Kamsutra - 5 in Gujarati Classic Stories by Kandarp Patel books and stories PDF | કામસૂત્ર : અધિકરણ - ૫ (પારદારિક)

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

કામસૂત્ર : અધિકરણ - ૫ (પારદારિક)

કંદર્પ પટેલ

+919687515557

Work @Navajivan Trust

વાત્સ્યાયનરચિત

કામસૂત્ર

અધિકરણ-૫

(પારદારિક)


-: અનુક્રમણિકા :-

૧) શ્રીમંતો અને રાજાઓના કુત્સિત કર્મ

૨) અંત : પુરની વિલાસ – લીલા


૧. શ્રીમંતો અને રાજાઓનું કુત્સિત કર્મ

આચાર્ય વાત્સ્યાયન આ પ્રકરણમાં પુરુષ અને સ્ત્રીના વિલાસ વિષે વાતો કરે છે. આ દરેક પુરુષ – સ્ત્રીઓ તરીકે રાજાઓ, અમીરો અને શ્રીમંત લોકોની યાદી છે. આ દરેકની વ્યભિચાર – લીલાનું અહી પ્રદર્શન કરેલ છે.

મઘ્યમ વર્ગના લોકો સદા સ્વતંત્ર અને ભયભીત હોય છે. રાજનીતિક દંડ અને સમાજ, લોકો, નીતિના ડરથી માધ્યમ વર્ગના લોકો આવા કુત્સિત કર્મો કરતા નથી. જયારે શ્રીમંત અને રાજવર્ગના લોકોને કોઈ પ્રકારનો ભય હોતો નથી. ઉપરાંત, અત્યાચારી શાસનકર્તાઓના ત્રાસથી સદાય નીચલા વર્ગના લોકો ભયગ્રસ્ત રહે છે. આવી સ્થિતિમાં પાપી શ્રીમંતો અને રાજાઓ પોતાની આશ્રિત પ્રજા પર અનેકવિધ અત્યાચારો કરે છે. વહુ-બેટીઓના હરણ કરે છે. આવા રક્ષણ નીચે કોઈને પણ સુખ મળી શકતું નથી અને અંતે રાજ્યનો નાશ થાય છે.

  • નીચલો સમાજ ઉચ્ચ સમાજના કર્યો જોઇને શીખે છે.
  • રાજા, મંત્રી તેમજ અન્ય મોટા પુરુષોએ પરભાર્યાગમન જેવું કુત્સિત કાર્ય ન કરવું જોઈએ. આ જોઇને નીચલો સમાજ પણ એવું જ આચરણ કરે છે. સૂર્ય જગતનો સર્વશ્રેષ્ઠ જ્યોતિ સ્વરૂપ છે. ઉદય પામેલો જોઇને જ બધા લોકો જાગી જાય છે. પોતપોતાના વ્યવસાયમાં પ્રવૃત્ત બની જાય છે જયારે સંધ્યા સમયે સૂર્ય આથમી જાય છે ત્યારે લોકો પોતાનું કાર્ય બંધ કરીને સૂઈ જાય છે.

    શ્રીમાન લોકો જે કંઈ કાર્ય કરે છે તેનું જ સામાન્ય જન અનુકરણ કરે છે. આથી શ્રીમંતોને બીજાના ઘરમાં જઈને અન્ય સ્ત્રી સાથે સંભોગ કરવાનું અશક્ય બને છે. ખુલ્લી રીતે પણ વ્યભિચાર કરે એ બરાબર નથી. નિંદા થાય છે. આથી આચાર્ય જણાવે છે કે, રાજાઓએ તેમજ શ્રીમંતોએ પરસ્ત્રીગમન જેવું કુત્સિત કાર્ય કરવું જોઈએ નહિ.

  • શ્રીમંતો અન્ય પરદારા સ્ત્રીને કેવી રીતે ફસાવે છે?
  • જમીનદારો પોતાને ત્યાં કામ કરતી સ્ત્રી, મજૂરણ સાથે વ્યભિચાર કરે છે. જમીનદારીમાં કાર્ય કરતી સ્ત્રી શ્રીમંતોની આવી માંગણી નકારી શકતી નથી. સ્ત્રીને વધુ આદરભાવ અને પક્ષપાત બતાવીને પોતાના વશમાં કરી લેવામાં આવે છે. સ્ત્રી એમાં પણ સંકોચ અનુભવતી નથી. આ પ્રકારે શ્રીમંતો પોતાના મકાનમાં કોઈ ને કોઈ બહાને ગામડાની સ્ત્રી કે દાસીઓને બોલાવીને પોતાના વૈભવ – વિલાસની પ્રતીતિ કરાવીને તેને પોતાના વશમાં કરવાની યુક્તિ – પ્રયુક્તિઓ વિચારે છે. ઉપરાંત, પ્રતિભાની ધૂળ આંખમાં આંજીને પોતાની મનોકામના પૂરી કરે છે.

