THE JACKET Chapter-17 in Gujarati Adventure Stories by Ravi Rajyaguru books and stories PDF | THE JACKET CH.17

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

THE JACKET CH.17


ભાગ – ૨

આગળ પ્રકરણ – 16 કનક્લુઝન ભાગ – 1 માં આપણે જોયું કે મીરાં અને તેના સાથી મિત્રો એક આર્મીના ટેન્ટ સુધી પહોંચી જાય છે જ્યાં તેમણે માલૂમ પડે છે કે તેમણે મળેલું જેકેટ ખરેખરમાં સંગ્રામસિંહ નામના કર્નલનું હોય છે ત્યારબાદ અંતે વ્રજ સંગ્રામસિંહને એક પ્રશ્ન પૂછે છે તે શું હશે ?? તે જાણવા માટે રોમાંચથી ભરેલી આ એડવેન્ચરની દુનિયા “ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એડવેન્ચર ” માં હવે આગળ...

“ સર , કેન આઈ આસ્ક યુ અ લિટલ ક્વેશ્ચન ?? “ , પોતાની સાથે તેમના જ ફેમિલી ફોટોસ જોઈ રહેલા સંગ્રામસિંહને વ્રજે પૂછ્યું .

શ્યોર વ્રજ પણ એક મિનિટ... લેટ મી ઓર્ડર બ્રેકફાસ્ટ ફોર યૂ ગાઇસ... “ , સંગ્રામસિંહે વ્રજને પ્રશ્ન પૂછવાની અનુમતિ આપવાની સાથે સાથે વ્રજ અને તેમના બીજા પાંચ મિત્રો : મીરા ( હું ) , કબીર , સ્વરા , અભય અને પ્રીતિ માટે બ્રેકફાસ્ટ ઓર્ડર કરતાં કહ્યું.

“ અરે... બાબુલાલ... ( બાબુલાલ ફટાફટ આવ્યા )

ઇન સબ લોગોં કે લિયે બ્રેકફાસ્ટ કા આયોજન કરો એક ટેબલ લગાઓ ઔર મેરે લિયે એક કોફી ઇન સબ કે લિયે જો ભી વો ચાહતે હો ચાઇ કોફી ઉનકા ઇંતેઝામ કરો . “ , સંગ્રામસિંહે ઓર્ડર આપતા કહ્યું .

( બાબુલાલના ગયા બાદ )

“ ઓકે નાવ વ્રજ વોટ ડૂ યૂ વોન્ટ ટુ આસ્ક ?? “ , સંગ્રામસિંહે વ્રજને પૂછ્યું .

“ સર , હૂ ઈઝ મોનિકા ?? “ , વ્રજે સંગ્રામસિંહને પૂછ્યુ .

( સંગ્રામસિંહ નો ચહેરો થોડો ઈમોશનલ દેખાવા લાગ્યો )

“ સર સોરી ઇફ આઈ હર્ટ યુ... “ , વ્રજે સંગ્રામસિંહના ખભા પર હાથ રાખીને સંતવાના આપતા કહ્યું .

“ વ્રજ , મોનિકા ઇસ માય વાઇફ , મારી પત્ની નું નામ છે એટ્લે મારી દરેક બૂક અને દરેક ડાયરી ના પુઠા પર મોનિકા લખ્યું હોય છે . હું જ્યાં સુધી અહીંયા કુટુંબથી દૂર રહું છું ત્યાં સુધી દરરોજ એક લવ લેટર લખુ છું મોનિકા માટે અને જેથી તે મારી પાસે હોય એવો મને એહસાસ થાય છે . ( ફોટામાં બે ચિલ્ડ્રન બતાવતા ) આ મારા દીકરો દીકરી છે . “, સંગ્રામસિંહે પોતાના પત્ની અને સંતાનો વિશે વાત કરતાં કહ્યું .

“ સર , ધે આર સો ક્યૂટ , એમનું નામ શું છે ?? “ , વ્રજે ફોટો જોતાં જોતાં થોડા નરમાશથી સ્મિત સાથે સંગ્રામસિંહને પૂછ્યું .

“ દીકરાનું નામ છે સ્વર અને દીકરી નું.. સ્વરા... આઈ મિસ માઈ ફેમિલી પણ એનાથી પણ વધુ દેશ મારૂ બીજું કુટુંબ છે અને દેશ માટે હું કઈ પણ કરવા તૈયાર છું કારણ કે હું એક કર્નલ છું અને મારી આ જવાબદારી છે . “ , સંગ્રામસિંહે વાત કરતાં કહ્યું .

