મારેય રાવણ બનવું છે... !
Writer ;- Sultan Singh
[ +૯૧ – ૯૯૦૪૧૮૫૦૦૭ ]
વિનંતી વિશેષ.....
મારા વિષે મેં મારા ગણ લેખમાં કહ્યું છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી બસ એક વિનતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુજાવ જરૂર થી આપવા અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી સકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.
મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે.
નામ ;- સુલતાન સિંહ બારોટ
મોબાઈલ ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp]
મેઈલ ;-
ફેસબુક ;- @imsultansingh
ટ્વિટર ;- @imsultansingh
લિન્ક્ડ ઇન ;- @imsultansingh
[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહણીઓ છું.. ]
મારેય રાવણ બનવું છે... !
કદાચ મારો આ વિષય વિચિત્ર લાગશે બધાને કેમ સાચું ને? પણ એના માટે માફ કરજો બસ મને આવાજ વિચિત્ર વિચારો આવતા રહે છે અને એમાં ઊંડાણ પૂર્વક વિચારીને લખતો રહું છું. આજે મેં રામાનંદ સાગરની રામાયણનો રાવણ વધ જોયો ખુબજ મઝા પડી પણ સાથે સાથે મનમાં કેટલાય સવાલો ઉદભવ્યા અને એની સાથેજ આ લેખ વિશેનો આખોય બેકગ્રાઉન્ડ આઈડિયા મારા વિચિત્ર દિમાગમાં તૈયાર થયો ચલો મુખ્ય વિષય પર આવી જઈએ હવે.
જયારે પણ કોઈકના ઘરમાં બાળક જન્મે છે એમાં કઈ નવું નથી આ એક કુદરતી પ્રક્રિયા છે એટલે ભારતના જુના ઈતિહાસ મુજબ એને દશા અને દિશા આપી દેવામાં આવે છે. મારો દીકરોતો કૃષ્ણ જેવો છે, બહ્માનો અવતાર લાગે છે, વાહ શંકર જેવો પ્રભાવી છે, ઇન્દ્ર જેવીતો એની આભા છે હો અને જો એના સ્થાને દીકરી હોય તો આતો સાક્ષાત માં દુર્ગા છે, લક્ષ્મી છે, સરસ્વતી છે, મારી માં અંબે જેવી છે કઈક આવી જ વિચિત્ર પ્રતિભા સાથે જોડી દેવામાં આપણો દેશ ખાસ્સો વિકાસ સાધી ચુકેલો છે. કોઈને પોતાના દીકરાને દાનવ બનાવવા નથી બની જાય છે કેમ એ આજ સુધી સમજી શકાયું નથી બસ બધાને પોતાના દીકરા દીકરીને દેવ દેવીની ઉપમાઓ આપી દેવી છે. બધાને બસ સુપુત્ર જોઈએ છે કુપુત્રની આશા કોઈને નથી હોતી આ વાત સત્ય અને વ્યાજબી પણ છે, અને જરૂરી પણ કારણ એનામાં વિચારેલા પાત્રને ઉતારવાની જવાબદારી પણ એમના માતા પીતાનીજ અને કદાચ એમાં દાદા, દાદી, મામા, મામી, માસી, ભાઈ અને બહેન બધાજ સમાન ભાગે સામેલ હોય છે. ઘરમાં જેવું જુએ એવુજ એ શીખે છે કદાચ આ વસ્તુ શાબિત કરવાની જરૂર નથી ઈતિહાસ ગવાહ છે અને “ મોરના ઈંડા ચીતરવા ના પડે” એવી એક ગુજરાતી કહેવત પણ એની જાણે પ્રખર શબીતી આપે છે.
આતો થઇ વાત ફક્ત સરખામણીની પણ સ્થિતિ એના કરતાય વધુ ગંભીર છે કદાચ આપણે નથી જાણતા. બાળકના જન્મતા પહેલાજ પરિવાર દ્વારા એના ભવિષ્યને નિર્ધારિત કરી દેવામાં આવે છે પણ કદાચ ત્યારે એની ઈચ્છાઓ કે અભિવ્યક્તિ વિશેનો વિચાર કોઈ પણ નથી કરતુ. દરેક ઘરમાં એ ઈશ્વર પોતાના રૂપનેજ જન્મ આપે છે એ વાત સનાતન સત્ય છે કારણકે આત્મા એજ તો પરમાત્મા છે. અને દરેક ઘરમાં એક પવિત્ર આત્માજ નવા શરીરને ધારણ કરતી હોય છે પણ કદાચ મંદિરમાં પડેલી પથ્થરની મૂરતને આપણે આજકાલના નવા ધર્મ પ્રમાણે વધુ યોગ્ય ગણી લેતા હોઈએ છીએ. દરેક જીવમાં આત્મા છે અને દરેક આત્મામાં પરમાત્મા પણ છેજ અને સનાતન રીતે એજ સત્ય છે વિશ્વના કણે કણમાં સર્જનહાર વ્યાપ્ત છે. આ વાત દરેક વ્યક્તિ જાણે છે, સાંભળેલું છે, વાંચેલું છે, કદાચ જોયેલું પણ છે પણ એને જીવનમાં ઉતારી શકાયું નથી એ બસ એક સીખ છે જેને માતાના પ્રસાદમાં અપાયેલા ગુલાબની પાંખડીના જેમ લઇ લેવાય છે, અને રાત પડે મુરજાઇ એટલે ફેકી પણ દેવાય છે એની મહેક વાતાવરણમાં ફેલાઈ જાય પણ આપણે એને આપનામાં ઉતારવાનો પણ સમય નથી આપી શકતા.
