VIDHI NA LEKH in Gujarati Short Stories by Pratibha Joshi books and stories PDF | વીધિ ના લેખ

Featured Books
Categories
Share

વીધિ ના લેખ

                                                                                        ' આમ્રકુંજ ' સોસાયટી ના બંને તરફ ના વૃક્ષો એ જાણે સામસામે ભેટીને કમાન બનાવી હોય એવા હરિયાળા 

રસ્તા પર થી પસાર થતી નીરવ ની કાર ' તપસ્યા ' બંગલા ની નજીક આવી ને ઊભી રહી ગઈ. ધીરે થી ઝાંપો ખોલી ને નીરવ બંગલા માં પ્રવેશ્યો .જાત જાત ના રંગબીરંગી ફૂલો નો સુંદર બગીચો

જોઈને એ ખુશ થઈ ગયો .. ગુલમોહર ના પુષ્પો તેનું સ્વાગત કરવા જાજમ બિછાવી રહ્યા હતા .. મંદ મંદ વહેતી પવન ની લહેરખી ની સાથે મઘમઘી ઉઠતી જાઈ - જૂઈ , મોગરો અને રાતરાણી 

ની સુગંધ વાતાવરણ ને ખુશનુમા બનાવી રહી હતી ..નીરવ આ ફૂલો ની મહેક ને સંપૂર્ણ શ્વાસ માં ભરી લેવા માંગતો હોય એમ ઊંડા શ્વાસ લઈ , આંખો બંધ કરી ને થોડી વાર આમજ ઊભો રહ્યો

એણે અંદર જઈ ને ડોરબેલ વગાડી .. ક્યારની જાણે કોઈના આવવાની રાહ જોઈ રહેલી શ્રુતિ એ શિવમ ને તેડી ને હરખભેર બારણું ખોલ્યું . નીરવ ને જોતાં જ એનો એનો ચહેરી ખીલી ઉઠ્યો . 

" આવી ગયો ભાઈ .. ક્યારની રાહ જોતી હતી .. જો શિવુ , મામા આવ્યા ...." કહેતી નીરવ ને ભેટી પડી ....!!

" હાસ્તો .....લડકા ભાણિયા ની પહેલી બર્થ ડે ઉજવવાની હોય અને મામા ના આવે એવુ તે કૈં હોય .."  કહી ને તેણે શિવમ ને તેડી લીધો ....

" નિકુંજ ક્યાં છે ? દેખાતો નથી .. નીરવે ઘર માં પ્રવેશતા જ પૂછ્યું .. 

" કાલ ની પાર્ટી માટે થોડો સામાન લેવા બજાર માં ગયો છે .. હમણાં આવતો જ હશે ..શ્રુતિ એ જવાબ આપતા કહ્યું , અને પાર્ટી ના આયોજન ની વિગતવાર માહિતી આપવા માંડી . 

                                                                                        રવિવારે સવાર થી જ વહેલી ઉઠી ને શ્રુતિ કામે લાગી ગઈ હતી . નોકરો ને સૂચનાઓ પર સૂચનાઓ  આપી રહી

હતી . પાર્ટી ની સજાવટ માં ક્યાંય કચાશ ના રહે એ જોવાનું કામ એણે નિકુંજ ને સોંપ્યું હતું અને કેટરિંગ ની વ્યવસ્થા નીરવ ને સોંપી એ બીજા કામો માં વ્યસ્ત થઈ ગઈ .. સાંજે એણે શિવમ ને 

ખૂબ સુંદર તૈયાર કર્યો હતો . આજે શિવમ આકર્ષણ નું મુખ્ય કેન્દ્ર હતો .. નજીક ના કુટુંબીજનો , મિત્રો અને સોસાયટી ના બાળકો ની હાજરી માં કેક કટિંગ નો કાર્યક્રમ ઉજવાયો .  બાળકો

ની ચિચિયારીઓ થી આખું ઘર ગુંજી ઉઠ્યું ... નાના - મોટા બધાને પસંદ પડે એવી અવનવી વાનગીઓ ટેબલ ઉપર ગોઠવાઈ ગઈ હતી . શ્રુતિ દરેક જણ ને આગ્રહ  કરીને પીરસતી હતી . 

