Sushi, Diamond Diamond Basu in Gujarati Comedy stories by Munavvar Ali books and stories PDF | સુશી.. હીરા.. હીરા.. બસુ!

Featured Books
Categories
Share

સુશી.. હીરા.. હીરા.. બસુ!

ભાગનું નામ: "ટ્રેનમાં હીરા, રાજહંસ અને બસુની એન્ટ્રી"
નિર્દેશક: મુનવ્વર અલી હનીફ ગોરી સાહેબ

ઘણા સમય પછી ચાર મિત્રો ટ્રેનમાં મળ્યા હતા જેમાં એક કાકા, એક માસી અને બે નોકરિયાત યુવકોનો સમાવેશ થતો હતો. 

સુશી માસી કહે, "સિંગલ સ્ટીક અને ડબલ સ્ટેક એમ બે રીતે હીરાને પોલીશ કરવામાં આવે છે."

રમણ કાકાએ પૂછ્યું, "બંનેમાં સારું કયું?"

સુશી, "સિંગલ સ્ટીક સારું કેમ કે તેમાં મનપસંદ ડિઝાઇન ઓછા પાસા બનાવીને કરી શકાય છે, પાસા પાડવાના રહેતા નથી. હુંગળામણ ઓછી થાય છે."

"અચ્છા અને કટીંગમાં મળશે કે આખું મળશે?" રમણ કાકાએ પૂછ્યું. 

"આપણે જોઈએ તે ડિઝાઇન સિંગલ સ્ટીકમાં બનાવી શકીએ એ તો તેનો ફાયદો છે!" સુશીએ કહ્યું.

"અને કટ મારવામાં શું ધ્યાન રાખવું?" રમણ કાકાએ પૂછ્યું. 

"કટ મારવાના ચાર પ્રકાર હોય છે જેમાં રોઝ કટ મને ખૂબ પસંદ છે!" સુશીએ કહ્યું. 

"અચ્છા રોઝ કટની શું ખાસિયત છે?" રમણ કાકાએ પૂછ્યું. 

"રોઝ કટની ખાસિયત એવી છે કે તેને હીરામાં અચાનકથી આવેલા ફેરફારને તરત ઉપયોગમાં લાવીને કરી શકાય છે. બીજા કટમાં આવું કરવું થોડું અઘરું છે." સુશીએ કહ્યું. 

"ગઈકાલે તારી સાથે શું થયું હતું સુશી?" રમણ કાકાએ પૂછ્યું.

"ગઈકાલે મને યાદ આવ્યું કે હીરાના ભાષામાં 17 પાસા પાડવાના છે જેમાંથી મેં ફક્ત 15 જ પાડ્યા હતા. છેલ્લા ટાઈમે મોહનભાઈ આવીને કહેવા લાગ્યા કે તારો આ હીરો હાલના તબક્કે અસ્વીકૃત થશે.
મેં કહ્યું નહીં થાય, તમે મને 15 મિનિટ આપો. 
પછી મેં રોઝ કટ મારીને વધારાના બે પાસા પાડી દીધા. 
છેલ્લા ટાઈમે તાર્કિક બુદ્ધિનો ઉપયોગ કરતા મને ખૂબ સારું આવડે છે અને આમ પણ સુરતના દરેક હીરામંડીમાં હું ફરી છું. કોઈ ગલી બાકી રાખી નથી જ્યાં હીરા ના મળતા હોય." સુશીએ ઉત્સાહમાં આવીને કહ્યું.

એટલામાં *અમિત* અને *કેયુર* વાત કરવાનું શરૂ કર્યું. 

અમિતે કેયુરને પૂછ્યું, "કેયુરભાઈ, બહુ સમય પછી મળ્યા. શું કરો છો આજકાલ?" 

કેયુરે કહ્યું, "હું કન્સ્ટ્રક્શનમાં કામ કરું છું."

"કન્સ્ટ્રક્શનમાં શું કામ કરો છો? સિવિલ કામ કરો? કોને ત્યાં જાઓ છો? કંપનીમાં જાઓ છો?" અમિતે પૂછ્યું. 

"ના હું કંપનીમાં નહીં પરંતુ બિલ્ડર્સ ગ્રુપ, રાજહંસમાં જાઉં છું." કેયુરે કહ્યું. 

"એટલે શું સિવિલ કોન્ટ્રાક્ટ રાખો છો, લેબર સપ્લાયર કે સિવિલ કામ કરો છો?" અમિતે એક જ શ્વાસમાં પૂછી લીધું. 

"ના હું તો એકાઉન્ટન્ટ તરીકે કામ કરું છું." કેયુરે કહ્યું. 

"અરે તમે એકાઉન્ટમાં છો! રાજહંસ ગ્રુપમાં તો સારી સવલત મળતી હશે, બરાબર ને?" અમિતે પૂછ્યું. 

"ખાસ સુવિધાઓ સારી મળે છે, રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રાન્સફર પણ થયા કરે છે. ફરવાનું સારું રહે છે." કેયુરે કહ્યું. 

"મુસાફરીનો ખર્ચ? એ તો તમને મોંઘું નહીં પડે?" અમિતે પૂછ્યું. 

"ના રે ના, એ ખર્ચ કંપની ઉઠાવે છે." કેયુરે કહ્યું. 

"મુસાફરીનો ખર્ચ કંપની કઈ રીતે ઉઠાવે છે? શું તે પૈસા આપે છે રોકડા કે પછી ટિકિટ કરાવીને આપે છે? શું કરે છે કંપની?" અમિતે પૂછ્યું. 

