સાંજના પટાણે પિતાજી અને હું ચા પીવા બેસ્યા હતા.
તેવામાં મૂર્તિ કાકા ઘરે આવ્યા.
પિતાજીએ સૌથી પહેલા મને પાણી લેવા મોકલ્યો અને તેમને ચા પાણીની ઓફર કરી.
થોડીવાર તેઓ બેસ્યા પછી પિતાજી આઈસ્ક્રીમ ની ઓફર કરી જેમને તેનો પર ઇન્કાર કર્યો.
તેઓ બેસી ગયા સામેની સાઈડ,
અને શુંરું થયો વાતચીતનો સિલસિલો.
કેમ sunfeist yippi માં થાય છે ને! શુરુ મેજીક હુવા!
પિતાજીએ પૂછ્યું, "તમારા ફેમિલીમાં કેવું છે?"
"મારા તો બે છોકરા. મોટા છોકરો જાતે એકાઉન્ટ બની ન શક્યો તેથી એકાઉન્ટન્ટને સાથે રાખીને તે છ મહિના શીખ્યો અને પોતાની ઓફિસ ખોલી નાખી અને તેણે એક વર્ષમાં જ 45 લાખની આવક ઊભી કરી દીધી અને પોતે મકાન બનાવ્યું ભરૂચમાં." મુનશી કાકાએ કહ્યું.
"નાનો છોકરો શું કરે?" પિતાજીએ પૂછ્યું.
"નાનો છોકરો એની ઘરવાળી અને એનો છોકરો ત્રણે એક દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા અને તેમનો મોટો દીકરો આફ્રિકામાં છે, તે ત્યાં સ્થાનિક છે." મૂનસી કાકાએ કહ્યું.
"તમે મારા મામાજી ને કેવી રીતે ઓળખો છો?" પિતાજીએ પૂછ્યું.
"તમારા મામાજી અને હું બિઝનેસ પાર્ટનર હતા. 1960માં જ્યારે કાર નહોતી આવી ત્યારે બળદગાડા ચાલતા હતા અને તમારા મામા એમના ખેતરમાંથી લાવેલા ધાન્યો હીરામણ થી અંકલેશ્વર સપ્લાય કરતા હતા જેમાં હું બળાત્કારનો ઉપયોગ કરતો હતો અને ત્યારે મને પિતાજી તરફથી બળદગાળાનું ટ્રાન્સપોર્ટ મળ્યું હતું. આમ તમારા મામા માલ લાવે અને હું તેની અંકલેશ્વરમાં હેરાફેરી કરતો હતો." કાકાએ કહ્યું.
"શું તમારા મામાજી પાસે જમીન હતી? અને તમારા મામાજી પાસે હાલના સમયમાં કોઈ જમીન મિલકત ખરી?" કાકાએ વર્તુળ પ્રશ્ન પૂછ્યો.
"મારા મામાજી પાસે અડધું પાનોલી જમીન હતી આવે તેમની પાસે ખૂબ ઓછી જમીન છે લગભગ ચાર છ વીઘા હશે કેમકે પહેલા તો 15 થી 20 એકર જમીનના તેઓ એકલા માલિક હતા." પિતાજીએ કહ્યું.
"તે જમાનામાં બધી વસ્તુઓ ખૂબ સારી અને શક્તિ મળતી હતી. 70 પૈસાનું હું તેલ પુરાવી લાવતો હતો અને મારી એમ્બેસેડર ગાડી ચલાવતો હતો" મુનશી કાકાએ કહ્યું.
"પછી 1970 આવતા અમે અલગ થઈ ગયા. તમારા મામાજી તેમના રસ્તે અને હું મારા રસ્તે અલગ અલગ ધંધો કરવા લાગ્યા." કાકાએ કહ્યું.
"હા મારા મામાજી પાસે દુકાનો નો ખુબ મોટો વ્યાપાર હતો તેમને અંકલેશ્વરમાં જ છ દુકાનો હતી." પિતાજીએ કહ્યું.
"તમારા મામાજી પાસે તમને ખબર શું શું હતું?" આ વખતે મૂનસીકાકાએ પૂછ્યું.
"ના કેમ?" પિતાજીએ પૂછ્યું.
"તમારા મામાજી 11 પીસીઓના માલિક હતા જેમાં અંકલેશ્વરમાં તેમના સાત શાસડી અને પાનોલી માં તેમના ચાર એસટીડી હતા" મુનશી કાકાએ કહ્યું.
"હા તે ટાઈમ પર એસટીડી ખૂબ ચાલતા હતા. દેશના કોઈ પણ ખૂણે રાજ્યમાં તો ઠીક પરંતુ આંતરરાષ્ટ્રીય કોલ પણ તેના દ્વારા થઈ શકતા હતા."પિતાજીએ કહ્યું.
"મેં તે વખતે ૮૦ હજારમા ત્રણ દુકાન ભરીને ધંધુ વસાવ્યું હતું." કાકાએ કહ્યું.
"તે ટાઇમના 80000 મતલબ આજના આઠ લાખ થઈ જાય, મારી પાસે તે ટાઇમે 5,600 હતા." પિતાજીએ કહ્યું.
"શું તમે તે પૈસાનો સદુપયોગ કર્યો છે?" મુનશી કાકાએ પૂછ્યું.
"ના મેં તે પૈસાને આફ્રિકા જવામાં ઉડાવી દીધા" પિતાજીએ કહ્યું.
"મારી પાસે પણ બિલકુલ આ જ રકમ બચી હતી જેનો મેં સોનું ખરીદી લીધો. કેમ કે તે ટાઈમ પર 124 રૂપિયામાં તોલો સોનો હતો, અને એ જ સોનુ મને આજે એટલું કામ લાગ્યું કે મારું પોતાનું ઘર મેં તે સોનાને બદલે વસાવી શક્યો!" મુનશી કાકાએ કહ્યું.
મુનશી કાકાએ સોનાની વાત પૂરી કરી ત્યારે ઓસરીમાં સન્નાટો છવાઈ ગયો. પિતાજીએ ખાલી કપ ટેબલ પર મૂક્યો.
થોડી વાર પછી પિતાજી હસ્યા. ધીમેથી બોલ્યા: "કાકા, તમે સોનામાં ઘર વસાવ્યું. મેં આફ્રિકામાં અનુભવ વસાવ્યા. તમારા ઘરની દીવાલો બોલે છે, મારી યાદોની દીવાલો બોલે છે. નુકસાન કોઈનું નથી થયું."
મુનશી કાકા એક ક્ષણ જોઈ રહ્યા. પછી ટેબલ પર હાથ મૂકી કહ્યું: "સાચી વાત. 1960માં બળદગાડામાં ધાન ભરીને નીકળ્યા હતા ત્યારે ખબર નહોતી કે એક દિવસ હિસાબ માંડીશું. એ વખતે તો બસ રસ્તો કાપવાનો હતો."
બંને જણા હસી પડ્યા. મેં પાણીનો ગ્લાસ ભરીને મૂક્યો. પિતાજીએ કહ્યું: "ચાલ, હવે કાકાને આઈસ્ક્રીમ નહીં, પણ ગરમ ભજીયા ખવડાવીએ. જૂના હિસાબ પૂરા, હવે નવો સ્વાદ."
સાંજ ઢળી ગઈ હતી. ઓટલા પર ત્રણ પેઢીની વાતો અને બે જુદા રસ્તાની સમજ બચી હતી. કોઈ જીત્યું નહીં, કોઈ હાર્યું નહીં. બસ સમય પોતાનું સરવૈયું સમજાવીને ચાલ્યો ગયો.