શ્રુતિ આજે ખૂબ ખુશ હતી .. એનો હરખ મ્હાતો નહોતો . એના બોલવામાં , હાવભાવ માં , એની ચાલ માં થનગાટ હતો .. ધીરે રહીને નિકુંજે શ્રુતિ નો ખભો થપથપાવ્યો અને એના કાન માં

કહ્યું , ગુડ જોબ શ્રુતિ , થેન્ક્સ .. અને શ્રુતિ હસી પડી .. જે આસમાન ને એ મુઠ્ઠી માં કેદ કરવા માંગતી હતી .. એ એની આશા .. એનું સ્વપ્ન .. એની તપસ્યા .. જાણે આજે પૂરી થઈ ગઈ

હોય  એવા એક આનંદ ની અનુભૂતિ એના ચહેરા પર સ્પષ્ટ જણાઈ આવતી હતી ....!!!

                                                                                             નિકુંજ અને શ્રુતિ ના પ્રસન્ન દાંપત્ય ના ફળ સ્વરૂપ શિવમ ના જન્મ પછી બંનેની જિંદગી માં એક ઠહેરાવ 

આવ્યો હતો .. એ બંનેને ખુશ જોઈને ભાવુક થયેલા નીરવ ની આંખ ના ખૂણા ભીના થયાં ... એ ઝડપ થી બહાર નીકળી ને વરંડા ના કોર્નર માં બાંધેલા હીંચકા પર બેસી ગયો . આંસુ થી 

ધૂંધળા થયેલા અજવાસ માં નિકુંજ સાથે ની એની પહેલી મુલાકાત યાદ આવી ગઈ ... નીરવ અને નિકુંજ ની પહેલી મુલાકાત મુંબઈ ની  ઍન્જિનિયરિંગ કોલેજ ની લાયબ્રેરી માં થઈ હતી . 

નીરવ તો મુંબઈ માં જ રહેતો હતો , જ્યારે નિકુંજ ઇંદૌર  થી અહીં ભણવા આવ્યો હતો અને હોસ્ટેલ માં રહેતો હતો . થોડા જ સમય માં બંને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ ...!! નિકુંજ ભણવામાં 

ખૂબ તેજસ્વી અને મહેનતુ હતો . એનો લાભ ઘણીવાર નીરવ ને પણ મળતો . એકવાર કોલેજ માં કોઈ કારણસર બે - ત્રણ દિવસ ની રજા જાહેર કરવામાં આવી . નીરવે આગ્રહ કરીને નિકુંજ ને 

પોતાના ઘરે આવવા જણાવ્યું . નિકુંજ ની આગવી વાક્ છટા , નિખાલસ અને મિલનસાર સ્વભાવ ને કારણે એ તુરંત જ નીરવ ના કુટુંબ માં ભળી ગયો . પછી તો અવાર નવાર , વારે તહેવારે 

નિકુંજ નીરવ ના ઘરે જતો . એ ક્યારેક  શ્રુતિ ને એના અભ્યાસ માં પણ મદદ કરતો . એમાં વળી જેમ શ્રુતિ ને કવિતા અને શાયરી નો શોખ હતો , એમ નિકુંજ પણ શેરો શાયરી નો ગજબ નો 

રસિયો હતો . ઘણીવાર બંને વચ્ચે રંગત જામતી .. તો કોઈ વાર કોઈ રચના ને લઈ ને બંને સામસામી દલીલો પર પણ ઉતરી જતાં ..!!

                                                                                               ધીમે ધીમે શ્રુતિ નિકુંજ તરફ આકર્ષાઈ રહી હતી ... એ એના આવવાની રાહ જોતી .. અને નિકુંજ ને

જોતાં જ એની આંખો માં અનેરી ચમક આવી જતી ... એ મનોમન નિકુંજ ને પ્રેમ કરવા લાગી હતી . નીરવ ને પણ આછો અણસાર આવી ગયો હતો . નિકુંજ ની હાજરી માં શ્રુતિ ના વર્તન માં

આવેલા બદલાવ ની એણે નોંધ લીધી હતી . જ્યારે નિકુંજ તો નીરવ અને શ્રુતિ બંનેને સારા મિત્રો જ માનતો હતો . એના મન માં ક્યારેય શ્રુતિ માટે એવો વિચાર આવ્યો જ નહોતો . એના મન 

માં તો કોઈ બીજું જ પાત્ર રમતું હતું , જેના વિષે એણે ક્યારેય કોઈને વાત કરી નહોતી ... પણ આ વાત ઝાઝા દિવસ છાની રહી નહીં . એક વાર નીરવ અને નિકુંજ ઉપર ટેરેસ વાળી રૂમ માં 

