Diplomet in relation. - 2 in Gujarati Moral Stories by AKHIL KUMAR books and stories PDF | સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 2

Featured Books
Categories
Share

સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 2

To be continue. 

કિશન કાકા એટલે મોટા બિજનેસ મેન. 
ધંધા ની દરેક બાબત માં એમનો કોઈ જવાબ નઈ 

૪૦ માણસ ની ટીમ એ એકલા હાથે હૅન્ડલ કરી લે.   
૪૦ માણસ ને કંટ્રોલ માં રાખવાના એ ખતરનાક હોશિયાર.  

માણસ ધંધા માં અતિશય પ્રેક્ટિકલ્સ.  

હવે આ હોશિયારી એમની મગજ અપર ચડી ગઈ 
ગુજરાતી માં કાઈએ તો ધંધો મગજ ઉપર ચડી ગયો.  

૪૦ માણસ ને કંટ્રોલ કરતા કરતા હવે ઘર માં છોકરાઓ ને કંટ્રોલ માં રાખવા લાગ્યા.  
ઘરે મહેમાન હોય તો એ પણ કંટ્રોલ માં હોય તો જ સારી રીતે વાત કરે. 
કંટ્રોલ ની બહાર જાય તો સીધી ઓકાત યાદ કરાવતા વિચાર પણ ના કરે.  
એમોશનલ હવે એ જરાય નહિ.  

હવે એ કોઈ પણ માણસ ને બરાબરી થી જોઈ શકતા નથી. 
હવે એમના થી મોટા માણસ સાથે એ બેસી શકતા નથી. 
હવે ભાઈબંધ કે સંબંધો તો ભાગ્યે જ રહ્યા. 
હવે બધા જ સંબધ પૈસા ની લેવડ દેવડ કે એમ્પ્લોયી બોસ ના જ રહ્યા. 
હવે દુનિયા ની દરેક સબંધ માં કંટ્રોલ અને ego ના ચશ્મા થી જોવાની આદત બની ગઈ.  
હવે સવાર થી સાંજ બસ મારો પૈસો અને એ પૈસા નો પાવર. 
હવે ધર્મ સોશિયલ સત્સંગ ની વાતો તો બઉ દૂર થઈ ગઈ. 
હવે પૈસા ના ચક્કર માં માનવતા ભુલાઈ ગઈ.  
હવે માનવતા ની એ વાતો થી બઉ દૂર થઈ ગયા. 

બસ એમનો કંટ્રોલ અને પાવર ગેમ્સ ના એ ગજબ માસ્ટર.  
ક્યારે કઈ વાત નો ફાયદો ઉઠાવો 
કોઈની જરૂરિયાત નો ફાયદો કઈ રીતે ઉઠાવો એમાં એ ગજબ હોશિયાર 

વાતો માં જ્યારે તર્ક વિતર્ક થી કિશન કાકા પોચી ના વળે તો મેચ્યુરિટિ ના સર્ટિફિકેટ તો તૈયાર જ રાખે.  
કા તો કિશન કાકા ની વાત માં agree થવુ જ પડે નઈ તો કિશન કાકા આખા પરિવાર ની વચ્ચે મેચ્યુરિટિ નુ સર્ટિફિકેટ આપી દે.  
એમની વાત નો વિરોધ થયો તો એને સાઇડ માં કરી નાખે. 

તર્ક વિતર્ક કે સાચુ ખોટુ ની વાત નઈ હવે 
તો દુનિયા ને કિશન કાકા ઇગો અને કંટ્રોલ ના ચશ્મા થી જ જુવે છે.  

વડીલ હોવુ એના કરતા વડીલ હોવાનો ફાયદો ઉઠવાના કિશન કાકા માસ્ટર થઈ ગયા છે. 
હોશિયાર છે પણ હવે એ એમની હોશિયારી નો દુરુપયોગ કરવાના માસ્ટર થઈ ગયા છે.  
બુદ્ધિ છે તો બુદ્ધિ ને એ એમના કંટ્રોલ અને ઇગો satisfied કરાવવા માટે ઉપયોગ કરતા થઈ ગયા છે. 

હવે કિશન કાકા દુનિયા ને ઇગો અને કંટ્રોલ ના ચશ્મા સિવાય જોઈ શકતા નથી.

હવે કિશન કાકા સાથે માનવતા ની ધર્મ ની કે કર્મ ની વાતો ની કોઈ જ અસર થતી નથી.
પણ લાખો કરોડો રૂપિયા નુ દાન કરીને
આખા સમાજ માં સ્ટેજ અપર બેસીને ૨ કલાક સુધી સુવિચારો નુ સરસ ભાષણ કરી શકે છે.  

કેમ કે હવે કિશન કાકા ને જ્ઞાની હોવાનો દેખાવ કરવાના પણ માસ્ટર થઈ ગયા છે. 
૪૦ માણસ ને મેન્યુપિલેટ કરવાના અનુભવ પછી એ સમાજ ના મોટા મોટા મંચ ઉપર થી આખા સમાજ ને ય મેન્યુપિલેટ કરવાની આગવી કુશળતા ધરાવે છે. 

હવે કિશન કાકા એક અલગ આત્મ મુગ્ધતા(self narcissist) નુ લક્ષણ ધરાવે છે.  
૪૦ માણસ ની ટીમ ના લોકો એમના વખાણ કરતા થાક્યા નથી એટલે હવે એમને બસ એમની પોતાની પ્રશંસા કરાવવાની એક અલગ જ જીદ હોય છે. 

કોઈ પણ કામ એમની સાથે કરવુ હોય કે કરાવવુ હોય તો એમના કંટ્રોલ માં તો રહેવુ જ પડે અને સાથે સાથે એમના પ્રશંસા દિવસ માં ૨ વાર કરવી પડે 

ઘણી વખત ભગવાન વિષ્ણુ નો ૧૦ મો અવતાર કિશન કાકા જ છે એમ પૂજા કરવી પડે. તો જ કામ શાંતિ થી પતે.  

આ એક Narcissitic પર્સનાલિટી ના લક્ષણો છે. જે મે અપર સમજાવ્યા.  

આપણા ગુજરાતી ભાઈઓ જે મોટા બિઝનેસમેન છે. જે એકલા હાથે ધંધો કરે છે. મોટી ટીમ હૅન્ડલ કરે છે. 

એ બધા જ આજકાલ વધારે પડતા પ્રૅક્ટિકલ બનવાના ચક્કર માં એમોશન zero કરી રહ્યા છે.  
વધારે પેક્ટિકલ 

૨૪ કલાક પ્રૅક્ટિકલ 
૨૪ કલાક ડિપ્લોમેટ 
૨૪ કલાક મેન્યુપિલેશન 

ના ચક્કર માં ઈમોશન ઝીરો થઈ રહ્યા છે.  
પરિવાર માં ય ફીલિંગ્સ ઈમોશન રહ્યા નથી 
જે ખરેખર ચિંતા નો વિષય છે.  

આ દુનિયા માં પૈસો પાવર પોજિશન કશુ જ પરમેનેન્ટ નથી. બધુ જ ટેમ્પરરી છે.  તો દિલ માં દિમાગ લઈને ના ફરશો.  
માનવતા ટકાવી બઉ જરૂરી છે.  

તેવા લોકો માટે આ લેખ મે લખ્યો છે. 


અખિલકુમાર પટેલ.  
Real maturity is when you realize that nothing is permanent.