી । આવી ઉતર્યા સરોવરપાળ, કરાવ્યાં ભોજન ત્યાં રસાળ ।।૨૩।। તિયાં ભાવે જમ્યા ભગવંત, પછી જમાડિયા સર્વે સંત ।
તિયાં રહ્યા નિશા એક નાથ, પછી ચાલ્યા શ્યામ સખા સાથ ।।૨૪।। ત્યાંથી આવ્યા વિસનગ્ર વળી, આવ્યા લોક સામૈયે સહુ મળી ।
ગાતાંવાતાં પધરાવ્યા ઘેર, કરી સેવા સુંદર સારી પેર ।।૨૫।। બહુ જનને દર્શન દીધાં, જને જોઇ સુફળ દ્રગ કીધાં ।
પછી પધાર્યા જનને ભોવન, ભાવે કરાવ્યાં તેણે ભોજન ।।૨૬।।
પછી સરવે સંત બોલાવ્યા, પિરસ્યા પોતે મોદક મનભાવ્યા ।
પછી શહેર સર્વે માંહિ ફર્યા, બહુ જીવ કૃતારથ કર્યા ।।૨૭।।
પછી પધાર્યા શિવને મંદ્ર, દિધાં દર્શન સુખસમુદ્ર ।
મોટે મોટે જોડ્યા આવી હાથ, અમે છીએ જો તમારા નાથ ।।૨૮।।
સર્વે જાણે એમ મનમાંય, સ્વામી વિના સુખ નથી ક્યાંય ।
કરી દર્શન પ્રસન્ન થાય, અતિ હૈયામાં હર્ષ ન માય ।।૨૯।। ત્યાંથી ચાલ્યા પછી અલબેલો, દેતા દર્શન છેલછબિલો ।
વાટે આવિયું એક તળાવ, તેમાં નાહ્યા મનોહરમાવ ।।૩૦।। ત્યાંથી શ્યામળિયો સજ્જ થઇ, આવ્યા ગિરધારી ગામ વસઇ । આપે જમી જમાડિયા દાસ, પછી ત્યાંથી ચાલ્યા અવિનાશ ।।૩૧।।
મેઉમાંહિ ભક્ત ભાવસાર, નામ ભૂષણ પ્રેમી અપાર ।
તેને ઘેર પધારિયા નાથ, સર્વે સંત હતા હરિસાથ ।।૩૨।। અતિ હેતે સનમુખ આવી, કરી પૂજા ઘેરે પધરાવી ।
સુંદર ભોજને કરાવ્યો થાળ, ઘણે હેતે જમાડ્યા દયાળ ।।૩૩।।
મુનિકાજે માલપુવા કીધા, હરિહાથે પીરસવા દીધા ।
જેમજેમ જમે બહુ સંત, તેમ ભૂષણ રાજી અત્યંત ।।૩૪।।
શ્યામ સારા શોભે મુનિમાંય, આવ્યા દર્શને બહુ લોક ત્યાંય ।
પ્રકરણ ૮૪કકકક ભક્તચિંતામણી
૩૦૯
દઇ દર્શન દાનની મોજ, પછી નાથ આવ્યા લાંગણોજ ।।૩૫।। ત્યાં હરિજનનું હેત જોઇ, તેને ભુવન જમ્યા રસોઇ ।
ત્યાંથી આવ્યા ડાંગરવે દયાળ, સંગે સમૂહ મુનિ મરાળ ।।૩૬।। એમ સતસંગમાંહિ ફર્યા, કૈક જીવને નિહાલ કર્યા ।
જેજે વાટમાં આવે છે ગામ, તેતે જનનાં સારે છે કામ ।।૩૭।। આવ્યા અડાલજ એહ ફેરે, રહી રાત્ય પધાર્યા મોટેરે ।
નાહ્યા સાબરમતીમાં નાથ, સર્વે સખા નાહ્યા હરિસાથ ।।૩૮।।
પછી શ્રીનગરે આવ્યા શ્યામ, રહ્યા નાથ રાત્ય એહ ઠામ ।
ત્યાંથી જેતલપુર પધાર્યા, જનને મન મોદ વધાર્યા ।।૩૯।। તિયાં રહ્યા કાંઇક કૃપાળુ, પછી ચાલિયા દીન દયાળુ ।
વાટે મોડિને તસ્કર માન, આવ્યા વૈરાટે શ્રીભગવાન ।।૪૦।। તિયાં સંતને શિખજ દીધી, પિપળી જાવા આગન્યા કીધી ।
તિયાં ભક્ત રહે દાદોભાઇ, કરવા ઉત્સવ છે મનમાંઇ ।।૪૧।। રહેજ્યો રાખે તિયાં લગી તમે, એને કહ્યુંતું આવશું અમે । તેતો અમથી નહિ જવાય, કહેજ્યો રાજી રહેજ્યો મનમાંય ।।૪૨।। એમ કહીને ચાલિયા નાથ, સખા સાંખ્યયોગી લઇ સાથ ।
હરિ હાલતાં જન દુઃખાણાં, અતિ હેતમાં હૈયાં ભરાણાં ।।૪૩।।
પોતે ગયા ગઢડે મહારાજ, કરી અનેક જીવનાં કાજ ।
દર્શન સ્પર્શ કર્યા જેજે જને, તે ન જાય કૃતાંત ભવને ।।૪૪।। એવું આવ્યા અભયદાન દઇ, જે સમાન બીજું દાન નઇ ।
એવો કર્યો મોટો ઉપકાર, જેમાં અનેક જનનો ઉધ્ધાર ।।૪૫।। કર્યા પાવન દર્શને જન, કાર્તિકવદી તે બીજને દન ।
તેદી ફરી હરિ ગુજરાત, કરી લીળા કહી તેની વાત ।।૪૬।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીનારાયણચરિત્રે
આદ્રેજે અન્નકોટનો ઉત્સવ કર્યો એ નામે ત્રિયાશિમું પ્રકરણમ્ ।।૮૩।। સામેરી-પછી ગામ ગઢડે, આવિયા તે અલબેલ ।
૩૧૦ ભક્તચિંતામણ પ્રકરણ ૮૪
કરે લીલા લલિત ભાત્યે, રસિયોજી રંગરેલ ।।૧।। દિયે આનંદ દાસને, અતિહાસ વિલાસ હરિ કરી ।
સુંદર મનોહર મૂરતિ, જન નિરખે નયણાં ભરી ।।૨।।
નાવા જાય નિત્યે નીરમાં, સખા સર્વે સંગ લઇ ।
સંત સંગે શ્યામળો, અતિ રંગે રમે રાજી થઇ ।।૩।। ઉછાળે જળ અતિ ઘણાં, સામસામા સખા મળી ।
એકકોરે અલબેલો થઇ, વધારે રમત્ય વળી ।।૪।। કરે ક્રીડા જળમાંહિ, સખા સંગે શ્યામ રે ।
અનેક જીવ જીવન જોઇ, થાય પૂરણકામ રે ।।૫।।
નાહિ નિસર્યા નાથજી, જળમાંહિથી વળી બહાર ।
વસ્ત્ર પહેરી વાલ્યમો, થયા અશ્વ ઉપર અસવાર ।।૬।। આવી બેઠા ઓસરિયે, સુંદર ઢળાવી ઢોલિયો ।
શોભે સમૂહ સંતનો, તેતો નવ જાય બોલિયો ।।૭।।
પ્રશ્ન ઉત્તર અતિ ઘણા, માંહોમાંહિ મળી કરે ।
પછી પ્રશ્ન લઇ પોતે, અલબેલોજી ઓચરે ।।૮।।
કરે અલૌકિક ઉત્તર આપે, સુણ્યો નોય કેદિ શ્રવણે ।
સાંભળી જન મગન થાય, ધન્ય ધન્ય સહુ ભણે ।।૯।। નિત્ય નવી કરે વારતા, વળી નાય નિત્ય નીરમાં ।
શ્વેત વસ્ત્ર સુમનહારે, શોભે ઘણું શરીરમાં ।।૧૦।। એમ લીળા બહુ કરતા, શ્રાવણ ભાદ્ર વહી ગયા ।
આવ્યો આસો આનંદકારી, દિવાળીના દિન થયા ।।૧૧।। કર્યો ઉત્સવ અન્નકોટનો, સંત સહુ ત્યાં આવિયા ।
વિવિધભાત્યે ભોજન કરી, નાથે હાથે જમાવિયા ।।૧૨।।
પુરી માળા ત્યાં દીપની, તે અતિશે શોભે ઘણી ।
શ્વેતદ્વીપ સરખી દિસે, શોભા એ સદન તણી ।।૧૩।।
સુંદર સિંહાસન ઉપરે, અલબેલો બેઠા વળી ।
ધૂપ દીપ ને આરતી, મુનિજને કરી મળી ।।૧૪।।
પ્રકરણ ૮૪કકકક ભક્તચિંતામણી
૩૧૧
જયજય શબ્દે કરી, સહુ નરનારી ઓચરે ।
એવી અલૌકિક લીળા, જન કારણે જીવન કરે ।।૧૫।।
પછી આપી આગન્યા, મુનિ જાઓ તમે ગુજરાત ।
અમે પણ ત્યાં આવશું, તમે સત્ય માનજો વાત ।।૧૬।।
સંત સર્વે સધાવિયા, હરિમૂરતિ ધારી ઉર ।
તે કેડ્યે આવ્યો કળજુગી, એક અજબ ગેબી અસુર ।।૧૭।। કપટબુધ્ધિ મતિ ઉંધી, સુધી વાત સમજે નહિ ।
પૂરણ પાપી માંસસુરાપી, નકટી નાર્યો સંગે સહિ ।।૧૮।। એના કુળના કઇક બીજા, જે ગામમાં ગેબ હતા ।
તે પણ તેને જઇ મળ્યા, છેડો નાખી થયા છતા ।।૧૯।।
ગેબિયે ગેબનાં ડિંગ દિધાં, તે સાચાં માન્યાં સાંભળી ।
સ્વામી જાશે જ્યાં સબકી, તિયાં કેડ્યે જાઇશ વળી ।।૨૦।। જો જાય એ જળમાં, વળી નભ પયાલે પરવરે ।
કેડે કેડે હું જાઉં તિયાં, આજ એ નવ્વ ઉગરે ।।૨૧।। આપે પરચો અમને, દિયે ડેરી ઉપાડી આ તટે ।
એમ મુરખ આગળે, દિધાં ડિંગ દોવટે ।।૨૨।।
બોલે બે કાંટા બોરડી, એક વાંકો ને સુધો સહિ ।
પોથી પુરાણ પાર વાતો, બાપલા સમજો નહિ ।।૨૩।। બહુ દિન ચર્યો એ બોરડિયે, આજ મળ્યા શિંગાળા સ્વામીને । આજતો એ ઉગરે જો, મળે મને કરભામીને ।।૨૪।। હલાં કરીને હાલો હવે, શું રહ્યા છો જોઇને ।
બંધુક એની બંધ કરૂં, કરવાલ ન કાપે કોઇને ।।૨૫।।
સતસંગી એવું સાંભળી, સહુ સામા ચાલિયા સજી ।
પાપી પાછા ભાગિયા, આ વાત મુવાની નિપજી ।।૨૬।। અન્ય જન આડાં ફરી, સતસંગી પાછા વાળિયા ।
અસુરે એમ જાણિયું જે, થયા અમારા પાળિયા ।।૨૭।।
પછી ઉતારે એકાંત કીધી, ભાંગતિ રાત્યે ભાગિયો ।
૩૧૨ ભક્તચિંતામણ પ્રકરણ ૮૪
જો સવારે સૂરજ ઉગશે તો, જરૂર જાણે જીવ ગયો ।।૨૮।। એમ અસુરનું વિઘન ટાળી, શ્યામળિયોજી સજ્જ થયા ।
દરશન દેવા દાસને, દયાળે કરી દયા ।।૨૯।।
પછી પ્રભુજી પધારિયા, જેતલપુરે જીવન ।
તિયાં સંત તેડાવિયા, સહુ આવિયા મુનિજન ।।૩૦।। અમદાવાદથી આવિયા, મોટેરા મુક્તાનંદજી ।
સામા જઇ શ્રીહરિયે, આપિયું આનંદજી ।।૩૧।।
દિધાં દરશન દાસને, સંત નિરખી સુખિયા થયા ।
દિવસ દોય તિયાં રહી, પછી શ્યામ શ્રીનગર ગયા ।।૩૨।। હેત જોઇ હરિજનનાં, ભુવન તેને પધારીયા ।
રેણિ રહી સુખ દઇ, નવલા નેહ વધારીયા ।।૩૩।।
પછી દિવસ વળતે, જોયાં ડેરાં દેવને ।
અનંત જીવ ઓધારવા, તે કેમ તજે ટેવને ।।૩૪।। શહેર ફરી મહેર કરી, દીધાં તે દરશન દાન ।
અભય કરી આવ્યા હરિ, ભયભંજન ભગવાન ।।૩૫।।
ત્યાંથી પાછા પધારિયા, જેતલપુરને માંય ।
સંતને સુખ આપવા, રહ્યા દન દોય ત્યાંય ।।૩૬।।
પછી ત્યાંથી આવિયા, મોહન મેમદાવાદ ।
પુર બાહેર ઉતર્યા, ત્યાં કર્યો જ્ઞાનસંવાદ ।।૩૭।। જન પ્રત્યે જીવન કહે, જેને જેટલો સતસંગ ।
તેને તેટલા પાપનો, થાય બાહેર ભિતર ભંગ ।।૩૮।। તમે જાણો અમે ત્યાગીયું, ખાન પાન સુખ સંસાર ।
શીત ઉષ્ણ સહિ શરીરે, ભજીયે છીએ મોરાર ।।૩૯।। આગ્યે મોટા અધિપતિ, જેનાં અતિ કોમળ અંગ ।
એક તનની જતનમાં, જન રહેતા બહુબહુ સંગ ।।૪૦।। તેણે પણ પ્રભુ કારણે, કર્યાં તન મન સુખ ત્યાગ ।
સહ્યાં કષ્ટ શરીરમાં, ધન્ય ધન્ય તેનો વૈરાગ્ય ।।૪૧।।
પ્રકરણ ૮૪કકકક ભક્તચિંતામણી
૩૧૩
એના જેટલું આપણે, કાંઇ ત્યાગ્યું નથી તનથી ।
માટે સંશય સુખ દુઃખનો, મેલી દેવો તનમનથી ।।૪૨।। અમે જોને આવિયા, તમ કારણે તનધરી ।
મનવાણી પહોંચે નહિ, રહે નેતિનેતિ નિગમ કરી ।।૪૩।।
માટે અમારા દાખડા, સામું જોજ્યો સહુ મળી ।
અન્ય વાસના અંતરે, કોઇ રાખશો માં કહું વળી ।।૪૪।।
નરને નારી નારીને નરની, વળી પુત્રની પ્યાસ રહિ ।
તો બહોળા પુત્ર પુરુષ મળશે, થાશે ફજેતિ બહુ સહી ।।૪૫।।
મારો મુકી આશરો, જે વિષય સુખને વાંછશે ।
તે સુખ નહિ પામે સ્વપને, સામું પડ્યા દુઃખમાં પચશે ।।૪૬।। એટલી વાત કરી હરિ, પછી પુરમાં પધારિયા ।
ભોજન બહુ ભવન કરી, જનમન મોદ વધારિયા ।।૪૭।।
પછી જમાડી સંતને, ત્યાંથી ચાલિયા તતકાળ ।
દેગામે દર્શન દઇ, આવ્યા ડભાણે દયાળ ।।૪૮।।
ત્યાં રાત્ય રહી સુખ દઇ, રસોઇ રૂડી જમ્યા ।
પછી આવી વરતાલ્યમાં, દિન સાત સુધી ખમ્યા ।।૪૯।। એક વૃધ્ધ સાધુ વિકાર વિના, નાથની નજરે આવિયો ।
પ્રસન્ન થઇ પોતે પછી, સુંદર સ્વાંગ પહેરાવિયો ।।૫૦।। બહુ વાત કરી હરિ, સંતને સુખિયા કર્યા ।
અનેક જન જીવન જોઇને, ભવસાગરનો ભય તર્યા ।।૫૧।।
પછી ત્યાંથી પધારિયા, આવિયા બુધેજ ગામ ।
જેજે જને નાથ નિરખ્યા, તે થયા પૂરણકામ ।।૫૨।। ત્યાંથી હયે ચડી હરિ, જમ્યા ગોરાડ્યે ગોરસ ઘણાં ।
હેત જોઇ હરિ જનનું, જમતાં નવ રાખી મણા ।।૫૩।।
પછી પછચ્મે પધારિયા, ત્યાં રહ્યા હરિ એક રાત્ય ।
ત્યાંથી તરત ચાલિયા, પોતે પ્રભુજી પરભાત્ય ।।૫૪।। ધન્ય ધોલેરા ગામમાં, વસે ભક્ત પુંજોભાઇ એક ।
૩૧૪ ભક્તચિંતામણ પ્રકરણ ૮૫
જેને સનેહ ઘણો શ્યામશું, અતિ ઉરમાંહિ વિવેક ।।૫૫।। તેને ભુવન ભાવશું, પધારિયા પોતે હરિ ।
જન મન મગન થયા, નાથ નિરખ્યા નયણાં ભરી ।।૫૬।।
સુંદર ભોજન વ્યંજન કરાવિયાં, જમાડિયા જીવનને ।
હેત જોઇ હરિજનનું, જમ્યા ભાવે તેનાં ભોજનને ।।૫૭।। આપી સુખ અતિઘણાં, પછી આવિયા ગઢડે હરિ ।
પોતે પ્રેમે પધારિયા, માગશર સુદી ચોથે ફરી ।।૫૮।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળા-
નંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે શ્રીહરિએ ગઢડે અન્નકોટનો ઉત્સવ કર્યો એ નામે ચોરાશિમું પ્રકરણમ્ ।।૮૪।।
ચોપાઇ- અલબેલોજી આનંદકારી, આવ્યા ગઢડે દેવ મુરારી ।
સર્વે દાસને દર્શન દીધાં, જનનાં મન મગન કીધાં ।।૧।। બેઠા વાલ્યમ આસન વાળી, જન સહુ રહ્યા સામું ભાળી ।
જેમ ચંદને જુવે ચકોર, જેમ મેઘને જુવે છે મોર ।।૨।। એમ સર્વે રહ્યા સામું જોઇ, મીટે મટકું ન ભરે કોઇ ।
પછી બોલિયા પ્રાણજીવન, તમે છો સુખિયા સહુ જન ।।૩।।
પછી બોલિયા જન જોડી હાથ, તમને નિર્ખિ સુખી છીએ નાથ ।
પછી સુંદર ભોજન કરી, જન હેતે જમ્યા તિયાં હરિ ।।૪।। અતિ હેતે બોલે વાલો વળી, સર્વે રાજી થાય તે સાંભળી । દેશદેશના દાસ સંભારી, વખાણે તેને દેવ મુરારી ।।૫।। બીજી બહુ બહુ કરે વાત, સુણી જન થાય રળિયાત ।
એમ કરતાં માસ દોય થયા, દિન દશ તે ઉપર ગયા ।।૬।। ત્યારે બોલિયા જીવનપ્રાણ, સુણો સંત સર્વે સુજાણ ।
હતી અસુરની જે ઉપાધિ, તે આ સમે સમી ગઇ બાધી ।।૭।। થયું રાજ્ય હવે ન્યાયવાળું, સર્વે ગરીબ રાંકને સુખાળું । હવે જોર જુલમ ન થાય, તમ જેવા સાધુ ન પીડાય ।।૮।।
માટે રાખો પ્રથમની રીત, અતિ સુંદર પરમ પુનિત ।
પ્રકરણ ૮૫કકકક ભક્તચિંતામણી
૩૧૫
એમ કહ્યું જનને મહારાજે, તેવી રીત્ય રાખી મુનિરાજે ।।૯।।
પછી આવ્યો છે ફાગણ માસ, હોળી રમવા થયા હુલાસ ।
ભાલ મધ્યે ગામ મછિયાવ્ય, વસે ભક્ત તેને અતિ ભાવ ।।૧૦।। તેણે હરિને તેડાવ્યા હેતે, તિયાં પધારિયા પ્રભુજી પ્રીતે ।
સખા સહિત આવ્યા ભગવાન, દીધાં દાસને દર્શનદાન ।।૧૧।। દેશદેશના સતસંગી આવ્યા, તિયાં સર્વે મુનિને બોલાવ્યા । કરવા ઉત્સવ દેવા દર્શન, અતિ રાજી છે પ્રાણજીવન ।।૧૨।। મિઠી વાણીએ સહુને બોલાવે, વાત વાલાની સહુને ભાવે । વળી પ્રશ્ન ઉત્તર તિયાં થાય, જન ગુણ ગોવિંદના ગાય ।।૧૩।।
પછી આવ્યો ઉત્સવનો દન, રમવા રાજી જનશું જીવન ।
થયા અલબેલો અસવાર, સંગે સખા હજારો હજાર ।।૧૪।। ભરી ફાંટ્યે ને ફેંકે ગુલાલ, ચડી ગરદી ગગનમાં લાલ ।
રસબસ થયા સખા રંગે, રમતાં રંગ રસિયા સંગે ।।૧૫।। વાજે વાજાં વિવિધનાં કઇ, જેજેકાર રહ્યો તિયાં થઇ ।
એમ રમે રંગભીનો હોળી, સંગે લઇ મુનિજન ટોળી ।।૧૬।।
સહુ જનની પુરી છે હામ, પછી નાહ્યા સરોવરમાં શ્યામ ।
ત્યાંથી અલબેલો આવ્યા ઉતારે, થઇ રૂડી રસોઇ તે વારે ।।૧૭।। જમ્યા જીવન જન જમાડ્યા, સર્વે સંતને મોદ પમાડ્યા ।
જને બાંધ્યો હિંડોળો ત્યાં બાર, હરિ બેઠા હિંડોળા મોઝાર ।।૧૮।।
પછી ઝુલ્યા હિંડોળે જીવન, સર્વે જનને કર્યા મગન ।
પછી મેડીયે બેઠા મહારાજ, આવ્યા મલ્લ ત્યાં રમવા કાજ ।।૧૯।। દિઠી જેઠિની રમત્ય સારી, રિઝી દીધો શિરપાવ ઉતારી ।
એમ લીળા કરી અલબેલે, દિધાં દર્શન છેલ છબિલે ।।૨૦।। કરી લીળા ત્યાં બહુ જીવને, ફાગણ સુદી પુન્યમને દને ।
તેદિ લીળા કરી મછિયાવ્યે, કરાવી ફુઇબાઇએ ભાવે ।।૨૧।।
પછી ત્યાંથી ચાલ્યા તતકાળ, આવ્યા દદુકે દીનદયાળ ।
તિયાં ભક્ત વસેછે ભાવિક, જેને આશરો સ્વામીનો એક ।।૨૨।।
૩૧૬ ભક્તચિંતામણ પ્રકરણ ૮૫
તેણે તેડી મુનિજન સાથ, રૂડી રસોયે જમાડ્યા નાથ ।
પછી જમાડી સંતની મંડળી, કરી સુંદર રસોઇ ગળી ।।૨૩।।
પ્રભુ પોતે પીરસવા ઉઠ્યા, દાસ ઉપર દયાળુ ત્રુઠ્યા ।
લઇ લાડુ કરે મનુવાર, જમાડી સંત પમાડ્યા હાર ।।૨૪।। એમ આપી સુખ અતિઘણાં, કર્યાં રાજી મન જનતણાં ।
પછી અલબેલે આગન્યા કીધી, સર્વે સંતને શીખજ દીધી ।।૨૫।।
પછી રહ્યા તિયાં એક રાત્ય, ત્યાંથી પ્રભુ પધાર્યા પ્રભાત્ય । જોઇ જનના મનનો ભાવ, પાછા પધારિયા મછિયાવ ।।૨૬।। રહ્યા તિયાં પોતે પંચ દન, દિધાં દયા કરી દરશન ।
પછી ત્યાંથી ચાલ્યા તતકાળ, આવ્યા શ્યામળો ગામ શિયાળ ।।૨૭।। તિયાં ભક્ત વસે તુલાધાર, રૂડો જન ને મન ઉદાર ।
તેને ઘેર ઉતર્યા મહારાજ, કરાવ્યાં ભોજન નાથ કાજ ।।૨૮।। ત્યાંથી જમી ચાલ્યા અલબેલો, રહ્યા રોઝકે છેલ છબિલો । ત્યાંથી ચાલિયા સુંદર શ્યામ, આવ્યા ગોવિંદ ગઢડે ગામ ।।૨૯।।
સર્વે જન કરે જે જે કાર, ધન્ય ધન્ય એ થાય ઉચ્ચાર ।
એવી કીરતિ કાને સાંભળી, સર્વે અસુર ઉઠ્યા છે બળી ।।૩૦।। કહે અસુર સરવે મળી, સતસંગીને નાખીયે દળી ।
એમ પાપી મળી પરિયાણ્યા, દેશદેશના અસુર આણ્યા ।।૩૧।।
મોટે દૈત્યે મનસુબો કરી, આવ્યા બહુ બળે બંદૂકો ભરી ।
સહુ દિશેથી લીધા છે ઘેરી, ખરા ખેધકુ સાધુના વેરી ।।૩૨।।
માંહોમાંહિ બોલે એમ પાપી, નાખો સતસંગી સહુને કાપી ।
ચોંપે ચડાવી બંધુકો હૈયે, બોલિયા હરિના ભક્ત તૈયે ।।૩૩।। કરો ઘાવ શું રહ્યા વિચારી, પછી જુવો રમત્ય અમારી ।
તૈયે અસુરે બંધુકો દાગી, ઉડી આગ્ય ને ડાઢિયો લાગી ।।૩૪।।
પછી એવું જણાણું છે એને, આજ ન મુકે જીવતા કેને ।
પછી પાપી પાછા પગ ભરી, ગયા કાળાં મોઢાં સહુ કરી ।।૩૫।।
પડ્યા પાપી પાછા પાપવશ, માસ જ્યેષ્ઠ શુદી ચઉદશ ।
પ્રકરણ ૮૫કકકક ભક્તચિંતામણી
૩૧૭
તેદિ દુષ્ટે એ રચ્યોતો દગો, દગો અંતે નોય કેનો સગો ।।૩૬।।
પાપી પોતાના પાપમાં ગયા, હરિભક્ત તે નિર્ભય રહ્યા ।
પછી ત્યાંથી સધાવિયા શ્યામ, આવ્યા નાથ કારીયાણી ગામ ।।૩૭।। રહ્યા દન દોચાર એ ઠામ, પછી આવિયા ગઢડે ગામ ।
આવ્યા સાધુ રામદાસ કાજ, કર્યું રામદાસે તન ત્યાજ ।।૩૮।। જ્યેષ્ઠવદી તે છઠ્યને દન, તેદિ ત્યાગ્યું છે તેમણે તન ।
એહ કાજે રહ્યા એક રાત, પાછા પ્રભુ પધાર્યા પ્રભાત ।।૩૯।। દિન દશ પાંચ તિયાં રહ્યા, કરી જીત ગઢડે આવિયા ।
આવી તીરથવાસીને કાજે, બંધાવ્યું સદાવ્રત મહારાજે ।।૪૦।। આપે અન્ન જમે જન બહુ, સુણી આવે અન્નારથી સહુ ।
બાંધી ધર્મની ધ્વજા તે બહાર, દિયે અન્ન બહુ દેદેકાર ।।૪૧।। બીજી જમે મુનિની મંડળી, થાય આનંદ ઉત્સવ વળી ।
એમ કરતાં વીત્યું છે ચોમાસું, ગયો ભાદ્ર ને આવિયો આસુ ।।૪૨।।
પછી સુરતથી સતસંગી આવ્યા, પ્રભુને કાજે પોશાગ લાવ્યા ।
લાવ્યા પાઘ સુંદર છોગાળી, નામે અંકિત અતિ રૂપાળી ।।૪૩।।
લાવ્યા વાઘો સુંદર સુરવાળ, બહુ પ્રેમેશું પૂજ્યા દયાળ । થયા રાજી પોતે મહારાજ, પહેર્યાં વસ્ત્ર જન હેત કાજ ।।૪૪।। જેના સેવક આતમારામ, માને પોતાને પૂરણકામ ।
તેના સ્વામીને કેમ કહેવાય, જે આ પ્રાકૃત પૂજાને ચાય ।।૪૫।।
માટે જનના ભાવને જોઇ, લિયે પૂજા પ્રસન્ન મન હોઇ ।
એમ કરતાં આવી દીવાળી, પૂરી દીપની માળા રૂપાળી ।।૪૬।। તિયાં બેઠા અલબેલો આવી, સુંદર મૂરતિ સહુને ભાવી ।
જોઇ જન થયા છે મગન, સહુ કહે સ્વામી ધન્ય ધન્ય ।।૪૭।।
પછી બહુભાતે કર્યાં ભોજન, વિધવિધનાં કર્યાં વ્યંજન ।
ઘણે અન્ને અન્નકોટ કીધો, વાલે પ્રેમેશું પ્રસાદ લીધો ।।૪૮।।
પછી જમાડ્યો જનનો સાથ, પ્રભુ પીરસે પોતાને હાથ ।
દીધું નાથે સુખ લીધું જને, કાર્તિક શુદી એકમને દને ।।૪૯।।
૩૧૮ ભક્તચિંતામણ પ્રકરણ ૮૬
તેદિ આવ્યા મુનિ સહુ મળી, દેશોદેશ જે હતી મંડળી ।
કરાવિયો ઉત્સવ એ દને, જયા લલિતા ઉત્તમ જને ।।૫૦।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે ગઢડે
અન્નકોટનો ઉત્સવ કર્યો એ નામે પિચ્યાશિમું પ્રકરણમ્ ।।૮૫।। સામેરી-પછી સંતને આપી આગન્યા, જાઓ ફરવા સહુ મળી । જ્યારે અમે તેડાવિયે, આવજ્યો તમે વળી ।।૧।। અણતેડ્યે નવ આવવું, વળી લોપી અમારું વચન ।
હેત હોય તો હરિની મૂરતિ, ન વિસારવી નિશદન ।।૨।। આગન્યા વિના જે આવવું, તેમાં રાજી અમે નહિ રતિ ।
વચન પ્રમાણે જે વરતે, તે ઉપરે પ્રસન્ન અતિ ।।૩।। શશિ સૂરજ શેષ સિંધુ, સર્વે રહે અમારા વચનમાં ।
વારિ વસુધા વહનિ, મરુત ડરે વળી મનમાં ।।૪।।
ભવ બ્રહ્મા ભુલે નહિ, ડરે વચનથી દિગપાળ ।
સુરાસુર ઇંદ્ર અંબા, કંપે વચનથી કાળ ।।૫।।
તેહ સર્વે એમ જાણે જે, વડા થયા વચનથી ।
એવાં વચન આજનાં, તમે જાણ્યાં છે કે જાણ્યાં નથી ।।૬।। એવાં વચન જો જાણો અમારાં, તો પાળો સહુ સુજાણ ।
એવું ન મનાય અંતરે, તો કેમ માન્યું છે કલ્યાણ ।।૭।।
માટે સહુ સુજાણ છો, વળી સાંભળી છે બહુ વારતા ।
છોટાં મોટાં વચન અમારાં, તેને રખે વિસારતા ।।૮।। એટલી વાત કરી હરિ, પછી શીખ દીધી સંતને ।
મળી વળી મસ્તાન કરી, મોકલ્યા ગુણવંતને ।।૯।।
નાથ નિરખિ હૈયે હરખી, લખી લીધા અંતરે ।
સુખ લઇ મગન થઇ, ચાલ્યા દેશોદેશાંતરે ।।૧૦।। જીયાં જીયાં આપી આગન્યા, તિયાં તિયાં સંત સહુ ગયા ।
હેત જોઇ હરિજનનાં, ગીરધરજી ગઢડે રહ્યા ।।૧૧।।
પ્રકરણ ૮૬કકકક ભક્તચિંતામણી
૩૧૯
નાથ કહે સહુ સાથને, આજ સંત છે જે આપણા ।
સરવે અંગે મેં શોધિયા, કોઇ રીત્યે નથી મણા ।।૧૨।।
જ્ઞાન ભક્તિ વૈરાગ્ય વળી, તપતણી સહુ મૂરતિ ।
શમદમાદિ સાધને સંપન્ન, અંગે અઘ નહિ રતિ ।।૧૩।। એમ વારમવાર વાલો, ગાય તે ગુણ સંતના ।
પછી કાંઇક દિન વીતે, આવ્યા દિન વસંતના ।।૧૪।। કર્યો ઉત્સવ આનંદમાં, વસંત પંચમીનો વળી ।
આસપાસથી દાસ તેડ્યા, આવ્યા સંત સહુ મળી ।।૧૫।। તાને ગાન ગાય તિયાં, સર્વે મળી વળી સંત ।
એમ આનંદ ઉત્સવ કરતાં, વીત્યો વળી વસંત ।।૧૬।।
પછી આવી હુતાસની, ત્યાં હરિજને રંગ ઘોળિયા ।
અલબેલાને ઉપરે, કળશ કેસરના ઢોળિયા ।।૧૭।।
લાગી ઝડી ત્યાં રંગની, ઉડે ગુલાલ અતિઘણો ।
ખુબ તિયાં ખેલ મચ્યો, હરિને હરિજનતણો ।।૧૮।।
પછી નાથે હાથશું, રંગે રંગ્યા સહુ સંતને ।
રસબસ કરી રસિયે, આપ્યાં સુખ અનંતને ।।૧૯।।
એમ રમી હુતાસની, નાહ્યા પછી જઇ નીરમાં ।
સખા સંગે શ્યામળો, શોભે છે શરીરમાં ।।૨૦।।
પછી સુંદર ભોજન કરી, જને જમાડ્યા નાથને ।
જમી સુંદર શ્યામળે, જમાડ્યા સખા સાથને ।।૨૧।। એમ લીળા વાલે કરી, ફાગણ શુદી પુન્યમ દને ।
અચિંતવ્યો ઉત્સવ કર્યો, જનકારણે શ્રીજીવને ।।૨૨।। એક ઉત્સવ શું કહું, નિત્ય નિત્ય ઉત્સવ થાય છે ।
નર નારી નિયમ ધારી, ગુણ ગોવિંદના ગાય છે ।।૨૩।। નિત્ય સંત સમૂહ જમે, તે ગમે મનમાં અતિઘણું ।
જયા લલિતા જન જોડી, ઉદાર મન ઉત્તમતણું ।।૨૪।।
સદા સમીપે શ્યામને, વીતે વરષ તે પલસમ ।
૩૨૦ ભક્તચિંતામણ પ્રકરણ ૮૬
આનંદમાં નિશદિન વીતે, તેની ન પડે ગમ ।।૨૫।।
પછી સુંદર શ્રાવણે, આવી છે જન્માષ્ટમી ।
હરિજન કહે મુનિ તેડીયે, કોઇ વાતની નથી કમી ।।૨૬।।
પછી નાથજી બોલિયા, સહુ સંત છે પરદેશમાં ।
આસપાસ જે આંહિ છે, એતો આવે છે હમેશમાં ।।૨૭।। તેને પછી તેડાવિયા, ઉત્સવ કરવા આનંદમાં ।
સખા સંગે શ્યામળો, રાજી રમવા જનવૃંદમાં ।।૨૮।।
પાપીએ પરીયાણ કીધું, તેમાં વિપત પાડવા વળી ।
ઉત્સવના દિન ઉપરે, આવિયા અસુર મળી ।।૩૦।।
આશય એનો ઓળખી, વળી કરી હરિએ વારતા ।
આપણે આંહિથી ચાલિયે, એ જાય પાછા જખ મારતા ।।૩૧।।
પછી હરિજન હરિ પોતે, પ્રભુજી પધારિયા ।
અસુરનું નવ ઉપજ્યું, જેવા આવ્યા તેવા ગયા ।।૩૨।। એહ વિઘન ટાળી વળી, અલબેલોજી આવિયા ।
પછી અન્નકોટ ઉપરે, સંત સહુને બોલાવિયા ।।૩૩।। કરી ઉત્સવ અન્નકોટનો, પછી સંતને શીખ કરી ।
નરનારાયણ દેવની, ફેરવી કંકોતરી ।।૩૪।।
સતસંગી સરવે મળી, શ્રીનગર સહુ આવજ્યો ।
નરનારાયણ દેવની, મૂરતિયો પધરાવજ્યો ।।૩૫।। અમે પણ ત્યાં આવશું, તે જરૂર તમે જાણજ્યો ।
સારો સમૈયો સુધારશું, અંતરે પ્રતીત આણજ્યો ।।૩૬।। આવ્યા પછી અલબેલડો, મહાવદી દશમી દિને ।
તેદિ પ્રભુજી પધારિયા, શ્રીજેતલપુર પત્તને ।।૩૭।। દીધાં દર્શન દાસને, હરિજને નિરખ્યા શ્રીહરિ ।
સતસંગી સુખિયા થયા, નાથ નિહાળ્યા નયણાં ભરી ।।૩૮।।
પછી દિવસ વળતે, શ્રીનગરે શ્યામ સધાવિયા ।
જોઇ ઉતરવા જાયગા, પાછા જેતલપુરે આવિયા ।।૩૯।।
પ્રકરણ ૮૬કકકક ભક્તચિંતામણી
૩૨૧
ભક્ત એક ભાવિક વસે, ગામ અસલાલી તિયાં ।
તેને ભવન ભોજન કરી, સંઘે સહિત સરે ગયા ।।૪૦।। કર્યા ઉતારા કાંકરિયે, દેશદેશના દાસ આવિયા ।
રથ વેલ્ય ને પાલખી, ઉંટ ઘોડાં ગાડલાં લાવિયા ।।૪૧।। બાળ જોબન વૃધ્ધ વળી, મનુષ્ય ત્યાં મળ્યાં ઘણાં ।
કોઇ કેને નવ ઓળખે, આવ્યા દાસ બહુ દેશતણાં ।।૪૨।। ઉચ્ચે આસને બેસી વાલો, દાસને દર્શન દિયે ।
સનમુખ બેસે સંત સહુ, નિરખિને સુખ લિયે ।।૪૩।।
નરપતિ રાજી અતિ, તે પ્રભુ પાસે આવિયા ।
પછી દિવસ વળતે, પોતે પ્રભુજી ત્યાં ગયા ।।૪૪।। અતિ હેતે આસન આપી, પ્રેમેશું પૂજા કરી ।
પછી જેજે પૂછિયું, આપ્યો ઉત્તર તેનો હરિ ।।૪૫।। રાજા અતિ રાજી થઇ, પછી પ્રભુને પાય લાગિયા ।
એનું કારજ કરી હરિ, શ્યામ સંઘમાં આવિયા ।।૪૬।।
પછી દિવસ વળતે, પધરાવી છે મૂરતિ ।
નરનારાયણ દેવ ડેરે, બેઠા બેઉ બદરીપતિ ।।૪૭।। અનેક જન તિયાં આવિયા, નિરખવા નરવીરને ।
દર્શન કરી દયાળનાં, પામિયા સુખ અચિરને ।।૪૮।।
સુંદર માસ સોયામણો, ફાગણ શુદી તૃતીયા તિથિ ।
તે દિને સ્થાપન કર્યું, વાલો આવ્યા વિશાળાવનથી ।।૪૯।। વિકટ અદ્રિ બદ્રિ આડા, જઇ ન શકે ત્યાં કોઇ ।
અતિ અગમ તે સુગમ થયા, હરિજનનાં હેત જોઇ ।।૫૦।। ભાગ્ય મોટાં એ ભૂમિનાં, જ્યાં પધાર્યા પોતે ધણી ।
નરનારી નાથ વિના, પીડાતિ પ્રજા ઘણી ।।૫૧।।
પછી ઉતારી આરતી, નાથ રાખજ્યો નજર મહેરની ।
પછી દિવસ વળતે, કરી ચોરાશી શહેરની ।।૫૨।।
કરી કારજ એટલું, શ્યામળિયો સધાવિયા ।
૩૨૨ ભક્તચિંતામણ પ્રકરણ ૮૭
ઘણે મુલે ઘોડે ચડી, જયતલપુરે જઇ રહ્યા ।।૫૩।।
પછી ત્યાંથી પધારિયા, દયાળુ દેશ પાંચાળ ।
કરી કારજ એટલું, આવ્યા ગઢડે ગોપાળ ।।૫૪।। અનંત લીળા કરી હરિ, વળી અનંત લીળા કરશે ।
એવો કોણ કવિરાજ છે, જે અથ ઇતિ ઓચરશે ।।૫૫।। શેષ મહેશ શારદા, જેના ગુણ ગાતાં થકે ।
નેતિનેતિ કહિ રહે નિગમ, તેને કોણ કહી શકે ।।૫૬।।
ગાંધર્વ મુનિ નારદમુનિ, ગણપતિ અતિ ગાયછે ।
બહુ બળે જાય બોલવા, પણ જેમ છે તેમ શું કહેવાય છે ।।૫૭।।
માટે મનમાં વિચારિયું, એના ગુણ અપાર છે ।
કહીકહીને કહે કવિ, તોય હારવા નિરધાર છે ।।૫૮।। ભૂરજ જળકણ જે ગણે, વનપાત ગાતરોમાવલી ।
મેઘઝણ્યકણ કવિગણે, અનંતના ઉડુગણ મળી ।।૫૯।।
એતો સર્વે અનંત છે, પણ તેનો અંત કોઇક લહે ।
એવા કોટિ કોટિ મળે, પણ હરિગુણ કોણ કહે ।।૬૦।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે અમદાવાદમાં
શ્રીનરનારાયણ દેવની પ્રતિષ્ઠિા કરી એ નામે છયાશિમું પ્રકરણમ્ ।૮૬
પૂર્વછાયો- કહું લીળા વળી લાલની, જે કરી હરિ અવિનાશ ।
સંત સમીપે રાખિયા, રાજી થઇ ષટમાસ ।।૧।।
તેહમાંહિ જેજે કર્યું, તે કહું સાંભળજ્યો જન ।
ચરિત્ર સુણતાં શ્યામનાં, વળી થાય પરમ પાવન ।।૨।।
ચોપાઇ- ઘણું રહ્યા છે ગઢડામાંઇ, કરી હુતાશની વળી ત્યાંઇ । ઉષ્ણઋતુ વીતિ એહ ઠામ, બહુ રાજી છે સુંદરશ્યામ ।।૩।।
પછી આવિયું ચાતુરમાસું, દુષ્ટે દુષ્ટપણું પરકાશું ।
પછી ત્યાંથી ચાલિયા મોરાર, આવ્યા સારંગપુર મોઝાર ।।૪।।
સાથે હતું સંતનું મંડળ, મહામુક્ત અંતરે અમળ ।
પ્રકરણ ૮૭કકકક ભક્તચિંતામણી
૩૨૩
તે સહિત સારંગપુર આવ્યા, ઘણું જન તણે મન ભાવ્યા ।।૫।। ભક્ત ભાવિક જીવો ખાચર, હરિ ઉતરિયા તેને ઘેર ।
સુંદર ભોજન કરી રસાળ, જમ્યા નાથ જમાડ્યા મરાળ ।।૬।। વળતો આવ્યો અષ્ટમીનો દન, સર્વે વ્રત રહ્યા મુનિજન ।
પછી પોતે પધારિયા બાર, આવ્યાં દર્શને બહુ નરનાર ।।૭।।
સુંદર ગાડલે પલંગ ઢાળી, તે ઉપર બેઠા વનમાળી ।
કરે ઉત્તર પ્રશ્ન ત્યાં અતિ, શ્વેત વસ્ત્રે શોભે છે મૂરતિ ।।૮।। દિયે દર્શન પ્રસન્ન ઘણું, નિર્ખિ હર્ષે મન જનતણું ।
એમ અષ્ટમી ઉત્સવ કીધો, જને લાવ અલૌકિક લીધો ।।૯।। જને રાખ્યાતાં નિયમ જુજવાં, ઉપવાસ અલુણાં જમવાં ।
તેને પ્રભુજીએ કહ્યું કથી, તમે વાલા છો મને આજથી ।।૧૦।।
પછી પરમહંસને કાજે, કરી રસોઇ સુંદર સાજે ।
પોતે પીરશ્યું પંગત્યમાંઇ, કરી વાત તે હેતની ત્યાંઇ ।।૧૧।।
સર્વે સંતે એ વાત સાંભળી, ગયા ફરવા બાંધી મંડળી ।
બીજા આવ્યા હતા હરિજન, તે પણ ગયા પોતાને ભવન ।।૧૨।।
પોતે રહ્યા સારંગપુર ગામ, સંત ગયા કાંઇ રહ્યા એ ઠામ । જોઇ મરજી મહારાજ કેરી, સંત આવે જાય વારિફેરી ।।૧૩।। વીતિ ગયો તિયાં દોઢ માસ, નિત્ય દર્શન કરતાં દાસ ।
કર્યો સમૈયો સારો મોહને, શ્રાવણવદી અષ્ટમીને દને ।।૧૪।।
પછી પધાર્યા ગઢડે નાથ, સંત લીધા છે સરવે સાથ ।
રહ્યા દન દશ એહ ઠામે, પછી આવ્યા કારિયાણી ગામે ।।૧૫।।
સુણી સતસંગી સહુ આવ્યા, પાયે લાગી ઘેરે પધરાવ્યા ।
આપી આસન કરાવી રસોઇ, જમ્યા હરિ ભાવ તેનો જોઇ ।।૧૬।।
પછી જમાડીયા મુનિજન, એમ આનંદે વિત્યો એ દન ।
નિત્ય નાથ દિયે દરશન, થાય ઉત્તર ને પરશન ।।૧૭।। એમ કરતાં વીત્યા કાંઇ દન, બોલ્યા પ્રભુજી થઇ પ્રસન્ન ।
આસુના દિન કેટલા ગયા, ક્યારે આવશે દશમી વિજ્યા ।।૧૮।।
૩૨૪ ભક્તચિંતામણ પ્રકરણ ૮૭
ત્યારે બોલિયા વસતો ખાચર, છે નજીક કહી જોડ્યા કર ।
નાથ માગું છું એક વચન, આપો આગન્યા થઇ પ્રસન્ન ।।૧૯।। કરો ઉત્સવ દશરાતણો, તેડો સંત તો હું રાજી ઘણો ।
એવું સુણીને બોલિયા નાથ, સારું તેડાવો સંતનો સાથ ।।૨૦।।
પછી સંત આવ્યા સહુ મળી, હતી દેશોદેશ જે મંડળી ।
આવી લાગ્યા પ્રભુજીને પાય, નિર્ખી હર્ષ હૈયામાં ન માય ।।૨૧।।
પછી નાથે જોયું સંત સામું, પુરી નિજ સેવકની હામું ।
પછી બોલિયા જગજીવન, સંતો આજ ઉત્સવનો દન ।।૨૨।।
ગાઓ ગરબી ઉત્સવ કરો, આજ અંગમાં આનંદ ભરો ।
પછી સંતે ઉત્સવ આદર્યો, સારો સમૈયો સુંદર કર્યો ।।૨૩।।
પછી રૂડી કરાવી રસોઇ, જમ્યા જીવન ને જન સોઇ ।
પછી સંત રાખ્યા નિજસાથ, દિયે દરશન પ્રસન્ન નાથ ।।૨૪।। ત્યાં આવ્યા દિવના હરિજન, વણિક પ્રેમબાઇ પાવન ।
લાવ્યાં પોશાગ પ્રભુને કાજે, પહેર્યો પાસે જઇને મહારાજે ।।૨૫।।
સુરવાળ જામો ને પાઘડી, રેંટો ફેંટો ચકમો ચાખડી ।
ધર્યું છત્ર છબિલાને શીશ, ઘણે પ્રેમે પૂજ્યા જગદીશ ।।૨૬।।
પછી પ્રભુજી થયા પ્રસન્ન, આવી બેઠા પોતાને આસન ।
ભટ્ટ દીનાનાથ બડભાગ્ય, આપ્યો વાલે તેને એ સુવાગ્ય ।।૨૭।। એમ કરતાં આવી દિવાળી, ત્યારે બોલ્યા વાલો વનમાળી । આતો આવ્યો ઉત્સવ અન્નકૂટ, કરવો સારો ન રાખવી ખોટ ।।૨૮।। જાઓ લાવો સુખડિયા આ ઘડી, કરાવો બહુ ભાત્યે સુખડી । જેમ કહ્યું છે જગજીવન, જોઇ મરજી કર્યું તેમ જન ।।૨૯।। કરી દીપમાળા બહુ સારી, મધ્યે બેઠા છે પોતે મુરારી ।
પહેરી સુરવાળ જામો જરી, શિર બાંધી છે પાઘ સોનેરી ।।૩૦।। કંઠે પહેર્યા છે ફુલના હાર, જુવે જન કરી મન પ્યાર ।
હસિહસિ જુવે હરિ સામું, પૂરે જનના મનની હામું ।।૩૧।।
પછી બોલિયા શ્રીમહારાજ, સંતો ગાઓ ને ગરબી આજ ।
પ્રકરણ ૮૭કકકક ભક્તચિંતામણી
૩૨૫
પછી સંત થયા સાવધાન, રચ્યો રાસ કર્યું બહુ ગાન ।।૩૨।।
પછી રિઝી બોલ્યા અલબેલ, સંતો ખૂબ કરો આજ ખેલ ।
એમ કહીને ખેલ ખમાડ્યો, જનને મન મોદ પમાડ્યો ।।૩૩।। એમ કરતાં વિતિ મધ્ય રાત, વાલે કરી બહુ બહુ વાત ।
પછી પોઢીયા પ્રાણજીવન, સંત ગયા આપણે આસન ।।૩૪।। એમ કરતાં થયું સવાર, પોઢી જાગીયા પ્રાણઆધાર ।
દીધાં સંતને દર્શન દાન, બેસી પર્યંક પર ભગવાન ।।૩૫।।
પછી કરાવિયો અન્નકોટ, શાક પાક ને અન્ન અબોટ ।
ભાત્ય ભાત્યની સુખડી સારી, બહુભાત્યે તળી તરકારી ।।૩૬।। જમ્યા પ્રેમેશું પોતે જીવન, પછી જમાડીયા સર્વે જન ।
પોતે પિરશ્યું પંગત્યમાંય, કર્યા સંત રાજી બહુ ત્યાંય ।।૩૭।। એમ કર્યો ઉત્સવ આનંદે, લીધું સુખ બહુ સંત વૃંદે ।
થાય રસોઇ નિત્ય નવલી, એકએક થકી ઘણું ભલી ।।૩૮।। એમ વીતિ ગયા ત્રણ માસ, રાખ્યા સંત સરવેને પાસ ।
પછી એક દિવસે મહારાજે, મૂળા મંગાવ્યા સંતને કાજે ।।૩૯।। કૈક સંતને આપિયા હાથે, બીજા ઉછાળી નાખિયા નાથે ।
લીધા જને જાણી પરસાદી, ઉઠ્યા સંત મોટા મરજાદી ।।૪૦।। કર્યો ઉત્સવ અનુપમ જાણો, આસોવદી દિવાળી પ્રમાણો ।
કર્યો કારિયાણી માંહી સંતે, કરાવ્યો ભાવે ભક્ત વસતે ।।૪૧।। બહુ લીળા કરી એહ ઠામ, પછી ત્યાંથી ચાલ્યા સંત શ્યામ । બહુ સત્સંગી બોટાદમાંય, રહ્યા રાત્ય એક હરિ ત્યાંય ।।૪૨।। જમી જીવને જમાડ્યા જન, પછી ત્યાંથી ચાલ્યા ભગવન ।
મોટા ભક્ત છે સુરોખાચર, આવ્યા ગામ લોયે તેને ઘેર ।।૪૩।। થયા રાજી બહુ સહુ જન, કરી પ્રભુજીનાં દર્શન ।
અતિ હેતેશું આપ્યા ઉતારા, જેને જેમ ઘટે તેમ સારા ।।૪૪।। કરી ચાલતી રૂડી રસોયું, દેતાં પાછું વાળી નવ જોયું । થાય વૃંતાકનાં શાક ઘણાં, કરેલ શ્રીહરિ હાથતણાં ।।૪૫।।
૩૨૬ ભક્તચિંતામણ પ્રકરણ ૮૭
કરે એકલા ઘૃતમાં શાક, જમે સંત તજી પરો પાક ।
નિજકરે પીરસે છે નાથ, જોરે જોરે જમે સંત સાથ ।।૪૬।। નિત્ય કરે છે નવલી લીળા, સર્વે સંતને રાખ્યા છે ભેળા ।
એમ કરતાં વીત્યા ઘણા દન, દિધાં જનને બહુ દર્શન ।।૪૭।।
પછી બોલિયા શ્રીમહારાજ, તમે સાંભળો સહુ મુનિરાજ ।
જે દિનાં આવ્યાં અયોધ્યાવાસી, થયું સારું મેં જોયું તપાસી ।।૪૮।।
સતસંગનું જામિયું મૂળ, જ્યારે આવ્યું એ ધર્મનું કુળ ।
એમ કહી બોલાવ્યા બે ભાઇ, આપ્યાં વસ્ત્ર સારાં સુખદાયી ।।૪૯।।
પછી સંત બોલ્યા જોડી હાથ, અતિ સારું થયું કૃપાનાથ । એહ આવતાં હરખ્યા છું અમે, તેતો જાણો છો સરવે તમે ।।૫૦।। ભાઇ આવતાં થઇ ભલાઇ, દુષ્ટ બોલતા રહ્યા લજાઇ ।
હરિજનને હર્ષ ન માય, નિત્યે આનંદ ઉત્સવ થાય ।।૫૧।। એમ કરતાં આવ્યો વસંત, આવ્યા દર્શને જન અનંત ।
પ્રેમે લાગ્યાં પ્રભુજીને પાય, નાથ નિર્ખિ તૃપ્ત ન થાય ।।૫૨।। વાલે જાણી ઉત્સવનો દન, પોતે થયા અતિશે પ્રસન્ન ।
પહેરી વસંતી વસન લાલ, લીધો ફાંટમાં ભરી ગુલાલ ।।૫૩।।
નાખ્યોે નાથે હાથે જનમાથે, જોઇ લટકાં લીધું સુખસાથે ।
ચડી ગરદી ગુલાલની ઘાટી, ફેંકી ફાંટું બાંય જામાની ફાટી ।।૫૪।। એમ ઉત્સવ કર્યો આનંદે, જોઇ લાવો લીધો જનવૃંદે ।
પછી મંગાવી પ્રસાદી ઘણી, તર્ત તાજા ગોળ તલતણી ।।૫૫।। દિધી દાસને દોવટ નાથે, દયા કરી હરિ દોય હાથે ।
એમ કરતા લીળા અપાર, પછી બોલિયા જગદાધાર ।।૫૬।। બહુ સારો થયો આ સમૈયો, હવે સહુ સંતને શીખ દિયો ।
પછી સંત ગયા આસપાસ, હુતાશનીના ઉત્સવની આશ ।।૫૭।।
પછી આવી છે પૂરણમાસી, લીધી રાકેશ રાહુએ ગ્રાસી ।
મોટું ગ્રહણ થયું મહાભારી, થઇ નિશા અતિશે અંધારી ।।૫૮।। જ્યારે શુધ્ધ થયો શશિ અંગે, ત્યારે નાવા ચાલ્યા નાથ સંગે ।
પ્રકરણ ૮૮કકકક ભક્તચિંતામણી
૩૨૭
ગાડાં ઘોડલાંનો નહિ પાર, ચાલ્યા જન હજારો હજાર ।।૫૯।।
ગાતાં વાતાં નાયા ભદ્રાવતી, પછી આવ્યા આસન પ્રાણપતિ ।
એમ કરે લીળા નિત્ય નાથ, જોઇ સુખી થયા જન સાથ ।।૬૦।। કર્યો ઉત્સવ આનંદે તે કૈયો, મહાશુદી પંચમી સમૈયો । કર્યો ગામ લોયે રૂડી પેર, ભક્ત સુરાખાચરને ઘેર ।।૬૧।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે હરિચરિત્રે શ્રીહરિએ
લોયે વસંતપંચમીનો સમૈયો કર્યો એ નામે સત્યાશિમું પ્રકરણમ્ ।।૮૭
પૂર્વછાયો- એટલી લીળા ત્યાં કરી, પછી પધાર્યા સુંદર શ્યામ । ફુલદોલ ઉત્સવ ઉપરે, ચાલ્યા પંચાળે ગામ ।।૧।।
સંત સહુને જણાવિયું, ધીરેધીરે આવજ્યો ત્યાંય ।
એમ કહી રથ ઉપર બેસી, પધાર્યા સોરઠમાંય ।।૨।।
ચોપાઇ- આવે વાટમાંહિ પુર ગામ, સુભાગી નર નિરખે શ્યામ ।
પ્રથમ પિપરડી ગામે આવ્યા, ભક્ત ભાણજીને મન ભાવ્યા ।।૩।। રૂડી કરાવી તર્ત રસોઇ, જમ્યા હરિ ભાવ તેનો જોઇ ।
પછી જમાડિયા મુનિજન, ઘૃત પીરશું પોતે જીવન ।।૪।। એમ રાજી કરી નિજદાસ, પછી ત્યાંથી ચાલ્યા અવિનાશ ।
આવ્યા હાથસણિ રહ્યા રાત, ત્યાંથી પ્રભુ ચાલ્યા પરભાત ।।૫।। આવ્યા જસદણમાં જીવન, દીધું પુરપતિને દર્શન ।
રહી મુહૂર્ત એક મુરારી, પછી તર્ત કરી અસવારી ।।૬।। આવી અરણ્યે નદી નિર્મળી, બેસી જમ્યા ત્યાં સુખડીગળી ।
ત્યાંથી આવ્યા છે બંધીયે ગામ, સુખસાગર સુંદરશ્યામ ।।૭।। રહ્યા રાત્ય ત્યાં દોય દયાળ, પછી ત્યાંથી ચાલ્યા તતકાળ । આવ્યા ગોંડળમાંહિ ગોવિંદ, સંગે હરિજનનું છે વૃંદ ।।૮।। આવી ઉતરીયા ઉપવન, તિયાં જમ્યા હરિ હરિજન ।
સાત ભાત્યની હતી સુખડી, શાક વૃંતાક ખીચડી રૂડી ।।૯।।
પોતે પીરસી જમાડ્યા જન, એમ સહુને કર્યા પ્રસન્ન ।
૩૨૮ ભક્તચિંતામણ પ્રકરણ ૮૮
પછી ત્યાંથી ચાલ્યા અલબેલ, કરી અસવારી ન કરી વેલ ।।૧૦।। ડયા ગામમાં આવ્યા દયાળ, પોતાકારણે કરાવ્યો થાળ ।
આપ્યા મુનિને મોદક હાથ, બહુ લીળા કરી ઇયાં નાથ ।।૧૧।। રહી રાત્ય ચાલ્યા ભગવાન, દેતા જનને દર્શન દાન ।
આવી સીમમાં સરિતા સારી, તિયાં જમ્યા છે પોતે મુરારી ।।૧૨।।
પછી જમાડિયા નિજજન, અતિ પ્રભુજી થઇ પ્રસન્ન ।
ત્યાંથી આવ્યા કંડોરડે ગામ, દિધાં દાસને દર્શન શ્યામ ।।૧૩।। રહ્યા રાત્ય ઝાંઝમેર આવી, નિજકરે રસોઇ બનાવી ।
પોતે પીરશ્યું પ્રેમે અધિક, કરી ચોકી ટાળી વળી બીક ।।૧૪।। ત્યાંથી ચાલ્યા છે ઘોડલે ચડી, રહ્યા ઉપલેટે એક ઘડી ।
પછી જાળિયે આવ્યા જીવન, ભક્ત હીરાભાઇને ભવન ।।૧૫।। રહી રાત્ય જમ્યા જગવંદ, ત્યાંથી આવિયા ગામ ગણોદ ।
દેખી ઉપવન આંબાછાંય, રહ્યા રાત્ય પોતે એક ત્યાંય ।।૧૬।।
પુર પતિને કરી પ્રસન્ન, આવ્યા માણાવદરે મોહન ।
રહ્યા તિયાં પોતે ઘડી ચાર, પછી આવ્યા પંચાળા મોઝાર ।।૧૭।। ધન્ય ધન્ય પંચાળાના જન, જેનાં નિર્મળ ઉદાર મન ।
પ્રભુ પધરાવ્યા સારુ ભવને, નિયમ રાખ્યાંતાં નરનારી જને ।।૧૮।। તેને વીતિ ગયા કઇ કાળ, ત્યારે પધાર્યા દીનદયાળ ।
નિરખી હરખિયાં નરનારી, ઘેરે પધાર્યા દેવ મુરારી ।।૧૯।। બહુ પ્રેમેશું લાગિયા પાય, હેતે આવ્યાં છે હૈયાં ભરાય । બોલે ગદ્ગદ્ ગીરા વયણે, હાલ્યાં હેતનાં આંસુ નયણે ।।૨૦।। વળી ભૂલિયાં તનભાનને, એમ ભેટિયા ભગવાનને ।
પછી હરિ કરી કરુણાદૃષ્ટિ, જેમ મૃત્યુપર અમૃતવૃષ્ટિ ।।૨૧।। ત્યારે સર્વે થયા સચેત, બોલ્યા હરિ સાથે કરી હેત ।
કહે આજ થયાં કૃતારથ, પ્રભુ આવ્યે સર્યા સર્વે અર્થ ।।૨૨।। આજ ધન્ય ઘડી ધન્ય વાર, તમે પધાર્યા પ્રાણ આધાર ।
પુણ્ય અમારાનો નહિ પાર, જાગ્યાં ભાગ્ય અતિશે અપાર ।।૨૩।।
પ્રકરણ ૮૮કકકક ભક્તચિંતામણી
૩૨૯
આજ બહુ દિનનાં દુઃખ ભાગ્યાં, એમ કહી સહુ પાયે લાગ્યાં ।
પછી આપી સુંદર આસન, કર્યાં ભાત્ય ભાત્યનાં ભોજન ।।૨૪।। બહુ હેતે જમાડ્યા જીવન, પછી પૂછ્યું પ્રભુને પ્રશન ।
ક્યારે આવશે બાઇયોનો સંઘ, આજ રાખ્યો ભલો તમે રંગ ।।૨૫।। ક્યારે આવશે મુનિનો સાથ, એવું સાંભળીને બોલ્યા નાથ ।
સંઘ સરવે આવશે કાલ્ય, વણ તેડ્યા નહિ આવે મરાલ ।।૨૬।। ત્યારે જન બોલ્યા જોડી હાથ, સર્વે તેડાવો મુનિનો સાથ । કોઇ વાતની નહિ આવે ખામી, તેહ તમારે પ્રતાપે સ્વામી ।।૨૭।।
પછી મહારાજે મુનિ બોલાવ્યા, સર્વે સંત તર્ત તિયાં આવ્યા । આવ્યા સંઘને આપ્યા ઉતારા, મુનિ ઉતરિયા પુરબારા ।।૨૮।। કરી ચાલતી રૂડી રસોયું, પાછું વાળી વાવરતાં ન જોયું ।
માગે જળ તિયાં આપે ઘૃત, જેવું જોઇએ તેવું મળે તરત ।।૨૯।। કોઇ વાતની ખોટ્ય ન આવે, જમે જન જેને જેવું ભાવે ।
જેમ જેમ જમે મુનિજન, તેમ તેમ રાજી થાય મન ।।૩૦।।
સંત સર્વે થયા સુખાળા, નાથ નિર્ખિ મગન મરાળા ।
થાય આખો દિવસ દર્શન, હોય અતિ ઉત્તર પ્રશન ।।૩૧।। કરે વાલો વાત અતિ ભારી, સુણી મગન થાય નરનારી ।
એમ વીતિ ગયા દિન સોળ, આવ્યો નજીક ઉત્સવ ફુલદોળ ।।૩૨।। આવ્યા દેશ પ્રદેશના સંઘ, કરવા દર્શન મને ઉમંગ ।
મનુષ્ય ન માયાં ગામ મોઝાર, સર્વે ઉતરીયાં પુરબાર ।।૩૩।। તિયાં મોટો કર્યો એક મંચ, બહુ મંગાવ્યો રમવા સંચ । કેશુ કેશર ગુલાલ ઘણો, કાઢ્યો રંગ તે પતંગતણો ।।૩૪।।
પછી મુનિને કહે મહારાજ, ગાઓ ગરબી ઉભા થઇ આજ ।
ત્યારે મુનિ થયા છે હુલાસ, રચ્યો રંગભર સુંદર રાસ ।।૩૫।। જોયા રમતાં જીવને જન, પોતે કર્યું રમવાનું મન ।
સુંદર પહેરી સારો સુરવાળ, ઝગે જરકશી જામાની ચાળ ।।૩૬।। શીશ બાંધી છે પાઘ સોનેરી, ઉઠ્યા આપે કમર કશી કરી ।
૩૩૦ ભક્તચિંતામણ પ્રકરણ ૮૮
આવ્યા સખામાં સુંદર શ્યામ, રમે રંગભર પૂરણકામ ।।૩૭।। કરે લટકાં વજાડે તાળી, શોભે સંત મધ્યે વનમાળી ।
વાજે વાજીંત્ર ઢોલ નગારાં, પુરે સ્વર શરણાઇ સારાં ।।૩૮।। રમે રસિયોજી રંગ રેલ, છોગાંવાળો છબીલોજી છેલ ।
જોઇ જન કરે જેજેકાર, નિર્ખે નભે અમર અપાર ।।૩૯।। ખેલ અલૌકિક ખૂબ મચાવ્યો, જોઇ જનને આનંદ આવ્યો ।
રમે નાથ સાથે નવ હારે, કોયે વચ્ચમાં પડી ન વારે ।।૪૦।। જાણું અખંડ ખેલ મંડાણો, નહિ આળશે એમ જણાણો ।
ત્યારે વાલ્યમે વાત વિચારી, આજ સર્વે જાશે જન હારી ।।૪૧।। ત્યારે કેમ રમશે એ કાલ્ય, એવું જાણી વાલે કરી વાલ્ય ।
સંતો આળસો આજ રમત્ય, કાલ્યે રમવાની રાખો હીમત્ય ।।૪૨।। કરી એટલી લીળા એ દને, જન પોતાના સાથે જીવને ।
એમ રંગે વહી ગઇ રાત, પોઢી પ્રભુ જાગ્યા પરભાત ।।૪૩।। આવી ઢોલિયે બેઠા ગોવિંદ, કહે લાવો પૂજા મુનિવૃંદ ।
પછી સંત લાવ્યા પૂજા સારી, અત્તર કેશર ચંદન ઉતારી ।।૪૪।। આવી ચરચ્યું વાલાને અંગે, ચરચ્યાં ચરણ અતિ ઉમંગે ।
તિયાં મંગાવ્યો રંગ સોરંગ, નાખ્યો અલબેલે સખાને અંગ ।।૪૫।। બહુ મચાવી રંગની ઝડી, નાખે ગુલાલ ભરે આંખડી ।
પછી સખે લીધો રંગ હાથે, નાખ્યો અલબેલાજીને માથે ।।૪૬।। ત્યારે ઘાંઘા થયા ગિરિધારી, કરી તર્ત ઘોડે અસવારી ।
પછી પધારિયા પુરબાર, સંગે સખા હજારો હજાર ।।૪૭।। આવી બેઠા છે મંચે મહારાજ, કહે સાંભળો સહુ મુનિરાજ ।
લાવો રંગ છાંટું મારે હાથે, જેજે જન રહ્યા તેને માથે ।।૪૮।।
પછી રંગ લઇ અલબેલે, છાંટ્યો સહુને ઉપર છેલે ।
પછી ભરી ગુલાલની ઝોળી, નાખી નાથે રંગી સંતટોળી ।।૪૯।। ઉડે ગુલાલ અંબર છાયો, ચડી ગર્દમાં સુર છપાયો ।
પછી મહારાજ કહે મુનિરાય, હવે રમો પરસ્પર માંય ।।૫૦।।
પ્રકરણ ૮૯કકકક ભક્તચિંતામણી
૩૩૧
સારો રંગ ભરાવ્યો છે હોજે, બેઉ ટોડાં કરી રમો મોજે ।
પછી સખા થયા સાવધાન, મચ્યો ખેલ જુવે ભગવાન ।।૫૧।।
ચાલે પરસ્પર પીચકારી, ઉડે રંગ સોરંગનાં વારી ।
જાણું આવિયો મેઘ અષાડે, ચાલ્યાં પૂર ભર્યાં નીર ખાડે ।।૫૨।।
મચી ઝડી ચાલ્યો રંગ રેલી, થયો કીચ રચી જાણું એલી । એમ રમે મુનિ માંહોમાંય, વાજે બહુ વાજિંતર ત્યાંય ।।૫૩।। હોડાહોડમાં કોઇ ન હારે, જીત્યા જીત્યા ત્યાં શબ્દ ઉચ્ચારે । એમ ખુબ મચાવિયો ખેલ, જોઇ એમ બોલ્યા અલબેલ ।।૫૪।।
સંતો રાખો રાખો રમવાનું, થાય છે અવેર જમવાનું ।
ચાલો નાવાને સરવે સાથ, એમ કહ્યું વજાડીને હાથ ।।૫૫।।
પછી આપે કરી અસવારી, ચાલ્યા સખા સંગે સુખકારી ।
પોતે પહેર્યાં હતાં વસ્ત્ર અંગે, તેતો સર્વે રંગાણાંતાં રંગે ।।૫૬।। આપ્યાં ઉતારી ઝીણાભાઇને, એમ આવિયા નાથ નાઇને ।
પછી જને કરાવ્યાં ભોજન, ઘડી પોઢીને જમ્યા જીવન ।।૫૭।।
મુનિ કાજે મોદક મોતૈયા, કરી રાખ્યાતા સારા સેવૈયા । તે પીરશ્યા પંગત્યમાં નાથ, જન જમાડિયા નિજહાથ ।।૫૮।। અતિ આનંદે જમિયા જન, તોય ખાતાં ખુટ્યું નહિ અન્ન ।
પછી મોદક લઇ મુરારી, આપ્યા સર્વે સંઘને સંભારી ।।૫૯।। એમ લીળા કરી અલબેલે, કરાવી ઝીણેભાયે એકિલે ।
આપ્યાં સહુને સુખ અનેક, કરી લીળા તે કહી કાંયેક ।।૬૦।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વાુમિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે શ્રીજી
મહારાજે ફુલદોલનો ઉત્સવ કર્યો એ નામે અઠયાશિમું પ્રકરણમ્ ।૮૮
પૂર્વછાયો- એટલી લીળા ત્યાં કરી, પછી પધાર્યા પાંચાળ । અનંત જીવ ઉધ્ધારવા, ફરે દેશોદેશ દયાળ ।।૧।।
ચોપાઇ- પછી ત્યાંથી ચાલ્યા સુખકારી, આવ્યા માણાવદર મુરારી । રહી રાત્ય ને કર્યાં ભોજન, પછી ત્યાંથી પધાર્યા જીવન ।।૨।।
૩૩૨ ભક્તચિંતામણ પ્રકરણ ૮૯
કરી ગામ ગણોદે વિશ્રામ, આવ્યા જાળિયે સુંદર શ્યામ ।
તિયાં જમિયા સંતે સહિત, જને જમાડિયા કરી પ્રીત ।।૩।।
પછી ત્યાંથી ચાલ્યા અવિનાશી, શોભે સુંદર રાત્ય ઉજાશી । કર્યો વાટમાં કાંઈક ઢાળ, આવ્યા દૂધિવદર દયાળ ।।૪।।
સુંદર શીરાની કરી રસોઈ, જમ્યા જન સંઘે હતા સોઇ ।
પછી સુંદર સાંઝની વેળે, ચાલ્યા નાથ સંઘ લઇ ભેળે ।।૫।।
ચાલતાં વીતિયા ચારે જામ, આવ્યા બંધિયે સુંદરશ્યામ ।
રહ્યા રજની આનંદે અતિ, આવ્યા પીપળિયે પ્રાણપતિ ।।૬।। હરિભક્તે જમાડ્યા ત્યાં હેતે, સર્વે મુનિને સંઘ સમેતે ।
ત્યાંથી ચાલિયા સુંદર શ્યામ, કર્યો રાયપુરે વિશરામ ।।૭।। ત્યાંથી આવિયા ગામ વાંકિયે, એમ ગામો ગામ દર્શન દિયે । ત્યાંથી આવિયા ગઢડામાંય, દિન ત્રણ રહ્યા પોતે ત્યાંય ।।૮।।
પછી ત્યાંથી ચાલિયા દયાળ, આવ્યા કારિયાણીયે કૃપાળ ।
પછી નાથે કહી એમ વાત, સંતો તમે જાઓ ગુજરાત ।।૯।।
સારી મૂરતિઓ સુખદાઇ, પધરાવશું વરતાલમાંઇ ।
તેને અર્થે કરાવો મંદિર, સારું સરસ સહુથી સુંદર ।।૧૦।। તેની રીત્ય સમજાવી કઇ, જાઓ આદરો ત્યાં તમે જઇ ।
આપી આગન્યા સંત સધાવ્યા, પોતે ગામ ગઢડામાં આવ્યા ।।૧૧।। ત્યાંથી પધાર્યા કચ્છ ભુજ ભણી, કરવા પ્રતિષ્ઠા નરવીરતણી ।
દિધાં સહુ દાસને દરશન, પ્રભુ જન પર છે પ્રસન્ન ।।૧૨।।
પછી ભાવેશું ભુજનગર, બેસારિયા નારાયણ નર ।
આવી મુહૂર્તમાં મન ગમી, વૈશાખસુદી કહીએ પંચમી ।।૧૩।। તેદિ નરનારાયણ રાય, બેસાર્યા ભુજનગરમાંય ।
એમ કરી બહુ શુભ કામ, પછી પધાર્યા ગઢડે ગામ ।।૧૪।। અતિ દયાળુ દયા અપાર, અતિ કૃપાળુ કૃપાભંડાર ।
કરે આચરણ જેજે મહારાજ, તેતો સહુ જીવને સુખકાજ ।।૧૫।। કરે ચરિત્ર નવલાં નિત્ય, જન રાખે ચિંતવિને ચિત્ત ।
પ્રકરણ ૮૯કકકક ભક્તચિંતામણી
૩૩૩
દાસ ઉપર છે દયા અતિ, સુખસાગર શ્યામ મૂરતિ ।।૧૬।। દિયે દાસને દર્શન દાન, જન જુવે ભાવે ભગવાન ।
કરે વાત નિત્ય પ્રત્યે નવી, સુણી આશ્ચર્ય થાય અનુભવી ।।૧૭।। લિયે સુખ અલૌકિક સહુ, એવી વાતો કરે વાલો બહુ ।
એમ આનંદમાં દિન જાય, જન ગુણ ગોવિંદના ગાય ।।૧૮।। જાય જુગ તે પળ સમાન, નિત્યે ભેળા રહેતાં ભગવાન ।
એમ કરતાં આવી અષ્ટમી, કૃષ્ણજન્મતિથિ મનગમી ।।૧૯।।
મોટા ઉત્સવનો એહ દિન, તેડ્યા સમૈયા પર મુનિજન ।
આવ્યા સંત સહુનાં મંડળ, મોટા મુક્ત જે અતિઅમળ ।।૨૦।। આવી લાગ્યા પ્રભુજીને પાય, સ્પર્શિ પદ ને મોદ ન માય ।
વાલે અતિ વાલ્યપે બોલાવ્યા, સંતો સમૈયાપર ભલે આવ્યા ।।૨૧।।
સંતો સર્વે આવ્યા તમે મળી, રખે રહી જાય કોઇ મંડળી ।
સંત કહે આવ્યો સહુ સાથ, દેશ પ્રદેશ હશે કોઇ નાથ ।।૨૨।। કહે નાથ તે આવશે સોઇ, એમ કહી કરાવી રસોઇ ।
થઇ ચાલતી રૂડી રસોઇ, જમે જન મગન મન હોઇ ।।૨૩।। એમ કરતાં વિત્યા દિન ચાર, આવી અષ્ટમી શુભ તે વાર ।
રહ્યા વ્રત મુનિ સહુમળી, સાંખ્યયોગી બાઇઓની મંડળી ।।૨૪।।
ચાલ્યા નાવા નાથ સાથે લઇ, નાહ્યા નિર્મળ જળમાં જઇ ।
નાઇ નિસરિને બોલ્યા નાથ, તમે સાંભળજ્યો સહુ સાથ ।।૨૫।। હરિ મંદિર સારુ હમેશ, લેવો એકુકો પથ્થરો શીશ ।
આજ અમે પણ એક લેશું, વાસુદેવની ભક્તિ કરીશું ।।૨૬।।
પછી સોનેરી પાઘને માથે, લિધો છે એક પથરો નાથે । એમ નાઇ આવ્યા નાથ ઘેર, આવ્યો ભક્ત ભાવિક એ વેર ।।૨૭।। જાતિ વૈશ્ય વેણીભાઇ નામ, લાવ્યા પૂજા પૂજવાને શ્યામ ।
કાજુ કનક કડાંની જોડ, અર્પિ નાથ હાથે પુર્યા કોડ ।।૨૮।।
પછી મુનિ મળી રચ્યો રાસ, રમ્યા સંતસંગે અવિનાશ ।
એમ કર્યો ઉત્સવ આનંદે, લીધું સુખ મળી મુનિવૃંદે ।।૨૯।।
૩૩૪ ભક્તચિંતામણ પ્રકરણ ૮૯
વળતો આવ્યો નવમીનો દન, જને કર્યાં સુંદર ભોજન ।
મુનિકાજે મોદક મોતૈયા, કર્યા કાજુ જાય નહિ કહ્યા ।।૩૦।।
પોતે પીરસે પ્રભુજી હાથે, અતિ હેતે નિજજન માથે ।
લઇ મોદક મનવાર્યું કરે, કડી વડી ફુલવડી ફરે ।।૩૧।। કઢ્યાં દૂધ સાકર ઉજળી, ફરે ઉપર ભાતમાં વળી ।
એમ જુક્તે જમાડિયા દાસ, પછી એમ બોલ્યા અવિનાશ ।।૩૨।।
સુણો સંત સહુ જનવૃંદ, રહો ચોમાસું કરો આનંદ ।
ક્યાંયે માગવા ન જાવું અન્ન, કરવું દરબારમાંથી ભોજન ।।૩૩।। એવી સુણી વાલ્યમની વાત, સર્વે સંત થયા રળિયાત ।
નિત્ય દયાળુ દર્શન દીયે, નિર્ખિ નાથ જન સુખ લિયે ।।૩૪।। તિયાં વરષે ગર્જનાયે ઘન, બોલે મોર બપૈયા મગન ।
બોલે દાદુર અતિ આનંદે, જાણું ધુન્ય માંડી મુનિવૃંદે ।।૩૫।। ઝળકે વિજળી વારમવાર, વરષે મેઘ વળી એકધાર ।
નદીએ આવ્યાં નવલાં જળ, અતિ સુંદર સારાં અમળ ।।૩૬।। નિત્યે નાવા જાયે ત્યાં નાથ, સર્વે સંગ લઇ મુનિસાથ ।
નાહી પાછા વળે જન જ્યારે, લિયે એકએક શિલા ત્યારે ।।૩૭।। તેણે કરી શોભે જન ઘણું, જાણું સૈન્ય ચાલ્યું રામતણું । તેને દેખી દાઝે દુષ્ટ છાતિ, જે કોઇ હોય રાવણની જાતિ ।।૩૮।। દૈત્ય દૈત્યતણો ધર્મ પાળે, સાધુ સાધુનો ધર્મ સંભાળે ।
સંત સદા સુખી દલમાંઇ, એવી વાત ગણે નહિ કાંઇ ।।૩૯।।
સુણે વાલ્યમ મુખની વાત, સંશય શોક ન રહે જાત ।
નિત્ય વાત નવિનવિ થાય, સુણી આનંદમાં દિન જાય ।।૪૦।। એમ કરતાં સુખ વિલાસ, વહિ ગયો છે ચાતુરમાસ ।
આવ્યા દશરા દિવાળીના દન, કરવો ઉત્સવ કહે ભગવન ।।૪૧।। અન્નકોટનો ઉત્સવ કહું, આવ્યા સતસંગી તિયાં સહુ ।
હતો સમીપે સંત સમાજ, રચી દીપમાળા મુનિરાજ ।।૪૨।। બળે દિવા હજારે હજાર, થિયો પ્રકાશ ગયું અંધાર ।
પ્રકરણ ૯૦કકકક ભક્તચિંતામણી
૩૩૫
બેઠા અલબેલો તિયાં આવી, મનોહર મૂર્તિ મનભાવી ।।૪૩।। શોભે વસ્ત્ર આભૂષણ અતિ, જન મન હરણ મૂરતિ ।
હસિ હસિ જુવે જન સામું, પુરે જનના મનની હામું ।।૪૪।।
પરમ આનંદમાં દન પળતા, આવ્યો અન્નકોટ દન વળતા ।
પુર્યો અન્નકોટ અતિ અન્ને, લેહ્ય ચોશ્ય ભક્ષ્ય ભોજને ।।૪૫।। કહેતાં પાર ન આવે પાકનો, તાજી ભાજી સીમા નહિ શાકનો । હેતે જમ્યા પોતે જન હાથ, પછી જમાડ્યા મુનિસાથ ।।૪૬।। કસી કમર ઉઠીયા હરિ, મોટી પંગતિ મુનિની કરી ।
લીધા મોતૈયા લાડવા લાલે, માગે એક તિયાં ત્રણ આલે ।।૪૭।।
સાટા પેંડા જલેબી ને ખાજાં, દળ મગદળ મેશુબ ઝાઝાં ।
સેવ સુંવાળી લાપશી શિરો, ફરે કંસાર સાકર કેરો ।।૪૮।। બહુ હવેજે ભજીયાં બણ્યાં, કળિ ગાંઠિયા ફુલવડી ચણ્યા ।
સુંદર શાક પિરશ્યાં પંગત્યે, એમ જમાડ્યા જન જુગત્યે ।।૪૯।।
પછી નાથ કહે સુણો વાત, હવે જાયે સહુ ગુજરાત ।
આવી પ્રબોધની દિન થોડે, ચાલો સહુ જાઇએ મળી જોડે ।।૫૦।।
લક્ષ્મીજી ને નારાયણ આપ, થાશે વરતાલે તેહનો સ્થાપ ।
કરી એટલી આગન્યા વાલે, થઇ મગન માની મરાલે ।।૫૧।। રાખ્યા સંત પાસે સુખ દઇને, શ્રાવણવદિ ચતુરથી લઇને ।
ત્યાંથી રાખી મુનિની મંડળી, કાર્તિકશુદિ બીજલગે વળી ।।૫૨।। કર્યો ઉત્સવ એટલા દન, જમ્યા મુનિ ભાવતાં ભોજન ।
ધન્ય જયા લલિતા બે જન, જેણે પ્રભુને કર્યા પ્રસન્ન ।।૫૩।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે ભુજ વૈશાખશુદિ
પંચમીને દિવસ નરનારાયણ પધરાવ્યા ને ગઢડે અન્નકોટનો ઉત્સવ
કર્યો એ નામે નેવ્યાશિમું પ્રકરણમ્ ।।૮૯।।
પૂર્વછાયો- ચાલ્યા પછી ગઢડા થકી, સંઘ લઇને સુંદર શ્યામ । ભક્ત ભાવિક બોટાદમાં, રહ્યા રાત્ય એક એહ ઠામ ।।૧।।
૩૩૬ ભક્તચિંતામણ પ્રકરણ ૯૦
ચોપાઇ- પછી ત્યાંથી ચાલ્યા સંઘસાથ, આવ્યા સુંદરીયાણે શ્રીનાથ । જમી જન જીવન સધાવ્યા, જઇ વાગડ અણિયાળિ આવ્યા ।।૨।। રહે જસકે રોજકે જન, દીધાં દયાળે તેને દર્શન ।
પછી રહ્યા કમિયાળે નાથ, જાણી જખમ જનનો હાથ ।।૩।। જમી બોરુ રહ્યા ગળિયાણે, આવ્યા વરતાલમાં સંધ્યા ટાણે । દીધાં દાસને દર્શન દાન, નિરખ્યા જને ભાવે ભગવાન ।।૪।।
પછી જન બોલ્યા જોડી હાથ, ભલે આવ્યા અનાથના નાથ ।
બહુ દિનના હતા પિયાસી, દીધાં દર્શન આજ અવિનાશી ।।૫।। એમ કહી બેઠા સન્મુખ, નાથ નિરખી નિગમ્યાં દુઃખ ।
જને રસોઇ કરાવી ભલી, જમ્યા તેમાંથી નાથ રોટલી ।।૬।।
પાસે હતા મુનિ બે મરાળ, આપ્યો અલબેલે તેને થાળ ।
પછી પોઢિયા પ્રાણજીવન, જાગ્યા બ્રાહ્મમુહૂર્તે ભગવન ।।૭।। કરી દાતણ ને સ્નાન કીધાં, પછી દાસને દર્શન દીધાં ।
પછી શ્રીનારાયણની મૂર્તિ, જોઇ વખાણી છે વળી અતિ ।।૮।।
પછી વડોદરા થકી જન, આવ્યા હતા કરવા દર્શન ।
તેના સંઘમાં જઇને શ્યામ, દઇ દર્શન ને પુરી હામ ।।૯।।
પછી જને કરાવ્યાતા થાળ, જમ્યા દયા કરીને દયાળ ।
પછી શાલ દુશાલ અંગરખી, હાથે પહેરાવ્યાં હરિને હરખી ।।૧૦।। ધૂપ દીપ ઉતારી આરતિ, પછી કરજોડી કરી વિનતિ ।
ભલે પ્રકટ્યા પ્રાણઆધાર, અમ જેવાનો કરવા ઉદ્ધાર ।।૧૧।। આજ સુફળ થયો જનમ, મળ્યા પ્રગટ પુરુષોત્તમ ।
હવે છીએ તમારા હો નાથ, કુળ કુટુંબ અમે સહુ સાથ ।।૧૨।।
પછી નાથ કહે નિર્ભય રહીએ, છો અમારાં ઝાઝું શું કહીએ । કહી એટલું ચાલિયા નાથ, ગયા ચોતરે સહુ જનસાથ ।।૧૩।। તિયાં કર્યા ઉત્તર પ્રશન, સુણી સહુ જન થયા મગન ।
એવી વાત કરી અવિનાશે, સુણી અતિ હેતે કરી દાસે ।।૧૪।। એવી વાત થાય નિત્ય નિત્ય, સાંભળે જન દઇ મનચિત્ત ।
પ્રકરણ ૯૦કકકક ભક્તચિંતામણી
૩૩૭
સારા સુંદર વરષમાંય, કાર્તિકસુદિ દ્વાદશી કહેવાય ।।૧૫।। તેદિ મુહૂર્ત જોઇ શુભ અતિ, સ્થાપી શ્રીનારાયણની મૂરતિ । વેદ વિધિ કરી વિપ્રજને, પધરાવ્યા પ્રભુ શુભ દને ।।૧૬।।
લક્ષ્મીનારાયણ સુખદાય, સ્થાપ્યા મધ્યના મંદિરમાંય ।
ભક્તિ ધર્મ પોતાનું સ્વરૂપ, સ્થાપ્યું ઉત્તર ડેરે અનૂપ ।।૧૭।। રાધા ને વૃંદાવનવિહારી, પાસે પોતાની મૂરતિ સારી ।
કર્યો દક્ષિણ ડેરામાં સ્થાપ, નિજજનના ટાળવા તાપ ।।૧૮।। તીયાં વરત્યો છે જયજયકાર, ધન્ય ધન્ય બોલે નરનાર ।
પછી જમાડિયા વિપ્રજન, આપ્યાં મનવાંછિત ભોજન ।।૧૯।। દીધિ દક્ષિણા વસ્ત્ર રૂપૈયા, તેણે વિપ્ર રાજી મન થયા ।
પછી પાંચ દિવસ પોતે રહ્યા, ત્યાંથી વસોએ વાલો આવિયા ।।૨૦।। વસે વસોમાંહિ જન ઘણાં, સર્વે પ્યાસી પ્રભુદર્શનતણાં ।
તેને ઘરો ઘર જઇ નાથ, દઇ દર્શન કર્યાં સનાથ ।।૨૧।।
પછી સંગે હતા મુનિજન, તેને કાજે કર્યાંતાં ભોજન ।
તેતો પિરસિયાં પોતે વળી, જમાડી સહુ સંત મંડળી ।।૨૨।।
પછી ઘોડે થયા અસવાર, કર્યો મુનિને નમસ્કાર ।
મુનિ રહેજ્યો આનંદમાં તમે, મળશું વેલા વેલા વળી અમે ।।૨૩।। એમ કહી ચાલ્યા ભગવાન, સર્વે સંત થયા શોકવાન ।
અહો બહુદિન રાખ્યા સાથ, આજ ગયા વિજોગીને નાથ ।।૨૪।। અહો નિત્યે થાતાં દર્શન, એક હતા એવા પણ દન ।
આજ મૂકીને ચાલ્યા મોહન, હવે ક્યારે થાશે દર્શન ।।૨૫।। એમ કહી અકળાણા અતિ, પછી અંતરે ધારી મૂરતિ ।
થયા સચેત સહુ મુનેશ, ગયા ફરવા દેશપ્રદેશ ।।૨૬।। તેદિ જમતા પાનબીડી નાથ, તે જમાડતો હું મારે હાથ । ત્યાંથી આવ્યા વટામણ ગામ, રહ્યા રાત ત્યાં સુંદરશ્યામ ।।૨૭।। જમી જાખડેથી કમિયાળે, દીધાં દર્શન જનને દયાળે ।
રહી રાત ચાલ્યા ત્યાંથી નાથ, લઇ મુક્તાનંદજીને સાથ ।।૨૮।।
૩૩૮ ભક્તચિંતામણ પ્રકરણ ૯૦
ગાંફ ખરડ્ય ઝિંઝર રહ્યા જાણી, ત્યાંથી કુંડળ ને કારીયાણી ।
પછી આવ્યા ગઢડે મહારાજ, કરી અલબેલો એહ કાજ ।।૨૯।। તિયાં રહ્યા રાજી થઇ આપે, દિયે દર્શન ને દુઃખ કાપે ।
જન જમાડે પ્રભુને પ્રીત્યે, જમે પાનબીડી પોતે નિત્યે ।।૩૦।। જમ્યા પાન દિન પંચવિશ, પછી ન જમીયા જગદીશ ।
ત્યાર પછી રહ્યા દિન દશ, લિધા અભાગિયે અપજશ ।।૩૧।।
પછી દુષ્ટની દુષ્ટતા જાણી, પ્રભુ પધારિયા કારિયાણી ।
તિયાં રહ્યા દન દોયચાર, પછી આવ્યા ગઢડા મોઝાર ।।૩૨।।
ગઢડામાં રહે ઘણું ઘણું, ધન્ય ભાગ્ય એ ભૂમિકાતણું ।
એક રહી ગઇ વાત અનૂપ, સુણ્યા સરખી છે સુખરૂપ ।।૩૩।। આગે આવ્યાંતાં અયોધ્યાવાસી, તેની વાત મેં નોતિ પ્રકાશી । તેહ હવે કહું છું વિસ્તારી, સુણી સુખ પામે નરનારી ।।૩૪।। અનુક્રમે મળી કે ન મળી, પણ કહેવી છે વાત સઘળી ।
રામપ્રતાપ ને ઇચ્છારામ, તેતો રહ્યા હતા નિજધામ ।।૩૫।। તિયાં સંતે વાત જઇ કરી, તમારે ઘેરે પ્રકટ્યા હરિ ।
કહી એંધાણી સહિત વાત, આવી પ્રતીતિ થયા રળિયાત ।।૩૬।। એવું સુણી ચાલ્યાં તતકાળ, વૃધ્ધ જોબન ને નાનાં બાળ ।
સંગે લઇ અશ્વ ને પાલખી, આવ્યાં સહજમાં ન થયાં દુઃખી ।।૩૭।।
પશ્ચિમ ખંડમાં પંચાળ દેશ, જીયાં હરિ વિચરે હમેશ ।
કાજુ ગામ વરતાલ જાણી, પોતે હતા ત્યાં સારંગપાણી ।।૩૮।। તિયાં આવ્યાં અયોધ્યાનાં વાસી, સામા જઇ મળ્યા અવિનાશી । કાર્તિક માસ શુદી ચતુરથી, તેદિ આવ્યાં અયોધ્યાપુરથી ।।૩૯।। આવ્યાં અયોધ્યાવાસી એ દન, કર્યાં મહારાજનાં દરશન ।
મળી લળી લાગ્યાં સહુ પાય, ચાલ્યાં નીર તે નયણમાંય ।।૪૦।। કરી રુદન ચરણ ન મૂકે, આંખ્યમાંહિથી આંસુ ન સૂકે ।
હેતે હિબસે વિયોગ દુઃખે, ભાંગ્યા અક્ષર બોલે છે મુખે ।।૪૧।। હે મહારાજ આવું કેમ કીધું, ચાલ્યા ફરીને દર્શન ન દીધું ।
પ્રકરણ ૯૧કકકક ભક્તચિંતામણી
૩૩૯
જેમ દર્શન ન દીધું દયાળ, તેમ પાછી ન લિધી સંભાળ ।।૪૨।। શિયો વાંક અમારો હો નાથ, ચાલ્યા અમને કરી અનાથ । વાલા તમે અમને વિસાર્યાં, અમે વિલખિ વિલખિ હાર્યાં ।।૪૩।। તમે ચાલ્યા ત્યાંથી જગદીશ, તેને વર્ષ થયાં અઠ્યાવિશ । તેમાં એક સંદેશો ન કહાવ્યો, એવડો શિયો અભાવ આવ્યો ।।૪૪।। હશે વાંક વાલાજી અમારો, એમાં દોષ નથી જો તમારો । હશે અપરાધ અમારા નાથ, જોશો માં એમ કહી જોડ્યા હાથ ।।૪૫।।
નાથ કહે નથી દોષ તમારો, છે સ્વભાવ એવો જ અમારો । જીયાં રહીએ તિયાં હળિમળિ, વિસાર્યા ન સંભારીએ વળી ।।૪૬।। હોય હરિમાંહિ હેત જેને, અમે નિત્ય સંભારું છું તેને । બીજાં સાથે છે થોડેરું હેત, એમ બોલ્યા કરુણાનિકેત ।।૪૭।। જેમ હતું પોતાનું વર્તન, તેમ જણાવી દીધું જીવન ।
એમ મળ્યા સંબંધિને શ્યામ, પામ્યા અયોધ્યાવાસી આરામ ।।૪૮।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે
શ્રીલક્ષ્મીનારાયણદેવની પ્રતિષ્ઠા કરી એ નામે નેવુંમું પ્રકરણમ્ ।।૯૦
પૂર્વછાયો- અયોધ્યાવાસી આવિયાં, હરિપ્રસાદનો પરિવાર ।
સંબંધી શ્રીમહારાજનાં, સતસંગનો શણગાર ।।૧।।
ચોપાઇ- થયાં રાજી અયોધ્યાનાં વાસી, નયણે નિરખ્યા શ્યામ સુખરાશી ।
પછી સંગે તેડી તેને શ્યામ, આવ્યા પ્રભુજી ગઢડે ગામ ।।૨।। તેને આપ્યાં ઉતરવા ઘર, ઘણું ઘટિત સારાં સુંદર ।
પછી કરી છે રૂડી રસોઇ, જમ્યા માવ ભાવ તેનો જોઇ ।।૩।।
પછી જમ્યા છે અયોધ્યાવાસી, વળતી વાલ્યમે વાત પ્રકાશી ।
પૂછ્યાં દેશ નગર ને ગામ, પૂછ્યાં સર્વે ઠેકાણાં ને ઠામ ।।૪।।
પૂછ્યાં વન વાડી વૃક્ષ વટ, પૂછ્યાં નદી તળાવ ને તટ ।
પૂછ્યાં શહેર બજારો ને ઘર, પૂછ્યાં ત્યાગી ગૃહી નારી નર ।।૫।।
પૂછ્યાં હરિમંદિર ધર્મશાળા, પૂછ્યા તીરથ ઘાટ સઘળા ।
૩૪૦ ભક્તચિંતામણ પ્રકરણ ૯૧
તેનાં આપીઆપીને એંધાણ, કર્યાં સર્વે સ્થળનાં વખાણ ।।૬।।
પછી કહ્યું વાસી અયોધ્યાને, કાંઇક દીઠા સાંભળ્યા છે કાને ।
સર્વે યથારથ નવ જાણું, એમ કહીને જોડી છે પાણું ।।૭।।
પછી બોલ્યા આપે અવિનાશી, તમે સાંભળો અયોધ્યાવાસી । જેજે સ્થળનાં લીધાં છે નામ, તેમાં ફરતા અમે આઠું જામ ।।૮।। રહેતા રમતા ઘટે તેનું જમતા, હતા નાના સહુને ગમતા ।
પડી ટેવ તેણે બહુ ફરતા, મોટીમોટી નદીયો ઉતરતા ।।૯।। રહેતા થોડું અમે ઘરમાંય, આજ ઇયાં કાલ વળી ક્યાંય । હતું હેત હરિકથામાંઇ, બીજી વાત ન ગમતી કાંઇ ।।૧૦।।
ગમતા ભક્તિવાન ત્યાગી જ્ઞાની, ભૂંડા લાગતા દેહાભિમાની । હતો સ્વભાવ ચટકીદાર, કઠણ વચન ન સહેતા લગાર ।।૧૧।। હાંસી મશ્કરી ન ગમે ક્યારે, ઠઠા ઠિંગાઇશું વેર મારે ।
જે કોઇ બેઠું હોય અમપાસ, તે પણ કરી શકે નહિ હાસ ।।૧૨।। અમે કહ્યો અમારો સ્વભાવ, એમ કહી રહ્યા મૌન માવ ।
પછી બોલ્યા અયોધ્યા રહેનાર, એમાં નથી પ્રભુ ફેરફાર ।।૧૩।। એમ કરતાં સાંભળતાં વાત, વહીગઇ વિનોદમાં રાત ।
પછી દિવસ બીજે દયાળે, કહ્યું જેજે પુછિયું કૃપાળે ।।૧૪।।
સુત મામાનો મનછારામ, અતિવૃધ્ધ જાણો બહુનામ ।
તેને પુછે છે સુંદરશ્યામ, કહો અમારાં કુળનાં નામ ।।૧૫।। બાલપણામાં અમે નિસર્યા, કુળ કુટુંબનાં નામ વિસર્યા ।
માટે કુળપરંપરા જેહ, કહો પરિવાર સહિત તેહ ।।૧૬।। ત્યારે બોલ્યાં અયોધ્યાનાં વાસી, તમે સાંભળજો સુખરાશી । જેજે જાણ્યાં સાંભળ્યાં મેં નામ, તેહ કહું સુણો મારા શ્યામ ।।૧૭।।
પુણ્યવાન પાંડે કન્હિરામ, રહે શર્વારે ઇટાર ગામ ।
તેના સુત તે બાલકરામ, તેની ત્રિયા ભાગ્યમાની નામ ।।૧૮।। તેના સુત એક શુભમતિ, દોષે રહિત દયાળુ અતિ ।
નામ હરિપ્રસાદ તે કહીએ, તેતો ધર્મનો અવતાર લઇએ ।।૧૯।।
પ્રકરણ ૯૧કકકક ભક્તચિંતામણી
૩૪૧
મોટા યશવાળા સહુ જાણે, સારા સ્વભાવ સહુ વખાણે ।
એવા હરિપ્રસાદનો કહું, જેના પુણ્યનો પાર ન લહું ।।૨૦।।
લુણાપારના ત્રવાડી કહીએ, બાળકૃષ્ણના કાલુ તે લહીએ ।
તેને ઘેર છે ભવાની નાર, તેતો અતિ પવિત્ર ઉદાર ।।૨૧।। તેને ત્રણ સુત સુતા ત્રણ, તેહ કહું સુણો અશરણ શરણ ।
વિશરામ સુબુધ્ધ ઘેલહિ, કાલુસુત કહ્યા ત્રણ તેહિ ।।૨૨।।
ચંદન વસંતા ને બાલાબાઇ, કાલુસુતા એ ત્રણ કહેવાઇ ।
ચંદનપતિ પાંડે શરધાર, વસંતાપતિ બલધિધાર ।।૨૩।। બાલાબાઇ જે નિશ્ચે ભગતિ, તેના હરિપ્રસાદજી પતિ ।
કહું તેનો હવે પરિવાર, તમે સાંભળો પ્રાણઆધાર ।।૨૪।। તેના સુત સુખરૂપ ત્રણ, તમે સહિત ભવદુઃખહરણ ।
મોટેરા તે શ્રીરામપ્રતાપ, બીજા તમે શ્રીહરિજી આપ ।।૨૫।। ત્રીજા ઇચ્છારામજી કહેવાય, જેની મોટ્યપ કહી ન જાય ।
બેઉ ભાઇ અતિશે ઉદાર, જેનો યશ ઉત્તમ અપાર ।।૨૬।।
સર્વે રીત્યે સુખિયા છે એહ, એક તમ વિના દુઃખી તેહ ।
નીલકંઠ આવ્યા તમે આંઇ, બીજા કેડ્યે રહ્યા જે બે ભાઇ ।।૨૭।। કહું તેનો હવે પરિવાર, તમને મળવા ઇચ્છતા અપાર ।
રામપ્રતાપ ઘેરે સુવાસી, તેતો તમ વિના હતાં ઉદાસી ।।૨૮।। તેના ત્રણ સુત એક સુતા, તેનાં નામ પરમ પુનિતા ।
નંદરામ ને ઠાકોરરામ, ત્રીજા અયોધ્યાપ્રસાદ નામ ।।૨૯।।
સુતા શ્રીધનુબા નિરધાર, પાંડે જોખનનો પરિવાર ।
નંદઘેર છે લક્ષ્મી નાર, રામશરણ સુત નિરધાર ।।૩૦।।
નારાયણ પ્રસાદ હરિચંદ્ર, ચોથા સુત પણ છે સુંદર ।
ઠાકોરરામ ઘેર શિવકુંવરી, રામસુખ સુત દો દીકરી ।।૩૧।। અયોધ્યા ઘેર સુનંદા નાર, કહ્યો જોખનનો પરિવાર ।
ઇચ્છારામ ઘેર વસુમતિ, જેને પ્રભુમાંહિ પ્રીત્ય અતિ ।।૩૨।। તેના પુત્ર પંચ પુણ્યવાન, સુતા બેઉ તે કહું નિદાન ।
૩૪૨ ભક્તચિંતામણ પ્રકરણ ૯૧
ગોપાળજી રઘુવીર નામ, વૃંદાવન વળી સીતારામ ।।૩૩।।
પાંચમો સુત નાથબદરી, સુતા ફુલશ્રી ને ફુલઝરી ।
ઇચ્છારામનો એ પરિવાર, ગોપાળજી ઘેર મેનાં નાર ।।૩૪।। રઘુવીરને ઘેર વીરજા, બાકી કહું હવે ત્રણ બીજા ।
વૃંદાવન ઘેર ઇંદિરાવાસી, સીતારામ ઘેર ઇંદિરાસી ।।૩૫।। એ હરિપ્રસાદ પરિવાર, ધર્મકુળ અતુલ ઉદાર ।
કહેતાં સુણતાં તેહનાં નામ, થાય પવિત્ર પામિયે ધામ ।।૩૬।। વળી એ દેશના જે રહેવાસી, તેપણ તમ વિના છે ઉદાસી ।
રાત્ય દન સંભારે છે બહુ, તમ વિના આતુર છે સહુ ।।૩૭।। એમ કહ્યું છે મનછારામે, સુણી લીધું છે સુંદરશ્યામે ।
પછી પુછી બીજી બહુ વાત, સુણી સહુ થયા રળિયાત ।।૩૮।। એમ કરતાં કાંયેક દિન ગિયા, પછી વસંતના દિન આવિયા । ત્યારે વાલ્યમે કર્યો વિચાર, તેડાવ્યા ત્યાં સંત મોટા ચાર ।।૩૯।। કહે સહુ મળી જુવો વિચારી, આ ગાદીના કોણ અધિકારી । આવ્યું છે અમારા જાણ્યામાંઇ, તેમાં ફેર રહેશે નહિ કાંઇ ।।૪૦।। રામપ્રતાપ ને ઇચ્છારામ, તેના સુત સારા સુખધામ ।
એને આપું આ ગાદી અમારી, અતિ સારું છે જુવો વિચારી ।।૪૧।। જેવું અમારું કુળ મનાશે, તેને તુલ્ય બીજું કેમ થાશે । ત્યારે સંત કહે સાચી વાત, આજ અમે થયા રળિયાત ।।૪૨।। તમે કર્યા છે સંત જે ઘણા, તેમાં પણ નથી કાંઇ મણા ।
પણ આ વાતનું ઉંડું મૂળ, કાંજે કાવે છે ધર્મનું કુળ ।।૪૩।।
પછી પૂછ્યું પરસ્પર બહુને, ગમી વાત હૈયામાં સહુને ।
પછી વિત્યા થોડા ઘણા દન, આવ્યા વરતાલે જગજીવન ।।૪૪।।
સર્વે સંબંધી લેઇ સંઘાથ, આવ્યા ઉત્સવ કરવા નાથ ।
કર્યો અન્નકોટ ઉત્સવ આવી, પરબોધની તે ભલી ભજાવી ।।૪૫।। કીધા દત્તપુત્ર પોતે દોય, અવધપ્રસાદ રઘુવીર સોય ।
આપી ગાદી આચારજ કીધા, તેને મંદિર દેશ વહેંચી દીધા ।।૪૬।।
પ્રકરણ ૯૨કકકક ભક્તચિંતામણી
૩૪૩
કરી દીધું ચોખું એમ આપે, કેડ્યે કોઇ કેને ન સંતાપે । એવી રીત્યે કરી એહ કામ, પછી પધાર્યા ગઢડે ગામ ।।૪૭।।
સર્વે દાસને દર્શન દીધાં, કરી વાત કૃતારથ કીધાં ।
નિત્ય નિર્ખે મૂર્તિ મનગમી, ત્યાંતો આવી વસંતપંચમી ।।૪૮।।
લાવ્યા ગુલાલ ને રંગ ઘણો, કર્યો સામાન રમવાતણો ।
અતિ આનંદે ભર્યા છે નાથ, નાખે છે રંગ પોતાને હાથ ।।૪૯।। રેડે રંગ ને નાખે ગુલાલ, તેણે સખા થયા સહુ લાલ ।
સખે નાખ્યો છે નાથને રંગ, તેણે શોભે છે શ્યામનું અંગ ।।૫૦।।
સર્વે વસ્ત્ર થયાં રંગે રાતાં, જોઇ જન તૃપ્ત નથી થાતાં ।
પછી નાવાને ચાલિયા નાથ, સર્વે સખા લઇ પોતા સાથ ।।૫૧।।
નાહી આવી જમ્યા નાથ જન, કર્યો ઉત્સવ થઇ પ્રસન્ન ।
એમ આપે છે જનને આનંદ, ઘણે હેતે શ્રીસહજાનંદ ।।૫૨।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે અયોધ્યાપ્રસાદજી ને
તથા રઘુવીરજીને આચાર્ય કર્યા ને વસંતપંચમીનો ઉત્સવ કર્યો એ નામે એકાણુંમું પ્રકરણમ્ ।।૯૧।।
પૂર્વછાયો- ત્યાર પછી એક સમે, બેઠા સભામાંહિ શ્યામ ।
દિયે દર્શન દાસને, હરિજનની પુરે હામ ।।૧।।
મિઠી મિટે માવજી, જ્યારે જોયા સર્વે જન ।
દોષે રહિત દાસ દેખી, પોતે થયા પ્રસન્ન ।।૨।।
પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળજ્યો સહુ જન ।
આપણે સહુ ઉધ્ધવના, તેને કરવું તીર્થ અટન ।।૩।।
મુનિ સંન્યાસી ત્યાગી ગૃહી, સુણો અવધ્યવાસી આપ ।
જાઓ શ્રીદ્વારામતિ, નાહી લહી આવો સહુ છાપ ।।૪।।
ચોપાઇ- મળે તીર્થે મોટા મુનિજન, થાય રામકૃષ્ણનાં દર્શન ।
મારકંડેય ધૌમ્ય લોમશ, ધર્માદિ કરે તીર્થ અવશ ।।૫।।
સર્વે તીર્થ છે સુખરૂપ, તેમાં પણ દ્વારિકા અનૂપ ।
૩૪૪ ભક્તચિંતામણ પ્રકરણ ૯૨
તમે અવધ્યવાસી રહો દૂર, માટે જાવું તમારે જરૂર ।।૬।। જેદિ થયો જાદવનો નાશ, પરસ્પર લડી પરભાસ ।
તેદિ સમુદ્રે જળ હિલોળી, કૃષ્ણભુવન વિના પુરી બોળી ।।૭।। કુળ સંહારી શ્રીકૃષ્ણ પોતે, રહ્યા નિજઘેર નાથ ગુપતે ।
માટે મોટું તીર્થ દ્વારામતિ, જીયાં અખંડ રહે યદુપતિ ।।૮।।
માટે ગૃહી ત્યાગીને ત્યાં જાવું, વિધિ સહિત ગોમતીમાં ન્હાવું । યથાયોગ્ય દાન તિયાં દેવું, સત્યપુરુષ પૂજી ફળ લેવું ।।૯।। એમ સર્વેને આગન્યા કીધી, નિજદાસને શિક્ષા એ દિધી ।
પછી કૌશલવાસીને કહ્યું, નિશ્ચે તમારે જાવાનું થયું ।।૧૦।।
મનછારામ નંદરામ દોય, જાઓ ગોપાળ સુફળ સોય ।
પ્રથમ પહેલા શ્રીરામપ્રતાપ, તે પણ ગયાતા દ્વારકાં આપ ।।૧૧।। ઉધ્ધવસંપ્રદાયની એ રીત, જાવું દ્વારકાં થાવું પુનિત ।
નાહિ ગોમતી વિપ્ર જમાડો, પિંડ દઇ પિત્રિ પાર પમાડો ।।૧૨।। છાપે અંકિત કરી શરીર, બેટ જઇ આવો વહેલા વીર ।
ત્યારે બોલ્યાં છે સંબંધી સઉં, સારું જાશું રાજી અમે છઉં ।।૧૩।।
પણ ભોમિયો જોઇએ જરુર, જાણે વાટ ઘાટ ગામ પુર ।
ત્યારે સભા સામું જોયું સ્વામી, દીઠા સચ્ચિદાનંદ નિષ્કામી ।।૧૪।। દૃઢસમાધિ નિર્ભય નચિંત, જેને પ્રગટ પ્રભુશું પ્રીત ।
તેને આગન્યા આપી છે નાથે, તમે જાઓ ધર્મકુળ સાથે ।।૧૫।। તમે જઇ પાછા આવો જન, કરી રણછોડજીનાં દર્શન ।
પછી આવશે મુનિ સમસ્ત, જ્યારે થાશે શીત ઋતુ અસ્ત ।।૧૬।। હશે વાસુદેવની ઇચ્છાય, મુનિ ને અમે આવશું ત્યાંય ।
તમે તો સહુ થાઓ તિયાર, બાંધો ટીમણ મ કરો વાર ।।૧૭।।
પછી મુનિ બોલ્યા કર ભામી, સુખે યાત્રા કરાવીશ સ્વામી ।
પછી તીરથે જાવાને કાજે, જોવરાવ્યું મુહૂર્ત મહારાજે ।।૧૮।। ભટ્ટ મયારામે એમ કાવ્યું, શુદી નવમીનું મુહૂર્ત આવ્યું ।
પછી નાથે આજ્ઞા તેને કરી, ચાલ્યા દ્વારકાં સ્મરતા હરિ ।।૧૯।।
પ્રકરણ ૯૨કકકક ભક્તચિંતામણી
૩૪૫
માઘવદી એકમને દન, નાહ્યા વિપ્ર ગોમતી દઇ ધન ।
દેખી પરદેશી ધાયા ગુગળી, જેમ પિંડે આવે કાક મળી ।।૨૦।। કરી ટિલાં ને કહે અમે ગોર, લેવા નાણું થયા તતપર ।
નોય ત્યાગીને તીરથે આડી, પણ મુનિને નહાતાં ના પાડી ।।૨૧।। વાયસ સરખે વિંટિને લીધા, મોટા મુનિને નાવા ન દીધા ।
બાળ જોબન ને વૃધ્ધ વળી, દિયે ડારા કહે મારશું મળી ।।૨૨।। તું તો સિધ્ધનું કુપળું દિસે, નાણાં વિના નાવા મન હિસે । કાઢ્ય કંથા કોપીનેથી દામ, એમ બોલે પુરૂષ ને વામ ।।૨૩।। તોય મુનિનું મન ન ક્ષોભ્યું, કૃષ્ણ રમણ રજે મન લોભ્યું । ચિત્તે ચડી શ્રીકૃષ્ણ મૂરતિ, હવી મુનિને અંતરવરતિ ।।૨૪।। થઇ સમાધિ ભૂલ્યા શરીર, પડ્યું પિંડ ગોમતીને તીર ।
તિયાં આવ્યા અયોધ્યા રહેનાર, મુનિ ન જાગે કરે પોકાર ।।૨૫।। કહે ગોપાળ સહુ સગાને, કેમ લઇ ચાલશું સંગે આને ।
દિન પાંચ દશમાં જાગશે, રહેશું તો દન બહુ ભાંગશે ।।૨૬।।
માટે મ કરો ચિંતા એની કાંઇ, ચાલો છાપું લઇ બેટમાંઇ ।
મુનિ મેલી ગયા આરાંભડે, લીધી ચોંપે છાપો દામવડે ।।૨૭।। બેસી વાણે ગયા બેટમાંઇ, કર્યાં દર્શન પૂજા દામે ત્યાંઇ ।
કરી તીરથવિધિ શોભતી, પંચ દન રહી આવ્યા ગોમતી ।।૨૮।। શોધ્યા સચ્ચિદાનંદ ન મળ્યા, અવધ્યવાસી સહુને પૂછી વળ્યા । હવે કહું મુનિને જે વીતિ, સહુ સુણો એ ધામની રીતિ ।।૨૯।।
મુનિ અન્ન તજી ત્રણ દહાડે, નાહ્યા વિના ગયા આરાંભડે ।
જઇ ઉતર્યા લાંઘણ ચોરે, જ્યાં અન્ન વિના જન બકોરે ।।૩૦।। તિયાં તીર્થવાસી તાવે ઘણું, પડે ઉપરા ઉપર લાંઘણું ।
બાલ જોબન ને વૃધ્ધ બહુ, વિના અન્ને વ્યાકુળ છે સહુ ।।૩૧।। કૈક કુટે પેટ શિશ છાતી, ભાઇયો ભૂખ નથી જો ખમાતી ।
માટે દીયો છાપો દયા કરી, અમે અન્ન વિના જાશું મરી ।।૩૨।।
નાપે છાપ દ્રવ્યના લેનાર, જેને નહિ દયા મહેર લગાર ।
૩૪૬ ભક્તચિંતામણ પ્રકરણ ૯૨
તીર્થવાસી પાડે બુંમરાણ, આપો છાપો આપ્યા જાણું પ્રાણ ।।૩૩।। તૈયે બોલ્યો ચારણીયો આપ, ધન વિના તો નહિ દૈયે છાપ ।
મરી મટો જાઓ ઠાલાં ઘેર, તેની અમારે નહિ દયા મહેર ।।૩૪।। એવું દેખી આરાંભડામાંહિ, મુનિ કરવા લાગ્યા ત્રાહિ ત્રાહિ । આતો ગામ યમપુરી જેવું, કહીએ કુરુક્ષેત્ર વળી એવું ।।૩૫।। જેવા ગોમતીમાંહિ ગુગળી, પાપી અધિક એથી આ વળી ।
સર્વે દુઃખતણા જે દેનાર, આંહિ આવી વસ્યાં નરનાર ।।૩૬।।
માટે નહિ દયા કેને લેશ, વારું પુછી જોઉં ખોટી મેશ ।
કહે મુનિ સુણો ભાઈઓ વાત, તમે કૃષ્ણભક્ત છો સાક્ષાત ।।૩૭।। દિયો છાપો તમે દયા કરી, જાઉં બેટ હું નિરખી હરિ ।
તૈયેં સાંભળી મુનિના બોલ, હસી કહ્યું તું છો પશુતોલ ।।૩૮।। આવે ધુતા ઘણા તુજ જેવા, વિના ધને છાપો બહુ લેવા ।
ગર્જ હોય તો ધન દેઇને, બુઢા જા ઘેર છાપો લઇને ।।૩૯।। તૈયેં બોલ્યા મુનિ સુભાગી, ભાઈ ધન ત્રિયા અમે ત્યાગી ।
કહે તું જેવા ત્યાગીને જાણું, રાખે કંથા કોપીનમાં નાણું ।।૪૦।।
પછી કંથા દિધી મુનિ હાથે, જોઇ પટકી પૃથવી માથે । કહે જટામાં જ્યાં ત્યાંહિ રાખે, સાધુ નોય કોઇ ધન પાખે ।।૪૧।। અમેતો નહિ સાધુ તે જેવા, અમે સ્વામિનારાયણ સેવ્યા ।
જ્યારે તુંજ સ્વામીજીનો સાધુ, ત્યારે તો નાણું બેસશે વાધુ ।।૪૨।। તારા સ્વામી પાસે બહુ ધન, કરે છે મોટામોટા જગન ।
માટે શીદ ખોટી થાછ ઠાલો, છાપ લેતો ધન લાવી આલો ।।૪૩।। એવે સમે આવ્યો એક ખાખી, રોળી રાખમાંહિ દેહ આખી ।
લોહ ચિપિયો લીધો છે હાથે, જટા મોટી વિંટિ વળી માથે ।।૪૪।। કીધી કેફે કરી આંખ્યો રાતી, ચાલે મરડાતો કાઢતો છાતી । ભાંગ્ય ગાંજાની ભેળી કોથળી, બોલે ગળેથી વાણી ગોગળી ।।૪૫।। આવી અટક્યો કહે દ્યો મને છાપું, અમે ત્યાગી તુંને ધન નાપું । બોલ્યો અડબંગાઇમાં ગાળ, સુણી ઉઠ્યો ચારણ તતકાળ ।।૪૬।।
પ્રકરણ ૯૨કકકક ભક્તચિંતામણી
૩૪૭
ઝાલી ડાઢી ચુંથી ઝટા વળી, મહોર પાંચ માથેથી નિકળી । કહ્યું જો મુનિ આંહિની રીત્ય, અમારે તો પૈસા સાથે પ્રીત ।।૪૭।।
સાધુ તું ધન આપ્ય ને લાવી, નહિ તો થાશે ગતિ તારી આવી । કહે મુનિ જટા મારે નથી, કંથા કૌપીનમાં ધન ક્યાંથી ।।૪૮।।
પછી ચાલ્યો ચારણ હાંસી કરી, શીદ વણમોતે જાછ મરી ।
જો આવે તારા બાપનો બાપ, ધન વિના નવ આપિયે છાપ ।।૪૯।।
પછી મુનિ થયા છે ઉદાસી, દીઠાં પીડાતાં તીરથવાસી ।
પરદુઃખે દુઃખાણું છે મન, ચાલ્યા કહે ન લેવું આંહિ અન્ન ।।૫૦।। બેસી બેડિમાંહિ પહોત્યા બેટ, પડી લાંઘણે મળિયું પેટ । કરવા દર્શન પોળ્યમાં પેઠા, છાપ વિના દરવાણિયે દીઠા ।।૫૧।। કહે જાછ ભાગ્યો કિયાં ભગવા, તું શું આવ્યો છો અમને ઠગવા । છાપ વિના જાછ છાંનોમાંનો, કપટી છો કોઇ સાધુ શાનો ।।૫૨।। દઇ ઠેલા ઉગામી ઠપાટ, મુનિ હસી બેઠા સામે હાટ ।
તિયાં આવ્યો બ્રાહ્મણ ગુગળો, ધરનો ધર્મ થકી વેગળો ।।૫૩।। તેને કહે એમ મુનિરાજ, મને દર્શન કરાવો મહારાજ ।
વિપ્ર કહે આંહિની એવી રીત્ય, કેવળ પૈસા સાથે સહુને પ્રીત્ય ।।૫૪।।
નાણું લઇ વેચે નિજનારને, આપે સુતા ભગિની જારને ।
તેની આ શહેરમાં નહિ લાજ, બીજાં બહુબહુ કરે અકાજ ।।૫૫।। તારી પાસે હોય ધન કાંઇ, ચાલ્ય ઉતારું હું ઘરમાંઇ ।
સર્વે વાતે થાઇશ સુખિયો, નહિ તો જાઇશ દ્રષ્ણનો દુઃખિયો ।।૫૬।। તૈયેં કહે મુનિ સ્વામીના છીએ, દામ વામ થકી દૂર રહીએ । તૈયેં બોલ્યો વળી વિપ્ર જન, તારા ગુરુ પાસે બોળું ધન ।।૫૭।। વળી કહેવાય છે પ્રભુ આપે, તેને મુકી આવ્યો શિયે પાપે । એમ કહિને બ્રાહ્મણ ગયો, મુનિને મન ક્ષોભ ન થયો ।।૫૮।। બીજાં બહુ આવે પુરવાસી, દેખી નિરધન ને કરે હાંસી ।
કૈક ડરાવે દેખાડે આંખ્ય, અતિ દુષ્ટ દલે ધનધાંખ્ય ।।૫૯।। વળતું મુનિયે મન વિચાર્યું, ત્યાગી આવશે આંહિ હજારૂં ।
૩૪૮ ભક્તચિંતામણ પ્રકરણ ૯૩
તેહ મુનિની શિપેર થાશે, દર્શન વિના દુઃખી થઇ જાશે ।।૬૦।।
પળ એક હું આંહિ ન રહું, વળું વાટ પંચાળની લહું ।
પણ કરી ગુરુએ આગન્યા, આવિશ માં છાપ દર્શન વિના ।।૬૧।। એહ વચન ખટકે શરીર, કેમ કરશે હવે બલવીર ।
છાપ દર્શન વિના પાછો જાઉં, ગુરુજીનો ગુનેગાર થાઉં ।।૬૨।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે અયોધ્યાવાસી ને
સચ્ચિદાનંદમુનિ દ્વારિકાં ગયા એ નામે બાણુંમું પ્રકરણમ્ ।।૯૨।।
પૂર્વછાયો- જેવી ગણીયે ગોમતી, તેવું જ આરાંભડું ગામ । બેટ પણ બીજું નહિ, જાણું ત્રણે ધર્મનાં ધામ ।।૧।। બ્રાહ્મણ ક્ષત્રિ વૈશ્ય શુદ્ર, સહુ કરે દામ દામ ।
પૈસા કારણ પ્રાણ લેવા, બેઠાં પુરુષ ને વામ ।।૨।। દામ વિના દરશનની, છુટિ તે ન કરે છેક ।
આશા તજી મુનિ અંતરે, પછી કર્યો એમ વિવેક ।।૩।। અંતરજામી આપશે, દર્શન જાણી નિજદાસ ।
દૃઢ આસને બેઠા મુનિ, મનમાં આણી વિશ્વાસ ।।૪।।
ચોપાઇ- પછી મુનિ બેઠા દૃઢ ધ્યાને, માંડ્યું અખંડ ભજન એકતાને । હતા આપે લક્ષવાન અતિ, હૃદે દેખે હરિની મૂરતિ ।।૫।। તોય ગુરુએ કહ્યું છે વચન, તેમ કરવા ઇચ્છે છે દર્શન ।
થયા એ ઠામે ઉપવાસ ચાર, વળી તજી તોયનો આધાર ।।૬।।
મુનિ હાથ જોડી હરિ આગે, કરે સ્તવન દર્શન માગે ।
જયકૃષ્ણ પ્રસન્ન થાઓ આજ, દિયો દર્શન મને મહારાજ ।।૭।। જય જદુપતિ જગવંદ, જય રુકિમણીપતિ રાજંદ ।
જય ભવ બ્રહ્માપતિ નાથ, જય સ્તવન કરે સુરસાથ ।।૮।। કીર્તિ ભક્તિ સત્ય ધર્મ કહીએ, તેના આશ્રયરૂપ હરિ લહીએ ।
દ્વારામતિ પતિ દીન જાણી, કરો મેર લેર મન આણી ।।૯।। તમે આગે ઉગારિયા દાસ, કરી અસુરજનનો નાશ ।
પ્રકરણ ૯૩કકકક ભક્તચિંતામણી
૩૪૯
પુર્યાં દ્રૌપદી ચિર દયાળ, આવ્યા ગરૂડ તજી તતકાળ ।।૧૦।। તાણ્યા કેશ દુષ્ટે કરી અન્યા, તેની ત્રિયા કરી કેશ વિના । વળી દુરવાસા દેવા શાપ, આવ્યા શિષ્ય સંગે લઇ આપ ।।૧૧।। તેથી પાંડવ ઉગારી લીધા, જમી શાક તૃપ્ત સહુ કીધા ।
પારિજાતક સ્વર્ગથી આણી, રાજી કરી સત્યભામા રાણી ।।૧૨।। ભૌમાસુર મારી કર્યું કામ, હર્યો ગર્વ સુરેશનો શ્યામ ।
બીજાં કરી બહુ બહુ કાજ, જન આગે ઉગાર્યા મહારાજ ।।૧૩।। ઉધ્ધવીય હું તમને આશરી, કોટી કોટી જતન મેં કરી ।
કેમ દેતા નથી દરશન, રાય રણછોડ થઇ પ્રસન્ન ।।૧૪।। આવી કેમ કરી કઠણાઇ, હુંતો વિચારૂં છું મનમાંઇ ।
વસુદેવ દેવકી બંધાવી, કરી લીળા ગોકુળમાં આવી ।।૧૫।। રાખ્યાં બાર વર્ષ બંધીખાણે, તે તો સહુ જગતમાં જાણે ।
તેદી કર્યું તું કઠણ મન, નથી તજ્યું શું હજી મોહન ।।૧૬।। ઘણું હેત કરી ગોપીસાથ, તેને તજી આવ્યા આંહિ નાથ ।
મેલી રોતી રઝળતી વને, તેની મહેર નહિ કાંઇ મને ।।૧૭।। તેની તેજ મેલી નથી મતિ, મારી કેમ સાંભળો વિનતિ ।
વળી કરી નિજકુળ નાશ, આવી આંહિ વશ્યા અવિનાશ ।।૧૮।। જાણી યાદવ ભૂમિનો ભાર, કર્યો છોટામોટાનો સંહાર ।
એજ વેગમાં ચઢ્યું છે મન, તે સારુ પીડો છો નિજજન ।।૧૯।।
પાપી પાસળે જન પીડાવો, તમે દીનબંધુ શાના કહાવો ।
ધનવાળા ધક્કા બહુ આપે, નિરધનને નિત્ય સંતાપે ।।૨૦।।
પ્રભુ ત્યાગી જો તમારા જન, તેને પાસળ ક્યાં થકી ધન ।
તેનું કરતા નથી ઉપરાળું, તમે કાવો છો દીનદયાળુ ।।૨૧।। નિર્ધનનું ધન છો મહારાજ, વળી કહાવો ગરીબ નિવાજ ।
અનાથના નાથ ભગવાન, કાંરે ન સુણો વિનતિ કાન ।।૨૨।। તમને વહાલા ઉધ્ધવ અત્યંત, તેના સંપ્રદાયનો હું સંત ।
જેવો છઉં તેવો નાથ તમારો, વાલાજી મુજને મ વિસારો ।।૨૩।।
૩૫૦ ભક્તચિંતામણ પ્રકરણ ૯૩
થાય છોરું કછોરું જો કોય, તજે નહિ તેને તાત તોય । એમ કહીને ધરીયું ધ્યાન, દીઠા અંતરમાં ભગવાન ।।૨૪।। આરત્યવાનની આરત્ય જાણી, મળ્યા મુનિને સારંગપાણી ।
મહાવદિ એકાદશી વિજયા, તે નિશિ મુનિપર રિઝિયા ।।૨૫।। દીધાં અંતરમાં દર્શન નાથે, લક્ષ્મી સત્યભામા છે સાથે ।
કોટી સૂર્યસમ અજવાળે, ઉધ્ધવ સાત્યકિ ચમર ઢાળે ।।૨૬।। અર્જુને છત્ર કનકનું ધર્યું, નૌતમ રૂપે મુનિમન હર્યું ।
નીલ કલેવર નીરદ જેવું, મુનિ કરે દર્શન એવું ।।૨૭।। દીઠા અંતરે અંતરજામી, વાધ્યું આનંદ વેદના વામી ।
પછી ભાવે બોલ્યા ભગવાન, મુનિ માગ્ય માગ્ય વરદાન ।।૨૮।। જે માગિશ મુનિ મુજ પાસે, તે આપીશ અધિક હુલાસે ।
એમ કહી અંતર્ધાન થિયા, મુનિ ધ્યાનથી તર્ત જાગિયા ।।૨૯।। થઇ વ્યાકુળ નીસર્યા બહાર, દીઠા તેમના તેમ મુરાર ।
અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ છે સુખકારી ।।૩૦।। કંઠે હાર મનોહર મોતિ, પ્રસન્નમુખે શોભે શશિજ્યોતિ ।
ભુજ ચારમાં આયુધ ચાર, શંખ ચક્ર ગદા પદ્મ સાર ।।૩૧।। એવા આયુધ ધરીને હાથે, દિધાં દર્શન દ્વારિકા નાથે ।
વળી પ્રેમાધીન મુનિ જોયા, સહ્યું કષ્ટ જાણી નાથ મોહ્યા ।।૩૨।।
પછી અલબેલો અઢળ ઢળ્યા, મુનિને ઉરમાં લઇ મળ્યા ।
વાલો કહે તમને જે વહાલું, માગોમાગો મુનિવર આલું ।।૩૩।।
મુનિ કહે જય મંગળ મૂરતિ, યદુપતિ ન મેલું ઉરથી ।
તમે છો કરુણાના દરિયા, દર્શન દઇ દુઃખ સંકટ હરિયાં ।।૩૪।। હવે માગું છું હું બહુનામી, સુણો ચિત્ત દઇ મારા સ્વામી । અમારે ગુરુએ આજ્ઞા કીધી, ત્યાગી ગૃહીએ શિષ ધરી લીધી ।।૩૫।। દ્વારિકાંની યાત્રા કરી લેવી, હમણાં આજ્ઞા અમને છે એવી ।
મુનિ કહે ગૃહી ધન ધરશે, ત્યાગી કેમ કરી તીર્થ કરશે ।।૩૬।।
મને જે વીતી તે કહી દાખું, એ વિધ્યે લોક પીડાય લાખું ।
પ્રકરણ ૯૩કકકક ભક્તચિંતામણી
૩૫૧
ગોમતીમાં નાતાં બંધી કિધી, મને છાપો પણ નવ દિધી ।।૩૭।। થયા ઉપવાસ અગિયાર, ત્યારે તમે મળિયા મુરાર ।
નમેરા બેઠા પઇસા લેવા, ન મળે ત્યાગીને નાણું દેવા ।।૩૮।।
માટે એ માગું ચિત્ત ધરીએ, સહુને તીર્થ થાય તેમ કરીએ ।
પછી નાથ બોલિયા વિચારી, કહ્યું વચન સર્વે હિતકારી ।।૩૯।।
મુનિ સત્ય માને વાત મારી, સર્વે પૂરીશ ઇચ્છા હું તારી ।
લોભી નિર્દય તીર્થ રહેનારા, લુંટે ધન પીડે જન મારા ।।૪૦।। તે માટે વરતાલ આવીશ, સર્વે તીરથ સંગે લાવીશ ।
લક્ષ્મીનારાયણની મૂરતિ, તેમાં વસિશ કહે યદુપતિ ।।૪૧।। છાપ ગોમતી સંગે લઇશ, ત્યાગી ગૃહિને દર્શન દઇશ ।
થાશે સહુને દર્શન ત્યાંઇ, હવે નથી રહેવું પળ આંઇ ।।૪૨।।
સત્ય વચન માનો મુનિ મારું, તમે આવે થયું ઘણું સારું । હવે સુખે ચાલો તમે યાંથી, જુવે વાટ ગોમતીએ સંગાથી ।।૪૩।। એમ મુનિને કહિ ભગવાન, પછી થયા છે અંતરધાન ।
મુનિએ વિચાર્યું મનમાંયે, થયાં દરશન ગુરુકૃપાયે ।।૪૪।।
પછી મગન થઇ મુનિ વળ્યા, આવી અયોધ્યાવાસીને મળ્યા ।
પુછી ખબર પરસ્પરે, કહ્યું ન કહ્યું તે મુનિવરે ।।૪૫।। હતો દિવસ તે દ્વાદશિ, કરી પારણાં ત્યાં રહ્યા નિશિ ।