( ત્યારબાદ એક કમાન્ડો આવ્યો )

“ સર બ્રેકફાસ્ટ ઇસ રેડિ... “, કમાન્ડોએ સંગ્રામસિંહ અને વ્રજની વાત વચ્ચે આવીને કહ્યું .

( બ્રેકફાસ્ટ કર્યા બાદ )

“ વાહ... સર... વાહ... ખરેખર મજા આવી તમારી સાથે ઇટ્સ સો નાઇસ ટુ મીટ યૂ “ , મેં સંગ્રામસિંહને કહ્યું .

થોડીવારમાં હેલિકોપ્ટર આવ્યું અને...

“ તમારા માટે ફ્લાઇટ રેડિ છે , યૂ કેન ગો ફોર ઈટ.. “ , સંગ્રામસિંહે અમને સંબોધતા કહ્યું .

ત્યારબાદ બધાએ સાથે સંગ્રામસિંહને ટાઈટ હગ આપ્યું અને તમામ સોલજર્સને અમે સલામી આપી કારણ કે આપણે આજે ખુશ છીએ અને સલામત છીએ તેનો શ્રેય તેઓના ફાળે જાય છે . અમે બધા હેલિકોપ્ટરમાં બેસીને અમદાવાદ આવવા રવાના થયા . અમદાવાદ અમારા આવવાની જાણ થઈ ગઈ હતી અમારા બધાના ઘરે ખુશાલી છવાઈ ગઈ હતી . બધી ન્યૂઝ ચેનલમાં અમારા જ સમાચાર આવી રહ્યા હતા . અમારી સ્ટોરી એનિમેટેડ બતાવવામાં આવી રહી હતી . અમદાવાદ એરપોર્ટ પર અમારા ફેમિલી મેમ્બર્સ અમારા સ્વાગત માટે તૈયાર હતા .

અમદાવાદ એરપોર્ટ

અમે એરપોર્ટ પર એક ખાસ બનાવાયેલા હેલિપેડ પર લેન્ડ થયા . અમને જોતાં જ અમારા ફેમિલી મેમ્બર્સ રડી પડ્યા હતા . પોતાનો દીકરો – દીકરી ઘણા મહિને મોતના મુખમાંથી બચીને આવ્યા હતા . અમે બધા પણ બહુ જ ખુશ હતા . અમારી આંખના નેત્રપટલ પાછળ વીતી ગયેલી જિંદગીની અદ્ભુત ક્ષણો તાજી હતી . અમે બધાએ પણ એકબીજાને ફરીવાર મળવાના પ્રોમિસ કર્યા હતા . અમે એરપોર્ટ પર આવ્યા અને તરત જ બધી ચેનલોના પત્રકારો અમારા તરફ દોડી આવ્યા અને અમારું ઇન્ટરવ્યૂ લેવાનું શરૂ કર્યું હતું . અમે પણ આંખમાં આંસુ સાથે અમારા અનુભવો તેમની સમક્ષ રજૂ કર્યા હતા . અમારા ઘર , સોસાયટી બધી જ જગ્યાએ અમારી બધી જ વાતો થતી હતી . રેડિયો અને ટી.વી. ચેનલ્સમાં અમારા ઇન્ટરવ્યુ આવતા હતા . ઘણા પ્રોગ્રામમાં એક મહેમાન તરીકે અમને બોલાવવામાં આવતા હતા . ખરેખર અદ્ભુત જિંદગી બની ગઈ હતી અને અત્યારે આ એનું જ પરિણામ છે કે હું તારી સામે જીવિત છું .

વર્તમાન દિવસ @ અમદાવાદ બસસ્ટેશન

હવે નેરેટર હું ( લેખક ) ખુદ છું .

“ ખરેખર !! અદ્ભુત સ્ટોરી છે હો તમારી... વાહ... “ , મેં મીરાંની વાત પૂરી થઈ ત્યારે મીરાને કહ્યું અને હું તાળી પાડવા લાગ્યો .

“ શ... શ... “ , એવા સિસકારાના અવાજ સાથે કંડકટરે મારી સામે ગુસ્સાની નજરે જોયું લાગ્યું એમને અવાજ પસંદ નહીં હોય .

