Boss in Gujarati Drama by Mehul Mer books and stories PDF | બોસ

Featured Books
  • Her Silent Secret - 15

    शहर में उस रहस्यमय साइको किलर का नाम पिछले चार सालों से लोगो...

  • पुराने मित्र

    पुराने मित्र लेखक: विजय शर्मा एरी (Vijay Sharma Erry)समय बीत...

  • पिंकू की परी - 3

    अम्मा की तोरई और स्पेसशिप का गियर'सूं-सूं... खटर-पटर...&...

  • सावन

    सावन की दोपहर लगभग आधी खत्म हो चुकी थी और ढलते सूरज की सुन्ह...

  • पवित्र प्रेम या अभिशाप Season 2 - 22

    शाम का समय था। चौहान हवेली का मुख्य दरवाज़ा खुला।शादी से लौट...

Categories
Share

બોસ

​(સ્ટેજ પર ઝાંખો લીલો પ્રકાશ છે, પાછળ જંગલના પક્ષીઓ અને પવનનો ધીમો અવાજ છે. એક આદિવાસી યુવાન પરંપરાગત વેશભૂષામાં, હાથમાં લાકડાનો 'ભલો' પકડીને ઊભો છે. એની આંખો રડમસ છે, એ પથ્થર પર બેસે છે અને જંગલની બહાર જોતો હોય એમ પ્રેક્ષકો સામે જોઈને ધ્રૂજતા અવાજે બોલવાનું શરૂ કરે છે...)

ઊભા રહો બોસ બહુ બોલી લીધું તમે... "ટાર્ગેટ ક્યાં છે? મેઈલ કેમ સબમિટ નથી થયો? લૉગ-ઈન ટાઈમ કેમ મોડો છે?" રોજ સવારે 9 થી સાંજના 9 વાગ્યા સુધી તમારી આ કિટકિટ સાંભળીને મારું મગજ પાકી ગયું છે. આજે તમે નહીં, આજે હું બોલીશ અને તમે સાંભળશો.તમે પોતાને મોટા જંગલના રાજા સમજો છો ને?તમારા અહંકારનો ઘડો હવે ભરાઈ ગયો છે. તમે મારી સામે જોઈને લાલચોળ થાવ છો ને? પણ સાંભળી લો, જો હું પથ્થર યુગનો આદિવાસી હોત ને, તો મારું ટાઈમ ટેબલ જોઈને તમારા હોશ ઉડી ગયા હોત.​સવારે જ્યારે સૂર્ય ઉગે ત્યારે  ગુફાની બહાર સિંહની જેમ અવાજ દેતો નીકળું. અને  હાથમાં 'ભાલો' લઈને, વડલા ઉપર, ઝાડ પાછળ છુપાઈને, કાન સરવા કરીને... શિકારની રાહ જોવ જો દેખાય ગયો સિધો  ભાલો ૧... ૨... ૩... અને જોરથી ધા કરીને  હરણનો  શિકાર કરી લેત એક જ ઝાટકે સવારનો શિકાર પૂરો. બપોરે ઝરણાનું અમૃત ખોબે-ખોબે ગટગટાવીને, સાંજે સૂર્યાસ્ત પછી ગુફા ભેગો થઈ જાત.ત્યાં કોઈ 'ડેઇલી ટાર્ગેટ' નહોતો, ત્યાં કોઈ 'બોસ' નામનું જનાવર નહોતું. સાંજે ભાલો ખૂણામાં મૂક્યો એટલે આદિવાસી પોતાના જંગલનો રાજા.પ્રકૃતિનો એ રાજા આજે ક્યાં છે? ક્યાં ગઈ એ આઝાદી? તમે આ કાળું 'કીબોર્ડ' મારા હાથમાં પકડાવીને મને લાશ બનાવી દીધો, લાશ.સવારે નવ વાગ્યાથી ટ્રાફિકના ધુમાડા ખાઈને, લોકલ ટ્રેનમાં બાજુવાળાના પરસેવાની ગંધ સહન કરીને જ્યારે હું ઓફિસે આવું છું ને... ત્યારે મારી આત્મા અંદરથી ચીસો પાડે છે.​સાંજે નવ વાગ્યે ઘરે જાઉં તોય સુખ નથી.રાત્રે બાર વાગ્યે પણ કીબોર્ડની ' કિ' પર ટક-ટક કરતી મારી આંગળીઓ ખરેખર મારી કિસ્મત પર હથોડા મારે છે, ટેકનોલોજીના નામે માણસ કીબોર્ડ પર આવી ગયો એટલે તમે એને મશીન સમજી લીધો? યાદ રાખજો મિસ્ટર બોસ, આ કીબોર્ડની નીચે પણ એક માણસનું દિલ ધડકે છે.

આ કીબોર્ડ ફેંકીને અમારી જેમ જંગલના ખોળે કેમ નથી આવી જતો? ત્યારે એણે રડતા રડતા કીધું— "નથી આવી શકતો આદિવાસી ભાઈ... કારણ કે આ પેટનો ખાડો આવતા મહિને ભરાય એ માટે... મારે આ કીબોર્ડની ગુલામી કરવી જ પડશે! જો કીબોર્ડ છોડીશ, તો મારો પરિવાર ભૂખે મરી જશે"

સાહેબ. આંખોમાંથી પાણી નીકળતું હોય અને કીબોર્ડ સ્વીચ લીસી થઈ હોય... પણ આ પેટનો ખાડો આવતા મહિને ભરાય એ માટે... મારે તમારી આ ગાળો, આ અપમાન, આ જુલમ બધું જ ઝેરના ઘૂંટડાની જેમ પીવું પડે છે. વિકસીત દેશ મા પણ મધ્યમ વર્ગના માણસના નસીબમાં આ કીબોર્ડની ગુલામી સિવાય કઈ ફેર પડ્યોનથી. 

માત્ર ને માત્ર મશીનની જેમ ઘસાવાનું છે! પ્રગતિના નામે માણસે પોતાના હાથમાંથી ભલો ખોયો અને પગમાં ગુલામીની સાંકળ પહેરી લીધી

બોસ... કઈ જ નહીં.તમે ગમે તેટલા ખારા થાવ, કાલે સવારે નવ વાગ્યે હું પાછો ઓફિસે આવીશ જ. કેમ ખબર છે? કારણ કે માર્કેટમાં ગમે તેવા રોબોટ આવી જાય, પણ જ્યારે ઓફિસમાં લાઈટ જશે અને વાઈ-ફાઈ બંધ થશે ને, ત્યારે તમારો પેલો રોબોટ ખૂણામાં ડબ્બો બનીને પડ્યો રહેશે. અને ત્યારે આપણો આ ઈન્ડિયન માણસ જ ચાની કિટલી પર જઈને કહેશે— "એય કાનજીભાઈ, લાઈટ ગઈ છે ત્યાં સુધી બે કટિંગ ચા અને મસ્કાબન આપો ને."​લાગણી અને ચા... આ બે વસ્તુ કોઈ રોબોટ ડાઉનલોડ નહીં કરી શકે. એટલે જો કાલે સવારે તમે મને એમ કહેશો ને કે— "આપણી ઓફિસના રોબોટના પગ ધોઈને તારે પાણી પીવાનું છે." ...તોય હું કહી દઈશ— "ચોક્કસ સર" લાવો જરા ગંગાજળ મિક્સ કરી દઈએ, પેટનો ખાડો પૂરવો છે ને." શિકારી પણ રેડી છે, બોસ... સીધા તમારી કેબિનમાં જતા રહો, કાલે સવારે નવ વાગ્યે મેઈલ સબમિટ થઈ જશે.