થયું સવાર ચાલિયા સહુ, સાંભરે દ્વારિકાં બહુ બહુ ।।૪૬।। દલે દુઃખી સુવે સહુ જ્યારે, દેખે સ્વપ્નામાં કૃષ્ણને ત્યારે । જાણું સંગે આવે છે મહારાજ, ભેળો લઇ સર્વે સમાજ ।।૪૭।। એમ નિત્યે કરતા દર્શન, આવ્યા ગઢડામાં સહુ જન ।
સંધ્યાસમે સભામાંહિ શ્યામ, બેઠાતા સંતના સુખધામ ।।૪૮।। તિયાં કર્યાં દંડવત આવી, હેતે લીધા પાસળ બોલાવી ।
ભલે જઇ આવ્યા દ્વારામતિ, ધન્ય ધન્ય તમારી ભગતિ ।।૪૯।।
પછી બોલ્યા મુનિવર આપે, આવ્યા કુશળ તમ પ્રતાપે ।
સ્નાન છાપ દર્શનનું દુઃખ, તેતો કેમ કહ્યું જાય મુખ ।।૫૦।।
૩૫૨ ભક્તચિંતામણ પ્રકરણ ૯૩
સુણી ત્યાગી થયા છે ઉદાસે, તિયાં આપણે કેમ જવાશે ।
વર દીધાની વાત કહી જ્યારે, ત્યાગી પ્રસન્ન થયા સહુ ત્યારે ।।૫૧।।
સુંણી ગુરુએ કર્યો સતકાર, ભાગ્યવાન તું સાધુ અપાર ।
મુનિ કહે પ્રતાપ તમારો, હવે વરતાલ વહેલા પધારો ।।૫૨।। સ્વામી પ્રસન્ન થઇ એમ કહ્યું, જાવું વરતાલે નિશ્ચે એ થયું । ફુલદોલ જે ફાગણશુદિ, પહોચવું પુન્યમ દન તેદિ ।।૫૩।। ત્યાગી ગૃહી બાઇ ભાઇ જેહ, લખી કાગળ તેડાવ્યા તેહ ।
તે રાત્રિ સહુ સ્મરણ કરતા, સર્વે સંત આનંદમાં સુતા ।।૫૪।। દિઠા સ્વપ્નામાં લાડિલો લાલ, રમા સહિત જાતા વરતાલ ।
બોલ્યા પરસ્પર પરભાત, કહી સ્વપ્નાની ગુરુને વાત ।।૫૫।। સ્વામી કહે સત્ય વાત સારી, કરો વરતાલ જાવા તૈયારી ।
ચાલ્યા સાતમ્યે સહુ જનવૃંદ, ગઢડેથી સ્વામી સહજાનંદ ।।૫૬।। કરી ઉત્સવ પર તૈયારી, સંગે લેઇ ઘોડાની અસવારી ।
વાજીવાગ ગ્રહી ડાબે હાથે, લીધા સુભટ જન બહુ સાથે ।।૫૭।। ઘોડી શોભે સોનેરી સાજે, શ્વેત વસ્ત્ર પહેર્યાં છે મહારાજે । કેશર કુંકુમ તિલક કર્યાં, નૌતમ રૂપે જન મન હર્યાં ।।૫૮।।
મજલે મજલે થાય ઉતારા, સંઘ સહિત રહે ગામ બારા ।
કુંડળ ખસતેથી બોરૂ રહ્યા, સીંજીવાડેથી વરતાલ ગયા ।।૫૯।। શુદી એકાદશી વરતાલ, આવ્યા નાથ સાથ લઇ મરાલ ।
આવ્યા તે દિન દ્વારકાંનાથ, રાણી રુકિમણી લઇ સાથ ।।૬૦।।
લક્ષ્મીનારાયણરૂપે કૃષ્ણ, કરે બહુ દેશનાં જન દ્રષ્ણ ।
દ્વારિકાંથી રણછોડ આવ્યા, વસ્યા વરતાલે જનમન ભાવ્યા ।।૬૧।। કર્યો ઉત્સવ ફુલદોલ ભારી, પૂજ્યા શિષ્યે સ્વામીએ મુરારી । દ્વારિકાંથી ચાલ્યા જેદી નાથ, સર્વે દેવ તીર્થ આવ્યાં સાથ ।।૬૨।। ધાર તળાવ સુંદર અતિ, કૃષ્ણ કહે ત્યાં રહો ગોમતી ।
બીજા દેવ તીર્થ આસપાસ, વાલે કરાવ્યો વરતાલે વાસ ।।૬૩।। કહ્યું સ્વપ્નામાં દ્વારિકાનાથે, મારાં આયુધ છાપજ્યો હાથે ।
પ્રકરણ ૯૪કકકક ભક્તચિંતામણી
૩૫૩
વચને છાપ આપી વરતાલ, નરનારી થયાં સહુ નિહાલ ।।૬૪।। રામનવમીએ પૂજા કરી, વિમળા એકાદશી અર્ચ્યા હરિ ।
તિયાં જયજય બોલે છે જન, દેખી દુષ્ટનાં દાઝિયાં મન ।।૬૫।। એમ થાય લીળા નિત્ય નવી, કહે એક મુખે કેમ કવિ ।
નિત્ય તળાવે બિરાજે નાથ, મુનિ સતસંગી લઇ સાથ ।।૬૬।। તિયાં થાય ઉત્તર પ્રશન, કરે અનેક જન દર્શન ।
વાજે વાજીંત્ર તિયાં અપાર, લાવે પૂજા જન બહુ વાર ।।૬૭।।
લઇ પીચકારી હરિ હાથ, રમે રંગે સખા સંગે નાથ ।
વળી આપી આજ્ઞા અવિનાશ, ગાઓ ગરબી રમો જન રાસ ।।૬૮।।
ગાળે સર સતસંગી સહુ, દેખી રાજી થાય વાલો બહુ ।
જ્યારે આવે ઉતારે મહારાજ, ઉપડાવે ઇંટ્યો મંદિરકાજ ।।૬૯।। એક દિન રાજી થઇ નાથ, મળ્યા મુનિને ભરી ભરી બાથ ।
વળી જમાડે જનને આપે, એતો વાત આવે કેમ માપે ।।૭૦।। એમ લીળા કરી બહુ દન, જોઇ જન થયા છે મગન ।
કર્યો ઉત્સવ એક માસનો, પુરીયો મનોરથ દાસનો ।।૭૧।।
પછી પ્રભુજી ત્યાંથી પધાર્યા, આવી ગઢડે આનંદ વધાર્યા ।
સુંદર વર્ષ તે સારું કહીએ, ચૈત્રશુદી એકાદશી લહીએ ।।૭૨।। તેદિ ઉત્સવ કરાવ્યો વાલે, આવ્યા દ્વારકાનાથ વરતાલે ।
સત્ય વાત નજરની દિઠી, લાગે હરિજનને એ મીઠી ।।૭૩।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે સચ્ચિદાનંદ સ્વામીએ સ્તુતિ કરીને દ્વારિકાનાથે દર્શન દિધાં ને વરતાલ આવ્યા એ નામે ત્રાંણુંમું પ્રકરણમ્ ।।૯૩।।
પૂર્વછાયો- વળી લીળા વરતાલની, કહું એકાદશીની અનૂપ ।
પોતે પ્રભુજી પધારિયા, શ્યામળિયો સુખરૂપ ।।૧।।
સુંદર સમૈયો આવિયો, કાર્તિક શુદી એકાદશી ।
આવ્યો દિન ઉત્સવનો, કહે સંતને હરિ હુલશી ।।૨।।
૩૫૪ ભક્તચિંતામણ પ્રકરણ ૯૪
અવશ્ય સમૈયો આપણે, કરવો તે વરષો વરષનો ।
સતસંગી ત્યાં સહુ મળે, લિયે લાભ દર્શ સ્પર્શનો ।।૩।। એમ કહિને કંકોતરી, મેલી લખીને મહારાજ ।
વરતાલ વહેલા આવજ્યો, સતસંગી સહુ મુનિરાજ ।।૪।।
ચોપાઇ- પછી પોતે થયા છે તૈયાર, સંગે લઇ સખા અસવાર ।
પહેર્યાં અંબર સુંદર અંગે, શોભે શ્યામળો સખાને સંગે ।।૫।। કરે મજલે મજલે મુકામ, પૂરે જનના મનની હામ ।
કારીયાણી કમીયાણું ગામ, આવ્યા આડેવે સુંદર શ્યામ ।।૬।। ત્યાંથી વાલો આવ્યા વરતાલ, નિર્ખિ જન થયા છે નિહાલ । જન જોઇ પામ્યા છે આનંદ, જયજય બોલે જનવૃંદ ।।૭।। દિયે દર્શન પ્રસન્ન નાથ, નિર્ખિ સુખ લિયે સહુ સાથ ।
હરિ હસિ જોયું સહુ સામું, પુરી જનના મનની હામું ।।૮।। જન જોડી ઉભા સહુ હાથ, આપો આગન્યા અમને નાથ ।
કરાવિયે રસોઇ તમ કાજ, જમો મહેર કરીને મહારાજ ।।૯।। હરિએ ભાવ ભગતનો જોઇ, કહ્યું કરો ઉત્તમ રસોઇ ।
પછી જને ભોજન બનાવ્યાં, જમ્યા જીવન તે મન ભાવ્યાં ।।૧૦।।
પછી વસન ભૂષણ પહેરાવી, કરી આરતી તે મન ભાવી ।
પછી જન લાગ્યાં સહુ પાય, રહેજ્યો નાથજી અંતરમાંય ।।૧૧।। અમે છીએ નાથજી તમારાં, સગાં સંબંધી સહુ અમારાં ।
તેને કહે છે હસિ જીવન, સારું કરજ્યો સહુ ભજન ।।૧૨।। એમ જમે જનને ઉતારે, જન જમાડી કારજ્ય સારે ।
કોઇ ચરચે ચંદન ઉતારી, કોઇ છાંટે ગુલાબનાં વારિ ।।૧૩।। કોઇ ચોળે અત્તર આવી અંગે, કોઇ પહેરાવે હાર ઉમંગે । કોઇ તોરા ગજરા ફુલના, પહેરાવે હાર મોંઘા મુલના ।।૧૪।। એમ લાવો લિયે સહુ જન, પ્રભુ છે સહુ પર પ્રસન્ન ।
પછી એમ બોલ્યા અવિનાશી, સુણો સતસંગી મુનિ સંન્યાસી ।।૧૫।। જુવો રાધાકૃષ્ણની મૂરતિ, અમારી પણ શોભે છે અતિ ।
પ્રકરણ ૯૪કકકક ભક્તચિંતામણી
૩૫૫
તેમ નારાયણ લક્ષ્મીપતિ, સારાં શોભે છે ધર્મ ભગતિ ।।૧૬।। થયો જેદિથી એહનો સ્થાપ, થયાં તેદિથી સહુ નિષ્પાપ । એમ વાત કરે છે મહારાજ, સુણે સત્સંગી મુનિરાજ ।।૧૭।।
સાંભળી જન હરખ્યાં અપાર, જયજય બોલે નરનાર ।
તેદિ વ્રત હતું એકાદશી, પુરી દીપમાળા તેહ નિશિ ।।૧૮।। તિયાં બપોરીયા અંજવાળે, નાથ સભા ઉભા થઇ ભાળે ।
આજ મળ્યાં મનુષ્ય અપાર, બહુ પુરુષ ને બહુ નાર ।।૧૯।।
સારા સમૈયા સુંદર થયા, એમ કહિને હરિ હસિયા ।
પછી દ્વાદશી પારણાં કરી, આવી બેઠા છે ચોતરે હરિ ।।૨૦।। તિયાં વાજીંત્ર વાજે અપાર, કરે દર્શન સહુ નરનાર ।
લાવે પૂજા પૂજવા આધાર, ફળ ફુલ ને અમૂલ્ય હાર ।।૨૧।। તેણે શોભે છે શ્યામ મૂરતિ, થાય ઉત્તર પ્રશ્ન અતિ ।
એમ લીળા કરે ભગવાન, દિયે દનભર દર્શનદાન ।।૨૨।।
સર્વે સુખ લિયે જન જોઇ, એમ કરતાં વિત્યા દન દોઇ ।
પછી આવ્યો પુન્યમનો દન, આવ્યા દરશને બહુ જન ।।૨૩।। તેને દર્શન દિધાં દયાળે, અતિ સામર્થ્ય સહિત કૃપાળે ।
તેતો દર્શન કરીને ગયા, સતસંગી ત્યાં સર્વે રહ્યા ।।૨૪।।
પછી સાંજે પૂરી દીપમાળ, બેઠા આસન ઉચ્ચે દયાળ ।
સર્વે જન જોઇ રહ્યા સામું, નિર્ખિ નાથ પૂરે હૈયે હામું ।।૨૫।।
પછી નાથ બોલ્યા એમ વાણ, સર્વે સાંભળો સંત સુજાણ ।
પૂરો થયો ઉત્સવનો દન, જાજ્યો જ્યાં જ્યાં કહ્યું ત્યાં જન ।।૨૬।। કાંઇક સંત રહેજ્યો અમ સાથ, જાવું સુરત બોલ્યા એમ નાથ । એમ કહીને ઉભા થયા વળી, આવો મળિયે મંડળી મંડળી ।।૨૭।। અલબેલોજી અઢળ ઢળ્યા, સર્વે સંતને હેતે શું મળ્યા ।
સંત ચાલ્યા સહુ શિખ માગી, પ્રીતે પાય પ્રભુજીને લાગી ।।૨૮।।
પછી પોતે કરી છે તૈયારી, ચાલ્યા સુરતપર સુખકારી ।
અલબેલોજી અંતરજામી, આવ્યા બોચાસણે બહુનામી ।।૨૯।।
૩૫૬ ભક્તચિંતામણ પ્રકરણ ૯૪
તિયાં સુંદર કરી રસોઇ, જમ્યા નાથ સખા સંત સોઇ ।
રહી રાત્ય ચાલ્યા તતકાળ, આવ્યા દેવાણે દીનદયાળ ।।૩૦।।
પુરપતિ સુમતિ છે સારો, કર્યો તેને તે ઘેર ઉતારો ।
સહુ રાજી થયા નિજજન, કરી મહારાજનાં દરશન ।।૩૧।।
સુંદર કરાવી સારી રસોઇ, જમ્યા નાથ ભાવ તેનો જોઇ ।
કરવા અનેક જીવનાં કાજ, પછી મહી ઉતર્યા મહારાજ ।।૩૨।। તેને તડે આવ્યું તળાવ, તિયાં બેસી બોલ્યા પછી માવ ।
આંહિથી આવશે કોણ ગામ, કિયાં કરશું આજ વિશરામ ।।૩૩।। તૈયે એક બોલ્યો હરિજન, વાલા આવો અમારે ભવન ।
પછી મુનિ એકે જોડ્યા હાથ, હવે સિધા પધારિયે નાથ ।।૩૪।। બહુ દિનની અર્જી છે મારી, પ્રભુ પૂરી કરો ત્યાં પધારી ।
ત્યાંથી નાથ થયા અસવાર, ઉતર્યા ગામ કારેલી બહાર ।।૩૫।। તિયાં કરાવ્યો સુંદર થાળ, જમ્યા દયા કરીને દયાળ ।
આપી સખાને સુખડી સારી, રહ્યા રાત્ય તિયાં સુખકારી ।।૩૬।। ત્યાંથી ચાલ્યા છે દીનદયાળ, મહેર કરી સંભાર્યા મરાળ ।
જાઓ લાવો મુનિને બોલાવી, કરે દર્શન સંત સહુ આવી ।।૩૭।।
પછી ત્યાંથી ચાલ્યા અલબેલ, ચાલે વેગે કરે નહિ વેલ ।
આવ્યું અરણ્યે એક સરોવર, તિયાં ઉતર્યા શ્યામ સુંદર ।।૩૮।।
નાહ્યા નીર જોઇ નિરમળ, પૂજા કરી પિધાં મિષ્ટ જળ ।
પછી ત્યાંથી થયા અસવાર, આવ્યા આમોદ્યે પ્રાણઆધાર ।।૩૯।। તિયાં ભટ્ટ વસે દીનાનાથ, સદા રહે છે જે શ્યામને સાથ । વળી વણિક હરજીવન, નિર્ખિ નાથને થયો મગન ।।૪૦।।
પછી ઉભો જોડી આગે હાથ, કરો ભોજન રહો આંહિ નાથ । ત્યારે શ્યામ કહે સાંભળો જન, કરાવજ્યો મુનિને ભોજન ।।૪૧।। એમ કહિને ચાલિયા સ્વામી, આવ્યા ગામ બુવે બહુનામી ।
તિયાં ભક્ત વસે કાનદાસ, આવ્યા તેને ઘેર અવિનાશ ।।૪૨।। કરી ભોજન રજની રહ્યા, તિયાં ઉત્તર ને પ્રશ્ન થયા ।
પ્રકરણ ૯૪કકકક ભક્તચિંતામણી
૩૫૭
આવ્યા ત્યાં મોટા મહિપતિ, નિર્ખિ નાથને કરી વિનતિ ।।૪૩।।
પ્રભુ અમે તમારા જો છીએ, ઘણું ઘણું મુખથી શું કહીએ । તિયાં કવિએ કર્યું સ્તવન, દ્વિજ નામ તે ગોવરધન ।।૪૪।।
સુણી નાથે કર્યો સતકાર, તેં કહ્યા એવા છે જગદાધાર ।
એમ કહી ઉઠ્યા અવિનાશી, સદા શ્યામ સુંદર સુખરાશી ।।૪૫।। રહ્યા રાત્ય સુખે એહ ઠામ, પછી આવ્યા છે કેલોદ ગામ ।
તિયાં પુર્યો જન મન ભાવ, ત્યાંથી આવી ઉતર્યા તળાવ ।।૪૬।।
સુંદર સારું ત્યાં શરકરા વારી, કરી પાન ચાલ્યા સુખકારી । આવ્યા શહેર ભરૂચમાં શ્યામ, પૂરી જનના મનની હામ ।।૪૭।।
પછી ત્યાર કરાવિયાં ઝાઝ, સંઘે સહિત ઉતર્યા મહારાજ ।
નદી નર્મદા નામે તે સઇ, સ્પર્શિ ચરણ પાવન થઇ ।।૪૮।। ઘડી બેઠા વાલો તેને તટ, તિયાં રાજી કર્યા છે ખેવટ ।
ત્યાંથી ચાલ્યા ચતુર સુજાણ, કર્યાં અંકલેશ્વરે મેલાણ ।।૪૯।। આવી પાય લાગ્યો પુરપતિ, આજ આવ્યા નાથ અમવતિ ।
હતી ઘણા દિવસની હામ, આજ નિર્ખિ સર્યાં મારાં કામ ।।૫૦।। દઇ દરશન તેને દયાળ, પછી જમ્યા નાથ ને મરાલ ।
પછી વેલ્ય પર પોઢ્યા શ્યામ, રહ્યા રાત્ય વાલો એહ ગામ ।।૫૧।। થયું સવાર ચાલિયા સંત, સંઘ ભેળા શોભે ભગવંત ।
કહે સખાને શ્રી ભગવાન, હાલો હવે જાઇએ હિન્દુસ્થાન ।।૫૨।।
સુંદર જનમભૂમિ અમારી, એમ કહે સખાને સુખકારી ।
એવી વાત કહેતાં વાટમાંઇ, આવી નદી ઉતરીયા ત્યાંઇ ।।૫૩।। કરી સ્નાન પૂજા એહ ઠામ, સુંદર સાથું જમી ચાલ્યા શ્યામ । શોભે સખા સંગે વાલો આપ, નિર્ખિ નરનારી થાય નિષ્પાપ ।।૫૪।। ત્યાંથી આવી છે એક તલાઇ, શોભે વૃક્ષ ત્યાં સુંદર છાઇ । તિયાં ભદ્ર થયા ભગવાન, દીધાં દાસને દરશન દાન ।।૫૫।। ત્યાંથી ચાલિયા દીનદયાળ, આવ્યા નાથજી ગામ કોશાલ ।
આવી ઉતર્યા વાટિકા જોઇ, તિયાં કરી છે આપે રસોઇ ।।૫૬।।
૩૫૮ ભક્તચિંતામણ પ્રકરણ ૯૫
કર્યાં સુંદર સુરણ શાક, ઘણે ઘીએ પકાવિયા પાક ।
આપે જમી જમાડિયા જન, રહ્યા રજની ત્યાં ભગવન ।।૫૭।। તિયાં આવ્યા સુરતના વાસી, નરનારી જે પ્રકટ ઉપાસી ।
રથ વેલ્ય લાવ્યા ઘણી ગાડી, જેમ મેઘ ગરજે અષાડી ।।૫૮।।
પૂર્વછાયો- કહું લીળા હું કેટલી, એક જીભે જશ અપાર ।
અનંત લીળા લાલની, કોય નર ન પામે પાર ।।૫૯।।
પછી ત્યાંથી પધારિયા, ઉતર્યા તાપી તીર ।
સંઘે સહીત શ્યામળો, નાહ્યા નિરમળ નીર ।।૬૦।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે વરતાલ્યે
પ્રબોધનીનો ઉત્સવ કર્યો એ નામે ચોરાણુંમું પ્રકરણમ્ ।।૯૪
પૂર્વછાયો- સુંદર શહેર સુરતના, સતસંગી સર્વ સુજાણ ।
પ્રભુજી ત્યાં પધારિયા, જન હેતે જીવનપ્રાણ ।।૧।।
ચોપાઇ- પછી ત્યાંથી ચાલિયા દયાળ, દીઠી વાટે વાટિકા વિશાળ । જોઇ જાયગા સુંદર સારી, વહે પાસે નિરમળ વારી ।।૨।। તિયાં વિવિધ્યનાં વેલી વન, બીજાં જનને રહેવા ભવન ।
તિયાં ઉતરીયા અવિનાશ, આવ્યા દરશને બહુ દાસ ।।૩।।
લાવ્યા હાર પૂજા બહુ પેર, આવ્યા જન જેમ સિંધુલેર ।
કરી પૂજા લાગે સહુ પાય, વાલા આવા રહેજ્યો ઉરમાંય ।।૪।। એમ સ્તવન કરે બહુ જન, કહે ભલે આવ્યા ભગવન ।
આજ અમપર અઢળ ઢળ્યા, બહુ દનના વાયદા વળ્યા ।।૫।। એવી સાંભળી દાસની વાણી, હેતે બોલાવ્યા પોતાના જાણી ।
પછી જને કરાવ્યાં ભોજન, જમ્યા ભાવ જોઇ ભગવન ।।૬।। જમ્યા સખા બહુ મુનિજન, પછી થઇ સંધ્યા વીત્યો દન ।
રહ્યા રાત્ય સુખે એહ ઠામે, પછી શું શું કર્યું સુખધામે ।।૭।।
પોઢી જાગિયા જીવનપ્રાણ, કરવા બહુ જીવનાં કલ્યાણ ।
કર્યો નિત્ય વિધિ તે દયાળે, દયાસિંધુ દીનપ્રતિપાળે ।।૮।।
પ્રકરણ ૯૫કકકક ભક્તચિંતામણી
૩૫૯
ત્યાંથી ઉઠ્યા પોતે ભગવાન, દિધાં દાસને દર્શન દાન ।
પછી જન લાવ્યા સુખપાલ, સુંદર દર્પણે દિશે વિશાલ ।।૯।। તેણે બેઠા પછી બહુનામી, અલબેલોજી અંતરજામી ।
વાજે વાજીંત્ર આગે અપાર, ધાયાં દરશને સહુ નરનાર ।।૧૦।। ધીરે ધીરે ધરે પગ ભોઇ, જન મગન થયા નાથ જોઇ ।
પછી શિવાલય ગયા સુજાણ, કરવા બહુ જીવનાં કલ્યાણ ।।૧૧।। ત્યાંથી વળ્યા છે દીનદયાળ, કહ્યું જન થયો પ્રભુ થાળ । હતી રસોઇ નજીક પાસ, જને જમાડિયા અવિનાશ ।।૧૨।।
પછી પ્રેમેશું પૂજીયા નાથ, સુંદર વસ્ત્ર પહેરાવિયાં હાથ ।
ચર્ચ્યાં ચંદન અત્તર ભારી, અર્પિ હાર આરતી ઉતારી ।।૧૩।।
પછી આગે ઉભા જોડી હાથ, જયજય બોલે મુખે ગાથ ।
પૂજી નાથ લીધો લાવો ભારે, પછી પ્રભુજી આવ્યા ઉતારે ।।૧૪।। તિયાં શોભે સુંદર આંબલી, ઘણી ઘાટિ છે છાંયા જો ભલી । તિયાં બેઠા આવી બહુનામી, અલબેલો જે અંતરજામી ।।૧૫।। કહે મુનિ પ્રત્યે ભગવંત, જમી સજ્જ થાઓ સહુ સંત ।
આજ જાવું છે શહેરમાં સહુને, દેવા દર્શન જન બહુને ।।૧૬।। એવી વાત કરી જ્યારે વાલે, માની લીધી તે સહુ મરાલે ।
ત્યાંતો ત્યાર થયાંતાં ભોજન, જમી સજ્જ થયા મુનિજન ।।૧૭।। એમ કરતાં વીતિ ઘડી ચાર, આવ્યો સામો શહેર સરદાર ।
તેનું નામ અર્દેશરજી છે, અતિ ડાહ્યો જાતે પારશી છે ।।૧૮।।
મોટા પુરાણી પંડિત સંગે, આવ્યો તેડવા અતિ ઉમંગે ।
રથ વેલ્ય પાલખી પેદળ, બહુ વાજીંત્ર સંગે સબળ ।।૧૯।। આવી લાગ્યો પ્રભુજીને પાય, નિર્ખિ હરખ્યો અતિ મનમાંય ।
પછી અલબેલો અઢળ ઢળ્યા, નાથ બાથ ભરી તેને મળ્યા ।।૨૦।।
નાથ કહે સુખી છો તન મને, કહે સુખી હું આજ દર્શને । બહુ દિનની જોતોતો વાટ, વાલા તમારાં દર્શન માટ ।।૨૧।। બહુ તાણ્યું તમે અમ સાથે, આજ મહેર કરી મુજ માથે ।
૩૬૦ ભક્તચિંતામણ પ્રકરણ ૯૫
જેમ આવ્યા છો આજ લહેરમાં, તેમ નાથ પધારો શહેરમાં ।।૨૨।। કરે દર્શન સહુ નરનાર, થાય બહુ જીવ ભવપાર ।
નાથ કહે સારું ચાલશું ત્યાંઇ, પણ રહેવા રૂડું બહુ આંઇ ।।૨૩।।
પછી તર્ત થયા અસવાર, ચાલ્યા સુરત શહેર મોઝાર ।
આગે પલટણ પાળા અપાર, બીજાં મનુષ્ય હજારો હજાર ।।૨૪।। વાજે વિવિધનાં વાજાં વળી, ઢોલ ત્રાંસા કાંસાં ને વાંસળી । ભેરી ભુંગળ રણશિંગાં તૂરી, રૂડી શરણાયું સ્વર પૂરી ।।૨૫।। થાય ઘોર નગારાંની ઘણી, બહુ શોભે અસવારી બણી ।
ચાલે ધીરે ધીરે પગ ધરે, જુવે જન તેનાં મન હરે ।।૨૬।। શોભે શ્યામળો સુંદર ઘોડે, સારા સખા બીજા બહુ જોડ્યે । શોભે સુરવાળ શ્વેત અંગી, શિશે રેંટો કસુંબી સોરંગી ।।૨૭।। ઢોળે ચમર તે પર દાસ, શોભે અતિરૂડા અવિનાશ ।
કેડે રથ વેલ ગાડી ઘણી, બહુ શોભા પાલખીની બણી ।।૨૮।। એમ શોભે છે બહુ સમાજ, ચાલ્યા મુનિ સંગે મહારાજ ।
બીજાં બહુ જન સંગે સુજાણ, ચાલ્યા જેમ ઉલટ્યો મેરાણ ।।૨૯।।
ચડી ગર્દ ઢંકાણો ગગન, જેમ ઘટા કાઢી ચડ્યો ઘન ।
એવી રીત્યે પ્રભુજી પધાર્યા, જનને મન મોદ વધાર્યા ।।૩૦।। આવ્યા શહેરમાં સુંદર શ્યામ, ધાયાં દર્શને પુરુષ ને વામ । આવી ઉભા છે બહુ બજારે, લેખું ન થાય લાખ હજારે ।।૩૧।। કૈક ચડ્યાં અટારી ઝરુખે, કૈક ગઢ ઘર વળી ગોખે ।
પહેરી નીલી પીળી લાલ સાડી, શ્વેત શોભે જેમ ફુલવાડી ।।૩૨।। જેમ વ્યોમે વિમાનની હાર, એમ ઉંચાં ચડ્યાં નરનાર ।
હાથ જોડી બોલે એમ જન, જયજય નાથ ધન્ય ધન્ય ।।૩૩।। ભલે પધારિયા તમે નાથ, આજ સહુ અમે થયાં સનાથ ।
તેની વંદના માની મોરાર, આવ્યા ઉતારે વાડી મોઝાર ।।૩૪।।
પછી બેઠા અગાશિએ આપ, નિર્ખિ બહુ જન થયા નિષ્પાપ ।
દેતાં દર્શન આથમ્યો દન, પછી ભૂધરે કર્યાં ભોજન ।।૩૫।।
પ્રકરણ ૯૫કકકક ભક્તચિંતામણી
૩૬૧
જમી પોઢીયા પ્રાણ આધાર, વીતી રજની થયું સવાર ।
ત્યારે જાગિયા જગજીવન, દીધાં સહુ જનને દર્શન ।।૩૬।।
પછી હિંડોળો સુંદર સાર, લાવ્યો ભાવે ભગત સુતાર ।
તે ઉપર બેઠા અવિનાશ, નિર્ખિ મગન થયાં નિજદાસ ।।૩૭।। તિયાં વાજે વાજીંત્ર અપાર, જેજે શબ્દ બોલે નરનાર ।
ગાન તાને ગાય ગુણિજન, કરે મુનિજન કીરતન ।।૩૮।। આવે લોક હજારે હજાર, કરે દરશન નરનાર ।
થાય રસોઇ સુંદર સારી, જમાડે જન પંક્તિ બેસારી ।।૩૯।। અતિ આનંદ ઉત્સવ થાય, બહુ હર્ષ ભર્યા દિન જાય ।
એમ કરતાં વીત્યા દિન દોઇ, બોલ્યો પુરપતિ રાજી હોઇ ।।૪૦।। બહુ મતપંથ છે સંસાર, તેતો દામ ને વામના યાર ।
આતો ધન ત્રિયા દોય ત્યાગી, જેની લગની સાહેબશું લાગી ।।૪૧।। આવા સંત નથી જગમાંય, એનાં દરશન કહો કેમ થાય ।
મહેર કરી એ આંહિ પધારે, નહિ તો અવશ્ય જાવું ત્યાં મારે ।।૪૨।। એવો ભાવ ભૂપતિનો જાણી, પોતે પધાર્યા સારંગપાણી ।
અતિ આદર દઇ રાજન, પૂછ્યા પૂછવા જેવા જે પ્રશ્ન ।।૪૩।। તેનો ઉત્તર દીધો દયાળ, સુણી રાજી થયો છે ભૂપાળ ।
કહી સંપ્રદાય ઉધ્ધવી રીત્ય, લખી લીધી રાયે કરી પ્રીત્ય ।।૪૪।।
પછી બહુ કરી સનમાન, પધરાવ્યા પાછા ભગવાન ।
બીજા રાજા રહે પુરમાંઇ, પ્રભુ પધારિયા વળી ત્યાંઇ ।।૪૫।। તેણે અતિ કર્યું સનમાન, ભાવે ભરી પૂજ્યા ભગવાન ।
ચુવા ચંદન ગુલાબ વારી, આણ્યું અત્તર સુગંધી ભારી ।।૪૬।। તેણે પૂજી પછી જોડ્યા હાથ, કરી સ્તવન નામિયું માથ ।
કહે ભલે પધાર્યા મહારાજ, થયા પાવન સહુ અમે આજ ।।૪૭।। એમ કરી વિનતિ ભૂપાળ, પાછા પધરાવિયા દયાળ ।
પછી શિરપાવ છાબ ભરીને, લાવ્યા ઉતારે આપ્યા હરિને ।।૪૮।। વળતે દિવસ અરદેશરે, પ્રભુ પધરાવ્યા નિજઘેરે ।
૩૬૨ ભક્તચિંતામણ પ્રકરણ ૯૫
સર્વે મુનિ સહિત મહારાજ, પધરાવ્યા સમારી સમાજ ।।૪૯।। દીપ મશાલો મેતાબુ વાશી, બહુ કાંચ હાંડિયો પ્રકાશી ।
મધ્યે ઢોલિયો સુંદર ઢાળી, તેપર પધરાવ્યા વનમાળી ।।૫૦।।
પછી પૂજીયા દીનદયાળ, ત્યાર પછી પૂજીયા મરાળ ।
પછી થયા ઉત્તર ને પ્રશ્ન, કર્યાં સંતે પછી કીરતન ।।૫૧।।
સુણી રાજી થયા સહુ જન, પછી ત્યાંથી ચાલ્યા ભગવન ।
આવી ઉતારે રજની રહ્યા, જમી સવારે સાબદા થયા ।।૫૨।। આવ્યા વળાવવા સહુ મળી, બહુ ગાજતે વાજતે વળી ।
ધીરે ધીરે દેતા દરશન, આવ્યા પુર બહારા ભગવન ।।૫૩।। બેઠા બાગ મસ્તુમાં બે ઘડી, આપી અર્દેશરને પાઘડી ।
પછી તર્ત થયા અસવાર, આવ્યા ગામ કોશાલ મોઝાર ।।૫૪।। રહી રાત્ય બેઠા રથે રાજ, ખાંતે ખેડવા સારુ મહારાજ ।
આપે સારથી થઇ સુજાણ, કર્યાં અંકલેશ્વરે મેલાણ ।।૫૫।। ત્યાંથી નર્મદા ઉતરિયા નાથ, પછી વેરિયો મુનિનો સાથ ।
પોતે આવિયા કેલોદ ગામ, રહી રાત્ય ત્યાં ચાલિયા શ્યામ ।।૫૬।। આવ્યા આમોદમાં દયા કરી, જમ્યા સખા સહિત શ્રીહરિ ।
પછી તર્ત કરી છે તૈયારી, ચાલ્યા જનતણા હિતકારી ।।૫૭।। આવ્યા કારેલી ગામે કૃપાળુ, મહી સહિ ઉતર્યા દયાળુ ।
પછી રહ્યા બદલપુરે રાત, ત્યાંથી પધારિયા પરભાત ।।૫૮।। આવ્યાં આડાં ખંભાતનાં જન, તેને દઇ ચાલ્યા દરશન ।
ત્યાંથી આવ્યા ગુડેલે ગોપાળ, કર્યાં આપે ત્યાં શાક રસાળ ।।૫૯।। જમી જમાડિયા નિજજન, પછી ત્યાંથી ચાલ્યા ભગવન ।
આવી રાત્ય ધોલેરામાં રહ્યા, ત્યાંથી કારીયાણિયે આવિયા ।।૬૦।। એમ કરી બહુનાં કલ્યાણ, આવ્યા ગઢડે શ્યામ સુજાણ ।
સારા વરષમાં સુખરાશી, માગશર શુદી એકાદશી ।।૬૧।। તેદિ આવિયા સુરત જઇ, જન બહુને અભયદાન દઇ ।
કર્યો દિગ્વિજય જગમાંઇ, ખોટા ગુરુ રહ્યા ખત્તા ખાઇ ।।૬૨।।
પ્રકરણ ૯૬કકકક ભક્તચિંતામણી
૩૬૩
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે મહારાજ સુરત
પધાર્યા ને અર્દેશરને પાઘ આપી એ નામે પંચાણુંમું પ્રકરણમ્ ।।૯૫।।
પૂર્વછાયો- ઉત્સવ નિત્ય અતિ ઘણા, થાય અહોનિશ આનંદ । તાપત્રય તિયાં નહિ, જીયાં સ્વામી રાજે સુખકંદ ।।૧।।
સુંદર ઋતુ સોયામણી, વળી વરતિયો વસંત ।
અતિરાજી અલબેલડો, દિયે દાસને સુખ અત્યંત ।।૨।। વાસી વાલાક દેશનાં, જન નિરમળ જેહ ।
દયા કરી તેને દર્શનની, જોઇ સત્સંગીનો સ્નેહ ।।૩।। મિષ લઇ જન જાનનું, ચાલિયા શ્યામ સુજાણ ।
પૂરણ બ્રહ્મ પધારિયા, કરવા કોટીનાં કલ્યાણ ।।૪।।
ચોપાઇ- સોંઢિયા જાનમાં સુંદરશ્યામ, કરવા અનેક જનનાં કામ ।
પહોર એકમાં પરિયાણ કીધું, ગામ સઘળું જમાડી લીધું ।।૫।।
પછી ચોંપેશું ચલાવી જાન, ચાલ્યા ભેળા પોતે ભગવાન ।
કીધો માલપરામાં મુકામ, ત્યાંથી પહોંચ્યા પિઠવડી ગામ ।।૬।। આવ્યા સતસંગી સર્વે સમૈયે, અતિ હેત માય નહિ હૈયે ।
બાળ જોબન ને વૃધ્ધ વળી, આવ્યા સામા વાલાને સાંભળી ।।૭।।
ગાતેવાતે પધરાવ્યા ઘેર, કરી સેવા સારી રૂડી પેર ।
સુંદર સારી કરાવી રસોઇ, જમ્યા નાથ ભાવ તેનો જોઇ ।।૮।।
પછી જમાડ્યો જનનો સાથ, ઉભા હરિ આગે જોડી હાથ ।
કહે ધન્ય ધન્ય દીનદયાળ, ભલી લીધી અમારી સંભાળ ।।૯।। કરી મોટી અમપર મહેર, પ્રભુ પ્રેમે પધારિયા ઘેર ।
તમે બિરુદ પાળ્યું બહુનામી, છો પતિતના પાવન સ્વામી ।।૧૦।। એવાં સુણ્યાં દાસનાં વચન, બોલ્યા પ્રભુજી થઇ પ્રસન્ન ।
નોતું આંઇ આવ્યાનું પરિયાણ, આવ્યા જોઇને તમારી તાણ ।।૧૧।। એમ કહી હેતનાં વચન, બહુ રાજી કર્યા નિજજન ।
પછી પોઢીયા પ્રાણઆધાર, વીતિ રાત્ય ને થયું સવાર ।।૧૨।।
૩૬૪ ભક્તચિંતામણ પ્રકરણ ૯૬
ત્યારે ઉઠ્યા આપે અવિનાશ, થયા રથી ગ્રહિ કર રાશ ।
ચાલ્યા વાટે આવે ગામ ઘણાં, કરે દર્શન જન હરિ તણાં ।।૧૩।। એમ દેતાં દર્શન દાન, કરે જન મગન ભગવાન ।
પછી પહોંચ્યા ભટવદ્ર ગામ, રહ્યા રાત્ય સુખે તિયાં શ્યામ ।।૧૪।। કરી વિવાહ વળ્યા અવિનાશી, શ્યામ સુંદરવર સુખરાશી ।
આવે આડાં વાટે જન બહુ, કરે નાથનાં દર્શન સહુ ।।૧૫।। ત્યાંથી રહ્યા વાવેરામાં રાત, દઇ દર્શન ચાલ્યા પ્રભાત ।
આવ્યા ગોરડકે કરી મહેર, ભક્ત ચાંદુ માંતરાને ઘેર ।।૧૬।। કરી રસોઇ જમાડ્યા જન, જમ્યા ભાવે પોતે ભગવન ।
ત્યાંથી ચાલ્યા ચતુર સુજાણ, કર્યાં પિઠવડીએ મેલાણ ।।૧૭।। તિયાં મૂળો ભગો બોલ્યા મળી, હિરો હરજી ભાયો રૂડો વળી । કહે રહો યાં દિન દોય ચાર, કરે દર્શન સહુ નરનાર ।।૧૮।। બહુ દહાડે પધાર્યા છો તમે, નહિ જાવા દૈયે હરિ અમે ।
એવી સાંભળી જનની વાણ, પણ ન માન્યું ચાલ્યા સુજાણ ।।૧૯।।
ચાલ્યા રાત તણા ચારે જામ, પાછા આવ્યા માલપરે ગામ ।
તિયાં રૂડાં કરાવ્યાં ભોજન, આપે જમી જમાડિયા જન ।।૨૦।।
પછી આવ્યા ગઢપુર ગામ, કરી અનેક જનનાં કામ ।
જેજે જને જોયા છે જીવન, તે ન જાય જમને ભવન ।।૨૧।। દઇ અનેકને અભયદાન, પાછા પધારિયા ભગવાન ।
જેજે કર્તવ્ય છે હરિતણું, તેમાં જાણો કલ્યાણ આપણું ।।૨૨।। એમ કરતાં વીત્યા કાંઇ દન, ચાલ્યા ગુજરાત્યે ભગવન ।
ચાલ્યા ગઢડેથી ગિરિધારી, આવ્યા સારંગપુર સુખકારી ।।૨૩।।
સુંદરિયાણે શિરામણિ કરી, રહ્યા રાત વાગડમાં હરિ ।
કંથારીયે કરીને ભોજન, રહ્યા શિયાણીમાં ભગવન ।।૨૪।। ત્યાંથી તાવી આવી હરિ રહ્યા, પછી કરી દેવળિયે દયા ।
તિયાં આવ્યા દરશને દાસ, નયણે નિરખવા અવિનાશ ।।૨૫।। તેને દર્શન દઇ દયાળ, ત્યાંથી ચાલ્યા પછી તતકાળ ।
પ્રકરણ ૯૬કકકક ભક્તચિંતામણી
૩૬૫
આવ્યા દદુકે દેવાધિદેવ, કરી હરિજને બહુ સેવ ।।૨૬।।
પછી ત્યાંથી આવ્યા મછિયાવે, તિયાં તેડ્યા મુનિ ભરી ભાવે । હરિજને જમાડ્યા જીવન, પછી જમ્યા સખા મુનિજન ।।૨૭।। રહી રાત્ય ચાલ્યા ભગવાન, દેતા દાસને દર્શન દાન ।
આવ્યું અરણ્યે એક તળાવ, તિયાં જમ્યા મનોહર માવ ।।૨૮।।
પછી અમદાવાદમાં આવ્યા, ઘણું જન તણે મન ભાવ્યા ।
ફુલદોલના ઉત્સવ માથે, આવ્યા મુનિ ને મહારાજ સાથે ।।૨૯।। હેતે પ્રીતે જમાડીયા જને, શાક પાક સુંદર ભોજને ।
પછી આવ્યો હુતાસની દન, રમ્યા સખા સંગે ભગવન ।।૩૦।।
સારા સુંદર રંગ મંગાવ્યા, ઘણા માટ ઘડા ભરી લાવ્યા ।
તેતો હરિએ લઇ લીધા હાથે, ઢોળ્યા સર્વે મુનિજન માથે ।।૩૧।।
પછી ઉપર નાખ્યો ગુલાલ, તેણે સખા થયા રંગે લાલ ।
ધન્ય શોભે છે સંત મંડળી, નાખે રંગભીનો રંગ વળી ।।૩૨।। ખુબ ખાંતિલે મચાવ્યો ખેલ, વાળી રસિયે રંગડાની રેલ ।
પછી અલબેલો અઢળ ઢળ્યા, સર્વે મુનિને મહારાજ મળ્યા ।।૩૩।। કરી ઉત્સવ શ્યામ સધાવ્યા, અવિનાશી અસલાલી આવ્યા ।
તિયાં ભક્ત વસે વેણીભાઇ, જમ્યા શ્યામ તિયાં સુખદાઇ ।।૩૪।।
પછી જમાડીયા મુનિજન, સર્વે લોકે કર્યાં દરશન ।
પછી ત્યાંથી ચાલ્યા ભગવન, આવ્યા જેતલપુરે જીવન ।।૩૫।। ત્યાંથી ચાલિયા લાડીલો લાલ, આવ્યા વાલમજી વરતાલ ।
તિયાં દાસને દર્શન દિધાં, બહુ જન કૃતારથ કીધાં ।।૩૬।। દેશ દેશના આવ્યાતા સંઘ, હરિભક્ત અંતરે અનઘ ।
તેને દર્શન દઇ દયાળ, લીધી સર્વે જનની સંભાળ ।।૩૭।।
સર્વે સામું જોયું અમિ નેણે, વળી બોલાવિયા મીઠે વેણે ।
સહુ જન તે મગન થયા, વિયોગ દુઃખ વિસરી ગયા ।।૩૮।।
પછી હરિને પૂજીયા હેતે, વળી જમાડ્યા પૂરણ પ્રીતે ।
નિત્યે નયણે નિરખી નાથ, મુખ જોઇ સુખ લિયે સાથ ।।૩૯।।
૩૬૬ ભક્તચિંતામણ પ્રકરણ ૯૭
કોઇ ચંદન ચરચે ઘશી, કોઇ હાર પહેરાવે છે હશી ।
કોઇ અત્તર ચરચે આવી, લાગે પાય અંબર પહેરાવી ।।૪૦।। કોઇ અર્પે આભૂષણ અંગ, કોઇ કરે આરતી ઉમંગ ।
કોઇ છાપે છે છાતિયે પાવ, કોઇ ભેટે ભરી જનભાવ ।।૪૧।। એમ પૂરે મનોરથ મનના, વાળે ખંગ ખોયલા દનના ।
કરતાં પ્રભુજીને પ્રસન્ન, આવિયો રામનવમીનો દન ।।૪૨।। રહ્યાં વ્રત નરનારી જન, જાણી પ્રભુ જન્મનો દન ।
દશમી દને મુહૂર્ત જોઇ, દિધી સીતારામને જનોઇ ।।૪૩।। તિયાં જમાડિયા વિપ્રજન, આપ્યાં સુંદર સારાં ભોજન ।
વેદવિધિએ કર્યું એ કામ, ધર્મરક્ષક સુંદરશ્યામ ।।૪૪।। કરી અલબેલો એટલું કાજ, આવ્યા ગઢડે શ્રીમહારાજ ।
સુણે સહુ કથા સુખરાશી, કરી લીલા તે કહી પ્રકાશી ।।૪૫।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્યનિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે અમદાવાદ ફુલદોલનો
ઉત્સવ કરીને પાછા ગઢડે પધાર્યા એ નામે છન્નુમું પ્રકરણમ્ ।।૯૬।।
પૂર્વછાયો- લખું લીળા વળી લાલની, જે વાલ કરી વરતાલ । કહેતાં ચરિત્ર નાથનાં, મારે અંતરે આવે વહાલ ।।૧।। વાલો કહે પંચપંચની, મળી મંડળી ચાલો મરાલ ।
વાટે જનને જાળવજ્યો, દયા રાખી દલે દયાળ ।।૨।। કઇક વાર અમે કહ્યું, તમે સાંભળિયું સો વાર ।
કામ પડે તે વાતનો, નથી રહેતો ઉર વિચાર ।।૩।। એમ કહીને ચાલિયા, રહ્યા રાત્ય તે ગાંફ ગામ ।
ત્યાંથી ચાલ્યા ચોંપશું, કર્યો વરતાલે વિશરામ ।।૪।।
ચોપાઇ- આવ્યા વરતાલે વિશ્વ આધાર, કરવા લાડીલો લીળા અપાર ।
સર્વે સંતને કહ્યું વચન, તમે આવજ્યો ઉત્સવ દન ।।૫।। એમ કરતાં ઉત્સવ આવ્યો, સર્વે સંતતણે મન ભાવ્યો ।
કહે મહારાજ તેડાવો મુનિ, હવે છુટી છે સંત સહુની ।।૬।।
પ્રકરણ ૯૭કકકક ભક્તચિંતામણી
૩૬૭
આવ્યા સંત સરવે સાંભળી, હતી ગામોગામ જે મંડળી ।
આવી લાગ્યા પ્રભુજીને પાય, નાથ નિર્ખિ હરખ ન માય ।।૭।। કહે નાથ આવ્યા ભલે સંત, કરો ઉતારા જોઇ એકાંત ।
પછી બહુ સંત ઉતર્યા બહાર, કૈક ઉતર્યા મંદિર મોઝાર ।।૮।। કરે દર્શન પ્રસન્ન નાથ, લિયે સુખ સહુ જન સાથ ।
થાય માસુક મોદક સારા, જમે જન પ્રભુ પીરસનારા ।।૯।। કરે મનવાર મોદક લઇ, સંત શાન કરે મૌન રઇ ।
પછી બોલ્યા રાજ અધિરાજ, એમ મૌન ન રહેવું મહારાજ ।।૧૦।। જેજે જોઇએ તે માગીને લેવું, પણ શાન કરીને ન કહેવું । એવી સાંભળી વાલાની વાત, સર્વે સંત થયા રળિયાત ।।૧૧।। એમ જમાડી જન પંગતિ, કર્યા મુનિને મગન અતિ ।
પડી સાંજ પૂરી દીપમાળ, બેઠા ઉંચે આસને દયાળ ।।૧૨।। આવ્યાં બુરાનપુરનાં જન, કરવા કૃપાળુનાં દરશન ।
લાવ્યા કસુંબી રેંટો રૂપાળો, છેડાકોરે સોનેરી શોભાળો ।।૧૩।। તે બંધાવ્યો મહારાજને માથે, કર્યાં દર્શન સહુ જન સાથે । બહુ બપોરિયા ત્યાં બળે, જાણું શ્વેતદ્વીપ ઝળમળે ।।૧૪।। તિયાં બેઠા વાલો વનમાળી, અતિ શોભે છે સભા રૂપાળી ।
થાય ઉત્તર ને પ્રશ્ન અતિ, સુખ આપે સુખમય મૂરતિ ।।૧૫।।
પછી પધાર્યા પોઢવા નાથ, સખા એકાંતિક લઇ સાથ ।
જ્યારે જાગિયા જગજીવન, દીધાં દાસ સહુને દર્શન ।।૧૬।।
પછી બોલિયા પ્રાણઆધાર, પૂરો અન્નકોટ સુંદર સાર ।
પછી જને પૂર્યો અન્નકોટ, શાક પાકની ન રાખી ખોટ ।।૧૭।। કરી આરતી અન્નકોટ તણી, બની શોભા જાય નહિ ભણી ।
તિયાં જમીયા જીવનપ્રાણ, પછી જમાડ્યા સંત સુજાણ ।।૧૮।। એમ લીળા કરે અવિનાશ, જોઇ સુખ લિયે સહુ દાસ ।
વસે વડોદરે એક જન, તેનું નામ છે જગજીવન ।।૧૯।। તેણે પ્રેમે કરાવ્યો પોશાગ, સારો સોનેરી બુટે સુવાગ ।
૩૬૮ ભક્તચિંતામણ પ્રકરણ ૯૭
તેડી ઉતારે જમાડ્યા નાથ, પછી પોશાગ પહેરાવ્યો હાથ ।।૨૦।।
પહેરી પોશાગ પ્રાણજીવન, દિધાં સહુ જનને દરશન ।
એમ કરે નિત્ય લીળા નવી, કેમ કહી શકે તેને કવિ ।।૨૧।। થાય ઉત્સવ તે અહોનિશ, દિયે દાસને સુખ હમેશ ।
પછી આવ્યો એકાદશી દન, નામ પ્રબોધની તે પાવન ।।૨૨।। તેદિ ઉત્સવ કર્યો આનંદે, સુખ લીધું સહુ જનવૃંદે ।
પછી રહ્યા દન દોય ચાર, આપ્યાં સંતને સુખ અપાર ।।૨૩।। અલબેલોજી અઢળ ઢળ્યા, સર્વે મુનિને નાથજી મળ્યા ।
થયો સુંદર સારો સમૈયો, તે તો મુખથી ન જાય કહીયો ।।૨૪।। આપ્યું સુખ હરિએ હુલશી, કાર્તિક શુદિ કહીએ એકાદશી । તેદિ ઉત્સવ કરી દયાળ, પછી પધાર્યા દેશ પંચાળ ।।૨૫।। આવ્યા ગઢડામાંહિ ગોવિંદ, સુખદાયી સ્વામી સહજાનંદ ।
થયા થોડા ઘણા પછી દન, કહું હવે જે કર્યું જીવન ।।૨૬।। એક સોરઠ દેશમાં જન, નામ હેમંતસિંહ પાવન ।
જેને પ્રીત ઘણી પ્રભુમાંઇ, સ્વામી વિના વહાલું નહિ કાંઇ ।।૨૭।। કરી તન ધન કુરબાણ, થઇ રહ્યા પ્રભુના વેચાણ ।
ભક્ત અતિ એકાંતિક અવલ, ભૂલે નહિ પ્રભુ મને પળ ।।૨૮।। નિજઘેર પ્રભુ પધરાવી, હુતાશનીની લીળા કરાવી ।
અતિ હેતે કરાવ્યો સમૈયો, તેતો મુખથી ન જાય કહીયો ।।૨૯।।
સર્વે રીત્યે રાજી કરી રાજ, કરી લીધું છે પોતાનું કાજ । જ્યારે સર્વે કાજ સુધાર્યું, ત્યારે મનમાં એમ વિચાર્યું ।।૩૦।। જે કારણે આ મનુષ્ય દેહ, તેતો કીધું છે સર્વે તેહ ।
રહી એક મને અભિલાષ, કરે પૂરી જાઉં પ્રભુ પાસ ।।૩૧।।
પછી ચાલ્યા ત્યાંથી ઝીણોભાઇ, આવ્યા ગઢડે નાથ હતા ત્યાંઇ । અતિહરખે નિરખ્યા નાથ, પછી બેઠા પાસે જોડી હાથ ।।૩૨।।
પછી હેતે હરિએ બોલાવ્યા, ઝીણાભાઇ ભલે તમે આવ્યા ।
ત્યારે ઝીણોભાઇ કહે મહારાજ, આવ્યો છઉં મનોરથે આજ ।।૩૩।।
પ્રકરણ ૯૭કકકક ભક્તચિંતામણી
૩૬૯
પૂરો કરો મારો મનોરથ, કરવા પ્રભુ તમે છો સમર્થ । કહું જીરણગઢને માંઇ, કરો મંદિર સુંદર ત્યાંઇ ।।૩૪।। તેમાં સારી મૂરતિ બેસારો, કરો પૂરો મનોરથ મારો । બીજી પણ એટલી છે આશ, પ્રભુ રાખીયે તમારે પાસ ।।૩૫।। કહે નાથ આપ્યો કોલ એહ, થાશે તમે જે ધાર્યું છે તેહ । એમ વાત કરીને દયાળ, પછી જમ્યા છે સુંદર થાળ ।।૩૬।। આપી ઝીણાભાઇને પ્રસાદી, જેને ઇચ્છે છે ભવ બ્રહ્માદિ ।
પછી ઝીણાભાઇ ભેળા સંત, મુક્યા મંદિર કરવા ધીમંત ।।૩૭।। તેહ દિવસે ધોલેરે થકી, આવ્યા ભક્ત પુંજોભાઇ નકી ।
તેણે પણ જોડ્યા આવી હાથ, મારી વિનતિ સુણિયે નાથ ।।૩૮।। એક ધોલેરે મંદિર કીજે, સહુ જનને આનંદ દીજે ।
એવું સાંભળીને બોલ્યા નાથ, લિયો મેલીયે મુનિ તમ સાથ ।।૩૯।।
મેલ્યા બેઉ ઠેકાણે મરાળ, મંદિર થાવા લાગ્યાં તતકાળ ।
તિયાં સંત જાય કઇ આવે, નિત્ય ખબર મંદિરની લાવે ।।૪૦।। થોડા દહાડામાં મંદિર થાશે, એવી વાત કરે પ્રભુ પાસે । એવું સાંભળી ઉત્તમ કહે છે, મારે પણ એ ઘાટ રહે છે ।।૪૧।। કરો મંદિર જો તમે આંઇ, થાયે રાજી અમે બેન ભાઇ ।
તેને પણ કહ્યું એમ નાથે, એતો કરાવશું અમો હાથે ।।૪૨।। એમ કહી મંદિર આદર્યાં, માસ થોડાકમાં પૂરાં કર્યાં ।
થયું ધોલેરે મંદિર પહેલાં, કહાવ્યું વાલા આવો વેલા વેલા ।।૪૩।। હતા વાલ્યમજી વરતાલ, આવ્યા તેડવા તિયાં મરાલ ।
કહ્યું થયું મંદિર સમાપતિ, આવી પધરાવિયે મૂરતિ ।।૪૪।। એવું સાંભળી ચાલિયા શ્યામ, આવી રહ્યા ગલિયાણે ગામ ।
ત્યાંથી નાથ આવ્યા છે પિપળી, રાજી થયા દાદોભાઇ મળી ।।૪૫।। ત્યાંથી આવ્યા ધોલેરે મહારાજ, મૂર્તિ સ્થાપન કરવા કાજ ।
સર્વે સંઘ ને સાધુ છે સાથ, એવી રીત્યે પધારિયા નાથ ।।૪૬।।
સારું વરષ સુંદર કહીએ, વૈશાખશુદી તેરશ લહીએ ।
૩૭૦ ભક્તચિંતામણ પ્રકરણ ૯૮
સારો સુંદર એ શુભ દન, તેદિ પધરાવ્યા મદનમોહન ।।૪૭।। કર્યો સુંદર સારો સમૈયો, તેતો ન જાય મુખથી કહીયો । જમ્યા બ્રાહ્મણ ને હરિજન, બીજાને પણ આપિયું અન્ન ।।૪૮।। કરી ઉત્સવ ને નાથ ચાલ્યા, જઇ ગઢડે દર્શન આલ્યાં ।
પછી ગયાતા ગઢાળી ગામ, ભક્ત આંબાનું કરવા કામ ।।૪૯।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે વૈશાખશુદિ તેરશને દિવસ ધોલેરેેે
મદનમોહનજીની પ્રતિષ્ઠા કરી એ નામે સત્તાણુંમું પ્રકરણમ્ ।।૯૭।।
પૂર્વછાયો- ત્યાર પછી જે જે કર્યું, કહું સાંભળજ્યો સહુ સંત । થોડે ઘણે દને કરી, રૂડો વરત્યો ઋતુ વસંત ।।૧।।
સુંદરિયાણે શિરોમણિ, સતસંગી શેઠ સુજાણ ।
જક્ત વિરક્ત ભક્ત ભલા, કરૂં તેનાં શું હું વખાણ ।।૨।।
ચોપાઇ- ધન્ય ભક્ત જક્તથી ઉદાસી, ત્રોડી સહુશું ભજ્યા અવિનાશી । એવી સાચી ભગતી સાંભળી, સર્વે સગાં કુટુંબી ઉઠ્યાં બળી ।।૩।। કહે આપણે વૈષ્ણવી જન, કરીયે વલ્લભ કુળનું ભજન ।
તેહમાંહિ તે ન્યૂન શું દિઠું, જે નવા ધર્મમાં મન બેઠું ।।૪।।
પછી સતસંગી બોલ્યા છે તૈયે, નવો ધર્મ એને કેમ કહીયે । એતો ધર્મ છે જુનો અનાદ્ય, સહુ વર્તે છે શાસ્ત્રમર્યાદ ।।૫।। આપણાનું તો નથી ઠેકાણું, તમે જાણો ને હું પણ જાણું । કામ ક્રોધ લોભ મોહ વળી, તેણે સહુને મૂક્યા છે ગળી ।।૬।।
ગીતામાં જે કહ્યાં નરકદ્વાર, તેમાં વરતે એ તદાકાર ।
માટે એમાં તે કાંઇ ન દીઠું, ત્યારે સત્સંગમાં મન બેઠું ।।૭।। એવું સાંભળી સગાં કુટુંબ, સર્વે મળીને ખાધા છે સમ ।
એને આપણે નહિ વેવાર, આજથી એ કરો નાત્ય બહાર ।।૮।। તેને વીતિ ગયાં ષટ વર્ષ, તોય મેલ્યો નહિ અમરષ ।
ગયા સુધામે તેહનો તાત, ત્યારે ન તેડિ નોતરે નાત ।।૯।।
પછી આવ્યા છે પ્રભુજી પાસ, શેઠ વનો પુંજો હરિદાસ ।
પ્રકરણ ૯૮કકકક ભક્તચિંતામણી
૩૭૧
આવી કરી હરિને વિનતિ, પ્રભુ પધારિયે પ્રાણપતિ ।।૧૦।।
સર્વે સંગ લઇ મુનિ સાથ, સખા સહિત પધારિયે નાથ ।
પછી સંત સંગે લઇ શ્યામ, હરિ આવ્યા સુંદરિયાણે ગામ ।।૧૧।।
સર્વે અયોધ્યાવાસી છે સંગે, પ્રભુ પધાર્યા અતિ ઉમંગે ।
ગાતે વાતે તેડી લાવ્યા ઘેર, કરી સેવા સારી બહુપેર ।।૧૨।।
સુંદર ભોજન વ્યંજન કરી, અતિ હેતે જમાડિયા હરિ ।
પછી મોતૈયા મોદક લઇ, નાથે જન જમાડિયા જઇ ।।૧૩।। બહુ બહુ કરી મનુવાર, ફર્યા પંગત્યમાં પંચવાર ।
એમ નિત્યે જમાડે છે નાથ, જમે જન તે હરિને હાથ ।।૧૪।। બહુ બહુ દિયે દરશન, અતિ અલબેલો છે પ્રસન્ન ।
બહુ પ્રશ્ન ને ઉત્તર થાય, સંત રમે રાસ ગીત ગાય ।।૧૫।।
પછી આવી વસંત પંચમી, સુખદાયક સહુને ગમી ।
લાવ્યા રંગ સો રંગ ગુલાલ, લઇ ત્રાંસળી ઉઠીયા લાલ ।।૧૬।।
નાખે રંગ રમે સખા સાથ, અતિ આપે રંગાણા છે નાથ ।
પછી લઇ ગુલાલની ઝોળી, ફેંકે ફાંટું રમે હરિ હોળી ।।૧૭।। રંગે રમીને આવ્યા ઉતારે, આપ્યાં વસ્ત્ર જનને તે વારે ।
આપે જમીને જન જમાડ્યા, અતિ દાસને હર્ષ પમાડ્યા ।।૧૮।। એમ ઉત્સવ કરી દયાળ, આવ્યા મહારાજ તે ભેંશજાળ ।
રહી રાત્ય પધારિયા શ્યામ, આવ્યા નાગડકે લોયે ગામ ।।૧૯।। ત્યાંથી બોટાદ આવ્યા બહુનામી, જમ્યા સંત પોતે વળી સ્વામી ।
પછી આવ્યા ગઢડે ગોવિંદ, આપી સહુ જનને આનંદ ।।૨૦।। ત્યાર પછી થોડે ઘણે દન, ચાલ્યા ગુર્જરદેશે જીવન ।
કરી મજલે મજલે મુકામ, ચાલ્યા સુખમાં સુંદર શ્યામ ।।૨૧।। આવ્યા અમદાવાદ દયાળ, સંગે જન સમૂહ મરાળ ।
આવ્યા સત્સંગી સહુ સમૈયે, બની શોભા જાય નહિ કૈયે ।।૨૨।। બહુવિધનાં વાજાં ત્યાં વાજે, આવ્યાં લોક દરશન કાજે ।
ચારે આશ્રમ ને વર્ણ ચાર, આવ્યાં દરશને નર નાર ।।૨૩।।
૩૭૨ ભક્તચિંતામણ પ્રકરણ ૯૮
ગાતેવાતે પધાર્યા મહારાજ, કૈક જનનાં કરવા કાજ ।
આવી ઉતર્યા મંદિરમાંઇ, નરનારાયણ રાજે ત્યાંઇ ।।૨૪।।
સતસંગી સાંખ્યયોગી સંત, ઉતર્યા ભક્ત ને ભગવંત ।
કર્યાં સુંદર સારાં ભોજન, જમ્યા જનને ભાવે જીવન ।।૨૫।।
પછી પોઢિયા જીવનપ્રાણ, જાગ્યા સુખે સવારે સુજાણ ।
જાગ્યા પ્રભુજી પ્રભાત કાળે, કર્યો નિત્યવિધિ ત્યાં દયાળે ।।૨૬।।
પછી ચોતરે પાટ ઢળાવી, તેહ ઉપર બેઠા છે આવી ।
જોયું અમૃતદૃષ્ટિએ આપ, હર્યા જનતણા તન તાપ ।।૨૭।।
પછી જન પ્રભુપૂજા કાજ, લાવિયા બહુવિધ સમાજ ।
તેણે પૂજીયા પ્રાણઆધાર, કંઠે આરોપ્યા સુંદર હાર ।।૨૮।। ઘેરી સુગંધે ગુલાબફુલ, તોરા ગજરા તેના અમૂલ્ય ।
તે લઇ અર્પ્યા છે હરિને અંગે, પછી પાય લાગ્યા છે ઉમંગે ।।૨૯।। એમ લીયે લાવો વળી જન, દિયે દન સારો દરશન ।
વળી આવે છે પુરના જન, કરવા કૃપાનિધિનાં દર્શન ।।૩૦।। કૈક આવીને પુછે છે પ્રશન, તેનો ઉત્તર આપે જીવન ।
સુણી ઉત્તર મગન થાય, પામી આશ્ચર્ય ને ઘેર જાય ।।૩૧।। એમ લીળા કરે અલબેલો, રંગ રસિયો છેલછબિલો ।
પહેરી વસ્ત્ર અનૂપમ અંગી, શિરપાઘ વસંતિ સોરંગી ।।૩૨।। એવાં દર્શન દિયે દયાળ, નિર્ખિ મગન જન મરાલ ।
એમ કરતાં સાત દન ગયા, આવ્યો હુતાસની દન તિયાં ।।૩૩।।
પછી મંગાવ્યા રંગ સોરંગ, કેશું કસુંબી રંગ પતંગ ।
લાવ્યા સખા આપ્યો હરિ હાથે, નાથે ઢોળ્યો સહુ સખા માથે ।।૩૪।।
નાખ્યો ઉપરે રંગ ગુલાલ, તેણે સખા થયા સહુ લાલ ।
જેમ ફુલ્યું કમળદળ વળી, તેમ શોભે છે સંતમંડળી ।।૩૫।। ડોડો કમળ મધ્યે દયાળ, ફરતિ પાંખડી શોભે મરાલ ।
એમ ખેલે સખા સંગે નાથ, નિર્ખિ જન થયા છે સનાથ ।।૩૬।। વાજે વાજીંત્ર ત્યાં અપાર, બોલે જય સહુ નરનાર ।
પ્રકરણ ૯૮કકકક ભક્તચિંતામણી
૩૭૩
પછી નાવાને ચાલિયા નાથ, સર્વે સખા જન લઇ સાથ ।।૩૭।।
નાહી મહારાજ મોટેરે ગયા, દઇ દરશન તર્ત આવિયા ।
આવી બેઠા છે ઉંચે આસન, દિયે સહુ જનને દર્શન ।।૩૮।। એમ કરતાં વીતિ છે રાત, સુખે પોઢી જાગ્યા પરભાત ।
કરી દાતણ નાહ્યા દયાળ, જમ્યા જન હેતે હરિ થાળ ।।૩૯।।
પછી જમાડીયા જન સોઇ, હતી ઘેબરની તે રસોઇ ।
ફર્યા પંગતમાં પાંચવાર, બહુ બહુ કરી મનુવાર ।।૪૦।। એમ આનંદે ઉત્સવ કરી, પછી ત્યાંથી પધારિયા હરિ ।
આવ્યા અસલાલીયે મહારાજ, સંગે હરિજન મુનિરાજ ।।૪૧।। કર્યાં સુંદર સારાં ભોજન, જમ્યા નાથ જમાડીયા જન ।
ધન્ય ધન્ય ભક્ત વેણીભાઇ, જેની પ્રીત અતિ પ્રભુમાંઇ ।।૪૨।। તેના મનોરથ પૂરા કરી, પછી ત્યાંથકી ચાલિયા હરિ ।
ગામ જેતલપુરમાં જન, ભક્ત આસજી આદિ પાવન ।।૪૩।। તેને ઘેર પધાર્યા ગોવિંદ, સંગે સખા લઇ જનવૃંદ ।
તિયાં ભક્તે કરાવ્યાં ભોજન, જમ્યા નાથ સાથે સખાજન ।।૪૪।।
પછી સાથે લઇ સર્વે સમાજ, આવ્યા મેમદાવાદ મહારાજ ।
રહિ રાત્ય આવ્યા વરતાલ, કરવા લીળા અલૌકિક લાલ ।।૪૫।। હતો ઉત્સવ આડો પક્ષ એક, રાખ્યા સંત કરી દયા નેક ।
નિત્ય દિયે દરશન દાન, બહુ ભાવે કરી ભગવાન ।।૪૬।। થાય પ્રશ્ન ને ઉત્તર અતિ, સુખ આપે સુખમય મૂરતિ ।
કહે જેને મળ્યા ભગવાન, તેને કોઇ ન વ્યાપે વિઘન ।।૪૭।। જેમ વેજુ વસુધાનું કરે, તેની ચોટ પાછી નવ ફરે ।
તેમ પ્રભુને મળતાં જન, રહેવું સદાય નિઃશંક મન ।।૪૮।। એવી વાતો કરે બહુબહુ, સુણી મગન થાય જન સહુ ।
પછી આવ્યો ઉત્સવનો દન, આવ્યાં દરશને બહુ જન ।।૪૯।। રામનવમી ને એકાદશી, કર્યા ઉત્સવ હેતે હુલસી ।
કર્યા વિપ્રે વેદના ઉચ્ચાર, હોમ્યા કુંડે હવિષ્યાન્ન સાર ।।૫૦।।
૩૭૪ ભક્તચિંતામણ પ્રકરણ ૯૯
વેદ વિધિયે ઉત્સવ કરી, આપ્યાં દાન પછી હર્ષ ભરી ।
ઘોડી પલાણ ચર્મ ને અસિ, આપી પાડી સહીત મહિષી ।।૫૧।। ધેનુ સવત્સિ ઓઢાડી ઝુલ્ય, આપ્યાં વસ્ત્ર કસુંબી અમૂલ્ય ।
સોના દોરો ને પોશ રૂપૈયા, લઇ દ્વિજ રાજી બહુ થયા ।।૫૨।। એમ ઉત્સવ આનંદે કરી, પછી ત્યાં થકી પધાર્યા હરિ ।
આવ્યા પાંચાળ દેશમાં નાથ, સર્વે લઇ નિજજન સાથ ।।૫૩।। આવીતી બ્રહ્માનંદને ભાગ, તેહ ઉપાધિ કરાવી ત્યાગ ।
નિરબંધનું બંધન કાપી, નિજ સમીપની સેવા આપી ।।૫૪।। કર્યા સુખી તે સુખરાશી, ચૈત્રશુદિ સુંદર એકાદશી ।
તેદિ ઉત્સવ કર્યો અવિનાશી, કરી લીળા તે કહી પ્રકાશી ।।૫૫।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે જેતલપુર થઇને વરતાલ પધાર્યા ને ત્યાં રામનવમીનો ઉત્સવ કર્યો એ નામે અઠ્ઠાણુંમું પ્રકરણમ્ ।।૯૮।।
પૂર્વછાયો- ત્યાર પછી જેજે થયું, કહું સાંભળો સહુ દઇ મન । અસુરાણ જોરાણ જક્તમાં, મળી પીડીયા હરિજન ।।૧।।
પાપી મળી પરિયાણિયા, હરિજન હણવા હેત ।
તેની સહાય કરી હરિ, ખરી રીતશું રણખેત ।।૨।। દુષ્ટ રણમાં દળીયા, અસુરપતિ અતિ જેહ ।
બાર આગળ બસે પૂરા, તર્ત ભાગ્યા તેહ ।।૩।।
ભૂમિનો ભાર ઉતારીયો, શ્રાવણશુદી દશમી દને ।
તેદિ અસુર મારીયા, હરિ ઇચ્છાએથી હરિજને ।।૪।।
ચોપાઇ- પછી આવ્યો અષ્ટમીનોે દન, તેડ્યા ઉત્સવ પર મુનિજન । આવ્યા સત્સંગી સર્વે મળી, અષ્ટમીનો સમૈયો સાંભળી ।।૫।। આવી લાગ્યા પ્રભુજીને પાય, નિર્ખિ નાથને તૃપ્ત ન થાય ।
વાલે બોલાવ્યા મીઠે વયણે, વળી જોયું અમૃત નયણે ।।૬।। તેણે કરી હર્યા જનતાપ, કર્યા સુખી અલબેલે આપ ।
પ્રકરણ ૯૯કકકક ભક્તચિંતામણી
૩૭૫
પછી અષ્ટમી ઉત્સવ કીધો, સહુ જનને આનંદ દીધો ।।૭।।
પછી પધારિયા વરતાલ, કરવા લીલા અલૌકિક લાલ ।
સુણી આવ્યા સતસંગી સહુ, તેહ વિના બીજાં લોક બહુ ।।૮।। આવી લાગે પ્રભુજીને પાય, કરી દર્શન પ્રસન્ન થાય ।
નિત્ય નવી કરે વાલો વાત, સુણિ સહુ થાય રળિયાત ।।૯।। વળી લક્ષ્મીનારાયણ જેહ, વાસુદેવ ને શ્રીકૃષ્ણ તેહ ।
તેની મૂરતિને નિત્ય નિત્ય, દિયે પ્રદક્ષિણા કરી પ્રીત્ય ।।૧૦।। દિયે પ્રક્રમા તે દોય શત, પછી કરે પાંચ દંડવત ।
એમ કરતાં વીત્યા માસ દોય, આવ્યો દીપ ઉત્સવ દિન સોય ।।૧૧।।
પૂરી દીપમાળા શોભે ઘણું, જાણ્યું મંદિર બણ્યું મણિતણું । જોઇ જન થયા છે થકિત, લાગે પાય કરી બહુ પ્રીત ।।૧૨।। કરે દર્શન નર ને નાર, મુખે બોલે જયજયકાર ।
વીત્યો ઉત્સવ વળતે દને, પૂર્યો અન્નકોટ બહુ અન્ને ।।૧૩।। જમ્યા નાથ જમાડિયા જન, પોતે પિરસ્યું થઇ પ્રસન્ન ।
એમ આપે છે સુખ અપાર, નિત્ય પ્રત્યે તે પ્રાણઆધાર ।।૧૪।। એમ કરતાં પ્રબોધની આવી, એકાદશી જનમન ભાવી ।
તેદિ ઉત્સવ કર્યો અનુપ, સર્વે સંતને જે સુખરૂપ ।।૧૫।।
પછી વીત્યા થોડા ઘણા દન, કર્યું વડોદરે જાવા મન ।
વડોદરે પધરાવ્યા કાજે, લખ્યા કાગળ તે બહુ રાજે ।।૧૬।। કહે એકવાર આવો આંહિ, વાલા વડોદરા શહેરમાંહિ ।
મને દર્શન દિયો દયાળ, દીનબંધુ દીનપ્રતિપાળ ।।૧૭।। એકવાર કરૂં દરશન, નથી બીજી ઇચ્છા મારે મન ।
આવો આંહિ લગી તમે નાથ, નહિતો આવીશ હું જોડી હાથ ।।૧૮।। ત્યારે મહારાજે મુકિયું કહાવી, દેશું દર્શન તમને આવી ।
પછી પધાર્યા સુંદરશ્યામ, આવી ઉતર્યા સાંકર્દે ગામ ।।૧૯।। કરી રસોઇ જમાડીયા નાથ, જમ્યા સખા હતા તેહ સાથ ।
જમી પોઢિયા શ્યામ સનેહ, વુઠો માવઠે આવી ત્યાં મેહ ।।૨૦।।
૩૭૬ ભક્તચિંતામણ પ્રકરણ ૯૯
થયું સવાર સધાવ્યા શ્યામ, આવ્યા છબિલોજી છાણી ગામ ।
મુક્યું શિયાજીએ ત્યાં સામૈયું, બની શોભા જાય નહિ કહીયું ।।૨૧।। આવ્યા પાયગા પાળા અપાર, સામા શણગાર્યા ગજ ચાર ।
તે ઉપર અંબાડી જરિની, સહિ શોભા કહું હું હરિની ।।૨૨।। ચિત્ર વિચિત્ર ભાત્યને રંગે, શોભે હસ્તિ વસન સોરંગે ।
વળી ઉંટ શણગારી સારા, ધર્યાં તે પર મોટાં નગારાં ।।૨૩।। બીજા ઘાલ્યા છે ઘોડે આનક, બની જોયા સરખી બાનક ।
પડે નગારે ધ્રોશ ધીમેરી, શોભે નેજા નિશાણ નફેરી ।।૨૪।। વાજે પડઘમ ભેળી વાંસળી, ભેર ભૂંગળ ને ત્રુઇ વળી ।
બોલે શરણાઇ સ્વરે સારી, વાજે વાજાં તે મંગળકારી ।।૨૫।। રથ વેલ્ય ગાડી ઘણી મેના, આવ્યા સામૈયે સમૂહ તેના ।
બની શોભા સામૈયાની બહુ, સુણી લોક આવ્યાં સામા સહુ ।।૨૬।। આવી લાગ્યા પ્રભુજીને પાય, નિર્ખે નાથ હરખ ન માય ।
કહે સહુ જોડી એમ હાથ, આવો બેસો અંબાડીએ નાથ ।।૨૭।। દયા કરી દિયો દરશન, કરો પ્રભુજી શહેર પાવન ।
પછી કૃપા કરીને કૃપાળુ, બેઠા દંતિ ઉપર દયાળુ ।।૨૮।।
નારુપંતનાના બેઠા સાથે, કરે ચમર નાથને માથે ।
બની શોભા જાય નહિ કઇ, જૈ જૈ શબ્દ રહ્યો તિયાં થઇ ।।૨૯।। કર્યાં દરશન સહુ દાસે, નિર્ખિ પૂરી કરી મન આશે ।
બેઠા બીજે ગજે સંત ચાર, સંગે અયોધ્યાવાસી ઉદાર ।।૩૦।।
પછી ધીરે ધીરે શું ચાલતા, આવ્યા નાથ દર્શન આલતા ।
ઝાંઝ મૃદંગ લઇ મંડળી, ગાય ગવૈયા વધાઇ વળી ।।૩૧।। આવ્યા શહેરમાં શ્રીમહારાજ, બહુ જીવનાં કરવા કાજ ।
જુવે અમૃત નજરે નાથ, વળી જોડે છે સહુને હાથ ।।૩૨।।
નરનારી જે શહેરનાં જન, નિર્ખિ નાથને થયાં પાવન ।
એક પૃથવી ને ત્રણ માળે, ચડી લોક નાથને નિહાળે ।।૩૩।।
નરનારી કરી દર્શન, કરે કર જોડીને સ્તવન ।
પ્રકરણ ૯૯કકકક ભક્તચિંતામણી
૩૭૭
નીલી પીલી પહેરી લાલ સાડી, શોભે ફુલી જેમ ફુલવાડી ।।૩૪।। એમ બની બજાર ને શેરી, સહુની નજર નાથ પર ઠેરી ।
જેમ ચિત્રમાં લખ્યા ચિતારે, નિર્ખિ મનુષ્ય મટકું ન મારે ।।૩૫।। જોઇ મોહનને મન મોહ્યું, નોતું જોવું તેણે પણ જોયું । એમ સહુનાં લીધાં ચિત્ત ચોરી, કરે કેમ જેને હાથ દોરી ।।૩૬।।
પછી આવ્યા પુરપતિ પાસ, નિર્ખ્યા શિયાજીએ અવિનાશ ।
પછી પધરાવ્યા હવેલીમાંય, કરી દંડવત લાગ્યો પાય ।।૩૭।। ત્યારે હરિ મળ્યા ગ્રહી હાથે, કરી મોટી મહેર એને માથે ।
પછી પ્રીતે પાટ ઢાળ્યો રાજે, શ્રી મહારાજને બેસવા કાજે ।।૩૮।। તે ઉપર બેઠા હરિ આપે, બળ્યા પાપીયા પોતાને પાપે ।
કરી પ્રીત્યેશું પૂજા રાજને, પૂજી પ્રભુ પામ્યો મોદ મને ।।૩૯।।
પછી ઉભો આગ્યે જોડી હાથ, કહે ધન્ય ધન્ય મારા નાથ ।
આજ થયાં મને દર્શન, કોઇક પૂર્વ જનમને પુણ્ય ।।૪૦।। એમ કહી લાગ્યો પાય વળી, થયા રાજી તે નાથ સાંભળી ।
પછી પધાર્યા શહેરમાં શ્યામ, કર્યાં અનેક જીવનાં કામ ।।૪૧।। ફરી દર્શન સહુને દીધાં, બહુ જન કૃતારથ કીધાં ।
પછી પધાર્યા નાથ ઉતારે, ચાલ્યો મહીપતિ મોર ત્યારે ।।૪૨।। કાજુ તંબુ કનાત્ય રાવટી, કરી ઉભી સોયક સામટી ।
તિયાં ઉતર્યા દીનદયાળ, રાયે જમવા કરાવ્યો થાળ ।।૪૩।।
પછી નિજ સંબંધીને હાથે, કર્યાં સુંદર ભોજન નાથે ।
પછી બેઠા સિંહાસને શ્યામ, આવ્યું દર્શને સઘળું ગામ ।।૪૪।।
સોના રૂપાતણાં ફુળ લઇ, આવી વધાવે વાલાને કઇ ।
બહુ લાવે છે ફુલના હાર, લીયે પ્રીતેશું પ્રાણઆધાર ।।૪૫।। મિઠા મેવા ને સુંદર ફલ, લાવે દૂધ પેંડા કંઇ દળ ।
ઠાલે હાથે નાથ પાસે નાવે, નાળી કેળી ઇક્ષુ આદિ લાવે ।।૪૬।।
મોટા મોટા જે શહેરમાં હતા, તે પણ આવ્યા છે હાથ જોડતા । અતિ સામર્થિ જોઇ અપાર, જોડી હાથ નમે નરનાર ।।૪૭।।
૩૭૮ ભક્તચિંતામણ પ્રકરણ ૯૯
એમ નમાવી સહુને શીશ, ઉઠ્યા જીત કરી જગદીશ ।
આવી ઉતારે પોઢીયા નાથ, બહુ જીવને કરી સનાથ ।।૪૮।।
સર્વે સંત છે પોતાને સાથે, જમ્યા કરી રસોઇ તે હાથે । વુઠો અતિ તિયાં વરસાત, એમ કરતાં થયું પરભાત ।।૪૯।।
પછી જાગિયા જીવનપ્રાણ, કરવા બહુ જીવનાં કલ્યાણ ।
દીધાં દર્શન સહુને શ્યામે, નિર્ખ્યા નયણાં ભરી સહુ ગામે ।।૫૦।। થાય ઉત્તર ને પ્રશ્ન બહુ, જાણે જીત સ્વામીજીની સહુ ।
એમ સર્વેને પાછેરા પાડી, વાત પોતાની સત્ય દેખાડી ।।૫૧।।
મતપંથતણું માન હર્યું, સત્ય વચન શ્રીસ્વામીનું કર્યું ।
જે કહ્યુંતું સ્વામી રામાનંદે, રહી ધોરાજીમાંહિ આનંદે ।।૫૨।। ભેખ ખપશે સહુ ખળતાળે, કર્યું વચન સત્ય દયાળે ।
એમ વીતિ ગયા દિન ત્રણ, પછી પધાર્યા અશરણ શરણ ।।૫૩।। જેવી રીત્યનું સામૈયું લાવ્યા, તેથી વિશેકે વળાવા આવ્યા । વળી પધરાવ્યા રાયે ઘેર, કરી પ્રીત્યે પૂજ્યા બહુપેર ।।૫૪।।
સારો પોશાગ શિરપેચ જેહ, આપ્યો નરેશે નાથને તેહ । વળી કહે છે વારમવાર, વહેલા આવજ્યો પ્રાણઆધાર ।।૫૫।। જ્યારે તેડાવું વિનતિ કરી, ત્યારે વહેલા પધારજ્યો હરિ ।
પછી નાથ કહે તેડશો તમે, જાણો જરૂર આવશું અમે ।।૫૬।। એમ કહીને ઉઠ્યા દયાળ, ત્યારે ભાવેશું ભેટ્યા ભૂપાળ ।
પછી શીખ માગી ચાલ્યા શ્યામ, બેઠા અંબાડીયે સુખધામ ।।૫૭।। દેતા સહુને દર્શન દાન, આવ્યા શહેર બહારા ભગવાન ।
ગજ બાજ વાજીંત્ર અપાર, આવ્યા વળાવવા નરનાર ।।૫૮।। તેહ સર્વેને શિખજ દીધી, એવી લીળા વડોદરે કીધી ।
પછી ઘોડે થયા અસવાર, આવ્યા સાંકર્દા ગામ મોઝાર ।।૫૯।। ત્યાંથી વાલો આવ્યા વરતાલ, કરી લીળા અલૌકિક લાલ ।
દોઢ માસ લગી તિયાં રહ્યા, નિજસંબંધી ગઢડે ગયા ।।૬૦।।
પછી શિક્ષાપત્રી લખી સારી, આપી સતસંગીને સુખકારી ।
પ્રકરણ
કકકક
૧૦૦
ભક્તચિંતામણી
૩૭૯
ત્યાંથી પધાર્યા સુંદર શ્યામ, ગુણસાગર ગઢડે ગામ ।।૬૧।। કર્યો ઉત્સવ એમ જીવને, કારતિક વદી ત્રીજ દને ।
તેદિ કરી વડોદરે લીળા, હતા સંત સતસંગી ભેળા ।।૬૨।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્યનિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે ગઢડે જન્માષ્ટમી ઉત્સવ
કરીને વડોદરા પધાર્યા ને ઘણું ઐશ્વર્ય જણાવ્યું ને ત્યાંથી વરતાલ
પધાર્યા ને ત્યાં શિક્ષાપત્રી લખી એ નામે નવાણુંમું પ્રકરણમ્ ।।૯૯।।
પૂર્વછાયો- સર્વે જન મળી સાંભળો, કહું ત્યાર પછીની વાત ।
પ્રભુ પધાર્યા ગઢડે, એમ લીળા કરી ગુજરાત ।।૧।। ઘનશ્યામ ગઢડે આવિયા, સર્વે સંતને લેઇ સાથ ।
જન મળી લળી પાય લાગી, સહુ થયા સનાથ ।।૨।। નિર્ખિ હરખિ હાથ જોડી, જ્યારે બેઠા જન મળી ।
ત્યારે સનેહે શ્યામળે, વાલે વાલપ્યે બોલાવ્યા વળી ।।૩।। છો સહુ જન સુખિયા, એમ હેતેશું કહ્યું હરિ ।
ત્યારે જન કહે સુખિયા છીએ, પ્રભુ તમારે દર્શને કરી ।।૪।।
ચોપાઇ- એમ કહેતાં સાંભળતાં વાત રે, વીતે આનંદમાં દિન રાત્ય રે । નિત્ય નવિ નવિ વાતો કરે રે, સુણી જન અંતરમાં ધરે રે ।।૫।। એમ વીતિ ગયા ત્રણ માસ રે, ત્યારે એમ બોલ્યા અવિનાશ રે । હવે સહુ જાયે વરતાલ રે, વાટ જોતા હશે તે મરાલ રે ।।૬।। એમ કહી કરી સાબધાઇ રે, ચાલ્યા સંગે સહુ બાઇ ભાઇ રે । આવ્યા કારીયાણીએ જીવન રે, નિર્ખિ જન થયા છે મગન રે ।।૭।।
પછી હાથ જોડી બેઠા પાસ રે, ત્યારે બોલ્યા છે અવિનાશ રે । કહ્યું સાબદા થાઓ સરવ રે, જાયે વરતાલ કરવા ઉત્સવ રે ।।૮।। બોલ્યા વસતો રાઘવ ત્યાંઇ રે, પ્રભુ કરોને ઉત્સવ આંઇ રે । એમ કહીને રાખ્યા મહારાજ રે, હુતાશનીના ઉત્સવ કાજ રે ।।૯।।
લાવ્યા ગુલાલ ને રંગ ઘણા રે, રમ્યા નાથ રાખી નહિ મણા રે । જોઇ રંગના ભરિયા નાથ રે, સહુ જન થયા છે સનાથ રે ।।૧૦।।
૩૮૦ ભક્તચિંતામણ પ્રકરણ ૧૦૦
એમ કરી ઉત્સવ કારિયાણી રે, પછી ચાલ્યા સારંગપાણિ રે । આવ્યા વાલ્યમ વરતાલમાંઇ રે, દન પહોર નોતો ચડ્યો ત્યાંઇ રે ।।૧૧।। આવ્યા સંત વાલાને સાંભળી રે, કરવા દર્શન આવિયા મળી રે । આવ્યા સંઘ લઇ સતસંગી રે, બાલ જોબન વૃધ્ધ ઉમંગી રે ।।૧૨।।
લાવ્યા બહુ પેરે પૂજાવિધિ રે, તેણે પ્રભુજીની પૂજા કીધી રે ।
નાથ નિર્ખિ સુખી થયા સહુ રે, હરિયે હેત દેખાડ્યું છે બહુ રે ।।૧૩।।
પછી નાથ કહે આંણીવાર રે, કરીયે મંડપનો પરથાર રે । ત્યારે સર્વે કહે સારું બહુ રે, અમે રાજી છીએ સંત સહુ રે ।।૧૪।।
પછી લાવે ઇંટ્યો સહુ સાથ રે, ચાલે પોતે પણ ભેળા નાથ રે । થાય ઓટો એમ અહોનિશ રે, દિયે દર્શન હરિ હમેશ રે ।।૧૫।।
મળે સાંજે સહુને દયાળુ રે, દેખી અંગ કામે કચરાળું રે । એમ પૂરો કર્યો પરથાર રે, પૂરી પૂરણી કર્યો ભંડાર રે ।।૧૬।। થયો રામનવમીનો સમૈયો રે, કર્યો ઉત્સવ ન જાય કહીયો રે ।
પછી પ્રભુજી ગઢડે આવી રે, સર્વે સંત લીધા છે બોલાવી રે ।।૧૭।। કર્યો અષ્ટમીનોે ઉત્સવ ભારી રે, સહુને સુખ દીધાં સુખકારી રે । કરી દશરા પધાર્યા નાથ રે, લઇ સંત સતસંગી સાથ રે ।।૧૮।।
ગયા કરમડ ગામે કેશવ રે, કરવા અન્નકૂટનો ઉત્સવ રે ।
કર્યો ઉત્સવ જમાડ્યા સંત રે, ફેર્યા લાડુ બેસારી પંગત રે ।।૧૯।। ત્યાંથી અમદાવાદ પધાર્યા રે, જનને મન મોદ વધાર્યા રે । આનંદ સ્વામીએ કરાવ્યો સાજ રે, પ્રીત્યે પ્રભુને પૂજવા કાજ રે ।।૨૦।।
સારો સુરવાલ જામો જરી રે, શિર બંધાવી પાઘ સોનેરી રે । કંઠે માળા પહેરાવી શોભતી રે, કરી ધૂપ દીપ ને આરતી રે ।।૨૧।।
લાગી પાય પછેડીયો લાવી રે, હાથ સાથે સંતને અલાવી રે । એમ કરી ઉત્સવ આનંદ રે, ચાલ્યા પ્રભુ પોતે સુખકંદ રે ।।૨૨।। આવ્યા અસલાલી ભગવંત રે, આપે જમી જમાડિયા સંત રે ।
ત્યાંથી આવ્યા જેતલપુર નાથ રે, રહી રાત્ય જમ્યા સહુ સાથ રે ।।૨૩।। કરી ગામડી માંહિ ભોજન રે, આવ્યા મેમદાવાદે જીવન રે ।
પ્રકરણ
કકકક
૧૦૦
ભક્તચિંતામણી
૩૮૧
રહી રાત્ય વાત કરી વાલે રે, ત્યાંથી આવ્યા પછી વરતાલે રે ।।૨૪।। કીધો પ્રબોધનીનો સમૈયો રે, થયો ઉત્સવ ન જાય કહીયો રે ।
પોતે રહ્યા તિયાં દોય માસ રે, ઝોળી મગાવી સાધુને પાસ રે ।।૨૫।।
પછી ત્યાં થકી ગઢડે આવી રે, કર્યા સંતને રાજી જમાવી રે । તેને મૂક્યા જુનાગઢ માંઇ રે, પણ પોતે તો રહ્યા છે ત્યાંઇ રે ।।૨૬।। રહી થોડા ઘણા તિયાં દન રે, કર્યું વરતાલે જાવાનું મન રે । કારીયાણી ચોકડી ધોલેરે રે, રહ્યા પિપલિયે એહ પેરે રે ।।૨૭।। જમી કમિયાળે વ્રસડે રહ્યા રે, ત્યાંથી નાથ વરતાલે આવિયા રે । રામનવમીનો ઉત્સવ કરી રે, પાછા આવિયા ગઢડે ફરી રે ।।૨૮।।
પછી જ્યેષ્ઠ અષ્ટમીયે નાથે રે, નાખ્યો ગઢડે મંદિર પાયો હાથે રે ।
સુંદર મંદિર મોટું આદર્યું રે, ખોળી ખાંત્ય ને મુહૂર્ત કર્યું રે ।।૨૯।। રાખ્યા ચાર માસ સાધુ સંગે રે, પછી અમદાવાદ ગયા ઉમંગે રે । કારીયાણિ સારંગપુર રહ્યા રે, ત્યાંથી વાગડ કંથારીએ ગયા રે ।।૩૦।। રહ્યા રાત્ય શીયાણીએ શ્યામ રે, ત્યાંથી તાવી દેવળીયે ગામ રે । ત્યાંથી નળ ઉતરીને નાથ રે, રહ્યા રાત્ય ઘોડે સંત સાથ રે ।।૩૧।। જમી દદુકે રહ્યા કુંવારે રે, રહ્યા રાત્ય મનિપર ત્યારે રે । ત્યાંથી અમદાવાદે આવિયા રે, થોડું રહી અસલાલી ગયા રે ।।૩૨।। વાળ્યા શંકરે ચરચા કાજ રે, કરી ચરચા જીત્યા મહારાજ રે ।
પછી આવ્યા જેતલપુર ગામ રે, ત્યાંથી વરતાલે પધાર્યા શ્યામ રે ।।૩૩।। તિયાં રહ્યા કાંઇક ઘનશ્યામ રે, પછી આવિયા ગઢડે ગામ રે । આવી કરવા માંડ્યું મંદિર રે, અતિ ઉતાવળું નહિ ધીર રે ।।૩૪।। દીયે અખંડ તે દર્શન રે, જન ઉપર છે પરસન્ન રે ।
કર્યો ફુલદોલ તિયાં વાલે રે, પછી પધારિયા વરતાલે રે ।।૩૫।। કારીયાણિમાંહિ રાત્ય રહ્યા રે, ત્યાંથી નાવડે ધોલેરે ગયા રે ।
પીપળીથી વરસડે ગામ રે, ત્યાંથી આવિયા વરતાલ ધામ રે ।।૩૬।। કરી રામનવમી રૂડી તિયાં રે, આવ્યાં જન દર્શન થીયાં રે । કરી બહુ જીવનાં ત્યાં કાજ રે, પાછા ગઢડે આવ્યા મહારાજ રે ।।૩૭।।
૩૮૨ ભક્તચિંતામણ પ્રકરણ ૧૦૦
માંડ્યું મંદિરનું કામ લેવા રે, અતિ ઉતાવળું કરી દેવા રે । અષ્ટમી લીલા કરી લાલ રે, વળી ચાલ્યા પોતે વરતાલ રે ।।૩૮।।
સારંગપુર સુંદરિયાણે શ્યામ રે, આવ્યા ધંધુકે ખસતે ગામ રે । જમી કમીયાણે બોરૂ રહ્યા રે, ત્યાંથી સીંજીવાડે ગામ ગયા રે ।।૩૯।। ત્યાંથી આવ્યા વરતાલે જીવન રે, નિજજનને દેવા દરશન રે । તિયાં આવ્યા સતસંગી સંત રે, ભાવે નિરખીયા ભગવંત રે ।।૪૦।। આપે સાધુને રસોયો સારી રે, હરિ પીરસે હેત વધારી રે ।
ગોળ લાડુ જલેબી મોતૈયા રે, આપે નાથ હાથે કરી દયા રે ।।૪૧।।
લીયો લાડુ સંતો કરી પ્યાર રે, એમ કહી કરે મનુવાર્ય રે । રહ્યા થોડા ઘણા તિયાં દન રે, પછી ચાલ્યા ગઢડે જીવન રે ।।૪૨।।
પીપલાવ્ય વટામણ રહ્યા રે, ત્યાંથી કમીયાળે વાલો આવિયા રે । રહી પ્રબડીયે રાત્ય શ્યામ રે, આવ્યા ત્યાંથી કારિયાણી ગામ રે ।।૪૩।।
પછી ગઢડે આવીને રહ્યા રે, તિયાં થોડા ઘણા દન થયા રે । ત્યાંતો તેડાવ્યા સાહેબ મોટે રે, બેસી ગાડી ગયા રાજકોટે રે ।।૪૪।। તિયાં સાહેબે કર્યું સનમાન રે, આવ્યો સામો ને આપ્યું આસન રે ।
પછી પ્રીત્યે બેઠો પ્રભુ પાસે રે, હેતે પુછવા લાગ્યો હુલાશે રે ।।૪૫।।
પુછ્યા પ્રીત્યે શું પ્રશ્ન તે ઘણા રે, આપ્યા ઉત્તર નાથે તે તણા રે ।
સુણી સાહેબ તેહ શ્રવણે રે, પછી બોલ્યો છે દીનતા વેણે રે ।।૪૬।। જેવા મોટા સાંભળ્યાતા અમે રે, તેવા સ્વામિનારાયણ છો તમે રે । કરજ્યો ગુના મારા બકશિશ રે, એમ કહીને નામિયું શિશ રે ।।૪૭।। ત્યારે એમ બોલ્યા મહારાજ રે, અતિ સારું તમારું છે રાજ રે ।
સર્વે લોક તે પામ્યા છે સુખ રે, નથી ભય વિગ્રહ કાંઇ દુઃખ રે ।।૪૮।।
પણ એમ કહે છે લોકમાંય રે, દુઃખ પામે છે બ્રાહ્મણ ગાય રે । ત્યારે સાહેબ બોલ્યો સાંભળી રે, કરશું તપાસ સહુ અમે મળી રે ।।૪૯।।
પણ તમારા તીરથમાંય રે, નથી દેતો હું મારવા ગાય રે । એમ કહી ગુના બકશાવ્યા રે, પછી પ્રીત્યે પહેરામણી લાવ્યા રે ।।૫૦।। કરી પહેરામણી પૂજ્યા હાથ રે, માગીશિખ ચાલ્યા પછી નાથ રે ।
પ્રકરણ
કકકક
૧૦૦
ભક્તચિંતામણી
૩૮૩
બેસી ગાડિયે ગઢડે પધારી રે, દીધાં દર્શન હેત વધારી રે ।।૫૧।।
સંત પોતાને વહાલા છે ઘણા રે, આપ્યાં સુખ રાખી નહી મણા રે ।
પછી દ્વિજ દન સારો જોઇ રે, આપી બાળક બેને જનોઇ રે ।।૫૨।।
પછી મંદિર પાસનો કૂપ રે, પાસે બેસી કરાવ્યો અનૂપ રે । ત્યાંતો આવ્યો રામનવમી દન રે, આવ્યા ઉત્સવ પર સહુ જન રે ।।૫૩।। તેને દયાળે દર્શન દીધાં રે, કહિ વાતું ને સુખિયાં કિધાં રે । કરી દર્શન જન ઘેર ગયા રે, પોતે જેમ હતા તેમ રહ્યા રે ।।૫૪।।
પણ પોતાને વહાલા છે સંત રે, તેને આપિયાં સુખ અત્યંત રે । બીજાં કિધાં બહુ મોટાં કામ રે, નિજસામર્થિ દેખાડી શ્યામ રે ।।૫૫।।
જ્ઞાન ધ્યાનનાં નગારાં ગડે રે, એવી રીત્યે રહ્યા છે ગઢડે રે । રહ્યા તિયાં એમ અવિનાશ રે, ત્યાંતો પુછે છે પોતાના દાસ રે ।।૫૬।। તેને પોત પોતાના જે ધર્મ રે, તેનો કહી સમજાવે છે મર્મ રે । ત્યાંતો જુનાગઢનું મંદિર રે, થયું પુરૂં પધાર્યા મહાધીર રે ।।૫૭।।
ચાલ્યા પછી પોતે સુખધામ રે, આવી રહ્યા છે વાંકિયે ગામ રે । ત્યાંથી સરતાનપુરે ગયા રે, પછી જુનાગઢમાં આવિયા રે ।।૫૮।। આવ્યા મહેર કરી મહારાજ રે, મૂર્તિયો પધરાવવા કાજ રે । રણછોડજી ત્રિકમજી જેહ રે, રાધારમણ સિધ્ધેશ્વર તેહ રે ।।૫૯।। તેની મૂરતિયો પધરાવી રે, કર્યો ઉત્સવ મોટો ત્યાં આવી રે ।
પછી સહુ સંતને મળ્યા શ્યામ રે, પાછા આવિયા ગઢડે ગામ રે ।।૬૦।।
પછી તિયાં રહ્યા અવિનાશ રે, દિયે સુખ લિયે સહુ દાસ રે । ત્યાંતો મંદિર થયું તૈયાર રે, જોઇ મુહૂર્ત સુંદર સાર રે ।।૬૧।।
પધરાવ્યા પોતે ગોપીનાથ રે, કહ્યું આમાં રહેશું સુણો ગાથ રે । કર્યો ઉત્સવ મોટો એ દન રે, વળતા તિયાંજ રહ્યા જીવન રે ।।૬૨।।
પછી તીવ્ર વૈરાગ્ય છે જેહ રે, તેને પામીને થયા નિઃસ્પૃહ રે । જડભરત વર્તતા જેમ રે, પોતે પણ આદર્યું છે તેમ રે ।।૬૩।। જમે ન જમે ક્યારેક અન્ન રે, ક્યારે ફળ ફુલ પિયે પવન રે । ક્યારે કંદ મૂળ પાન વારિ રે, મેલી દેહ મમત વિસારી રે ।।૬૪।।
૩૮૪ ભક્તચિંતામણ પ્રકરણ ૧૦૧
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે ગઢડે
ઉતાવળું મંદિર કરવા માંડ્યું ને જન્માષ્ટમીનો ઉત્સવ કરીને જુનાગઢ
મૂર્તિયો પધરાવવા પધાર્યા ને ત્યાં પ્રતિષ્ઠા કરીને ગઢડે પધાર્યા ને ત્યાં
ગોપીનાથજીની પ્રતિષ્ઠા કરી એ નામે સોમું પ્રકરણમ્ ।।૧૦૦।।
પૂર્વછાયો- એવા સ્વામી શ્રીહરિ, ચરિત્ર અતિ અનુપ ।
પાછા પ્રથમથી સંક્ષેપે, કહું સાંભળજ્યો સુખરૂપ ।।૧।।
પોતે પુરુષોત્તમ પ્રગટી, બહુ વાવરી સામર્થ્ય ।
જોરે લેવા જીવ શરણે, એજ સારવો અર્થ ।।૨।।
પાપી પરદારા પથી, મદ્યપાની માંસારી સોઇ ।
તસ્કર પરપ્રાણહર, તરે કરે આશ્રય કોઇ ।।૩।।
પોતા બળે મહા પંચ પાપી, કર્યા ભવજળ પાર ।
લોભી લંપટી કપટી કામી, કોણ પુરુષ ને કોણ નાર ।।૪।।
ચોપાઇ- એવા અઘવંતા નરનાર, આવે શરણે પામે ભવપાર ।
પામે સમાધિ સુખ પ્રાપતિ, થાય લોક પરલોકમાં ગતિ ।।૫।।
સુરપુર ને દેખે કૈલાસ, વૈકુંઠ હરિ હરિના દાસ ।
ગોલોક ને શ્વેતદ્વીપ સોઇ, ધામ અક્ષર જન તે જોઇ ।।૬।। જેજે લોકના આચરણ જેહ, દેખે કહે યથારથ તેહ ।
જેજે લોકના જે અધિપતિ, કરે પ્રગટ પ્રભુની વિનતિ ।।૭।। એમ જન જોઇ બહુ ધામ, માને પોતાને પૂરણકામ ।
વળી દેખે બ્રહ્માંડે બ્રહ્માંડ, દેખે પોતાનું પારકું પંડ ।।૮।।
મન બુધ્ધિ ચિત્ત અહંકાર, દેખે પ્રાણ ઇંદ્રિય પરિવાર ।
ઘાટ શુભ અશુભ જે થાય, તેતો પર પોતાના જણાય ।।૯।। એમ દેખે સમાધિયે જન, કરે પ્રગટ પ્રમાણ ભજન ।
પરાપાર જે પૂરણબ્રહ્મ, જેને નેતિ નેતિ કહે નિગમ ।।૧૦।। તેજ સુખદાય સહજાનંદ, જગજીવન જે જગવંદ ।
જે કોઇ સર્વે કારણના કારણ, તેણે કર્યું છે તન ધારણ ।।૧૧।।
પ્રકરણ
કકકક
૧૦૧
ભક્તચિંતામણી
૩૮૫
સર્વે અવતારના અવતારી, તે જ સહજાનંદ સુખકારી ।
જે કોઇ સર્વે ધામના ધામી, જાણો તે જ સહજાનંદ સ્વામી ।।૧૨।। શશિ સુર અજ અમરેશ, શેષ મહેશ દેવ ગણેશ ।
પૃથ્વી પાથ પાવક પવન, દિગપાળ કાળ માયા ઘન ।।૧૩।। એહ આદિ જે બીજા અનેક, જેની ન લોપે આગન્યા એક ।
તેજ મૂરતિ જાણીને જન, કરે સહજાનંદનું ભજન ।।૧૪।। અતિ પ્રત્યક્ષ પરોક્ષ ન લેશ, એવી વાતો થાય દેશોદેશ । થાય પ્રકટ પૂજા બહુપેર, પ્રકટ ગુણ ગાય ઘેરઘેર ।।૧૫।। થાય અર્ચા પૂજા ને આરતિ, કરે સ્તવન જન વિનતિ ।
ધરે મોરમુગટ વનમાલ, છત્ર ચમર કરે મરાલ ।।૧૬।।
પૂજા પ્રકટ પ્રકટ ભજન, કરે નરનારી બહુ જન ।
નિરસંશય થઇ નરનાર, ભજે પ્રગટ પ્રમાણ આધાર ।।૧૭।। તેનાં હરે દુઃખ દીનબંધુ, કૃપાળુ દયાળુ સુખસિંધુ ।
કામ ક્રોધ લોભ મોહ આદિ, નડ્યા છે જે જીવને અનાદિ ।।૧૮।। એવા શત્રુ અજીતને જીતી, કરાવે નિજચરણમાં પ્રીતિ ।
એમ અનંત જીવ ઉધ્ધાર્યા, ભવસાગર પાર ઉતાર્યા ।।૧૯।। દ્વિજ ક્ષત્રિ વૈશ્ય શુદ્ર લઇ, નરનાર ઉધારિયાં કઇ ।
પેખી પોતાની સામર્થી શ્યામ, આપ્યાં આશ્રિતને નિજધામ ।।૨૦।। શ્વેતદ્વીપ વૈકુંઠ ગોલોક, પામ્યા અક્ષરધામ અશોક ।
છતે તને છે મગન જન, વળી કરે પ્રગટ ભજન ।।૨૧।।
માને મળ્યા શ્રીહરિ સાક્ષાત, ન કરે કોઇ વાયદે વાત ।
બીજા મતપંથ મોળા પડ્યા, રહ્યા તે પણ સડ્યા બગડ્યા ।।૨૨।। એમાં જીવ મુમુક્ષુ જે હતા, આવ્યા પ્રગટ પ્રભુને ગોતતા ।
ઉદય અસ્તમાંઇ એક વાત, પ્રભુ સહજાનંદજી સાક્ષાત ।।૨૩।। બાળ જોબન ને વૃધ્ધ જેહ, તેને ન રહ્યો તેમાં સંદેહ ।
એમ પ્રકટપણે નરનાર, કરે ભજન સહુ અપાર ।।૨૪।। દેવ ભૈરવ ભવાની પીર, વળી વૈતાળ વૈતાળી વીર ।
૩૮૬ ભક્તચિંતામણ પ્રકરણ ૧૦૧
મંત્ર જંત્ર ને મુંઠ કામણ, દૈત્ય ભૂત પ્રેત પિતૃગણ ।।૨૫।। ટોળા નાટક ચેટક ચોટે, તેની બીક નહિ મિષ ખોટે ।
એમ પ્રકટ પ્રભુને પામી, બીજી શંકા તે સર્વે વામી ।।૨૬।।
નહિ અંતરે કોઇનો ભાર, પામી પ્રકટ ધર્મકુમાર ।
વળી નિજનિજ ધર્મપાળે, પ્રકટ મૂરતિ નાથ નિહાળે ।।૨૭।।
પ્રકટ પ્રભુનું કરે ભજન, તેણે જન રહેછે મગન ।
કોઇ વાતની ન રહી શંકા, દીધા કાળ માયા પર ડંકા ।।૨૮।। અતિ પ્રકટનું બળ લઇ, બીજી વાતતણી બીક ગઇ ।
એમ પ્રકટ પણાની વાત, જણાણી જગમાંહિ વિખ્યાત ।।૨૯।। થાય પરચા અતિ અપાર, ન માને એવો કોણ ગમાર ।
જ્યારે મુકે સતસંગી દેહ, આવે નાથ તેડવાને તેહ ।।૩૦।।
મરે વિમુખ કરી હાયહાય, મુવા પછી જમપુર જાય ।
એમ દેખી દો પ્રસિધ્ધ વિધિ, ભજે સહજાનંદ સુખનિધિ ।।૩૧।। વાટે ઘાટે એ થાય ઉચ્ચાર, પ્રભુ પ્રકટ વિના અંધાર ।
નથી વાત એ છાની છપાડ્યે, છે છતરાઇ તે ચોડે ધાડે ।।૩૨।। એવું કરીને પ્રકટપણું, કર્યું કલ્યાણ બહુ જીવતણું ।
પછી નાથે વિચાર્યું અંતરે, જ્યારે હું નહિ હઉં આ ધરે ।।૩૩।। ત્યારે મારા આશ્રિત નરનાર, થાશે નિરાલંબ નિરધાર ।
માટે એને કરું આલંબન, બીજાં થાશે જે આગળ્યે જન ।।૩૪।। તેનાં કલ્યાણ કરવા સારું, કરી મંદિર મૂર્તિયો બેસારું ।
વળી મારું ગુરુપણું જેહ, સ્થાપું ધર્મકુળમાંહિ તેહ ।।૩૫।। એમ વિચારીને તતખેવ, પછી નરનારાયણ દેવ ।
લક્ષ્મીનારાયણ આદિક સારી, પોતાની મૂર્તિયો બેસારી ।।૩૬।। અવધપ્રસાદ ને રઘુવીર, કર્યા આચાર્ય ગુણે ગંભીર ।
મૂર્તિ દ્વારે ઐશ્વર્ય જણાવી, પૂર્યા પરચા સમાધિ કરાવી ।।૩૭।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે પુરુષોત્તમનો
પ્રકરણ
કકકક
૧૦૨
ભક્તચિંતામણી
૩૮૭
મહિમા તથા પ્રકટપણું કહ્યું એ નામે એકસોને એકમું પ્રકરણમ્ ।।૧૦૧।।
પૂર્વછાયો- અનંત લીળા અનંત ચરિત્ર, અનંત સામર્થ્ય સોઇ । અનંત પ્રતાપ અનંત પરચા, કવિજન ન લખે કોઇ ।।૧।। અપાર માહાત્મ્ય અપાર મહિમા, મોટપ્ય અપરમપાર ।
અપાર ગંભીર અપાર ગરવા, કવિ કોણ કરે નિરધાર ।।૨।।
પંખી જેમ પાંખ બળે, ઉડે પાર લેવા આકાશ ।
સરું તે નાવે શૂન્યનું, નિશ્ચે પામે તન નાશ ।।૩।। એમ ચરિત્ર મહારાજનાં, છે જો અનંત અપાર ।
કેતાં કેતાં કહેવાય નહિ, એમ નિશ્ચય છે નિરધાર ।।૪।।
નર જે ઉત્તર પંથનો, ઇચ્છે આ તને લેવા અંત ।
પહોંચ્યાની પ્રતિત કરવી, એજ ભોળાઇ અત્યંત ।।૫।। ઉડુગણ કણ ભૂમિતણા, જળકણ જાણે જન ।
વનપાત ગાતરોમાવળી, ગણે અન્નકણ ખડધન ।।૬।।
એહ સર્વે અપારનો પાર, લિયે કવિજન કોઇ ।
હરિચરિત્રનો પાર હજારૂં, સરું ન લિયે સોઇ ।।૭।। જેનું વર્ણન કરતાં વાણી થાકે, મનન કરતાં મન ।
ચિંતવન કરતાં ચિત્ત થાકે, એમ નિશ્ચે જાણજ્યો જન ।।૮।।
ચોપાઇ- ધરી હરિકૃષ્ણ અવતાર, કરે લીળા અનંત અપાર ।
ઉઠે બેસે બોલે જુવે જમે, હાલે ચાલે હરિ હસે રમે ।।૯।।
સુવે જાગે માગે કાંઇ જેહ, આવે જાય ઉભા રહે તેહ ।
ચાલે ચટકે લટકે ચાલ, કરે કરનાં લટકાં લાલ ।।૧૦।। કહે સાંભળે ને લિયે દિયે, કેમ લખાય જે પાય પીયે ।
પૂજે પૂજાવે પીરસે હાથે, અતિ હેત કરે જન માથે ।।૧૧।।
પહેરે પહેરાવે વસ્ત્ર ઘરેણાં, સર્વે ચરિત્ર છે સુખદેણાં ।
ત્યાગે તગાવે વઢે વખાણે, માને મનાવે જણાવે જાણે ।।૧૨।। કરે દાતણ ને મુખ ધુવે, વસ્ત્ર લાસે ઝીણે મુખ લુવે ।
ચોળે તનમાં તેલ ફુલેલ, નાય ઉને નીરે અલબેલ ।।૧૩।।
૩૮૮ ભક્તચિંતામણ પ્રકરણ ૧૦૨
જેજે ક્રિયા છે કૃપા સિંધુની, લખવા જેવી જે દીનબંધુની । ધિરા ઉતાવળા પાવ ધરે, ચાલે ચાલ્ય લાલ મન હરે ।।૧૪।। ખીજે રીજે રાજી રહે રાખે, કાંઇક ભૂત ભવિષ્યનું ભાખે ।
ડરે ડરાવે દેખાડે બીક, રાખે રખાવે ઠેરાવે ઠીક ।।૧૫।। બુધ્ધિપાર રે વિચાર કરે, ધરે ધ્યાન જ્ઞાન અનુસરે ।
ગાયે ગવરાવે ત્રોડે તાન, સુણે સુણાવે સમજાવે સાન ।।૧૬।। જેજે લીળા કરે ભગવાન, તેતે લખવા જેવી નિદાન ।
સદા સાંભળવી વળી કહેવી, સર્વે ધાર્યા વિચારવા જેવી ।।૧૭।। ધોતી પોતી પીતાંબર શાલ, જામો જરી સોય સુરવાલ ।
પાઘ કસુંબિ સોનેરી કોરે, ધર્યું છોગલિયું ચિત્ત ચોરે ।।૧૮।। વેઢ વિંટી કર કડાં કાજુ, શોભે પોંચિ અંગુઠી ને બાજુ । હીરાસાંકળી હૂલર હાર, શોભે અંગોઅંગ શણગાર ।।૧૯।। કાને કુંડળ કલંગી તોરો, માથે મુગટ કંઠે સોનાદોરો ।
સોનાસાંકળાં ઉતરી ઓપી, મોતીમાળા કંઠમાં આરોપી ।।૨૦।।
ચર્ચ્યાં ચંદન કેશર સુગંધ, તોરા ગજરા ને બાજુબંધ ।
હૈયે હાર અપાર ફુલના, પહેર્યા મહારાજે મોંઘા મુલના ।।૨૧।। બેઠા ડોળે હિંડોળે દયાળ, કરે પૂજા આરતી મરાળ ।
જેજે લીળા કરી અવિનાશ, તેતે લખવા જેવી છે દાસ ।।૨૨।। કેસુ કેશર કસુંબી રંગ, પ્રીત્યે રીત્યે કઢાવ્યો પતંગ ।
રંગ સોરંગ ગેરા ગુલાલ, ભરે ઝોળી રંગે ટોળી લાલ ।।૨૩।। અલબેલ ખેલ અતિ કરે, માંહોમાંહિ અંગ રંગ ભરે ।
જોઇ જન તન ભાન ટળે, થાય સમાધિ અંતરે વળે ।।૨૪।। વળી દેખાય દેશ પ્રદેશ, પ્રેમીજનનાં હેત હમેશ ।
એવી લીળા અનંત અપાર, કહો કેમ આવે કહેતાં પાર ।।૨૫।।
ગજ બાજ રથ વેલ્ય જેહ, મેના સુખપાલ પાલખી તેહ ।
જેજે વાહને બેસે વાલ્યમ, તેતે વિસારવા જેવા કેમ ।।૨૬।। ખાટ પાટ પલંગ ખુરશી, જીયાં બેઠા શ્રીહરિ હુલશી ।
પ્રકરણ
કકકક
૧૦૨
ભક્તચિંતામણી
૩૮૯
ખેલ લૌકિક અલૌકિક કરે, નાવે પાર લખ્યે તેનો સરે ।।૨૭।। કોેટિ બ્રહ્માંડ રહે જેને રોમ, કવિ કોટિ રવિ શશિ સોમ । તેતો ધરી નરતન નાથ, રમે ગોવિંદ સખાને સાથ ।।૨૮।। જેનાં દર્શન દુર્લભ સહુને, આપે દર્શન તે જન બહુને ।
અધો ઉર્ધ્વ વિબુધ વિમાન, જુવે દેવાંગના ભગવાન ।।૨૯।। શ્વેતદ્વીપ વૈકુંઠ ગોલોકે, આવી મુક્ત મંડળ વિલોકે ।
નિર્ખિ નિરન્ન જાય નિજધામ, પામી પરમ સુખ વિશ્રામ ।।૩૦।। એમ અલબેલો સુખ દિયે, નર નિર્જર નિરન્ન લિયે ।
લોકે પરલોકે આનંદ આલે, તેતો લખ્યા વિના કેમ ચાલે ।।૩૧।। કરે લીળા અવનિ ઉપર, ધન્ય ધ્યાન કર્યા જેવી ધર ।
ધન્ય રમ્યા ભમ્યા જીયાં રિહ્યા, સ્પર્શિ રજ મળે કહો કિયાં ।।૩૨।। ધન્ય આંબા આંબલીની છાય, બેઠા જ્યાં હરિ કરી સભાય ।
ધન્ય ગિરિગહ્વર વાટી વન, જીયાં જીયાં ભમ્યા ભગવન ।।૩૩।। ધન્ય નદી તાલ વાપી કૂપ, જીયાં નાહ્યા શ્યામ સુખરૂપ ।
તીર્થ ક્ષેત્ર પવિત્ર જે ધામ, ધન્ય ફર્યા જ્યાં સુંદરશ્યામ ।।૩૪।। ખંડ દેશ શહેર ગામ ઘોષ, ફરી હરિ કર્યા તે અદોષ ।
મેડી મોલ અગાશી આવાસ, જીયાં કર્યો વાલ્યમજીયે વાસ ।।૩૫।। બહુ બંગલા હવેલી હોજ, જીયાં રહ્યા હરિ કરી મોજ ।
જ્યાં જ્યાં વાસ કર્યો મારે વાલે, તેતો લખ્યા વિના કેમ ચાલે ।।૩૬।।
મળ્યા યોગી ભોગી જે ભૂપાળ, કોઇ જટી મુંડી કંઠમાળ ।
પીર ફકીર જંગમ જેહ, ભટ પંડિત પુરાણી તેહ ।।૩૭।। જ્યાં જ્યાં મળી કરી ચરચાય, જીતી વાદી લગાડીયા પાય ।
શૈવી શક્તિ વૈષ્ણવી વેદાંતિ, તેને અંતરે થઇ અશાંતિ ।।૩૮।। બહુ જીવ હતા જે બેહાલ, મળી નાથને કર્યા નિહાલ ।
દઇ દરશ સ્પરશ આપ, ટાળ્યા પાપીના પાપ સંતાપ ।।૩૯।। કઇક યજ્ઞ જનોઇનાં કાજ, સદાવ્રત જમે મુનિરાજ ।
વિવા વાજન ને ખર્ચજાન, જીયાં ગયા થયા મજમાન ।।૪૦।।
૩૯૦ ભક્તચિંતામણ પ્રકરણ ૧૦૨
કર્યા સારા ઉત્સવ સમૈયા, તેતો કેમ જાય લખ્યા કહીયા ।
દેશ પ્રદેશે પરચા દીધા, બહુ જીવ સનમુખ કીધા ।।૪૧।।
સર્વે સંભારી લખી જો લૈયે, બ્રહ્મા શત સરીખા જો હૈયે ।
નહિ રસના શેષના સમ, ગિરા શારદા સમ નહિ ગમ ।।૪૨।।
લખ્યે લંબોદર કર નથી, સુણે પૃથુસમ કાન ક્યાંથી ।
નથી આયુષ લોમશતણી, નથી બુધ્ધિ તે વિધિથી ઘણી ।।૪૩।।
નથી કવિ વાલ્મીક વ્યાસ, કરે સર્વે ગુણનો પ્રકાશ ।
એવા એવા સમર્થ અપાર, બુધ્ધિસાગર બહુ વિચાર ।।૪૪।। તેહતણી પણ સુણી વાણી, સહુ રહ્યા છે અગમ જાણી ।
કિયાં એહ ને આપણે જાણો, ખગ ભાનુ ખદ્યોત પ્રમાણો ।।૪૫।। અલ્પ આયુષ ને અલ્પ બુધ્ધિ, અલ્પ સામર્થ્ય ન લહિ શુધ્ધિ ।
કહ્યું કાલાવાલા કરી કાંઇ, હશે સમું વસમું તે માંઇ ।।૪૬।। આગે કહેવા રહી અભિલાષ, હુવાં ક્ષીણ આ નેણ પ્રકાશ ।
હતી હૈયામાંહિ ઘણી હામ, લખવા ચરિત્ર સુંદર શ્યામ ।।૪૭।।
પણ જીયાં લગી પ્રાણ રહેશે, જીભા સ્વામી સહજાનંદ કહેશે ।
તેહ વિના કહે બીજું કેમ, પડી આંટી અંતરમાં એમ ।।૪૮।। કાન નહિ સુણે બીજો ઉચ્ચાર, નેત્ર નહિ જુવે બીજો આકાર । ત્વચા નહિ કરે ભેટ્ય બીજાની, નાસા નહિ લિયે સુગંધ નાની ।।૪૯।।
મન નહિ કરે મનન અન્ય, બુધ્ધિ નહિ કરે નિશ્ચે હરિ વિન્ય ।
ચિત્ત ન ચિંતવે બીજી વાત, અહંકાર હું હરિનો સાક્ષાત ।।૫૦।। શિશ નહિ નમે અન્ય પાય, રુદે બીજું ધ્યાન નહિ ધરાય ।
કર નહિ જુતે અન્યને આગે, બીજે પંથે નહિ ચલાય પાગે ।।૫૧।।
માટે જ્યાં લગી રહે તન શ્વાસ, તજું નહિ ત્યાંલગી એ અધ્યાસ । હરિગુણ ગાતાં છૂટે તન, તેમાં મગન છે મારું મન ।।૫૨।। ધન્ય શ્રવણ રીઝ્યા હરિ જશે, ધન્ય ત્વચા પ્રભુ પદ સ્પર્શે ।
ધન્ય નેણ જુવે હરિમૂર્તિ, ધન્ય જીભા કહે હરિ કીર્તિ ।।૫૩।। ધન્ય ધન્ય એ સર્વે સમાજ, જેણે કરી રીઝે મહારાજ ।
પ્રકરણ
કકકક
૧૦૩
ભક્તચિંતામણી
૩૯૧
એ છે વાત અલેખામાં અતિ, ન પડે પ્રાકૃત જીવને ગતિ ।।૫૪।।
મન વાણી ને અગમ જેહ, પૂરણ પુરુષોત્તમ તેહ ।
તેતો ધરી મનુષ્યનું તન, જન હેતે ફરે છે જીવન ।।૫૫।। તેનાં લીળાચરિત્રને ગાતાં, થાય નિર્મળ જળ જશ નાતાં ।
માટે નામ ચરિત્ર સામર્થ, કહેશું નહિ ખોયે જનમ વ્યર્થ ।।૫૬।। નિજધર્મે વર્તે જન જેહ, કહેશું સર્વે સંભારીને તેહ ।
અતિ પવિત્ર ચરિત્ર ગાતાં, નથી મુજથકી તે મૂકાતાં ।।૫૭।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે પુરુષોત્તમનો મહિમા કથન નામે એકસોને બીજું પ્રકરણમ્ ।।૧૦૨।।
પૂર્વછાયો- અનેક લીળા અનેક ચરિત્ર, કરી કર્યો જનનો ઉધ્ધાર ।
સુંદર નિર્ગુણ મૂરતિ, તેને વંદુ હું વારમવાર ।।૧।। અનેક નામના નામી સ્વામી, સર્વના સુખધામ ।
અનેક એકની મૂરતિ, અનેક એકનાં નામ ।।૨।।
તે પ્રભુ પ્રકટપણે ફરે, કરે જીવનાં કલ્યાણ ।
મનોહર મૂર્તિ મહારાજની, તેને પ્રણમું જોડી હું પાણ ।।૩।।
પુરુષોત્તમ પૂરણ પોતે, અઢળક ઢળ્યા આવાર ।
તેનાં ચરિત્ર પવિત્ર અતિ, વળી કહું કરી વિસ્તાર ।।૪।। એક સમે મુનિ સહુ મળી, આવિયા પ્રભુજી પાસ ।
અતિ હેતે સ્તુતિ કરવા, હઇયે થયા છે હુલાસ ।।૫।।
ચોપાઇ- નમો કૃષ્ણ નમો નારાયણ, નમો જીવશ્રેય પરાયણ ।
નમો બળવંત બહુનામી, નમો અકળ અંતરજામી ।।૬।।
નમો સહુ જીવના સુખકારી, નમો દીનબંધુ દુઃખહારી ।
નમો દાસના ત્રાસ વિનાશ, નમો સહુના આદિ અવિનાશ ।।૭।।
નમો પુરુષોત્તમ સહુ પર, નમો અક્ષરધામ આધાર ।
નમો નિર્ગુણ સગુણ સ્વામી, સર્વે ધામતણા તમે ધામી ।।૮।।
નમો અપરમપાર અકળ, નમો સર્વના શ્યામ સબળ ।
૩૯૨ ભક્તચિંતામણ પ્રકરણ ૧૦૩
નમો ક્ષર અક્ષર નિયંતા, નમો ગુણપાર ગુણવંતા ।।૯।।
નમો અવતારના અવતારી, નમો સંતતણા સુખકારી ।
નમો દીનના બંધુ દયાળ, નમો ભક્તવત્સલ પ્રતિપાળ ।।૧૦।।
નમો કૃપાના સિંધુ કૃપાળુ, નમો દયાના નિધિ દયાળુ ।
નમો પ્રભુજી પૂરણકામ, નમો સંતતણા સુખધામ ।।૧૧।।
નમો ઇશતણા મહાઇશ, નમો ભક્તપતિ જગદીશ ।
નમો પરમેશ્વર પરબ્રહ્મ, નમો ભવતારણ ત્રિકમ ।।૧૨।।
નમો વાસુદેવ વરદેણ, નમો કેશવ કમળનેણ ।
નમો ગોપાળ ગોકુળચંદ, નમો ગોપીવલ્લભ ગોવિંદ ।।૧૩।।
નમો નાથ ગોવર્ધનધારી, નમો બાળમુકુન્દ મુરારી ।
નમો પદ્મનાભ પીતાંબર, નમો પુનિત પરમેશ્વર ।।૧૪।।
નમો પવિત્ર પરમાનંદ, નમો પદ્માક્ષ પૃથવિવંદ ।
નમો નારાયણ નિર્વિકાર, નમો નૃસિંહ નરકનિવાર ।।૧૫।।
નમો નરોત્તમ નરવીર, નમો નાગનાથણ સુધીર ।
નમો રઘુનાથ રામચંદ્ર, નમો રાઘવ સુખસમુદ્ર ।।૧૬।।
નમો રાજીવલોચન રામ, નમો રમાપતિ રાજનામ ।
નમો વામનજી વિશ્વેશ્વર, નમો વિશ્વરૂપ વિશ્વંભર ।।૧૭।।
નમો વિશ્વેશ વિષ્ણુ ને વ્યાસ, વેદવલ્લભ વાણીપ્રકાશ ।
નમો દામોદરજી દયાળ, નમો દેવ દેવકીજી બાળ ।।૧૮।।
નમો દીનનાથજી દૈત્યારી, નમો દેવેશ દેવ મુરારી ।
નમો માધવ મધુસૂદન, નમો મુકુન્દ મુષ્ટિકમર્દન ।।૧૯।।
નમો મહાબાહુ મંજુકેશ, નમો મહાધીર શ્રીદેવેશ ।
નમો કેશવ કરૂણાધામ, નમો કૌમોદકીધર નામ ।।૨૦।।
નમો કામેશ કૃષ્ણ દયાળ, નમો કૌસ્તુભપ્રિય કૃપાળ ।
નમો ભૂધર ભુવનાનંદ, નમો ભૂતનાથ ભવવંદ ।।૨૧।।
નમો ભુવનૈક ભુજગેશ, નમો ભવનસાવણ ઇશ ।
નમો જનાર્દન જદુરાય, નમો જગન્નાથ તવ પાય ।।૨૨।।
પ્રકરણ
કકકક
૧૦૩
ભક્તચિંતામણી
૩૯૩
નમો જક્ત જાડયન વિનાશ, નમો જગદાધાર અવિનાશ ।
નમો સચ્ચિદાનંદ ચરાચર, નમો ચતુર્ભુજ ચક્રધર ।।૨૩।।
નમો શ્રિયનાથ શ્રિયપતિ, નમો શ્રીવરપ્રદ છો અતિ ।
નમો શ્રીધર શ્રીસુરેશ્વર, નમો સૌમ્ય શ્રીવત્સાંકધર ।।૨૪।।
નમો યોગેશ જીવનપ્રાણ, નમો યશોદાનંદ સુજાણ ।
નમો યમુનાજળ કિલોલ, નમો સંપૂરણ કળા સોળ ।।૨૫।।
નમો શ્રીહરિજી શાલગ્રામ, શુધ્ધ શંખચક્રધર નામ ।
નમો સુરાસુર સદા સેવ, નમો સાધુવલ્લભ અભેવ ।।૨૬।।
નમો ત્રિવિક્રમ તપોઇન્દ્ર, નમો ત્રિસ્થળ તીર્થ રાજેન્દ્ર ।
નમો લીળાધર લક્ષ્મીવર, નમો લોકવંદ લોકેશ્વર ।।૨૭।।
નમો અનંત અચ્યુત અનાદિ, અઘહર આનંદરૂપ આદિ ।
નમો હરિ હળધર ભ્રાત, નમો હિરણ્યાક્ષહનનનાથ ।।૨૮।।
નમો અક્ષરધામ આધાર, તમે સંતના સુખભંડાર ।
સંત હેતે ધરી અવતાર, કરો અનેક જીવ ઉધ્ધાર ।।૨૯।। જ્યારે જ્યારે જેવું પડે કામ, ત્યારે તેવું તન ધરો શ્યામ ।
નમો મત્સ્ય તમને મુરારી, નમો કચ્છરૂપ સુખકારી ।।૩૦।।
નમો તમને વારાહરૂપ, નમો તમને નરહરિ ભૂપ ।
નમો તમને વામન નામ, નમો તમને પરશુરામ ।।૩૧।।
નમો તમને શ્રીરામચંદ્ર, નમો તમને રાજ્યરાજેન્દ્ર ।
નમો તમને કૃષ્ણ કૃપાળુ, નમો દેવકીનંદન દયાળુ ।।૩૨।।
નમો બુધ્ધ તમે બહુનામી, નમો અકળ અંતરજામી ।
નમો કલકિ કરુણાધામ, ધરો તન કરો જનકામ ।।૩૩।। તમે ધરી પુરુષ અવતાર, બ્રહ્મા આદ્યે રચ્યો આ સંસાર ।
તમે સુયજ્ઞ શરીરધારી, હરિ ત્રિલોકપીડા નિવારી ।।૩૪।। ધર્યું કપિલ તન માત કાજ, કહ્યું સાંખ્યતત્ત્વ મુનિરાજ ।
તમે થઇ દત્તાત્રેય નાથ, કર્યા યદુ હૈહય સનાથ ।।૩૫।। તમે સનકાદિક તન ધારી, આત્મતત્ત્વની વાત વિસ્તારી ।
૩૯૪ ભક્તચિંતામણ પ્રકરણ ૧૦૩
તમે નારાયણ તપ કરતા, કામ ક્રોધ લોભ મદ હરતા ।।૩૬।। વળી ધરી તન ભગવાન, દિધું ધ્રુવને તમે વરદાન ।