    આ મુજબ ગોવાળોની યુવતીઓ ને દૂધ, દહીં, માખણ, ઘી વગેરે ખરીદવાના અથવા તો બનાવવાના બહાને પોતાને ત્યાં બોલાવવામાં આવે છે. તેમની સાથે પોતાનો શોખ પૂર્ણ કરે છે. આ પ્રકારે વિધવા, અનાથ અને આમતેમ ફરતી સન્યાસિનીઓને સૂતર કાંતવા માટે પોતાને ત્યાં બોલાવે છે અને પોતાની ભોગલિપ્સા પૂરી કરે છે. ગામને પૂરી રીતે જાણતા ચોકીદારો કે નગરરક્ષકો દ્વારા તેમને બોલાવીને તેઓ પોતાની લાલસા સંતોષે છે.

  • રાજાઓના કુત્સિત કર્મો :
  • રાજાઓ પોતાની વહુ – બેટીઓને ફસાવી તેમની સાથે દુરાચાર કરે છે તે આ અધિકરણમાં આચાર્ય વાત્સ્યાયન બખૂબી વર્ણવે છે.

    આચાર્ય શ્રી કહે છે કે, જન્માષ્ટમી, શરદપૂર્ણિમા, વસંતપંચમી, આદિ શુભ ઉત્સવ પર રાજા – મહારાજાઓ ઉત્સવ મનાવે છે. આ અવસર પર દુરાચારી રાજાઓ પોતાના અંત:પુરની સ્ત્રીઓ સાથે એ પરિચય કરાવી લે છે અને તે બાદ બહારથી આવનારી સ્ત્રીઓ પોતાના સકંજામાં લઈને તેમની સાથે ઉપભોગ કરે છે.

    આનંદ – વિલાસ માટે બહારથી આવનારી સ્ત્રીઓ રાજદરબારની આવી સ્ત્રીઓ સાથે ગાઢ સંબંધ બનાવી લે છે. આ સમયે રાજા પોતે પણ ત્યાં આવે છે. રાજા આવી બહારથી આવનારી પરદારા સ્ત્રીઓનો વિશ્વાસ મેળવી લે છે. તે બધા ભોજન કરીને સાથે મદ્યપાન કરે છે. ત્યારબાદ પોતાની દુષ્ટ મનોકામના સિદ્ધ કરે છે. આ પ્રકારે સુખ ભોગવ્યા પછી રાત્રી બાકી રહેતા અંધારામાં જ પોતાના રાજભવનમાંથી વિદાય કરાવી દે છે. કારણ કે, દિવસમાં તેમાં આવવા જવાથી રાજાની પ્રતિષ્ઠામાં કલંક લાગે છે.

  • નીચ રાજદૂતીનાં કર્મો :
  • રાજાઓના નીચ કાર્યોમાં તેમના દાસ – દાસીઓ વધુ ભાગ ભજવે છે. લંપટ રાજાઓના સેવકો પણ હલકી બુદ્ધિના અને તેમના કાર્યોને ઉત્તેજન આપનારા હોય છે. રોજ રાજાને નવી સ્ત્રીઓ લાવી આપે છે અને તેમના શોખને પોષે છે. રજાઓ દાસીઓ તેમજ દાસ દ્વારા કોઈ અભિષ્ટ યુવતીને પોતાની જાળમાં ફસાવે છે. આવી સ્ત્રીઓને સકંજામાં લાવવા માટે અનેક પ્રલોભનો, આશાઓ આપે છે. જેમ કે પ્રબાલ – જડિત વેદી, મણિનિર્મિત પ્રાર્થનાગૃહ, પુષ્પવાટિકા, દ્રાક્ષમંડપ અથવા અંગૂરથી છવાયેલું લતાકુંજ, નિર્ઝરિણીગૃહ યા સમુદ્રગૃહ, ભીંત દ્વારા ગુપ્ત માર્ગે નીકળતી નિર્ઝરિણીઓ, અંતરિક્ષ જળને આવવાનો તથા જવાનો માર્ગ, પાંજરામાં રાખેલા મૃગ, શૂક – સારસ – હંસ વગેરે પક્ષીઓ અને વાઘ તથા સિંહ જેવા હિંસક પશુઓ બતાવવાની વાતો કરે છે તેમ કહીને સ્ત્રીનું મન વિચલિત બનાવે છે.

