prutha in Gujarati Moral Stories by Purvi Shukla books and stories PDF | પૃથા - 4

Featured Books
Categories
Share

પૃથા - 4

*પૃથા* 
Chapter - 4
પૃથાનો જાંબુ પ્રેમ 
➖➖➖➖➖➖

આમ તો અમીરપુર ગામ ચારેકોર નાની નાની ટેકરીઓ અને ઝાડી, ઝાખરાથી ઘેરાયેલ ગામડું હતું. ઝાડીઓ વચ્ચે નાની નાની કાંટાળી બોરડીના છોડવાય ખરાં. ઋતુ પ્રમાણે ત્યાં પણ બોરડી અને જાંબુડી હતી. બોર અને જાંબુ ઋતુ મુજબ આવે પણ એ બધું ગામના રહેણાંકી વિસ્તારથી દૂર ભેંકાર જગ્યાએ. આથી પૃથા અને તેની બહેનપણીઓ ત્યાં જવાનું ટાળતા.

એટલે પૃથાના ઘરની બાજુમાં આવેલ મોટી જાંબુડી હતી. એકદમ સુરક્ષિત. આથી નાનેરા-મોટેરા નો અડ્ડો જાંબુની ઋતુમાં ત્યાં જામેલો રહેતો.

આજે પણ ગૌર્યો પતાવીને ઘરની બાજુમાં જ આવેલ પોતાની શાળા જવા નીકળવા તૈયાર થતાં થતાં બારીમાંથી જોયું તો એ જાંબુડી પર એક મોટો જાંબુ પાકી જાંબુડીયો થઇ ગયો છે. આમતો જાંબુની ઋતુ હવે પૂરું થવા આવી હતી આથી ફાલ ઓછો આવતો. એમાંય પાકેલ જાંબુ દુર્લભ જ હતો.

એ કાળા ઘેરા રંગનો થઇ ગયેલ મોટો જાંબુ જોઈ પગમાં સ્લીપર પહેર્યા ના પહેર્યા, બેગ લઈ હડી કાઢતી પૃથા ઘરના દાદરા ઉતરી ભાગી પેલી જાંબુડી તરફ. ત્યાં પહેલેથીજ છોકરાવનું ટોળું એ એકમાત્ર ઝૂલી રહેલ કાળો જાંબુ તોડવા માટે તેની તરફ પાણાં ફેંકવા લાગ્યા હતા.

*એ જોઈ પૃથા બરાડી* - 
"અલ્યા એય! ઘરની બારીમાંથી એ પાકેલ જાંબુ પેલા મેં જોયેલ. અને વળી આ જાંબુડી મારાં ઘર પાસે છે. હું રોજ એને પાણી પાઉં છું એટલે એ જાંબુ મારો."

*રેખલી* - 
"એવું ન હોય. આ જાંબુડી તો બધાની કેવાય. એ તો જેના ઘર પાસે હોય ઈ પાણી નાંખે"

*પૃથા* - 
"હા બસ એમ. જેના ઘર પાસે હોય ઈ જાંબુ ખાય. તમારે જો જાંબુ ખાવા હોય તો જાંબુડીને તમારા ઘરે લઇ જાઓ."

તેવામાં બે છોકરાએ એ જાંબુ પાડી દીધો અને લઈને ભાગી ગયા. રેખલી અને પૃથા તેમની પાછળ પડ્યા અને તેને પકડ્યા. બે છોકરીઓ બે છોકરા ઝાંપાઝપી થઈ ગઈ ઘડીક.....

એક છોકરો જઈને ચોકીદાર બોલાવવાની ધમકી આપી ત્યારે બધું શાંત થયું. એ નાનકડા ગામમાં ચોકીદારની ધાક પોલીસ જેવી. ચોકીદારે આવીને બધાં છોકરાંવને હાક્યા ત્યાંથી અને કહેતા ગયા "સાંજે બાબુરાવ સાહેબ આવે એટલે કહું છું. આ બધાને સજા આપો." 
બાબુરાવ સાહેબ ગામના છોકરાવને મફતમાં ભણાવવાની સેવા આપે. તેમનું નામ સાંભળી ટોળું વિખરાય ગયું.

રેખલી, પૃથા અને બીજી બેનપણીઓ અંદરોઅંદર વાતો કરવા લાગી.

*પૃથા* - 
"અરે યાર એ છેલ્લો જાંબુ ન મળ્યો. હાલોને ઓલી મેદાનની ટેકરી પર ઘણી જાંબુડીઓ છે. ત્યાં જઈએ. કોઈને ના તોડ્યા હોય એ જાંબુ તોડી આવીએ."
રેખલી -" એ હાલો હાલો ઓલી ટેકરીએ ઘણાં વખતથી નથી ગયા જતા આવીએ હાયરે બાજુમાં  બોરડીઓ પન જોઈ લઈએ કદાચ એકાદ બોર પણ મળે 
પ્રિતી -"અલી અત્યાર બોર નૉ હોય, જે મળે છૅ એ ખાઈએ
બધા હરખાયા..પ્ણ પૃથાનું મોઢું પડી ગ્યું, મનમાં બીજાં વિચારો ચાલુ હતા હું હાલો હાલો તોં કરુ છુ પણ 



પછી પૃથાને વિચાર આવ્યો "મને ઘરેથી ના પાડશે તો?" કંઈક તો કરવું પડે. તેં મનમાં હરખાઈ. અનુમતિ લેવા એક વિચાર સૂઝયો.... વિચાર ઝબકતા એણે હા પાડી એટલે બધાએ સાંજે જાંબુ તોડવા જવાનું નક્કી કર્યું ખરા.
પૃથાએ મોઢું વકાસી કહયું -"મારૂ નક્કી નહીં ઘરેથી જો ના પાડે તો નાય આવું 
બિંદુ -લે હજી તૉ છેક સાંજે તુ પૂછી રાખજે જો હા પાડી હશે તોં બધા જશું 
રેખા -"ના પાડે નેં તો અમે કહીશું  તોય ના માને તો અમે પણ નૈ જઈએ 
પૃથા -"ના યાર એવુ નો કરો  હૂં નપ્રયત્ન કરુ છું તમે સાંજે આવો તૉ ખરા.


ઘરેથી જાંબુ તોડવા જવા દે ઍની અનુમતિ માટે પૃથા શુ કરશે હવે?,કમેન્ટમાં  મને ચોક્કસ જણાવો  કે પૃથા જાંબુ તોડવા જશે કે નહીં? જશે તો ત્યાં શું થશે? 
વિચારીને મને તમારો જવાબ કમેન્ટમાં ચોક્કસ જણાવો 

વધુ આગળના પ્રકરણે વાંચો