તમે જ્યારે પૃથુતન ધર્યું, ત્યારે પૃથિવી દોહન કર્યું ।।૩૭।। તમે ઋષભરૂપે હરિ થયા, પુત્ર બોધી પરમહંસ રહ્યા ।
તમે હયગ્રીવતનધારી, વેદમય વાણીયો ઉચ્ચારી ।।૩૮।। જ્યારે હરિ અવતાર ધાર્યો, ત્યારે ગ્રાહથી ગજ ઉગાર્યો । થયા હરિ હંસ રૂપ જેવા, બ્રહ્મા નારદને જ્ઞાન દેવા ।।૩૯।। તમે ધનવંતરી તન ધારી, ટાળ્યો રોગ આયુષ વધારી ।
તમે ધરી વ્યાસ અવતાર, કર્યો એક વેદ વદિ ચાર ।।૪૦।। તમે નારદનું તન લીયું, નૈષ્કર્મ્ય સાત્ત્વતતંત્ર કહ્યું ।
એવા બહુ ધરી અવતાર, કર્યા અનંત જીવ ઉધ્ધાર ।।૪૧।। તમે મત્સ્ય થઇને મુરારી, લાવ્યા વેદ શંખાસુર મારી ।
થઇ કૂર્મરૂપે તે અકળ, ધર્યો પીઠપર મંદ્રાચળ ।।૪૨।। ધરી વારાહરૂપ દયાળ, રાખી પૃથવી જાતિ પયાળ ।
તમે નૃસિંહતન ધરી નાથ, હણ્યો હિરણ્યકશિપુ હાથ ।।૪૩।। કર્યું પ્રહ્લાદનું પ્રતિપાળ, દાસ ત્રાસ નિવાર્યો દયાળ ।
વામનરૂપ ધરીને મહારાજ, બળી છળ્યો ઇન્દ્રરાજ્ય કાજ ।।૪૪।। ધરી પરશુરામ અવતાર, હણ્યા ક્ષત્રિ એકવિશ વાર ।
તમે રામરૂપે થઇ રાજ, માર્યો રાવણ બાંધી સિંધુપાજ ।।૪૫।। તમે ધરી કૃષ્ણ અવતાર, કર્યાં ચરિત્ર અપરમપાર ।
મારી પૂતના ભાંગ્યું શકટ, માર્યો તૃણાવંત તે વિકટ ।।૪૬।। યમલાર્જુન મૂળ ઉખાડી, માર્યો વત્સ બક ચાંચ ફાડી ।
કાળી નાથી પીધો દાવાનળ, માર્યો ધેનુક તે મહા ખળ ।।૪૭।। થયા બાળ વત્સ તમે વળી, ભૂલ્યો બ્રહ્મા શક્યો નહિ કળી ।
ધારી ગિરિ ઇન્દ્રદર્પ મોડ્યો, વ્યાળ વરુણથી નંદ છોડ્યો ।।૪૮।। શંખચૂડ વૃષભ ને કેશી, તમે માર્યો વ્યોમાસુર દ્વેષી । હણ્યો કંસ તે અંશ અસુર, માર્યો અઘાસુર મહાભૂર ।।૪૯।।
પ્રકરણ
કકકક
૧૦૪
ભક્તચિંતામણી
૩૯૫
માર્યો કાળજવન જરાસંધ, બાણ ભૌમ માર્યો મહાઅઘ ।
માર્યો શાલવ ને શિશુપાળ, હણ્યો દંતવક્રને દયાળ ।।૫૦।। એવું કરી કૃષ્ણ અવતારે, માર્યા દુષ્ટ બહુ તેહ વારે ।
કરી ચરિત્ર ગોકુળચંદ, આપ્યાં નિજજનને આનંદ ।।૫૧।। તમે ધરી બુધ્ધ અવતાર, દેખ્યું અવનિયે અઘ અપાર ।
હણ્યા દૈત્ય બોધ્યા બહુ જીવ, તે તે પાર કર્યા તતખેવ ।।૫૨।।
પેખી પાષંડી ભુવે અપાર, તમે લેશો કલકી અવતાર ।
આદ્ય અંતે મધ્યે અવતાર, સર્વે તમારા તે નિરધાર ।।૫૩।। જેજે કર્યાં પૃથ્વી પર કાજ, તે તો સર્વે તમે મહારાજ ।
વળી થાશે થાય છે જે કાંય, તે તો સર્વે તમારી ઇચ્છાય ।।૫૪।।
માટે નમો નમો નાથ તમને, મોટે ભાગ્યે મળિયા છો અમને । એમ સ્તવન કર્યું જોડી હાથ, ત્યારે બોલ્યા શ્રીમુખે નાથ ।।૫૫।।
પૂર્વછાયો- જે જે જન તમે કહ્યું, તે સર્વે સાંભળ્યું કાન । એહ માંયલું અમે ન કર્યું, તમે કેમ જાણ્યા ભગવાન ।।૫૬।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે સર્વે મુનિજન મળીને
સર્વ અવતારના અવતારી મહારાજને જાણીને સ્તુતિ કરી એ નામે
એકસોને ત્રીજું પ્રકરણમ્ ।।૧૦૩।।
સામેરી-નાથ કહે સહુ સાંભળો, જેણે કરી કહ્યા ભગવાન । આ તને તે નવ કર્યું, અમથું કરો છો અનુમાન ।।૧।। વેદ અમે વાળ્યા નથી, નથી શંખાસુર આદિ મારિયા ।
જેણે કરી ભગવાન જાણો, તે મત્સ્ય પ્રભુ મોર્યે થિયા ।।૨।। પિઠ્ય ઉપર ગિરી ધરી, નથી મથીયો અમે મેરાણ ।
ચૌદ રત્ન લીધાં તેતો, કૂર્મ પ્રભુ પ્રમાણ ।।૩।। હિરણ્યાક્ષ હણી પૃથવી, વાળી નથી આ વાર ।
જે પ્રાક્રમે પ્રભુ કહ્યા, એતો વરાહ અવતાર ।।૪।। હિરણ્યકશિપુ મારીને, કરી જન પ્રહ્લાદની સાર ।
૩૯૬ ભક્તચિંતામણ પ્રકરણ ૧૦૪
એહ પ્રતાપે પ્રભુ ખરા, તે તો નૃસિંહ અવતાર ।।૫।।
પંડ વધારી ભરી પૃથિવી, બળી છળીને લીધું રાજ ।
તેહ અમે કિધું નથી, એતો વામનજી મહારાજ ।।૬।। તાતને હેતે હણ્યા ક્ષત્રિ, ફેરી ફરશિ એકવિશ વાર ।
તે પ્રતાપે પ્રભુ કહોતો, એતો પરશુરામ અવતાર ।।૭।। ખર ડુખર ને કુંભકર્ણ, નથી માર્યો મેં રાવણ રાજ ।
એતો પ્રભુ રઘુનાથજી, બાંધી પાજ પત્ની કાજ ।।૮।। કાળી નાથી કર ગિરિ ધરી, ઇંદ્રનું માન ઉખાડિયું ।
બ્રહ્માને મન ભંગ કરી, વિશ્વ માને મુખમાં દેખાડિયું ।।૯।। અઘાસુર બકાસુર કેશી, વત્સ ધેનુકાસુર વૃષભ ।
વ્યોમાસુર ભૌમાસુર વળી, મુરદાનવ મધુકૈટભ ।।૧૦।। કંસ ને વળી કાલયવન, શંખચૂડ ને શાલવ સહિ ।
બાણાસુર શિશુપાળ સરખા, જરાસંધ જેવા કહિ ।।૧૧।। દંતવક્રાદિ દુષ્ટ દમ્યા, રમ્યા વ્રજયુવતિ સંગ ।
એહ પ્રાક્રમે કૃષ્ણ પ્રભુ, તેતો અમે ન કર્યાં અંગ ।।૧૨।। જોઇ દુષ્ટ યજ્ઞ કરતા, મદ્ય ને માંસારી થયા ।
તેને મોહ પમાડી જીવ તાર્યા, તે પ્રભુ બુધ્ધજી કહ્યા ।।૧૩।।
પાખંડી બહુ પ્રકટી, સત્યધર્મ નાશ કરશે ।
જીવને શુધ્ધ બોધ દેવા, કલકિ તન ધરશે ।।૧૪।।
એહ આદિ અનંત દેહ, ધર્યા ધરણી ઉપરે ।
ખળબળ ખંડન કરી, તાર્યા જન બહુ એણિપેરે ।।૧૫।। એમ અનેક અવતારમાં, બહુ બહુ કરીયાં કાજ ।
એહ માયલું અમમાં, કહો શું દીઠું તમે આજ ।।૧૬।। એહ પ્રાક્રમે પ્રભુપણું, અમમાંહી એકે નથી ।
ન માનો તો જુવો નજરે, કહું તમને હું શું કથી ।।૧૭।। એમ વાત કરી હરિ, સર્વે સંત સાંભળતાં ।
સુણી વચન વાલાતણાં, મુનિ મરકી બોલ્યા વળતાં ।।૧૮।।
પ્રકરણ
કકકક
૧૦૪
ભક્તચિંતામણી
૩૯૭
નભ કહે હું નભ નહિ, કહે પવન હું નહિ પવન ।
તેજ કહે હું તેજ નહિ, એમ કહ્યું શ્રીભગવન ।।૧૯।। જળ કહે હું જળ નહિ, ધરા કહે હું ધરા નહિ ।
સિંધુ કહે હું સિંધુ શાનો, તેમ પ્રભુ કહે હું પ્રભુ નહિ ।।૨૦।।
સૂર્ય કહે હું સૂર્ય શિયો, શશિ કહે હું શશિ નથી ।
એનો ઉત્તર એક ન મળે, જને વિચાર્યું મનથી ।।૨૧।। એમ આવ્યું એ વાતમાં, સંતજને સમજી લયું ।
આપણે તો આનંદ છે, પણ બીજાનું તો ઘર ગયું ।।૨૨।। એવું સુણી સંત સર્વે, લાગ્યા શિશ ડોલાવવા ।
કેવી વાત કરી હરિ, દુષ્ટ જન ભૂલાવવા ।।૨૩।।
હરિજન મન હરખિયાં, જોઇ જીવનની જુગતિ ।
આવી વાતે અન્ય જનનું, અવળું થાશે અતિ ।।૨૪।।
મસ્તજાતિ ભગવાનની, ઇચ્છા આવે તેમ ઓચરે ।
સંત સુણી સુખ પામે, અસંત ને અવળું કરે ।।૨૫।।
સંત સર્વે લીલા જાણી, ચિત્તમાં નિત્ય ચિંતવે ।
અસંત કહે આપણ જેવા, મનુષ્ય કરી મન લેખવે ।।૨૬।।
મનુષ્ય જાણી મોટા મોટા, ભ્રમિને ભૂલા પડ્યા ।
આપ બુદ્ધિએ અનુમાન કરી, થડ મુકી ડાળે ચડ્યા ।।૨૭।।
મનુષ્ય ચરિત્ર જોઇને, પારવતી નવ પ્રિછિયાં ।
રોતા દેખી શ્રીરામને, ભવાની ભૂલી ગયાં ।।૨૮।।
પનંગારી પાર્ષદ મોટો, નિત્ય રહે હરિને સંગે ।
નાગપાશે નાથ બાંધ્યા, દેખીને ભૂલ્યો અંગે ।।૨૯।। બ્રહ્મા આવ્યા ભાળવા, ભૂલ્યા અન્ય આચારમાં ।
ચરિત્ર જોઇ મહારાજનાં, વિધિ પડ્યા વિચારમાં ।।૩૦।। હર્યાં વત્સ વળી બાલકાં, પછી આવીને પેખીયું ।
બહુ વિધિએ વિલોક્યું, પણ અણુ ન્યૂન ન દેખિયું ।।૩૧।। એવા એવાને એમ થયું, તો અવરનો શિયો આશરો ।
૩૯૮ ભક્તચિંતામણ પ્રકરણ ૧૦૫
ચરિત્ર જોઇ ચળે નહિ, તેહ ભક્ત હરિનો ખરો ।।૩૨।।
નરતન ધરી નાથજી, કાંઇ કાંઇ હોયે કરતા ।
સુતા બેઠા જાગતા, ખાતા પીતા ઓચરતા ।।૩૩।।
જે જે ચરિત્ર કરે હરિ, તે જનનાં મન હરવા ।
લલિત લીળા લાલની, છે મુનિને ધ્યાન ધરવા ।।૩૪।। એમ સમજી સંત સર્વે, મોહ ન પામે મનમાં ।
જેમ જેમ લીલા જુવે, તેમ તેમ રહે મગનમાં ।।૩૫।। જે જે વાત હરિએ કરી, તે સર્વે સંતે સાંભળી ।
પાડી ના પ્રભુપણાની, પણ સંતની મતિ નવ ચળી ।।૩૬।।
પછી સંત બોલિયા, મુનિ વિચારી મનથી ।
મત્સ્યાદિ દેહે કર્યાં પ્રાક્રમ, તેતો તમે કર્યાં નથી ।।૩૭।।
પણ જેવું જણાય છે અમને, તેવું કહેશું કરભામિને ।
સમજી સમાગમ કર્યો છે, જાણી અંતરજામીને ।।૩૮।।
આગળ તમે જે ઓચર્યા, તેનું એમ જણાય છે આજ ।
નિરસંશય નિશ્ચય કરી, કહેશું કર જોડી મહારાજ ।।૩૯।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિ મનુષ્યચરિત્ર
કથન નામે એકસોને ચોથું પ્રકરણમ્ ।।૧૦૪।।
ચોપાઇ- ત્યારે બોલિયા સરવે સંત, તમે સાંભળો શ્રી ભગવંત । વેદ વાળ્યા મત્સ્ય તન ધારી, શંખાસુરને માર્યો મુરારી ।।૧।। શંખાસુર હતો મહાબળી, પેચ પ્રાક્રમે પૂરણ વળી ।
તેને કામ ક્રોધે મળી માર્યો, લોભ મોહ આગળ્યે એ હાર્યો ।।૨।। એવા કામ લોભ ને જે ક્રોધ, મહા જબર છે જગજોધ ।
તેને જીતી કર્યો જેજેકાર, એથી કોણ મોટો અવતાર ।।૩।। ધરી કમઠરૂપ સુજાણ, મથ્યો મંદ્રાચળ તે મેરાણ ।
દેવ દાનવે નેતરું તાણી, બળે વલોયું સમુદ્રપાણી ।।૪।। એવા સુર અસુર બળિયા, તેને પણ કામ ક્રોધે ગળિયા ।
પ્રકરણ
કકકક
૧૦૫
ભક્તચિંતામણી
૩૯૯
એવા કામ ક્રોધ લોભ ભારી, સુરાસુર મુક્યા જેણે મારી ।।૫।। તેનો નાશ કર્યો નિરધાર, તેથી કોણ મોટો અવતાર ।
ધરી વરાહરૂપ મહારાજ, હણ્યો હિરણ્યાક્ષ પૃથવી કાજ ।।૬।। હિરણ્યાક્ષ મહા બળવંત, બહુ પ્રાક્રમી યુધ્ધે અત્યંત ।
લઇ ગદા ગયો સ્વર્ગલોક, દેખી દેવ પામ્યા બહુ શોક ।।૭।।
લાગ્યો ભય ભાગ્યા સહુ સુર, દઇ ડારો ને વળ્યો અસુર ।
પછી કઇ કાળ સિંધુમાં ફર્યો, લેરી સાથે ગદા યુધ્ધ કર્યો ।।૮।। ત્યાંથી ગયો વરુણને પાસ, માંહિ દુષ્ટ ને ઉપર દાસ ।
જોડી હાથ જાચ્યો યુદ્ધ જાણો, તે વરુણથી નવ અપાણો ।।૯।। એવો મહાબળિયો જોરાણ, તે પણ કામ ક્રોધનો વેચાણ ।
એવા કામ ક્રોધ લોભ લોંઠા, જેણે સહુને કર્યા પારોંઠા ।।૧૦।। એવા કામાદિ કર્યો સંહાર, એથી કોણ મોટો અવતાર । ધરી નૃહરિરૂપ અનૂપ, માર્યો હિરણ્યકશિપુ ભૂપ ।।૧૧।। હિરણ્યકશિપુ મહા બળવાન, કરી તપ થયો ભગવાન ।
મહાતપે તેજે પરતાપી, લીધું રાજ્ય ઇંદ્રનું ઉત્થાપી ।।૧૨।। આપ તપ બળે કરી ભૂપ, થયો દશ દિગપાલરૂપ ।
ઓગણપચાસ વાયુ અનૂપ, થયો તે બાર સૂર્ય સ્વરૂપ ।।૧૩।। અષ્ટ વસુ વળી લોકપાળ, થયો સર્વે રૂપે તે ભૂપાળ ।
લોકપાળ ગુણ પોતે ગ્રહિ, યજ્ઞભાગ લિયે આપે જહિ ।।૧૪।। એવો હતો પ્રાક્રમી જે અતિ, તેને મોહ લોભે લીધો જીતી । કામ ક્રોધ મન ઇન્દ્રિસાથ, એને આગળ વરત્યો અનાથ ।।૧૫।। એવા કામ ક્રોધ લોભ મોહ, મન ઇન્દ્રિય આદિ જે સંમોહ । તેને વશ કર્યા છે આ વાર, એથી કોણ મોટો અવતાર ।।૧૬।। વામનરૂપ ધરીને દયાળ, કરી ઇંદ્રતણી પ્રતિપાળ ।
ઇંદ્ર સુરતણો અધિપતિ, જેને ઘેર શચી જેવી સતી ।।૧૭।। તેને પણ કર્યો કામે કંગાલ, ઋષિઘેર જઇ થયો બેહાલ । એવા કામાદિક જે કરૂર, જેથી બચ્યા નહિ સુરાસુર ।।૧૮।।
૪૦૦ ભક્તચિંતામણ પ્રકરણ ૧૦૫
એવા પાપીનો કીધો પ્રહાર, એથી કોણ મોટો અવતાર । ધરી પરશુરામ અવતાર, માર્યા ક્ષત્રિય એકવીશ વાર ।।૧૯।। કર્યું તાત હેત એહ કાજ, હતા તાત તને તપિરાજ ।
હૈહયે કર્યું એવું કામ, બીજા જીવનું શું પુછો નામ ।।૨૦।। એવો ક્રોધ વા કામ કે લોભ, એણે સહુનાં મન કર્યાં ક્ષોભ । તેનો શોધીને કર્યો સંહાર, એથી કોણ મોટો અવતાર ।।૨૧।।
શ્રીરામજી અવતાર ધારી, માર્યો રાવણ મહા અહંકારી ।
રાવણ તપે પામી વરદાન, થયો બહુ અજીત બળવાન ।।૨૨।। જીત્યો સ્વર્ગ મૃત્યુ ને પાતાળ, થયો મહા અભિમાની ભૂપાળ । જીત્યા બ્રહ્મા ઇંદ્ર સુર સર્વ, રહ્યો નહિ કોઇનો તે ગર્વ ।।૨૩।। જીત્યો ઘન પવન જમરાય, જીત્યા નવગ્રહ ને જરાય ।
એવો મહાબળી અહંકારી, તેને લીધો કામ ક્રોધે મારી ।।૨૪।। તે કામ ક્રોધનો આણ્યો અંત, તેને કોણ ન કહે ભગવંત । કર્યાં કૃષ્ણે ચરિત્ર અપાર, બહુ દુષ્ટનો કર્યો સંહાર ।।૨૫।। દુષ્ટ હતા બહુ બળવંત, પ્રાક્રમી ને માયાવી અત્યંત ।
આપ જોરે જીતી સહુજન, થયા પૃથ્વીએ પોતે રાજન ।।૨૬।। જરાસંધ શિશુપાળ આદિ, અનમ્ર અહંકારી અનાદિ ।
જેની નમતિ નહિ પરછાય, મહા અભિમાની મનમાંય ।।૨૭।। તેને કામ ક્રોધે લોભે મળી, નાખ્યા મોહ મમતાએ દળી ।
એવા કામ ક્રોધાદિક કોટા, જેને આગે હાર્યા છોટા મોટા ।।૨૮।। એવા દુષ્ટ જે થકી હણાય, તેતો સર્વથી મોટા ગણાય ।
કામ ક્રોધ લોભ જે ચંડાળ, એથી ભુંડું થાય તતકાળ ।।૨૯।। સ્વર્ગલોક થકી પાછા પાડે, વિધિલોકથી મૂળ ઉખાડે ।
પાડે વૈકુંઠલોકથી વળી, પાડે અન્ય લોક થકી મળી ।।૩૦।। જે જે પ્રાપતિ માંહિથી પડ્યા, તેહ સર્વને એ શત્રુ નડ્યા ।
માટે એને દિયે જે વિદારી, તેતો અવતારના અવતારી ।।૩૧।।
સૂક્ષ્મદૃષ્ટિવાળાને એ સુજે, સ્થૂળદૃષ્ટિવાળા તે ન બુજે ।
પ્રકરણ
કકકક
૧૦૫
ભક્તચિંતામણી
૪૦૧
માટે આજ છે વાત અલેખે, જાડી બુધ્ધિવાળા તે ન દેખે ।।૩૨।। આગે થયા જેજે અવતાર, કર્યો દૈવી જીવનો ઉધ્ધાર ।
દૈવી આસુરી સંપત્તિવાળા, આજ સહુને કર્યા સુખાળા ।।૩૩।।
સાત્ત્વિક રાજસી તામસી જન, આજ સહુને કર્યા પાવન ।
જે કોઇ ધ્યાન ધારણા સમાધ્ય, પામ્યા તમથી જીવ અગાધ્ય ।।૩૪।।
નાડી પ્રાણનો કરી નિરોધ, કર્યો બહુ પ્રકારનો બોધ ।
અંતર ફેરવી આશ્રિત કીધા, બહુ જીવને શરણે લીધા ।।૩૫।। અજજંઘથી થયા અદેવ, હતા જગે ગુરુ શિષ્ય એવ ।
યક્ષ રક્ષ જે અજે ઉપાવ્યા, પાછા તેહ મળી ખાવા આવ્યા ।।૩૬।। બલિબગાસે નારી ત્રણ બની, પુંશ્ચલી ને સ્વૈરિણી કામિની ।
એવા ગુરુ શિષ્ય ને સંસારી, વળી ત્રણ પ્રકારની નારી ।।૩૭।। એવા જીવ ઉધ્ધારિયા કઇ, માટે કહું હું મોટપ્ય સહિ ।
આજ પ્રકટાવ્યો છે પ્રતાપ, એવો આગળ્યે ન કર્યો આપ ।।૩૮।। આજ જનને આપ્યાં જે સુખ, તેતો કહ્યું જાય કેમ મુખ ।
સર્વ થકી પાર છો મહારાજ, તે અમને મળ્યા તમે આજ ।।૩૯।। દર્શ સ્પર્શ તમારું તે ક્યાંથી, થોડે ભાગ્યે કરી થાતું નથી । જાણ્યે અજાણ્યે જોડે જે હાથ, તે જન કેદિ ન થાય અનાથ ।।૪૦।। અજાણ્યે કરે અમૃતપાન, તોય અમર કરે નિદાન ।
પારસ સ્પરશે લોહ અજાણે, થાય કંચન જગત જાણે ।।૪૧।। રવિ મળે રહે નહિ રાત, જળપાને પિયાસનો પાત ।
જેમ અજાણે અગ્નિને સંગે, શીત વ્યાપે નહિ વળી અંગે ।।૪૨।। તેમ સ્પરશતાં પૂરણ બ્રહ્મ, જાય કોટિ જનમનાં કર્મ ।
થાય અભય જન તે અંગે, પ્રકટ પુરુષોત્તમ પ્રસંગે ।।૪૩।। શશિમાંયથી વરસે આગ્ય, રવિ કરે કિરણનો ત્યાગ ।
વિદ્યુતમાંહિથી વહની વટે, ચંદનમાંથી શિતળતા ઘટે ।।૪૪।। શૂન્ય તજે તે શબ્દ પ્રસંગ, વાયુ તજે સ્પરશ અંગ ।
તજે તેજ રૂપ રસ તોય, તજે ગંધ પૃથવીને જોય ।।૪૫।।
૪૦૨ ભક્તચિંતામણ પ્રકરણ ૧૦૫
એમ થાય કોઇ કાળે વળી, એવી વારતા નથી સાંભળી ।
પણ કદાચિત એમ હોય, હરિ મળ્યે અભદ્ર ન તોય ।।૪૬।। વસુધાનું વેજું કોઇ કરે, તેની ચોટ ઠાલી કેમ ઠરે ।
તેમ પુરુષોત્તમ સ્પરશે, તેનું અકાજ કહો કેમ હશે ।।૪૭।। કોઇ રીત્યે પુરુષોત્તમ ભજે, તેનું અકાજ ન હોય રજે । કામભાવે ભજી વ્રજનાર, માત તાત તજી પરિવાર ।।૪૮।।
સનેહે વસુદેવ દેવકી, દુષ્ટ ભાવે કરી ભજી બકી ।
ભયે ભજીયો કંસ ભૂપાળ, વૈરદ્વેષે ભજ્યો શિશુપાળ ।।૪૯।।
સખાભાવે ભજ્યા અરજુને, ભક્તિભાવે ભજ્યા નારદજને ।
દાસભાવે હનુ ને ખગેશ, સ્નેહભાવે યુધિષ્ઠિર નરેશ ।।૫૦।। એતો સર્વે પામ્યા સુખ અંગે, રહી પ્રકટને પરસંગે ।
પુરુષોત્તમ પ્રકટ હોય જ્યારે, ક્રિયા સાધન ન લેવું ત્યારે ।।૫૧।। આપે દરશ સ્પરશ દઇ, કરે ભવપાર જીવ કઇ ।
માટે આજ પુરુષોત્તમ તમે, નિશ્ચય કરીને જાણ્યા છે અમે ।।૫૨।। વળી કોટિ કોટિ રવિ શશિ, તેના તેજ સમૂહનો રાશિ ।
વળી પ્રકૃતિ પુરુષથી ઇનામ, એવું અક્ષરબ્રહ્મ જે ધામ ।।૫૩।। તેમાં બ્રહ્મરૂપ જે સકળ, કોટિ કોટિ મુક્તનાં મંડળ ।
તેને મધ્યે રહ્યા એવા તમે, તે તમને જાણ્યા પ્રભુ અમે ।।૫૪।। વળી અક્ષરધામ ગોલોક, એહાદિ બીજાં ધામ અશોક ।
તેનું ઐશ્વર્ય જે જે કહેવાય, તે તો સર્વે રહ્યું તમ માંય ।।૫૫।। વળી પ્રકૃતિ પુરુષાદિ ધામ, અતિ ઐશ્વર્ય જે અભિરામ ।
તે તમારા ધ્યાન કરનાર, સર્વે દેખે છે તેહ મોઝાર ।।૫૬।। વળી સહુ અવતાર સ્વરૂપ, એનાં ઐશ્વર્ય જે જે અનૂપ ।
તે તમમાં દેખે ધ્યાનવાન, માટે સહુના કારણ ભગવાન ।।૫૭।। છો અવતારી જે અવતાર કહીએ, તેનાં ચરિત્ર તે તમારાં લહીએ । એહ વાતમાં નથી સંદેહ, વળી કહીએ જણાય છે જેહ ।।૫૮।। જેહ જન તમારા આશ્રિત, વૈરાગ્ય જ્ઞાન સ્વધર્મ સહિત ।
પ્રકરણ
કકકક
૧૦૬
ભક્તચિંતામણી
૪૦૩
મહાત્મ્ય યુક્ત ભક્તિ અનન્ય, કરે તમારે પ્રતાપે જન ।।૫૯।। એવો પ્રતાપ અતિ અપાર, તમે પ્રકટાવ્યો છે આ વાર ।
તે તો સહુ જાણે નરનાર, નથી છાની એ વાત લગાર ।।૬૦।। એવા તમે જેને મળ્યા મહારાજ, તેને કરવું ન રહ્યું કોઇ કાજ । તોય રખાવો છો રૂડી રીત, કહું તેહ પરમ પુનિત ।।૬૧।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે મુનિજને રામકૃષ્ણાદિ
અવતાર કરતાં શ્રીજી મહારાજનું અધિક સામર્થ્ય કહ્યું એ નામે
એકસોને પાંચમું પ્રકરણમ્ ।।૧૦૫।।
ચોપાઇ- હવે સાંભળો સંતની રીત, કહું અતિ પરમ પુનિત । જેને મળ્યા પ્રકટ પ્રમાણ, પુરુષોત્તમ પરમ સુજાણ ।।૧।।
સુખસાગર સુંદરશ્યામ, જેને સુખે સુખી સહુ ધામ ।
તે પુરુષોત્તમ જેહના પતિ, તેને ન રહે રંકપણું રતિ ।।૨।।
ચૌદ લોકમાં ન લોભે ચિત્ત, કીટબ્રહ્માદિ દેખે અનિત ।
અંતરમાંહિ અત્યંત વૈરાગ્ય, તન મન સુખ કીધાં ત્યાગ ।।૩।।
પંચ વિષયથી ઉતારી પ્રીત, અસત્ય સુખમાં ન આપે ચિત્ત ।
કામ ક્રોધ નહિ લોભ મોહ, એવા સંત તણો જે સમોહ ।।૪।। તેહ કહે પરસ્પર મળી, જોજ્યો જીવ ભ્રમાણા છે વળી ।
મહાદુઃખતણી જેહ ખાણી, તેમાં જઇને પડ્યા સુખ જાણી ।।૫।। એક આશ્ચર્ય વાત છે એહ, દુઃખમાં સુખ મનાણું જેહ ।
મહા નારી છે નરકનો કૂપ, કેમ સમજાય છે સુખરૂપ ।।૬।। જે જે નર નરકમાં પડે, તેતો સર્વે નારી સંગ વડે ।
જમપુરીયે જાય છે જીવ, તેતો નારી થકી તતખેવ ।।૭।। જન્મ મરણ સહે દુઃખ અંગે, તેતો નારીતણે પરસંગે ।
લખચોરાશી તન લહે છે, જેને નારીમાં પ્રીત્ય રહે છે ।।૮।।
સુણો વાત કહું એક વળી, બહુ દુઃખ પામ્યા એને મળી ।
મોટા મોટા થયા મન ભંગ, તેતો નારીનો કરતાં સંગ ।।૯।।
૪૦૪ ભક્તચિંતામણ પ્રકરણ ૧૦૬
દેવ દાનવ મનુષ્ય માત્ર, નારી સ્નેહે કરે જમજાત્ર ।
પારકી ને પોતાની જે નાર, કાપે તન જેમ તરવાર ।।૧૦।। વિષ વહ્નિ વ્યાળમાં જે ગુણ, તેને પોતાનું પારકું કુણ ।
મહાડાકણી શાકણી સરખી, સરવે સુર નર લીધા ભરખી ।।૧૧।। જેવી વૃહવંતી હોય વાઘણી, ખાય ખીજવી જેમ નાગણી ।
એહ સાથે છે જેને સનેહ, તેતો હાર્યા છે મનુષ્ય દેહ ।।૧૨।। જોઇ ઝેર કનક કટોરે, જોજ્યો પીવા ચડ્યા નર હોરે ।
સારી જોઇ સજી તરવાર, પેટ નાખવા કરે વિચાર ।।૧૩।। તેમ રૂપવંતી નારી જોઇ, નર મરે છે મૂરખ મોઇ ।
જેમ મૃગને ઘંટ રવાલ, જેમ પતંગ પાવક ઝાળ ।।૧૪।। જેમ કરિને કાગદ કરિણી, તેમ નરને એ પ્રાણ હરિણી ।
જેમ અમળ સમળ તોય, બોલે લાછ અલાછ નારી દોય ।।૧૫।।
પગ હાથ કટિ કોટ કસી, આંખ્યમાંય ભૂંશી કાળી મશી ।
કાન નાક ફાડિ બાંધ્યા કેશ, વળી બાંધી આંગળીયો વિશ ।।૧૬।। તોય કાઢ્યાં કલેજાં નરનાં, તેણે રાતા છે નખ કરના ।
વળી ખાધું મુખે માંસ એણે, દાંત રાતા રંગાણાં છે તેણે ।।૧૭।। એહ સાથે થઇ જેને પ્રીત્ય, તેને સુખ નહિ કોઇ રીત્ય ।
છે તો નિર્લજ્જ કાઢે છે લાજ, એતો પુરુષને બોલાવા કાજ ।।૧૮।। કાવે અબળા ને બળ છે બહુ, જેણે વશ કર્યા નર સહુ ।
ઝાઝી લાજમાં બોલે છે ઝીણું, તેતો પુરુષનું કરવા હીણું ।।૧૯।। ધીરી ધીરે જે પગ ભરે છે, તેણે નરના પ્રાણ હરે છે ।
હાવભાવ દેખાડે છે અંગ, તેતો નરતન કરવા ભંગ ।।૨૦।। જેમ મુષી ફુંકી ફુંકી ખાય, તેની પીડા તને ન જણાય ।
તેમ નારી મીઠું મીઠું બોલી, ખાય નરનાં કલેજાં ફોલી ।।૨૧।। એવો દગો જે દેખતા નથી, કહો સંતો સુખ તેને ક્યાંથી ।
નારી ઓછાયે અહિ અંધ થાય, નારી ઓછાયે ઘા ન રૂઝાય ।।૨૨।। કોઇ કહેશો એવી કેમ કરી, તેની વાત સુણી લિયો ખરી ।
પ્રકરણ
કકકક
૧૦૬
ભક્તચિંતામણી
૪૦૫
જેમ સિકંદરની પૂતળી, કરી વેગળાં રાખવા વળી ।।૨૩।। તેને પાસે જોરે જોઇ જાય, ભાગે પોત મોત તેનું થાય ।
માટે દૂર રહ્યે દુઃખ નથી, જોઇ તજવી તન મનથી ।।૨૪।। તેનો કરવા ઇચ્છે જે સંગ, તેતો મહાદુઃખ પામશે અંગ ।
એને નખ શિખા નિંદવા જેવી, કહિ કહિ કવિ કહે કેવી ।।૨૫।। જેના ઘટમાં કામસિંહ ગર્જે, બીવે નહિ તે કરતાં વિપર્જે ।
ચડ્યા નારી નયણની ચોટ, તેને મારી કર્યા લોટ પોટ ।।૨૬।। એવી ખોટ ખાય છે અભાગી, તોય તેહને ન શકે ત્યાગી ।
આવી જેથી અજપર આળ્ય, બેઠી ગિરિજાપતિને ગાળ્ય ।।૨૭।। એથી થયો ઇંદ્ર અંગે ભંગ, ગયું તપ સૌભરીનું એ સંગ ।
લીધો એકલશૃંગી લટપટ, ઝાલે છે નારી નરને ઝટ ।।૨૮।। તેમાં લોભી રહ્યા જેહ જન, તેતો શું સમજ્યા હશે મન ।
નારી ઉપર અંગ ઉજવળે, માંહિ ભરી છે મૂત્ર ને મળે ।।૨૯।।
મજ્જા મેદ છે માંસનો પીંડો, થુંક લાળ કફ પિયાં શેડો । રગરગમાં ભર્યું રુધિર, અસ્થિ ત્વચાએ મઢ્યું શરીર ।।૩૦।।
પરૂ પાચ ઉદરમાં ઓકાર, મુખમાંહિ હાડકાંની હાર ।
નખ કેશ શલેષમ સોઇ, એમાં કામની વસ્તુ છે કોઇ ।।૩૧।। જે જે વસ્તુનાં લીધાં છે નામ, તેનું ભરી લૈયે એક ઠામ । તેને કરે ખાવા કોઇ ખાંત, તે કેમ કહેવાય મનુષ્ય જાત ।।૩૨।। એમ જાણી કાં ન કરે અભાવ, ભૂલેલ કેમ કરે છે ભાવ ।
તજે નહિ કાં અષ્ટ પ્રકારે, મૂરખ શા સારુ એને સંભારે ।।૩૩।।
શ્રવણ મનન કરે ગુહ્ય વાત, બોલે દર્શ પર્શ નારીગાત ।
મળી એકાંતે નારીશું વસે, સંતો એવા પાપી કોણ હશે ।।૩૪।।
નારી કરે જ્યાં ક્રિયા તનની, તે સ્થળ જાવા ઇચ્છે વૃત્તિ મનની । વળી નર તે નારી સંગ રહેશે, સંતો એવા પાપી કોણ હશે ।।૩૫।।
નારી ન્હાતિ હોય જ્યાં નીરે, પહેરી અલ્પ વસ્ત્ર શરીરે ।
તેને જોવા ઇચ્છે ખોટે મશે, સંતો એવા પાપી કોણ હશે ।।૩૬।।
૪૦૬ ભક્તચિંતામણ પ્રકરણ ૧૦૬
બેઠા હોય જન જ્યાં મળી, આવે વારતા નારી ત્યાં વળી ।
પછી ઉઠી યાંથી ન નિકસે, સંતો એવા પાપી કોણ હશે ।।૩૭।।
પહેરી અંગે આભૂષણ નારી, સજી સુંદર વસ્ત્ર તે સારી ।
એનાં વસન ભૂષણ સ્પર્શે, સંતો એવા પાપી કોણ હશે ।।૩૮।।
નારી ઉપરવાસે નીકળી, દિયે દેહની દુર્ગંધ વળી ।
તે ગંધે નહિ અંતર અકળાશે, સંતો એવા પાપી કોણ હશે ।।૩૯।। વાટે ઘાટે એ હોય એકલી, તેને સંગે ચાલે લાજ મેલી ।
પાપે કરી જે નારી પેખશે, સંતો એવા પાપી કોણ હશે ।।૪૦।। અતિ હોય જ્યાં અવકાશ, તોય નિસરે નારીને પાસ ।
પંચ હાથથી ઢુંકડા ધશે, સંતો એવા પાપી કોણ હશે ।।૪૧।। કરે ચેષ્ટા કાંઇ વળી નારી, ભૂલ્યે દેખે ન મેલે વિસારી । વળી ભિંતર અંતરે જે વસે, સંતો એવા પાપી કોણ હશે ।।૪૨।।
નારી વેષે જે વૃંદલ વર્તે, નારી વેષે જે નૃત્યક નરતે । જાય જોવા સારુ એહ દશે, સંતો એવા પાપી કોણ હશે ।।૪૩।। ધાતુ મૃત્તિકા કાષ્ઠ પાષાણ, લખી ચિત્રની ચિતારે જાણ ।
તેને પગે કરીને સ્પર્શે, સંતો એવા પાપી કોણ હશે ।।૪૪।। એહ આદિ જે નારી પ્રસંગ, કોઇ રીત્યે જો રાખશે અંગ ।
તેતો વારમવાર મરશે, સંતો એવા પાપી કોણ હશે ।।૪૫।। જેમ કૂપ તરણે ઢાંકેલ, વળી કહીએ વિષની એ વેલ ।
તેને ઓછાયે જાણી ઉતરશે, સંતો એવા પાપી કોણ હશે ।।૪૬।।
નથી નથી નારી હેતુ નરની, એતો ભરીછે પ્રપંચ ભરની ।
સ્ત્રી ચરિત્ર હોય અપાર, માંહિ દગો ન દેખાડે બહાર ।।૪૭।। એજ દોરડો દેખીને ડરે, એજ સર્પ ઉપર પગ ધરે ।
એજ ઉંદરથી ડરી ચાલે, એજ કેસરીના કાન ઝાલે ।।૪૮।। એજ ડરે દેખીને અંધારું, એજ ફરે કાળી રાત્યે બારું ।
એજ પાણીમાં પગ દેતી ડરે, એજ સમુદ્ર સહજે ઉતરે ।।૪૯।। કરે ચરિત્ર બોલતાં જોતાં, ઘણું આવડે હસતાં રોતાં ।
પ્રકરણ
કકકક
૧૦૬
ભક્તચિંતામણી
૪૦૭
રીઝી નારી નરસંગ બળે, ખીજી છેદે શિશ તેનું છળે ।।૫૦।।
સહજ સ્વભાવે હોય અવળી, શીખ વાત ન લીયે સવળી ।
શુભગુણ ગ્રેવાની ચારણી, કલ્પના માત્રની કારણી ।।૫૧।।
મને મેલી ને અંગે અશુદ્ધ, તેનો સંગ રાખે કેમ બુધ્ધ ।
મળે નાગણી વાઘણી વળી, કૂપપતન જો પડે વીજળી ।।૫૨।। વિષ વૈરી આગ્ય બલાખારી, એ મળજ્યો ન મળજ્યો નારી ।
નથી નથી બીજો નરક કૂપ, નરક નરને નારીનું રૂપ ।।૫૩।।
મેલી પુરુષોત્તમની મૂરતિ, કરે છે નારી જોવા શું રતિ । તેને ચિંતવે વારમવાર, એવા મૂરખને છે ધિક્કાર ।।૫૪।।
મેલી સુંદર શ્યામ સ્વરૂપ, જઇ જુવે છે નારીનું રૂપ ।
તેમાં થાય નર તદાકાર, એવા મૂરખને છે ધિક્કાર ।।૫૫।।
મેલી મહાપ્રભુજીનું મુખ, દેખે નારીને નર વિમુખ ।
તેના સ્પર્શનો રાખે છે પ્યાર, એવા મૂરખને છે ધિક્કાર ।।૫૬।।
મેલી મોહનમુખની વાત, નારી શબ્દ સુણે રળિયાત ।
નાવે અવગુણ તેનો લગાર, એવા મૂરખને છે ધિક્કાર ।।૫૭।।
મેલી મુખે હરિગુણ ગાન, કહે નારીચરિત્ર નિદાન ।
તેણે ફુલે અંગમાં અપાર, એવા મૂરખને છે ધિક્કાર ।।૫૮।।
મેલી કેશવ કમળ નેણ, સંભારે છે નારી દુઃખદેણ ।
નથી સમજતો સાર અસાર, એવા મૂરખને છે ધિક્કાર ।।૫૯।।
નથી લોભાતો લાલને લટકે, મનમાન્યું માનિનીને મટકે । ખાધી ખોટ ને થયો ખુવાર, એવા મૂરખને છે ધિક્કાર ।।૬૦।। કૃષ્ણકથામાં ન દિયે કાન, સુણે નારીતણા ગુણગાન ।
તેમાં વૃત્તિ રાખે એકતાર, એવા મૂરખને છે ધિક્કાર ।।૬૧।।
મેલી હરિ હરિજનનો સંગ, રાખે નારીસંગીનો પ્રસંગ ।
તેની લાજ ન આવે લગાર, એવા મૂરખને છે ધિક્કાર ।।૬૨।। એમ સમજ્યા જે સાર અસાર, તે તો ઉતરિયા ભવપાર ।
તેને કેમ પીડે વળી કામ, જેણે એ દશ કરી હરામ ।।૬૩।।
૪૦૮ ભક્તચિંતામણ પ્રકરણ ૧૦૭
એમ થયા નર નિષ્કામી, જેને અંતર વેદના વામી ।
ઉપર તજતાં અંત ન આવે, જીયાં લગી ભિતરમાં ભાવે ।।૬૪।। અંતરમાંથી ઉલટી થાય, ત્યારે તે પાછું નવ ખવાય ।
એ સુખ ઓકિ નાખ્યું સંતે આપે, સ્વામીસહજાનંદજી પ્રતાપે ।।૬૫।।
પૂર્વછાયો- એમ સંત જન સર્વે, નર રહ્યા નિષ્કામ ।
જેને મળ્યા પ્રગટ પ્રભુ, સહજાનંદ સુખધામ ।।૬૬।।
જેવો અભાવ નારીનો, તેવો જ ધનનો ત્યાગ ।
દેખે નહિ સુખ દામમાં, જેના અંતરમાં વૈરાગ ।।૬૭।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે નિષ્કામીવ્રતમાન કહ્યું એ નામે એકસોને છઠ્ઠું પ્રકરણમ્ ।।૧૦૬।।
ચોપાઇ- હવે કહું વ્રત નિરલોભી, જેણે કરી રહ્યા સંત શોભી । જેમ નારીનો નહિ પ્રસંગ, તેમ તજ્યો છે દ્રવ્યનો સંગ ।।૧।। એવા સંતનો મળે સમાજ, માંહોમાંહિ બોલે મુનિરાજ ।
જેને મળ્યા પુરુષોત્તમ રાય, તે તો પૂરણકામ કહેવાય ।।૨।। તેને ન્યૂન ન મનાય મન, લાધ્યું અખૂટ જેને મહાધન ।
ધુતા ન ધુતે ચોર ન લુંટે, ખાતાં ખરચતાં નવ ખૂટે ।।૩।। એવું મળ્યું મહાધન જેને, તે કેમ ધાશે આ ધાતુ ધનને । જેમાં અનેક રહ્યા અનર્થ, સંચે ત્યાગી તો વણસે અર્થ ।।૪।।
ચોરી હિંસા અનૃત અપાર, કામ ક્રોધ ને દંભ ભંડાર ।
મદ ભેદ ને વૈર વ્યસન, સ્મય સ્પર્ધાદિ છે જીયાં ધન ।।૫।।
મદ્ય પાન સ્ત્રિયા સંગ થાય, દ્યૂતવિદ્યા ને વિશ્વાસ જાય ।
રહ્યાં એટલાં દ્રવ્યમાં મળી, જેમ જળમાં જળજંતુ વળી ।।૬।। દ્રવ્ય કરાવે પાપ અધર્મ, દ્રવ્ય કરાવે વૈર વિકર્મ ।
દ્રવ્ય કરાવે કપટ છળ, દ્રવ્ય કરાવે કોટિ કકળ ।।૭।। દ્રવ્ય કરાવે દગા દુષ્ટતાઇ, દ્રવ્ય કરાવે કામ કસાઇ ।
દ્રવ્ય કરાવે ઉચ્ચ ને નીચ, દ્રવ્ય કરાવે પાષંડ પેચ ।।૮।।
પ્રકરણ
કકકક
૧૦૭
ભક્તચિંતામણી
૪૦૯
દ્રવ્ય કરાવે જાતિ વિટાળ, દ્રવ્ય ચડાવે સાચા ને આળ ।
દ્રવ્ય કરાવે હાલ બેહાલ, દ્રવ્ય કરાવે કૃપણ કંગાલ ।।૯।। દ્રવ્ય કરાવે ચોરી ચાકરી, દ્રવ્ય કરાવે ટેલ્ય આકરી ।
દ્રવ્ય કરાવે જીવની ઘાત, દ્રવ્ય કરાવે પિંડનો પાત ।।૧૦।। દ્રવ્ય ન્યાય અન્યાય કરાવે, દ્રવ્ય જુઠી તે સાંખ્ય ભરાવે ।
દ્રવ્ય લેવરાવે લાંચ ભાડ્ય, દ્રવ્ય કરાવે રાંકશું રાડ્ય ।।૧૧।। દ્રવ્ય સતીનું સત્ય મુકાવે, દ્રવ્ય જતિનું જત ચુકાવે ।
દ્રવ્ય મુનિનું મૌન બગાડે, દ્રવ્ય તપિને તપથી પાડે ।।૧૨।। દ્રવ્ય અર્થે પૃથ્વીએ ફરે છે, દ્રવ્ય અર્થે લડીને મરે છે । દ્રવ્ય અર્થે વેચે નિજ તન, તજે જીવિતવ્ય ન તજે ધન ।।૧૩।। દ્રવ્ય અર્થે વળી વાંણે ચડે, દ્રવ્ય અર્થે પહાડે ચડી પડે । દ્રવ્ય અર્થે ઘાત ઘણી ઘડે, થાય અનર્થ બહુ દ્રવ્ય વડે ।।૧૪।। દ્રવ્ય ધર્મમાંહિથી ચળાવે, દ્રવ્ય નીચના ધર્મ પળાવે ।
જે જે જાય છે નરકમાં જન, તેનું મૂળ કારણ છે ધન ।।૧૫।। કામ ક્રોધ ને મોહ કહેવાય, હર્ષ શોક લોભ થકી થાય ।
માન ઇરષા મમતા તાણ્ય, લોભ સર્વેનું કારણ જાણ્ય ।।૧૬।।
પામે છે જીવ જુજવા ક્ષોભ, તેતો જેને જેવડો છે લોભ ।
લોભ સંતશું હેત ત્રોડાવે, લોભ દુષ્ટશું પ્રીત જોડાવે ।।૧૭।।
લોભ કરાવે ન કર્યાનાં કામ, લોભ કરાવે જીવત હરામ ।
જેજે અવળું જગતમાં થાય, તેતો સર્વે દ્રવ્યથી કહેવાય ।।૧૮।। દ્રવ્યે પુત્ર તે પિતાને મારે, દ્રવ્યે શિષ્ય ગુરુને સંહારે । થાય દ્રવ્યે મહાપંચ પાપ, થાય દ્રવ્યે કૃતઘ્ની આપ ।।૧૯।। એવું અઘ જગે નહિ કોય, જે કોઇ દ્રવ્ય મળતાં ન હોય ।
દ્રવ્ય મુકાવે જ્ઞાનીનું જ્ઞાન, દ્રવ્ય મુકાવે ધ્યાનીનું ધ્યાન ।।૨૦।। દ્રવ્ય મુકાવે માનીનું માન, દ્રવ્ય કરાવે નિર્લજ્જ નિદાન ।
કહિ કહિ કેટલા કહેવાય, જે કોઇ દ્રવ્યથી અનર્થ થાય ।।૨૧।। એવા લોભમાંહિ જે લેવાણા, તેતો તૃષ્ણાને પૂરે તણાણા ।
૪૧૦ ભક્તચિંતામણ પ્રકરણ ૧૦૭
તેને ઉગરવા સઇ આશ, એવું જાણી દૂર રહેવું દાસ ।।૨૨।।
લોભે સુર ને અસુર લડે, દૈત્ય ભૂત દુઃખી લોભવડે ।
યક્ષ રાક્ષસ સહુ લોભે હેરાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૨૩।।
લોભે કરાવ્યો કુટુંબે કળો, પડ્યો પાંડવ કૌરવમાં સળો ।
માંહોમાંહિ લડી ખોયા પ્રાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૨૪।।
લોભે લડે ભૂમિએ ભૂપતિ, લોભે બળે પતિ સંગે સતિ ।
લોભ કરાવે પ્રાણની હાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૨૫।। ડાહ્યા શિયાણા પંડિત પીર, લોભે કર્યા સહુને અધીર ।
કવિ કોવિદ કર્યા વેચાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૨૬।। સ્વર્ગ મૃત્યુ ને પાતાળમાંય, લોભે લઇ લીધાં જન ત્યાંય । એવી પ્રસારી છે મોટી પાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૨૭।।
લોભે આપી છે અવળી મત્ય, મનાવ્યું છે અસત્યમાં સત્ય ।
તેની નરને નહિ ઓળખાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૨૮।।
લોભે નાખી ગળે જમ ફાંસી, લોભે લેરાવી લખચોરાશી ।
લોભ ફેરવે છે ચારે ખાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૨૯।। જન્મમરણનું કારણ જેહ, સહુ જન જાણો લોભ તેહ ।
તેની મેલી દેવી જોઇયે તાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૩૦।। જેને લોભે કબજામાં લીધા, તેને દીન દાલદરી કીધા ।
સહ્યાં શરીરે દુઃખ મેરાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૩૧।। એવું સમજી સંત અસાર, તજ્યું દ્રવ્ય ને સર્વ પ્રકાર ।
મેલી તન મને તેની તાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૩૨।।
મણિ હીરા મોતી પરવાળાં, રત્ન આદ્યે જે નંગ રૂપાળાં ।
એતો જમની જાળ્ય જોરાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૩૩।। અન્ન જળ ને વસ્ત્ર છે જેહ, તેણે કરી રહે છે આ દેહ ।
તેના આપનારા અવિનાશ, એમ સમજે છે હરિના દાસ ।।૩૪।। અન્ન ખાવું તે ક્ષુધાને ખોવા, જળ પિવું તે પ્રાણને ટોવા । રહેવું અન્ય વસ્તુથી નિરાશ, એમ સમજે છે હરિના દાસ ।।૩૫।।
પ્રકરણ
કકકક
૧૦૭
ભક્તચિંતામણી
૪૧૧
શીત ઉષ્ણ નિવારવા તન, રાખે અંગે વસ્ત્ર હરિજન ।
જેવું મળે તેવું રાખે પાસ, એમ સમજે છે હરિના દાસ ।।૩૬।। તેહ વિના છે સર્વેનો ત્યાગ, વિષયસુખ સાથે છે વૈરાગ્ય । ક્યારે ઇચ્છે નહિ જાણી કાશ, એમ સમજે છે હરિના દાસ ।।૩૭।।
સોના રૂપામાં સુખ ન માને, જેને મહાપ્રભુ આવિયા પાને । કીટ બ્રહ્માલગી દેખે નાશ, એમ સમજે છે હરિના દાસ ।।૩૮।। એક સમજાણું હરિમાં સુખ, બીજું સર્વે જણાણું છે દુઃખ । જેવો જમકિંકર કાળપાશ, એમ સમજે છે હરિના દાસ ।।૩૯।। જેને મળ્યું છે મહાધન મોટું, બીજું સર્વે સમજાણું છે ખોટું ।
પાપ જાણીને ન કરે પ્યાસ, એમ સમજે છે હરિના દાસ ।।૪૦।। અહિ વિંછિ ને વિષ અંગાર, કાક વિષ્ટામાંહિ શિયું સાર । એવું જાણી તજે સુખ આશ, એમ સમજે છે હરિના દાસ ।।૪૧।। એવી કોણ વસ્તુ છે આ ભૂમાં, જેમાં લોભે જે લોભ્યા પ્રભુમાં । રહે છે અંતર સહુથી ઉદાસ, એમ સમજે છે હરિના દાસ ।।૪૨।। એમ નર થયા નિરલોભ, કોઇ સુખે નહિ મનક્ષોભ ।
જેણે માન્યો બ્રહ્મમોલે વાસ, એમ સમજે છે હરિના દાસ ।।૪૩।। એહ રીત્યે લોભને જીતાય, બીજો છે ઉપરનો ઉપાય ।
થાય અંતરે અભાવ જ્યારે, લોભ તજાય સમૂળો ત્યારે ।।૪૪।। એમ લોભ લાલચને જીતી, કરી પુરુષોત્તમ સાથે પ્રીતિ ।
તેને કામ ને લોભ ન વ્યાપે, સ્વામી સહજાનંદ પરતાપે ।।૪૫।।
પૂર્વછાયો- નિષ્કામી નિરલોભી થઇ, ભજે છે ભગવંત ।
તેવાજ ત્યાગી સ્વાદના, જેહ નિરસ્વાદી સંત ।।૪૬।।
સર્વે રસ જાણી શ્યામમાં, અન્ય રસ જાણે અનિત્ય ।
નિરસ્વાદી એવા સંતની, કહું સાંભળજ્યો સહુ રીત ।।૪૭।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે નિર્લોભી વ્રતમાન કહ્યું એ નામે એકસોને સાતમું પ્રકરણમ્ ।।૧૦૭।।
૪૧૨ ભક્તચિંતામણ પ્રકરણ ૧૦૮
ચોપાઇ- હવે કહું નિરસ્વાદીની રીત, જેણે તજી છે સ્વાદની પ્રીત ।
સર્વે સ્વાદ જાણી હરિમાંય, મનવૃત્તિ લોભે નહિ ક્યાંય ।।૧।।
મહારસનું કીધું છે પાન, તેણે થયા મગન મસ્તાન ।
સુખ સ્વપ્ને ન ગમે સંસાર, વિષયરસ સમજ્યા અસાર ।।૨।।
મહારસ પીધો જેહ જને, તે ન ચાખે બીજો રસ મને ।
એ રસ પીધો છે શુકજી આદે, તે તો ન રાચે અન્યને સ્વાદે ।।૩।। એ રસ પીધો છે સનકાદિકે, પીધો નવ યોગેશ્વર નીકે ।
એ રસ પીધો છે જનક જેવે, જેનું મન ન રહ્યું બીજે પિવે ।।૪।। એ રસ પીધો છે જન પ્રહ્લાદે, મન માન્યું નહિ બીજે સ્વાદે । એ રસ પીધો છે ધ્રુવ અંબરીષે, એ રસ પીધો ગોપી ગુડાકેશે ।।૫।। એ રસ પીધો જન જયદેવે, એ રસ પીધો છે ઉધ્ધવ જેવે ।
એહ આદિ જે ઋષિરાજન, પીધો મહારસ થયા મગન ।।૬।। જેજે જને હરિરસ પિધો, તેણે સંસારરસ કુચો કીધો ।
ચૌદ લોકમાં જે રસ રહ્યો, તેતો ઉલટા અન્ન જેવો થયો ।।૭।। તેનું બીજે તે મન ન માને, જે કોઇ પૂરણ મહારસ પાને । એ રસ આજે આપણને મળ્યો, જે કોઇ સર્વે રસથી છે ગળ્યો ।।૮।।
નથી અન્ય રસ એહ સમાન, જેવો આપણે કીધો છે પાન ।
એ રસ વિના રસ જે બીજો, તે તો દુઃખરૂપ માની લેજ્યો ।।૯।। બીજા રસમાં જેહ લોભાણા, તે તો ઝષ જેમ જાળે બંધાણા । ખોયું તન ને ખોટ જ ખાધી, જેની સ્વાદ સાથે પ્રીત બાંધી ।।૧૦।। ત્યાગી થઇ જે રસને ચાય, તે ત્યાગીનું ત્યાગીપણું જાય ।
ખાંડ ખારવો તુપ તેજાનો, એહ આદિ દઇ સ્વાદ માનો ।।૧૧।। ખારું ખાટું તીખું તમતમું, ગળ્યું ચિકણું જે મનગમ્યું ।
મનવાંછિત મગાવી ખાય, તેને ખોટ્ય છે વૈરાગ્યમાંય ।।૧૨।। શિરો પુરી ને શેવ સુંવાળી, રૂડા મોદક ને રોટી કાળી । વિધવિધનાં વ્યંજન ચાય, તેને ખોટ્ય છે વૈરાગ્યમાંય ।।૧૩।।
ગર્મ નર્મ તે મનને ગમે, સારું સ્વાદુ તે જુગતે જમે ।
પ્રકરણ
કકકક
૧૦૮
ભક્તચિંતામણી
૪૧૩
એનો ખાતાં અભાવ ન થાય, તેને ખોટ્ય છે વૈરાગ્યમાંય ।।૧૪।।
સારું લાગે તે રાખે સંતાડી, થઇ ખાવાની વૃત્તિ હરાડી । રાત્ય દિવસ રસને ધાય, તેને ખોટ્ય છે વૈરાગ્યમાંય ।।૧૫।। કરે સ્વાદની વાત વખાણી, સુણી આવી જાય મુખે પાણી ।
તેને અર્થે કરે છે ઉપાય, તેને ખોટ્ય છે વૈરાગ્યમાંય ।।૧૬।। જીહ્વા માગે છે જુજવા રસ, જન થયા છે જીહ્વાને વશ ।
તેણે સ્વાદ કેદિ ન તજાય, તેને ખોટ્ય છે વૈરાગ્યમાંય ।।૧૭।।
પંચ ઇંદ્રિનું પોષણ સ્વાદ, પંડ્ય પોષતાં વાધે પ્રમાદ ।
પછી પુરુષોત્તમ ન ભજાય, તેને ખોટ્ય છે વૈરાગ્યમાંય ।।૧૮।। જેને પંડ્ય પોષવા છે પ્રીત, તે શું સમજે મહારસ રીત ।
દેખી પુષ્ટ તનને ફુલાય, તેને ખોટ્ય છે વૈરાગ્યમાંય ।।૧૯।। તેતો કાવે નહિ હરિદાસ, જેને અહોનિશ રસની આશ ।
એતો જળજંતુ જેવો ગણાય, તેને ખોટ્ય છે વૈરાગ્યમાંય ।।૨૦।। જે કોઇ કહેવાય છે હરિજન, તેનું લોભે નહિ કિયાં મન । જેણે કર્યું મહારસ પાન, તેણે કરી રહ્યા ગુલતાન ।।૨૧।। જેના અંતરમાં નિરવેદ, તેને કોણ પમાડશે ખેદ ।
નિત્યે હૈયામાં હરિનું ધ્યાન, તેણે કરી રહ્યા ગુલતાન ।।૨૨।। જાણી સરવે સાર અસાર, તુચ્છ વસ્તુ કરી તિરસ્કાર ।
રાખ્યા ભિતરમાં ભગવાન, તેણે કરી રહ્યા ગુલતાન ।।૨૩।। બ્રહ્માઆદિ જે કીટ પર્યંત, સર્વે સુખ દુઃખે અંતવંત ।
જેને પુરુષોત્તમ સાથે તાન, તેણે કરી રહ્યા ગુલતાન ।।૨૪।। એવા સંત મળે શુભમતિ, કહે જોજ્યો આ જીવની ગતિ ।
રાખ્યા જોઇએ જેહ મુખે રામ, તેમાં રાખે છે વસ્તુ હરામ ।।૨૫।। જેહ મુખે ભજીયે શ્રીહરિ, તેને બગાડે છે કેફ કરી ।
ગાંજો ભાંગ્ય ને પિવે છે માદ, ખાયે આમિષ જીવ્હાને સ્વાદ ।।૨૬।। જે મુખે ભજીયે પરબ્રહ્મ, તે મુખમાંય ખાય છે માજમ ।
ખાય કવસ્તુ કેફને કાજ, એવા નરને રૂઠ્યા છે રાજ ।।૨૭।।
૪૧૪ ભક્તચિંતામણ પ્રકરણ ૧૦૮
જે મુખ હરિભજવા લાગ્ય, તેહ મુખમાં ભરે છે ભાંગ્ય ।
આપે જરદો તો ન પાડે નાજ, એવા નરને રૂઠ્યા છે રાજ ।।૨૮।। જે મુખે જોઇએ નામ પ્રકાશું, તે મુખ હિંગ લસણે વાસ્યું । વળી પાપીને પ્યારી પિયાજ, એવા નરને રૂઠ્યા છે રાજ ।।૨૯।। જે મુખે હરિગુણ ગવાય, તે મુખે નર અમલ ખાય ।
કાઢે કસુંબા કરે અકાજ, એવા નરને રૂઠ્યા છે રાજ ।।૩૦।। જે મુખે હરિ ભજીયે દાડી, તે મુખે પાપી પિવે છે તાડી ।
સર્વે સજે છે નરકનો સાજ, એવા નરને રૂઠ્યા છે રાજ ।।૩૧।। કેફે કરીને અકલ જાય, નાસે ડહાપણ ને ડુલ થાય ।
તોય નિર્લજ્જને નહિ લાજ, એવા નરને રૂઠ્યા છે રાજ ।।૩૨।। એહ સર્વે જે વ્યસન કહ્યાં, એક સ્વાદની વૃત્તિમાં રહ્યાં । તેનો જે નર ન કરે તાજ, એવા નરને રૂઠ્યા છે રાજ ।।૩૩।। સ્વાદમાંહિ રહ્યાં બહુ શૂળ, સ્વાદ છે સર્વે પાપનું મૂળ । સ્વાદે થાય નરક સમાજ, એવા નરને રૂઠ્યા છે રાજ ।।૩૪।। એવા અનેક અવગુણ જોઇ, સંત સ્વાદ કરે નહિ કોઇ ।
જેહ સમે જેવું મળે અન્ન, જમે નિરદોષ જોઇ જન ।।૩૫।। અજગર મધુકર વૃત્તિ, ગ્રહે સંતજન અનાસક્તિ ।
કાંતો અણઇચ્છ્યું અન્ન આવે, નહિ તો બહુ ઘરથી માગી લાવે ।।૩૬।। કાચું પાકું જે સુકું સમિષ્ટ, ફળ મૂળ ફુલ પત્ર પિષ્ટ ।
હોય હરિપ્રસાદિનું અન્ન, જમે જન તે થાય મગન ।।૩૭।।
પણ સ્વાદ સારુ જે ઉપાય, ન કરે તે નિઃસ્વાદી કહેવાય ।
આવે સહેજે તે જમે સુજાણ, જેમ તેમ કરી પોષે પ્રાણ ।।૩૮।। સ્વાદ અસ્વાદની મુકી આશ, ભજે ભગવાન ગ્રાસો ગ્રાસ ।
જેના અંતરમાંહિ વૈરાગ્ય, તેણે કર્યો છે સ્વાદનો ત્યાગ ।।૩૯।। કાથો ચુનો ને પાન સોપારી, તજ તમાલ એલચી સારી ।
જાય જાવંત્રી લવીંગ જે છે, એહઆદિ મુખવાસ ન ઇચ્છે ।।૪૦।।
ચુવા ચંદન તેલ ફુલેલ, પુષ્પહાર ને સુગંધી તેલ ।
પ્રકરણ
કકકક
૧૦૯
ભક્તચિંતામણી
૪૧૫
તેને ત્યાગી ન ઇચ્છે તનમાં, જેને વૈરાગ્ય વર્તે છે મનમાં ।।૪૧।। જે જે ખોળી કહ્યાં ખાન પાન, તજ્યાં તે સંતે થઇ સાવધાન । અતિ કર્યો છે ઉંડો અભાવ, કેદિ ભૂલે થાય નહિ ભાવ ।।૪૨।। કામ લોભ જીત્યા જેમ જને, તેમ જીત્યો છે સંતે સ્વાદને ।
થાય ઉંડો અંતરેથી નાશ, ત્યારે તજાય બારથી આશ ।।૪૩।। જે જે ત્યાગે છે બારથી બળે, તેને માંહિ સ્વાદ રહે છે છળે ।
લાગ આવે તો કરે છે ઘાત, નહિ તો બેઠો સાંભળે છે વાત ।।૪૪।। તે તો અંતર ત્યાગથી જાય, બીજે ન ટળે કોટિ ઉપાય ।
ત્યાગ વૈરાગ્ય વિવેક વિચાર, એહ હોય જ્યાં હોય મુરાર ।।૪૫।। તેહ વિના વૈરાગ્યનો વેષ, તેણે ન ટળે કામાદિ લેશ ।
જ્યારે પ્રભુ સાથે પ્રીત લાગે, ત્યારે કામ લોભ સ્વાદ ભાગે ।।૪૬।। એમ જીત્યો છે જે જને સ્વાદ, તેના ટળીયા સર્વે પ્રમાદ ।
જીતી સ્વાદ થયા શુધ્ધ આપે, સ્વામી સહજાનંદ પ્રતાપે ।।૪૭।।
પૂર્વછાયો- સહજ સ્વભાવે સંતને, અંતરમાં રહે છે એમ ।
મળ્યે પણ મન ન ચળે, અણ મળ્યું ઇચ્છે કેમ ।।૪૮।। એમ સંત શિરોમણી, જીત્યા સ્વાદને જેહ ।
પિંડ બ્રહ્માંડ પાર પ્રીતિ, કહું એવા નિરસનેહ ।।૪૯।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે નિરસ્વાદિ વ્રતમાન
કહ્યાં એ નામે એકસોને આઠમું પ્રકરણમ્ ।।૧૦૮।।
ચોપાઇ- હવે કહું નિઃસ્નેહી જન, સુણો રીત્ય તેની દઇ મન । એક પ્રભુ સાથે પ્રીત જોડી, બીજા જક્ત સહુ સાથે તોડી ।।૧।।
પિંડ બ્રહ્માંડમાં નહિ પ્રીત, ચૌદ લોકમાંહિ નહિ ચિત્ત ।
છે એ નિઃસ્નેહી જનની રીત્ય, પેખે પિંડને પહેલું અનિત્ય ।।૨।। આદિ અંતે મધ્યે જોઇ એહ, પછી કરે તનમાં સનેહ ।
પેખી પ્રસિદ્ધ પિંડના હાલ, પછી માને જો મનાય માલ ।।૩।। જ્યારે જુવે વિચારી આ પિંડ, દેખે નખશિખા નરક કુંડ ।
૪૧૬ ભક્તચિંતામણ પ્રકરણ ૧૦૯
પરૂ પાચ ને પિયા પ્રસિધ્ધ, વહે લીંટ શેડા બહુવિધ્ધ ।।૪।। કફ થુંક ને લાળ કહેવાય, નિત્ય નિસરે તે મુખમાંય ।
બહુ બળખા આવે ઓકાર, દિસે દાંત હાડકાંની હાર ।।૫।।
મજ્જા મેદને માંસ રુધિર, મળ મૂતરે ભર્યું શરીર ।
હાડપિંજર મઢ્યું છે ચર્મે, માંહિ ભર્યો છે આંતર કર્મે ।।૬।। ભર્યું રુધિર તે રગરગે, વહે નરક તે નવ મારગે ।
નખ કેશમાં કૈક વસ્તુ ભલી, ભરી ભેચે માથાની તુંબલી ।।૭।। સ્વેદ શુક્ર શલેષમ આમ, ગુંગા ગિડર આદિ અકામ ।
એવું પેખીયું પોતાનું પિંડ, ચોખ્ખું જાણ્યું ચમારનો કુંડ ।।૮।।
પેખી પ્રકટ પિંડમાં એહ, સંતે સમજી મૂક્યો સનેહ ।
એના સંબંધી જે જગમાંય, તે સાથે કેમ સનેહ થાય ।।૯।। જ્યાં જ્યાં ધર્યો જીવે અવતાર, તિયાં કર્યો કુટુંબ પરિવાર ।
માત તાત ને ભગિની ભાઇ, સુતા સુત દારા ને વેવાઇ ।।૧૦।। તેમાં કોણ અધિક ને ઓછે, સમ તુલ્ય સગાં એ સહુ છે । તેમાં કોણ સાથે પ્રીત જોડે, વળી કિયા સગાં સાથે તોડે ।।૧૧।।
લખચોરાશી કુટુંબ કર્યું, સરવે સગે આ બ્રહ્માંડ ભર્યું ।
માટે મેલ્યું એ કુટુંબ જેમ, સંતે મેલ્યું આ સમજી તેમ ।।૧૨।। જેમ ગયો દ્વિજ ઢેડવાડે, ભૂલ્યે રહ્યો ત્યાં કોઇ દાડે । તેહ બ્રાહ્મણ પણાને ભૂલી, કેમ ફરે શ્વપચમાં ફૂલી ।।૧૩।। એમ દેહ ને દેહ સંબંધી, તોડી પ્રીત્ય તેશું બહુ વિધિ । જેણે તોડી છે પિંડશું પ્રીત, તેનું બીજે બેસે કેમ ચિત્ત ।।૧૪।। સ્વર્ગલોકનાં સુખ સાંભળી, નથી ઇચ્છતા તેહને વળી ।
એક બ્રહ્માના દિવસમાંય, ચૌદ ઇંદ્ર આવે વળી જાય ।।૧૫।। તેની કોરનો ભય નહિ કાંઇ, એમ અંધધંધ મદમાંઇ ।
જીયાં ખાન પાન ને ખુમારી, મહા મદોન્મત્ત નરનારી ।।૧૬।। જેવો તરુણ તને વેશાવાડો, તેવો અહર્નિશનો અખાડો ।
પુણ્ય ખુટે પડે પાછો તેહ, માટે સંત એથી નિરસ્નેહ ।।૧૭।।
પ્રકરણ
કકકક
૧૦૯
ભક્તચિંતામણી
૪૧૭
કોઇક રીત્યેશું જાય કૈલાસ, તો ત્યાં ભૂત ભૈરવનો વાસ । અતિક્રોધી ને કરુર અંગે, એવા રહે છે શિવને સંગે ।।૧૮।। ભાંગ્ય ધતુરા અશુધ્ધ આહાર, તમોગુણી ને તોરી અપાર ।
એમાં શું સુખ જાણી વસેહ, માટે સંત એથી નિરસ્નેહ ।।૧૯।। બ્રહ્મલોકનું સુખ સાંભળી, મન વળગતું નથી ત્યાં વળી ।
કર્યો કામે જઇ તિયાં કાળો, અજ અંતરે થયો આકળો ।।૨૦।। વળી જંઘથી જાયા અદેવ, યક્ષ રક્ષ થયા તતખેવ ।
તેતો લેવા તાક્યા અજ લાજ, બીજા ધ્રોડ્યા છે ખાવાને કાજ ।।૨૧।। જોઇ એવું વિકળ લોક એહ, સંતે ન કર્યો સમજી સનેહ ।
હશે સુખ ટળી જાય તેહ, માટે સંત એથી નિરસ્નેહ ।।૨૨।। એમ પેખિયું પિંડ બ્રહ્માંડ, મટી જાય દિઠિ એવી માંડ્ય ।
જાશે યતકિંચિત છે જેહ, માટે સંત એથી નિરસ્નેહ ।।૨૩।। સ્વર્ગ મૃત્યુ ને પાતાળમાંય, રહેવા જેવી વસ્તુ નથી ક્યાંય । રહે નહિ જે દેખાય દેહ, માટે સંત એથી નિરસ્નેહ ।।૨૪।। સ્થાવર જંગમ જે જે કહેવાય, સર્વે છે કાળના મુખમાંય ।
શું સમજીને કરે સનેહ, માટે સંત એથી નિરસ્નેહ ।।૨૫।। એમ વાત કરે સહુ સંત, તમે સાંભળજ્યો ગુણવંત ।
જીયાંલગી મનાય હું દેહ, તિયાંલગી નહિ નિરસ્નેહ ।।૨૬।। દેહ કેડે વળગ્યો સંસાર, પાપ પુણ્ય વળી પરિવાર ।
સુખ દુઃખ માન અપમાન, હર્ષ શોક વૃધ્ધિ વળી જ્યાન ।।૨૭।। એહ સર્વે રહ્યાં દેહવાંસે, દેહ માનતાં સર્વે મનાશે ।
જ્યારે થાય દેહથી નિસ્પ્રેહ, ત્યારે તુટે સહુશું સનેહ ।।૨૮।। જ્યારે મનાય આતમા આપ, ત્યારે જાય સર્વે સંતાપ ।
આત્મરૂપ મનાય આપણું, ત્યારે નર પામે નિર્સ્નેહીપણું ।।૨૯।। આતમાને કોણ માત તાત, આતમાને કોણ નાત્ય જાત ।
કુળ કુટુંબ જે પરિવાર, આતમાને નહિ સુત નાર ।।૩૦।। આતમાને નહિ આપ પર, શત્રુ મિત્ર ને નહિ અવર ।
૪૧૮ ભક્તચિંતામણ પ્રકરણ ૧૧૦
આતમાને નહિ ધરા ધામ, આતમાને નહિ દેશ ગામ ।।૩૧।। આતમાને નહિ ધન માલ, અશન વસન ભૂષણ રસાલ ।
માટે આતમા આપે મનાય, ત્યારે સર્વેથી નિઃસ્નેહ થાય ।।૩૨।। આપે થઇ આતમસ્વરૂપ, ભજે પ્રભુ પરમાત્મારૂપ ।
રાખે પુરુષોત્તમમાંહિ પ્રીત, બીજે બેસે નહિ કિયાં ચિત્ત ।।૩૩।। તેહ ભક્ત થયો એકાંતિક, જેના અંતરમાં હરિ એક ।
એમ સમજીયા જન જેહ, થયા નિરવિઘ્ન નિરસ્નેહ ।।૩૪।। એમ સમજ્યા વિના જેહ જન, તે નિઃસ્નેહી નહીં નિર્વિઘન ।
બીજી રીત્યે થાય નિરસ્નેહ, તેને ક્યાંક બંધાય સનેહ ।।૩૫।। દેહરૂપ થઇ કરે ત્યાગ, તેનો ટકે નહિ વૈરાગ ।
દેહ હોય ત્યાં દેહનું કુળ, દેહ સર્વે સનેહનું મૂળ ।।૩૬।। જેમ માથેથી મોડતાં વૃક્ષ, લાગે પત્ર તેને બીજાં લક્ષ । જ્યારે મૂળેથી વૃક્ષ છેદાય, શાખા પત્ર ફુલ ફળ જાય ।।૩૭।। તેમ દેહને ન માને આપ, ત્યારે જાય સમૂળો સંતાપ ।
એમ સમજ્યા સંત સુજાણ, જેને મળ્યા પુરુષ પુરાણ ।।૩૮।। થયો સનેહ શ્યામળા સંગે, થયું બીજું અભાવતું અંગે ।
મન ઢળી આવ્યું એહ ઢાળે, વળે નહિ પાછું કોઇ કાળે ।।૩૯।। એમ કહી નિઃસ્નેહીની રીત્ય, સહજે રહે છે સંત એમ નિત્ય ।
નથી તેનો તે થાપ ઉત્થાપ, સ્વામી સહજાનંદ પ્રતાપ ।।૪૦।।
પૂર્વછાયો- સુંદર રીત એ સંતની, એમ રહે તેહ નિરસ્નેહ ।
પિંડ બ્રહ્માંડ પદારથે, કેદિ કરે નહિ સનેહ ।।૪૧।। કામ લોભ ને સ્વાદ સ્નેહ, જીતી બેઠા તેહ જન ।
માન તજ્યું જે મુનિયે, કહું સાંભળજ્યો સહુ જન ।।૪૨।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે નિરસ્નેહિ વ્રતમાન કહ્યું એ નામે એકસો ને નવમું પ્રકરણમ્ ।।૧૦૯।।
ચોપાઇ- હવે કહું નર નિરમાન, જેને ભેટ્યા છે શ્રીભગવાન ।
પ્રકરણ
કકકક
૧૧૦
ભક્તચિંતામણી
૪૧૯
તે પ્રભુ છે સહુના સ્વામી, કર્તા નિયંતા અંતરજામી ।।૧।। જેની ભ્રકુટિ વિલાસમાંય, કોટિ બ્રહ્માંડ ભાંગે ને થાય । એવા સમર્થ શ્રીમહારાજ, સર્વે ઉપર છે અધિરાજ ।।૨।। જે જે ધારે તે કારજ્ય કરે, તે ફેરવ્યું કેનું નવ ફરે ।
સર્વે કારણના કારણ જેહ, તેણે ધર્યું પૃથ્વીપર દેહ ।।૩।। એવા પુરુષોત્તમ પરબ્રહ્મ, જેને નેતિનેતિ કહે નિગમ ।
તેહ થઇ મનુષ્ય આકાર, કરે બહુ જીવનો ઉધ્ધાર ।।૪।।
મેલી પોતાની મોટ્યપ નાથ, મળી રહ્યા મનુષ્યને સાથ ।
થઇ નાથ આપે નિરમાન, કરે સંસારીનું સનમાન ।।૫।। વળી સહે જગ ઉપહાસ, તોય ન કરે માન અવિનાશ ।
જોને ઋષભદેવે કેવું સહ્યું, અતિશે નિરમાનને ગ્રહ્યું ।।૬।। જોને કપિલદેવ દયાળ, જેને મારવા ધાયા ભૂપાળ ।
જોને વામનજી નિરમાની, બળિદ્વારે વશ્યા વરદાની ।।૭।। જોને રામ કેવા નિરમાન, નાગપાશે બંધાણા નિદાન ।
જોને કૃષ્ણ કેવા સમરથ, મેલી માન તાણ્યો ઋષિરથ ।।૮।। એહ આદિ બહુ અવતાર, કહેતાં આવે નહિ તેનો પાર ।
જુવો વર્તમાન કાળે આજ, કેવા નિર્માની છે મહારાજ ।।૯।। આપે સમર્થ ને સર્વે સહે, એવું નિરમાનીપણું ગ્રહે ।
કરે તુચ્છ જીવ તિરસ્કાર, તે પર રોષ ન કરે લગાર ।।૧૦।। હવે એવા પ્રભુના જે દાસ, કહો કેમ ન સહે ઉપહાસ ।
જેના નિરમાની ભગવાન, તેના જનને જોયે કેમ માન ।।૧૧।।
માન રાખે તે રાક્ષસ દૈત્ય, જન હોય સદા માનજીત ।
માન જોઇએ હિરણ્યાક્ષ અંગ, જેણે યુધ્ધ કર્યો લેરી સંગ ।।૧૨।।
માન હિરણ્યકશિપુને જોઇએ, જેને જગમાં જીત્યા નહિ કોઇએ ।
માન જોઇએ રાવણ જેવાને, એહ આદિ રાક્ષસ એવાને ।।૧૩।।
માન જોઇએ કંસ ભૂપાળને, બીજા શાલવ શિશુપાળને ।
માન જોઇએ તે જરાસંધને, માન જોઇએ ધૃતરાષ્ટ્ર અંધને ।।૧૪।।
૪૨૦ ભક્તચિંતામણ પ્રકરણ ૧૧૦
માન દુર્યોધનને તે જોઇએ, એહ આદિ એવા બીજા કોઇએ । એવા દુષ્ટને માનજ ઘટે, હરિજન તો માનથી હટે ।।૧૫।।
માને કરીને જય વિજય, વૈકુંઠ થકી પડિયા તેય ।
માને પડ્યો ઇંદ્ર સુરપતિ, માને પડ્યો નહુષ ભૂપતિ ।।૧૬।।
માને પડિયો રાજા યયાતિ, બીજા સુરાસુર પડ્યા અતિ ।
માને ચિત્રકેતુ કર્યો ચુર, થયો તેહ વળી વૃત્રાસુર ।।૧૭।।
માને દક્ષ પામ્યો અતિદુઃખ, થયું મોત ને વણશું મુખ ।
માને ગયું રાવણનું રાજ, માને થયું બહુનું અકાજ ।।૧૮।।
માને ગયું કૌરવનું કુળ, માને ગયું છે કંસનું મૂળ ।
માને સુર અસુર છે દુઃખી, માન રાખી થયા કોણ સુખી ।।૧૯।। સ્વર્ગ મૃત્યુ પાતાળ મોઝાર, માને મારી મુક્યા નરનાર ।
કામ ક્રોધ લોભ કદિ જાય, પણ માન તેતો ન મુકાય ।।૨૦।।
નથી બીજા કોઇનો તે વાંક, માને રોળ્યા છે રાજા ને રાંક । એવો નર નજરે ન આવે, જેના મનને માન ન ભાવે ।।૨૧।। ઘર તજી જાય કોઇ વન, એકાંત્યે બેસી કરે ભજન ।
અન્ન મુકી ફળ ફુલ ખાય, પણ માન તેતો ન તજાય ।।૨૨।। કોઇ કરે તે નામ રટન, કોઇ કરે અવનિ અટન ।
ગંગા યમુના સરસ્વતી નાય, પણ માન તેતો ન તજાય ।।૨૩।। કોઇ વધારે નખ ને કેશ, કરે તીર્થ ફરે દેશોદેશ ।
પહેરે નહિ પગરખાં પાય, પણ માન તેતો ન તજાય ।।૨૪।। કોઇ ઉઘાડા રહે અવધૂત, કોઇ ભૂંસે અંગમાં ભભૂત ।
ધન નારીને નિકટ ન જાય, પણ માન તેતો ન તજાય ।।૨૫।। કોઇ જ્ઞાની થઇ કરે જ્ઞાન, કોઇ ધ્યાની થઇ ધરે ધ્યાન । કોઇ ભક્ત થઇ ગુણગાય, પણ માન તેતો ન તજાય ।।૨૬।। કોઇ રાખે કંથા ને ગોદડી, કોઇ રહે જીયાં તિયાં પડી ।
સહે શીત ઉષ્ણ અંગમાંય, પણ માન તેતો ન તજાય ।।૨૭।। કોઇ રહે મુખે મૌન સાધી, કોઇ જમે નહિ અન્ન રાંધી ।
પ્રકરણ
કકકક
૧૧૦
ભક્તચિંતામણી
૪૨૧
કાચું પાકું મળે તેવું ખાય, પણ માન તેતો ન તજાય ।।૨૮।। કોઇ તપી થઇ કરે તપ, કોઇ જપી થઇ કરે જપ ।
મેલે વસન ભૂષણ ઇચ્છાય, પણ માન તેતો ન તજાય ।।૨૯।। કવિ કોવિદ પંડિત પીર, યોગી યતી સતી શૂરવીર ।
માન ગયે મરવાને ચાય, પણ માન તેતો ન તજાય ।।૩૦।।
સર્વે મરે છે માનના માર્યા, માન આગળ્ય કઇક હાર્યા ।
એવા માનને મેલી મહાંત, ભાવે ભજે છે શ્રીભગવંત ।।૩૧।।
મેલી પિંડ બ્રહ્માંડનું માન, સંત સદા રહે ગુલતાન ।
અન્ય માનને જન ન ઇચ્છે, જેની મતિ તે મોટી થઇ છે ।।૩૨।। આપે માને છે આતમારૂપ, સોહં મનાણું બ્રહ્મસ્વરૂપ ।
સ્થૂલ સૂક્ષ્મ કારણ દેહ, જાગ્રત સ્વપ્ન ને સુષુપ્તિ તેહ ।।૩૩।।
મન બુધ્ધિ ચિત્ત અહંકાર, પ્રાણ પંચ ઇંદ્રિય પરિવાર ।
પંચ દેવ સપ્ત ધાતુ જેહ, એહ સર્વે મળીને આ દેહ ।।૩૪।। જેમ કહ્યો શરીરનો સાજ, તેમ બ્રહ્માંડનો છે સમાજ ।
તેને પાર પ્રકૃતિ પુરુષ, તેથી પર બ્રહ્મ એક રસ ।।૩૫।।
સત ચિત્ત આનંદ સ્વરૂપ, એવું મનાણું આપણું રૂપ ।
પછી બ્રહ્માદિ કીટ પર્યંત, તેમાં મોહ પામે કેમ સંત ।।૩૬।। આપે થયા છે આતમારામ, દાસ સુખિયા પૂરણકામ ।
મેલી પિંડ બ્રહ્માંડનું માન, થયા બ્રહ્મરૂપ ગુલતાન ।।૩૭।। એવા માનમાં મસ્ત છે જેહ, બીજા માનને ન ઇચ્છે તેહ ।
અવરમાં નથી ઉતાર્યું મન, કરવા પુરુષોત્તમ પ્રસન્ન ।।૩૮।। એમ સમજ્યા સંત સુજાણ, તેને રહી નહિ કોઇ તાણ ।
એમ આદિ અંત્યે મધ્યે જન, તજી માન ભજ્યા ભગવન ।।૩૯।। એવું સમજીને સંત આજ, કર્યું તન મને માન તાજ ।
થયા નિરમાની એમ સંત, જેને ભેટીયા શ્રીભગવંત ।।૪૦।। તજી તનને મનનું માન, રહ્યા હરિમાંહિ ગુલતાન ।
કામ લોભ ને સ્વાદ સનેહ, મેલ્યા માન આદિ પંચ એહ ।।૪૧।।
૪૨૨ ભક્તચિંતામણ પ્રકરણ ૧૧૧
શોધી શત્રુનો કર્યો સંહાર, જીત્યા જન થયો જેજેકાર ।
પંચ વૈરી મુવે ગયું પાપ, એહ પ્રકટ પ્રભુનો પ્રતાપ ।।૪૨।। એહ પંચવૈરી પરચંડ, જેને વશ છે પિંડ બ્રહ્માંડ ।
તેને જીતીને પામ્યા આનંદ, જેને સ્વામી મળ્યા સહજાનંદ ।।૪૩।।
પૂર્વછાયો- સહેજે રહે સતસંગમાં, પંચ વરતને પરમાણ ।
કામ લોભ સ્વાદને, તજી સ્નેહ માન સુજાણ ।।૪૪।।
એહ રીત ત્યાગીતણી, એમ મુનિ રહે અનેક ।
હવે કહું સુણજ્યો સહુ, સાંખ્યયોગી બાઇયોની ટેક ।।૪૫।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે નિરમાની વ્રતમાન કહ્યું એ નામે એકસો ને દશમું પ્રકરણમ્ ।।૧૧૦।।
ચોપાઇ- હવે કહું હરિજનની રીત, સહુ સાંભળજ્યો દઇ ચિત્ત ।
સાંખ્યયોગી બાઇયો હરિજન, જેનાં તપ પરાયણ તન ।।૧।।
સર્વે તજી સંસારની આશ, ભજે અંતરમાં અવિનાશ ।
પુરુષોત્તમ પ્રગટ પેખી, બીજી સર્વે ઇચ્છાઓ ઉવેખી ।।૨।। દેહ ગેહતણાં સુખ ત્યાગી, જેની લગની નાથશું લાગી ।
ખાનપાનથી ઉતારી મન, ભાવે કરે હરિનું ભજન ।।૩।। વસન ભૂષણ ન ચાય ચિત્ત, જેને પૂરણબ્રહ્મશું પ્રીત ।
એવી મળે બાઇયોની મંડળી, કરે વાત માંહોમાંહિ મળી ।।૪।। બાઇયો સાંભળજ્યો એક વાત, આજ મહારાજ છે રળિયાત ।
હસી બોલે છે હેતને વયણે, વળી જુવે છે અમૃતનયણે ।।૫।।
માટે મોટું ભાગ્ય છે આપણું, છીએ વાલ્યમને વહાલાં ઘણું । ભલે આવિયો આ અવતાર, જેમાં મળિયા પ્રાણઆધાર ।।૬।।
લીધો અલભ્ય લાભ તે આજ, સર્વે સર્યાં છે આપણાં કાજ ।
કોઇ વાતની ન રહી ખામી, આજ મળ્યા સહજાનંદ સ્વામી ।।૭।। એવા તજી સુખદાયી શ્યામ, કોણ કરે મનખો હરામ ।
એવી કોણ અભાગણી હશે, જે કોઇ દેહનાં સુખ ઇચ્છશે ।।૮।।
પ્રકરણ
કકકક
૧૧૧
ભક્તચિંતામણી
૪૨૩
દેહસુખમાં રહ્યો સંસાર, દેહસુખમાં વિષયવિકાર ।
દેહમાંહિ માન્યું જેને આપ, તેને મળ્યાં છે પૂરણ પાપ ।।૯।। એવી ગર્દભી નારી છે ઘણી, શું કહીએ બાઇ વાત તે તણી । નિત્ય કરીને નવલો રંગ, દેખાડે છે પુરુષને અંગ ।।૧૦।। વસ્ત્ર આભૂષણ પહેરી અંગ, નિત્ય ફરેછે નવલે રંગ ।
ગુંથે કેશ હમેશ હરાડી, ફરે શેરી બજારમાં દાડી ।।૧૧।। તને ચોપડી તેલ ફુલેલ, આંજી આંખ્ય ને જુવે છે છેલ ।
રૂડો પુરુષ દેખીને રીઝે, ગળે અંતર ભિંતર ભિંજે ।।૧૨।। જે પુરુષ માન્યા સુખરૂપ, તેનું સાંભળો કહું સ્વરૂપ ।
જેને જાણે છે રૂડો રૂપાળો, તેના ભિંતરનો માલ ભાળો ।।૧૩।।
માંહિ ભર્યો મજ્જા મેદ માંસ, તેની અભાગણી કરે આશ ।
પરુ પાચ પડે પિયા ઘણા, વહે લિંટ શેડા લજામણા ।।૧૪।। કફ થુંક ને લાળની ખાડી, મુખે ઝરે તે મેઘ અષાડી ।
પડે બળખા આવે ઓકાર, દિસે દાંત હાડકાંની હાર ।।૧૫।।
મળ મુતરે પૂરણ પેટ, તેની ભુંડણ્ય ચાય છે ભેટ ।
કુલટા મન રિઝી કરકે, જેણે કરીને જાશે નરકે ।।૧૬।।
માંહી ભરીયો આંતર કર્મે, ઉપર મઢ્યો છે આળે ચર્મે ।
ભર્યું રુધિર તે રગરગે, એવો અશુધ્ધ નર છે અંગે ।।૧૭।। સ્વેદ શુક્ર શલેષમ આમ, નખ કેશ એ દિસે નકામ ।
ગુંગા ગિડરે ભર્યો ભંડાર, તેનો પાપણી કરે છે પ્યાર ।।૧૮।।
નરકકુંડ જેવો નરદેહ, તેશું શંખણી કરે સ્નેહ ।
પુંજા કચરા નામ ઉકરડા, દિસે દુર્ગંધના ડુંગરડા ।।૧૯।। દેખી નખશિખા વસ્તુ નકામ, ફુઇએ સમજીને પાડ્યાં છે નામ ।
નાગ વાઘ સિંહ નામ સરે, એથી અબળા કેમ ઉગરે ।।૨૦।।
ગુણે યુક્ત જાણો એહ નામ, જેને મળે તેનું ટાળે ઠામ ।
કદાપિ જો હોય નામ સારુ, જેમ કાવે મીઠું ને છે ખારું ।।૨૧।। વળી સાંભળો કહું સાહેલી, નર હોય ફોગટિયા ફેલી ।
૪૨૪ ભક્તચિંતામણ પ્રકરણ ૧૧૧
ગાંજા ભાંગ્ય માજમ મફર, તાડી મદ્ય પીવે દાડી નર ।।૨૨।।
પીવે અમલ હોકા હમેશ, ગયે જોબને રંગાવે કેશ ।
ખાય કવસ્તુ કામના કાજ, પાપી પુરુષને નહિ લાજ ।।૨૩।। જેજે ભવમાંહિ છે ભુંડાઇ, તેતો સર્વે રહી નરમાંઇ ।
જેજે પૃથ્વી ઉપર પાપ, તેના કરનારા નર આપ ।।૨૪।।
ચોરી હિંસા કસાઇનાં કામ, કરે નર ન કરે એ વામ ।
યુધ્ધ વિરોધે વૈરમાં લડે, સામસામાં શિશ બહુ પડે ।।૨૫।।
ચાલે રુધિરની તિયાં ધારું, મરે મનુષ્ય હજારે હજારું ।
એવે પાપે હોય નર પુરા, તેતો કહાવે જગતમાં શૂરા ।।૨૬।। કઇ જીવ કરે કચ્ચરઘાણ, એવા પાપીનાં થાય વખાણ ।
એવા પાપી પુરુષના દેહ, તેશું સ્વપ્ને કરે કોણ સ્નેહ ।।૨૭।। એને ઇચ્છે અભાગણી નાર, જેને જાવું છે જમને દ્વાર ।
નારી નરકમાં જાય છે આપે, તે પુરુષમાં પ્રીત્ય પ્રતાપે ।।૨૮।। વળી કહું પુરુષનાં પાપ, તમે સાંભળજ્યો સહુ આપ ।
નર વિકળ હોય વિશેક, જેના અંતરમાં નહિ ટેક ।।૨૯।। કરે પરાણે નારી સ્પરશ, થાય વિકળ કામ વિવશ ।
જોને બ્રહ્મા સરવેના બાપ, તેણે કર્યો સુતાને સંતાપ ।।૩૦।। જોને ઇંદ્ર અભાગીનાં કામ, કર્યું અહલ્યાનું જીવત હરામ ।
જોને વિધુનો ગયો વિચાર, હરી પરાણે ગુરુની નાર ।।૩૧।। જોને સુરગુરુ બૃહસ્પતિ, કર્યું અબળાનું અવળું અતિ ।
જોને નહુષ મૂરખ મરવા, જોરે ઇચ્છ્યો ઇંદ્રાણીને વરવા ।।૩૨।। જોને યયાતિ મૂરખ જન, માગ્યું પુત્ર પાસળે જોબન ।
એહ આદિ મોટા મોટા જેહ, થયા વિકળ તનમાં તેહ ।।૩૩।। હવે બીજા રહ્યા જેહ જન, તેનાં ક્યાંથી સ્થિર હોય મન ।
માટે પુરુષતન જે પામ્યા, તેતો લાજ ધરમને વામ્યા ।।૩૪।।
પાપ મૂર્તિ પુરુષપિંડ, નર મળે મળ્યો નરક કુંડ ।
તેમાં પડે છે પાપણી જઇ, લજ્જાવોણી અભાગણી થઇ ।।૩૫।।
પ્રકરણ
કકકક
૧૧૨
ભક્તચિંતામણી
૪૨૫
હારી મનખો થઇ હેરાણ, જેના પુરુષે હરાણા પ્રાણ ।
નથી સુખ છે દુઃખ અલેખે, તેમાં અભાગણી સુખ દેખે ।।૩૬।। હવે કહું જે આપણી રીત્ય, પ્રભુ વિના ન રાખવી પ્રીત્ય ।
પંચ હાથ પુરુષથી પરું, રહેવું ખબડદાર તે ખરું ।।૩૭।। વાટે ઘાટે ન જાવું એકલું, જો ઇચ્છવું પોતાનું ભલું ।
નરસામાં ન જોડિયે નેણ, વળી ભૂલે ન બોલિયે વેણ ।।૩૮।।
સંભારીએ ન સુણિએ વાત, હાસરસે ન સ્પર્શિએ ગાત ।
ગુહ્યવાર્તા ભૂલ્યે ન કરીએ, પુરુષાકાર ચિત્ર પ્રહરિયે ।।૩૯।। તાત ભ્રાત ને સુત સંગાતે, એશું વસિયે નહિ એકાંતે ।
પડે કામ અવશ્ય એ સંગ, ત્યારે બોલવાનો છે પ્રસંગ ।।૪૦।। ત્યાગી ત્રિયાને તીર્થે જો જાવું, સંબંધિસંગે તીર્થમાં નાવું । દ્રવ્ય રાખવું નિર્વાહ કાજ, નહિતો આપણી ન રહે લાજ ।।૪૧।। અન્ન વસ્ત્ર અંગને જોયે, જાય જાચવા તો ધર્મ ખોયે ।
જાડું મોટું મળે જેવું પટ, તેણે કરીને ઢાંકિયે ઘટ ।।૪૨।। ખારું ખાટું મળે જેવું અન્ન, જમી કરીયે હરિભજન ।
આપણું છે અબળાનું તન, તેમાં રાખવી જોઇએ જતન ।।૪૩।। ઘણું વરતવું ઠાવકું ઠીક, અતિ આણી અંતરમાં બીક ।
જેમ દોરે ચડે નટનારી, ચુકે નજર તો થાય ખુવારી ।।૪૪।।
માટે રહેવું સદાય સચેત, હરિ વિના ન રાખવું હેત ।
આણી અંતરમાંહિ વૈરાગ્ય, કરવાં તન મન સુખ ત્યાગ ।।૪૫।। એવી સાંભળી શીખની વાત, સર્વે બાઇઓ થઇ રળિયાત ।
સત્ય વારતા છે એજ સાચી, એમ સમજ્યા વિના વાત કાચી ।।૪૬।।
પૂર્વછાયો- એ રીત ત્યાગી ત્રિયાની, જેણે તજ્યો સર્વે સંસાર । હવે કહું રીત્ય ભાઇની, સાંખ્યયોગી ગૃહી ઉદાર ।।૪૭।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળા-
નંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે સાંખ્યયોગી બાઇયોનાં વ્રતમાન
કહ્યાં એ નામે એકસો ને અગિયારમું પ્રકરણમ્ ।।૧૧૧।।
૪૨૬ ભક્તચિંતામણ પ્રકરણ ૧૧૨
ચોપાઇ- હવે સાંખ્યયોગી કહું ભાઇ, જેને પ્રીત પુરુષોત્તમમાંઇ ।
સદા રહેછે પ્રભુજી પાસ, થઇ ચરણકમળના દાસ ।।૧।। હરિપાસે રહે છે હમેશ, અતિત્યાગી ને ઉજ્વળ વેષ ।
રાખી મુનિ જેવાં વ્રતમાન, ભાવે ભજે છે શ્રીભગવાન ।।૨।।
સર્વ જક્તના જીવશું તોડી, જેણે પ્રીત પ્રભુજીશું જોડી ।
દેહગેહતણાં સુખ ત્યાગી, થયા પ્રભુપદ અનુરાગી ।।૩।। ઉઠે બેસે ચાલે જુવે જમે, કરે તેહ જે નાથને ગમે ।
નિત્ય જોઇ મહારાજની મરજી, વર્તે મનની મમતા વરજી ।।૪।। આજ્ઞાકારી છે જેહનાં અંગ, કેદિ ન કરે વચનનો ભંગ ।
જાણે દેશ કાળ વળી સમે, કરે તેજ જે નાથને ગમે ।।૫।।
મરજી વિના પગલું ન ભરે, અંતરમાં નિરંતર ડરે ।
અતિ સમજુ ને સંત સ્વભાવ, પ્રેમી નિયમી ને ભક્તિભાવ ।।૬।। દામ વામ જાણી દુઃખદાઇ, અતિ અભાવ છે મનમાંઇ ।
એવા સાંખ્યયોગીનો સમોહ, જેને કામ ક્રોધ નહિ મોહ ।।૭।।
લોભ લાલચ સ્વાદ સનેહ, આશા તૃષ્ણા તે તજીછે તેહ ।
હર્ષ શોક નહિ વૃધ્ધિ હાણ્ય, જેણે મેલી તનમન તાણ્ય ।।૮।।
પંચ વ્રતમાનમાંહિ પૂરા, અંતર સાધુ ને ઉપર શૂરા ।
અતિસમર્થ ને સાવધાન, વળી નિરસ્નેહી નિરમાન ।।૯।। એવા સાંખ્યયોગી જે સુજાણ, કરૂં તેનાં હું શિયાં વખાણ । બીજાં ગૃહી ઘણાં બાઇ ભાઇ, જેને પ્રીત્ય છે પ્રભુજીમાંઇ ।।૧૦।।
ચોરી અવેરી મદિરા માંસ, તેની કરે નહિ કેદિ આશ ।
પડ્યું દ્રવ્ય પારકું ન હરે, ખોટી સાંખ્ય ભૂલે નવ ભરે ।।૧૧।।
ગાંજા ભાંગ્ય લસણ ડુંગળી, કેફ મફર માજમ વળી ।
કરી કેફ સરવેનો ત્યાગ, રાખે પ્રભુ સાથે અનુરાગ ।।૧૨।। એવાં ગૃહસ્થ ઘણાં નરનારી, જેને મળ્યા છે દેવ મુરારી । અતિ પવિત્ર ને પુણ્યવાન, તેનાં નામ સાંભળો નિદાન ।।૧૩।।
પ્રથમ કહું સાંખ્યયોગી ભાઇ, પછી કહું સાંખ્યયોગી બાઇ ।
પ્રકરણ
કકકક
૧૧૨
ભક્તચિંતામણી
૪૨૭
ગૃહસ્થ હરિભક્ત નરનાર, કરૂં કિંચિત નામ ઉચ્ચાર ।।૧૪।।
સાંખ્યયોગી માંહિ શિરોમણિ, ભાવે નામ કહું તેનાં ભણી ।
મુખ્ય માંચો સોમલો મુગત, સુરો માતરો અલૈયો ભક્ત ।।૧૫।। કાળો વાલેરો ને રાણસુર, લાખો નાન નાજો સંતસુર ।
એહ આદિ કાઠિજન કહીએ, સાંખ્યયોગી શ્યામસંગે લહીએ ।।૧૬।। ભક્ત વેરોજી આતમારામ, ડુંગરજી ભગુજી અકામ ।
માનસિંહ ને કેશરીસિંઘ, ખરા ક્ષત્રિ એ ભક્ત અનઘ ।।૧૭।। ભક્ત ભાણો હમીર ભણીજે, ઉમોજી ઉભે ભક્ત ગણીજે ।
રવોજી રતનજી ગંભીર, લાખો કસલો ભીમ હમીર ।।૧૮।। વીરો દેવો માન ગુમાનજી, કમો કાજુ નાથુજી કાનજી ।
લાધોજી નાનજી નારાયણ, એહ ક્ષત્રિ પ્રભુ પરાયણ ।।૧૯।। ભક્ત મુળજી જાતિ લુવાણો, સદા સખા એ શ્યામના જાણો ।
એહ આદિ સાંખ્યયોગી કહીએ, છે અપાર પાર કેમ લહીએ ।।૨૦।। ઉકો હરજી રામજી દોય, કૃષિકર કરમશી સોય ।
જોધો જેઠો મેઘો હરિનાથ, ભગો અર્જણ બિજલો સાથ ।।૨૧।। રાઠોડાદિ પ્રભુજીના દાસ, લાલો બાદર બે પ્રભુ પાસ ।
મિયાં કરિમ રયો હસન, રાજા ભૂલા નાથાદિ યવન ।।૨૨।। એહ રહે છે પ્રભુજી પાસ, સર્વે તોડી જગતની આશ ।
એહ સાંખ્યયોગી સહુ જન, ભાવે કરે હરિનું ભજન ।।૨૩।। કહું પ્રભુતણા પારષદ, જેને કામ ક્રોધ નહિ મદ ।
મોટા મુક્ત છે મુળજી નામ, વરણિરાટ જન જેરામ ।।૨૪।। એહ આદિક બીજા જે ઘણા, સદા પારષદ પ્રભુતણા ।
દીનાનાથ પ્રાગજી પુરાણી, જેની સુધાસમાન છે વાણી ।।૨૫।। રહે હરિપાસે હમેશ, જેના મનમાં મોહ ન લેશ ।
એવા બહુ રહે હરિપાસ, થઇ ચરણકમળના દાસ ।।૨૬।। હવે સાંખ્યયોગી બાઇઓ જેહ, જેને પ્રભુ સાથે છે સનેહ । અતિ ત્યાગી ને વળી અકામ, કહું તેનાં સાંભળજ્યો નામ ।।૨૭।।
૪૨૮ ભક્તચિંતામણ પ્રકરણ ૧૧૨
મુખ્ય રાજબાઇની એ રીતિ, પ્રભુ વિના નહિ કિયાં પ્રીતિ ।
જીવુબાઇ જીવનાં ઉદાર, રાખ્યા પ્રભુ ન રાખ્યો સંસાર ।।૨૮।।
લાડુબાઇ પ્રભુજીને પ્યારાં, સુબુધ્ધિ સુલક્ષણે સારાં ।
મીણબાઇ જેવા મુનિરાજ, જેણે રાજી કર્યા મહારાજ ।।૨૯।। અમરબાઇ દ્વિજ મર્મવાન, હરિસેવામાં જે સાવધાન ।
રામબાઇ બેઉ હરિભક્ત, ભજ્યા હરિ તજ્યું જેણે જક્ત ।।૩૦।। અતિ વિરક્ત અમૃતબાઇ, જેણે ત્રોડિ સંસાર સગાઇ ।
ઝાઝો ઝમકુબાઇને વૈરાગ, કર્યું પ્રભુસારુ સુખ ત્યાગ ।।૩૧।। રતિબા ફુલિબા રૂડાં જન, કર્યું કુળ પોતાનું પાવન ।
રાજુબાઇ કાજુ હરિદાસ, જેને ન લાગ્યો નાસ્તિક પાસ ।।૩૨।। અમરબાઇ ને અમુલાંબાઇ, અદિબાને પ્રીત્ય પ્રભુમાંઇ ।
તન મનનાં સુખને ત્યાગી, પ્રભુચરણે પ્રીત્ય જેની લાગી ।।૩૩।। એહ આદિ સાંખ્યયોગી જેહ, કહ્યાં એક ગઢડાનાં તેહ ।
સોમદેબાઇ ને સુરબાઇ, થઇ સોમાબાઇની ભલાઇ ।।૩૪।। હવે કહું બીજાં હરિજન, જેનાં પ્રભુ પરાયણ મન ।
કહેવા માત્ર કર્મયોગી નામ, અતિ અંતરમાંહિ અકામ ।।૩૫।। કહું નામ તેનાં નિરધાર, જેને પ્રભુજી સાથે છે પ્યાર ।
અતિ પ્રીત્ય જેને પ્રભુમાંઇ, તેહ વિના બીજું દુઃખદાઇ ।।૩૬।। ખરાં ખીમબાઇ પાંચુબાઇ, જેની કહી ન જાય મોટાઇ ।
નાનબાઇ ને કુંવરબાઇ, જસુબાઇની થઇ ભલાઇ ।।૩૭।।
સાંખ્યયોગીનાં સેવક જન, તેનાં પણ ભાગ્ય ધન્ય ધન્ય ।
બેની કલુ હિરૂ ને રતન, પ્રેમાં કરે પ્રભુનું ભજન ।।૩૮।। ડોસી ગંગામા ને બાઇ દેવ, વિરૂ વળી કરે હરિસેવ ।
રામબાઇ નાથી કંકુ કૈયે, હરિસેવા વહાલી જેને હૈયે ।।૩૯।।
માનું મઘુ અવલ ઇત્યાદિ, હરિજન જીવી વાલી આદિ ।
એહ સાંખ્યયોગીનાં સેવક, જાણે સર્વે વિધિએ વિવેક ।।૪૦।।
મન કર્મે કરે સેવકાઇ, એવો નિરધાર અંતરમાંઇ ।
પ્રકરણ
કકકક
૧૧૨
ભક્તચિંતામણી
૪૨૯
વળી જાણે છે રાજી મહારાજ, એવું જાણીને કરે છે કાજ ।।૪૧।। બીજાં ગઢડામાંહિ છે ઘણાં, નિજસેવક મહારાજતણાં ।
પ્રાણજીવન પ્રભુને જાણી, ભજે ભાવ ભિંતરમાં આણી ।।૪૨।।
પુરપતિ છે અતિ અવલ, કાઠી અનૂપ નામ એભલ ।
તેના પુણ્ય તણો નહિ પાર, જેનો અતિ પવિત્ર પરિવાર ।।૪૩।। તેનો સુત તે ઉત્તમ નામ, સર્વે શુભગુણનું છે ધામ ।
કહીએ મોટ્યપ શું એની અતિ, કેદિ ન ચળે ધર્મથી મતિ ।।૪૪।।
સોંપી સર્વે હરિને સુજાણ, વર્તે પ્રભુની મરજી પ્રમાણ ।
જેને ઘેર નિત્ય મુનિજન, લિયે પ્રસાદ કરે ભજન ।।૪૫।। જીવોખાચર આદિક જાણો, તેપણ ભક્ત પ્રભુના પ્રમાણો ।
વળી ઉત્તમ સુત જે બાવો, સ્પર્શિ પ્રભુ લીધો જેણે લાવો ।।૪૬।। ધન્ય ભક્ત તે ધાંધલ ઘેલો, અતિનિર્મળ નહિ મન મેલો ।
માલો માણશિયો નાગદાન, જેને વહાલા છે શ્રીભગવાન ।।૪૭।। ભક્ત ઉકો અતિનિર્માન, સંત ટેલમાંહિ સાવધાન ।
એહાદિ કાઠી ભક્ત અપાર, ભજી હરિ થયા ભવપાર ।।૪૮।। ભટ્ટ ગોપી પ્રભુજીને પ્યારા, તેના સુત તે ત્રણ છે સારા ।
રઘુનાથ ને લાલજી નામ, ત્રીજો સુત વારુ જીવરામ ।।૪૯।। દ્વિજ મકન કુરજી નામ, ભગો બેચર ને લખીરામ ।
રામચંદ્ર ને રતનેશ્વર, હરજીવન ડોસો જાગેશ્વર ।।૫૦।।
નાગરાદિ છે વિપ્ર અનેક, ભજે હરિ તજે નહિ ટેક ।
જુઠા લખા જુગલ વણિક, દો અમરશી ને ડાયો એક ।।૫૧।।
માલજી હીરો કૃષ્ણજી દોય, કાનજી ને રૂગનાથ સોય ।
કમળશી સુરચંદ્ર દોય, હરિભક્ત વણિક એ સોય ।।૫૨।। શવો ખીમો ને કૃષ્ણ પ્રેમજી, વાલો વસતો મેઘો મુળજી ।
એહ આદિ છે ભક્ત સુતાર, જેઠા ભગાદિ કહીએ સોનાર ।।૫૩।। જગા ગાંગા આદિ જે આહીર, સુણો ક્ષત્રિભકત શૂરવીર ।
સબલોજી જેસોજી પૂંજોજી, બેચર ને ગોવિંદ કાનજી ।।૫૪।।
૪૩૦ ભક્તચિંતામણ પ્રકરણ ૧૧૩
એહાદિ ક્ષત્રિ ભક્ત અપાર, બીજા પણ અતિશે ઉદાર ।
ખીમો કુંભાર રૂગનાથ સઇ, દેવા આદિ દલવાડી કઇ ।।૫૫।।
નાથો હકો મુળજી રામજી, આંબો ખોડો ભાવસાર હરજી ।
રાજો જગો ને કેશવ કહીએ, રૂડા ભક્ત રાજગર લહીએ ।।૫૬।।
નકિ ભક્ત નાગાજણ રાણો, લખમણાદિ રાવલ જાણો ।
લાધો પ્રેમજી મેઘો કુરજી, હરજી ગાંગજી તેજો મનજી ।।૫૭।। કલ્યાણ જીવો ડોશી જાનબાઇ, રાજુબાઇ ખરાં ખોજામાંઇ ।
કણબી કેશવ જેઠો સુંદર, ભાટ રાવજી ડોસો સાગર ।।૫૮।। વાઘો માવજી રામો લુહાર, દેવો પુંજા દો ભીમો કુંભાર । કોળી માલો વાણંદ ગોવિંદ, દેવજી સાંગો કાળો સ્વછંદ ।।૫૯।। એહાદિ જન ગઢડાવાસી, પ્રકટ પ્રભુજીના ઉપાસી ।
બીજા બહુ જન પ્રભુ પાસ, જેનો દેશ પ્રદેશમાં વાસ ।।૬૦।। કહું તેનાં હવે ગામ નામ, જેણે પ્રભુ ભજ્યા તજી કામ ।
સાંખ્યયોગી કર્મયોગી જેહ, કહું સર્વે સાંભળજ્યો તેહ ।।૬૧।। છે તો અપાર ને અગણિત, કહું તેમાં થકી હું કિંચિત ।
સમુદ્રમાં સકુન સુજાણ, પીવે પાથ તે ચાંચ પ્રમાણ ।।૬૨।।
પૂર્વછાયો- આગળ બહુ અવતારના, જન કહ્યા કવિએ વિચાર ।
પણ આજ જે ઓધરશે, તેનો નહિ થાય નિરધાર ।।૬૩।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે ગઢડાનાં સાંખ્યયોગી હરિજન તથા સાંખ્યયોગી બાઇયો તથા મહારાજના પારષદનાં નામ
કહ્યાં એ નામે એકસો ને બારમું પ્રકરણમ્ ।।૧૧૨।।
ચોપાઇ- હવે કહું હરિભક્તનાં નામ, જેને મળ્યા છે સુંદરશ્યામ । અતિ પવિત્ર ઉત્તમ એહ, જેને શ્રીહરિ સાથે સનેહ ।। ૧ ।।
લેતાં નામ આવે છે આનંદ, જેને સ્વામી મળ્યા સુખકંદ ।
તેનાં નામ સાંભળે જે જન, થાય કુળે સહિત પાવન ।। ૨ ।।
સોરઠ દેશના સતસંગી જેહ, કહું પ્રથમ પ્રકાશી તેહ ।
પ્રકરણ
કકકક
૧૧૩
ભક્તચિંતામણી
૪૩૧
દેશ પવિત્ર પવિત્ર જન, જેનાં હરિ પરાયણ મન ।। ૩ ।। બાળ જોબન વૃધ્ધ સમિષ્ઠ, સરવે જન સમાધિનિષ્ઠ ।
ભાવિ ભક્ત વાલો જેતબાઇ, જીયાં ભક્ત થયા ભીમભાઇ ।। ૪ ।। તે તો મોટા મુક્ત મહામતિ, સદા સુખિયા અંતરે અતિ ।
જેની કહ્યામાં નાવે મોટાઇ, એવા ભક્ત કહીએ ભીમભાઇ ।। ૫ ।।
પુણ્ય પવિત્ર પર્વતભાઇ, જેની અખંડવૃત્તિ હરિમાંઇ ।
સ્થિતિ પિંડ બ્રહ્માંડ પાર, નાવે જોયે જગત લગાર ।। ૬ ।। અક્ષરરૂપ મોટ્યપ તે તણી, વૈશ્ય ભક્તમાંહિ શિરોમણિ ।
એક ભક્ત રાજોભાઇ ધીર, વચનરૂપ અનુપ આહીર ।। ૭ ।।
નક્કી ભક્ત છે નાગજી નામ, ખીમજી શવજી ને જેરામ ।
રાજા આંબા મુળજી કલ્યાણ, એક નામે બે ભક્ત પ્રમાણ ।। ૮ ।।
નૃસિંહ નાથો રાઘવ કુરજી, માવો મેઘો ને ભક્ત કાનજી ।
કહીએ કેશવ વસતો વળી, શામજી જીવો અરજુન મળી ।। ૯ ।। રૂડાં ગાંગુ મધુ રાધાબાઇ, હરિ ભજે તેજુની ભલાઇ ।
એહ આદિ કણબી કહેવાય, વસે મુક્ત માણાવદ્રમાંય ।।૧૦।। દ્વિજભક્ત મુક્ત મયારામ, ભ્રાત ભક્ત ગોવિંદરામ નામ ।
દ્વિજ જીવન મેઘનભાઇ, જાદવ રૂગનાથ કેવાઇ ।।૧૧।।
વળી અંબાવી જેઠો જેરામ, ભજે દ્વિજ નારાયણ નામ ।
ભક્ત ભાણો શેઠ મીઠીબાઇ, દાસ દેવોકુંભાર કેવાઇ ।।૧૨।। જમો આળશી જાતિ યવન, ભક્ત હરિના થયા પાવન ।
એહ આદિ જે ભક્ત અકામ, થયા મુક્ત માણાવદ્ર ગામ ।।૧૩।। ભક્ત વાળંદ માવજી ભલો, વસે ગામ સમેધે એકલો ।
ભક્ત એક છે જાદવભાઇ, વસે ગામ ઇશ્વરિયામાંઇ ।।૧૪।। ભક્ત કૃષ્ણ ક્ષત્રિ કુતિંયાણે, ભાટ મનોહર સહુ જાણે ।
દેવડે દાસ પુંજો પટેલ, બાલવે દ્વિજ મુળો વસેલ ।।૧૫।। ભક્ત ભાવિક એક ઉદાર, નામ ભગવાનજી સુતાર ।
તેનો તન રતનજીભાઇ, વૃધ્ધ ભક્ત નામ જાનબાઇ ।।૧૬।।
૪૩૨ ભક્તચિંતામણ પ્રકરણ ૧૧૩
પ્રેમીશા પુરુષોત્તમ નામ, એહાદિ રહે પોરબંદર ગામ ।
ભક્ત વજસી અજો કુંભાર, વસે ગામ વેલ મોઝાર ।।૧૭।।
મસરી હીરો વીરો કુંભાર, કચરો બાઇ મુળી ઉદાર ।
ભક્ત શેઠ આણંદજી નામ, એહાદિ ભક્ત રહે બાલાગામ ।।૧૮।। ધન્ય પવિત્ર ગામ પંચાળું, જીયાં હરિજન છે દયાળુ ।
ક્ષત્રિકુળ આભૂષણ અતિ, ભક્ત એકાંતિક મહામતિ ।।૧૯।। હેમંતસિંઘ ને અનૂપસિંઘ, ભક્ત ભૂષણ અતિ અનઘ ।
ભૂપતસિંઘ નવલસિંઘ કહીએ, બાદ્ર નાથોજી મેરજી લહીએ ।।૨૦।। બાઇ ગંગામા તે નિરમળ, હરિભક્ત જેવાં ગંગાજળ ।
અદિબા મોટીબા નાનીબાઇ, મોટાં મુક્ત ક્ષત્રિકુળમાંઇ ।।૨૧।। જેણે પ્રભુ પધરાવી ઘેર, કરી સંત સેવા રૂડીપેર ।
બીજા ભક્ત પાસે વસે બહુ, કહું નામ તેનાં સુણો સહુ ।।૨૨।। દ્વિજ લાડકી ને રૂકમાઇ, જેની કહી ન જાય મોટાઇ ।
ઓઝો રાઘવ ગોપાળદાસ, ભજી હરિ તજી જગઆશ ।।૨૩।। ઠક્કર ઉકો મકન જેરામ, એહઆદિ તે પંચાળે ગામ ।
ભક્ત હમીર ખોડો કુંભાર, બાઇ કાનુ સુત્રેજ મોઝાર ।।૨૪।। જન શાર્દુલ ભોજો હજામ, ભક્ત ખોડો ભાથરોટ ગામ ।
ભક્ત તેજો જન દેવુબાઇ, રહે લુહાર ખમિદાણા માંઇ ।।૨૫।। ભક્ત શા ખિમજી દેવો નામ, ક્ષત્રિ કરણજી સગરામ ।
ભક્ત કાનો જુઠો હિરૂંબાઇ, વસે વાળંદ એ લોજમાંઇ ।।૨૬।।
મોટા મુક્ત માંગરોળ ગામ, કહું તેનાં સાંભળજ્યો નામ । ભક્ત વણિક કેવળરામ, જન માવજી વાસણ નામ ।।૨૭।। ભક્ત રામચંદ્ર દેવકર્ણ, નથુ મુળચંદ હરિશર્ણ ।
સુરચંદ હીરજી અખઇ, દામોદર ગોવર્ધનભાઇ ।।૨૮।। હર કુંવર જાનું માનું મિઠી, નાની અમૃત ને બાઇ જુઠી ।
મુક્ત મેઘજી ભુરજીભાઇ, રતનજી બીજાં નાનબાઇ ।।૨૯।। એહઆદિ તે વણિકમાંય, સર્વે સમાધિનિષ્ઠ કહેવાય ।
પ્રકરણ
કકકક
૧૧૩
ભક્તચિંતામણી
૪૩૩
ક્ષત્રિભક્ત છે મનછારામ, રૂપસિંઘ ઉમેદસિંઘ નામ ।।૩૦।।
ગુલાબસિંઘ આદિ જે ભાઇ, જન એક રાજકુંવર બાઇ ।
વૈશ્ય ભક્ત વખાણવા જેવા, આણંદજી મનજી છે એવા ।।૩૧।। ભક્ત માલી મોનજી ગોવિંદ, કહું વાંઝાભક્તનું તે વૃંદ ।
ભક્ત ધનજી નાગજી નામ, ત્રિકમ ગોકળ માધો અકામ ।।૩૨।। આણંદજી આદિ દઇ ભાઇ, એક ભક્ત રૂડાં ભાણીબાઇ ।
એહ આદિ બીજાં બહુ ભક્ત, વસે માંગરોળ્યમાં એ મુક્ત ।।૩૩।।
લાંગોદરે લાખો કાનુબાઇ, મોટા ભક્ત એ સગરમાંઇ ।
ભક્ત વૈશ્ય વસે કાલવાણી, કહું નામ તેનાં હું વખાણી ।।૩૪।। શેઠ ઘેલો જેઠો જીવરાજ, ભક્ત ખોડે કર્યું નિજકાજ ।
જન વૈશ્ય મોટાં મીઠીબાઇ, ભક્ત સગર જીવો ભગોભાઇ ।।૩૫।। દ્વિજ લખા આદિ જન જેહ, કહીએ કાલવાણી માંહિ તેહ ।
મોટા ભક્ત છે માળિયામાંઇ, ઠક્કર ધનજી નાનજીભાઇ ।।૩૬।। અમરશી કમળશી કેશવ, ભક્ત રામજી રણછોડ દેવ ।
મુળજી આદિ લખ્યા લુવાણા, ભક્ત પ્રકટ પ્રભુના કહેવાણા ।।૩૭।। દ્વિજ અર્જુન મુળજી જાણો, સોની ભક્ત નથુ પરમાણો ।
ભક્ત રતનો ગોવિંદ ભાણો, જન કણબી માળિયે જાણો ।।૩૮।।
સતસંગી લુહાર શવજી, વસે ભંડુરિયે ભય તજી ।
ભક્ત અનુપ અજાવ્ય ગામે, શેઠ નાયો ને ભાણજી નામે ।।૩૯।। કરમણ જેઠો વશરામ, ભક્ત કણબી અજાવ્ય ગામ ।
ભક્ત રૂડા રહે અગત્રાઇ, ભજાવી ગયા પર્વતભાઇ ।।૪૦।। હીરો હદો આંબો વશરામ, જીવો પુંજો મુળજી બે નામ ।
મેઘો માવજી લખમણ લહીએ, હિરો હંસરાજ કૃષ્ણ કહીએ ।।૪૧।। રૂડાં રૂડી હિરૂ સેજુબાઇ, કહીએ કણબી ભક્ત અગત્રાઇ ।
ભક્ત શેઠ ઉધ્ધવજી નામ, પાળે વ્રત પાડોદર ગામ ।।૪૨।। ભક્ત વસે મુલિયાસે ગામ, જુના ભક્ત જેઠોમેર નામ ।
સુત હાજો નોંધો હિરીબાઇ, રાજી ભજે હરિને ભલાઇ ।।૪૩।।
૪૩૪ ભક્તચિંતામણ પ્રકરણ ૧૧૩
દ્વિજભક્ત મુક્ત આખામાંઇ, નારાયણજી નરસિંહભાઇ ।
કુરજી રામજી ઇંદરજી, હરિ ભજ્યા મુળે મોહ તજી ।।૪૪।। હરિજન જીવી મિઠી બાઇ, લાડુ વેલુની ધન્ય કમાઇ ।
એહ આદિ ભક્ત બાઇ ભાઇ, ભજે હરિ આખા ગામમાંઇ ।।૪૫।।
પુણ્ય પવિત્ર છે પિપલાણું, તેની શોભા હું શિય વખાણું । રામાનંદ સહજાનંદ સ્વામી, જીયાં મળ્યાતા બે બહુનામી ।।૪૬।। તિયાં ભક્ત વસે નિષ્કામ, દ્વિજ મેતો નરસિંહ નામ ।
સુત કલ્યાણજી વાલજી કહીએ, રૂગનાથ નારાયણજી લહીએ ।।૪૭।। દ્વિજ લાછુ ને બાઇ કુંવર, સોની રાઘવ ઉગો આયર ।
નાઘોરી ફતો કણબી રામ, એહ ભક્ત પિપલાણે ગામ ।।૪૮।।
નક્કી ભક્ત છે નાવડે ગામ, દ્વિજ માવજી ને સોની રામ ।
ભક્ત વણિક ઝવેરબાઇ, સઇ જીવો એ નાવડામાંઇ ।।૪૯।।
મોટા ભક્ત મેઘપુરમાંઇ, સોની જીવરામ નારાયણભાઇ ।
વડાં વિરુબાઇ હરિ ભજી, દ્વિજ જેઠો ભાણજી રવજી ।।૫૦।। ભાટ અમૃતસિંઘ નંદુકૃષ્ણ, બાઇ લાડકી ને હરિપ્રશ્ન ।
સામત સવદાસ કુંભાર, ભક્ત એ મેઘપુર મોઝાર ।।૫૧।।
મોટા ભક્ત છે મહાદેવ નામ, દ્વિજ વસે ટિડમસ ગામ ।
વસે વણથલીએ જન પાંચો, કણબી કેશવ કલ્યાણ સાચો ।।૫૨।। જાણો જીરણગઢના જન, રામજી કુરજી વૃંદાવન ।
માણ્યકલાલ દ્વિજ હરિરામ, નાગરમાં પાંચીબાઇ નામ ।।૫૩।। ક્ષત્રિ ઉમેદજી દાદોભાઇ, ભાટ માનસિંહની ભલાઇ ।
શા ચાંપશી વિરજી મંગળ, ભાવિ ભક્ત ભાટીયો ગોકળ ।।૫૪।। ભક્ત લુવાર લખમણ કહીએ, હીરો મુળજી રામજી લહીએ ।
કૃષ્ણ નાઇ જેરામ લુવાણો, ભક્ત એક ઓઘો ગોલો રાણો ।।૫૫।। દેવરામ નારાયણજી સુતાર, મોટા ભક્ત છાપ કરનાર ।
એહઆદિ જે ભક્ત અપાર, વસે જીરણગઢ મોઝાર ।।૫૬।।
મોટા ભક્ત છે ભાડેરમાંઇ, ક્ષત્રિ વાઘજી પાતાળભાઇ ।
પ્રકરણ
કકકક
૧૧૩
ભક્તચિંતામણી
૪૩૫
અખોભાઇ ને મુળુ બે નામ, દ્વિજ દેવરામ વિશરામ ।।૫૭।।
મેર જીવણો ને વક્તુ નામ, ગોકળદાસાદિ ભાડેર ગામ ।
દ્વિજ ભક્ત એક છે લિંબુડે, જસવંત ભજે હરિ રૂડે ।।૫૮।। ક્ષત્રિ નાયોજી વિપ્ર પ્રેમજી, ગણોદમાં મોટા હરિ ભજી ।
ક્ષત્રિ ખોડોજી ને જીજીબાઇ, ભક્ત કહીએ તલગણામાંઇ ।।૫૯।। જન રૂડા છે જાળિયામાંઇ, ઠક્કર હીરો ને નાથોભાઇ ।
સાંગો કાથડ ને નાગાજણ, બાઇ રતનું બાબરિયા સુજાણ ।।૬૦।। શા અમરશી ઠાર વશરામ, આહિર વાલો ગંગાદાસ નામ ।
બાઇ જીવાં સોની પ્રેમબાઇ, જન એહાદિ જાળિયામાંઇ ।।૬૧।।
નથુ આહિર બાઇ મલાઇ, દ્વિજ કાનો ક્ષત્રિ વેરોભાઇ ।
ભક્ત ખવાસ છે રૂપાંબાઇ, એહ આદિ ઉપલેટામાંઇ ।।૬૨।। દ્વિજ નાનો પ્રભાશંકર નામ, હીરજી વેલજી મયારામ ।
બાઇ લીલબાઇ રાજબાઇ, ક્ષત્રિ જુણો ભાયાવદ્રમાંઇ ।।૬૩।। ઝાંઝમેરે દ્વિજ અંબારામ, ક્ષત્રિ ઉદો દુધિવદ્ર ગામ ।
ભાટ ગોપાળ ને ડોસો કહીએ, કાજુ ભક્ત કંડોરડે લહીએ ।।૬૪।। ક્ષત્રિ લાધો જીજી ને અજુજી, સબલોજી બતડજી વાઘજી ।
ભક્ત ગોપાળજી અદોભાઇ, હવે કહું હરિજન બાઇ ।।૬૫।।
સજુબા હકુબા બાઇ બાજી, ભાવકુંવર ને ભામનાંજી ।
જાંબુબા વિરુબા ક્ષત્રિમાંઇ, દ્વિજ માવજી મુળજીભાઇ ।।૬૬।। હરજીવન જીવો વિયાસ, બાઇ દેવુ જેઠિ હરિદાસ ।
માવજી દેવશી દેવચંદ, ભક્ત લુવાણા ભજે ગોવિંદ ।।૬૭।। ઓઝો ભીમો લીલો લીલબાઇ, ભક્ત એહાદિ ધોરાજીમાંઇ । ભક્ત ઠક્કર ભવાન નામ, સતસંગી એ સાંકળી ગામ ।।૬૮।। ભલા ભક્ત છે સોની ફણેણી, ગોવા વેલાની એક જ રેણી ।
ભક્ત કાનો ને રામજીભાઇ, જીવી અમૂલાં કેશરબાઇ ।।૬૯।। ભક્ત સુતાર કૃષ્ણ તે કહીએ, જન વિરજી રામજી લહીએ ।
વૈરાગી એક હરિદાસ, એહનો છે ફણેણીયે વાસ ।।૭૦।।
૪૩૬ ભક્તચિંતામણ પ્રકરણ ૧૧૪
આણંદજી કરમશી વણિક, ભક્ત કુંભાર લાખો છે એક ।
સોની મીઠો ને કેશરબાઇ, એહાદિ ગામ ગુંદાળામાંઇ ।।૭૧।। રૂડાં જન જાણો જેતપર, ભટ્ટ વામન અજરામર ।
જન જેરામ જીવણ નામ, વેલુ દેવ પુતળી અકામ ।।૭૨।। જન પારવતી આદિ બાઇ, એહાદિ ભક્ત બ્રાહ્મણમાંઇ ।
ભગવાન ડુંગર ને ભાણો, અજુબાઇ એ કણબી જાણો ।।૭૩।। ઠાર ઠાકરશી આંબો જન, માનુ અમર ટબી પાવન ।
એહ ભક્ત સુતાર સુજાણ, એક જન ઉન્નડ ખુમાણ ।।૭૪।। ભક્ત કણબી માવજી નામ, બીજા ભક્ત છે ગાલોલ્ય ગામ ।
વૈશ્ય વાઘાનો તોરીયે વાસ, ખિરસરે ઠાર હરિદાસ ।।૭૫।।
સરતાનપુરે આલો તેલી, ભજે હરિ જગલાજ મેલી ।
શેઠ લાધો ખીમો ને રૂપશી, કાઠી મેરામ રામજી કર્શિ ।।૭૬।। એહાદિ દાસ વસે દેરડી, જેની પ્રીત્ય પ્રભુસાથે જડી ।
એવા હરિજનનાં જે નામ, લખવા છે મારે હૈયે હામ ।।૭૭।।
પૂર્વછાયો- કહિ કહિ કહિએ ક્યાં લગી, જન નામ અપરમપાર । શેષ થાકે સંભારતાં, નોય એક જીભે ઉચ્ચાર ।।૭૮।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે સોરઠદેશના હરિજનનાં
નામ કહ્યાં એ નામે એકસો ને તેરમું પ્રકરણમ્ ।।૧૧૩।।
પૂર્વછાયો- વંદુ હું ભક્ત વાળાકના, જન વિશવાસી વિશેક । અચલ પ્રભુનો આશરો, વળી ગ્રહી ન મૂકે ટેક ।।૧।। ઉદાર મન અતિ ઘણાં, જેને પ્રકટ પ્રભુશું પ્યાર ।
