પરમાણ ( Proof of Honesty) in Gujarati Motivational Stories by Er Gopal Saraiya books and stories PDF | પરમાણ

Featured Books
  • 11 ટાસ્ક્સ - Chapter 43

    વર્તમાન:આશુતોષ આજે વહેલો ઑફિસેથી ઘરે આવી ગયો હતો. અનન્યા સાથ...

  • મારો માધવ

    મારા માધવ એટલે ભગવાન શ્રીકૃષ્ણ.મારા માટે માધવ માત્ર એક ભગવાન...

  • આદમખોરનું રહસ્ય : પ્રકરણ ૫

    આદમખોરનું રહસ્ય પ્રકરણ ૫: ઈવા અને પ્રાણી-મનોવિજ્ઞાનલેપટોપની...

  • રોકાણ - 6

    ભાગ ૬ — વધતું બેંક બેલેન્સકાશીની યાત્રા પૂરી કરીને રમેશભાઈ,...

  • શૂન્યની બહાર - 12

    ભાગ 12 — દરવાજાની બીજી બાજુ“આરવ... દરવાજો ખોલ.”બહારથી ફરી એ...

Categories
Share

પરમાણ

        આ એક મારી સામે બનેલ સત્યઘટના આધારિત વાર્તા છે અને વાર્તાનો અંત જ બોધ છે. 🍁

             રોજની જેમ હું મારી ફરજ પર ૧૦ વાગ્યે પહોંચી ગયો. અમારી ઓફિસ જિલ્લા પંચાયત કચેરી,ભાવનગર ગંગાજળિયા તળાવ(ભાવનગરનો મુખ્ય માર્કેટ વિસ્તાર)ની એકદમ નજીક આવેલી છે.

       અમારા ઓફિસના પ્યુન હસમુખભાઈ સ્ટાફ માટે ચા લેવા માટે ગંગાજળિયા તળાવ પાસે રૂપમ ચોક ચાલીને ગયા હતા. ચા લઈને વળતા આવતા હતા ત્યારે આગળ રસ્તા પર તેમણે આ મુજબનું દ્રશ્ય જોયું 👀

       " રસ્તાની ડાબી સાઈડમાં એક પિયાગો રીક્ષાની પાછળની સીટમાં મહિલા પેસેન્જરો ચડી રહ્યા હતા જેમાં સૌથી છેલ્લે એક બહેન કે જેના એક હાથમાં બાળક હતું તો બીજા હાથમાં મોબાઈલ ફોન જેઓ બાળક અને ફોન સાથે રીક્ષામાં તો ચડી ગયા પછી બાળકને ખોળામાં સરખું લેવા મોબાઈલ ફોનને પોતાના ડાબા પગના ગોઠણ ઉપર મૂક્યો અને બાળકને સરખું ખોળામાં બેસાડતા એ ગાળામાં રીક્ષા પણ ચાલતી થઈ ગયેલ એવામાં ડાબા ગોઠણ પરનો મોબાઈલ રિક્ષા ચાલતા જ નીચે રોડ પર પડી ગયો પણ બહેન બાળકને સરખું કરવામાં અને અને રીક્ષાવાળો જટ ફેરો કરવાની ઉતાવળમાં " 🚥

           આ આખી ઘટનાને નિહાળતા જ અમારા હસમુખભાઈએ રીક્ષામાં પાછળની સીટે બેઠેલા બહેનને રાડો નાખી   

" એ બેન..તમારો ફોન...એ...બેન..ફોન પડી ગયો.." 

શહેરના રસ્તાની શોર-બકોર, માર્કેટનો ટ્રાફિક વાળો વિસ્તાર અને શહેરની ઉતાવળી ભરી જિંદગીમાં હસુભાઈએ નાંખેલ રાડોનો અવાજ તો માંડ પાંચ ફૂટ દૂર પોગ્યો એટલામાં વાતાવરણના દેકારામાં લુપ્ત થઈ જતો પછી ઝડપથી રિક્ષા ઉપાડી ઈ જગ્યા પર પહોચ્યા રોડ પર પડેલો મોબાઈલ લીધો રિક્ષા પાછળ આપવા થોડું દોડ્યા પણ ભેગું ના થયું.

