Viraj Palace - Chapter 4 in Gujarati Horror Stories by its MD books and stories PDF | વિરાજ પેલેસ - પ્રકરણ 4

The Author
Featured Books
  • Do you Love Me - 1

    Episode 1: The First QuestionThe college campus was full of...

  • Beyond His Memory

    Once upon a time, in a small village, lived a young woman na...

  • Parents

    The Two LampsIn a small village near an ancient temple, ther...

  • Lakshmi Amma - 2

    Sumit had gradually accepted the strange comfort of being ca...

  • Specialz - 3

    S- Such a b- big amount!W- Why would master g- give me?This...

Categories
Share

વિરાજ પેલેસ - પ્રકરણ 4

હવે મારો રસ આ રહસ્યમય મહેલમાં વધુ ને વધુ જાગવા લાગ્યો હતો.
​મને બરોબર યાદ છે, જ્યારે હું આઠ-નવ વર્ષની નાની બાળકી હતી, ત્યારે અમારા વતનના ગામડામાં અમે બધા એક મોટા સંયુક્ત પરિવારમાં રહેતા. દાદા-દાદી, ચાર કાકા-કાકી, એમના બાળકો અને મોટા બાપુજી... આખો મેળો જામતો. રાતે જમવાનું પૂરું થાય એટલે ઘરના મોટા ફળિયામાં ઘટાદાર આંબા નીચે લાઈનસર ખાટલા ઢળાઈ જતા. પીળા લેમ્પના આછા, ધ્રુજતા અજવાળામાં મોટેરાઓ પોતાની આગવી શૈલીમાં વાતો માંડતા—ચૂડેલ, ભૂત-પ્રેત, ગામનું એ ભેદી ભુતિયા મકાન અને નદી કાંઠાના પ્રેતની વાર્તાઓ! એ બધી અવનવી વાતો સાંભળવામાં મારો જીવ અધ્ધર થઈ જતો, ડર પણ બહુ લાગતો. પણ એ વખતે મારા પિતાએ મને એક આજીવન યાદ રહે તેવી શિખામણ આપેલી:
​"બેટા, જ્યારે પણ ડર લાગે ને, ત્યારે ડરીને ભાગવાને બદલે પહેલા તપાસવું કે સાચે જ ત્યાં કોઈ છે કે પછી એ તારો કારણ વગરનો વહેમ છે... તપાસ્યા વગર ડરી જવું એ તો મૂર્ખામી છે."
​પિતાજીના એ જ શબ્દો આજે મારી હિંમત બની ગયા હતા. મેં મનોમન નિર્ણય કરી લીધો કે આ સરકારી ઓફિસમાં ફેરવાઈ ગયેલા મહેલની અંદર, દરેક વ્યક્તિને જે જે જગ્યાએ અને જે સમયે 'ભૂતિયા અનુભવો' થયા છે, તેની પાછળની સત્યતા હું પારખીને જ રહીશ. એમ તો એકાદ અહેસાસ મને પણ થયો હતો, પણ મેં વિચાર્યું કે કદાચ એ મારા અને શંભુ કાકાના મનનો વહેમ પણ હોઈ શકે.
​રોજ ઓફિસનું કામ પતાવીને મેં છાનાછૂપે મહેલનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. એ દરમિયાન મને એક ચોંકાવનારી વાત સમજાઈ—આ મહેલના ભવ્ય રૂમની અંદર પણ કેટલાય ગુપ્ત ભોંયરાઓ આવેલા હતા! આ વાત ઓફિસના બહુ ઓછા લોકો જાણતા હતા, કારણ કે મહેલના ઘણા હિસ્સાઓમાં જવાની સખત મનાઈ હતી.
​એક બપોરે બરોબર તક મળી ગઈ. આખો સ્ટાફ જમી-પરવારીને બપોરના આરામના મૂડમાં હતો. ઓફિસમાં એક વિચિત્ર શાંતિ છવાયેલી હતી. મેં આ મોકો ઝડપી લેવાનું નક્કી કર્યું. હું સીધી એ જ રૂમ તરફ આગળ વધી, જ્યાં શંભુ કાકા સાથે એ ભયાનક અકસ્માત થયો હતો.