ભોળે ભાવે ભજે હરિ, છળ કપટ નહિ લગાર ।।૨।। એવા હરિજનનાં, નામ લેતાં આવે આનંદ ।
કહું સંક્ષેપે સાંભળો, જેને સ્વામી મળ્યા સુખકંદ ।।૩।।
ચોપાઇ- બહુ ભક્ત બગસરે ગામ, કોળી હરિપાલ સુતરામ । રૈયો કાનો ભગો ઉકો રાણો, ભક્ત સંઘો ભગો કૃષ્ણ જાણો ।।૪।।
પ્રકરણ
કકકક
૧૧૪
ભક્તચિંતામણી
૪૩૭
ભક્ત વેલો મેપો જોધો જન, કુરજી હરજી એ પાવન ।
દેવશી આદિ દૈ સતવારા, ભક્ત નાઇ રાજો માવો સારા ।।૫।।
નક્કી વૈશ્ય એક નાનબાઇ, વસે જન એ બગસરામાંઇ ।
વૈશ્ય કલો ને પુંજો પાવન, વસે માલવાણે હરિજન ।।૬।। ઘુઘરાલે છે લાધો સુતાર, ઉકો ચિતળે માંડણ લુવાર ।
ઠક્કર વસતો ઢોલરવામાંઇ, માંડવડે છે નારાયણ નાઇ ।।૭।।
સનાળે ગોદડ મકવાણો, સુડાવડ ગોવર્ધન લુવાણો ।
ચરખે જન રામ કુંભાર, દેરડિમાંહિ શામો સોનાર ।।૮।। પિઠવાજાળે ખીમો પટેલ, ચુડામાં ભક્ત વેલો વસેલ ।
ભક્ત કૃષ્ણ આહીર હામાપર, બરવાળે છે ડાયો સગર ।।૯।। દ્વિજ ભક્ત સુંદરજી ઉદાર, લાઠિયે વજેરામ સુતાર ।
ભક્ત રૂડો આસોંદર ગામ, કણબી હિરો ને રતનો નામ ।।૧૦।।
માંશિયાળે રૈયો હરિજન, કણબી કુળમાં ભક્ત પાવન ।
લુણીયે ભક્ત ત્રિકમ ઠાર, વૈશ્ય લાધો આકડિયા મોઝાર ।।૧૧।। ભક્ત જીવુબાઇ ધકુબાઇ, કાઠી તોરી ખંભાળિયામાંઇ ।
માણસુર હમીર હિમદે, કાઠિ ભક્ત રૂડા રાણદે ।।૧૨।। ઉકો લવો ડાયો વશરામ, આંબો હિરો રાજો ભક્ત નામ । દેવશી આદિ કણબી કાવે, ભક્ત રૂડા રહે કુંકાવાવે ।।૧૩।। અમરેલીએ પુંજો પચાણ, મકન આમદ ખોજા સુજાણ ।
કણબી ભક્ત પર્વત છે નામ, એહઆદિ અમરેલી ગામ ।।૧૪।। રામપદમો કણબી કહેવાય, એહ ભક્ત ચાંપથળ માંય ।
મોટા મુક્ત મેરામ માંજરીયો, જેણે સમજીને સતસંગ કરીયો ।।૧૫।। રાઘવજી ધનો તુલાધાર, દ્વિજ કચરો ધારી મોઝાર ।
નાથો વસતો ભક્ત વણિક, રબારી દેવદાસ છે એક ।।૧૬।। હરિજન રૂડાં રાણીબાઇ, એહ આદિ જન જીરામાંઇ ।
ભાચે ભક્ત ઘેલો શેઠ સારો, કાપી પાશ જે નિસર્યો બારો ।।૧૭।। ધામલેજમાં લાખો પટેલ, લખુ ચારણ લોઢવે રહેલ ।
૪૩૮ ભક્તચિંતામણ પ્રકરણ ૧૧૪
ભક્ત વીરો સુતાર માનુબાઇ, વસે ક્ષત્રિ એ ડોળાસામાંઇ ।।૧૮।। દિવમાં નાઇ દામો સુંદર, કલ્યાણ હરિ ને પીતાંબર ।
જન એક પારવતીબાઇ, જેને પ્રભુશું સાચી સગાઇ ।।૧૯।। શેઠ કૃષ્ણજી લખમીચંદ, રાજબાયે ભજ્યા ગોવિંદ ।
પ્રેમબાઇ રતનબાઇ નામ, ડોસો માળી વસે દિવગામ ।।૨૦।। અનુપ ભક્ત છે ઉનામાંઇ, હેતવાળા હંસરાજ ભાઇ ।
ઉધ્ધવ શેઠ વેલશી ગણેશ, જેઠો ભક્ત હરિનો હમેશ ।।૨૧।।
સોનાં અવલ માણ્યકબાઇ, એ વણિકજન ઉનામાંઇ ।
એક ભક્ત કુંભાર દેસુર, બીજું કુળ સમુળું અસુર ।।૨૨।। દ્વિજ ભક્ત રૂગનાથ કહીએ, શેઠ તુલસી વસે કાંધિયે ।
શેઠ વાલો વાઘો હરિજન, સામતેરે છે દ્વિજ વસન ।।૨૩।। દ્વિજ વાઘજી ત્રિકમ નામ, રૂડા ભક્ત એ ગાંગડે ગામ ।
કોળી ભક્ત પરવતભાઇ, ભક્ત જોગો વસે ટીંબીમાંઇ ।।૨૪।। કોળી રામ વીરો સુરદાસ, મોટા ભક્ત મોલીગામે વાસ ।
વિપ્ર વીરો રામજી સુજાણ, સોની લોમો લાખો જીવો જાણ ।।૨૫।। કાનો લોમો બાબરીયા બે ભાઇ, ભક્ત એહાદિ ડેડાણ્યમાંઇ । કાળુ કાળો લોમો ખીમો ધીર, વસે બારપટોળી આહીર ।।૨૬।। ભગો સુમરો ભક્ત ભણિજે, મસરી રામપુરે ગણિજે ।
કોવાયે રાઘો લાખો આહીર, ધર્મમતિ અતિ મનધીર ।।૨૭।। રૂડા ભક્ત રાજુલે અવલ, રાજગર મુળો ને વિઠલ ।
સોની નાગ શામલો સુધીર, પુંજો લાખો આલો ને હમીર ।।૨૮।। ભક્ત ભગાદિ બીજા છે બહુ, વસે ગામ રાજુલામાં સહુ ।
રાઘો લોમો આહીર ઝોલાપર, ક્ષત્રિ ભક્ત શ્રીભાઇ સુંદર ।।૨૯।। દ્વિજ હિરજી ડુંગર ડાયો, માંડાળે આહીર બીજો માયો ।
ચાડદિકે ભોજો કરમણ, ચોખા ભક્ત હરિના ચારણ ।।૩૦।। ભોજો સામત ભક્ત આહીર, વસે ચાડદિકે મનધીર ।
ભક્ત ડોસો પંચોળી જાદરે, નથુ લુવાર તલગાજરે ।।૩૧।।
પ્રકરણ
કકકક
૧૧૪
ભક્તચિંતામણી
૪૩૯
દ્વિજ ગિગો જીવો જણસાલી, એહાદિ જન મવે મંડળી ।
અસરાણે ભગો નકોભાઇ, ઉપન્યા કુળ આહિર માંઇ ।।૩૨।। આલો લખમણ માંગાણીરામ, વડાળે બાઇ અમર નામ ।
સાજણ સામત વાલો કુંભાર, મેંપો વસતો વણોઠ મોઝાર ।।૩૩।। ખેરાલિયે ગોલણ નિરમળો, કાઠી સુંથો વેલો ને સામળો । ભક્ત દેવાણંદ છે કુંભાર, રાઠોડ રૂડો ખેરાલિ મોઝાર ।।૩૪।। વાવેરે પિઠો જણસાળી જેહ, ભક્ત મુળુ બાબરિયો તેહ ।
જાદવ કરણો ભગો કુંભાર, વસે ગામ ઘાણલા મોઝાર ।।૩૫।।
મેરિયાણે છે હાજો કુંભાર, કુળે સહિત ભક્ત ઉદાર ।
રાઓતદાસ માંમૈયો કંક, જાનબાઇ છાપરિયે નિઃશંક ।।૩૬।। વાસો મુળો ને વીરો રબારી, વસે લિખાળે ભજે મુરારી । ઉગો માંતરો કડવો કહેવાય, કાઠી ભક્ત ગોરડકા માંય ।।૩૭।। કાઠી સાદુલ સગાલ નામ, ભક્ત લૈયે એ લુવારે ગામ ।
દ્વિજ વસતો સામત કુંભાર, રાઘવ રહે બાઢડા મોઝાર ।।૩૮।। વીરો નારણ કણબી કહીએ, ભક્ત સારા સમઢિયાળે લહીએ ।
શેઠ દ્વારકો આંબો વિઠ્ઠલ, વસે ઝિઝુંડે જન અવલ ।।૩૯।।
પાંચો સાંગો રબારી પાવન, ગામ મોલડિયે હરિજન ।
ધન્ય ધન્ય પિઠવડી ગામ, જિયાં ભક્ત વસે નિષ્કામ ।।૪૦।। આંબો મેઘો હિરો ભાયો નામ, રૂડો પુંજો હરજી જેરામ । રાજો ભગો મુળો જેઠો જન, વાલો કલો પ્રેમજી પાવન ।।૪૧।। હિરુ લાડુ વેલુ કુંવર બાઇ, મોટાં મુક્ત એ કણબીમાંઇ । દ્વિજ જીવો ને પુતળીબાઇ, સુત શિવો ગોવર્ધનભાઇ ।।૪૨।। દ્વિજ મોનો રાઘવ દયારામ, કોળી ભક્ત એક ભોજો નામ ।
જન જણસાળી કલ્યાણ લઇ, ભક્ત છે પિઠવડીયે કઇ ।।૪૩।। કણબી ભક્ત ભગો જસો રાણો, જન જીવી કેરાળામાં જાણો ।
ચાંદુ મામૈયો ભક્ત જેરામ, રાઘવાદિ ભક્ત વંડેગામ ।।૪૪।। વીરો લાખો ને મેઘો કુંભાર, વસે ભક્ત પિયાવા મોઝાર ।
૪૪૦ ભક્તચિંતામણ પ્રકરણ ૧૧૪
કાઠી હરિજન મુલુબાઇ, વસે ગામ તે બવાડીમાંઇ ।।૪૫।। કાઠી ભક્ત અમરબાઇ નામે, તેહ વસે ખાલપર ગામે ।
હરિભક્ત સાદુલ કુંભાર, કન્યા કડવીયે તજ્યો સંસાર ।।૪૬।। ભક્ત જણસાળી ખોડો છે નામ, એહાદિ જન ફિફાદ ગામ ।
દ્વિજ જેઠો વાલજી દયાળ, અજો દેવરામ એક બાળ ।।૪૭।। હરિભક્ત છે બાઇ કુંવર, એહાદિ જન દામનગર ।
કણબી ભક્ત ડાયો હરદાસ, જન ઠાઉકા ઠાસલે વાસ ।।૪૮।। દ્વિજ વીરો અમરબાઇ નામ, મોનજી ભીમજી દયારામ ।
દ્વિજ જેઠો સુંંદરજી મણિયાર, ભક્ત એ પાલીતાણા મોઝાર ।।૪૯।। દ્વિજ શંકર બોઘો બે ભાઇ, ભક્ત બ્રાહ્મણ કિકો કેવાઇ ।
ભક્ત મુળજી છે ભાવસાર, ખોજો સંઘજી દિયોર મોઝાર ।।૫૦।।
માનકુંવર ને ધોળીબાઇ, દ્વિજ વસે એ ત્રાપસ માંઇ ।
કાનબાઇ પતિ વીરો નામ, ભક્ત ખોજા એ તળાજે ગામ ।।૫૧।। ભક્ત એક જીવો ભાવસાર, રહે પડવા ગામ મોઝાર ।
વાલો કૃષ્ણ ને દેવશી નામ, ભક્ત ભાવસાર ગુંદિગામ ।।૫૨।। ક્ષત્રિ ભક્ત રૂપોભાઇ ધીર, ભક્ત રાજોભાઇ શૂરવીર ।
ઝિણો સંઘવી ઝિણો શ્રીમાળી, ભાવસાર ગાંગો મકુ માળી ।।૫૩।। શેઠ ભક્ત ભગવાન કહીએ, કણબી ભક્ત કાકો એક લહીએ ।
કોળી ભક્ત ગોવિંદ નિદાન, ભણસાળી ભક્ત ભગવાન ।।૫૪।। એહાદિ ભક્ત ભાવનગરે, શિશસાટાની ભગતિ કરે ।
દ્વિજ શંભુ મુળજી રતન, ક્ષત્રિ ભક્ત મોકો હરિજન ।।૫૫।। ક્ષત્રિ ભક્ત મોટાં મોટીબાઇ, ભક્ત એહઆદિ વળામાંઇ ।
શેઠ લાલો ગિલો ભાવસાર, શા ડાયો ઉમરાળા મોઝાર ।।૫૬।। ખોપાળે કણબી જેઠો જન, અડતાળે દ્વિજ ગોવર્ધન ।
શેઠ ભીમજી ભક્ત સુધીર, જેઠો લખમણ કૃષ્ણ આહિર ।।૫૭।। ભક્ત કણબી કહીએે જસો નામ, એહાદિ રાજપિપળે ગામ ।
કાઠી મુળુ રાઓત બે કહિએ, ભક્ત ગામ ગુંદાળામાં લહીએ ।।૫૮।।
પ્રકરણ
કકકક
૧૧૫
ભક્તચિંતામણી
૪૪૧
શેઠ આંબો ઘેલો માધો જીવો, જેઠો કિલો દામજી ને દેવો । દ્વિજ હરિભક્ત હરિભાઇ, જન કણબી ભગો કેવાઇ ।।૫૯।। ભરવાડ ભગાદિ ભાળિયે, ભાવસાર જેઠો ગઢાળિયે ।
હરિજનનાં નામ અપાર, જથારથ ન હોય ઉચ્ચાર ।।૬૦।।
પૂર્વછાયો- અસંખ્ય જીવ ઓધારિયા, તેનો નાવે લખતાં પાર । જે આવ્યા મારી જાણ્યમાં, કર્યાં એટલાં નામ ઉચ્ચાર ।।૬૧।। બ્રાહ્મણ ક્ષત્રિ વૈશ્ય શુદ્ર, જે કોઇ નર ને નાર ।
દરશ સ્પરશ દયાળને, કઇ ઉતર્યા ભવપાર ।।૬૨।।
દેહ છતાં દુઃખિયા નહિ, તન છુટયે તેજ અંબાર ।
આવે પ્રભુજી તેડવા, જાય બ્રહ્મમોલ મોઝાર ।।૬૩।। રથ વેલ્ય ઘોડા પાલખી, વળી દેખે બહુ વિમાન ।
માગી શિખ મુકે દેહને, જેને મળ્યા સ્વામી ભગવાન ।।૬૪।।
મોટો પ્રતાપ મહારાજનો, એક જીભે કહ્યો ન જાય ।
એમાં જે જન ઉધરે, તેનું નહિ આશ્ચર્ય જરાય ।।૬૫।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે વાળાકદેશના
હરિજનનાં નામ કહ્યાં એ નામે એકસો ને ચૌદમું પ્રકરણમ્ ।।૧૧૪।।
પૂર્વછાયો- કહું ભક્ત કાઠિયાવાડના, જીયાં રહ્યા હરિ કરી વાસ । આપી સુખ અતિ ઘણાં, પૂરી જનના મનની આશ ।।૧।। નિષ્કામી નિર્મળ અતિ, અતિ આંટીવાળાં અંગ ।
તન ધન સુખ ટળે, તોય ન ચળે સતસંગ ।।૨।।
એવા ભક્ત અનૂપનાં, લેતાં નામ આવે આનંદ ।
કહું ભક્ત કારિયાણીના, જેને સ્વામી મળ્યા સુખકંદ ।।૩।।
ચોપાઇ- ભક્ત માંચો મોટા હરિજન, વાચકાય છે નિશ્ચળ મન । વેલો વસતો રામ ખાચર, ક્ષત્રિ ભોજોભાઇ ઉજાગર ।।૪।।
માતરો ને વળી માણસુર, ભક્ત વિસો હરિને હજુર ।
કણબી વીરદાસ કમો કહીએ, રાઘવ દેવો હરજી લહીએ ।।૫।।
૪૪૨ ભક્તચિંતામણ પ્રકરણ ૧૧૫
કાનો વીરો બોઘો લખમણ, ગોવો જીવો કુંવરો પંચાણ ।
લાલો ભગવાન ભક્ત સુતાર, લાધો સઇ જેરામ લુવાર ।।૬।। ઠક્કર રતનો રઘો ભગત, હીરો દલવાડી સુમાર જત ।
ખોડો ગોવો ધનો માધો શ્યામ, ભગવાન પીતાંબર છે નામ ।।૭।। એહાદિ કહીએ કણબી સુજાણ, ભક્ત રાઠોડ તેજો પરમાણ ।
ધનબા હરિબા શિતબાઇ, મોટા ભક્ત કારિયાણીમાંઇ ।।૮।। વિપ્ર જીવો વૈશ્ય વેલોભાઇ, દ્વિજ વાલુ ક્ષત્રિ ફઇબાઇ ।
એહાદિ જન ઝમરાળે ગામ, લાઠિદડે ખાચર દાદોનામ ।।૯।। ક્ષત્રિ ભક્ત કહીએ કાંધોભાઇ, લાઠિદડે વૈશ્ય શામબાઇ ।
રાણો ક્ષત્રિ દેવો સતવારો, ચોથો ભક્ત લુણધારે સારો ।।૧૦।।
નસિતપુરે માંચો ખાચર, માવો કુંભાર રહે રામપર ।
ક્ષત્રિ પુંજો પાણવિ ગામ, ક્ષત્રિ કૃષ્ણ ઠક્કર વશરામ ।।૧૧।। દ્વિજ ગલાલબા દયારામ, બેન ભાઇ એ પાટણ ગામ ।
શા આણંદ દ્વિજ લખીરામ, રહે ભક્ત રોઇસાળે ગામ ।।૧૨।।
સામયો લખમીચંદ જોડો, ખમિદાણામાં પટેલ ખોડો ।
વિપ્ર વાગજી વીરો વણિક, વશરામ લુવાણો છે એક ।।૧૩।।
સઇ દેવજી નરસઇ નામ, એહાદિ જન બરવાળે ગામ ।
મામૈયો હાથિયો રામ જન, પટગર અમરો પાવન ।।૧૪।। રાઇબાઇ લાડુ વલુબાઇ, કાઠિ સોમલો કુંડળમાંઇ ।
ખાંભડે પુંજો દેસો રાવળ, ગુંદે વણિક કમો અમળ ।।૧૫।। જીવો ખાચર ભક્ત અમલ, માતરો ને રાઠોડ ધાધલ ।
સઇ ભગો ગોપાલ સુતાર, ગર લીલાધર પુંજો કુંભાર ।।૧૬।। કાઠી ઉકો દલો હરિદાસ, ભગો લુવાર પ્રભુને પાસ ।
મોટાં ભક્ત એક મલુબાઇ, કહીએે કાઠી સારંગપુરમાંઇ ।।૧૭।।
સરવૈયે જીવણો ધાધલ, પાટિયે મોનો કણબી અવલ ।
ભગો ડુંગર ભક્ત વણિક, ક્ષત્રિ બાવોજી ભક્ત છે એક ।।૧૮।। રામજોગિયો જન સુજાણ, આવ્યા પ્રભુ તેડ્યે તજ્યા પ્રાણ ।
પ્રકરણ
કકકક
૧૧૫
ભક્તચિંતામણી
૪૪૩
જેઠસુર અલૈયો ખાચર, લાખો ભક્ત એ ઝીંઝાવદર ।।૧૯।। વીરા બે વેલો કલો સુતાર, ભક્ત અજો પિપલિયા મોઝાર । ભક્ત નિંગાળે કાળો રાવળ, ભજે લાધો હરિ નિર્મળ ।।૨૦।।
ગોવો હિરો રૂડો લિંબો લહીએ, જેઠો જીવો ભગો અજો કહીએ । આંબો રામજી કણબી જન, ભટ ખીમજી રામ પાવન ।।૨૧।। રણછોડ લાલો જસો લુવાર, ગોવિંદાદિ રહે માંડવધાર ।
વાવડિયે ખાચર ભાયો ઉગો, કેરાળે નાજો પ્રભુ ને પુગો ।।૨૨।। ક્ષત્રિ રયો વસતો ડોસાજી, રહે સુખપુર દુઃખ તજી ।
હરિભક્ત વાલજી સુતાર, દેવધરીયે રામજી લુવાર ।।૨૩।। કાઠી નાથો શેઠ ભાઇચંદ, ભજે નાગલપુરે ગોવિંદ ।
ભક્ત બહુ બોટાદે ભાવિક, જાણે સાર અસાર વિવેક ।।૨૪।। હરિભક્ત હમીર ખાચર, સોમલો માતરો ઉજાગર ।
દાસો ગોદડ નાથો ધાધલ, ખોડો ભક્ત હરિનો અવલ ।।૨૫।। હરિભક્ત હાથિયો ને સુથો, જેણે તજ્યો સંસાર સમુથો । એહાદિ કહીએ કાઠી ભક્ત, ભજી હરિ થયા મોટા મુક્ત ।।૨૬।। શેઠ અદો ને ભગો ભાવિક, કૃષ્ણ કેશવ જાણો વણિક ।
ભક્ત હીરો મેઘો મૂળચંદ, નાનચંદાદિ વણિકવૃંદ ।।૨૭।। દ્વિજ અજો જેઠો શિવો મોનો, સોની ધનો ભગત પ્રભુનો । ભક્ત લાધો મૂળો ભાવસાર, અમરશી કંસારો ઉદાર ।।૨૮।।
મસ્તિ આદિ ભક્ત બીજા બહુ, સત્સંગી છે સ્વામીના સહુ ।
રહે બોટાદ ગામમાં વાસે, ભૂલ્યે ન બેસે નાસ્તિક પાસે ।।૨૯।। શેઠ પીતાંબર રહે અલાઉ, હરિ ભજી લીધો મોટો લાઉ ।
રાજો ભીમો ને વાઘો સુતાર, ખસમાં ભક્ત ભોજો લુવાર ।।૩૦।।
ગામ બગડે જસો ખાચર, બાઇ બગી આદિ ઉજાગર ।
ભક્ત જાળીયે પાંચો કુંભાર, કરી સતસંગ તર્યો સંસાર ।।૩૧।।
સુંદર ભક્ત સુંદરિયાણામાંઇ, ખાચર ડોસો વસતો કેવાઇ । શેઠ હેમો વનો હિરો ભક્ત , ભગો ગલો ને મોરાર મુક્ત ।।૩૨।।
૪૪૪ ભક્તચિંતામણ પ્રકરણ ૧૧૫
કહીએ કપુરાદિ તુલાધાર, ભક્ત એક નાનજી સોનાર ।
ભક્તક્ષત્રિ દાદોજી સબલો, હરિજન મલો મરુસ્થલો ।।૩૩।। રામદાસ આદિ જન જેહ, વસે સુંદરિયાણામાં તેહ ।
દેવજાતિ મોડ બનુભાઇ, જેને પ્રભુ વાલા ઉરમાંઇ ।।૩૪।। હરિભક્ત ગણેશ લુવાર, વસે પોલારપુર મોઝાર ।
દ્વિજ ગગો ક્ષત્રિ જીવોભાઇ, હરિજન એ જસકામાંઇ ।।૩૫।। દ્વિજ દેવો શેઠપુંજોભાઇ, એહાદિ જન અણિયાળીમાંઇ ।
ભક્ત કણબી ઘેલો છે નામ, વસે જન તે વાવડી ગામ ।।૩૬।। કોળી ભક્ત નાજો એક કાવે, ભજે હરિ રહે બુવાવાવે ।
ક્ષત્રિ ભીમોભાઇ ભોજોભાઇ, દેશળજી રહે વાગડમાંઇ ।।૩૭।। શા દામો વસરામ કુંભાર, વૈશ્ય રામ મોરશિયા મોઝાર ।
સોની ભક્ત નારાયણજી નામ, ભક્ત કાનજી શા જીવરામ ।।૩૮।। એહ આદિ રૂડા હરિજન, વસે કંથારિયામાં પાવન ।
રાણપુરે રહે વિપ્ર સંઘજી, કર્યો સતસંગ કુસંગ તજી ।।૩૯।।
સંઘો રણછોડ રવો ને રૂપ, પુંજો લખમણ કણબી અનુપ ।
કોળી હરજી ને ઘેલો ભક્ત, હીરાદાસ વૈરાગી વિરક્ત ।।૪૦।। દ્વિજ નારાયણજી રામબાઇ, ભક્ત એહ આદિ લોયામાંઇ ।
નકી ભક્ત નાગડકે ગામ, શિરોમણિ ખાચર સુરો નામ ।।૪૧।। કાળો માણશિયો નાથો ભાઇ, રૂડાં શાંતિબાઇ વલુબાઇ ।
કાઠી ભક્ત ભીમો જેઠો નામ, એહાદિ રહે નાગડકે ગામ ।।૪૨।।
ચોકડિયે સતો રૂડો નાડોદા, જેને શ્રીહરિ સાથે છે મોદા ।
ગામ કોરડે કુંપો ખાચર, હરિભક્ત ભલો ધુનિધર ।।૪૩।। ભક્ત કણબી શામજી નામ, ભજે હરિ ચોરવીરે ગામ ।
પિપરડીએ ભટ ભાણજી, કરી જીત નારાયણ ભજી ।।૪૪।। ભક્ત ભીમો માલો હાથસણિયે, નાજો ખાચર મોઢુકે ગણિયે । શેઠ શામજી વસે વિછિએ, કલો સઇ કડુકામાં કહીએ ।।૪૫।।
ગોખલાણામાં જીવો લુવાર, પ્રભુ ભજી થયો ભવપાર ।
પ્રકરણ
કકકક
૧૧૫
ભક્તચિંતામણી
૪૪૫
ભક્ત મોકો ખાચર માણશિયો, શવો લુવાર ખંભાળે રીયો ।।૪૬।। બાબરામાં દ્વિજ ગંગારામ, ખાચર ઉન્નડ કરિયાણે ગામ ।
ભક્ત શેઠ જુઠો નિલવળે, ભજે જગતપતિ મતિ ન ચળે ।।૪૭।। હરિજન અરજણ માવજી, આશા અસત ત્રિકમે તજી ।
સારાં હરિજન સોનબાઇ, રાજગર રાયપુરમાંઇ ।।૪૮।। કોટડે પ્રેમ પુતળીબાઇ, પ્રીત વણિકની પ્રભુમાંઇ ।
કાલાસર રહે પાતોગર એક, કુંદણીમાં વસતો વણિક ।।૪૯।। ભક્ત હાદો રામો ઉકોગર, કણબી ભક્ત સુરો જસાપર ।
ભક્ત ઠક્કર લખમણ મોનો, પ્રાગો ને વીરો ભક્ત પ્રભુનો ।।૫૦।। હરિજન અજુ મુલિબાઇ, વસે ગામ પિપલિયામાંઇ ।
દ્વિજ ગંગેવ ઠક્કર રામ, એહાદિ જન નડાળે ગામ ।।૫૧।।
સતાપર વિપર ફુલજી, લીધો લાવ ભગવાન ભજી ।
કણબી ભક્ત છે રામજી નામ, કાજુ જન કમઢિયે ગામ ।।૫૨।। ક્ષત્રિ મુલુજી ને જગુભાઇ, બાઇઓમાં આછુબા લખુબાઇ ।
શેઠ ડોસો જુઠો હંસરાજ, હરિ ભજી કર્યું નિજકાજ ।।૫૩।। એહ આદિ બીજાં બહુજન, વસે બંધિયે ભક્ત પાવન ।
મોટા ભક્ત છે માંડવામાંઇ, વૈશ્ય રામજી ને રાધાબાઇ ।।૫૪।। ઉમરાલિયે રાજો આહીર, હરિજન મન અતિ ધીર ।
ક્ષત્રિ તોંગો હકો હરિજન, શા કમળશી ગોવરધન ।।૫૫।। ઇંદ્રજી આદિ વણિકભાઇ, એક ભકત છે પ્રેમો મેરાઇ ।
ભીમ વિરમ વસુ ખવાસ, ભજ્યા હરિ તજી જગ આશ ।।૫૬।। ખોજા અભરામ વશરામ, ભજી નારાયણ કર્યું કામ ।
દ્વિજ એક દેવરામભાઇ, જન આણંદિ લાડકીબાઇ ।।૫૭।। વણિક એક અગરબાઇ, એહાદિ જન સરધારમાંઇ ।
ભક્ત ચાવડા ભીમ જેસંગ, જેને સાચો લાગ્યો સતસંગ ।।૫૮।। હરિજન ચારણ અદોભાઇ, એહાદિ ભક્ત ભાડુઇમાંઇ ।
અજો લખો કૃષ્ણ જન કાકો, જેઠો મલાર શવો ભક્ત પાકો ।।૫૯।।
૪૪૬ ભક્તચિંતામણ પ્રકરણ ૧૧૬
વસતો કાનો દુદો નાડોદા, રહે રામપુરે મનમોદા ।
ચારણ સામત મુળુ કાવે, કોળી તેજો રહે ચિતરાવાવે ।।૬૦।। કણબી ભક્ત છે ગોવિંદભાઇ, ભજે હરિ સાજડિયાળીમાંઇ ।
ભક્ત ગર ભીમ વશરામ, રુડો રાણો ને રાઘવ નામ ।।૬૧।।
સતસંગી શૂરા શિર વિના, જેણે તગડી જમની સેના ।
માત સુત લઇ ચાલ્યો સંગ, રાણે રાખ્યો ગોલીડામાં રંગ ।।૬૨।। કાથડ ઓઢો વાલેરો જન, કાઠી ભક્ત વસે ફાડદન ।
કુવાડવે કપુર વણિક, ભક્ત હિરો ને મેઘો છે એક ।।૬૩।। એહ આદિ છે ભક્ત અપાર, કવિ ક્રોડ્યે નોય નિરધાર ।
કહિ કહિ થાકે કવિરાય, અથાહનો થાહ કેમ થાય ।।૬૪।। અગણિત અપાર અલેખે, તે આવે કેમ લખતાં લેખે ।
મોટો પ્રતાપ પ્રભુનો જોઇ, કરે સતસંગ સહુ કોઇ ।।૬૫।। દેખે અલૌકિકપણું અતિ, વળી જણાય પ્રકટ પ્રાપતિ ।
નહિ મોક્ષપદની ઉધાર, આવે તેડવા અંત્યે મોરાર ।।૬૬।। બીજા અનેક પરચા થાય, સહુ જન જાણે મનમાંય ।
જીત્યા કામ ક્રોધ લોભ મોહ, ન હોય એક તે દેખો સમોહ ।।૬૭।। એવું સમજી સતસંગ કરે, સ્વામી સામા સાચા પગ ભરે ।
તજી જુઠા જગતની આશ, થાય પ્રગટ પ્રભુના દાસ ।।૬૮।। તેનો આવે કેમ ગણ્યે છેક, લખિયે એક ને રહે અનેક ।
મેંતો મનમાં કર્યો વિચાર, ન થાય નામનો નિરધાર ।।૬૯।।
પૂર્વછાયો- ઉત્તરપંથ આકાશનો, કોઇ પામી શકે નહિ પાર । અંડજ ઉડી ઉંચાં ચડે, પણ અંબર રહે અપાર ।।૭૦।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્યનિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે કાઠિયાવાડ પ્રદેશના હરિજનનાં નામ
કહ્યાં એ નામે એકસો ને પંદરમું પ્રકરણમ્ ।।૧૧૫।।
પૂર્વછાયો- હવે ભક્ત હાલારના, વળી કહું કચ્છ સમેત ।
શુધ્ધ મને જે સાંભળે, તેને થાય હરિમાં હેત ।।૧।।
પ્રકરણ
કકકક
૧૧૬
ભક્તચિંતામણી
૪૪૭
મીઠાબોલા ને મોબતી, હૈયે હેત અપરમપાર ।
પ્રીત પ્રગટ પ્રભુશું, કરૂં તેનાં નામ ઉચ્ચાર ।।૨।।
ચોપાઇ- ભક્ત ગુણવંતા છે ગોંડલે, ભજે પ્રભુ મન નિરમળે ।
પુરપતિ ક્ષત્રિ હઠીભાઇ, કરી હરિ ભજીને ભલાઇ ।।૩।। ક્ષત્રિ ભક્ત ડોસોભાઇ કહીએ, એહ આદિ બીજા બહુ લહીએ । જીવરામ પ્રાગજી સુતાર, ભક્ત જોધો એ જાતિ ઉદાર ।।૪।। વિપ્ર જેઠો મીઠો ને ભાઇજી, ભક્ત શેઠ રૂડો રાઘવજી ।
કડિયા રતનો અજો નારાયણ, હરભમ હરિપરાયણ ।।૫।। વાઘો વાલો કડવો કુંભાર, અર્જણ દેવશી લખો ઉદાર ।
નાથો વાલો લુહાર જેરામ, સઇ ગગો નારાયણ નામ ।।૬।। આંબો કાનો જન જણસાળી, શેખ જીવણ યવન વળી ।
એહ આદિ છે જન અપાર, રહે ગોંડલ ગામ મોઝાર ।।૭।। ભક્ત ભાટિયો હીરો છે નામ, હરિજન દ્વિજ પ્રજારામ ।
એક વેરાગી તુલસીદાસ, એહ આદિનો મોવૈયે વાસ ।।૮।।
નથુજી ઉદોજી જેઠીભાઇ, રૂડા ભક્ત કહીએ ક્ષત્રિમાંઇ ।
ભક્ત હરજી ઝીણો કુંભાર, વિપ્ર ગણેશ લાલો ઉદાર ।।૯।। એહ આદિ જે જન કહેવાય, વસે ગામ નાગડકામાંય ।
દેવો ઓઝો કણબી કરમશી, ભજે હરિ વેરીગામ વશી ।।૧૦।। ક્ષત્રિ ભક્ત ડેરીયે માનજી, વડારે વોરો વાલો જનજી ।
કાજુ ભક્ત કાલાવડમાંઇ, ખતરી તે જાદવજીભાઇ ।।૧૧।। અતિ ઉદાર હેતુ હોંશિલો, જેનો ભાઇ કેશવજી વાલો ।
ક્ષત્રિ ભક્ત ખિરસરામાંઇ, લાખોજી ને હરિજન બાઇ ।।૧૨।। કણબી શવદાસ રૂપાંબાઇ, ક્ષત્રિ લાખોજી રહે વડામાંઇ ।
હડમતિયે ભગો વણિક, સુખપુરે દમો ભકત એક ।।૧૩।। ક્ષત્રિભક્ત કાયોજી લૈયાળે, વૈશ્ય રતનો જીવો ઇટાળે ।
હરજી વીરજી ભક્ત સુતાર, જન રામજી હીરો કુંભાર ।।૧૪।। ક્ષત્રિભક્ત કાંથડજી વળી, એહ આદિ રહે વણથળી ।
૪૪૮ ભક્તચિંતામણ પ્રકરણ ૧૧૬
હરિજન સોની રાઘવજી, લીધા પુંજે ભગવાન ભજી ।।૧૫।। ભક્ત એક છે લાધો સુતાર, વસે વણથળી મોટી મોઝાર ।
ક્ષત્રિભક્ત રૂડા જગુભાઇ, ઘરે હરિજન નાનીબાઇ ।।૧૬।। હરિભક્ત રૂપાળીબા નામ, એહ આદિ ભક્ત મેડીગામ ।
મોડા ગામમાંઇ મોટા ભક્ત, ક્ષત્રિ રણમલજી વિરક્ત ।।૧૭।। દાજી મોનજી ને બાપુભાઇ, ભક્ત ફલજી સુજાંજીબાઇ ।
જલો રાવળ રૂપાળીબાઇ, એહ આદિ ભક્ત મોડામાંઇ ।।૧૮।। ભક્ત મેઘો નારાયણ નાનજી, મુળજી વિરજી ને રામજી ।
વસતો લાધો સુતાર લહીએ, હરિભક્ત લાડુબાઇ કહીએ ।।૧૯।। ફલજી મનુજી હરિજન, ક્ષત્રિ કુળે એ ભક્ત પાવન ।
સોની ગોવો અજોભાઇ કહીએ, એહ આદિ છે ભક્ત અલૈયે ।।૨૦।। ક્ષત્રિભાઇજી રાઘોજી દાજી, વિપ્ર ભક્ત વાલો જાદવજી ।
લાલ રામ વૈશ્ય હરિજન, વસે શેખપાટમાં પાવન ।।૨૧।। કડિયો ભક્ત ઉકો ઓઘો જાણો, જીવો જેરામ ડાયો પ્રમાણો । એહ આદિ જે ભક્ત સુંદર, ભજે હરિ રહે નવેનગર ।।૨૨।।
લાલો કુંભાર અરજણ સઇ, ભજે પ્રભુ જોડીયામાં રઇ ।
ભલા ભક્ત છે ભાદરે ગામ, સુતાર વસતો ભાઇ રામ ।।૨૩।। વસરામ માવજી રણછોડ, નારાયણ રાજો જન જોડ ।
ગંગાદાસ ને શવજીભાઇ, હરિજન એક હરિબાઇ ।।૨૪।। એહ આદિ છે ભક્ત સુતાર, દેવો ડોસો કણબી ઉદાર ।
દ્વિજ મુળજી સુંદરજીભાઇ, ક્ષત્રિ કાનજી ને નથુનાઇ ।।૨૫।। એહ આદિ જે ભક્ત અપાર, વસે ગામ ભાદરા મોઝાર ।
હીરો ડુંગર ભક્ત સુતાર, ક્ષત્રિ રવો કેસિયા મોઝાર ।।૨૬।। હરિજન પ્રેમજી વણિક, ધ્રોળ મધ્યે એ ભક્ત છે એક ।
ભક્ત નાયો કાનજી ઉદાર, વેલો ગોવો માંડણ કુંભાર ।।૨૭।। જેરામ ને એક રાજબાઇ, શા દેવશી ધુળકોટમાંઇ ।
ભક્ત કણબી લખમીદાસ, ગર રણમલ ઘુનડે વાસ ।।૨૮।।
પ્રકરણ
કકકક
૧૧૬
ભક્તચિંતામણી
૪૪૯
આમરણ્યમાં આણંદિબાઇ, જેની પ્રીત અતિ પ્રભુમાંઇ ।
દ્વિજ ભક્ત ગોવિંદજી ભેલે, ભક્ત વજો બોરિચો રહે બેલે ।।૨૯।। ક્ષત્રિ ભક્ત છે બેચરભાઇ, આસો ભાઇજી બગથલામાંઇ ।
કણબી ગણેશ ને માનુબાઇ, પ્રેમીભક્ત પિપળિયામાંઇ ।।૩૦।। વાગડ દેશમાં વાંઢિયું ગામ, તિયાં ભક્ત બ્રાહ્મણ પાંચો નામ ।
લાધો રામો ભરવાડ જોડ્ય, લુવાર રણમલ ચિતરોડ્ય ।।૩૧।। ભક્ત ઠક્કર કચરો નામ, પદ્મસિ આદિ આધુઇ ગામ ।
રામજી ત્રિકમ વસરામ, ભક્ત લુવાણા ચોબારી ગામ ।।૩૨।। બાઇ એક મોટાં હરિભક્ત, જેને જુઠું થઇ ગયું જક્ત ।
ભક્ત મનજી દેવો લુવાણા, કંથકોટે એ ભક્ત કહેવાણા ।।૩૩।। ભક્ત વાઘો ને પાંચે ઠક્કરે, ભજ્યા હરિ ગામ મનફરે ।
ઠક્કર રામદાસ ને કચરો, ભક્ત મુળજી શા વાઘો ખરો ।।૩૪।। જેઠો જેરામ કર્મણ લુવાર, એહાદિ ભચાઉ મોઝાર ।
ક્ષત્રિભક્ત લાધોભાઇ કહીએ, અદોભાઇ કલ્યાણજી લહીએ ।।૩૫।। રામસિંહ રાયધણ જેહ, જેતમાલ આદિ જન તેહ ।
મોટાં ભક્ત એક માનબાઇ, જેને પ્રીત અતિ પ્રભુમાંઇ ।।૩૬।। બાઇ બાઇજી કરણીબાઇ, ભક્ત એક મેઘરાજભાઇ ।
એહાદિ જન કહીએ અપાર, ભક્ત રહે ધમડકા મોઝાર ।।૩૭।। હરિભક્ત સુતાર વશરામ, એહાદિ જન દુધઇ ગામ ।
વિપ્ર ભક્ત જેઠો કેશવજી, સતસંગી સુતાર રવજી ।।૩૮।। ભક્ત ઠક્કર કેશવજી નામ, એહાદિ રહે ચાંદરાણી ગામ ।
માવજી મુળજી ને વાલજી, ભાણિરે ખોખરે હરિ ભજી ।।૩૯।। દ્વિજ ભક્ત કચરો છગન, રૂડાં રાજબાઇ હરિજન ।
ભક્ત જેઠી ખીમજી સંઘજી, વસે અંજારમાંઇ વાલજી ।।૪૦।। ભક્ત ઉકોશા આદિ કહેવાય, વસે તેતો ગામ તુણામાંઇ ।
દ્વિજ પુંજો દેવેશ્વર કહીએ, સુતાર પુરૂષોત્તમ લહીએ ।।૪૧।। એહ આદિ જે જન કહેવાય, વસે ગામ તે મુંદરામાંય ।
૪૫૦ ભક્તચિંતામણ પ્રકરણ ૧૧૬
ક્ષત્રિ ભક્ત એક મંકુબાઇ, રહે કાલાઘોઘા ગામમાંઇ ।।૪૨।। ભક્ત શેઠ રતનજી નામ, એહાદિ જન જરફરે ગામ ।
ભક્ત સુતાર છે મેઘોભાઇ, હરિજન માતા મેઘબાઇ ।।૪૩।। દેવશી ટોપણાદિ ખતરી, હરિ ભજી ગયા ભવ તરી ।
ભક્ત લુવાર છે વશરામ, સોની લાલો રાઘવજી નામ ।।૪૪।। શા સુંદરજી ચાંપશીભાઇ, એહાદિ જન માંડવીમાંઇ ।
મેપો થોભણ ભક્ત સુતાર, કાનુબાઇ ને જીવો ઉદાર ।।૪૫।। કુળે સહિત ભક્ત પાવન, વસે ડોણ્ય ગામે હરિજન ।
હરિભક્ત દામજી સોનાર, વસે ગોધરા ગામ મોઝાર ।।૪૬।। દ્વિજ મુળજી ને દયારામ, એહાદિ જન કોટડી ગામ ।
ભક્ત સુતાર ભીમજી રવજી, હરિજન તે હરભમજી ।।૪૭।। ભક્ત બાઇ જેઠી અજુ નામે, વસે તે કાળાતળાવ ગામે ।
ઘણેણીયે ભક્ત છે રવજી, થયો સુતાર પાર હરિ ભજી ।।૪૮।।
નેતરામાં શવજી સુતાર, કર્યો સતસંગ સમજી સાર ।
નોંઘો નાગજી ભક્ત માવજી, ડોસો ગોપો સુતાર સંઘજી ।।૪૯।।
પ્રેમી પ્રેમબાઇ માનબાઇ, મોટા ભક્ત એ સુતાર માંઇ ।
સેજપાલ શાપત રામલ, એહાદિ ભક્ત તેરે અવલ ।।૫૦।। ભણસારી જેઠો દામોદર, કણબી કેશવ કમો ઠક્કર ।
એહ આદિ ભક્ત બીજા કૈયે, ભજી હરિ રહે ગામ ધુફિયે ।।૫૧।। શેઠ હંસરાજ હરિજન, ભક્ત ફુલજી જાતિ યવન ।
ભક્ત ભણશાળી હમીર નામ, એહ આદિ ભક્ત રુવે ગામ ।।૫૨।। હરિજન બાઇ દેવું નામ, વસે સુતાર વથોણ ગામ ।
ક્ષત્રિ ભક્ત કાકોભાઇ કહીએ, એહાદિ જન મંજલે લહીએ ।।૫૩।। ભક્ત સુતાર છે પુંજોભાઇ, સઇ પુંજો દેશલપુર માંઇ ।
કણબી ભક્ત લાધા આદિ ખરા, વસે જન ગામ સામતરા ।।૫૪।। દ્વિજ નાગજી પ્રાગજી મલુ, સામજી ને કેશવજી ભલુ ।
નાથો તેજશી સુતાર શ્યામ, કણબી પ્રેમ લખુ વશરામ ।।૫૫।।
પ્રકરણ
કકકક
૧૧૬
ભક્તચિંતામણી
૪૫૧
ક્ષત્રિ અદોભાઇ કમોદાસ, ભક્ત મોટા માનકુવે વાસ ।
કણબી ભક્ત છે માવજીભાઇ, એહ આદિ નારાયણપુરમાંઇ ।।૫૬।। કૃષ્ણ રતનો કણબી કહીએ, બહુ ભક્ત બળદીએ લહીએ ।
ક્ષત્રિ સદાબાઇ હરિજન, દ્વિજ લાલજી જગજીવન ।।૫૭।। કણબિ ભક્ત વશરામ નામ, એહ આદિ જન કેરે ગામ ।
કણબી હરિજન વાલબાઇ, ભજે હરિ મેઘપુરમાંઇ ।।૫૮।।
સારા સતસંગી સરલીમાંઇ, મોટા ભક્ત છે મનજીભાઇ ।
આસો વીરજી રામું રતન, કણબી રામપુરે હરિજન ।।૫૯।। કણબી ભક્ત છે કચરો નામ, ભજે હરિ રહે દૈસરે ગામ ।
હરજી કાનજી રામ સુતાર, ડોસો ભક્ત ધીણોઇ મોઝાર ।।૬૦।। ભક્ત સુતાર બાઇ લખમી, પુનડીયે પીતાંબર પ્રેમી ।
માવજી લખધીર સુતાર, માલબાઇ ગજોડ મોઝાર ।।૬૧।। રામજી ને કુરજી સુતાર, ક્ષત્રિ રાસોજી ભક્ત ઉદાર ।
એક હરિજન જીજીબાઇ, એહાદિ જન બંદરામાંઇ ।।૬૨।। ભલા ભક્ત કહીએ ભુજમાંઇ, સારા સતસંગી બાઇ ભાઇ ।
ભક્ત નાગર ગણપતરામ, હરિરામ વલ્લભજી નામ ।।૬૩।। દ્વિજ નરસઇ સુત ભાણજી, લક્ષ્મી દોયે લીધા હરિ ભજી ।
હરિજન છે લેરખીબાઇ, પ્રીત્ય નવીન પ્રભુજીમાંઇ ।।૬૪।।
સૂર્યપ્રભા જેઠી ને ભવાની, એહાદિ ભક્ત બ્રાહ્મણ નાની ।
નાગજી સુત હીરજી સુતાર, સુંદરજી સનેહિ અપાર ।।૬૫।। ધનજી હરજી જીવરામ, રાઘવજી રણછોડ નામ ।
કુરજી આદિ કહીએ સુતાર, પુંજી અમર પ્રેમી અપાર ।।૬૬।।
સેજું જમનાં ને હરબાઇ, મોટાં ભક્ત એ સુતારમાંઇ ।
સોનીમાં સતસંગી ગોમતી, મોટી મુલીની ભલી ભગતી ।।૬૭।।
મેતા નથુ સુત શિવરામ, હરજીવન બેન લાધી નામ ।
મહામુક્ત દશા એ સહુની, ભક્ત ભોજા આદિ બહુ સોની ।।૬૮।। ઠક્કર ઉકા બે અલૈયો કહીએ, હરિભક્ત વલ્લભજી લહીએ ।
૪૫૨ ભક્તચિંતામણ પ્રકરણ ૧૧૭
ભગવાનજી મનજી ભક્ત, રામદાસ ને મુરાર મુક્ત ।।૬૯।। રતનશી ડોસો હરિજન, ગંગાબાઇ લુવાણા પાવન ।
ભક્ત જીવરામ લીલાધર, મુળજી આદિજન રાજગર ।।૭૦।। ધન્ય ધન્ય જેઠી ગંગારામ, ભક્ત શિરોમણિ નિષકામ ।
સુત સામજી મુળજીભાઇ, એહ આદિ જન જેઠીમાંઇ ।।૭૧।। ક્ષત્રિ ભક્ત એક ડોસાભાઇ, હરિજન બીજાં દેવબાઇ ।
ભક્ત રામજી અભુ કલ્યાણ, એહ આદિ જણસાળી જણ ।।૭૨।। એહાદિ જન બીજાં અપાર, રહે ભુજનગર મોઝાર ।
સતસંગે રંગે રાતાં રહે, મુખે સ્વામિનારાયણ કહે ।।૭૩।।
પૂર્વછાયો- ધન્ય ધન્ય એ હરિજનને, જેનાં પુણ્ય તણો નહિ પાર । આણી હેત અતિ ઉરમાં, ભજે નારાયણ નરનાર ।।૭૪।। અતિ દૃઢાવ અંતરમાં, નહિ કામ ક્રોધ લોભ મોહ ।
શોધ્યે ન મળે એક જે, એવા સતસંગીનો સમોહ ।।૭૫।।
સુણી નામ એહ શ્રવણે, જે મનન કરશે મન ।
સકળ કારજ સિઝશે, વળી થાશે પરમ પાવન ।।૭૬।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે હાલારદેશ તથા કચ્છ દેશના
હરિજનનાં નામ કહ્યાં એ નામે એકસો ને સોળમું પ્રકરણમ્ ।।૧૧૬।।
પૂર્વછાયો- સુંદર ભક્ત સૌભીરદેશે, જેનાં અતિ મન ઉદાર । તન મન ધન તુચ્છ કરી, હરિ ભજી ઉતર્યા ભવ પાર ।।૧।। એવા જન ઉત્તમનાં, સુણો નામ સર્વે કાન ।
લાલચ્ય લાગી લખવા, જેને મળ્યા છે ભગવાન ।।૨।।
ચોપાઇ- રૂડા ભક્ત રહે વઢવાણ, ભક્ત બેચર દ્વિજ સુજાણ ।
દેવકૃષ્ણ લાધો અંબારામ, દ્વિજભક્ત અમૃત અકામ ।।૩।।
પુંજો વસતો ભક્ત સુતાર, ખોડો ગુલાબ કણબી ઉદાર ।
ક્ષત્રિ ફઇબા ને કલબાઇ, લખુ વણિક વઢવાણમાંઇ ।।૪।। દ્વિજભક્ત છે ગોવિંદરામ, ઓઝો પાંચો રહે વાઘેલે ગામ ।
પ્રકરણ
કકકક
૧૧૭
ભક્તચિંતામણી
૪૫૩
હરિજન કોળી હાજો કહીએ, ભક્ત નળિયા ગામમાં લહીએ ।।૫।। ભક્ત ભદ્રેશ્વરિયે સ્વછંદ, શેઠ અમીચંદ સુરચંદ ।
વૈશ્ય સુંદરજી અવિચળ, મોટા ભક્ત મન નિરમળ ।।૬।।
સારા ભક્ત રહે સિથેગામ, દ્વિજ બેચર માલજી નામ ।
શા ગણેશ આણંદ ભાવસાર, એહાદિ જન સિથા મોઝાર ।।૭।। કણબી વણારશી પીતાંબર, સારા સતસંગી એ સુંદર ।
દ્વિજ જેરામ ને લાધીબાઇ, જન રહે દેવચરાડીમાંઇ ।।૮।। રૂડા ભક્ત લખતરે લખો, દ્વિજ ભવાની વૈશ્ય હરખો ।
ખરા ભક્ત છે ખેરવે ગામ, કણબી ગણેશ નરશી નામ ।।૯।। કણબી અર્જુન દ્વિજ ભીમજી, ક્ષત્રિ જેઠે લીધા હરિ ભજી ।
એહાદિ જન રહે બાપોદરે, ભલી ભક્તિ પ્રભુજીની કરે ।।૧૦।। અલંદરે દ્વિજ જેઠો નામ, ક્ષત્રિ બપો ભક્ત બાલાગામ ।
કણબી ભક્ત જીવો વશરામ, ગાંગો ખીમો ને બેચર નામ ।।૧૧।। દ્વિજ ભક્ત ભવાન ભાળિયે, એહ આદિ જન અંકેવાળિયે ।
કણબી ગણેશ લાધો કહેવાય, સારા ભક્ત એ સરવાલ્યમાંય ।।૧૨।।
મોટા ભક્ત છે મેથાણ ગામ, દ્વિજભક્ત છે ગોવિંદરામ ।
ભગવાન જાદવજી ભાણો, દેવરામ જીવરામ જાણો ।।૧૩।। ક્ષત્રિ પુંજોજી ને કાકોભાઇ, રૂડાં હરિજન જીજીબાઇ ।
હલુ માલો ક્ષત્રિ હરિજન, હવે કહું કણબી પાવન ।।૧૪।। જીવો કૃષ્ણ ને પ્રાગો પંચાણ, ગોવો હિરો માવો ભલો જાણ્ય ।
નાથો વેલો કેશવજી ભાણો, હરિભક્ત કોળી એક રાણો ।।૧૫।। એહાદિ જન મેથાણમાંઇ, ભરાડામાં મુક્ત મોતીબાઇ ।
હરિભક્ત દ્વિજ વજેરામ, તેહ લખિયે લુવાણે ગામ ।।૧૬।। દ્વિજ માધો ને ત્રિકમ સઇ, ભજે હરિ દુદાપર રઇ ।
દ્વિજ રાઘવજી માધો જાણ, પીતાંબર કેશવજી કલ્યાણ ।।૧૭।। ભક્ત બ્રાહ્મણ અવલબાઇ, શા રાઘવજી ધ્રાંગધરામાંઇ ।
ગણેશ ને રવજી પટેલ, ભક્ત અંકેવાળિયે વસેલ ।।૧૮।।
૪૫૪ ભક્તચિંતામણ પ્રકરણ ૧૧૭
કણબી ભક્ત બે દેવા રતના, પાંડરવે ભક્ત એ પ્રભુના ।
કણબી માલો પીતાંબર કહીએ, ધન્ય ભક્ત ધોલીગામે લહીએ ।।૧૯।। દ્વિજ ભક્ત શિવો નથુનામ, જાદુ કુબેર નાથજીરામ ।
પખો કૃષ્ણ મકનજી કહીએ, એહાદી ભક્ત બ્રાહ્મણ લહીએ ।।૨૦।।
સોની ભક્ત નાગર કુબેર, અમરશીયે કર્યો જગ ઝેર ।
એહાદિ જન બીજા અપાર, વસે હળવદ ગામ મોઝાર ।।૨૧।। ક્ષત્રિ હરિજન હઠિભાઇ, રૂડાં જન એક રતુબાઇ ।
શા વેલજી ભગત સુંદર, કણબી ગણેશ નાન ઠકર ।।૨૨।।
સોની ભક્ત ઠાકરશી નામ, એહાદિ જન દેવળીયે ગામ ।
ભક્ત કણબી ગોવિંદભાઇ, જન રહે એ જેતપરમાંઇ ।।૨૩।। રૂડાં ભક્ત રામબાઇ નામ, સતસંગીએ સનાળે ગામ ।
રંગપુરે દ્વિજ સુંદરજી, લીધા ભગવાને હરિ ભજી ।।૨૪।। વેલો વાલો કણબી કહેવાય, ખરા ભક્ત ખાખરેચીમાંય ।
નકિ ભક્ત દ્વિજ નંદરામ, જન વસે વેજલકે ગામ ।।૨૫।। ભક્ત કણબી કાનો કહેવાય, તેહ રહે ફાગશિયામાંય ।
બેલા ગામમાં દ્વિજ મહાદેવ, જેને હરિ ભજ્યાની છે ટેવ ।।૨૬।। એક હરિજન ધનુબાઇ, ક્ષત્રિ ભક્ત એ મોરબીમાંઇ ।
દ્વિજ જીવરામ ને હરજી, પુરુષોત્તમ ને મકનજી ।।૨૭।।
સોની સવજી પીતાંબર નામ, વસે ભક્ત વાંકાનેર ગામ ।
રૂડો ભગત બેચર સુતાર, વસે ઢોલમાં ભજે મોરાર ।।૨૮।। દ્વિજ હરદેવ હરિશર્ણ, વસે ભક્ત એહ બાલાશર્ણ ।
દ્વિજ કુબેર લખમણ ઠાર, મોટા ભક્ત એ દલડી મોઝાર ।।૨૯।।
ચોરવિરમાં નાજો ખાચર, ભજ્યા હરિ ને તજ્યું અવર ।
થાન ગામમાં વિપ્ર વૈકુંઠ, સોની કમે કર્યો જગ જુઠ ।।૩૦।। ભક્ત ખાચર સતસંગી સુરો, વસે મેસરીયે જન પૂરો ।
એક ખાચર ઉન્નડ કહીએ, હરિભક્ત એ વસે ઓરીએ ।।૩૧।। હરિજન હિરો વશરામ, જન કણબી ગોસલ ગામ ।
પ્રકરણ
કકકક
૧૧૭
ભક્તચિંતામણી
૪૫૫
ક્ષત્રિ મોટીબા લાધો સુતાર, સારા ભક્ત સાયલા મોઝાર ।।૩૨।। રામકૃષ્ણ જેકૃષ્ણ નથુજી, એહ દ્વિજ સુતાર માવજી ।
ક્ષત્રિ ભક્ત એક ફુલીબાઇ, એહ આદિ જન મુળીમાંઇ ।।૩૩।।
સારો ભક્ત છે ઓઘો સુતાર, હરિજન હરજી લુવાર ।
મોટો ભક્ત કુંભાર માદેવ, રહે ટિકર્યે ભજે વાસુદેવ ।।૩૪।। રાઘવજી ધનજી ગોપાળ, એહ ભક્ત બ્રાહ્મણ દયાળ ।
એક ક્ષત્રિ જુઠો જન નામ, એહ દાસ દિગસર ગામ ।।૩૫।। કણબી પ્રેમજી જીવો લુવાર, ભક્ત રહે દાણાવાડા મોઝાર ।
જેને પ્રકટ મળ્યા પરમાનંદ, તેતો જન થયા જગવંદ ।।૩૬।। શા મુળજી મંગળજી કહીએ, રૂડો ભક્ત સારવજી લહીએ ।
એક ભક્ત વ્યાધ સગરામ, એહાદિ જન લિંબલિ ગામ ।।૩૭।। રઘુજી સંઘજી દ્વિજ જાતિ, મલો જેશો હિરો વૈશ્ય નાતિ ।
ભક્ત શેઠ માનસિંઘ નામ, એહ જન જસાપર ગામ ।।૩૮।। શેઠ દિપો ને ખત્રિ ગણેશ, મેઘો સઇ હરિ ભજે હમેશ ।
ભક્ત અવલ આંબો વિપર, એહ આદિ જન રહે ચાણપર ।।૩૯।। તેજો દલો રૂડો રયો જાણો, સગો મેઘો નાડોદા પ્રમાણો । ઠાર જીવો આદિ બીજા જન, રહે રામપુરે એ પાવન ।।૪૦।। ખરાભક્ત ખોલડિયાદ ગામ, જન સુતાર હંસરાજ નામ ।
ક્ષત્રિ ખેંગાર રામો હમીર, મુળો માંડણ રૂડો સુધિર ।।૪૧।। દલો કલો નારાયણ કહીએ, ધનો રાજો સંઘો વીરો લહીએ । જીવો ગોકળી દ્વિજ નંદરામ, એહ ભક્ત ખોલડિયાદ ગામ ।।૪૨।। દેવ જાતિ ભગત પંચાણ, કણબી માવજી ભક્ત પ્રમાણ ।
રાઠો માવો ગોકળે હમીર, ગુંદિયાળે એક ભક્ત સુધિર ।।૪૩।। દ્વિજ દેવરામ ને વાઘજી, ભક્ત ગોપાળજી ને મેઘજી ।
ભક્ત ખતરી છે જેઠો નામે, એહાદિ જન વસતડી ગામે ।।૪૪।। ક્ષત્રિ ભક્ત રતનજી નામ, રામો માવો લાલિયાદ ગામ ।
વડોદમાં દ્વિજ પીતાંબર, નાથો પ્રાગો છે સઇ સુંદર ।।૪૫।।
૪૫૬ ભક્તચિંતામણ પ્રકરણ ૧૧૭
ભક્ત વિષ્ણુ દાસ છે વૈરાગી, રહે કારિયાણી કુસંગ ત્યાગી । ક્ષત્રિ ભક્ત નારાયણ નામ, ભજે પ્રભુ રહી ટુવે ગામ ।।૪૬।।
ટિંબે ભક્ત ક્ષત્રિ રહે અજો, રામો મુળો વસતો ને ભોજો । ખારવે ભક્ત કણબી કૃષ્ણ, ધનો ભગો લાલો લખો પ્રષ્ણ ।।૪૭।।
મેમકે ભક્ત કણબી લાલો, જેઠો લાધો રણછોડ માલો ।
રાજો રતનો આંબો સતવારા, ક્ષત્રિ ફલજી આદિ ભક્ત સારા ।।૪૮।। રૂડા ભક્ત રહે લિંબડી ગામ, દ્વિજ નિરભેરામ નંદરામ ।
દ્વિજ મુળજી ભક્ત ભૂધર, દ્વિજ ભક્ત કહીેએ કામેશ્વર ।।૪૯।।
સોની રણછોડ જીવણ કાનો, કિકો લવજી કૃષ્ણજી માનો ।
શેઠ વીરજી આદિ અપાર, ભક્ત વસે લિંબડી મોઝાર ।।૫૦।। દ્વિજ ભગવાન અંબારામ, ક્ષત્રિ ગોદળજી ચુડેગામ ।
ક્ષત્રિ ભક્ત ગોપાળજી ગણીએ, ભક્ત શેઠ પદમશી ભણીએ ।।૫૧।। દ્વિજ ભક્ત એક દેવરામ, એહ જન નાગનેશ ગામ ।
ક્ષત્રિ બાપુજી ડુંગરજી નામ, ભક્ત ભોજોજી રહે ભલ ગામ ।।૫૨।। દ્વિજ મુળજી જગજીવન, અંકેવાળિયે એ હરિજન ।
દ્વિજ ભક્ત કૃષ્ણજી કહેવાય, શા ખુશાલ મોજીદડમાંય ।।૫૩।। ક્ષત્રિ ભક્ત કાયોજી જેઠીજી, ભેંશજાળે રહે ભક્ત સજોજી ।
ભક્ત એક સુખરામ વિપર, ક્ષત્રિ મનુભાઇ મિણાપર ।।૫૪।। કણબી ભક્ત ધનજી છે નામ, એહાદિ જન સાહુકે ગામ ।
સોની કસલો ગામ સમલે, ભજે ભગવાન મન ભલે ।।૫૫।। ક્ષત્રિભક્ત છે ભગવાન ભાઇ, એહાદિ જન ત્રાડિયામાંઇ ।
દ્વિજ પ્રેમબાઇ લાધો ઠાર, એહ ભક્ત ભોઇકા મોઝાર ।।૫૬।। દ્વિજ ભાણજી કસલો કહીએ, એહ ભક્ત પાણાસિણે લહીએ ।
ભક્ત લાધો સુંદર સતવારો, રહે રળોલ્યે સતસંગી સારો ।।૫૭।। ભોજો કોળી ને ધનો કુંભાર, એહ ભક્ત બાવળી મોજાર ।
હરિજન નાગજી શંકર, વસે જાંબુ ગામમાં વિપર ।।૫૮।। ક્ષત્રિભક્ત વીરો રાજોભાઇ, એહ રહે લક્ષ્મીસર માંઇ ।
પ્રકરણ
કકકક
૧૧૭
ભક્તચિંતામણી
૪૫૭
દ્વિજ શિવરામ વિઠલજી, કણબી મેઘો ને ક્ષત્રિ હમજી ।।૫૯।। ભક્ત શેઠ ભીમો મોતિ નામ, એહાદિ જન શિયાણી ગામ ।
જેઠીજી અદોજી અખોભાઇ, પુંજો ભીમજી ભક્ત કહેવાઇ ।।૬૦।। ભારાજી આદિ ક્ષત્રિ ભણજે, કેશુબા હરિજન ગણિજે ।
કલો ભગો જીવો વીરો નામ, કોળી ભક્ત એ રહે તાવી ગામ ।।૬૧।। જેજે લખ્યો મેં ભક્ત સમાજ, તેને પ્રકટ મળ્યા છે મહારાજ ।
કેશુબા ક્ષત્રિ જાલ્યમસિંગે, ભજ્યા હરિ અનુબાયે ઉમંગે ।।૬૨।। દ્વિજભક્ત પ્રાગજી રામજી, બાઇ વાલુ ને શેઠ દામજી ।
એહ આદિ તે ભક્ત છે કઇ, ભજે હરિ દેવળીયે રઇ ।।૬૩।। દ્વિજ ઇશ્વર લખમીરામ, ભક્ત ગાંગજી ભરવાડે ગામ ।
ક્ષત્રિ ફુલજી ખેતોજી જાણ, ભક્ત શેઠ પ્રેમજી પ્રમાણ ।।૬૪।। દ્વિજ મુળજી ને નાનબાઇ, એહ ભક્ત ત્રમણિયામાંઇ ।
કણબી ભક્ત કલ્યાણજી નામે, એહ ભક્ત કહીએ કડુ ગામે ।।૬૫।। દેવરાજ ભગો મેઘોભાઇ, ભક્ત રૂપો એક રયાંબાઇ ।
એહાદિ જન કણબી કહીએ, ભક્ત ભાવિક કારેલે લહીએ ।।૬૬।। ભક્ત વણામાં ચારણ માવ, ભજે હરિ કરી મન ભાવ ।
દ્વિજ ભક્ત કુબેરજી નામે, ભજે હરિ જેગડવે ગામે ।।૬૭।। દ્વિજ ડોસો વ્રત પંચ પાળે, ભજે પ્રભુ વસે ગામ ગાલે ।
કણબી ભક્ત કહીએ નામ હરિ, ભલી ભક્તિ થલે રહી કરિ ।।૬૮।।
ગાંગો ગોવો જેઠો જન જેસો, વણારશી કહીએ ભક્ત કેશો । કણબી ભક્ત કહીએ કેશરબાઇ, ઓઝો કૃષ્ણ રહે રામગ્રીમાંઇ ।।૬૯।। આણંદ ઉમેદ ચારણ સહિ, ભજે હરિ હેબતપર રહી ।
વાસવે વિપ્ર ગલાલબાઇ, જેને પ્રભુશું સાચી સગાઇ ।।૭૦।। ભક્ત લુવાણા રણછોડ કૃષ્ણ, શામજીને શ્રીહરિનું દ્રષ્ણ ।
ભક્ત કણબી ધનજી નામે, ભજે પ્રભુ વસે વાંટુગામે ।।૭૧।। એહ આદિ ભક્ત છે અપાર, ન થાય નામનો નિરધાર ।
કહિ કહિ કહીએ ક્યાં સુધી, અપાર પાર ન લિયે બુધ્ધિ ।।૭૨।।
૪૫૮ ભક્તચિંતામણ પ્રકરણ ૧૧૮
પૂર્વછાયો- કોટિ કવિ કથી ગયા, વળી કથશે કોટાનકોટ્ય । તોય હરિભક્તનાં નામની, નહિ આવે ખોટ્ય ।।૭૩।।
પ્રકટ પુરુષોત્તમ જીયાં, તિયાં ઓધરે જન અપાર ।
દર્શ સ્પર્શ પ્રભુતણે, પામે પરમપદ નરનાર ।।૭૪।।
પશુ પક્ષી વૃક્ષ વેલી, સ્થાવર જંગમ જીવ ।
જેને સ્પરશ પરબ્રહ્મનો, તે થાય સદ્ય વળી શિવ ।।૭૫।। એવા જીવ જ્યાં ઉધ્ધરે, તિયાં નિરસંદેહ નરતનનું ।
કોણ કરે પ્રમાણ કવિ, એક જીભે એહ જનનું ।।૭૬।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે સૌૈૈભીરદેશના
હરિજનનાં નામ કહ્યાં એ નામે એકસો ને સત્તરમું પ્રકરણમ્ ।।૧૧૭।।
પૂર્વછાયો- ભાખું ભક્ત હવે ભાલના, જેનાં અતિ નિરમળ અંગ ।
સત્ય અસત્ય ને ઓળખી, વળી કર્યો જેણે સતસંગ ।।૧।। અંતર ત્યાગી અતિઘણાં, જેણે સહેજે તજ્યો સ્વાદ ।
પ્રીત કરી પરબ્રહ્મશું, તજી જગતનો વિષવાદ ।।૨।।
લેતાં નામ એ જનનાં, મારે હૈયે હરખ ન માય ।
કહું સંક્ષેપે સાંભળો, સુણિ પાપ પ્રલય થાય ।।૩।।
ચોપાઇ- ક્ષત્રિ પુંજોજી બાપુજી વર્શોભાઇ, કાયોજી અજાુબા ફુલિબાઇ । શા ત્રિકમ ડોસો રતનજી, કાનજી કલ્યાણજી ગગજી ।।૪।। ભક્ત કણબી ખીમો રતનો, ઘાંચો વનમાળી ભક્ત પ્રભુનો ।
મોનો ને વળી દામો લુહાણો, એહ આદિ તે ધોલેરે જાણો ।।૫।। દાદોચારણ શેઠ ઠાકરશી, ભજ્યો હરિ ગોરાસામાં વસી ।
દ્વિજ રૂગનાથ ને ત્રિકમ, જગજીવન પુરૂષોત્તમ ।।૬।। દ્વિજભક્ત કહીએ મયારામ, એહ આદિ ભડિયાદ ગામ ।
ક્ષત્રિભક્ત એક રૂપોભાઇ, કાજુ જન કાદિપુરમાંઇ ।।૭।। વિપ્ર વસતો જગો ઓધવજી, હિરજી પુંજો શામો ને નાથજી । દ્વિજ રળીયાત ગલાલબાઇ, ક્ષત્રિ હઠી હરિ અજુભાઇ ।।૮।।
પ્રકરણ
કકકક
૧૧૮
ભક્તચિંતામણી
૪૫૯
કણબી ભક્ત હરજી લવજી, રણછોડ ને સોની હેમજી ।
ભક્ત માવ છે એક બારોટ, પ્રેમીભક્ત માવો પરિયટ ।।૯।। એહઆદિ ભક્ત બાઇ ભાઇ, સારા સતસંગી ગાંફમાંઇ ।
ક્ષત્રિ ભક્ત દાદો દેશળજી, દેવબાયે લીધા હરિ ભજી ।।૧૦।। દેવજાતિ ભક્ત દાદોભાઇ, એહ આદિ તે પિપળીમાંઇ ।
દેવજાતિ ભક્ત ખીમરાજ, આવરદાસે કર્યું નિજકાજ ।।૧૧।। ભક્ત સેસો વણાર ને પ્રાગ, હઠી ડોસે કર્યો કુસંગ ત્યાગ । કોળી ભક્ત વાંસો અજોભાઇ, વાઘા વસતાદિ ભક્ત કેવાઇ ।।૧૨।। દેવજાતિ એક જીજીબાઇ, કહીએ ભક્ત કમિયાળા માંઇ ।
દ્વિજ ભક્ત ઓધ્ધવજી કહીેએ, હરિભાઇ પીતાંબર લહીએ ।।૧૩।।
પુરૂષોત્તમ નાનજી નામ, જેઠો જાદવજી પ્રભુરામ ।
મેઘજી આદિ ભક્ત છે ભાઇ, દ્વિજભક્ત એક ભાણીબાઇ ।।૧૪।। કણબી ભક્ત જેરાજ દેવજી, પછમમાં લુવાર ભાઇજી ।
ક્ષત્રિ રૂગનાથજી હરિજન, કરે ફેદરે હરિભજન ।।૧૫।। દ્વિજ નારાયણજી જેઠો જન, ક્ષત્રિ ગજોજી એ છે પાવન ।
એહ આદિક ભક્ત ભણિયે, ખરા જન ખસતે ગણિયે ।।૧૬।।
ગજો વિસો રવો છે ગઢવી, દેવુબાઇને ભગતિ ભાવી ।
ક્ષત્રિભક્ત કાકોભાઇ કહીએ, માનોભાઇ હઠિભાઇ લહીએ ।।૧૭।। જાઇભાઇ દુદોભાઇ જન, ભક્ત મશરુ આદિ પાવન ।
દ્વિજભક્ત જગો શિવરામ, કણબી રગનાથ રોજકે ગામ ।।૧૮।। ક્ષત્રિ સુજોજી નાથોજી નામ, ચારણ જેઠો બનુબા અકામ ।
ભક્ત ભીમ ને આશો સુતાર, ખરા ભક્ત ખરડ્ય મોઝાર ।।૧૯।।
ચોકડિયે હરખો હરિજન, કોળી કુળે સહિત પાવન ।
ક્ષત્રિભક્ત ખેતોજી જામોજી, રૂડા રાજોભાઇને ખોડોજી ।।૨૦।। હોથીભાઇ નાનજીભાઇ જાણો, શેઠ જેઠો ગગો પરમાણો ।
દ્વિજ હરિશંકર અંબારામ, એહાદિ જન ઝિંઝર ગામ ।।૨૧।। શેઠ વજો ને નરસૈદાસ, ધનો સુતાર ધંધુકે વાસ ।
૪૬૦ ભક્તચિંતામણ પ્રકરણ ૧૧૮
ક્ષત્રિભક્ત મુળુ ભીમ જાણ, કણબી જેઠો સુતાર પંચાણ ।।૨૨।। દ્વિજ વીરો દલો દાજી કહીએ, આણંદાદિ ભક્ત દ્વિજ લહીએ । ભક્ત કુબેર બેચર સોની, ખડોલમાં રેણાક એહુની ।।૨૩।। ભક્ત ભાટ છે વખતો નામ, રૂડો ભક્ત છે રાયકે ગામ ।
દ્વિજ ભક્ત છે તુલજારામ, બાઇ ગલાલ અડવાલ્ય ગામ ।।૨૪।। હરિભક્ત છે દ્વિજ બેચર, ભજે પ્રભુ રહે રંગપર ।
ક્ષત્રિ હલુભાઇ હરિજન, ભક્ત જમાલપર પાવન ।।૨૫।। ક્ષત્રિ રયો મેઘો અરજણ, વાઘો જેસંગ ભીમ સુજાણ ।
કમો હરખો ને વશરામ, દ્વિજ કુબેર ગાંગજી નામ ।।૨૬।।
ચારણ ભક્ત ભાવી ભગવાન, જન રતનજી ને આયદાન ।
સોની કૃષ્ણાદિ ભક્ત કહેવાય, વસે ગામ તે બળોલ્યમાંય ।।૨૭।।
સોની ભક્ત ગોકુળ હડાળે, દ્વિજ કેશવજી વ્રત પાળે ।
દ્વિજભક્ત છે હરજીવન, કોળી નાનજી ભક્ત પાવન ।।૨૮।।
ચારણ અજો રહે બગોદરે, ભલી ભક્તિ પ્રભુજીની કરે ।
ભક્ત ભાટ આધાર છે રૂડો, ગજો ગોરો ખરો જન ખોડો ।।૨૯।। ખત્રિ ભક્ત ચેલો નથુભાઇ, કૃષ્ણ સઇ જવારદ માંઇ ।
દેવજાતિ ભક્ત મઘુબાઇ, દ્વિજ મેઘજી સરગવાળા માંઇ ।।૩૦।। ભક્ત ભરવાડ સગરામ, સારો ભક્ત એ સમાણિ ગામ ।
હરિભક્ત સોની હિરો એક, નથુ દેવચંદ દો વણિક ।।૩૧।। દ્વિજ માદેવ દયાળ કાનો, નથુ ખત્રિ બોરૂમાંહિ માનો ।
રાઘવજી પીતાંબર ભાઇ, શા મોરાર મોટી બોરૂમાંહિ ।।૩૨।। કાશીદાસ ને કૃષ્ણ વણિક, ક્ષત્રિભક્ત ભાઇજી છે એક ।
કહીએ ભક્ત તે કૃષ્ણ સુતાર, વસે જન જાખડા મોઝાર ।।૩૩।। હરિભક્ત ભલુજી ચારણ, ક્ષત્રિ તેજો પથો વટાંમણ ।
ક્ષત્રિભક્ત સુજોજી બાદર, ખોડો જેઠી અલુ ઉજાગર ।।૩૪।। દ્વિજ ભગવાન વલ્લભ નામ, જગજીવન ને રાજારામ ।
સોની ભક્ત છે ભૂખણભાઇ, હરિજન એક જીવીબાઇ ।।૩૫।।
પ્રકરણ
કકકક
૧૧૮
ભક્તચિંતામણી
૪૬૧
ભક્ત વોરો અશમાલ એક, વસે કઉંકે ન મુકે ટેક ।
ભક્ત ભાટ છે રાઇજી નામ, વસે દાસ પિસાવાડે ગામ ।।૩૬।। ક્ષત્રિભક્ત નાથો ને સજાણ, ભનો રાજો વેજલકે જાણ ।
ક્ષત્રિભક્ત ગોપાળજી કહીએ, ભીમજી ને પથોભાઇ લહીએ ।।૩૭।। હિરો હરભમ ભગવાન, વર્સો બાદર રૂપો નિદાન ।
એહ આદિ ક્ષત્રિ બહુ ભાઇ, હર્જીબા અજુબા અંબાબાઇ ।।૩૮।। દ્વિજ પુરુષોત્તમ વજેરામ, ભક્ત ચારણ બાપુજી નામ ।
ઠાર બેચર ગણેશ લુવાર, એહ આદિ તે કોઠ્ય મોઝાર ।।૩૯।। કણબી ભક્ત હરજી કહેવાય, ભજે હરિ વાલથેરામાંય ।
દ્વિજભક્ત નારાયણજી નામ, રેવાશંકર સેવકરામ ।।૪૦।।
મહાશંકર ભક્ત ભાણજી, શિવબાયે લીધા હરિ ભજી ।
અવલ પુતળીબાઇ વણિક, ભજ્યા હરિ વજે ગ્રહિ ટેક ।।૪૧।। એહ આદિ બાઇ ભાઇ કંઇ, ભજે પ્રભુ ધોળકામાં રઇ ।
દેવજાતિ કહીએ ડોસોભાઇ, વસે ભક્ત તે વાસણામાંઇ ।।૪૨।। કણબી જીતબાઇ હરિજન, ગામ ચરોડે ભક્ત પાવન ।
કણબી ભક્ત કાશીદાસ નામ, વસે દાસ કાશીદરે ગામ ।।૪૩।। ક્ષત્રિભક્ત મોટા મોડભાઇ, વસે ગામ મોડાસરમાંઇ ।
શેઠ કલ્યાણ ખોડો ભગત, અવલ વિછિયાવ્યે મુગત ।।૪૪।। ક્ષત્રિ નથુ નારાયણ જીજી, ગામ સાણંદમાં ભક્ત મુળજી ।
ક્ષત્રિબાપુ તેજો જેઠિભાઇ, મોટાં ભક્ત ફઇબા ને બાઇ ।।૪૫।। ફુલીબા ફુલજીબા ને ગલી, દ્વિજ રાઇ નાથી ને અવલી ।
રાજબાઇ દ્વિજ જીવરામ, ચારણ ભક્ત હરિબાઇ નામ ।।૪૬।। ભરવાડ ભક્ત એક લાલો, જેને લાગ્યો સતસંગ વહાલો ।
રંગા મૈયારી જવન સલામ, એહાદિ જન મછિયાવ્ય ગામ ।।૪૭।। ક્ષત્રિભક્ત જીવોજી અલુજી, ઘોડજી કાંધોજી ને દલુજી ।
દાસ કલ્યાણ ને હીરબાઇ, બેચર લુવાર દદુકામાંઇ ।।૪૮।। ભક્ત સુતાર કલો અમલ, કોળી ગણેશ ભક્ત રહે થલ ।
૪૬૨ ભક્તચિંતામણ પ્રકરણ ૧૧૯
વનો દાસ દયાળ સોનાર, કોળી કલુ ધોલેરા મોઝાર ।।૪૯।। ભક્ત લુવાણો રણછોડ નામે, ક્ષત્રિ વરસોજી ડુભાલી ગામે । એક પુંજો સોની હરિજન, ભજે ઝાંપ્ય ગામે ભગવન ।।૫૦।। ભક્ત વણિક હરજીવન, કરે મોરાર હરિભજન ।
હરિભક્ત કોળી રામબાઇ, એહ આદિ બલદાણામાંઇ ।।૫૧।। ભક્ત એક દ્વિજ નંદરામ, ભજે હરિ રહે મિટાલ્ય ગામ ।
ક્ષત્રિભક્ત કસિયોજી કહીએ, વેજો સાદુલ ગોકળી લહીએ ।।૫૨।। શેઠ નાથાદિ જન સુંદર, કાજુ ભક્ત રહે કાણોતર ।
સારા ભક્ત છે શિયાળમાંઇ, શેઠ માધો લાધો ઘેલોભાઇ ।।૫૩।। જેઠા આદિ વણિક ઉદાર, જેણે રાજી કીધા છે મોરાર ।
ક્ષત્રિ રતનજી જેસો વળી, રૂપો વરજાંગ છે ગોકળી ।।૫૪।। એહાદિ ભક્ત બીજા છે બહુ, વસે ગામ શિયાળ્યમાં સહુ ।
ઘણા દેશ ઘણાં ગામ નામ, ભજી હરિ પામ્યા પરમધામ ।।૫૫।। હરિજનનાં નામ અપાર, એક જીભે ન હોય ઉચ્ચાર ।
કહિ કહિ કિયાં લગી કહીએ, અપારનો પાર કેમ લહીએ ।।૫૬।।
પૂર્વછાયો- અપાર જીવ ઓધરે, જીયાં પ્રકટ પુરુષોત્તમ ।
કવિ કેમ કથી શકે, જેને નેતિ કહે નિગમ ।।૫૭।। હરિ હરિજન ગાતાં, પતિત પાવન થાય ।
સુણતાં જશ શ્રવણે, વળી કોટી કર્મ કપાય ।।૫૮।। કાન પવિત્ર જે કથા સુણતાં, જીભા પવિત્ર ગાતાં જે જશ ।
એવો કોણ અભાગિયો, કહેતાં સુણતાં કરે આળસ ।।૫૯।।
માટે વિચારી મનમાં, કર્યો આદર નામ ઉચ્ચાર ।
સદમતિ સહુ સાંભળો, કહું નામ કાંઇક નિરધાર ।।૬૦।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે ભાલદેશના હરિજનનાં
નામ કહ્યાં એ નામે એકસો ને અઢારમું પ્રકરણમ્ ।।૧૧૮।।
પૂર્વછાયો- દાખું દાસ દંઢાવ્યના, ભક્ત અતિઘણા ભાવિક ।
પ્રકરણ
કકકક
૧૧૯
ભક્તચિંતામણી
૪૬૩
દૃઢમતિ ધીરજ અતિ, જાણે સત્ય અસત્ય વિવેક ।।૧।।
તન મન ધન તુચ્છ કરી, હરિજન થયાં નરનાર ।
પ્રકટ પુરૂષોત્તમને, મળી ઉતર્યાં ભવપાર ।।૨।।
બાળ જોબન વૃધ્ધ વળી, સરવે થયાં સનાથ ।
પરા પાર પરબ્રહ્મ જે, તેહ નિરખ્યા નયણે નાથ ।।૩।। એવા જન અનઘનાં, લેતાં નામ આવે આનંદ ।
શ્રવણ દઇ જે સાંભળે, તે વામે મહાદુઃખ દ્વંદ્વ ।।૪।।
ચોપાઇ- મોટા ભક્ત છે મોટેરે ગામ, કણબી ભક્ત ભૂધરદાસ નામ ।
પુરૂષોત્તમ રઘો નાથજી, હાંસજી વેણીદાસ રામજી ।।૫।।
લખો લખુ ભગો પ્રભુદાસ, બાઇ કંકુયે ત્યાગી જગઆશ ।
બાઇ હરિ ને રળિયાત બાઇ, રતનબાઇ છે મોટેરામાંઇ ।।૬।। જેઠો ભક્ત જન ગંગાબાઇ, કણબી ભક્ત કોટેશ્વરમાંઇ ।
અડાલજ માંહિ છે ચોધરી, તજી કુળ ધરમ ભજ્યા હરિ ।।૭।। કણબી ભક્ત જેરામ ને લાલ, જેઠો અવિચળ પુર જમાલ ।
કણબી હરખજી પુંજો ભાટ, રહે ઉમારસદે તજી ઉચ્ચાટ ।।૮।। દેવજાતિ તે ભક્ત છે આસો, કહીએ એહનો કલોલે વાસો । કણબી ભક્ત ગંગાદાસ કહીએ, નરોત્તમ વાસણજી લહીએ ।।૯।। ભક્ત કાકુજીને કાશીદાસ, શિધરદાસનો ઓળામાં વાસ ।
રૂડાં ભક્ત છે બાઇ રતન, એહ રહે ઓળે હરિજન ।।૧૦।। ભક્ત સુતાર જેઠો કેશવજી, કણબી કાશીદાસ ને રાયજી ।
દ્વિજ ભવાનીશંકરભાઇ, શા ઝવેર ધમાસણામાંઇ ।।૧૧।। હરિભક્ત કોળી વાલો કહીએ, જન ગામ જલોદમાં લહીએ ।
ખાંટ ભક્ત બાદરજી જેહ, રતુજી અરજણજી તેહ ।।૧૨।। હરિભક્ત છે હવનબાઇ, એહાદિ જન આદ્રેજમાંહિ ।
જીવી રતન ને પ્રભુદાસ, કણબી ભક્ત કોલવડે વાસ ।।૧૩।। કણબી ભક્ત રામદાસ ભાઇ, કુબેર વસન નાની બાઇ ।
કણબી ભક્ત કહીએ મોટીબાઇ, ભક્ત ભાટ રઘો બાજીભાઇ ।।૧૪।।
૪૬૪ ભક્તચિંતામણ પ્રકરણ ૧૧૯
દ્વિજ રૂપ રળિયાત નામ, ઠાર હરખો ઉનાવે ગામ ।
ક્ષત્રિ ભક્ત રાસોજી વખતો, ભજવા હરિ કર્યો દૃઢ મતો ।।૧૫।। હરિજન ગલાલ સોનાર, દ્વિજ દોલી રાઇ ભાવસાર ।
એહ આદિ ભક્ત બીજા કઇ, ભજે પ્રભુ પેથાપર રઇ ।।૧૬।। ઇચ્છો સકરો કસલો વળી, એહ આદિ જન જણસાળી ।
ભક્ત એક છે મીઠો કુંભાર, વસે વાસણ ગામ મોઝાર ।।૧૭।। અમજે ભક્ત મુળો ચોધરી, ભજી હરિ ગયો ભવ તરી ।
પગી લાલો છેલો હરિજન, શોભાસણામાં ભક્ત પાવન ।।૧૮।। કણબી ભક્ત કુબેર ખુશાલ, ચાંદિસણે એ ભક્ત વિશાલ ।
કણબી દેવજી રહે ગામ સોજે, ભજે પ્રભુજીને સુખ મોજે ।।૧૯।। ઇટાદરે કણબી ગણેશ, કરે ભજન હરિનું હમેશ ।
ભક્ત સુતાર બેચર નામ, હરિજન કહીએ ગંગારામ ।।૨૦।। દ્વિજ અંબારામ દુર્લભરામ, શેઠ ભકત સાંકળા બે નામ ।
પીતાંબર બેચર ઝુમખો, ભાઇચંદાદિ ભાવસાર લખો ।।૨૧।। કણબી ભક્ત ગણેશ ને ભગો, તેલી મુળચંદે મેલ્યો દગો ।
ધનો દલોદાસ છે ચોધરી, મેલી પાપ ભજ્યા આપે હરિ ।।૨૨।। ક્ષત્રિ હિંદુજી છે હરિજન, એહ આદિ પુરુષ પાવન ।
દ્વિજ કુશળ સોના ભાવસાર, એહ બાઇઓ માણસા મોઝાર ।।૨૩।। ભક્ત વીરો જીવણ ચોધરી, રાઠોડ વણારશી ભજે હરિ ।
ક્ષત્રિ રવોજી વોરો મિયાંજી, વસે વરસોડે કુસંગ તજી ।।૨૪।। હરિભક્ત કિકો ભાવસાર, રહે લાખરોડ ગામ મોઝાર ।
કણબી ભક્ત ગોવિંદજી નામે, જન વસે વિજાપર ગામે ।।૨૫।। જન જણસાળી લખા ધના, રહે રાણાસર ભક્ત પ્રભુના ।
હરિજન પ્રાગજી લુવાર, ભક્ત રહે સિંધપર મોઝાર ।।૨૬।। કણબી ભક્ત દયાળજી જન, જેણે બહુ જીવ કર્યા પાવન ।
સતવારા પ્રાગજી ને જીવો, રેવો સાંકળો ને ભક્ત દેવો ।।૨૭।। હરિજન વજીબાઇ એક, જેઠી વખત વજી વણિક ।
પ્રકરણ
કકકક
૧૧૯
ભક્તચિંતામણી
૪૬૫
નંદબાઇ રળિયાતબાઇ, એહાદિ જન વિજાપર માંઇ ।।૨૮।। હરિભક્ત દ્વિજ પીતાંબર, કહું કણબી ભક્ત સુંદર ।
કુબેર તુલસી ને રામજી, જીવણ નરસૈ શંકર સામજી ।।૨૯।। કલ્યાણ જન રતનબાઇ, ભક્ત એક કણબી કુળમાંઇ ।
હેમચંદ રામચંદ જન, ભાવસાર એ ભક્ત પાવન ।।૩૦।। હરિજન છે જગો સુતાર, દ્વિજ માનું વિહાર મોઝાર ।
આશારામ મોતી ભાવસાર, શા અંબારામ ભક્ત ઉદાર ।।૩૧।। ભક્ત તારાચંદ નંદરામ, ભાવસાર માનું સાંકળી નામ ।
કણબી ભક્ત હરિભાઇ કહીએ, ક્ષત્રિભક્ત જલોભાઇ લહીએ ।।૩૨।। ભક્ત દ્વિજ હુલાસ છે એક, ભજી હરિ તજી નહિ ટેક ।
એહઆદિ હરિજન જેહ, વસે ગામ ગેરિતામાં તેહ ।।૩૩।। હરિજન દેવો સતવારો, ગામ ગવાડે ભક્ત એ સારો ।
દ્વિજ ધનજી ને રામબાઇ, ભક્ત પ્રભુના પામોલ્ય માંઇ ।।૩૪।। ભક્ત વણારશી રાયચંદ, ભજે ભાવસાર એ ગોવિંદ ।
હરિજન એક લખીરામ, એહ જન આગલોડ્ય ગામ ।।૩૫।। દ્વિજ મનછારામ હરિજન, રહે કડા ગામમાં પાવન ।
ક્ષત્રિ નારુજી રતુજી નામ, ગાંગજી ને દ્વિજ શિવરામ ।।૩૬।। અંબારામ સોની પ્રેમચંદ, એ બામણવે ભજે ગોવિંદ ।
કોળી ભક્ત જોયતો કુબોજી, રહે છાબલીયે હરિ ભજી ।।૩૭।। ભક્ત ભાટ સાયબોજી જાણો, ગામ કૈપરમાં પરમાણો ।
વડનગરે વસે બહુ જન, ભક્ત પ્રભુના પરમ પાવન ।।૩૮।। દ્વિજ ઉજમ મુગટરામ, સદાશિવ વનમાળી નામ ।
બેચરાદિ દ્વિજભક્ત ભાઇ, હરિજન જેઠી દોલીબાઇ ।।૩૯।। ફુલા ઝુમખા આદિ અપાર, ભલા ભક્ત કહીએ ભાવસાર ।
ઉગરચંદ હેમચંદ દોય, વસે વડનગરે જન સોય ।।૪૦।।
સોનીભક્ત દયારામ ભાઇ, ખીમો ગોવિંદજી દલુભાઇ ।
એહઆદિ બીજા હરિજન, વસે શ્રીપોરે ભક્ત પાવન ।।૪૧।।
૪૬૬ ભક્તચિંતામણ પ્રકરણ ૧૧૯
વડા ભક્ત છે વિશનગરે, શિશસાટાની ભક્તિ કરે ।
દ્વિજ સૂર્યરામ મોતિરામ, બળદેવ કૃષ્ણાધર નામ ।।૪૨।। અમુલખ આદિ દ્વિજભાઇ, ઉદેકુંવર લક્ષ્મીબાઇ ।
શિવબાઇ ને ઉજળી એક, ભજ્યા હરિ તે કરી વિવેક ।।૪૩।। શા જેચંદ પુંજો દયારામ, સોની પીતાંબર અંબારામ ।
હરિજન છે લાડકુંવરી, કણબી રામજી તુલસી હરિ ।।૪૪।।
સતસંગી શિલાટ સુંદર, જેઠારામ ને નામ બેચર ।
ત્રિભોવન ને અમરચંદ, હેમચંદાદિ ભજે ગોવિંદ ।।૪૫।। ભક્ત વનમાળી ને ઉગરો, પાનાચંદ ને વારુ ઝવેરો ।
એહ આદિ ભક્ત ભાવસાર, વસે વિશનગર મોઝાર ।।૪૬।। કણબી ભક્ત મીઠો ને નાગજી, ગામ જાગીરે રહે હરિ ભજી ।
જેઠો પ્રેમજી ને હંસરાજ, કણબી ભક્ત જાણો જશરાજ ।।૪૭।। દેવબાઇ નંદબાઇ કહીએ, ગામ આઇઠોરમાં એ લહીએ ।
કણબી ભક્ત છે ખુશાલભાઇ, ભજે હરિ રહે ઉપેરામાંઇ ।।૪૮।। ઉંઝે કણબી ભક્ત નારાયણ, શામો વાલો પ્રભુપરાયણ ।
મોરાર મુળજી કામરાજ, કર્યું ગણેશ ખુશાલે કાજ ।।૪૯।। દ્વિજ નાથો જેકુંવરબાઇ, એહ આદિ ભક્ત ઉંઝામાંઇ ।
શિતપુરમાં બાઇ ચતુરી, ભાવસાર છે ભાવની પુરી ।।૫૦।।
ચોપદાર ભગવાનભાઇ, રહ્યો સુખે સિતપુરમાંઇ ।
ભક્ત ભાવસાર દયાળજી, પુરુષોત્તમને ભક્તિ રજી ।।૫૧।। કણબી ભક્ત છે ઇચ્છો બેચર, ભજે હરિ છે પાટણે ઘર ।
ભક્ત ગોકળી હરખો સુંદર, ભજે હરિ રહે મુંજપર ।।૫૨।। હરિભક્ત સોની ઇંદરજી, પાલણપુરે રહે કુસંગ તજી ।
કણબી ભક્ત ગોવિંદજીભાઇ, રહે તે ગઢ મંડાણામાંઇ ।।૫૩।। કણબી ભક્ત કુબેર દવાડે, ભજ્યા હરિ ન પડ્યો પવાડે ।
દ્વિજ ભક્ત બેચર બળદેવ, રહે ધિણોજે ભજે વાસુદેવ ।।૫૪।।
નરસઇ ભક્ત ભાવસાર, મુળચંદ એ જન ઉદાર ।
પ્રકરણ
કકકક
૧૧૯
ભક્તચિંતામણી
૪૬૭
દ્વિજ ભક્ત છે કશલીબાઇ, એહાદિ જન મેસાણામાંઇ ।।૫૫।। કણબી ભક્ત દ્વારકો જીવણ, ભાટ ચતુરો રહે આંબાસણ ।
ખેંગારજી મોડજી ડુંગરજી, ભગવાન દયાળે બીક વરજી ।।૫૬।। ખરા ક્ષત્રિભક્ત ભલભાઇ, વસે ગામ વિજાપરડામાંઇ ।
કણબી ભક્ત હિરો વેણીદાસ, રૂડા ભક્ત સિતાપુર વાસ ।।૫૭।। ભાવસાર મેઘો કેશવજી, રહે કાલરીયે કુસંગ તજી ।
લવજી પ્રાગજી નાથોભાઇ, કહીએ કણબી ભક્ત નાથબાઇ ।।૫૮।। એહ ભક્તિ પ્રભુજીની કરે, રહી ગામ તે ઉદલપરે ।
જીવણ નાઇ હરખો સતવારો, કણબી ભક્ત રાયચંદ સારો ।।૫૯।। એહઆદિ ભક્ત બાઇ ભાઇ, વસે ગામ તે ખેરવામાંઇ ।
ભક્ત પ્રભુનો પુંજો પટેલ, તેહ ગામ હેબવે વસેલ ।।૬૦।। ભક્ત દેવચંદ ભાવસાર, વસે ગામ ખરોડા મોઝાર ।
શા હરખજી માતમ ભાટ, ગામ દેવડે તજી ઉચ્ચાટ ।।૬૧।। ભક્ત ભૂખણ મનછારામ, તુલસી ભગો ભાવસાર નામ ।
હરિજન એક જ્ઞાનબાઇ, એહાદિ જન રહે મેઉમાંઇ ।।૬૨।। ભગો જેતસી જીવો ચારણ, એહ ભક્ત રહે દેવરાસણ ।
કણબી ભક્ત કહીએ નરહર, ભાવસાર પુંજો ને બેચર ।।૬૩।।
સાંકળા આદિ સતસંગી સઇ, વડા ભક્ત એ રહે વસઇ ।
રામજી ગણેશ ઝુમો નાગર, બાઇ સોના ભક્ત ઉજાગર ।।૬૪।। ભક્ત માનસિંઘ કણબી કહીએ, એહાદિ જન લાંઘણોજ લહીએ ।
દ્વિજભક્ત છે ઝુમખરામ, હરિજન ગંગા ગલાલ નામ ।।૬૫।। જીવો વસતો ને જ્ઞાનબાઇ, કણબી ભક્ત પલિયજમાંઇ ।
કોળી ભક્ત બાલ્યકદાસ કહીએ, ક્ષત્રિ કેશોજી ગોદડજી લહીએ ।।૬૬।।
મોકોજી ને કણબી ખુશાલ, ગોવિંદ નાયક મિયાં લાલ ।
એહ આદિ બીજાં બહુ જન, વસે ગામ ખોરજ્યે પાવન ।।૬૭।। કણબી ભક્ત છે ભવાનીદાસ, તજી કસળજીયે જુઠી આશ ।
ગોવિંદજી જાદવજીભાઇ, બાઇયોમાં મિઠીબાઇ છે બાઇ ।।૬૮।।
૪૬૮ ભક્તચિંતામણ પ્રકરણ ૧૧૯
દ્વિજભક્ત મોટા નાનોભાઇ, જેની કહી ન જાય મોટાઇ ।
ક્ષત્રિભક્ત છે વખતોભાઇ, એહ ભક્ત કરજીસણમાંઇ ।।૬૯।। ક્ષત્રિ માનોજી ઉમોજી કહીએ, કણબી ગોકુળ તુલસી લહીએ ।
પુરુષોત્તમ રબારી રતનો, ભક્ત વડુવે જાણજ્યો જનો ।।૭૦।। ભક્ત મનોહર છે બ્રાહ્મણ, કણબી કુબેર જેઠો હરિશરણ ।
રાયચંદ ક્ષત્રિ આસકરણ, એહાદિ ભક્ત રહે મોખાસણ ।।૭૧।। ઝુલાસણ માંહિ રહે ચોધરી, કઠણ ભક્તિ પ્રભુજીની કરી ।
દ્વિજ ગુલાબચંદ સુખચંદ, વલ્લભરામ જીવરામવૃંદ ।।૭૨।। હરિજન હરિકુંવરબાઇ, એહ જન નારદીપુર માંઇ ।
કણબી ભક્ત વેણીદાસ વળી, ભાવસંગ નરોત્તમ મળી ।।૭૩।। જતન રળિયાત વજી જન, કર્યું કણબી કુળ પાવન ।
ક્ષત્રિ ભક્ત પ્રતાપજી નામ, ઉમેદજી અગ્રોજી અકામ ।।૭૪।। થાનોજી બનોજી હરિજન, દલુજી અમરોજી પાવન ।
શેઠ સાકળચંદ મુળચંદ, હરિજીવન અવલનંદ ।।૭૫।।
એહ આદિ ભક્ત બાઇ ભાઇ, વસે ગામ ડાંગરવામાંઇ ।
હરિજન પુરુષોત્તમ હરખો, વાસણજી વિઠ્ઠલજી નીરખો ।।૭૬।। હીરો જેકર્ણ ને દાનસંઘ, નાથા બેચર ને હરિરંગ ।
એહાદિ ભક્ત કણબી કહીએ, રૂડા જન રાજપર લહીએ ।।૭૭।। કણબી ભક્ત નારાયણ વસતા, ગામ રાજપરે જન છતા ।
ભગો ગણેશ કણબી વર્ણ, રૂપો સુતાર રહે નંદાસણ ।।૭૮।। કણબી ભક્ત મોરાર જોયતો, જન નારાયણ ને વસતો ।
હરિભક્ત છે ગલાલબાઇ, એહ ગામ માથાસુલમાંઇ ।।૭૯।।
ગંગારામ ગણેશ ગોપાળ, માનો વાલો દલના દયાળ ।
કણબી ભક્ત છે ભક્તિવાલી, ભજે હરિ ગામ રહે ટુંડાલી ।।૮૦।। કણબી ભક્ત માધવજી નામે, ભજે હરિ રહે ઇરાણે ગામે ।
કણબી ભક્ત કલો પુંજોભાઇ, ભક્ત કેવળ ને રૂપાંબાઇ ।।૮૧।। એહાદિ ભક્ત જન દયાળ, ભજે હરિ રહે ગામ કુંડાળ ।
પ્રકરણ
કકકક
૧૨૦
ભક્તચિંતામણી
૪૬૯
સોનીભક્ત દયાળજી મંગળ, કણબી ભાવસંગ છે અમળ ।।૮૨।। દ્વિજ ભક્ત છે ઉમેદરામ, બાઇ એક બેનકુંવર નામ ।
ભક્ત દેવચંદ ભાવસાર, રહે ભક્ત એ કડી મોઝાર ।।૮૩।। કણબી ભક્ત દેવકર્ણ કહીએ, સારોજન સેદરડે લહીએ ।
દ્વિજ હરિભક્ત હરિરામ, રૂડો જન જાકસણે ગામ ।।૮૪।। ભક્ત ભાવસાર ભુલોભાઇ, અવલબા રાજપરમાંઇ ।
કણબી ભક્ત છે ગલાલબાઇ, ભજે હરિ રહે ઉભડામાંઇ ।।૮૫।। રામજી ઘેલો કસલબાઇ, કણબી ભક્ત મનિપરમાંઇ ।
કણબી કુબેર લક્ષમીદાસ, બાઇ નાથી ભજે અવિનાશ ।।૮૬।। દ્વિજ ભક્ત છે શંકર નામ, ભક્ત પ્રભુનો રહે ઘુમે ગામ ।
હરિજન કણબી મોરાર, સારો ભક્ત ગોકળ લુવાર ।।૮૭।। એહાદિ જન રહે ગોધાવિયે, કહ્યા દેશમાં લેશ લાવિયે ।
કહેતાં કહેતાં થાકે વાણી મન, જેમ છે તેમ ન કહેવાય જન ।।૮૮।।
પૂર્વછાયો- જેમ જળ અર્ણવથી, ઉપજે લહરી અપાર ।
તેમ હરિ મહા જળથી, હરિજન અપરમપાર ।।૮૯।।
અખંડ અહોનિશ ઉપજે, તેનો નવ થાય નિરધાર ।
કોણે લખ્યા કોણ લખશે, કોણ લખે છે આ વાર ।।૯૦।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળા-
નંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે દંઢાવ્યદેશના હરિજનનાં નામ
કહ્યાં એ નામે એકસો ને ઓગણીસમું પ્રકરણમ્ ।।૧૧૯।।
પૂર્વછાયો- મોટા ભક્ત મારૂ દેશના, અને મોટાં જેનાં મન ।
સંગ કુસંગને ઓળખી, વળી થયા હરિના જન ।।૧।।
લેશ નહિ જે દેશમાં, સમજવા સુધી રીત ।
એવા દેશમાં ઉપજી, જેણે કરી હરિશું પ્રીત ।।૨।। એવા જન પાવનનાં, કહું કાંયેક હવે નામ ।
ઉચ્ચ નીચ કુળમાં અવતરી, જેણે ભજ્યા સુંદરશ્યામ ।।૩।।
ચોપાઇ- ખરા ભક્ત કહીએ ખાણ ગામે, દેવજાતિ શંભુદાન નામે ।
૪૭૦ ભક્તચિંતામણ પ્રકરણ ૧૨૦
ઘેર લાલુબાઇ હરિજન, જેણે જન્મ્યા લાડુજી પાવન ।।૪।। રૂડા ભક્ત છે ખીમોજીભાઇ, ઘેરે મોટાં જન મોજબાઇ ।
એહાદિ બીજા જન ગણીજે, ભલાભક્ત ખાણમાં ભણીજે ।।૫।। ભક્ત એક છે ચેલો લુવાર, વસે તે ભીલમાલ મોઝાર ।
ક્ષત્રિ ભક્ત હેમરાજ નામે, ભજે હરિ રહે નરોલી ગામે ।।૬।। ભક્ત કણબી દેવશી જાણીયે, દ્વિજ ચેલો ગામ ઝુઝાંણીયે ।
વાલી ગામે વસે બહુ જન, દ્વિજ વિરમ ભક્ત પાવન ।।૭।। દ્વિજ વખતો ગામ જોધાવે, વ્યાધ મેઘરાજ ભક્ત કાવે ।
ભક્ત વખતો જાત્યે વાઘરી, રહી ઉનડિયે ભજ્યા હરિ ।।૮।। ખીમો ભજે હરિ ભાવ ભલે, જાત્યે વાઘરી વસે સાયલે ।
હરિભક્ત વાઘરી ઇશરો, વસે દાસપામાં દાસ ખરો ।।૯।।
ગામ ભુકામાંહિ ભજે હરિ, ભક્ત અમરો જાત્યે વાઘરી ।
ભક્ત જોધો જન જીવીબાઇ, રહે વાઘરી ગામ દેતામાંઇ ।।૧૦।। ભક્ત વાલો વખાણું વાઘરી, ભલી ભક્તિ પ્રભુજીની કરી ।
બાઇ રૂપા મેઘી ને કેશર, ગામ સુરાણે ભક્ત સુંદર ।।૧૧।। ઉદો વાઘરી રહે ગામ ધાખે, મુખે સ્વામિનારાયણ ભાખે ।
ભક્ત જીવો વાઘરી વાલેરે, ભજે ભગવાન રૂડી પેરે ।।૧૨।। ભક્ત વાઘરી પદમો નામ, ભજે હરિ રહે આકવે ગામ ।
ગામ ચોરવે જીવો વાઘરી, તજી કુળધર્મ ભજ્યા હરિ ।।૧૩।। એહ આદિ વાઘરી અપાર, વસે તે મારૂ દેશ મોઝાર ।
તજી મેલી નિજકુળ રીતિ, કરી પ્રકટ પ્રભુ સાથે પ્રીતિ ।।૧૪।।
સારા ભક્ત છે શિરોઇ ગામ, કહું સાંભળજ્યો તેનાં નામ ।
મોટા ભક્ત છે જાત્યે લુવાર, કરૂં તેનાં નામનો ઉચ્ચાર ।।૧૫।। દલો રતનો લખમણ લહીએ, પનો મેરામ અજબો કહીએ ।
જેઠો હદો ધન રૂપ ધીરો, મુળો પદમો હવો ને વીરો ।।૧૬।। હદા પના આદિ બહુ ભાઇ, હવે કહું હરિજન બાઇ ।
દલુ વાલુ ઉમાંબાઇ સોનાં, લાધી મટુ ઇંદુબાઇ પુનાં ।।૧૭।।
પ્રકરણ
કકકક
૧૨૦
ભક્તચિંતામણી
૪૭૧
એહાદિ બાઇ ભાઇ લુવાર, એક ભક્ત છે સવો કુંભાર ।
એહ આદિ બીજા જન સોઇ, ભજે હરિ રહે ગામ શિરોઇ ।।૧૮।। હરિભક્ત છે પ્રેમો કુલાલ, સત્સંગી એ ગામ જવાલ ।
રૂડો રબારી નામ છે કલો, ગામ ગોયલીમાં ભક્ત ભલો ।।૧૯।। એક ભક્ત પવિત્ર પાલીયે, તુલાધાર ઉદાર તે કહીયે ।
નામ હરિજન હેમરાજ, હરિ ભજી કર્યું નિજકાજ ।।૨૦।। એહ આદિ મારૂ દેશમાંઇ, બીજા બહુ ભક્ત બાઇ ભાઇ ।
સરવે સોંપી તન મન ધન, કરે સ્વામી શ્રીજીનું ભજન ।।૨૧।। હવે કહું ગુજરાતી જન, અતિ પવિત્ર ભક્ત પાવન ।
હેત પ્રીત્યે ભર્યાં જેનાં હૈયાં, પ્રેમી નેમીમાં ન જાય કહીયાં ।।૨૨।। એવા જનનાં લખતાં નામ, મારા હૈયામાંહિ ઘણી હામ ।
સોની ભક્ત છે કસ્તુરોભાઇ, હરિજન દ્વિજ શિવબાઇ ।।૨૩।।
સાચી ભક્તિ એ સ્વામીની કરે, ભજે હરિ રહે આમનગરે ।
જન જતન બાઇ દયાળ, દ્વિજ ભક્ત રહે પેઢમાળ ।।૨૪।। હરિભક્ત દ્વિજ ઇચ્છાબાઇ, વસે ગામ તે પોગલામાંઇ ।
દ્વિજ ભક્ત જીવી હરિજન, ગામ પિલોદરે એ પાવન ।।૨૫।। કણબી ભક્ત ઉકોભાઇ કહીએ, તે રહે ગામ મામરોલિયે ।
પ્રેમી ભક્ત રહે પ્રાંતિગામ, દ્વિજ મયારામ કાશીરામ ।।૨૬।। કેવળરામ નારાયણ ત્રણ, શિવો જોઇતો સ્વામીને શરણ ।
હરિભાઇ ને ગોવિંદરામ, મોતીરામ જીવરામ નામ ।।૨૭।। એહાદિ ભક્ત દ્વિજ પાવન, હવે કહું બાઇઓ હરિજન ।
બાઇ રૂપાં ને બે ઇચ્છાબાઇ, વાલુ ત્રણ્યેને હરિશું સગાઇ ।।૨૮।। બાઇ રામું રખું ને માણ્યક્, સોનાં નાની હિરૂ મોંઘી એક । ફુલબાઇ મુળીબાઇ દોય, વખત એક હરિજન સોય ।।૨૯।। એક કહીએ દ્વિજ હરિજન, હવે કહું વણિક પાવન ।
મોટો ભક્ત છે તુલજારામ, નથુ શા ને સાકળચંદ નામ ।।૩૦।।
પીતાંબર બેચર ભગવાન, મિઠાલાલ ને હરિજીવન ।
૪૭૨ ભક્તચિંતામણ પ્રકરણ ૧૨૦
બાઇ બેનકુંવર અંબા એક, એહાદિ હરિજન વણિક ।।૩૧।।
સોની ત્રિકમજી હરિજન, ભાટ અપરૂ બફતો પાવન ।
વીતરાગી છે અમૃતબાઇ, એહાદિ જન પ્રાંતિજમાંહિ ।।૩૨।। કોળી ભક્ત રહે લીઓડગામ, ઉમોજી વળી વાઘજી નામ ।
હરિભક્ત છે ઝવેરભાઇ, જેની પ્રીત છે પ્રભુજીમાંઇ ।।૩૩।। કણબી ખુશાલ બેચર નામ, બાઇ અવલ રહે સાણોદે ગામ ।
કોળી ભક્ત દયાળજી ધનોજી, છલોજી સારજી ને પનોજી ।।૩૪।। બનોજી બાઇ અવલ ફુલ, ગામ સલકિયે ભક્ત અમુલ ।
કણબી ભક્ત ગણેશજી કહીએ, ભૂધર વિઠ્ઠલ નાનજી લહીએ ।।૩૫।। ત્રિકમ ને શા વલભરામ, ભક્ત વખતબા વણિક નામ ।
જન રૂપાં રામુ રળિયાત, સોની જમનાં વખત દ્વિજ જાત ।।૩૬।। એક છે રૂપાઇ નાઇ જન, એહાદિ હરિજન પાવન ।
એક લુવાર થાવર નામે, એહ આદિ હરિભક્ત દેગામે ।।૩૭।। દ્વિજ ભક્ત છે મનછારામ, હરિ મંગળ મુળજી નામ ।
પીતાંબર આદિ ભક્ત ભાઇ, જેકુંવર જતન રામબાઇ ।।૩૮।। એહ આદિ બાઇ ભાઇ જેહ, વસે ગામ વાસણામાં તેહ ।
મોટા ભક્ત વસે છે વેલાલ, જન જેસંગભાઇ દયાલ ।।૩૯।। જેઠો જીજી મકોભાઇ કહીએ, અજુ વસતો મનોહર લહીએ ।
શામલ ગિરધર ને નથુભાઇ, બાઇ વખત રળિયાત બાઇ ।।૪૦।। જીતબા તેજબા દત્તબાઇ, ભક્ત એ કણબી કુળમાંઇ ।
દ્વિજ હરિ ને અવલબાઇ, એહ આદિ છે વેલાલમાંઇ ।।૪૧।। ક્ષત્રિભક્ત અમરસિંહ નામ, શા જેચંદ તે કુજાડ્ય ગામ ।
કણબી ભક્ત કહીેએ સુરદાસ, ભક્ત નાથે તજી જગઆશ ।।૪૨।। દયાળજી ને દાસ ઝવેર, ક્ષત્રિ ઉમોભાઇ ને હમીર ।
એહ આદિ બીજાં બહુ જન, રહે કણભે ભક્ત પાવન ।।૪૩।। ભક્ત અમદાવાદે અનેક, ભજે હરિ તજે નહિ ટેક ।
જીયાં વિરાજે બદરીપતિ, તિયાં સરવે જન શુભમતિ ।।૪૪।।
પ્રકરણ
કકકક
૧૨૦
ભક્તચિંતામણી
૪૭૩
ભક્ત આદિ શેઠ ઇચ્છારામ, હિરાચંદ બે ભક્ત અકામ ।
મનોહર કુબેર ગોવિંદ, ગોપાલ ગોકુળ ને આનંદ ।।૪૫।। રણછોડ ત્રિકમ બેચર, આશારામ શામળ કુબેર ।
મોહનલાલ દોલા આદિ ભાઇ, હવે કહું હરિજન બાઇ ।।૪૬।। વ્રજકુંવર રતનબાઇ, આદિતને હરિશું સગાઇ ।
અંબા લક્ષમી ને ઠકરાણી, શામકુંવર અચરત જાણી ।।૪૭।। એહ આદિ જે વણિક વૃંદ, એક ભક્ત છે હરગોવિંદ ।
હવે કહું દ્વિજ હરિજન, નથુ જુગલ જન પાવન ।।૪૮।।
હિંમતરામ ને જીવણરામ, હરેશ્વર ને મહાદેવ નામ ।
કાશીરામ કુબેરજી કહીએ, ગણપતરામ નામે દોય લહીએ ।।૪૯।। આદિત ગિરધર સોમનાથ, કહું હરિજન બાઇ સાથ ।
ગંગા રેવા ને શિવકુંવર, જમના હરિ દેવ વિપર ।।૫૦।। ક્ષત્રિ ભક્ત છે કુબેરસિંઘ, કહું કણબી ભક્ત અનઘ ।
શંભુદાસ દામોદર નામ, વાલો વજેરામ ગંગારામ ।।૫૧।।
લાલદાસ દો કેવળરામ, રણછોડ દયાળજી નામ ।
ભક્ત ભાવસિંઘજી સુધીર, પીતાંબર પાનાચંદ વીર ।।૫૨।।
પ્રેમજી ખુશાલ ભાઇચંદ, હીરો રાયજી હરગોવિંદ ।
લખો કસલો ને ગંગારામ, ભક્ત વસતો માણ્યકો નામ ।।૫૩।। હરિભક્ત બાઇ વજી હરિ, મોટાં જન છે માનકુંવરી ।
એહાદિ ભક્ત કણબી કહીએ, સારા હરિજન સોની લહીએ ।।૫૪।।
પુરૂષોત્તમ ભક્ત મંગળ, લક્ષમીચંદ છે જન અમળ ।
હિરાચંદ આદિ ભક્ત ભાઇ, બાઇ દેવ ને દિવાળીબાઇ ।।૫૫।। કડિયા કુબેર ને અંબારામ, ભજે હરિ જાણી સુખધામ ।
ભક્ત સુતાર છે દામોદર, હરિજન જગો ને ભૂધર ।।૫૬।। કૃષ્ણ બેચર ને અંબારામ, હરિ આદિ જણસાળી નામ ।
એહાદિ બાઇ ભાઇ અપાર, વસે અમદાવાદ મોઝાર ।।૫૭।।
સેવે નરનારાયણ દેવ, પાડી અંતરે અલૌકિ ટેવ ।
૪૭૪ ભક્તચિંતામણ પ્રકરણ ૧૨૧
એવા જન નિર્મળ જેહ, નાવે લખતાં લખવામાં તેહ ।।૫૮।।
પૂર્વછાયો- ધન્ય ધન્ય એવા જનને, જેનાં હરિપરાયણ મન ।
તન ધન તૃણ તોલે ગણી, કરે સ્વામી શ્રીજીનું ભજન ।।૫૯।। એકએકથી અધિક અંગે, પ્રેમ નિયમે પૂરણ ।
અપાર નરનારી મળી, વળી થયાં સ્વામીને શરણ ।।૬૦।।
પ્રકટ પ્રતાપ પ્રાપતિ, નહિ અમૃતપદની ઉધાર ।
એવું જાણી અંતરે, ભજે નિર્ભય થઇ નરનાર ।।૬૧।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળા-
નંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે મારૂ દેશ તથા ગુર્જરદેશના
હરિજનનાં નામ કહ્યાં એ નામે એકસો ને વિશમું પ્રકરણમ્ ।।૧૨૦।।
પૂર્વછાયો- ગાઉં ભક્ત ગુજરાતના, જેના પ્રેમનો નહિ પાર । ભાવ ભક્તિ અતિ ઘણી, વળી નિયમ ધારી નરનાર ।।૧।।
પ્રકટ પુરુષોત્તમને મળી, વળી થયાં પૂરણકામ ।
એવાં જન પાવનનાં, હવે લખું કાંયેક નામ ।।૨।।
ચોપાઇ- ધન્ય જેતલપુરના જન, જીયાં હરિએ કર્યા જગન ।
તિયાં જે જે રહ્યા હરિજન, તેને જાણવા પરમ પાવન ।।૩।।
પટેલ ભક્ત ગંગાદાસ નામ, પ્રભુદાસ આસજી અકામ ।
ભક્ત કાકુજી ભિખારીદાસ, પીતાંબર ભજે અવિનાશ ।।૪।। જોયતાદાસ જીવણ કહીએ, કૃષ્ણદાસ કાશીદાસ લહીએ ।
ભક્ત ખોડો નથુ પુંજોભાઇ, એહઆદિ પટેલ કહેવાઇ ।।૫।। દ્વિજ ભક્ત ઉભે આશારામ, જન દેવરામ દયારામ ।
ઉગરચંદ ને બેચરભાઇ, બાઇ રળીયાત હર્ખબાઇ ।।૬।। ક્ષત્રિ વાલોભાઇ હરિજન, ઠાર લવજી જીવો પાવન ।
માળી માણ્યકશા ને કુબેર, ભક્ત ઘેલો ખરો નહિ ફેર ।।૭।। એહ આદિ છે જન અપાર, વસે જેતલપુર મોઝાર ।
પટેલ ભક્ત વેણીભાઇ કહીએ, લાલદાસ કાળીદાસ લહીએ ।।૮।।
ગોપાળ હાંસજી હરિજન, હરખા આદિ છે ભક્ત પાવન ।
પ્રકરણ
કકકક
૧૨૧
ભક્તચિંતામણી
૪૭૫
દ્વિજ ભગો ને ખુશાલભાઇ, એહાદિ જન અસલાલીમાંઇ ।।૯।। ક્ષત્રિ ભગુજી માલજી લહીએ, નથુજી દેવોજી જેઠીજી કહીએ ।
પટેલ જેઠો દાજી ને દેસાઇ, નરોત્તમ ને નથુ કહેવાઇ ।।૧૦।।
સુંદર ભક્ત છે સોની ઝવેર, ઠાર મોરાર વસૈયે ઘર ।
કણબી ભક્ત છે જેસંગભાઇ, રૂગનાથદાસ સુખબાઇ ।।૧૧।। બાપુ ધીરો કાશી ને દેસાઇ, વસે ભક્ત નવાગામ માંઇ ।
ભક્ત કણબી કહીએ કાકુજી, મકન મોહન દાજી બાપુજી ।।૧૨।। વ્રજભાઇ હરિભાઇ જાણો, દ્યાળજી મોરારજી પ્રમાણો ।
દ્વિજ પ્રભુરામ વેણીરામ, લુવાર રઘો રહે ગામડી ગામ ।।૧૩।। કણબી ભક્ત છે ભવાનીદાસ, અમથાભાઇનો ચોસરે વાસ ।
હરિજન રૂપો હરિચંદ, રહે હીરાપર ભજે ગોવિંદ ।।૧૪।। દ્વિજભક્ત કહીએ સદોભાઇ, કાજુ ભક્ત એ કનેજમાંઇ ।
કણબી ભક્ત છે દેવજી નામે, ઠાર જગો નેનપર ગામે ।।૧૫।। કોળી ભક્ત કહીએ ઉકો નામ, ભજે હરિ રહે વિરોલ્ય ગામ ।
મોટા ભક્ત છે મેમદાવાદ, ભજ્યા હરિ ને તજી ઉપાદ ।।૧૬।। દ્વિજ ભક્ત કહીએ ધનેશ્વર, દુર્લભરામ ને ભક્ત બેચર ।
ભટ અમથો ને અંબારામ, નિરભેરામ નારણજી નામ ।।૧૭।। હરિ પ્રભુજી ને પીતાંબર, વિશ્વનાથ ને શિવશંકર ।
ભક્ત અનુપરામ નાગર, જન મોરારજી ઉજાગર ।।૧૮।।
વ્યાસ મોતી આદિ દઇ ભાઇ, હવે કહું હરિજન બાઇ ।
હરિભક્ત જેઠી રળિયાત, સુખબાને સમજાણી વાત ।।૧૯।। અમૃત અવલ ને શિવબાઇ, ભલાં ભક્ત એ બ્રાહ્મણમાંઇ ।
એહ મેમદાવાદમાં રહે, મુખે સ્વામિનારાયણ કહે ।।૨૦।। કણબી ભક્ત કહીેએ લાલદાસ, ભજે રાયજી શ્રીઅવિનાશ ।
હરિજન એક રામબાઇ, ક્ષત્રિભક્ત છે સારજીભાઇ ।।૨૧।। એહ આદિ બાઇ ભાઇ જેહ, વસે ગામ ખાતરોજે તેહ ।
કણબી ભક્ત પુંજોભાઇ દાજી, રૂડો હરિજન છે રાયજી ।।૨૨।।
૪૭૬ ભક્તચિંતામણ પ્રકરણ ૧૨૧
દ્વિજ દેવરામ બાપુભાઇ, વાંઠવાળી ગુલાબ ગુંસાઇ ।
કોળીભક્ત છે વસતો નામ, કાજુ ભક્ત વસે કુણે ગામ ।।૨૩।। દ્વિજભક્ત અંબા રળીયાત, ભજે હરિ તજી જગવાત ।
કોળી ભક્ત ગલોભાઇ કહીએ, એહ ભક્ત ઘોડાસર લહીએ ।।૨૪।। ખાંટ ભક્ત ભગુજી ભણિયે, ધનો ઘેલો ને જાલ્યમ ગણિયે ।
ઝાલા આદિ જન નિરમળ, એક ભક્ત વસતો રાવળ ।।૨૫।। હરિજન એક અદીબાઇ, વસે ગામ હાથરોલીમાંઇ ।
કણબી ભક્ત કાશીદાસ કહીએ, ભક્ત ભાઇજી વસે પિઠૈએ ।।૨૬।। દ્વિજ નારણજી સદોભાઇ, બાઇ ધનબાઇ રાજબાઇ ।
એહ આદિ બીજાં બાઇ ભાઇ, વસે ગામ કઠલાલ્યમાંઇ ।।૨૭।। દ્વિજભક્ત છે નિરભેરામ, કુબેરભાઇ શંકર નામ ।
હરિજન એક કંકુબાઇ, કણબી ભક્ત શંભુ જીવોભાઇ ।।૨૮।। એહાદિ જન રહે આંતરોળી, કરે ભક્તિ પ્રભુજીની બહોળી ।
કણબી ભક્ત ભગવાનદાસ, પ્રભુદાસ ભજે અવિનાશ ।।૨૯।। ભક્ત એક દયાળજી નામે, જન વસે ચિખલોર ગામે ।
દ્વિજભક્ત શિવજી સુંદર, હરિજન ગોપાળ બેચર ।।૩૦।। એક દ્વિજ છે અમૃતબાઇ, એહ જન કપડવન માંઇ ।
દ્વિજ અમૂલખ હરિજન, વસે દેવોદ્ય ગામે પાવન ।।૩૧।। કણબી ભક્ત કહીએ કાશીદાસ, લખીયે લુણાવાડામાં વાસ ।
દ્વિજભક્ત છે ખુશાલ નામ, જન હરિભાઇ અભેરામ ।।૩૨।। એહ આદિ કહીએ બહુ જન, વસે વાડાસિંદોરે પાવન ।
હરિભક્ત અવલ વણિક, બાઇ રાયકુંવર છે એક ।।૩૩।। એહાદિ હરિજન સુંદર, ભજે હરિ રહે વીરપર ।
દ્વિજભક્ત છે વાલજીભાઇ, કોળી હરિજન મોંઘીબાઇ ।।૩૪।। એહઆદિ જન બાઇ ભાઇ, વસે સતસંગી સુથમાંઇ ।
કણબી ભક્ત કુબેરજી કહીએ, કડવો ગામ ગોઠવમાં લહીએ ।।૩૫।। ભક્ત સુતાર ગોવિંદ જાણો, વૈશ્ય જાતિ વાલજી પ્રમાણો ।
પ્રકરણ
કકકક
૧૨૧
ભક્તચિંતામણી
૪૭૭
એહઆદિ બાઇ ભાઇ બહુ, વસે ગામ રામપરે સહુ ।।૩૬।। દ્વિજભક્ત પીતાંબર કહીએ, કણબી ખુશાલ તુલસી લહીએ ।
કુબેર ને હિમો ભાવસાર, રહે હીરાપર ગામ મોઝાર ।।૩૭।।
સતસંગી એક સતવારો, હરિભક્ત કાશીરામ સારો ।
દ્વિજ હરિજન રૂપબાઇ, રહે જન એ ગોધરામાંહી ।।૩૮।। ભક્ત ઉમરેઠે અતિ સારા, પ્રેમીજન પ્રભુજીને પ્યારા ।
દ્વિજ રૂપરામ નિરભેરામ, નંદુ નંદલાલ દોય નામ ।।૩૯।।
માધવજી ને મલકાર્જુન, કાશીરામ કૃપાશંકર જન ।
લક્ષ્મીદત્ત વળી લીલાધર, ભક્ત હરિભાઇ ને ઇશ્વર ।।૪૦।।
ગંગાદત્ત વિષ્ણુદત્ત ભાઇ, દયારામ કહું હવે બાઇ ।
માનબાઇ દાનબાઇ જેહ, નાથબાઇ મુળીબાઇ તેહ ।।૪૧।। એહઆદિ જન બાઇ ભાઇ, વસે ગામ ઉમરેઠમાંઇ ।
કણબી ગલોભાઇ ગોપાળ નામે, ભજે હરિ રહે ઓડ ગામે ।।૪૨।। દ્વિજભક્ત કુબેરજી ભલો, ભજે હરિ ડાકોરે એકલો ।
હરિજન દ્વિજ દેવબાઇ, વસે ગામ પલાસણામાંઇ ।।૪૩।।
મૈયારામ રૂગનાથદાસ, વસે મહિસે ભક્ત વિયાસ ।
ક્ષત્રિભક્ત ગલુજી મેલોજી, જેસંગભાયે લીધા હરિ ભજી ।।૪૪।। કણબી ભૂધરદાસ રાયજી, પ્રભુદાસે આશા જુઠી તજી ।
દ્વિજ નારણ આણંદરામ, બાઇ અંબા હરિજન નામ ।।૪૫।। ક્ષત્રિ જીજીબા ને સુખબાઇ, એહ જન ડડુસરમાંઇ ।
દ્વિજભક્ત રૂગનાથ નામ, મહેશ્વર ને મનછારામ ।।૪૬।।
મૈયારામ કહીએ કાળીદાસ, રાયજી ને ગિરધર વ્યાસ ।
અંબા અવલ ને સુખબાઇ, પ્રીત રતનને પ્રભુમાંઇ ।।૪૭।। ક્ષત્રિ ધર્મો ભક્ત છે અવલ, કણબી હરખો વસે વડથલ ।
દ્વિજ હરખજી જેઠો જન, વસે ગામ કેસરે પાવન ।।૪૮।। કણબી ભક્ત કહીએ વેણીદાસ, જન જેઠો બીજોદરે વાસ ।
ક્ષત્રિભક્ત અજુભાઇ કહીએ, કાળાભાઇ આદિ જન લહીએ ।।૪૯।।
૪૭૮ ભક્તચિંતામણ પ્રકરણ ૧૨૧
કણબી ભક્ત છે રાયજી નામે, એહઆદિ છે હરેરે ગામે ।
કણબી ભક્ત ભગવાનભાઇ, ભૂધરદાસ હાથરોલીમાંઇ ।।૫૦।। હરિજન દ્વિજ કહીએ કલો, વસે ભક્ત દેગામે એકલો ।
ધન્ય ધન્ય ડભાણના જન, જીયાં મહારાજે કર્યા જગન ।।૫૧।। અતિ ભાવે ભર્યાં નરનાર, જેના પ્રેમતણો નહિ પાર ।
પટેલ વિષ્ણુદાસ હરિશરણ, રુગનાથ બે રાયજી ત્રણ ।।૫૨।।
પ્રાગદાસ શવદાસ રામ, કાનદાસ નારણદાસ નામ ।
ગોવિંદજી આદિદઇ ભાઇઓ, અવલ બોનાં ત્રણ દત્ત બાઇયો ।।૫૩।। દ્વિજ ભક્ત કહીએ મયારામ, કુબેરજી પ્રભુરામ નામ ।
નિરભેરામ ગોવિંદ પ્રેમદત્ત, હરિકૃષ્ણ કશલજી ભક્ત ।।૫૪।। બાઇ શિવ આદિત અમુલ, નવલ ગુલાલ સાકર ફુલ ।
એહાદિ દ્વિજ બાઇયો પાવન, કોળી વખતો છે હરિજન ।।૫૫।। શુદ્રભક્ત કાળો એક કહીએ, એહાદિ જન ડભાણ લહીએ ।
પટેલ ભક્ત ભગવાનદાસ, જાદવ ઝવેરી જગથી ઉદાસ ।।૫૬।। કાનદાસ ને દ્વિજ મોરાર, એહાદિ જન પીજ મોઝાર ।
કોળી ભક્ત એક જાગો નામ, ભજે હરિ રહે ટુંડેલ્ય ગામ ।।૫૭।।
પટેલ ભક્ત રૂગનાથ જોડ, કાનજી રવજી રણછોડ ।
ભક્ત નરોત્તમ વેરીદાસ, એહ જન ડુમરાળે વાસ ।।૫૮।।
પટેલ રાયજી કુબેર કહીએ, રણછોડ બાપુજી બે લહીએ ।
વસનદાસ કૃષ્ણદાસ જાણો, વસતો દલોભાઇ પ્રમાણો ।।૫૯।। ક્ષત્રિ લાલ એક હરિજન, વસે પિપલગે તે પાવન ।
દ્વિજ મોહનરામ નરોત્તમ, દ્વિજ ગંગારામ છે ઉત્તમ ।।૬૦।। દ્વિજ કંકુ આદિત અચરત, માનકુંવર છે હરિભક્ત ।
કડિયા ભક્ત છે કેવળરામ, એહાદિ જન નડિયાદ ગામ ।।૬૧।। કણબી ભક્ત એક કાળીદાસ, રહે ગામ અલિંદરે વાસ ।
દ્વિજ ભક્ત પ્રભુરામ નામે, ભજે હરિ રહે સલુણગામે ।।૬૨।। એહઆદિ જન અગણિત, સર્વે જનને સ્વામીશું પ્રીત ।
પ્રકરણ
કકકક
૧૨૨
ભક્તચિંતામણી
૪૭૯
ધર્મ નિયમ ધારી નરનાર, ન લખાય છે અપરમપાર ।।૬૩।।
પૂર્વછાયો- જુગોજુગના જનથી, અગણિત ઓધાર્યા આજ ।
તેને તે ગણિત લખતાં, નાવે કોઇ કવિને થાહાજ ।।૬૪।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે ગુર્જરદેશના હરિજનનાં
નામ કહ્યાં એ નામે એકસો ને એકવિશમું પ્રકરણમ્ ।।૧૨૧।
પૂર્વછાયો- ચવું જન ચડોતરનાં, જેનાં ઉજ્જવળ અંતઃકરણ । તન મન ધન અર્પણ કરી, થયાં સ્વામી શ્રીજીને શરણ ।।૧।। ભાવ ભક્તિ ઉરે અતિ, એક મનાં નર ને નાર ।
પુરુષોત્તમ પ્રકટ સ્પર્શિ, ઉતર્યા ભવપાર ।।૨।।
જેને એક હરિનો આશરો, તેહ વિના બીજું હરામ ।
એવા જન પાવનનાં, હવે લખું કાંયેક નામ ।।૩।।
ચોપાઇ- વંદુ વરતાલનાં હરિજન, અતિ પવિત્ર પરમ પાવન । જીયાં હરિએ કરી બહુ લીલા, લઇ સંત સતસંગી ભેળા ।।૪।।
પટેલ ભક્ત મોટેરા બાપુજી, રણછોડે લીધા હરિ ભજી ।
બેચર દાજી ને જેસંગભાઇ, મુળજી ને રાયજી કહેવાઇ ।।૫।। દો ભાઇજી દાદોભાઇ કહીએ, જોરો નરશી નરોત્તમ લહીએ । કાનદાસ ડુંગર ને દલો, શામળ હરિ ધોરી મીઠો ભલો ।।૬।।
લાલદાસ આદિ હરિજન, પટેલ વાલુ કંકુબા પાવન ।
દ્વિજ વનમાળી હરિદાસ, બા અવલને પ્રભુની આશ ।।૭।।
નક્કી ભક્ત નારણગર બાવો, જેણે કર્યો કુળનો અભાવો ।
પ્રેમી ભક્ત પગી ધન્ય ધન્ય, જનમાં શિરોમણિ જોબન ।।૮।।
સુંદર ખોડો જુસોને વખતો, જગો ભવાન જખતો હમતો । ઉજમ અમરા આદિ કોળીભાઇ, જન એક રળિયાત બાઇ ।।૯।। રઘો બેચર વાસણ ઠાર, બાઇ કંકુયે તજ્યો સંસાર ।
ઠક્કર ઉકા આદિ બહુ કહીએ, શૂદ્ર શવાદિ વરતાલે લહીએ ।।૧૦।। કોળી ભક્ત તખો આસકરણ, જેઠો બાદર હરિને શરણ ।
૪૮૦ ભક્તચિંતામણ પ્રકરણ ૧૨૨
ઝાલો જાલ્યમભક્ત ભાઇજી, જગ આશ આસજીયે તજી ।।૧૧।।
માનબા જીતબા હરિજન, નવલબા પ્રાણબા પાવન ।
એહઆદિ જન બહુ કહીએ, વસે ભક્ત એ બામણોલીયે ।।૧૨।। જાંજુંબા લિબુંબા નાનીબાઇ, રહે પરે બામણોલીમાંઇ ।
પટેલ ભક્ત કુબેર મુળજી, જીજી બાજી પુંજો ને રામજી ।।૧૩।। ધર્મદાસ ગોપાળ ગણીએ, બાઇ રળિયાત નાથી ભણીએ ।
ભક્ત ભાઇબા ધુનો ગઢવી, કંકુ મધુબાને ભક્તિ હવી ।।૧૪।। દ્વિજ ભક્ત એક ઇચ્છારામ, એહાદિજન નરસંડે ગામ ।
પટેલ ભક્ત નરહરભાઇ, હરિજન છે બેચર નાઇ ।।૧૫।। એહઆદિ બીજાં જન બહુ, વસે ગામ ઉતરસંડે સહુ ।
પટેલ ભક્ત કાળીદાસ નામ, ભજે હરિ અલંદરે ગામ ।।૧૬।। દ્વિજ ભક્ત કહીએ તે ઇશ્વર, પ્રેમી જન વળી પીતાંબર ।
વેણી લક્ષ્મી લટકણબાઇ, પાટીદાર રૂડા અજુભાઇ ।।૧૭।। ભાટ બળિયો જાલમ ધર્મદાસ, ભાવસંગનો મુમધે વાસ ।
ક્ષત્રિ ભક્ત છે રૂડા રામોજી, પટેલમાં ભક્ત દાસ ખોજી ।।૧૮।।
લાલદાસ ને ઇશ્વરદાસ, પ્રભુદાસ રઘે તજી કાશ ।
દ્વિજ ભક્ત બાપુભાઇ નામ, સદાશિવ ને નિરભેરામ ।।૧૯।। રૂડો ભક્ત કહીએ રામો નાઇ, એહાદિ જન કણઝરીમાંઇ ।
કોળી ભક્ત વખતો વખાણું, વાલો દાજી હરિજન જાણું ।।૨૦।।
પટેલ ભક્ત છે થોભણદાસ, એહનો સામરખામાં વાસ ।
દ્વિજભક્ત દિનકર નામ, સદાશિવ ને લક્ષમીરામ ।।૨૧।। દુર્લભરામ ને દેવશંકર, કણબી ભક્ત હરજી સુંદર ।
હરિજન એક દત્તબાઇ, એહ આદિ તે આણંદમાંઇ ।।૨૨।। ભક્ત કાછિયો નામ વસન, વસે બાકરોલીએ હરિજન ।
પટેલ ભક્ત લાલદાસ લહીએ, જોરો રંગનાથ નામ કહીએ ।।૨૩।।
પ્રભુદાસ શંભુદાસ સોઇ, ઠાર ધનજી સમ નહિ કોઇ ।
એહઆદિ બીજાં બહુ જન, વસે ગામ ગાનામાં પાવન ।।૨૪।।
પ્રકરણ
કકકક
૧૨૨
ભક્તચિંતામણી
૪૮૧
પટેલ ભક્ત રામદાસ જેહ, હરિજન પ્રભુદાસ તેહ ।
કોળી ભક્ત હેમતો ખુશાલો, હરિભક્ત જાણો વળી ઝાલો ।।૨૫।। ભક્ત સુતાર છે પ્રભુદાસ, એહાદિ જનનો જોળે વાસ ।
પટેલ ભક્ત છે ગરીબદાસ, દાજી મનોહર રહે પાસ ।।૨૬।। કોળી ભક્ત ઉકો ને ઉજમ, ઝુમો ભક્ત ભજે પરબ્રહ્મ ।
હરિજન દ્વિજ વજેરામ, રળિયાત રહે સંજાયે ગામ ।।૨૭।।
પટેલ ભક્ત ગોવિંદજી જાણો, ગોપાળજી ગણેશ પ્રમાણો ।
કોળી ઝુમો ભીખો ભગત ભલે, શૂદ્ર ખોજીદાસ આખડોલે ।।૨૮।। કોળી ભક્ત થોભણ બેચર, વસે વલોટવે ભક્ત સુંદર ।
દ્વિજ દાજીની ભક્તિ છે ખરી, વસે બાંધણીયે ભજે હરિ ।।૨૯।।