            હસમુખભાઈ ગરમા ગરમ ચા લઈને ઓફિસ ત્રીજા માળે આવી પહોચ્યા. આવી મને આખી ઘટના વિશે વાત કરી અને મને મોબાઇલ આપ્યો. મેં મોબાઈલ ચેક કર્યો સ્ક્રીનલોક નહોતો એટલે રીસેન્ટ ડાયલ પેડમાં છેલ્લે ડાયલ કરેલો પ્રથમ નંબર " માં " નામથી સેવ કરેલો હતો. તરત એજ ફોન માંથી " માં " ને કનેક્ટ કર્યા સામેથી પંચાવન સાઈઠ વરસના માસી બોલ્યા " હા આ મારી સોડીનો જ ફોન સે" અને આખી ઘટના જણાવી મારી ઓફિસથી મોબાઈલ ફોન લઈ જવા કહ્યું. 📱

           હજી મારી ઓફિસ પહોંચે એ પેલા રસ્તામાં જ ત્રણ-ચાર વખત પેલા માસી તેમના પતિના અલગ અલગ ફોન આવ્યા 

" તમે કોણ બોલો સો!"

" ક્યાં આવાનું સે ?"

 "ક્યાંથી ફોન જડ્યો?" 

      તેઓ જે રીક્ષામાં બેઠા હતા ઈ રીક્ષા આખી લઈ જીલ્લા પંચાયતના કમ્પાઉન્ડ પહોંચ્યા. પાછા નીચેની ફોન કર્યા

" આયા સવી કાંઈ ખબર પડતી નથી ક્યાં જાવાનું ઈ! "
 
"તમે ક્યાં સવો!"

પછી માંડ માંડ અમારી ઓફિસ એમને મળી.🕊️

          મારા હાથમાં ફોન આવ્યો ત્યારથી તે આ લોકો ઓફિસ આવ્યા ત્યાં સુધીમાં મારી સામે પડેલું ઢગલો કામ વિખણ-શિખણ થઈ ગયેલું. વચ્ચેનો આટલો સમયમાં એટલા ફોન આવ્યા કે મેન્ટલી તો હું કચેરીમાંથી ગેરહાજર જ હતો.

          હવે મૂળ વાત ઈ હતી કે ફોન લેવા કુલ ત્રણ જણ આવેલા જેમાં એક ફોન વાળા બેન, એક એમના મમ્મી, એક તેમના પપ્પા અને એક ત્રીજા બહેન આ ત્રીજા બહેન આ લોકોના સગા ન હતા પણ રીક્ષામાં તેમની બાજુની સીટ પર બેઠેલા હતા. આવ્યા એટલે ઓફિસમાં બોલાવી ફોન આપી દીધો ત્રણેય(માં,બાપ,દીકરી) એ થોડીક એમની દેશી ભાષામાં આભાર વિધિ કરી પરત જતા જ હતા એવામાં ઓલા સાથે આવેલા ત્રીજા બહેન ખૂબ ગળગળા થઈને બોલ્યા: 
" હારું થયું ભાઈ તમારા હાથમાં ફોન આવ્યો ! આ બેન તો મને ચોંટ્યાં 'તા કે તે જ મોબાઈલ ચોર્યો છે, તારેજ આપવો પડશે! કદાચ તમને આ ફોન નો જડ્યો હોત તો ધરાહાર નો છુટકયે મારે આમને પૈસા દેવા પડત! આવડા આ મારો એમનેમ છૂટક્યો નો કરેત"

          આ બેનની વાત સાંભળ્યા પછી મને પેલા ફોન માલિક ત્રણ જણ પર મનમાં ખૂબ ગુસ્સો આવ્યો પણ કંટ્રોલ કરી જવા દીધા
       અંતે આ આખી ઘટનાથી મને ઓફિસ કામમાં પડેલી ખલેલ નો જે થોડોક ગુસ્સો હતો એ એક સેકંડ માં જ શાંત થઈ ગયો હતો તો બીજી તરફ પેલા નિર્દોષ બેન આ મોબાઈલ ફોન વાળા ત્રણ લોકોના અસહ્ય આરોપોના ત્રાસ માંથી મુક્ત કર્યા નો સંતોષ હતો જેના લીધે બાકીનો આખો દિવસ મારો ખૂબ સારો રહ્યો.

          
✳️🌼☸️બોધ :- 

          " અમારા હસમુખભાઈ જેવા એક માણસની પ્રામાણિકતા પેલા નિર્દોષ બેનની પ્રમાણિકતાને સાબિત કરી બતાવી. " 👏🙏

         જો તમને  આ વાર્તા પ્રેરણાદાયક લાગી હોય તો આપના કોમેન્ટમાં આપેલા મંતવ્યો મને પ્રોત્સાહન આપશે.

             આભાર 🙏 🙏 🙏

                                       ✍️ ગોપાલ સરૈયા ( ઈજનેર)