"'ઓપરેશન સાગર મંથન' ➔ 'ઓપરેશન સેવન સિસ્ટર્સ' ➔ 'ઓપરેશન સાયબર મંથન': આ ત્રણેય નોવેલ એકબીજા સાથે જોડાયેલી રોમાંચક કડીઓ છે, એટલે ક્રમબદ્ધ વાંચશો તો જ ખરી મજા આવશે."
પ્રકરણ ૪: ધ એસેટ એક્વિઝિશન
રેડિયો સ્ટેશનમાં ક્ષણ-ક્ષણ વીતી રહી હતી. લાલ ઇમરજન્સી લાઈટોના ભયાનક પ્રકાશ વચ્ચે ૧૨૦ સેકન્ડનું કાઉન્ટડાઉન સ્ક્રીન પર ધબકી રહ્યું હતું. એસીપી મયુર કુમાર અને SDRT ની ટીમે અત્યંત ચાલાકીથી કંટ્રોલ પેનલના વાયરિંગને ઓવરરાઇડ કરીને સ્ટીલ બ્લાસ્ટ શટરનું ઈમરજન્સી હાઈડ્રોલિક વાલ્વ અનલોક કર્યું અને કાઉન્ટડાઉન શૂન્ય થાય તે પહેલાં જ ટીમ સહિસલામત બહાર નીકળવામાં સફળ રહી. પરંતુ આઈટી સીટી (IT City) પર ઘેરાયેલું સાયબર સંકટ હજુ ટળ્યું નહોતું.
દરમિયાન, SDRT ના મુખ્ય સાયબર એનાલિસ્ટ અને ક્રેક કોડર કબીરે પોતાના એડવાન્સ સુપરકમ્પ્યુટર ટર્મિનલ પર આઈટી સીટીના 'SCADA' અને બ્લોકચેન નેટવર્ક પર થયેલા હુમલાના ડિજિટલ ફિંગરપ્રિન્ટ્સને ડીપ-લેયર પર ટ્રેસ કરવાનું શરૂ કર્યું.
કબીરની આંગળીઓ કીબોર્ડ પર આંધીની જેમ ચાલી રહી હતી. કોડની હજારો લાઈનો ફ્લો થતી હતી. અચાનક કબીરની આંખો પહોળી થઈ ગઈ.
"અય્યર સર! રાઠોડ સર! મને હુમલાખોરનો કોર આર્કિટેક્ચર મોડ્યુલ મળી ગયો છે!" કબીરે દિલ્હી અને અમદાવાદ કંટ્રોલ રૂમ સાથે લિંક થયેલા સ્ક્રીન પર ડેટા ફ્લેશ કરતા કહ્યું. "આ હુમલો જે એન્ક્રિપ્શનથી સુરક્ષિત છે, એ સામાન્ય સાયબર-અટેક નથી. આને ડિઝાઇઅન કરવા માટે દુબઈના આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડિકેટ 'અલ્ફા-નેટ' ના જૂના, ગુપ્ત રૂટીંગ પ્રોટોકોલ્સનો ઉપયોગ થયો છે. આઈટી સીટીના કંટ્રોલ સિસ્ટમ અને પાવર ગ્રીડને પાછા મેળવવા માટે આપણે આ સિસ્ટમને ફોર્સ-બાયપાસ કરવી પડશે."
CBI ડાયરેક્ટર રાઠોડ સરે તુરંત પૂછ્યું, "શું એ બાયપાસ શક્ય છે, કબીર?"
"હા સર, પણ એ માટે આપણને એક અતિ-વિશિષ્ટ 'એક્સેસ કી' ની જરૂર છે," કબીરે ગંભીરતાથી ખુલાસો કર્યો. "આ એક્સેસ કી દુબઈ સિન્ડિકેટના એ જ જૂના એન્ક્રિપ્ટેડ નેટવર્કની ડિજિટલ માસ્ટર-કી છે. પણ સમસ્યા એ છે કે એ માસ્ટર કી બનાવનાર કે તેને ડિકોડ કરી શકે તેવો આખા વિશ્વમાં માત્ર એક જ માણસ છે—એક ૨૧ વર્ષનો જીનિયસ ભારતીય હેકર, આદિત્ય."
"આદિત્ય?" એસીપી મયુર કુમારે આશ્ચર્યથી પૂછ્યું. "એ ક્યાં છે અત્યારે?"
અય્યર સરના ચહેરા પર એકાએક અંધકાર છવાઈ ગયો. "આદિત્ય... એ જ છોકરો જેણે બે વર્ષ પહેલાં યુએસ ફેડરલ રિઝર્વના સર્વરમાં ઘૂસીને આખી સિસ્ટમ હલાવી દીધી હતી. અત્યારે તે વૉશિંગ્ટન ડીસીમાં ફાસ્ટ-ટ્રેક ટ્રાયલ હેઠળ છે."
કબીરે સ્ક્રીન પર નવો ડેટા પોપ-અપ કર્યો, "બરાબર સર. અને સૌથી ખરાબ સમાચાર એ છે કે વૉશિંગ્ટનમાં અમેરિકી ગુપ્તચર સંસ્થા FBI ની ડિજિટલ ક્રાઇમ વિંગ આદિત્યની સત્તાવાર ધરપકડ કરીને તેને હાઈ-સિક્યોરિટી ફેડરલ પ્રિઝનમાં શિફ્ટ કરવાની તૈયારી કરી રહી છે. માત્ર આગામી બે કલાકમાં જ તેને ડિટેન્શન સેન્ટરમાં ખસેડી દેવાશે, જ્યાંથી તેની સાથે સંપર્ક કરવો અશક્ય બની જશે."