પટેલ ભક્ત અજુજી સુંદર, ખુશાલ કાનજી મનોહર ।
જીજી જેસંગ ને પુંજો લહીએ, સોની પીતાંબર વેણી કહીએ ।।૩૦।। ભક્ત માણ્યકબાઇ સુતાર, એહ ભક્ત મેળાવ્ય મોજાર ।
ભાટ ભક્ત નથુ લખો જોડ, ફુલો તકતો રામો રણછોડ ।।૩૧।।
પટેલ રઘો ગોકળ શિધર, ભક્ત ખતરી જીવો સુંદર ।
ભક્ત ભાટ એક જસબાઇ, એહઆદિ જન ચાંગામાંઇ ।।૩૨।।
પટેલ ભક્ત પ્રભુદાસ કહીએ, ઓધવ કાનદાસ આદિ લહીએ ।
વસે ગામ રોયણે એ જન, કરે સ્વામી શ્રીજીનું ભજન ।।૩૩।। દ્વિજ ભક્ત વાલોભાઇ નામ, ઇચ્છારામ દાદો મયારામ ।
ભક્ત ભવાની શંકર જાણો, રૂડા રામશંકર વખાણો ।।૩૪।। રૂડાં બાઇ જમનાં જતન, એહ આદિ દ્વિજ હરિજન ।
પટેલ ભક્ત વાલોભાઇ કહીએ, જગો વજેસંગ તુલસી લહીએ ।।૩૫।। ધોરી ખોડો જીજી ને હાંસજી, રણછોડ ગોકળ રાયજી ।
ઠક્કર કૃષ્ણ કાછિયો ભુખણ, શિવો ગઢવી ગાય હરિગુણ ।।૩૬।। શા ઝવેર પ્રભુદાસ કડીયો, જેને સતસંગ જીવશું જડીયો ।
એહઆદિ બહુ બાઇ ભાઇ, વસે ભક્ત વસો ગામમાંઇ ।।૩૭।।
પટેલ ભક્ત છે રાયજી નામે, કાળીદાસ રહે પલાણે ગામે ।
૪૮૨ ભક્તચિંતામણ પ્રકરણ ૧૨૨
પટેલ ભક્ત રૂડો રામદાસ, ધર્મદાસ ભજે અવિનાશ ।।૩૮।। દ્વિજભક્ત મોટા માણ્યકજી, રઘવાણે લુહાર ભાઇજી ।
ભક્ત ભાવસાર પ્રેમચંદ, પીતાંબર લાલદાસાદિ વૃંદ ।।૩૯।।
મોટાં ભક્ત માનકુંવરબાઇ, ખરા હરિજન ખેડામાંઇ ।
સોની ભક્ત છે ગિરધર નામ, માતરે દ્વિજ ઉત્તમરામ ।।૪૦।।
પટેલ ભક્ત વાસણ ધર્મદાસ, હરિભાઇને હરિની આશ ।
દ્વિજ ભક્ત છે અનુપરામ, એહ જન અલિંદરે ગામ ।।૪૧।।
પટેલ ભક્ત જીવણદાસ જેહ, વસે ગામ હિરંજમાં તેહ ।
ક્ષત્રિભક્ત છે ભીમજી નામ, વાસણજી વસે દેવગામ ।।૪૨।। દ્વિજ ભવાનીશંકર નામ, પ્રભાશંકર કેશવરામ ।
તુલજારામ દયારામ દાજી, જન ખુશાલાદિ મન રાજી ।।૪૩।। હરિજન હેતબાઇ જીજી, કોળી ભક્ત છે નામ બોનજી ।
પટેલ ભક્ત કહીએ લાલોજી, જીભાઇ વ્રજભાઇ નાથજી ।।૪૪।। ગિરધર બેચર છે નામ, સુતાર કલ્યાણ ગંગારામ ।
સોની ગોપાળ આદિ હરિજન, વસે પિપળાવ્યમાં પાવન ।।૪૫।।
પટેલ ભક્ત રાયજી કાવે, એકલો જન રહે ઇસણાવે ।
પટેલ ભક્ત ગોવિંદજી નામ, દ્વિજ પુરુષોત્તમ ઉત્તમરામ ।।૪૬।। હરિજન દ્વિજ હર્ખબાઇ, પ્રેમીજન એ પાળજમાંઇ ।
રૂડો ભક્ત છે રહીમ શેખ, ભક્ત સુતાર અમથો એક ।।૪૭।। વૈશ્ય વલ્લભ જીવો લુવાર, ખરો ભક્ત ખતરી મોરાર ।
બહુ હરિજન એહ આદ્યે, વસે ભક્ત પ્રેમી પેટલાદે ।।૪૮।।
પટેલ ભક્ત રૂગનાથ કહીએ, કાળીદાસ ને કુબેર લહીએ ।
એહઆદિ ભક્ત બાઇ ભાઇ, વસે ગામ સુંદરિયાણામાંઇ ।।૪૯।।
પટેલ ભક્ત કાશીદાસ સારો, રામદાસ પ્રભુજીને પ્યારો ।
વેરીભાઇ કાછિયો કહેવાય, એહ જન બોચાસણ માંય ।।૫૦।।
પટેલ પ્રભુદાસ નિરમળ, ભક્ત રામદાસ અવિચળ ।
હાથી ઉત્તમ ને કાળીદાસ, એહ જનનો વેરામાં વાસ ।।૫૧।।
પ્રકરણ
કકકક
૧૨૨
ભક્તચિંતામણી
૪૮૩
પટેલ મુળજી થોભણ ભણીએ, નરસી હરિ વેણીદાસ ગણીએ ।
દેવબાઇને ભાવ છે ભલો, કોળી રંગબાઇ ભાઇ ગલો ।।૫૨।। રાઠોડ એક ભક્ત રાજબાઇ, એહઆદિ વસે દદરડામાંઇ ।
પટેલ ભક્ત લાલદાસભાઇ, જાદવ વળી વિઠલનાઇ ।।૫૩।। કોળી ભક્ત તે હિમતો કહીએ, એહઆદિ બોરસદે લહીએ ।
પટેલ ભક્ત જેઠોભાઇ જાણો, ખોડો ગુમાન કોળી પ્રમાણો ।।૫૪।। એહઆદિ છે જન અવલ, દાસ સ્વામીના વસે દાવલ ।
પટેલ ભક્ત છે બેચરદાસ, એહ દાસનો બોદાલે વાસ ।।૫૫।। ભક્ત પટેલ નામ બાપુજી, રહે જોશીકુવે કુસંગ તજી ।
દ્વિજભક્ત નારણજી જેરામ, જન જીવી ઉકલાવ્ય ગામ ।।૫૬।।
પટેલ ભક્ત છે બાપુજી સારો, વસે વાસદે પ્રભુને પ્યારો ।
ભક્ત સુતાર દ્યાળજી કહીએ, મીઠો ભગવાન ભક્ત લહીએ ।।૫૭।। કોળીભક્ત દાદોભાઇ જાણો, હરિભાઇ ભગુજી પ્રમાણો ।
હરિજન કહીએ જોરોભાઇ, એહાદિ જન ચમારામાંઇ ।।૫૮।।
પટેલ ભક્ત રણછોડદાસ, બાપુજીયે તજી જગઆશ ।
વેરીદાસ પ્રાગદાસ દલો, હરિ ડુંગર વસતો ભલો ।।૫૯।। દ્વિજ ભક્ત ખોડો કુશલરામ, ભજ્યા બેચરે સુંદર શ્યામ ।
ભક્ત ભાટ કેશર નિદાન, રૂગનાથ મોટભા ગુમાન ।।૬૦।। ભક્ત લુવાર છે વણારશી, જેને હૈયે રહ્યા હરિ વસી ।
કોળી ભક્ત જગન્નાથ ધીર, ભક્ત ભગવાનદાસ હમીર ।।૬૧।। હરિજન છે બાઇ ખુશાલી, જેને ભક્તિ હરિની છે વાલી ।
એહઆદિ બીજા બાઇ ભાઇ, વસે ભક્ત બામણગામ માંઇ ।।૬૨।।
પૂર્વછાયો- અપરિમાણનું પરમાણ નહિ, અકળ કળે નહિ કોય । એમ હરિજન આજનાં, નાવે સંખ્યામાં સોય ।।૬૩।। કહિ કહિ કહીએ કેટલાં, છે આજ અલેખે વાત ।
કવિની પહોચ્ય ક્યાં લગી, ભરવી આભશું બાથ ।।૬૪।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
૪૮૪ ભક્તચિંતામણ પ્રકરણ ૧૨૩
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે ચડોતરદેશના
હરિજનનાં નામ કહ્યાં એ નામે એકસો ને બાવીશમું પ્રકરણમ્ ।।૧૨૨।।
પૂર્વછાયો- બહુ ભક્ત બારાંમધ્યે, જન જાણે સરવે રીત ।
સત્ય અસત્યને ઓળખી, કરી પુરુષોત્તમશું પ્રીત ।।૧।। એવા જન અમળનાં, કરું કાંયક નામ ઉચ્ચાર ।
સુણતામાં સુખ ઉપજે, સહુ સાંભળજ્યો કરી પ્યાર ।।૨।।
ચોપાઇ- ધન્ય ક્ષત્રિભક્ત જીજીભાઇ, જેની પ્રીત અતિ પ્રભુમાંઇ । ભક્ત પુંજોજી અમરસિંગ, વિસાભાઇને હરિનો રંગ ।।૩।। અભેરાજ મોડજી રૂપોજી, અલુભાઇ અમરશી ખોડોજી ।
કણબી ભક્ત છે ઉત્તમરામ, સખીદાસ થોભણદાસ નામ ।।૪।। દાજી આદિ બીજા બહુ જન, ગામ ગુડેલે કરે ભજન ।
દ્વિજભક્ત રૂપો નરભેરામ, ભાટ ધનુ રહે ખંભાત ગામ ।।૫।। ક્ષત્રિભક્ત પથો બનેસંગ, કાન મોટભાને સતસંગ ।
એહાદિ જન આખોલ્યમાંઇ, તામસામાં ક્ષત્રિ હઠીભાઇ ।।૬।। ભાટ ભક્ત મુળજી ને જીજી, ભજે હરિને ભાવે ભાઇજી ।
ક્ષત્રિભક્ત જીભાઇજી નામ, એહાદિ જન રહે વડગામ ।।૭।। ક્ષત્રિભક્ત દેવોભાઇ કહીએ, એહ ગામ પાનડમાં લહીએ ।
હરિભક્ત ત્રિકમ સુતાર, રહે તે ગામ રોણી મોઝાર ।।૮।। ક્ષત્રિભક્ત કાંધોજી પુંજોજી, કણબી પ્રભુદાસે કાશ તજી ।
હરિજન એક રામબાઇ, એહાદિ જન ગોરાડમાંઇ ।।૯।। કોળી ભક્ત કહીએ માલબાઇ, અણદી જશુબા ક્ષત્રિમાંઇ ।
એહાદિ જન જીજકે ગામ, ભજી હરિ કર્યું નિજકામ ।।૧૦।। દેવજાતિ છે ભક્ત ભાઇજી, વસે મૈયારીયે મોહ તજી ।
કણબી ભક્ત કહીએ રામદાસ, આણંદ ગોકળી વરસડે વાસ ।।૧૧।। ક્ષત્રિભક્ત નાજોજી કરણ, હઠીભાઇ હરિને શરણ ।
કણબી દાજી દ્યાળ તાપીદાસ, એહાદિ જન ગળિયાણે વાસ ।।૧૨।। કણબી ભક્ત નારાયણ નામ, ભજે હરિ ચિત્રવાડે ગામ ।
પ્રકરણ
કકકક
૧૨૩
ભક્તચિંતામણી
૪૮૫
ક્ષત્રિ ગગો જેસંગ ભગત, દુધારીમાં ભજે ભગવંત ।।૧૩।। ક્ષત્રિભક્ત રામોભાઇ કહીએ, નક્કી ભક્ત રહે ગામ નભોએ ।
ભાટ હરિભાઇ હરિશરણ, કણબી ભક્ત રહે ખડે નારણ ।।૧૪।। દ્વિજ ભક્ત કહીએ કાશીરામ, એહાદિ જન લિંબાશી ગામ ।
કણબી ભક્ત જેરામાદિ જન, વસે ગામ આડેવે પાવન ।।૧૫।। ક્ષત્રિ ભક્ત કહીએ ભગવાન, વસે ગામ સાયલે નિદાન ।
ભક્ત સુતાર નારાયણ નામ, એહાદિ જન બામણગામ ।।૧૬।। ભાટ ભક્ત જેઠોભાઇ જાણો, એહાદિ પરિયજે પ્રમાણો ।
ભક્ત ભાટ જગરૂપ જેઠો, લક્ષમણ લાભ લઇ બેઠો ।।૧૭।।
પટેલ ભક્ત બાપુ ગિરધર, એહાદિ સિંજીવાડે સુંદર ।
પટેલ ત્રિકમ ગોકળ લખોભાઇ, ભક્ત ગોપાળ ને ગલો નાઇ ।।૧૮।।
નાઇ ભક્ત રૂપાં ને જોઇતી, રહે સોજીતરામાં શુભમતિ ।
ભક્ત ભાટ છે એક જસુજી, રામદાસ ગુલાબ મુળજી ।।૧૯।।
પટેલ ભક્ત નારણદાસભાઇ, વસે ગામ તારાપુરમાંઇ ।
ભક્ત ગઢવી ગોકળદાસ, કણબી હરિદાસ પ્રભુ પાસ ।।૨૦।। વિઠ્ઠલજી ભાટ મોટભાઇ, ઠક્કર રણછોડ અમરો કેવાઇ ।
એહઆદિ બીજા બહુ જન, વસે ગામ મોરજે પાવન ।।૨૧।। ક્ષત્રિ હરિભક્ત છે હઠીજી, ખોડોભાઇ કહીએ કલ્યાણજી ।
એહઆદિ બહુ જન લીજે, વસે ભક્ત એ ગામ બુધેજે ।।૨૨।। કોળીભક્ત ઉંટવાળામાંઇ, જોયતા સુતા ઉમેદબાઇ ।
પટેલ ભક્ત કાળીદાસ દોય, પ્રભુદાસ ગામ નારે સોય ।।૨૩।। ક્ષત્રિભક્ત ભગવાન નામ, અવલબાઇ રહે રોણજ ગામ ।
શેઠ વજા આદિ બહુ ભાઇ, વસે ગામ રામોલડીમાંઇ ।।૨૪।। ભક્ત ભાટ બળિયો છે નામે, એહાદિ જન જલસિણ ગામે ।
ભક્ત લુવાર રામજી આદે, વસે જન હરિના જલોદે ।।૨૫।। કોળી ભક્ત પ્રતાપ હમીર, રહે ગામ ખડોદીમાં ધીર ।
કણબી ભક્ત હરિભાઇ કહીએ, ધોરીભાઇ આદિ જન લહીએ ।।૨૬।।
૪૮૬ ભક્તચિંતામણ પ્રકરણ ૧૨૪
ભજે ભગવાન ભાવ ભલે, બહુ જન વસી વડદલે ।
કણબી ભક્ત જેસંગભાઇ જાણો, ગામ રાસમાંહિ પરમાણો ।।૨૭।। કોળી ભક્ત છે એક રાઇજી, વસે સૈજપુરે ભય તજી ।
કોળી દાજી રતનસિંઘ કહીએ, ચંદ્રસિંઘ રૂપસિંઘ લહીએ ।।૨૮।।
મોટાભાઇ બનેભાઇ દાદો, બાપુજી પુંજોજી ભક્ત આદો ।
ભાટ બળીયો કાળો લુવાર, બદલપુરે એ ભક્ત ઉદાર ।।૨૯।। કોળી ભક્ત છે અજબસિંઘ, હેમસિંઘને હરિનો રંગ ।
ભક્ત જગો ઝાલો ભાવસિંઘ, જન ગલો દેવાણે અનઘ ।।૩૦।। કોળી અવલો જીવણ જાણો, ગોરવે ભક્ત ઓઘો લુવાણો ।
કોળી ભક્ત છે ગંભીરસિંઘ, લાખાજીને વાલો સતસંગ ।।૩૧।। ભક્ત ઉમેદસિંઘ વિરમ, હરિજન હમીર મોકમ ।
એહ આદિ હરિજન જેહ, વસે ગામ શેરડીમાં તેહ ।।૩૨।। કણબી ભક્ત છે મનજી નામે, એહાદિ જન ઝિલોડ ગામે ।
એહઆદિ જન અગણિત, સર્વેને પ્રભુ પ્રકટશું પ્રીત ।૩૩।।
નરનારી એ પ્રકટ ઉપાસી, થયાં બ્રહ્મનગરનાં નિવાસી ।
એવાં જન અપરમપાર, ભજી હરિને તર્યાં સંસાર ।।૩૪।।
પૂર્વછાયો- બાળ જોબન વૃધ્ધને, વડો મન વિશ્વાસ ।
દેહ છુટે દુઃખિયા નહિ, છે બ્રહ્મમહોલમાં વાસ ।।૩૫।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે બારાદેશના હરિજનનાં
નામ કહ્યાં એ નામે એકસો ને ત્રેવીશમું પ્રકરણમ્ ।।૧૨૩।।
પૂર્વછાયો- વડા ભક્ત વાકળમાં, અતિ મહાત્મી મન ઉદાર ।
હરિ હરિજન ઉપરે, જેના પ્રેમનો નહિ પાર ।।૧।।
મન કર્મ વચને કરી, હરિભક્તિ ઉપર ભાવ ।
તન મન ધન વડે, સંત સેવવા ઉચ્છાવ ।।૨।।
જેવા જન વાકળના, તેવા જ કાનમમાંઇ ।
વિશવાસી વિકાર વિના, કપટ છળ નહી કાંઇ ।।૩।।
પ્રકરણ
કકકક
૧૨૪
ભક્તચિંતામણી
૪૮૭
સદા એ જન સુખીયા, જેને પ્રકટ પ્રભુશું પ્રીત ।
એવા જન અમળનાં, હવે લખું નામ કિંચિત ।।૪।।
ચોપાઇ- વડાભક્ત વડોદરામાંઇ, જેને અતિહેત હરિમાંઇ । કણબી ભક્ત કહીએ વનમાળી, જેણે બીક જગતની ટાળી ।।૫।।
નાથજી ને વળી વનમાળી, પ્રભુદાસની ભાવના ભાળી ।
ભગવાનદાસ ને કેસુર, પીતાંબર ભુખણ જરૂર ।।૬।। જગ જીવનને નારાયણ, પ્રભુ પુરુષોત્તમ ઘેલો જાણ ।
એહઆદિ કણબી અપાર, ભજે નારાયણ નરનાર ।।૭।। દ્વિજભક્ત નાનોભાઇ નામ, ભજે હરિ તજી મનકામ ।
રામચંદ્ર હરિચંદ્ર ભાઇ, શોભારામ કહીએ શાસ્ત્રીમાંઇ ।।૮।। બાપુ જેઠો ને વ્રજજીવન, ભક્ત બ્રાહ્મણમાં ધન્ય ધન્ય ।
સદાશિવ ધનેશ્વર નામ, ભક્ત ખુશાલ લક્ષમીરામ ।।૯।। એહ આદિ દ્વિજ અપ્રમિત, સરવેને શ્રીસ્વામીશું પ્રીત ।
શેઠ પ્રભુદાસ હરજીવન, બાપુભાઇ પ્રેમાનંદ જન ।।૧૦।। વૃદાવન ગંગાદાસ વણિક, ભજ્યા હરિ તે કરી વિવેક ।
કાછિયો પુરુષોત્તમ જન, જેણે નિજકુળ કર્યું પાવન ।।૧૧।। ખુશાલ ભાઇજી રણછોડ, હરિ જેરામ ઇશ્વર જોડ ।
પ્રેમીભક્ત છે વામનજી ભાઇ, એહઆદિ છે કાછિયામાંઇ ।।૧૨।। જન તંબોળી છે નાનબાઇ, તેના સુત નારાયણભાઇ ।
દક્ષણી ભક્ત નારાયણ રાઓ, ઢંઢુરાઓનો ઢળિયો દાવો ।।૧૩।। ચિમનરાઓ પ્રભુ દ્વિજ એક, જાણે સાર અસાર વિવેક ।
દક્ષણી ભક્ત છે અંબાબાઇ, દ્વિજ દક્ષણી દાજીબાભાઇ ।।૧૪।। શિલાટ ફતોજી તારાચંદ, મોતી હિરજી ને અમીચંદ ।
ખત્રિભક્ત નથુ અંબારામ, પુરુષોત્તમ દયારામ જેરામ ।।૧૫।।
નંદલાલ તારાચંદ નામ, ભક્ત સોની સારો ગંગારામ ।
ભક્ત સુતાર છે ધર્મદાસ, જેને પ્રભુનો છે વિશવાસ ।।૧૬।। ભક્ત લુવાર મુળજી નામ, હરિજન લુવાણો જેરામ ।
૪૮૮ ભક્તચિંતામણ પ્રકરણ ૧૨૪
બેચર આદિ જણસાળી જન, કરે સ્વામી શ્રીજીનું ભજન ।।૧૭।। એહાદિ બહુ બાઇ ભાઇ, વસે શહેર વડોદરામાંઇ ।
જોઇ અનંત પર્ચા ચમત્કાર, રહે મગન મને નરનાર ।।૧૮।। કણબી ભક્ત પ્રાગજી દાજી, વસે ગામ શિશુવેરે રાજી ।
કોળી ભક્ત બાજીભાઇ કહીએ, એહ ગામ આંબોદરે લહીએ ।।૧૯।। કણબી ભક્ત છે માવજીભાઇ, કાજુ જન રહે કપુરાઇ ।
કણબી ભક્ત પ્રભુદાસભાઇ, હરિજન એક લાડુબાઇ ।।૨૦।। ભક્ત મેતર રામો છે નામ, એહ જન વસે છાંણી ગામ ।
કણબી ભક્ત ગણેશજી જાણો, કોળીભક્ત કરાર પ્રમાણો ।।૨૧।। શેઠ ભક્ત મોરારજી ભાઇ, એહાદિ જન સાંકરદામાંઇ ।
કોળીભક્ત કાનજીભાઇ કહીએ, પ્રતાપસિંઘ અણઘડે લહીએ ।।૨૨।। કણબી ભક્ત દયાળજીભાઇ, જાદવ રણછોડ વજો દેસાઇ ।
બાજી ઝવેર પુરુષોત્તમ, બાઇ સાકર ને વળી પ્રેમ ।।૨૩।। કોળી ભક્ત બાજી નારભાઇ, વસે ગામ એ ગોરવામાંઇ ।
કણબી ભક્ત રુગનાથ નામ, જીજી વિઠ્ઠલ લક્ષમીરામ ।।૨૪।। ભક્ત નરહર ને કાશીભાઇ, હરિજન છે રળિયાતબાઇ ।
ભક્ત સુતાર ગિરધર ગણીયે, કોળી જોરો ઉમેદ ભણીયે ।।૨૫।। કૃષ્ણ માળી ને મુળો મેતર, એનાં છે અટલાદરે ઘર ।
પટેલ ભક્ત કહીએ વ્રજભાઇ, ભક્ત અજુભાઇ ને દેસાઇ ।।૨૬।। દાજી ગિરધર ભગવાનદાસ, જોરો રણછોડ જગથી ઉદાસ ।
હરિજન છે ગલાલ બાઇ, મોટીબાની પ્રીત પ્રભુમાંઇ ।।૨૭।। એહઆદિ બાઇ ભાઇ લહીએ, વસે ભક્ત ઘણા કરાલીયે ।
કોળી ભક્ત પ્રતાપ નિદાન, સમિયાળે કણબી ભગવાન ।।૨૮।। કણબી ભક્ત બાજી મોરારજી, વસે ડભાસામાં દંભ તજી ।
કણબી ભક્ત નારાયણ નામે, સારો જન સેજાકુંવે ગામે ।।૨૯।। ક્ષત્રિભક્ત બાપુભાઇ વળી, કણબી લક્ષમણ રહે પિપળી ।
દ્વિજ હરિજન મનોહર, આમળે જન ગૌરીશંકર ।।૩૦।।
પ્રકરણ
કકકક
૧૨૪
ભક્તચિંતામણી
૪૮૯
દ્વિજ રામચંદ્ર ને નાગજી, ત્રિકમજીએ તૃષણા તજી ।
શેઠ ભક્ત છે અંબાવીદાસ, ગિરધરભાઇ ભજે અવિનાશ ।।૩૧।। દાજી ગિરધર કણબી જન, દ્વિજ બાઇ જીવી ને રતન ।
એહઆદિ જન બાઇ ભાઇ, વસે ગામ સરસવણીમાંઇ ।।૩૨।। કણબી બાઇ છે ડાઇ કુંવર, ભજે હરિ રહે વિરપર ।
કણબી ભક્ત ઉધ્ધવ રેવાદાસ, ભવાનીદાસ પ્રભુને પાસ ।।૩૩।।
પુરૂષોત્તમ જીજીભાઇ જન, નરહર ગિરધર પાવન ।
ભક્ત દેવદાસ ને ત્રિકમ, પડી શંકરને સાચી ગમ ।।૩૪।। ભગવાનદાસ વ્રજભાઇ, નારાયણ એક બેઉ ભાઇ ।
દ્વિજ ભક્ત બાપુભાઇ કહીએ, એહાદિ જન ઇંટોલે લહીએ ।।૩૫।। કણબી ભક્ત માધોભાઇ નામે, ભજે હરિ રહે વરણામે ।
કણબી ભક્ત છે ગરીબદાસ, કેશવદાસે તજી જુઠી આશ ।।૩૬।। દ્વિજ ભક્ત કહીએ કાશીરામ, જગજીવન સાપોર ગામ ।
ભક્ત વણિક હરજીવન, ખુશાલ તુલસી હરિજન ।।૩૭।।
નરોત્તમ આદિ છે વણિક, ભક્ત લુવાર બેચર એક ।
એહ આદિ જન જે કહેવાય, વસે ગામ રામનાથ માંય ।।૩૮।। દ્વિજ ભક્ત છે રામશંકર, રતનેશ્વર ભક્ત બેચર ।
કણબી ભક્ત ગિરધર આદે, એહ ભક્ત રહે ગામ સંવાદે ।।૩૯।। દ્વિજભક્ત એક ભગવાન, વસે ગામ સલાડ્યે નિદાન ।
કણબી ખુશાલ ગોવિંદભાઇ, પુરુષોત્તમ મંડાળા માંઇ ।।૪૦।। દ્વિજભક્ત શિવશંકર ભાઇ, ભક્ત કુબેર રહે ગામ પિસાઇ ।
ભક્ત ભગવાન છે કુંભાર, રહે અબીપર ગામ મોઝાર ।।૪૧।। અલોચન ને કેવળ સોઇ, દ્વિજ કરુણાશંકર રહે ડભોઇ ।
કણબી કુબેર મનોહર કહીયે, રૂડા ભક્ત એ વસે વસૈયે ।।૪૨।। દ્વિજભક્ત કહીએ પ્રભુરામ, એહાદિ જન કરધરે ગામ ।
કણબી ભક્ત વેણીદાસ કાવે, એહાદિ જન રહે ઢોલાવ્યે ।।૪૩।। દ્વિજભક્ત છે ભુદેવભાઇ, કહીએ જન એ કુંઠેલામાંઇ ।
૪૯૦ ભક્તચિંતામણ પ્રકરણ ૧૨૪
કણબી ભક્ત મેઘજી જાણો, ગામ પારીખે જન પ્રમાણો ।।૪૪।। દ્વિજ ભક્ત જાદવ હરિભાઇ, છતા ભક્ત છે છતરાલ્યમાંઇ ।
દ્વિજભક્ત છે લક્ષમીરામ, કાજુ ભક્ત રહે કારવણ ગામ ।।૪૫।। કણબી ભક્ત છે રણછોડભાઇ, રાયજી નથુ વેરીભા દેસાઇ ।
ત્રિકમ ભક્ત કહીએ સખીદાસ, એહાદિ જન કરમાલે વાસ ।।૪૬।। કણબી ભક્ત રણછોડ નાનોજી, ભીખો લાલો ને નારણ બાજી ।
ભક્ત બાઇ ભાઇ એહ આદ્યે, ભજે હરિ રહે ઉતરાદ્યે ।।૪૭।। કણબી ભક્ત છે તુલજો તેહ, રહે ગામ દિવેરમાં એહ ।
કણબી ભક્ત પુરુષોત્તમ કહીએ, શેઠ હીરો ને કુબેર લહીએ ।।૪૮।। એહ રહે રણાપુરમાંઇ, ભજે શ્યામસુંદર સુખદાઇ ।
હરિભાઇ કણબી પાવન, વસતો હરખો હરિજન ।।૪૯।। એહાદિ સતસંગીની ટોળી, ભજે હરિ રહે ગામ દેરોળી ।
કણબી ભક્ત કહીએ કાશીદાસ, એહાદિ જન પાણેથે વાસ ।।૫૦।। કણબી ભક્ત જોરોભાઇ જન, પુરુષોત્તમ ભીખો પાવન ।
વળી ભક્ત એક વણારશી, એહ જન રાજપરાવાસી ।।૫૧।। દલો બાજી કેશવ જેરામ, કણબી ભક્ત રહે ગામ ભદામ ।
દ્વિજભક્ત કહીએ સુખરામ, કાજુ ભક્ત રહે કન્યાળી ગામ ।।૫૨।। ભક્ત કણબી કહીએ રાયજી, વસે ગામ ઝાંઝર માંયજી ।
દ્વિજભક્ત છે ગોવિંદરામ, કણબી તુલજો નરોત્તમ નામ ।।૫૩।। એહાદિ જન રહે સેણાપરે, ભલી ભક્તિ પ્રભુજીની કરે ।
શેઠ ખુશાલ ભક્ત પાવન, તુલસી નારાયણ હરિજન ।।૫૪।। દ્વિજ કૃષ્ણજીને સતસંગ, એહાદિ જન ગામ સારંગ ।
દ્વિજભક્ત માહેશ્વર નામ, ભજે હરિ રહે મિત્રજ ગામ ।।૫૫।। કણબી ભક્ત પ્રભુદાસ જેહ, રણછોડ નરહર તેહ ।
ભક્ત શેખ વસતો હરિભાઇ, નથુ આદિક અલદરમાંઇ ।।૫૬।। જન કણબી જેરામ દલા, ભક્ત હરિના બોરીયે ભલા ।
પ્રભુદાસ કણબી પાવન, ગામ સલાદરે હરિજન ।।૫૭।।
પ્રકરણ
કકકક
૧૨૫
ભક્તચિંતામણી
૪૯૧
કણબી જન છે ભૂધર આદ્યે, વસે ભક્ત એ ગામ પિસાદે ।
કણબી ભક્ત છે ભગતિભાઇ, વસે જન ઝાડેસરમાંઇ ।।૫૮।। જેને ઘેર પધાર્યા મોરાર, નિર્ખિ સુફળ કર્યો અવતાર ।
જેજે લખાણા છે આમાં જન, તેને છે શ્રીહરિનું દર્શન ।।૫૯।।
પૂર્વછાયો- જેજે કહ્યાં જીભે કરી, જન વિચારીએ જેહ ।
કહેતાં લાજે કવિ મને, વળી એમાં નહિ સંદેહ ।।૬૦।। રવિ શશિની કિરણને, કોણ લેખી લેશે પાર ।
એમ જન છે આજનાં, અગણિત ને અપાર ।।૬૧।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે વાકળદેશના હરિજનનાં
નામ કહ્યાં એ નામે એકસો ને ચોવીશમું પ્રકરણમ્ ।।૧૨૪।।
પૂર્વછાયો- કહું જન કાનમનાં, વળી વિચારી મન ।
ભાગ્ય મોટાં એ ભક્તનાં, જેને મળ્યા જગજીવન ।।૧।। જપ તપ જોગે કરી, વળી નાવે ધ્યાને નાથ ।
તેહ હરિ નયણાં ભરી, નિરખી થયાં સનાથ ।।૨।।
પળે પળે થાય પરચા, વળી આવે અંત્યે અવિનાશ ।
સરવે જન તે જાણતાં, થાય બ્રહ્મનગરે નિવાસ ।।૩।। એવી કૃપા છે આજની, કરી તે કૃપાને ધામ ।
તેને જે જન અનુસર્યા, હવે લખું તેહનાં નામ ।।૪।।
ચોપાઇ- દ્વિજ ભક્ત એક કાશીરામ, કણબી ભક્ત નાગરદાસ નામ । ભક્ત જીજીભાઇ ભગવાન, શેખ માવજી ભીખો નિદાન ।।૫।। એહઆદિ હરિજન જેહ, વસે ગામ દોરામાંહી તેહ ।
દ્વિજ ભક્ત એક નરસઇ, ભજે હરિ વલણમાં રઇ ।।૬।। કણબી હરિજન છે જીભાઇ, પુરૂષોત્તમને સાચી સગાઇ ।
માળી ભક્ત ભૂધરદાસ જાણો, કૃષ્ણદાસ ભક્ત પરમાણો ।।૭।। ક્ષત્રિ ભક્ત કહીએ દાદોભાઇ, એહ જન માંગરોળમાંઇ ।
કણબી ભક્ત નરોત્તમલાલ, બાપુ રાયજી ને ખુશિયાલ ।।૮।।
૪૯૨ ભક્તચિંતામણ પ્રકરણ ૧૨૫
ધનો ઉધ્ધવ ને ધર્મદાસ, એહ આદિનો કરેણે વાસ ।
દ્વિજ ભક્ત પુરૂષોત્તમ ધન, માહેશ્વર જાગેશ્વર જન ।।૯।। એહાદિ જન વસે ચોરંદે, મુખે સ્વામિનારાયણ વંદે ।
કણબી ભક્ત પુરૂષોત્તમ નામ, સારા જન સાદરણે ગામ ।।૧૦।। દ્વિજ ભક્ત અંબારામ ભલો, રહે ગામ ગંધારે એકલો ।
કણબી ભક્ત છે ભગતિભાઇ, અવિચળદાસની ભલાઇ ।।૧૧।। ભક્ત ગણેશ દુભાઇ નામ, દ્વિજ ભક્ત છે તુલજારામ ।
એહઆદિ બીજા બહુ જન, વસે વેમારડીમાં પાવન ।।૧૨।। કણબી ભક્ત છે ભાઇબા જેહ, વ્રજભાઇ ત્રિકમદાસ તેહ ।
માધાભાઇ આદિ ભક્ત બહુ, કહીએ ગામ કંડારીમાં સહુ ।।૧૩।। ભક્ત સુતાર છે કાશીદાસ, દુર્લભરામે ટાળ્યો જગત્રાસ ।
ભક્ત શેખ નામ લિંબોભાઇ, વસે ગામ કરજણમાંઇ ।।૧૪।। કણબી ભક્ત દાદોભાઇ કહીએ, રૂડો ભક્ત રાયજી તે લહીએ ।
દ્વિજ ભાઇશંકર કાશીરામ, શેખ ભક્ત દાજીભાઇ નામ ।।૧૫।। કણબી જન એક જીતબાઇ, એહાદિ જન વસે કુરાઇ ।
દ્વિજ એક ભવાનીશંકર, તેનું પણ પિંગલવાડે ઘર ।।૧૬।। દ્વિજભક્ત કહીએ દયારામ, ભજે હરિ રહે આંટોદ ગામ ।
જોગી પ્રભાતગર પ્રસિધ્ધ, કર્યું નિજ કામ ભલી વિધ્ધ ।।૧૭।।
ગયો જગજીતી લાવો લઇ, ગામ ઠિકરીયે ઠીક રઇ ।
દ્વિજભક્ત છે લક્ષમીનાથ, દીનાનાથ રહે હરિ સાથ ।।૧૮।। કાશીનાથ ગણપતરામ, જયાનંદ આદિ દ્વિજ નામ ।
ભક્ત વણિક હરજીવન, રહે આમોદે જન પાવન ।।૧૯।।
પટેલ ભક્ત કાનદાસ કહીયે, રૂગનાથ મોટાભાઇ લહીએ ।
એહ આદિ હરિજન બહુ, વસે ગામ બુવામાંહી સહુ ।।૨૦।। શેખ વલીભાઇ ભલા ભક્ત, જેણે ભજ્યા હરિ તજ્યું જક્ત ।
વસતો ભગો જન ખુશાલ, થયા ભક્ત તજી કુળચાલ ।।૨૧।। કણબી ભક્ત છે બેચરભાઇ, દ્વિજ બાઇ છે કેલોદમાંહી ।
પ્રકરણ
કકકક
૧૨૫
ભક્તચિંતામણી
૪૯૩
કણબી ભક્ત છે લક્ષમીદાસ, હરિભાઇનો દેરોલે વાસ ।।૨૨।। દ્વિજ ભક્ત ગંગા વિષ્ણુનામ, બાળમુકુન્દ ને રાજારામ ।
સારો ભક્ત છે રૂડો સુતાર, ભક્તજન નગીન ભાવસાર ।।૨૩।। એહઆદિ હરિજન જેહ, વસે શહેર ભરૂચમાં તેહ ।
એહ નર્મદા તટના જન, હવે કહું તાપી તટે પાવન ।।૨૪।।
પૂર્વછાયો- સુંદર ભક્ત સુરતના, અતિ હોંશિલા હરિજન ।
સ્વામી સેવામાં સમર્પ્યાં, જેણે તન મન ને ધન ।।૨૫।। તને કરી રહ્યા વચને, મને કર્યું મૂરતિ મનન ।
ધને કરીને જે કર્યું, તે કહું સાંભળજ્યો જન ।।૨૬।। વેઢ વિંટિ કરમુદ્રિકા, પોંચી સાંકળા કડાં હાથ ।
કાજુ બાજુ બેરખા, કુંડળ મુગટ માથ ।।૨૭।।
માળા હાર માદળિયાં, અને તોડા કંદોરા તેહ ।
દુગદુગી ઉર ઉતરી, વળી કનક કંઠી એહ ।।૨૮।।
શિરપેચ ને સ્વર્ણ તોરો, વળી ધરી કલંગી શીશ ।
એહ આદિ આભૂષણે, જેણે પૂજ્યા શ્રીજગદીશ ।।૨૯।।
સુરવાલ સુંદર અતિ ઝિણો, જામો જરકશી અંગ ।
શાલ દુશાલ શોભતા, શિરપાગ સોનેરી સોરંગ ।।૩૦।। છતર ચમર અબદાગરી, વળી કરાવ્યો સોનેરી સાજ ।
હેમમય કર્યો હાંસલો, લાવ્યા પાલખી પ્રભુકાજ ।।૩૧।।
ગાદી તકિયા ગાદલાં, ગાલમશુરિયાં અવલ ।
પલંગ વળી પાથરણાં, માનું ઓશિસાં મખમલ ।।૩૨।। કુંકુમ કેશર કસ્તુરી, અત્તર ચંદન એહ ।
અગર કપુર આરતી, કરી પૂજ્યા હરિને સ્નેહ ।।૩૩।।
પુર્યા મનોરથ મનના, વળી થયા પૂરણકામ ।
એવા જન અનુપનાં, હવે લખું કાંયેક નામ ।।૩૪।।
ચોપાઇ- વડા જન છે વણિક માંઇ, ધન્ય ભક્ત ભાઇચંદ ભાઇ । ભક્ત ભિખારીદાસ છે એક, દોય ગોવિંદભાઇ ભાવિક ।।૩૫।।
૪૯૪ ભક્તચિંતામણ પ્રકરણ ૧૨૫
જાદવજી ને જીવણદાસ, ગંગાદાસ ભજે અવિનાશ ।
મોતી મોરાર મનછારામ, લક્ષમીચંદ ને લલુ નામ ।।૩૬।।
નારાયણ ને નરસીદાસ, લલુ બીજે તજી જગ કાશ ।
રામદાસ ને સુરજ રામ, રૂપચંદ છે ભક્ત અકામ ।।૩૭।। હરિકૃષ્ણ આદિ બહુ જન, કરે વણિક હરિભજન ।
મહાલક્ષમી જીવી જતન, એહાદિ શા બાઇયો હરિજન ।।૩૮।। કાજુ ભક્ત કણબી ઉદાર, ભજે હરિ કરી બહુ પ્યાર ।
ભલા ભક્ત છે ગિરધરલાલ, ભજી હરિ નાગર નિહાલ ।।૩૯।। ભક્ત ભગુ ને દુર્લભરામ, હરગોવિંદ ભગવાન નામ ।
લક્ષમીચંદ ને માણ્યકભાઇ, ભવાનીદાસ દોની ભલાઇ ।।૪૦।।
પુરૂષોત્તમ દો દયાળજી, દયારામ કુબેર કલ્યાણજી ।
જેઠો મીઠો ને મનછારામ, ત્રણ્ય નારણ નરસિરામ ।।૪૧।।
લખો લક્ષમીદાસ ને ભાણો, જેઠો ગોપાળજી જન જાણો ।
તાપીદાસ ને તુલજારામ, પીતાંબરાદિ ભક્ત અકામ ।।૪૨।। એહ આદિ દઇ બહુ ભાઇ, બાઇ કસ્તુરી ને લાડુબાઇ ।
એહાદિ કહીએ કણબી જન, હવે કહું બ્રાહ્મણ પાવન ।।૪૩।। દ્વિજભક્ત કહીએ અંબારામ, વેંકટેશ્વર સુંદર નામ ।
પ્રાણશંકર જગજીવન, સુરભાઇ તે ભક્ત પાવન ।।૪૪।।
મોરારજી ને ભટ્ટ ફકીર, એહાદિ દ્વિજ ભક્ત સુધીર ।
કાજુ ભક્ત કાયથમાં કહીએ, નરોત્તમ ઇચ્છારામ લહીએ ।।૪૫।।
સારા ભક્ત છે સુતારમાંઇ, અંબારામ ગોપાળજીભાઇ ।
ભક્ત ભાણો ભીખો વજેરામ, જન કાનો નારણજી નામ ।।૪૬।।
સોની ભક્ત કલ્યાણજી સારો, રૂડો રૂપચંદ છે કંસારો ।
ભક્ત સુઇ ધનજી નિદાન, આતમારામ ને ભગવાન ।।૪૭।। હરિજન એક કુંવરબાઇ, એહાદિ ભક્ત કહીએ મેરાઇ ।
ખરા ભક્ત છે ખતરી માંઇ, ગંગારામ હેમચંદ્રભાઇ ।।૪૮।। ભગવાનજી ને ધર્મદાસ, જેરામને મને વિશ્વાસ ।
પ્રકરણ
કકકક
૧૨૫
ભક્તચિંતામણી
૪૯૫
હરિજન એક દેવબાઇ, એહ ભક્ત ખત્રી કુળમાંઇ ।।૪૯।। ભક્ત પરશુરામજી શિલાટ, ભજી હરિ ને તજ્યો ઉચ્ચાટ ।
ભક્ત કાછિયા ભાણો ને નાનો, સખીદાસ સતસંગી માનો ।।૫૦।। ભક્ત ગુલાલ તે ભાવસાર, હરિ ઇશુ આદિ છે અપાર ।
નાઇ હરખજી ને ગોવિંદ, ભક્ત પીતાંબર ને ઉમેદ ।।૫૧।। એહઆદિ છે જન અપાર, ન થાય નામનો નિરધાર ।
કવિ કરવા અમાપનું માપ, એવો નથી એ સમર્થ આપ ।।૫૨।। જે જે લખ્યાં ને લખાણાં જન, પ્રભુ મળ્યે છે સર્વે પાવન ।
એહ બેઠા લાભ મોટો લઇ, સરવે શહેર સુરતમાં રઇ ।।૫૩।। ધન્ય જન ધરમપુરમાં, જેને હરિ વહાલા છે ઉરમાં ।
કુશળકુંવરબાઇ હરિજન, જેનું અતિ નિરમળ મન ।।૫૪।।
પ્રભુ મળવા કર્યો બહુ પ્રયાસ, વિના મળ્યે નાવ્યો વિશ્વાસ ।
જ્યારે મળિયા સુંદરશ્યામ, ત્યારે ઠરી બેઠું મન ઠામ ।।૫૫।।
પછી રાજ સાજ સરવે વિત્ત, સોંપી હરિને થયાં નચિંત ।
એમ કરી લીધું નિજકાજ, તન રાખ્યું નહિ કર્યું તાજ ।।૫૬।। ધન્ય સૂરજકુંવર કહીએ, જેના પ્રેમનો પાર ન લહીએ ।
લાડુબાઇ સુત વજેદેવ, તેણે પણ કરી હરિ સેવ ।।૫૭।। બાપુ આદિ ક્ષત્રિભક્ત જાણો, પ્રભુ ભક્ત દાજી પરમાણો ।
એહ આદિ બાઇ ભાઇ જેહ, વસે જન ધર્મપુર તેહ ।।૫૮।। વડા ભક્ત વાંસદા મોઝાર, જેને ઘેર પધાર્યા મોરાર ।
બહુ પ્રેમે કરી પૂજ્યા હરિ, ક્ષત્રિ રાયસિંઘ માતુશરિ ।।૫૯।।
મોટા ભક્ત છે મુંબઇમાંઇ, ભક્ત સુતાર તે રૂડોભાઇ ।
સારા ભક્ત લુવારમાં લહીએ, રામો પુંજો ને આણંદ કહીએ ।।૬૦।। ઉકા માંડણ દેવશી જીવો, ચેલો ભક્ત લુવારમાં લેવો ।
જગજીવન ભક્ત કંસારો, શેઠ કૃષ્ણજી છે જન સારો ।।૬૧।।
સઇ રૈયો મનજી પ્રાગજી, લીધો લાવો ભગવાન ભજી ।
શવજી ને ખટાઉ લુવાણો, એહાદિ જન મુંબઇયે જાણો ।।૬૨।।
૪૯૬ ભક્તચિંતામણ પ્રકરણ ૧૨૬
પૂર્વછાયો- ધન્ય ધન્ય આ અવતારને, જેથી ઓધર્યા બહુ જન । તેને કહેતાં થાકે રસના, થાકે મનન કરતાં મન ।।૬૩।। જેમ પીયૂષ પાનનો, ન હોય અંતરે અભાવ ।
તેમ જન ચિતવતાં, મારા મનમાં છે ઉત્સાવ ।।૬૪।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે કાનમદેશ તથા સુરત મુંબઇના
હરિજનનાં નામ કહ્યાં એ નામે એકસો ને પચિશમું પ્રકરણમ્ ।।૧૨૫।।
પૂર્વછાયો- નક્કી ભક્ત નિમાડના, જેનાં અતિ આકરાં અંગ । કરડાં કઠણ વચન, જેને શિશ સાટે સતસંગ ।।૧।।
બીજાં બહુ દુભાખરાં, જેનો એજ બોલવા ઢાળ ।
પછી કરે વારતા, જ્યારે પહેલી આપે ગાળ ।।૨।।
સમજાવ્યા સમજે નહિ, અતિ જડમતિ અડબંગ ।
એવા દેશમાં અવતરી, જેણે કર્યો સાચો સતસંગ ।।૩।। એવા જન પાવનનાં, કહો કેમ ન લખીએ નામ ।
લખવા લાલચ્ય મુજને, જેને મળ્યા સુંદર શ્યામ ।।૪।।
ચોપાઇ- જન જીવણ ભક્ત વણિક, કણબી ભક્ત ખુશાલ છે એક । એહાદિ ભક્તિ પ્રભુની કરે, રહી ગામ ચોલીમહેશ્વરે ।।૫।। ભક્ત કાછિયા દેવજી નામ, નારાયણ મીઠો ગંગારામ ।
બાઇ જીવી માનુ ને જસોદા, ભજે હરિ રહે મન મુદા ।।૬।। કણબી ફર્શુ ને ખુશાલ ભાઇ, બાઇ ગંગા ને ખુશાલીબાઇ ।
એહાદિ ભક્ત રહે ઝાંખરોડે, ભજે પ્રભુજીને ભાવ રૂડે ।।૭।। દ્વિજ ભક્ત હરિને કેશવ, ખત્રી ઉધ્ધવ સોમો માધવ ।
હરિજન વિરૂબા જસોદા, વસે વાલીપર મનમુદા ।।૮।। ક્ષત્રિ ભક્ત ધનોબા અમરી, રહે ગામ કુકશી ભજે હરિ ।
કણબી ગોપાળ ને ભીખોભાઇ, નાગર પાનબાઇ હરબાઇ ।।૯।। એહ આદિ હરિજન જેહ, વસે ગામ સુંદરેલે તેહ ।
કણબી ભક્ત નારાયણ દયાળ, નાનજી લખમણ ને લાલ ।।૧૦।।
પ્રકરણ
કકકક
૧૨૬
ભક્તચિંતામણી
૪૯૭
મકુ માધો ભીલો દેવો હિરો, સુરજી ખીમો ભક્ત સુધીરો ।
નારાયણ આદિ બહુ ભાઇ, સુંદર રતન ને ગંગાબાઇ ।।૧૧।। ક્ષત્રિભક્ત છે માધવ નામ, એહાદિ જન રહે ખલગામ ।
કણબી ભક્ત હિરો ને ઓંકાર, જન રહે ખલમોટી મોઝાર ।।૧૨।। કણબી ભક્ત રામો હિરા દોય, દેવો ને જન ભિખિબા સોય । ક્ષત્રિ ઇંદ્રરાજ ને ભીખાજી, રહે મોરંગડિયે મોહ તજી ।।૧૩।। કણબી ભક્ત ખીમો ને મોહન, ડુંગર કેશવ ખુશાલ જન ।
ક્ષત્રિ ભક્ત માનસિંઘ નામ, એહાદિ જન વિખુડા ગામ ।।૧૪।। દ્વિજ ભક્ત ચંદ્રેશ્વર મકુન, બાઇ બાલી મીઠી હરિજન ।
કણબી ભક્ત દેવો ને પુંજન, ધનો પ્રેમો બેચર લાલો જન ।।૧૫।। ભક્ત રામજી ને ભાગ્યબાઇ, રહે જન એ ધામણામાંઇ ।
કણબી ભક્ત લાલો પર્શુરામ, ભજે હરિ ગુરુ જલે ગામ ।।૧૬।। કણબી ભક્ત સુંદર ને પુંજન, રહે માતપુરે હરિજન ।
કણબી કાશી વાલજી ગોવિંદા, બાઇ ગંગા વાલુ વળી નંદા ।।૧૭।। ભક્ત કાછિયા રૂખડુ દલુ, પ્રેમચંદનું ભજન ભલું ।
ભક્ત ગુલાબ વિરજી નામ, એહાદિ જન રેઠણગામ ।।૧૮।। કણબી ભક્ત નથુ કાલુ દોય, હીરો જાદવ ઓંકાર સોય ।
કુરજી ને જગદીશ નામ, ભાગ્યબાઇ રહે કૌડિયે ગામ ।।૧૯।। તુલાધાર તનોજી ભગત, રહે બરે ભજે ભગવંત ।
સોની ભક્ત એક પાંડુરંગ, રહે આશેરે ન કરે કુસંગ ।।૨૦।। કણબી ભક્ત કાલુ લિંબુ નામ, બાઇ રતન રહે ધરગામ ।
દ્વિજ ભક્ત છે લક્ષમીરામ, ઓંકાર ને વિષ્ણુરામ નામ ।।૨૧।। બાઇ ખુશાલ ને ગંગાબાઇ, રહે જન મંડલેશ્વરમાંઇ ।
એહ આદિ છે જન અપાર, કહ્યા નિમાડદેશ મોઝાર ।।૨૨।। ખરા ભક્ત કહીએ ખાનદેશ, હેતે ભજે હરિને હમેશ ।
તન મન ધન તુચ્છ કરી, રાખ્યા એક અંતરમાં હરિ ।।૨૩।। એવા ઉત્તમ જન છે જેહ, તેનાં નામ સુણો સહુ તેહ ।
૪૯૮ ભક્તચિંતામણ પ્રકરણ ૧૨૬
મોટા ભક્ત માલે ગામમાંઇ, જન ભાવસાર નથુભાઇ ।।૨૪।। ભક્ત લખમણ પર્શુરામ, જન કલ્યાણાદિ માલેગામ ।
કણબી ભક્ત ખુશાલ ને રામ, શિવરામ રહે જાફિગામ ।।૨૫।। કણબી ભક્ત કહીએ તાપીદાસ, ભક્ત ભીખો જક્તથી ઉદાસ ।
સદાશિવને પ્રભુની પ્યાસ, પર્શુરામાદિ વરખડે વાસ ।।૨૬।। ભક્ત ભાણજી કણબી કહીએ, જન એ સોનગિરિયે લહીએ ।
શેઠ ભક્ત છે ફકીરચંદ, જલગામમાં ભજે ગોવિંદ ।।૨૭।। બહુ ભક્ત બુરાનપુરમાં, જેને અતિશે ભાવ ઉરમાં ।
સુંદર વસ્ત્ર કરાવી સોનેરી, જેણે હેતેશું પૂજીયા હરિ ।।૨૮।।
પૂજી હરિ થયા પૂર્ણકામ, કહું તેનાં સાંભળજ્યો નામ ।
ભક્ત શા ગોવિંદભાઇ નામ, લિંબડા શા ને ત્રંબકરામ ।।૨૯।। વલભરામ ઉદારામ કહીએ, ગુલાબજી પીતાંબર લહીએ ।
બાઇ લાડકી ગંગા રતન, એહાદિ વણિક હરિજન ।।૩૦।। દ્વિજ બાપુ ભગવાન નામ, રામકૃષ્ણ ને કેશવરામ ।
ગોપેશ્વર આદિ દ્વિજભાઇ, હરિજન રૂડાં રામબાઇ ।।૩૧।। ક્ષત્રિભક્ત છે બુલાખીદાસ, મુળચંદ ગણપત પાસ ।
કણબી ભક્ત ઠાકુરદાસ દોય, રામદાસ દોય ભક્ત સોય ।।૩૨।। હરિભાઇને પુરૂષોત્તમ, ત્રિલોચન નાનો નરોત્તમ ।
લાલદાસ દોય રામચંદ્ર, ભગવાનદાસ ભક્ત સુંદ્ર ।।૩૩।। વેલીબાઇ આદિ હરિજન, કહ્યાં કણબી કુળે પાવન ।
સોની ઢુંઢુ ને ભક્ત ડુંગર, સુરજી ને નારણ સુંદર ।।૩૪।। ભક્ત કૃષ્ણાજી આદિ છે ભાઇ, ભજે ભાવે હરિ ઉરમાંઇ ।
રેવા દેવુ જમના ને મોની, એહ આદિ બાઇયો ભક્ત સોની ।।૩૫।।
ગોપીરામ ભક્ત છે સુતાર, ભક્ત ભાઉજી બ્રહ્મક્ષત્તર ।
ફકીરચંદ અર્જુન કલુ, વૈશ્યજાતિમાં ભક્ત દયાળુ ।।૩૬।।
ચિંતામણ નાગુ ભીખો ભાવી, બાઇ પ્રેમા ને મેના સાળવી ।
તેલી ભક્ત શિવો જન સોય, દુર્લભ ને લાલદાસ સોય ।।૩૭।।
પ્રકરણ
કકકક
૧૨૬
ભક્તચિંતામણી
૪૯૯
જાનજી નથુ ઉત્તમ જાણો, છબિલદાસ વલ્લભ વખાણો ।
બાઇ નંદા બે બાઇ રતન, એહ આદિ તેલી હરિજન ।।૩૮।।
સઇ નિહાલચંદ છે જન, મોતી નાનો ને બાઇ રતન ।
ખત્રીભક્ત નથુભાઇ કૈયે, કોળી ભક્ત વલભદાસ લૈયે ।।૩૯।। એહ આદિ બાઇ ભાઇ ઘણાં, સર્વે સેવક છે સ્વામીતણાં ।
રહે બુરાનપુરે એ જન, કરે સ્વામી શ્રીજીનું ભજન ।।૪૦।। દ્વિજ ભક્ત બાપુભાઇ નામ, ભજી હરિ કર્યું નિજકામ ।
રાજ સાજ મેલી માલ ધન, થયો ભક્ત પુનામાં પાવન ।।૪૧।। શેઠ ભક્ત એક સેવારામ, ભજે હરિ રહે ઉજેણ ગામ ।
દ્વિજ ભક્ત દિપો શંભુરામ, ઓંકાર રે વેલાખેડે ગામ ।।૪૨।। દ્વિજ મયારામ ને ઓંકાર, ભક્ત આંજણો દુદો ઉદાર ।
એહ વસે ગામ મિણમાંઇ, ભજે સ્વામી જાણી સુખદાઇ ।।૪૩।। ક્ષત્રિ ભક્ત છે સરદારસિંઘ, વસે માલિખેડીયે અનઘ ।
હવે હિન્દુસ્થાનનાં જે જન, કહું પવિત્ર ભક્ત પાવન ।।૪૪।। ધર્મ રીત્યમાંહિ ઘણું ધીર, વાચકા છે સાચા શૂરવીર ।
એવા જનનાં લખશું નામ, જેને મળ્યા છે સુંદર શ્યામ ।।૪૫।। ધન્ય ધન્ય ભક્ત ધુવામાંઇ, જેણે હરિશું કરી સગાઇ ।
પડી ટેવ પ્રકટ સેવવા, એહ જન તો લખવા જેવા ।।૪૬।। ભક્ત લુવાર નામ મદારી, રામ બકશ ને ગિરધારી ।
ઠાકુરદાસ બિંદા હરદાસ, કુંઢેરામનિયે તજી ત્રાસ ।।૪૭।। એહાદિ ભક્ત કહીએ લુવાર, દ્વિજ બુધ્ધજી ધુવા મોઝાર ।
બહુ ભક્ત છે બરાઇ ગામ, જેને મળ્યા છે સુંદર શ્યામ ।।૪૮।। ભક્ત લુવાર સકટુ ભૈયા, ભક્ત રામફલ બે કશિયા ।
રહે ચ્યાર ત્યાં હરિદાસ થોલી, ચર્ણદાસ લોહરકા ને ભોલી ।।૪૯।।
માનસિંઘ મુલચંદ મોજી, મનછા દો મજલા ડુવોજી ।
મોતી મનસુખ લછમન, નેક સિયા પોસુ કુલમન ।।૫૦।।
લલુ નેનસુખ ને નથુઇ, ચાંદુ ચૌકરા અંગના સોઇ ।
૫૦૦ ભક્તચિંતામણ પ્રકરણ ૧૨૭
પેજા આદિ છે ભગત ભાઇ, હવે કહું હરિજન બાઇ ।।૫૧।।
લાડુ વિરૂ વખતુ પિરાનું, મકુ મુલિ મથુરાં એ માનું । તેજુ સ્વરૂપી અલપુ ધરમા, ગઢુ આદિ બાઇયો લુવારમાં ।।૫૨।। દ્વિજ ભક્ત છે પુરના નામ, દો લછમન ને દયારામ ।
શકટુ રઘુનાથ એ ભાઇ, ખીમા અંતકુ સુમિત્રાબાઇ ।।૫૩।। ભક્ત તુલાધાર ક્રિપાભાઇ, એહાદિ જન રહે બરાઇ ।
હરિજન હિંદુરાઓ કહીએ, દ્વિજભક્ત તે ભવાની લહીએ ।।૫૪।। જાણી વાત સાચી નહિ ફેર, સમજી રહ્યા તે ગામ ગ્વાલેર ।
જાણ્યા અજાણ્યા જે રહ્યા જન, રહેજ્યો મુજ ઉપર પ્રસન્ન ।।૫૫।।
પૂર્વછાયો- ધન્ય ધન્ય એહ જનને, જેણે ભજ્યા શ્રીભગવાન ।
તન ધન મને નૈવ ગણ્યું, નૈવ ગણ્યું જગ અપમાન ।।૫૬।। ત્રોડિ ત્રણે લોકશું, જેણે જોડી હરિશું પ્રીત ।
લઇ લાભ અલભ્યને, કરી ગયા જગમાં જીત ।।૫૭।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે નિમાડ તથા હિન્દુસ્થાન દેશનાં હરિજનનાં
નામ કહ્યાં એ નામે એકસો ને છવિશમું પ્રકરણમ્ ।।૧૨૬।।
પૂર્વછાયો- કહું જન બુદેલખંડી, સમજ્યા સાચી વાત ।
પરોક્ષપણે જે પ્રિછતા, તે જાણ્યા હરિ સાક્ષાત ।।૧।। તેણે આનંદ આવિયો, વળી ભાવિયો સતસંગ ।
દર્શન કરી દયાળનાં, ચડી ગયો ચિત્તમાં રંગ ।।૨।। રૂડે ભાવે રસોઇ કરાવી, હરિજને જમાડ્યા નાથ ।
અત્તર ચંદન હરિને અંગે, હરિજને ચરચ્યું હાથ ।।૩।।
પ્રેમેશું પૂજા કરી, વળી પહેરાવ્યો પોષાગ ।
ધુપ દીપ ને આરતી, કર્યાં દંડવત અષ્ટાંગ ।।૪।। અલભ્ય લાભ લઇ કરી, થયા પૂરણકામ ।
એવા જન અનઘનાં, હવે કહું સાંભળો નામ ।।૫।।
ચોપાઇ- દ્વિજ ભક્ત છે ભાઇ વખત, જાનકી શ્રીરામ ને શ્રીપત ।
પ્રકરણ
કકકક
૧૨૭
ભક્તચિંતામણી
૫૦૧
નથુ હઠીરામ છોટારામ, આશારામ દ્રુવારામ નામ ।।૬।।
માંડણ મુળચંદ મરાખન, ગણેશ પરમેસરી જન ।
રામદાસ ને કૃષ્ણ ઝુલારી, ભોલારામ દોલતિયા દુલારી ।।૭।। વિહારીલાલ ને બંસીધર, મદનસિંઘ દો મોતી સુંદર ।
રાજારામ ને દો રતિનામ, કનહિરામ કહીએ દો નામ ।।૮।। ખુમાનરામ નવનસિંગ, કેશરી રામતુલસી અનઘ ।
ઠાકુરદાસ દોય તુરત્યરામ, ગોવિંદદાસ ને ગુમાન નામ ।।૯।। બાજી રાઓ ને ધરમપાળ, પેજા રામાદિ દ્વિજ દયાળ ।
એહ આદિ છે ભક્ત ભાઇ, હરિજન છે ઠકુરૂ બાઇ ।।૧૦।। હવે કહું જાટ હરિજન, પ્રભુ ભજી જે થયા પાવન ।
દિલિપસિંઘ માધોસિંઘ નામ, પારસિંઘ ને લાલજીરામ ।।૧૧।। ગિરધારી ગંગારામ કહીએ, સુખરામ સોનેસિંઘ લહીએ ।
બહોરનસિંઘ આદિ ભાઇ, ખરા ભક્ત એ ક્ષત્રિયમાંઇ ।।૧૨।। હરિજન બાઇ બા વખતિ, ઉમેદિબાની અચળમતિ ।
એહ જન મોટાં જાટમાંઇ, હરિ ભજી ને કરી ભલાઇ ।।૧૩।। ઘણા ભક્ત છે ગુજરમાંઇ, જેને પ્રભુ વહાલા ઉરમાંઇ ।
વૈશ્ય જાતિમાં મોટા ભગત, સુંણો તેનાં નામની વિગત ।।૧૪।।
ગોવિંદરામ ને હીરારામ, ભક્ત દુલારી દોયે અકામ ।
લુનેરામ બુધ્ધજી અમૃજી, સાહેબરામ માણક્ય માનજી ।।૧૫।। દીપશા ઝવેર પ્રાનસુખ, રામલાલ હરિ સનમુખ ।
એહ ભક્ત કહ્યા વૈશ્ય જાતિ, હવે સાંભળજ્યો સોની નાતિ ।।૧૬।।
નથુ માનજુ ને સરૂરામ, ઠાકુરદાસ ભક્ત બંસીનામ ।
તેલિ ભક્ત ગોવિંદજી કહીએ, જન બુધ્ધજી આદિ તે લહીએ ।।૧૭।। ભક્ત તંબોળી ફકીરા નામ, નાથુ હિરા કહીએ દેવીરામ ।
કણબી ભક્ત છે નામ પૂરણા, એહ આદિ છે ભક્ત તે ઘણા ।।૧૮।।
સર્વે વસે એ સાંખની ગામ, ભજી હરિ કર્યું નિજકામ ।
દ્વિજ લછમન ભોળા ભાઇ, વસે ગામ તે સાહનમાંઇ ।।૧૯।।
૫૦૨ ભક્તચિંતામણ પ્રકરણ ૧૨૭
ધન્ય ગામ દવારાના દાસ, જેને એક હરિની છે આશ ।
ક્ષત્રિ ભકત છે રાઓત નામ, હરિસિંઘ ને બોવદરામ ।।૨૦।।
સુખપાલ માણ્ક્ય નથન, પ્રાણસિંઘ ભીમજી ઢુંઢન ।
હિંદુરામ હરિપાળ કહીએ, ઘાશીરામ ને દલિલ લહીએ ।।૨૧।। છતુરામદાસ ઉમરાવ, હાથીરામ દેવજીને ભાવ ।
કમળજી ને ખુમાનસિંઘ, ઠાકુરરામ ઢાંકન અનઘ ।।૨૨।।
સુતાન આદિ સતસંગી ભાઇ, હવે કહું હરિજન બાઇ ।
બાઇ હરિકુંવર વચનાં, મરજાદ જેકુંવર ઢુંનાં ।।૨૩।। કાયથ દિલીપસિંઘ કહીએ, દ્વિજ લછમનાદિ જન લહીએ ।
એહાદિ ભક્તિ પ્રભુની કરે, વસે દાસ હરિના દવારે ।।૨૪।। ભક્ત કાયથ તે છોટેરામ, સોનેરામ ને લાલજી નામ ।
પવિત્ર ભક્ત પ્રપેટ ગામે, જેણે ભજ્યા હરિ નિષ્કામે ।।૨૫।। ધન્ય ધન્ય દેશ પંચમહેલ, કહું જન જે તેમાં વસેલ ।
ગુજર ઠાકર છે હરિસિંઘ, કાશીરામ છે ભક્ત અનઘ ।।૨૬।। રાજસિંઘ ચંદ્રહંસ નામ, અમરસિંઘ ને તુલસીરામ ।
બુધ્ધસિંઘ અખેસિંઘ અમલ, આનંદસિંઘ ને રામફલ ।।૨૭।।
પરશુરામ કરણસિંઘ કહીએ, સોબતસિંઘ જોધારામ લહીએ ।
રૂપસિંઘ કૃષ્ણદાસ જેહ, બાલચંદ્ર ઇંદ્રજીત તેહ ।।૨૮।। એહ આદિ ગુજર અપાર, રહે જન ગામ ધ્રોરા મોઝાર ।
ભક્ત ગુજર છે રાજારામ, બુધ્ધસિંઘ ને લછમન નામ ।।૨૯।। બાઇ સુમેદા વિચિત્ર ધનું, પાંચુ પિરાનું બાઇ રતનું ।
જન સુજાન આદિ છે બાઇ, રહે ગામ એ રજારીમાંઇ ।।૩૦।। ભક્ત કાયથ ઝવેર નામ, ગોરેલાલ જન જોધારામ ।
દાસ દુલારી નામ ઉચરિયે, એહ આદિ રહે ગામ ખરીયે ।।૩૧।।
ગુજર ભક્ત કલ્યાણ કહેવાય, જન નવલ ને ગાજી સાય ।
એહ ભક્ત રહે ગામ જતતિ, ભજે હરિ ફરે નહિ મતિ ।।૩૨।। દ્વિજ ભક્ત એક નથુરામ, રહે બરકીસરાયે ગામ ।
પ્રકરણ
કકકક
૧૨૭
ભક્તચિંતામણી
૫૦૩
ભક્ત અર્જુન એક છે નાઇ, રહે ગામ ચિતોરા તે માંઇ ।।૩૩।। વૈશ્ય ભવાની ને ભોલેરામ, છોટેરામ બાગબહિ ગામ ।
જાટ ભક્ત બુધ્ધસિંઘ જાણો, દરિયાઓ સિંઘ પરમાણો ।।૩૪।। બાદરસિંઘ ને ઇશ્વરદાસ, ઠાકુરદાસ ભજે અવિનાશ ।
ધનસિંઘ ગણેશ ભવાની, ધર્મપાળ જ્ઞાનસિંઘ જ્ઞાની ।।૩૫।।
નાથુ ગોવિંદ ઇશ્વર ભાઇ, તુલસી રહે ગામ મેનામાંઇ ।
ગામ હરશિમાં હરિજન, કાયથ નંદલાલ પાવન ।।૩૬।।
મદારી રામસિંઘ અમાના, મંગળ ખુશિયાલ ભવાના ।
મનસુક મુલા ને નથુવા, દોલતિય કૃષ્ણાજુ કલુવા ।।૩૭।। બુધા સિતા આદિ બહુ બાઇ, સ્વરૂપી ફુલિયા પંજોબાઇ ।
બાઇ નેનુ દિપુ આદિ જન, વસે ગામ હરશિયે પાવન ।।૩૮।। ભક્ત લુવાર કૃષ્ણ નિદાન, વસતા બદના હરિજન ।
વૈશ્ય ગુલાબ ને કૃષ્ણદાસ, ભજી હરિ તજી જગત્રાસ ।।૩૯।। ભાઇ ભક્ત મનિ રાજારામ, એહ પણ રહે હરશિ ગામ ।
ભક્ત લુવાર છે ઘાશીરામ, ક્યારી ને નારાયણ નામ ।।૪૦।। રામફલ વલુવા ગણેશ, ગઢુબા હરિ ભજે હમેશ ।
ભોઇ ભક્ત ને કલુવા કહીએ, જન નાઇ ગુંગચિયા લહીએ ।।૪૧।। એહ આદિ જેહ બાઇ ભાઇ, રહે ગામ મગરોનીમાંઇ ।
એહ આદિ જન બહુ જાણો, દેશ પંચમહેલે પરમાણો ।।૪૨।।
પામી અનેક પરચા આપ, જાણ્યા હરિ થયો મનથાપ ।
ઘણા જન રહે ગંગાપાર, ભજે નારાયણ નરનાર ।।૪૩।। ધનહરા ને ધર્મના મોળા, એવા જીવ બીજા જીયાં બોળા ।
એવા દેશમાં કરી નિવાસ, ધન્ય જે જે કાવ્યા હરિદાસ ।।૪૪।। એહ જનનાં સાંભળો નામ, હરિ મળી બેઠાં ઠરિઠામ ।
દ્વિજભક્ત કહીએ ચંદિલાલ, ભજી નારાયણ થયો નિહાલ ।।૪૫।। હરિજન ખુશિયાલદાસ, રામદિનને થયો સમાસ ।
ઠાકુરદાસ ને ચુડામણ, રહે લથિપનગર બ્રાહ્મણ ।।૪૬।।
૫૦૪ ભક્તચિંતામણ પ્રકરણ ૧૨૭
ભક્ત અગરવાલ વણિક, વેણીરામ નામે જન એક ।
લાવ્યો શ્રીહરિ સારુ પોશાગ, ઝીણો જામો ને મુગલી પાઘ ।।૪૭।। તે ધારી હરિએ હેત કરી, જને જોયા તે નયણાં ભરી ।
નિર્ખિ નાથ લીધો જેણે લાઉ, એહ જન રહે લખનાઉ ।।૪૮।। કહું વછઘોશ દેશવાસી, અતિ ઉત્તમ ને વિશવાસી ।
સાધુ સ્વભાવ અંતરે અતિ, કેદિ ધર્મથી ન ચળે મતિ ।।૪૯।। એવા જન નિરમળ જાણી, કહું નામ તેનાં હું વખાણી ।
દ્વિજભક્ત છે હરગોવિંદ, નિરખિ નાથ ને પામ્યો આનંદ ।।૫૦।। તેનો છે પવિત્ર પરિવાર, સરવેને સ્વામીનો આધાર ।
ભાવે ભક્તિ પ્રભુજીની કરે, બહુ બાઇ ભાઇ રહે ડેહરે ।।૫૧।। દેશ ગામ નામ લખી જાત્ય, છે અપાર કહું હું શી વાત ।
ભૂતકાળની મેં નથી ભાખી, નથી ભવિષ્યની લખી રાખી ।।૫૨।। વર્તમાન કાળની મેં કહી, તે પણ યથારથ નથી થઇ ।
જેમ ક્રપિ વાવરતાં ધન, પળે પળે સંકોચાય મન ।।૫૩।। તેમ કહી છે થોડામાં વાત, સત્ય માની લેજ્યો મારા ભ્રાત । જેમ અર્ણવે લહરી અપાર, નવી નિપજે ન આવે પાર ।।૫૪।। તેમ હરિ થકી હરિજન, નવા નિપજે છે નિશદન ।
તેને લેખીને લખવા જાય, એવું તો કેદિયે ન મનાય ।।૫૫।।
પૂર્વછાયો- કૂપદાદુર કૂપનો, ભાઇ કુદી પામે પાર ।
પણ સરે જાતાં સાહેરને, લાગે લગારેક વાર ।।૫૬।। તેમ સતસંગ સાગર, ભર્યો છે ભરપૂર ।
તેનો જે જન પાર લેવા, જાય તે મતિ ભૂર ।।૫૭।। એક જીભે જનનાં, નોય નામનો નિરધાર ।
સહસ્રજુગ જીભે શેષજી, નથી નથી પામતા પાર ।।૫૮।। કોયક નર આકાશનો, વળી લેવા ઇચ્છે અંત ।
પણ અનળ તે ઓરાં રહે, જે બહુપાંખે બળવંત ।।૫૯।। તેમ સતસંગ સરવે, છે જો અનંત અપાર ।
પ્રકરણ
કકકક
૧૨૮
ભક્તચિંતામણી
૫૦૫
કવિ અંડજ ઉડે ઘણું, પણ અંત્યે પામે હાર ।।૬૦।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે હિન્દુસ્થાનના હરિજનનાં નામ કહ્યાં એ
નામે એકસો ને સતાવિશમું પ્રકરણમ્ ।।૧૨૭।।
પૂર્વછાયો- દેશદેશના દાસનાં, લખિયાં ગામ ને નામ ।
હવે લખવા પરચા, મારા હૈયામાં ઘણી હામ ।।૧।।
પ્રભુ તિયાં પ્રભુતાઇની, આશ્ચર્ય ન મળે કાંઇ ।
પૂરણકામ પુરુષોત્તમ, સરવે સામર્થી જે માંઇ ।।૨।। તેહ પ્રભુજી પ્રકટી, કર્યાં બહુ બહુ કાજ ।
લૌકિકમાં અલૌકિક લીળા, દેખાડી મહારાજ ।।૩।।
સમૈયા સદાવ્રત માંહિ, અખૂટ રહ્યાં જે અન્ન ।
મહારૂદ્ર અતિરૂદ્ર આપે, કર્યા વિષ્ણુજગન ।।૪।।
તેહમાંહિ તલભારની, વળી નાવી ખરચતાં ખોટ્ય ।
વિના નાણે જગ જાણે, વિપ્ર જમાડ્યા કોટ્ય ।।૫।।
ચોપાઇ- તેહ વિના જે પરચા અન્ય, કહું સાંભળજ્યો સહુ જન ।
પ્રથમ પર્વતભાઇની વાત, કહું વર્ણવી તેહ વિખ્યાત ।।૬।। કણબી કુળમાં કારણરૂપ, અતિ ઉત્તમ ભક્ત અનુપ ।
સ્વામી રામાનંદજીને મળી, જેની દેહદશા તેહ ટળી ।।૭।।
પછી સ્વામી સહજાનંદ જેહ, પૂરણબ્રહ્મ પ્રકટ્યા તેહ ।
તે પ્રભુ પ્રકટની મૂરતિ, તેથી ન રહેતી વેગળી વૃત્તિ ।।૮।। તોય ઉપજ્યો એમ વિચાર, કેવો હશે નૃસિંહ અવતાર ।
હતું અંતર એ વિચાર સમેત, ગયા કૃષિ કરવાને ખેત ।।૯।। રાખી વૃત્તિ પ્રભુમાં એકતાર, સ્વામી સહજાનંદ મોઝાર ।
જોઇ મહારાજશ્રીની મૂરતિ, સુખસાગર સુંદર અતિ ।।૧૦।।
પછી જોયું તેને આસપાસ, દિઠો અતિ અતિ પરકાશ ।
તેમાં ચોવિશ જે અવતાર, દીઠા જુજવા રૂપ આકાર ।।૧૧।।
મત્સ્ય કચ્છ વારાહ નૃસિંઘ, વામન પરશુરામ અનઘ ।
૫૦૬ ભક્તચિંતામણ પ્રકરણ ૧૨૮
રામ કૃષ્ણ બુધ્ધ ને કલંકી, પુરુષઅવતાર અલૌકી ।।૧૨।।
સુયજ્ઞપુરુષ જે અનુપ, કપિલ દત્તાત્રેયસ્વરૂપ ।
સનકાદિક ને બદ્રિપતિ, મહાધ્રુવ વરદેણ મૂરતિ ।।૧૩।।
પૃથુ ઋષભદેવ રાજન, હયગ્રીવ હરિ ધારી તન ।
હંસમૂરતિ ધનવંતરી, આવ્યા વ્યાસ નારદ તન ધરી ।।૧૪।। એવાં ચોવિશે હરિનાં રૂપ, એકએકથી અતિ અનૂપ ।
દિઠાં પર્વત ભાઇએ પોતે, આવ્યો અતિ આનંદ તે જોતે ।।૧૫।। હૈયે હરખ મુખ બોલે વાણી, દિધાં દરશન નાથ દયા આણી ।
પછી પ્રેમેશું લાગ્યા છે પાય, અતિ આનંદ ઉર ન માય ।।૧૬।। જોયાં ચોવિશે રૂપ ચિંતવી, તેણે અતિ સુખ શાંતિ હવી ।
પછી પ્રકટ પ્રભુનું જે રૂપ, તેમાં સમાણાં સર્વે સ્વરૂપ ।।૧૭।। તે રૂપ રહ્યું હૃદામોઝાર, દેખે અંતર ભિતર બહાર ।
અર્ધ ઘડી તે અળગું ન રહે, તેથી સુખ જે ઇચ્છે તે લહે ।।૧૮।। જેમ ચિંતામણિ હોય કને, જેહ ચાય થાય તેહ તને ।
લોક પ્રલોક અગમ ન રે, જે જે આપે ઇચ્છે તેહ કરે ।।૧૯।। તેમ ચિંતામણિ હરિનું રૂપ, જેના અંતરમાં રહ્યું અનુપ ।
તેહ જન જે ચિંતવે તે થાય, લોક પરલોક ઇચ્છે ત્યાં જાય ।।૨૦।। વૈકુંઠ ગોલોક શ્વેતદ્વિપ, તેહને દેખે જેમ સમીપ ।
અક્ષરધામ આદિ લોક જેહ, દેખે સાંભળે કહે વળી તેહ ।।૨૧।। એમ પરવતભાઇની દૃષ્ટે, નિરાવર્ણ આવર્ણ નહિ અષ્ટે ।
એતો વાત અલૌકિક અતિ, લોક પરલોકે જેની ગતિ ।।૨૨।। એહ રીત્યે પરચા અગણિત, થાય પર્વતભાઇને નિત ।
એ તો પરચો કહ્યો મેં એક, એવા બીજા થયા છે અનેક ।।૨૩।। વળી વાત બીજી એક કહું, છે તો અપાર પાર કેમ લહું ।
ભક્ત એક અનુપમ જાણો, નામ મુળજી જાતિ લુવાણો ।।૨૪।। હતો જનમાંતરે જીવ સારો, સત્યધર્મ લાગતો તે સારો ।
પછી જન્મ ધર્યો એણે જ્યારે, મળ્યો કુસંગ ન રહ્યો એવો ત્યારે ।।૨૫।।
પ્રકરણ
કકકક
૧૨૮
ભક્તચિંતામણી
૫૦૭
કહું જન્મ ધરી જે જે કર્યું, થઇ ચોર પરધન હર્યું ।
મોટા ચોરમાંહિ તે મોવડી, હરે વસ્તુ જે નજરે પડી ।।૨૬।। એવા બીજા અવગુણ બહુ, જાણે જન જગતમાં સહુ ।
ફરે હરવા વસ્તુ હમેશ, તેને અર્થે જાય દેશોદેશ ।।૨૭।। એક દિન આવ્યો પ્રભુ પાસ, જીયાં હતા હરિ હરિદાસ ।
ભાવાભાવે થયાં દરશન, થઇ ધારણા ભૂલીયો તન ।।૨૮।। વળી અંતરવરતિ પાછી, થઇ સહજમાં સમાધિ સાચી ।
દિઠાં બહુ લોક બહુ ધામ, માન્યો પોતાને પૂરણકામ ।।૨૯।।
પામ્યો સમાધિ સામર્થિ અતિ, ઇચ્છા આવે તિયાં કરે ગતિ । જુવે સુરપુર ને કૈલાશ, સત્ય વૈકુંઠ ગોલોકે વાસ ।।૩૦।। શ્વેતદ્વિપ ને અક્ષરધામ, દેખે બ્રહ્મનગર નિષ્કામ ।
આવે જાય તિયાં અહોનિશ, દેખે હરિનાં ધામ હમેશ ।।૩૧।। તેની આવી કરે વાત વળી, પામે આશ્ચર્ય સહુ સાંભળી ।
માને પ્રતાપ મહારાજ તણો, શું કહીએ મુખથી ઘણો ઘણો ।।૩૨।। તપ તીર્થ વ્રત કોટી કરે, દેહ દમિ ભમી ભમી મરે ।
તોય ન પામે સ્વપને સુખ, માટે મોટ્યપ શું કહીએ મુખ ।।૩૩।।
પણ કહેવાનું છે એ કારણ, જ્યારે મુળજીને થાય ધારણ ।
ત્યારે તન મન ભાન ટળે, જ્યારે બ્રહ્મમહોલમાં પળે ।।૩૪।। ત્યારે વાટમાંઇ મળે વામ, રોકી રાખે બે ઘડી એ ઠામ ।
તે વાત કરી મહારાજ પાસ, સર્વે સુણી બોલ્યા અવિનાશ ।।૩૫।। હવે જા જ્યારે ધારણામાંઇ, પળ એક ન રોકાવું ક્યાંઇ ।
મળે રૂદ્ર તો વાટ મુકાવી, કહેજ્યે થાય તેવું આંહિ આવી ।।૩૬।। એવું સાંભળી મુળજી ચાલ્યો, જાતાં વાટે રૂદ્રે મળી ઝાલ્યો । કહે જાછ ઉતાવળો કિયાં, ઘડી બે લગી રોકીશ ઇયાં ।।૩૭।। ત્યાર પછી તને જાવા દૈશ, જો તું અતિ ઉતાવળો હૈશ ।
ત્યારે મુળજી કહે મહારાજ, તમે રોકશો માં મને આજ ।।૩૮।। આજ જાવું છે વહેલેરું વળી, તારો ખાળ્યો નહિ રહું ખળી ।
૫૦૮ ભક્તચિંતામણ પ્રકરણ ૧૨૯
ત્યારે વામ કહે બોલ્ય વિચારી, જા તું જોરે તો નાખું હું મારી ।।૩૯।। ત્યારે મુળજી કહે સુણ્ય મારી, આજ જટા હું ચૂંથીશ તારી । વદતાં વાદ આવ્યા બેઉબાથે, કરે યુધ્ધ જન જટિસાથે ।।૪૦।। બેઉ જોધ બરોબર બળી, કોય કેને નાપે લેશ લળી ।
પછી મુળે મનમાં વિચાર્યું, બળ પ્રકટ પ્રભુનું સંભાળ્યું ।।૪૧।। ત્યારે આવી સામર્થી અતિ અંગ, કર્યું કપર્દિનું અંગભંગ ।
પડ્યા કામારી કડાકો થયો, છુટી જટા છટા સુરશિયો ।।૪૨।। આસ પાસ જુગલ જોજને, દીઠું સાંભળીયું સહુ જને ।
જીતી જન આવ્યો પ્રભુ પાસ, કહ્યું થયું જેહ તેહ દાસ ।।૪૩।।
સર્વે સાંભળી આશ્ચર્ય પામ્યાં, વળતાં શ્રીજીચરણે શિશ નામ્યાં । કહે ધન્ય ધન્ય મહારાજ, થયો અલૌકીક પરચો આજ ।।૪૪।।
સુણી સત્સંગી થયા રળિયાત, કુસંગીને કહી નહીં વાત ।
એમ પરચા નિરંતર ઘણા, કહીએ કેટલા મુળજીતણા ।।૪૫।।
પ્રકટ પ્રભુથી પરચા થાય, તેતો લખતાં કેમ લખાય ।
કહેતાં સુણતાં આવે આનંદ, માટે કહું છું સુણો જનવૃંદ ।।૪૬।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજી મહારાજે પર્વતભાઇ તથા
મુળજીને પરચા પુર્યા એ નામે એકસો ને અઠ્ઠાવિશમું પ્રકરણમ્ ।।૧૨૮
પૂર્વછાયો- વળી પરચા વર્ણવી, કહું અલૌકિક એહ ।
સાંભળજ્યો સહુ શ્રવણે, કરી અધિક સનેહ ।।૧।।
મોટા સંત મહારાજના, છે શિરોમણી સંતદાસ ।
ફરે એકલા ઉત્તરે, જેને નહિ જન મન ત્રાસ ।।૨।।
માની વચન મહારાજનું, ધાર્યું અંતરે અનૂપ ।
તે દિના તનભાન ભૂલી, થયા તેહ તદરૂપ ।।૩।।
તેની વારતા સાંભળો, લખું છું લવલેશ ।
જે દેહછતે સિધ્ધદશા પામી, ફરે છે ઉત્તર દેશ ।।૪।।
ચોપાઇ- ધન્ય ધન્ય સાધુ સંતદાસ, જેને નહિ આ તન અધ્યાસ ।
પ્રકરણ
કકકક
૧૨૯
ભક્તચિંતામણી
૫૦૯
પિંડ છતાં પામી સિધ્ધગતિ, ફરે લોક પરલોકે સુમતિ ।।૫।। તેને કૃપા કરી કહે કૃપાળુ, દેખી આવો દલુજી દયાળુ ।
તિયાં જાવુંતું અવશ્ય અમારે, સરશે અર્થ તે ગયે તમારે ।।૬।। કહેજ્યો આંહિની સરવે વાત, સુણી દલુ થાશે રળિયાત ।
બીજા મુક્ત તિયાં ષટ દશ, એક બાઇ સુંદર સુજશ ।।૭।। તેને કહેજ્યો આશિર વચન, જાઓ વેગેશું વેલેરા જન ।
સુણી વચન ચાલ્યા સંતદાસ, દૂરદેશમાં દલુજી પાસ ।।૮।। અતિ અગમ વિકટ વાટ, ઘણું નદીના ઓઘટ ઘાટ ।
નરતને તિયાં ન જવાય, વાટે મનુષ્ય મનુષ્યને ખાય ।।૯।। તિયાં ચાલ્યા સંતદાસ જન, માની મહાપ્રભુનું વચન ।
કરી ઇચ્છા ને મિંચિ છે આંખ્યો, ઉડ્યું પંડ આવી જાણે પાંખો ।।૧૦।।
પળ એકમાંહિ તિયાં પહોતા, દિઠા દલુજીને મુક્તે સોતા । ઉઠી આવ્યા સામા સંતદાસ, હેતે મળીને બેસાર્યા પાસ ।।૧૧।। કરી પૂજા મળી વળી જન, પછી ભાવે કરાવ્યાં ભોજન ।
બેઠા સંતદાસ પાસ દલુ, પૂછ્યું પ્રશ્ન ભાવે કરી ભલું ।।૧૨।। કહો સંતદાસ સાચી વાત, સ્વામી સહજાનંદની વિખ્યાત ।
બોલ્યા સંતદાસ શું હું કહું, આજ વાવરે સામર્થી બહુ ।।૧૩।।
પાપી પામર જીવ જે જગે, તાર્યા કોટી તે દિઠા મેં દ્રગે ।
દ્વિજ ક્ષત્રિ વૈશ્ય શૂદ્ર કોઇ, થાય સમાધિ સ્વામીને જોઇ ।।૧૪।। હોય કોઇ નર વળી નાર, વરતે પિંડ બ્રહ્માંડને પાર ।
બહુ શાસ્ત્રે સાંભળી મેં વાત, પણ આજની વાત અખ્યાત ।।૧૫।। ત્યારે દલુજી કહે સુણો સંત, આજ આવ્યા પોતે ભગવંત ।
બીજા થાય કોટી અવતાર, તેનું કારણ છે નિરધાર ।।૧૬।। એવી કરી પરસ્પર વાત, સુણી સહુ થયા રળિયાત ।
એમ વાત કરતાં હુલાસે, રહ્યા છ માસ દલુજી પાસે ।।૧૭।।
પછી દલુજી કહે સુણો જન, જાઓ તિયાં કરો દરશન ।
જે છે તે ત્યાં જ છે તમે જાણો, એથી અધિક નહિ પ્રમાણો ।।૧૮।।
૫૧૦ ભક્તચિંતામણ પ્રકરણ ૧૨૯
પછી સંતદાસે શિખ માગી, ચાલ્યા વેગે વળી બડભાગી ।
આવ્યા સ્વામી સહજાનંદ પાસે, કર્યાં દરશન સંતદાસે ।।૧૯।।
પછી કરી દલુજીની વાત, સાંભળી મહારાજે સાક્ષાત ।
દલુજી તે મુક્ત અવતાર, એક બાઇ પણ નિરધાર ।।૨૦।। દિવ્યમૂર્તિ એ જાણજ્યો દોય, અન્ય જનને ભેટ્ય ન હોય ।
તેનાં દર્શન કર્યાં સંતદાસે, રહી પોત્યે ષટ માસ પાસે ।।૨૧।। એતો પરચો કહ્યો મેં એક, એવા બીજા થયા છે અનેક ।
પછી રહ્યા તિયાં કાંઇ દન, વળતા એમ બોલ્યા ભગવન ।।૨૨।।
સંતદાસને કહ્યું સાનમાં, જાઓ તમે બદરિવનમાં ।
નરનારાયણ ઋષિરાય, જે રહ્યા છે બદ્રિવન માંય ।।૨૩।। એકરૂપ અમારું છે એહ, બીજું પ્રકટ દેખોછો તેહ ।
બહુરૂપે બહુધામે રહું છું, ત્યાંના વાસીને સુખ દઉછું ।।૨૪।।
પણ બદ્રિકાશ્રમના વાસી, અતિત્યાગ વૈરાગ્યે તપસી ।
માટે એ છે વાલા મને અતિ, તેને જોઇ આવો મહામતિ ।।૨૫।।
પછી ચાલ્યા ત્યાંથી સંતદાસ, નરનારાયણ ઋષિ પાસ ।
એતો વાત છે આશ્ચર્યકારી, જોજ્યો સહુ અંતરે વિચારી ।।૨૬।। આ દેહે જે જાવું ઉત્તર દેશ, હિમાદ્રિપર કરી પ્રવેશ ।
તેતો આ શરીરે ન જવાય, જાય તે તો ઇશ્વર કહેવાય ।।૨૭।। એવી સામર્થિ જે થકી આવે, તેતો સર્વનું કારણ કાવે । તેની આજ્ઞા લઇ સંતદાસે, ચાલ્યા ઉત્તરખંડે હુલાસે ।।૨૮।। અતિ વસમા વિકટ ઘાટ, તનધારીને નહીં જાવા વાટ ।
એવી વાટે ચાલ્યા વીતરાગી, ગયા હિમાળાપાર સુભાગી ।।૨૯।।
પછી આવી ત્યાં પથરા નદી, તનધારી તરે નહિ કદી ।
ધાતુ કાષ્ઠાદિક વસ્તુ કાંઇ, થાય પથ્થર પડે પાણીમાંઇ ।।૩૦।। એવે ગુણે જુક્ત જાણી નીર, પગ ન બોળ્યો બેસીયા તીર ।
કરતા અંબુ ઉતરવા વિચાર, એવે સમે આવ્યા ઋષિ ચ્યાર ।।૩૧।। કહે કિયાં જાવું મુનિજન, મુનિ કહે જાવું બદ્રિકાવન ।
પ્રકરણ
કકકક
૧૨૯
ભક્તચિંતામણી
૫૧૧
કહે ઋષિ ચાલો અમસાથ, મિંચો આંખ્યો ઉતરીયે પાથ ।।૩૨।। મિચ્યાં લોચન ન કરી વાર, આવ્યા દશ જોજન જળપાર ।
તિયાં દિઠું છે આશ્રમ સારું, બેઠા ઋષિ જ્યાં લાખ હજારું ।।૩૩।। શુભ બદ્રિ અદ્રિ એક સાર, તિયાં ગુફા હજારે હજાર ।
મધ્યે ગુફા દીઠી એક ઘેરી, તેતો નરનારાયણ કેરી ।।૩૪।। તિયાં પહોંત્યા પોત્યે સંતદાસ, ઉઠી આપે મળ્યા અવિનાશ । બહુ હેતે કર્યું સનમાન, ભલે આવ્યા કહે ભગવાન ।।૩૫।। આપ્યાં ઋષિએ અમળ જળ, પછી જમાડ્યાં સુંદર ફળ ।
ત્યાર પછી પૂછ્યું ઋષિરાય, કહો મહાપ્રભુનો મહિમાય ।।૩૬।। કહે નરનારાયણ નાથ, શું કરે છે હરિ ઋષિસાથ ।
કહે સંતદાસ શું હું કહું, આજ વાત અલેખે છે બહુ ।।૩૭।। વાવરે છે સામર્થી જે શ્યામ, કહેતાં મન વાણી પામે વિરામ । તેતો જાણો છો સરવે નાથ, પૂછ્યું માટે કહું જોડી હાથ ।।૩૮।। એમ પૂછતાં શુભ સમાચાર, કહ્યા સંતદાસે નિરધાર ।
એમ કહેતાં સાંભળતાં વળી, થઇ સંધ્યા સુંદર નિરમળી ।।૩૯।। બેઠા શુભાસને બેઉ વીર, આવ્યા દર્શને મુનિ સુધીર ।
નયણાં ભરીને નિરખ્યા નાથ, પછી મળ્યા સંતદાસ સાથ ।।૪૦।।
સહુ બોલાવે હેત સમેત, હૈયે ભાવ દેખાડે છે હેત ।
કહે નારાયણ સુણો સંત, આતો ઋષિ છે ત્યાગી અત્યંત ।।૪૧।। કોઇકને વીતે વર્ષ બાર, ત્યારે એક દિન કરે આહાર ।
કોઇક ને વીતે ષટ વર્ષ, ત્યારે લાગે છે ભૂખ ને તરસ ।।૪૨।। કોઇક જમે વરસે એક, ષટ માસવાળા છે અનેક ।
કોઇ કરે છે મહિને આહાર, પક્ષવાળા હજારો હજાર ।।૪૩।।
સર્વે જન સમાધિયે સુખી, કોઇ રીત્યે ઋષિ નથી દુઃખી ।
સર્વેનાં છે તપમય તન, અંતરવૃત્તિયે કરે ભજન ।।૪૪।। જ્યારે ઇચ્છે અન્ન જળ જેહ, આપી જાય સિધ્ધિ સદ્ય તેહ ।
એમ વાત કરી નરવીરે, સુણી સંતદાસજી સુધીરે ।।૪૫।।
૫૧૨ ભક્તચિંતામણ પ્રકરણ ૧૨૯
એમ કરતાં વીત્યા કાંઇ દિન, કર્યું માનસરે જાવા મન ।
ત્યારે સંતને કહે નરવીર, ન્હાશો નીરે નહિ ખમે શરીર ।।૪૬।।
માટે વણ નાહ્યે વહેલા વળજ્યો, મુનિસહિત જોઇ મને મળજ્યો ।
પછી માનસરે ગયા જન, દિઠાં હંસ કમળનાં વન ।।૪૭।। જોઇ પાછા વળ્યા ઋષિરાય, નાહ્યા સંતદાસજી તે માંય ।
વ્યાપી શીત ને ઠર્યું શરીર, લાવ્યા ઉપાડી જ્યાં નરવીર ।।૪૮।।
પછી બહુ તાપે તપાડ્યું તન, ત્યારે સચેત થયા મુનિજન ।
પછી લાગ્યા નારાયણ પાય, રહ્યા માસ પક્ષ મુનિ ત્યાંય ।।૪૯।।
પછી નરવીર કહે સંતદાસ, તમે જાઓ મહાપ્રભુ પાસ ।
જે છે તેતો સરવે છે તિયાં, શાને બેસી રહો સાધુ ઇયાં ।।૫૦।। એમ કહી શિખ દીધી નાથ, મોકલ્યા ઋષિ ચ્યારને સાથ ।
તે ઉતારી ગયા નદી પાર, વળ્યા પાછા કરી નમસ્કાર ।।૫૧।।
ચાલ્યા મુનિ હૈયામાં હુલ્લાસે, આવ્યા સુંદર દેશ કૈલાસે । તેનો હઠયોગી જે નરેશ, આવી આપ્યો તેને ઉપદેશ ।।૫૨।। રાજા જાતો સમાધિમાં જ્યારે, રહેતો ષટમાસ સુધી ત્યારે । રાજ સાજ સુત ને કલત્ર, તિયાં સાંભરતું તું નિરંત્ર ।।૫૩।। તેને સંતદાસે સુખી કિધો, અન્યભાવ ઉગવા ન દીધો ।
કરાવ્યાં પ્રકટનાં દર્શન, થઇ સુખી રાયે તજ્યું તન ।।૫૪।। ફુટી તાળુ ને નિસર્યા પ્રાણ, ચાલ્યો સત્સંગ કરી સુજાણ ।
ત્યાંથી સંતદાસજી સધાવ્યા, એક વેરવાલે ગામ આવ્યા ।।૫૫।। ઝાલ્યા તસ્કર કરીને તેણે, અતિપ્રહાર કરી બાંધ્યા એણે ।
હેરુ જાણી દિયે દુઃખ બહુ, કરે મારવા મનસુબો સહુ ।।૫૬।। તેનાં સગાંવાલાં જન જેહ, આવ્યા નાથ રૂપ ધરી તેહ ।
મળી વળી મુકાવિયો જન, ચાલ્યા દાસને દઇ દરશન ।।૫૭।। ત્યાંથી સંતદાસજી સધાવ્યા, ઘણે દને ગુજરધર આવ્યા ।
જેતલપુર ડભાણ ગામ, દિન દશ કર્યો વિશરામ ।।૫૮।।
પછી ત્યાંથી આવ્યા પ્રભુ પાસ, મળ્યા નાથ સાથે સંતદાસ ।
પ્રકરણ
કકકક
૧૩૦
ભક્તચિંતામણી
૫૧૩
સનમુખ બેસી સંતજને, કહ્યું જે જે પૂછ્યું ભગવને ।।૫૯।। કરી સુંદર વારતા સાને, સમજી સુણી નહિ કેણે કાને ।
કહ્યું અલૌકિક જે આખ્યાન, સમજે સંત કહે શ્રીભગવાન ।।૬૦।।
પછી નાથ કહે ધન્ય ધન્ય, તમ જેવો બીજો નહિ જન ।
તમે પામિયા છો સિધ્ધ ગતિ, માટે સહુથી મોટા તમે અતિ ।।૬૧।। હવે ફરો સતસંગમાંઇ, કરો વાત તમે દીઠી ત્યાંઇ ।
એવા સમર્થ સંત વિખ્યાત, પામ્યા જેથી તેની સઇ વાત ।।૬૨।। વાત મોટી છે મહારાજતણી, કહી ન જાય મુખથી ઘણી ।
હરિ હરિજનનો મહિમાય, કહે યથારથ ન કહેવાય ।।૬૩।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજી મહારાજે સંતદાસજીને પરચા
પૂર્યા એ નામે એકસો ને ઓગણત્રિશમું પ્રકરણમ્ ।।૧૨૯।।
પૂર્વછાયો- દિયે પરચા દાસને, દિનબંધુ દીનદયાળ ।
જોઇ સામર્થી શ્યામની, મન મગન રહે મરાળ ।।૧।। જણજણ પ્રત્યે જુજવા, આપી પરચા અપાર ।
તેણે ખુમારી તનમાં, મન મસ્ત રહે નરનાર ।।૨।। વળી કહું એક વારતા, વિધવિધ કરી વખાણ ।
સાંભળજ્યો સહુ શ્રવણે, સત્યવાદી જન સુજાણ ।।૩।।
મોટા સંત મહારાજના, વંદુ હું વ્યાપકાનંદ ।
તેની કીર્તિ સુણતાં, આવે ઉરમાં આનંદ ।।૪।।
ચોપાઇ- ધન્ય સંત તે વ્યાપકાનંદ, જન સુખદાયી જગવંદ । ત્રિશ સંતગુણે તેતો શોભે, કામ ક્રોધ લોભમાં ન ક્ષોભે ।।૫।। અષ્ટ સિધ્ધિ નવ નિધિ મળે, તેને દેખીને ચિત્ત ન ચળે ।
એવા સંત શિરોમણી સારા, ધ્યાનવાન પ્રભુજીને પ્યારા ।।૬।। થઇ જે દિ’ની સહજ સમાધ્ય, દીઠી સામર્થી હરિની અગાધ્ય ।
સર્વે લોક ધામ ધામધણી, જાણી સામર્થી મહારાજ તણી ।।૭।।
સર્વે કારણના જે કારણ, દેખે હરિને કરી ધારણ ।
૫૧૪ ભક્તચિંતામણ પ્રકરણ ૧૩૦
આપે વર્તે પંડે અંડપાર, નહિ દેહદશા તે લગાર ।।૮।। અણઇચ્છાએ ઉતર્યા ઝાડી, આવ્યો આગળ દેશ અનાડી ।
તિયાં આવ્યું શહેર એક જાણો, તેનો રાજા મલેચ્છ પ્રમાણો ।।૯।। તેનો દિવાન વણિક જન, કર્યું રાજકાજ બહુ દન ।
એક દિન આવ્યો વાંકમાંઇ, કર્યો બંધિવાન રાયે ત્યાંઇ ।।૧૦।। બહુ દિન બંધિખાને રહ્યો, ત્યાર પછી દંડ તેનો થયો । ઠેરાવિયા રૂપિયા કરોડી, લઇ જામીન ને મૂક્યો છોડી ।।૧૧।।
માસ એકનો કર્યો ઠેરાવો, ભરે રૂપિયા તો નહિ દાવો ।
નહીં તો કરીએ મુસલમાન, એવી રીત્યના લીધા જમાન ।।૧૨।।
મોટા શેઠના ગળામાં નાખી, છોડ્યો વણિક સાયદી રાખી ।
પછી તેણે દંડ દેવા કાજ, વેચ્યો ઘરનો સરવે સમાજ ।।૧૩।। ઘણા રૂપિયા ઘરના દીધા, બીજા ઉછિ ઉધારે તે લીધા ।
તોય દંડ પૂરો નવ થયો, દેતાં દેતાં અધૂરો જ રહ્યો ।।૧૪।।
પછી વણિક મરવા વિચાર, આવ્યો શિવાલયે પુરબાર ।
દિયે પ્રદક્ષિણા ને પોકારે, આવાં કષ્ટથી કોણ ઉગારે ।।૧૫।। હાયહાય હિન્દુધર્મ જાશે, હાય મનખો હરામ થાશે ।
એમ શોકમાં કરે પોકાર, દીઠા સાધુ દોય તેહ ઠાર ।।૧૬।। તેમાં વડેરા વ્યાપકાનંદ, દેખી વણિક પામ્યો આનંદ ।
આવી લાગ્યો સંત દોય પાય, રુવે નયણે નીર ન માય ।।૧૭।। તેને ધીરજ દઇ પૂછે સંત, કહે વણિક તારું વ્રતંત ।
કહી વણિકે પોતાની વાત, સુણી સંતે તે સર્વે વિખ્યાત ।।૧૮।।
પછી વ્યાપકાનંદજી કહે, સ્વામિનારાયણ નામ લહે ।
ધાર નિયમ કર સતસંગ, થાઇશ સુખિયો સર્વે અંગ ।।૧૯।।
પછી તેણે તેમજ કર્યું, સુત નારી સહિત નિયમ ધર્યું ।
આવ્યો વણિક સંતને ચરણે, ત્યારે વિચાર્યું અશરણ શરણે ।।૨૦।। હવે કરવું એહનું કાજ, થયા સાબદા પોતે મહારાજ ।
વાલે લીધો વણિકનો વેષ, સુંદર મોળિડું બાંધિયું શિશ ।।૨૧।।
પ્રકરણ
કકકક
૧૩૦
ભક્તચિંતામણી
૫૧૫
પહેરી અંગરખી લાંબી બાંય, ચાળ વિશાળ લડસડે પાય ।
બાંધ્યો કમરે કસુંબી કણો, સોનેરી છેડે શોભે છે ઘણો ।।૨૨।। તેમાં ખોસી છે સુંદર દોત, કાંધે દુશાલ ઝીણેરે પોત । હસે મુખે પડે ખાડા ગાલ, મોટા ધનાઢ્ય ઝળકે ભાલ ।।૨૩।। કાંઇ બોલે મુખેથી તોતળિયું, લીધા રૂપૈયા ભરી કોથળિયું ।
લીધા સેવક સંગે બેચાર, આવ્યા શ્યામળો શહેર મોઝાર ।।૨૪।। આવી પૂછિયું શેઠનું હાટ, કહે આવ્યા દામ દેવા માટ ।
માગો નાણું તે તમારું લિયો, ખત નાથ કહે પાછું દિયો ।।૨૫।। ખત દૈશ હું દાસને જ્યારે, અન્ન જળ લઇશ હું ત્યારે ।
દામ વિના જે પિડાય દાસ, એવો લોભ નહિ અમ પાસ ।।૨૬।। કહે વેલ્ય મ કરો લગાર, લિયો રૂપૈયા કહે વારંવાર ।
આપી રૂપૈયા ને ખત લીધું, લઇ વણિકને કર દીધું ।।૨૭।। એમ પરચો પૂરી દયાળ, ચાલ્યા નાથ ત્યાંથી તતકાળ ।
વ્યાપકાનંદજીનું વચન, કર્યું સત્ય પોત્યે ભગવન ।।૨૮।।
પૂરી પરચો ચાલ્યા દયાળ, ભક્તાધીન દીનપ્રતિપાળ ।
વળી વ્યાપકાનંદની વાણી, કરી સત્ય તે સારંગપાણી ।।૨૯।। તેની વર્ણવીને કહું વાત, વ્યાપકાનંદજીની વિખ્યાત ।
પછી ત્યાંથી ચાલ્યા દોય સંત, આવ્યા બુદેલખંડે મહંત ।।૩૦।। તિયાં આવ્યું શહેર એક સારું, ઉતરવાનું તો નિત્ય બહારું । જોઇ જાયગા સુંદર સૂનિ, તિયાં ઉતરીયા બેઉ મુનિ ।।૩૧।। તિયાં આવ્યો દ્વિજ એક ભાવી, કહે કરો ભોજન ઘેર આવી । બોલ્યા વ્યાપકાનંદ વિચારી, સારું કરાવો ભોજન ત્યારી ।।૩૨।।
પછી સુંદર રસોઇ કરી, આવ્યો વિપ્ર તેડવાને ફરી ।
તેડી લાવિયો નિજ અગારે, કરી પૂજા ષોડશોપચારે ।।૩૩।।
પછી પિરશું પનવાડે અન્ન, તિયાં વિપ્રસુતે તજ્યું તન ।
પછી વિપરે કર્યો વિચાર, આવ્યો ધર્મસંકટ આવાર ।।૩૪।।
મુવે મનુષ્યે નહિ જમે સંત, ભૂખ્યા જાશે એ દોષ અત્યંત ।
૫૧૬ ભક્તચિંતામણ પ્રકરણ ૧૩૧
પછી હાથ જોડી લાગ્યો પાય, કરે સ્તવન મન અકળાય ।।૩૫।। કહે વિપ્ર હું મોટો અભાગી, ઘણે દને મળ્યા તમે ત્યાગી । તેને જમાડી લાવો ન લીધો, થયો વ્યર્થ મનોરથ કીધો ।।૩૬।। આ સમે પામ્યો પુત્ર તે મરણ, કેમ કરૂં હું અશરણ શરણ ।
પછી બોલિયા સંત સુજાણ, તર્ત મનુષ્ય તજે નહિ પ્રાણ ।।૩૭।। જાઓ જીવ હશે દેહમાંઇ, જોઇ કહેજ્યો પછી આવી આંઇ ।
કહે વિપ્ર જોયું વળી વળી, જીવ નિશ્ચે ગયો છે નિકળી ।।૩૮।। કહે સંત તું જા તિયાં સહિ, સ્વામિનારાયણ નામ લહિ ।
વિપ્ર કરી વચન વિશવાસ, આવ્યો મૃતક સુતને પાસ ।।૩૯।। આવી જોયું ત્યાં આશ્ચર્ય પામ્યો, જીવ્યો સુત શોક સર્વે વામ્યો ।
પછી વિપ્ર પડ્યો સંતચરણે, આજથી હું છું તમારે શરણે ।।૪૦।। તમે નહિ મનુષ્ય છો દેવ, આવ્યા મુજસારુ તતખેવ ।
એમ પ્રકટ પરચો આપી, ચાલ્યા સંત દ્વિજ દુઃખ કાપી ।।૪૧।। એમ વ્યાપકાનંદજી વળી, પામ્યા પરચા બહુ હરિ મળી ।
એમ દીનબંધુ જે દયાળુ, કરે સંતનાં કાજ કૃપાળુ ।।૪૨।। બહુ પરચા પળે પળે થાય, કવિ કોટ્યે પણ ન કહેવાય ।
ઘણી વાવરે સામર્થી શ્યામ, કરે બહુ નિજજનનાં કામ ।।૪૩।। દિઠું સાંભળ્યું સતસંગમાંય, પળે પળે કરે હરિ સાય ।
તેણે વર્તે અખંડ આનંદ, ધન્ય ધન્ય સ્વામી સહજાનંદ ।।૪૪।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજી મહારાજે વ્યાપકાનંદ
સ્વામીને પરચા પૂર્યા એ નામે એકસો ને ત્રિશમું પ્રકરણમ્ ।।૧૩૦।।
પૂર્વછાયો- એક અનુપમ વારતા, સુણજ્યો સુંદર સાર ।
મુક્તાનંદ મહારાજની, હું કહું કરી વિસ્તાર ।।૧।।
મુક્તાનંદ માહંતને, મળ્યા શ્રીમહારાજ ।
તોય ઉંડી અંતરે, દલમાંઇ રહેતી દાઝ ।।૨।।
કરે કથા બહુ વારતા, અંતરે વિન ઉછરંગ ।
પ્રકરણ
કકકક
૧૩૧
ભક્તચિંતામણી
૫૧૭
સંકોચ રહે શરીરમાં, નહિ અંગમાંહિ ઉમંગ ।।૩।। તેનો તે સંશય કાપવા, આપવા અતિ આનંદ ।
વાળી વરતી અંતરે, દેખાડ્યા શ્રીરામાનંદ ।।૪।।
ચોપાઇ- મુક્તાનંદ સંત શિરોમણી, મુખે શું કહીએ મોટ્યપ ઘણી । કરે વાત પ્રભુની વિસ્તારી, સુણી સુખી થાય નરનારી ।।૫।। એક દિન કરી બહુ વાત, સુણિ સંત થયા રળિયાત ।
પછી બેઠા આસન પર આવી, દૃષ્ટિ અંતરમાંહિ ઠેરાવી ।।૬।। ત્યાંતો દિઠા સ્વામી રામાનંદ, નિર્ખિ આવ્યો અંતરે આનંદ ।
મુક્તાનંદ કહે ધન્ય ધન્ય, દયાસિંધુ દીધાં દર્શન ।।૭।। કરે સ્તવન મન મોદ ભારી, દેખી સુંદર મૂરતિ સારી ।
અતિ પ્રસન્ન વદન અનુપ, સુખ મૂરતિ સુંદરરૂપ ।।૮।। હેતે હસી હસી જુવે સામું, પૂરે નિજસેવકની હામું ।
વળી કરે વાલપની વાત, સુણો મુક્તાનંદજી વિખ્યાત ।।૯।।
સારું સમજ્યા સંત સુજાણ, માન્યા પ્રભુ પ્રકટ પ્રમાણ ।
સ્વામી સહજાનંદ સુખરૂપ, એજ ઇષ્ટ અમારા અનુપ ।।૧૦।।
સારું થયું જે માન્યું સુજાણ, નહિ તો બહુ વિધ્યે થાત હેરાણ ।
સુણી મુક્તાનંદજીએ વાત, તેણે થયા અતિ રળિયાત ।।૧૧।।
પછી ચાલે બેસે જાગે સુવે, સ્વામી સહજાનંદજીને જુવે ।
જ્યારે કરે અંતર વરતી, દેખે સુખસાગર મૂરતિ ।।૧૨।।
પછી વાતમાં ચિત્ત ન લાગે, મન મૂર્તિમાંહિ અનુરાગે ।
એમ રહ્યું દન દોય ચ્યાર, દેખ્યો અલૌકિક ચમત્કાર ।।૧૩।।
પછી પોતાના વચન માંય, બહુ જીવને સમાધિ થાય ।
એમ અલૌકિક રીત્ય જેહ, મુક્તાનંદને દેખાડી તેહ ।।૧૪।। વળી એક દિન એકાએકી, ચાલ્યા મારગે મુક્ત વિવેકી ।
આવ્યું અરણ્ય ને ઉવાટ મળી, જીયાં મનુષ્ય માત્ર નહિ વળી ।।૧૫।। દન થોડો ને જાવાનું દૂર, આવી નદી આડી ભરપૂર ।
નહિ આરો ઉતરવા લાગ, કાંઠે રહે તો વિડારે વાઘ ।।૧૬।।
૫૧૮ ભક્તચિંતામણ પ્રકરણ ૧૩૧
નદી નીર તે ઉષર જાણો, લાગી પ્યાસ ને કંઠ સુકાણો ।
દેખી સમાજ સંકટ તણો, મુક્તાનંદને મોદ છે ઘણો ।।૧૭।। થાશે ગમતું ગોવિંદતણું, એહમાંહિ શું જાશે આપણું ।
એમ દૃઢ કર્યો ઉર થાપ, આવ્યા વિપ્રરૂપે હરિ આપ ।।૧૮।। કહે સાધુ શું કરો છો વિચાર, આવો ઉતારૂં હું નદીપાર ।
પછી થઇ મુક્તાનંદને મોરે, મુક્યા નદી ઉતારી આ કોરે ।।૧૯।। કહે ચાલો હું આવું છું કેડ્યે, એમ કહી રહ્યા નદી તેડ્યે ।
મુક્તાનંદે ચાલી પાછું પેખ્યું, વિપ્રરૂપ દ્રષ્ટે નવ દેખ્યું ।।૨૦।। ત્યારે મુક્તાનંદે મન જાણી, મહાપ્રભુજીએ મહેર આણી ।
આજ આવ્યો તો કષ્ટ અપાર, તેમાં શ્રીહરિએ કરી સાર ।।૨૧।। એમ પરચો પૂરી અવિનાશ, અતિ સુખી કર્યા નિજદાસ ।
એવા બીજા પરચા પણ ઘણા, કહીએ કેટલા મહારાજતણા ।।૨૨।। વળી કહું એક વાત અનુપ, મોટા સંતની છે સુખરૂપ ।
એક અખંડાનંદ આનંદી, કામ ક્રોધમાં ન ચડે કદિ ।।૨૩।। અતિ ત્યાગી ને તપસી તને, સુખ દુઃખમાં ન ડગે મને ।
ભય વિગ્રહ વિપતિ આવે, માનામાને મન ન ડોલાવે ।।૨૪।।
સદા સુખિયા સમજણ માંય, હરે ફરે હરિની ઇચ્છાય ।
ચાલ્યા એક દિવસ એકલા, સંગે સંત નહિ કોઇ ભેળા ।।૨૫।। આવ્યા અરણ્ય ઉજાડ્યમાં સોય, જીયાં મનુષ્ય માત્ર નહિ કોય । તિયાં આવી વિંટ્યા વાઘ ચ્યારે, અખંડાનંદે વિચાર્યું ત્યારે ।।૨૬।। આજ આવ્યો આ દેહનો કાળ, મારી વાઘ ખાશે તતકાળ ।
મોડું વહેલું પડત આ દેહ, એહ વાતમાં નહિ સંદેહ ।।૨૭।।
માટે આજ થયું અતિ સારું, વાઘ અર્થે આવ્યું તન મારું । હવે વેળ્ય ન કરવી કાંઇ, જાઉં વહેલો વાઘ પાસે ધાઇ ।।૨૮।।
ચાલ્યા અખંડાનંદજી જ્યારે, આવ્યા અલબેલો વારે ત્યારે ।
જાણ્યું જનને મારશે વાઘ, બહુ કષ્ટે થાશે તન ત્યાગ ।।૨૯।। તેતો મુજથી કેમ સહેવાય, જોઉં હું દાસને દુઃખ થાય ।
પ્રકરણ
કકકક
૧૩૧
ભક્તચિંતામણી
૫૧૯
એતો ઘટે નહિ કોઇ કાળ, પછી કોણ કહે મને દયાળ ।।૩૦।।
માટે અવશ્ય એને ઉગારું, આજ સંકટમાંહિથી તારું ।
એમ હરિએ કર્યો વિચાર, કરવી અખંડાનંદની વાર ।।૩૧।।
પછી આનંદે અખંડાનંદ, ચાલ્યા સમરતા સહજાનંદ ।
આવ્યા સિંહસમીપ તે જ્યારે, સિંહ જોઇ રહ્યા સામું ત્યારે ।।૩૨।। આવ્યા નજીક મુખને પાસ, નહિ તન ને મનમાં ત્રાસ ।
એમ કહે છે વાઘને વાત, શું જુઓ છો કરો મારી ઘાત ।।૩૩।। ત્યારે વાઘે તે થાપ ઉગામી, અડગ અખંડાનંદ સામી ।
ત્યાંતો ન ડર્યા નિર્ભય ભાળી, વાઘે થાપ તે પર ન વાળી ।।૩૪।। આવ્યા વારે પોત્યે ભગવાન, થયું સાવજને ઉર જ્ઞાન ।
પછી લોટી લાગ્યા વાઘ પાય, આવા સાધુને કેમ મરાય ।।૩૫।।
પછી દઇ પ્રદક્ષિણા ચ્યાર, ગયા વાઘ તે વન મોઝાર ।
એમ પૂરી પરચો ભગવાન, નાથે ઉગારીયો નિજજન ।।૩૬।। એક વાત કહું અતિ સાર, કરી જનની જીવને વાર ।
જેણી રીત્યે ઉગારીયા સંત, કહું તેનું હવે વરતંત ।।૩૭।। એક કૈવલ્યાનંદ કૃપાળુ, ફરે દેશ પ્રદેશે દયાળુ ।
વાટ ઓઘટ વિકટ વન, કર્યું ગિરિગુફાએ ગમન ।।૩૮।। એમ ફરતાં દેશ પ્રદેશ, કર્યો ગુજરધરે પ્રવેશ ।
ત્યાંથી કર્યું કંકદેશે મન, પોતા ભેળા પંચ મુનિજન ।।૩૯।। આવ્યા સાભરતીરે સુજાણ, ન જાણે નદી પાસ મેરાણ ।
અતિ દર્શનની અભિલાષ, મને મહારાજ મળવા આશ ।।૪૦।। અતિ પ્યાસી ઉદાસી અંતરે, એવા થકા તે આવ્યા સાભરે ।
પડ્યા ઉતાવળા પાણીમાંઇ, મને સાન ગમાન ન કાંઇ ।।૪૧।।
નદી મધ્યે આવ્યા મુનિ ધીર, આવ્યું અતિ ઉતાવળું નીર ।
આવ્યો ઘડેડાટ ઘોડો વળી, થયું વાંસજાળે જળ મળી ।।૪૨।। તેહ મધ્યે બૂડ્યા મુનિરાય, પોથી ગોદડી ગઇ તણાય ।
બૂડીનીસરે મસ્તક બહારું, પાણી ઉતરે પેટમાં ખારું ।।૪૩।।
૫૨૦ ભક્તચિંતામણ પ્રકરણ ૧૩૨
થયું મોતતણું મન નિશ્ચે, કિયાં જાય આવ્યા પૂર વચ્ચે ।
કહે માંહોમાંહિ એમ સંત, આ સમે ભજવા ભગવંત ।।૪૪।। બીજે રાખવું નહિ ક્યાંય મન, કરો પ્રભુજીનું ચિંતવન ।
એમ વાત કહેતાં લાગી વાર, આવ્યા વારે ત્યાં વિશ્વઆધાર ।।૪૫।।
લાવ્યા હોડી હરિ જળમાંય, ઝટોઝટ ઝાલ્યા સંત બાંય ।
હોડીમાંય બેસારિયા હાથે, રાખ્યા સંતને બૂડતા નાથે ।।૪૬।।
પોથી ગોદડી સરવે લીધી, કોય વસ્તુ બૂડવા ન દીધી ।
સુખે ઉતારી મૂક્યા આ તીરે, કહે જાઓ મુનિ ધીરે ધીરે ।।૪૭।। એમ ઉગારીયા નિજજન, પૂર્યો પરચો શ્રીભગવન ।
એમ કરે અનેકની સાય, તેતો મુખે કહ્યું નવ જાય ।।૪૮।। અષ્ટ સિધ્ધિ નવ નિધિ જેહ, હાથ જોડી ઉભી રહે તેહ ।
ભવ વૈભવ વસ્ત્ર ને અન્ન, કોઇ વાતે ન પીડાય જન ।।૪૯।।
સદાસુખી દુઃખ નહિ લેશ, હરિ હરે સંકટ હમેશ ।
પૂરે પરચા અતિ અપાર, કહેશું કથા એ નિરધાર ।।૫૦।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજી મહારાજે
મુક્તાનંદ સ્વામી તથા અખંડાનંદ સ્વામી તથા કૈવલ્યાનંદ સ્વામીને
પરચા પૂર્યા એ નામે એકસો ને એકત્રિશમું પ્રકરણમ્ ।।૧૩૧।।
પૂર્વછાયો- સુણો નર વળી શ્રવણે, એક અનુપ આખ્યાન ।
આવે ખુમારી અંતરે, સહુ સાંભળજ્યો સાવધાન ।।૧।।
મોટા હરિજન હરિના, જેનાં તપ પરાયણ તન ।
ત્યાગ વૈરાગ્યની મૂરતિ, અતિ નિયમમાં જેનાં મન ।।૨।। જે દિના મહારાજ મળિયા, ટળિયા તે દિના વિકાર ।
અંતરમાં અણગમતો, થયો સરવે સંસાર ।।૩।।
માત તાત કુળ કુટુંબનો, જેણે કર્યો અતિશે અભાવ ।
ભજ્યા શ્રીભગવાનને, તજી અન્ય ઉછાવ ।।૪।।
ચોપાઇ- ધન્ય જીવુબાઇ હરિજન, રૂડાં રાજબાઇ છે પાવન ।
પ્રકરણ
કકકક
૧૩૨
ભક્તચિંતામણી
૫૨૧
મળ્યા જે દિના જીવનપ્રાણ, સ્વામી સહજાનંદ સુખખાણ ।।૫।। તે દિનાં તન સુખને તજી, ભાવે લીધા ભગવાન ભજી ।
હરિ ભજતામાં જે જે હવું, તેની વાત વિગતે વર્ણવું ।।૬।। જીવુબાઇ હરિજન હવા, માંડી હરિ મૂરતિ પૂજવા ।
તેને તાત કહે સુણો બાઇ, આ શું લીધું બાળાપણમાંઇ ।।૭।। જ્યારે મોટાં થાઓ બાઇ તમે, કરજ્યો પૂજા રાજી છીએ અમે । ત્યારે જીવુબાઇ કહે તાત, એવી અમને ન કહેવી વાત ।।૮।।
નહીં આ તનનો વિશવાસ, અચાનક થઇ જાય નાશ ।
વૃધ્ધપણાને વાયદે રહેવું, અમને નથી મનાતું એવું ।।૯।।
માટે એ વાત તો ન કહેવી, આ મૂરતિ નથી મૂક્યા જેવી । ત્યારે તાતે તે કર્યો વિચાર, એવો શું હશે ચમતકાર ।।૧૦।। જ્યારે દેખું અલૌકિક કાંઇ, ત્યારે મનાય અંતરમાંઇ ।
એમ કરતાં વિત્યા કાંઇ દન, પરચો પામવા ઇચ્છ્યા છે મન ।।૧૧।।
પડી સાંજ ને કરી આરતિ, જીવુબાઇએ ભાવેશું અતિ ।
પછી દૂધ કટોરો ભરીને, આપ્યો હેતેશું પિવા હરિને ।।૧૨।।
પછી બાળમુકુન્દ મહારાજે, પિધું દૂધ જન હેત કાજે ।
જોઇ સહુ જન આશ્ચર્ય પામ્યાં, શિશ જીવુબાને પાય નામ્યાં ।।૧૩।। તાતને ન ગમતું લગાર, તે પણ નમ્યા વારમવાર ।
ધન્ય બાઇ તમારી ભગતિ, ઘેલાઇમાં મેં ન જાણી ગતિ ।।૧૪।। તમે નહિ મનુષ્ય મેં જાણ્યું, છો દેવતા આજ પરમાણ્યું ।
તમે લીધો આંહિ અવતાર, મારા પુણ્યતણો નહિ પાર ।।૧૫।। એમ જીવુબાને જગદીશ, આપે હરિ પરચા હમેશ ।
જેજે લીળા કરે અવિનાશ, હોય દૂર તો દેખાય પાસ ।।૧૬।। હોય હરિ સોય કોશ માથે, પણ દેખાય સદાય સાથે ।
જેજે ક્રિયા કરે હરિ કાંઇ, તેતો જાણે સર્વે જીવુબાઇ ।।૧૭।। નિરાવરણ દૃષ્ટિ નિરધાર, બીજા પરચાનો નહિ પાર ।
જાણે બીજાના અંતરની આપ, તેતો મહારાજનો પરતાપ ।।૧૮।।
૫૨૨ ભક્તચિંતામણ પ્રકરણ ૧૩૨
હવે રાજબાઇની જે રીત્ય, કહું પવિત્ર અતિપુનિત ।
મળ્યા જે દિના શ્રી મહારાજ, તજી તેદિ થકી લોકલાજ ।।૧૯।। તેને મહારાજે મોકલ્યું કાવી, ભક્તિ તમારી મુજને ભાવી ।
પણ માનવું એક વચન, પરણી ભજવા શ્રી ભગવન ।।૨૦।।
માનો આજ્ઞા અમારી આ વાર, નહિતો થાશો સતસંગ બાર । એવું આવ્યું બાઇને વચન, તેણે પીડા પામ્યાં તન મન ।।૨૧।।
પછી માત તાત કુળ મળી, કર્યો વિવાહ બાઇનો વળી ।
પરણાવી સાસરે વળાવ્યાં, બાઇ સાસરાને ગામ આવ્યાં ।।૨૨।। દિઠું પુરુષે બાઇનું રૂપ, સિંહ સાદૃશ્ય ભાશ્યું સ્વરૂપ ।
જોઇ પુરુષ પાછો જ ભાગ્યો, અતિ ડર મનમાંહિ લાગ્યો ।।૨૩।। આતો મનુષ્ય નહિ નિરધાર, કોઇ કારણિક અવતાર ।
માટે વેલ્ય એની પાછી વાળો, જો મારું ભલું થાવાનું ભાળો ।।૨૪।।
પછી બાઇ આવિયાં પિયેર, કર્યું સંસારી સુખશું વેર ।
ઝીણાં વસ્ત્ર આભૂષણ અંગ, તેનો તર્ત તજ્યો પરસંગ ।।૨૫।।
ગળ્યું ચીંકણું સરસ અન્ન, તજ્યું તેનું કરવું ભોજન ।
ખાટ પાટ પર્યંક પલંગે, તજી સુવે ભૂમિપર અંગે ।।૨૬।। અતિ ત્યાગે કરી તન ગાળ્યું, લોહી માંસ શરીરનું બાળ્યું । અતિશય તન મન દમ્યું, તેતો કુટુંબને નવ ગમ્યું ।।૨૭।।
પછી તજ્યા તેને તેહ વાર, અન્ન જળનો ન રાખ્યો વેવાર ।
એણી રીત્યે ભજ્યા ભગવાન, પાળી અતિ મોટાં વ્રતમાન ।।૨૮।। તે પ્રતાપ શ્રી મહારાજતણો, શું કહીએ મહિમા મુખે ઘણો । એમ કરે નિજજનની સાય, માટે મોટો હરિ મહિમાય ।।૨૯।। વળી એક દિવસને માંઇ, કરી હરિએ જનની સાય ।
તેની વાત કહું લિયો જાણી, પ્રભુ પધારિયા કારિયાણી ।।૩૦।। તે સાંભળી ચાલ્યાં દરશને, અતિ બાળક કોમળ તને ।
ભેળો નહિ કોઇ બીજો ભાઇ, ચાલ્યાં બાળબુધ્ધિ ત્રણ બાઇ ।।૩૧।।
મેલ્યું ગામ સીમ લાગી પ્યાસ, પાણી પળિ નહિ પોતા પાસ ।
પ્રકરણ
કકકક
૧૩૩
ભક્તચિંતામણી
૫૨૩
લાગ્યા પગમાં કાંટા કઠણ, ખૂંચે કાંકરા આકરા કણ ।।૩૨।। અતિકષ્ટમાં પિડાણા પ્રાણ, નહિ દેહ રહ્યાનાં એંધાણ ।
એવા સમામાં આવ્યા મહારાજ, જન કષ્ટ નિવારવા કાજ ।।૩૩।। ભેળું લાવ્યા જળ ઠામ ભરી, પાઇ પાણી પ્યાસ ત્રાસ હરિ ।
કાઢ્યા કાંટા તે પોત્યે પગના, થયા ભોમિયા મોરે મારગના ।।૩૪।। આપ્યા મોદક ને પાયું પાણી, ધીરે ધીરે આવ્યાં કારિયાણી । કહ્યું જાઓ બાઇઓ ગામમાંહી, સ્વામી સહજાનંદજી છે આંહી ।।૩૫।।
પાંચ છોછો વરષનાં તમે, તેહ સારુ ભેળા ચાલ્યા અમે ।
હવે સુખે જાઓ ગામમાંય, મનમાં બીક રાખશો માં કાંય ।।૩૬।।
પછી બાળકીયો ત્રણ્યે મળી, લાગ્યાં મહારાજને પાય લળી ।
પછી તેહને પૂછે છે નાથ, તમે આંહિ આવ્યાં કોણ સાથ ।।૩૭।। કહ્યું વિપ્ર એક ભેળો હતો, આવ્યો બહુ ચાકરી કરતો । આપ્યા મોદક ને પાયાં પાણી, કાઢ્યા કાંટા તે પગના તાણી ।।૩૮।।
સુખે પહોંચાડ્યાં અમને આંઇ, નહિ તો ભૂલાં પડી જાત ક્યાંઇ । ત્યારે મહારાજ કહે હતા અમે, કેમ ઓળખતાં નથી તમે ।।૩૯।। આપ્યાં એંધાણ મારગતણાં, તમે પ્યાસે દુઃખી હતાં ઘણાં ।
પાયું પાણી મેં મોદક દીધા, તમે ત્રણે મળી વળી લીધા ।।૪૦।। એમ કહીને હસ્યા મહારાજ, કર્યું નિજસેવકનું કાજ ।
એમ હરિએ કરી સહાય, સર્વે વિસ્મય પામ્યા મનમાંય ।।૪૧।। જેને લાવ્યા કારિયાણી ગામ, તેનું પાંચુ નાનું રામું નામ । એમ આપ્યા જનને આનંદ, સુખદાયી સ્વામી સહજાનંદ ।।૪૨।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ
વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજી મહારાજે જીવુબાઇ તથા રાજબાઇ એ
સર્વેને પરચા પૂર્યા એ નામે એકસો બત્રિશમું પ્રકરણમ્ ૧૩૨
પૂર્વછાયો- વળી વળી શું હું વર્ણવું, મહાપ્રભુનો પ્રતાપ । આપે પરચા અતિ ઘણા, હરિભક્તને હરિ આપ ।।૧।। એક સમે અલબેલડે, કર્યો ડભાણ ગામે જગન ।
૫૨૪ ભક્તચિંતામણ પ્રકરણ ૧૩૩
સર્વે દેશના સતસંગી, આવી કર્યાં હરિ દરશન ।।૨।।
સુંદર મૂરતિ શ્યામની, સજ્યા નખશિખ શણગાર ।
શોભા જોઇ મહારાજની, મગન થયાં નર નાર ।।૩।। જામો મોળિયું જરકશી, ધર્યા તોરા કલંગી તેમાંય ।
વેઢ વિંટિ કનક કડાં, ઉર ઉતરી બાજુ બાંય ।।૪।। છતર ચમર અબદાગરી, બેસી અશ્વ શિબિકાયે નાથ ।
દીધાં દરશન દાસને, રહી ગયો સોરઠી સાથ ।।૫।।
ચોપાઇ- સોરઠના સતસંગી જેહ, સુણ્યો ડભાણે જગન તેહ । અતિ શોચવાન સહુ થયા, મોટી લીળામાંહી રહી ગયા ।।૬।।
મોટો યજ્ઞ કર્યો મહારાજે, ધ્યાન જનને કરવા કાજે ।
તેમાં રહી ગયા જે જે જન, ચાલો હવે કીજે દરશન ।।૭।।
પછી સજ્જ થયા સતસંગી, બાઇ ભાઇ ચાલ્યાં છે ઉમંગી ।
પર્વતભાઇ મયારામ સાથ, થયા સંગવી ચાલ્યા સંગાથ ।।૮।। બાળ વૃધ્ધ ને જુવાન જન, કરવા મહારાજનાં દરશન ।
ચાલી આવ્યાં સહુ કોશ ચાર, મળ્યા સામા ત્યાં પ્રાણઆધાર ।।૯।।
સુંદર વસ્ત્ર પહેરી જરકશી, અતિ હેતમાં રહ્યા છે હસી ।
સુંદર ઘરેણાં શોભે છે ઘણું, રૂપ અનુપ વાલ્યમતણું ।।૧૦।।
સંગે ઘણી ઘોડાની ઘુમ્મર, સખા સાથે શોભે છે સુંદર । આપે ચડ્યા છે અશ્વ અમુલે, ફેંટો પાઘડી છાયાં છે ફુલે ।।૧૧।। કંઠે ફુલના હાર અપાર, શોભે અંગો અંગ શણગાર ।
અતિ મૂરતિ સુંદર શોભે, જોઇ જનતણાં મન લોભે ।।૧૨।। દીધાં સહુને આવી દરશન, નિરખી જન થયાં છે મગન ।
સહુ લાગ્યા લળી વળી પાય, નિરખી નયણાં તૃપ્ત ન થાય ।।૧૩।।
સર્વે મળી કરે છે સ્તવન, મુખે જન બોલે ધન્ય ધન્ય ।
દીનબંધુ દરશન દીધાં, આજ અમને કૃતારથ કીધાં ।।૧૪।। અમે ઉત્સવે ન શક્યાં આવી, તેની દાઝ્ય મહારાજે બુઝાવી । આજ સર્વે મનોરથ સર્યા, નિરખ્યા નાથ સખા રંગ ભર્યા ।।૧૫।।
પ્રકરણ
કકકક
૧૩૩
ભક્તચિંતામણી
૫૨૫
હવે આવો વાલા અમ ઘેર, મહારાજ આજ કરી મહેર ।
કહે નાથ આ સંઘ સઘળો, ચાલો આપણે સહુ પાછા વળો ।।૧૬।। એમ કહી સહુ પાછા વળ્યા, ચાલ્યા મન મોહનજી મળ્યા ।
કહે નાથ આગે જાયે અમે, ધીરે ધીરે સહુ આવજ્યો તમે ।।૧૭।। એમ કહીને શ્યામ સધાવ્યા, સતસંગી સહુ ઘેર આવ્યા ।
કહે અલબેલો કયાં ઉતર્યા, એમ માંહોમાંહિ પૂછી ફર્યા ।।૧૮।। કહે એક આવ્યા નથી આંઇ, એહ વાત રાખો મનમાંઇ ।
એ તો અલૌકિ દર્શન દીધું, જીવત આપણું સુફળ કીધું ।।૧૯।।
નાથ આવ્યા નથી નથી ગયા, દીધાં દર્શન તે કરી દયા ।
