NO WELL: Chapter - 13 in Gujarati Moral Stories by Darshan Nasit books and stories PDF | NO WELL: Chapter-13

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

Categories
Share

NO WELL: Chapter-13

નો-વેલ

ધ સ્ટોરી ઓફ કન્ફ્યુઝ્ડ યુથ...

(પ્રકરણ – ૧૩)

દર્શન નસીત

darshannasit@gmail.com


પ્રકરણ- ૧૩

સંજનાના મમ્મી-પપ્પા બહાર ગયા હોવાથી સથવારા માટે ઝરીન તેના ઘરે એક રાત રોકાવા આવી. બંને છોકરીઓ ઘરમાં એકલી હોવાથી મમ્મીએ દબાણપૂર્વક શ્યામને સંજનાને ત્યાં રાત રોકાવા જવા કહ્યું. જયારે શ્યામને ખબર પડી કે ઝરીન પણ આવેલી છે ત્યારે મમ્મીનું દબાણ તેના માટે ઉત્સાહપ્રેરક બની ગયું.

ઘરમાં રાતે તમરાઓનો અવાજ અને સાથે સાથે મચ્છરની ગણગણાટ સિવાય બીજો કોઈ અવાજ સંભળાતો ન હતો. શ્યામે દરરોજની ટેવ મુજબ સુતા પહેલા રાત્રે શર્ટ કાઢી નાખ્યો હતો. ફક્ત નાઈટડ્રેસની કેપ્રી પહેરેલી હતી. જયારે ઝરીન તેના રેગ્યુલર ડ્રેસમાં હતી કારણ કે મામાએ તેને મોડર્ન કપડા પહેરવા માટેની પરવાનગી હજી પણ નહોતી આપી.

બે વાગ્યે રસોડામાં જઈને ફ્રિજમાંથી શ્યામ પાણીની બોટલ કાઢીને ગ્લાસ પાણી ભરીને જેવો પીવા ગયો કે તેના છાતીના ભાગ પર અચાનક પાછળથી હાથ આવીને અડ્યા. હાથમાંથી પાણીનો ગ્લાસ છટકી ગયો પણ ભરેલો ગ્લાસ હોવાથી અવાજ ઓછો આવ્યો. અચાનક છાતી પર સ્પર્શ સાથે હૃદયના ધબકારાની ઝડપ વધી ગઈ. શ્યામે પાછળ તરફ ફરીને જોયું તો પાછળથી ઝરીને તેને પકડી રાખ્યો હતો. બંનેએ એકબીજાને આલિંગન આપ્યું. શ્યામના હાથ હવે તેના શરીરના બધા અંગોને સ્પર્શ કરવા તડપતા હતા. આજે તો તેની બાહોમાં ઝરીન હતી. તેણે તેની લચકતી કમર પર હાથ રાખ્યો. તે ઝરીન તરફ નમ્યો અને તેના કપાળ પર ચુંબન કર્યું.

‘સંજના ઊઠી જશે તો?’

‘નહિ ઊઠે.’ ઝરીનનો ડર દૂર કરતા કહ્યું.

‘કેમ?’ રોમાન્સની શરૂઆતમાં કેટલાક પ્રશ્નોના જવાબ દેવા જરૂરી હોય છે કારણ કે, આવી પળોમાં રાખેલી ગેરકાળજી ઘણીવાર મોટીમાંમોટી મુશ્કેલીમાં ફસાવી દે છે. મોટા ભાગે ઓછો સમય લેનારી ઘટનાઓ મોટીમોટી મુશ્કેલી ઉભી કરતી હોય છે.

‘તે ઊંઘણશી કુંભકર્ણની બેન છે. જ્યાં સુધી તેને ઉઠાડવા પુરેપુરી હલાવી દેવામાં ન આવે ત્યાં સુધી ઊઠતી પણ નથી અને રહી વાત અવાજની તો તેને અવાજની કોઈ અસર નથી થતી.’