કદાચ બધીજ વાત મારા આજના વિષયના અનુસંધાનમાંજ છે એવું મનેતો લાગે છે પણ તમને સમજવામાં વખત લાગી જશે. મારે માત્ર વિષયવસ્તુને પેલા સ્પષ્ટ કરી દેવી જોઈએ એજ વધુ ઉચિત રહેશે જેથી આગળ વધવામાં સરળતા રહેશે. આપણે રાવણ વિષે વાત કરવી છે એ મહાતમાં વ્યક્તિને ઓળખવા છે, એમને જાણવા છે, એમના વિશેજ બધું જાણવું છે અને માણવું પણ છે એમની જે પ્રતિભા કદાચ આપણને અત્યાર સુધી કહેવાઈ છે એમાં ભૂલ છે એને સુધારવાની જરૂર છે. જે ચહેરાને લોકોએ નફરતની નજરે જ જોયો છે એની સચ્ચાઈને સમજવાની છે. એના અસ્તિત્વ, સાતત્ય અને વ્યક્તિત્વને સમજવાનું છે કદાચ એટલું સમજ્યા પછી એ વિચાર તમારા મનમાં બે પલ પણ નહિ ટકી શકે. કે રાવણ એટલે રાક્ષસ માત્ર હાલમાંજ દશેરા ગઈ છે મને યાદ છે ત્યાં સુધીનો પ્રસંગ કઉ છું.
દશેરાના દિવસે અહી ભારતમાં રાવણ બળવાની પ્રાચીન અને ધાર્મિક પરંપરા છે જેમાં રામનું રૂપ ધારણ કરીનેએક વ્યક્તિ તૈયાર કરેલો કાગળ, પૂંઠા અને લાકડાનો રાવણ પ્રગટાવવામાં આવે છે. કદાચ વિજયા દશમીના દિવસેજ રામના હાથે રાવણ માર્યો હતો જેની યાદમાં એ ઉત્સવ મનાવતો હશે. પણ એનું સાચું મહ્ત્વતો માણસના અંદર વસેલા અહંકાર રૂપી રાવણ મારવાનો છે એ અગ્નિમાં એજ અહંકારના રાવણને બાળી નાખવાનો હોય છે પણ ના આપણે એવું નથી કરતા એક વિશાળ મેદાનમાં પાંચેક દિવસ પહેલાથીજ રાવણની વિશાળ પ્રતિમા કાગળ, પૂંઠા ને લાકડા દ્વારા વિશેષ રૂપે તૈયાર કરવામાં આવે છે જેને મજુરો દ્વારા બનાવાય છે. વિજયા દશમીના દિવસે એને રામ બનેલા વ્યક્તિ દ્વારા સળગાવી દેવામાં આવે છે કદાચ આટલોજ ઉત્સવ આપણે માનવીને એવી વાતો કરતા ઘરે ફરીએ કે રાવણને બાળ્યો એટલે પાપનો અંત થયો. અરે એક પલ માટે પણ એ સામે ઉભેલા રાવણના મનમાં ઝાંકવાની કોશિશ કરો એના મનની પીડાને સમજો કે એને શું વેદના કોરી ખાતી હશે કદાચ એ નિર્જીવ હોય છે એટલે ? જો એક વાર તો વિચારી જુઓ કે એ રાવણજો સજીવન હોત તો એના પર આવો વિકરાળ ગુસ્સો કરીને ઉભેલા ટોળાને એ કેટલા સવાલો પૂછતો હોત તમે વિચાર્યું પણ છે કદાચ એ વધુ સવલતો ના કરી શકે પણ એક સવાલ જરૂર કરતજ...