એમ પ્રભુ થઇ પરસન, દીધાં અલૌકિક દરશન ।।૨૦।। એમ પરચો પૂર્યો દયાળે, દીનબંધુ જન પ્રતિપાળે ।
આપ્યો સતસંગીને આનંદ, ધન્ય ધન્ય સ્વામી સહજાનંદ ।।૨૧।।
સુણો વાત કહું એક વળી, થાશો મને મુદિત સાંભળી ।
હરિભક્ત ઉધ્ધવજી એક, સારો સતસંગી જાત્યે વણિક ।।૨૨।। કરે ધર્મમાં ઉદ્યમ કામ, ભજે સ્વામિનારાયણ નામ ।
તેને એક દિન ચોર મળી, ઝાલી લઇ ગયા ગરમાં વળી ।।૨૩।। તેને દંડ મનાવવા માટે, કાપ્યો બાવળ કઠણ કાંટે ।
કહે આ લાગશે તન તારે, દંડસારુ મારવો છે મારે ।।૨૪।। આપ્ય રૂપૈયા તું મનમાન્યા, આજ નહિ ઉગરે આપ્યા વિના ।
એમ કહીને કાંટો ઉગામ્યો, તેણે ભક્ત મને ભય પામ્યો ।।૨૫।। કઠણ કાંટા તે કેમ ખમાશે, આજ જીવ તે જરૂર જાશે ।
નથી ઘરમાં દેવાને ધન, જીવતાં ન છુટું કોઇ દન ।।૨૬।।
માટે મહારાજ કરે જો સહાય, તો હું ઉગરું આ દુઃખમાંય । એમ કહીને થયો નિરાશ, રાખ્યો મહાપ્રભુનો વિશવાસ ।।૨૭।। એવા સમામાં આવ્યા દયાળ, દીનબંધુ જનપ્રતિપાળ ।
દીધું ઉધ્ધવજીને દર્શન, નિરખી જન થયો મગન ।।૨૮।।
નયણે નીર ગદગદ વાણી, કહે ભલે આવ્યા દીન જાણી ।
૫૨૬ ભક્તચિંતામણ પ્રકરણ ૧૩૩
આ સમે જો ન આવત નાથ, મારું મોત હતું આને હાથ ।।૨૯।। એમ કહીને લાગ્યો ચરણ, ત્યારે બોલિયા અશરણ શરણ ।
ભક્ત ભય મ રાખીશ કાંઇ, રહેજ્યે નિર્ભય હવે મનમાંઇ ।।૩૦।। તને કષ્ટ નહિ થાય લેશ, વણદંડે તું ઘેર આવીશ ।
એમ કહી ચાલ્યા અવિનાશ, ગયા એ ચોરની નારી પાસ ।।૩૧।। કહે પુરુષ તારો છે પાપી, લાવે છે હરિભક્ત સંતાપી ।
તેને તુર્ત મૂકજે છોડાવી, એમ બાઇને કહ્યું છે આવી ।।૩૨।। એમ કહીને સધાવ્યા શ્યામ, આવ્યા ચોર બાન લઇ ગામ ।
રાખ્યો રાત્ય એક ઘરમાંઇ, બોલી ચોરતણી નારી ત્યાંઇ ।।૩૩।। આતો ભક્ત ભગવાન તણો, થયો અપરાધ તમને ઘણો ।
આને ઝાલી લાવ્યા તમે આંઇ, આવ્યા પ્રભુજીના ગુનામાંઇ ।।૩૪।।
માટે પહેરામણી એને કરી, મુકી આવો લાવ્યા તિયાં ફરી ।
પછી ચોરે કર્યું એણીપેર, કરી વસ્ત્રને મોકલ્યો ઘેર ।।૩૫।। એમ છોડાવ્યો નિજદાસ, આપી પરચો એમ અવિનાશ ।
એમ કરે છે જનનાં કાજ, આપી પરચા અલબેલો આજ ।।૩૬।। વળી કહું પરચાની વાત, સહુ સુણજ્યો કહું સાક્ષાત ।
એક જાદવજી હરિજન, જાતિ વણિક ભક્ત પાવન ।।૩૭।।
જાણે પ્રભુ પ્રકટ પ્રમાણ, સ્વામી સહજાનંદ સુખખાણ ।
દૃઢ આશરો અંતરે એક, જાણે સાર અસાર વિવેક ।।૩૮।। કહું તેહતણી હવે વાત, ગયો ગામ સંબંધી સંગાત ।
તે ગામે હતો જમણવાર, જમી આવ્યા ઉતારા મોઝાર ।।૩૯।। તિયાં હતો એક દરદારી, માગી પાચક ફાકી વિચારી ।
આપ્યું અજાણે વઇદે વિષ, ખાતાં ચ્યાર ચાલ્યા માગી શિષ ।।૪૦।। રહ્યો જાદવજી એક જન, તેની વાત સુણો દઇ મન ।
જ્યારે ખાધું જાદવજીએ ઝેર, ચઢ્યું વિષ લેવા લાગ્યો લેર ।।૪૧।। ત્રુટી નાડી ગયું ગળું મળી, થયો અચેત પડિયો ઢળી ।
પડી ટુંકડી જીભા તે વાર, કરે ભાંગે અક્ષરે ઉચ્ચાર ।।૪૨।।
પ્રકરણ
કકકક
૧૩૪
ભક્તચિંતામણી
૫૨૭
હે નાથ ! હે નાથ ! ગાથ ગાય, સ્વામિનારાયણ કરો સહાય । દીનબંધુ હું દાસ તમારો, આ દુઃખમાંથી આજ ઉગારો ।।૪૩।।
પડ્યો કષ્ટમાં કરે પોકાર, સુણી વાલ્યમ આવ્યા તે વાર ।
મનોહર સુંદર મૂરતિ, જુવે જાદવજી પ્રાણપતિ ।।૪૪।। જોઇ નાથ ને લોભાણાં નેણ, કહે ભલે આવ્યા સુખદેણ ।
આ સમે મને આપ્યું દર્શન, હવે મર છુટે મારું તન ।।૪૫।।
પછી નાથ કહે સુણ્ય એહ, આજ રાખવું છે તારું દેહ ।
તારા સંગાથી ગયા સુધામ, તારું પણ થઇ રહ્યું તું કામ ।।૪૬।।
પણ ઉગર્યો આ પળમાંઇ, હવે બીક રાખીશમાં કાંઇ ।
એમ કહીને સધાવ્યા શ્યામ, તર્ત વણિક પામ્યો આરામ ।।૪૭।। એમ ઉગારીયો નિજજન, આપી પરચો આપે ભગવન ।
એમ દાસતણાં દુઃખ કાપે, બહુ પરચા પળે પળે આપે ।।૪૮।। જેમ જનની જાળવે બાળ, એમ જતન કરે છે દયાળ ।
તેણે વર્તે છે જનને આનંદ, સુખ આપે શ્રી સહજાનંદ ।।૪૯।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે હરિભક્તને મહારાજે
પરચા પૂર્યા એ નામે એકસો ને તેત્રિશમું પ્રકરણમ્ ।૧૩૩।
પૂર્વછાયો- વળી વળી શું હું વર્ણવું, ભાઇ પરચાનો નહિ પાર । દુઃખ પડે જ્યારે દાસને, ત્યારે તર્ત કરે હરિ વાર ।।૧।। વિપત પડ્યે નહિ વેગળા, રહે ભક્ત ભેળા ભગવાન ।
તેણે મગન મનમાં, હંમેશે રહે હરિજન ।।૨।।
અંગે ખુમારી ન ઉતરે, શ્રીહરિની સામર્થી જોઇ ।
નરનારી નિર્ભય રહે, મન ભય ન માને કોઇ ।।૩।। દેહછતાં દુઃખિયા નહિ, મુવા પછી જાવું બ્રહ્મમોલ ।
પેખી પ્રતાપ એ નાથનો, તેણે અંગે સુખ અતોલ ।।૪।।
ચોપાઇ- એક પરચો કહું અનુપ, સારો સુણ્યા જેવો સુખરૂપ । હરિ હતા તે હાલાર દેશ, ત્યાંથી કર્યો કચ્છે પરવેશ ।।૫।।
૫૨૮ ભક્તચિંતામણ પ્રકરણ ૧૩૪
એક સેવક સંગે લઇને, ચાલ્યા રણની વાટે વઇને ।
મારગમાં ચાલતાં મહારાજ, કર્યાં કંઇક જનનાં કાજ ।।૬।। એક વિપ્ર દારિદરી દીન, અન્ન વસ્ત્રે કરી અતિ ખીન્ન ।
તેને આપિયાં વસ્ત્ર ઉતારી, પેંડા પાક ને સુખડી સારી ।।૭।। કાપી દરિદ્ર એનું દયાળ, ચાલ્યા ત્યાંથી જન પ્રતિપાળ ।
વાટે ચાલતાં ન કરે વેલ, અતિ ત્યાગી અંગે અલબેલ ।।૮।। આવ્યા સમુદ્ર સમીપે શ્યામ, પડી સાંજ રહેવા નહિ ઠામ ।
લાગી પ્યાસ ને પીડાણા પ્રાણ, સુક્યો કંઠ ન બોલાય વાણ ।।૯।।
લાગ્યા કાંટા ને કાંકરા વળી, અતિ થાકમાં પડિયા ઢળી । એહ માંહિલું ન ગણ્યું દુઃખ, ચાલો ચાલશું કહે શ્રીમુખ ।।૧૦।। એમ કહી ઉઠ્યા અવિનાશ, એક સેવક છે પોતા પાસ ।
તેતો પામિયો પીડા અપાર, પ્રાણ તજવા થયો તૈયાર ।।૧૧।।
પડ્યો ઉષર જળમાં આપ, પ્યાસ ભૂખ દુઃખ ને સંતાપ ।
કંઠે આવી રહ્યા જ્યારે પ્રાણ, ત્યારે બોલિયા શ્યામ સુજાણ ।।૧૨।।
સુણો દાસ કહે અવિનાશ, પિવો જળ જો હોય પિયાસ ।
કહે દાસ પિયાસ છે ભારી, કેમ પિવાય ખારું આ વારી ।।૧૩।। કહે નાથ નથી ખારું નીર, પિવો જળ જે રહે શરીર ।
ત્યારે વિશ્વાસી દાસે તે પીધું, વાલે ગંગાજળ જેવું કીધું ।।૧૪।।
પીધું પાણી ને ગઇ પિયાસ, એમ ઉગારીયો નિજદાસ ।
ખારો સાગર મીઠો જ કીધો, એવો પરચો પ્રભુજીયે દીધો ।।૧૫।। એહ સમે પુરુષ અલૌકિ, ગયા મોહન મુખ વિલોકી ।
પછી ત્યાંથી ચાલ્યા સુખકારી, થયું જેવું હતું એવું વારી ।।૧૬।। એમ આપ્યો પરચો અવિનાશે, જેવો દેખ્યો તેવો લખ્યો દાસે ।
પછી ત્યાંથી ચાલ્યા બહુનામી, આવી મળ્યા રામાનંદ સ્વામી ।।૧૭।। તેને પાય લાગ્યા જોડી હાથ, પછી ત્યાં થકી ચાલિયા નાથ । આવ્યું એક તળાવ અરણ્ય, રહ્યા રાત્ય ત્યાં અશરણશરણ ।।૧૮।।
પોઢી જાગિયા પ્રાણજીવન, જોઇ રાજી ને પૂછે છે જન ।
પ્રકરણ
કકકક
૧૩૪
ભક્તચિંતામણી
૫૨૯
કાલ્ય પાણીમાં પુરુષ મળ્યો, તેતો નાથજી મેં નવ કળ્યો ।।૧૯।। થયું ખારું મીઠું કેમ વારી, તમે નમ્યા કેને સુખકારી । કહે નાથ જન મન જાણ્ય, મળ્યો પુરુષ તે મુક્ત પ્રમાણ ।।૨૦।। કર્યું ખારું તે મીઠું મેં પાણી, તારી પ્યાસની પીડા મેં જાણી ।
પછી મળ્યા રામાનંદ સ્વામી, તેને ચાલ્યા અમે શિશ નામી ।।૨૧।। બીજા પુરુષ અલૌકિક બહુ, આવે જાય આંહિ નિત્ય સહુ ।
એવી વાત કરી અવિનાશે, સુણી શ્રીમુખથી નિજ દાસે ।।૨૨।। એવી કહી અલૌકિક વિધ્ધ, કર્યું પાણી મીઠું પરસિધ્ધ ।
એમ આપી પરચો મહારાજ, કર્યું નિજ સેવકનું કાજ ।।૨૩।। જેની કરી શ્રીહરિએ સાર, તેનું નામ લાલજી સુતાર ।
વળી બીજી કહું એક વાત, સ્વામી સચ્ચિદાનંદની વિખ્યાત ।।૨૪।। થયો જે દિનનો સતસંગ, થયું તે દિનું અલૌકિ અંગ । હરે ફરે કરે કાંઇ કામ, રહી હરિમાંહિ આઠું જામ ।।૨૫।। અતિ પ્રેમી સનેહી અમળ, પ્રભુ વિના ન રહેવાય પળ ।
જો ન દેખે નયણે દયાળ, તો ન રહે શરીર સંભાળ ।।૨૬।।
નાથ ન દીઠે ન રહે ધીર, વહે નવ દ્વારે રુધિર ।
જીવે હરિની મૂરતિ જોઇ, જો ન દેખે પડે દ્રગે લોઇ ।।૨૭।। એવા હેતવાળા હંસરૂપ, કહું તેહની વાત અનુપ ।
જ્યારે પોત્યે હતા ઘરમાંઇ, દેવ દેવી ન માનતા કાંઇ ।।૨૮।। એવું જાણી ભુવા ભેળા થયા, કહે મારીયે આજ અજીયા ।
અતિ ધુણે દિયે ધુધકારી, નાપ્ય પરચા તો નાખીયે મારી ।।૨૯।। દઇ ડારો અતિ અકળાવ્યો, દુષ્ટે હરિજનને ડરાવ્યો ।
તેની વાર કરવા મહારાજ, આવ્યા અલબેલો અધિરાજ ।।૩૦।। કહે આવો પરચો હું આપું, પાપી મસ્તક તમારાં કાપુ ।
મારા દાસને આપ્યું જે દુઃખ, વાત આજ તમારી વિમુખ ।।૩૧।। એવું સાંભળી ભાગ્યા છે ભુવા, માન્યું મનમાં જે હવે મુવા । બીજા આવી લાગ્યા હરિપાય, એમ કરી સેવકની સહાય ।।૩૨।।
૫૩૦ ભક્તચિંતામણ પ્રકરણ ૧૩૪
કહે નાથ તું સાંભળ જન, કશો ભય મ રાખીશ મન ।
એમ વાર કરી વાલો વળ્યા, આપ્યો પરચો અઢળ ઢળ્યા ।।૩૩।। વળી એક દિવસને માંય, કરી સચ્ચિદાનંદની સહાય ।
સચ્ચિદાનંદ દર્શન કાજે, ચાલ્યા કચ્છદેશ બેસી ઝાઝે ।।૩૪।।
સંભારી શ્રીહરિની મૂરતિ, આવ્યું અંગમાં આનંદ અતિ ।
તેણે ન રહ્યા નાડી ને પ્રાણ, મુક્યો દેહ મળિયાં એંધાણ ।।૩૫।। તેને વહી ગયા દિવસ ત્રણ, શ્વાસ ન ચાલે પામિયા મરણ ।
પછી કાષ્ઠમાં ખડકી કાયા, દેવા અગની તૈયાર થયા ।।૩૬।। તેહ સમે આવ્યા સુખકંદ, સાર લેવા સ્વામી સહજાનંદ ।
ચિતામાંહિથી ઉઠાડ્યો દાસ, આપ્યો પરચો એ અવિનાશ ।।૩૭।। આવ્યાતા આભડવા જે જન, તેતો આશ્ચર્ય પામિયા મન ।
પછી આવી લાગ્યા સહુ પાય, કહે હરિએ કરી સહાય ।।૩૮।। વળી એક દિવસની વાત, વરસે અખંડ ધાર વર્ષાત ।
આવી નદી ભરપુર ભારી, વહે અતિ વેગમાંહિ વારી ।।૩૯।। તે ઉતરવા કર્યો વિચાર, પડ્યા પોતે તે પાણીમોઝાર ।
પગ ન ટક્યો તણાણા ત્યારે, તેહ સમે આવ્યા વાલો વારે ।।૪૦।। ઝાલી બાંય ને કાઢિયા બહાર, દિયે ઠપકો વારમવાર ।
હવે કરીશમાં આવું ફરી, એમ કહીને સધાવ્યા હરિ ।।૪૧।। બૂડતાં દાસ ઉગારી લીધો, એમ પરચો અલબેલે દીધો ।
વળી કહું તે એક દિવસ, પ્રભુ પ્રીત્યમાં થયા પરવશ ।।૪૨।।
પિંડ બ્રહ્માંડનું ન રહ્યું ભાન, કરતાં શ્રીજીમહારાજનું ધ્યાન । જાણી બાવરા બેડી પહેરાવી, ભાંગી બેડી અલબેલે આવી ।।૪૩।। ત્યારે ઘરમાં ઘાલી દીધું તાળું, રાખ્યું રખવાળે રખવાળું । તે માંહિથી વાલો કાઢી ગયા, તાળાં કમાડ તે દીધાં રહ્યાં ।।૪૪।। જોઇ આશ્ચર્ય પામિયા જન, સચ્ચિદાનંદજી ધન્ય ધન્ય ।
એહ આપ્યો પરચો દયાળે, દીનબંધુ જનપ્રતિપાળે ।।૪૫।। વળી એક દિવસ નિદાન, આવ્યું ટુંટિયું મૂરતિમાન ।
પ્રકરણ
કકકક
૧૩૫
ભક્તચિંતામણી
૫૩૧
કહે કાયામાં પ્રવેશ કરી, તારા પ્રાણ લઇશ હું હરિ ।।૪૬।। ત્યારે સચ્ચિદાનંદ કહે સારું, આવ્ય રૂપ બદલીને તારું ।
પછી પ્રકાશરૂપે તે પેઠું, આવી નાભિકમળમાં બેઠું ।।૪૭।।
પછી સચ્ચિદાનંદે તે જાણી, લીધી કર પગની નાડી તાણી ।
પછી પ્રકટાવી જઠર ઝાળ, બળવા લાગ્યું ટુંટિયું તે કાળ ।।૪૮।। કહે આજ મુજને ઉગારો, કેદી ન કરું છેડ તમારો ।
પછી ગયું દઇ વરદાન, પૂર્યો પરચો શ્રીભગવાન ।।૪૯।। એમ સચ્ચિદાનંદજી સંત, પામ્યા પરચા ભજી ભગવંત ।
તેતો લખતાં ન લૈયે પાર, જે જે પૂર્યા છે પ્રાણઆધાર ।।૫૦।।
પડે કષ્ટ જનને જો કાંઇ, કરે સહાય હરિ તે માંઇ ।
તેણે વર્તે છે અતિ આનંદ, કહું સુણો સહુ જન વૃંદ ।।૫૧।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ
વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે નિષ્કુળાનંદ સ્વામી તથા સચ્ચિદાનંદ સ્વામી એ આદિને પરચા પૂર્યા એ નામે એકસો ચોત્રિશમું પ્રકરણમ્ ।૧૩૪
પૂર્વછાયો- વળી કહું એક વારતા, સાંભળી છે સુંદર સોય ।
સામર્થી શ્રીમહારાજની, સાંભળજ્યો સહુ કોય ।।૧।।
સત્સંગ સૂર્ય સમ શોભિયો, અજ્ઞાની ઉલુક થયા અંધ ।
મુક્ત જક્તમાંહિ જોઇને, બળી ઉઠ્યા માયાના બંધ ।।૨।। તેણે ઉપાધી આદરી, કરે સાધુને સંતાપ ।
મનસુબો કરે મારવા, એવું પાપીને મન પાપ ।।૩।।
સંત ફરે સર્વે દેશમાં, કરવા પ્રભુની વાત ।
ભેખ અસુર ભેળા થઇ, માંડ્યો અતિ ઉતપાત ।।૪।।
ચોપાઇ- ભેખધારી તે દ્વેષ કરે છે, કહે સ્વામીના સાધુ ફરે છે । તેને મરાવી નાખીયે જ્યારે, થાય આપણને સુખ ત્યારે ।।૫।।
માટે સહુ મળીને વિચારીયે, એના મોટા મોટાને મારીયે ।
મુક્તાનંદ આદિ જે મોટેરા, છે અધિકારી સતસંગ કેરા ।।૬।।
મોરથી એનો આણિયે અંત, તો સહુ થાયે આપણે નચિંત ।
૫૩૨ ભક્તચિંતામણ પ્રકરણ ૧૩૫
પછી અમદાવાદને માંઇ, સ્વામી મુક્તાનંદ હતા ત્યાંઇ ।।૭।। તેને આપિયું હળાહળ વિષ, પાપીયે પરસાદિને મિષ ।
તિયાં શ્રીહરિયે કરી સહાય, પ્રસાદી ન મેલી મુખમાંય ।।૮।।
પણ ચંદનમાં હતું મૃત, તેતો ચર્ચિયું અંગમાં તુર્ત ।
અતિ આકરું ઝેર છે જેહ, સ્પર્શે રહે નહિ કેનું દેહ ।।૯।। તેતો ચર્ચ્યું મુક્તાનંદ તને, તિયાં સહાય કરી ભગવને ।
મુક્તાનંદને ન આવ્યો આલ, ગઇ ચર્ચનારા કરખાલ ।।૧૦।। જેણે નજર ભરી જોયું એજ, તેનું ક્ષીણ થયું નેણતેજ ।
એવું હળાહળ વિષ ભારી, તેથી મુક્તને લીધા ઉગારી ।।૧૧।। એમ શ્રીહરિએ કરી સાર, મુક્તાનંદજીની વાલે વાર ।
બીજી વાત કહું એક વળી, સહુ મુદિત થાશો સાંભળી ।।૧૨।।
મોટી મંડળી બાંધી મહંત, ગયા સુરત શહેરમાં સંત ।
અતિ ત્યાગી ધન ત્રિયાતણા, જ્ઞાની ધ્યાની ને ભજની ઘણા ।।૧૩।।
મુમુક્ષુને મેળવે મહારાજ, આપી ઉપદેશ કરે કાજ ।
બીજે ભેખે ભર્યું સારુ શહેર, જેને ધર્મ દયા નહિ મહેર ।।૧૪।। તેણે સાચા સંતને સાંભળી, ભેખ ઉઠ્યા ઠામો ઠામ બળી ।
અતિ દ્વેષે વસાવિયું વેર, આપ્યું ભિક્ષાની ઝોળીમાં ઝેર ।।૧૫।। ખાધું ષટદશ સંતે મળી, જમતાં વેંત પડ્યા ભોંયે ઢળી ।
મળ્યો કંઠ પડી જીભ ટુંકી, નાડી સહુની ગઇ ઘર મુકી ।।૧૬।। તેહ સમે આવ્યા મહારાજ, વિષ જનનું વાળવા કાજ ।
આપ્યાં અલૌકિક દરશન, નિરખી જન થયા છે મગન ।।૧૭।। હતું વિષનું દુઃખ અપાર, નાથ નિરખી ન રહ્યું લગાર ।
એમ ઉગારિયા નિજજન, આપી પરચો એ ભગવન ।।૧૮।। વળી વાત એક સુણો સહુ, સંત સહાય કરે હરિ બહુ ।
એક ગામ નામે જલસેણ, તિયાં સંત ગયા સુખદેણ ।।૧૯।। કરે હરિ કથા કરી પ્રીત, અતિ તને ત્યાગી ઇંદ્રિજીત ।
દિયે મોક્ષ મારગ દેખાડી, સત્ય અસત્ય વિગતિ પાડી ।।૨૦।।
પ્રકરણ
કકકક
૧૩૫
ભક્તચિંતામણી
૫૩૩
એવા દેખી સાધુ શિરોમણિ, થઇ દુષ્ટ દલે દાઝ્ય ઘણી ।
આતો ખરા વેરી છે આપણા, જાય જીવથી તો ન રહે મણા ।।૨૧।।
પછી પાપી નરે પરિયાણ્યું, મુનિ મારવાને વિષ આણ્યું ।
મુકી રાખ્યું તે અન્નમાં મેલી, નાખ્યું ઝોળીમાંહિ ઝેર ભેળી ।।૨૨।। ખાધું સંત મળી વળી ચારે, પડ્યું પેટમાંહિ ચડ્યું ત્યારે । અતિ વિષ આકરૂં અગાધ, ખાતાં વેંત રહિ નહિ સાધ ।।૨૩।।
નીલા કાચસમ થઇ કાયા, આવી મુઝ્ય ને સંત મુઝાયા ।
રૂંધ્યો કંઠ બોલી બંધ થઇ, ઉગરવાની આશા ન રહી ।।૨૪।। કરે અંતરમાંહિ ભજન, આવો અંતકાળે ભગવન ।
એકવાર દરશન દીજે, સ્વામી સાર સેવકની લીજે ।।૨૫।। એમ કહેતાં આવ્યા અવિનાશ, પ્રભુજી સંત પોતાના પાસ ।
આવ્યા અલૌકિકરૂપે આપ, હર્યો સંતનો તર્ત સંતાપ ।।૨૬।। વિષ વાળી દિધું દરશન, નિરખી જન થયા પરસન ।
કહે ધન્ય ધન્ય મહારાજ, તમે મૃત્યુથી ઉગાર્યો આજ ।।૨૭।। તમે આવત નહિ આવાર, અમે ચાલ્યા હતા સંત ચાર ।
એમ કહીને લાગિયા પાય, ધન્ય નાથ કરી તમે સાય ।।૨૮।। એમ ઉગારિયા નિજજન, પૂર્યો પરચો એ ભગવન ।
જેહ સંતને આપ્યું આનંદ, તેનું નામ છે આતમાનંદ ।।૨૯।। વળી વાત કહું કરી વિવેક, સ્વામી અનંતાનંદની એક ।
ગયા ફરવા કરવા વાત, પ્રભુ પ્રકટની તે સાક્ષાત ।।૩૦।। શહેર બુરાનપુરમાં જઇ, કરે વાત પ્રભુની ત્યાં રઇ ।
એક દિવસે સંત બેચ્યાર, ગયા નાવાને તાપી મોઝાર ।।૩૧।। ભોળા સંત પડ્યા પૂરમાંઇ, જેને સાન ગમાન ન કાંઇ ।
પાણી અથાહ વહે ભમરી, પડ્યા તે મધ્યે ન જાણે તરી ।।૩૨।।
લીધા ભમરીયે ઘાલ્યા તળે, જેમાં આવ્યો કોઇ ન નિકળે । તેહમાંહિ રહ્યા ઘડી ચ્યાર, આવ્યા વાલમ કરવા વાર ।।૩૩।।
મનોહર સુંદર મૂરતિ, છબી નૌતમ અલૌકિ અતિ ।
૫૩૪ ભક્તચિંતામણ પ્રકરણ ૧૩૬
દિધું જળમાંહિ દરશન, નિરખી હરખિયા નિજજન ।।૩૪।।
પછી ઉછાળિ કાઢિયા બહાર, એમ કરી સેવકની સાર ।
આવ્યા આરે પૂછે મળી જન, મોટું આશ્ચર્ય રહ્યું જે તન ।।૩૫।। કહે અનંતાનંદ એ ખરું, આજ નિશ્ચે નોતું જે ઉગરું ।
કરી મહારાજે મારી સહાય, કાઢ્યો નાથે મને ઝાલી બાંય ।।૩૬।। વળી દરશન દીધું અલૌકિ, આપે ગયા આરે મને મૂકી ।
ત્યારે સહુ કહે ધન્ય ધન્ય, પામ્યા પરચો તમે સાધુજન ।।૩૭।। એમ જળથી જન ઉગાર્યો, મહાદુઃખમાંથી તર્ત તાર્યો ।
એવા પરચા લાખ હજાર, પ્રભુ પૂરે છે વારમવાર ।।૩૮।। કહેતાં લખતાં ન આવે અંત, જે પામ્યા છે પ્રભુજીથી સંત । ઘડિઘડિ પળપળમાંય, સ્વામી કરે સેવકની સાય ।।૩૯।। એમ નાથ ન કરે જો વાર, પડે વિઘ્ન તો લાખહજાર ।
દેવ દાનવ પશુ પનંગ, ભૂત પ્રાણી નર ધર અંગ ।।૪૦।। એવા વિઘ્નથી ઉગારે આપ, ધન્ય ધન્ય પ્રભુનો પ્રતાપ ।
જે જે આપ્યું જનને આનંદ, કહ્યું ન જાય નિષ્કુળાનંદ ।।૪૧।। ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય
નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે મુક્તાનંદ
સ્વામી તથા આત્માનંદ સ્વામી તથા અનંતાનંદ સ્વામી એ આદિને
પરચા પૂર્યા એ નામે એકસો ને પાંત્રિશમું પ્રકરણમ્।૧૩૫।
પૂર્વછાયો- વળી કહું એક વારતા, સુણો તે સર્વે જન ।
ભિડ્ય પડે જ્યારે ભક્તને, ત્યારે ભય હરે ભગવન ।।૧।। કરે સહાય હરિ કષ્ટમાં, નિજસેવકની નરવીર ।
વસમી વેળાએ વાલ્યમો, સુખ આપે શ્યામ સુધીર ।।૨।।
સુખકારી દુઃખહારી, ધારી ટેક એ ધર્યની ।
દાસના અવિનાશ ત્રાસ, વિનાશન રીત ઘરની ।।૩।।
જીયાંજીયાં નિજજનની, જગજીવને કરી જતન ।
સુણાવું કંઇ સંક્ષેપે, સાંભળજ્યો સહુ જન ।।૪।।
પ્રકરણ
કકકક
૧૩૬
ભક્તચિંતામણી
૫૩૫
ચોપાઇ- એક વિપ્ર વાંકાનેર ગામ, હરિભક્ત નામ જીવરામ ।
પાળે નિજધરમ આચાર, કરે નિર્વાહ સારુ વેપાર ।।૫।। એમ કરી કરે ગુજરાણ, ભજે પ્રભુ પ્રકટ પ્રમાણ ।
પાળે પળે જેટલું વચન, કરે સ્વામી શ્રીજીનું ભજન ।।૬।। એકવાર કણ લેવા કાજે, ગયો સિંધ દેશ બેસી ઝાઝે ।
વોરી ચોખા ને ભરીયું વાણ, વળ્યો સિંધથી દ્વિજ સુજાણ ।।૭।।
મળ્યા વાટમાં વળતા ચોર, મહાપાપી અધર્મી અઘોર ।
આડા આવીને રોકિયું ઝાઝ, માલ મિલકત લુંટવા કાજ ।।૮।। બેડી સાથે બેડી બાંધી લીધી, કરી હાકલ ને હલાં કીધી । જ્યારે ચોર નાવે આવી ચડ્યા, ત્યારે ખેવટ પાણીમાં પડ્યા ।।૯।। રહ્યો જીવરામ એક જેહ, તર્ત ઝાલી લીધો ચોરે તેહ ।
બાંધ્યા પાછા વાળીને બે હાથ, માર્યા માથામાં છરા છો સાત ।।૧૦।।
પછી જીવતો જળમાં નાખી, બેડી હાંકિ ગયા ઘેર આખી ।
પડ્યો જીવરામ જળમાંય, તરે તન જીવ નવ જાય ।।૧૧।।
પછી વિપરે કર્યો વિચાર, પડ્યું દુઃખ તે આજ અપાર ।
કેમ જાતા નથી હજી પ્રાણ, આ શું બોળતો નથી મેરાણ ।।૧૨।। કરે વિનંતિ વારમવાર, કરો સ્વામી સહજાનંદ સાર ।
આવો વહેલા છોડાવિયે તન, બીજી નથી ઇચ્છા હવે મન ।।૧૩।। એમ કહી થઇ દીન અતિ, ત્યારે વારે આવ્યા પ્રાણપતિ ।
લાવ્યા સુંદર કોટિયું સાથ, છોડિયા બંધન થકી બેઉ હાથ ।।૧૪।। બાંય ગ્રહિને બેસાર્યો બેડી, ચાલ્યા દયાળુ દાસને તેડી । હાલી હળવે હળવે હુડી, લાવ્યા પાર પ્રભુ રીત્ય રુડી ।।૧૫।। ભૂખ પ્યાસની વેદના હરિ, બૂડતાં જળમાં સાય કરી ।
એમ ઉગારીયો નિજદાસ, આપ્યો પરચો એ અવિનાશ ।।૧૬।।
પછી ધીરેધીરે જીવરામ, ચાલ્યો આવતો તો નિજ ગામ ।
તેથી મોર સંભળાણી વાત, થયું જીવરામ તન પાત ।।૧૭।। એવું સર્વે સંબન્ધી સાંભળી, આવ્યા જીવરામ ઘેર મળી ।
૫૩૬ ભક્તચિંતામણ પ્રકરણ ૧૩૬
કહે સમાચાર એવો આવ્યો, જીવરામ તો ધામ સધાવ્યો ।।૧૮।। ત્યારે બોલી એ દ્વિજની માત, એવી કરશો માં કોઇ વાત ।
મારો મુવો નથી જીવરામ, તમે જાઓ ઘેર કરો કામ ।।૧૯।।
પછી સહુએ બહુબહુ કહ્યું, ડોશી તારું છે કઠણ હૈયું ।
પણ જાય છે દ્વિજનો ધર્મ, વહુને કરાવિયે ચુડાકર્મ ।।૨૦।। ત્યારે ડોશી થયાં દલગીર, ભર્યાં લોચનિયાંમાંહિ નીર । ત્યારે એ સમે આવિયા શ્યામ, ડોશી નથી મુવો જીવરામ ।।૨૧।। બોલ્ય સહુને આગે હોડ બકી, કાલ બપોરે આવશે નક્કી ।
પછી ડોશીયે તેમજ કહ્યું, આવ્યો જીવરામ સત્ય થયું ।।૨૨।। એમ પરચો આપી મહારાજ, કર્યું ભક્ત બ્રાહ્મણનું કાજ ।
વળી વાત અનુપમ અતિ, સુણિ લેજ્યો સહુ શુભમતિ ।।૨૩।। એક સત્સંગી ગોલિડું ગામ, ભજે સ્વામિનારાયણ નામ ।
સંત સાચા જાણે સ્વામિતણા, ગણે બીજાને કપટી ઘણા ।।૨૪।। એવું ગામ બધું ગુણવાન, સુણે વાત હેતે દઇ કાન ।
તેમાં એક કુસંગી અભાગી, ફશ્યો ફેલમાં ન શક્યો ત્યાગી ।।૨૫।। તેને લેવા આવ્યા જમરાણ, ધાયા કિંકર લઇ ધમસાણ ।
તિયાં ભક્ત રહે ભાઇ ચાર, રાજગુરુ બ્રાહ્મણ ઉદાર ।।૨૬।। ભીમ વશરામ રાઘવ રાણો, ચાર ભક્ત પ્રભુના પ્રમાણો ।
તેણે દીઠું જમદળ જ્યારે, મને વિચારીયું મળી ચ્યારે ।।૨૭।। આપણે શ્રી મહારાજના છીએ, એ જીવ જમને કેમ દઇએ ।
પ્રભુ પ્રતાપ ઉરમાં ધારી, ચાલો સહજાનંદજી સંભારી ।।૨૮।। જ્યારે વાળીયે જમને પાછા, ત્યારે આપણે સત્સંગી સાચા ।
એમ પરિયાણી ભાઇ ચાર, આવ્યા જમને આડા તેવાર ।।૨૯।। કહે પાપી પાછા વળો તમે, ગરવા ગામમાં નહિ દૈયે અમે । કહે જમ જાળવ્ય ઘર તારું, આખા ગામનું નહિ થાય વારું ।।૩૦।। કહે ભક્ત આ સર્વે સ્વામીના, પ્રભુ પ્રકટ બહુનામીના ।
કહે જમ એ જાુઠું સઘળું, એને લીધા વિના નવ વળું ।।૩૧।।
પ્રકરણ
કકકક
૧૩૬
ભક્તચિંતામણી
૫૩૭
કહે ભક્ત ખાશો માર જ્યારે, પાપી ભાગશો તમે તે વારે । ત્યારે જમ કહે જા તારે ઘર, એમ કહીને ઉગામ્યો કર ।।૩૨।। ત્યારે ભીમ રાણો ભડ ભારી, કૃતાંત દાંતમાં ડાંગ મારી । થયો કડાકો વસમી વીતિ, જમ ભક્તને ન શક્યા જીતી ।।૩૩।।
પામ્યા ભય ભાગ્યા જમરાણ, આતો જન દિસે છે જોરાણ ।
ભક્ત તમે સાચા સાચા સ્વામી, અમે જાઇએ છીએ હાર પામી ।।૩૪।। એમ જન જીત્યા જમસાથે, કરી સાય સેવકની નાથે ।
જેને બળ બહુનામીતણું, માન્યું પોતાને સેવકપણું ।।૩૫।। તેથી જાણો કોણ ન જીતાય, આ લોક પરલોકને માંય ।
એનું આશ્ચર્ય કાંઇ મ જાણો, આપ્યો પરચો એ પરમાણો ।।૩૬।।
પછી આવ્યો એ પ્રાણીનો અંત, ત્યારે તેડવા આવિયા સંત । એમ આપ્યો પરચો એ નાથ, વળી સાંભળજ્યો એક ગાથ ।।૩૭।। વીત્યાં વર્ષ માસ કાંઇ દન, આવી અવધ્યે તજ્યું રાણે તન ।
મુવા મોરે સહુને જણાવ્યું, કહે મોત માનો મારું આવ્યું ।।૩૮।। જેને આવવું હોય જરૂર, ચાલો તેડીજાઉં બ્રહ્મપુર ।
એમ સહુને કહે વળીવળી, સહુ સામું જોઇ રહે સાંભળી ।।૩૯।।
પછી માત સુતે માની વાત, કહે અમે આવશું સંગાત ।
પછી તજ્યું રાણે જ્યારે અંગ, માત સુત લઈ ચાલ્યો સંગ ।।૪૦।। એવો પ્રતાપ મહારાજતણો, શું કહિએ મુખથી ઘણોઘણો । કહું વારતા એક હું વળી, સહુ થાશો થકિત સાંભળી ।।૪૧।। એક નાસ્તિકી આરજ્યા થઈ, મુંડાઇ માંડવધારે રઇ ।
તેને રહીગઇ એવી આશ, ખાધું સર્વસ્વ ન ખાધું માંસ ।।૪૨।।
પછી મરીને મરકી થઇ, માર્યા માંડવધારમાં કઇ ।
એક બાળી આવે ઘરબહાર, ત્યાંતો બીજાું થયું હોય ત્યાર ।।૪૩।। તેને ઉપાડી જઇ મુકે આગ્ય, ત્યાંતો ત્રીજાું કરે તનત્યાગ । એમ અહોનિશ માનવી મરે, મરકી ભક્ષ માણસનો કરે ।।૪૪।।
પછી સત્સંગી મળી સુજાણ, આવ્યા પ્રભુ પાસે જોડી પાણ ।
૫૩૮ ભક્તચિંતામણ પ્રકરણ ૧૩૭
કહે મહારાજ ત્યાં લગી આવો, રાંડ મરકીને મારી નસાવો ।।૪૫।। ત્યારે નાથ કહે જાઓ તમે, સારું સંત ને આવશું અમે ।
પછી પધાર્યા સંત ને શ્યામ, ત્યારે મુકી ગઇ મરકી ગામ ।।૪૬।। દીઠી સંતે તે મૂરતિમાન, ભર્યા દંત રુધિરે નિદાન ।
એવા પરચા બીજા અપાર, કહેતાં લખતાં ન આવે પાર ।।૪૭।। ધન્ય સતસંગી ધન્ય શ્યામ, પૂરી હરિએ હૈયાની હામ ।
જે જે જનની કરી સહાય, તેતો મુખથી કહ્યું ન જાય ।।૪૮।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળા-નંદ
મુનિવિરચિતે ભક્તચિંતામણિમધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને છત્રિશમું પ્રકરણમ્ ।।૧૩૬।।
પૂર્વછાયો- વળી કહું એક વારતા, હરિજનની કરી હેત ।
સાંભળતાં સુખ ઉપજે, વળી તરે કુટુંબ સમેત ।।૧।।
સુંદર જશ સતસંગીનો, જે સુણશે વારમવાર ।
પરિશ્રમ વિના પામશે, આ ભવસાગરનો પાર ।।૨।।
કહેશે કથા કોડે કરી, વળી સુણશે થઇ સાવધાન ।
તેના મનોરથ પૂરશે, પ્રકટ શ્રીભગવાન ।।૩।।
એવી કારણિક છે કથા, સત્ય માનજ્યો સહુ કોય ।
હવે જશ હરિજનના, સંભળાવું વળી સોય ।।૪।।
ચોપાઇ- એક ભક્ત ભાવિક છે ભલો, રહે કુંડાલ્યે નામ છે કલો । કરે કૃષિ કણબીનું કર્મ, પાળે સતસંગના જે ધર્મ ।।૫।। ભજે પ્રભુ પ્રકટ પ્રમાણ, સ્વામી સહજાનંદ સુખખાણ ।
આવે સંત સ્વામીના જે ઘેર, કરે સેવા તેની સારીપેર ।।૬।।
સાચો સમજાણો સતસંગ, તેનો ચડ્યો અંગમાંહિ રંગ ।
વળી કરે કેફ ભરી વાત, સ્વામી પ્રભુ પોત્યે છે સાક્ષાત ।।૭।। બીજે શીદ રહ્યા છો બંધાઇ, સહુ આવો સતસંગમાંઇ ।
એવી વાત કલાની સાંભળી, એના ભાઇ બીજા ઉઠ્યા બળી ।।૮।। કહે ખેતવાડી ખેંચી લિયો, નાત્યમાંહિ બેસવા મ દિયો ।
પ્રકરણ
કકકક
૧૩૭
ભક્તચિંતામણી
૫૩૯
સત્સંગ એનો દિયો મુકાવી, પછી દીન થઇ નમશે આવી ।।૯।।
પછી કુસંગીયે એમ કીધું, ખેતવાડી એનું ખેંચી લીધું । ત્યારે કલો ગયો દરબાર, કર્યો ત્યાં જઇ પોતે પોકાર ।।૧૦।।
પણ લોંઠે લાંચ ભરી તિયાં, તેણે કરી રાયે ન કર્યો નિયા । કહે કલો વાત ચિત્ત ધરો, મારો ધર્મન્યાય કોઇ કરો ।।૧૧।। ત્યારે સહુએ વાત એમ ઝાલી, સાચા સમ ખાઇ લે તું ચાલી ।
પછી એજ કીધો નિરધાર, સમ ખાધા વિના નહિ પાર ।।૧૨।।
સમ વસમા દેવાને કાજ, ચાલ્યા વાડીયે લઈ સમાજ ।
આવ્યા સહુ સમનું સાંભળી, દેશ ગામના માલ્યક મળી ।।૧૩।। કર્યો તપાવી લોહગોળો લાલ, કહે સાચો હો તો લઇ ચાલ્ય । જોઇ કલો કરે છે વિચાર, પ્રભુ કેમ ઉતારશો પાર ।।૧૪।।
મારે એક આધાર તમારો, વાલા આ સમે રખે વિસારો ।
એમ કહેતાં આવ્યા ભગવાન, દીધાં દાસને દર્શન દાન ।।૧૫।। આવી બોલ્યા એમ અવિનાશ, કહે રહે નિર્ભય તુ દાસ ।
બીક તજી ગોળો લે બે હાથ, નહિ દાઝ્ય કહે એમ નાથ ।।૧૬।।
પછી કલે ગોળો કર ઝાલી, લીધી પૃથવી પોતાની ચાલી ।
સહુ કહે સુણજ્યો સતસંગી, કાળું મોં લઇ ગયા કુસંગી ।।૧૭।। એમ પરચો દઇ દયાળ, કરી નિજજન પ્રતિપાળ ।
વળી વાત કહું એક સારી, લેજ્યો હરિજન હૈયે ધારી ।।૧૮।। એક ભક્ત કહીએ ભુલો નામ, રહે નકિ નંદાસન ગામ ।
અતિભોળો સરલ સ્વભાવ, જેને દગા પેચ નહિ દાવ ।।૧૯।। કરે કણબી કૃષિનું કામ, ભજે સ્વામિનારાયણ નામ ।
વિશવાસી વિકારે રહિત, નિષ્કપટ પ્રભુમાંહિ પ્રીત ।।૨૦।।
પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, તેની પડે નહિ સમજણ ।
એવી અતિશય છે ભોળાઇ, જેને સાન ગમાન ન કાંઇ ।।૨૧।। તેતો દર્શન કરવા કાજ, ચાલ્યો તિયાં જીયાં છે મહારાજ ।
નહિ પોતાપાસે અન્ન જળ, માગી ખાય એવી નહિ કળ ।।૨૨।।
૫૪૦ ભક્તચિંતામણ પ્રકરણ ૧૩૭
ડાબી જમણી ન જાણે વાટ, શીત ઉષ્ણનો નહિ ઉચ્ચાટ ।
એમ ચાલિયો દર્શન કાજ, ત્યારે આવિયા સામા મહારાજ ।।૨૩।। વાલો વિપ્રતણો વેષ લઇ, ચાલ્યા ભક્ત પોતે ભેળા થઇ ।
પાતા પાણી ને આપતા અન્ન, લાવ્યા જનને કરી જતન ।।૨૪।। ભેળા આવ્યા ભુજશહેર માંઇ, દેખાડી જાયગા ઝાલી બાંઇ ।
પછી એ રૂપ અદૃશ્ય કરી, આવી બેઠા પાટપર હરિ ।।૨૫।। કીધાં ભક્ત ભુલે દરશન, નાથ નિરખીને થયો મગન ।
પછી નાથે પૂછ્યું એને એમ, કહો આવી શક્યા આંહિ કેમ ।।૨૬।। અતિવૃદ્ધ ને ન ચાલે પગ, કેમ લાધો આ દેશમારગ ।
હતું ખરચી ભાતું ભેળું કાંઇ, કેમ પહોંચ્યા ડોસા તમે આંઇ ।।૨૭।। કહે ભક્ત બ્રાહ્મણ ભેળો હતો, આવ્યો અન્ન ને જળ આપતો ।
મને તેડી આવ્યો એહ આંઇ, મેલી મંદિરમાં ગયા ક્યાંઇ ।।૨૮।। ત્યારે નાથ કહે અમે હતા, આવ્યા તારી ખબર રાખતા ।
દીધાં વાટ ઘાટનાં એંધાણ, મળ્યાં નદી ગામનાં નિશાણ ।।૨૯।। ત્યારે ભક્ત કહે સર્વે સત્ય, મને લાવિયા આપી હિમત્ય ।
એહ પરચો પુરણ પ્રમાણો, વળી વાત એક કહું જાણો ।।૩૦।। એક કાજાુ કોટેસર ગામ, તિયાં ભક્ત રહે ઝવેરનામ ।
થયો બાલપણે સતસંગ, લાગ્યો કડવો સર્વે કુસંગ ।।૩૧।। દૃઢ આશરો અંતર ધારી, ભજે સહજાનંદ સુખકારી ।
આખા ગામ માંહિ ઘર એક, બીજાં વસે ત્યાં પાપી વિષેક ।।૩૨।। કરે અદાવત નાખે આળ, તે ન સમજે ભક્ત દયાળ ।
પાપી કહે લાગ્યું તને પાપ, એક મુકી બીજો કર્યો બાપ ।।૩૩।। ખોટા તમે ખોટો સતસંગ, ઠાલા અમથા ફુલો છો અંગ । જો જાણતા હો સાચું જ તમે, આપો પરચો તો માનિયે અમે ।।૩૪।। કહે ભક્ત કેટલીક વાત, આપશે પરચો પ્રભુ સાક્ષાત ।
તોય તમથી નહિ મનાય, પડે પ્રતીત મને મનમાંય ।।૩૫।। વારુ માગો પરચો સહુ મળી, આપશે વાલો મારી સાંભળી ।
પ્રકરણ
કકકક
૧૩૭
ભક્તચિંતામણી
૫૪૧
કહે વિમુખ આ ડેરે ચડી, જીવ તારો રહે ત્યાંથી પડી ।।૩૬।। તો સાચા તમે ને સાચી વાત, સ્વામી પણ પ્રભુ તો સાક્ષાત ।
પછી ભોળો ભક્ત બુદ્ધિ બાળ, ચડ્યો શિવાલયે તતકાળ ।।૩૭।।
મેલ્યું ત્યાં થકી પડતું તન, સ્વામી સ્વામી કરતાં ભજન ।
પડ્યું અવનિ ઉપર અંગ, જાણ્યું થાશે કલેવર ભંગ ।।૩૮।। રહ્યો આખી અણિએ નાવ્યો આળ, ન જણાણું વપુમાંહિ વાળ । કરી જગજીવને જતન, એમ ઉગારિયો નિજજન ।।૩૯।।
પાપી વિમુખ પાછેરા પડ્યા, સતસંગી અંગે રંગ ચડ્યા ।
આપ્યો પરચો એમ પ્રસિદ્ધ, કહું વાત બીજી કરી વિદ્ધ ।।૪૦।। એક અમદાવાદને માંઇ, પ્રાણવલ્લભ દ્વિજ રહે ત્યાંઇ ।
ભજે સ્વામિનારાયણ નિત્ય, બીજી વારતા જાણે અનિત્ય ।।૪૧।। એકવાર ગોદાવરી ગયો, મરકી રોગમાંહિ માંદો થયો । રહ્યો નહિ રોગ ઘણા દન, તર્ત તજી ચાલ્યો જીવ તન ।।૪૨।। આવ્યા તેડવા તેહને નાથ, ચાલ્યો વિપ્ર મહારાજ સાથ ।
કહે જીવન સાંભળ્ય જન, કાંઇ ઇચ્છા રહી તારે મન ।।૪૩।। કહે દ્વિજ મેં ન કહ્યું કેને, મારો સંશય થાશે બહુ એને । કહેશે માનવી મરે છે બહુ, મુવો તેમજ કહેશે એ સહુ ।।૪૪।। કહે નાથ તું જા દેહમાંઇ, કહી આવ્ય તું સહુને ત્યાંઇ ।
પછી પાછો આવ્યો જ્યારે પ્રાણ, ત્યાંતો તન લૈ ગ્યાતા મશાણ ।।૪૫।। ખડક્યા કાષ્ટમાં સળવળ્યું તન, સહુ આશ્ચર્ય પામિયાં મન ।
એક કહે ગયો તો એ મરી, કેમ આવ્યો જીવ પાછો ફરી ।।૪૬।।
પામી વિસ્મય પૂછે છે વાત, ભાઇ તારી તું કહે વિખ્યાત ।
કહે દ્વિજ હું ગયો તો ધામ, આવ્યો પાછો હું એટલે કામ ।।૪૭।। આતો કાળનો વેગ છે ભારી, નાખશે નરનારીને મારી ।
માટે સ્વામિનારાયણ કહો, તો તમે સર્વે જીવતા રહો ।।૪૮।।
માનો મારું એટલું વચન, તાળી પાડીને કરો ભજન ।
પછી ધુન્ય કરીને દેખાડી, તાળી ભેળી પોત્યે પણ પાડી ।।૪૯।।
૫૪૨ ભક્તચિંતામણ પ્રકરણ ૧૩૮
પછી માગી શીખ મુક્યું તન, પામિયા આશ્ચર્ય લાખો જન ।
થયો પર્ચો એ પ્રસિદ્ધ જાણો, જાણી આનંદ અંગમાં આણો ।।૫૦।। જાુવો સર્વે સતસંગમાંઇ, સદા સુખ દુઃખ નહિ કાંઇ ।
નિત્ય સહાય કરે સહજાનંદ, જોઇ મગન રહે જનવૃંદ ।।૫૧।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળા નંદ
મુનિવિરચિતે ભક્તચિંતામણિમધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને સાડત્રિશમું પ્રકરણમ્ ।।૧૩૭।।
પૂર્વછાયો- એક સાંભરી સારી વારતા, સતસંગીને સુખદેણ । વીતિ તે નથી વખાણતો, કહું દીઠી જે મારે નેણ ।।૧।। ધન્યધન્ય સતસંગીને, જેના પુણ્યનો નહિ પાર ।
ધન્યધન્ય શ્રીમહારાજને, જેણે આપ્યા પરચા અપાર ।।૨।। જોઇ પરચા જનના, જે નહિ માને નરનાર ।
તેજ અભાગી તન છતાં, મરી જાશે જમને દ્વાર ।।૩।। એ જન જાણે આસ્તિકી, જેને સાચું મનાણું મન ।
કહું હવે કીર્તિ કથી, હરિ હરિજનની પાવન ।।૪।।
ચોપાઇ- ધન્યધન્ય જેતલપુર ગામ, વાલે જેને કર્યું નિજધામ । તેમાં મરે પાપી નરનાર, તે પણ ન જાય જમને દ્વાર ।।૫।। તેમાં પરચા આપ્યા વાલે બહુ, જાણે છે જન ગામના સહુ ।
મોટા મોટા કર્યા જ્યાં જગન, ખુટ્યાં નહિ ગોળ ઘૃત અન્ન ।।૬।। એમાં પરચા આપ્યા પળેપળે, તેતો કેમ લખાય કાગળે ।
પણ કહું છું એક બે વાત, હરિભક્તતણી વિખ્યાત ।।૭।। એક દ્વિજ ભક્ત દયારામ, પ્રભુ પધારિયા તેને ધામ ।
આવ્યા પંખાળી ઘોડિયે ચડી, હૈયે હારને હાથમાં છડી ।।૮।। જોઇ જન થયો રળિયાત, અહો આ સઇ આશ્ચર્ય વાત ।
અતિપ્રેમમાંઇ લાગ્યો પાય, ઢાળી ઢોલીયો બેસાર્યા ત્યાંય ।।૯।। નિર્યું ઘોડીને નીલેરૂં ઘાસ, ઉભો હાથ જોડી આગે દાસ । આપો આગન્યા કરાવું થાળ, દયા કરીને જમો દયાળ ।।૧૦।।
પ્રકરણ
કકકક
૧૩૮
ભક્તચિંતામણી
૫૪૩
મારી બોન છે બીજે ભવન, કહું તેને કરે દરશન ।
કહે નાથ આવ્યા છાના અમે, ઝાઝું જાહેર ન કરો તમે ।।૧૧।। આજ જાવું છે ગામ ડભાણ્ય, એક જનને તેડવા જાણ્ય ।
આંહિ રહેવું છે ઘડી બેચાર, પછી તર્ત થાવું છે તૈયાર ।।૧૨।।
માટે આવ્ય ઓરો આપુ હાર, જાતો ઝાઝી કરીશ માં વાર । દીધો હાર ગયો દયારામ, થયા અદૃશ્ય સુંદર શ્યામ ।।૧૩।। ઘેરે આવ્યાં બેઉ બેન ભાઈ, નાથ ન દીઠા મંદિરમાંઇ ।
પછી કાઢી ગામમાં ખબર, નાથ આવ્યા છે કોઇને ઘેર ।।૧૪।।
પરસ્પર સહુને પૂછી વળ્યા, પણ વાલોજી ક્યાંઇ ન મળ્યા ।
કહે સત્સંગી બેસો જઇ ઘેરે, પ્રભુ વિરાજે છે કચ્છ તેરે ।।૧૫।। કહે દયારામ તેહવાર, આ જો આપ્યો હમણાંજ હાર ।
કહે સતસંગી ધન્યધન્ય, થયું અલૌકિ તને દરશન ।।૧૬।। આપ્યો પ્રભુએ પરચો આજ, ધન્ય ભાગ્ય તારાં દ્વિજરાજ ।
વળી એહ ગામમાંઇ એક, આપ્યો પર્ચો કહું કરી વિવેક ।।૧૭।। એક દ્વિજ ભક્ત છે નિષ્કામ, જાણજ્યો જોયતો તેનું નામ ।
તેના દેહનો આવિયો અંત, આવ્યા માસ મોરે ભગવંત ।।૧૮।। અલૌકિક રૂપે આવ્યા નાથ, જોઇ જન થયો છે સનાથ ।
કહે જન ધન્ય ભગવાન, દિધાં દાસને દર્શનદાન ।।૧૯।। કરૂં રસોઇ જમીયે આજ, મહેર કરી મુંપર મહારાજ ।
કહે નાથ તું કર રસોઇ, આજ જમશું જાણજ્યે સોઇ ।।૨૦।।
પછી જોયતે કર્યાં ભોજન, જમ્યા ભાવેશું જગજીવન ।
પછી આપ્યો સુંદર મુખવાસ, હાથ જોડી બેઠો પ્રભુપાસ ।।૨૧।। ત્યારે બોલિયા એમ મહારાજ, અમે આવ્યા છીએ તારે કાજ । તને કહેવી છે વારતા એક, હૈયે ધારજ્યે કરી વિવેક ।।૨૨।। તારું તન તે પામશે નાસ, એહ આડો રહ્યો એક માસ ।
નાવા જાઇશ કુપમાં નીરે, પડશે કુપ લાગશે શરીરે ।।૨૩।। ત્યારે છુટી જાશે તન તારું, માનજ્યો વચન એ અમારું ।
૫૪૪ ભક્તચિંતામણ પ્રકરણ ૧૩૮
આવશું તેડવા તને અમે, સહાય કરશું વસમે સમે ।।૨૪।। રહેજ્યે આનંદમાંહિ તું જન, કરજ્યે નારાયણનું ભજન ।
આ વાત તું કહેજ્યે એક પાસ, જે હોય નકિ પ્રભુનો દાસ ।।૨૫।। એમ કહી રહ્યા જ્યારે નાથ, ત્યારે વિપરે જોડિયા હાથ । એક સતસંગી બોન મારી, તે તો ઇચ્છે તમને બિચારી ।।૨૬।। તેને દર્શન દિયો દયાળ, તો હું તેડી લાવું તતકાળ ।
ગયો વિપર તેડવા કાજ, કેડ્યેથકી પધાર્યા મહારાજ ।।૨૭।। તેડી લાવ્યો છે બોનને ભાઇ, પડ્યું દિઠું પત્રાવળું ત્યાંઇ । જોઇ પસ્તાપ કરે છે જન, કેમ રહ્યા નહિ ભગવન ।।૨૮।। કહે જોઇતો એ મારે કાજ, આવ્યાતા અલબેલો મહારાજ ।
મને કહિ ગયા છે વચન, માસ પછી તું તજીશ તન ।।૨૯।।
માટે આ વાત કેને મ કહેજ્યે, તારા મનમાં સમજી રહેજ્યે ।
પછી પુરો થયો જ્યારે માસ, ત્યારે આવ્યા પોત્યે અવિનાશ ।।૩૦।। તેડી ચાલ્યા જનને જીવન, થયાં બીજાને પણ દર્શન ।
એહ પ્રતાપ નાથનો જોઇ, જન મગન થયાં સહુ કોઇ ।।૩૧।। એક વારતા કહું વખાણી, લેજ્યો સામર્થી નાથની જાણી ।
મહી તીરે છે ગામ ચમારા, તેમાં ભક્ત સુતાર છે સારા ।।૩૨।।
નામ દ્યાળજી ભક્ત ભણિએ, સાચો ભક્ત સ્વામીનો ગણિએ ।
અતિનિર્મળ કોમળ ચિત્ત, જેને પ્રકટ પ્રભુમાં પ્રીત ।।૩૩।। તેના દેહનો આવિયો અંત, આવ્યા તેડવા સ્વામી ને સંત ।
મુનિ મંડળ છે સર્વે સાથ, આવ્યા દયાળજી પાસે નાથ ।।૩૪।। ધાયું દર્શને સરવે ગામ, કહે પધાર્યા સુંદરશ્યામ ।
દિધાં દયાળજીને દર્શન, નિરખી નાથને થયો મગન ।।૩૫।। કહે ઉઠો ભાઇઓ સહુ મળી, કરો વાલાની ચાકરી વળી ।
આપો ઘોડાને ચાર નીલેરી, કરાવિએ રસોઇ વેલેરી ।।૩૬।। જમે મહારાજ ને મુનિજન, આજ પધાર્યા છે ઘણે દન ।
એમ કહિને ઉઠિયો આપ, કહે બહુ દને થયો મેળાપ ।।૩૭।।
પ્રકરણ
કકકક
૧૩૮
ભક્તચિંતામણી
૫૪૫
સર્વે ઘરનાં માણસ રહ્યાં જોઇ, દેખે દ્યાળજી ન દેખે કોઇ । કહે ગામ લોક અમે આજ, આવ્યા ત્યાં સુધી દીઠા મહારાજ ।।૩૮।। કહે દ્યાળજી આ ઉભા આપ, બહુ હેત ભર્યા મારો બાપ ।
હું તો જાઉં છું મહારાજ ભેળો, એમ કહેતાં દેહ તેહ ઢળ્યો ।।૩૯।।
સહુ રહ્યાં છે આશ્ચર્ય પામી, કહે ધન્યધન્ય સમર્થ સ્વામી ।
સાચા તમે સાચો સતસંગ, પાપી જીવ નહિ કરે પ્રસંગ ।।૪૦।। આવી રીત્યે ક્યાંથી છુટે દેહ, મોટા મુનિને દુર્લભ એહ । થયો પર્ચો કહે સહુ મળી, કહું વાત બીજી લ્યો સાંભળી ।।૪૧।। એક કણબી કુશળબાઇ, જેને પ્રીત અતિ પ્રભુમાંઇ ।
થઇ તાણ્ય નિરખવા નાથ, ચાલ્યાં દર્શને લઇ સંગાથ ।।૪૨।। આવી રજની રહ્યાં ડભાસે, અંતરે હરિ મળવા આશે ।
જંપ ન વળે જંખના ભારી, ક્યારે નિરખું શ્યામ સુખકારી ।।૪૩।। અતિ તલફે તન મનમાંઇ, થઇ આતુર ગઇ અકળાઇ ।
અતિ પ્રેમવશ થયા પ્રાણ, નાડી ન રહી નહિ ઓળખાણ ।।૪૪।। એવે સમે આવ્યા અલબેલ, છેલ છોગાળો છબિલો છેલ ।
શોભે સુંદર મૂરતિ સારી, આવી ઉભા આગે સુખકારી ।।૪૫।। હસિહસિ બોલાવે દયાળ, કરો દર્શન તન સંભાળ ।
ત્યારે હરિજન થયા સચેત, લાગ્યા પાય કરી બહુ હેત ।।૪૬।। કહે ધન્યધન્ય મહારાજ, દીધાં અલૌકિ દર્શન આજ ।
ત્યારે નાથ કહે સુણો જન, તારું જાણ્યું જે છુટશે તન ।।૪૭।।
માટે આવ્યા ઉતાવળા અમે, કરી બહુ તાણ્ય જ્યારે તમે ।
હવે અમે જાશું પાછા વળી, તમે આવજ્યો સહુ ત્યાં મળી ।।૪૮।। એમ કહિ કંઠથી ઉતારી, આપી માળા સુખડ્યની સારી ।
એક કંઠી કાજાુ ઝિણે પારે, દીધી વાલે તે પણ તેવારે ।।૪૯।। દઇ માળાઓ ચાલ્યા મહારાજ, કરી અલૌકિક એહ કાજ ।
જોઇ જન પામ્યાં છે આનંદ, કહે ધન્ય સ્વામી સહજાનંદ ।।૫૦।। જેહ આપી મૂરતિ એ માળ, તે ફેરવે છે હજી મરાળ ।
૫૪૬ ભક્તચિંતામણ પ્રકરણ ૧૩૯
આપી અલૌકિક દાન એહ, દિઠી છે નિષ્કુલાનંદે તેહ ।।૫૧।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળા નંદ
મુનિવિરચિતે ભક્તચિંતામણિમધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને આડત્રિશમું પ્રકરણમ્ ।।૧૩૮।।
પૂર્વછાયો- આશ્ચર્ય વાત છે અતિ ઘણી, કહેતાં આવે અતિ આનંદ । ભક્તની ભીડ્ય ભાંગવા, છે સમર્થ સહજાનંદ ।।૧।।
જળે સ્થળે જ્વાળાથકી, જે કરી જનની જતન ।
ભાખું તે હવે ભાવશું, સહુ સાંભળજ્યો દઇ મન ।।૨।।
લૌકિકમાં અલૌકિકની, વળી વર્ણવીને કહું વાત ।
હરિ હરિજનના, જે સુજશ છે સાક્ષાત ।।૩।।
સાંભળતાં સંકટ ટળે, વળી કહેતાં કલિમળ જાય ।
દર્દિ સંભારે જે દર્દમાં, તેની શ્રીહરિ કરે સહાય ।।૪।।
ચોપાઇ- એક રુડું રાજાુલું છે ગામ, તિયાં સોનીભક્ત નાગ નામ । ખરો વિશવાસી જન જાણો, સાચો ભક્ત પ્રભુનો પ્રમાણો ।।૫।। એેક સ્વામીનો સત્ય આધાર, બીજા કોઇનો ન ગણે ભાર ।
સાચા સંત તે સ્વામીના સાધુ, બીજા અસંત બગડેલ બાધુ ।।૬।। એમ ઓળખી સત્ય અસત્ય, ભજે સ્વામીને ન ચળે મત્ય ।
એક દિવસ ઉદ્યમકાજે, ગયો વિદેશ બેસીને ઝાઝે ।।૭।। કરી કાજ વળ્યો બેસી વાણે, કળ વકળ કાંઇ ન જાણે ।
બેઠો વાણકિનારે બફોમ, પડ્યો પાણીમાં ન રહી વ્યોમ ।।૮।। તન સ્થૂળ ને ન જાણે તરી, ગયું દૂર વાણ વેગ કરી ।
અતિકષ્ટ આવિયો અલેખે, જીવવાની તો રીત્ય ન દેખે ।।૯।।
પછી સંભાર્યા સોનીએ સ્વામી, આવો આ સમે અંતરજામી ।
હવે નથી ઇચ્છા મારે અન્ય, નાથ આવી તજાવિયે તન ।।૧૦।। જ્યારે દાસ બોલ્યો દીન વાણી, ત્યારે આવિયા સારંગપાણી । હેઠ્યે આવી નાથ હાથે દીધો, જળથી જન ઉંચેરો કીધો ।।૧૧।। કહે ભય મ રાખીશ કાંઇ, નહિ બુડ્ય આ અર્ણવમાંઇ ।
પ્રકરણ
કકકક
૧૩૯
ભક્તચિંતામણી
૫૪૭
ત્યાં તો ખેવટે ખબર લીધિ, ભાઇઓ આપણે ભુંડી જ કીધિ ।।૧૨।। એક પુરુષ પડ્યો પાણીમાંઇ, તેની ગમ રહી નહિ કાંઇ ।
માટે વાણ વાળો એને કાજે, હોય જીવતો તો લૈયે ઝાઝે ।।૧૩।। વાળ્યું વાણ આવ્યું જીયાં એહ, જાણી જીવતો લીધો છે તેહ ।
પછી ખેવટ પૂછે છે મળી, કેમ રહ્યું તન તારું વળી ।।૧૪।। કહે ભક્ત કરી મારી સાય, સ્વામી સહજાનંદે જળમાંય ।
કહે ખેવટ વાત એ ખરી, તને રાખ્યો એ સાચા શ્રીહરિ ।।૧૫।।
પામ્યો પર્ચો તું નાગ નિદાન, તને રાખ્યો એ સાચા ભગવાન ।
માટે મેળવ્ય અમને એહ, તારી પાસે હું માગું છું તેહ ।।૧૬।।
પછી ભક્ત ભેળો લઇ તેને, ઓળખાવ્યા અલબેલો એને ।
તેહ નિશ્ચે કરી ઘેર ગયો, એમ એ ભક્તને પર્ચો થયો ।।૧૭।। વળી વાત તેના સુત કેરી, નામ ભગો છે ભક્તિ ઘણેરી ।
કરે સોનીનું સરવે કામ, ભજે સ્વામિનારાયણ નામ ।।૧૮।। ત્યારે યવન વદિયો વાદ, કહે મેલી દે તું વિખવાદ ।
સ્વામિનારાયણ તારા ખોટા, મારા અલ્લાથી એ નહિ મોટા ।।૧૯।। કહે ભગો એહ વાત સાચી, અમે એવા જાણી રહ્યા રાચી ।
કહે યવન એમ ન થાય, એમ અમને તેં ન જીતાય ।।૨૦।। આવ્ય ચઢિયે આ ઉંચે ભવન, ત્યાંથી પડતું મેલિયે તન ।
જો તું જીવતો રહે ત્યાંથી જન, તો હું કરૂં સ્વામીનું ભજન ।।૨૧।। જો હું જીવતો રહું ભગલા, તો હું તને ભજાવીશ અલ્લા ।
એમ કહી ઉંચા બેઉ ચડ્યા, મુલાંજી તો મોરથકી પડ્યા ।।૨૨।। ભાંગ્યા હાથ પગ વળી હૈયું, મોઢું ભાંગી લોહીલાણ થયું । વોરો હાય હાય કરે રહ્યો, ભગા તુંતો સાચો ભાઇ થયો ।।૨૩।। આવ્યાં ગામનાં લોક સાંભળી, કહે માંહોમાંહિ એમ મળી । ભાઇ ભગો જીત્યો હોડ આજે, રાખ્યો એને સ્વામી મહારાજે ।।૨૪।। આપ્યો પરચો એને ભગવાને, હશે મૂરખ તે નહિ માને ।
વળી કહું એક વાત વખાણી, લેજ્યો હરિજન સત્ય જાણી ।।૨૫।।
૫૪૮ ભક્તચિંતામણ પ્રકરણ ૧૩૯
એક ભાવનગર શહેરમાંઇ, રહે ક્ષત્રિ તિયાં રાજોભાઈ ।
એક રૂપોભાઈ હરિજન, ગયા પોત્યે તેહને ભુવન ।।૨૬।। તિયાં બેઠા છે ઘડી બેચ્ચાર, કરે મને મૂરતિ વિચાર ।
વળી વૃત્તિ તે અંતરમાંઇ, દિઠો શ્વેતદ્વીપ વળી ત્યાંઇ ।।૨૭।। દિઠીમૂર્તિ મહારાજતણી, શ્વેતદ્વીપના જે કોઇ ઘણી ।
દિઠા મુક્ત ત્યાં બીજા અપાર, દિઠા ઝીણોભાઈ તે મોઝાર ।।૨૮।। અતિ તેજોમય જેહ ધામ, તેજોમય મુક્ત છે નિષ્કામ ।
અતિતેજ તેજ ઝળહળે, તેજ વિના તે બીજાું ન મળે ।।૨૯।। તેને જોતાંજોતાં રાજોભાઇ, ગઇ આંખ્યો પોતાની અંજાઇ ।
સુખસુખ અતિ જીયાં સુખ, તે ન કહેવાય વર્ણવી મુખ ।।૩૦।। કહે નાથ સુણો રાજાભાઇ, તમે જાઓ પાછા હવે ત્યાંઇ ।
બોલ્યા રાજોભાઇ તે સાંભળી, હવે નહિ જાઉં પાછો વળી ।।૩૧।। કહે નાથ ન રહેવાય આંઇ, જાઓ પાછા તમે તનમાંઇ ।
કહે ઝીણોભાઇ વળી અમે, જાશું કહેશો જરૂર જો તમે ।।૩૨।। કહે નાથ તજ્યું એણે અંગ, એને તેડી લાવ્યા અમે સંગ । અમે ગયા હતા એને ઘેર, મેલ્યું દેહ તેહ રૂડીપેર ।।૩૩।। રાખી આવ્યા છીએ સંત તિયાં, અયોધ્યાવાસી તો તિયાં રહ્યા । એમ કહી દેખાડ્યું મહારાજે, સુણ્યું સરવે તે ભાઇ રાજે ।।૩૪।।
પછી ત્યાંથી આવ્યા દેહ માંઇ, અહો અહો કહે રાજોભાઇ ।
પછી જોઇ આવ્યાતા જે ત્યાંઇ,તેની વાત કરી સર્વે આંઇ ।।૩૫।। કહ્યું ઝીણાભાઇનું આગમ, સહુ સુણી ખાઇ રહ્યા ગમ ।
પછી વાત એ દિન દોચ્યારે, થઇ સાચી તે સર્વે પ્રકારે ।।૩૬।। એવો દેખાડ્યો ચમત્કાર, સ્વામી સહજાનંદે નિરધાર ।
વળી વારતા છે એક સારી, સહુ લેજ્યો અંતરમાં ધારી ।।૩૭।। એક પાણવી નામે છે ગામ, ક્ષત્રિભક્ત પુંજોભાઇ નામ ।
અતિ વૈરાગ્યવાન વિશેક, બીજો સમજે નહિ વિવેક ।।૩૮।।
પાડી અંતરમાં આંટી એહ, મળે નાથ કાં તજાું આ દેહ ।
પ્રકરણ
કકકક
૧૪૦
ભક્તચિંતામણી
૫૪૯
પછી ગયો સમુદ્ર છે ત્યાંઇ, સુણ્યો મહાદેવ છે જળમાંઇ ।।૩૯।। આવતી લેરે લિંગ ઢંકાય, વળે લેર તારે ત્યાં જવાય ।
પછી ગયો પૂંજો તેને પાસ, મળે પ્રભુ અંતરે એ આશ ।।૪૦।।
પોત્યે તિયાં આવ્યું પાછું પાણી, ભરી લિંગ સાથે બાથ તાણી । આવ્યું જળ બળે બહુ ત્યારે, ઠેલી કાઢ્યો ગાઉ પાછો આરે ।।૪૧।। ત્યારે અંતરે એમ વિચાર્યું, કેમ થયું નહિ મોત મારું । આતો આશ્ચર્ય વારતા જાણું, અતિ અગાધ જળમાં જીવાણું ।।૪૨।। હવે મરવું મારે જરુર, પડું જઇ હું આવતે પૂર ।
એમ નિશ્ચે કરી ચાલ્યો જ્યારે, થઇ આકાશવાણી તે વારે ।।૪૩।। કહે અમથો મરે શિદ આંઇ, પ્રભુ મળશે તું જા ઘેર ત્યાંઇ । સ્વામી સહજાનંદજી છે જેહ, આજ પ્રકટ પ્રભુ છે તેહ ।।૪૪।। તારે ગામ આવ્યા તેના જન, થાજે સત્સંગી માની વચન ।
એવી સુણી આકાશની વાણી, વળ્યો પુંજો તે વિશ્વાસ આણી ।।૪૫।। દિઠા સંત આવ્યો જ્યારે ઘેર, મળી વાત રહ્યો નહિ ફેર । આવી લાગ્યો સંતને ચરણે, સાધો ! હું છઉં તમારે શરણે ।।૪૬।।
સાચા તમે છો સ્વામીના સંત, તમને મળ્યા છે શ્રીભગવંત ।
હું તો પરચો પામ્યો છું આજ, માની લેજ્યો તમે મહારાજ ।।૪૭।। જેનું સ્વામી સહજાનંદ નામ, તેતો પોત્યે છે પૂરણકામ ।
તેનાં થાય મને દર્શન, એમ થાઓ તમે પરસન્ન ।।૪૮।।
પછી સંતે મેળ્યા ભગવાન, દીધાં પુંજાને દર્શનદાન ।
અતિ વાત અલૌકિક જાણી, કહી જાણીને તેને મેં વખાણી ।।૪૯।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને ઓગણચાલિશમું પ્રકરણમ્ ।।૧૩૯।।
પૂર્વછાયો- સામર્થી શ્રીમહારાજની, વળી સાંભળજ્યો સહુ જન ।
સુંદર પરચા સાંભર્યા, જે પૂર્યા શ્રી ભગવન ।।૧।। ડંઢાવ્ય દેશમાં નાર્દિપુરે, દ્વિજ તિતારામ નામ ।
૫૫૦ ભક્તચિંતામણ પ્રકરણ ૧૪૦
ભક્ત એક મહારાજનો, બીજાું વિમુખ સઘળું ગામ ।।૨।। વિમુખ મુખથી એમ વદે, આ ભક્તિ બીજા ભેદની ।
આવશે વિમાન તેડવા, તમે માનજ્યો વાણી વેદની ।।૩।।
પરધન પરત્રિયા પરહરી, પરહરિયાં બીજાં નામ ।
સ્વામિનારાયણ નામને, સમરે છે આઠું જામ ।।૪।।
ચોપાઇ- બોલે ખળતાએ મુખ મીઠું, આવું ભજન તો ક્યાંઇ ન દીઠું । આતો ભક્ત છે મોટો જ બહુ, એની રાખજ્યો ખબર સહુ ।।૫।। એને આવશે લેવા વિમાન, પધારશે પોતે ભગવાન ।
માટે સાવધાન સહુ રહેજ્યો, જેને મળે તે બીજાને કહેજ્યો ।।૬।। રખે રહિ જાઇએ દર્શન વિના, રહેજ્યો સચેત રાત્ય ને દિના । એક કહે હું જાઇશ સાથ, ઝાલી વિમાન ડાંડિયો હાથ ।।૭।। એમ બોલે ખળાઇમાં બહુ, બાળ જોબન ને વૃદ્ધ સહુ ।
એમ કહેતાં વીત્યા કાંઇ દન, તજ્યું કાળેકરી તિતે તન ।।૮।। આવ્યાં તેડવા તેને વિમાન, ઘણા સંત ભેળા ભગવાન ।
કોટિકોટિ સૂર્યને સમાન, શોભે અલૌકિક તે વિમાન ।।૯।। તેના તેજમાં ઢંકાણું ગામ, પામ્યા આશ્ચર્ય પુરુષ ને વામ ।
સહુ કહે મારા ઘર માથે, હાંક્યો રથ તે તિતાને નાથે ।।૧૦।। ભાઇયો આપણે કરતાં ખળાઇ, આતો કુડું પડ્યું નહિ કાંઇ ।
ગયું વિમાન તિતાને ઘેર, તેડિ ચાલ્યા તેને રૂડિપેર ।।૧૧।। જેમ શીખ માગી જાય ગામ, તેમ ચાલ્યો તિતો કરી કામ ।
જોઇ આશ્ચર્ય પામિયા જન, સહુલોક કહે ધન્યધન્ય ।।૧૨।। આવું ન દીઠું ને ન સાંભળ્યું, પ્રકટ વિમાન તેડિને વળ્યું ।
સાચી ભક્તિ એ ભગતતણી, થયો પર્ચો કહિયે શું ઘણી ।।૧૩।। વળી ડંઢાવ્ય દેશમાં ગામ, વસે ભક્ત ત્યાં પ્રાંતિજ નામ ।
થાય હરિવાત ત્યાં હમેશ, આપે સંત સાચો ઉપદેશ ।।૧૪।। આવે સાંભળવા સહુ જન, સુણી વાત થાય પરસન ।
એક કંસારો નામ કાનજી, થયો સત્સંગી કુસંગ તજી ।।૧૫।।
પ્રકરણ
કકકક
૧૪૦
ભક્તચિંતામણી
૫૫૧
તેતો હતો કબીરનો વળી, આવ્યા કબીરિયા ઘેર મળી ।
કહે ભાઇ કબીરમાં શી ખામી, કેમ સાચા જાણ્યા કહે સ્વામી ।।૧૬।। તેનું પારખ્યું આપ અમને, સાચા સ્વામી હોય તો ખા સમને । એમ કહિ લાવ્યા ગોળો એક, કર્યો તપાવી રાતો વિશેક ।।૧૭।। કહે ઉપાડી લે હવે આને, જ્યારે સ્વામીને સાચા તું માને ।
નહિ બળવા દિયે તે તમને, રહીશ સાજો તો મનાશે અમને ।।૧૮।। ત્યારે કંસારે કરી વિનતી, કરજ્યો સાર શ્રીગોલોકપતિ ।
એમ કહિને ગોળો ઉપાડ્યો, લઇ હાથમાં સહુને દેખાડ્યો ।।૧૯।। કહે પાપિયો પરચો આ જાુવો, થાઓ સત્સંગી જન્મ કાં ખુવો । આ જો દાઝ્યા નહિ હાથ રતી, સ્વામી સાચા છે માનો કુમતિ ।।૨૦।। એમ કરે ભક્તની સહાય, સહજાનંદજી સંકટમાંય ।
એમ પર્ચો પૂર્યો ભગવાને, પણ હોય પાપી તે ન માને ।।૨૧।। દેશ ચડોતરે વસો ગામ, દ્વિજભક્ત દાદોભાઈ નામ ।
તેની તનયા જમુનાં જેહ, અતિસુખી સમાધિએ તેહ ।।૨૨।। એક દિવસ સમાધિમાંઈ, આવી મહારાજ પાસે એ બાઈ ।
કર્યાં મહાપ્રભુનાં દર્શન, નિર્ખિ નાથને થઇ મગન ।।૨૩।। જેજે કરી શ્રીમહારાજે વાત, તેતે સુણી લીધી છે સાક્ષાત । અતિરાજી દિઠા જ્યારે નાથ, બોલી જમુનાં જોડી બે હાથ ।।૨૪।। કરો પ્રસાદીની મને મહેર, આપો વસ્ત્ર લઇ જાઉં ઘેર ।
તેહ સમે નાતા હતા નાથ, નાઇ લુયું અંગ નિજહાથ ।।૨૫।।
લુયું શરીર જેહ રૂમાલે, દીધો જમુનાને તેહ વાલે ।
જમુનાં જા હવે તું તારે ઘેર, આંહિ આવ્યા થઇ ઘણી વેર ।।૨૬।।
પછી જમુનાં દેહમાં આવી, પ્રકટ એક રૂમાલ લાવી ।
અલૌકિક લૌકિકમાં નાવે, જે આવે તે અલૌકિક કાવે ।।૨૭।। એમ અલૌકિક એક રૂમાલ, પામી જમુનાં થઇ નિહાલ ।
એવો પ્રતાપ મહારાજતણો, શું કહીએ મુખથી ઘણોઘણો ।।૨૮।। વળી ચડોતરે ચાંગા ગામ, તિયાં ભક્ત ભાટ નથુ નામ ।
૫૫૨ ભક્તચિંતામણ પ્રકરણ ૧૪૦
તેનાં સંબંધી તે સતસંગી, ભજે અર્ભકાં નાથ ઉમંગી ।।૨૯।।
સર્વે બાળકાં સમાધિવાન, કરે પ્રકટ પ્રભુજીનું ધ્યાન ।
જાય ધારણામાં પ્રભુ પાસે, કરે દર્શન અતિહુલાસે ।।૩૦।। અતિહેતે બોલાવે દયાળ, જાઓ ઘેર હવે સહુ બાળ ।
એમ કહી આપી પરસાદી, પેંડા પતાસાં સાકર આદિ ।।૩૧।। ફુલ હાર તોરા ને ગજરા, આપ્યા ગુચ્છ તે ગુલાબકેરા ।
આપી પ્રસાદી આવિયાં બાળ, આવી કરી દેહની સંભાળ ।।૩૨।। જાગી જોયું બાળકે જે વારે, દીઠું પ્રકટ પ્રમાણ ત્યારે ।
પેંડા પતાસાં સાકર જેહ, વહેંચી આપી સરવેને તેહ ।।૩૩।। તોરા ગજરા ફુલની સ્રજ, દેખી પ્રકટ પામ્યાં આશ્ચર્જ ।
લોકમાં અલૌકિક ચીજ જોઇ, કહે ધન્યધન્ય સહુ કોઇ ।।૩૪।। વળી ત્યાંની કહું એક વાત, સારી સાંભળ્યા જેવી વિખ્યાત । એક કણબી વસનદાસ, તેને અતિ ખેતીનો અધ્યાસ ।।૩૫।। કરે આઠ પોર એહ કામ, મુખે ન લિયે પ્રભુનું નામ ।
અતિક્રોધી ને રીસાળ બહુ, એથી ડરી ચાલે ગામ સહુ ।।૩૬।।
પછી કાળે કર્યું તન ત્યાગ, મુવા કેડ્યે થયો કાળો નાગ । રહ્યો વાડી પોતાનીમાં વ્યાળ, અતિ તિખો અગનિની ઝાળ ।।૩૭।। ઢોર ચોર ઢુંકવા ન દિયે, પેસે પરાણે તેનો જીવ લિયે । એમ કરતાં આવ્યા મહારાજ, એહ વાડીયે નાવાને કાજ ।।૩૮।। દિઠા દાતણ કરતા દયાળ, જોઇ વિસ્મય પામ્યો તે વ્યાળ ।
આતો પૂરણ બ્રહ્મ છે આપ, એને નિરખી હું થયો નિષ્પાપ ।।૩૯।। હવે આજ થકી એમ ધારું, જીવું ત્યાં લગી જીવ ન મારું ।
રહું નિરવિષ થઇ નેક, છાંડી રીશ ક્રોધ વળી છેક ।।૪૦।। આજથકી ધરું વ્રતમાન, રહેવું મારે અતિ નિરમાન ।
એવી સાધુતા ગ્રહિ છે સાપે, પછી જે મળે તે દુઃખ આપે ।।૪૧।। એક દને સુતસુત મળી, માર્યો એહ વિયાળને વળી ।
ત્યારે ડશી વસ્યો તે દેહમાં, લાગ્યો બોલવા ભોયંગ તેમાં ।।૪૨।।
પ્રકરણ
કકકક
૧૪૧
ભક્તચિંતામણી
૫૫૩
કહે વણ વાંકે કેમ મારે, શિયું થયું મુંથી દુઃખ તારે ।
મને મળ્યા જે દિના મહારાજ, તે દિનું મારું થયું છે કાજ ।।૪૩।। હું તો નિર્વિષ થઇ ફરું છું, સ્વામી સંતનાં દર્શન કરું છું । એમ કરી કરીશ તનત્યાગ, તો મારા જેવાં નહિ કેનાં ભાગ્ય ।।૪૪।। તજીશ હું તન જેહ વારે, આવશે નાથ તેડવા ત્યારે ।
તેતો માનજ્યો સહુ તમે સત્ય, એમાં નથી લગાર અસત્ય ।।૪૫।। એમ બોલિયો વ્યાળ વચન, સુણિ આશ્ચર્ય પામ્યાં સહુ જન ।
જોજ્યો સ્વામી શ્રીજીનો પ્રતાપ, જે થકી મુક્તિ પામિયો સાપ ।।૪૬।। ભાઇયો આતો અલૌકિક વાત, થયો પરચો માનો સાક્ષાત । એક વળી પિપળાવ્ય ગામે, દ્વિજભક્ત હેતબાઇ નામે ।।૪૭।। તેને થાય સમાધિ હમેશ, કરે પ્રભુ પાસે પરવેશ ।
પામે ધારણામાં જે પ્રસાદી, રહે પ્રકટ તે રાયજાદી ।।૪૮।।
સારી સાકર આપે સહુને, જોઇ અચંબો થાય બહુને ।
કહે આ રીત્ય નોય કોઇ કાળે, કરી આ સમે દીનદયાળે ।।૪૯।।
પળેપળે જે પરચા થાય, તેતો લખતાં કેમ લખાય ।
પ્રભુ હોય ત્યાં આશ્ચર્ય શાની, કહું સહુ જન લેજ્યો માની ।।૫૦।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને ચાલીશમું પ્રકરણમ્ ।।૧૪૦।।
પૂર્વછાયો- વળી પરચા વર્ણવી, કહું હું કાંઇક તેહ । હરિ હરિજનના જશ, કહેતાં તે વાધે સનેહ ।।૧।। દંઢાવ્ય દેશમાં રાજપુરે, કણબી ભક્ત જેકર્ણ ।
સર્વે કુટુંબ સહિત પોત્યે, સ્વામી શ્રીજીને શર્ણ ।।૨।। તેને મહારાજે મોરથી, વર્ષ આગમ જણવી વાત ।
આજ થકી દ્વાદશ માસે, પિંડ થાશે તારું પાત ।।૩।। તેને એકાદશ માસ વીત્યા, વળી આવી કહ્યું અવિનાશ ।
ચેતવું હોય તો ચેતજ્યે, રહ્યો મૃત્યુ આડો એક માસ ।।૪।।
૫૫૪ ભક્તચિંતામણ પ્રકરણ ૧૪૧
ચોપાઇ- પછી જેકરણે સતસંગી તેડી, કહી પોતાની વાત નિવેડી । ભાઇઓ આ તન પામશે નાશ, તેહ આડો રહ્યો એક માસ ।।૫।।
માટે મંદિર સંત ઉતરવા, કાલ્યથકી આદરીએ કરવા ।
ત્યારે સતસંગી કહે સારુ, અમને કહ્યું એ ન કહેવું બારું ।।૬।।
પછી મંદિર સુંદર કરાવ્યું, ત્યાંતો મૃત્યુ તે નજીક આવ્યું । ત્યારે પત્ની પોતાનીને કહ્યું, મારે મરવા આડું નવ રહ્યું ।।૭।।
માટે મોર થકી તું તો ચાલ્ય, કેડ્યે હું પણ આવું છું કાલ્ય ।
પછી બેઠી તે કરવા ભજન, આવ્યા નાથ તેડ્યે તજ્યું તન ।।૮।। તેને દેન દઇ ઘેર આવ્યા, પછી મોટા મોટાને બોલાવ્યા । ભાઇઓ જુવો પ્રભુનો પ્રતાપ, આતો વાત મોટી છે અમાપ ।।૯।।
મને આવ્યાં છે લેવા વિમાન, બહુ સંત ભેળા ભગવાન ।
મારે જાવું છે કાલ્યે જરૂર, આવ્યું નજીક નથી એ દૂર ।।૧૦।।
માટે સુત એક લઇ સંગે, જાઇશ બ્રહ્મમહોલ ઉમંગે ।
કેડ્યે કહેશો જે ન કહ્યું કેને, નહિતો પૂછી જોત વાત એને ।।૧૧।।
પૂછો જેને પૂછવું જે હોય, કેડ્યે સંશય કરશો માં કોય । સ્વામી પોત્યે છે પૂરણ બ્રહ્મ, જેને મળ્યે બળે કોટી કર્મ ।।૧૨।। એમ કહી પછી તજ્યું તન, જોઇ આશ્ચર્ય પામિયાં જન ।
બોલ્યા માંહો માંહિ એમ વળી, થયો પર્ચો કહે સહુ મળી ।।૧૩।। એક કણબી જતન નામ, ભજે પ્રભુ રહે પુરગામ ।
કરે પોતાના ઘરનું કામ, જપે સ્વામિનારાયણ નામ ।।૧૪ ।।
પાળે સાંખ્યયોગી વ્રતમાન, ધરે પ્રભુ પ્રગટનું ધ્યાન ।
એમ કરતાં આવ્યો તેનો કાળ, આવ્યા તેડવા તેને દયાળ ।।૧૫।। જોઇ જતને જોડીયા હાથ, ભલે પધારિયા મારા નાથ ।
કહે નાથ આવ્યા તુજ સારુ, લાવ્યા વિમાન લાખ હજારું ।।૧૬।। બેસ વિમાને મ કર વેળ, કહે એમ એને અલબેલ ।
પછી સંત હતા જેહ સાથ, કરી વિનતી જોડીને હાથ ।।૧૭।। આજ દુઃખ કોગળીયા તણું, તેમાં મરે છે માણસ ઘણું ।
પ્રકરણ
કકકક
૧૪૧
ભક્તચિંતામણી
૫૫૫
તેવામાં મરશે જો આ બાઇ, કહેશે લોક મુઇ રોગમાંઇ ।।૧૮।।
માટે એને મુકી જાઓ આજ, વળી પછી આવજ્યો મહારાજ ।
પછી વિમાનને પાછા વાળ્યાં, સર્વે ગામને મનુષ્યે ભાળ્યાં ।।૧૯।। જોઇ આશ્ચર્ય પામ્યાં છે જન, થયો પરચો કહે ધન્ય ધન્ય ।
વળી એક ઉમરેઠ ગામ, દ્વિજભક્ત બાઇ જમુના નામ ।।૨૦।। તિયાં પધાર્યા પોતે ભગવાન, દીધાં સહુને દર્શન દાન ।
સાત દિવસ સુધી રહ્યા ત્યાંઇ, પછી આવ્યા પાણસોરા માંઇ ।।૨૧।। જમુનાબાઇ તો રહી ઝંખતિ, જમ્યા વિના ગયા પ્રાણ પતિ ।
આકુળ વ્યાકુળ અંતરે થઇ, શરીરની શુદ્ધ ભૂલી ગઇ ।।૨૨।। અંતરવરતિ ઉતરી જ્યારે, થયું મહારાજનું દર્શન ત્યારે ।
કહે આવ્યા અમે પાછા આજ, કરો રસોઇ અમારે કાજ ।।૨૩।। આજ જમવું છે તારે હાથ, કહે જમનાને એમ નાથ ।
પછી જમુના જાગી તેહ વાર, કરી સુંદર રસોઇ સાર ।।૨૪।।
પછી આવી જમ્યા જગદીશ, જે કોઇ અનંત શક્તિના ઇશ ।
કરે રસોઇ તે સમે સમે, તેને તજીને જન ઘેરે જમે ।।૨૫।। એમ જમ્યા જમુનાને ઘેર, કરી મહારાજ શ્રીજીએ મહેર ।
પામ્યા આશ્ચર્ય ગામના વાસી, કહે ધન્ય ધન્ય અવિનાશી ।।૨૬।। આપ્યો પરચો અંતરજામી, સુખદાયી સહજાનંદ સ્વામી ।
વળી મોરજ નામે છે ગામ, તિયાં કણબી પ્રભુદાસ નામ ।।૨૭।। આવ્યો તેહના દેહનો કાળ, ત્યાગ્યું તન તેણે તતકાળ ।
ગયો બ્રહ્મ મોલમાં તે ભક્ત, તિયાં દીઠા છે અનંતમુક્ત ।।૨૮।। દીઠું તેજ ત્યાં અતિ અપાર, જાણ્યું સૂર્ય હજારો હજાર ।
અતિ સુખ સુખ નાવે કહીએ, જાણું અખંડ આ સુખમાં રહીએ ।।૨૯।। દીઠી મહારાજની ત્યાં મૂરતિ, તે તો સુખ સુખમય અતિ ।
લળીલળી લાગ્યો તેને પાય, નિર્ખિ હર્ષ હૈયામાં ન માય ।।૩૦।।
પછી પ્રભુ બોલ્યા એણીપેર, હવે ભક્ત જાઓ તમે ઘેર ।
પછી આવશું તેડવા અમે, ત્યારે આ ધામમાં રહેજ્યો તમે ।।૩૧।।
૫૫૬ ભક્તચિંતામણ પ્રકરણ ૧૪૧
હમણાં તો વળી વહેલા જાઓ, હેતે ગુણ ગોવિંદના ગાઓ ।
પછી ભક્ત આવ્યો દેહ માંહિ, પહોર ચ્યારલગી રહી ત્યાંઇ ।।૩૨।। કરી તિયાંની આ સર્વે વાત, સુણિ સહુ થયાં રળિયાત ।
કહે જન ધન્ય પ્રભુદાસ, તમે જઇ આવ્યા પ્રભુ પાસ ।।૩૩।।
પામ્યો પરચો અલૌકિક એહ, તેમાં નથી લગાર સંદેહ ।
વળી ગાના નામે એક ગામ, કણબી ભક્ત અવલબાઇ નામ ।।૩૪।। તેણે સુણી સત્સંગીની વાત, માની ન માની રહી મનભ્રાંત ।
પછી આવી દરશનકાજ, નિરખ્યા મનમોહન મહારાજ ।।૩૫।। નિરખી નાથને પાછી જ વળી, મૂર્તિ મહારાજની ચાલી મળી ।
નયણાં આગળ્યે રહ્યા નાથ, જીયાં જાય તિયાં આવે સાથ ।।૩૬।। ઉઠે બેસે સુવે જાગે જ્યારે, દેખે અખંડ મૂરતિ ત્યારે ।
ખાતાં પિતાં ક્ષણું ન રહે દૂર, હાલે ચાલે ત્યાં દેખે હજૂર ।।૩૭।। બોલતાં બોલે મુખમાં વળી, જોતાં સુણતાં ન રહે વેગળી । કરતાં સર્વે ઘરનું કામ, સદા ભેળા રહે તેને શ્યામ ।।૩૮।। એ રહ્યું એને બહુ દન, તેનું મહાત્મ્ય ન જાણ્યું મન ।
કહેવા લાગી જેને તેને એહ, પછી મૂરતિ ન દીઠી તેહ ।।૩૯।। એમ આપે છે સુખ મહારાજ, બહુપેરે કરે જન કાજ ।
વળી પૈજ નામે એક ગામ, કણબી ભક્ત અવલ એનું નામ ।।૪૦।।
સાંખ્યયોગી પાળે વ્રતમાન, ભજે પોતે પ્રકટ ભગવાન ।
ધરે ધ્યાન તે પ્રકટતણું, તેણે કરી ભૂલી પોતાપણું ।।૪૧।। ભૂલી તન બોલી બદલાણી, કહે સેવો મને સ્વામી જાણી ।
વળી પૂછો જે પૂછવું હોય, મને સંશય રાખશો માં કોય ।।૪૨।। કહે હું સહજાનંદ સ્વામી, સરવેનો છું અંતરજામી ।
એમ કહી પછી માંડ્યું કહેવા, જેને મને ઘાટ હતા જેવા ।।૪૩।। એમ ઐશ્વર્ય દેખાડે બહુ, જોઇ આશ્ચર્ય પામિયાં સહુ ।
જોજ્યો મહારાજનો પરતાપ, કહે છે યાંથી કહે જેમ આપ ।।૪૪।। એમ રહ્યું દિન દોય ચાર, પછી ઉપજ્યો એમ વિચાર ।
પ્રકરણ
કકકક
૧૪૨
ભક્તચિંતામણી
૫૫૭
હું તો દાસ શ્રી મહારાજ કેરી, કેમ બેઠાં આ મુજને ઘેરી ।।૪૫।। આવું આસન ન ઘટે મને, એમ કહી પાય લાગી સહુને ।
એહ બાઇની વાત જે કહી, જોજ્યો વિચારી સાંસતાં રહી ।।૪૬।।
પળ એક આ દેહ ભુલાય, એવું કોઇ કાળે કેમ થાય ।
મોટો પ્રતાપ આ નાથ કેરો, શું કહીએ તે મુખે ઘણેરો ।।૪૭।।
નથી વાત એ લૌકિક લેશ, સર્વે અલૌકિક એ રહસ્ય ।
એમ આપે છે નાથ આનંદ, કહ્યું ન જાય નિષ્કુળાનંદ ।।૪૮।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા
એ નામે એકસોને એકતાળીશમું પ્રકરણમ્ ।।૧૪૧।।
પૂર્વછાયો- અનુપમ ઇડર દેશમાં, ધન્ય ધન્ય ટોડલા ગામ । ધન્ય ધન્ય દ્વિજની જાતિને, જ્યાં ઉપન્યા ભક્ત અકામ ।।૧।। યોગી પૂર્વ જન્મના, જેને વાલા સંગે અતિ વાલ ।
પ્રભુ સંગાથે પ્રકટ્યા, ખરા ભક્ત નામ ખુશાલ ।।૨।। શમ દમાદિ સાધને, પૂરા તપસી ત્યાગી તન ।
જાણે યોગ અષ્ટાંગને, પૂરણસિદ્ધ પાવન ।।૩।।
બાળપણામાં વાત બીજી, રુચિ નહિ જેને રંચ ।
અતિ અભાવ અંગ વરતે, પેખીને વિષય પંચ ।।૪।।
ચોપાઇ- એવા ભક્ત તે ખરા ખુશાલ, જેને ન ગમી સંસારી ચાલ્ય । બાળપણામાં રાચ્યાં ભજને, બીજાું કાંઇ ગમ્યું નહિ મને ।।૫।। એમ કરતાં થયો સતસંગ, ચડ્યો અતિ ચિત્તે તેનો રંગ । આવી અંગમાં ખરી ખુમારી, ઉતરે નહિ કેની ઉતારી ।।૬।। કરે ધ્યાન મહારાજનું નિત્ય, અતિ પ્રકટ પ્રભુમાં પ્રીત્ય ।
એમ કરતાં કાંઇક દન, થયો પ્રકાશ પોતાને તન ।।૭।। કોટિકોટિ સૂરજ સમાન, છાયો તેજે જમિ અસમાન ।
તેમાં કડાકા થયા છે ત્રણ, માન્યું લોકે આવ્યું આજ મરણ ।।૮।। આતો પ્રલય થવાની પેર, એમ કહેવા લાગ્યા ઘેરઘેર ।
૫૫૮ ભક્તચિંતામણ પ્રકરણ ૧૪૨
તેહ કડાકા ને તેજ તેહ, ષટ જોજને જણાયું એહ ।।૯।। જોઇ આશ્ચર્ય પામિયાં લોક, વધ્યો આનંદ થયાં અશોક ।
તે પ્રતાપ શ્રીમહારાજ તણો, શું કહીએ મુખથી ઘણોઘણો ।।૧૦।। વળી એક દિવસની વાત, કહું વર્ણવી વળી વિખ્યાત ।
કરતા ભજન મહારાજ તણું, તનભાન ભૂલ્યા છે આપણું ।।૧૧।। થઇ નિરાવરણ નિજવૃત્તિ, દીઠા રાત્યમાં રાંદલપતિ ।
થયો તેનો અતિશે પ્રકાશ, હુવો અંતર તમનો નાશ ।।૧૨।। તે પણ પ્રભુતણો પરતાપ, એમ ખુશાલે માન્યું છે આપ ।
પછી જેવું ચિંતવે જે વારે, થાય તેવાનું તેવુંજ ત્યારે ।।૧૩।। તેતો જાણે લોક પરસિધ્ધ, કહે આતો મહા મોટા સિદ્ધ ।
એમ જને મન જ્યારે જાણ્યું, તેવા સમામાં વર્ષાતે તાણ્યું ।।૧૪।। ત્યારે સર્વે આવી લાગ્યા પાય, કહે કરો વૃષ્ટિ દુઃખ જાય ।
મનુષ્ય પશુ પિડાય અત્યંત, આવ્યા અરજે અમે પિડાવંત ।।૧૫।।
માટે મોટા કરો તમે મહેર, કરો વર્ષાત તો જાયે ઘેર । એવી સાંભળી લોકની વાણી, સમર્યા ખુશાલે સારંગપાણી ।।૧૬।। કરે સ્તવન મનના દયાળ, આવ્યો વર્ષાત ત્યાં તતકાળ ।
વુઠો ત્રણ દનલગી તેહ, કાળા ઉનાળા જેવામાં મેહ ।।૧૭।।
લોક આવી લાગ્યાં પછી પાય, કહે ધન્ય ધન્ય દ્વિજરાય ।
તમજેવો નહિ જગમાંય, તમારે સહજાનંદ સહાય ।।૧૮।।
માન્યો પરચો મનુષ્યે મળી, વળી વાત બીજી લ્યો સાંભળી ।
પોત્યે પંડ્યા થૈ માંડી નિશાળ, આવ્યાંતાં ભણવા નાનાં બાળ ।।૧૯।। તેને ભણાવે છે થોડું ઘણું, કરાવે ભજન હરિતણું ।
કરતાં બાળક સ્વામીનું ધ્યાન, સર્વે થયાં છે સમાધિવાન ।।૨૦।। કરે અલૌકિક આવી વાત, સુણી સહુ થયા રળિયાત ।
પછી ખુશાલ કહે સુણો બાળ, મારે જાવું જ્યાં હોય દયાળ ।।૨૧।। ત્યારે બાળકે જોડિયા હાથ, તમને તેડવા આવે છે નાથ । ધરી દ્વિજનું રૂપ મહારાજ, તેતો આવે છે તમારે કાજ ।।૨૨।।
પ્રકરણ
કકકક
૧૪૨
ભક્તચિંતામણી
૫૫૯
પછી આવ્યા નાથ સાથે ચાલ્યા, વાટે અન્ન જળ વાલે આલ્યાં । આવ્યા જેતલપુર લગી સાથ, પછી અદ્રશ્ય થયા છે નાથ ।।૨૩।। હતા જેતલપુરમાં સ્વામી, નિરખ્યા ખુશાલે અંતરજામી ।
કહી વાટની વાત ખુશાલે, હસિ સાંભળી સરવે વાલે ।।૨૪।। કહે નાથ બ્રાહ્મણને ભાળી, ભાઇ તું છો મોટો ભાગ્યશાળી । થયો પરચો તને એ જાણ્ય, બીજી વાત મનમાં મ આણ્ય ।।૨૫।। ત્યારે બ્રાહ્મણ કહે મહારાજ, હુંતો આવ્યો છું ભણવાકાજ । ત્યારે નાથ કહે ઘણું સારું, એમાં ગમતું ઘણું અમારું ।।૨૬।।
પછી ખુશાલ સંતમાં રહ્યા, એક સમે વડોદરે ગયા । તિયાં સતસંગી રહે બહુ, કરે સ્વામીનું ભજન સહુ ।।૨૭।। એક દ્વિજ સદાશિવ નામે, નિત્ય ખુશાલને કરભામે ।
આવી નિત્ય જમો મારે ઘેર, મારે છે શ્રી મહારાજની મહેર ।।૨૮।। જીયાં લગી રહો તમે આંઇ, બીજે જમવા ન જાવું ક્યાંઇ ।
પછી ખુશાલ જમવા ગયા, આવ્યા નાથ જમવાને તિયાં ।।૨૯।। ત્યારે સદાશિવ લાવ્યો પાય, નિરખી નાથને તૃપ્ત ન થાય ।
પછી સુંદર કરાવ્યો થાળ, જમ્યા દયા કરીને દયાળ ।।૩૦।।
સદાશિવ વળી એની નાર, દેખે બીજા ન દેખે લગાર ।
પણ જમતાં જાણે સહુ જન, થાય અર્ધું જે હોય ભોજન ।।૩૧।। શાક પાક ધર્યું હોય થાળે, થાય ઓછું તે સર્વે ભાળે । જળનો જે હોય આબખોરો, પિવે નાથ તે થાય અધૂરો ।।૩૨।। હોય મુખવાસ આગે મેલ્યો, આપે નાથ તે પાછો જમેલો । આપે જમેલ પછી સોપારી, જોઇ આશ્ચર્ય થાય નરનારી ।।૩૩।। એમ માસ લગી અહોનિશ, જમ્યા હરિ ખુશાલ હમેશ ।
જ્યારે જ્યારે જમે જ્યાં ખુશાલ, ત્યારે ત્યારે જમે સંગે લાલ ।।૩૪।। જમે જન હાથે નાથ નિત્યે, તેતો ખુશાલ ભક્તની પ્રીત્યે । એમ ખુશાલ વિપ્રને વળી, પૂર્યા પર્ચા બહુ નાથ મળી ।।૩૫।। હતા આપે તે વૈરાગ્યવંત, સંસારથી ઉદાસી અત્યંત ।
૫૬૦ ભક્તચિંતામણ પ્રકરણ ૧૪૨
પછી ધાર્યો છે ધાર્મિક યોગ, તજી ભવતણા વઇભોગ ।।૩૬।। ધર્યું નામ તે ગોપાળાનંદ, થયા યોગેશ્વર જગવંદ ।
ફરે દયાળુ સરવે દેશ, આપે મુમુક્ષુને ઉપદેશ ।।૩૭।। કર્યા મહારાજે મોટેરા બહુ, માને મોટા મુનિવર સહુ ।
એક દિવસ લઇ મંડળી, આવ્યા વડોદરામાંહિ વળી ।।૩૮।। તિયાં સત્સંગી આવ્યા સાંભળી, લાગ્યા પાય સહુ લળીલળી ।
મોટાં ભાગ્ય જાય નહિ કહીએ, આવ્યા તમે અષ્ટમી સમૈયે ।।૩૯।। કરો ઉત્સવ આણી હુલાસ, બાંધો હિંડોળો કહે એમ દાસ । ત્યારે ગોપાળ સ્વામી કહે સારું, કરશે હરિ ગમતું તમારું ।।૪૦।। ત્યાંતો આવ્યો અષ્ટમીનો દન, કર્યું વ્રત સહુ મળી જન ।
બાંધ્યો હિંડોળો હરિને કાજ, આવી ઝુલ્યા પ્રકટ મહારાજ ।।૪૧।।
સારી સુંદર મૂરતિ શોભે, જોઇજોઇ જન મન લોભે ।
નિરખી હરખિયા સહુ જન, કરે સહુ સાથ ધન્યધન્ય ।।૪૨।। આજ અલૌકિક દર્શન દીધાં, તમે અમને કૃતાર્થ કીધાં ।
તિયાં સત્સંગી કુસંગી હતા, દિઠા પ્રકટ સહુએ ઝુલતા ।।૪૩।। ઝુલ્યા હિડોળે ઘડી બે ચ્યાર, પછી ન દીઠા તે નિરધાર ।
સહુ રહ્યાં છે આશ્ચર્ય પામી, કહે ધન્ય સહજાનંદ સ્વામી ।।૪૪।। આપ્યો પરચો પ્રભુજી આપે, સ્વામી ગોપાળાનંદને પ્રતાપે । વળી ગોપાળાનંદ સ્વામીને, પૂર્યો પરચો કહું કરભામિને ।।૪૫।। એક સમે નાવે વરસાત, મરે મનુષ્ય થાય ઉતપાત ।
શોધ્યે શહેરમાં ન મળે અન્ન, પડ્યો કાળ કહે સહુ જન ।।૪૬।।
પછી સત્સંગી સર્વે મળી, આવ્યા જ્યાં હતી મુનિમંડળી ।
બેઠા ગોપાળ સ્વામીને પાસ, કહે નથી જીવવાની આશ ।।૪૭।।
મરે શહેરમાં મનુષ્ય બહુ, અન્ન વિના પીડાય છે સહુ ।
દેતાં દામ મળે નહિ અન્ન, કહો કેમ કરી જીવે જન ।।૪૮।।
માટે સ્તુતિ પ્રભુ પાસે કરીએ, થાય મેઘ તો અમે ઉગરીએ । કહે ગોપાળસ્વામી દયાળ, કરો ભજન સર્વે મરાળ ।।૪૯।।
પ્રકરણ
કકકક
૧૪૩
ભક્તચિંતામણી
૫૬૧
બેઠા ભજને ઘડી બે ચ્યાર, આવ્યો મેઘ થયો જેજે કાર । વુઠો ત્રણ્ય દનલગી ઘન, કાળા ઉનાળામાં રાતદન ।।૫૦।।
સતસંગી કુસંગીએ જાણ્યું, થયો પરચો સહુએ પ્રમાણ્યું ।
લાગ્યા ગોપાળસ્વામીને પાય, ધન્ય ધન્ય તમે મુનિરાય ।।૫૧।। બોલ્યા ગોપાળસ્વામી તે પ્રત્યે, જે થયું તે શ્રીજીની સામર્થ્યે । બીજા થકી તે કાંઇ ન થાય, ઠાલો ભૂલો ફોગટ ફુલાય ।।૫૨।। એમ પરચા હું કેટલા કહું, થયા ગોપાળસ્વામીને બહુ ।
કહેતાં લખતાં ન આવે પાર, કહે નિષ્કુળાનંદ નિરધાર ।।૫૩।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ
વિરચિતે
વિરચિતે ભક્તચિંતામણીમધ્યે શ્રીજી મહારાજે ગોપાળાનંદ
સ્વામીને
પરચા પૂર્યા એ નામે એકસો ને બેતાળીસમું પ્રકરણમ્ ।।૧૪૨
પૂર્વછાયો- વળી વડોદરા શહેરમાં, પૂર્યા જે પરચા મહારાજ । તે લેખે ન આવે લખતાં, એમ કર્યાં જનનાં કાજ ।।૧।। જણ જણ પ્રત્યે જાુજવા, વળી પરચાનો નહિ પાર ।
કહ્યા ન જાય કોઇથી, એવા થાય ચમત્કાર ।।૨।। હેત જોઇ હરિજનનાં, પ્રભુજી થયા પ્રસન્ન ।
નિત્ય પ્રત્યે નરનારીને, આપે દયાનિધિ દર્શન ।।૩।। જેજે રીત્યે જનના, મહારાજે પુર્યા મનોરથ ।
તેતે કહું સહુ સાંભળો, સ્વામી સહજાનંદની સામર્થ્ય ।।૪।।
ચોપાઇ- કહું સામર્થી નાથની હવે, ચડે ખુમારી જેને સાંભળવે । એક ભક્ત બ્રાહ્મણ અકામ, તેનું સદાશિવ એવું નામ ।।૫।। તેની સુતા તે નામ ઉમૈયા, તે ઉપર મહારાજની દયા ।
થાય ધારણા દેખે છે ધામ, લિયે આવીને તેહનાં નામ ।।૬।।
સુરપુર ને કૈલાસ જેહ, વૈકુંઠ વળી ગોલોક તેહ ।
શ્વેતદ્વિપ ને અક્ષરધામ, એહ આદિ લિયે કઇ નામ ।।૭।। દેખે ધામ ને ધામના પતિ, સહજાનંદ સુખ મૂરતિ ।
કરે દર્શન તેહનાં નિત્યે, પ્રભુ બોલાવે બાઇને પ્રીત્યે ।।૮।।
૫૬૨ ભક્તચિંતામણ પ્રકરણ ૧૪૩
એક દન કહે એમ નાથ, આજ જમશું અમે તારે હાથ ।
કરજ્યો સુંદર રસોઇ સારી, કેળાં રોટલી કાજાુ તૈયારી ।।૯।।
પછી ધારણા માંહિથી જાગી, ઉઠી રસોઇ કરવા લાગી ।
થઇ રુડી રસોઇ તૈયાર, જમ્યા પ્રકટ પ્રાણ આધાર ।।૧૦।। દિઠા ઘરને મનુષ્યે મળી, આવી મૂરતિ એમ ન કળી ।
જાણ્યું પ્રકટ પ્રમાણ પધાર્યા, આજ જન્મ અમારા સધાર્યા ।।૧૧।। બેઠા દીઠા સૌવે ચ્યાર ઘડી, પછી પધાર્યા ગમ ન પડી ।
જોઇ આશ્ચર્ય પામિયાં જન, સહુ કહેવા લાગ્યાં ધન્યધન્ય ।।૧૨।। આતો પરચો દિધો દયાળ, દીનબંધુ દીનપ્રતિપાળ ।
વળી એક દિવસની વાત, કહું સાંભળજ્યો તે વિખ્યાત ।।૧૩।। કરી સમાધિ ઉમૈયા બાઇ, આવી હરિ વિરાજતા ત્યાંઇ ।
કરી દર્શન બેઠી છે પાસ, નિરખ્યા નાથને હૈયે હુલાસ ।।૧૪।। કહે ઉમૈયા મને મહારાજ, આપો કાંઇક પ્રસાદી આજ ।
ત્યારે જમતા હતા જીવન, સુંદર ભાત્ય ભાત્યનાં ભોજન ।।૧૫।। જમી ચળુ કરી રહ્યા નાથ, લઇ રૂમાલને લુયા હાથ ।
આપ્યો ઉમૈયાને મહારાજે, પ્રસાદીનો તે પૂજવા કાજે ।।૧૬।। તે આપ્યો રૂમાલ ધારણામાંઇ, લઇ આવી તે ઉમૈયા બાઇ ।
જાગી જોયું ત્યાં પોતાને પાસ, જોઇ રૂમાલ પૂછે છે દાસ ।।૧૭।। આતો રૂમાલ રાખતા નાથ, ક્યાંથી આવ્યો બાઈ તારે હાથ । કહે ઉમૈયા સમાધિમાંહિ, આપ્યો ગઢડે લાવી હું આંહિ ।।૧૮।। ત્યારે સહુ કહે ધન્યધન્ય, થયો પર્ચો કહે એમ જન ।
વળી એકદિ ધારણા કરી, આવી મહારાજ પાસળ્ય ફરી ।।૧૯।। કર્યું દર્શન દયાળતણું, થઇ મનમાં મગન ઘણું ।
તેદિ હતો સંક્રાંતિનો દન, વાલે તેડાવ્યાતા વિપ્ર જન ।।૨૦।। આપ્યાં અન્ન ધન દાન વળી, લીધાં ગામને બ્રાહ્મણે મળી ।
તિયાં બેઠીતી ઉમૈયા બાઇ, આપ્યા તલ લાડુ ધન ત્યાંઇ ।।૨૧।। દિધું સમાધિમાંહિ મહારાજે, એના તાત સદાશિવ કાજે ।
પ્રકરણ
કકકક
૧૪૩
ભક્તચિંતામણી
૫૬૩
પછી જાગી છે ઉમૈયા જ્યારે, રહ્યું પ્રત્યક્ષ પ્રમાણ ત્યારે ।।૨૨।। તે આપ્યું સદાશિવને લઇ, વળી ત્યાંની લીલા સર્વે કઇ ।
પછી જાણી અલૌકિ પ્રસાદી, દીધી લીધી બાઇ ભાઇ આદિ ।।૨૩।।
સર્વે જને કર્યો જેજેકાર, ધન્યધન્ય હરિ અવતાર ।
વળી એક દિવસને માંઇ, કરી ધારણા ઉમૈયા બાઇ ।।૨૪।।
ગઇ શ્રીમહારાજને પાસ, સામું જોઇ બોલ્યા અવિનાશ ।
કહે કેમ આવે નિત્યનિત્ય, એવી શી છે અમમાંહિ પ્રીત્ય ।।૨૫।। કહે બાઇ તમે તો શ્રીકૃષ્ણ, હશે અભાગી નહિ કરે દ્રષ્ણ ।
માટે આવી છું દર્શન કાજ, નથી કામ બીજાું મહારાજ ।।૨૬।। ત્યારે હસી ભરી મૂઠી હાથે, આપી સાકર સુંદર નાથે ।
તર્ત તુલસીનાં મંજર ત્રોડી, આપી પ્રસાદી ઉત્તમ રૂડી ।।૨૭।। હતો જન્માષ્ટમીનો તે દન, આપી પંચાજીરી તે પાવન ।
કેવડો જે સુવાસે ભરેલ, આપ્યો નાથે તે માથે ધરેલ ।।૨૮।। આપી પ્રસાદી કરીને મહેર, કહે નાથ તું જા હવે ઘેર ।
આવી ઉમૈયા તે દેહમાંઇ, લાવી પ્રસાદી પ્રકટ ત્યાંઇ ।।૨૯।। અલૌકિ એહ છે પ્રસાદી, જેને ઇચ્છે ભવ બ્રહ્મા આદિ ।
સહ્યો શિવે જે સારુ સંતાપ, થયો કદી મત્સ્ય જે સારુ આપ ।।૩૦।। એવી પ્રસાદી દુર્લભ જેહ, પામે સમાધિમાં જન તેહ ।
એતો વાત છે આશ્ચર્ય ઘણી, કહીએ મોટ્યપ શું હરિતણી ।।૩૧।। વળી એક દિવસની વાત, અતિ તાણી ગયો વરષાત ।
સહુ લોક થયાં છે ઉદાસ, મેલી મેઘ આવવાની આશ ।।૩૨।। કરે ચિંતા સહુ બુઢાં બાળ, કેમ ઉતરશું આવો કાળ ।
સદાશિવે પણ કર્યો શોચ, આપણા ઘરમાં નહિ પહોંચ ।।૩૩।।
માટે પૂછાવું મહારાજ પાસ, પૂછ્યા વિના ન આવે વિશ્વાસ ।
પછી પૂછાવ્યું ઉમૈયા સાથ, પૂછ્ય મેઘનું શું કહે છે નાથ ।।૩૪।।
પછી ઉમૈયા ધારણા કરી, ગઇ જ્યાં હતા પોત્યે શ્રીહરિ ।
કરી દર્શન બેઠી છે પાસ, ત્યારે હસી બોલ્યા અવિનાશ ।।૩૫।।
૫૬૪ ભક્તચિંતામણ પ્રકરણ ૧૪૩
શું પુછવું છે ઉમૈયા તારે, પૂછ્ય સંશય રાખ્ય માં લગારે । બોલી ઉમૈયા કહે મારો તાત, પૂછે કૈયે થાશે વરષાત ।।૩૬।।
સુણિ બોલિયા સુંદરશ્યામ, તારે વર્ષાતનું શું છે કામ । બેઠી કર નચિંત ભજન, તને મળશે વસ્ત્ર ને અન્ન ।।૩૭।। કહે ઉમૈયા હું નથી કહેતી, મેંતો પૂછ્યું છે લોકની વતી । ત્યારે નાથ કહે જા તું ત્યાંઇ, થાશે મેઘ ઘડી ચ્યારમાંહિ ।।૩૮।। કહેજ્યે ત્યાં જઇને તું વાત, નથી વાર આવ્યો વરષાત । આવી એમનું એમજ કહ્યું, ઘડી ચ્યારમાંહિ સાચું થયું ।।૩૯।।
નોતું વર્ષવું મેઘને મને, વર્ષ્યો ઘન વાલાને વચને ।
વુઠ્યો મેઘ ને આવ્યો આનંદ, સહુ જય બોલે જનવૃંદ ।।૪૦।। ધન્ય બાઇ ધન્ય તારી ભકિત, આતો પર્ચો થયો મોટો અતિ । વળી એક દિવસની વાત, સહુ સાંભળજ્યો તે સાક્ષાત્ ।।૪૧।। બેઠી ઉમૈયા ધારણા માંઇ, ગઇ પ્રભુ પાસળે એ બાઇ ।
કર્યાં દ્રગે ભરીને દર્શન, જોઇ મહારાજ થઇ મગન ।।૪૨।। કહે નાથ આ હળી છે છોડી, નિત્ય આવેછે યાં ધ્રોડી ધ્રોડી । એમ કહી હતો પાસે હાર, નાખ્યો એહના ગળા મોઝાર ।।૪૩।। આપ્યા ગજરા તોરા પેરેલ, અતિજાડા સુગંધી ભરેલ ।
આવી સમાધિ માંહિથી જ્યારે, રહ્યા પોતા પાસળે એ ત્યારે ।।૪૪।। વળી એક દિવસની વાત, આપ્યાં જામફળ વાલે સાત ।
આપે સમાધિમાંહિ જે ચીજ, રહે પ્રકટ પ્રમાણ તેજ ।।૪૫।। વળી એકદિ આંબાનું ફળ, આપ્યું અતિ મીઠું જે અમળ ।
વળી એકદિ પડીયો લઇ, ગયા લાડુ મોતીયા બે દઇ ।।૪૬।। તેતો તાજા તરત કરેલ, પોતા આગે થાળમાં ધરેલ ।
તે આપ્યા છે અલબેલે લઇ, વાત મોટી જાય નહિ કઇ ।।૪૭।। એમ અલૌકિક ચીજ લાવી, વેંચે આલોકમાંહી તે આવી ।
સમાધિમાં મળે જેહ જેહ, થાય પ્રકટ પ્રમાણ તેહ ।।૪૮।।
નથી વાત જેવડી એ વાત, અલૌકિક વસ્તુ સાક્ષાત્ ।
પ્રકરણ
કકકક
૧૪૪
ભક્તચિંતામણી
૫૬૫
એવી રીત્ય ન દીઠી સાંભળી, સહુ જન વિચારજ્યો વળી ।।૪૯।। આજ સામર્થી વાવરે બહુ, એક જીભે હું કેટલી કહું ।
જનનાં લાડ પાળે છે જેહ, નથી આવતાં કહ્યા માં તેહ ।।૫૦।।
લખ્યા પરચા મેં જે જન તણા, નથી એટલા છે બીજા ઘણા ।
આજ અતિ આપે છે આનંદ, ધન્યધન્ય કહે નિષ્કુળાનંદ ।।૫૧।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે ઉમૈયાબાઇને પરચા પૂર્યા એ નામે એકસોને તેંતાલિસમું પ્રકરણમ્ ।।૧૪૩।।
પૂર્વછાયો- વળી વડોદરા શહેરની, કહું વર્ણવી એક વાત ।
પૂર્યા પરચા જનને, સહુ જાણે એમ સાક્ષાત ।।૧।। એક એકને અનેક પરચા, આપે છે અવિનાશ ।
તેણે ખુમારી તનમાં, મન મગન રહે છે દાસ ।।૨।। આ લોકને પરલોકનું, થયું સુલભ સહુને કાજ ।
દેહ છતાં દુઃખીયા નહિ, તન છૂટ્યે આવે મહારાજ ।।૩।। જોઇ જન એવી રીત્યને, કરે અતિ પ્રિત્યે સત્સંગ ।
તેણે કરીને તનમાં, ચડે નિત્યે નવલો રંગ ।।૪।।
ચોપાઇ- ધન્ય ધન્ય આ સત્સંગ માંય, શ્રીહરિ પોત્યે કરે સહાય । જ્યાં જ્યાં સહાય કરી ઘણી સ્વામી, કહું તેતે હવે કરભામી ।।૫।। એક દ્વિજભક્ત રામચન્દ્ર, રૂડો રોગારી જાણે રાજેન્દ્ર ।
તેણે સમજીને કર્યો સત્સંગ, ભજે સ્વામી શ્રીજીને અભંગ ।।૬।। કરતાં સ્મરણ શ્વાસ ઉશ્વાસ, સુતો અંતર દર્શનની આશ ।
કહે બહુ વિતિ ગયા દન, નથી થયું મને દરશન ।।૭।।
નથી જવાતું મેં તિયાં સુધી, એવો રાખ્યો છે વેવારે રૂંધી । એમ શોચે ઘણું ઘણું મન, હવે ક્યારે થાશે દરશન ।।૮।। એમ સંભારી સુતો ઢોલિયે, કહે નાથ કમાડ ખોલિયે ।
ઉઠ્યો રામચન્દ્ર સુણી સાદ, પ્રભુ પધાર્યા પામ્યો આહ્લાદ ।।૯।। ઉઠી ઝટ ઉઘાડીયું દ્વાર, આવ્યા હરિ મંદિર મોઝાર ।
૫૬૬ ભક્તચિંતામણ પ્રકરણ ૧૪૪
કોટિ કોટિ સૂર્યને સમાન, શોભા કહી ન જાય નિદાન ।।૧૦।।
સુખસાગરમય મૂરતિ, દેખી દુઃખ રહ્યું નહિ રતિ ।
સંગે ઇંદિરા શોભાની ખાણ્ય, કવિ ક્રોડ્યે ન થાય વખાણ ।।૧૧।।
નખશિખા સજ્યા શણગાર, શોભે નાથસાથે શ્રી અપાર ।
કહે રામચન્દ્ર જોડી હાથ, કીધો આજ કૃતારથ નાથ ।।૧૨।।
મારાં ભાગ્ય મોટાં મહારાજ, થયાં અલૌકિ દર્શન આજ ।
રહો કરાવું રસોઇ ત્યાર, પ્રીત્યે જમીએ પ્રાણઆધાર ।।૧૩।। ત્યારે બોલ્યા નાથ મીઠી વાણ્યે, અમે આવ્યા હતા તારી તાણ્યે ।
નથી જમવું જાવું છે વળી, કરો દર્શન સર્વે મળી ।।૧૪।। દઇ દર્શન પ્રસન્ન કરી, પછી ત્યાંથી પધારીયા હરિ ।
રામચન્દ્ર કહે ધન્યધન્ય, થયાં આજ મને દરશન ।।૧૫।।
મુજ ઉપર અઢળક ઢળ્યા, પામ્યો પરચો જે પ્રકટ મળ્યા ।
વળી એક દિવસની વાત, પ્રભુ પધાર્યા પોતે સાક્ષાત ।।૧૬।। આવ્યા અર્ધિનિશા અવિનાશી, સહુ સુતાંતાં કમાડ વાસી ।
એની કિંકરીને કહ્યું જાગ્ય, તારા ઘરમાં થઇ છે આગ્ય ।।૧૭।। તેણે જાગતાં વાર લગાડી, ત્યારે અમૃતબાઇને જગાડી ।
કહે ઘર બળે છે તમારું, તને સુતાં લાગે કેમ સારું ।।૧૮।। તેણે જગાવીયા વૈદ્યરાજ, કહે જાગો આવ્યા છે મહારાજ ।
કહ્યું જગાડી મુજને એમ, થઇ લાય સુતી છો તું કેમ ।।૧૯।।
માટે જાુવોને બળે છે કિયાં, છે અળગું કે લાગ્યું છે ઇયાં ।
પછી રામચન્દ્રે જોયું જઇ, લાય પોતાના ઘરમાં થઇ ।।૨૦।। તેને ઓલવીને કરી સ્તુતિ, ધન્યધન્ય પ્રભુ પ્રાણપતિ ।
જો ન જગાડો દીનદયાળ, તો આવ્યો હતો અમારો કાળ ।।૨૧।। તમે કરી શ્રી મહારાજ સાર, અમે આવ્યાં નવે અવતાર ।
એમ કહી લાગ્યાં સહુ પાય, ત્યારે હસી બોલ્યા હરિરાય ।।૨૨।। આજ ભક્તની કરવા સાર, અમે લીધો છે આ અવતાર ।
કોઇ રીત્યે દુઃખી થાય દાસ, એવું ન કરું કહે અવિનાશ ।।૨૩।।
પ્રકરણ
કકકક
૧૪૪
ભક્તચિંતામણી
૫૬૭
માટે આપ્યો છે પર્ચો મેં આજ, એમ કહી ચાલ્યા મહારાજ ।
પામી આશ્ચર્ય કહે રામચન્દ્ર, ધન્યધન્ય સુખના સમુદ્ર ।।૨૪।। વળી એક દિવસની કહું, થયો પર્ચો સાંભળજ્યો સહુ ।
તેડ્યા જમવા ઘેર મરાળ, કર્યો ઠાકુર અરથે થાળ ।।૨૫।। શાક પાક ને જલેબી જેહ, ભરી થાળ ધર્યો આગે તેહ ।
આવી જમિયા જીવનપ્રાણ, પ્રભુ પોત્યે પ્રકટ પ્રમાણ ।।૨૬।। જમી આઠ જલેબીજ લીધી, એક હરિજન બાઇને દીધી ।
કહે ગયાતા વૈદ્યને ઘેર, આજ જમ્યા અમે સારી પેર ।।૨૭।। થાળમાંથી લાવ્યો છું પ્રસાદી, જોઇ જલેબી સારી છે સ્વાદી । કહે ભેળી થાય સહુ બાઇ, વહેંચી આપજ્યો મંડળીમાંઇ ।।૨૮।। આપી મહારાજે પ્રસાદી જેહ, બાઇએ બાઇઓમાં વેંચી છે તેહ । હવે વૈદ્યતણી કહું વાત, થયું જેમ તેમ તે સાક્ષાત ।।૨૯।। બેઠા જમવા જ્યારે મરાળ, રામચન્દ્રે સંભાળ્યો છે થાળ ।
આઠ જલેબી ઓછીજ થઇ, સમજ્યા મનમાં વાત ન કઇ ।।૩૦।।
પછી પ્રકટ વાત એ થઇ, ત્યારે રામચન્દ્રે પણ કઇ ।
એવી રીતનો ચમત્કાર, પામ્યો રામચન્દ્ર બહુવાર ।।૩૧।। વળી એક વાત છે અનુપ, સતસંગીને છે સુખરૂપ ।
રામચન્દ્રની ભારજ્યા જેહ, કહે રામચન્દ્ર પ્રત્યે તેહ ।।૩૨।। જાશું ઉત્સવે આપણે જ્યારે, શું શું પૂજા લઇ જાશું ત્યારે । કહે રામચન્દ્ર તે સાંભળી, કરશું કસુંબી પોશાગ વળી ।।૩૩।। કહે અમૃત કસુંબી વસન, નાથ પહેરે છે કોઇક દન ।