શ્યામે ઝરીનને ફરીવાર તેના કપાળને ચુમી લીધું. તેનો એક હાથ તેના વાળની અંદર ઘૂસેલો હતો અને બીજો તેની કમર પરથી તેને પોતાની તરફ નજદીકી વધારવા માટે... શ્વાસની ઝડપ વધવા લાગી હતી બંનેના શ્વાસના અવાજ રસોડામાં ગુંજવા લાગ્યા.

શ્યામે ઝરીનને ઉચકીને રસોડામાંથી ટીવીરૂમના સોફા પર સુવડાવી. તેના ડ્રેસની ચેન ખોલી નાખી. શ્યામના હોઠ, પતંગિયાની માફક કોમળ ગુલાબની પાંખડી જેવા હોઠ પરથી રસ ચૂસી લઇને કંચનવર્ણી કાયાને ચૂમવા માટે આકર્ષતા હતા. તેની ગરદનથી નીચેની તરફ વધવા લાગ્યો. તેના હૃદયની ફરતે વીંટળાયેલી લાઈટ પર્પલ રંગની બ્રાને અનહુક કરીને સોફા પર રાખી દીધી. જયારે તે તેની નાભિ સુધી પહોચ્યો ત્યારે તેને બાવીસમી વખત ચુંબન કરતો હતો. બંનેના બધા વસ્ત્રો દૂર થઇ ગયા હતા. પેલીના શરીરના એકોએક અંગો શ્યામ સમક્ષ પોતાની બનાવવા આકર્ષતા હતા. ઝરીન સોફા પર સુઈ ગઈ. તે તેના પગના તળિયા તરફથી સ્પર્શ કરતો ધીમી ગતિએ ઉપર આવ્યો.

નગ્ન અવસ્થામાં બંને કિસ કરવામાં એટલા મશગુલ થઇ ગયા કે કામદેવે કામના બાણ ક્યારે

મારીને બંનેને એક બનાવી દીધા તેનો ખ્યાલ પણ ન રહ્યો.

₪ ₪ ₪

સાત મહિનાથી દરરોજ સવારમાં મળતી સ્માઈલ આજે મળી ન હતી. કોલેજ પૂરી થઇ ત્યાં સુધી ઝરીને હોઠ સીવેલા હોય તેમ મૌન રહી. ત્રણેય વચ્ચે થતી હળવી નાદાનીભરી મજાક આજે ન બની. ગુલાબની પાંખડીમાંથી મહેક નીકળે તેની પતંગિયાની માફક રાહ જોતો જેટલીવાર તેની સામે જુએ કે તરત તે કરમાઇને મોં ફેરવી નાખતી. તેમની વચ્ચે થયેલા પ્રણય પ્રસંગના લીધે ઝરીનનો શ્યામ પ્રત્યે સ્વભાવ બદલી જશે એવો વિચાર પણ નહોતો કર્યો. બસસ્ટેન્ડ પર ઊભા વખતે તેણે શ્યામ તરફ સ્માઈલ આપી. આખો દિવસ જે સ્માઈલની તરસ હતી. અંતે તરસ છીપાઈ ગઈ. સંજના સાથે દરરોજની જેવુ પણ તેની સામે આમ અલગ વર્તન કેમ?

બસમાં સંજના બારીમાંથી બહાર તો ક્યારેક પાછળની તરફ ઊભી રહીને જોતી હતી.

‘હાઈ. શું થયું છે તને?’ ઝરીન સાથે રાતે થયેલી ઘટનાની શરમ અનુભવતો હોય તેમ બોલાવી.

‘કઈ નહી... એક ન્યુઝ આપું?’ હવે તે રેગ્યુલર નોર્મલ મોડમાં આવી ગઈ. શ્યામના પગને તેણે પગ અડાડ્યો.

‘બોલ..બોલ..’ જવાબ આપીને મન ચકરાવે ચડી ગયું કે ક્યાંક આગળની રાતના લીધે કઇ અવળું થઈ તો નથી ગયું ને?

