: પ્રકરણ - 7 :
કોલેજમાં દાખલ થતાં જ મારી જીવન સાથીની ખ્વાહિશને પાંખો ફૂટી નીકળી હતી.
સૌથી પહેલી એક છોકરી મારી નજરમાં વસી ગઈ હતી. તે રંગે રૂપે વહીદા રહેમાન જેવી લાગતી હતી. મને તેના પ્રત્યે આકર્ષણ જાગ્યું હતું.
તે હંમેશા એક છોકરા સાથે જોવા મળતી હતી.. તેના વિશે એક મિત્રે માહિતી આપી હતી. તે બન્નેની સગાઈ થઈ ગઈ છે. ટૂંક સમયમાં બંનેના લગ્ન થવાના છે.
નો એન્ટ્રી ' નું બોર્ડ નિહાળી મારી પાસે અટકી જવા સિવાય કોઈ જ રસ્તો નહોતો.
છોકરો કોલેજ એસોસિએશનનો અધ્યક્ષ હતો. જેનું થોડા જ દિવસમા સ્કૂટર અકસ્માતમા નિધન થયું હતું. તેને માટે કોલેજના હોલમા શોક સભારંભ યોજવામાં આવ્યો હતો. તે વખતે જાણે કોઈ મારું પોતાનું મરી ગયું હોય તેવો મને એહસાસ થયો હતો. મારી હાલત જોઈ મારા મિત્રો પણ ડઘાઈ ગયા હતાં.
મરનાર મારો કોઈ નહોતો. છતાં મારું સંવેદનશીલ માનસ તેના મોત માટે મને જવાબદાર લેખતું હતું.
મેં અરુણાને પામવાનો ખ્યાલ અજાણ પણે સેવ્યો હતો. તે બદલ ભગવાને તેને પોતાની પાસે બોલાવી લીધો હતો. એવું હું માનવા લાગ્યો હતો.
હું આટલી હદ સુધી સંવેદનશીલ હતો. સંસારના દરેક અનર્થ માટે મારી જાતને દોષિત ગણવાની આદત પડી ગઈ હતી.
ત્યાર પછી એક અન્ય છોકરીમાં મારું મન મોહી ગયું હતું. મારો રોલ નંબર 27 હતો અને તેનો 28. તેનું નામ સુનિતા હતું. તેની અટક પણ દેસાઈ હતી.. બહું જ સુંદર કોમ્બિનેશન હતું. પણ વાત આગળ વધી નહોતી. તેને માટે મારો શરમાળ સ્વભાવ જ કારણ ભૂત બન્યો હતો.
મને અહીં મોકો હતો. પણ મારામાં આગળ વધવાનો વિચાર પણ આવ્યો ન હતો. તેથી હું હાથ ઘસતો રહી ગયો હતો.
તે મારી પાછલી બેંચ પર બેસતી હતી. તે એકદમ મારી બાજુમાં હતી.
વાતચીતનો પ્રારંભ કરવાની પૂર્ણ તક હતી. પણ હું કાંઈ જ કરી શક્યો હતો.
કોલેજ છૂટ્યા બાદ અમે અમુક અંતર સુધી આગળ પાછળ રહેતા હતાં. પણ બેમાંથી કોઈ એ પણ વાત કરવાની પહેલ નહોતી કરી.
બસ પરીક્ષા ટાણે મેં તેને પેપર લખવામાં મદદ કરી હતી.
મારા નસીબમાં બસ તેનો આટલો જ સાથ હતો.
તે સિવાય એક અન્ય છોકરી પ્રિયંકા હતી.. જે મારી સાથે વાત કરતી હતી. મને સન્માનતી હતી.. મારી સ્કોલરમાં ગણતરી કરતી હતી.
તે સિવાય ક્લાસની અન્ય છોકરીઓ જોડે મારે વાતચીતનો સંબંધ હતો. પણ ના જાણે કેમ મને તેમને બહેન માનવાની આદત પડી ગઈ હતી.
તેથી ક્યાંય મેળ પડયો નહોતો.
પહેલાં વર્ષમાં મને જ્યોતિ નામની છોકરી જોડે આત્મીયતાનો અનુભવ થયો હતો. પણ મેં તેના પર ભાઈ બહેનનું સ્ટીકર લગાડી દીધું હતું.
પ્રિયંકા શાયદ મને પસંદ કરતી હતી. પણ હું તેને સમજી શક્યો નહોતો.. છતાં અમારી વચ્ચે વાતચીતનો સેતુ બંધાઈ ગયો હતો.
પણ આ મામલે હું કોઈ સ્પષ્ટ મૂવ કરી શક્યો નહોતો .
તે સિવાય હું અન્ય છોકરીઓ સાથે પણ વાત કરતો હતો..પણ ક્યાં ય મને પ્રેમનો આસ્વાદ જોવા ચાખવા મળ્યો નહોતો.
મનિષના ઘરે હું નિયમિત જતો હતો. તેના ઘરમાં બધા જ મને ઓળખતા હતાં, મને આવકારતા હતાં.
તેનું પરિવાર બહોળું હતું.. બધા ભાઈઓ અને તેમની પત્ની, બાળકો એક સાથે રહેતા હતાં.
મનિષ તેના માત પિતાનો એકલવાયો પુત્ર હતો. પણ તેના કાકાને બે છોકરી અને બે છોકરા હતાં. પિતરાઈ કાકાને પણ એક પુત્ર અને પુત્રી હતાં. તે સિવાય અનેક પિતરાઈ ભાઈઓ બધા જ સાથે રહેતા હતાં.