વાંચી રહ્યા હતા . સાંજે શ્રુતિ ચા અને નાસ્તો લઈ ને તેમની રૂમ માં ગઈ . ટેબલ ઉપર ટ્રે મૂકતાં તેની નજર બાજુ માં પડેલી લાલ ડાયરી પર પડી .. બારી માંથી આવતા પવન ને લીધે તેના પાનાં 

ઊડી રહ્યા હતા . ડાયરી બંધ કરી ને તેણે નિકુંજ ને આપવા હાથ લંબાવ્યો , ત્યાં તો એમાંથી એક ફોટો સારી પડ્યો . કુતૂહલ વશ શ્રુતિ એ ફોટો હાથ માં લીધો .. એક સુંદર છોકરી નો ફોટો

હતો ....એની ભ્રમરો તણાઇ ..  એના ચહેરા પર ના બદલાતા હાવભાવ જોઈને નિકુંજ હસતાં હસતાં બોલી ઉઠ્યો , " ફોટો જોઈને શૉક થઈ ગઈ ને શ્રુતિ ..... આ ઈશા છે . મારી

childhood friend ....અમે એકજ સોસાયટી માં રહીએ છીએ અને એકજ સ્કૂલ માં સાથે ભણ્યા છીએ ... she is a very sweet girl .... " અને તેણે ફોટા ને કીસ કરી, જાળવીને પાછો 

ડાયરી માં મૂકી દીધો .. શ્રુતિ પળભર તો હલી પડી .... મૂઢ ની જેમ અવાક્ થઈ ને નિકુંજ સામે જોઈ રહી .....અને નીરવ શ્રુતિ ની સામે .... પણ અત્યારે નિકુંજ એની જ મસ્તી માં હતો .. 

" કેમ , કરંટ લાગ્યો ને ઈશા ને જોઈને ?? અને પછી તો એનું ઈશા પુરાણ ચાલુ થઈ ગયું . ક્યાં અને કેવી રીતે પહેલી મુલાકાત થઈ હતી .. બુક્સ ની આપ-લે ની સાથે નાની નાની ચિટ્ઠી ઓનો 

સિલસિલો શરૂ થયો .... ક્યારે પ્રેમ નો એકરાર કર્યો .. વગેરે .. વગેરે .... શ્રુતિ એ આંખ માં ધસી આવેલા આંસુઓ ને પરાણે રોકી , મોં પર સ્વસ્થતા ધારણ કરી લીધી અને હસતાં હસતાં 

" તું તો છુપો રુસ્તમ નીકળ્યો હોં ." .. કહી નિકુંજ ને અભિનંદન આપી હળવે રહીને રૂમ ની બહાર નીકળી ગઈ ...!! પોતાના રૂમ માં જઈને શ્રુતિ એ બારણું અંદર થી બંધ કરી દીધું અને 

પરાણે રોકી રાખેલા આંસુઓ ધોધ બની ને વરસી પડ્યા .... એ હતાશ થઈ ને પલંગ પર  પડી રહી .. બીજા દિવસે પણ એ આખો દિવસ સૂનમૂન પડી રહી .. પહેલા પ્રેમ ની નિષ્ફળતા એ

એની  જાણે શક્તિ જ હરી લીધી હતી .. એના હસતાં ચહેરા ઉપર થી નૂર ઊડી ગયું હતું .. શ્રુતિ ના મન ની પરિસ્થિતિ જાણતા નીરવ થી શ્રુતિ ની આ દશા જોવાતી નહોતી . તેને 

સમજાવવાના આશય થી એ શ્રુતિ ના રૂમ માં ગયો . એને જોઈને શ્રુતિ ધ્રુસકે ધ્રુસકે રડી પડી .. નીરવે એની પીઠ પર હાથ પસવારતા કહ્યું , " જો શ્રુતિ , હું તારું દુઃખ જાણું છું .. પણ આ તારો 

એકપક્ષીય પ્રેમ છે .. નિકુંજે ક્યારેય તને એ રીતે જોઈ નથી ..... હમેશા એણે  તને એક સારી મિત્ર જ માની છે .... એને જો તારી એના પ્રત્યેની લાગણી ની જાણ થશે , તો એને ખૂબ દુઃખ થશે 

કદાચ એ અહીં આવતો જ બંધ થઈ જશે .... શક્ય હોય તો એને ભૂલવા નો પ્રયત્ન કરજે અને તારી લાગણીઓ પર કાબૂ રાખજે ......!!