મેં બારીમાંથી જોયું તો અમદાવાદની સુગંધ આવી રહી હતી . અમે સરખેજ ચોકડી પહોંચી ગયા હતા . સવાર પડી ગઈ હતી એક દમ બ્લૂ વાતાવરણ હતું . ફૂલગુલાબી ઠંડક હતી . ધીમે ધીમે બસ ગીતામંદિર બસ સ્ટેશન આવી રહી હતી . જેમાં કંડક્ટર ઇસ્કોન , શિવરંજની જેવી જગ્યાઓના નામ બોલી રહ્યા હતા અને પેસેંજર્સ ધીમે ધીમે ઉતરતા જતાં હતા . નહેરુનગર આવ્યું અને મેં મીરાંની સાથે ફરીવાર વાત કરવાનું શરૂ કર્યું .

“ મીરા.... ( મેં અચકાતા અચકાતા મીરાંને પ્રશ્ન પૂછવા પહેલ કરી અને મીરાએ મારી સામે જોયું )

હું તમારી આ વાત પર એક બૂક લખવા માંગુ છું . જો તમારી અનુમતિ હોય તો.... “ , મેં મીરાંને પૂછ્યું .

“ શ્યોર... યુ કેન રાઇટ... આ બૂક હું તમને ગિફ્ટ કરું છું પ્લીઝ લખજો “,

મીરાંએ ડાયરી પેક કરતાં કરતાં કહ્યું અને તરત જ પોતાના વાળ સરખા કરવા લાગી હું તો બસ તેને જ જોઈ રહ્યો હતો . શું લાગતી હતી એ !! એક દમ પરિ જેવી ખૂબસૂરતી હતી . બસ ધીમે ધીમે આગળ વધી અને પાલડી અને પછી ગીતામંદિર બસ સ્ટેશન આવી ગયું . અમદાવાદનું આ બસ સ્ટેશન હાલના 2016 ના સમયની વાત કરું તો એક એરપોર્ટ જેવુ અધ્યતન બની ગયું છે . પરંતુ ત્યારે જૂનું બસ સ્ટેશન હતું . નવું બની રહ્યું હતું . બસમાંથી હું અને મીરાં સાથે જ ઉતાર્યા મેં એની બેગ લેવામાં મદદ કરી અને ત્યારબાદ મારાથી ના રહેવાયું અને આથી મેં પૂછ્યું . આ સમયે તે ડાયરી મને આપી રહી હતી .

“ મીરાં... “, મેં તેને બોલાવતા કહ્યું .

“ હમ્મ... બોલ... “ , મીરાંએ બેગમાં જોતાં જોતાં જવાબ આપ્યો .

“ મીરાં... અમમ.... કબીરને એટ્લે કે ફોર યુ અર્જુન રાઇટ ?? તેને તમે લવ કરતાં હતા ને તો પછી એનું શું થયું ?? તેણે તમને પ્રપોઝ કર્યું કે નહીં ?? “ , મેં ઉત્સુકતા સાથે પૂછ્યું .

મીરાંએ મને ડાયરી આપી અને કાંઇ પણ બોલ્યા વગર એક તેણે કોઈને કોલ કર્યો અને તે દૂર ઊભી રહી એક વ્હાઇટ ફોર વ્હીલર લક્ઝરીયસ કાર આવી અને તે તેમાં બેસી અને જતી રહી અને હું રસ્તા પર ઉભો ઉભો છેક દૂર સુધી તે કારને જોતો રહ્યો .

* * * * *

થોડા વર્ષ પછી ...

મીરાંના મેરેજ તે જ એનિમેશન એન્જિનિયર સાથે થઈ ગયા હતા . સમય હવે પૂરેપૂરો બદલાઈ ગયો હતો , પણ એક વખત દુબઈમાં....

S.V. HIGH SCHOOL – DUBAI

એક દિવસ એક હાઇ સ્કૂલ જેનું નામ હતું એસ. વી. હાઇ સ્કૂલ જે આ શહેરની ખૂબ જ પ્રખ્યાત સ્કૂલ હતી . એક વખત આ સ્કૂલની લાયબ્રેરીમાં એક 18 વર્ષની છોકરી નોવેલ શોધી રહી હતી . આ છોકરીનુ નામ હતું ‘હીર’ . હીર નોવેલ વાંચવાની બહુ જ શોખીન હતી . આથી તે નાની ઉંમરમાં પણ એક હજારથી પણ વધુ નોવેલ તેની પાસે હતી . એવામાં બૂક શોધતી વખતે....

“ હેય , વોટ આર યૂ સર્ચિંગ હીર ?? “ , એન્જલ નામની એક ફોરેનર છોકરીએ બૂક શોધતી હીરને પૂછ્યું .

