Gujarati Lockgeet - 1 in Gujarati Women Focused by Mansi Desai Shastri books and stories PDF | ગુજરાતી લોકગીત - ભાગ 1

Featured Books
Categories
Share

ગુજરાતી લોકગીત - ભાગ 1

લોકગીત 1 🧿
નણદલ માગે લહેરિયું.

મારા લહેરિયામાં લાગી લુંટાલૂટ હો. નણદલ માગે લહેરિયું રે બાઈ!

મારા દાદાનું દીધેલું લહેરિયું રે બાઈ। મારી માતાની બાંધેલ લાંક હો. નણદલ માગે લહેરિયું રે બાઈ!

ચારે ખૂણે ચાર ડાબલા રે બાઈ! નણદી! સારેરા જોઈ જોઈ લિયો હો. નણદલ માગે લહેરિયું રે બાઈ!

શું રે કરું તારા ડાબલા રે બાછો મને લહેરિયાની ઘણી ઘણી હામ હો. નણદલ માગે લહેરિયું રે બાઈ)

ચારે ખૂણે ચાર બેડલા રે બાઈ! નણદી! સારેસ જોઈ જોઈ લિયો હો. નણદલ માગે લહેરિયું રે બાઈ!

શું રે કરું તારા બેડલાં રે બાઈ! મને લહેરિયાની ઘણી ઘણી હામ હો.. નણંદલ માગે લહેરિયું રે બાઈ!

સામી ઘોડાહારે ચાર ઘોડલા રે બાઈ નણદી! સારેરાં જોઈ જોઈ લિયો હો. નણદલ માગે લહેરિયું રે બાછી

શું રે કરું તારા ઘોડલાં રે બાઈ। મને લહેરિયાની ઘણી ઘણી કમહો. નણદલ માગે લહેરિયું રે બાઈ

લોકગીત  2 🧿

કાનુડે કવરાવ્યાં

કાનુડે કવરાવ્યાં, ગોકુળિયામાં કાનુડે કવરાવ્યાં... ગોકુળિયામાં કાનુડે કવરાવ્યાં...

Q

<

સૂતેલા બાળ મારે વ્હાલે જગાડ્યાં રમતાંને રોવડાવ્યા રે ગોકુળિયામાં કાનુડે કવરાવ્યાં...

ધીમેથી વાછરું વ્હાલાજીએ છોડયાં વણદોહ્યાં ને ધવરાવ્યાં રે ગોકુળિયામાં કાનુડે કવરાવ્યાં....

શીકેથી માટ મારે વ્હાલે ઉતાર્યા ઝાઝા ઢોળ્યાં ને પીધાં થોડાં ગોકુળિયામાં કાનુડે કવરાવ્યાં...

પુરુષોત્તમ વ્હાલા પ્રાણ અમારા તમે જીત્યા ને અમે હાર્યાં રે 1 A ગોકુળિયામાં કાનુડે કવરાવ્યાં...


લોકગીત. 3. 🧿

ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં?

પોળ પછવાડે પરબડી ને વચ્ચમાં લેંબડાનું ઝાડ ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં?

વગડા વચ્ચે વેલડી ને વચ્ચમાં સરવર ઘાટ ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં?

ગામને પાદર ડોલી ડોલી ઢોલ વગાડે ઢગલો ઢોલી કાજળ આંજી આંખલડી ને લહેરણિયું છે લાલ ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં?

નાકે નથડી ચરણે ઝાંઝર હૈયે હેમનો હાર હાલો ત્યારે ધરણી ધમકે આંખે રૂપનો ભાર પગ પરમાણે મોજલડી જાણે હંસી ચાલે ચાલ ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં?


લોકગીત   4. 🧿


અલબેલું... સાંબેલું.... જનમ જનમથી વહુને માથે ભાંગેલું.... सांधेनुं...

જેવી ઘઉંમાં કાંકરી, નણંદ મારી આકરી હાલે ના પેટનુ પાણી, એવી મારી જેઠાણી सांधेनुं..

ધમ ધમક ધમ ધમ ધમ... સાંબેલું.... અલક મલકનું અલબેલું... સાંબેલું....

જેવી ફૂટે ધાણી, એવી મારી દેરાણી જેવો કૂવો ઊંડો, જેઠ એવો ભૂંડો सांधेनुं...

ધમ ધમક ધમ ધમ ધમ... સાંબેલું.... અલક મલકનું અલબેલું... સાંબેલું....

હોય છો ને બટકો, દિયર વટનો કટકો લીલી લીલી વાડીઓ ને સસરો એમાં ચાડિયો सांधेनुं...

ધમ ધમક ધમ ધમ ધમ... સાંબેલું. અલક મલકનું અલબેલું... સાંબેલું....

એવો બાંધો સાસુ તણો, પાણીમાં જેમ ફૂલે ચણો મીઠો, મગનો શીરો, એવો નણંદનો વીરો सांधेनुं...

ધમ ધમક ધમ ધમ ધમ... સાંબેલું.... અલક મલકનું અલબેલું... સાંબેલું....



લોકગીત. 5. 🧿


કોણ ઝુલાવે પીપળી, ભાઇની બેની લાડકી ને ભાઇલો ઝુલાવે ડાળખી...

લીંબડીની આજ ડાળ ઝુલાવે. લીંબોળી ઝોલા ખાય. હીચકો નાનો બેનનો એવો. આમ ઝુલણ્યો જાય. લીલુડી લીબડી હેઠે, બેનીમા હિંચકે હીચે કોણ હલાવે...

એ પંખીડા, પંબીડા. ઓરા આવો એ પખીડા. બેની મારી હીચકે હીચે, ડાળીઓ તું ઝુલાવ, પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીચો....કોણ હલાવે...