"આપણને એ આદિત્ય કોઈપણ ભોગે જોઈએ છે," રાઠોડ સરે સ્પષ્ટ અવાજે કહ્યું. "જો આદિત્ય અને તેની પાસે રહેલી 'એક્સેસ કી' આપણને નહીં મળે, તો આઈટી સીટીનો ડેટા કાયમ માટે લોક થઈ જશે અને ભારતનું આર્થિક નેટવર્ક કોલેપ્સ થઈ જશે."
સ્થિતિની નાજુકતા સમજીને અય્યર સરે તુરંત જ દિલ્હી સ્થિત યુએસ એમ્બેસી અને વૉશિંગ્ટનમાં ભારતના રો (RAW) સ્ટેશન ચીફ મારફતે FBI ના ડાયરેક્ટર સાથે સિક્યોર સેટેલાઇટ હોટલાઇન પર ઇમરજન્સી કોન્ફરન્સ કૉલ જોડ્યો.
અય્યર સરે FBI ડાયરેક્ટરને ભારતના આઈટી સીટી પર થયેલા હુમલાની ગંભીરતા અને દુબઈ સિન્ડિકેટના કનેક્શન વિશે વિગતવાર માહિતી આપી. "ડાયરેક્ટર, આદિત્ય માત્ર એક અપરાધી નથી, આ ક્ષણે તે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે સૌથી જરૂરી 'એસેટ' છે. અમારે 'એક્સેસ કી' મેળવવા માટે તેને ભારતીય ક્ષેત્રાધિકારમાં લાવવો જ પડશે."
આંતરરાષ્ટ્રીય સિક્યોરિટી પ્રોટોકોલ્સ અને દ્વિપક્ષીય સાયબર સંધિ ને ધ્યાનમાં રાખીને, આકરા ડિપ્લોમેટિક દબાણ બાદ FBI આદિત્યની હંગામી કસ્ટડી ભારત સરકારને સોંપવા તૈયાર થઈ.
આદેશ મળતા જ, વૉશિંગ્ટન ડીસીના એરપોર્ટ પરથી અમેરિકી એરફોર્સના એક વિશેષ ગલ્ફસ્ટ્રીમ નોન-સ્ટોપ જેટ વિમાને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક માટે ઉડાન ભરી. વિમાનમાં કડક સિક્યોરિટી વચ્ચે આદિત્યને ભારત લાવવામાં આવી રહ્યો હતો.
છ કલાક બાદ, મધ્યરાત્રિના બે વાગ્યે, અમદાવાદ એરપોર્ટના ખાનગી રનવે પર વિમાન લેન્ડ થયું. એસીપી મયુર કુમાર, CBI ની ટીમ અને SDRT નો બુલેટપ્રૂફ કન્વોય રનવે પર જ હાજર હતો.
જેટનો દરવાજો ખુલ્યો. હથકડી થી બાંધેલો, બ્લેક જેકેટ પહેરેલો અને આંખોમાં અફાટ ચાલાકી ધરાવતો એક દુબળો-પાતળો યુવાન બહાર આવ્યો. એ જ જીનિયસ હેકર—આદિત્ય.
મયુર કુમારે આગળ વધીને આદિત્યને પોતાની કસ્ટડીમાં લીધો. SDRT ના કમાન્ડ સેન્ટર તરફ જતાં બુલેટપ્રૂફ વાહનમાં મયુરે આદિત્ય સામે જોયું, "તને ખબર છે ને તારા કૌશલ્યની આ દેશને કેટલી જરૂર છે?"
આદિત્યના ચહેરા પર એક કૂટિલ સ્મિત આવ્યું, "તમે જેને 'એક્સેસ કી' સમજો છો, મયુર સર... એ માત્ર એક પાસવર્ડ નથી. એ એક જીવંત વાયરસ છે. અને તમે મને ભારત લાવીને સૌથી મોટી ભૂલ કરી છે."
મયુર કુમારે ચોંકીને પૂછ્યું, "એટલે? તું શું કહેવા માગે છે?"
આદિત્ય પોતાની બાંધેલી આંગળીઓ વડે પોતાની રિસ્ટવોચની પાછળ રહેલું એક ચિપ-બટન દબાવતા ધીમા અવાજે હસ્યો:
"FBI મને પકડતી નહોતી, મયુર સર... મેં જાતે જ પકડાઈને દિલ્હી અને FBI પાસે આ નાટક કરાવ્યું હતું. કારણ કે દુબઈ સિન્ડિકેટના માલિકે મને અંદરથી જ આઈટી સીટીના મેઇન સર્વર સુધી પહોંચવાનો રસ્તો બનાવવાનું કહ્યું હતું... અને તમે પોતે મને એ સર્વર રૂમ સુધી લઈ જઈ રહ્યા છો!"
એ સાથે જ, બુલેટપ્રૂફ વાહનની તમામ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ અચાનક લોક થઈ ગઈ અને વાહનનું સ્ટેયરિંગ ગાયબ થઈને ઓટો-પાયલટ પર અનિયંત્રિત સ્પીડમાં દોડવા લાગ્યું!