“ આઈ એમ સર્ચિંગ ધેટ ન્યુ નોવેલ , ઈટ ઇસ અ ન્યુ પબ્લિશ્ડ નોવેલ રિટન બાય એમીન ઝોકોમોન રાઇટર ઓફ ધ ન્યુ રિલીઝ્ડ મૂવી આઈ રિયલી લાઈક હિમ બીકોઝ.... નથિંગ યૂ કેન ગો... આઈ વિલ કેચ યૂ લેટર.... “ , બૂક શોધી રહેલી હીરે એન્જલને કહ્યું.

( એન્જલના ગયા પછી )

“ ઓહ... શીટ... આ લોકો ખબર નહીં કેમ આવી રીતે બધુ છોડીને જતાં રહે છે ગમે ત્યાં ગમે તેમ.... હુહ.... “ , હીરે એકલા એકલા કહ્યું .

( કપબોર્ડમાંથી એક બૂક પડે છે )

“ ઓહહ.... આ તો ગુજરાતી નોવેલ છે.... ( બૂક હાથમાં લઈને )

પણ અહીંયા દુબઈમાં ગુજરાતી નોવેલ ??? “ , હીરે મનમાં આવો વિચાર કર્યો .

“ ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એન એડવેન્ચર.. બાય રવિ રાજ્યગુરુ , આ બૂક એવા લોકો માટે છે જે સાહસ કરવાની વૃતિ ધરાવે છે . લેખકને એક છોકરી મળે છે પોતાની રાજકોટથી અમદાવાદની મુસાફરીમાં જે પોતાની જીંદગીની એક અમુલ્ય વાત લેખકને કહે છે... “ , લાઈબ્રેરીમાં હીરે આવી રીતે બૂક વાંચવાનું શરૂ કર્યું .

થોડીવાર બાદ સ્કૂલ છૂટવાનો સમય થઈ ગયો . સ્કૂલનો લાંબો બેલ વાગ્યો . બધા સ્ટુડન્ટ્સ ઘર તરફ જવા રવાના થયા . રસ્તામાં બસમાં બેઠા બેઠા પણ હીરે વાંચવાનું કન્ટીન્યુ રાખ્યું .

ઘરે પહોંચીને....

હીર પોતાની બહેન અને બનેવી સાથે દુબઈમાં રહેતી હતી . તેની બહેન કિચનમાં હતી . હીરે બેગ સોફા પર મૂક્યું અને યુનિફોર્મ ચેંજ કર્યા બાદ બેગમાંથી બૂક કાઢી અને પોતાની બહેનને આપતા વાત શરૂ કરી .

“ દીદી.... એક બૂક મળી છે કોઈ ગુજરાતી નોવેલ છે . આ વાર્તાની મુખ્ય નાયિકાનું નામ મીરા છે , તમારા નામને મેચ થાય છે દીદી “ , હીરે પોતાની બહેનને વાત કરતાં કહ્યું .

“ ઓહહ.... ઓથર કોણ છે ?? “ , હીરની બહેને હીરને પૂછ્યું .

“ રવિ રાજ્યગુરુ “ , હીરે લેખકનું એટ્લે કે મારુ નામ આપ્યું .

તરત જ મીરાંના કાન ચમક્યા . પોતાની જૂની યાદ તાજી થઈ અને તેને તરત જ બૂક હાથમાં લઈને વાંચવાનું શરૂ કર્યું .

“ મીરાં , આ રવિ રાજ્યગુરુ જે લેખક છે તે મને આજથી ઘણા વર્ષો પહેલા મળ્યા હતા , મેં તેને મારી લાઈફની એક રિયલ સ્ટોરી ની વાત કરી હતી અને તેમણે મને કહ્યું હતું કે તે આ વાત પર એક નોવેલ લખશે અને જો આ નોવેલ પબ્લીશ પણ થઈ ગઈ . આ વાર્તા માટે ડાયરી મેં જ રવિ ને આપી હતી . તું એક કામ કર આ બૂકમાં આપેલા મેઈલ આઈ ડી પર મેઈલ કરી મારો અત્યારનો અને જૂનો બંને ફોટોસ સેન્ડ કર . જોઈએ શું રિપ્લાઇ આવે છે ?? “ , મીરાંએ પોતાની બહેન હીરને કહ્યું . હીરે તરત જ કમ્પ્યુટર ઓન કર્યું અને તરત જ બૂકમાં આપેલા મેઈલ આઈ ડી પર મેઈલ કર્યો .