​પણ એકલા જવાની હિંમત ન થઈ, એટલે મારી સાથે જ નોકરી કરતી તન્વીને મેં પટાવી લીધી. મેં તેને હકીકત નહોતી કહી, બસ એટલું જ કીધું કે, "ચાલ ને, એક જૂની ફાઈલ શોધવાની છે."
​બપોરનો બરોબર પોણો થઈ રહ્યો હતો. ચોમેર ભેંકાર સન્નાટો હતો. હું અને તન્વી, એક રૂમમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા રૂમમાં ચાલતા ચાલતા આખરે એ પ્રતિબંધિત રૂમમાં પહોંચી ગયા.
​રૂમ એટલો વિશાળ હતો કે તેને જોતાં જ લાગતું કે ભૂતકાળમાં આ કોઈ રાણીનો ખાસ કક્ષ રહ્યો હશે. પણ આજે એ ભવ્યતા કચેરીના ધૂળ ખાઈ રહેલા જૂના રેકર્ડ્સ અને ફાઈલોના પોટલાં નીચે દબાઈ ગઈ હતી. મેં ચારેબાજુ નજર દોડાવી. દીવાલો પર ભેજ અને સમયના કાળા ધાબા પડી ગયા હતા, છતાં તેના પર કરેલું ઝીણું નકશીકામ હજુ પણ અકબંધ હતું. રૂમની છત સામાન્ય ઓરડાઓ કરતાં ખૂબ જ ઊંચી અને અંધારી હતી.
​હું હજી દીવાલોનું નિરીક્ષણ કરી જ રહી હતી ત્યાં તન્વીનો અવાજ ધ્રુજ્યો, "આપણે અહીં શું કામ આવ્યા છીએ? આ રૂમ કેટલો અજીબ અને ડરામણો છે! હેં પ્રિયા, આ પેલો શંભુ કાકા પડી ગયા એ જ રૂમ તો નથી ને?"
​મેં વાત વાળવાનો પ્રયત્ન કરતા જૂઠું બોલી, "ના ના, એવું કંઈ નથી, એ આ રૂમ નથી..."
​પણ તન્વી વહેમમાં પડી ગઈ હતી. તેણે મારી સાથે દલીલ શરૂ કરી દીધી, "તું ખોટું બોલે છે! આ એ જ રૂમ છે. તું મને અહીં કેમ લાવી? મને બહુ ડર લાગે છે..." તે મારા પર પ્રશ્નોના મારો ચલાવતી જ હતી, અને બરાબર એ જ ક્ષણે...
​"હાહાહાહાહાહા...!!!"
​એક અતિશય બિહામણો, ઘેરો અને મોટેથી હસવાનો અવાજ આખા રૂમમાં ગુંજી ઉઠ્યો. એ અવાજમાં કોઈ અજીબ નફરત અને પાગલપન હતું.
​અમે બંને જણા જ્યાં હતા ત્યાં જ બુત બનીને થીજી ગયા. ધબકારા ચૂકી ગયા. તન્વીએ ડરના માર્યા મારો હાથ એટલી જોરથી પકડ્યો કે તેનો હાથ એકદમ બરફ જેવો ઠંડો પડી ગયો હતો, જાણે તેના શરીરમાં લોહી વહેતું બંધ થઈ ગયું હોય!
​મને પિતાજીની શિખામણ યાદ આવી. મેં ધ્રુજતા હૈયે હિંમત ભેગી કરી અને એ અવાજ ક્યાંથી આવે છે તે તપાસવાનું શરૂ કર્યું. તન્વી તો ભયના માર્યા હલી પણ શકતી નહોતી, તે બસ આંખો ફાડીને ઊભી રહી.
​મેં રૂમની મધ્યમાં પગ આગળ વધાર્યા. ચાલતાં ચાલતાં અચાનક જમીન પર એક જગ્યાએ મારો પગ પડ્યો અને અવાજ બદલાયો—ત્યાં નીચેની જમીન અંદરથી તદ્દન પોલી હતી! એ બિહામણું અટ્ટહાસ્ય બરોબર એ જ પોલી જમીનની નીચેથી, એટલે કે રૂમની બરોબર નીચે આવેલા ગુપ્ત ભોંયરામાંથી આવી રહ્યું હતું! એ અવાજ હવે વધુ ને વધુ મોટો, વધુ તીવ્ર અને કાનના પડદા ફાડી નાખે તેવો થઈ રહ્યો હતો.
​હવે મારી હિંમત પણ જવાબ આપી ગઈ. મારા પગ થરથર ધ્રૂજવા લાગ્યા, પીઠ પરથી ઠંડું પરસેવાનું ટીપું સરકી ગયું. તપાસવાનો બધો જ ભૂત સવાર ઉતરી ગયો. મેં એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તન્વીનો હાથ પકડ્યો અને પાછું વળીને જોયા વગર દરવાજા તરફ દોડ જ મૂકી!