તેના કાકાની એક છોકરી અમારી સાથે, અમારી કોલેજમાં અમારા વર્ગ માં અભ્યાસ કરતી હતી.. તેનું નામ પૂજા હતું. અમારી વચ્ચે સંવાદ સેતુ રચાઈ ગયો હતો.. અમે મોકળાશથી એકમેક સાથે વાત કરતાં હતાં.
તેની ગુજરાતના એક છોકરા સાથે સગાઈ થઇ હતી. હું તેના મંગેતર તેમ જ તેના પરિવારને ઓળખતો હતો. તેમના ઘરે પણ ગયો હતો.
મારા આમંત્રણને માન આપી મનિષ તેને મારે ઘરે લઈ આવ્યો હતો અને મેં તેની સારી રીતે ખાતિરદારી પણ કરી હતી.
પ્રિયંકાની જેમ પૂજા પણ મને સ્કોલર માનતી હતી. આ વાત મારું મોરલ બૂસ્ટ કરતી હતી.. સૌથી અઘરી પરીક્ષામાં હું સેકન્ડ ક્લાસમા પાસ થયો હતો.. મારી સાથે પૂજા પણ સેકન્ડ ક્લાસમા પાસ થઈ હતી.
આ મારા અભ્યાસનું કઠિનતમ તેરમું વર્ષ હતું.. જે મારે માટે નસીબવંતુ નીવડ્યું હતું. પૂજા મને સ્કોલર તરીકે નવાજતી હતી આ તેનું સીધું જ પરિણામ હતું..તે મારે માટે પૂજા પ્રેરણા સ્રોત બની હતી.
અમે બંને સેકન્ડ ક્લાસમા પાસ થયા હતાં. તે બદલ મનિષને અમારે માટે જલન થઈ હતી.
અભ્યાસ ઉપરાંત કોલેજ દ્વારા આયોજિત શિબિર તેમ જ અન્ય કાર્યક્રમમાં અમારી ત્રિપુટી સાથે જ રહેતી હતી. આ કારણે પૂજા અને હું એકમેકની અત્યંત નજીક આવી ગયા હતાં.
મનિષના ઘરમાં બધી છોકરીઓની સગાઈ થઈ ગઈ હતી. પૂજાની પણ વાપીમાં એક છોકરા સાથે સગાઈ થઈ ચુકી હતી. છતાં મને પૂજા સાથે કોઈ લગાવ થઈ ગયો હતો. હું તેના મંગેતરને ઓળખતો હતો. તેના પરિવારના બધા સભ્યો મને ઓળખતા હતાં. હું એક બે વાર વાપી પણ ગયો હતો. તેના માતા પિતાને પણ મળ્યો હતો.
અને એકાએક મારા હૈયે તેને માટે પ્રેમના અંકુર ફૂટ્યા હતાં. આ વાત ખોટી હતી પણ હું મારી લાગણીને કાબુમાં રાખી શકવા અસફળ નીવડ્યો હતો.
શું કરું? મને કાંઈ જ સમજાતું નહોતું. આ સ્થિતિમાં એક વાર તે મારા બિલ્ડિંગની નીચે તેની બહેનપણી સાથે આવી રહી હતી ત્યારે તેને રોકી લઈ ભલામણ કરી હતી.
" કાલે સવારે મને લાઈબ્રેરીમાં મળીશ. "
તેનો સીધો ઇન્કાર કરતા તેણે મને કહી દીધું હતું. " તારે જે કાંઈ કહેવું હોય તે અહીં કહી દે. હું લાઈબ્રેરીમાં નહીં આવું. "
મેં તેની પાસેથી આવી વાતની અપેક્ષા રાખી નહોતી. તેની આ પ્રકારની વાતોમાં મારા પ્રત્યેનો અવિશ્વાસ સાફ છલકી રહ્યો હતો. તેના અહેસાસે મને રંજ થયો હતો. મને હાડોહાડ લાગી આવ્યું હતું. એ વાત તો નિશ્ચિત હતી. પૂજા મનિષને જરૂર વાત કરશે.. અને એવું જ બન્યું હતું.
અમે બીજે દિવસે મળ્યા હતાં. અને મેં ઈમાનદારીથી પ્રેમની કબૂલાત કરી તેના ઘરે જવાનું બંધ કરી દીધું હતું.
અને મારા હૈયેથી મોટો બોજ ઊતરી ગયો હતો.
જોગનુજોગ બીજે દિવસે રક્ષા બંધનનો તહેવાર હતો. મેં તેની પાસે રાખડી બંધાવી અમારા સંબંધને નવું નામ આપ્યું હતું.
મારી નિખાલસ કબૂલાતે અમારી દોસ્તી અકબંધ રાખી હતી.
મનિષની ત્રણે પિતરાઈ બહેનોના લગ્ન એક જ દિવસે એક જ માંડવામાં નિર્ધાર્યા હતા.
મેં પણ આ લગ્નમાં હાજરી આપી હતી.. અને ત્રણે બહેનોને આશીર્વાદ આપ્યા હતા. અને રસમ પ્રમાણે ચાંલ્લાની રસમ નિભાવી હતી.
પૂજાના પતિને પણ ગળે લગાડી આશીર્વાદ આપ્યા હતા.
ઘરના હર કોઈએ આ વિરલ નજારો પોતાની સગી આંખે નિહાળ્યો હતો. સહુ કોઈ આ દ્રશ્ય નિહાળી ભાવુક થઈ ગયું હતું.
0000000000 ( ક્રમશ : )