"પહેલાના સમયમાં અમે લોકો પોતાની રીતે ટિકિટ બુક કરી દેતા હતા અને શેઠને ફોટો મોકલી દેતા હતા. તે પૈસા નાખી આપતા હતા. પરંતુ હવે..." કહીને કેયુર અટકી ગયો. 

"હવે શું કેયુરભાઈ?" અમિત પગ પર પગ ચડાવીને આતુરતાથી પૂછવા લાગ્યો. 

"હવે કંપનીએ એક ટ્રાવેલ એજન્ટ તરીકે અનુભવી યુવક રાખી લીધો છે. એ બધા માટે ટિકિટ બુક કરી દે છે." કેયુરે કહ્યું. 

"શું તે પગાર પર રાખ્યો છે કે ફક્ત બુકિંગના દિવસે આવે છે? એનો પગાર કેટલો છે?" અમિતે ધડાધડ પૂછી લીધું. 

"હા તેને પગાર પર રાખ્યો છે અને મારા હિસાબે મહિનાના 30,000 તેને મળે છે." કેયુરે કહ્યું. 

"અચ્છા હવે મને રાજહંસ ગ્રુપનો ઇતિહાસ બતાવો ને?" અમિતથી રહેવાયું નહીં અને પૂછી લીધું.

"રાજહંસ એ ભારતનું મોખરાનું ગણાતું બિલ્ડર ગ્રુપ છે, જેનો આધાર તેની ફેમિલી જ છે. કેમ કે કાકા, મામા અને ભત્રીજાઓ મળીને કુલ છ ભાગીદાર છે અને બહારનો કોઈ વ્યક્તિ આમાં પાર્ટનર નથી. પરિવારના જ સભ્યો છે." કેયુરે કહ્યું. 

અમિત મોબાઇલમાં કશું ગૂગલ કરવા લાગ્યો અને પછી તેણે કહ્યું, "હા, હંસરાજ વાસાણી? તો તે જ મુખ્ય માલિક છે?" અમિતે પૂછ્યું. 

"હંસરાજ વાસાણી પાયાના ભાગરૂપે સૌથી મોટા પાર્ટનર છે જેમણે પાયો નાખ્યો હતો અને સુરતમાં સૌ પ્રથમ તેમણે શરૂઆત કરી હતી. પછી તેમણે આખા ભારતમાં પોતાની નામચીન કમર્શિયલ ઇમારતો બાંધી, અને દેશ-વિદેશમાં નામના મેળવી." કેયુરે કહ્યું. 

"હાલમાં તેઓ ક્યાં સ્થાયી થયા છે?" અમિતે ખાંસી ખાતા પૂછ્યું.

"આખો પરિવાર બે ભત્રીજાઓ છોડીને USમાં સ્થાયી થયો છે. કાકા-મામા બધા ત્યાં છે." કેયુરે કહ્યું.

છેલ્લે અમિતે ફક્ત એક જ વાક્ય કહ્યું, *"અરે સુશી... હીરા... હીરા... હીરા..."*

"અરે સુશી હીરા હીરા..." અમિતનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ પાછળથી કોઈ બોલ્યું, "કોણ સુશી ખાય છે ભાઈ? મને તો ભૂખ લાગી ગઈ."

બંને પાછળ ફર્યા. *બસુ* ઉભો હતો. હાથમાં લેપટોપ બેગ, કપાળ પર પરસેવો.

"અરે બસુભાઈ! ક્યાંથી?" કેયુરે હસીને પૂછ્યું.

"બસ હમણાં રાજહંસની સાઈટ પરથી જ આવું છું. તમારી જ વાત ચાલતી હતી." બસુ ખુરશી ખેંચીને બેઠો. "અમિતભાઈ, તમે તો સવાલોની ઝડી વરસાવી દીધી લાગે છે."

અમિત હસ્યો, "બસુભાઈ, તમે તો ખરા ટાઈમે આવ્યા. આ કેયુરભાઈ કહેતા હતા કે કંપનીએ ટ્રાવેલ એજન્ટ રાખ્યો છે. પણ એ તમે જ છો ને?"

બસુએ પાણીનો ગ્લાસ ખાલી કર્યો. "હા, એ હું જ. મહિને 30,000 વાળો અનુભવી યુવક." એણે આંખ મિચકારી. "પણ મારું કામ ફક્ત ટિકિટ બુક કરવાનું નથી હોં. હું કંપનીનો ટ્રાવેલ + લોજિસ્ટિક્સ હેડ છું. આખા પરિવારના US વિઝા, ફ્લાઈટ, હોટેલ, બધું હું જ સંભાળું છું."

કેયુરે હા માં હા મેળવી, "સાચી વાત. હંસરાજ શેઠના બે ભત્રીજા અહીં છે, બાકી આખું ફેમિલી US શિફ્ટ થઈ ગયું. મહિનામાં 4 વાર તો કોઈ ને કોઈની ટિકિટ થાય જ."

અમિતે તરત મોબાઈલ કાઢ્યો, "બસુભાઈ, તો તમે સુરતથી US ની સુશી કનેક્ટ કરાવો છો એમ કહો ને! એટલે જ મેં કહ્યું 'સુશી હીરા હીરા'... ડાયમંડ સિટીથી ડોલર સિટી સુધીનો રસ્તો તમે જ બનાવો છો."

ત્રણેય ખડખડાટ હસી પડ્યા. બસુ બોલ્યો, "ચાલો, આજે સુશી મારા તરફથી. પણ બિલ કંપનીમાં નહીં નાખું હોં, કેયુરભાઈ એકાઉન્ટમાં પાસ નહીં કરે." 😂