                                                                                          નીરવ ના ગયા પછી શ્રુતિ વિચારે ચઢી ... તેને  નીરવ ની વાત સાચી લાગી . તેના માટે પ્રથમ પ્રેમ ને વિસરી 

જવો મુશ્કેલ હતો .... પરંતુ નિકુંજ ની સારી મિત્ર બની રહેવાના નિર્ણય સાથ એ હળવી થઈ ગઈ .. પછી તો એ સામે થી ઈશા ના સમાચાર પૂછતી , તેની વાતો કરતી .. અને નિકુંજ પણ 

નિખાલસ ભાવે ઈશા ની દરેકે દરેક વાતો શ્રુતિ ને કરતો . ફોન પર વાત પણ કરાવતો અને તેના મેસેજ પણ વંચાવતો .... ઘણી વાર તો તેના મેસેજ ના રિપ્લાઇ પણ શ્રુતિ જ સુઝાડતી ....

આમ , શ્રુતિ નિકુંજ ની મીરા બની ને તેને  પૂજતી રહી ..!! ઋતુઓ બદલાતી ગઈ .. આમ ને આમ સમય પસાર થતો ગયો . કોલેજ ના ચાર વર્ષ સફળતા પૂર્વક પૂરા કરીને નીરવ અને નિકુંજે 

બી . ટેક. ની ડિગ્રી મેળવી . નિકુંજ પોતાના ઘરે જવા રવાના થયો .  શ્રુતિ ખાલીપો અનુભવવા લાગી ..... અવાર નવાર નિકુંજ ફોન પર નીરવ અને શ્રુતિ સાથે વાત કરી લેતો . ધીમે ધીમે તેણે 

સ્વસ્થતા પ્રાપ્ત કરવા માંડી . સમય પસાર થતો રહ્યો . નીરવ ને એક મોટી મલ્ટી નેશનલ કંપની માં સારી જોબ મળી ગઈ . શ્રુતિ માટે ઘણા મુરતીયા જોયા .. પણ .. શ્રુતિ ને એમાં રસ નહોતો . 

એ નિકુંજ ને ભૂલી ના શકી . એણે આગળ ભણવાનું ચાલુ રાખ્યું . સાયકોલોજી માં માસ્ટર્સ ની ડિગ્રી મળવી , એક કોલેજ માં લેક્ચરર ની જોબ સ્વીકારી લીધી . આ બાજુ નિકુંજ ને પણ ઘણી 

સારી કંપની માં જોબ મળી ગઈ હતી . દરેક જણ પોતપોતાની દુનિયા માં વ્યસ્ત થઈ ગયા હતા .....!!

                                                                                                થયું , બધાની જિંદગી સેટ થઈ ગઈ છે ...., પણ ના ....વીધિ ને તો કઇંક જુદુ જ મંજૂર હતું ....!! ઘણા 

વખત થી નિકુંજ ના કૈં સમાચાર નહોતા ... શ્રુતિ એ એને ફોન કરવાનો ટ્રાય કર્યો , મેસેજ કર્યો , પણ ફોન સ્વિચ ઓફ આવતો હતો ..... એણે નીરવ ને વાત કરી . નીરવે પણ લગાતાર ત્રણ - 

ચાર દિવસ કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો .. નિકુંજ ની ઓફિસ માં તપાસ કરતાં જાણવા મળ્યું કે નિકુંજ રજા ઉપર છે . શ્રુતિ એ ઈશા ને ફોન કર્યો .. પણ ફોન લાગતો જ નહોતો . જાણે એનો 

નંબર બ્લોક કરી દીધો હોય ...... નીરવ અને શ્રુતિ ના મનમાં અમંગલ ની આશંકા જન્મી .... શ્રુતિ વિહ્વળ થઈ ગઈ .. તાત્કાલિક બંને એ ઇંદૌર જવાનું નક્કી કર્યું ...!! તેના ઘરે પહોંચીને

નિકુંજ ની હાલત જોઈને બંને ના પગ દરવાજા પાસે જ થંભી ગયા .. પલંગ પર સૂતેલો નિકુંજ શૂન્ય ભાવે છત તરફ પંખા ને તાકી રહ્યો હતો . બાજુના  ટેબલ પર ઢાંકેલી થાળી એમ ની એમ 

