અિતિય યાત્રાધામઃ મહુડી
જયાં દરરોજ પ૦ મણ સુખડીનો પ્રસાદ થાય છે તેવું અિતિય યાત્રાધામઃ મહુડી
શુધ્ધ ઘીની ગરમા ગરમ મધમધતી સુખડીનું નામ પડે એટલે સ્વાભાવિક રીતેજ મોમાં પાણી આવી જાય. શુધ્ધ સાત્વિક અને સ્વાદિષ્ટ સુખડી અબાલ વૃધ્ધ સૈાને મનપસંદ વાનગી છે અને એ પણ જો કોઈ તર્થક્ષેત્રના પ્રસાદ રૂપે હોય તો જાણે સોનામાં સુગંધ ભળે. ..૧
ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકામાં આવેલું તર્થધામ મહુડી એના પ્રસાદની પરંપરાથી વિશ્વ વિખ્યાત છે. જૈનધર્મના ઘંટાકર્ણ મહાવીરના આ ધામમાં પ્રસાદ તરીકે સુખડી ધરાવાય છે. દેશ–વિદેશથી આવતા જૈન–જૈનેતર ભાવિકો અહી રોજની ઓછામાં ઓછી પ૦ મણ જેટલી શુધ્ધઘીની સુખડીનો પ્રસાદ ધરાવાય છે.
દેવાલય કે એની સ્થાપના વિશે જાણતાં પહેલાં આ રસપ્રદ વાત પુરી કરીએ. રોજની આ સુખડીની પ્રસાદીની કિંમત સામાન્ય રીતે રૂ. પ૦ હજાર જેટલી થાય છ.ે એમાં પણ રવિવાર, પુનમ કે બેસતો મહિનો જેવા દિવસોએ આ રકમ રૂ. ૭૦ થી ૮૦ હજાર ને અને કાળીચૈાદસના દિવસે તો રૂ. સવાથી દોઢ લાખને આંબવા જાય છે.
સુર્યોદયથી સુર્યાસ્ત સુધી અહી સુખડી ધરાવી શકાય છે અને એ માટે વિશાળ રસોડામાં ૩પ થી૪૦ જેટલા કર્મચારીઓનો સ્ટાફ સતત કાર્યરત રહે છેે.
પ્રસાદીની આ પરંપરા વિશે પુછતા જણાયું કે ઘંટાકર્ણ મહાવીરને સુખડી ખુબ પ્રિય હતી વળી સુખડીમાં માત્ર લોટ અને ઘી સીવાયની કોઈ સામગ્રીનો ઉપયોગ થતો નહોવાથી પુર્ણ પવિત્રતા જળવાય છે. આ પ્રસાદી વિશે એવી પણ માન્યતા પ્રચલિત છે કે, દેવાલય પરિસરની બહાર આ સુખડી લઈ જનારને કોઈ અમંગળ બનાવનો ભોગ બનવું પડે છે. રોજ સંધ્યાકાળ વખતે વધેલી સુખડી ઉપસ્થીત ભાવિકોને વહેસી દઈને રોજે રોજ નવી સુખડી બનાવાય છે.
જેમનું આ સ્થાનક છે તેવા ઘંટાકર્ણ મહાવીર વિશે એવું કહેવાય છે કે જિન શાસનનાં બાવન વીરો પૈકીનાં આ ત્રીસમાં દેવ છેે. તેઓ પૂર્વજન્મમાં મહાબલ નામનાં ક્ષત્રિય રાજા હતા.અને તેમના રાજયમાં આવેલા જિનાલયોનાં યાત્રિકોની રક્ષાકાજે પ્રાણાર્પણ કરતા તેઓ ઘંટાકર્ણ વીર દેવ થયા.
વિજાપૂરના પટેલ જ્ઞાતિના એક સાધકે જૈન મુનિઓના સત્સંગ જૈનધર્મ અંગીકાર કર્યો અને તેઓ બુધ્ધિ સાગરજી મહારાજ તરીકે ઓળખાયા તેમને સ્વપ્નમાં દેખાયેલ મુર્તિ પ્રમાણે તેઓએ હાલની ઘંટાકર્ણ વિરની મુર્તિ બનાવીને આશરે ૮૦ વર્ષ પહેલા સ્થાપિત કરી.
હાલ મહુડી (મધુપુરી) જૈન શ્વેતાંબર મુર્તિપૂજક ટ્રસ્ટ અહીનો વહીવટ સંભાળે છે અને રોજના સરેરાશ ૬૦૦ થી ૭૦૦ ભાવિકોના ભોજનની વ્યવસ્થા ભોજનાલય અને ૪૦૦ જેટલા ભકતોના નિવાસની વ્યવસ્થા આ ટ્રસ્ટ ારા ગોઠવાયેલી છે. જેની દુનિયાભરના જૈન અને જૈનેતર ભકતો લાભ લે છે.
ઉત્તર ગુજરાતનાં યાત્રાસ્થળોમાં મહુડીનાં દર્શન અને સુખડીની પ્રસાદીનો લાભ જીવનમાં એકવાર અવશ્ય લેવા જેવો લ્હાવો છે.