    આ પ્રકારે તેના મનમાં કુતૂહલ ઉત્પન્ન કરાવીને રાજાએ બતાવેલા એકાંત સ્થળમાં એ રાજ્દાસી તેને લઇ આવે છે અને ત્યાં આવ્યા પછી તે યોગ્ય શબ્દોમાં રાજાની ઈચ્છિત વાત તેની આગળ પ્રગટ કરે છે. ફરીપાછી દાસી એ કુતૂહલ પામેલી સ્ત્રી આગળ રાજાની કલાઓના વખાણ કરે છે. અંતમાં એ દાસી તેને વિશ્વાસમાં લાવવા માટે તેની આગળ સોગંદ ખાય છે કે આ ગુપ્ત વાર્તાને તે કદી પણ કોઈની આગળ બહાર પાડશે નહિ. રાજા સાથેના મેળાપને તે હંમેશા છૂપી રાખશે.

    ત્યારબાદ રાજા મહેલમાં પ્રવેશે છે. તે સ્ત્રી સાથે મીઠી મીઠી વાતો કરે છે. તે સ્ત્રીને ભમાવીને તેને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરે છે. આ વર્તનને લીધે એ સ્ત્રીને ખાતરી થાય છે કે રાજા ચોક્કસ તેના પર પ્રેમભાવ રાખે છે. અન્ય રાણીઓની જેમ તે પોતે પણ રાજાની પ્રિય પાત્ર છે. આવો વિશ્વાસ ઉત્પન્ન થવાને લીધે તેને પોતાના પાપકાર્યનો ડર રહેતો નથી.

    આ પ્રકારે પરભાર્યાગમન તથા પોતાની કામલાલસાની તૃપ્તિ માટે રાજા – મહારાજાઓ અનેક પ્રયોજન આચરે છે. આજે પણ સંસારના દરેક ખંડોમાં આ પ્રકારનો વ્યભિચાર ભયાનક રૂપમાં વિદ્યમાન છે. પ્રજાનું હિત ચાહનારા તથા શ્રીમંતો કોઈ પણ જાતિ કે વર્ણમાં આવી કુત્સિત પ્રથાનો પ્રચાર કરવો ઇષ્ટ નથી. સદવર્તન દ્વારા જ કામ – ક્રોધ વગેરે છ પ્રકારના દુશ્મનોને જીતીને પૃથ્વીને શાસન કરી શકે છે.

    ધર્મ કામને સર્વદા વર્જ્ય તો ગણ્યો જ નથી. જે વર્જ્ય નથી તે અપવિત્ર નથી. ધર્મનો ઈતિહાસ વિચારતા એટલું તો સ્પષ્ટ જણાઈ આવે છે કે માનવજાત કામવૃત્તિને – જાતીયતાને તથા જાતીય આકર્ષણને સર્વદા એક ચમત્કાર તરીકે જ ગણતી આવી છે.

    ૨. અંત : પુરની વિલાસ – લીલા

    જે પ્રકારે રાજાઓ અને શ્રીમંતોને પરદારા સ્ત્રીઓ માટે મહેલના અન્ય ખંડ કે ગૃહમાં પ્રવેશવાનું મુશ્કેલ અને યોગ્ય થઇ પડે તેવી જ રીતે શહેરીઓને તેમજ અન્ય બહારના પુરુષોને અંત:પૂરમાં પ્રવેશવાનું અતિ મુશ્કેલ થઇ પડે છે. રાજાઓના મહેલો અને દ્વારની આગળ ચોકીદારોનો પહેરો હોય છે. રાજ્વાર્ગના માણસો સિવાયનું કોઈ વ્યક્તિ અંદર જઈ શકતું નથી. ઉપરાંત, રાજરાણીઓથી મહેલ છોડીને બહાર જઈ શકાતું નથી. રાણીઓના મહેલમાં માત્ર રાજા એકલો હોય છે, જે દરેક સ્ત્રીઓની કામલિપ્સા સંતોષી શકતો નથી. દરેકની રતિ-લાલસાને શાંત કરી શકતો નથી. પરિણામે એ સ્ત્રીઓ વિવિધ પ્રકારના ઉપાયથી પરસ્પર પોતાની શાંતિ અને તૃપ્તિ કરવાનો પ્રયત્ન કરે છે. અંત:પુરની રાજરાણીઓ પોતાની વિશ્વસ્ત દાસી અથવા સખીને પુરુષની માફક વસ્ત્રો પહેરાવીને કંદમૂળ, કેળા વગેરેને કોઈ ફળની કૃત્રિમ પુરુષ ગુહ્યેન્દ્રિય બનાવી પોતાને સંતુષ્ટ કરે છે.