‘ના, અત્યારે નહી. ચલાલા પહોચ્યાં પછી આપીશ.’ શ્યામના કપાળ પર ગભરાટથી વળેલો પરસેવો જોઇને ઝરીને કહ્યું.

‘તો એમ રાખ.’

ચલાલા આવવાની ઈંતેજારી પૂરી થઇ. રામજીમંદિરની પાસેથી છૂટા પડતી વખતે બસમાં છુપાવતી વાતનું રહસ્ય ખોલતા કહ્યું. ‘આજે મારા ઘરે કોઈ નથી.’

ઘરે જઈને શ્યામે ફ્રેશ થઈ, નવા કપડા પહેરી સ્પ્રે લગાવી, અરીસા સામે ત્રણ-ચાર વાર ઉભા રહીને વાળ સરખા કર્યા.

‘કઈ બાજુ શ્યામ?’ મમ્મીએ ઉતાવળમાં તૈયાર બહાર જતા શ્યામને પૂછ્યું. વળતો જવાબ આપ્યા વગર તે મેડીકલ પર પહોચ્યો.

‘શું જોઈએ છે?’ મેડીકલમાં કામ કરતા અંકલે પૂછ્યું. તેણે ઈશારાથી સૂચવ્યું કે ત્યાં ઉભેલા ગ્રાહકો જાય પછી વાત.

‘ઓકે.’

જયારે કોઈ યુવાન બીજા ગ્રાહકોના જવાની વાત કરે ત્યારે મેડીકલવાળો સમજી ગયો હોય કે આવેલા યુવાગ્રાહકને ગર્ભનિરોધક વસ્તુ લેવા માટે આવેલો છે. જેમાંથી કેટલાક ગ્રાહકો ભાવી ગરબડ ના થાય એટલા માટે તો કેટલાક થયેલી ભૂલ છુપાવવાના હેતુથી આવેલા હોય છે. તેના અને મેડીકલવાળા સિવાય ત્રીજો વ્યક્તિ ન દેખાતો જોઇને કોન્ડમ માટે પૂછ્યું.

‘કયા આપું?’

‘જે પણ સારી ક્વાલિટીના હોય તે આપો.’

‘લડી જ લેવું છે, એમ ને?’ તેઓ કોન્ડમ આપતા બોલ્યા.

‘હમમ્મ...’ હાથમાં કોન્ડમ લેતા વિચાર આવ્યો લે કે નહી? સુરક્ષા માટે લઉં, ના આ થોડું ચીપ લાગે છે, નથી લેવા. અંતે મનોમંથનની માયાજાળમાં ઘુસ્યા વગર સલામતી હેતુથી ખિસ્સામાં મૂકી દીધા.

મનમાં આજે બીજીવાર આંનદ અનુભવ કરવાના સપનામાં ખોવાય ગયો.

વાસનાભર્યા સપનાઓ જોતોજોતો શ્યામ શેરીનો ખૂણો આવતા ખુશ થવા લાગ્યો. શરીરના દરેક અંગો ફરીવાર ઉતેજના અનુભવવાના હતા. ઝરીનના રાતવાળા જીસ્મને જોવા તેની તડપતી આંખો અચાનક તડપી ગઈ. ઉતેજના બેસી ગઈ અને આંતરિક ખુશી તો સાવ મૂળમાંથી દુર થઇ ગઈ. જયારે તેણે ઝરીનના ઘરના દરવાજા પર તાળું લટકતું જોયું. ‘મારા ઘરે કોઈ નથી’ એ વાતનો બીજો મતલબ કાઢીને કરેલા મુર્ખામીભર્યા કૃત્ય માટે પોતાની પર હસતો હસતો ઘર તરફ પાછો ફરી ચાલવા લાગ્યો.

વધુ આવતા અંકે...

દર્શન નસીત

darshannasit@gmail.com