પડી હતી .... નીરવ અને શ્રુતિ ને જોઈને નિકુંજ ના મમ્મી રડી પડ્યા .. અચાનક જ નિકુંજ નું વર્તન કેમ બદલાઈ ગયું , એની એમને સમજ પડતી નહોતી .. નીરવે હળવેક થી એના માથા ઉપર 

હાથ મૂક્યો . ચમકી ને નિકુંજ સફાળો બેઠો થઈ ગયો .. અને બંનેને ટગર ટગર તાકી રહ્યો .... શ્રુતિ ની આંખો ભરાઈ આવી ...ધીમે રહીને નિકુંજ નો હાથ પોતાના હાથ માં લઈ પસવારતા 

કહ્યું , " ઇંદૌર આવી ને તું તો અમને ભૂલી જ ગયો હોં નિકુંજ .. તને મળવા અમારે અહીં સુધી દોડતા આવવું પડ્યું ....ઈશા ને મળવા દે .... કરું છું તારી ફરિયાદ ..... ઈશા .. નામ સાંભળતા 

જ નિકુંજ નું માથું ભમવા માંડ્યું .. એણે જોર થી બે હાથે માથું જકડી લીધું .... ઈશા બાબતે જ કઇંક અઘટિત બન્યું છે , એવી આશંકા શ્રુતિ ને થઈ .. " શું થયું છે નિકુંજ , અમને પણ નહીં 

કહે ? " શ્રુતિ એ પ્રેમ થી એની પીઠ પર હાથ ફેરવવા માંડ્યો ..  થોડી ક્ષણો આમજ વીતી ગઈ .. ધીમે ધીમે નિકુંજ મીણ ની જેમ ઓગળવા લાગ્યો .... અને શ્રુતિ ના ખોળા માં માથું નાંખી 

ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો ..... શ્રુતિ એ એને રડવા દીધો .... કોઈ કશું બોલતું નહોતું .. માત્ર ત્રણે ની આંખો માંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યા હતા ..!!!

                                                                                         બે - ત્રણ દિવસ ની જહેમત પછી નિકુંજ થોડો સ્વસ્થ થવા માંડ્યો . પણ ઈશા એ આપેલ દગા થી એ અંદર થી 

ખૂબ ઘવાયો હતો ... ટ્રોમા માં જતો રહ્યો હતો . હ્યૂમન સાયકોલોજી માં રીસર્ચ કરી રહેલી શ્રુતિ એ ખૂબ શાંતિ થી , ધીરજ રાખી , કળ થી ઈશા ની બધી વાતો નિકુંજ ના મોઢે જ કઢાવી .. 

સ્કૂલ લાઇફ માં ગમતી ઈશા ને નિકુંજે પોતાના દિલ માં સ્થાન આપી દીધું હતું ... જ્યારે ઈશા માટે તો સ્કૉલર નિકુંજ ની મદદ થી બોર્ડ ની પરીક્ષા માં સારા માર્કસ આવે એટલો જ સ્વાર્થ હતો 

એ કુશળતા થી પોતાનો અસલી ચહેરો ઢાંકીને નિકુંજ સાથે હસી હસી ને વાતો કરતી .... વાતવાત માં લવ યુ ....મીસ યુ ....કહીને જોર થી હસી પડતી ....અને નિકુંજ ઘાયલ થઈ જતો ... 

બોર્ડ ની પરીક્ષા પછી નિકુંજ એન્જિનીયરિંગ કરવા ચાર વર્ષ માટે મુંબઈ  ગયો , એ દરમ્યાન ઘણું બદલાઈ ગયું ..કોલેજ માં ગયા પછી ઈશા ના રૂપ રંગ બદલાઈ ગયા ... પોતાના મોંઘા

મોજશોખ ને પૂરા કરે એવા શ્રીમંત નબીરાઓ ના સંપર્ક માં આવ્યા પછી તેને  નિકુંજ વામણો જણાવા માંડ્યો ... નિકુંજ ના ઘરે આવ્યા પછી તેને ઈશા ના અસલી ચહેરા ની ખબર પડી .. 