    પુરુષના આકારના પુતળા સાથે શયન કરીને પોતાનું જ મનોરંજન કરે છે. રાજા પણ રાણીઓ પર કૃપા કરવા માટે વાસ્તવિક કામેચ્છા ન હોતા બનાવતી ગુહ્યેન્દ્રિય લગાવીને એક જ રાતમાં અનેક સ્ત્રીઓની કામવાસના તૃપ્ત કરે છે. પોતે જ સ્ત્રીમાં વધુ અનુરાગ રાખે તો જે ઋતુસ્નાન કરી ચુકી હોય તેની સાથે સંતાન લાલસાને લીધે સંભોગ કરે છે. પ્રચંડ કામલાલસાને લીધે પુરુષોના અભાવમાં સ્ત્રીઓ અપ્રાકૃતિક મૈથુનથી પોતાની જ્વાળા શાંત કરે છે. આવી રીતે પુરુષ પણ સ્ત્રીઓ ન મળતા વિજાતી – કૂતરી, ઘોડી વગેરે પશુઓથી યા તો હસ્તમૈથુનથી વીર્યપાત કરી પોતાના કામાગ્નિને શાંત કરે છે. અયોગ્ય ક્ષેત્ર અથવા ભૂમિ પર વીર્ય પતન કરવાની શાસ્ત્રોમાં મનાઈ કરેલી છે.

  • રાજરાણીઓના બાહ્ય પ્રયોગો :
  • અંત:પુરણી રાણીઓ પોતાની વિશ્વાસુ દાસીઓ દ્વારા નાગરિકોને સ્ત્રીઓનો વેશ પરિધાન કરાવીને દાસી અથવા સખીના બહાને અંત:પૂરમાં બોલાવે છે અને તેમની સાથે વિહાર કરે છે. આ વિશ્વાસુ દાસી નાગરકને મહેલમાં લાવવા માટે અનેક પ્રયોજન આપે છે. અમુક સ્ત્રી બહુ પ્રભાવશાળી અને ધનિક છે, તેમની સાથે સંપ્રયોગ કરવાથી તું પોતે પણ ધનિક અને ભાગ્યશાળી થઇ જશે તેવી લાલચ આપે છે. છતાં, નાગરક રાજાના અંત:પૂરમાં જતા ડરે છે. જયારે અંતમાં નાગરક આવવા માટે તૈયાર થાય છે ત્યારે તેને અંત:પુરની બધી વ્યવસ્થા સમજાવે છે. રાજભવન બહુ વિશાળ, એકાંત અને નીરવ છે. રાજા હંમેશા મહેલમાં રહેતા નથી, તે મૃગયા, રમત માટે બહાર જાય છે. તેવું દાસી તેને સમજાવે છે. જે નાગરકોનું હૃદય શુદ્ધ છે અને પરસ્ત્રી સાથે સંભોગ કરવા તૈયાર ન હોય તેમને દાસી અંત:પૂરમાં નથી લઇ જતી. કારણ કે, ક્યારે આ વ્યક્તિ પોતાનું મુખ રાજા કે બીજા કોઈ રાજ્દારી આગળ ખોલી દે તે નક્કી ન કહેવાય. ઉપરાંત, રાજાની નજરમાંથી જે – તે રાણીનું માન ઘટી જાય.

    દરેક પ્રકારની અનુકુળતાઓ ચકાસીને પછી નાગરક મહેલમાં પ્રવેશવાની તૈયારી કરે છે. ક્યાં ઓરડામાં અધિક લોકો મળે છે, કઈ જગ્યા એ પહેરો વધુ છે, ક્યાં અંત:પુરની નજીક ચોકીદારોની સંખ્યા વધુ છે આ દરેક બાબત તે દાસીને પૂછી લે છે. જેથી ફરી ઉચિત અવસર મળે તો અનુકુળ વેશમાં અંત:પૂરમાં પ્રવેશી શકે.