શ્વેત પોશાગ પહેરે છે ઝાઝું, માટે એવો કરાવો તો કાજાુ ।।૩૪।। ત્યારે રામચન્દ્ર કહે સારું, થાશે જેમ મહારાજનું ધાર્યું । એમ કરતાં વિત્યો છે દન, સંધ્યા સમે પધાર્યા જીવન ।।૩૫।।
સારો પહેરી સુંદર સુવાગ, જામો જરી ધરી શિર પાગ ।
શાલ દુશાલ સર્વે કસુંબી, ફુલહારે રહ્યા ભ્રંગ ઝુંબી ।।૩૬।। તેની પડોશણ્ય એક બાઇ, દીઠા તેણે તે ચઉટા માંઇ ।
૫૬૮ ભક્તચિંતામણ પ્રકરણ ૧૪૪
તેને નાથે વાત એમ કહી, કહેજ્યે અમૃત બાઇને જઇ ।।૩૭।। તું કહેતિતી કસુંબી વસન, નથી પહેરતા જગજીવન ।
તે પહેર્યાં છે મેં સરવે આજે, કહેજે કહ્યું છે એમ મહારાજે ।।૩૮।। નિરખી નાથને આવી છે એહ, કહી વૈદ્ય આગે વાત તેહ ।
પછી રામચન્દ્ર એની નાર, ધન્ય સામર્થ્ય છે અપરમ પાર ।।૩૯।। આવા ચમતકારને જોઇ, નહિ માને મંદ મતિ કોઇ ।
પળે પળે પરચા અપાર, જાણે જન ન જાણે સંસાર ।।૪૦।। વળી એક વાત અતિ સારી, કહું સહુ લેજ્યો મન ધારી ।
એક શાસ્ત્રી દ્વિજ શોભારામ, ભજે સહજાનંદ સુખધામ ।।૪૧।।
મન કર્મ વચને હરિદાસ, ખરો મહારાજનો છે વિશ્વાસ ।
તેના સુતનો આવિયો કાળ, આવ્યા તેડવા પોતે દયાળ ।।૪૨।। ત્રુટી નાડી ને ન રહ્યા પ્રાણ, બોલી ન શકે નહિ ઓળખાણ્ય । એવું દિઠું શોભારામે જ્યારે, કરી સ્તુતિ મહારાજની ત્યારે ।।૪૩।।
સુણી નાથ થયા છે પ્રસન્ન, આનું તજાવવું નહિ તન ।
એમ કહિને પ્રકટ થયા, કરી હરિજન પર દયા ।।૪૪।। દીધું સર્વેને દર્શન દાન, સહુ કહે ધન્ય ભગવાન ।
ભલે પધાર્યા દિન દયાળ, આજ અમારી લીધી સંભાળ ।।૪૫।। કહે નાથ તારા સુતકાજ, આવ્યાતા તેડવા અમે આજ ।
પણ મુકી જાઇએ છીએ અમે, સર્વે શોક તજી દેજ્યો તમે ।।૪૬।। એમ કહીને અદૃશ્ય થયા, જન જોઇ આશ્ચર્ય પામીયા ।
પછી સુત તેનો તેહ વારે, થયો બેઠો પથારીથી ત્યારે ।।૪૭।। કહે આવ્યાતા તેડવા નાથ, હું જાતોતો મહારાજની સાથ । કહે મુકી ગયા નાથ મને, એમ કહી છે વાત સહુને ।।૪૮।।
સુણી સર્વે પામિયાં આનંદ, કહે ધન્ય સ્વામી સહજાનંદ ।
તમે આપ્યો પરચો આ દયાળ, નાથ જીવાડ્યો મૃતક બાળ ।।૪૯।। વળી દર્શન દીધાં સહુને, રાખ્યો મનુષ્યની હારમાં મુને । એમ કહ્યું શોભારામે જ્યારે, લખ્યું નિષ્કુળાનંદે તે વારે ।।૫૦।।
પ્રકરણ
કકકક
૧૪૫
ભક્તચિંતામણી
૫૬૯
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા
એ નામે એકસોને ચુંમાળિસમું પ્રકરણમ્ ।।૧૪૪।।
પૂર્વછાયો- વળી શહેર વડોદરે, કરી જનની જીવને સાર ।
સંભળાવું સંક્ષેપશું, સહુ સુણજ્યો નરનાર ।।૧।।
સામર્થી પોત્યે શ્રીહરિ, આજ વાવરે છે અપરિમિત ।
તે કહી ન જાય કોઇથી, છે એવી અલૌકિક રીત ।।૨।। આગે પરચા પૂરીયા, જન હેતે લઇ અવતાર ।
પણ એ થકી રીત્ય આજની, છે જો અપરમપાર ।।૩।। કહીકહી કહીએ ક્યાં લગી, એક જીભે જશ અપાર ।
પણ જે આવે મારી જાણ્યમાં, કરૂં કાંઇક તેનો ઉચ્ચાર ।।૪।।
ચોપાઇ- એક દ્વિજભક્ત છે દક્ષિણી, કહું વાત હવે તેહ તણી ।
નારુપંતનાના તેનું નામ, કરે રાજ સમાજનું કામ ।।૫।। એમ કરતાં થયો સતસંગ, ચડ્યો ચિત્તે તેનો અતિ રંગ । વળી એમ સમજ્યો સુજાણ, મળ્યા પ્રભુ પ્રકટ પ્રમાણ ।।૬।। રહી નહિ ઉધારાની વાત, તેણે કરી રહે રળીયાત ।
સાચો સમજાણો સતસંગ, ભજે શ્રીહરિ કરી ઉમંગ ।।૭।। કહે સ્વામી સહજાનંદ સત્ય, તેહ વિનાતો તે બીજાું અસત્ય ।
એવી અંતરમાં ગાંઠ્ય પાડી, ઉખડે નહિ કેની ઉખાડી ।।૮।। એમ કરતાં વીત્યા કાંઇ દન, આવ્યું સંસાર સંબંધિ વિઘન । એનો સુત બાપુ નામ જેહ, થયો મંદ શરીરમાં તેહ ।।૯।। તેને દેખીને તેની જનિતા, કરી અંતરમાં અતિ ચિંતા ।
મારે પુત્ર એક જ છે એહ, કોઇ રીત્યે રહે એનો દેહ ।।૧૦।।
પછી તે સારુ સમરી દેવી, સુત સારુ અકળાણી એવી ।
નાવી દેવી આવ્યા અવિનાશ, થયો કોટિ સૂર્યનો પ્રકાશ ।।૧૧।। અતિ તેજ તણો નહિ પાર, ભેળા સંત હજારો હજાર ।
પછી એમ બોલ્યા મહારાજ, આવ્યા બાપુને તેડવા કાજ ।।૧૨।।
૫૭૦ ભક્તચિંતામણ પ્રકરણ ૧૪૫
તે તું કોટિ ઉપાય જો કરે, તોય તારો સુત ન ઉગરે ।
માટે ભૈરવ ભવાની ભૂત, સમર જે રાખે તારો સુત ।।૧૩।। ત્યારે બોલી છે એમ તે બાઇ, એનો ભાર નથી મારે કાંઇ ।
પણ જીવ જનનીનો એવો, તેનો દોષ મને નવ દેવો ।।૧૪।।
સુખે તેડી જાઓ મારો તન, હું તો અતિશે છું પરસન ।
એમ કહીને જોડીયા હાથ, ત્યારે બોલિયા સંત હતા સાથ ।।૧૫।।
મહારાજ એને એક બાળ, તેને તેડી ન જાઉં દયાળ ।
સંસારીને તો એટલું સુખ, સુત વિત્ત વિના માને દુઃખ ।।૧૬।। ત્યારે એમ બોલ્યા મહારાજ, નહિ તેડી જાયે એને આજ ।
એની પડોસણ્યનો જે તન, તેને તેડી જાશું કહે જીવન ।।૧૭।।
પછી તેહને તેડીને ચાલ્યા, બહુ લોકને દર્શન આલ્યાં ।
દિઠા સહુએ પ્રકટ પ્રમાણ, થયું સત્સંગી કુસંગીને જાણ ।।૧૮।। એમ પ્રકટ પરચો દઇ, ચાલ્યા બીજા બાળકને લઇ ।
નહિ છાનું એ પ્રકટ જાણો, કહે પરચો થયો એ પ્રમાણો ।।૧૯।। કહે નાનો જોડી જાુગ હાથ, ધન્યધન્ય દીનબંધુ નાથ ।
તમે દયાનિધિ છો દયાળ, દીનાનાથ દીનપ્રતિપાળ ।।૨૦।। વળી વાત કહું એક સારી, હરિજનને છે હિતકારી ।
એક દ્વિજ બાપુ સરવરિયો, તેણે સમજીને સત્સંગ કરિયો ।।૨૧।। જોઇ સાચી રીત સંતતણી, આવી પ્રતીત પોતાને ઘણી ।
વળી સાંભળી સંતની વાત, તેને ભાંગી છે મનની ભ્રાંત ।।૨૨।। થયો સત્સંગી સ્વામીનો ખરો, બેપ્રવાઇ સિપાઇ આકરો ।
ઝાલી ટેક મુવે નવ મેલે, સિર કરમાં લઇને ખેલે ।।૨૩।। નિષ્કપટ મતિ અતિ ઘણી, કહું વાત હવે તેહતણી ।
એનો સુત તે રામસેવક, થયો માંદો શરીરમાં છેક ।।૨૪।। આવ્યો સમો એને અંતકાળ, ગરુડે ચડી પધાર્યા દયાળ ।
સંગે સંતતણું બહુ વૃંદ, મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ ।।૨૫।।
ગોપાળાનંદ સ્વામી છે સાથ, જળ ઝારી ભરી ધરી હાથ ।
પ્રકરણ
કકકક
૧૪૫
ભક્તચિંતામણી
૫૭૧
નિત્યાનંદજી કરે ચમર, એમ પધાર્યા શ્યામસુંદર ।।૨૬।। દીઠા સત્સંગી કુસંગી જને, આવ્યા બાપુ ભાઇને ભવને ।
સહુ આવીને નામે છે શીશ, કહે ભલે આવ્યા જગદીશ ।।૨૭।। ત્યારે નાથ કહે આવ્યા આજ, તારા સુતને તેડવા કાજ ।
ત્યારે બાપુ કહે જોડી હાથ, સુખે તેડી જાઓ મારા નાથ ।।૨૮।। એના ભાગ્યતણો નહિ પાર, આવ્યા આ સમે પ્રાણ આધાર ।
એવાં સુણી બાપુનાં વચન, કહે સાધુ સર્વે ધન્યધન્ય ।।૨૯।।
પછી સંત કહે જોડી હાથ, આજ મેલી જાઓ એને નાથ ।
ત્યારે મહારાજ કહે ઘણું સારું, જાઓ માન્યું એ વચન તમારું ।।૩૦।।
પછી દર્શન દઇ લોકને, ચાલ્યા બાપુનો ટાળી શોકને ।
દિઠા સહુએ પ્રકટ પ્રમાણો, થયો પરચો જન સહુ જાણો ।।૩૧।। કહું એક દિવસની વળી, તેડી જમવા મુનિમંડળી ।
જમ્યા મુનિ રાખી નહિ મણા, તોય વધ્યા છે મોદક ઘણા ।।૩૨।। કહે બાપુ જમ્યા નહિ સંત, માટે વધિયું અન્ન અત્યંત ।
ત્યારે બોલ્યા છે ગોપાળ સ્વામી, ભાઇ અમે રાખી નથી ખામી ।।૩૩।। એમ કરતાં વધ્યું હશે અન્ન, જમશે કોઇ હરિના જન ।
ત્યારે બાપુને આવ્યો વિશ્વાસ, હમણાં આવશે કોઇ હરિદાસ ।।૩૪।। એમ કરતાં આવ્યા જગદીશ, સંગે સાંખ્યયોગી દશવીશ ।
કહે હરિ હોય ત્યાર અન્ન, છે આ ભૂખ્યા કરાવો ભોજન ।।૩૫।।
પછી બાપુએ જમાડ્યા તેહ, કરીતી રૂડી રસોઇ જેહ ।
હતા પાળા ને પ્રભુજી ક્યાંઇ, જમ્યા અલૌકિક અંગે ત્યાંઇ ।।૩૬।। એમ આપ્યો છે પરચો એહ, વળી બીજો કહું સુણો તેહ । આપી મૂરતિ મહારાજે એક, પૂજી જળ લેવું આવી ટેક ।।૩૭।। તેને અર્થે લાવ્યો એક હાર, ધર્યો મૂરતિ ને નિરધાર । હાર હળવો જોઇ મૂરતિ, નાખ્યો ફગાવી અળગો અતિ ।।૩૮।।
પછી બોલી છે મૂરતિ એમ, હાર હળવો ચડાવે છે કેમ ।
બીજે વાવરે છે બહુ ધન, ત્યાં તો મોકળું રાખે છે મન ।।૩૯।।
૫૭૨ ભક્તચિંતામણ પ્રકરણ ૧૪૬
ત્યારે બાપુએ જોડ્યા છે હાથ, એતો ભૂલ્ય ઓળખાવી નાથ । ધન્ય સામર્થી તમારી સ્વામી, આજ પર્ચો પામ્યો હું બહુનામી ।।૪૦।। વળી એક દને ગંગાબાઇ, બેઠી માનસી પૂજાને માંઇ ।
તિયાં કર્યો તો સુંદર થાળ, આવ્યા પ્રકટ જમવા દયાળ ।।૪૧।। કરી દાતણને દિધિ ચિરું, જમ્યા જીવનજી ધિરું ધિરું ।
પ્રભુ પ્રકટ જમિયા થાળ, ચાલ્યા દર્શન દઇ દયાળ ।।૪૨।। વધ્યાં ભોજન જમતાં જેહ, આપી પ્રસાદી સહુને તેહ ।
પામ્યા પ્રસાદી પ્રકટ સહુ, એવી વાત હું કેટલી કહું ।।૪૩।। વળી એકદિને ગંગાબાઇ, કહું દિઠું જે સમાધિમાંઇ ।
થયાં મહારાજનાં દરશન, ભેળા દિઠા બહુ મુનિજન ।।૪૪।। જાગી સમાધિમાંહિથી જ્યારે, લીધાં નામ સરવેનાં ત્યારે । જેને નાવડતું નામ એક, તેણે લીધાં છે નામ અનેક ।।૪૫।।
સહુ સાંભળી આશ્ચર્ય પામ્યાં, ધન્ય મહારાજ કહી શિશ નામ્યાં । વળી એક દિવસની વાત, સહુ સાંભળજ્યો સાક્ષાત્ ।।૪૬।। એનો સુત તે રામસેવક, ભણતોતો ગણપતિ અષ્ટક ।
તેને મહારાજ સોણામાં આવી, ગયા કૃષ્ણાષ્ટક શિખાવી ।।૪૭।। જાગી સવારે રામસેવક, કહ્યા કંઠેથી અષ્ટ તે શ્લોક ।
સહુ સાંભળી આશ્ચર્ય થયાં, ધન્ય નાથ કહે સર્વે રહ્યાં ।।૪૮।।
મોટા સુભાગી એ નરનાર, પામ્યા પરચા તે એમ અપાર ।
ધન્ય ધન્ય પ્રભુનો પ્રતાપ, આપ્યાં જનને સુખ અમાપ ।।૪૯।। તેતો કહ્યે લખ્યે નાવે પાર, કવિ બહુબહુ કરે વિચાર ।
જેજે આપ્યાં છે જનને સુખ, કહ્યું જાતું નથી તેતો મુખ ।।૫૦।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળા-નંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા
એ નામે એકસોને પિસ્તાળિસમું પ્રકરણમ્ ।।૧૪૫।।
પૂર્વછાયો- વળી શહેર વડોદરે, નક્કી ભક્ત નાથજી નામ । તન ધન ભવન આદિ, આણ્યું હરિને કામ ।।૧।।
પ્રકરણ
કકકક
૧૪૬
ભક્તચિંતામણી
૫૭૩
કામ ક્રોધ ને લોભ મોહ, આવે નહિ કેદિ અંગ ।
નક્કી નકોર નિઃસંશે નિશ્ચે, એવો જેને સતસંગ ।।૨।। તેની તરુણી તેહ જ તેવી, અતિ પવિત્ર છે એહ ।
સમેટી પ્રીત્ય સંસારથી, કર્યો શ્રીહરિમાં સનેહ ।।૩।। અવધિ પોત્યે આવિયો, તેહના તે દેહનો કાળ ।
આવ્યા તેડવા તેહને, દીનબંધુ દીનદયાળ ।।૪।।
ચોપાઇ- આવ્યા તેડવા તેને મહારાજ, સંગે બહુ લઇ મુનિરાજ ।
લાવ્યા સુંદર સારાં વિમાન, તેડી ચાલ્યા તેને ભગવાન ।।૫।। દિઠું સત્સંગી કુસંગી સહુએ, જોઇ આશ્ચર્ય માનિયું બહુએ । કહે આવુંતો ન દિઠું કયાંઇ, ચાલી વિમાને બેસી આ બાઇ ।।૬।। વળી વાત કહું એક સારી, તેના સુતની છે સુખકારી ।
તેને ધારણા થાય હમેશ, કરે પ્રભુપાસે તે પ્રવેશ ।।૭।।
લાવે પ્રસાદી નિત્ય નવલી, બોર સાકર ખારેક ભલી ।
વળી શ્રીમુખે જમેલ જેહ, લાવે સોપારી તર્તની તેહ ।।૮।। એવી પ્રસાદી જે બહુ પેર, આપે મહારાજ કરીને મહેર ।
વળી એક દિવસ દયાળ, જમ્યા પ્રકટ આવીને થાળ ।।૯।। વળી રાયજી નામે છે જન, રહે નાથ ભેળો ભાઇ તન ।
તેના દેહનો આવિયો કાળ, આવ્યા તેડવા દીનદયાળ ।।૧૦।। ત્યારે નાથજીએ કરી સ્તુતિ, બોલ્યા ત્યારે પ્રભુ પ્રાણપતિ ।
નહિ તેડી જાયે એને અમે, છો એકલા નાથભક્ત તમે ।।૧૧।।
પછી સહુને દરશન દીધાં, એમ કાજ નાથજીનાં કીધાં ।
આપે પરચા એમ અત્યંત, કહેતાં લખતાં ન આવે અંત ।।૧૨।। વળી એક ભક્તની છે વાત, સંભળાવું સહુને સાક્ષાત ।
એક કણબી કિશોરદાસ, તેનો સુત લખો નામ તાસ ।।૧૩।। તેને સમાધિનું સુખ અતિ, નિત્ય કરે નાથપાસે ગતિ ।
તેનો તાત કહે પૂછ્ય હરિને, જમે થાળ જો મહેર કરીને ।।૧૪।।
પૂછ્યું લખે પાડી તેની હાજ, કર્યો થાળ પછી હરિકાજ ।
૫૭૪ ભક્તચિંતામણ પ્રકરણ ૧૪૬
આવ્યા જમવા શ્યામ સુુજાણ, પ્રભુ પોત્યે પ્રકટ પ્રમાણ ।।૧૫।। જમી અર્ધ લાડુ થાળમાંથી, પછી પધાર્યા પ્રભુજી ત્યાંથી । દીધાં બહુ જનને દરશન, નિરખી નાથને કહે ધન્ય ધન્ય ।।૧૬।। વળી એક દિવસની વાત, કહે લખાને લખાની માત ।
તારી સમાધિ સાચીતો ગણું, થાય દ્રષ્ણ મને કૃષ્ણતણું ।।૧૭।। ત્યારે લખે સમાધિમાં જઇ, એહ વાત મહારાજને કહી ।
ત્યારે મહારાજ કહે ઘણું સારું, એવું થાશે દર્શન અમારું ।।૧૮।।
પછી મોરમુગટ પીતાંબર, વાતા વાંસળી શ્યામ સુંદર ।
ધરી સોળ વર્ષનું સ્વરૂપ, અશ્વે બેઠા દિઠા છે અનુપ ।।૧૯।। ત્યારે ડોશી કહે ધન્ય ધન્ય, થયું પ્રકટ પ્રભુનું દર્શન ।
આવી વાત દીઠી ન સાંભળી, અતિ અલૌકિક મને મળી ।।૨૦।। એહ પર્ચો અલૌકિક થયો, વળી લખો સમાધિમાં ગયો ।
તિયાં વાલે કરી અતિવાલ, દીધો દેહ લુઇને રૂમાલ ।।૨૧।। આપ્યો સમાધિમાં અવિનાશે, જાગ્યો ત્યારે રહ્યો પોતા પાસે ।
લાવ્યો અલૌકિક લોકમાંઇ, એથી પર્ચો મોટો નહિ કાંઇ ।।૨૨।। વળી એક કુસંગીને કાજે, મેલ્યા દૂત લેવા જમરાજે ।
દેખી લખે વાત તેને કહિ, મારી પોળ્યમાં પેસવું નહિ ।।૨૩।। ત્યારે જમ બોલ્યા ડારો દઇ, જા તું બેશ તારે ઘેર જઇ ।
ત્યારે લખો કે નહિ દેવું લેવા, બહુ જમ દીઠા મેં તું જેવા ।।૨૪।। એમ કહીને વધાર્યું દેહ, માંડ્યા મારવા ભાગ્યા છે તેહ ।
ગીયો મારતો જમપુરીમાં, ભાગ્યા બીજા જે રહેતાતા તેમાં ।।૨૫।। કરી ખાલી જ્યારે જમપુરી, જમે હરિ પાસે રાવ કરી ।
કહે નાથ જાઓ નહિ મારે, કહેજ્યો સહુને એને ન બીવારે ।।૨૬।। એમ લખે રાખ્યો કુસંગીને, જમ ભાગી ગયા સહુ બીને ।
વળી એક પીતાંબર દાસ, લાવ્યો જામફળ લખાપાસ ।।૨૭।। કહે જા તું સમાધિમાં લઇ, જમાડજ્યે ત્યાં નાથને જઇ ।
લીધું લખે દીધું હરિહાથે, જમી અર્ધ દિધું પાછું નાથે ।।૨૮।।
પ્રકરણ
કકકક
૧૪૬
ભક્તચિંતામણી
૫૭૫
તે આપી પીતાંબરને પ્રસાદી, દિધા પરચા બહુ એહ આદિ ।
થયા લખાને પરચા લાખું, એક જીભે હું કેટલા ભાખું ।।૨૯।। વળી ભક્ત ભગવાન દાસ, ચાલ્યો દર્શને દયાળુ પાસ ।
થયા સંગાતિ સુંદર શ્યામ, તેડી આવ્યા વરતાલ ગામ ।।૩૦।। હતો આનંદ ઉત્સવ તિયાં, અતિ સુંદર દર્શન થિયાં ।
પછી ત્યાંથી જેતલપુર ગામે, કર્યો ઉત્સવ સુંદર શ્યામે ।।૩૧।। તિયાં દીઠા છે દર્શન કરતાં, પ્રભુ મુખથકી ફુલ ઝરતાં ।
ઘડી ઉભે લગી એમ રહ્યું, નહિ પરોક્ષ એ પ્રત્યક્ષ થયું ।।૩૨।। વળી કહી અંતરની વાત, જેમ હતી તેમ તે સાક્ષાત ।
એક દિવસ જમિયા થાળ, સહુ દેખતાં દીનદયાળ ।।૩૩।। વળી આપી એકદિ પ્રસાદી, સારી સાકરની રાયજાદિ ।
એવી અલૌકિક વાત વળી, થઇ નોતિ દીઠી જે સાંભળી ।।૩૪।। એક સત્સંગી જગજીવન, કરે સ્વામીશ્રીજીનું ભજન ।
તેને વાંક નાખ્યો વણ કીધો, ઝાલી બંધિખાનામાંહી દીધો ।।૩૫।। કહે રૂપિયા લેશું હજાર, ત્યારે કાઢશું બેડીથી બહાર ।
એમ ડરાવે દુષ્ટ અપાર, આવ્યા તે સમે પ્રાણઆધાર ।।૩૬।। કહે દંડનું દામ ન આલે, તને છોડાવશું અમે કાલે ।
પછી બીજે દાડે બેડી ભાંગી, કાઢ્યો દાસને વાર ન લાગી ।।૩૭।। ત્યાર પછી મુવો એનો તાત, આવ્યા તેડવા પ્રભુ સાક્ષાત । તેતો દિઠા બીજે બહુ જને, નિર્ખિ નાથ મગન થયા મને ।।૩૮।। વળી એકદિ જગજીવન, બેઠો કરવા હરિભજન ।
દિઠો તેજ તણો બિંબ ભારી, જોઇ ચકિત થયાં નરનારી ।।૩૯।। એમ પામ્યો બહુ ચમત્કાર, કહેતાં લખતાં ન આવે પાર ।
વળી ભક્ત કાછિયો ખુશાલ, જેને વાલા સાથે ઘણી વાલ ।।૪૦।। તેની સુતા તે અમૃતબાઇ, ગઇ હરિપાસે સમાધિમાંઇ ।
દિધા પેંડા ત્યાં હરિએ હાથે, આપ્યો હાર જે પહેર્યો તો નાથે ।।૪૧।। વળી ઇક્ષુ જમેલ માદળિયાં, સુંદર પ્રસાદીનાં બોર મળિયાં ।
૫૭૬ ભક્તચિંતામણ પ્રકરણ ૧૪૭
એહ આદિ પ્રસાદી અનુપ, તેતો રહે જાગ્યે તદ્રૂપ ।।૪૨।। જમે પોત્યે ને આપે બીજાને, જાણી અલૌકિક મુદ માને ।
એક કાછિયો બેચર વળી, તેની વાત કહું લ્યો સાંભળી ।।૪૩।। જાય સમાધિમાં પ્રભુ પાસ, હરિ રાજી થાય દેખી દાસ ।
પછી આપે પ્રસાદી દયાળ, જાણી બેચરને નાનો બાળ ।।૪૪।।
લિંબુ મિઠાં જામફળ જેહ, આપે પેંડા પ્રસાદીના તેહ ।
ખાય પેંડા વખાણે છે બહુ, દેખે સત્સંગી કુસંગી સહુ ।।૪૫।। કહે કુસંગી પારખ્યું લહીએ, ત્યારે સ્વામીજીને સાચા કહીએ । એમ કહીને લીધો બોલાવી, બેસ બેચરિયા આંહિ આવી ।।૪૬।। તારાં વસ્ત્ર ઉતારીને લહીએ, લાવ્ય પ્રસાદી તો સાચો કહીએ ।
પછી ઉતારી લીધાં અંબર, કહે સમાધિ હવે તું કર ।।૪૭।।
પછી બેચરે સમાધિ કરી, ગયો જીયાં બેઠા હતા હરિ ।
પછી સામું જોઇ હરિ હશા, જોઇ એની દિગંબર દશા ।।૪૮।। આપ્યા ત્રણ્ય પેંડા તેહવારે, જાગી દેખાડ્યા સહુને ત્યારે । જોઇને સહુ આશ્ચર્ય પામ્યાં, ધન્ય સ્વામી કહી શિશ નામ્યાં ।।૪૯।। એમ પરચા અપરમપાર, આપે અલબેલોજી આ વાર ।
તેણે વર્તે છે અતિ આનંદ, કહ્યું ન જાય નિષ્કુળાનંદ ।।૫૦।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળા
નંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચા
પૂર્યા એ નામે એકસોને છેંતાળિસમું પ્રકરણમ્ ।।૧૪૬।।
પૂર્વછાયો- વળી વડોદરે વાલ્યમે, જેહ કર્યાં જનનાં કાજ ।
સાંભળજ્યો સંક્ષેપશું, જેહ જેહ કર્યું મહારાજ ।।૧।।
સોની કુળમાં ભક્ત ભલો, ત્રિકમજી તેનું નામ ।
તેનો સુત દયાળજી, થાય ધારણા દેખે ધામ ।।૨।। એક દિવસ કરી ધારણા, ગયા જીયાં હતા જગદીશ ।
તિયાં હતા બહુ દેવતા, કરે સ્તવન ક્રોડ્ય તેત્રિશ ।।૩।। તેને મહારાજે પૂછિયું, તમે રાજી હો સહુ દેવ ।
પ્રકરણ
કકકક
૧૪૭
ભક્તચિંતામણી
૫૭૭
તો નરનારાયણ મૂરતિ, પધરાવિએ તતખેવ ।।૪।।
ચોપાઇ- ત્યારે દેવ કહે બહુ સારું, ઘણું ગમતું છે એ અમારું । આ ભૂમિના છે એજ ભૂપતિ, તેની ક્યાંય નથી જો મૂરતિ ।।૫।।
માટે જરૂર કરવું એ કાજ, એમ બોલિયા સુરસમાજ ।
તે દયાળજી દેખીને આવ્યો, ત્યાંથી ખબર તે આંહિ લાવ્યો ।।૬।। દિઠા દેવતા સમાધિમાંઇ, તેનાં કહ્યાં નામ રૂપ આંઇ ।
પામ્યા આશ્ચર્ય સહુ સાંભળી, કહું વાત એની એક વળી ।।૭।। ત્રિકમજી કહે એનો તાત, તું સાંભળજે દયાળજી વાત ।
માગ્યે માળા તું ધારણામાંહિ, આપે નાથ તો લાવજે આંહિ ।।૮।। બોલ્યા ઇચ્છારામ રણછોડ, નાથ હાથની માળાનો કોડ ।
મળે પ્રસાદીની ક્યાંથી માળુ, માગ્યે દિયે દયા કરી દ્યાળુ ।।૯।। કહે લાલદાસ રંગનાથ, આલે નાથ માળા તુજ સાથ ।
તો એ થકી મોટી નહિ વાત, મળે અલૌકિ માળા સાક્ષાત ।।૧૦।। ત્યારે બોલિયા ભગવાનદાસ, નથી ગઉમુખી મુજ પાસ ।
ક્યાંથી મળે પ્રસાદીની મને, મળે તો લાવ્યે કહું છું તને ।।૧૧।। કહે વણારશી સુણ્ય દ્યાળા, મારે નથી બેરખો ને માળા ।
સહુને આપે નાથ દયા કરી, તો માગજ્યે મારું કરગરી ।।૧૨।।
સુણી સંદેશા એટલા કાને, પછી દયાળજી બેઠો ધ્યાને ।
ગયો ધારણામાં પ્રભુપાસ, અતિહેતે બોલ્યા અવિનાશ ।।૧૩।। શું શું લેવા આવ્યો છો તું આજ, માગ્ય આપીએ કહે મહારાજ । ત્યારે દ્યાળજી કહે સુણો નાથ, માગી માળા ષટ મુજસાથ ।।૧૪।। એક બેરખો ગઉમુખી એક, આપો મને તો વળી વિશેક ।
પછી આપ્યાં સઘળાં એ નાથે, જાગી દયાળજી લાવ્યો સાથે ।।૧૫।। જેણે જેણે મગાવીતી જેવી, દીધી સહુને માળાઓ તેવી ।
જાડી ઝીણી સુખડ્ય તુલસીની, આપી ગૌમુખી એક નવિની ।।૧૬।।
સહુ જોઇને આશ્ચર્ય પામ્યાં, ધન્ય સ્વામી કહી શિશ નામ્યાં । ભાઇયો આતો વાતમોટી કહીએ, આથી પરચો બીજો કિયો લહીએ ।।૧૭।।
૫૭૮ ભક્તચિંતામણ પ્રકરણ ૧૪૭
વળી એક દિવસ દયાળો, કરી સમાધિ થયો સુખાળો ।
આવ્યો સમાધિમાંહિથી બાર, લાવ્યો જામફળ પાંચવાર ।।૧૮।। ક્યારે પાંચ ક્યારે સાત સાત, લાવે સમાધિમાંથી સાક્ષાત । આપી પ્રસાદી ને પોત્યે લિયે, એમ પર્ચો નાથ બહુ દિયે ।।૧૯।। ત્યાર પછી સમાધિમાં વળી, લાવ્યો પાંચ પાકી કેળાફળી ।
ત્યાર પછી બરફી બહુવાર, પેંડા પતાસાનો નહિ પાર ।।૨૦।।
સાકર વળી શ્રીફળ આદિ, નિત્ય નવી લાવે પરસાદી ।
આણે અહોનિશ અલૌકી ચીજ, કહેતાં લખતાં ન આવે તેજ ।।૨૧।। વળી એકદિ દીનદયાળ, આવી પ્રકટ જમીયા થાળ ।
દીઠા બહુ જને બહુનામી, જમી પધાર્યા અંતરજામી ।।૨૨।। એમ પરચા થાય છે નિત્ય, ધન્ય ધન્ય એ ભક્તની પ્રીત્ય ।
વળી વાત કહું માનો સત્ય, એનું ચોરાણું માળા રજત ।।૨૩।। તેતો ચોરે સંતાડ્યું છે અતિ, કેને ન જડે ન પડે ગતિ ।
પછી દ્યાળજી ધારણા કરી, ગયો તિયાં જીયાં હતા હરિ ।।૨૪।। દેખી દ્યાળને બોલ્યા મહારાજ, તારી ગઇ ચીજ આપું આજ ।
પછી એજ માળા એજ રૂપું, લઇ દયાળજી કર સોંપ્યું ।।૨૫।। જાગી દયાળજીએ તેહ દીધું, માળા રૂપું ઓળખીને લીધું ।
જોઇ આશ્ચર્ય પામિયા જન, સહુ કહેવા લાગ્યા ધન્ય ધન્ય ।।૨૬।। એવી અલૌકિક રીત્ય જોઇ, માને ભાગ્ય મોટું સહુ કોઇ । વળી વાત કહું એક બીજી, જે વાવરી છે સામર્થી શ્રીજી ।।૨૭।। એક સોની વલ્લભજી સારો, પ્રેમી ભક્ત પ્રભુજીને પ્યારો ।
રાખે નિયમ અતિ હેત ધારી, જમે અન્ન જતને સુધારી ।।૨૮।।
પડી એકદિ જંતુની ભ્રાંત, ગયું સુખ ન રહી નિરાંત્ય ।
પછી એમ વિચારીયું મન, આજ થકી લેવું નહિ અન્ન ।।૨૯।। તેને વીતિ ગયા બહુ દન, તોય ન થાય જમ્યાનું મન ।
કરે ભજન મહારાજતણું, તેણે રહે ખુમારીમાં ઘણું ।।૩૦।।
પછી મહારાજે મોકલ્યું કહી, એ ટેક તારે રાખવી નહિ ।
પ્રકરણ
કકકક
૧૪૭
ભક્તચિંતામણી
૫૭૯
જમ્ય અન્ન તું દન આજથી, મેલી ખાવું સિધ્ધ થાવું નહિ ।।૩૧।। કહ્યું વચન એ જ્યારે શ્રીમુખ, ત્યારે લાગી વલ્લભને ભૂખ ।
એવી સામર્થી નાથની જોઇ, કહે ધન્ય ધન્ય સહુ કોઇ ।।૩૨।। એવી આશ્ચર્ય કારી છે વાતું, તે મેં લખતાં નથી લખાતું । વળી ભક્ત ખતરી વખાણું, નામ વજેસિંઘ તેનું જાણું ।।૩૩।। તેના તનમાં આવિયો તાવ, થયો અન્ન જળનો અભાવ ।
અતિ તાવમાં તવાણું તન, તોય મુખે ન મેલે ભજન ।।૩૪।।
પછી પધાર્યા પ્રાણઆધાર, કહ્યું તાવને નિસર બાર ।
ત્યારે તાવ નિસર્યો તે વાર, મૂર્તિમાન ઉભો આવી બાર ।।૩૫।। હતી નાથ હાથે સારી છડી, મારી તાવને ત્રણ્ય તે ઘડી ।
ભાગ્યો તાવ પાડી કાળી ચીસ, નાથ આવડી મ કરો રીસ ।।૩૬।। હવે એના તનમાં ન આવું, આવું તો ચોર તમારો કાવું । એમ કાઢ્યો તાવ જનમાંથી, દઇ દર્શન પધાર્યા ત્યાંથી ।।૩૭।। વળી ભક્ત આદિત તે કડિયો, તેને પણ તાવ તેમ ચડિયો ।
કાઢ્યો એમનો એમ મહારાજે, નાવ્યો ફરી ગયો વાજોવાજે ।।૩૮।। એમ ઘડી ઘડી પળ પળે, બહુ પરચા જનને મળે ।
કરે રક્ષા અનંત પ્રકારે, હરે છે જન દુઃખ આ વારે ।।૩૯।। એક ભક્ત વણિક બાપુજી, થયા સતસંગી કુસંગ તજી ।
સાચા જાણ્યા સહજાનંદ સ્વામી, બીજા જાણ્યા ક્રોધી લોભી કામી ।।૪૦।। એમ જાણી કર્યો સતસંગ, ચડ્યો અંગે ન ઉતરે રંગ ।
કરે હરિભજન હમેશ, નહિ નિશ્ચયમાં સંશય લેશ ।।૪૧।। એક દિવસે દર્શન કાજ, બહુ બહુ સંભાર્યા મહારાજ ।
આવ્યા નાથ અલૌકિકરૂપે, સુંદર ઘનશ્યામ સ્વરૂપે ।।૪૨।। જોયા બાપુભાઇયે બહુનામી, પધાર્યા પ્રકટ પોત્યે સ્વામી ।
પછી ઉઠી લાગ્યો પ્રભુ પાય, નિર્ખિ હર્ષ હૈયામાં ન માય ।।૪૩।। જાણ્યું પધાર્યા પ્રગટ પ્રમાણ, આવી મૂર્તિ ન સમજ્યો સુજાણ ।
દીધાં દર્શન સહુને બોલાવી, નિર્ખ્યા નાથ બાળ વૃધ્ધે આવી ।।૪૪।।
૫૮૦ ભક્તચિંતામણ પ્રકરણ ૧૪૮
પછી લેવા ગયો પૂજા સાજ, ત્યાંતો ચાલી નિસર્યા મહારાજ ।
સહુ જોઇ થયાં છે થકિત, ધન્ય ધન્ય સત્સંગીની રીત ।।૪૫।। આમ દર્શન દીયે દયાળ, એવું સુણ્યું નોતું કોઇ કાળ । આવા પર્ચા આપે જીયાં હરિ, નથી વાત બીજી એ ઉપરી ।।૪૬।। ઘણા થયા થાશે અવતાર, વાળ્યો આંક વાલે આણિવાર ।
આજ આપ્યો છે જેજે આનંદ, લખી નહિ શકે નિષ્કુળાનંદ ।।૪૭।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ
વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા
એ નામે એકસોને સડતાળિશમું પ્રકરણમ્ ।।૧૪૭।।
પૂર્વછાયો- વળી વખાણું વડોદરે, હરિજન મનનું હેત । ભાવે ભક્તિ ભલી કરે, સોંપી તન મન ધન સમેત ।।૧।। જોયે ન મળે જક્તમાં, એહ જેવા જન એક ।
પ્રીત્ય જેની પ્રગટ પ્રભુમાં, ગ્રહિ ન મૂકે ટેક ।।૨।। એવા જન અનેક છે, જેના પૂર્યા હરિએ લાડ ।
તેની કીર્તિ લખવા, મારા ચિત્તમાં ઘણી ચાડ ।।૩।। બ્રાહ્મણ નાગરી નાત્યમાં, એક મોંઘિબાઇ હરિજન ।
અચળમતિ મહારાજમાં, કરે ભાવે સહિત ભજન ।।૪।।
ચોપાઇ- ભજે ભાવે ભરી ભગવાન, સમજે હરિને સામર્થીવાન । થાય સમાધિ દેખે શ્રીહરિ, અતિ સુખી રહે સુખે કરી ।।૫।। એક દિવસે ધારણામાંઇ, ગઇ હરિ હતા પોત્યે ત્યાંઇ ।
કર્યું દર્શન દયાળુતણું, તેણે આવ્યું છે આનંદ ઘણું ।।૬।।
પછી મોંઘિબાઇ કહે મહારાજ, તમે નાથ છો રાજાધિરાજ ।
સર્વે અવતાર તમેજ ધર્યા, જાુગોજાુગમાં જન ઉધાર્યા ।।૭।। કેવો લીધો કૃષ્ણ અવતાર, કેવાં ધાર્યાંતાં આયુધ ચાર । વળી અષ્ટ પટરાણી જેહ, જેના સુત સુભગ છે તેહ ।।૮।। એહ સહિત ઇચ્છું દર્શન, દિયો હે પ્રભુ થઈ પ્રસન્ન ।
પછી હસી બોલ્યા હરિરાય, જોઇ જનમન અભિપ્રાય ।।૯।।
પ્રકરણ
કકકક
૧૪૮
ભક્તચિંતામણી
૫૮૧
ધર્યું કૃષ્ણરૂપ સુખખાણી, સંગે શોભે અષ્ટ પટરાણી ।
શંખ ચક્ર ગદા પદ્મ ધરી, શોભે સુતસહિત શ્રીહરિ ।।૧૦।। એવાં દીધાં આવીને દર્શન, જોઇ જન થયાં છે મગન ।
દઇ દર્શન પધાર્યા નાથ, નિર્ખિ થકિત થયો સૌ સાથ ।।૧૧।। કહે આશ્ચર્ય વાત આતો, થયો પરચો કહ્યો નથી જાતો । વળી એક બીજી એની વાત, સહુ સાંભળજ્યો તે સાક્ષાત ।।૧૨।। કર્યો મહારાજને કાજે થાળ, આવી જમિયા દીનદયાળ ।
જમ્યા પેંડા પતાસાં ને પાક, વડાં ભજીયાં સુંદર શાક ।।૧૩।। જમી અર્ધ વડું આપ્યું નાથે, લીધું મોંઘિબાયે હાથોહાથે । આપી પ્રસાદી વેંચીને તેની, વળી વાત કહું બીજી એની ।।૧૪।। બીજે દિવસે બદ્રિનાં ફળ, જેનાં ઝીણાં બીજ જાડાં દળ ।
તે આપ્યાં છે પોશભરી પોત્યે, એવાં બીજાં મળે નહિ ગોત્યે ।।૧૫।। એમ પર્ચા અપરમપાર, આપે વાલોજી વારમવાર ।
હરિજનમાં મોટેરાં મુખી, અતિ અલૌકિ સુખમાં સુખી ।।૧૬।। તેને ઘેર બાઇયો હરિજન, નિત્યે સુણે કથા કીરતન ।
બેસે સભા બાઇયોની મંડળી, કરે વાત પ્રકટની વળી ।।૧૭।। હૈયે પ્રીત્ય હરિમાંહિ ઘણી, શું કહીએ મોટ્યપ બાઇયોતણી । તેને એક દિવસ મોઝાર, થઇ પુષ્પની વૃષ્ટિ અપાર ।।૧૮।। તે સત્સંગી કુસંગી મળી, સૌએ વિણી લીધાં તેહ વળી ।
એમ થયું દિન દોય ચાર, એહાદિ નહિ પર્ચાનો પાર ।।૧૯।। એવા પરચા થાય અનંત, કહેતાં લખતાં ન આવે અંત ।
વળી એક કહું બીજી વાત, સામર્થી શ્રીહરિની સાક્ષાત ।।૨૦।। એક અંબાબાઇ છે દક્ષણી, કરે ભક્તિ પ્રભુજીની ઘણી ।
તેના દેહનો આવિયો અંત, આવ્યા તેડવા શ્રી ભગવંત ।।૨૧।।
લાવ્યા વિમાન તે લાખો લેખે, ચાલ્યા તેડી જન સહુ દેખે ।
સતસંગી કુસંગી સહુને, થયાં દર્શન જન બહુને ।।૨૨।। ત્યાર પછી એહ અંબાબાઇ, દીઠા જને તે સમાધિમાંઇ ।
૫૮૨ ભક્તચિંતામણ પ્રકરણ ૧૪૮
તે સાથે એમ મોકલ્યું કઇ, એક એંધાણી સુંદર દઇ ।।૨૩।।
શ્યામ સાડી પટારામાં મેલી, તે છે બીજી બાઇને આપેલી ।
એ વાત સર્વે સાચી જો થાય, તો તમે સંશે કરશો માં કાંય ।।૨૪।। તે કહ્યું આવી સમાધિવાને, માન્યું સત્ય સુણી સર્વે કાને । જેજે વાત મોકલીતી કઇ, તેતે સરવે સાચી જ થઇ ।।૨૫।। જોઇ આશ્ચર્ય પામિયાં જન, સહુ કહેવા લાગ્યાં ધન્યધન્ય ।
વળી વાત અનુપમ એક, કહું સામર્થી હરિની વિશેક ।।૨૬।। એક હરિજન દ્વિજમાંઇ, તેનું નામ છે જમુનાબાઇ ।
હરિભક્ત અતિ હેતવાન, ધરે પ્રકટ પ્રભુનું ધ્યાન ।।૨૭।। તેનું હેત જોઇને દયાળ, નિત્યે જમે ભોજનનો થાળ ।
સારાં પહેરી પીતાંબર શ્યામ, દિયે દર્શન સુખના ધામ ।।૨૮।। વળી ભૂત ભવિષ્યનું ભાખે, હોય થાવાનું તે કહિ દાખે । થાય સાચું એ સર્વે જ જ્યારે, પામે આશ્ચર્ય સહુ જન ત્યારે ।।૨૯।। એમ જમુનાબાઇને ઘેર, આવે નિત્ય હરિ કરી મહેર ।
એક સોની બાઈ હરિજન, નામ પારવતી તે પાવન ।।૩૦।। જેને હેત અતિ હરિમાંઇ, બીજે પ્રીત્ય જેને નહિ કયાંઇ ।
તેના ઘરમાં કુસંગ ઘણો, કરે દ્વેષ સહુ બાઇતણો ।।૩૧।।
સતસંગમાં જાવા ન આપે, કહી વાંકાં વચન સંતાપે ।
સુણી સર્વે બોલે નહિ બાઇ, કરે ભજન બેઠી ઘરમાંઇ ।।૩૨।। તેની પ્રીત્યે તાણ્યા ભગવાન, દિયે નિત્યે તે દર્શનદાન ।
જમે થાળ દયાળ આવીને, દિયે પ્રસાદી સારી લાવીને ।।૩૩।। કોઇ દિવસ એવો ન જાય, જે નાવે નાથજી ઘરમાંય ।
એમ પાર્વતી બાઇને ઘેર, નિત્ય કરે હરિ લીલાલેર ।।૩૪।। એમ લાડ પાળે હરિજનનાં, કરે ગમતાં કાજ જનમનનાં ।
એમ પર્ચો આપે અવિનાશ, ધન્ય હરિજન હરિદાસ ।।૩૫।। વળી એક દિન આવ્યા હરિ, તેને જમાડ્યા ભજીયાં કરી ।
અતિપ્રેમમાં ટેવ ન રહી, આપ્યાં ભજીયાં કાચેરાં લહી ।।૩૬।।
પ્રકરણ
કકકક
૧૪૮
ભક્તચિંતામણી
૫૮૩
જમી પધાર્યા જગજીવન, બાઇ મોંઘિબાઇને ભવન ।
કહે આજ પારવતી હાથ, કાચાં ભજીયાં જમ્યા કહે નાથ ।।૩૭।। એવી વાત અલૌકિક જેહ, જાણી જન મગન રહે તેહ ।
સર્વે જાણો પ્રકટ પ્રમાણ, રખે સ્વપ્ન સમજો સુજાણ ।।૩૮।। વળી એક તંબોળી તે માંઇ,નામ તેનું છે જમુનાંબાઇ ।
તેને ધારણા થાય હંમેશ, કરે પ્રભુ પાસે તે પ્રવેશ ।।૩૯।।
સમાધિમાં કરે હરિસેવા, નિત્ય જમાડે મિઠાઇ મેવા ।
તેની વાત જાણી જન બીજે, સુણી પામીયાં ન પરતિજે ।।૪૦।। કહે એ વાત સર્વે છે ખોટી, મુખસ્વાદની કરો છો મોટી । જ્યારે નજરે દેખીયે અમે, ત્યારે માનીયે જે કહો તમે ।।૪૧।। કરો તમારે ઘેર ભોજન, ભાણે બેસી જમે ભગવાન ।
જેજે ભોજન ધરીયે થાળે, થાય ઓછું તેમાં તેહ કાળે ।।૪૨।। તે અમારી આંખ્યે જો દેખીયે, તો સહુ વારતા સાચી લેખીયે । એવું સુણી હરિજન બાઇ, કર્યો થાળ પોત્યે ઘરમાંઇ ।।૪૩।। થયો સુંદર થાળ તૈયાર, પ્રીત્યે જમિયા પ્રાણઆધાર ।
જમી પધાર્યા જીવન જ્યારે, ફુલહાર દેતાગયા ત્યારે ।।૪૪।। જેજે ભોજને ભર્યોતો થાળ, થયું અર્ધું જમિયા દયાળ । દિઠો ફુલનો પ્રકટ હાર, જોઇ થકિત થયાં નરનાર ।।૪૫।। કહે વાત આ સરવે સાચી, જાણો સત્ય નથી કાંઇ કાચી ।
જોને હાર સારૂ નરસઇ, કર્યા કાલા વાલા જને કઇ ।।૪૬।। એવા હજારો આપે છે હાર, વાલો ભક્તને વારમવાર ।
આજ વાવરે છે જે સામર્થી, એવી કોઇદિ વાવરી નથી ।।૪૭।। ધન્યધન્ય આજનો પ્રતાપ, કવિ ક્રોડ્યે થાય નહિ થાપ ।
વળી કરી છે જનની સાય, તે નિષ્કુળાનંદે ન લખાય ।।૪૮।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને અડતાળિશમું પ્રકરણમ્ ।।૧૪૮।।
૫૮૪ ભક્તચિંતામણ પ્રકરણ ૧૪૯
પૂર્વછાયો- વળી પરચા વડોદરે, જે પૂર્યા જગજીવન । અતિ અનુપમ વારતા, સાંભળજ્યો સહુ જન ।।૧।।
સતસંગીની જે શ્રીહરિ, આ સમે કરે છે સહાય ।
અતિ સામર્થી હરિ વાવરે, તે નાવે લખ્યામાંય ।।૨।।
પણ ગુણ ગાતાં ગોવિંદના, નથી આવતી મને આળસ ।
શ્રવણ દઇ સહુ સાંભળો, કહું હરિજનના જશ ।।૩।। ભક્ત એક ભાવિક છે, ખરા તે ખતરી માંઈ ।
દુર્બળ દાસ દયાળનાં, નામ તેનું શામબાઇ ।।૪।।
ચોપાઇ- કહું તેહતણી હવે વાત, કરે ભજન બાઇ દિન રાત્ય । રહે ધારણામાં આઠું જામ, કરતાં થાય નહિ ઘરકામ ।।૫।। જ્યારે આવે સમાધિથી બાર, કરે ભોજન પાન તે વાર ।
એહ દેહ રેવાનો ઉપાય, કરે ભોજન હરિ ઈચ્છાય ।।૬।।
પણ એમ થયું એક દન, કોણ આપશે વસ્ત્ર ને અન્ન ।
એવી ચિંતા કરી ચિત્તમાંઇ, બેઠી સમાધિમાં શામબાઇ ।।૭।। કરી ધારણા જાગી છે જ્યારે, દિઠું સુંદર ભોજન ત્યારે ।
સારા મોટા રોટા રૂડી દાળ, મુખ આગે મેલી ગયા દ્યાળ ।।૮।। એમ હમેશ હરિ એ રીત્યે, આપે ભોજન બાઇને નિત્યે ।
એક દિન મણ લોટ લઇ, શાક વૃંતાકનું ગયા દઇ ।।૯।। વળી પૂજવા ચરણારવિંદ, આપી ગયા સ્વામી સહજાનંદ ।
વળી વસ્ત્ર દીઠાં ફાટાં અંગ, આપ્યાં નવીન સારાં સોરંગ ।।૧૦।।
સર્વે આપ્યું એ સમાધિમાંઇ, લાવી પ્રકટ પ્રમાણ તે આંઇ ।
દીઠાં પગલાં ને પટ નવાં, જોઈ જન તે આશ્ચર્ય હવાં ।।૧૧।। એમ હરિજનની ચિંતા જેહ, નિત્ય પ્રત્યે હરે હરિ તેહ ।
વળી જન એક જીવીબાઇ, કાજાુ ભક્ત છે કણબીમાંઇ ।।૧૨।। તેનો પ્રેમ જોઇ ભગવાન, આપે અહોનિશ દર્શનદાન ।
કેદિ આપી જાય છે પ્રસાદી, પુષ્પ હાર શરકરા આદિ ।।૧૩।। વળી એકદિ આવ્યા મહારાજ, કહે ભૂખ્યા છીએ અમે આજ ।
પ્રકરણ
કકકક
૧૪૯
ભક્તચિંતામણી
૫૮૫
હોય તૈયાર તે આપ્ય અન્ન, નહિતો જાશું બીજાને ભવન ।।૧૪।।
પછી કાજાુ કરીતી કોદરી, જમ્યા ભૂધર તે ભાવ કરી ।
વળી બીજે દિ રોટલી ભાજી, કરી રાખીતી તૈયાર તાજી ।।૧૫।। આવી જમ્યા તેહ અવિનાશ, પૂરી જનના મનની આશ ।
સહુ જાણે એમ સાક્ષાત, નથી સ્વપ્ન સમાધિની વાત ।।૧૬।। જોઇ જન થયાં છે થકીત, કહે ધન્ય બાઈ તારી પ્રીત ।
વળી હરિજન કહું એક, નામ ઉમૈયાબાઈ વણિક ।।૧૭।। તેના ઘરમાં કુસંગ ભારી, સતસંગમાં આવતાં વારી ।
હરિજનમાં જાવા ન આપે, જાય તો સહુ મળી સંતાપે ।।૧૮।। તેને વીતિ ગયા ત્રણ દન, બાઇયે લીધું નહિ જળ અન્ન ।
પછી આવિયા દીનદયાળ, લાવ્યા ભોજનનો ભરી થાળ ।।૧૯।। રૂડો રસ ને રોટલી તાજી, ભેળી રસમાં સાકર ઝાઝી ।
તેહ જમાડી ગયા જીવન, વળી દીધાં અલૌકિ દર્શન ।।૨૦।। કરી અલૌકિક એહ કાજ, પછી ત્યાંથી પધાર્યા મહારાજ ।
વળી ક્ષત્રિકુળે એક બાઇ, નિત્ય બેસતી ધારણામાંઇ ।।૨૧।। તેની સુતા પ્રેમબાઈ કહીએ, બેસે પાસે તે દેખાદેખીએ ।
તેનો ભાવ જોઇ ભગવાન, દીધાં પ્રકટ દર્શનદાન ।।૨૨।। દેખી પાંચ વરસનું બાળ, અતિહેતે બોલાવે દયાળ ।
પછી કંઠેથી હાર ઉતારી, દીધો બાઇને દેવ મુરારી ।।૨૩।। વળી ગજરા બાંધી બે હાથ, આપી પ્રસાદી પધાર્યા નાથ ।
તેહ હાર ને ગજરા જેહ, દીઠા પ્રકટ સહુ જને તેહ ।।૨૪।। જોઇ આશ્ચર્ય પામિયાં જન, પછી પુછ્યું કહી ધન્યધન્ય ।
કહ્યું હાર ગજરા આ ક્યાંથી, કહે બાઇ લાવી ધ્યાનમાંથી ।।૨૫।। દિધા હરિ કરી મને દયા, આપ્યા બ્રહ્મમોલે લાવી ઇયાં ।
ત્યારે સહુ કહે ધન્ય ધન્ય, પામી પર્ચા તું માનજ્યે મન ।।૨૬।। એમ જનને જગજીવન, આપે મહાસુખ કરે મગન ।
વળી હરિજન કહું એક, નામ લક્ષ્મીબાઇ વણિક ।।૨૭।।
૫૮૬ ભક્તચિંતામણ પ્રકરણ ૧૪૯
નકી સતસંગી નિરધાર, પ્રભુ પ્રકટમાં જેને પ્યાર ।
અતિહેત પ્રીત્ય હરિમાંઇ, પ્રભુ વિના ગમે નહિ કાંઇ ।।૨૮।। તેનું હેત જોઇ હરિરાય, પળ એક અળગા ન થાય ।
જેજે કહે તેતે કરે નાથ, સદા પ્રેમે રહે પ્રેમીસાથ ।।૨૯।। આપી જાય અલૌકિ પ્રસાદી, જેને ઇચ્છે ભવ બ્રહ્મા આદિ ।
આપે સુંદર જમેલ થાળ, આવી પ્રકટ પોત્યે દયાળ ।।૩૦।। આપે સોપારી એલચી પાન, કાથો ચુનો લવિંગ નિદાન ।
એહ આદિ મુખવાસ જેહ, આપે નિત્ય પ્રત્યે હરિ તેહ ।।૩૧।। વળી દીનબંધુ એક દિન, આપ્યાં વસ્ત્ર અનુપ નવીન ।
અન્ન વસ્ત્ર આદિ જોઇએ જેહ, આપે દયા કરી હરિ તેહ ।।૩૨।। આપે સમાધિમાં અવિનાશ, જાગે ત્યાં રહે પોતાની પાસ ।
અલૌકિક જે વસ્તુ અનુપ, આવે આ લોકમાં તદરૂપ ।।૩૩।।
સહુ દેખીને કરે વિચાર, ધન્ય સ્વામી સમર્થ અપાર ।
આવી રીત્ય દીઠી નહિ ક્યાંઇ, જેવી રીત્ય છે સતસંગમાંઇ ।।૩૪।। ધન્ય પ્રભુ ધન્ય અવતાર, પૂર્યા પરચાનો નહિ પાર ।
આજ જનનાં કરો છો કાજ, એવાં ન કર્યાં કેદિ મહારાજ ।।૩૫।। એક વારતા સાંભળો વળી, સહુ થકિત થાશો સાંભળી ।
એક ભક્ત ઢુંઢુંબા દક્ષિણી, કરે ભક્તિ મહારાજની ઘણી ।।૩૬।। તેની સુતા તે મથુરાંબાઇ, અતિ સુખી રહે સમાધિમાંઇ ।
હરિ પાસે હંમેશ તે જાય, નિત્ય દર્શન નાથનાં થાય ।।૩૭।। જ્યારે આવે સમાધિથી બાર, કરે વારતા મોટી અપાર ।
તેતો સાંભળી સરવે જન, અતિ મનાણું આશ્ચર્ય મન ।।૩૮।।
પછી કહ્યું નરેશને જઇ, સુણી વાત જાતી નથી કઇ ।
એક પાંચ વરસની બાઇ, શી કહીએ એહની મોટાઇ ।।૩૯।।
મહા સામર્થીવાન સાક્ષાત, જઇ સાંભળોને એની વાત ।
ત્યારે રાજા કહે બુદ્ધિવાન, જઇ જોઇ આવો એનું જ્ઞાન ।।૪૦।। આવ્યા ડાહ્યા શિયાણા ત્યાં મળી, બાઇ મુખની વાત સાંભળી ।
પ્રકરણ
કકકક
૧૪૯
ભક્તચિંતામણી
૫૮૭
થયા થકિત ન શક્યા બોલી, હતું પૂછવું તે ગયા ભૂલી ।।૪૧।।
પછી કહી રાજાને એ વાત, એતો દેવ દિસે છે સાક્ષાત ।
એની સામર્થી સર્વે તે જોઇ, બોલ્યા સ્વામી બીજાું નહિ કોઇ ।।૪૨।। અમે પૂરણ પરચો પામી, આવ્યાં આંહિ અમે શિશ નામી ।
એમ દેખાડ્યો ચમતકાર, વળી કહું થયું બીજી વાર ।।૪૩।। એક વણિક બાઇ અબુજ, નહિ સંત અસંતની સુજ ।
મળ્યા ગુરુ ગાફલ ગમાર, તેનો પડ્યો અંતરમાં ભાર ।।૪૪।। તેને વહિ ગયાં વર્ષ વિશ, નાવ્યું અંતરમાં સુખ લેશ ।
પછી મથુરાંબાઇને મળી, કહી પોતાની વાત સઘળી ।।૪૫।। વિશ વર્ષ વૈષ્ણવમાં રહી, કરી વાત ન કર્યાની કહી ।
કર્યું સર્વેમેં કલ્યાણ કાજ, શાંતિ ન મળી ન ટળી દાઝ ।।૪૬।। હવે જેમ કહો તેમ કરૂં, જો હું સંસારસાગર તરૂં ।
ત્યારે બોલિયાં મથુરાંબાઇ, કાલ્ય વહેલી આવજ્યે તું આંઇ ।।૪૭।।
પછી આવી બાઇ બીજે દન, તેને બેસારી કરવા ભજન ।
થઇ ધારણા ને દીઠું ધામ, જેનું ગોલોક કહેવાય નામ ।।૪૮।। દિઠાં ગોપ ગોપી ગાયો ઘણી, દિઠી શોભા વિરજા વનતણી । દિઠા કૃષ્ણ રાધા બહુરાણી, તેની સખિયો તે ન જાય ગણી ।।૪૯।। એહ આદિ જોયું સર્વે ધામ, જોઇ પોતી છે હૈયાની હામ ।
પછી આવી કહી વાત એહ, સુણી સર્વે જન મળી તેહ ।।૫૦।। કહે થઇ કૃતારથ આજ, કરી મહેર મને શ્રીમહારાજ ।
હું તો પામી છું પરચો મોટો, સત્ય સ્વામી બીજો મત ખોટો ।।૫૧।। એમ પૂરે પરચા હમેશ, લખી ન શકે ગુણ ગણેશ ।
કહી વાત વડોદરા તણી, નથી એટલી બીજી છે ઘણી ।।૫૨।।
નથી કીધો મેં બહુ વિસ્તાર, કહી લાખ ભાગની લગાર ।
આજ સાય કરે છે શ્રીહરિ, તેતો વાત જાતી નથી કરી ।।૫૩।। જેજે સમરે છે સહજાનંદ, તેતો પામે છે અખંડ આનંદ ।
તેનો તોલ માપ નવ થાય, તે કેમ નિષ્કુળાનંદે લખાય ।।૫૪।।
૫૮૮ ભક્તચિંતામણ પ્રકરણ ૧૫૦
ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા
પુર્યા એ નામે એકસો ને ઓગણપચાશમું પ્રકરણમ્ ।।૧૪૯।।
પૂર્વછાયો- કહું દેશ કાનમમાં, એક ઇંટોલું ગામ । ભક્ત ભલા કણબી કુળે, જાણો જીજીભાઇ નામ ।।૧।।
સતસંગમાં શિરોમણિ, વળી હરિમાં ઘણું હેત ।
અચળ કીધો આશરો, સોંપી તન મન ધન સમેત ।।૨।। આયુષ્ય ખૂટે આવિયો, ભાઇ એના દેહનો અંત ।
તેને આવ્યા તેડવા, નિજભક્ત જાણી ભગવંત ।।૩।।
નિજ સખા બહુ સંત સાથે, મોટા મોટા મુનિરાજ ।
સુવર્ણમય રથમાંઇ, બેસી પધાર્યા મહારાજ ।।૪।।
ચોપાઇ- આવ્યા અર્ધરાત્રે અવિનાશ, થયો ગામમાં બહુ પ્રકાશ । એક દ્વિજ ભક્ત બાપુભાઇ, છોડ્યો રથ તેના ફળિમાંઇ ।।૫।। જાગી લાગિયા બાપુજી પાય, નિર્ખિ નાથને તૃપ્ત ન થાય ।
કહે થયો કૃતારથ આજ, તમે ઘેર પધાર્યા મહારાજ ।।૬।। હવે રહો રાજી થઇ નાથ, એમ કહે ઉભો જોડી હાથ ।
પછી બોલિયા શ્રી મહારાજ, અમે આવ્યા જીજીભાઇ કાજ ।।૭।। એને તેડી જાશું આજ અમે, સત્ય માનો બાપુભાઇ તમે ।
ત્યારે બોલ્યા બાપુભાઇ એમ, એને મેલી જાઓ કહીએ કેમ ।।૮।।
પણ સત્સંગમાં એહ જેવા, બીજા નથી શિખામણ્ય દેવા ।
ત્યારે નાથ કહે નહિ લૈયે, લેશું એના બળદને તૈયે ।।૯।। ત્યારે બોલ્યા બાપુ હરિજન, પ્રભુ એવું શિયું એનું પુણ્ય । ત્યારે શ્રી હરિ કહે સંત અર્થે, જાુત્યોતો એ રસોઇને રથે ।।૧૦।।
માટે લઇ જાશું એને આજ, એમ કહી પધાર્યા મહારાજ ।
પછે બાપુભાઇ તેહ પળે, ગયો જીજીભાઇને પાસળે ।।૧૧।। કહે હમણાં પધાર્યાતા નાથ, બહુ સંત હતા હરિ સાથ ।
તેતો તેડવા આવ્યાતા તમને, પણ રાખી ગયા કહ્યું અમને ।।૧૨।।
પ્રકરણ
કકકક
૧૫૦
ભક્તચિંતામણી
૫૮૯
પણ એ વાત સાચી તો મળે, જાયે બળદ તમારા પાસળે ।
પછી કરી દિવો જોયું જઇ, ત્યાંતો બળદિયાના પ્રાણ નઇ ।।૧૩।।
પછી સહુને તેડી કરી વાત, જે દિઠિતી નજરે સાક્ષાત ।
તેહ સાંભળી આશ્ચર્ય પામ્યાં, ધન્ય સ્વામી કહી શિશ નામ્યાં ।।૧૪।। કહે પરચો થયો છે આ ભારી, એમ કહેવા લાગ્યાં નરનારી । વળી વાત બીજી એક કહું, તમે સાંભળજ્યો જન સહુ ।।૧૫।। કાનમમાં માંગરોળ ગામે, કણબી ભક્ત ત્યાં બેચર નામે ।
કરે ખેતી તે નિર્વાહ કાજ, મુખે ભજે સ્વામી શ્રીમહારાજ ।।૧૬।।
પાળે વ્રત પ્રતિમામાં પ્રીત, ખેતીવાડીમાં ન બેસે ચિત્ત ।
ત્યારે સરકારે કહ્યું બોલાવી, ભર રૂપૈયા અમને લાવી ।।૧૭।। એમ કહીને બેસાર્યો તર્ત, આપે ક્યાંથી ગાંઠે નહિ ગર્થ । બેઠાં વિતિ ગયા બેઉ દન, લેવા દિધું નહિ જળ અન્ન ।।૧૮।। ત્યારે બેચરે કર્યો વિચાર, પ્રભુ કેમ ઉતારશો પાર ।
મારેતો બળ એક તમારૂં, બીજો નથી તમ વિના વારૂં ।।૧૯।। એમ કહેતાં પધાર્યા મહારાજ, નિજજન છોડાવવા કાજ ।
દેખી દુષ્ટ ગયા દલે ડરી, ભાંગી બેડી તોડી ચાલ્યા હરિ ।।૨૦।।
લઇ સર્વે એનો જે સમાજ, પહોંચાડ્યો જ્યાં બીજાનું રાજ ।
સરવે જખ મારી રહ્યા જોઇ, કેડ્યે આવી શક્યા નહિ કોઇ ।।૨૧।। એમ કરી અલૌકિક કાજ, પછી પધાર્યા ત્યાંથી મહારાજ ।
વળી વાત કહું એક સારી, સુણો સર્વે છે ચમતકારી ।।૨૨।। એક કાનમે કરાલી ગામ, બહુ ભક્ત વસે એહ ઠામ ।
અતિ હેત પ્રીત્યનો નહિ પાર, એવા હરિજન નરનાર ।।૨૩।। તિયાં પરચા થયા છે બહુ, લખું કેટલા કેટલા કહું ।
અંતકાળે તજે જન તન, આવે તેડવા શ્રીભગવન ।।૨૪।। રથ વેલ્ય વિમાન ને વાજી, બેસી જાય તેપર થઇ રાજી ।
એવા પરચા થાય છે લાખું, તેતો કેટલાક કહી દાખું ।।૨૫।। પણ કહું વાત એક વળી, સર્વે જન લેજ્યો તે સાંભળી ।
૫૯૦ ભક્તચિંતામણ પ્રકરણ ૧૫૦
એક પાટીદાર નાનોભાઇ, થાય દુઃખી મંદવાડમાંઇ ।।૨૬।। તજ્યું ખાવું પિવું જળ અન્ન, તેને વીતિ ગયા બહુ દન ।
જેજે જોવા આવે જન પાસ, તેને નહિ એના જીવ્યાની આશ ।।૨૭।।
પછી એક દાડે એમ થયું, નાડી પ્રાણાદિ કાંઇ ન રહ્યું ।
પછી સંબંધિ સર્વે ત્યાં મળી, કાઢો કાઢો કહે વળી વળી ।।૨૮।। થયા તૈયાર લઇ સમાજ, ત્યારે પધાર્યા શ્રીમહારાજ ।
લાવ્યા રથ વેલ્ય ને વિમાન, આવ્યા સંત ભેળા ભગવાન ।।૨૯।।
સહુ જનને દર્શન થયાં, કોઇ દર્શન વિના ન રહ્યાં ।
જોઇ જન થયાં છે મગન, કહે ભલે આવ્યા ભગવન ।।૩૦।। ત્યારે બોલિયા શ્રીમહારાજ, અમે આવ્યા નાનાભાઇ કાજ ।
તેને તેડી લઇ જાવાતા સાથ, પણ મેલી જાશું કહે નાથ ।।૩૧।।
પછી નાનાને કહે મહારાજ, તને તેડી નહિ જાઇએ આજ ।
માટે અન્ન જળ હવે લેજ્યે, સુખે સ્વામિનારાયણ કહેજ્યે ।।૩૨।। એમ કહી ચાલ્યા ભગવન, જગજીવન જીવાડી જન ।
જોઇ આશ્ચર્ય પામિયાં સહુ, કહે આતો વાત મોટી બહુ ।।૩૩।। આથી પર્ચો બીજો શિયો કહીએ, સહુ વિચારી જાુવોને હૈયે । વળી વાત કહું બીજી એક, સુણો સામર્થી હરિની વિશેક ।।૩૪।। એક ભક્ત છે જેઠિયો બાળ, તેના દેહનો આવિયો કાળ ।
થયો માંદો ને ન બોલે મુખ, તેને જોઇને કહે વિમુખ ।।૩૫।। કહે આને તો વળગ્યું ઝોડ, શું જોઇ રહ્યા કરોને ધ્રોડ । ત્યારે બોલિયો છે એનો તાત, એવી કરશો માં કોઇ વાત ।।૩૬।।
મરે જીવે તેનું નહિ કાંય, પણ ભૂવા પાસે ન જવાય ।
થાશે હરિનું ગમતું હશે, તેનો શિદને કરવો સંશે ।।૩૭।। એહ વાત સુણી નહિ કાન, ત્યાંતો પધારિયા ભગવાન ।
એક બાઇ હતી હરિજન, દિધાં આવી તેને દરશન ।।૩૮।। બાઇ પાય લાગી જોડી હાથ, કહે ક્યાંથી પધારિયા નાથ । કહે નાથ આવ્યા અમે આજ, જેઠિયાને તેડવાને કાજ ।।૩૯।।
પ્રકરણ
કકકક
૧૫૦
ભક્તચિંતામણી
૫૯૧
પણ મેલી જાશું આજ એને, કહેજ્યે વાત જઇને તું તેને ।
તેનું આપીએ તને એંધાણ, આપ્યું કુંકુમ અલૌકિ જાણ્ય ।।૪૦।। કરજ્યે ચાંદલો આનો તું જઇ, સ્વામિનારાયણ નામ લઇ ।
બેઠો થઇને બોલશે બાળ, એમ કહીને ચાલ્યા દયાળ ।।૪૧।।
પછી બાઇ આવી તેને પાસ, કહ્યું આવ્યા હતા અવિનાશ ।
આપ્યું કુંકુમ ચાંદલો કરવા, કહ્યું નથી જેઠિયાને મરવા ।।૪૨।।
પ્રભુ પધાર્યા હતા સાક્ષાત, કહી સરવે મુજને વાત ।
સહુ સાંભળી થકિત થયાં, ધન્ય ધન્ય પ્રભુ કહે રહ્યાં ।।૪૩।। દિઠું કુંકુમ અલૌકિ એહ, થયો તર્ત બેઠો જેઠો તેહ ।
મળી વાત કહી હરિજનને, થયો પર્ચો એ માનિયું મને ।।૪૪।। વળી એક વારતા અનુપ, સહુ સાંભળજ્યો સુખરુપ ।
એહ દેશમાંયે રણુગામ, ત્યાં જોગી પ્રભાતગર નામ ।।૪૫।।
સહુ જાણે એ મોટો છે સિદ્ધ, રાજા પ્રજામાંહિ તે પ્રસિદ્ધ ।
તેણે સુણી સંતની વારતા, જાણ્યા સ્વામીને કલ્યાણ કરતા ।।૪૬।।
પછી તજી સંન્યાસિની રીત્ય, કરી પ્રકટ પ્રભુજીશું પ્રીત્ય ।
એમ કરતાં વીત્યા બહુ દન, અવધ્યે ત્યાર થયા તજવા તન ।।૪૭।। ત્યારે તેડવા આવ્યા મહારાજ, લાવ્યા બહુ વિમાન બાવાકાજ । આવી કંઠમાં આરોપ્યો હાર, આપ્યો તોરો કહ્યું થાઓ ત્યાર ।।૪૮।।
પછી બાવોજી બેઠા વિમાન, તેડી ચાલ્યા પોત્યે ભગવાન ।
આપ્યો હતો હાર તોરો જેહ, રહ્યો પ્રકટ કોટમાં તેહ ।।૪૯।।
સહુ દેખીને પામ્યા આશ્ચર્ય, કહે જાુવો આ તોરો ને સ્રજ । આતો અલૌકિક વાત બહુ, એમ કહે જન મળી સહુ ।।૫૦।। આતો પ્રતાપ મહારાજ તણો, સ્વામી સહજાનંદજીનો ઘણો ।
એમ પરચા બહુબહુ થાય, તે નિષ્કુળાનંદે ન લખાય ।।૫૧।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને પચાશમું પ્રકરણમ્ ।।૧૫૦।।
૫૯૨ ભક્તચિંતામણ પ્રકરણ ૧૫૧
પૂર્વછાયો- વળી પરચા વર્ણવી, કહું કાનમ દેશના કાંય । ધન્યધન્ય એહ ભક્તને, જેની શ્રીહરિએ કરી સાય ।।૧।। એક ઉતરાદ ગામમાં, કહીએ કણબી સાકર બાઇ ।
હરિજન અતિહેત હૈયે, પ્રીત્ય ઘણી પ્રભુમાંઇ ।।૨।। તેના દેહનો આવિયો, વળી અવધિ પોત્યે અંત ।
ચ્યાર દિવસ મોરથી, આવ્યા પોત્યે ભગવંત ।।૩।। આવી કહ્યું એહ બાઇને, તું કર હરિનું ભજન ।
આજથકી દન ચારમાં, છુટશે તારું તન ।।૪।।
ચોપાઇ- પછી માની વાલાનું વચન, બાઇ બેઠી કરવા ભજન ।
સમરે સ્વામીને શ્વાસઉશ્વાસ, થઇ જક્તસુખથી ઉદાસ ।।૫।। એમ કરતાં વીત્યા દન ચાર, આવ્યા તેડવા પ્રાણ આધાર ।
એની ભત્રિજી નામ કેશર, આવ્યા ઘનશ્યામ તેને ઘેર ।।૬।। આવ્યા પોત્યે પ્રકટપ્રમાણ, સુખસાગર શ્યામ સુજાણ ।
દિધાં બહુ જનને દર્શન, નિર્ખિ બાઇ થઇ છે મગન ।।૭।। કહે ધન્યધન્ય મારા નાથ, આજ અમને કર્યાં સનાથ ।
ઘણે દાડે પધાર્યા છો ઘેર, મુજ રંકપર કરી મહેર ।।૮।। એમ કહીને આપ્યાં આસન, કર્યાં ભાત્ય ભાત્યનાં ભોજન ।
પછી નાથ જમ્યા તેને ઘેર, કરી મનમોહનજીએ મહેર ।।૯।। જમી ઉઠ્યા આપ્યો મુખવાસ, પછી હાથ જોડી કહે દાસ ।
આજ આવ્યાનું કારણ કહીયે, સુણિ બોલ્યા સ્વામીજી તૈયે ।।૧૦।। તારી કાકી સાકરબાઇ નામે, તેને તેડી જાશું નિજધામે ।
આવ્યા એ સારુ બેસીને વાજી, તેડી જાતાં તું રાજી કુરાજી ।।૧૧।। ત્યારે બોલી છે કેશરબાઇ, એહ જીવની ધન્ય કમાઈ ।
જેને તેડવા આવ્યા છો તમે, શિદને કુરાજી થાયે અમે ।।૧૨।। એવું સાંભળી બોલ્યા મહારાજ, નહિ તેડી જાઇએ એને આજ ।
પણ ચાર દન મોર આવી, એને તેડ્યાનું ગ્યાતા ઠરાવી ।।૧૩।। તેને કહેજ્યે તું જઇ વચન, કૈયે નહિ છુટે તારું તન ।
પ્રકરણ
કકકક
૧૫૧
ભક્તચિંતામણી
૫૯૩
એમ કહી પધાર્યા મહારાજ, કરી અલૌકિ એટલું કાજ ।।૧૪।। વળી વાત કહું એક સારી, હરિજન લેજ્યો હૈયે ધારી ।
કાનમ દેશમાં કેલોદ ગામ, તિયાં શેખ વલીભાઇ નામ ।।૧૫।।
સાચા સંતની વાત સાંભળી, ગઇ અસત્ય આસતા ટળી ।
સાચા જાણ્યા સદ્ગુરુ સ્વામી, બીજા જણાણા ખરા હરામી ।।૧૬।।
પીર ફકીર મલાં મલંગ, તેને તજી કર્યો સતસંગ ।
પછી સહુએ કર્યો એ વિચાર, કર્યા વલીભાઇ નાત્યબાર ।।૧૭।। તેને વીતિગયાં વર્ષ ચાર, નહિ વલીને સંશય લગાર ।
ભલો ભક્ત જક્ત નહીં જેને, સ્વામી વિના માને નહિ કેને ।।૧૮।। ભજે પ્રભુ પ્રકટ પ્રમાણ, સહુ ઉપર રહી સુજાણ ।
એમ કરતાં હરિભજન, તેને વીતિ ગયા બહુ દન ।।૧૯।।
પહોંતિ અવધિ દેહની જ્યારે, આવ્યા તેડવા મહારાજ ત્યારે ।
લાવ્યા રથ વેલ્ય ને વિમાન, આપે અશ્વે બેસી ભગવાન ।।૨૦।। આવી વાડીમાં ઉતર્યા નાથ, બહુ સખા છે પોતાને સાથ । દિઠું વાડીવાળે તે પ્રસિદ્ધ, રથવેલ્ય વિમાન બહુવિદ્ધ ।।૨૧।। ઘણાં ઘોડાં બળદ અપાર, બોલ્યો રખવાળો તેહ વાર ।
મારી ખેતી આ જાશે ખવાઇ, અમારે છે આટલી જીવાઇ ।।૨૨।। ત્યારે બોલિયા દીનદયાળ, ચિંતા મ કર તું રખવાળ ।
આ બળદ ને ઘોડાં અમારાં, તારી ખેતિનાં નહિ ખાનારાં ।।૨૩।। અમે આવ્યા છીએ આંહિ આજ, વલીભાઈને તેડવા કાજ ।
એમ એને કહી અવિનાશ, પછી આવ્યા વલીભાઇ પાસ ।।૨૪।। થયાં વલીભાઇને દર્શન, લાગ્યો પાય કહે ધન્યધન્ય ।
મારે હતો ભરુંસો તમારો, જાણું જરૂર નહિ વિસારો ।।૨૫।। ત્યારે નાથ કહે અમે આજ, આવ્યા તમને તેડવા કાજ ।
એવું સુણ્યું વાલાનું વચન, ચાલ્યા વલીભાઇ તજી તન ।।૨૬।। દિઠા સતસંગી કુસંગી સહુએ, માન્યું આશ્ચર્ય મનમાં બહુએ । કહે ધન્ય ધન્ય સતસંગ, જીતી ગયા વલીભાઇ જંગ ।।૨૭।।
૫૯૪ ભક્તચિંતામણ પ્રકરણ ૧૫૧
થયો પરચો પ્રગટ પ્રમાણ, નહિ માને મૂરખ અજાણ ।
એમ કહી રહ્યાં નરનારી, જોઇ સામર્થી સ્વામીની ભારી ।।૨૮।। વળી સુરત શહેરની વાત, કહું સહુ સાંભળો વિખ્યાત ।
તિયાં રહે બહુ હરિજન, કરે સ્વામી શ્રીજીનું ભજન ।।૨૯।।
પૂરે પરચા નિત્ય પ્રત્યે નાથ, તેણે મગન રહે સહુ સાથ ।
એવું સમજે નહિ કોઇ જન, પ્રભુ આવ્યા વિના છુટે તન ।।૩૦।। રથ વેલ્ય વાજી ને વિમાન, લાવે અંત સમે ભગવાન ।
આવે તેડવા જનને નાથ, માગી શિખ જાય હરિ સાથ ।।૩૧।। એવો સહુને મને વિશ્વાસ, તન તજી જાશું પ્રભુ પાસ ।
પણ એક વાત છે નવીન, કહું સાંભળો જન પ્રવિન ।।૩૨।। એક પારશી અરદેશરજી, તેને સતસંગની રીત્ય રજી ।
સાચા જાણ્યા સહજાનંદ સ્વામી, બીજા જણાણા લોભી હરામી ।।૩૩।। જોયા જોગી જંગમ સન્યાસી, તપી ત્યાગી વૈરાગી ઉદાસી ।
પીર ફકીર મલાં મલંગી, દીઠા શેખ ભેખ બહુરંગી ।।૩૪।। કણ વણ રહ્યા કુકશા ગ્રહિ, એવા દીઠા જગતમાં કહિ ।
જોઇ લીધું સર્વનું તે સાર, જાણ્યા ભૂલેલ ભૂમિનો ભાર ।।૩૫।। જ્યારે સાંભળી સ્વામીની વાત, ત્યારે મનમાં પામ્યો નિરાંત ।
પછી અતિશે વિશ્વાસ આવ્યો, તેડી સ્વામીને શહેરમાં લાવ્યો ।।૩૬।। અતિ આદરે પધરાવ્યા નાથ, હતા મુનિ પંચ શત સાથ ।
કરી પૂજા ઘેર પધરાવી, સારી સેવા કરી મનભાવી ।।૩૭।।
લીધો લોચન ભરીને લાવો, જાણ્યું આવો નાવે ફરી દાવો । તિયાં નાથ રહ્યા નવ દન, દીધાં બહુ જીવને દર્શન ।।૩૮।। કરી અનેક જનનાં કાજ, ત્યાંથી પાછા પધાર્યા મહારાજ ।
તેને વીતિ ગયા બહુ દન, થયું અરદેશરને સ્વપ્ન ।।૩૯।। દીઠા સહજાનંદ સુખકારી, અતિ તેજોમય મૂર્તિ ભારી ।
લાગ્યો લળીલળી વળી પાય, નિર્ખિ નયણાં તૃપ્ત ન થાય ।।૪૦।।
પછી નાથ કુંકુમ લઇ લાલ, કર્યો ચંદ્ર અરદેશર ભાલ ।
પ્રકરણ
કકકક
૧૫૨
ભક્તચિંતામણી
૫૯૫
કહ્યું સવારે તને રાજન, દેશે મોટ્યપ માનજ્યે મન ।।૪૧।। એમ કહી પધાર્યા દયાળ, જાગ્યો અરદેશર તતકાલ ।
લઇ દર્પણ ને મુખ દેખ્યું, દિઠો ચાંદલો આશ્ચર્ય લેખ્યું ।।૪૨।। થયું કહ્યું હતું તે મહારાજે, આપી શહેર સુબાગરી રાજે । જેજે કહિતી સ્વપને વાત, તેતો સવારે થઇ સાક્ષાત ।।૪૩।।
પામ્યો પરચો આશ્ચર્ય લેખ્યો, ભાલમાં ચંદ્ર પ્રકટ દેખ્યો । એવાં એવાં આ સમે મહારાજ, કરે છે જનનાં બહુ કાજ ।।૪૪।। વળી ભક્ત એક ભગુનામ, તેને જાણે તે સઘળું ગામ ।
લીયે પારકી વઢવેડ્ય વેંચાતિ, કરે નિત્ય કમાણી તેમાંથી ।।૪૫।। કહે સહુ છે કજીયાદાર, મુવા પછી જાશે જમદ્વાર ।
પણ ભગુને ભરોસો ભારી, નાથ નહિ જાુવે કરણી મારી ।।૪૬।।
લોભી લંપટી છું હું હરામી, પણ નહિ તજે મુજને સ્વામી । એવો ખરો વિશ્વાસ તે દલે, ન ભજે બીજાને કોઇ પળે ।।૪૭।। એમ વીતિ ગયા બહુદન, આવી અવધિ તજીયું તન ।
આવ્યા તેડવા પોત્યે મહારાજ, લાવ્યા રથ એક ભગુકાજ ।।૪૮।। તેણે હસ્તિ જાુત્યા જન જોઇ, પામ્યા આશ્ચર્ય તે સહુ કોઇ ।
કહે માંહો માંહિ એમ મળી, આવી વાત ન દિઠી સાંભળી ।।૪૯।। હસ્તિ રથ દિઠો દ્રગે આજ, ચાલ્યા ભગુને તેડી મહારાજ ।
હુવાં દર્શન જન બહુને, થયો પરચો જણાણું સહુને ।।૫૦।। એવા એ શહેરમાંહી અનેક, થાય પરચા ન લખાય છેક ।
સર્વે લખતાં ન આવે પાર, કહે નિષ્કુળાનંદ નિરધાર ।।૫૧।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા
પૂર્યા એ નામે એકસો ને એકાવનમું પ્રકરણમ્ ।।૧૫૧।।
પૂર્વછાયો- ખાનદેશ બુરાનપુરમાં, વસે હરિજન જેહ ।
સહાય કરી જેની સ્વામીએ, કહું સાંભળજ્યો હવે તેહ ।।૧।। વિપ્ર એક દિવાનદાદો, સતસંગી નહિ સોય ।
૫૯૬ ભક્તચિંતામણ પ્રકરણ ૧૫૨
જાણ્યે અજાણ્યે જમાડીયા, સંત તે સ્વામીના દોય ।।૨।। બીજાં પુણ્ય તો બહુ કર્યાં, જન્મ ધરીને જેહ ।
તેહ ભેળું પુણ્ય આટલું, થયું અજાણ્યે એહ ।।૩।। એમ કરતાં અવધિ તેનો, આવ્યો તે દેહનો અંત ।
અવશ્ય તેડવા આવિયા, મહા કરૂર તે કૃતાંત ।।૪।।
ચોપાઇ- અંતકાળે આવ્યા જમ જ્યારે, દિધું દાદાને દુઃખ તે વારે । જેજે જન્મ ધરી કર્યાં પાપ, તેતે સંભારી કર્યો સંતાપ ।।૫।। દિઠા દાદે જમદૂત જ્યારે, દેવી દેવને સંભાર્યા ત્યારે ।
સંત મહંત સન્યાસી સોય, તેહ વિના જે સેવ્યાતા કોય ।।૬।। એહ સર્વેને જોયા સંભારી, કહ્યું કોઇ હરો પીડા મારી । એહ માંહિલું એકે ન આવ્યું, તે વારે દાદે શિશ ડોલાવ્યું ।।૭।। કહે હવે કરૂં હું શીપેર, કેણે સાય ન કરી આ વેર ।
એમ કહીને થયો નિરાશ, ત્યાં તો સંત દિઠા દોય પાસ ।।૮।। કહે સંત સુણો જમદૂત, કેમ આવિયા આંહિ કપુત ।
જાઓ વેલા વેલા પાછા વળી, કેમ ઉભા રહ્યા છોે સાંભળી ।।૯।। ત્યારે બોલિયા જમના દૂત, ઠાલું શિદને કરો છો તુત । એહ જીવ કેદિ છે તમારો, સર્વે રીત્યે એ છે જો અમારો ।।૧૦।।
માટે જોર તમારે ન કરવું, જાઓ યાંથી આડું નવ ફરવું । એવો સંત ને જમનો વાદ, સુણે છે દાદો સર્વે સંવાદ ।।૧૧।। ત્યારે સંત કહે જોશું અમે, લેઇ જાઓ જો લેવાય તમે ।
ત્યારે જમ કહે જોડી હાથ, તમે સુખે ચાલો અમ સાથ ।।૧૨।। જાઇયે ધર્મરાયને જો પાસ, જ્યાં છે પાપ પુણ્યનો તપાસ ।
એનાં જોશે સુકૃત સંભાળી, હશે તમારા તો દેશે વાળી ।।૧૩।। એમ કહી કાઢ્યો જીવ જ્યારે, થઇ સતી તેની નારી ત્યારે । તેનો જીવ આવી સંગે મળ્યો, નારી સહિત જમપુર પળ્યો ।।૧૪।।
ચાલ્યા સંત જમદૂત સાથ, ગયા જીયાં હતા જમનાથ ।
ધર્મે સંતનું સન્માન કીધું, પછી એ જીવનું ખત લીધું ।।૧૫।।
પ્રકરણ
કકકક
૧૫૨
ભક્તચિંતામણી
૫૯૭
નહિ પુણ્ય ને પાપ અનંત, પુણ્ય એટલું જમ્યા બે સંત ।
કરી તેહ પુણ્યનો તપાસ, કહે ધર્મ જાઓ હરિપાસ ।।૧૬।।
પછી મહારાજ પાસળે લાવ્યા, સંત દોય તેહ સંગે આવ્યા ।
ત્યારે મહારાજ કહે સુણો જન, એણે આપ્યું છે તમને અન્ન ।।૧૭।।
માટે હમણાં સુરપુર જાશે, પછી વૈકુંઠનો વાસ થાશે ।
એમ કહી આપ્યા દોય હાર, પહેરી ચાલ્યાં પુરુષ ને નાર ।।૧૮।। તે દિઠું સર્વે સમાધિવાને, વળી જે કહ્યું તે સુણ્યું કાને । જાગ્યા સમાધિમાંહિથી જ્યારે, આવી સર્વે કહી વાત ત્યારે ।।૧૯।। કહે આજ થકી નવ વરષે, દાદો સતસંગમાં દેહ ધરશે ।
થાશે સતસંગી નારી ને નર, પછી જાશે તે બ્રહ્મ નગર ।।૨૦।। એતો દિઠું છે અમારે નેણ, નથી જુઠું એમાં એકે વેણ ।
સહુ સાંભળી આશ્ચર્ય પામ્યાં, થયો પરચો કહી શિશ નામ્યાં ।।૨૧।। વળી વણિક ભક્ત સુંદર, ભાઇ શામજી ને પીતાંબર ।
એહ બેઉ ભાઇ સતસંગી, તેનો ભાઇ વૈષ્ણવ કુસંગી ।।૨૨।।
નામ શોભારામ તે અનાડી, કરે સતસંગનો દ્રોહ દાડી ।
શામજી પીતાંબરને વારે, આવે સતસંગ માંહિ તો મારે ।।૨૩।। એમ કરે અવળાઇ અતિ, કેનું કેણ ન માને કુમતિ ।
કરે નિંદા એ પડ્યો અભ્યાસ, પછી આવ્યા તે સંતને પાસ ।।૨૪।।
સંતે વાત કરી અતિ સારી, તેતો વાત હૈયામાં ન ધારી ।
પછી સંતને રૂપે શ્રીમુખ, કહ્યાં જમપુરીનાં જે દુઃખ ।।૨૫।।
સુણી તરત થઇ ત્યાં સમાધિ, જઇ દીઠી જમપુરી બાધી ।
ઠામો ઠામથી ઉઠિયા જમ, દેવા લાગ્યા છે માર વિષમ ।।૨૬।। અતિ મારે બોલે મુખ એમ, પાપી સતસંગીને પીડે કેમ ।
તેનું ફળ સર્વે તને દેશું, તારો મારી મારી જીવ લેશું ।।૨૭।। એમ દીધો દંડ ઘડી ચાર, પછી આવ્યો સમાધિથી બાર ।
આવી કહી સંત આગે વાત, આજ થઇતી જીવની ઘાત ।।૨૮।। હવે જ્યાં લગી રહે મારા પ્રાણ, ન કરું સતસંગનાં કુવખાણ ।
૫૯૮ ભક્તચિંતામણ પ્રકરણ ૧૫૨
ત્યારે સંત કહે સારું ભાઇ, હવે બેસતું સમાધિમાંઇ ।।૨૯।।
પછી બેઠો ધ્યાને શોભારામ, દિઠા હરિ ને હરિનાં ધામ ।
પામ્યા સુખ સમાધિમાં અતિ, જોઇ સ્વામીશ્રીજીની મૂરતિ ।।૩૦।। રહ્યો પ્રભુ પાસે બહુ વાર, પછી આવ્યો સમાધિથી બાર ।
આવી કહીછે સર્વે વાત, કહે સ્વામી મેં નિરખ્યા સાક્ષાત ।।૩૧।। આવું ન દીઠું ને ન સાંભળ્યું, અતિ મોટું સુખ મને મળ્યું । હું તો પામિયો આનંદ અંગ, કહે ધન્ય ધન્ય સતસંગ ।।૩૨।। હું તો પામિયો પરચો આજ, મને મળ્યા પ્રકટ મહારાજ ।
વળી બુરાનપુરને માંઇ, રહે દ્વિજ નારાયણજી ત્યાંઇ ।।૩૩।। તેતો આવ્યોતો ઉદ્યમ કાજ, ગુજરધરમાંહિ દ્વિજરાજ ।
તિયાં મળી ગયો સતસંગ, ધાર્યાં નિયમ સર્વે શુભ અંગ ।।૩૪।।
પછી ગયા થોડા ઘણા દન, આવી અવધિયે ત્યાગિયું તન ।
ત્યારે તેડવા આવ્યા મહારાજ, ગયો બ્રહ્મમોલે દ્વિજરાજ ।।૩૫।। તેનો સુત હરિરામ એક, હતો ઘરે નાનકડો છેક ।
તેને પણ થયો સતસંગ, થઇ સમાધિ પલટ્યું અંગ ।।૩૬।।
ગયો દેહ તજી બ્રહ્મમોહોલ, તિયાં દિઠું છે સુખ અતોલ । દિઠા ત્યાંના સર્વે રહેનાર, દિઠો પોતાનો તાત તેવાર ।।૩૭।। તાત સુત મળ્યા માંહોમાંઇ, એવું દિઠું છે સમાધિમાંઇ । જ્યારે આવ્યો સમાધિથી બાર, એહ વાત કરી છે તે વાર ।।૩૮।।
સતસંગીએ માન્યું તે સત્ય, કહે કુસંગી સર્વે અસત્ય ।
અમે ન માનીએ એવી વાણ, માનીયે જ્યારે મળે એંધાણ ।।૩૯।। વારુ સમાધિમાંહિ તું જઇ, પૂછિયે વાત તે આવ્ય લઇ ।
તારો તાત ને અમે બે ભાઇ, ગયાતા બીજા ગામડા માંઇ ।।૪૦।। શિયે કામે ગયાતા ત્યાં શું થયું, કહેજે જઇ મને એ પૂછિયું ।
પછી હરિરામે સમાધિ કરી, ગયો બ્રહ્મમોહોલ માંહિ ફરી ।।૪૧।।
નારાયણજી જે એનો તાત, તેને આગળ્ય જઇ કહી વાત ।
મિત્ર તમારો વ્યંકટરામ, તેનો ભાઇ જ્ઞાનેશ્વર નામ ।।૪૨।।
પ્રકરણ
કકકક
૧૫૩
ભક્તચિંતામણી
૫૯૯
તેણે પૂછ્યું છે પ્રશ્ન તે એમ, અમે ગ્યાતા બીજે ગામ કેમ । ત્યારે નારાયણ કહે તાત, તેની કહું તને સર્વે વાત ।।૪૩।।
ગામ નામે બદલપુર માંઇ, ગ્યાતા પોંક ખાવા સારુ ત્યાંઇ ।
પોંકખાઇ પાછા અમે વળ્યા, ત્યારે વાટમાંહિ ભીલ મળ્યા ।।૪૪।। તેણે વસ્ત્ર લીધાં સર્વે લુંટી, દેજ્યે એંધાણી એ જઇ મોટી ।
પછી સમાધિથી આવી બાર, કરી વાત એ સર્વે તેવાર ।।૪૫।। જેજે વીતિ એ ત્રણને વાત, કહી એંધાણી દઇને સાક્ષાત ।
ત્યારે વ્યંકટરામે વિચાર્યું, સત્ય વાત એમ મન ધાર્યું ।।૪૬।।
જ્ઞાનેશ્વર રહ્યો ગમ ખાય, આ વાત કેમ ખોટી કહેવાય ।
સાચા સતસંગી સાચા સંત, સાચા સ્વામી પોતે ભગવંત ।।૪૭।। એમ કહી સંત પાય નમ્યા, કરજ્યો મહારાજ અમપર ક્ષમા ।
તમારી સર્વે સાચી છે વાત, અમે પામ્યા પરચો સાક્ષાત ।।૪૮।। એમ બહુબહુ ચમતકાર, થાય બુરાનપુર મોઝાર ।
કહેતાં લખતાં ન આવે અંત, એમ પરચા થાય છે અત્યંત ।।૪૯।।
પળે પળે કરે હરિ સહાય, નિત્ય પ્રત્યે સતસંગમાંય ।
તેણે મગન રહે નરનાર, કહે નિષ્કુળાનંદ નિરધાર ।।૫૦।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા
પૂર્યા એ નામે એકસો ને બાવનમું પ્રકરણમ્ ।।૧૫૨।।
પૂર્વછાયો- બહુ ભક્ત બુરાનપુરમાં, ભાવે કરી ભજે ભગવંત ।
સહાય કરે જેની શ્રીહરિ, પળ પળમાંહિ અનંત ।।૧।। તેણે ખુમારી તનમાં, મનમાં તે મોદ ન માય ।
નરનારી નિઃશંક થઇ, ગુણ ગોવિંદના ગાય ।।૨।। અતિ કેફ છે અંગમાં, સતસંગનું સુખ જોઇ ।
મસ્ત રહે સહુ મનમાં, કંગાલ ન માને કોઇ ।।૩।।
પ્રકટ પ્રભુ પ્રકટ પ્રાપતિ, પ્રકટ માને કલ્યાણ ।
પ્રકટ પરચા પળેપળે, પૂરે છે શ્યામ સુજાણ ।।૪।।
૬૦૦ ભક્તચિંતામણ પ્રકરણ ૧૫૩
ચોપાઇ- તેણે કરી સહુ નરનારી, ભજે સ્વામી શ્રીજીને સંભારી । નિત્યે સતસંગમાંહિ બેસે, બીજી વાત અંતરે ન પેસે ।।૫।। જ્યારે થાય સતસંગી ભેળા, ત્યારે ગાય મહારાજની લીળા ।
સર્વે ઉત્સવ સમૈયા સાર, તેનું ધ્યાન કરે નરનાર ।।૬।। એહ વાત ચિંતવતાં મને, જાગતાં સુતાં દેખે સ્વપને ।
પછી કરે માંહોમાંહિ વાત, તેણે રહે સહુ રળિયાત ।।૭।। એમ કરતાં વીતે નિશદિન, થાય સમાધિ સ્વપને દર્શન ।
પછી એમ બોલ્યા હરિદાસ, ચાલો પ્રકટ પ્રભુને પાસ ।।૮।। કરી આવિયે દર્શન સહુ, નિર્ખિ આનંદ પામશું બહુ ।
એમ કરી પરસ્પર વાત, ચાલ્યો સંઘ સજી પરભાત ।।૯।। બાઇ ભાઇ બુઢાં બાળ સંગે, ચાલ્યાં સર્વે અતિશે ઉમંગે ।
બાંધી ખરચી ખાવાને કાજ, લીધી પૂજા પૂજવા મહારાજ ।।૧૦।। ધીરે ધીરે કરતાં મુકામ, ચાલ્યાં સમરતાં હરિનામ ।
આવ્યાં ઝાડીમાંહિ જ્યારે જન, ત્યારે ચોરે કર્યું છે વિઘન ।।૧૧।। ઘોડાં વેલ્ય ને ઘરેણાં જેહ, વસ્ત્ર વાસણ લીધાંછે તેહ ।
ખરચી ખાવાની રહેવા ન દિધી, સર્વે વસ્તુ તે લુંટી જ લીધી ।।૧૨।। વળી બાંધી પછવાડે બે હાથ, લઇ ચાલ્યા ચોર પોતા સાથ ।
ગયા સઘન ઝાડીમાં જ્યારે, બોલ્યા હરિજન તેહ વારે ।।૧૩।। કહે માંહોમાંહિ એમ મળી, રખે દુઃખ માનો કોઇ વળી । હશે ભક્તિ આપણીમાં ભૂલ્ય, ત્યારે આપણાં થયાં આ શૂલ ।।૧૪।।
માટે સહુ થઇ સાવચેત, ભજો ભાવે હરિ કરી હેત ।
હમણે આવશે ઘોડલે ચડી, વેળ્ય વાલ્યમ નહિ કરે વળી ।।૧૫।। આવી છોડાવશે અવિનાશ, જાણે બંધિવાન નિજદાસ ।
એમ કરતાં માંહોમાંહિ વાત, પધાર્યા પ્રભુ પોત્યે સાક્ષાત ।।૧૬।। બહુ સખા હતા પોતાસંગે, આપે ચડ્યાતા તાતે તુરંગે ।
આવી ચોરને મારવા લાગ્યા, ચોર મૂકી ઝટોઝટ ભાગ્યા ।।૧૭।। જાય કિયાં લીધા સર્વે ઝાલી, કર્યા મોર ઘુમરિયે ઘાલી ।
પ્રકરણ
કકકક
૧૫૩
ભક્તચિંતામણી
૬૦૧
સર્વે વસ્તુ તે સંભારી લીધી, એ પાસે એકે રહેવા ન દીધી ।।૧૮।। તોય ન મેલે ચોરને નાથ, બાંધી લઇ ચાલ્યા પોતાને સાથ । ત્યારે ચોર બોલ્યા એમ મુખે, શું કરૂં મરૂંછું સહુ ભૂખે ।।૧૯।।
માટે ન કરવાનું આ કીધું, તેનું ફળ તરત અમે લીધું ।
હવે જેમ કહો તેમ કરીયે, એવું સુણી દયા કરી હરિયે ।।૨૦।। જાઓ મુકી દિયે છીએ આજ, હવે કરશો માં આવું કાજ । એમ ચોરથી મુકાવી જન, સંઘ સંગાથે ચાલ્યા જીવન ।।૨૧।। જીયાંલગી ઉતરીયા ઝાડી, તિયાંલગી રહ્યા સંગે દાડી ।
જ્યારે આવ્યાં છે વસ્તીનાં ગામ, ત્યારે અદૃશ્ય થયાછે શ્યામ ।।૨૨।।
પછી સતસંગી સર્વે તે મળી, કરે માંહોમાંહિ વાત વળી ।
જોજ્યો શ્રીહરિની આ સામર્થી, છે જો મોટી છોટી કાંઇ નથી ।।૨૩।। આપ્યો પરચો પ્રકટ આવી, ગયા ચોર કરથી મુકાવી ।
આવી વાત કહો કિયાં હોય, સતસંગ વિના બીજે નોય ।।૨૪।।
પછી ધીરેધીરે સહુ ચાલી, આવ્યાં મહારાજ પાસે તે હાલી । કરી દર્શન પ્રસન્ન થયાં, પછી વાટનાં વિઘન કહ્યાં ।।૨૫।। ત્યારે હસીને બોલ્યા મહારાજ, અમે આવી કર્યું એહ કાજ । ત્યારે જન કહે વનમાંય, તમ વિના કરે કોણ સહાય ।।૨૬।। વળી નિમાડ્ય દેશની વાત, સુણી સહુ થાશો રળિયાત ।
ગામ સરસોદમાં જન જેહ, કણબી રામજી નામે છે તેહ ।।૨૭।। તેના શરીરમાં નહિ સુખ, હતું દેહમાંહિ અતિ દુઃખ ।
તેની પીડામાં બહુ પિડાય, કરે સુખ થાવાનો ઉપાય ।।૨૮।। દેવ પિત્ર ભૈરવ ભવાની, બહુ માનતા એહને માની ।
વડી જમાડ્યા સાધુ સન્યાસી, જોગી જંગમ વળી વનવાસી ।।૨૯।। તેણે રોગ ટળ્યો નહિ રંચે, સામુ થયો છે દુઃખનો સંચે ।
પછી સહજાનંદી સંત જે છે, આવ્યા તે જ ઘેરે અણઇચ્છે ।।૩૦।। કર્યાં દર્શન રામ પટેલે, ગ્રહ્યાં ચરણ તે નવ મેલે ।
કહે હું છઉં શરણ તમારી, તમે ખબર રાખજ્યો મારી ।।૩૧।।
૬૦૨ ભક્તચિંતામણ પ્રકરણ ૧૫૩
ત્યારે સંત કહે બહુ સારું, તમે ધારો જે નિયમ અમારું ।
પછી હાથમાંહિ જળ લઇ, મેલ્યું સંતને ચરણે તેઇ ।।૩૨।।
સંત કહે નારાયણ નામ, ભજ્ય તજ્ય તું સરવે કામ ।
તન તારું રહે કે ન રહે, થયું કલ્યાણ તું માની લહે ।।૩૩।। જ્યારે આવશે દેહનો કાળ, ત્યારે લેવા આવશે દયાળ ।
કહી સંત એટલું વચન, ચાલ્યા એને બતાવી ભજન ।।૩૪।।
પછી રામે માંડ્યું એ રટણ, કરે સ્વામીશ્રીજીનું સ્મરણ ।
પછી થયા થોડા ઘણા દન, આવી અવધ્યે તજીયું તન ।।૩૫।। ત્યારે તેડવા આવ્યા મહારાજ, ભેળા સંત સખાનો સમાજ ।
આવ્યા ગામને ગોંદરે નાથ, નિર્ખિ બહુ જન થયાં સનાથ ।।૩૬।। કહે કોણ તમે કિયાં જાશો, આ ગામમાંહિ કેમ સમાશો ।
કહે અમે સ્વામિનારાયણ, આવ્યા ભક્ત રામજી કારણ ।।૩૭।। હમણાં કરશું વાડીમાં નિવાસ, પછી જાશું રામજીને પાસ ।
એમ કહી વાડીમાં ઉતર્યા, બહુ જીવ કૃતારથ કર્યા ।।૩૮।। દિધાં બહુ જનને દર્શન, પ્રભુ પોત્યે થઇને પ્રસન્ન ।
પછી આવ્યા રામજીને ઘેર, કરી મોટી મહારાજે મહેર ।।૩૯।। ઉઠી રામજી લાગ્યો છે પાય, નિર્ખિ નાથને તૃપ્ત ન થાય ।
દિઠા સંત પ્રભુજીને સાથે, જેણે નિયમ ધરાવ્યાંતાં હાથે ।।૪૦।।
પછી નાથ કહે સુણો જન, ચાલો અમ સાથે તજી તન ।
એવી સાંભળી વાલાની વાણ, તજ્યા તર્ત રામજીએ પ્રાણ ।।૪૧।। ઘરપરના માણસ જોતે, તન તજી ચાલ્યો તર્ત પોત્યે ।
સહુ જોઇને આશ્ચર્ય પામ્યાં, ધન્યધન્ય કહી શિશ નામ્યાં ।।૪૨।।
પછી ગામ સઘળે તે જાણ્યું, અતિમોટું આશ્ચર્ય પરમાણ્યું ।
કહે આપણે ન જાણ્યું કાંઇ, જાણ્યું પ્રકટ આવ્યા છે આંઇ ।।૪૩।। રહેશે દન આંહિ દોય ચાર, કરશું દર્શન સહુ નરનાર ।
જો જાણીયે અલૌકિક અંગ, ચરણ ગ્રહી ન મુકીયે સંગ ।।૪૪।।
પણ એ પળ ગઇ તે ગઇ, વારુ ભાગ્ય મોટે ભેટ્ય થઈ ।
પ્રકરણ
કકકક
૧૫૪
ભક્તચિંતામણી
૬૦૩
એહ વાત અતિશય મોટી, હશે પાપી તે માનશે ખોટી ।।૪૫।। એમ બોલે ગામલોક વાણ, થયો પરચો પ્રકટ પ્રમાણ ।
એવી રીત્યે અપરમપાર, થાય પરચા તે લાખ હજાર ।।૪૬।। કહેતાં લખતાં ન આવે છેક, લખીએ એકતો રહે અનેક ।
દેશદેશ ગામગામ પ્રત્યે, આપે નાથજી પરચા તે નિત્યે ।।૪૭।। જણજણ પ્રત્યે જાુજવા, થાય પરચા નિત્ય પ્રત્યે નવા ।
આજ વાવરે છે જે સામર્થી, તે તો લખતાં લખાતી નથી ।।૪૮।। આગે ધર્યા અવતાર ઘણા, જાણો સર્વે આ શ્રીહરિ તણા ।
પણ આજ વાળ્યો આડો અંક, પ્રભુ પ્રકટ્યા પૂર્ણ મૃગાંક ।।૪૯।। જેજે આ વારે કરીયાં કાજ, તેતે આગે ન કર્યાં મહારાજ ।
સર્વે શાસ્ત્રમાં વાત સાંભળી, આજના જેવી ક્યાંઇ ન મળી ।।૫૦।। આજની તો રીત્ય છે અલેખે, પણ હોય ધીમંત તે દેખે ।
આજ અઢળ ઢળ્યા અપાર, કહે નિષ્કુળાનંદ નિરધાર ।।૫૧।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા
પૂર્યા એ નામે એકસો ને ત્રેપનમું પ્રકરણમ્ ।।૧૫૩।।
પૂર્વછાયો- હવે હિંદુસ્તાનના, વળી લખું પરચા જેહ ।
સામર્થી શ્રીમહારાજની, સાંભળજ્યો કહું તેહ ।।૧।। ધન્યધન્ય ધુવા ગામમાં, હરિજન જાતિ લુવાર ।
ભલા ભક્ત ભગવાનના, જેને હૈયે હેત અપાર ।।૨।। એક બિંદા નામે જન જાણો, ભજે હરિ કરી ભાવ ।
તેની કાકી કુસંગણી, દલમાંહિ દુષ્ટ સ્વભાવ ।।૩।। કરે ખેચરી નિત્ય ખરી, જેને હરિસંગાથે વેર ।
સતસંગી જાણી રીશ આણી, વાણી વદે જેવી ઝેર ।।૪।।
ચોપાઇ- બોલે અવળું ને નાખેછે આળ્યું, દિયે વણ વાંકે નિત્ય ગાળ્યું ।
સુતાંબેઠાં જાગતાં એ જાપ, ખાતાં પીતાં વઢે નિત્ય આપ ।।૫।। કહે બિંદો તે બગડી ગયો, કરી સતસંગ સ્વામીનો થયો ।
૬૦૪ ભક્તચિંતામણ પ્રકરણ ૧૫૪
એવું સહજાનંદમાં શું ભાળ્યું, એમ કહી કહી દીયે ગાળ્યું ।।૬।। શ્વાસઉશ્વાસે એજ સ્મરણ, ભૂલી નહિ જ્યાં લગી આવ્યું મરણ ।
ત્રુટી નાડીયો પીડાણા પ્રાણ, આવ્યા લેવા દિઠા જમરાણ ।।૭।। અતિ કાળા રિસાળા વિક્રાળ, ક્રોધવાળા કરુર કોપાળ ।
એવા દિઠા જમદૂત જ્યારે, દેવીદેવને સંભાર્યા ત્યારે ।।૮।। વળી સેવ્યા હતા ભેખધારી, તેહ સર્વેને જોયા સંભારી ।
પણ કેણે કરી નહિ સાય, ડોશી પડી મહા દુઃખમાંય ।।૯।।
મારોમારો કરે જમરાણ, ડારે ડોશી થઇ છે હેરાણ ।
પછી તે સમે સ્વામી સંભાર્યા, લીધું નામ જમ સુણી ડર્યા ।।૧૦।। ત્યારે ડોશીએ વારમવાર, કર્યો સ્વામિનામનો ઉચ્ચાર ।
આવ્યા અલબેલો એહ વાર, પોતા સાથે સખા અસવાર ।।૧૧।। આપે બેઠા છે રથ અનુપે, શોભે છે રવિ કોટિ સ્વરૂપે । જોઇ આશ્ચર્ય આવિયાં જન, કર્યાં લાખો લોકે દરશન ।।૧૨।। આવ્યા ડોશીને પાસે દયાળ, દેખી જમ ભાગ્યા તતકાળ ।
પછી ડોશીએ કર્યાં દર્શન, કરે સ્તુતિ કહે ધન્યધન્ય ।।૧૩।। અહો પતિતપાવન ટેક, મારો ન જોયો અવગુણ એક ।
આ સમે સાય કિધું છે મારું, તેતો બિરૂદ સંભારી તમારું ।।૧૪।। એમ કરી સ્તુતિ જોડી હાથ, તજી તન ચાલી હરિસાથ ।
સર્વે લોક કહે ધન્યધન્ય, આવડું શિયું ડોશીનું પુણ્ય ।।૧૫।। આતો પરચો પૂર્યો ભગવાને, હશે મૂરખ તે નહિ માને ।
વળી એક કહું બીજી વાત, સહુ સાંભળજ્યો છે સાક્ષાત ।।૧૬।। વળી એહ ગામે એહ જાત, ભક્ત ઠાકુરદાસ વિખ્યાત ।
તેની પત્ની નામ ધનુબાઈ, પ્રીત્ય બેઉને મહારાજમાંઇ ।।૧૭।। કહે માંહોમાંહિ નરનાર, હવે તજવો વિષય વિકાર ।
થયાં સાંખ્યયોગી નરનારી, રહે ભેળાં પાળે વ્રત ભારી ।।૧૮।। કોઇ કોઇનું અડે અંબર, કરે ઉપવાસ નારીનર ।
અજાણ્યે જો બેઉમાં બોલાય, તેહ દિવસે અન્ન ન ખવાય ।।૧૯।।
પ્રકરણ
કકકક
૧૫૪
ભક્તચિંતામણી
૬૦૫
જ્યારે ઘરમાંઇ હોય નાર, ત્યારે પુરુષ બેસે જઇ બાર ।
જ્યારે પુરૂષ હોય ઘરમાંઇ, ત્યારે બાર બેસે જઇ બાઇ ।।૨૦।।
પાળે વ્રત એવું માંહોમાંઇ, વિષયવાસના ન ઇચ્છે કાંઇ । એવી રીત્યે વીત્યા બહુ દન, કરે સ્વામીશ્રીજીનું ભજન ।।૨૧।। તેતો સત્સંગી સર્વે જાણે, વર્તે છે સાંખ્યયોગ પ્રમાણે ।
હરિભક્તને લાગે એ સારું, બીજા વિમુખને લાગે ખારૂં ।।૨૨।। કહે વિમુખ એમ અભાગી, જોજ્યો થઇ બેઠાં બેઉ ત્યાગી ।
શું સમજીને તજ્યો સંસાર, એમ બોલે બહુ નરનાર ।।૨૩।।
સતસંગ કહો કેમ કરિએ, કરિએ તો એ જેવાં થઇ ફરીએ ।
માટે વાત તો છે ઘણી સારી, પણ ધારીયે તો થાય ખુવારી ।।૨૪।। એવું જાણીને જગજીવન, દિધાં એ બેઉને દર્શન ।
ભેળા બ્રહ્મચારી છે મુકુંદ, આવ્યા જન પાસે જગવંદ ।।૨૫।। કહે ઠાકુરદાસને સ્વામી, થયું પુરૂં વ્રત નિષ્કામી ।
એહ ટેક ગ્રહી છે જે તમે, આજ મુકાવિએ છીએ અમે ।।૨૬।। જે પાળે ગૃહસ્થ વ્રતમાન, તે સહુ સાંખ્યયોગીને સમાન ।
માટે માની અમારું વચન, કર્મયોગી થઇ કરો ભજન ।।૨૭।। એમ કહી એને અવિનાશ, ગયા બીજા હરિજન પાસ ।
દિધાં દશવિશને દર્શન, થઇ પોત્યે પ્રભુજી પ્રસન્ન ।।૨૮।। કૈક કુસંગીએ પણ દિઠા, પ્રકટ પ્રમાણ રથે બેઠા ।
નરનારી સહુ આશ્ચર્ય પામ્યાં, ધન્યધન્ય કહી શિશ નામ્યાં ।।૨૯।। કહે સાચા સ્વામી સાચા જન, થયાં એ વડ્યે અમને દર્શન ।
આતો પરચો અલૌકિક જાણો, સહજાનંદ સમર્થ પ્રમાણો ।।૩૦।। વળી એ ગામે લુવારમાંઇ, હરિજન નામ ગાંગુબાઇ ।
અતિહેત પ્રીત્યે ભજે હરિ, પાળે નિયમ સર્વે ભાવે કરી ।।૩૧।। એક દિવસ બાઇને સંગે, ગઇ ઇધણાં લેવા ઉમંગે ।
વીણે ઇધણાં ગરબી ગાય, અતિહેત હૈયામાં ન માય ।।૩૨।। જોઇ પ્રેમ એનો અવિનાશ, આવ્યા પ્રકટ પ્રભુજી પાસ ।
૬૦૬ ભક્તચિંતામણ પ્રકરણ ૧૫૪
દિધાં સહુ બાઇયોને દર્શન, નિર્ખિ નાથને થયાં મગન ।।૩૩।। વાલો ગાવા લાગ્યા સંગે ગીત, જોઇ પોતાના જનની પ્રીત ।
નિર્ખિ સ્વામી શ્રીસુખદાઇને, થઇ સમાધિ ગાંગુબાઇને ।।૩૪।। દિઠો બ્રહ્મમહોલ ગોલોક, શ્વેતદ્વીપ વૈકુંઠ વિશોક ।
અક્ષરધામ ને ધામના વાસી, દિઠા સમાધિમાં સુખરાશી ।।૩૫।। જોયાં ધારણામાં જેજે ધામ, જાગી લીધાં છે તેહનાં નામ ।
સુણી આશ્ચર્ય પામિયાં સહુ, કહે આતો વાત મોટી બહુ ।।૩૬।। જોને પ્રભુજી પ્રકટ પ્રમાણ, દિધાં દર્શન શ્યામ સુજાણ ।
આતો વાત અલૌકિક ભારી, થયો પરચો કહે નરનારી ।।૩૭।। વળી દ્વિજભક્ત એહ ગામે, ભાઈ બે બુદ્ધ મદારી નામે ।
ભજે પ્રભુ પ્રકટ પ્રમાણ, જાણી સતસંગ સાચો સુજાણ ।।૩૮।। કરે ઉદ્યમ નિર્વાહકાજ, ભાવેશું ભજે શ્રીમહારાજ ।
એક દિવસ વેવાર સારું, કર્યું માંહોમાંહિ મારું તારું ।।૩૯।। તેને વીતિ ગઇ ઘડી ચાર, ત્યારે બુદ્ધે કર્યો છે વિચાર ।
ધિકધિક એ વહેવારમાંઈ, એક હરિભક્ત મારો ભાઈ ।।૪૦।। તે શું બોલ્યો હું તાણ્યમતાણ્ય, મું જેવો નહિ કોઇ અજાણ્ય । એમાં કુરાજી થાશે મહારાજ, એથી ખોટ્ય મોટી શી છે આજ ।।૪૧।। એમ કહીને બેઠો ભજને, માનસી પૂજા કરવા મને ।
પછી માનસી પૂજામાં ઘણી, કરી સ્તુતિ સ્વામી સંતતણી ।।૪૨।। અતિ દીનપણું દલ આણી, બોલ્યા ગદ્ગદ્ કંઠે વાણી ।
થયો અપરાધ મુંથી મહારાજ, તેનો ગુનો બક્સજ્યો આજ ।।૪૩।। એવી સાંભળી જનની વાણી, આવ્યા દીનબંધુ દીન જાણી ।
દિધાં દાસને દર્શન નાથે, નિરખ્યા બાઇ ભાઇ સહુ સાથે ।।૪૪।। બુદ્ધ લળી લાગ્યો પ્રભુ પાય, નિર્ખિ નાથ હરખ ન માય ।
કહે ધન્યધન્ય મારા નાથ, આજ મુજને કર્યો સનાથ ।।૪૫।।
પછી તરત કર્યો દૂધપાક, કર્યાં પાસળે સુંદર શાક ।
બીજાં કર્યાં છે બહુ ભોજન, વળી વિધવિધનાં વ્યંજન ।।૪૬।।
પ્રકરણ
કકકક
૧૫૫
ભક્તચિંતામણી
૬૦૭
તેણે જમાડ્યા જગજીવન, જનભાવે જમ્યા ભગવન ।
બોલ્યા જમતાં જમતાં નાથ, હેત રાખીયે હરિજન સાથ ।।૪૭।।
સાચા સગા સતસંગી જાણો, આ લોક પરલોકના પ્રમાણો ।
તેશું વઢી ન કિજીયે વેર, માંહોમાંહિ ન વાવીયે ઝેર ।।૪૮।। એમ વાત કરી ભગવન, દીધાં બહુ જનને દર્શન ।
દિઠા સહુ જને પ્રકટ પ્રમાણ, પછી ન દિઠા શ્યામ સુજાણ ।।૪૯।। ત્યારે આશ્ચર્ય પામ્યા તેવાર, થયો પરચો કહે નરનાર ।
એમ કહીને પામ્યા આનંદ, નિશ્ચે જાણો કહે નિષ્કુળાનંદ ।।૫૦।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા
પૂર્યા એ નામે એકસો ને ચોપનમું પ્રકરણમ્ ।।૧૫૪।।
પૂર્વછાયો- ધન્ય ધન્ય ધુવા ગામમાં, જ્યાં ભક્ત રહે ભાવિક ।
સહાય કરી જેની શ્યામળે, તેહ કહું હવે કાંઇક ।।૧।।
લુવાર ભક્ત લુકી નામે, આવ્યો તેહના દેહનો કાળ ।
અંતસમે અલબેલડો, આવ્યા તેડવા દયાળ ।।૨।।
સંત સહિત શ્યામળો, પધાર્યા પ્રકટ આપ ।
દર્શન દીધાં દાસને, સહુ નિરખી થયાં નિષ્પાપ ।।૩।।
સતસંગી કુસંગી સહુએ, દિઠા પ્રકટ પ્રમાણ ।
નહિ સ્વપ્ન સાક્ષાત જાણો, આવ્યા શ્યામ સુજાણ ।।૪।।
ચોપાઇ- લુકી લાગ્યો લળીલળી પાય, નિર્ખિ નાથ તૃપત ન થાય । કહે નાથ લુકી તારે કાજ, આવ્યા તેડવાને અમે આજ ।।૫।।
માટે તરત થાઓ તૈયાર, ચાલો વેળ ન કરો લગાર ।
ત્યારે લુકીએ તજીયા પ્રાણ, ચાલ્યો નાથને સાથે સુજાણ ।।૬।।
સહુ જોઇ રહ્યા બહુ જન, દેખી આશ્ચર્ય કહે ધન્યધન્ય ।
ઘણા મરે છે આ ગામમાંય, આવે જમ લેવા લઇ જાય ।।૭।।
પણ તેડવા આવે મહારાજ, એવું તો અમે દીઠું છે આજ ।
માટે આતો વારતા અલેખે, થયો પરચો સહુ જન દેખે ।।૮।।
૬૦૮ ભક્તચિંતામણ પ્રકરણ ૧૫૫
વળી ભક્ત લુવાર તે કહીએ, પ્રાણનાથ નામે તેહ લહીએ ।
તેને પ્રભુમાંહિ પ્રીત ઘણી, કરે પૂજા નિત્ય પટતણી ।।૯।। તેને ઘેર પધારી ગોવિંદ, પાડી આપ્યાં ચરણારવિંદ ।
વળી સહુને દિધાં દર્શન, નિર્ખિ નાથને થયાં મગન ।।૧૦।। કહે ધન્યધન્ય મહારાજ, આતો પરચો પામ્યા અમે આજ ।
થયાં પ્રકટ પ્રમાણ દર્શન, પાડ્યાં પગલાં થઈ પ્રસન્ન ।।૧૧।। આતો વાત અતિશય મોટી, હશે પાપી તે પરઠશે ખોટી ।
વળી પ્રાણનાથનો જે તાત, નામ કેશર કહું તેની વાત ।।૧૨।। હતો કબીરના મતમાંહિ, નોતિ પ્રભુમાં પ્રતીત કાંઇ ।
તેના દેહનો આવિયો કાળ, આવ્યા તેડવા જમ તતકાળ ।।૧૩।। તેહ હતો વિષય અભિલાષી, ગયો જમના હાથથી નાશી ।
તર્ત પામિયો ભૂતનો દેહ, પાછો જઇ રહ્યો નિજગેહ ।।૧૪।। કરે હોહોકાર વાણી ઘણી, થઇ કબીરિયો બણીઠણી ।
એની સ્ત્રીના દેહમધ્યે આવી, કરી પ્રવેશ તેને બોલાવી ।।૧૫।। કહે સ્વામિનારાયણ સત્ય, એહ વિના બીજા છે અસત્ય ।
સ્વામી પ્રકટ પ્રભુ પ્રમાણ, એહ વિના બીજે નથી કલ્યાણ ।।૧૬।। કબીરિયા મોટામોટા મેત, માનો સહુ થયા ભૂત પ્રેત ।
કરતા ખંડન તીર્થ ને વ્રત, તેનું અઘ આવ્યું છે જો તર્ત ।।૧૭।। કહેતા પ્રભુના અવતાર ખોટા, તેહ પાપે ભૂત થયા મોટા ।
માટે કબીરિયા કોઇ મ થાજ્યો, થઇ આસ્તિક હરિગુણ ગાજ્યો ।।૧૮।।
પ્રાણનાથની વાતો સાંભળજ્યો, જેમ કહે તેમ સહુ કરજ્યો ।
પુણ્ય પવિત્ર છે પ્રાણનાથ, તેણેકરી હું થયો સનાથ ।।૧૯।।
સુણી એના મુખનું ભજન, તર્ત છૂટ્યો હું ભૂતનું તન ।
હવે જાઉં છું હરિને ધામ, સુણી સ્વામિનારાયણ નામ ।।૨૦।। એમ બોલ્યો એ બાઇમાં રઇ, સહુએ સાંભળિયું કાન દઇ । કહે ધન્યધન્ય આજ સ્વામી, બીજા મત તે લુણહરામી ।।૨૧।। જાુવો કબીરિયો ભૂત થઇ, બોલ્યો પોતાની સ્ત્રીમાં રઇ ।
પ્રકરણ
કકકક
૧૫૫
ભક્તચિંતામણી
૬૦૯
સાચા કહ્યા સહજાનંદ સ્વામી, બીજા કહ્યા તે કપટી કામી ।।૨૨।।
માટે એથી વાત મોટી કહી, થયો સાચો પરચો ફેર નહિ । વળી બીજી વાત છે અનુપ, સુણો સતસંગી સુખરૂપ ।।૨૩।। વળી એ ગામના હરિજન, કરે પ્રકટ પ્રમાણ ભજન ।
ખરો વિશ્વાસ તે ઉર આણી, સ્વામી વિના વદે નહિ વાણી ।।૨૪।। કરે સમૈયા સર્વે સંભાળી, અષ્ટમી એકાદશી દીવાળી ।
જેજે હરિના જન્મ દિવસ, કરે ઉત્સવ તેદિ અવશ્ય ।।૨૫।। એમ કરતાં આવી છે હોળી, રમે નરનારી મળી ટોળી ।
નાખે ધુડ્ય ને ભાખે ગાળિયો, કરે હોહો ને પાડે તાળિયો ।।૨૬।। એવી રીત્ય સતસંગી જોઇ, એહ પેરે રમે નહિ કોઇ ।
સહુ બેસે મંદિરમાં મળી, કરે વાત પ્રભુજીની વળી ।।૨૭।। એમ કરતાં હુતાશની આવી, સર્વે હરિજનને મન ભાવી ।
લાવ્યા ગુલાલ કઢાવ્યા રંગ, માંહોમાંહિ રમવા ઉમંગ ।।૨૮।।
પછી સજ્જ થયા સહુ જન, જાણી મોટો ઉત્સવનો દન ।
નાખે રંગ ઉડાડે ગુલાલ, તેણે સહુ થયા રંગલાલ ।।૨૯।।
મુખે બોલે નારાયણ નામ, પાડે તાળી જાણે સહુ ગામ ।
અતિપ્રેમમાં મગન સહુ, હૈયે હેત પ્રીત્ય વળી બહુ ।।૩૦।। તેનું હેત જોઇ હરિરાય, આવ્યા અલબેલો તર્ત ત્યાંય ।
આવી ભળ્યા મંડળીમાં નાથ, રાચ્યા રમવા જનને સાથ ।।૩૧।। તાળી ભેળી પાડે હાથે તાળી, ધુન્ય ભેળી કરે ધુન્ય વળી । રમે દાસ સાથે રંગભીનો, કરે ઉત્સવ હુતાસનીનો ।।૩૨।।
પ્રભુ પોત્યે પ્રકટ પ્રમાણ, રમે જનને સંગે સુજાણ ।
સહુ કરે દરશન દાસ, અતિ રૂપરાશિ અવિનાશ ।।૩૩।। દિઠા સત્સંગી કુસંગી જને, જોઇ આશ્ચર્ય પામિયા મને ।
કહે મહારાજ છે પરદેશે, આંહિ આવ્યા છે અલૌકિક વેશે ।।૩૪।। જેને નિરખવા હોય તે નિરખો, વળી પરખવા હોય તે પરખો । એમ કરતાં માંહોમાંહિ ઉચ્ચાર, પ્રભુ અદૃશ્ય થયા તે વાર ।।૩૫।।
૬૧૦ ભક્તચિંતામણ પ્રકરણ ૧૫૬
પછી સર્વે રહ્યા છે વિમાશી, કહે ક્યાં ગયા અવિનાશી ।
એક કહે રમ્યા મુજસાથે, એક કહે લીધી તાળી હાથે ।।૩૬।। એક કહે હતા મારે પાસ, મારે હતી મળવાની આશ ।
આતો આપણે ન જાણ્યું કાંઇ, ચડ્યા રમાવાના તાંનમાંઇ ।।૩૭।। ત્યારે એક કહે સાંભળો જન, મોટાં ભાગ્ય થયાં દરશન । હવે ઓરતો મ કરો કાંઇ, રાખો મૂરતિ અંતરમાંઇ ।।૩૮।। થયો પરચો જાણજ્યો જન, મોટાં ભાગ્ય માનો ધન્યધન્ય ।
એહ રીત્યે અપરમપાર, થાય પર્ચા હજારે હજાર ।।૩૯।। કોઇકને ઘરે જમે આવી, કોઇકને આપે હાર લાવી ।
કોઇકને કરતાં ભજન, થાય પ્રકટ પ્રમાણ દર્શન ।।૪૦।। નિત્ય ધુન્ય કરે આવી સાથે, પાડે પ્રકટ તાળી બે હાથે । એમ આપે પરચા અપાર, કહેતાં લખતાં ન આવે પાર ।।૪૧।। અંતકાળે તો અવશ્ય આવે, એ બિરૂદ કેદિ ન બદલાવે ।
જે કોઇ સ્વામિનારાયણ કેય, તેના માથે નથી કેનો ભેય ।।૪૨।।