તેણે ઈશા ને સમજાવવાનો પ્રયત્ન કર્યો ... પણ ઈશા એ કોઈ દાદ આપી નહીં .... ઊલટાનું અપમાન કરી તેને હડધૂત કર્યો ...... અને ગયા મહિને તો એનું લગ્ન પણ શહેર ના એક મોટા

બીઝનેસમેન ના દીકરા સાથે થઈ ગયું .. નિકુંજ ની રહી સહી આશા પર પાણી ફરી વળ્યું .... ઈશા ના અનપેક્ષિત વર્તાવ થી નિકુંજ નું મગજ બહેર મારીગયું .... એના દિલ પર ગહેરી ચોટ

લાગી .... એ સાવ જ સૂનમૂન થઈ ગયો , અને  ડિપ્રેશન માં સારી પડ્યો ....!!

                                                                                          નિકુંજ ના મન ની સ્થિતિ જણાવતા શ્રુતિ એ નીરવ ને કહ્યું , " નિકુંજ દિલ થી એટલો ભાંગી ગયો છે કે જો એ 

અહીં ઇંદૌર માં જ રહેશે તો ઈશા ને ક્યારેય ભૂલી નહીં શકે અને આ પરિસ્થિતિ માંથી બહાર નહીં નીકળી શકે . આપણે એને આ વાતાવરણ માંથી બહાર કાઢવો જ પડશે .. એને આપણી 

સાથે આપણા ઘરે લઈ જઈએ . " મુંબઈ આવીને નિકુંજ ની સંપૂર્ણ જવાબદારી શ્રુતિ એ પોતાના ઉપર લઈ લીધી . એક સાયકટ્રિસ્ટ ને કન્સલ્ટ કરી એમની સલાહ મુજબ એની દેખભાળ કરવા 

લાગી . એની સાથે અલક મલક ની વાતો કરતી , કોઈ વાર દરિયા કિનારે ફરવા લઈ જતી , એની મનપસંદ વાનગીઓ બનાવી ને પ્રેમ થી જમાડતી ... એક નાના બાળક ની જેમ એનું ધ્યાન 

રાખતી .. ઘણી વાર એને જાતજાતના જોક્સ સંભળાવી હસાવવાનો વ્યર્થ પ્રયત્ન કરતી ..... પણ નિકુંજ જાણે હસવાનું અને વાત કરવાનું જ ભૂલી ગયો હતો .... એની આ દશા જોઈને શ્રુતિ

ક્યારેક રડી પડતી .... પણ એણે હિંમત ના હારી .... છ આઠ મહિના ના અથાક્ પ્રયત્નો પછી ધીમે ધીમે નિકુંજ ના વ્યવહાર માં ફરક જણાવા લાગ્યો ... એનામાં આવેલો નાનો સુધારો પણ 

શ્રુતિ ને અનેરો આનંદ આપી જતો . નીરવ ચૂપચાપ આ બધું જોયા કરતો હતો .... ક્યારેક એને શ્રુતિ ની દયા આવી જતી , તો ક્યારેક એ શ્રુતિ ના દ્રઢ મનોબળ ને આશ્ચર્ય થી જોઈ રહેતો .. 

આખરે શ્રુતિ ની મહેનત અને લગન રંગ લાવી .. નિકુંજ એકદમ નોર્મલ થવા લાગ્યો ..  .. નીરવ ની ઓળખાણ થી નિકુંજ ને એની જ કંપની માં જોબ મળી ગઈ .. એકવાર ફરી પાછું બધું

રૂટિન માં ચાલવા માંડ્યું....નિકુંજ જ્યારે શ્રુતિ સાથે આત્મીયતા થી હસી ને વાતો કરતો ત્યારે શ્રુતિ નો ચહેરો ખીલી ઊઠતો .. તેણે કરેલી તપસ્યા લેખે લાગતી જણાઈ .....જેમ જમ સમય

પસાર થવા લાગ્યો , એમ  ' ડૂબતો માણસ તરણું ઝાલે ' એમ નિકુંજ પણ શ્રુતિ તરફ ઢળી રહ્યો હોય એવો અહેસાસ નીરવ ને થવા લાગ્યો . શ્રુતિ તો નિકુંજ પાછળ પહેલે થી જ પ્રેમ માં પાગલ 

હતી ... નીરવે લાગ જોઈને એક દિવસ નિકુંજ નો દાણો દાબી જોયો . એણે શ્રુતિ માટે પ્રસ્તાવ મૂક્યો ....નિકુંજે તરત 'હા ' ન પાડી , પણ .. 'ના' પણ નહોતી પાડી .....નીરવ ને આશા