આજ હીચોડુ બેનડી તારા હેત કહ્યા ના જાય. મીઠડો વાયુ આજ બેની તારા હીચકે બેસી જાય કોયલ ને મોરલા બોલે. બેની નો હીચકો ડોલે....કોણ હલાવે.


લોકગીત.  6. 🧿



ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર ! હાલો ને જોવા જાયેં રે

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર ! હાલો ને જોવા જાયેં રે મોરલી વાગી રે, રાજાના કુંવર.

ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર, પીતળિયા પલાણ રે. – મોરલી.....

બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર, દસેય આંગળીએ વેઢ રે. – મોરલી.....

માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર, કિનખાબી સુરવાળ રે. – મોરલી.....

પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર, ચાલે ચટકતી ચાલ્ય રે. – મોરલી....

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર ! હાલો ને જોવા જાયેં રે મોરલી વાગી રે, રાજાના કુંવર.


લોકગીત. 7. 🧿. 


લીલુડા વાંસની વાંસળી રે, આડા મારગે વાગતી જાય;

નગરીના લોકે પૂછિયું રે, કોણ રાણો પરણવા જાય ?

છેય રાણો છેય રાજવી રે, મારા કનુભઈ પરણવા જાય.

સોએ ઘોડા બસો હાથીડા રે, મારી જાનનો રંગ ના જાય !

જાનૈયા ઉતારો ઓરડે રે, મારી જાનડીઓ પરસાળ;

ઘોડા ઉતારો ઘોડારમાં રે, હાથીડા બાંધો દરબાર.

ઘોડાને નીરો ચેમડું રે, મારા હાથીડાને નાગરવેલ.

જાનૈયાને જમાડો લાડુ-લાપશી રે, મારી જાનડીઓને છૂટો કંસાર.

લીલુડા વાંસની વાંસળી રે, આડા મારગે વાગતી જાય.



લોકગીત. 8. 🧿


આજ રે સપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો, સોનાની થાળી રે સાહેલી મારા સપનમાં રે.

આજ રે સપનામાં મેં તો પારસ પીપળો દીઠો જો, તુલસીનો ક્યારો રે સાહેલી મારા સપનામાં રે.

આજ રે સપનામાં મેં તો ગુલાબી ગોટો દીઠો જો, ફૂલડિયાંની ફોર્યું રે સાહેલી મારા સપનમાં રે.

ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો, ખળખળતી નદીએ રે સાસુજી મારાં નાતાં'તાં રે.

ઘમ્મર વલોણું ઈ તો અમારો જેઠ જો, દહીં દૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં'તાં રે.

લવિંગ લાકડી ઈ તો અમારો દેર જો, ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં'તાં રે.

જટાળો જોગી ઈ તો અમારો નણદોઈ જો, સોનાની થાળીએ રે નણંદી મારાં ખાતાં'તાં રે.

પારસ પીપળો ઈ તો અમારો ગોર જો, તુલસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં'તાં રે.

ગુલાબી ગોટો ઈ તો અમારો પરણ્યો જો, ફૂલડિયોની ફોર્યું સાહેલી મારી ચૂંદડીમાં રે.




લોકગીત. 9. 🧿


ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં હે લહેરીડા, હરણુ આથમી રે હાલાર શે'રમાં અરજણિયા.

ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાંપે તારી ઝૂંપડી ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાંપે તારી ઝૂંપડી હે લહેરીડા, આવતા જાતાનો નેડો લાગ્યો રે અરજણિયા ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં...

ગાયું તારી ગોંદરે ઘાયલ, ગાયું તારી ગોંદરે ગાયું તારી ગોંદરે ઘાયલ, ગાયું તારી ગોંદરે હે લહેરીડા, વાછરું વઢિયારમાં ઝોલાં ખાય રે અરજણિયા ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં...

ભેંસું તારી ભાલમાં ઘાયલ, ભેંસું તારી ભાલમાં ભેંસું તારી ભાલમાં ઘાયલ, ભેંસું તારી ભાલમાં હે લહેરીડા, પાડરું પાંચાલમાં ઝોલાં ખાય રે અરજણિયા ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં...

પાવો તું વગાડમા ઘાયલ, પાવો તું વગાડમા પાવો તું વગાડમા ઘાયલ, પાવો તું વગાડમા હે લહેરીડા, પાવો સાંભળીને પ્રાણ વિંધાય રે અરજણિયા ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં...

તારે ને મારે ઠીક છે ઘાયલ, તારે ને મારે ઠીક છે તારે ને મારે ઠીક છે ઘાયલ, તારે ને મારે ઠીક છે



લોકગીત. 10. 🧿


છેલ હલકે ઈંઢોણી માથે હેલ લેવી છે મારે ભરવાં સરવરિયાનાં નીર રે

ઓલ્યે કાનુડે મુને બાણ માર્યા છે...

સામે ઉભા સસરાજી છેલ શું રે જુઓ છો?

મારે જોવી વ'વારું કેરી લાજ રે...

खोल्ये अनुडे...

સામે ઉભા સાસુજી છેલ શું રે જુઓ છો? મારે જોવા વ 'ધારું કેરા ગુણ રે....

ઓલ્યે કાનુડે...

સામે ઉભા છે દેર છેલ શું રે જુઓ છો?

મારે જોવા વ 'વારું કેરા લાડ રે...

ઓલ્યે કાનુડે...

સામે ઉભા છો છેલ તમે શું રે જુઓ છો?

મારે જોવાં ગોરાંદ તારાં રૂપ રે...

ઓલ્યે કાનુડે...