R SQUARE ENTERTAINMENT – RAJKOT

HEAD OFFICE

પરિણામે અહીં ઈન્ડિયા ( ભારતમાં ) મારી ઓફિસ પર રિસેપ્શનિસ્ટ કમ્પ્યુટર પર મેઈલ આવ્યો . રિસેપ્શનિસ્ટ દેવિકાએ મને કોલ કર્યો હું આ સમયે એક લેકચર માટેની તૈયારી કરી રહ્યો હતો . બેડ પર પડેલો મારો સાવ નમાલો ગમે ત્યારે હેંગ થઈ જતો મોબાઇલ એક મસ્ત મજાનાં ઇન્સ્ટ્રુમેંટલ સંગીત સાથે ધણ ધણ્યો અને મેં ગ્રીન સ્વાઇપ કરીને કોલ રિસીવ કર્યો .

“ યસ , દેવિકા બોલ , પણ થોડુંક ટૂંકમાં બોલજે એક ઇમ્પોર્ટન્ટ લેકચરની તૈયારીમાં છું “ , મેં કોલ રિસીવ કરીને દેવિકા કઈ બોલે એ પહેલા જ જવાબ આપ્યો . અમારી રિસેપ્શનિસ્ટ થોડી વધારે બોલે તેવી છે . જે કોઈ પણ મીટિંગ હોય તેના તિથી તોરણ ચોઘડિયા સહિત માહિતી આપે છે આથી આવું બોલવું મારા માટે જરૂરી હતું .

“ સર , કોઈ એક મેડમનો મેઈલ આવ્યો છે . જેમાં લખ્યું છે કે તમારી વર્ષો પહેલા પબ્લીશ થયેલી નોવેલ ‘ THE JACKET – the story of an adventure… ‘ માં જે મીરાનું પાત્ર છે તે તેમનાથી ઇન્સપાયર છે . આ સિવાય મેઈલ 11 વાગ્યાને 37 મિનિટે આવ્યો છે ફ્રોમ દુબઈ . “ , દેવિકાએ મને મેઈલની માહિતી આપતા કહ્યું .

“ હા... દુબઈ... !! મીરાં વાત તો સાચી તું એક કામ કર તે મેઈલ મને ફોરવર્ડ કર ઠીક છે ?? હું મારી રીતે ચેક કરી લઉ છું “ , મેં દેવિકાને મેઈલ ફોરવર્ડ કરવા કહ્યું .

મેઈલ મારા પર ફોરવર્ડ થયો અને મેં ફોટોસ પણ જોયા તે એ જ મીરાં હતી જે મને બસમાં મળી હતી . હું અને મારો ભાઈ રાજ ઓફિસ આવવા નીકળ્યા અને રાજને ઓફિસ નો ચાર્જ સાંભળવા આપી મારે દુબઈ જવાનું હતું અને મીરાંને મળવું પણ હતું અને હા... મારે એક લેકચર પણ આપવાનું હતું . હું ફ્લાઈટમાં દુબઈ જવા નીકળ્યો . મારા આ કાર્યક્રમમાં ખાસ મારી ભલામણથી મીરાં અને તેની નાની બહેન હીરને પણ આવવા આમંત્રણ આપવામાં આવ્યું હતું . જેના પાસ પહેલેથી જ તેમણે મોકલી દેવાયા હતા .

હવે હું જણાવું તો એનિમેશન એન્જિનિયર બીજું કોઈ નહીં કબીર હતો . હવે મીરાં હીરને ‘ THE JACKET ’ ની વાર્તા સંભળાવે છે .

હવે શું થશે જ્યારે મીરાં પોતાની બહેન હીરને ‘ THE JACKET ’ ની વાર્તા સંભળાવશે ?? આ સિવાય હજી વાર્તાનો અંત તો આવ્યો નથી. તો રવિ એ. રાજ્યગુરુ દ્વારા લખાયેલી પ્રથમ નવલકથા ‘ THE JACKET – the story of an adventure ’ ની વાર્તાને અંત આપવા મળીશું આવતા એટ્લે કે અંતિમ પ્રકરણમાં જેનું નામ છે ‘ક્લાઇમેક્સ’. જે હશે ‘ THE JACKET ’ ની વાર્તાનો છેલ્લો દિવસ તો જરૂર પધારશો હું રાહ જોઈશ તમારા ફીડબેકની ત્યાં સુધી આવજો...