“ એ હજારોની ભીડમાં ભેગા થયેલા મારા પ્રાગટ્યના ઉત્સવમાં એ મર્યાદા પુરષોત્તમ અને રઘુવંશનો શિરોમણી એ રાજા રામ કોણ છે ? એજ રામ જે આજે મને બળવા જઈ રહ્યો છે ? એ ભાઈની આજ્ઞા માટે જીવ પણ આપવા તત્પર અને ચૌદ વરસનો વનવાસ સેવામાં ગુજારનાર લક્ષ્મણ ક્યાં છે ? સેવાભક્તિની મુરત સમો એ હનુમાન ક્યાં છે ? એ મિત્રતાની સીમાઓ વટાવનારો કિશકીંધા પતિ સુગ્રીવ ક્યાં છે ? ભાઈના હિતના રક્ષણ સાથે રાજ્ય સુરક્ષાનું વિચારનાર એ વિભીષણ ક્યાં છે ? શું થઇ રહ્યું છે આ બધાની હાજરી વગરજ મને બાળી દેવામાં આવશે ? કેટલુ વિચિત્ર છે ને મારા કરતા પણ વધુ પાપીઓના હાથે હું મરી જઈશ.... એ વખત અને એ યુગ અલગ હતો જ્યારે મને મારવામાં આવ્યો અને હું મરી પણ ગયો પણ ખબર છે તમને કે ત્યારનો એ રામ મર્યાદા પુરષોત્તમ હતો મહાન હતો અને મારા કરતા ઉચ્ચ અને પૂજનીય હતો, પણ શું હાલના જમાનામાં અને એમાય ખાસતો આ સામે ઉભેલા ટોળામાં એવો કોઈ રામ છે કે ખરો ? ના નથી હાલતો કદાચ મારા જેવો પણ કોઈ નથી ? ના કોઈ મારા જેવો બાહુબલી છે, ના કોઈ મારા જેવો શિવભક્ત છે, ના કોઈ બ્રાહ્મણ કુળનો અસુરરાજ, કે ના કોઈ સયમી છે, ના કોઈ ધર્મપ્રેમી કે ના કોઈ ત્રિલોક અને સ્વર્ગ વિજયી છે કે ના એમાં કોઈ લંકાપતિ છે... હકીકત એ છે મૂળ રાવણને બાળવા ઉભેલા ટોળામાંજ બધા અસુરો ઉભા છે જે એક ધર્મના પ્રતિક સમા મહાત્મા રાવણને મારીને પોતાને ધર્મના રક્ષક ગણાવી રહ્યા છે. કદાચ તેઓ રાવણનું અપમાન કરી રહ્યા છેને અસુરોના હાથે રાવણને મારવો યોગ્ય નથી પેલા પોતાનામાં રામને જગાવવો પડે બાકી તો રાવણને બાળવાના વિચારોને પણ આ સમાજે ત્યજી દેવા પડે.
દુનિયામાં કદાચ હવે સત્ય અને અસત્યનેમામન નથી એ સૃષ્ટિ રચનારા સર્જનહારને પણ માન નથી. જો હોત એવું કઈ તો આજે રાવણ આમ સામે ઉભેલા પાપી અને અસુરી કર્મો વાળા લોકોના હાથેના બળાતો હોત ? કદાચ એ બ્રાહ્મણ કુળનો વ્યક્તિ આજની સૃષ્ટિના નરાધમો કરતા ગયો ગુજરો તો હતોજ નઈ બસ એના ધર્મ અને કર્મ એને મરવા પર મજબુર કર્યો એનો અહંકાર એને કદાચ મારી ગયા પણ ના સંપૂર્ણપણેતો એ સત્ય નથી એ એક અપમાનની વ્યથામાં અહંકારી બન્યો. પોતાની બહેન સાથે થયેલું અપમાન એ સહન ના કરી શક્યો કદાચ રામ પોતેજ સર્જનહાર છે, એમ જાણતા હોવા છતાં એણે હાર માનવા કરતા મરી જવું પસંદ કર્યું કદાચ એનેજ રાવણની ભૂલ ગણવામાં આવતી હોય તો હું ગર્વથી કહી શકું કે મારે પણ એવા રાવણ બનવું છે. કેમ એમજને ? મારી પાસે જવાબ છે... મારી બેનના સમ્માન માટે, સમાજમાં હર હમેશ અપમાનિત થતી એ બેન માટે જેમને કદાચ પોતાને ધર્મના રક્ષક અને રામ, કૃષ્ણ તથા દેવો સાથે સરખાવતા પુરૂષોજ અપમાનિત કરતા હોય છે. ધર્મના નામે બસ પોતાના સ્વાર્થના પોટલાજ ખભે કરીને ફરતા હોય છે કદાચ એમણે ધર્મને બસ માન્યો હોય છે પણ જાણવામાં એ ઓછા ઉતર્યા હોવાની શબીતી આપતા રહે છે. કદાચ એમેણે અંધશ્રધા સિવાય કઈજ નથી શીખ્યું હોતું કદાચ એમણે રામાયણ નથી વાંચી બસ રામનું નામ માત્ર સાંભળ્યું છે, મહાભારત નથી વાંચી બસ દુર્યોધન અને દ્રોપદીના પાત્રો યાદ કર્યા છે, કોઈ પૂરણો કે વેદ નથી વાંચ્યા, ગીતા નથી વાંચી બસ ગીતાસારના વંટોળાતા સુત્રોજ સમજ્યા વગર સાંભળ્યા છે, કુરાન નથી વાંચી કે અલ્લાને નથી ઓળખ્યો, બાઈબલ પણ નથી વાંચી કે જીજસને પણ નથી ઓળખ્યા કદાચ કઈજ આમાંથી એમને વાંચ્યું કે સમજ્યું નથી. અમાથી એક પણ પુસ્તક કે ગ્રંથ એમણે પોતાનામાં ઉતાર્યો હોતતો એણે કદી પણ ધર્મના નામે આવી આંધળી ધજા ઉપાડીજ ના હોત. કારણ એને બધી સત્યતા સમજાતી હોત અને એટલેજ એ બધું સમજી શકે એટલો કાબેલ હોય એમાં ભગવાન કૃષ્ણ હોય, જીજસ ક્રીષ્ટ હોય, અલ્લાહની રૂહ હોય, કદાચ વાહેગુરુ પણ એમાજ વ્યાપ્ત હોય છે. કદાચ એ બધાયે રાવણને સમજવો જોઈએ એની ભક્તિ, શક્તિ અને કર્મનિષ્ઠાને સમજવી જોઈએ બાકી એની છાપનું આંધળું અનુકરણ કરવું યોગ્ય નથી.