માટે રહો નિર્ભય નિઃશંક, મળ્યે મહારાજ ન રહેવું રંક । જેને પાસે હોય ચિંતામણિ, કેમ દુઃખી રહે તેહ ધણી ।।૪૩।। તેમાં કંગાલ રહે નર કોય, એના ચિંતવ્યામાં ફેર હોય । તેમ પ્રકટ મળ્યે મહારાજ, સરે સર્વે પેરે વળી કાજ ।।૪૪।। તેમાં દુઃખી રહે જેહ જન, તેને તેવું જ છે ચિંતવન ।
હરિ કલ્પવૃક્ષસમ કાવે, નિશ્ચે નિષ્કુળાનંદ એમ ગાવે ।।૪૫।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ
મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા
પૂર્યા એ નામે એકસો ને પંચાવનમું પ્રકરણમ્ ।।૧૫૫।।
પૂર્વછાયો- વળી કહું એક વારતા, સુંદર છે અતિસાર । જેણી રીત્યે હરિજનની, વળી કરી હરિયે વાર ।।૧।। બારાં મધ્યે એક બહુ સારું, ગણિએ ગુડેલ ગામ ।
ખરા ક્ષત્રિ ત્યાં રહે, જેનું છે જીભાઇ નામ ।।૨।।
પ્રકરણ
કકકક
૧૫૬
ભક્તચિંતામણી
૬૧૧
તેહના તે ગામ ઉપરે, વળી આવી ચોરની ધાડ્ય ।
લાગ્યા તે સહુને લુંટવા, પાપીએ પડાવી રાડ્ય ।।૩।। તેહ સુણિ શૂરવીર ધીર, તરત થયા તૈયાર ।
રુડા રણમાં રમવા, લીધાં હાથ હથિયાર ।।૪।।
ચોપાઇ- મારી ચોેર કર્યા ચકચુર, જે રહ્યા તે ભાગી ગયા દૂર । એક ચોર રહ્યોતો સંતાઇ, કર્યો ઘાવ તેણે શિરમાંઇ ।।૫।।
પછી તે તસ્કરને મારી, કાઢી ધાડ્ય ગામમાંથી બારી ।
કરી જીત વળ્યા નિજઘેર, સમરતાં સ્વામી રુડિપેર ।।૬।। રાખી વરતિ તે મૂર્તિમાંઇ, ઘાયા તેની પીડા નહિ કાંઇ ।
સુખે વીત્યા દશપાંચ દન, આવ્યા ભક્ત પાસે ભગવન ।।૭।। નિર્ખ્યા જીભાઈએ શ્રીજગદીશ, અતિહરખે નમાવિયું શીશ ।
કહે ધન્ય દીનપ્રતિપાળ, મારી આ સમે લીધી સંભાળ ।।૮।। એમ કહિને જોડિયા હાથ, ત્યારે બોલિયા નેહશું નાથ । આજ થકી જાણો ત્રિજે દન, તમારે નથી રાખવું તન ।।૯।।
મેલી દેહ આવો બ્રહ્મમોલ, એમ કહી દઇ ચાલ્યા કોલ ।
ત્યારે રાજી થયા છે જીભાઈ, અતિહરખ પામ્યા મનમાંઈ ।।૧૦।। જોઇ રહ્યા છે વાયદે વાટ, બ્રહ્મમોહોલમાં જાવું તે માટ । ત્યારે નાથજી થયા તૈયાર, સાથે લઇ દશ તે અશ્વાર ।।૧૧।। વાલો આવ્યા વડગામમાંઇ, દિધાં દાસને દર્શન ત્યાંઇ ।
પછી આવ્યા છે ગુડેલ ગામ, કરવા જીભાઈનું હરિ કામ ।।૧૨।। દિધાં દર્શનદાન બહુને, થયું આશ્ચર્ય જન સહુને ।
કોટીકોટી સૂર્યને સમાન, દીઠા સખાસંગે ભગવાન ।।૧૩।। આવ્યા જીવન જીભાઇ પાસ, દીનબંધુ જાણી નિજદાસ ।
કહે વાલોજી વારમવાર, થાઓ જીભાઇ હવે તૈયાર ।।૧૪।। ત્યારે જીભાઈ થયા પ્રસન્ન, તરત તજ્યું રાજી થઇ તન ।
માગી શિખ મૂક્યું જ્યારે તન, જોઇ આશ્ચર્ય પામિયા જન ।।૧૫।। કહે ધન્યધન્ય મારા નાથ, તેડી ચાલ્યા જીભાઈને સાથ ।
૬૧૨ ભક્તચિંતામણ પ્રકરણ ૧૫૬
આવી રીત્ય દીઠી ન સાંભળી, તેવી આજ જોઇ અમે મળી ।।૧૬।।
માટે આથી પર્ચો શિયો અન્ય, હશે પાપી તે નહિ માને મન્ય । આવી રીત્યે તન જાય છૂટી, એથી વાત બીજી કઇ મોટી ।।૧૭।। એક ચડોતરે બોચાસણ, તિયાં કાશીદાસ શિરોમણ ।
તેને સાચી સમજાણી વાત, રહ્યો સંશયવત એનો તાત ।।૧૮।। તેને કાશીદાસ કહે એમ, તમે સ્વામીને સમજો છો કેમ ।
ત્યારે કાનદાસે એમ કહ્યું, શુકસરિખા એવું મેં લયું ।।૧૯।। ત્યારે કાશીદાસ કહે તાત, સ્વામી સ્વયં શ્રીહરિ સાક્ષાત ।
ત્યારે કાનદાસ કહે હશે, પણ મટ્યો નહિ મનસંશે ।।૨૦।। એમ કરતાં વીત્યા કાંઇ દન, થયાં કાનદાસને દર્શન ।
દીઠા પરમહંસ લાખો લેખે, તન તેજ સૂર્યથી વશેખે ।।૨૧।। કોઇ દિઠા છે નારદ જેવા, કોઇ શુકસમાન છે એવા ।
કોઇક દિઠા સનક સમાન, કોઇ વાલ્મીક મુનિ નિદાન ।।૨૨।। ઋષિ સહસ્ર અઠ્યાશી છે જેહ, દિઠા તેજના અંબાર તેહ ।
જોઇ આશ્ચર્ય અંતરે પામ્યા, સંશય સર્વે મનનો વામ્યા ।।૨૩।।
પછી લાગ્યા છે સહુને પાય, અતિ રાજી થઇ મનમાંય ।
કહે ધન્ય ધન્ય મુનિજન, ધન્ય સહજાનંદ ભગવન ।।૨૪।। તમે મુનિ ને જે મહારાજ, આવ્યા જીવ ઉધારવા કાજ ।
આવો પ્રકટ પરચો પામી, નહિ માને જે હશે હરામી ।।૨૫।। વળી ચડોતરમાં મેઘવે, કહું વાત કણબીની હવે ।
નરોત્તમ ને નાગરદાસ, કરે સત્સંગની ઉપહાસ ।।૨૬।। ધન જોબનને બળે કરી, પગ ન ભરે પ્રભુથી ડરી ।
કરે ભક્તની નિંદા અમટ, તે પાપે વળગ્યાં ભૂત ષટ્ ।।૨૭।। બે ભોઇ બે ભંગિયા નિદાન, એક ખત્રી એક મુસલમાન ।
વળગ્યાં નરોત્તમને એ ષટ્, આપે અંગમાં દુઃખ અમટ ।।૨૮।। જ્યારે આવે અંગમાંઇ ભોઇ, ત્યારે ભાર લિયે શિર ઢોઈ । જ્યારે મુલ્લાં આવે અંગમાંયે, ત્યારે માગે છે કાંઇનું કાંયે ।।૨૯।।
પ્રકરણ
કકકક
૧૫૬
ભક્તચિંતામણી
૬૧૩
આવે ભંગિયા બે ભેળા મળી, માગે ખાવા અખાજ તે વળી ।
જ્યારે ખત્રી કરે પરવેશ, ત્યારે કરે હોયેશ હોયેશ ।।૩૦।। જ્યારે જેજે વસે આવી અંગ, ત્યારે તેવો જ કરેછે રંગ । એમ ભૂત વળગ્યાં એ છોય, મુવા લગી મુકે નહિ કોય ।।૩૧।। વળી ધડ પર નહિ જેને શિશ, વળગ્યો તે નાગરને ખવિશ ।
વળી એકને વળગ્યો કોળી, થઇ ભેળી ભૂતતણી ટોળી ।।૩૨।। કોઇ મુંઝવે કોઇ રોવારે, કોઇ જગાવે કોઇ સુવારે । કોઇ ધુણવે ધ્રુજવે વળી, એમ દિયે દુઃખ સહુ મળી ।।૩૩।। તે કાઢવા ઉપાય બહુ કરીયા, કર્યા ભેળા ભૂવા ને જાગરિયા । ધુણીધુણી ધન ગયા ખાઇ, તોયે ફેર પડ્યો નહિ કાંઇ ।।૩૪।।
પછી ચાલ્યા ત્રણ્યે ત્યાંથી મળી, આવ્યા વરતાલે સ્વામી સાંભળી । કર્યાં દર્શન લાગીયા ચરણ, સ્વામી અમો છું તમારે શરણ ।।૩૫।। ત્યારે ભૂતને ભય જ લાગી, રહી ન શક્યાં નિસર્યાં ભાગી ।
જોઇ મહારાજનો પરતાપ, થયો ભૂતતણે તન તાપ ।।૩૬।।
ન ખમાણું તે નિસર્યાં ખસી, જે રહ્યાંતાં એ ત્રણ્યમાં વસી ।
પછી ત્રણ્યે સતસંગી થયા, ધારી નિયમ નિજઘેર ગયા ।।૩૭।। તે જોઇ સહુ આશ્ચર્ય પામ્યાં, ધન્ય સ્વામી કહી શિશ નામ્યાં । થયો પરચો જાણ્યો સહુ જને, કાઢ્યાં ભૂત પોત્યે ભગવને ।।૩૮।। વળી એ દેશે મુમધા ગામ, તિયાં બ્રાહ્મણ ઇશ્વર નામ ।
તેહને બ્રહ્મરાક્ષસ વળગો, આપે દુઃખ થાય નહિ અળગો ।।૩૯।। તે રાક્ષસને કાઢવા માટ, ઘેરે બેસાર્યો શાસ્ત્રીય પાઠ ।
ધુણીધુણી ને થયો બેહાલ, તોય ભૂતે મેલ્યો નહિ ખ્યાલ ।।૪૦।। ભણે શ્લોક ભેળા શ્લોક તેહ, થયો ભૂત તે ભણેલો એહ । કૌમુદી ન્યાય વ્યાકરણ જાણે, બોલે ગીર્વાણી સંગે ગીર્વાણે ।।૪૧।। કોઇ રીત્યની ન માને વાત, દિયે દુઃખ દિવસ ને રાત્ય ।
પછી બ્રાહ્મણ જેતલપુરે, આવ્યો શ્રીહરિની તે હજાુરે ।।૪૨।। આવી લાગ્યો મહારાજને પાય, ત્યારે ભૂત બોલ્યો એહમાંય ।
૬૧૪ ભક્તચિંતામણ પ્રકરણ ૧૫૭
હવે હું ક્યાં જાઉં મુરારી, આવ્યો બ્રાહ્મણ શરણ તમારી ।।૪૩।। કહે નાથ રહે સંતમાંય, ભૂત કહે પાસે કેમ અવાય ।
તારે નાથ કહે જા બદ્રીવન, કર્ય નરવીરનું દર્શન ।।૪૪।।
પછી ભૂત શિખ માગી ગયો, દ્વિજ ઇશ્વરજી સાજો થયો ।
તે પ્રતાપ શ્રીમહારાજ તણો, શું કહીયે મુખથી ઘણોઘણો ।।૪૫।। વળી જેતલપુરને માંઇ, કણબી નામ તેનું રાઇબાઇ ।
તેને વળગી ચુડેલ સયાણી, દિયે દુઃખ નિત્યપ્રત્યે ઘણી ।।૪૬।।
લઇ જાય પહેર્યાનાં લુગડાં, જાય ઝોંટી ખાવાનાં ઠામડાં । થાય પાંચ દશ દન જ્યારે, નાખી જાય ફોડી ત્રોડી ત્યારે ।।૪૭।। એમ ચુડેલ પડી છે કેડ્યે, જાય ચડાવી પાડરૂં મેડે ।
પછી તે બાઇ પ્રભુને પાસ, આવી કરી એની અરદાસ ।।૪૮।। ત્યારે બોલિયા શ્રીભગવાન, થા સત્સંગી લે વ્રતમાન ।
પછી તે બાઇએ તેમ જ કર્યું, ત્યારે ભૂત તે ભાગી નિસર્યું ।।૪૯।। તે પ્રતાપ શ્રીમહારાજ તણો, શું કહીએ વળી મુખથી ઘણો । એમ આપે જનને આનંદ, નયણે નિર્ખિ કહે નિષ્કુળાનંદ ।।૫૦।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ
વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા
એ નામે એકસો ને છપનમું પ્રકરણમ્ ।।૧૫૬।।
પૂર્વછાયો- વળી કાનમદેશ આમોદમાં, દ્વિજ ભટ્ટ દીનાનાથ ।
સંશયવત સતસંગમાં, હતો અણસમજે અનાથ ।।૧।।
એવા સમામાં આવિયો, વિમુખ અતિ મતિમંદ ।
અભાગ્ય જોગે આવી મળ્યો, જે નિર્વિકલ્પાનંદ ।।૨।। તેણે ભટ્ટ ભરમાવિયો, આવિયો તેણે અભાવ ।
પૂરણ સંશય પાડિયો, તે વિમુખે ભજવ્યો ભાવ ।।૩।।
મેલ્યું શરણ મહારાજનું, ત્યારે ભૂતે વરત્યો લાગ ।
આવી લાગ્યાં અપત્યને, જ્યારે કર્યો સતસંગ ત્યાગ ।।૪।।
ચોપાઇ- સ્તોત્ર અષ્ટક વળી આરતી, તેણે કરીતી હરિની વિનતિ ।
પ્રકરણ
કકકક
૧૫૭
ભક્તચિંતામણી
૬૧૫
માટે ભૂતનું તૂત ત્યાં નોય, વળગે હરિ વિમુખ જે હોય ।।૫।।
માટે એની સુતા જે વિમુખ, વળગ્યું ભૂત તેને દિયે દુઃખ । જાય ઘરમાંથી ચીજ ઉપાડી, નાખે પહેર્યાનાં લુગડાં ફાડી ।।૬।। રાંધી રસોઇ કરે તૈયાર, આવી વિષ્ટા નાખે તે મોઝાર ।
ગોળ ઘૃત જળ દૂધ દહિં, તેમાં નાખે નરક ભૂત લઇ ।।૭।। એમ આપે દુઃખ ભૂત આવી, નાખી જમુનાને અકળાવી ।
તેને કાઢવાને બહુ કર્યું, તોય ભૂત કેણે ન નિસર્યું ।।૮।।
પછી ભટ્ટ ઘટે પામી ત્રાસ, આવ્યા સુતા તેડી પ્રભુ પાસ ।
શિશ નમાવી હરિચરણે, કહે નાથ આવિયો હું શરણે ।।૯।।
મારી સુતા આ જમુના જેહ, આજ થકી તમારી છે તેહ ।
એને ભવિષ્યે વળગ્યું ભૂત, તેનું તન મનમાં છે તૂત ।।૧૦।। તેણે કરી બેહાલ બીચારી, માટે આવી એ શરણ તમારી ।
ધારી નિયમ કરશે ભજન, તે સામું તમે જોજ્યો જીવન ।।૧૧।। ત્યારે શ્રીહરિ બોલિયા એમ, દેવ બ્રાહ્મણ ને ભૂત કેમ ।
તારે દ્વિજ કહે જોડી હાથ, દેવ બ્રાહ્મણ પણ અનાથ ।।૧૨।।
માટે આજથી નાથ તમારો, પ્રભુ ગુનો જોશો માં અમારો । એમ કહીને નામિયું શિશ, ત્યારે ભૂત ભાગ્યું નાખી ચીસ ।।૧૩।। તેહ જણાણું સર્વે જનને, જોઇ આશ્ચર્ય માન્યું મનને ।
થયો પરચો પ્રકટ પ્રમાણ, ગયું ભૂત જે કરતું હેરાણ ।।૧૪।। દેશ દંઢાવ્યે વિશનગર, દ્વિજ શોભારામ ત્યાં નાગર ।
તેણે રાખી રાક્ષસની રીત, કરે સતસંગનો દ્રોહ નિત ।।૧૫।। કાવે સતસંગી જે નરનાર, તેને લઇ કર્યા નાત બાર ।
વળી સરકારમાં કરી ચાડી, સતસંગીને વિપત્ય પાડી ।।૧૬।। હરે ફરે કરે કાંઇ કામ, નિંદે સતસંગીને આઠું જામ ।
એમ કરતાં વીત્યા કાંઇ દન, પછી બોલ્યો થઇને પ્રસન્ન ।।૧૭।। બહુ દિવસથી દ્વેષ કરૂંછું, તોય સાજો સુખીયો ફરૂંછું ।
પછી સતસંગીને એમ કહ્યું, સ્વામી જાુઠા કાં ફુટ્યું છે હૈયું ।।૧૮।।
૬૧૬ ભક્તચિંતામણ પ્રકરણ ૧૫૭
જો સ્વામીજી સાચા ભગવાન, તો હું માગુંછું એ વરદાન ।
આજ થકી આઠ દનમાંઇ, થાઉં આંધળો ન દેખું કાંઇ ।।૧૯।। તો સાચા સ્વામી ને સતસંગ, જો થાઉં આઠ દનમાં અપંગ ।
ત્યારે સતસંગી કહે વિમુખ, શીદ મુખે માગી લેછે દુઃખ ।।૨૦।। સ્વામી શીદ કરે કેને અંધ, એવું માગીયે ન મતિમંદ ।
ત્યારે શોભારામ બોલ્યો મુખે, મેં માગ્યું તે થાય મર સુખે ।।૨૧।। ત્યારે શ્રીહરિ છે કલ્પવૃક્ષ, તિયાં ચિંતવ્યું થાવા અચક્ષ ।
પછી વાયદો વેગળો રહ્યો, દિન ચ્યારમાં આંધળો થયો ।।૨૨।। એવી વિમુખ જીવની રીત, સમુ ચિંતવી ન શકે ચિત્ત ।
પછી તેને જોઇ બીજે જને, માન્યો પ્રકટ પરચો મને ।।૨૩।। એમ પરચા અપરમપાર, આપે હરિ હજારે હજાર ।
તે કહેતાં લખતાં ન આવે અંત, સમજી લેજ્યો સદ્બુદ્ધિવંત ।।૨૪।। વળી વાત કહું એક સારી, લેજ્યો હરિજન હૈયે ધારી ।
કચ્છ દેશમાં ભુજનગર, તિયાં સુતાર નામ સુંદર ।।૨૫।। તે સત્સંગમાં શિરોમણી, પણ રાખતો પ્રવૃત્તિ ઘણી ।
મોટામોટા માણસનો મોબતી, શેઠ શાહુકારનો સોબતી ।।૨૬।। તેતો સર્વે હરિથી વિમુખ, તેની રાખે નિત્ય પ્રત્યે રૂખ ।
એમ ગઇ આયુષ સઘળી, તોય ચેતી શક્યો નહિ વળી ।।૨૭।। ત્યાંતો આવિયો દેહનો કાળ, થયું તન પરવશ તતકાળ ।
જાગ્રત અવસ્થામાં ન રહેવાય, સદ્ય સ્વપ્ન અવસ્થામાં જાય ।।૨૮।। જ્યારે બોલે સ્વપ્નમાં રહી, કરી ઉપાધિ દેખાડે કહી ।
પછી આવે જાગ્રતમાં જ્યારે, થાય અતિશે ઓરતો ત્યારે ।।૨૯।।
પછી પસ્તાપ કરીને બોલે, કોઇ મૂરખ નહિ મુજતોલે ।
આવા સતસંગી ને શ્રીમહારાજ, તેને મૂકી મેં કર્યું અકાજ ।।૩૦।।
માટે શઠમાં હું શિરોમણિ, એમ કરે છે પસ્તાપ ઘણી ।
હવે પ્રભુ છે અધમઉદ્ધાર, એ પક્ષે કરે તો કરે વાર ।।૩૧।।
પણ મુજથી કાંઇ ન સર્યું, એમ કહીને સ્તવન કર્યું ।
પ્રકરણ
કકકક
૧૫૭
ભક્તચિંતામણી
૬૧૭
ત્યારે હરિ છે દીનદયાળ, જાણી દીન આવ્યા તતકાળ ।।૩૨।। દિધું દાસને દર્શનદાન, નિરખ્યા સુંદરે શ્રીભગવાન ।
નિર્ખિ હરખ પામિયો અતિ, પછી કરવા લાગ્યો વિનતિ ।।૩૩।। જેવા દિઠા અંતસમે નાથ, તેવા કહેવા લાગ્યો જોડી હાથ । કહે નમો અનંત અપાર, જેની મૂર્તિ હજારે હજાર ।।૩૪।। વળી હજારે હજારે ચર્ણ, નેત્ર હજારે હજાર કર્ણ ।
શિર ઉરુ હજારે હજાર, બહુ બાહુ ને નામ અપાર ।।૩૫।। આદિ અંતે મધ્યે અવિનાશ, કોટિ કલ્પ ગિયે નહિ નાશ ।
એવું દીઠું સુંદરજીએ રૂપ, તેવું કહ્યું સ્વામીનું સ્વરૂપ ।।૩૬।। વળી સતસંગી નરનાર, તે પણ દિઠા તેજના અંબાર ।
એવા દિઠા હરિ હરિજન, જોઇ કરે છે પસ્તાપ મન ।।૩૭।। કહે હું ન સમજ્યો લગાર, આતો વાત અતોલ અપાર ।
ખોટ સંસારી સ્વારથમાંઇ, આવ્યો અંત કમાઇ કમાઇ ।।૩૮।। તેતો ન આવ્યું આ સમે કામ, સુત વિત ભાઈ વળી ભામ ।
સર્વે વહાલાં તે થયાં છે વૈરી, એમ કરે શોચ ફેરીફેરી ।।૩૯।।
પછી કહી છે સહુને વાત, હવે તન થાશે મારું પાત ।
આવ્યા છે મને તેડવા નાથ, હું જાઉં છું મહારાજને સાથ ।।૪૦।। કઇ વારના ઉભા છે આવી, મુજ કારણે વિમાન લાવી ।
એમ કહિને શિખ જ માગી, પછી તરત દિધું તન ત્યાગી ।।૪૧।। તજ્યું દેહ તેહ તતકાળ, તેડી ચાલ્યા છે પોતે દયાળ ।
જોઇ આશ્ચર્ય પામિયા જન, પછી કહેવા લાગ્યા ધન્યધન્ય ।।૪૨।। થયો પરચો સહુએ પ્રમાણ્યું, એવું જોઇને આનંદ આણ્યું । એવા પરચા અપરમપાર, થાય આ સમે લાખો હજાર ।।૪૩।। તેનો કહેતાં આવે કેમ અંત, થોડે ઘણું માનો બુદ્ધિવંત । દેશોદેશ વળી ગામોગામ, કરે દયાળુ દાસનાં કામ ।।૪૪।। જન જન પ્રત્યે જાુજવા જેહ, થાય પરચા ન લખાય તેહ ।
સર્વે દાસને સુખ દિધું છે, એવું બિરૂદ પહેલાંથી લીધું છે ।।૪૫।।
૬૧૮ ભક્તચિંતામણ પ્રકરણ ૧૫૮
સ્વામી રામાનંદજીની પાસે, માગી લીધું છે પોત્યે હુલાસે । કહે સતસંગી નામ કહેવાય, કોઇ રીત્યે એ દુઃખી ન થાય ।।૪૬।। એનું આવે અમને એ દુઃખ, એહ ભોગવે સદાય સુખ ।
તે વચન વાલે સત્ય કિધું, સર્વે સત્સંગીને સુખ દિધું ।।૪૭।। એવો સત્સંગી કોઇ ન કાવે, જેને તેડવા નાથ ન આવે । જાણો અવશ્ય ટેક એ ખરી, છુટે તન આવે જ્યારે હરિ ।।૪૮।। એનું આશ્ચર્ય ન માને કોય, પ્રભુ હોય તિયાં એમ હોય । સ્વયં પ્રભુ આજ સહજાનંદ, તેણે વરતે છે સહુને આનંદ ।।૪૯।। કોઇ વાતની ન રહી ખામી, મળ્યા જેને સહજાનંદ સ્વામી ।
કૃપાનિધિ જે કરુણાકંદ, મળ્યે મગન કહે નિષ્કુળાનંદ ।।૫૦।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ
વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા
એ નામે એકસો ને સતાવનમું પ્રકરણમ્ ।।૧૫૭।।
પૂર્વછાયો- વળી પાંચાળ દેશમાં, કાજાુ કારીયાણી ગામ । અનંત લીળા ત્યાં કરી, હરિએ કર્યું નિજધામ ।।૧।। તેહ ગામમાં જે વસે, નરનારી આદિજન ।
ભાવાભાવે ભગવાનનાં, સહુને થયાં દર્શન ।।૨।।
સમજુ થયાં સતસંગી, અણસમજુ રહ્યાં એમ ।
પાપી નરે પરમોદિયાં, તે કુસંગ તજશે કેમ ।।૩।।
પણ દર્શન જેને દયાળનું, તે નિષ્ફળ નવ જાય ।
અંતસમે અવશ્ય આવી, શ્રીહરિ કરે છે સહાય ।।૪।।
ચોપાઇ- તેની વાત સાંભળજ્યો સહુ, થયું જેમ તેમ હવે કહું । એક કાઠી કુસંગી અપાર, નામ માણશિયો નિરધાર ।।૫।। તેતો સાજો શરીરમાં સુખી, લવલેશ દેહ નહિ દુઃખી ।
સહજ સ્વભાવે બેઠો તો બાર, આવ્યા જમ લેવા તેને ચાર ।।૬।। અતિકાળા ને કરૂર વાણી, જેને જોઇ જીવે નહિ પ્રાણી ।
બહુ ભૂખ્યા ભૂંડા ભયંકર, હાથે પાશ પર્સુ હથિયાર ।।૭।।
પ્રકરણ
કકકક
૧૫૮
ભક્તચિંતામણી
૬૧૯
બેઠા બે જણા લોહને ગાડે, બીજા બે જણા બેઠા છે પાડે ।
પછી ગાડે પાડેથી ઉતરી, લીધો કાઠિને કબજે કરી ।।૮।। દઇ માર ને મોર લૈ કિધો, જમે એમનો એમ જ લીધો ।
મારે બહુ પાડે બુમરાણ, તોય મેલે નહિ જમરાણ ।।૯।। કહે કુસંગી કેમ તું રહ્યો, તજી સ્વામી અમારો શું થયો । જો તું પડ્યો અમારે જ પાને, તો તું સુખ ઇચ્છે હવે શાને ।।૧૦।। બોલ્યો માણશિયો તેહ વારે, છે સ્વામીજીનું દર્શન મારે । બીજાું તો મેં કાંઇ નવ કર્યું, કર્યું તેમાંતો આવું નિસર્યું ।।૧૧।। હવે કરે તો કરે સ્વામી વાર, તે વિના બીજો નથી આધાર । એમ કહેતાં આવ્યા અવિનાશ, જમ મેલી ભાગ્યા પામી ત્રાસ ।।૧૨।।
પછી આવ્યો માણસિયો ઘેર, કહે નાથે ઉગાર્યો આ વેર । એમ કરતાં વીતિ ઘડી ચાર, આવ્યા નવ કૃતાંત તે વાર ।।૧૩।। તેણે તરત મારી લીધો મોર, પાડે માણશિયો બહુ બકોર । જમ કહે રખે ગામ જગાડે, લઇ જાઇએ એને ઉપરવાડે ।।૧૪।। ત્યારે બીજો કહે જાશું ભાગોળે, એક કહે સંત હશે આગળે । એક કહે સંત નથી જો આંહિ, શિદ બીક રાખો મનમાંહિ ।।૧૫।।
પછી લઇ ચાલ્યા ગામ બાર, આવ્યા અલબેલો તેહવાર ।
કરી રીસ કિંકરને કહ્યું, કેમ ફુટ્યું છે મૂરખો હૈયું ।।૧૬।। આ ગામમાંહિ વસે છે જન, જેને છે મારું સંતદર્શન ।
તેને લેવા આવોછો અભાગી, શિદને મોત લીયો છો માગી ।।૧૭।। જાઓ આ ગામની મેલી આશ, એમ કહે જમને અવિનાશ ।
તે માણશિયે સર્વે સાંભળી, જેવી વીતિ તેવી કહી વળી ।।૧૮।।
સુણિ કહેવા લાગ્યા જન સહુ, આતો પરચો થયો મોટો બહુ । વળી એ ગામમાં એક સઇ, નામ માવો તે સતસંગી નઇ ।।૧૯।। તેના દેહનો આવિયો અંત, કહું તેનું હવે વરતંત ।
તેને લેવા આવ્યા જમ ત્રણ, લીધો જીવ પામિયો મરણ ।।૨૦।। જ્યારે જીવ લઇ જમ વળ્યા, ત્યારે સંતરૂપે સ્વામી મળ્યા ।
૬૨૦ ભક્તચિંતામણ પ્રકરણ ૧૫૮
કહે જમપ્રત્યે જન એમ, એ જીવને લીધો તમે કેમ ।।૨૧।। કહે જમ એ કુસંગી સઇ, તેને જાશું જમપુરે લઇ ।
ત્યારે સંત કહે નહિ લેવાય, તમે કરશો જો કોટિ ઉપાય ।।૨૨।। એતો કરેછે કામ અમારું, તેને તેડું ન જોઇએ તમારું ।
ત્યારે જમ કહે નથી તમારો, શીદ એ જીવને લેતાં વારો ।।૨૩।। એ જે કામ તમારું કરે છે, તેતો કોઇક થકી ડરે છે । ત્યારે સંત કહે સાચું કહ્યું, પણ સંતસેવા ફળ ગયું ।।૨૪।।
માટે એ વાતમાં ખોટ્ય મોટી, જાઓ મેલી થાઓ શીદ ખોટી ।
પછી જમ ગયા જખ મારી, સંતે લીધો એ જીવ ઉગારી ।।૨૫।। આવ્યો દેહમાંહિ માવો જ્યારે, વીતિ વાત કહી સર્વે ત્યારે ।
પામ્યા આશ્ચર્ય સહુ સાંભળી, થયો પરચો કહે જન મળી ।।૨૬।। વળી એ ગામમાં સથવારો, નામ ત્રિકમ સતસંગી સારો ।
તેને આવ્યું ટુંટિયું અનાડી, પેસી તનમાં તાણી છે નાડી ।।૨૭।। હાથ પગ રગ લીધી તાણી, થયો પરવશ બોલી બંધાણી ।
પછી તરત જીવ તેનો કાઢી, ચાલ્યું ટુંટિયું તેહને પાડી ।।૨૮।। ત્યારે ત્રિકમે કર્યું સ્મરણ, આવો નાથ હું પામિયો મરણ । એવું સુણી આવ્યા અવિનાશ, સંગે ભક્ત માંચો વીરદાસ ।।૨૯।। કહે નાથ ટુંટિયાને એમ, એહ જીવને લિધો તેં કેમ ।
એતો શરણ છે જો અમારે, તેને લેવા ન આવવું તારે ।।૩૦।। આ ગામમાં તારે ન ગરવું, જો તું ઇચ્છે મનમાં ઉગરવું । કાઢ્યું ટુંટિયું તગડી બાર, વાલે કરી છે જનની વાર ।।૩૧।।
મેલી ગયા ત્રિકમને નાથ, તેડી ગયા ડોશી એક સાથ ।
પછી ત્રિકમે તનમાં આવી, કરી વાત સહુને બોલાવી ।।૩૨।। કહે મારે માથે બહુ થઇ, મને ગયું તું ટુંટિયું લઇ । તેને હાથથી નાથે મુકાવી, મને મેલ્યો આ દેહમાં લાવી ।।૩૩।।
મારે સાટે જશે પુરીબાઇ, વાત સાચી માનો મનમાંઇ ।
સુણી સહુ થયાં છે વિસમે, તજ્યું તન પુરિયે તે સમે ।।૩૪।।
પ્રકરણ
કકકક
૧૫૮
ભક્તચિંતામણી
૬૨૧
મળી વાત લાગી નહિ વાર, પામ્યાં આશ્ચર્ય સહુ નરનાર ।
કહે થયો પરચો આ મોટો, હશે પાપી તે પરઠશે ખોટો ।।૩૫।। વળી ગઢડે વણિક એક, તેતો કુળે સહિત નાસ્તિક ।
કહે કર્મવડે સર્વ થાય, એવું સમજી રાખ્યું મનમાંય ।।૩૬।। રામ કૃષ્ણ આદિક અવતાર, તેનો પણ નહિ તેને ભાર ।
એવો ઢુંઢિયે ઢાબરી પાડ્યો, મોક્ષમારગ કર્મે દેખાડ્યો ।।૩૭।। કર્યું પાપિએ પાપિનું કામ, ટાળી નાખ્યું બિચારાનું ઠામ । ત્યાંતો આવિયો દેહનો કાળ, આવ્યા તેડવા જમ વિકરાળ ।।૩૮।। આવી ઘેરી લીધો ઘરમાંઇ, મોટા મુદગર છે કરમાંઇ ।
મારોમારો કરે મુખવાણ, કાઢો બારે કહે જમરાણ ।।૩૯।।
પછી હીમે હૈયામાં વિચારી, જોયા ઢુંઢિયા સર્વે સંભારી ।
પણ કોઇથી કાજ ન સર્યું, તેમતેમ જમે જોર કર્યું ।।૪૦।। ત્યારે થયો નિરાશી અત્યંત, પછી સંભાર્યા સ્વામી ને સંત । કરતાં ચિંતવણી ચિત્તમાંઇ, આવ્યા સંત ને મહારાજ ત્યાંઇ ।।૪૧।।
લાવ્યા લોહની ગેડિયો હાથે, આવી મારિયો જમને માથે ।
પાડી રાડ્ય ભાગ્યા જમરાણ, દિઠા હીમે તે પ્રકટ પ્રમાણ ।।૪૨।।
પામ્યો આશ્ચર્ય પરચો થયો, કેને ન કહ્યું સમજી રહ્યો । થયું સુખ શરીરમાં જ્યારે, કરી વાત વિસ્તારી તે ત્યારે ।।૪૩।। કહે પામ્યો હું પરચો મોટો, આપણો મત માનજ્યો ખોટો । જો ન કરે સ્વામી સંત વાર, તો હું મરત ખાઇખાઇ માર ।।૪૪।।
મેં દિઠું નજરે મોત મારું, પામ્યો દુઃખ હું શું શું સંભારૂં । આપણામાં કાંઇ ન ઉઘડ્યું, ખરા ખોટાનું પારખ્યું પડ્યું ।।૪૫।। હવે જ્યાં લગી રહેશે આ તન, કરીશ મહારાજનું ભજન ।
એમ પર્ચાનો નહિ આવે પાર, થાય હમેશ હજારો હજાર ।।૪૬।। કેતાં કેતાં કિયાં લગી કહીએ, અપરમનો પાર ન લહીયે । આગે પરચા કવિએ કહ્યા, તેતો ઠીક એટલા જ થયા ।।૪૭।।
પણ આજનો અંત ન આવે, મર કોટી કવિ મળી ગાવે ।
૬૨૨ ભક્તચિંતામણ પ્રકરણ ૧૫૯
મેં કહ્યું વિચારી મનમાંઇ, નથી કરતો હું વાત વડાઇ ।।૪૮।। જેમ છે તેમ કહ્યું મેં જન, સત્ય માનજ્યો મારું વચન ।
હશે સત્યવાદી સંત જેહ, સત્ય માનશે મનમાં તેહ ।।૪૯।। હશે દુષ્ટ દંભી ને નાસ્તિક, કહેશે ખોટી ખાંચ્યો ખોળી છેક । તેતો ભોગવશે ફળ તેનું, નથી નિષ્કુળાનંદને એનું ।।૫૦।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ
વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા
એ નામે એકસો ને અઠાવનમું પ્રકરણમ્ ।।૧૫૮।।
પૂર્વછાયો- ધન્યધન્ય જન એ સર્વને, જેને મળ્યા શ્રીમહારાજ । દેહ છતાં દુઃખિયા નહિ, તન છુટ્યે નોય અકાજ ।।૧।। જાણ્યે અજાણ્યે જોડિયા, જેણે હરિ આગળ હાથ ।
માહાત્મ્ય તેનું હું શું કહું, તે ન હોય કેદિ અનાથ ।।૨।। દરશ સ્પરશ પૂજા કરી, ધારી નિયમ જે નરનાર ।
વાસી તે સ્વર્ગ વૈકુંઠના, શ્વેતદ્વીપ ગોલોક રહેનાર ।।૩।। ધર્મ નિયમમાં દૃઢ ઘણા, એકાંતિક જન જેહ ।
તેની પ્રાપ્તિ વર્ણવી, કહું સાંભળજ્યો સહુ તેહ ।।૪।।
ચોપાઇ- એવા સતસંગી નરનારી રે, અતિદૃઢ ધર્મ નિમધારી રે । તેને આવશે અંત્યે મહારાજ રે, પોત્યે આવે છે તેડવા કાજ રે ।।૫।। તન તજી તે મૂર્તિને સંગે રે, જાય જન થઇ શુદ્ધ અંગે રે ।
શ્રીગોલોક ગુણાતીત જેહ રે, માયાતમ પાર ધામ તેહ રે ।।૬।। અચળ અનાદિ દિવ્ય કહેવાય રે, શ્રીરાધાકૃષ્ણ રહે તેહમાંય રે । અતિ અનુપમ ધામ એહ રે, પામે ઉદ્ધવાશ્રિત જન જેહ રે ।।૭।। એ ધામથી પાછું ન અવાય રે, આવે તે શ્રીકૃષ્ણની ઇચ્છાય રે । જીયાં વિરજા નદી ખાઇરૂપ રે, જેના બેઉ કાંઠા છે અનુપ રે ।।૮।। તેમાં મણિતણી ખાણો ઘણી રે, પદ્મરાગ સ્ફાટિક નીલમણિ રે ।
મણિમય પગથિયાં શોભે રે, તિયાં તરુ વેલ્યે મન લોભે રે ।।૯।। બહુ ઘાટ બાંધ્યા છે સુવર્ણે રે, ઝગે નંગ જાુવે જાણુ નેણે રે ।
પ્રકરણ
કકકક
૧૫૯
ભક્તચિંતામણી
૬૨૩
તિયાં ગોપ ગોપી કરે સ્નાન રે, હૃદે રાધાકૃષ્ણનું છે ધ્યાન રે ।।૧૦।। કનક કળશે ભરે કઇ નીર રે, તેની ભિડ્ય બહુ વિરજા તીર રે ।
ગઉધણ પિવા આવે વારી રે, તેણે પણ ભિડ્ય રહે ભારી રે ।।૧૧।। વળી તીરે શ્રીકૃષ્ણને કાજે રે, રમણ સ્થાનક દિવ્ય સમાજે રે । વિરજાપાર શતશૃંગ ગિરિ રે, રહ્યો ગોલોકને કોટ કરી રે ।।૧૨।। ઉંચો કોટિ જોજન તે કહીએ રે, તેથી દશગણો પહોળો લહીએ રે ।
પારિજાતકાદિ તરુ બહુ રે, ઘણા ગોવાળ જ્યાં ઘણી ગઉ રે ।।૧૩।। રાસમંડળ એ ગિરિપર રે, રમે શ્રીકૃષ્ણ જ્યાં રંગભર રે ।
રાસમંડળ દશ જોજનમાં રે, ચારે દ્વાર આપે મુદ મનમાં રે ।।૧૪।। રાસમધ્યે ગાય ગોપી ગીત રે, અતિમનોહર ચોરે ચિત્ત રે । તિયાં સર કૂપ વાવ્ય ભરી રે, શોભે મણિમય પગથિયે કરી રે ।।૧૫।। ગિરિઝરે કરે ભૃંગ ગાન રે, જાણ્યું ગુણી ગાય ત્રોડે તાન રે । ફુલવાડી ઉપવન સાર રે, રાસમંડપ પાસે અપાર રે ।।૧૬।। રાસમંડળે મંડપ ઘણા રે, રચ્યા પંચરંગ મણિતણા રે ।
તેપર કળશ કનકના શોભે રે, ધ્વજા પતાકા જોઇ જન લોભે રે ।।૧૭।। બાંધ્યાં તોરણ આસો આમ્રનાં રે, કર્યાં ખગ ને મૃગ ચિત્રનાં રે । તિયાં કેળના સ્તંભ કસ્તુરી રે, ચર્ચ્યાં અગરચંદન રહ્યાં સ્ફુરી રે ।।૧૮।। ભર્યાં કુંભ અક્ષત અંકુર રે, કુંકુમ દુર્વાદિયે મુદ ઉર રે । એવાં રમવા ભુવન ઘણાં રે, શ્રીકૃષ્ણ ને ગોપીયો તણાં રે ।।૧૯।। વસન ભૂષણ પહેર્યાં ગોપી ગોપે રે, નવ જોબને રાસમાં ઓપે રે ।
પુષ્પશય્યાઓ કુંજ કોટિ તીરે રે, ગિરિ વિંટ્યો વિરજાને નીરે રે ।।૨૦।। ગિરિમાંહી શ્રીવૃંદાવન રે, રાધાકૃષ્ણને વાલું જે મન રે । બહુભાત્યનાં વૃક્ષ છે તિયાં રે, તેને શું કહું વર્ણવી ઇયાં રે ।।૨૧।। ફુલ વેલી તિયાં બહુ ફુલી રે, સ્થળ કમળે રહ્યાં ભૃંગ ઝુલી રે । તિયાં મૃગગણ છે અપાર રે, કોઇ કેને ન આપે અજાર રે ।।૨૨।। રત્ન ધૂપ દીપ ગેહગેહ રે, તેણે શોભે વૃંદાવન તેહ રે । વાવ્ય કુવા તળાવ ત્યાં બહુ રે, શોભે કમળ પોયણે સહુ રે ।।૨૩।।
૬૨૪ ભક્તચિંતામણ પ્રકરણ ૧૫૯
તિયાં અતિસુગંધી સમાજે રે, એહ વૃંદાવન અતિ રાજે રે । તિયાં મીઠિ વાણ્યે પંખી બોલે રે, કૃષ્ણસ્તુતિ કરે મુનિતોલે રે ।।૨૪।।
ગાય ગોપીયો ગોપ વૃંદાવને રે, એ વન વાલું છે કૃષ્ણને મને રે । વત્સ વૃષભ ગઉ દોહન રે, બંશી ગાને શોભે વૃંદાવન રે ।।૨૫।। તેહ મધ્યે છે બીજાં બત્રિશ રે, વન ફળ ફુલે શોભે હમેશ રે । એવું વૃંદાવન જે અશોક રે, તેહ મધ્યે છે શ્રીગોલોક રે ।।૨૬।। કોટિ જોજન વિસ્તાર મોટે રે, રત્ન જડીત કનક કોટે રે । તેને ચારે દિશે ચાર દ્વારરે, વજ્રકપાટે શોભે અપાર રે ।।૨૭।। તિયાં ગોપી ગોપનાં ઘર ઘણાં રે, શોભે ગોલોકમાં નહિ મણા રે । રત્નજડિત કનક ભવન રે, રથ વિમાન બહુ વાહન રે ।।૨૮।। ધ્વજા પતાકા કળશ કંચન રે, શોભે એકથી એક ભવન રે ।
મઇ મથે કૃષ્ણગુણ ગાઇ રે, રવે રહ્યું છે ગોલોક છાઇ રે ।।૨૯।।
ચારે દ્વારે ચાર મારગ રે, તિયાં થાય બહુ રાગરંગ રે ।
બાંધ્યા મગ નંગ પંચ રંગને રે, હારે હવેલીયો અડી ગગને રે ।।૩૦।। રત્ને જડ્યા જરુખા ને ઓટા રે, અગર ચંદને છાંટ્યા મગ મોટા રે । રંભાસ્તંભ મંગળિક સાજે રે, તેણે રાજમાર્ગ અતિરાજે રે ।।૩૧।।
ગોપ ગોપી લઇ પૂજા સમાજ રે, જાય કૃષ્ણ પૂજવાને કાજ રે । આવે જાય ગાય બહુ ગીત રે, તેણે કરી મારગ છે શોભિત રે ।।૩૨।। વળી અનંત ભુવનપતિ જેહ રે, હરિ હર અજ ધર્મ તેહ રે ।
રમા ઉમા સાવિત્રી મૂરતિ રે, જાય દરશને પત્ની પતિ રે ।।૩૩।।
સુર મુનિ સિદ્ધ ગોપ ગોપી રે, તેની ભિડ્યે રહ્યો મગ ઓપી રે ।
ગોપી રાધા રમા સમ નેમે રે, સેવે શ્રીકૃષ્ણસ્વામીને પ્રેમે રે ।।૩૪।। એવા ગોલોકમધ્યે સુંદર રે, શોભે રાધાકૃષ્ણનું મંદિર રે । તેને ફરતા કનક કોટ સોળ રે, શોભે સુંદર ખાઇ અતોલ રે ।।૩૫।। રાજગઢ જોજન ત્રણ્ય ઘોલે રે, ખાઇ છાઇ કલ્પતરુ બોલે રે ।
સોળે કોટ રતન કાંગરે રે, કનક કળશે શોભાને ધરે રે ।।૩૬।।
સોળે પોેળ્યને ઉલ્લંઘિ દાસ રે, જાય દર્શને શ્રીકૃષ્ણને પાસ રે ।
પ્રકરણ
કકકક
૧૫૯
ભક્તચિંતામણી
૬૨૫
તિયાં ચોક શોભા સઇ ભણિયે રે, બાંધ્યા પંચરંગની મણિયે રે ।।૩૭।। તેજપુંજ તે મધ્યે અંબાર રે, કોટિ સૂર્ય શશિથી અપાર રે । તેનું અક્ષરબ્રહ્મ છે નામ રે, ગુણાતીત અચળ હરિ ધામ રે ।।૩૮।। જક્તકારણ જોર જે વિશાળ રે, બહુ પ્રધાન પુરુષ કાળ રે ।
એને આશ્રય રૂપ એ અનુપ રે, સતચિદ્ આનંદ સ્વરૂપ રે ।।૩૯।। તેહ મધ્યે શ્રીકૃષ્ણનું ધામ રે, રચ્યું રત્નમણિ અભિરામ રે ।
મણિસ્તંભ ઘણી ફુલમાળ રે, તેણે શોભે છે ધામ વિશાળ રે ।।૪૦।।
મણિમાળ મોતીમાળે કરી રે, મણિ ઘણિયે રહ્યું શોભા ધરી રે । શ્વેત ચમર મુક્ત કળશ કઇ રે, સારાં તોરણ રહ્યાં શોભા દઈ રે ।।૪૧।। શતશૃંગથી ઉંચું છે એહ રે, પ્રકાશક કૃષ્ણધામ તેહ રે ।
અગર ચંદને ચર્ચ્યું એ ધામ રે, ધૂપ દીપ દ્રવ્યે અભિરામ રે ।।૪૨।। ઘણે સમાજે શોભે સદન રે, કહેતાં પાર નાવે કોય દન રે । તેને આસપાસ હરિદાસ રે, કરી રહ્યા એકાંતિક વાસ રે ।।૪૩।।
સર્વે સેવા શ્રીકૃષ્ણની કરે રે, અતિઆનંદે સ્વછંદ ફરે રે । કૃષ્ણ ગુણ વાજીંત્રમાં ગાય રે, તેનો શબ્દ છાયો ધામ માંય રે ।।૪૪।। એવા ધામમાંહિ સિંહાસન રે, રચ્યું રત્ન કળશે રમણ રે ।
રંગે ચિત્ર વિચિત્ર તે ઓપે રે, કર્યા પશુ પંખી ગોપી ગોપે રે ।।૪૫।। એવું અતિ સુંદર સિંહાસન રે, તે પર બેઠા કૃષ્ણ ભગવન રે । ઘનશ્યામ ને વય કિશોર રે, પીતપટ બે કર વંશી સોર રે ।।૪૬।।
મંદહાસ ને માથે મુગટ રે, નિર્ખિ જન મગન અમટ રે ।
મૃગમદ ચંદન અગર રે, ચર્ચી તન વૈજયંતી પેરી ઉર રે ।।૪૭।। કૌસ્તુભ મણિ માળ કાંતિવાળી રે, શોભે શ્રીકૃષ્ણ કંઠે શોભાળી રે ।
મકરાકાર કુંડળ કાને શોભે રે, નંગ જડ્યાં કડાં કર ઉભે રે ।।૪૮।। કર આંગળી મુદ્રિકા મણિ રે, કટિ કિંકિંણિ નુપૂર શોભા ઘણી રે ।
ચરણ અરુણ નખ રક્ત શામ રે, રક્ત કમળ તળ શોભાધામ રે ।।૪૯।। તિયાં સોળે ચિહ્ન સુખકારી રે, સેવે મુનિ સિદ્ધ વ્રતધારી રે । અષ્ટકોણ જવ જંબુ જેહ રે, સ્વસ્તિ ધ્વજ ને કુળિશ તેહ રે ।।૫૦।।
૬૨૬ ભક્તચિંતામણ પ્રકરણ ૧૫૯
અંકુશ અંબુજ ઉર્ધ્વરેખ રે, શોભે જમણે પગે વિશેખ રે ।
મત્સ્ય ત્રિકોણ કળશ વ્યોમ રે, ધેનુપદ ધનુષ ને સોમ રે ।।૫૧।। વામચરણે એ ચિંતવે દાસ રે, કામ ક્રોધ મોહ પામે નાશ રે । એવાં કૃષ્ણચરણાર્વિંદ જોઇ રે, મુનિ મધુપ રહ્યા તિયાં મોઇ રે ।।૫૨।। રાધાઆદિ દેવી પ્રેમે કરી રે, ચર્ચી ચંદન લિયે ઉર ધરી રે ।
ગુલફ જંઘા જાનુ જાુગ જોઇ રે, બાહુ આજાન રહે મનમોઇ રે ।।૫૩।।
નાભી કટિ ઉદર અનુપ રે, તિયાં ત્રિવળી શોભે સુખરુપ રે । જમણે ઉરે શ્રીવત્સ ચિહ્ન રે, નિર્ખિ હરખે જન પાવન રે ।।૫૪।। હાર મુગટ પુષ્પના શોભે રે, જોઇ જનતણાં મન લોભે રે । અરુણ કમળસમ કર દોય રે, બંશી સહિત શોભે છે સોય રે ।।૫૫।।
પૂર્ણ શશિસમ મુખ સારું રે, શોભે કંઠ કંબુ અનુસારું રે । તિયાં તુલસીમાળ વિશાળ રે, શોભે ચિબુક અધર પ્રવાળ રે ।।૫૬।।
મંદહાસે બોલે મિઠાં વેણ રે, દંત દાડ્યમકળિ સુખદેણ રે ।
નાસા દીપ કપોળે કાંતિ રે, કાને કુંડળ શોભા સુહાતિ રે ।।૫૭।। તિયાં પુષ્પગુચ્છ બે ધરીયાં રે, ચંચળ લોચન હેતનાં ભરીયાં રે । રાતી રેખે નયણ રસાળ રે, શોભે ભ્રકુટી ભાલ વિશાળ રે ।।૫૮।। કેશર તિલક તિયાં વિશેખ રે, હસતાં ભાલ વચ્ચે ઉઠે રેખ રે ।
સુંદર કેશ શિશે મુગટ રે, જડ્યો મણિરતને શું ઘટ રે ।।૫૯।।
નખશિખા શોભા ન કહેવાય રે, શ્રુતિ પુરાણ નિત્ય જેને ગાય રે । એવા શ્રીકૃષ્ણ શોભાની ખાણી રે, જીવ આસુરી ન શકે જાણી રે ।।૬૦।। ઘનશ્યામ ને તન પ્રકાશ રે, તેનો મર્મ જાણે કોઇ દાસ રે ।
સામુદ્રિકે કહ્યાં શુભ ચિહ્ન રે, તેણે જાુક્ત શ્રીકૃષ્ણ સુખયન રે ।।૬૧।। તેને નિરાકાર કહે કુમતિ રે, હોયે આસુરી જીવ જે અતિ રે ।
સમજે સાકાર સંત તે સદા રે, પામે પાસ વાસ અતિમુદા રે ।।૬૨।। કહીએ શ્રીકૃષ્ણ પુરુષોત્તમ રે, વાસુદેવ વિષ્ણુ પરબ્રહ્મ રે । હરિ નારાયણ અંતર્યામી રે, ભગવાન પ્રભુ બહુનામી રે ।।૬૩।। તત્વજ્ઞાનાદિ નામ કહેવાય રે, શ્રુતિ પુરાણ સદ્ગ્રંથ ગાય રે ।
પ્રકરણ
કકકક
૧૫૯
ભક્તચિંતામણી
૬૨૭
ઉપનિષદ ઇતિહાસે કરી રે, કૃષ્ણમહિમા કહે ફરીફરી રે ।।૬૪।।
ગુણ પ્રાક્રમે કરી બહુ નામ રે, જપવા જોગ સર્વે સુખધામ રે । રાધા રમા રહે દોય પાસે રે, જાુવે શ્રીકૃષ્ણ હેતે કટાક્ષે રે ।।૬૫।। બીજી લલિતાદિ સખી જેહ રે, રાધા રમાસમ વળી તેહ રે ।
સારી શીલે શુભ ગુણધામ રે, સુણો સહુ કહું તેનાં નામ રે ।।૬૬।। જયા લલિતા ને શશિકલા રે, માધવી જમુના ને સુશિલા રે । રતિ કાંતિ ને ચંદ્રમુખી રે, કદંબ માલિકા સ્વયંપ્રભા સુખી રે ।।૬૭।।
પદ્મમુખી સુખા શુભા જેહ રે, મધુમતી સરસ્વતી તેહ રે ।
પદ્મા ગંગા ને સર્વમંગળા રે, સુમુખી ભારતી ને કમળા રે ।।૬૮।।
પારિજાતા કૃષ્ણપ્રિયા નંદા રે, નામ નંદિની સુંદરી સુખદા રે । એહઆદિ સુંદરી અપાર રે, સેવે શ્રીકૃષ્ણને કરી પ્યાર રે ।।૬૯।।
મૃગમદ ચંદન ને ફુલ રે, ભૂષણ વસન લાવી અમૂલ્ય રે ।
વળી ષટ્ રસ સુભોજન રે, લેહ્ય ચોશ્ય ભક્ષ્ય ભોજ્ય અન્ન રે ।।૭૦।। કનક થાળે એ ભોજન ભરી રે, પ્રેમે જમાડે પ્રમદા હરિ રે ।
મેવા મિઠાઇ અમૃતફળ રે, રત્નજડિત ઝારીયે જળ રે ।।૭૧।।
પાય પાણી પાનબિડી આપે રે, કરી આરતી સ્તુતિ આલાપે રે । એમ પૂજા કરીને પિયારી રે, રાજી કરે શ્રીકૃષ્ણ મુરારી રે ।।૭૨।। વળી પ્રભુના પારષદ જેહ રે, મુખ્ય મોટા નામ સુણો તેહ રે । વીરભાનુ ચંદ્રભાનુ કહીએ રે, સૂર્યભાનુ વસુભાનુ લહીએરે ।।૭૩।। દેવભાનુ શક્રભાનુ જેહરે, રત્નભાનુ સુપાર્શ્વ છે તેહ રે ।
વિશાળ ઋષભ અંશુબળ રે, દેવપ્રસ્થ વરુથ સુબળ રે ।।૭૪।।
શ્રીદામા આદિક એહ સોળ રે, તેને કેડ્યે બીજા છે અતોલ રે ।
સર્વે કરે શ્રીકૃષ્ણની સેવા રે, રૂપ ગુણે એક એક જેવા રે ।।૭૫।। છત્તર ચમર સેવાનાં સાજ રે, તેણે સેવે રાજાધિરાજ રે ।
થાય તાને ગાન તિયાં ઘણાં રે, સર્વે દર્શન કરે કૃષ્ણ તણાં રે ।।૭૬।। દેખી દાસની સેવા દયાળ રે, રીઝે કૃપાના નિધિ કૃપાળ રે ।
પરમાત્મા પરબ્રહ્મ જેહ રે, નિગમ નેતિ નેતિ કહે તેહ રે ।।૭૭।।
૬૨૮ ભક્તચિંતામણ પ્રકરણ ૧૬૦
કાળ કર્મ ગુણ સિદ્ધ જાણો રે, તેના પ્રેરક કૃષ્ણ પ્રમાણો રે ।
સંકર્ષણને પ્રદ્યુમન કહીએ રે, અનિરુદ્ધ રૂપે કૃષ્ણ લહીએ રે ।।૭૮।। અનંત કોટિ બ્રહ્માંડના નાથ રે, ઉત્પત્તિ સ્થિતિ પ્રલય હાથ રે । વળી સર્વે બ્રહ્માંડે મહારાજ રે, રહે જીવના કલ્યાણ કાજ રે ।।૭૯।।
નરનારાયણાદિ અનંત રે, દિવ્યરૂપે રહે ભગવંત રે ।
તેને આશ્રિત હોય જે જન રે, પામે ગોલોક તે સહુ જન રે ।।૮૦।। દિવ્યરૂપે રહે પ્રભુ પાસ રે, સદા સુખ ભોગવે એ દાસ રે । બીજા બહુ વૈષ્ણવ ત્યાં વૃંદ રે, તેને સંગે કરે એ આનંદ રે ।।૮૧।।
પામે મોટપ્ય કહે ન આવે રે, જેણે પ્રભુ ભજ્યા આંહિ ભાવે રે । હરિ ધરી પોતે અવતાર રે, એહ ધામનું ઉઘાડ્યું બાર રે ।।૮૨।। જે કોઇ સત્સંગી નરનારી રે, કર્યાં એ ધામનાં અધિકારી રે ।
નથી વાત સરખી એ વાત રે, જાણે સંત મોટા સાક્ષાત રે ।।૮૩।। જેને મળ્યા સ્વામી સુખરાશી રે, તેતો સર્વે આ ધામના વાસી રે । કહે કવિ સુણો શુભમતિ રે, કહિ સતસંગીની પ્રાપતિ રે ।।૮૪।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે ગોલોકધામનું વર્ણન કર્યું એ નામે એકસો ને ઓગણસાઠમું પ્રકરણમ્ ।।૧૫૯।।
પૂર્વછાયો- અધિકારી એહ ધામનાં, હરિ કર્યાં બહુ નરનાર । કરી અલૌકિક એટલું, પછી મનમાં કર્યો વિચાર ।।૧।। જેહ કારણ હું આવિયો, તે થયું સરવે કાજ ।
કેડ્યે કરવા નવ રહ્યું, એમ મને વિચાર્યું મહારાજ ।।૨।। જીવ જાણે સહુ જક્તમાં, એમ પ્રૌઢ વધ્યો પ્રતાપ ।
સૂર્ય સમ શોભી રહ્યો, સત્સંગ સુંદર આપ ।।૩।। વર્ણાશ્રમ હરિ આશરે, જે આવિયાં નરનાર ।
તેને ભૂલ્યે પણ ભાસે નહિ, જે જાશું જમને દ્વાર ।।૪।।
ચોપાઇ- એવો પ્રતાપ પ્રભુજી તણો રે, છાયો દેશ પ્રદેશમાં ઘણો રે ।
ગામોગામ શહેરપુરે સોય રે, સહજાનંદ સમ નહિ કોય રે ।।૫।।
પ્રકરણ
કકકક
૧૬૦
ભક્તચિંતામણી
૬૨૯
ચ્યારે કોરે શહેરને માંઇ રે, રહ્યો પ્રતાપ પૂરણ છાઇ રે । ત્યારે એમ વિચાર્યું મહારાજ રે, કર્યું સરવે પૂરણ કાજરે ।।૬।। જેહ અર્થે છે આ અવતાર રે, ધરી કર્યું તે સર્વે આ વાર રે । એમ વિચાર્યું મહારાજે મન રે, કર્યું શું શું તે કહુંછું જન રે ।।૭।। કળિબળને પામી અધર્મી રે, થયા અસુર ગુરુ આશ્રમી રે ।
બીજા ભૂપરૂપે જે રહ્યાતા રે, કરતા પાપ આપ ન બીયાતા રે ।।૮।। તેતો પ્રભુ પોતાને પ્રતાપે રે, પાપી પાછા પડ્યા આપ પાપે રે । વળી કામ ક્રોધ લોભ મોહ રે, માન ઇરષા સ્વાદ સમોહ રે ।।૯।। એહાદિ અધર્મ પરિવાર રે, હતો જીવના હૃદય મોઝાર રે ।
તેતો નિજ પ્રતાપને બળે રે, કાઢ્યો સતશાસ્ત્ર કરી કળે રે ।।૧૦।।
સત્ય જ્ઞાન વૈરાગ્ય અહિંસ્ય રે, બ્રહ્મચર્ય આદિ ધર્મવંશ્ય રે । તેતો જીવોના હૃદયમાંઇ રે, સ્થાપ્યો અચળ પર્વતપ્રાઇ રે ।।૧૧।। શુદ્ધ સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય રે, સહિત એકાંતિક ભક્તિ જાગ રે ।
ગ્રામ ગ્રામ પુર પુર પ્રતિ રે, જન માંહિ પ્રવર્તાવી અતિ રે ।।૧૨।। વળી દુર્વાસા ઋષિને શાપે રે, થયાંતાં મનુષ્ય ભક્તિ ધર્મ આપે રે । બીજા ઉદ્ધવાદિ ઋષિરાય રે, સર્વે આવ્યા હતા શાપ માંય રે ।।૧૩।। તેને મુકાવી ને મહારાજ રે, બીજાં પણ કર્યાં કઇ કાજ રે । યોગ કળાઓ ધ્યાન ધારણા રે, તેણે જુક્ત કર્યાં જન ઘણાં રે ।।૧૪।। વળી ઉપનિષદને માંઇ રે, કહી દહર વિદ્યા સુખદાઇ રે ।
એહ આદિ બ્રહ્મવિદ્યા જેહ રે, પોતે પ્રવરતાવી છે તેહ રે ।।૧૫।। વળી અહિંસામય જગન રે, તે પ્રવરતાવ્યા છે ભગવન રે ।
દેવ બ્રાહ્મણ તીરથ સંત રે, તેનો મહિમા વધાર્યો અત્યંત રે ।।૧૬।। વળી શ્રીમદ્ભાગવત આદિ રે, બીજાં સતશાસ્ત્ર અનાદિ રે ।
તેનું કરાવિયું પ્રવર્તન રે, કર્યું સાત્વિક દેવનું સ્થાપન રે ।।૧૭।। કૌલાર્ણવાદિ મિથ્યા જે ગ્રંથ રે, કહ્યા નથી એ મોક્ષને અર્થ રે । રાજસ તામસ દેવ ઉપાસના રે, દુઃખદાયક છે સુખ વિના રે ।।૧૮।। વળી નાસ્તિક ને કૌલ મત રે, એહઆદિ મનાવ્યા અસત્ય રે ।
૬૩૦ ભક્તચિંતામણ પ્રકરણ ૧૬૦
શુદ્ધ ધર્મ જેહ સનાતન રે, કર્યું તેનું અતિશે સ્થાપન રે ।।૧૯।। વળી નિજ આશ્રિતને કાજે રે, કર્યું હેત બહુ મહારાજે રે । દેશ દેશમાં મંદિર કરાવી રે, તેમાં નિજમૂર્તિઓ પધરાવી રે ।।૨૦।। ભક્તિમાર્ગ પ્રવર્તાવા કાજ રે, કર્યા ધરમવંશી આચારજ રે ।
દીક્ષાવિધી રીત્ય બાંધી દીધી રે, વર્ત્યા સારું શિક્ષાપત્રી કિધિ રે ।।૨૧।। તેતો સતશાસ્ત્રનું છે સાર રે, તે પ્રવર્તાવી જન મોઝાર રે । વળી નિજઆશ્રિત બ્રહ્મચારી રે, સાધુ ગૃહી ત્યાગી નરનારી રે ।।૨૨।। તેના ધર્મ તે જાુજવી રીત્યે રે, આપે કહ્યા તે પાળે છે પ્રીત્યે રે । જન્માષ્ટમી આદિ વ્રત સઇ રે, અન્નકૂટાદિ ઉત્સવ વિધિ કઇ રે ।।૨૩।। કહી અષ્ટાંગયોગની રીત્ય રે, તે પણ પ્રવર્તાવી જનહિત રે ।
વળી સહુનાં કલ્યાણ કાજે રે, રૂડો ગ્રંથ કરાવ્યો મહારાજે રે ।।૨૪।। તેમાં ચરિત્ર છે પોતાતણાં રે, કહેતાં સુણતાં રહેતાં સુખ ઘણાં રે । જાણું હવે સર્વે કામ થયું રે, કાંઇ કરવા કેડ્યે ન રહ્યું રે ।।૨૫।।
પછી એમ વિચાર્યું ઘનશ્યામે રે, હવે જાઉં હું મારે ધામે રે ।
પણ મુજ આશ્રિત જે જન રે, મારે વિયોગે નહિ રાખે તન રે ।।૨૬।।
માટે વાત કરૂં એને આગે રે, રાખે ધીરજ તન ન ત્યાગે રે ।
પછી નિજ આશ્રિત તેડાવ્યા રે, સર્વે બાઇ ભાઇ મળી આવ્યા રે ।।૨૭।। રામપ્રતાપ ઇચ્છારામ ધીર રે, અવધ્યપ્રસાદ ને રઘુવીર રે ।
મુક્તાનંદ ને ગોપાળાનંદ રે, નિત્યાનંદજી ને બ્રહ્માનંદ રે ।।૨૮।। શુકમુનિ ને આનંદસ્વામી રે, એહ આદિ મોટા નિષ્કામી રે ।
મુકુંદાનંદ અખંડાનંદ રે, એહ આદિ બ્રહ્મચારી વૃંદ રે ।।૨૯।। ઉત્તમ સોમ સુરા સુજાણ રે, રત્ન મીયાંદિ પાળા પ્રમાણ રે । જીવુબા લાડુબા રાજબાઇ રે, એહ આદિ બાઇઓ તથા ભાઇ રે ।।૩૦।। તમે સાંભળજ્યો સર્વે જન રે, જેહ અર્થે ધાર્યું તું મેં તન રે । તે કર્યું મેં સર્વે કારજ રે, કરવા કેડ્યે રાખ્યું નથી રજ રે ।।૩૧।। હવે જાઇશ હું ધામ મારે રે, માટે શીખ આપવી તમારે રે । રાજી રહેવું રોવું નહિ વાંસે રે, કેડ્યે કરવો નહિ કંકાસ રે ।।૩૨।।
પ્રકરણ
કકકક
૧૬૦
ભક્તચિંતામણી
૬૩૧
એવું વજ્ર જેવું એ વચન રે, સુણી વ્યાકુળ થયા સહુ જન રે ।
પામી મૂરછા પડીયાં ભોમ રે, તનની ન રહી કેને ફોમ રે ।।૩૩।। કોઇનાં તણાણાં પ્રાણ ને નાડી રે, કોઇ રુવે છે રાડ્યું પાડી રે । કેની આંખમાં પડ્યાં રુધિર રે, ચાલ્યાં સહુના નયણે નીર રે ।।૩૪।। કરે વિલાપ કલ્પાંત કઇ રે, કહે અમને ચાલો ભેળાં લઇ રે । કહે તમવિના કેમ રહેવાય રે, પળ ઘડી દિન કેમ જાય રે ।।૩૫।। હાયહાય માનખો હરામ રે, તમ વિના રહિએ આણે ઠામ રે । અન્ન વસ્ત્ર જળ ઝેર થાય રે, તમ વિના અમે ન રહેવાય રે ।।૩૬।। તમે જાઓને રહીએ અનાથ રે, એવું કરશો માં મારા નાથ રે । આપ્યું આટલા દિવસ સુખ રે, હવે દેખાડશો માં એવું દુઃખ રે ।।૩૭।। એવાં પાપ અમારાં છે શિયાં રે, તમે જાઓ ને રહીએ અમે ઇયાં રે । આવ્યો હોય એવો થર ભારે રે, ભોગવાવજ્યો બીજે પ્રકારે રે ।।૩૮।।
પણ એવાં દુઃખને જોઇ રે, જન તમારા ન જીવે કોઇ રે ।
એમ કહે રહે નહિ છાનાં રે, રૂવે વૃધ્ધ જોબન ને નાનાં રે ।।૩૯।। કરે વિલાપ વલવલે વળી રે, થાય ઉભાં ને પડે છે ઢળી રે । તેહ દાસને દેખી દયાળ રે, પોત્યે વિચારિયું તેહ કાળ રે ।।૪૦।। આ સહુને મુજમાં છે સ્નેહ રે, મુજ વિના નહિ રાખે દેહ રે ।
સત્ય મારગ કલ્યાણ કાજ રે, તેની પ્રવૃત્તિ સારું આજ રે ।।૪૧।। એને રાખી જાવું છે જો આંહિ રે, એમ નિશ્ચય કર્યું મનમાંહિ રે ।
પછી એમ બોલ્યા અવિનાશ રે, તમે શિદને રૂવો છો દાસ રે ।।૪૨।।
પછી નિજ આશ્રિત નારી નર જે રે, તેને પોતાના યોગ ઐશ્વર્યે રે । આપી ધીરજ શક્તિ જે કહીએ રે, થયાં વજ્ર જેવાં સહુ હૈયે રે ।।૪૩।। જાણું ધીરજ દ્રઢતા આવી રે, ત્યારે મહારાજે કહ્યું બોલાવી રે । હું રહીશ વરતાલ ત્યાંઇ રે, ભક્તિ ધર્મ શ્રીકૃષ્ણ માંહિ રે ।।૪૪।। વળી અમદાવાદમાં વાસે રે, રહીશ નરનારાયણ પાસે રે ।
ગોપીનાથ ગઢડામાં આંહિ રે, હું સદા રહીશ તે માંહિ રે ।।૪૫।। બીજાં મંદિર મૂર્તિ મારે રે, તેમાં રહીશ હું સર્વે પ્રકારે રે ।
૬૩૨ ભક્તચિંતામણ પ્રકરણ ૧૬૦
તેહ મૂર્તિને મુજ માંઇ રે, તમે ભેદ જાણશો માં કાંઇ રે ।।૪૬।। એમ જાણીને સેવા કરજ્યો રે, પૂજા કરીને થાળ ધરજ્યો રે । વળી ધર્મવંશી દ્વિજ ધીર રે, અવધપ્રસાદ ને રઘુવીર રે ।।૪૭।। એહ દત્તપુત્ર છે અમારા રે, તેને કર્યા છે ગુરુ તમારા રે,
તેને માનજ્યો તમે સુજાણ રે, રહેજ્યો શિક્ષાપત્રીને પ્રમાણ રે ।।૪૮।।
સાધુ વર્ણી પાળા સુણી લેજ્યો રે, ગોપાળસ્વામીની આજ્ઞામાં રહેજ્યો રે । અમ કેડ્યે મરશોમાં તમે રે, અન્ન મુકશો માં કહું અમે રે ।।૪૯।। આત્મઘાત ન કરશો જન રે, એહ માનજ્યો મારું વચન રે ।
મારા વચનનો કરશો ઉત્થાપ રે, મારે તમારે તો નહિ મેળાપ રે ।।૫૦।। એમ કહી વચન વિષમ રે, દીધા પોતાના ચરણના સમ રે ।
જ્યારે મનાવ્યું એવું વચન રે, તેહ સુણીને બોલિયા જન રે ।।૫૧।। હે મહારાજ રહેશું આંહિ અમે રે, એવું મનાવ્યું વચન તમે રે ।
પણ તમારા ચરણમાં મન રે, રાખજ્યો અમારૂં નિશદન રે ।।૫૨।। અપરાધ અમારા મ જોજ્યો રે, અંતકાળે તો વેલા આવજ્યો રે । વળી જ્યારે સંભારીએ હરિ રે, ત્યારે દર્શન દેજ્યો દયા કરી રે ।।૫૩।। વળી તમારી ભક્તિને માંય રે, કોઇ પ્રકારે વિઘ્ન ન થાય રે । બાહેર અંતરશત્રુ છે ઘણા રે, સહુ દ્વેષી ભક્તિ ધર્મ તણા રે ।।૫૪।। તેથી ઉગારજ્યો કૃપાનિધિ રે, એમ સહુએ પ્રાર્થના કીધી રે । કહે નાથ તથાસ્તુ તે થાશે રે, જેહ માગ્યું તમે મુજ પાસે રે ।।૫૫।।
પછી કહ્યું જાઓ તમે જન રે, ત્યારે ચાલ્યાં સહુ માની વચન રે ।
સહુ રોતાં રોતાં પાછાં ગયાં રે, ચાલે નહિ ચર્ણ ચૂર્ણ થયાં રે ।।૫૬।।
પ્રાણ મૂકી ગયાં પ્રભુ પાસ રે, થયાં અંતરે અતિ ઉદાસ રે । એમ પાછાં વળીયાં એ જન રે, અતિ અતિ કરતાં રૂદન રે ।।૫૭।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ
વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજી મહારાજે પોતાના આશ્રિત આગળ
પોતાને સ્વધામ પધારવું તે વાત કરીને સહુને ધીરજ આપી એ નામે એકસો ને સાઠ્યમું પ્રકરણમ્ ।।૧૬૦।।
પ્રકરણ
કકકક
૧૬૧
ભક્તચિંતામણી
૬૩૩
પૂર્વછાયો- શુભમતિ સહુ સાંભળો, કહું ત્યાર પછીની વાત ।
પૃથ્વીના તળ ઉપરે, થવા લાગ્યા મોટા ઉતપાત ।।૧।।
ચાલ્યા પ્રચંડ પવન અતિ, ગતિ ઘોર કઠોર ઘણી થઇ ।
ઝાડ પાડ બહુ પડિયાં, કોટ મંદિર ઘર કોઠા કઇ ।।૨।। અતિ અચાનક અગનિ, વળી વુઠિ વેગે વ્યોમમાં ।
વન ભુવન કૈક ગામ પુર, બહુબહુ બાળ્યાં ભોમમાં ।।૩।।
પડ્યા પથ્થર પૃથ્વી ઉપરે, અતિ ઘણા આકાશથી ।
નારી નર ડર પામિયાં, કહે નહિ ઉગરિયે નાશથી ।।૪।।
ચોપાઇ- થાય કઠણ કડાકા વ્યોમ રે, પડે તિખી તડિતો તે ભોમ રે । ત્રુટાં તામસ દેવનાં ધામરે, હતાં દેરાં ડુંગર ને ગામરે ।।૫।। એવો થયો છે ઉલકાપાત રે, શું કહીએ એ સમાની વાત રે । વુઠાં નીર રુધિરની ધારે રે, જોઇ ભય પામ્યાં સહુ તારે રે ।।૬।।
ગયાં સાધુનાં મન ડોળાઇ રે, થયો ઉદ્વેગ તે ઉરમાંઇ રે । ઉષ્ણ ઋતુના સૂર્યની કાંતિ રે, થઇ નિસ્તેજ પામી અશાંતિ રે ।।૭।। હરિભક્ત પુરુષનાં અંગ રે, ફરક્યાં ડાબાં તે પણ કુઢંગ રે । વળી બાઇ જેને સતસંગ રે, તેનાં ફરક્યાં જમણાં અંગ રે ।।૮।। વળી સ્વપનાં લાધાં છે જેહ રે, અતિ અપશુકન માન્યાં તેહ રે । જાણું ધર્મ ભક્તિની મૂરતિ રે, શોકે રૂદન કરે છે અતિ રે ।।૯।। રાધાકૃષ્ણની પ્રતિમા સોય રે, દ્રગ વિના દેખાણી છે દોય રે । વળી શ્વેતપટે ઢાંકી મુખ રે, અતિશોકમાં પામ્યાં છે દુઃખ રે ।।૧૦।। જાણ્યું શશિ સૂરજ ને ઉડુ રે, પડ્યા ભૂમિયે તે પણ ભુંડું રે । એવા ઉતપાત જોઇ અપાર રે, સર્વે કરવા લાગ્યાં વિચાર રે ।।૧૧।। જાણું પ્રભુજી પૃથ્વીમાંથી રે, થાશે અંતર્ધાન હવે યાંથી રે ।
પછી નાથે નિત્યકર્મ કીધું રે, ગઉ આદિક દાન બહુ દીધું રે ।।૧૨।।
પછી ગોમયે લિપિ ભૂમિ સારી રે, કરી કુશ તિલની પથારી રે ।
નાયા ઉષ્ણ જળે પ્રભુ તિયાં રે, પહેર્યાં ધોયેલ ધોળાં ધોતિયાં રે ।।૧૩।। કરી તિલક ભાલ ચંદન રે, બેઠા પોત્યે તે સિદ્ધ આસન રે ।
૬૩૪ ભક્તચિંતામણ પ્રકરણ ૧૬૧
રાખી સ્થિર દૃષ્ટિ અનિમેષ રે, નિજ આત્મામાંહિ અશેષ રે ।।૧૪।। ધર્યું પોત્યે પોતાનું ધ્યાન રે, મેલ્યું વિસારી નિજતન ભાન રે ।
પાસે ગોપાળાનંદાદિ બહુ રે, નિત્યાનંદ ને શુકમુનિ સહુ રે ।।૧૫।। દિઠાં આકાશ મગે તે વાર રે, કોટાંનકોટિ વિમાન અપાર રે । બહુ પાર્ષદ પોતા તણા રે, આવ્યા નાથને તેડવા ઘણા રે ।।૧૬।।
લાવ્યા દિવ્ય ચંદન દિવ્ય ફુલ રે, બીજી દિવ્ય પૂજાઓ અમૂલ્ય રે । તેણે પ્રીત્યે પૂજ્યા ભગવાન રે, પછી તેડી બેસાર્યા વિમાન રે ।।૧૭।।
પોત્યે પોતાના પાર્ષદ સાથ રે, નિજધામમાં પધાર્યા નાથ રે ।
નભ મારગે અમર આવી રે, કરી સ્તુતિ વાજિંત્ર વજાવી રે ।।૧૮।।
લાવ્યા ચંદન પુષ્પના હાર રે, તેણે પૂજીયા પ્રાણ આધાર રે । વળી છાંટ્યાં ચંદન બહુ તને રે, કરી ઉપર વૃષ્ટિ સુમને રે ।।૧૯।। તેહ પુષ્પ ચંદન વરસાત રે, દિઠા ભૂમિયે સહુએ સાક્ષાત રે । એમ પધારિયા નિજધામ રે, કરી અનેક જીવનાં કામ રે ।।૨૦।।
સંવત્ અઢાર છાશિ અઘન રે, જ્યેષ્ઠ શુદિ દશમીનો દન રે ।
મંગળવારે મધ્યાહ્ને મહારાજ રે, ચાલ્યા કરી અનેકનાં કાજ રે ।।૨૧।।
મોરે આવ્યાંતાં દુઃખ મહા અરિ રે, રાખ્યું તન તેમાંથી દયા કરી રે ।
સંવત્ અઢાર એકસઠ્યો જાણો રે, પોષ શુદિ પુન્યમ પ્રમાણો રે ।।૨૨।। તેદિ અગત્રાઇમાંહિ અંગે રે, આવ્યું તું દુઃખ અશ્વ પ્રસંગે રે । તેમાંથી મોરે રાખીયું તન રે, તે પણ દયા આણી જીવન રે ।।૨૩।। ત્યાર પછી સંવત્ અઢારે રે, શિત્તેરે આશુ પુન્યમ ત્યારે રે ।
ગામ જાળીયે મંદવાડમાંથી રે, રાખ્યું તન પોતાની દયાથી રે ।।૨૪।।
સંવત્ અઢારના સત્યોતેરે રે, વૈશાખ શુક્લ બારશ તે વેરે રે । રાખ્યું દુઃખમાંથી ગઢડે દેહ રે, તે પણ હરિજનને સનેહ રે ।।૨૫।। વળી સંવત્ અઢાર અઠ્યોતેરે રે, ફાગણ શુક્લાદિ અષ્ટમી કેરે રે । તેદિ ગણેશ ધોળકે ગોપાળે રે, રાખ્યું દુઃખમાંથી દેહ દયાળે રે ।।૨૬।। વળી સંવત્ અઢાર ઓગણાશિ રે, ચૈત્ર શુદિ નોમ્ય દુઃખરાશિ રે । તેદિ પંચાળે પોત્યે મહારાજ રે, રાખ્યું દેહ તે હરિજન કાજ રે ।।૨૭।।
પ્રકરણ
કકકક
૧૬૧
ભક્તચિંતામણી
૬૩૫
પછી સંવત્ અઢાર છાશિના રે, પોષ શુદિ તે બીજ તેદિના રે । થયા માંદા પોત્યે મહારાજ રે, નિજધામે પધારવા કાજ રે ।।૨૮।। જ્યેષ્ઠ શુદિ દશમીને દન રે, ચાલ્યા દયા ઉતારી જીવન રે ।
રહેવા ધાર્યુંતું જેટલું નાથે રે, રહ્યા એટલા દિ ભૂમિ માથે રે ।।૨૯।। એક ઉણે વરષ પચાસ રે, એક દિવસ ને દોય માસ રે ।
રાખ્યું એટલા દિવસ તન રે, જન હેતે તે પોત્યે જીવન રે ।।૩૦।।
પછી પાસે હતાં જન જેહ રે, નામસ્મરણ કરે છે તેહ રે ।
થયું સ્મરણમાંહિ રુદન રે, સુણી આવિયાં સર્વે જન રે ।।૩૧।। જોઈ નાથને કરે વિલાપ રે, પામ્યાં અંતરે અતિ ઉતાપ રે । એહ સમે પામ્યાં જન દુઃખ રે, તેતો કહેવાતું નથી મેં મુખ રે ।।૩૨।। બાંધી રાખે બંધિવાન જેમ રે, રહ્યાં સહુનાં નાડી પ્રાણ એમ રે । એહ સમે વાવરી સામર્થી રે, અલબેલેજીયે આપે અતિ રે ।।૩૩।। જો એમ ન કરત જીવન રે, થાત કેર મરત બહુ જન રે ।
જેને વાલા વિના પળ ઘડી રે, ન રહેવાતું જાતું તન પડી રે ।।૩૪।। તેના રહ્યા પ્રાણ તન માંય રે, તેતો શ્રી મહારાજ ઇચ્છાય રે ।
પછી દત્તપુત્ર દોય ધીર રે, અવધપ્રસાદ ને રઘુવીર રે ।।૩૫।। તેણે સુંદર શાસ્ત્રની વિધિ રે, જેમ કરવી ઘટે તેમ કિધિ રે ।
ચરચ્યું ચંદન તન નવરાવી રે, સુંદર વસ્ત્ર અમૂલ્ય પહેરાવી રે ।।૩૬।।
પુષ્પહાર તોરા ગુચ્છ ધરી રે, પછી એ સમે આરતી કરી રે । કહે હાથ જોડી સહુ એમ રે, પ્રભુ આવું કર્યું તમે કેમ રે ।।૩૭।।
સારું નાથ ઘટ્યું જે તમને રે, પણ વિસારશો માં અમને રે । એમ કહીને લાગીયા પાય રે, પછી બેસાર્યા વિમાન માંય રે ।।૩૮।।
ગાતાં વાતાં આવ્યા ફુલવાડી રે, જેહ ગમતી પોતાને ઝાડી રે । ત્યાં તુલસી ચંદને ચિત્તા રચી રે, તન પધરાવ્યું ઘીે ચરચી રે ।।૩૯।।
પછી કર્યો અગ્નિસંસ્કાર રે, જોઇ દુઃખ પામ્યા સહુ અપાર રે । બહુ ઘૃતે દેહ દાગ દીધો રે, સર્વે શાસ્ત્રવિધિ તિયાં કિધો રે ।।૪૦।।
પછી નાઇને આવ્યા ભવન રે, તેદિ ખાધું નહિ કેણે અન્ન રે ।
૬૩૬ ભક્તચિંતામણ પ્રકરણ ૧૬૧
પછી બીજે દિ ચિતાને ઠારી રે, કરી ખરચ કરવા તૈયારી રે ।।૪૧।। તેડ્યા બ્રાહ્મણ સત્સંગી સહુ રે, બીજાં પણ તેડાવિયાં બહુ રે । કર્યા મિશ્રિ મોદક વિપર રે, બીજા સાટા કરાવ્યા બહુપેર રે ।।૪૨।। તેણે જમાડ્યા જન અપાર રે, સત્સંગી કુસંગી નરનાર રે ।
કરી શ્રવણિ ને શ્રાદ્ધવિધિ રે, તિયાં અશ્વ ગાઉં બહુ દિધિ રે ।।૪૩।। અન્ન ધન વસન વાસણ રે, આપ્યાં પલંગ ગાદલાં આશણ રે ।
એમ વિધિ કિધિ બહુપેર રે, પછી જન ગયાં સહુ ઘેર રે ।।૪૪।। કેડ્યે રહ્યા ઇયાં જેહ દાસ રે, તેતો સદા રહેતા પ્રભુ પાસ રે ।
પ્રભુ કરી ગયા એવો ખેલ રે, કળા એની કેણે ન કળેલ રે ।।૪૫।। જેમ નટ નિજવિદ્યા વડે રે, લેવા લડાઇ આકાશે ચડે રે ।
થાય જાુદ્ધ ત્યાં જાુજવાં અંગ રે, તેની નારી બળે તેને સંગ રે ।।૪૬।।
સહુ સભા દેખે એમ સત્ય રે, ત્યાંતો ઉતરે કરી રમત્ય રે । આવી નારી પણ તિયાં વળી રે, જે કોઇ મુવા પુરુષસંગે બળી રે ।।૪૭।।
પામે આશ્ચર્ય એવું જોઇ રે, પણ કળી શકે નહિ કોઇ રે ।
તેમ પ્રભુની રમત્ય માંઇ રે, જોઇ અસુર જાય મુંઝાઇ રે ।।૪૮।।
પણ આવે જાય એવા નથી રે, નિજજન જાણે છે મનથી રે ।
પણ અસુર મોહ પામ્યા કાજ રે, કરે એવાં ચરિત્ર મહારાજ રે ।।૪૯।। જો એમ ન હોય એહ રીત રે, તમે ચિંતવી જાુવોને ચિત્ત રે । કૈક કરે છે આવીને કાજ રે, પરચા પૂરે છે જનને મહારાજ રે ।।૫૦।। કેનાં જમે છે આવીને અન્ન રે, પ્રગટ પ્રમાણ નહિ સ્વપન રે । કેને આપે છે તોરા ને હાર રે, કેની કરે છે કષ્ટમાં વાર રે ।।૫૧।। કેને વાટમાં ચાલે છે સંગે રે, કેને સામા મળે છે ઉમંગે રે । કેને સાત પાંચ અશ્વારે રે, થાય પ્રકટ દર્શન બારે રે ।।૫૨।। કરે આરતીમાં ધુન્ય આવી રે, કેને બોલાવે છે હેત લાવી રે । કથા સભામાં આવી સાંભળે રે, પ્રકટ પ્રમાણ જનને મળે રે ।।૫૩।। એવી રીત્યનાં અનેક કાજ રે, તેતો આપે કરે છે મહારાજ રે । એમ દર્શન દિયે દયાળ રે, નિજજનની કરે છે સંભાળ રે ।।૫૪।।
પ્રકરણ
કકકક
૧૬૨
ભક્તચિંતામણી
૬૩૭
કોઇ ગામે લખાવે કાગળ રે, બેસી નિજજનને આગળ રે ।
કેનું પ્રેમેશું પીવે છે પાણી રે, આવે દર્શન દેવા દાસ જાણી રે ।।૫૫।। કેને આપે ઝીણી જાડી માળા રે, એમ જનને કરે છે સુખાળા રે । કોઇને મળે છે મારગ માંય રે, મેલી ભેટ્ય ને લાગે છે પાય રે ।।૫૬।। કોઇક સેજમાં સુતા દેખે છે રે, જોઇ જન્મ સુફળ લેખે છે રે । જેજે જન સંભારે છે જ્યારે રે, તેતે પામે છે દર્શન ત્યારે રે ।।૫૭।। એમ અનેક પ્રકારે આજ રે, પ્રભુ કરે છે બહુબહુ કાજ રે ।
નિજજનથી અળગા નાથ રે, નથી જાતા રહે છે સદા સાથ રે ।।૫૮।। તેતો વિમુખ વાત ન માને રે, જેને પૂર્ણ પાપ પડ્યું પાને રે । કહું સુણો સહુ રીત્ય એવી રે, કહ્યો બિભત્સ રસ વર્ણવી રે ।।૫૯।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે પોતાના અનંત પાર્ષદની
સાથે વિમાનમાં બેસીને પોતાના ધામમાં પધાર્યા એ નામે એકસો ને એકસઠમું પ્રકરણમ્ ।।૧૬૧।।
પૂર્વછાયો- સુણો સહુ હું શું કહું, વરણવી વારમવાર ।
નથી દિઠો નથી સાંભળ્યો, આ જેવો બીજો અવતાર ।।૧।। અતિ સામર્થી વાવરી, હરિ ધરી મનુષ્યનું દેહ ।
આ દિન મોરે આગમે, નથી સુણી શ્રવણે તેહ ।।૨।। અતિ અલૌકિક વારતા, લાવી દેખાડી લોકમાંઇ ।
એવું આશ્ચર્ય જોઇ જન, મગન રહે મનમાંઇ ।।૩।।
કરી કાજ મહારાજ મોટાં, ગયા પોત્યે ગોલોક ।
જન દર્શન વિના દુઃખિયાં, રહ્યાં સંભારી કરતાં શોક ।।૪।।
ચોપાઇ- સમે સમે સંભારતાં સુખ, પળે પળે પ્રકટે છે દુઃખ । ક્યારે સાંભરે બેઠા પલંગે, ચર્ચિ ચંદન સુંદર અંગે ।।૫।। કંઠે હાર કપૂરના ઘણા, બાજાુ કુંડળ કપૂરતણા ।
ક્યારે સાંભરે પુષ્પની માળે, પુષ્પના તોરા ધર્યા દયાળે ।।૬।। ક્યારે સાંભરે જરકશી જામે, બાંધી પાઘ જરકશી શ્યામે ।
૬૩૮ ભક્તચિંતામણ પ્રકરણ ૧૬૨
ક્યારે સાંભરે મુગટ ધરેલ, રૂડે હિંડોળે બેઠા રંગરેલ ।।૭।। ક્યારે સાંભરે નાખતા ગુલાલ, રંગે રમતા કરતા ખ્યાલ ।
ક્યારે પીચકારી લઇ હાથે, રંગ નાખતા સખાને માથે ।।૮।। ક્યારે અશ્વપર અસવાર, એમ સાંભરે પ્રાણઆધાર ।
ક્યારે સાંભરે નદીમાં ન્હાતા, તાળી પાડી સખા સંગે ગાતા ।।૯।। ક્યારે નીર ઉછાળતા હાથે, રંગે રમતા સખાને સાથે ।
ક્યારેક સાંભરે જમતા થાળ, દેતા પ્રસાદી દાસને દયાળ ।।૧૦।। ક્યારેક સાંભરે પંગત્યે ફરતા, દઇ દર્શન ને મન હરતા ।
મુખમાંહિ જલેબીયો આપી, જમાડે ચરણ મસ્તકે છાપી ।।૧૧।। ક્યારેક સાંભરે જનને મળતા, આપે છાતીમાં ચરણ વળતા ।
ક્યારેક સાંભરે કરતા વાત, સમજી સંત થાય રળિયાત ।।૧૨।। ક્યારેક સાંભરે પૂજ્યા છે જને, પુષ્પહાર સુંદર ચંદને ।
ક્યારેક આરતી સ્તુતિ આગે, કરી જન પ્રેમે પાય લાગે ।।૧૩।। ક્યારેક સાંભરે સેજમાં સુતા, ઉઠી મુખ ધોઇ મુખ લુતા । ક્યારેક સાંભરે કરતા દાતણ, ક્યારેક સાંભરે બેઠા આસણ ।।૧૪।। ક્યારેક સાંભરે ન્હાતા નાથ, ચોળી તન જે નવરાવતા હાથ । ક્યારેક સાંભરે જીવન જમતા, તાળી પાડી જન સંગે રમતા ।।૧૫।। ક્યારેક ચડી આવે એવા ચિત્ત, વેઢ વીંટિ કરકડાં સહિત ।
ક્યારેક સાંભરે બેઠા સુખપાલ, ક્યારેક હસ્તિએ સંગે મરાલ ।।૧૬।। ક્યારેક સાંભરે મેડે મહારાજ, ક્યારેક કરતા વાત હેતકાજ । ક્યારેક રમતા સંતને સાથે, ગાતા તાળી પાડી દોય હાથે ।।૧૭।। ક્યારેક સાંભરે બેઠા આસન, ક્યારેક સાંભરે ચંપાવતા તન । ક્યારેક સાંભરે ચોળતાં તેલ, ક્યારેક સાંભરે ચરણ પૂજેલ ।।૧૮।। ક્યારેક સાંભરે તાપતા તન, નાથ હાથે કરતા વ્યંજન ।
ક્યારેક જમી જમાડતા જન, પિરસતા પોત્યે થઇ પ્રસન્ન ।।૧૯।। ક્યારેક રથ વેલ્ય ગાડે ઘોડે, બેસી ચાલતા સખાની જોડે । ક્યારે આંબા આંબલી ઓટે, બેસતા હાર પહેરી બહુ કોટે ।।૨૦।।
પ્રકરણ
કકકક
૧૬૨
ભક્તચિંતામણી
૬૩૯
ક્યારેક લેતા લટકેશું હાર, એમ સંભારે છે વારમવાર ।
જીયાં જીયાં વિચર્યા જીવન, તેનું કરે છે જન ચિંતવન ।।૨૧।। જીયાં જીયાં કરી હરિએ લીળા, તે ચિંતવે છે જન થઇ ભેળા । જીયાં જીયાં કરીયા ઉત્સવ, તેતે જન ચિંતવે છે સર્વ ।।૨૨।। જેજે મહારાજે કર્યાં કારજ, તેતે ચિંતવે છે નારી નર જ ।
સંભારતાં સુખ દુઃખ તને, વિસરતો નથી વિયોગ મને ।।૨૩।। એવાં સુખ નથી આપ્યાં મહારાજ, જે વિસાર્યાં પણ વિસરે આજ ।
સંભાર્યે સુખ નહિ દુઃખ તન, તેણે રુદિયે રહે છે રુદન ।।૨૪।। બારે નથી દેખાડતા દાસ, અંતરે સદા રહે છે ઉદાસ ।
જેમ મણિ વિના મણિધર, એમ ફરે છે નારી ને નર ।।૨૫।। જેમ ધન વિના નિરધન, એમ રહે છે કંગાલ જન ।
જેમ માબાપ વિનાનાં બાળ, કોણ કરે તેની પ્રતિપાળ ।।૨૬।। જેમ પતિ વિનાની પતની, એમ આજ તે આવીને બની ।
જેમ નગર ગયે નરપતિ, તેને તને સુખ નહિ રતિ ।।૨૭।। તેમ જેને વાલાનો વિયોગ, વણ રોગે તેને જાણવો રોગ । તેને સુખ કયાંથી શરીરે, રહે નયણાં ભરીયાં નીરે ।।૨૮।।
ગાય વિનાનું વલવલે વત્સ, જળ વિનાનું તલફે મત્સ્ય ।
તેમ જીવન વિનાના જન, રહે આલોચ રાત્ય ને દન ।।૨૯।। જેમ પ્રાણ વિનાનું હોય પંડ, જેમ સૂર્ય વિનાનું બ્રહ્માંડ । જેમ શશિ વિનાની રાત, જેમ અવનિ વિના વરસાત ।।૩૦।। એમ ઝાંખાં પડ્યાં સર્વે જન, જાતાં એક શ્રીપ્રાણજીવન ।
કોયને તને તેજ ન રહ્યાં, ઝુરી ઝુરી સહુ ઝાંખાં થયાં ।।૩૧।। જેમ ફળ વિનાની કદળી, જેમ તોય વિના તલા વળી ।
જેમ હંસ વિના માનસર, એમ રહ્યાં સહુ નારી નર ।।૩૨।। જેમ વસ્તી વિનાનું નગર, જેમ મનુષ્ય વિનાનું ઘર ।
જેમ સુનું લાગે છે તે સહુ, ઘણી ઘણી વાત શું હું કહું ।।૩૩।। જેજે સ્થળે બેસતા નાથ, સંભાર્યે હૈયું ન રહે હાથ ।
૬૪૦ ભક્તચિંતામણ પ્રકરણ ૧૬૨
જેમ લુણ વિનાનું વ્યંજન, જેમ ઘૃત વિનાનું ભોજન ।।૩૪।। જેમ વર વિનાની તે જાન, જેમ રસ વિનાનું છે પાન ।
તેમ નિરસ થયો સંસાર, એક જાતાં તે પ્રાણઆધાર ।।૩૫।। કોઇને સુખ રહ્યું નહિ રતિ, પધારતાં પ્રભુ પ્રાણપતિ ।
દેહ ગેહનાં સુખ ન રહ્યાં, કહે શિયે સુખે રહ્યાં ઇયાં ।।૩૬।। હસ્યા રમ્યાની હોંશ ન રઇ, જીવતાં ગત્ય મૃતકની થઇ ।
એવી રીત્યે તે દેહના દન, પૂરા કરે છે હરિના જન ।।૩૭।।
સાંભરે સમે સમે ઘણું સુખ, તેણે નૂર નથી કેને મુખ ।
સ્વજન સાલે સાંભરતાં એંધાણ, તેની પીડાયે પીડાયછે પ્રાણ ।।૩૮।। વારમવાર કહેતા હેત વાત, તેતો સાલે છે દિવસ ને રાત । હેત દેખાડી હરિયાં મન, તે વિસરતું નથી નિશદન ।।૩૯।। એમ સંભારી સંભારી જન, હૃદામાંહિ કરે છે રુદન ।
સર્વે સુખ લઈ ગયા સાથ, કેડ્યે કરી જનને અનાથ ।।૪૦।। એવી રીત્ય જે એ જનતણી, કેટલીક હું દેખાડું ગણી ।
જેનું જાતું રહ્યું છે જીવન, એનું આશ્ચર્ય ન માનીયે મન ।।૪૧।। કહી વાત સંક્ષેપે મેં એહ, જેમ છે તેમ ન કહેવાય તેહ । જેજે દિઠું મેં સાંભળ્યું કાન, તેમાંથી લખ્યું કાંઇક નિદાન ।।૪૨।। કહેતાં જશ હરિના વિસ્તારી, થઇ કથા આ સુંદર સારી ।
કહ્યાં પ્રકટ પ્રભુનાં ચરિત્ર, અતિ પાવન પરમ પવિત્ર ।।૪૩।।
સતસંગીને છે સુખનિધિ, પૂરણ સુખમય પ્રસિદ્ધિ ।
દોયલી વેળામાં ચિંતવે દાસ, થાય સુખ જાય તનત્રાસ ।।૪૪।। એવો ગ્રંથ થયો આ અનૂપ, સત્સંગી જનને સુખરૂપ ।
કહ્યું છે મને જણાણું જેમ, સહુ સમજી તે લેજ્યો એમ ।।૪૫।।
સર્વે ચરિત્ર શ્રીહરિતણાં, કેવાય ક્યાં લગી છે અતિ ઘણાં ।
સંક્ષેપે કરી કહ્યાં સહુને, જેટલાં જાણ્યામાં આવ્યાં મુને ।।૪૬।। હરિચરિત્ર છે અપરમપાર, એક જીભે ન થાય નિરધાર ।
બ્રહ્મસૃષ્ટિમાં નહિ હોય એવા, સાંગોપાંગ હરિગુણ કહેવા ।।૪૭।।
પ્રકરણ
કકકક
૧૬૩
ભક્તચિંતામણી
૬૪૧
શેષ ગણેશ શારદા જેહ, કહે છે પાર નથી પામતા તેહ ।
માટે મેં મને કર્યો વિચાર, હરિજશ છે અપરમપાર ।।૪૮।। જેજે વાત મારા જાણ્યામાં આવી, તેતે વાત મેં સહુને સુંણાવી । જોઇ શુદ્ધ શ્રીહરિના દાસ, કહેતાં કથા થાય છે હુલાસ ।।૪૯।। જ્યારે શ્રોતાનું હોય શુદ્ધ મન, કહેતાં વક્તા થાય પ્રસન્ન । કેવાય કથા અનુપમ અતિ, શ્રોતા સુણતાં થાય શુદ્ધમતિ ।।૫૦।। એવો જાણી આ કથા સંવાદ, કહેશે સુંણશે રાખશે યાદ ।
તેતે પામશે પરમ આનંદ, સત્ય કહે એમ નિષ્કુળાનંદ ।।૫૧।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજ સ્વધામ પધાર્યા તેનો વિયોગ
થયો તેનું વર્ણન કર્યું એ નામે એકસો બાસઠમું પ્રકરણમ્ ।૧૬૨
પૂર્વછાયો- ભક્તચિંતામણિ ગ્રંથનાં, પ્રકરણ એકસો ચોસઠ । વિભાગે તે વર્ણવું, સુંદર સારી પેઠ્ય ।।૧।।
પ્રથમ મંગળાચર્ણ પ્રકર્ણ, બીજાું કવિસ્તવન ।
ત્રીજે માહાત્મ્ય ગ્રંથનું, ચોથે હેમાદ્રિ વર્ણન ।।૨।।
પાંચમે મુનિનાં નામ કહ્યાં, છઠ્ઠે ઋષિસ્તુતિ આપ ।
સાતમે શાપ દુર્વાસાનો, આઠમે તેનો પરિતાપ ।।૩।।
નવમે ઉદ્ભવ અસુરનો, દશમે ધરમ અવતાર ।
અગ્યારે વિવાહ ભક્તિધર્મનો, બારે રામાનંદ મળ્યા ઉદાર ।।૪।। તેરે ત્યાંથી ઘેર આવિયા, ચૌદે ધર્મ મુનિને મળ્યા હરિ ।
પનરે ધર્મ અશ્વત્થામાએ શાપ્યા, સોળે પ્રભુ પ્રકટ્યા દયા કરી ।।૫।।
સત્તરે કૃત્યાઓનું વિઘન કહ્યું, અઢારે હરિચરિત્ર ચવ્યું । ઓગણિશે અસુરવિઘન ટાળ્યું, વિશે અવધ્ય ધામ વર્ણવ્યું ।।૬।। એકવિશે હરિ બાળલીળા, બાવિશે જનોઇનો જાગ ।
ત્રેવિશે ચરિત્ર પવિત્ર છે, ચોવિશે માતા તનત્યાગ ।।૭।।
પંચવિશે ધર્મે ધ્યાને કરી, છવિશે તજીયું તન ।
સત્યાવિશે ચાલ્યા હરિ ઘેરથી, અઠ્યાવિશે અવનિ અટન ।।૮।।
૬૪૨ ભક્તચિંતામણ પ્રકરણ ૧૬૩
ચોપાઇ- ઓગણત્રિશે કર્યું તપ આપ રે, ત્રિશે ગોપાળયોગી મેળાપ રે । એકત્રિશે લૈ પ્રકર્ણ ચાર રે, ફર્યા વર્ણિ તે વન મોઝાર રે ।।૯।।
પાંતરિશે તીર્થમાં ભમ્યા રે, છત્રિશે ઉદ્ધવ જનમ્યા રે ।
સાડત્રિશે આડત્રિશે વાત રે, કહી રામાનંદની વિખ્યાત રે ।।૧૦।। ઓગણચાલિસમાં ઘનશ્યામ રે, આવ્યા સતસંગમાં સુખધામ રે ।
ચાળિશે સ્વામીનું ધ્યાન કરી રે, કહિ મૂર્તિ રૂડી રસભરી રે ।।૧૧।। એકતાળિશે મુક્તાનંદે પત્ર રે, લખ્યો સ્વામી ઉપર સુંદર રે । બેતાળિશે પત્રી નીલકંઠે રે, લખી સુંદર સારીપેઠે રે ।।૧૨।। ત્રેતાળિશે તેનો ઉત્તર રે, લખ્યો સ્વામી શ્રીજીએ સુંદર રે ।
ચુંવાળિશે રામાનંદ આવી રે, મળ્યા નિલકંઠને બોલાવી રે ।।૧૩।। પિસ્તાળિશે મહાદિક્ષા દિધી રે, છેંતાળિશે રૂચિની વાત કીધી રે ।
સડતાળિશે રામાનંદ શ્યામ રે, પધારીયા સદેહે સ્વધામ રે ।।૧૪।। અડતાળિશે ઉત્સવ માંગરોળે રે, તિયાં જન ર્ક્યાં બહુ ટોળે રે । ઓગણ પચાસે પચાસે અનુપ રે, કહ્યાં હરિચરિત્ર સુખરૂપ રે ।।૧૫।। એકાવને પરમહંસ કીધા રે, બાવન ત્રેપનમાં નામ લીધાં રે ।
ચોપને હરિચરિત્ર પાવન રે, પંચાવને જેતલપુર યજ્ઞ રે ।।૧૬।। છપ્પને જેતલપુર જઇ રે, ગયા ખોખરાદે સંઘ લઇ રે ।
સત્તાવને અસુરને મારી રે, ગયા કચ્છદેશ સુખકારી રે ।।૧૭।। અઠ્ઠાવને ઓગણસાઠ્યે જાણો રે, યજ્ઞ ડભાણનો પરમાણો રે ।
સાઠ્યે કચ્છદેશથી સોરઠમાંઇ રે, કરી અષ્ટમી તે અગત્રાઇ રે ।।૧૮।। એકસઠ્યે યજ્ઞ જેતલપુરે રે, કરતાં વારું કરાવ્યું અસુરે રે । બાસઠ્યે કારિયાણીમાંઇ રે, કર્યો અષ્ટમી ઉત્સવ ત્યાંઇ રે ।।૧૯।। ત્રેસઠ્યમાં વઉઠાની વાત રે, લીળા કરી ફર્યા ગુજરાત્ય રે ।
ચોસઠ્યે સારંગપુર ગામે રે, કર્યો ઉત્સવ સુંદર શ્યામે રે ।।૨૦।।
પાંસઠ્યે ગઢડા ગામમાંઇ રે, રમ્યા હુતાશની હરિ ત્યાંઇ રે । છાસઠ્યમાં લાડિલો લાલ રે, કર્યો ફુલડોલ વરતાલ રે ।।૨૧।।
સડસઠ્યે કર્જીસણ ગામે રે, કરી અષ્ટમી ત્યાં ઘનશ્યામે રે ।
પ્રકરણ
કકકક
૧૬૩
ભક્તચિંતામણી
૬૪૩
અડસઠ્યમાંહિ રુડિપેઠ્ય રે, કરી ગઢડે કપિલા છઠ્ય રે ।।૨૨।। અગણોતેરે પૂરી દીપમાળ રે, કરી વરતાલે લીળા દયાળ રે । શિતેરે ગઢડે હોળી રમી રે, ઇકોતેરે વરતાલ અષ્ટમી રે ।।૨૩।। બોંતેરે ધર્મપુરની વાત રે, ગયા ઘણું રહી ગુજરાત રે । તોંતેરે વરતાલે મુરારિ રે, ફુલડોલે ઝુલ્યા મુગટ ધારી રે ।।૨૪।।
ચુંવોતેરે વળી વરતાલે રે, હુતાસની ઉત્સવ કર્યો વાલે રે ।
પંચોતેરે લખ્યું ગયા સોરઠે રે, કરી લીલા તિયાં બહુ પેઠ્યે રે ।।૨૫।। છોંતેરે જેતલપુર ગામે રે, ભીમએકાદશી કરી શ્યામે રે ।
સત્યોતેરમાં વાત એ જાણો રે, જીત્યા વેદાંતાચારને પ્રમાણો રે ।।૨૬।। અઠ્યોતેરે ઓગણાશિયે વાત રે, પ્રબોધની ઉત્સવ વિખ્યાત રે । એંશી પ્રકરણમાં છે એહ રે, કરી ગઢડે હુતાશની તેહ રે ।।૨૭।। એકાશીમાં બોટાદની લીળા રે, રમ્યા હોળી હરિજન ભેળા રે । બાશિયે શ્રીનગર જઇ રે, આવ્યા સહુને દર્શન દઇ રે ।।૨૮।। ત્રાશિયે દેશ દંઢાવ્યે રે, દિધાં દર્શન ભૂધરે ભાવે રે ।
ચોરાશિમાં ગઢડાની વાત રે, દુષ્ટ દમિ ગયા ગુજરાત રે ।।૨૯।।
પંચાશિયે ગઢડામાં વળી રે, કરી દીપ ઉત્સવ દીવાળી રે ।
છાશિયે શ્રીનગરમાંઇ રે, નરનારાયણ બેઠા ત્યાંઇ રે ।।૩૦।।
સત્યાશિએ શું કહું વખાણી રે, કર્યો અન્નકોટ કારિયાણી રે । અઠ્યાશિમા પ્રકરણમાં કહ્યો રે, ફુલડોલ પંચાળે સમૈયો રે ।।૩૧।।
નેવાશિમાં એ કહી પ્રકાશું રે, રહ્યા ગઢડે સંત ચોમાસું રે ।
નેવુંવે શ્રીનારાયણ પધરાવ્યા રે, પછી અયોધ્યાનાં વાસી આવ્યાં રે ।।૩૨।। એકાણુંમાં પ્રાણ આધાર રે, પૂછ્યો ધર્મકુળ પરિવાર રે । બાણું ત્રાણું પ્રકર્ણે એ ચવી રે, વાત દ્વારામતિની વર્ણવી રે ।।૩૩।।
ચોરાણું પંચાણુંમાં એ પેર રે, પ્રભુ પધાર્યા સુરત શહેર રે । છન્નુમાંઇ હોેળીનો સમૈયો રે, કર્યો અમદાવાદ તે કહ્યો રે ।।૩૪।।
સતાણું પ્રકર્ણે પ્રમાણો રે, દીપઉત્સવ વરતાલ્યે જાણો રે ।
અઠાણું પ્રકર્ણે શ્રીનગર રે, કર્યો હોળી સમૈયો સુંદર રે ।।૩૫।।
૬૪૪ ભક્તચિંતામણ પ્રકરણ ૧૬૩
નવાણું પ્રકર્ણે જાણો જન રે, વાલો પધાર્યા વટપત્તન રે ।
સોમા પ્રકર્ણમાં વાત સારી રે, કહી બહુ પ્રકારે વિસ્તારી રે ।।૩૬।।
સો ને એકે પ્રોક્ષપક્ષ લીધી રે, થઇ આચાર્ય ભક્તિ કીધી રે ।
સોને બેયે બહુનામીતણાં રે, કહ્યાં ન જાય ચરિત્ર ઘણાં રે ।।૩૭।।
સો ને ત્રણ્યે મુનિની સ્તુતિ રે, બોલ્યા સોને ચારે પ્રાણપતિ રે ।
સોને પાંચે સામર્થી હરિને રે, કહ્યાં સુક્ષ્મ દૃષ્ટિ કરીને રે ।।૩૮।। ત્યાંથી પાંચ પ્રકર્ણે વિખ્યાત રે, કહી પંચ વરતની વાત રે ।
સોેને અગિયારે શુભ જાણો રે, વ્રત બાઇયો ત્યાગીનાં પ્રમાણો રે।।૩૯।।
સોને બારે બાઈ ભાઈ નામરે, કહ્યાં રહ્યાં જે ગઢડે ગામ રે ।
સો ને તેરે સોરઠવાસી જન રે, તેનાં નામ લખ્યાં છે પાવન રે ।।૪૦।।
સો ને ચૌદે વાલાકના ભક્ત રે, કહી તેહનાં નામની વ્યક્ત રે ।
સો ને પનરે પાંચાળવાસી રે, કહ્યાં તેહનાં નામ પ્રકાશી રે ।।૪૧।। એકસો ને સોળે કચ્છ હાલારી રે, લખ્યાં જનનાં નામ વિસ્તારી રે ।
સો ને સત્તરે સૌભીરનાં જન રે, કહ્યાં નામ પરમ પાવન રે ।।૪૨।।
સો અઢારે ભાલભક્ત ભાખ્યા રે, સો ઓગણિશે દંઢાવ્યના દાખ્યા રે ।
સો ને વિશે મારૂ ગુજરાતી રે, કહ્યાં નામ તેહનાં વિખ્યાતિ રે ।।૪૩।।
સો ને એકવિશે કહ્યાં નામ રે, ભક્ત ચડોતરે નર વામ રે ।
સો બાવિશે ચડોતરે નાર રે, તેનાં નામ જાણો નિરધાર રે ।।૪૪।।
સો ને ત્રેવિશે બારાનાં જન રે, તેનાં નામ લખ્યાં છે પાવન રે ।
સો ને ચોવિશે પચિશે પરમાણો રે, વાકળ કાનમ સુરતી જાણો રે।।૪૫।।
સોને છવિશે નિમાડી ભાખ્યાં રે, ખાંની હિંદુસ્થાની લખી રાખ્યાં રે ।
સો સત્યાવિશે ખંડ બુંદેલ રે, ગંગાપાર જન પંચ મહેલ રે ।।૪૬।। વત્સઘોષ આદિ દેશ જેહ રે, નામ સોળ પ્રકરણમાં તેહ રે । ત્યાંથી એકત્રિશ પ્રકર્ણે જાણો રે, લખ્યા પરચા તે પરમાણો રે ।।૪૭।। એકસો ઓગણસાઠ્યે ભણી રે, શોભા ગોલોક ધામની ઘણી રે ।
સો ને સાઠ્યે નાથે ધીરજ દીધી રે, પછી કરવાની હતી તે કીધી રે ।।૪૮।।
સોને એકસઠ્યે ઘનશ્યામ રે, પોત્યે પધાર્યા પોતાને ધામ રે ।
પ્રકરણ
કકકક
૧૬૪
ભક્તચિંતામણી
૬૪૫
સોને બાસઠ્યે હરિ વિયોગ રે, હરિજન પિડાણાં એ રોગ રે ।।૪૯।।
સો ને ત્રેસઠ્યે કહ્યો સંકેત રે, સર્વે પ્રકરણ જાણવા હેત રે ।
સો ને ચોસઠ્યે માહાત્મ્ય જાણો રે, ગ્રંથ ઇતિ પરમાણો રે ।।૫૦।।
પુરાં પ્રકરણ સો ને ચોસઠ્ય રે, શિખે ગાય સુણે સારી પેઠ્ય રે । નિત્ય પ્રત્યે કરીને અધ્યાસ રે, કહેશે સાંભળશે હરિદાસ રે ।।૫૧।। તેને ઉપર રીઝે દયાળુ રે, થાય લોક પરલોક સુખાળુ રે । એવી અનુપ કથા આ છે રે, જેમાં હરિચરિત્ર કહ્યાં છે રે ।।૫૨।।
સત્સંગી જે નર ને નારી રે, તેને આ કથા છે સુખકારી રે ।
સુણીસુણી લેશે સુખ અતિ રે, થાશે ધર્મ નિયમે દૃઢમતિ રે ।।૫૩।।
પ્રભુ પ્રકટના જે ઉપાસી રે, તેને તો આ ગ્રંથ સુખરાશી રે । જેમાં ઇષ્ટદેવનાં ચરિત્ર રે, સુણી થાય પરમ પવિત્ર રે ।।૫૪।। રામ ઉપાસીને રામચરિત્ર રે, સુણી માને સહુથી પવિત્ર રે । કૃષ્ણઉપાસીને કૃષ્ણલીળા રે, માને મુદ સુણે થઈ ભેળા રે ।।૫૫।। તેમ સહજાનંદી જન જેહ રે, સુણી આનંદ પામશે એહ રે ।
એવી કથા આ અનુપમ સારી રે, સત્સંગીને છે સુખકારી રે ।।૫૬।। હરિજનને છે આ પીયૂષ રે, વિમુખ જનને છે આ વિષ રે ।
સુણી સત્સંગી લેશે આનંદ રે, કહેશે પરમાર્થી નિષ્કુળાનંદ રે ।।૫૭।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ
વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે ગ્રંથ પ્રકરણ સર્વેનો સંકેત કહ્યો એ
નામે એકસો ને ત્રેસઠમું પ્રકરણમ્ ।।૧૬૩।।
પૂર્વછાયો- ભક્તચિંતામણિ ગ્રંથ કહ્યો, સત્સંગીને સુખરૂપ । જેમાં ચરિત્ર પ્રકટનાં, અતિ પરમ પાવન અનુપ ।।૧।। બીજા ગ્રંથ તો બહુ જ છે, સંસ્કૃત પ્રાકૃત સોય ।
પણ પ્રકટ ઉપાસી જનને, આ જેવો નથી બીજો કોય ।।૨।। જેમાં ચરિત્ર મહારાજનાં, વળી વર્ણવ્યાં વારમવાર ।
વણ સંભારે સાંભરે, હરિમૂર્તિ હૈયા મોઝાર ।।૩।। હરિ ને હરિજનના, આ ગ્રંથમાં ગુણ અપાર ।
૬૪૬ ભક્તચિંતામણ પ્રકરણ ૧૬૪
શુદ્ધ ભાવે જે સાંભળે, તે ઉતરે ભવપાર ।।૪।।
ચોપાઇ- એવો ગ્રંથ અનુપમ અતિ રે, જેમાં પ્રકટ પ્રભુની પ્રાપતિ રે ।
પ્રકટ કલ્યાણ પ્રકટ ભજન રે, પ્રકટ આજ્ઞા પ્રકટ દર્શન રે ।।૫।।
પ્રકટ વાતો પ્રકટ વ્રતમાન રે, પ્રકટ ભક્ત પ્રકટ ભગવાન રે ।
નથી ઉધારાની એકે વાત રે, જેજે જોઇએ તેતે સાક્ષાત રે ।।૬।। બીજા કહે મુવા પછી મોક્ષ રે, વળી પ્રભુ બતાવે છે પ્રોક્ષ રે । કોઇ કહે છે કર્મે કલ્યાણ રે, એવા પણ બહુ છે અજાણ રે ।।૭।। કોઇ કહે પ્રભુ નિરાકાર રે, એવા પણ અજાણ અપાર રે ।
કોઇ કહે છે વૈદિક કર્મે રે, કલ્યાણ છે જાણો એક બ્રહ્મે રે ।।૮।। કોઇ કહે છે દેવી ને દેવ રે, કોઇ કહે મોક્ષદા મહાદેવ રે । એતો સર્વે વારતા છે સારી રે, પણ જનને જોવું વિચારી રે ।।૯।। જ્યારે એમ જ અર્થ જો સરે રે, ત્યારે હરિ તન શિદ ધરે રે ।
જ્ઞાન વિના તો મોક્ષ ન થાય રે, એમ શ્રુતિ સ્મૃતિ સહુ ગાય રે ।।૧૦।।
માટે પ્રકટ જોઇયે ભગવંત રે, એવું સર્વે ગ્રંથનું સિદ્ધાંત રે । જેમ પ્રકટ રવિ હોય જ્યારે રે, જાય તમ બ્રહ્માંડનું ત્યારે રે ।।૧૧।। જેમ પ્રકટ જળને પામી રે, જાય પ્યાસિની પ્યાસ તે વામી રે । જેમ પ્રકટ અન્નને જમે રે, અંતર જઠરા ઝાળ વિરમે રે ।।૧૨।। તેમ પ્રકટ મળે ભગવાન રે, ત્યારે જનનું કલ્યાણ નિદાન રે ।
માટે પ્રકટ ચરિત્ર સાંભળવું રે, હોય પ્રકટ ત્યાં આવી મળવું રે ।।૧૩।। જ્યાં હોય પ્રકટ પ્રભુ પ્રમાણ રે, તિયાં જનનું સહેજે કલ્યાણ રે । કાન પવિત્ર થાય તે વાર રે, સુણે પ્રકટના જશ જ્યારે રે ।।૧૪।। ત્વચાતણું પાપ ત્યારે જાય રે, જ્યારે સ્પરશે પ્રકટના પાય રે ।
નયણાં નિષ્પાપ થાવા નિત્ય રે, નિર્ખે પ્રકટ પ્રભુ કરી પ્રીત રે ।।૧૫।। જીહ્વા પવિત્ર ત્યારે જ થાય રે, જ્યારે ગુણ પ્રકટના ગાય રે ।
નાસા નિર્મળ થાવા નિદાન રે, સુંઘે હાર પહેર્યા ભગવાન રે ।।૧૬।।
ચરણ પવિત્ર થાવા કોઇ કરે રે, તો પ્રકટ સામા પગ ભરે રે । કર પવિત્ર થાવાને કાજ રે, જોડે પ્રકટ જીયાં મહારાજ રે ।।૧૭।।
પ્રકરણ
કકકક
૧૬૪
ભક્તચિંતામણી
૬૪૭
મને મનન ચિત્તે ચિંતવન રે, કરતાં પ્રકટનું થાય પાવન રે । બુદ્ધિ નિશ્ચે અહં અહંકારે રે, કરે પ્રકટમાં શુદ્ધ ત્યારે રે ।।૧૮।।
માટે પ્રકટ પ્રભુ જો ન હોય રે, ન થાય એ નિષ્પાપ કોય રે । જાણો પ્રકટમૂર્તિ ભવપાજ રે, સહજે ઉતરવાનો સમાજ રે ।।૧૯।। જેમ સાગર તરવા નાવ રે, તે વિના બીજો નથી ઉપાય રે ।
માટે કહેવાં પ્રકટનાં ચરિત્ર રે, તેહ વિના ન થાય પવિત્ર રે ।।૨૦।।
પ્રકટમૂર્તિ તે નિર્ગુણ રે, સુખદાયક છે એ સદ્ગુણ રે ।
કહ્યું કૃષ્ણે ઉદ્ધવને એહ રે, એકાદશ ભાગવતે જેહ રે ।।૨૧।।
સત્વગુણમાંહિ તજે તન રે, પામે સ્વર્ગલોક તેહ જન રે ।
રજોગુણમાં તજે શરીર રે, નરલોક પામે તે અચિર રે ।।૨૨।। તમોગુણમાં છુટે જો દેહ રે, પામે નરકમાં નિવાસ તેહ રે । હું પ્રકટ પામી તજે તન રે, તે નિર્ગુણ જાણો મારો જન રે ।।૨૩।।
મૂર્તિ પૂજ્યે ફળ માગે ત્યાગે રે, તે સાત્ત્વિક કર્મ અનુરાગે રે । તુચ્છ સંકલ્પે પૂજે મૂરતિ રે, એ રજોગુણ કર્મની ગતિ રે ।।૨૪।।
હિંસાપ્રાય પ્રતિમા પૂજન રે, તમોગુણી એ કર્મ છે જન રે ।
મને મળી કરે કર્મ જેહ રે, ઇચ્છ્યું અણઇચ્છ્યું નિર્ગુણ તેહ રે ।।૨૫।। કેવળ જ્ઞાન તે સાત્ત્વિક કહીએ રે, શાસ્ત્રજ્ઞાન તે રાજસી લહીએ રે ।
પ્રાકૃત જ્ઞાન તામસી પ્રમાણો રે, મુંમાં નિષ્ઠા એ નિર્ગુણ જાણો રે ।।૨૬।। વાસ સાત્ત્વિક તે વનવાસી રે, વાસ ગામની તેહ રાજસી રે ।
દ્યુતવિદ્યા દારુ ચોરી માંસ રે, તિયાં રહેવું એ તામસી વાસ રે ।।૨૭।।
મારા મંદિરમાં જે નિવાસ રે, જાણો નિર્ગુણ વાસ એ દાસ રે । જે જેમાં સંબંધ મુજતણો રે, તેતે સર્વે ગુણાતીત ગણો રે ।।૨૮।। ફળ ન ઇચ્છે કરે જે જગન રે, તેહ સાત્ત્વિક કર્મ પાવન રે ।
કરે યજ્ઞ ઇચ્છે ફળ જેહ રે, કર્મ રાજસી જાણજ્યો તેહ રે ।।૨૯।।
પૂર્વાપર સ્મૃતિ વિભ્રમ રે, કરે જજ્ઞ એ તામસી કર્મ રે ।
મારે અર્થે કરે જે જગન રે, નિર્ગુણ પુરુષ એ પાવન રે ।।૩૦।। અધ્યાત્મશાસ્ત્રે શ્રદ્ધા જેને રે, સાત્ત્વિક શ્રદ્ધા જાણજ્યો તેને રે ।
૬૪૮ ભક્તચિંતામણ પ્રકરણ ૧૬૪
કર્મકાંડે શ્રદ્ધા જેને થાય રે, તેતો રાજસી શ્રદ્ધા કહેવાય રે ।।૩૧।। શાસ્ત્રવિરોધ જેમાં અધર્મ રે, તેમાં શ્રદ્ધા એ તામસી કર્મ રે । હું પ્રત્યક્ષ મૂર્તિમાં પ્રીત રે, જેને શ્રદ્ધા તે ત્રિગુણાતીત રે ।।૩૨।। ઉદ્યમ વિના જે ઉત્તમ અન્ન રે, તેહ આહાર સાત્ત્વિક ભોજન રે ।
મનવાંછિત જીહ્વાને પ્રિય રે, આહાર રાજસી જાણો તેય રે ।।૩૩।। અશુદ્ધ દેહને દુઃખદાઈ રે, એવો આહાર તામસી ભાઈ રે ।
મારી પ્રસાદીનું અન્ન જેહ રે, અતિ ઉત્તમ નિર્ગુણ તેહ રે ।।૩૪।। આત્મલાભ એ સાત્ત્વિક સુખ રે, વિષયસુખ રાજસી રહે ભૂખ રે ।
મોહાધીનપણે સુખ આવે રે, તેતો તામસી સુખ જ કાવે રે ।।૩૫।। હું પ્રત્યક્ષનો આશ્રય જેને રે, નિર્ગુણ સુખ કહિયે તેને રે । એમ કહ્યું એકાદશમાંહિ રે, પ્રભુ પ્રત્યક્ષની અધિકાઇ રે ।।૩૬।। કહ્યું શ્રીકૃષ્ણે ઉદ્ધવ આગે રે, અધ્યે પચિશે ગુણવિભાગે રે । કહી કથા અનુપમ ઘણું રે, પ્રત્યક્ષમાં નિર્ગુણ પણું રે ।।૩૭।।
માટે પ્રત્યક્ષનાં જે ચરિત્ર રે, તે જ નિર્ગુણ પરમ પવિત્ર રે । જેજે રીત્યે પ્રત્યક્ષનો જોગ રે, તે જ નિર્વિઘન નિરોગ રે ।।૩૮।।
માટે આ કથા સાંભળ્યા જેવી રે, નથી બીજી કથાઓ આ તેવી રે । છે આ ભક્તચિંતામણિ નામ રે, જેજે ચિંતવે તે થાય કામ રે ।।૩૯।। હેતે ગાય સુણે જે આ ગ્રંથ રે, તેનો પ્રભુ પૂરે મનોરથ રે ।
સુખ સંપતિ પામે તે જન રે, રાખે આ ગ્રંથ કરી જતન રે ।।૪૦।। શિખે શિખવે લખે લખાવે રે, તેને ત્રિવિધ તાપ ન આવે રે । આવ્યા કષ્ટમાં કથા કરાવે રે, થાય સુખ દુઃખ નેડે નાવે રે ।।૪૧।। કથા સુણી આપે દાન જેહ રે, અતિ ઉત્તમ ફળ લહે તેહ રે । અન્ન વસ્ત્ર વિપ્રને જે ધન રે, એહાદિ સુણી દેશે જે જન રે ।।૪૨।। તેતો સહજે ભવસિંધુ તરશે રે, હશે નાસ્તિક તે સંશય કરશે રે । કુંડ ઢુંઢ ને જાુલાહ જેહ રે, તેને ગ્રંથ દેવો નહિ એહ રે ।।૪૩।। વામી સંપ્રદાઇ ને સંન્યાસી રે, બીજા હોય જે અન્ય ઉપાસી રે । તેને આગે આ કથા ન કહેવી રે, અજાણ્યે પણ લખી ન દેવી રે ।।૪૪।।
પ્રકરણ
કકકક
૧૬૪
ભક્તચિંતામણી
૬૪૯
દંભી ધૂતા ધર્મના જે દ્વેષી રે, લોભી લંપટી ત્રિયા ઉપદેશી રે । તેને આપશે આ ગ્રંથ જેહ રે, મહાદુઃખને પામશે તેહ રે ।।૪૫।। હોય આસ્તિક પ્રકટ ઉપાસી રે, હરિજન મને તે વિશ્વાસી રે । ધર્મ નિમમાંહિ દૃઢ અંગ રે, અનન્યભક્ત સાચો સત્સંગ રે ।।૪૬।। અતિ પ્રકટમાં જેને પ્રીત રે, કહેવો સુણવો ગ્રંથ ત્યાં નિત્ય રે । એકાંતિકની વાત છે આમાં રે, બીજા સુણી શત્રુ થાશે સામા રે ।।૪૭।।
માટે બહુ ન કાઢવો બાર રે, આતો છે સતસંગનું સાર રે । તેતો સતસંગી આગે કહેવું રે, કુસંગીને સુંણવા ન દેવું રે ।।૪૮।। એમ લખ્યું છે સમજી વિચારી રે, સતસંગીને છે સુખકારી રે । છે તો ઘૃત અમૃત અનુપ રે, પણ કીટને તે દુઃખરૂપ રે ।।૪૯।।
માટે વિમુખ જનને તારી રે, કહેજ્યો કથા આ સુંદર સારી રે ।
સમજુ હશે તે સમજશે સાને રે, હશે મૂરખ તે નહિ માને રે ।।૫૦।।
ગંગ ઉન્મત્ત તીરે છે ગામ રે, પુર પવિત્ર ગઢડું નામ રે । તિયાં ભાવેશું કથા આ ભણી રે, ભક્તપ્રિય ભક્તચિંતામણિ રે ।।૫૧।।
સંવત્ અઢાર વર્ષ સત્યાશી રે, આસો શુદી સુંદર તેરશિ રે ।
ગુરુવારે કથા પુરી કીધી રે, હરિભક્તને છે સુખનિધિ રે ।।૫૨।। બીજી કથાતો બહુ સાંભળે રે, પણ આ વાત કયાં થકી મળે રે । જેમાં ચર્ણેચર્ણે છે આનંદ રે, પામે જન કહે નિષ્કુળાનંદ રે ।।૫૩।। ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ
વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે ગ્રંથનું માહાત્મ્ય કહ્યું તથા ગ્રંથની
સમાપ્તિ કહી એ નામે એકસો ને ચોસઠ્યમું પ્રકરણમ્ ।।૧૬૪।। ઇતિ ભક્તચિંતામણિ ગ્રંથ સમાપ્તઃ