બંધાઈ .... બે દિવસ પછી નિકુંજે સામે થી જ નીરવ ને કહ્યું  , " નીરવ , આજે હું જે કઈં પણ છું એ શ્રુતિ ના જ કારણે .. એ ના હોત , તો મને ખબર નથી , મારુ શું થયું હોત ... શ્રુતિ મારી 

જિંદગી માં આવશે , તો હું મારી જાત ને ખૂબ ભાગ્યશાળી માનીશ ....પરંતુ ...... નિકુંજ ખચકાયો .... શ્રુતિ મારા જેવા પાગલ સાથે લગ્ન કરવા તૈયાર થશે ??? " 

" અરે યાર , શ્રુતિ તો તારા કરતાં પણ મોટી પાગલ છે .. તારા પ્રેમ માં .." નીરવ ખડખડાટ હસી પડ્યો .. 

પછી તો શું ...... નીરવે તાત્કાલિક લગ્ન નું મુહૂર્ત કઢાવી નજીક ના કુટુંબીજનો અને હિતેચ્છુઓ ની હાજરી માં સાદાઈ થી નિકુંજ અને શ્રુતિ ના લગ્ન કરવી આપ્યા .....નીરવ ગળગળો થઈ ગયો. 

" હે પ્રભુ , તારી લીલા અપરંપાર છે ...... નસીબના પાના ક્યારે પલટાઈ જાય, તેની ખબર ખુદ માણસને પણ હોતી નથી.... આ તો બધા વીધિ ના લેખ .."

 

                                                                                                શ્રુતિ માટે તો આ સોના નો અવસર હતો .. જેને પામવાની સાવ જ આશા છોડી દીધી હતી .. એ જ 

આજે પ્રત્યક્ષ સામે વરમાળા લઈ ને ઊભો હતો ......!! લગ્ન પછી થોડા જ દિવસો માં સુરત ની એક મલ્ટી નેશનલ કંપની માંથી નિકુંજ ને સારા જોબ ની ઓફર આવી . બંને જણાએ સુરત

આવી ને તેમનો નવો સંસાર શરૂ કર્યો . વરસ દિવસ માં જ નિકુંજે ' આમ્રકુંજ ' જેવી પોશ સોસાયટી માં આ સુંદર બંગલો ખરીદ્યો ..... અને લગ્ન ના બે વર્ષ થતાં માં જ શિવમ નામ નું સુંદર 

ફૂલ આંગણ માં રમતું થયું .....!! આજે શિવમ ની પ્રથમ વર્ષગાંઠ ની ઉજવણી પણ ખૂબ સારી રીતે પાર પડી .... મેહમાનો એ વિદાય લેવા માંડી ..... મેહમાનો ને ઝાંપા સુધી વળાવવા

આવેલી શ્રુતિ ની નજર અંધારા માં હીંચકા ઉપર બેઠેલા નીરવ તરફ ગઈ .... ગહન વિચારો માં ડૂબેલા નીરવ ને જોઈને તેને નવાઈ લાગી .... પાસે જઈ  ઢંઢોળતા પૂછ્યું , " કેમ ભાઈ , અહીં 

એકલો અંધારા માં બેઠો છે ?? " ચમકી ને નીરવે શ્રુતિ સામે જોયું .. એની આંખ માંથી નીતરી રહેલા આંસુ નું એક ટીપું શ્રુતિ ના હાથ ઉપર પડ્યું ..  " ભાઈ , તું રડે છે ? શું થયું ?? "

" હા શ્રુતિ , આ તો આનંદ ના ..... સંતોષ ના ..... તારી તપસ્યા ની પૂર્ણાહુતિ ના આંસુ છે ..... આજે એને વહેવા દે ..!!!" 

" હા ભાઈ , તારી વાત સાવ સાચી છે .... "પ્રેમ એ હૃદયની સહીથી લખાય છે, પણ સંબંધો વિધાતાની શાહીથી નક્કી થાય છે!" કહેતાં શ્રુતિ ના આનંદ અને સંતોષ થી છવાયેલા ચહેરા ને

જોવા આકાશ માં ઊગેલ પૂનમ નો ચંદ્ર પણ બે ઘડી થંભી ગયો ........!!!