  • નાગરક પોતે અંત:પુરમાં કેવી રીતે પ્રવેશે છે?
  • નાગરક મહેલમાં પ્રવેશવા માટે રાજપ્રાસાદના દ્વારપાળો અને રક્ષકોની સાથે મિત્રાચારી યા તો સંબંધ બાંધી લે છે. નાગરક રાજ્યના ગુપ્ત્ચરોના કાર્ય, તેમના રહેવાના સ્થળોને બરાબર ચકાસી લે છે અને જોતો રહે છે. એમનાથી બચવાનો પ્રયત્ન કરે છે. તે દૂતીએ દર્શાવેલા કોઈ ચોક્કસ સ્થાને જઈને ઉભો રહે છે. નાયિકાના સંકેતસ્થાનની આજુબાજુ ફરે છે. ફરી-ફરીને નાયિકાની રાહ જોઇને એ સ્થળે જાય છે. સાથે ઉભેલી દૂતીને તેમની તબિયત અને ક્ષેમ-કુશળ વિષે પૂછ્યા કરે. પ્રેમમુગ્ધા નાયિકાને આમતેમ જોતો રહે છે. તે દ્રશ્યમાન થાય છે. સંભવ છે કે નાયિકા કે જેણે બોલાવ્યો છે તે કોઈ કાર્યમાં રોકાઈ જવાથી અથવા કોઈ કારણથી એ નિશ્ચિત સમય પર એ સંકેત સ્થળ પર ન આવી શકે. કેટલોક સમય પસાર થયા પછી એ ફરીથી સંકેતસ્થાન પર આવે છે. પોતાના સંકેતનો કઈ ઉત્તર મળ્યો છે કે નહિ તે જુએ છે. અંત:પૂરમાં જનારો નાગરક ચતુર અને બાહોશ હોય છે. તે ઉદ્યાન અથવા સ્નાનાગૃહમાં પહેરેદારોના વેશ પહેરીને ઉભો રહે છે. જો પહેરેદરના વેશમાં જવાનું શક્ય ન બને તો તે કામળો કે રજાઈ ઓઢીને અંદર આવજાવ કરે છે.

    નોળિયાનું હૃદય અને સાપની આંખને કોળાના તેલમાં પકવીને તેનું અંજન બનાવી સમાન ભાગે જળમાં મિલાવીને આંખમાં આંજે તો કોઈ જોઈ શકતું નથી. તેમજ તેની છાયા પણ દેખાતી નથી. પ્રસંગોપાત અંત:પુરમાં જઈને રાણીની મહેચ્છાઓ પૂર્ણ કરે છે. રાજાનું કાર્ય તે નાગરક કરે છે. સામે છેડે રાણી પણ તે નાગરકને અને તેના કુટુંબને પોતાને ત્યાં કામ પર રાખે છે. ધનવર્ષા કરે છે.

  • સ્ત્રીઓને પતિત અને ભ્રષ્ટ થવા માટેના કારણો:
  • ૧. સ્ત્રીઓની સાથે સદા વાતચીત કરનારી

    ૨. નિરંકુશ સ્વચ્છંદતાથી વર્તન કરનારી

    ૩. જેનો પતિ પૂર્ણ સ્વતંત્રતાથી વ્યવહાર કરતો હોય

    ૪. પુરુષોની સાથે વારંવાર મળવાનો પ્રસંગ થતો હોય

    ૫. પતિ દેશ – પ્રદેશ ઘૂમ્યા કરતો હોય

    ૬. પતિ નપુંસક હોય

    ૭. કુલટા સ્ત્રીના સંસર્ગથી

    ૮. પતિની ઈર્ષા કરવાથી

    આ પ્રકરણમાં વર્ણવેલા કપટને જાણીને પુરુષવર્ગ પોતાની ધર્મ-પત્નીઓની રક્ષાનો પ્રારંભ આરંભથી જ કરવા પ્રયત્નશીલ બને, નહિ તો તેમનું ચરિત્ર ખંડિત થઇ જતા કોઈ ઉપાય રહેતો નથી. ધર્મ – અર્થનો નાશ થઇ જાય છે. કોઈ એમ ન સમજી લે કે જનસમાજને વ્યભિચારનું શિક્ષણ આપવા માટે આ વિધાન કરવામાં આવ્યું છે. આવું સમજવું આ શાસ્ત્રકારના પવિત્ર ધ્યેયને કલંક લગાડવા બરાબર છે.

    અધિકરણ – ૫ (પારદારિક) પૂર્ણ

    અધિકરણ – ૬ (વૈશિક) માં આપણે વેશ્યા, વેશ્યા વડે થતો ધનનાશ, નાયકો સાથેનું મિલન, અર્થ – અનર્થ અન સંશયનો વિચાર વિષે જોઈશું.

    Contact: +919687515557

    E-mail: