If I were you....! in Gujarati Philosophy by krupa pandya books and stories PDF | હુ તારી જ્ગ્યા પર હોય તો....!

Featured Books
Categories
Share

હુ તારી જ્ગ્યા પર હોય તો....!

આજે મારા ઘરે મારી એક જુની મિત્ર બિનલ આવી હતી. તે મારા સસરાને જોવા આવી હતી. કેમકે તેમને કેન્સરનું નિદાન થયું છે. તો, તે જોવા આવી હતી. હું મારા સસરાની દવા લેવા માર્કેટ ગઈ હતી, તેથી અમે રસ્તા પર મળ્યા અને સાથે ઘરે આવ્યા કેમકે તેને મારાં આ નવા ઘરની ખબર નહતી. કેમકે અમે આ 2BHK નું ઘર મારા સસરાને પ્રાઈવસી મળે એટલે ભાડે લીધું હતું. કેમકે 1BHK અમને નાનું પડતું હતું. એટલે મારી મૈત્રીને ઘરની ખબર નહોતી.
અમે સાથે ઘરે આવ્યા. અમે સસરા માટે સાજનને 24 કલાક માટે રાખ્યો હતો. જે મારા સસરાને જેમ જોઈ તેમ તેમની મદદ કરતા. કેમકે અમે બંન્ને નોકરી કરતા હતા અને અમારી એક દિકરી હતી જે સવારે કૉલેજ જતી. એટલે સવારે હું ઘર રહેતી રાખતી બપોર પછી મારી દિકરી સિયા અને સાંજે મારા પતિ રાજ. મારી સાસુ તો 10 વર્ષ પહેલા જ અમને છોડીને જતા રહ્યા હતા.
“બેન તમે જ્યારના ગયા છો ત્યારના બાપુજી બહુ ચીડ કરી રહ્યા છે અને તમને ગાળો આપ રહ્યા છે.” સાજને દરવાજો ખોલીને મને જાણે બ્રેકિંગ ન્યુઝ આપતો હોય તેમ કહી રહ્યો હતો.
“કંઈ નવું બોલ સાજન. આ તો રોજિંદુ થઈ ગયું છે.” તેના બ્રેકિંગ ન્યુઝના એક્સાઈટમેન્ટ પર ઠંડું પાણી રેડી દીધું. જેનો અફસોસ તેના મોઢા પર દેખાતો હતો.
“ કોણ આવ્યું છે સાજન? કોણી સાથે આટલી બધી વાતો કરી રહ્યો છે. આને શામાટે રાખ્યો છે ખબર નહી આખો દિવસ બસ ટી.વીમાં સમાચાર જુએ છે અને બીજો મોબાઈલમાં પડેલો હોય છે. અરે... ભસને કોણ આવ્યું છે તે?”
“મનવા બેન આવ્યા છે... અને તેમની સાથે...”
સાજન પુરૂ કરે તે પહેલા જ મારા સસરા મને ગાળો આપવાનું ચાલું કરી દીધું.
“આવી ગઈ હરફરીને. મને ખબર નથી પડતી દિકરી કૉલેજથી આવ્યા પછી તો ઘરમાં પગ ટકતો નથી. જેવા સિયાના પગ ઘરમાં પડે કે બીજીજી મિનીટે આ આ મેડમના પગ ઘરની બહાર હોય છે. તો પણ સવાર સવારમાં એક બીમાર માણસને મુકીને ફરવા જવાનો જાણે નિયમ બનાવી દીધો છે આ ઔરતે.”
મારા સસરાની આ ગુસ્સો જોઈને બિનલ ડરી ગઈ. જે તેની આંખોમાં દેખાતું હતું. પણ, મારું તો આ રોજિંદુ હતું. એટલ મેં તો કંઈ ફરક નહોતો પડતો. હું તો મારી રોજની રીતે રસોડામા ગઈ, મારા અને બિનલ માટે પાણી લાવી. પણ, મારા સસરાનું બોલવાનું ચાલું જ હતું. તેઓ જે મનમાં આવે તેમ બોલી રહ્યા હતા. તેમને જરા પણ બોલવાનું ભાન નહતું. મેં બિનલ માટે ચા મુકી અને બિનલ મારા સસરાને મળવા તેમના રૂમમા ગઈ.
મારા સસરાના આ વર્તનથી તેની જરા પણ ઈચ્છા નહોતી તેમને મળવાની પણ મેં કહ્યુ કે, જે કામ માટે આવી છે તે કરી લે. બિનલને જોઈને મારા સસરા થોડા ભોંઠા પડી ગયા. પણ, તેમના મનમા રહેલો ગુસ્સો જરા પણ શાંત નહોતો થયો.
મેં બિનલને ચા આપી. એટલામાં સિયા આવી એટલે મેં સિયાને બધુ હેન્ડઑવર આપી ઑફિસ જવા નીકળી. મને ખબર છે કે મારા ગયા પછી સાજન સિયાને આખી રામકથા કહેશે એટલે હું સિયાને મળી બિનલ સાથે નીકળી ગઈ.