ભગવાન શંકરને કદાચ કોઈના પર ગર્વ હશેતો એ માત્ર ને માત્ર રાવણ પર હશે કારણ સ્પષ્ટ હતું. રાવણ જેવો ભક્ત એટલે “ ન ભૂતો ન ભવિષ્યતિ ” ની કહેવત સ્પષ્ટ કરનારો વ્યક્તિ. એના જેવી શિવભક્તિ કરનાર કોઈજ ના હતું ત્યારે પણ અને કદાચ આજે પણ સમ્પૂર્ણ શિવજીને સમર્પિત હતો એની ભક્તિની વાતો ચારે કોર અને સમગ્ર સૃષ્ટિમાં ગવાતી હતી. રાવણના બોલવા માત્રથી ભગવાન શિવજીએ પોતે દોડી આવવું પડતું હતું એ એની શક્તિ કરતા વધુ તાકાત એની ભક્તિમાં હતી કદાચ એટલેજ રામ સિવાય એને મારવો અશક્ય હતો. એની ભક્તિનું બળ એટલું હતું કે સ્વયં ભગવાને રામ અવતાર રચીને એના નાશ માટે અવતરવું પડ્યું એ વ્યક્તિ સામાન્ય કે રાક્ષસ ગણવાની ભૂલ કેમ કરતો હશે આ સમાજ, દુનિયા અને લગભગ બધાજ.
દશાનન, ત્રિલોક વિજયી, અસુરરાજ, લંકાપતિ, લંકેશ, દિગ્વિજયી, અસુર સમ્રાટ, શિવભક્ત, લંકાધીપતિ આ બધાજ નામ એ મહાત્મા પુરુષના છે જે ભારતના દક્ષીણ ખૂણે સમુદ્રમાં વસેલી લંકામાં રહેતો હતો. સોનાની લંકા હતી જ્યાં આવવા સાક્ષાત ભગવાને પણ વિચારો કરવા પડતા અને સ્વયં રામને પણ સમુદ્ર દેવની ઘોર તપસ્યા કરીને જવાનો વિચાર મળેલો એ વ્યક્તિને ઓછી ગણવી આપણીજ ભૂલ પણ ગણી શકાય. જેણે એકલા હાથે ઇન્દ્રતો શું આખા સ્વર્ગલોકને હરાવીને એના પર આધિપત્ય મેળવેલું અને યમરાજ પણ તેની સમક્ષ આવતા ધ્રુજી પડતા એવા રાવણ જેવું બનવું છે. જે પણ ધ્યેયને અડી રહેવું એને કોઈ પણ કીમતે મોતની પણ ચિંતા કર્યા વગર પામવું છે એટલેજ કદાચ મારેય રાવણ બનવું છે...
આપણા રોજ બરોજના જીવનમાં ગણા કિસ્સા જોવા મળતાજ હોય છે નાના નાના બાળકોને આપણે ઘણી વાતો કરતા હોઈએ છીએ. હાલમાંજ એને અનુરૂપ એક પ્રસંગ મેં વ્હોટસએપ અને ફેસબુક પર વાંચેલો જેને થોડુક વિસ્તારથી મેં સમજ્યું અને એટલેજ મને આ લેખ લખવાનું મન થયેલું કે હા રાવણ વિષે પણ બધાને જાણ હોવીજ જોઈએ. એના પર લાંછન લગાવવાનો હક આજની દુનિયામાં કોઈને નથી, એનું અપમાન કરવાનો, એને બળવાનો કે એને રાક્ષસ કહેવાની વાત સહજ તો છે પણ એને સમજવી એટલીજ જટિલ પણ છે. રાવણને કઈ કહેતા પેલાતો આપણે રામના ગુણો વિકસાવવા પડે છે, એને ચેલેન્જ કરવા માટેય આપણે હનુમાન જેવા રામભક્ત બનવું પડે છે, એનું અપમાન કરવા માટે આપણે પણ પોતાના પિતાનો પણ અધર્મમાં સાથના આપીને કાકાની મિત્રતા માટે જાન પર રમનારા બાલી પુત્ર અંગતને જગાડવો પડે. એની શિવ ભક્તિથી ચડી જાય એવું કામ કરવું પડે અને એનાથી વધુ મહાનતા પેલા પોતાનામાં વિકસાવવી પડે. કારણકે તળાવ ઉઠીને કુવાને કેમ કરીને કહી શકે કે તારું મુખ પહોળું છે જયારે વાસ્તવિકતા નઝર સમક્ષ હોય છે.
એક ગર્ભવતી સ્ત્રીએ પોતાની નાનકડી દીકરીને બહારના આંગણામાં રમતા રમતાજ બોલાવીને પુછ્યું કે બેટા તારે શું જોઈએ ભાઈ કે બહેન. એના નાની બાળકીના મુખમાંથી એવોજ જવાબ મળ્યો જે સંભાળવાની ઈચ્છા કદાચ આસ પાસ બેઠેલા એના ઘરના લોકોને હતી અને એક બેનની હોવી પણ જોઈએ “ કે મારે ભાઈલો જોઈએ મમ્મી...” બધાના મુખ પર એક મસ્ત ખુશીની લહેરો છવાઈ ગઈ સમજાતું નથી કે દીકરાના નામે આટલી ખુશી કેમ છવાતી હશે આની જગ્યાએ જો દીકરીનું નામ આવ્યું હોતતો કદાચ બધા ચહેરા પર આટલી ખુશીનાજ જોવા મળત જેટલી દીકરા શબ્દ માત્રથી આવી જતી હતી.
બધાના ચહેરા પર ખુશી હતી પણ કદાચ બિજોય સવાલ એ બાળકી માટે હતો કે દીકરા તારે કેવો ભાઈ જોઈએ. એ બાળકી વિચારો કરવા લાગી એ આઠ વર્ષની બાળકીને બધાજ ઘરના લોકો જાણે વરસાદની રાહ જોવે તેમ એના જવાબની રાહ જોતા ઉભા હતા. એનું હાસ્ય સુકાઈ ગયું મનમાં ઘણા વિચારો ઉભરાયા અને ઘણા છલકાઈ પણ ગયા આટલા ગહન વિચારો જોઇને બધાના ચહેરા પર એક વિચિત્ર રેખાઓ ખેંચાતી અનુભવી શકાતી હતી. અચ્છા તો દીકરા બોલજે કે તારે કેવો ભઈલો જોઈએ છે ? ટોળામાં બેઠેલા પરીવારના સભ્યો દ્વારા ફરી સવાલ કરાયો અને બાળકી વિચારતીજ રહી. અચાનક બોલી “ મમ્મી મારે તો રાવણ જેવો ભાઈ જોઈએ...” એને એ જવાબ આપ્યો ત્યારે એના મુખ પર કેટલાય ભાવ સાથે પ્રશન્નતા પણ હતી. પણ એના એ જવાબ બાદ કદાચ બધાના ચહેરાના નુર અને હાવભાવ બંને ઉડન છું થઇ ચુક્યા હતા. કદાચ એને ના સમજ પણ ગણી લેવામાં આવે કારણકે રામ, કૃષ્ણ, અર્જુન અથવા દેવની સરખામણીતો હોય પણ રાવણ જેવો... ભાઈ...? જેને માં સીતાનું હરણ કરેલું, જેણે પોતાના અભિમાનમાં રામને ના ઓળખ્યો, જેણે આખા કુળને પોતાના બળના જોરે નિકંદનમાં ધકેલી દીધું.
“ બેટા કેમ તારે રાવણ જેવો ભિલો જોવે... તને નથી ખબર કે રાવણ તો અભિમાની અને દુરાચારી હતો...” પાછળથી વૃધ્ધ સ્વરે આટલા શબ્દો નીકળ્યા કદાચ એ બધું સમજતા હતા એના દાદાજી હશે એમના એ સફેદ દાઢી અને કરચોલી વાળા ખંજનોમાં એક પ્રશન્નતા લહેરાતી હતી. બધાની નજરો એ વૃધ્ધ ચહેરા પર ચોટી અને કદાચ એટલોજ વિચાર આવ્યો હશે આવો સવાલ પપ્પા તમે કેમ કરો છો ? “ બોલ બેટા...” એજ અવાઝ ફરી સંભળાયો અને આખાય રૂમમાં પડઘાયો. “ દાદાજી મેં સાંભળ્યું છે જે રાવણ દુરાચારી હતો અને તમે બધા કહો તેમ પાપી અસુર પણ...” એ બાળકી બોલી હજુય એનો જવાબ અધુરોજ હતો બધાની નજરો હજુય એના શબ્દો પર સ્થિર હતી. “ ....પણ મેં રામાયણ જોઇને સમજી છે એના આધારે મને એના કર્મોમાં પાપ નથી દેખાતું એને જે કઈ પણ કર્યું એનેજ મારા માટે ધર્મ કહેવાય... સાચુંને દાદાજી બેનના સ્વમાન માટે લડવા તત્પર રહેવું એજતો ધર્મ કહેવાય ને...?” બાળકી અટકે એ પેલાજ દાદાજી એની સામે હાસ્યા... હા પછી બોલ... “... બસ દુનિયાની નજરમાં એને પાપી અને અધર્મી રાક્ષસ ઘણી લેવામાં આવ્યો... પણ એનું મુખ્ય કારણતો ભગવાન વિષ્ણુ હતા એમનું ધરતી સ્વરૂપ શ્રી રામ હતા, સેવાભાવી હનુમાન હતા, ભાઈ લક્ષ્મણ અને મિત્ર સુગ્રીવ અને વિભીષણ પણ હતા આજે તો એવું કોઈજ નથી તો રાવણ જેવો ભાઈ મળે એ મારા માટે ખુશીની વાત છે... બસ મમ્મી એટલેજ મારે તો ભાઈ રાવણ જેવોજ જોઈએ છે...”
હજુય બધા સ્તબ્ધ હતા કદાચ આ સંવાદ ફક્ત પૌત્રી અને દાદા વચ્ચેનોજ હતો બીજાને બધું સમજવાનું, જાણવાનું અને વિચારવાનુંજ હતું. “ પણ એના પાપી હોવાનું કારણ રામ, હનુમાન, લક્ષ્મણ સુગ્રીવ અને વિભીષણ કેવી રીતે...” કદાચ એ સંવાદ વિશ્વાત્માનો હતા બંને તરફ જ્ઞાનની વાતો હતી અને તર્કનો કોઈ અવકાશ ના હતો. “ ... કેમકે દાદાજી શ્રી રામ મર્યાદા પુરષોત્તમ હતા, લક્ષમણ એક ભાઈની પરિભાષા સમાન ક્ષત્રીય હતો, સુગ્રીવ મિત્રની પરિભાષા સમાન રાજા હતો, હનુમાન સેવકની પરિભાષા સમાન ભક્ત હતા તેમજ વિભીષણ એક રાજાની પરિભાષા સમાન રાજા હતો એટલેજ કદાચ એમની સરખામણીએ રાવણ એ યુગમાં પાપી, અધર્મી, દુરાચારી અથવા અસુર હતો પણ આજે તો ક્યાં રામ છે, લક્ષમણ, હનુમાન, સુગ્રીવ, વિભીષણ છે તો આપણે એને અધર્મી કહી શકીયે...” એનો સંવાદ બધા મૂંગા મુખે સાંભળી રહ્યા હતા. કદાચ સત્ય વાતને શાબિત કરવાની ના હોય એમાં તર્ક, વિતર્ક કે મતભેદના હોય એટલે બધાના ગળે એ વાત ઉતરતી હતી.
“ પણ રાવણ જેવો ભાઈ... ભલે એ પાપી ના હોય...” દાદાજીએ ફરી ખીલખીલાતા મુખે પ્રશ્ન કર્યો અને દીકરી સામે ધરેલા જવાબની આશે જોઈ રહ્યા હતા એક સમયે એવું લાગે જાણે દાદાજીમાં એ સમયે પાર્થ અર્જુન હતા તો બાળકીમાં દેવકી નંદન શ્રી કૃષ્ણ અને એ કુરુક્ષેત્રનું મેદાન બસ રાવણની મહાનતા માટે રચાયું હતું. “ એના જેવો ભાઈ હોય તો મારે કોઈ પ્રકારની ચિંતા કર્વાનીજ નહિ આવે હું નિર્ભય બનીને આ જીવનમાં મુક્ત પણે જીવી શકીશ...” ફરી અટકી અને બધાને જોઈ રહી. એની માંએ કદાચ હવેજ વાસ્તવિકતામાં ડગલા માંડ્યા હોય એમ પૂછી પણ લીધું કેવી રીતે બેટા... દીકરી એક નજર મમ્મી તરફ કરી બીજી દાદાજી તરફ એમના મુખ પર ઉભરાતું સ્મિત હતું પણ બાજુમાં બેઠેલી મમ્મીના ચહેરા પર સવાલોના પુર હતા.. “.... તને ખબર છે મમ્મા આપણે સાથેજ બેસીને એ સુર્પનખા વાળો કિસ્સો જોયેલો એને મેં સંભાળ્યો અને સમજ્યો પણ છે... જેમાં સીતાને પોતાના અહંકારને ખાતર મારવા જતા એનું નાક લક્ષ્મણ કાપી નાખે છે અને બેનની ભૂલ છે કે કોની એ જાણ્યા વગર બેનની સમ્માન માત્રની ચિંતા કરીને અને એને પોતાનું પ્રથમ કર્તવ્ય સમજીને પહેલા ખર અને દુષણ તેમજ તેમના અંત બાદ સ્વયં રાવણ પોતે પણ દુશ્મનની પરવા કર્યા વગરજ એમાં કુદી પડે છે... હેને...” એ બાળકી ફરી અટકી અને બધાના સામે જોઈ રહી એણે અનુભવ્યું બધા એની તરફ એક અદભુત અને વિચિત્ર આશ્ચર્ય ભાવે જોઈ રહ્યા હતા. એણે કદાચ કઈક અવિચાર્યું બોલ્યું હોય એવું એને લાગ્યું પણ એનામાં એ સમયે વ્યાપેલો વિશ્વાત્મા એને બધું પોતાના દ્વારા બોલાવી રહ્યો હતો કદાચ એ જે બોલી રહી હતી એ એની ઉમર કરતા થોડુક વધુ હતું.
“ પણ એણેજ તો સીતા માતાનું હરણ કર્યું હતુંને...” અવાઝ ફરી એક વાર ટોળાના પાછળ બેઠેલા પેલા વૃધ્ધ ડોસાએ કર્યો હતો. “ હા દાદાજી...” બાળકીએ ફરી પોતાનો પક્ષ સામે મુક્યો. અને ચુપ થઇ ગઈ ફરી બધાના ચહેરા તરફ જોઈ રહી. “...તમને ખબર છે એજ રાવણે જેણે સીતાનું હરણ કર્યું કેટલાય દિવસો સુધી પોતાની નગરીમાં બંદી બનાવ્યા ઉપરાંત પણ પોતાની મર્યાદાને ભુલાવી ના હતી અને હમેશા એની સતીત્વ્તાનું સમ્માન કર્યું હતું. એના વિચાર અને એના નિર્ણયનું પણ એણે સમ્માન કર્યું હતું એણે કદી પણ સીતા પર પોતાના બાહુબળનો પ્રયોગ કર્યો ના હતો.... શું માં એનેજ મહાનતા ના કહી શકાય... આજના સમાજમાં આવા રાવણ પણ કયા છે જે સ્ત્રીનું સમ્માન કરી શકે છે... માં મેતો ટીવી અને સાચે પણ જોયું છે. રામ અને કૃષ્ણ જેવાપોતાની જાતને ગણાવતા લોકોજ આવા પાપ કરતા હોય છે...” બાળકી બધાના ચહેરા પરના ભાવ સમજતી હોય તેમ થોડીક અટકીને ફરી શરું થઇ ગઈ “ માં તને ખબર છે આપણા મહેલ્લાના રામ મંદિરના પુજારી એક સ્ત્રીના છેડતી કેસમાં જેલમાં બંધ છે, હવે તુજ કે શું એમનામાં રામ છે કે રાવણ... સાચુ કઉ માં જો એમને રાવણને પણ સાચા દિલથી પૂજ્યો હોત તો એ આવું ના કરી શકત બોલ...” ફરી કઈક વિચારતી હોય તેમ ફરી વાર બોલી અને હા કાલે સમાચારમાં જોયું તેમ “ એક ભાઈ પોતાની બેન વિષે પણ કેટલા વિચિત્ર અને ગંદા વિચારો રાખી સકે છે બોલ, એમાં જોયેલુંને કે એ ભાઈએ એની બેનને પણ મુબઈમાં વેચી નાખી અને હવે રામના ફોટા વાળા ચકતા ગાળામાં ભરાવીને ફરે આવો ભાઈ શું રાવણ બનવાનો ?, એ શું એની બેન માટે જીવ દેવાનો, એ શું પોતાની બેનની રક્ષા કરવાનો હતો... સાચું કેજે માં જો રામ પણ આજના જમાનાના આવાજ હોતા હોયને તો મારે રાવણ જોઈએ છે ભાઈ તરીકે... હું એને સુર્પનખા બનીને કદી ખોટી રાહ પર ચાલવા નઈ દઉં... પણ એ રાવણ બનીને મારી રક્ષાતો કરશે...” એના ગાળામાં એક વેદના હતી કદાચ દુખ હતું એની ઉમર કરતા જાણે એ વધુ જણાતી હતી અને બોલતી પણ હતી... એના દિલમાં હજુય ગણું હતું પણ હવે જાજુ વિશ્વાત્મા કહેવડાવા ના હતા માંગતા એ અટકી બસ થોડુક બોલી જવું હતું એમ એને ફરી બધા પર એક નઝર ફેરવી અને કહ્યું “... મારે મારો ભાઈ રાવણ જેવો જોઈએ છે અથવા એવું પણ સમાજ કે ખાલી મારેજ નઈ આજના બદલાતા સમયના ભગવાન કરતા તો દરેક બેનને રાવણ જેવો ભાઈ મળી જાય ને તો મારા જેવી અન્ય બેન દીકરીઓને કોઈ ચિંતા કર્વાનીજ ના રહે સમજી...?” એ હવે વધુના બોલી શકી અટકી એનો સવાલ ઉચિત હતો એના તર્ક પણ સમજી અને વિચારી લેવા જેવા હતા અને વાજબી તો ખરાજ. બધા એની તરફ જોઈ રહ્યા હતા એના શબ્દોમાં એક સક્ષમતા હતી બધા એના કારણેજ કોઈ તર્ક કરી શક્યા નઈ બધા બસ એની વાતને જાણે મનોમન સ્વીકારતા હતા.
કદાચ બધા એની વાતને સમજ્યા હતા અને એની વાતને દિલના ઊંડાણથી આવકારી પણ ચુક્યા હતા. માએ તરત દીકરીને પાસે બોલાવીને પોતાની બાહોમાં સમાવી લીધી અને એના શરીર અને ખભા પર સત્વનાના સ્પર્શ આપતા કહ્યું વાહ દીકરા તારા વિચારો ઉત્તમ છે મને ગમ્યા અને તું સુર્પનખા જેવી ના બને અને તારા જેવી બેનજો રાવણને મળી હોત તો કદાચ રામાયણ પણ જેવી છે એવી નજ બની હોત રાવણ બદનામ ના હોત અને સીતા જેવી સતી કદીયે બંદી બનીજ ના હોત. હવે તો મનેય લાગે છે કે મારે પણ આ સમાજના અને સોસાયટીમાં રહેલા આંધળી અંધશ્રધ્ધાને ત્યજીને રાવણ જેવોજ દીકરો જોઈએ છે. રામ, કૃષ્ણ, અને દેવોના વિચારો કરતા પહેલા મારે આ રાવણને પણ ઓળખી લેવો જોઈએ. ધન્યવાદ બેટા તારા વિચારો મને ગમ્યા અને જાણે આખોય પરિવાર વાસ્તવિકતામાં આવ્યો બધાજ ચહેરા પર એક પ્રશન્નતા હતી. સાથોસાથ કદાચ ખરડાયેલી એ રાવણની પ્રતિમા મહદઅંશે સુધારી ને ઉજળી થઇ ચુકી હતી એની મહાનતા હવે કદાચ બધાને સમજી શકાઈ હતી.
કદાચ આટલું વાંચ્યા પછી બધાને રાવણની મહાનતા સમજાઈ હશે પણ જો હજુય કદાચ ના સમજાતું હોય તો મારા અને કદાચ ઘણા વ્યક્તિના નીચેના વિચારોનો તર્ક કરી જોજો એટલે સમજી જશે.
[૧] રાવણ પર આંગળી ઉઠાવતા પહેલા પોતાની બહેનના માન સમ્માન પર ઉઠેલી આંગળી તરફ એક નઝર કરજો કદાચ એના સ્થાને તમે પણ એજ કરત જે એણે કર્યું હતું કારણકે સુર્પનખાના કર્મ બદલ એને દોશી સમજવો પણ એક પાગલન છે.
[૨] પોતાની ભક્તિ ભાવ ના આધારે તર્ક કરતા પહેલા રાવણની શિવ ભક્તિ ભાવનાને પણ જરૂરથી વિચારજો કદાચ તમારામાં અહંમ આવ્યું હોય અને એવું વિચારોતો હાલ તમારામાં પણ અંત સમયના રાવણના લક્ષણો છેજ એ પણ અહંકારના અંધકારમાં પટકાઈને પાપી બન્યો પણ હતો પણ વાસ્તવિકતામાં એ એવો હતો નઈ.
[૩] સીતા માતાના હરણ બદલ રાવણને પાપી ગણનારાઓએ પણ પેલા આપણા સમાજમાં આસપાસ રહેતી સીતાઓના સમ્માનની ભાવના પણ પોતાનામાં વિકસાવીને પછીજ આગળ કઈ પણ વાત વધારજો કારણકે એના જેટલું સંયમ કદાચ આજે કોઈનામાં નથી.
[૪] લાખ ભૂલો કાર્યા પછી પણ બેશરમીથી ફર્યા કરતા લોકોએ પણ એ રાવણની હાર બાદ સ્વીકારેલી ભૂલોને સમજવી જરૂરી છે અહંકાર સાથે જીવવું એના કરતા પણ અહંકાર લઈનેજ મારી જવું એ વધુ મોટો અપરાધ છે. કારણકે એણે પ્રશ્ચાતાપ કર્યો જે કદાચ હાલના રામ ગણાતા વ્યક્તિઓમાં પણ હિમ્મત નથી હોતી ભૂલોને આમ સ્વીકારી લેવાની.
[૫] રાવણ સળગાવતી વખતે પણ એક વાત જરૂર યાદ રાખવી કે શું આપણે એ રાવણને બળવા યોગ્ય મર્યાદા પુરષોત્તમ રામના ગુણો અપનાવી શક્યા છીએ કારણકે રાવણ પછી પણ અપરાધ કરનારાઓ લાખોમાં છે દરેક વર્ષે એનેજ બળવો યોગ્ય નથી. અજેય સમાજમાં રાવણના નામને પણ બદનામ કરે એવા વિચિત્ર અસુરો ખુલા ફરે છે.
કદાચ ગણું વધુ કહેવાઈ ગયું છે એટલે મારે વધુ નથી કહેવું પણ છેલે એક વાંચેલું અને ઘણી વાર જોયેલું એક વાક્ય જરૂર ટાંકતો જઈશ કે “ આજના સમયમાં રાવણ બનવું પણ ક્યાં આસાન છે, રાવણમાં અહંકાર તો હતો પણ સાથેજ પ્રશ્ચાતાપ પણ હતોજ અને વાશના હતીતો એટલોજ સંયમ પણ હતોજ, એનામાં પરસ્ત્રીનું હરણ કરવાની તાકાત હતી તો વગર સહમતીએ એને ના અડવાનો સંકલ્પ અને ક્ષમતા પણ હતી, સીતા જીવતા અને સુરક્ષિત મળ્યા એ રામની તાકાત હોઈ શકે પણ સીતાજી પવિત્ર અને પૂજનીય રહ્યા એ રાવણની પણ મર્યાદા હતી...”
એટલેજ આજના આ ઘોર અધકાર સમાન સૃષ્ટિમાં જ્યાં ધર્મના નામે અધર્મો કરાઈ રહ્યા છે દેવના નામે દાનવો લડી રહ્યા છે ત્યારે આ જન્મારામાં જીવવા માટે મને આવો વિચાર આવ્યો કે ના આવામાં રામના યુગમાં જીવવા કરતા તો “ બધાયે રાવણ બનવું જોઈએ હો...”
“ મારેય રાવણ બનવું છે.....”
લી. સુલતાન સિંહ