નમસ્કાર આપ સૌને! ઘણા સમય બાદ લાગણી વિભોર થઈ લખી રહી છું આશા રાખું છું કે આપ સૌને વાંચવું ગમશે. મારા તમામ વાચકોનો ખુબ ખુબ આભાર જેઓ આજ સુધી અકબંધ રહ્યા છે આપને ક્યારેય નિરાશા નહીં મળે તેવી ખાતરી સાથે મારી આ નવલકથાને આગળ ધપાવું છું.
આપવીતિની ખાણ
ખુલ્લા છો તો ખુલ્લા રહો, બંધ મુઠ્ઠીમાં પાપ છે!
આઝાદી અનુભવો, જીવો! તમારી જ દાદ છે!
છળ-કપટ અનુસરીને શત્રુની ક્યાં તાણ છે?
પ્રામાણિક બની તરો, ખરેખર જો જાંક છે!
વચન આપવા કરતાં પાળવા સારા ખરું ને!
બાકી તો તૂટેલા વચનોની અહીં લાંબી હાર છે!
નજીકના! હા કંપાવશે, દૂરના તો દૂર છે,
"હા" એ જ ઝેરીલા ધારદાર કર વાર છે!
સમજો જે તમે, એ અસલમાં સુખદ નથી!
એનાથી પર નકલમાં ઘણીવાર આરામ છે!
પરથી પરાયા ને સતથી પોતીકાની જાળમાં,
કોણ કોનું જગતમાં? એ જાણવું નાકામ છે!
શબ્દો મારા વિખરાયેલી લાગણીનું ટૂંકું સ્વરૂપ,
બાકી "બિચ્છું" આપડે તો આપવીતીની ખાણ છે!
~ નેન્સી આર. સોલંકી
આ પ્રેમ?
તે તલબ લગાવી અને છોડાવીએ તે જ,
તારી ગમતી ક્ષણો સજાવી ઠુકરાવીએ તે જ !
તારી અનુકૂળતા અને તારી ખરી સફળતા ,
તારી ઈચ્છાઓ માટે "મારી" ને દફનાવીએ તે જ !
તું કહે તે માન્યું તું કહે તે જાણ્યું ,
અંતે અપરંપાર ક્રુ૨તાથી સમજાવીએ તે જ!
સંબંધ ઝાંખો પડે કે લાગણી? ખબર નઈ ,
દિલચસ્પી ખૂબ દેખાડી, હવે અવગણીએ તે જ !
ખૂબ ખૂબ એટલે અનહદ સમય ઢોળીને ,
હવે એ જ સમય માટે જ લલચાવીએ તે જ!
માન સન્માનનો વાસ્તવિક પરચો આપીને,
ભયંકર અપમાનમાં ઝબોળીને નિચોવીએ તે જ!
હક્કો ઘણા બધા આપીને સર પર કરી,
એ જ માંથી વિષમ કરી અળગાવીએ તે જ!
એને દુ:ખ કહેવાય? ના ના એ જ જીવન,
ખરો મતલબ જણાવીને જીવડાવીએ તે જ!
અશ્રુના એક બુંદ કાજે ખળભળી ગયા "તે",
ચોધાર અશ્રુઓની વાચા જુકાવીએ તે જ!
લખતા જેટલો સમય લાગ્યો નજીવો છે એ,
અનુભવ કરતાં કરતાં હંફાવી એ તે જ!
અરેરેરે મારી જ ભૂલ હતી ખરેખર નઈ?
મારી જ લાગણીઓના બોજે રીબાવીએ મે જ!
~ નેન્સી આર. સોલંકી
સાથ!
સાથે રહીને દૂરના બંધન કેવા લાગતા ?
તમ સુખી, અમ દુઃખી, રો તમ તાનમાં!
તૂરા તૂરિયા બાઝીને, બેઠા કોની રાહમાં!
જમો નહી તો એય, ઝેર ઉગળશે રક્તમાં!
તવંગરના તારનાર તરશે તરવર તારમાં,
તૂટશે વિહવળ અગની, દઝાડશે અંગ દાનમાં!
અકલ્પ્ય યાતનાથી થાય ચૂરચૂર જંગમાં,
જીતીને હારેલા! તપતા એ તમ સંગમાં!
વ્યોમવાદળી ચિરે, નભ ફાટે વિકરાળમાં,
"બિચ્છું" ઘાવ આપડા વ્યાપશે ઊંડાણમાં!
~ નેન્સી આર. સોલંકી
એકાંત
તને તારું કામ ગમે છે,
મને મારું એકાંત ગમે છે!
સઘળા જીવનની કટુ વાણી,
સરે આમ ખૂબ ખૂબ નડે છે!
પ્રારંભિક દૌર આહાહાહાહા,
અંતે તો ખળભળાટ મચે છે!
એકસૂત્રતા જાળવાતી નથી,
તો વચન કાં એવા દીઠે છે?
કરતાં તો પ્રેમ સૌ કોઈ જાણે,
જાળવવાના હવે ફાંફાં પડે છે?
કટાક્ષ કહું કે નિખાલસ ભાવ,
પણ! હાવભાવ દુષ્ટ વરસે છે!
"બિચ્છું" રાસ ન, મારી સોબત?
ખરેખર કહી દે, કે દંભ મચે છે?
~ નેન્સી આર. સોલંકી
હૃદય
એક હૃદય ને ટુકડા અનેક,
સમેટું સમેટું ત્યાં બટકું રે!
શબ્દો નિરંતર વાચા વિહોણા,
દુર્દશા કેવી? એ જ વહમું રે!
કલમ મારી અટકી બટકીને!
કહે છે કંઈ, તમે ન સુણ્યું રે?
સાસ થંભશે ત્યારે ઉચાપાત!
હાલ તો વગ, નથી ખરું ને?
એક આ "ભેજું" સમજે ન કંઈ,
કેટલું સમજાવું? હુંય થાકુ ને?
પૃચ્છા નથી ખૂટતી, શું.. ખબર?
ઉત્તરના ઉત્તરાર્ધમાં હું ભરખું રે!
"બિચ્છું" કહે ઝેર લેતો જા!
મરી મરીને ક્યાં ભટકું રે?
~ નેન્સી આર. સોલંકી
અને અંતમાં એટલું કહીશ કે ઘણીવાર આરામ મેળવવા માટે લખાણ ખૂબ જરૂરી છે, અનુભવથી જણાવું છું. લખાણને સચોટ શબ્દમાં ચોક્કસ લાગણી સાથે વર્ણવવું કે જેના દ્વારા વાંચનારા વાચક મારી લખવાની, જીવેલી લાગણીને સમજી શકે એનાથી વિશેષ બીજું કંઈ જ નથી મારી માટે! ઘણીવાર...
અંદર-બહારથી ઉઝરડા ભરમાર છે,
દોસ્ત ઓછા ભલે સંહારકનો સાથ છે!
અતરંગી આ બાજથી ડરવું કેટલું મારે?
હવે ખુલશે પાંખડા થશે હાહાકાર છે!