“મનવા, તારામાં બહુ સહનશક્તિ છે જે તું તારા સસરાનું આટલું સાંભળે છે. જો હું હોતને તારા જગ્યા પર તો તો તારા સસરાને સામે સંભળાવી દેત. આ તો ચોરી ઉપરથી સીનાજોરી. મનવા જેટલું સહન કરીશને તેટલું તેઓ તને વિતાડશે.” અમે ઘરેથી સ્ટેશન જવા નિકળ્યા ત્યારે બિનલ મને કહી રહી હતી. અને હજી પણ ઘણું તે બોલી રહી હતી.
“બિનલ હું તારી જગ્યા પર હોત તો એટલે શું.” તેને રોકીને મેં તેને કહ્યું.
“બિનલ હું તારી જગ્યા પર હોત તો, આમ કરત. હું તારી જગ્યા પર હોત તો તેમ કરત. અથવા હું તારી જગ્યા પર હોત તો આમ ના કરત, વગેરે વગેરે. બિનલ આ બધુ આપણા મનનો ખેલ છે. બાકી કોઈ કોઈની જગ્યા પર કેવું રિએક્ટ કરે છે તે તો તે સમયની પરિસ્થિતી જ કહી શકે. અત્યારે મારા સસરા બિમાર છે તેમને કેન્સર જેવી ગંભીર બિમારી છે. તો શું હું તેમની સાથે ઝઘડો કરવા બેસું. તે જેમ મને બોલે છે, શું હું તેમની સાથે દલીલો કરૂ. તેમને ગમેતેમ બોલું. તો પછી મારામાં અને તેમનામાં ફરક શું. તું મારી જગ્યા પર હોત તો શું તું આવું કરત. તું શું કરતા બિનલ? હું તારી જગ્યા પર હોત તો આમ કરત તેમ કરત, આમ ના કરત કે તેમના કરત...... બિનલ આપણે બોલવા માટે તો બોલી દઈએ છીએ કે હું તારી જગ્યા પર હોત તો આમ કરત, પણ તે ખોટું છે. ક્યારેક આપણું આ બોલવું સામેવાળાને ગેરમાર્ગે દોરાવી શકે છે. કેમકે ક્યારેક વ્યક્તિ તે પરિસ્થિતીને અનુકૂળ વર્તન કરતો હશે, પણ આપણા આ એક વાક્યને કારણે તે પરિસ્થિતી બગાડી પણ શકે છે. અથવા સુધારી પણ શકે છે. બિનલ હું એમ નહોતી કહેતી કે, દરેક સમયે આ વાક્ય ખોટું હોય પણ સામેવાળાની પરિસ્થિતી અને સમય જોઈને અને પછી સમજીવિચારીને આ બોલવું જોઈએ. કેમકે આ વાક્ય સામેવાળાનું કામ બગાડી પણ શકે છે અને સામેવાળાનું કામ સુધારી પણ શકે છે. અને ક્યારેક આ વાક્ય સામેવાળાના મનમાં એવું ઘર કરી જાય છે, કે તે સારું વર્તન કરતો હોય તો તે પોતાનું વર્તન બદલી દે છે. જેનું નુકસાન બધાને ભોગવવું પડે છે. એટલે હું તારી જગ્યા પર હોત તો આમ કરત ને તેમ ના કરતા.”
“બસ,બસ મનવા હું સમજી ગઈ તું શું કહેવા માંગે છે. તારી વાત પણ બરાબર છે. કે આપણે ક્યારે કોઈને એમના કહેવું જોઈએ કે જો હું તારી જગ્યા પર હોત તો...? કારણ કે બધા પોત પોતાની પરિસ્થિતી અનુકૂળ વર્તન કરે છે. હજી કંઈ બાકી છે મનવામાતા.”
“ના, બસ તને આ સમજાઈ ગયું ને એટલે બસ.”
અને આજે મેં મારી મૈત્રીને જ્ઞાન આપી વિદાય કરી. પણ, મને ઓફિસ જતાં જતાં આ જ વિચારો આવતા હતા કે, આપણે કેમ એમ કહીએ છીએ કે, હું તારી જગ્યા પર હોત તો.. અરે, મને એ નથી સમજાતું કે આપણે કેમ કોઈની જગ્યા લેવી છે. આપણા જીવનમાં પણ સુખ અને દુ:ખ બરાબર માત્રમાં છે. તો, પછી કેમ આપણે કોઈના સુખ અને દુ:ખ પોતાના માથે લેવા છે. જે જ્યા છે, અને જે વર્તન કરે છે. તેને કરવા દેવું. તેને ભડકાવી.. તેની કાન ભંભેરણી શું કામ કરવી છે. જે-તે વ્યક્તિને જે કરવું હોય તે તેને કરવા દો અને જે તમને ઠીક લાગે તે તમે કરો.
“મેડમ આપકો ઉતરના હૈ?”
જો મને કોઈએ ટ્રેનમાં આ સવાલ ના પુછ્યો હોત તો કદાચ મારા વિચારોના કારણે આજે બધા મને ધક્કો મારી અથવા મને તબલાની જેમ વગાડીને ઉતારી દેત